________________
ડી એન્ડ સન પડી ગયો છું. મારી દુકાનની આઠમાંથી સાત ચીજો જૂની ફેશનની છે. હું પોતે જ જૂની ફેશનનો દુકાનદાર છું. અને હવે આગળ દોડતા જમાના સાથે દોડવાનું ઘરડે ઘડપણ મારાથી બની શકે તેમ નથી. એટલે, તને મારી આ જરીપુરાણું દુકાનમાં ગાંધી રાખવાને બદલે, ચાલુ જમાનાને નવે ચીલે ચડાવવાનું વિચારીને, મારા આખા જીવનના એકમાત્ર બાકી રહેલા ઓળખાણનો લાભ લઈ, તને મેં મિ. ડોમ્બીને ત્યાં નોકરીએ રખાવ્યા છે. તો બેટા, ડેબીની પેઢીમાં તું દિલ દઈને કામ કરજે, અને સુખી થજે !”
કાકા, તમે મને છેવટ સુધી ચાહતા રહો એવો પ્રયત્ન હું જરૂર કરવાને, એની ખાતરી રાખજે.”
હા બેટા, તું જરૂર પ્રયત્ન કરશે, એમ હું માનું છું. પણ દીકરા, એક વાત કહી દઉંઃ દરિયા પારની તને ગમે તેટલી માહિતી હોય, પણ તું વહાણવટાની લતમાં ન પડીશ; મારું કહેવું માનજે. એ બધી વાત કહેવા પૂરતી જ સારી છે; બાકી એમાં કંઈ માલ નથી; કશે જ માલ નથી, બેટા.”
જોકે, દરિયાની વાત માત્ર નીકળતાં જ સેલેમન જિન્સ પોતે જ આનંદમાં આવી જઈ હાથે ઘસવા માંડતો. તેને પોતાને જ દરિયાની ઓછી મોહિની ન હતી; અને તેણે જ ભત્રીજાને વાત કહી કહીને એ મોહિની તેના મનમાં ઊભી કરી હતી. દરિયાખેડુઓનાં સહસ, પરાક્રમ, દિલેરી, વહાણ ડૂબવાનું થાય ત્યારે નાનો ભાઈ મછવામાં ચડી ગયો હોય છતાં, મેટાભાઈના કુટુંબનો વિચાર કરી પોતે દરિયામાં કૂદી પડી મોટાભાઈને જગા કરી આપે–વગેરે કંઈ કંઈ વાતો અને કહાણીઓને સલેમન ખજાનો હતો.
પરંતુ હવે વાતચીત આગળ ચાલે તે પહેલાં ત્રીજી વ્યક્તિ ત્યાં દાખલ થઈ. તેમને એક હાથે કાંડા આગળ પંજો હોવાને બદલે લેઢાનો દૂક લગાડેલો હતો. એમને માટે જ પેલો ત્રીજો પ્યાલો ભરી રાખવામાં આવ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org