________________
કાકા-ભત્રીજો તે બહુ ખુશનુમા ચહેરાનો ભલો માણસ હતો, અને પોતાના પરિચિતમાં “કેપ્ટન-સાહેબ” નામથી સંબેધાતો. વસ્તુતાએ પણ તે રિટાયર્ડ થયેલો એક વહાણવટી જ હતો, અને તેનું નામ એડવર્ડ કટલ હતું. - નોકરીએ દાખલ થયેલા વૅટરની શુભેચ્છમાં કેપ્ટન કટલે એ પ્યાલો ભાવથી ઉઠાવ્યો અને ખાલી કર્યો. કાકાએ ભત્રીજા માટે વધુ પ્યાલો ભરવા માંડ્યો. વોલ્ટર ને પાડવા ગયો. પણ કાકાએ કહ્યું, “બેટા, આ શીશી હવે પૂરી જ કરી નાખવાની છે; અને હવે એક પ્યાલો તું જે પેઢીમાં નોકરીએ જેડાયો છે તેની શુભેચ્છામાં આપણે બધા પી નાખીએ. બેટા વૉલ્ટર, તું ભલેને તે પેઢીમાં આજે જ નોકરીએ દાખલ થયે; પણ, કોણ કહી શકે ? સર રિચર્ડ વિટિંગ્ટન પિતાના શેઠની દીકરીને જ પરણ્યો હતો ને ?”
“બરાબર છે, “વિટિઝન ઑર્ડ મેયર ઑફ લંડન'– દીકરા વેલ, તું જરૂર મોટો બનવાનો –મારી આશિષ છે,” કેપ્ટન કટલ બોલી ઊઠ્યા.
જેકે, મિ. ડોમ્બીને પુત્રી નથી.” સેલ-કાકાએ ઉમેર્યું.
“ના, ના, કાકા, તેમને દીકરી છે!” બિચારો વૉટર હસતો હસતો અને શરમથી લાલ લાલ થઈ થતો બે.
“હૈ ? દીકરી છે ?”
હા આજે જ ઓફિસમાં વાત થતી હતી. અને કેપ્ટન-કાકા, તેઓ કહેતા હતા કે, મિ. ડેામ્બીને પોતાની છોકરી ગમતી નથી; એટલે તેને નોકરોને જ સોંપી રાખવામાં આવી છે. મિ. ડાબી તો
* એક ગામઠી છોકરો વિટિંગ્ટન, ઘેરથી ભાગી લંડન પગપાળ ભૂખ અને થાકથી પીડાતો આવી પહોંચ્યો. એક ઘરના પગથિયા ઉપર નિરાશ થઈને બેઠો તેવામાં ચર્ચના ઘડિયાળમાં કંકા પડયા, તેમાં તેને “ ટન ટન વિટિંગ્ટન ડે મેયર ઓફ લંડન !” એવા શબ્દો સંભળાયા. તે હિંમત રાખી ઊભો થયો, અને છેવટે ખરેખર લંડનને મેયર બન્યો, એ વાતનો ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org