________________
૨૮
ડી એન્ડ સન “લે! એવું એવું તો ઘણું છે; પણ એ બધું મિ. કાર્કરના કમરામાં કે મિત્ર મોર્ફિનના કમરામાં કે મિ. ડોમ્બીના કમરામાં હેય.”
“આજે મિત્ર ડોમ્બી ત્યાં આવ્યા હતા ?” “આવ્યા'તા સ્તો; આખો દહાડો.” “તારા તરફ નજર બજર નહીં કરી હોય, ખરું ?”
“કરી જ હતી; હું બેઠો હતો ત્યાં આવી એટલું બેલ્યાઓહ, વહાણવટાનાં માપક યંત્રો બનાવનાર મિજિલ્સનો દીકરે, કેમ?” કહ્યું, “ભત્રીજે, સાહેબ.” તેમણે કહ્યું, “મેં મત્રોનો જ કહ્યું હતું, વળી !' પણ કાકા, હું સેગંદ ઉપર કહેવા તૈયાર છું કે, તેમણે “દીકરો જ કહ્યું હતું.”
“કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં.”
“મને પણ કશો વાંધો નથી, કાકા; મને તમારો દીકરો કહે કે ભત્રીજો કહે, ગમે તે કહે, પણ એમાં એમણે એટલી અકડાઈ રાખવાની શી જરૂર ? ઠીક, પછી તે બેલ્યા કે, તમે તેમને મારે વિષે વાત કરેલી તે ઉપરથી તેમણે પેઢીમાં મારે માટે નોકરી ગોઠવી છે; પણ મારે કાળજીપૂર્વક તથા વખતસર કામકાજ કરવું, – આટલું કહી તે ચાલ્યા ગયા. જોકે, કાકા, તેમને હું ગમ્યો હોઉં એવું બહુ ન લાગ્યું. ”
એટલે કે તેને તે બહુ ન ગમ્યા, એટલું જ તારે કહેવું છે ને?”
એમ જ હશે, કાકા; પણ તે વખતે એ કશો વિચાર મને નહોતો આવ્યો.”
સેલેબન-કાકા ખાતાં ખાતાં ભત્રીજાના ઉજજ્વળ ચહેરા તરફ જ જોવા લાગ્યા. પછી ભેજન પૂરું થતાં તે તરત ઊઠયા અને દીવા સાથે નીચેના ભોંયરામાં જઈ એક જૂની બાટલી કાઢી લાવ્યા.
ઓહો, સેલ-કાકા, આ તે તમારા જૂના અભુત દારૂ મેડીરાની શીશી છે ને? હવે તમારી પાસે બીજી એવી એક જ શીશી રહી, એ હું જાણું છું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org