Book Title: Updeshprasad Part 4
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/002173/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી વિજયલક્ષ્મીસૂરિ વિરચિત प्रासाद ભાષાંતર ४ दिदिवामहिंडन सकिमसरितिवामध्यममारमगाम मियाणशानिमा प्रयोग दियामामामयानिवासमयपगिरियामामायणमान्यमहासम्म संयगरगपावन याईबाश्मपागणंपवावदियारोवारमानंदियाणंबारमायरिंदियारामलियांवदियागांचारमामम्मिविश्यमा । वारमामपिपंजवान उनसत्यापक महाजमामयााएकबामएकदिवामनहि मितिारामाचमममय यादिवमेणचरिमिनियाविमय मिया निमाविमन्यूसिया विमानामरा विमकरामासिव्यतिमिरासयाटियाटवामिनपादामदादविक्दियामंमियाणिचा सुयादवयापणामामाता दक्यापाभिमानी स्कसायर स्थब्यवेकोकिया पमायणमिस्किसायोपवयणादविमंतिकरियाममामिानावानंनवतासंबरपाश्वर्धकाधिकवि पनलिमामोमिनुत्रिका लिविनाविरनंदवार ४नts डीपो.ममहावाह-१ Page #2 -------------------------------------------------------------------------- ________________ પાન ન ક ઉપદેશપ્રાસાદ ભાષાંતર આચાર્ય શ્રી વિજયલક્ષ્મીસૂરિ વિરચિત ભાગ – ૪ (સ્તંભ ૧૫ થી ૧૯, વ્યાખ્યાન ૨૧૧ થી ૨૮૫) ચતુર્વિધ ધર્મ દાન, શીલ, તપ, ભાવ; કાર્યસિદ્ધિના પાંચ સમવાય કારણ; ચાર કષાય; જ્ઞાનપંચમી તથા મૌન એકાદશી પર્વની આરાધના તથા માહાત્મ્ય જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર-વીર્યાચારના ભેદ ગૂર્જર અનુવાદક સ્વ. શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈ પ્રકાશક જૈન બુક ડીપો ૧૪૭, તંબોળીનો ખાંચો, દોશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૮ ૦૦૧ ફોન : (૦૭૯) ૫૩૫૬૧૫૪ પ્રાપ્તિસ્થાન જશવંતલાલ ગિરઘરલાલ શાહ જૈન પ્રકાશન મંદિ ૩૦૯/૪, ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન ઃ ૫૩૫૬૮૦૬, ૫૩૫૬૧૯૭ પ્રથમાવૃત્તિ પાંચ ભાગના સેટની કિંમત રૂપિયા પાંચસો ઈ.સ. ૨૦૦૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ - ર જાનબા - ce cr, Crt gyanmandir@kobatirth.org * इस ग्रन्थ के अभ्यास का काय पूर्ण हात काययतSANSAR समयावधि में शीघ्र जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. - oણા સૌજન્ય શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર પ્રસ્તુત ગ્રંથ પુનર્મુદ્રણ કરવાની પરવાનગી આપી તે બદલ શ્રી અશોકભાઈ જૈન (શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ) સંશોઘન તથા શુદ્ધિપૂર્વક પુસ્તકનું સંપાદન કરવા બદલ આકાશમાં સૂર્ય ઊગે છે અને serving Jinshasan ધરતી પર રહેલ ગુલાબનું પુષ્પ ખુલવા લાગે છે, ખીલવા લાગે છે હૃદયમાં જિનવચનોનો સૂર્ય ઉદય પામે છે 09930 અને આત્મામાં સણોનો ઉઘાડ થવા લાગે છે પણ સબૂર! સગુણોના ઉઘાડનું પરિણામ આપણે અનુભવતા હોઈએ તો જ માનવું કે હૃદયમાં જિનવચનોનો સૂર્યોદય થઈ ચૂક્યો છે. સતત કરતા રહીએ આપણે આત્મનિરીક્ષણ અને પ્રયત્નશીલ બન્યા રહીએ એ સમ્યક્ પરિણામની અનુભૂતિ માટે એ અંગેનું સુંદર માર્ગદર્શન આપતો ગ્રંથ એટલે જ શ્રી ઉપદેશપ્રાસાદ ગ્રંથ..... મુદ્રક : શ્રી જૈન પ્રકાશન મંદિર, અમદાવાદ પ્રામસ્થાનો જૈન પ્રકાશન મંદિર અજય સેવંતિલાલ જૈન ૩૦૯૪, ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ, ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : પ૩૫૬૮૦૬ મુંબઈ-૪૦૦ ૦૦૨ શ્રી પાર્શ્વનાથ પુસ્તક ભંડાર શ્રી પાર્શ્વનાથ પુસ્તક ભંડાર ફુવારા સામે, તળેટી રોડ, ભોજનશાળા સામે, પાલિતાણા-૩૬૪૨૭૦ શંખેશ્વર-૩૮૪૨૪૬ શ્રી મહાવીર જૈન ઉપકરણ ભંડાર ગુરુગૌતમ એન્ટરપ્રાઈઝ શંખેશ્વર તથા સૂરત ચીકપેઠ, બેંગ્લોર-પ૬૦૦૫૩ * જ * જ આ ર , દ t : Page #4 -------------------------------------------------------------------------- ________________ H (ર) પિ૩૮૦૦૧ પ્રસ્તાવના અનંત કલ્યાણકર, અનંત સુખકર, અનંત હિતકર અને અનંત દુઃખહર એવા જિનશાસનની પ્રાપ્તિ; ચાર ગતિમાં રખડતા જીવને અનંત પુણ્યના ઉદયે થાય છે, કરોડો રૂપિયાના ખર્ચે ઝવેરી બજારમાં દુકાન મળવી એક અપેક્ષાએ સહેલી છે પરંતુ જિનશાસનની પ્રાપ્તિ અત્યંત મુશ્કેલ છે. જે પુણ્યશાળી આત્માઓને પરમાત્માના શાસનની પ્રાપ્તિ થઈ છે તેઓને આરાધનામાં આગળ વધારવા અને પાપથી મુક્ત બનવા માટે સામાન્યતયા ઉપદેશની જરૂર રહે જ છે. ઉપદેશ વિના બાળજીવો સાધનામાં જોડાતા નથી અને વિરાધનાથી અટકતા નથી. બાળજીવોને આરાધનામાં જોડવા માટે ધર્મનું બળ શું છે...ધર્મની તાકાત શું છે તે જણાવવું પડે અને વિરાધનાથી અટકાવવા માટે વિરાધનાનું ફળ બતાવવું પડે...પુણ્યબંધનું આકર્ષણ જીવને ધર્મમાં જોડે છે અને પાપના વિપાકની જાણકારી જીવનમાંથી પાપો ઓછા કરાવે છે. અથવા પાપનો રસ ઓછો કરાવે છે. પ્રસ્તુત શ્રી ઉપદેશપ્રાસાદ ગ્રંથ માત્ર ઉપદેશાત્મક ગ્રંથ નથી પરંતુ સ્થાને સ્થાને શાસ્ત્રીય પ્રસંગો, ઐતિહાસિક પ્રસંગો, બોઘદાયક કથાઓ વગેરેનો સમાવેશ કરી ગ્રંથને બોધક અને રોચક બનાવવામાં આવ્યો છે. દરેક સાધકને તેમાંથી સાધનામાટેનું બળ મળે તેવો ગ્રંથ છે. આ ગ્રંથમાં દ્રવ્યાનુયોગ તથા કથાનુયોગનું અદ્ભુત સંમિશ્રણ છે. પહેલા સિદ્ધાંત અને પછી તે સિદ્ધાંતને હૃદયમાં સ્થિર થવા દૃષ્ટાંતો આપેલ છે. જેમ ગોળ સાથે કડવી દવા પણ બાળક લઈ લે તેમ ગોઠવણ કરી છે. આ મૂળ ગ્રંથના કર્તા આચાર્ય શ્રી વિજય-લક્ષ્મીસૂરિ છે. તેમણે આ ગ્રંથરૂપ પ્રાસાદના ૨૪ સ્તંભો કલ્પી દરેક સ્તંભની પંદર પંદર અસ્ર (હાંશ) કલ્પી છે. એ રીતે વર્ષના દિવસપ્રમાણ ૩૬૦ વ્યાખ્યાનોરૂપ આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચ્યો છે. પ્રસંગોપાત્ત અનેક સૂત્રો તથા ગ્રંથોમાંથી પ્રસ્તુત વિષયને દૃઢ કરતાં શ્લોકો તથા ગદ્ય અવતરણો આપી ગ્રંથને પરિપૂર્ણ અને સમૃદ્ધ કર્યો છે. પોતાના ગુરુભાઈ શ્રી પ્રેમવિજયજી મહારાજની પ્રેરણાથી તેમણે આ ગ્રંથ રચી જૈનસમાજનો ઘણો જ ઉપકાર કર્યો છે. પ્રથમ વ્યાખ્યાનની શરૂઆત ચૈત્ર સુદ ૧ થી કરેલી છે. ત્યાર પછીના દિવસોની ગણતરીએ બઘા પર્વના વ્યાખ્યાનો આપેલા છે. દાખલા તરીકે દીપોત્સવી (આસો વદી ૩૦)નું વ્યાખ્યાન ૨૧૦મું, બેસતા વર્ષનું (કાર્તિક સુદ ૧નું) વ્યાખ્યાન ૨૧૧મું, જ્ઞાનપંચમી (કાર્તિક સુદ પનું) વ્યાખ્યાન ૨૧૫મું એ રીતે બઘા પર્વો માટે સમજી લેવું. આ ગ્રંથને અત્યુપયોગી જાણીને તેનું ગુજરાતી ભાષાંતર ઘણા વર્ષો પહેલા શ્રી Page #5 -------------------------------------------------------------------------- ________________ gશ જૈન ઘર્મ પ્રસારક સભા-ભાવનગર તરફથી સ્વ. શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈએ અથાગ પ્રયત્નપૂર્વક ચીવટથી કરીને પ્રકાશિત કરેલ. હાલ Dh Sા કેટલાય વખતથી તે અપ્રાપ્ય હોવાથી અમો તેમની સંમતિ લઈને ગુજરાતી લિપિમાં હો; Rા પ્રકાશિત કરીએ છીએ. આ ગ્રંથ મુખ્યત્વે ઉપદેશબોઘનો છે. કોઈ પણ વસ્તુ દ્રષ્ટાંતથી સમજાવતાં વિશેષ દૃઢ થાય છે અને હૃદયમાં સોંસરી ઊતરી જાય છે. એ શૈલી ગ્રંથકારે આપનાવેલી છે. સમકિત, સમકિતના ૬૭ બોલ, શ્રાવકના પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત અને તે બઘા વ્રતના અતિચારો; ઘર્મના ચાર ભેદ-દાન, શીલ, તપ, ભાવ; તીર્થયાત્રા અને તેનું ફળ; જિનપૂજા, જિનમૂર્તિ, જિનચૈત્ય; |દેવદ્રવ્ય-ભક્ષણના માઠાં ફળો, તીર્થકર ભગવાનના પંચ કલ્યાણકોનું વર્ણન; છ આરાનું સ્વરૂપ, દીપોત્સવી, જ્ઞાનપંચમી આદિ પર્વોનું વર્ણન; પાંચ સમવાય છે. [છા કારણ; નવનિતવ, અંતરંગશત્રુઓ; જ્ઞાનાચાર, દર્શનાચાર, તપાચાર અને SDE 6. વીર્યાચારનું સ્વરૂપ; યશોવિજયજી ઉપાધ્યાયના ૩૨ અષ્ટકોનું વિવેચન–વગેરે | %ા વિષયો ઉપર ટૂંક કે વિશદ વિવેચન કરી નાના-મોટા દ્રષ્ટાંતોથી અસરકારક છે વ્યાખ્યાન આપેલાં છે. પ્રસ્તુત ભાગ ૪ માં ૭પ વ્યાખ્યાનોમાં એકંદરે નાની-મોટી ૧૦૦ કથાઓ (ા સમાવિષ્ટ કરેલ છે. એમાં ઘર્મના ચાર પ્રકાર–દાન, શીલ, તપ, ભાવ; અંતરંગ DિE છ શત્રુઓ; છ લેશ્યાનું સ્વરૂપ, કાર્યસિદ્ધિના પાંચ સમવાય કારણ; નવ નિયાણા, કે Mા ચાર કષાય-ક્રોધ, માન, માયા, લોભ; જ્ઞાનાચારના આઠ ભેદ; દર્શનાચારના દિ આઠ ભેદ, ચારિત્રાચારના આઠ ભેદ અને તપાચારના પાંચ ભેદ પૈકી ત્રણ ભેદનું દ્રષ્ટાંતો સાથે વર્ણન આપેલ છે. પ્રસંગોપાત્ત સત્સંગનું માહાભ્ય, અવિસ્મૃશશ શ્યકારિતાનું વિપરિણામ, આશાતનાનાં ફળ, અસ્વાધ્યાયકાળ, સત્તર પ્રકારનાં કે કુંજ મરણ વગેરે વિષયો પણ ચર્ચા છે, સાથે દિવાલીપર્વ, કાર્તિકી પૂર્ણિમા અને મૌન 5 ઉળા એકાદશી આ ત્રણ પર્વોનું માહામ્ય તથા આરાઘના વિધિ પણ બતાવેલી છે. છિંદ ગ્રંથની ઉપયોગિતા માટે દરેક ભાગના અંતે કથાઓ તથા દ્રષ્ટાંતોની શી વર્ણાનુક્રમણિકા આપી છે, જેથી કોઈને દ્રષ્ટાંત શોઘવું હોય તો સહેલાઈથી તેને મળી શકે. ગ્રંથની શરૂઆતમાં અનુક્રમણિકા પણ આપેલ છે. શ્રાવકમાત્રના ઘરમાં આ મહાગ્રંથ હોવો જરૂરી છે કે જેમાં આખા વર્ષનો Mાનિત્ય નવો સ્વાધ્યાય છે. ૩૬૦ દિવસ પ્રમાણે ૩૬૦ વ્યાખ્યાન અલગ અલગ ડિE શાવિષયો ઉપર સંકલનાબદ્ધ અને દ્રષ્ટાંતો સાથે આપેલા છે. આ ગ્રંથમાં કાંઈક દ્રષ્ટિદોષથી કે અજ્ઞાનથી કોઈ ક્ષતિ કે ભૂલ રહી ગઈ હોય તો તે બદલ જ્ઞાનીવર્ગ અમને ક્ષમા કરે, અને સૂચના આપે જેથી ભવિષ્યમાં | (સુધારી શકાય. પ્રકાશક જશવંતલાલ મિરઘલાલ શાહ P555 Page #6 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૧ ૧ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર વાગ ૪ અનુક્રમણિકા (સ્તંભ ૧૫ થી ૧૯) (વ્યાખ્યાન ૨૧૧ થી ૨૮૫) | વિષય પૃષ્ઠ| વિષય શીલ પાળવા ઉપર દૃષ્ટાંત 'સ્તંભ ૧૫ તપ ઘર્મનું વર્ણન વ્યાખ્યાન ૨૧૧ ભાવ ઘર્મનું વર્ણન જુહારનું સ્વરૂપ વ્યાખ્યાન ૨૨૦ વ્યાખ્યાન ૨૧૨ વિવેકીનું કર્તવ્ય પૂજાનો વિધિ | કપિલમુનિની કથા દમયંતિની કથા વ્યાખ્યાન ૨૧ વ્યાખ્યાન ૨૧૩ દીપપૂજા | શુદ્ધાશુદ્ધ વ્રત પાલનનું ફળ ઘનાનું દ્રષ્ટાંત કુંડરિક પુંડરિકની કથા વ્યાખ્યાન ૨૧૪ વ્યાખ્યાન ૨૨૨ અલ્પજ્ઞાન પણ સુખનું કારણ સત્સંગ યવ ઋષિની કથા પ્રભાકર વિપ્રનું દ્રષ્ટાંત વ્યાખ્યાન ૨૧૫ વ્યાખ્યાન ૨૨૩ જ્ઞાનની વિરાઘના ત્યાજ્ય અંતરંગ છ શત્રુને જીતવા વિષે ગુણમંજરી અને વરદત્તવની કથા - ૧૬ વ્યાખ્યાન ૨૨૪ વ્યાખ્યાન ૧૬ અપ્રમત્તયોગ કર્તવ્ય ઘર્મનો પહેલો પ્રકાર (૧) દાન સેલકમુનિનું દ્રષ્ટાંત અભયદાનનું માહાભ્ય થાન ૨૨૫ ઘના માળીનું દ્રષ્ટાંત કાર્તિકી પૂર્ણિમાનું માહાભ્ય શ્રેણિકરાજાનું દ્રષ્ટાંત વ્યાખ્યાન ૨૧૭ દ્રાવિડ વાલિખિલ્લ કથા દાનધર્મની દેશના સ્તંભ ૧૬ | ભાગવત્ કણબીનું દ્રષ્ટાંત વ્યાખ્યાન ૨૨૬ મુઘાજીવીનું દ્રષ્ટાંત છ વેશ્યાનું સ્વરૂપ ચાર ૨૧૮ પ્રિયંકર રાજાની કથા | સુપાત્રદાનનું માહાભ્ય જાંબુ ખાનારા છ પુરુષોનું દ્રષ્ટાંત | ઘનાનું દ્રષ્ટાંત ૩૩ | ઘાડપાડનાર છ પુરુષોનું દ્રષ્ટાંત વ્યાખ્યાન ૨૧૯ વ્યાખ્યાન ૨૭. | ઘર્મના બાકી ત્રણ પ્રકાર અવિમૃશ્યકારિતા (૨) શીલ, (૩) તપ, (૪) ભાવ ૩૯ | આમ્રવૃક્ષ કપાવનાર રાજાનું દ્રષ્ટાંત ૬૭ Page #7 -------------------------------------------------------------------------- ________________ વિષય સહસા કાર્ય અકર્તવ્ય અવિચારી રાજાનું દૃષ્ટાંત વ્યાખ્યાન ૨૨૮ વ્યાખ્યાન ૨૨૯ કાર્યસિદ્ધિના પાંચ સમવાયકારણ વ્યાખ્યાન ૨૩૦ ભવિતવ્યતાની પ્રબળતા રાવણની કથા વ્યાખ્યાન ૨૩૧ પૂર્વકર્મની બલવત્તરતા ભાવિની અને કર્મરેખનો પ્રબંધ વ્યાખ્યાન ૨૩૨ પાંચ સમવાય કારણથી કાર્યસિદ્ધિ ક્ષુલ્લકકુમારની કથા વ્યાખ્યાન ૨૩૪ બ્રાહ્મવંદનની નિષ્ફળતા શીતલાચાર્યની કથા વ્યાખ્યાન ૨૩૫ જ્ઞાનવિજ્ઞાનયુક્ત ક્રિયા ધર્મબુદ્ધિ મુનિની કથા વ્યાખ્યાન ૨૩૩ ८८ સદ્ગુણના વિચા૨ની વણદુર્લભતા કાલિકાચાર્ય અને શાલિ વાહનનો પ્રબંધ ૮૮ વ્યાખ્યાન ૨૩૬ નવનિયાણાં તામલિ તાપસની કથા વ્યાખ્યાન ૨૩૭ ઉપદેશ માટે અયોગ્યજીવો વ્યાખ્યાને ૨૩૮ કદાગ્રહ ત્યાજ્ય ગોષ્ઠામાહિલ નિહ્નવની કથા વ્યાખ્યાન ૨૩૯ સર્વ વિસંવાદીનામે આઠમો નિહ્નવ આઠમા નિવની કથા ખ્યાન ૨૪૦ ઢુંઢક મત શ્રુતનિંદકનું ચરિત્ર પૃષ્ઠ વિષય ૬૯ ૬૯ ૭૩ ૭૭ | બાહુબલીનું દૃષ્ટાંત ૭૭ ૯૫ ૯૫ ૯૮ ૯૯ માયાપિંડના દોષો ૮૨ | અષાઢભૂતિમુનિનું દૃષ્ટાંત ૮૨ ૧૦૦ ૧૦૨ સ્તંભ ૧૭ વ્યાખ્યાન ૨૪૧ ૧૦૩ ક્રોધનું ફળ અમરદત્તને મિત્રાનંદની કથા લોભનું માઠું ફળ સાગર શ્રેષ્ઠીનું દૃષ્ટાંત ૮૫ | શુભંકર બ્રાહ્મણનું દૃષ્ટાંત ૮૫ ૧૦૭ ૧૦૮ વ્યાખ્યાન ૨૪૨ ૧૧૨ ૧૧૨ માનવનો ત્યાગ કર્તવ્ય વ્યાખ્યાન ૨૪૩ વ્યાખ્યાન ૨૪૪ વ્યાખ્યાન ૨૪૫ લોભનું સ્વરૂપ સુભૂમ ચક્રીનું દૃષ્ટાંત વ્યાખ્યાન ૨૪૬ ક્રોધપિંડ તથા માનપિંડ ક્રોથપિંડ ઉપર મુનિનું દૃષ્ટાંત માનપિંડ ઉપર મુનિનું દૃષ્ટાંત વ્યાખ્યાન ૨૪૭ લોભપિંડનું સ્વરૂપ સુવ્રતમુનિની કથા વ્યાખ્યાન ૨૪૮ દશમા અદ્યા પચખાણના દશ ભેદ અને તેનું ફળ કુવિંદ વણકરની કથા શ્રીયક મુનિની કથા વ્યાખ્યાન ૨૪૯ પ્રત્યાખ્યાનના દશ ભેદ | દામનકનું દૃષ્ટાંત વ્યાખ્યાન ૨૫૦ | વ્રતખંડનું ફળ મત્સ્યોદરની કથા વ્યાખ્યાન ૨૫૧ ૧૧૬ | મૌન એકાદશીનું માહાત્મ્ય ૧૧૬ | સુવ્રત શેઠની કથા પૃષ્ઠ ૧૨૦ ૧૨૦ ૧૨૬ ૧૨૬ ૧૩૧ ૧૩૨ ૧૩૫ ૧૩૫ ૧૩૭ ૧૩૯ ૧૩૯ ૧૪૨ ૧૪૨ ૧૪૩ ૧૪૬ ૧૪૬ ૧૪૯ ૧૫૨ ૧૫૪ ૧૫૫ ૧૫૭ ૧૫૯ ૧૬૦ ૧૬૪ ૧૬૫ Page #8 -------------------------------------------------------------------------- ________________ વિષય : ૧૮૦ م ૨૨૫ ૨૨૬ ૨૨૬ ૨૨૭ ૨૨૯ ર૩૧ પૃષ્ઠ | વિષય પૃષ્ઠ વ્યાખ્યાન ૫૨. આષાઢસૂરિના શિષ્યોનું દ્રષ્ટાંત ૨૧૨ સમકિતમાં નિઃશંકતા ૧૭૦ વ્યાખ્યાન ૨૬૩ આષાઢાચાર્યનું દ્રષ્ટાંત ૧૭૦ | જ્ઞાનાચારનો પાંચમો ભેદ અનિદ્વવ ૨૧૬ વ્યાખ્યાન ૨૫૩ રોહગુસ નિદ્ભવની કથા ૨૧૬ મિથ્યાત્વના ભેદ ૧૭૬ વ્યાખ્યાન ૨૬૪ પાલક પુરોહિતનું દૃષ્ટાંત | જ્ઞાનાચારનો છઠ્ઠો ભેદવ્યાખ્યાન ૨૫૪ વ્યંજનાનિલવ મિથ્યાત્વનું દુસ્યાજ્યપણું કુમારપાળ રાજાનું દ્રષ્ટાંત ૨૨૨ મંખલીપુત્ર ગોશાળાનું દ્રષ્ટાંત ૧૮૧ અશોક રાજાનું દ્રષ્ટાંત ૨૨૩ - વ્યાખ્યાન ૨૫૫ વિદ્યાઘરનું દ્રષ્ટાંત ભગવાનની આશાતનાનાં ફળ - ૧૮૪ વ્યાખ્યાન ૨૬૫ મખલીપુત્રનું ભાવીચરિત્ર ૧૮૫ | શા જ્ઞાનાચારનો સાતમો ભેદસ્તંભ ૧૮. અર્થાનિતવ શ્રી હેમચંદ્રસૂરિનું દ્રષ્ટાંત વ્યાખ્યાન ૨૫૬ બારાક્ષરી જાણનાર ભરડાનું જ્ઞાનાચારનો પહેલો ભેદ-કાળાચાર ૧૮૮ વૃષ્ટાંત {ી સાગરાચાર્યનું દ્રષ્ટાંત ૧૮૯ કુંડલીક શ્રાવકનું દ્રષ્ટાંત વ્યાખ્યાન ૨૫૭ વ્યાખ્યાન ૨૬૬ અસ્વાધ્યાય કાળે સ્વાધ્યાય અકર્તવ્ય ૧૯૨ | જ્ઞાનાચારનો આઠમો ભેદ , હંસ અને ઘુવડનું દૃષ્ટાંત ૧૯૪ | શ્રી અભયદેવસૂરિનું દ્રષ્ટાંત ૨૩૧ મહંમદ બેગડો અને લઘુક વ્યાખ્યાન ૨૭૭ બ્રાહ્મણનું દ્રષ્ટાંત ૧૯૫ | શ્રતનો હિતકારી અર્થ કર્તવ્ય ૨૩૫ વ્યાખ્યાન ૨૫૮ | ક્ષુલ્લક મુનિનું દૃષ્ટાંત એરિકન ૨૩૫ જ્ઞાનાચારનો બીજો ભેદ–વિનયાચાર ૧૯૭ ભેરીનું દ્રષ્ટાંત ૨૩૮ 3ી સ્થૂલભદ્રનો પ્રબંઘી ૧૯૭ વ્યાખ્યાન ૨૧૮ ચંડરુદ્ર આચાર્યનું દ્રષ્ટાંત દર્શનાચારનો પહેલો ભેદ-નિશંકા વ્યાખ્યાન ૫૯ ગંગાચાર્યનું દ્રષ્ટાંત ૨૪૦ જ્ઞાનાચારનો ત્રીજો ભેદ–બહુમાન ૨૦૧ વ્યાખ્યાન ૨૬૯ બે નિમિત્તિયાનું દ્રશ્ચંત દર્શનાચારનો બીજો ભેદ–નિષ્કાંક્ષા ૨૪૫ કુમારપાળ રાજાનું વૃષ્ટાંત ૨૦૩ ક્ષુલ્લક શિષ્યનું દ્રષ્ટાંત ૨૪૫ વ્યાખ્યાન ૨૬૦ અશ્વમિત્ર મુનિની કથા ૨૪૬ જ્ઞાનાચારનો ચોથો ભેદ વ્યાખ્યાન ૨૭૦ ઉપઘાનવહન ૨૦૬ | દર્શનાચારનો ત્રીજો ભેદ– વ્યાખ્યાન ૨૬૧ નિર્વિચિકિત્સા ૨૪૯ યોગના બહુમાન વિષે ૨૧૦ | ભોગસારનું દ્રષ્ટાંત ૨૪૯ માસતુષ મુનિનું દ્રષ્ટાંત ૨૧૦. સ્તંભ ૧૯) ( વ્યાખ્યાન ૨૭ર વ્યાખ્યાન ૨૭૧ યોગવહનની સ્થિરતાનું દ્રષ્ટાંત ૨૧૨ | દર્શનાચારનો ચોથો ભેદ ૧૯૯ ૨૦૨ Page #9 -------------------------------------------------------------------------- ________________ વિષય અમૂઢદૃષ્ટિત્વ લેખશ્રેષ્ઠીનું દૃષ્ટાંત વૈરાગ્યના ત્રણ પ્રકાર વ્યાખ્યાન ૨૦૨ દર્શનાચારનો પાંચમો ભેદ– ધર્મજનની પ્રશંસા કામદેવશ્રાવકની કથા વ્યાખ્યાન ૨૦૩ ધર્મીજનની પ્રશંસા શ્રી હેમચંદ્રસૂરિ પ્રબંધ વ્યાખ્યાન ૨૭૪ દર્શનાચારનો છઠ્ઠોભેદસ્થિરીકરણ કુમારપાળ રાજાનો પ્રબંધ (સ્ત્રીચરિત્ર) વ્યાખ્યાન ૨૭૫ સ્થિરીકરણ કુમારપાળ રાજાનું દૃષ્ટાંત અનુષ્ઠાનના પાંચ ભેદ વ્યાખ્યાન ૨૭૬ દર્શનાચારનો સાતમો ભેદ– સાધર્મીવાત્સલ્ય કુમારપાળરાજાનું દૃષ્ટાંત પતિવ્રતાસ્ત્રીએ કરેલું પતિવાત્સલ્ય વ્યાખ્યાન ૨૭૭ દર્શનાચા૨નો આઠમો ભેદ પ્રભાવના વ્યાખ્યાન ૨૦૮ ચારિત્રાચારનો પહેલો ભેદ ઈર્યાસમિતિ વરદત્તઋષિનું દૃષ્ટાંત પૃષ્ઠ વિષય ૨૫૪ વ્યાખ્યાન ૨૭૯ ૨૫૪ | ચારિત્રાચારનો બીજો ભેદ– ભાષાસમિતિ ૨૫૪ રશ્ન સાધ્વીનું દૃષ્ટાંત વ્યાખ્યાન ૨૮૦ ૨૬૧ | ચારિત્રાચારનો ત્રીજો ભેદ– એષણાસમિતિ ઘનશર્મા સાધુનું દૃષ્ટાંત ૨૬૧ વ્યાખ્યાન ૨૮૧ ૨૭૪ ચારિત્રાચારના છેલ્લા ત્રણ ભેદ– ત્રણગુપ્તિ ૨૭૫ | મનોગુસિ૫૨ જિનદાસશ્રેષ્ઠીનું દૃષ્ટાંત ૨૭૫ ૨૮૧ ૨૮૨ ૨૬૩ ૨૯૭ ૨૬૪ | ચારિત્રાચારનો ચોથો-પાંચમો ભેદ ૨૯૭ આદાન નિક્ષેપ સમિતિ પારિષ્ઠાપનિકા સમિતિ ૨૭૦ | સ્થંડિલના દશ ભેદ ૨૭૧ | શ્રી ધર્મરુચિનું દૃષ્ટાંત ૨૯૮ ૨૯૮ ૨૯૯ વ્યાખ્યાન ૨૮૨ ૨૮૩ તપાચાર ક્ષેમર્ષિ મુનિનું દૃષ્ટાંત પૃષ્ઠ વ્યાખ્યાન ૨૮૪ તપાચારનો પહેલો ભેદ–અનશન ૨૯૨ ૨૯૩ ૨૯૪ ૨૯૪ ૩૦૦ વાગ્ગુપ્તિપર ત્રણ તાપસોનું દૃષ્ટાંત ૩૦૧ કાયગુપ્તિપર બે દૃષ્ટાંતો ૩૦૨ વ્યાખ્યાને ૨૮૩ ૩૦૮ સત્તર પ્રકારના મરણ ૩૧૦ ૨૮૬ | અનશન ઉપર ઘન્ય મુનિનું દૃષ્ટાંત ૩૧૩ ૨૮૬ વ્યાખ્યાન ૨૮૫ આઠ પ્રભાવકનું સંક્ષિસવર્ણન વિદ્યાપ્રભાવક ઉપર તાપસનું દૃષ્ટાંત ૨૮૮ | તપાચારનો બીજો અને ત્રીજો ભેદ ઊનોદરી વૃત્તિસંક્ષેપ ૨૯૧ | દૃઢ પ્રહારીનું દૃષ્ટાંત ૨૯૧ | પરિશિષ્ટ કથા અને દૃષ્ટાંતોની વર્ણાનુક્રમણિકા ૩૦૦ ૩૦૪ ૩૦૪ ૩૧૪ ૩૧૪ ૩૧૫ ૩૧૬ ૩૧૯ Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયલમીસૂરિ વિરચિત શ્રી ઉપરાપ્રાસાદ બાપાનાર ભાગ-૪ (રdલ ૧૫) વ્યાખ્યાન ૨૧૧ જુહારનું સ્વરૂપ બેસતું વર્ષે પરસ્પર જુહાર કરવાના રિવાજની ઉત્પત્તિ કેમ થઈ તે વિષે કહે છે– अन्योऽन्यं जनजोत्कारा भवंति प्रतिपत्प्रगे । तत्स्वरूपं तदा पृष्टं पुनर्जगाद साधुपः॥१॥ ભાવાર્થ-પડવાને દિવસે પ્રાતઃકાલે લોકો પરસ્પર જુહાર કરે છે, તેનું સ્વરૂપ રાજાએ પૂછ્યું, એટલે ગુરુમહારાજ (શ્રી આર્યસુહસ્તિસૂરી) ફરીને બોલ્યા કે હે સંપ્રતિરાજા! પરસ્પર જુહાર કરવામાં એક હેતુ એ છે કે ગૌતમ ગણઘરને અમાવાસ્યા (દિવાળી) ની રાત્રીના પ્રાંત ભાગે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું; તેથી પ્રભાતે નવા રાજાની જેમ તેમને સર્વ ગણઘરોએ આવીને વાંદ્યા દેવતાઓએ ઉત્સવ ઊજવી તેમને વંદના કરી. રાજાઓ, શ્રેષ્ઠીઓ વગેરે સૌએ વંદના કરી તેથી પ્રણામનો વિધિ શરૂ થયો. આમ તે દિવસથી શરૂ થયેલો વંદન વ્યવહાર આજે પણ સામાજિક પ્રથારૂપે ચાલું છે. હવે બીજો હેતુ સાંભળો પૂર્વે અવંતિ નગરીમાં ઘર્મ નામે રાજા હતો. તેને નમુચિ નામનો પ્રઘાન હતો. એક દિવસે તે નગરીમાં મુનિસુવ્રતસ્વામીના શિષ્ય શ્રી સુવ્રતસૂરિ પધાર્યા. તેમને વંદન કરવા માટે નમુચિ પ્રઘાનને સાથે લઈને શ્રી ઘર્મરાજા ત્યાં ગયો. દેશના સમયે તે સચિવે આ પ્રમાણે વાદ કર્યો કે આ સકળ વિશ્વ સ્વપ્ન જેવું છે, જીવ નાશ પામવાથી સર્વ નાશ પામે છે, જીવ કાંઈ પરલોકમાં ગતિ પામતો નથી, અર્થાત્ જીવ તે પંચભૂતના પિંડનું જ નામ છે, અને પરલોક નથી.” આ પ્રમાણે પોતાના મતને સ્થાપન કરતા સચિવને સૂરિના શિષ્ય તર્કથી વાદમાં જીતી લીધો. તેથી ક્રોઘને વશ થઈને રાત્રિને વખતે હાથમાં તરવાર લઈને તે નિર્દય સચિવ તે મુનિને હણવાની ઇચ્છાથી તેમની પાસે ગયો. તે વખતે શાસનદેવીએ તેને ખંભિત કર્યો; જાણે ચિત્રમાં આલેખ્યો હોય તેવી સ્થિતિમાં પ્રાતઃકાળે રાજા વગેરેએ તેને જોયો. પછી શાસનદેવીને અને ગુરુને ખમાવીને રાજાએ તેને મુક્ત કરાવ્યો. પૌરલોકોએ તેને ઘણો ધિક્કાર્યો. તેથી લજ્જ પામીને તે નગરમાંથી નીકળી નમુચિ ભમતો ભમતો હસ્તિનાપુર ગયો. તે નગરમાં પદ્મોત્તર નામે રાજા હતો. તેને ઉત્તમ શિયળથી શોભિત જ્વાળાદેવી નામે પટ્ટરાણી હતી. તેઓને વિષ્ણુકુમાર અને મહાપદ્મ નામે બે પુત્રો હતા. રાજાએ વિષ્ણુકુમારને રાજ્યપદ આપ્યું હતું અને નાના પુત્રને યુવરાજ્યપદ આપ્યું હતું. અન્યદા નમુચિ પ્રઘાને પોતાની કળાકુશળતા યુવરાજને દેખાડી, તેથી હર્ષ પામીને તેણે નમુચિને પોતાનું પ્રઘાનપદ આપ્યું. એક વખત તે નમુચિએ સિંહરથ નામના મોટા યોદ્ધાને જીત્યો, તેથી સંતોષ પામેલા યુવરાજે તેને વરદાન આપ્યું. નમુચિએ તે વરદાનને થાપણ રૂપ રખાવ્યું. એક દિવસે ભાગ ૪-૧ Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૫ જ્વાળાદેવીએ હર્ષથી રથયાત્રા કરવાની ઇચ્છા વડે સુવર્ણ અને રત્નોથી શોભિત જૈનરથ કરાવ્યો. તે વખતે તેની શોચે ઈર્ષ્યાથી બ્રહ્મરથ કરાવ્યો. પછી તે બન્ને રથો રસ્તામાં પરસ્પર સામા મળ્યા. તે બન્નેનો વાદ-વિવાદ થયો. બન્ને પક્ષમાંથી કોઈ રથ ખેંચનાર પુરુષો બીજા રથને માર્ગ આપી આગળ ચાલ્યા નહીં, ત્યારે ક્લેશની નિવૃત્તિ માટે રાજાએ બન્ને રથ પાછા વળાવ્યા, એટલે મહાપદ્મ આવી રીતે પોતાની માતાનું અપમાન જોઈને પોતાના મનમાં દુઃખી થયો અને પરદેશ ચાલ્યો ગયો. તે અનુક્રમે ચક્રવર્તી યોગ્ય સમૃદ્ધિ મેળવીને જન્મભૂમિમાં આવ્યો. તેના પિતાએ મોટા ઉત્સવથી તેને પુરમાં પ્રવેશ કરાવ્યો. પછી બત્રીશ હજાર રાજાઓએ બાર વર્ષ સુધી મહાપદ્મનો રાજ્યાભિષેક કર્યો. ત્યાર પછી વિષ્ણુકુમાર સહિત પક્વોત્તર રાજાએ સુવ્રતાચાર્ય પાસે દીક્ષા લીધી અને પોતે સ્વર્ગ ગયા. વિષ્ણુકુમારને છ હજાર વર્ષ સુધી તીવ્ર તપ કરવાથી વૈક્રિયાદિક અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ. મહાપદ્મ રાજાએ પોતાની માતાનો રથયાત્રાનો મનોરથ મોટા ઓચ્છવપૂર્વક પૂર્ણ કર્યો. ત્યાર પછી પોતાનાં પાપ નાશ કરવા માટે માતાના કહેવાથી સમગ્ર પૃથ્વીને જિનેશ્વરોના ચૈત્યોથી ભૂષિત કરી. એકદા સુવતાચાર્ય હસ્તિનાપુરમાં ઘણા સાઘુઓ સહિત ચાતુર્માસનો અભિગ્રહ ઘારણ કરીને રહ્યા, તે વખતે પૂર્વનું વૈર સંભારીને નમુચિએ ચક્રી પાસે પોતાનું વરદાન માગ્યું કે “હે રાજેંદ્ર! કાર્તિક માસની પૂર્ણિમા સુધી મને છ ખંડનું રાજ્ય આપો.” રાજાએ તેને સર્વ રાજ્ય સોંપી દીધું અને તેટલા વખતને માટે પોતે અંતઃપુરમાં રહ્યા. ત્યાર પછી નિરંકુશપણે સર્વ ઘર્મનો દ્વેષી નમુચિ છ ખંડ રાજ્યનું પાલન કરવા લાગ્યો. નમુચિ સમગ્ર પૃથ્વીનો નવો રાજા થવાથી સર્વ રાજાઓએ ભેટમાં આપીને તેની આજ્ઞા અંગીકાર કરી. પછી નમુચિએ જીવહિંસાવાળો યજ્ઞ પ્રારંભ્યો. સર્વ બ્રાહ્મણો આશીર્વાદ આપીને તેના યજ્ઞકર્મની પ્રશંસા કરવા લાગ્યા. તે વખતે તેણે સુવ્રતાચાર્યને બોલાવીને કહ્યું કે-“તમો મુંડાઓને મૂકીને બીજા સર્વ વેષઘારીઓ અને બ્રાહ્મણો મને ચક્રવર્તી તથા યજ્ઞરૂપ ધર્મકાર્ય કરનાર જાણીને નમે છે અને પ્રશંસા કરે છે; તમે તેમ કરતા નથી, તો શું તમે મારાથી પણ મોટા છો? માટે મારી પૃથ્વીમાં કોઈ પણ સાધુએ રહેવું નહીં. હું તમને સાત દિવસની મુદત આપું છું. જો મારી ભૂમિમાં સાત દિવસથી વઘારે કોઈ સાઘુ રહેશે તો તેમને હું મારી નાખીશ, તેમાં મને દૂષણ આપશો નહીં.” આ પ્રમાણે સાંભળીને નગરના લોકોએ તેને સામ વાક્યોથી સમજાવ્યો, પણ તેણે પોતાનો આગ્રહ છોડ્યો નહીં, ત્યારે આચાર્યમહારાજે વિચાર્યું કે “આનું રાજ્ય તો સર્વ સ્થળે છે, તેથી અમે ચોમાસાના સમયમાં સાત દિવસમાં ક્યાં જઈએ?” એ પ્રમાણે વિચારીને તેમણે બીજા સાધુઓને પૂછ્યું કે “આપણામાં કોઈ ગગનગામિની લબ્ધિવાળો છે કે જે મેરુપર્વતના શિખર ઉપર રહેલા વિષ્ણુકુમાર મુનિને અહીં બોલાવી લાવે?” એક શિષ્ય પોતાની તેવી શક્તિ જણાવી, અને ગુરુની આજ્ઞા લઈને તે મેરુપર્વત પર ગયા. વિષ્ણુકુમાર મુનિએ ચોમાસામાં તેમને અકસ્માતુ આવવાનું કારણ પૂછ્યું, એટલે તેમણે યથાર્થ સર્વ વૃત્તાંત કહ્યો. પછી વિષ્ણુકુમારમુનિ તે સાધુની સાથે નમુચિની સભામાં આવ્યા. ત્યાં એક નમુચિ વિના બીજા સર્વ રાજાઓએ તેમને વંદના કરી. પછી વિષ્ણુકુમારમુનિએ નમુચિને કહ્યું-“હે રાજ! એક સ્થાને ચોમાસું રહેવાના અભિગ્રહવાળા મુનિઓ હમણા ક્યાં જશે? માટે તેમને રહેવા સારુ થોડી પૃથ્વી આપો.” નમુચિએ ત્રણ પગલાં પૃથ્વી આપવા કહ્યું. તે સાંભળીને Page #12 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૧૨] પૂજાનો વિધિ ક્રોઘાતુર થયેલા વિષ્ણુ મુનિએ વૈક્રિય લબ્ધિથી લાખ યોજન પ્રમાણ શરીર વિક્ર્વીને એક પગ પૂર્વ દિશાની જંબૂદ્વીપની અંગતી ઉપર અને બીજો પગ પશ્ચિમ દિશાની જગતી ઉપર મૂકીને કહ્યું કે–“હે પાપી!હવે ત્રીજો પગ મૂકવાની જગ્યા ક્યાં આપે છે?” તે સાંભળીને ભયભ્રાંત થયેલો નમુચિ મૌન રહ્યો, એટલે વિષ્ણુમુનિએ ત્રીજું પગલું નમુચિની પીઠ પર મૂક્યું, તેથી જેમ ત્રિવિક્રમે બલીરાજાને પાતાલમાં પેસાડી દીઘો હતો, તેમ તે નમુચિ પણ દ્રવ્યથી અને ભાવથી બન્ને પ્રકારે પાતાલમાં ગયો. તે સમયે પર્વતો પણ કંપવા લાગ્યા, ગ્રહો ભયભીત થયા, અને ઇંદ્રાદિક દેવો પણ “આ શું?” એમ સંભ્રાંત થઈ ગયા. પછી અવધિજ્ઞાન વડે તેનું કારણ જાણીને ઇંદ્ર વિષ્ણુમુનિના ક્રોઘને શાંત કરવા માટે સંગીત જાણનારાં ગંધર્વોને મોકલ્યા. તેઓએ મુનિના કર્ણ પાસે શાંતતા રૂપ અમૃતમય ગીતનૃત્યનો આરંભ કર્યો, તેથી મુનિનો કોપાગ્નિ શાંત થયો, અને તેઓ મૂળ સ્વરૂપે સ્થિત થયા. મહાપદ્મ ચક્રી પણ લજ્જ સહિત આવીને મુનિને નમ્યો. તેને મુનિએ ઓળંભો દીવો કે “તું રાજ્ય પાળતાં છતાં શાસનની આવી હીલના અને સાધુઓને આવી પીડા થાય, તો પછી બીજા શુદ્ર રાજાઓના રાજ્યમાં તેમ થાય તો તેનો શો દોષ?' ઇત્યાદિક ચક્રવર્તીને ઉપદેશ આપીને આચાર્ય પાસે આવી યથાર્થ કહેવા વડે આલોચના કરી, અને પ્રાયશ્ચિત્ત લઈને પ્રતિક્રમણ કર્યું. આ ઠેકાણે શાસનની ભક્તિને માટે તેમણે કર્યું છે તેથી તેમને કાંઈ દોષ નથી, તો પણ સક્ઝાયધ્યાનાદિકમાં કિંચિત્ બૃશત્વ અને વિભાવ પ્રસંગ– થવાથી તે ગુરુની સમક્ષ ઈર્યાપથિકી પડિકમવા વડે આલોચ્યું. પ્રાંતે વિષ્ણુકુમારમુનિ મોક્ષગતિ પામ્યા. આ પ્રમાણે મહા ઉત્પાત શાંત થવાથી જાણે નવો જન્મ અને ચૈતન્ય પામ્યા હોય તેમ સર્વ મનુષ્યોએ શુભ વસ્ત્ર અન્નપાન વગેરે ગ્રહણ કર્યા અને પરસ્પર જુહાર કર્યા. તે ઉપરથી મનુષ્યો દર વર્ષે પડવાને દિવસે ઉત્તમ વસ્ત્ર, અન્ન, પાન, જુહાર અને ઘરની શોભા વગેરે મહોત્સવ કરે છે. જે સાઘુઓની નિંદા કરે છે તે મનુષ્ય છતાં પણ પશુ સમાન જ છે, તેવું સર્વ સ્થાને પ્રસિદ્ધિમાં લાવવા માટે અને જણાવવા માટે રાજાએ ઘેરઘેર ગોહિસો કરાવ્યો. હજુ પણ મારવાડ વગેરેમાં છાણનો ગોહિસો કરવામાં આવે છે. જુહાર કરવાને દિવસે પહેલા ગણઘર શ્રી ગૌતમસ્વામીએ શ્રી વીતરાગ શબ્દના અર્થને વિચારતાં કેવળજ્ઞાન રૂપ લક્ષ્મીને, જિનેંદ્ર શાસનના રાજ્યને અને ગુણના સમૂહની શક્તિને પ્રાપ્ત કરી હતી. વ્યાખ્યાન ૨૧૨ પૂજાનો વિધિ निश्चयाद् भव्यजीवेन, पूजा कार्या जिने शितुः । दमयन्त्येव कल्याणसुखसंततिदायिनी ॥१॥ ભાવાર્થ-“ભવ્ય પ્રાણીએ દમયંતીની જેમ કલ્યાણ અને સુખની શ્રેણિ આપનારી જિનેશ્વરની પૂજા અવશ્ય કરવી.” ૧ દ્રવ્યથી શરીર પાતાલમાં પેસી ગયું; ભાવથી મરીને સાતમી નરકે ગયો. ૨ કાંઈક સક્ઝાય ધ્યાનાદિકમાં હાનિ આવવી. ૩ વિભાવ ગાનો પ્રસંગ પડવો. ૪ “ગોહિસો ? તે કાંઈ સમજાતું નથી. Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ દમયંતીની કથા કોસલા નગરીમાં નિષધ નામે રાજા હતો. તેને નળ અને કુબર નામના બે પુત્રો હતા. તે અરસામાં વિદર્ભ દેશમાં ભીમ નામે રાજા હતો. તેને દમયંતી નામની એક પુત્રી હતી. તેનાં સર્વે અંગો સુંદર હતાં, અને તે સમગ્ર કળાઓમાં કુશળ હતી. અનુક્રમે વૃદ્ધિ પામતી તે પુત્રી અઢાર વર્ષની થઈ, ત્યારે ભીમરાજાએ પુત્રીને યોગ્ય વર મેળવવાની ઇચ્છાથી સ્વયંવરનો આરંભ કર્યો. ત્યાં નળ અને કુબર સહિત નિષધ વગેરે ઘણા રાજાઓ ગયા. પછી પોતાની દાસીએ કરેલ વર્ણન સાંભળી દમયંતીએ નળના કંઠમાં વરમાળા આરોપણ કરી. પછી શુભ દિવસે પાણિગ્રહણના ઉત્સવમાં ભીમરાજાએ નળને હાથી, ઘોડા, રથ, રત્ન વગેરે આપ્યું. કેટલાક દિવસ ત્યાં રહીને પછી પુત્રો અને વહુ સહિત નિષથ રાજા કોસલા નગરી તરફ ચાલ્યો. તે વખતે ભીમરાજા પુત્રીને શિખામણ આપીને પાછો વળ્યો. માર્ગે ચાલતાં તેઓ એક મોટા જંગલમાં આવી પહોંચ્યા. તે વખતે સૂર્ય અસ્ત પામ્યો, ગાઢ અંધકારથી માર્ગ પણ દેખાવા ન લાગ્યો, તેથી તેનું સૈન્ય પગલે પગલે વારંવાર સ્ખલના પામતું દિગ્મૂઢ થઈ ગયું. તે વખતે દમયંતીએ પોતાનું કપાળ લૂહીને અંગરાગથી ઢંકાયેલું સ્વાભાવિક તિલક તેજસ્વી કર્યું. તેના તેજથી તે દંપતીએ નજીકમાં પ્રતિમા ઘારણ કરી રહેલા` એક મુનિને જોયા. તે સાધુના શરીર સાથે એક મદોન્મત્ત વનનો હાથી પોતાની સૂંઢ ઘસતો હતો, તેથી હાથીનો મદ સાધુના શરીરે ચોટતો હતો, તેની ગંધથી ભમરાઓ ગુંજારવ કરીને નિઃસ્પૃહ એવા તે મુનિને પીડા કરતા હતા. આ પ્રમાણે મુનિનું સ્વરૂપ જોઈને નિષધરાજા વગેરે સર્વે પોતપોતાના વાહનમાંથી ઊતરીને તેમને નમ્યા, અને તેમણે કહેલી ધર્મદેશના સાંભળ્યા પછી તેમને પૂછ્યું કે—‘હે સ્વામી! દમયંતીના કપાળમાંથી ઉદ્યોત શી રીતે પ્રગટ થયો?’ [સ્તંભ ૧૫ ત્યારે મુનિએ તેના પૂર્વજન્મનું વૃત્તાંત કહ્યું કે—પૂર્વભવમાં તેણે પાંચસો આંબિલ કર્યાં હતાં, ભાવી તીર્થંકર શ્રી શાંતિનાથની પૂજા કરી હતી, તપની સમાપ્તિમાં વિધિપૂર્વક ઉદ્યાપન કર્યું હતું, અને ચોવીશ તીર્થંકરોના ભાલસ્થળમાં રત્નજડિત સુવર્ણના તિલકો કરાવીને ચડાવ્યાં હતા; તે પુણ્યના પ્રભાવથી આ ભવે તેના ભાલસ્થળમાં તિલકને આકારે સૂર્યના ખંડના જેવો સ્વાભાવિક ઉદ્યોત થયો છે.’’ આ પ્રમાણે અમૃત સમાન વાણી સાંભળીને હર્ષ પામેલા નિષધ વગેરે પોતાના પુરમાં આવ્યા. ત્યાર પછી નિષઘરાજા નળને રાજ્યાભિષેક કરી, પોતે દીક્ષા ગ્રહણ કરીને સ્વર્ગમાં ગયા, અને નળરાજા અનુક્રમે ત્રણ ખંડનો સ્વામી થયો. હવે તેનું રાજ્ય લેવાની ઇચ્છાથી કુબર હમેશાં તેનાં છિદ્ર જોવા લાગ્યો. એકદા નળ પણ ભાઈની સાથે દ્યુત રમવા લાગ્યો. તે સંબંધમાં ઘણા આસ જનોની શિખામણ પણ તેણે માની નહીં, અને રમતાં રમતાં અનુક્રમે દૈવયોગે નળરાજા પોતાની પૃથ્વી અને સ્ત્રીને પણ હારી ગયો, એટલે કુબરે આનંદ પામીને કહ્યું કે‘હે ભાઈ! હવે પૃથ્વીને અને સ્ત્રીને મૂકી દે.’’ ત્યારે નળ માત્ર એક જ વસ્ત્ર ધારણ કરીને કોસલા નગરીમાંથી એકલો જવા લાગ્યો. નગરના લોકોએ તથા પ્રધાનોએ કુબરની પ્રાર્થના કરીને દમયંતીને સાથે મોકલી. તે સ્ત્રી પુરુષ ચાલતાં ચાલતાં એક મોટા અરણ્યમાં ૧ કાયોત્સર્ગ ધ્યાનમાં રહેલા Page #14 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૧૨] પૂજાનો વિધિ આવી પહોંચ્યા. મધ્યાહ્ન સમયે ફળનો આહાર કરીને રાત્રે કોઈ લતાગૃહમાં વિશ્રાંતિ લઈને રાત્રિ નિર્ગમન કરી. પછી નળે પ્રવાસમાં સ્ત્રીને મહા બંઘનરૂપ ઘારીને તેને સૂતી તજી દેવાની ઇચ્છાથી આંખમાં આંસુ લાવી, હાથમાં છરી લઈને પોતાના લોહીથી તેના વસ્ત્રને છેડે આ પ્રમાણે અક્ષરો લખ્યા કે–“હે પ્રિયા! અહીંથી વટવૃક્ષની તરફ કુંડિનપુર જવાનો રસ્તો છે, અને જમણી તરફ કેસુડાના ઝાડ પાસે થઈને કોસલા નગરી જવાનો રસ્તો છે. તેથી જ્યાં તારી ઇચ્છા હોય ત્યાં જજે, હું આવી સ્થિતિમાં લક્સ પામું છું, તેથી તને અહીં મૂકીને જાઉં છું.” " ઉપર પ્રમાણે લખી દમયંતીને એકલી મૂકીને આગળ ચાલતાં નળરાજાએ પ્રાતઃકાળે સમીપના ભાગમાં ચોતરફ બળતો દાવાનળ જોયો. તેમાં થતા અનેક પ્રાણીઓના આઝંદમાં તેણે આ પ્રમાણેની મનુષ્યવાણી સાંભળી કે-“હે ઇક્વાકુળના મુગટ સમાન નળ! મારું રક્ષણ કર, રક્ષણ કર.” આ પ્રમાણે સાંભળી આમ તેમ જોતાં તેણે એક લતાના ગુચ્છામાં સર્પને જોઈને કહ્યું કે-“હે સર્પરાજ! તું મારા નામને તથા મનુષ્યભાષાને શી રીતે જાણે છે?” તેણે કહ્યું કે-“પૂર્વ ભવના સંસ્કારથી હું તારું નામ જાણું છું, માટે મારું રક્ષણ કર, રક્ષણ કર.” નળે તેને ત્યાંથી ખેંચીને બહાર કાઢ્યો કે તરત જ તે સર્ષ રાજાને ડસ્યો. તેનું ઝેર વ્યાપવાથી પોતાનું શરીર કૂબડું થઈ ગયેલું જોઈને ખેદપૂર્વક નળ વિલાપ કરવા લાગ્યો, ત્યારે તે સર્વે તેને કહ્યું કે-“હે પુત્ર! હું તારો પિતા છું. મેં માયાવડે તને તારા લાભ માટે છેતર્યો છે. હું બ્રહ્મદેવલોકથી તારા પરના સ્નેહ વડે આવ્યો છું. હે પુત્ર! તું હજુ ભરતાર્થનું રાજ્ય ભોગવનાર છે; તેથી આ શ્રીફળ અને કરંડીઓ તું ગ્રહણ કર. શ્રીફળમાંથી વસ્ત્ર કાઢીને પહેરીશ અને કરંડીઆમાં રહેલા અલંકારો ઘારણ કરીશ, એટલે તું તારું મૂળ સ્વરૂપ પામીશ.” ઇત્યાદિ કહીને તેમજ નળની પ્રાર્થનાથી તેને સુસુમારપુરી પાસે મૂકી દઈને દેવ અદ્રશ્ય થયો. નળરાજા સુસુમારપુરીએ આવ્યો તે વખતે ત્યાં પ્રજાનો સંહાર કરનાર મદોન્મત્ત હાથીનો ઉપદ્રવ થયો હતો. તે હાથીને કોઈ વશ કરી શકતું નહોતું. તેને પોતાની બુદ્ધિથી વશ કરી તેને સ્થાને બાંધીને નળ પુરજનોની સાથે દઘિપર્ણ રાજા પાસે આવ્યો. રાજાએ તે કૂબડાનો યથાયોગ્ય સત્કાર કરીને તેનો વંશ વગેરે પૂછ્યું. એટલે કૂબડાએ કહ્યું કે-“હું નળરાજાનો રસોઇયો છું, અને સૂર્યપાક રસવતી જાણું છું. નળરાજા ઘુતમાં સર્વસ્વ હારીને પોતાની સ્ત્રી સહિત ક્યાંક ચાલ્યા ગયા એટલે હું અહીં આવ્યો છું.” આ પ્રમાણે સાંભળીને દથિપર્ણ રાજાએ શોક સહિત નળ રાજાનું પ્રેતકાર્ય કર્યું, અને કૂબડાને પોતાની પાસે રાખ્યો. એક દિવસ ઉપવનની શોભા જોવા નીકળેલા કૂબડાને એક બ્રાહ્મણે આવીને સંગીતમાં આ પ્રમાણેના બે શ્લોક કહ્યા अनार्याणामलज्जानां, दुर्बुद्धीनां हतात्मनां । रेखां मन्ये नलस्येव, यः सुप्तामत्यजत्प्रियां ॥१॥ विश्वास्य वल्लभां स्निग्धां, सुप्तामेकाकिनी वने । त्यक्तुं कामोऽपि जातः किं, तत्रैव हि न भस्मसात् ॥२॥ “જે નળરાજાની જેમ સૂતેલી સ્ત્રીનો ત્યાગ કરે તે માણસને અનાર્ય પુરુષોમાં, નિર્લમાં, દુર્બુદ્ધિમાં અને આત્મઘમાં પ્રથમ રેખા સમાન જાણવો. સ્નેહવાળી પ્રિયાને વિશ્વાસ પમાડી છેતરીને વનમાં એકલી સૂતી મૂકી તજી જવાની ઇચ્છાવાળો નળ તે જ વખતે ભસ્મીભૂત કેમ થયો નહીં?” Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૫ આ પ્રમાણેના શ્લોક સાંભળીને કૂબડાએ “બહુ સારું ગાયું” એમ કહી તેની પ્રશંસા કરી અને પૂછ્યું “તું કોણ છે? તે શી રીતે અને ક્યાંથી નળરાજાનું વૃત્તાંત સાંભળ્યું? અને નળના ગયા પછી દમયંતીનું શું થયું?” એટલે તે બ્રાહ્મણ બોલ્યો કે-“દમયંતી પ્રાતઃકાળે પોતાના પતિને પાસે નહીં દેખવાથી શોકથી વિહ્વળ થઈ આમતેમ શોઘવા લાગી. એમ કરતાં અકસ્માત્ વસ્ત્રને છેડે લખેલા અક્ષરો તેના વાંચવામાં આવ્યા. તેનો અર્થ જાણીને “વટ વૃક્ષ તરફના માર્ગ વડે પિતાને ઘેર જાઉં એમ વિચારી તે ત્યાંથી ચાલી. આગળ જતાં કોઈ સાર્થને લૂંટવાને પ્રવર્તેલા ચોરોને તેણે હુંકાર માત્રથી ત્રાસ પમાડી ભગાડ્યા, એટલે સાર્થપતિએ તેને કુળદેવી માનીને નમસ્કાર કર્યો અને પછી તેના મુખથી સર્વ વૃત્તાંત સાંભળ્યું. તે પરથી તેને નળની સ્ત્રી જાણીને પોતાની બહેન સમાન માની પોતાની સાથે રાખી. પછી વર્ષાઋતુ આવવાથી “સાર્થને બહુ વિલંબ થશે” એમ જાણીને સાર્થવાહની રજા લીઘા વગર દમયંતી ત્યાંથી એકલી નીકળી ગઈ. આગળ ચાલતાં કોઈ રાક્ષસે તેને ઉપદ્રવ કર્યો. પણ તે તેનાથી ક્ષોભ પામી નહીં; એટલે તેના સત્ત્વથી સંતુષ્ટ થયેલા રાક્ષસે કહ્યું કે“હે દેવી! તું દુઃખી થઈશ નહીં. બાર વર્ષને અંતે તને તારા પતિનો સમાગમ થશે. પછી દમયંતી કોઈ પર્વતની ગુફામાં રહી શ્રી શાંતિનાથનું માટીનું બિંબ કરીને તેની પૂજા કરવા લાગી, અને સ્વભાવથી જ પાકીને ભૂમિપર પડેલા ફળોથી ઉપવાસાદિ તપનું પારણું કરીને ઘર્મારાધન કરવા લાગી. ચોમાસાને અંતે પેલા સાર્થવાહે તેની શોઘ કરતાં તે ગુફામાં તેને શ્રી શાંતિનાથની પૂજામાં તત્પર જોઈ એટલે તે બહુ હર્ષ પામ્યો, અને તેના ઉપદેશથી તે જૈનધર્મી થયો. તે વનમાં રહેલા પાંચસો તાપસો પણ દમયંતીની વાણીથી પ્રતિબોધ પામ્યા. ત્યાં તાપસપુર નામનું નગર થયું. એકદા યશોભદ્ર નામના સૂરિ ત્યાં પધાર્યા. દમયંતીના પૂછવાથી તેમણે તેનો પૂર્વ ભવ કહ્યો કે–“પૂર્વ ભવમાં તું મમ્મણ નામના રાજાની વીરમતી નામની સ્ત્રી હતી. એક દિવસે તે દંપતી કોઈ ઠેકાણે જતા હતા, તેવામાં એક મુનિને સામા આવતા જોયા. એટલે અપશુકન ઘારીને તેમને બાર ઘડી સુધી તેમણે રોકી રાખ્યા. પછી પશ્ચાત્તાપ થતાં તે દંપતીએ મુનિને ખમાવ્યા. એ કારણથી આ ભવમાં બાર વરસ સુધીનો તમારે બન્નેને વિરહ પડ્યો.” આ પ્રમાણે કહી આચાર્ય વિહાર કરી ગયા. એક દિવસે કોઈએ આવીને દમયંતીને કહ્યું કે–“તારા પતિને મેં હમણા અહીં નજીકમાં જ જોયો હતો.” એવું સાંભળીને તે તત્કાળ તેને જોવા વનમાં ગઈ. ત્યાં કોઈ રાક્ષસીનો ઉપદ્રવ થયો. તે તેણે પોતાના શિયળ વ્રતના પ્રભાવથી શાંત કર્યો. પછી અનુક્રમે તે અચલપુરમાં આવી. તે નગરમાં ચંદ્રયશા નામની દમયંતીની માસી ત્યાંના રાજાની રાણી હતી. તે દમયંતીને સુશીલ જોઈને પોતાને ઘેર લઈ ગઈ. ત્યાં તેની દાનશાળામાં દમયંતી નિત્ય દાન દેવા લાગી. પીંગલ નામના ચોરને ત્યાં રહ્યા સતા તેણે મોતમાંથી બચાવ્યો. એક વખત હરિભટ્ટ નામે બ્રાહ્મણ કુંડિનપુરથી ત્યાં આવ્યો. તેણે દાનશાળાએ દાન લેવા જતાં દમયંતીને જોઈને ઓળખી, એટલે તેની માસીને મૂળથી સર્વ વૃત્તાંત કહ્યો. પછી ચંદ્રયશા તેને પોતાની બહેનની દીકરી જાણી રાજમહેલમાં લઈ ગઈ અને પોતાને ઓળખાણ ન પાડ્યા બાબત ઠપકો આપ્યો. પછી ઘણી યુક્તિથી તેનો સત્કાર કરીને મોટા આડંબરથી તેને તેના પિતાને ઘેર કુંડિનપુર મોકલી. એકદા ભીમરાજાનો દૂત કોઈ કામ પ્રસંગે દઘિપર્ણ રાજા પાસે આવ્યો હતો. ત્યાં “નળનો Page #16 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૧૨] પૂજાનો વિધિ રસોઇયો કૂબડો સૂર્યપાક રસવતીને જાણનારો છે.” એમ પુરમાં પગલે પગલે તેના વખાણ સાંભળીને અને તેને જાતે જોઈને પોતાને નગરે જઈ પોતાના રાજા ભીમને વૃત્તાંત નિવેદન કર્યો. દૂતનું વાક્ય સાંભળીને ભીમરાજાએ તેની વિશેષ તજવીજ કરવા એક બ્રાહ્મણને સુસુમારપુર મોકલ્યો. તે બ્રાહ્મણે કૂબડાને મળીને કહ્યું કે-“તને જોઈને મને ખેદ થાય છે, કેમકે હું નળરાજા અહીં હોવાની શંકાએ આવ્યો હતો, પણ કલ્પવૃક્ષ ક્યાં અને એરંડાનું ઝાડ ક્યાં? માણિક્ય ક્યાં અને પથ્થર ક્યાં? એમ આજે તને કૂબડાને જોવાથી મારા મનમાં રહેલો દમયંતીનો મનોરથ પણ કૂબડો થઈ ગયો.” આ પ્રમાણે સાંભળી કૂબડો રોયો અને તે બ્રાહ્મણને સૂર્યપાક રસવતી જમાડી તેને ઘણું સુવર્ણ આપી વિદાય કર્યો. તે બ્રાહ્મણે ભીમરાજા પાસે આવીને લક્ષ સુવર્ણનું દાન, રોવું અને સૂર્યપાક રસવતીનું જમાડવું વગેરે સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી દમયંતી બોલી કે-“હે પિતા! આ બાબતમાં કાંઈ પણ વિચાર કરવા જેવું નથી, જરૂર કૂબડાને રૂપે રહેલા તે તમારા જમાઈ જ છે એમ જાણવું.” પછી ભીમરાજાએ દમયંતીનો ખોટો સ્વયંવર આરંભીને સુસુમારપુરના રાજા દથિપર્ણને બોલાવવા માટે માણસો મોકલ્યા; કેમકે તેમ કરવાથી તે વાત સાંભળીને દઘિપર્ણની સાથે નળરાજા જો ત્યાં હશે તો તે જરૂર આવશે; કારણ કે પશુઓ પણ સ્ત્રીનો પરાભવ સહન કરી શકતા નથી. દથિપર્ણ રાજા દમયંતી પરના અનુરાગથી મુદત માત્ર એક જ દિવસો બાકી છતાં કૂબડા સારથિની સહાયથી તે જ દિવસે કંડિનપુરમાં આવ્યો, અને કૂબડા પાસે સૂર્યપાક રસવતી કરાવીને પરિવાર સહિત ભીમરાજાને જમાડ્યો. ત્યાર પછી “આ નિષઘ રાજાનો પુત્ર નળ જ કૂબડાને સ્વરૂપે છે; કેમ કે શ્વેતાંબર મુનિનું વચન મિથ્યા હોય નહીં.” એમ ઘારીને લજ્જપૂર્વક દમયંતીએ પોતાના પતિને કહ્યું કે-“હે નાથ! તે વખતે વનમાં તો સૂતી મૂકીને ચાલ્યા ગયા હતા, પણ આજે જાગતી શી રીતે મૂકી શકશો?' આ પ્રમાણે સાંભળી નળે પોતાનું રૂપ પ્રગટ કર્યું. પછી ભીમરાજા નળને પોતાના સિંહાસન પર બેસાડી હર્ષથી હાથ જોડીને બોલ્યો કે–“આ સર્વ રાજ્યને અને આપત્તિ વિનાની આ સંપત્તિને તમે આનંદપૂર્વક ભોગવો અને તમારી આજ્ઞામાં વર્તતા એવા અમને આપની મરજી પ્રમાણે આપો.” દઘિપર્ણ રાજા પણ નળને જોઈ તેને નમસ્કાર કરીને આશ્ચર્યથી બોલ્યો કે-“હે દેવ! મેં અજ્ઞાનતાથી જે કાંઈ અયોગ્ય આચરણ કર્યું હોય તે સર્વ ક્ષમા કરજો.” પછી નળરાજા સર્વ રાજાઓ અને તેમના સૈન્ય સહિત પૃથ્વીને કંપાવતો કોસલા નગરી તરફ ચાલ્યો. ત્યાં યુદ્ધ કરતાં ક્રીડામાત્રમાં કુબરને જીતીને પોતે રાજ્યાધિપતિ થયો. પછી ભરતાર્થના સર્વ રાજાઓએ નળને ભેટો આપી. નળે પણ પોતાની આજ્ઞામાં રહે ત્યાં સુધી તેમને અભયદાન આપ્યું. અનુક્રમે પુષ્કલ નામના પોતાના પુત્રને રાજ્ય સોંપીને દમયંતી સહિત નળરાજાએ શાસ્ત્રાનુસાર જૈની દીક્ષા ગ્રહણ કરી. નળરાજાના શરીરમાં સ્વાભાવિક કોમલતા હોવાથી સંયમમાં તે અતિચાર લગાડવા લાગ્યા, એટલે તેના પિતા નિષદ દેવતાએ આવીને તેને ફરીથી ચારિત્રમાં દ્રઢ કર્યા. પછી દમયંતીના ભોગની ઇચ્છાવાળા છતાં પણ મનને બળાત્કારે રોકીને, દીક્ષાનું પાલન કરવામાં અસમર્થ થવાથી અનશન અંગીકાર કરી મૃત્યુ પામીને કુબેર નામે ઉત્તર દિશાના લોકપાલ થયા. દમયંતી પણ અનશન કરી મૃત્યુ પામીને તેની પ્રિયા થઈ. પછી કાળક્રમે કરીને દમયંતી દ્વારિકા નગરીમાં કનકવતી નામે વસુદેવની પ્રિયા થઈ. ત્યાં તે જૈનધર્મમાં આસક્ત થઈ સતી સાંસારિક સુખ ભોગવતી હતી, તેવામાં શ્રી નેમિનાથ પ્રભુ ત્યાં સમવસર્યા. કૃષ્ણ તેમને વાંદવા Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૫ પરિવાર સહિત ગયા. ભગવાને ઘર્મદેશના આપી. પછી દેશનાને અંતે કૃષ્ણ પૂછ્યું કે “હે સ્વામી! આ નગરી અક્ષય છે કે તેનો ક્ષય થશે?” ત્યારે ભગવાને કહ્યું કે-“હે કૃષ્ણ! આ નગરીનો તૈપાયન ઋષિના શાપથી નાશ થશે.” આ પ્રમાણે શ્રી નેમિનાથનાં મુખથી દ્વારિકાનો દાહ સાંભળી ઘણા જાદવકુમારોએ તથા તેમની સ્ત્રીઓએ દીક્ષા લીધી. તે સમયે વસુદેવની ૭૧૯૯૮ સ્ત્રીઓએ પણ પ્રભુની પાસે દીક્ષા લીધી. માત્ર દેવકી અને રોહિણી બે ઘેર રહી. કનકવતી ચારિત્ર લઈ ઉત્કૃષ્ટ ભાવના ભાવી શુક્લધ્યાન ઘરીને કેવળજ્ઞાન પામી, અને ઘણા જીવોને પ્રતિબોઘ પમાડી પ્રાંતે સર્વ કર્મનો ક્ષય કરી મુક્તિ પામી. વ્યાખ્યાન ૨૧૩ દીપપૂજા जिनेन्द्रस्य पुरो दीपपूजां कुर्वन् जनो मुदा । लभते पृथुराज्यादि संपदं धनदुःस्थवत् ॥१॥ ભાવાર્થ-“જિનેશ્વરની પાસે હર્ષથી દીપપૂજા કરનાર મનુષ્ય નિર્ધન ઘનાની જેમ મોટી રાજ્યસમૃદ્ધિ પામે છે.” દીપપૂજા વિષે ધનાનું દ્રષ્ટાંત આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આવેલા દક્ષિણાર્થ ભરતમાં મગઘ નામના દેશને વિષે પદ્મપુર નામે નગર હતું. તે નગરમાં કલાકેલિ નામે રાજા હતો. તે રાજાને પાંચ લાખ અશ્વ, છસો મદોન્મત્ત હાથી અને અસંખ્ય રથ તથા પત્તીઓ હતા. એ પ્રમાણે તે રાજાને પુણ્યના પ્રભાવથી રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થઈ હતી. તેવા રાજ્યને કરતો અને સુખભોગ ભોગવતો કલાકેલિ રાજા સુખે સુખે દિવસો નિર્ગમન કરતો હતો. એકદા પાવન નામના ચૈત્યથી શોભિત પાવન નામના ઉદ્યાનમાં મનુષ્યોમાં કેવળી, સર્વજ્ઞ અને સર્વદર્શી આદેયનામ કર્મવાળા એવા ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ સ્વામી અનેક ગણઘર તથા સાધુના પરિવારે સંયુક્ત અને કોટીગમે ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વિમાનવાસી દેવો સહિત સમવસર્યા. ચતુર્વિધ દેવતાઓએ સમવસરણ રચ્યું. પૂર્વદ્રારે સમવસરણમાં પ્રવેશ કરીને ભગવાન સિંહાસન ઉપર બેઠા, અને બારે પર્ષદાઓ આવીને પોતપોતાના સ્થાને બેઠી. તે વખતે કલાકેલિ રાજા અને બીજા નગરના લોકો પણ ભગવાનને વાંદવા માટે આવ્યા. તે વખતે ત્રાયશ્ચિંશત્ દેવતાઓ પણ આવ્યા હતા. પછી ભગવાને નીચે પ્રમાણે પર્ષદાની સમીપે દેશના આપી मन्ह जिणाणं आणं, मिच्छं परिहर धरह सम्मत्तं । ___ छब्बिह आवस्सयंमि, उज्जुतो होइ पइदिवसं ॥१॥ ભાવાર્થ-હે ભવ્ય જીવો! જિનેંદ્રની આજ્ઞાને માન્ય કરો, મિથ્યાત્વને તજો, સમ્યકત્વને ઘારણ કરો, અને હંમેશા જ પ્રકારના આવશ્યકમાં ઉદ્યમી થાઓ;' તથા पब्बेसु पोसहवयं, दाणं सीलं तवो अ भावो अ । सज्झाय नमुक्कारो, परोवयारो अ जयणा अ॥२॥ ૧. પાઠાંતર-રવિવર્સ, તેનો અર્થ અહર્નિશ છ પ્રકારના આવશ્યકમાં ઉદ્યમી થાઓ Page #18 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૧૩] દીપપૂજા ભાવાર્થ-પર્વતિથિએ પૌષઘ વ્રત કરો તથા દાન, શીલ, તપ, ભાવના, સ્વાધ્યાય, નમસ્કાર, પરોપકાર અને યતના કરો. તથા जिणपूआ जिणथुणिणं, गुरुथुअ साहमिआण वच्छल्लं । सव्वविरइ मणोरह, एमाइं सढ़ किच्चाइं॥३॥ ભાવાર્થ-જિનપૂજા, જિનેશ્વરની સ્તુતિ, ગુરુની સ્તુતિ, સાઘર્મિક વાત્સલ્ય અને સર્વવિરતિનો મનોરથ કરવો-ઇત્યાદિ શ્રાવકનાં કર્તવ્ય છે. હે ભવ્ય પ્રાણીઓ! મોહનીય આદિ આઠ કર્મના વશથી સંસારી જીવ જન્મમરણાદિ અનેક દુઃખોથી વ્યાપ્ત એવા ચતુર્ગતિરૂપ ભયંકર સંસારકાન્તારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. તે જીવ પ્રથમ અકામ નિર્જરાથી થયેલા પુણ્યના ઉદયથી અવ્યવહાર રાશિમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં આવે છે; પછી યથાપ્રવૃત્તિકરણ કરવાથી આયુષ્ય કર્મ વિના સાતે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ખપાવીને પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ઊણી એક કોડાકોડી સાગરોપમની કરે છે. તેટલી લઘુ સ્થિતિ પર્વત ઉપરથી પડતો પાષાણ કુટાતો પીતો ગોળ થાય તે ન્યાયે કરે છે, તથા શુભભાવ બાંધે છે. યથાપ્રવૃત્તિકરણ વડે જ જીવ પ્રથમ બાદર પૃથ્વીકાયમાં પર્યાપ્ત ભાવે ઉત્પન્ન થાય છે. ત્યાર પછી કોઈક ભવ્ય જીવ અનુક્રમે સંજ્ઞી પંચેંદ્રિય મનુષ્યપણું પામી અલ્પ સંસારી થઈને આર્યક્ષેત્રમાં ઉચ્ચ કુળને વિષે ઉત્પન્ન થાય છે. એવી રીતે આર્યક્ષેત્ર, મનુષ્યભવ, ઉચ્ચ કુળ, સુગુરુની જોગવાઈ વગેરે ઘર્મની સામગ્રી પામીને જીવ આત્માના શુદ્ધ સ્વભાવે કરીને અથવા ગુરુના ઉપદેશે કરીને આ પ્રમાણે આત્મસ્વરૂપનું ચિંતવન કરે કે-“આ મારો આત્મા અસંખ્યાત પ્રદેશવાળો છે. તે દ્રવ્યાર્થિક નયે કરીને એક છે, અને પર્યાયાર્થિક નયે કરીને અનેક પરિણામવાળો છે. જ્ઞાન, દર્શનરૂપ શુદ્ધ ગુણના પર્યાયવાળો છે. તે આત્માના અનંતા અસ્તિઘર્મો છે, અનંતા નાસ્તિ ઘર્મો છે અને તેમાં સામાન્ય વિશેષ ધર્મો પણ અનેક રહેલા છે. વળી તે સમગ્ર મુગલ ભાવથી રહિત છે. વસ્તુગત ભાવે ત્રણે કાળ અનંતી કર્મપ્રકૃતિથી રહિત છે. સાકારોપયોગ (જ્ઞાન) તથા અનાકારોપયોગ(દર્શન)ના સ્વભાવવાળો છે. કદાચિત્ પણ ચૈતન્ય ભાવને તજતો નથી. આ મારો આત્મા શાશ્વત છે; શરીર, લેશ્યા, યોગ, કષાય અને ક્લેશ રહિત છે, અર્થાત્ અશરીરી, અલેશી, અયોગી, અકષાયી અને અલ્પેશી છે; પરમ ચિદાનંદ સ્વરૂપી છે, દ્રવ્યાર્થિક નયની મુખ્યતાએ નિત્ય છે, અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય છે. રત્નત્રયી (જ્ઞાન, દર્શન, ચારિત્ર) મય છે. શ્રદ્ધા, ભાસન અને રમણતા લક્ષણવાળો છે, તથા ઉત્તમ નિમિત્તકારણે કરીને તેનું ઉપાદાન સુઘરે છે; તેથી આ પ્રમાણેનું તેનું શુદ્ધ સ્વરૂપ નિરંતર ધ્યાવવું.” આવી અમૃત સરખી પાર્શ્વનાથ સ્વામીએ ઘર્મદેશના આપી, તે સાંભળીને રાજાદિક સર્વે પૌરલોકો હૃષ્ટ તુષ્ટ થયા, ચિત્તમાં આનંદ પામ્યા, પ્રીતિયુક્ત થયા, પરમ શાંતભાવ પામ્યા અને હર્ષથી ઉલ્લાસ પામેલા હૃદયવાળા થયા. વર્ષાદની ઘારાએ હણેલા કદંબના પુષ્પોની જેમ તેમના રોમાંચ પ્રફુલ્લિત થયા, યાવત્ અસ્થિ મજ્જ પર્યત ઘર્મના રાગથી રંગાઈ ગયા, તેમાંથી કેટલાક જીવોએ ચારિત્ર ગ્રહણ કર્યું, કેટલાકે બાર પ્રકારનો શ્રાવકઘર્મ અંગીકાર કર્યો, અને કેટલાકે રાત્રીભોજનની વિરતિ, અનંતકાયનો ત્યાગ, અભક્ષ્ય ભોજનનો પરિહાર અને વાસી વિદલનું Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૫ વર્જન, ઇત્યાદિક પચખાણ કર્યા. ત્યાર પછી પર્ષદા પોતપોતાના સ્થાને ગઈ. પછી ક્લાકેલિ રાજાએ હસ્તકમળ જોડીને નમ્રતાથી ભગવાનને આ પ્રમાણે પૂછ્યું કે-“હે કરુણાસાગર, પરમ દયાના ભંડાર અને ત્રિભુવનમાં સૂર્ય સમાન ભગવંત! આપ જયવંતા વર્તો. હે પ્રભો! કયા કમેં કરીને મને આવી રાજ્યસંપદા પ્રાપ્ત થઈ તે કૃપા કરીને કહો.” ત્યારે પાર્શ્વનાથ સ્વામીએ કહ્યું કે–“હે રાજન્!તારા પૂર્વ ભવનું વૃત્તાંત સાંભળ આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં દક્ષિણાર્ધ ભરતને વિષે અંગ નામે દેશ છે. તેમાં રમાપુરી નામે નગરી છે. ત્યાં જિતારી નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરીમાં એક ઘના નામનો નિર્ણન વણિક રહેતો હતો, તે જેવા તેવા પ્રકારના ઉદ્યોગથી આજીવિકા (ઉદરપૂર્તિ) કરતો હતો. એકદા રમાપુરીની સમીપના ઉદ્યાનમાં બાવીસમા તીર્થંકર બાળબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાન અઢાર ગણઘર, અઢાર હજાર સાધુ અને છત્રીસ હજાર સાધ્વીઓના પરિવાર સહિત સમવસર્યા. તેમના દેહની કાંતિ શ્યામ કમળના જેવી હતી, દેહનું પ્રમાણ દશ ઘનુષ્ય ઊંચું હતું, અને ચારે પ્રકારના દેવતાઓ તેમના ચરણકમળની સેવા કરતા હતા. ઉદ્યાનમાં દેવતાઓએ સમવસરણ રચ્યું તેના મધ્યભાગમાં સિંહાસન ઉપર તે નેમિનાથ સ્વામી બિરાજ્યા અને સર્વ પર્ષદા પણ આવી. તે વખતે તેમણે નીચે પ્રમાણે ઘર્મદેશના આપી. भवे जीवा वि बज्झंति, मुच्चंति य तहेव य । सव्वकम्म खवेऊण, सिद्धिं गच्छइ नीरया ॥१॥ ભાવાર્થ-જેમ જીવો સંસારને વિષે બંઘાય છે તેમજ સંસારથી મુક્ત પણ થાય છે, અને સર્વ કર્મનો ક્ષય કરીને આસક્તિ રહિતપણે સિદ્ધિપદને પામે છે.” આ પ્રમાણે ઘર્મદેશના ચાલતી હતી. તે સમયે પેલો ઘના નામે વાણીઓ ત્યાં આવ્યો; તે વખતે ભગવાને એવો ઉપદેશ કર્યો કે-જે ભવ્ય પ્રાણી જિનેંદ્રની પાસે દીપપૂજા કરે છે તે રાજ્યલક્ષ્મી પામીને થાવત્ મોક્ષે જાય છે.” એ પ્રમાણેનો ઘર્મોપદેશ સાંભળીને હર્ષ પામેલા ઘનાએ આ પ્રમાણે મનમાં વિચાર્યું કે- હું જિનેશ્વરની પાસે નિરંતર દીપપૂજા કરીશ.” પછી એવો અભિગ્રહ ઘારણ કરી શ્રી નેમિનાથને વાંદીને તે ઘનો પોતાને ઘેર ગયો. ત્યાર પછી જીવહિંસા ન થાય તેવી રીતે પોતાના જ્ઞાનાદિક ત્રણ રત્નના ઉદ્યોતને નિમિત્તે તે વિધિપૂર્વક હંમેશાં દીપપૂજા કરવા લાગ્યો. તેમ કરવાથી મનુષ્યનું આયુષ્ય બાંધી મરણ પામીને કલાકેલિ નામનો તું રાજા થયો છે, અને આવી રાજ્યસમૃદ્ધિ પામ્યો છે.” આ પ્રમાણે શ્રી નેમિનાથ સ્વામી પાસેથી પોતાનો પૂર્વભવ સાંભળીને આનંદ પામેલો કલાકેલિ રાજા પ્રતિદિન દ્રવ્યપૂજા તથા ભાવપૂજા વિશેષ પ્રકારે કરવા લાગ્યો અને સુખે સુખે રહેવા લાગ્યો. તે રાજા અનેક પ્રકારના સુખ ભોગવીને અનુક્રમે સિદ્ધિપદને પામશે. દીપ એ જ્ઞાનનું પ્રતીક છે. જેની પાસે આત્મજ્ઞાનરૂપી દીવ છે તે સંસારમાં ભટકતો નથી, દીપપૂજા કરીને અંતરમાં આત્મજ્ઞાનરૂપી દીવો પ્રજ્વલિત કરવાનો છે. “હે ભવ્ય પ્રાણીઓ! પોતાનું અજ્ઞાન નાશ કરવા માટે કલાકેલિ રાજાની જેમ જ્ઞાનનો વિકાસ કરનાર એવી દ્રવ્ય અને ભાવથી વિધિપૂર્વક દીપપૂજામાં આદર કરો.” ૧ ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એ ચાર પ્રકાર. ૨. શુભ તથા અશુભ Page #20 -------------------------------------------------------------------------- ________________ અલ્પ જ્ઞાન પણ સુખનું કારણ વ્યાખ્યાન ૨૧૪ અલ્પ જ્ઞાન પણ સુખનું કારણ હવે થોડા અક્ષર શીખવાથી પણ સુખ થાય છે તે વિષે કહે છે— ज्ञानं शिक्षयेदल्पं हि भवेत्तन्न निरर्थकम् । स्वल्पाक्षरमहिम्नाऽपि, यवेन जीव रक्षितः ॥ १ ॥ વ્યાખ્યાન ૨૧૪] ૧૧ ભાવાર્થ—“થોડું જ્ઞાન શીખવાથી પણ તે નિરર્થક થતું નથી, કેમકે થોડા જ્ઞાનના મહિમાથી પણ યવ નામના રાજર્ષિએ પોતાના જીવની રક્ષા કરી હતી. યવ ઋષિની કથા વિશાલા નામની નગરીમાં યવ નામે રાજા હતો. તેને ગર્દભિલ્લુ નામનો પુત્ર, અણુલ્લિકા નામની પુત્રી અને દીર્ઘપૃષ્ઠ નામનો પ્રધાન હતો. એક દિવસ રાત્રિના પાછલા ભાગમાં જાગેલા રાજાએ વિચાર્યું કે—“મેં પૂર્વ ભવમાં કાંઈ પણ અદ્ભુત સુકૃત કર્યું હશે કે જેથી તે સુકૃતના પ્રભાવે સમુદ્ર પર્યંત સમગ્ર પૃથ્વીને સ્વતંત્રતાથી ભોગવું છું. માટે આ ભવમાં પણ હવે એવું સુકૃત કરું કે જેથી આવતો ભવ પણ સુધરે.” આ પ્રમાણે વિચારીને પ્રાતઃકાળે પોતાના પુત્રને રાજ્યપર બેસાડીને કેટલીક હિતશિક્ષા આપી અને ઉપવનમાં આવેલા ગુરુને વાંદી તેમની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. પછી વૈયાવચ્ચમાં તત્પર રહ્યા છતાં તેમણે તીવ્ર તપ કરવા માંડ્યું, અને ગુરુમહારાજની સાથે વિહાર કરવા લાગ્યા. ગુરુએ શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે બહુ કહ્યું, તોપણ તે કાંઈ શીખ્યા નહીં; અને એમ કહેવા લાગ્યા કે ‘“હું વૃદ્ધ છું તેથી મને પાઠ આવડશે નહીં.' એકદા લાભનું કારણ જોઈને ગુરુમહારાજે તે યવ મુનિને તેમના પુત્રને પ્રતિબોધ કરવા માટે વિશાલાનગરીએ મોકલ્યા. ગુરુનાં વચનને પુષ્પમાળાની જેમ મસ્તક પર ચઢાવીને તે ચાલ્યા. રસ્તામાં તેમણે વિચાર્યું કે—“મને કિંચિત્ પણ શાસ્ત્રનું જ્ઞાન નથી, તો હું પુત્રને તથા બીજાઓને શું ઉપદેશ આપીશ?’’ આ પ્રમાણે તેઓ વિચાર કરતા હતા, તેવામાં નજીકના કોઈ ખેતરમાં જવ ખાવાની ઇચ્છાથી આવતા પણ માયા વડે ચોતરફ જોતા ગઘેડાને તે ખેતરના રક્ષકે નીચે પ્રમાણે ગાથા કહી– ओहावस पहावसि, ममं चेव निरक्खसि । लखिओ ते अभिप्पाओ, जवं भक्खेसि गदहा ॥ १ ॥ ભાવાર્થ—હૈ ગર્દભ! તું ઉતાવળો ઉતાવળો આવે છે, અને મને જુએ છે, પણ મેં તારો અભિપ્રાય જાણી લીધો છે કે તારે જવનું ભક્ષણ કરવાની ઇચ્છા છે.’’ આ પ્રમાણેની ગાથા સાંભળીને યવમુનિએ, જાણે અમોઘ શસ્ત્ર માર્યું હોય તેવી તે ગાથા માની; અને તેને મહાવિદ્યાની જેમ સંભારતા સંભારતા આગળ ચાલ્યા. કેટલેક દૂર જતાં એક ગામની નજીકમાં કેટલાક છોકરાઓ રમતા હતા. તેમાં એક છોકરાએ લાકડાના કટકાની અણુલ્લિકા (મોઈ) ફેંકી. તે બીજા બાળકોએ શોધી, પણ જડી નહીં; ત્યારે કોઈ છોકરાએ નીચે પ્રમાણે ગાથા કહી– अओ गया तओ गया, जोइज्जति न दीसइ । अम्हे न दिट्टि तुम्हे न दिट्ठि, अगडे छुटा अणुल्लिया ॥ १ ॥ ', Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૫ ભાવાર્થ-“અહીંથી ગઈ, ત્યાંથી ગઈ, શોધ કરતાં પણ મળી નહીં. અમે જોઈ નથી, તેમ તમે પણ જોઈ નથી. પણ તે અણુલ્લિકા (મોઈ) ખાડામાં પડી છે.’’ ૧૨ આ ગાથા પણ યવમુનિને તત્કાળ કંઠે થઈ ગઈ. પછી તેનું વારંવાર સ્મરણ કરતાં તેઓ આગળ ચાલ્યા. કેટલેક દિવસે તે વિશાલાનગરી સમીપે આવ્યા. ત્યાં એક કુંભારને ઘેર રાત્રિવાસો રહ્યા. તે કુંભારના ઘરમાં એક ઉંદર આમ તેમ ભમતો હતો, તેને તે કુંભારે નીચે પ્રમાણે ગાથા કહી– सुकुमालय कोमल मद्दलया, तुम्हे रत्ति हिंडणसीलणया । अम्ह पसाओ नत्थि ते भयं दिहपिट्ठाओ तुम्ह भयं ॥ १ ॥ ભાવાર્થ-કોમળ અંગવાળા હે ભદ્ર! તારે રાત્રે ચાલવાનો સ્વભાવ છે; પણ તારે અમારા તરફનો ભય નથી, પણ દીર્ઘપૃષ્ઠ (સર્પથી) તારે ભય છે.’’ આ ગાથા પણ યવમુનિએ કંઠે કરી. પછી એ ત્રણ ગાથાને કલ્પવૃક્ષ, ચિંતામણિ રત્ન અને કામધેનુ સમાન માનીને તેઓ તેનું વારંવાર આવર્તન કરવા લાગ્યા. હવે અહીં વિશાલાનગરીમાં દીર્ઘપૃષ્ઠ મંત્રીએ ‘‘ગર્દભિલ્લરાજાને કોઈ પણ ઉપાયથી મારીને તેના રાજ્ય પર મારા પુત્રને બેસાડીશ ને તેને અણુલ્લિકા પરણાવીશ.'' એમ ઘારીને તે રાજાની બહેન અણુલ્લિકાને પોતાના ઘરના ભોંયરામાં ગુપ્ત રીતે સંતાડી હતી. રાજાના સુભટોએ તેની ઘણી શોધ કરી પણ તેનો પત્તો લાગ્યો નહીં. તેવામાં મંત્રીએ યવ મુનિને આવેલા સાંભળીને વિચાર્યું કે‘‘આ યવ મુનિને તપના પ્રભાવથી જ્ઞાન પ્રાપ્ત થયું હશે; અને તેથી મારું સર્વ કપટ જાણીને તે જો રાજાને કહેશે તો રાજા મને મારા કુટુંબ સહિત હણી નાખશે, માટે હું આગળથી તેનો કાંઈ પણ ઉપાય કરું.’' એમ વિચારીને તે રાત્રિને વખતે જ ગર્દભિલ્લ રાજા પાસે ગયો. રાજાએ તેને અવસ૨ વિના આવવાનું કારણ પૂછ્યું, એટલે તે બોલ્યો કે—‘ચારિત્રથી ભ્રષ્ટ થયેલા આપના પિતા અહીં આવ્યા છે ને કુંભારને ઘરે રાત રહ્યા છે; તે પ્રાતઃકાળે આવીને આપનું રાજ્ય લઈ લેશે.” આ પ્રમાણે સાંભળીને રાજા બોલ્યો કે—‘જો પિતાશ્રી રાજ્ય લેશે તો હું મારું મોટું ભાગ્ય માનીશ.'’ મંત્રીએ કહ્યું કે ‘‘પોતાને મળેલું રાજ્ય આપી દેવું તે યોગ્ય નથી. કોણિક રાજાની જેમ એવા પિતાને તો હણી નાખવા તે જ યોગ્ય છે.'' આ પ્રમાણે કહી વિવિધ પ્રકારની યુક્તિથી કપટી મંત્રીએ રાજાને સમજાવ્યો; એટલે રાત્રે જ પિતાનો વધ કરવા માટે ગર્દભિલ્લ રાજા હાથમાં ખડ્ગ લઈને કુંભારને ઘેર ગયો, અને બારણાની સાંઘમાંથી પિતાને જોવા લાગ્યો. તેટલામાં યવમુનિ સહજ બુદ્ધિથી પહેલી ગાથા બોલ્યા. તે સાંભળીને રાજાએ વિચાર્યું કે—“અહો! મારા પિતાએ મારો અભિપ્રાય જાણી લીઘો છે; કેમ કે તે કહે છે કે—હે ગદ્ધા! એટલે હે ગર્દભિલ્લ! તું થવું એટલે યવઋષિને ભક્ષણ કરવા ઇચ્છે છે.’ આ પ્રમાણે રાજાએ પોતાની બુદ્ધિથી તે ગાથાનો અર્થ કર્યો, અને પાછો વિચારવા લાગ્યો કે—આમતેમ જોતાં મને મારા પિતાએ જ્ઞાન વડે જાણ્યો, પણ જો તે ખરેખરા જ્ઞાની હશે તો મારી બહેનના સમાચાર પણ કહેશે.'' તેટલામાં યવમુનિ સહેજે બીજી ગાથા બોલ્યા, તે સાંભળી તેણે તે ગાથાનો એવો અર્થ કર્યો કે—મેં મારી બહેન અણુલ્લિકાની સર્વત્ર શોધ કરી, પણ તે અણુલ્લિકાને કોઈએ ભોંયરામાં સંતાડી છે.” આ પ્રમાણે અર્થ ચિંતવીને વળી વિચારવા લાગ્યો કે—જો હવે મારી બહેનને જેણે સંતાડી હોય તેનું નામ પ્રકાશ કરે તો સારું.'' Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વ્યાખ્યાન ૨૧૪] અલ્પ જ્ઞાન પણ સુખનું કારણ તેવામાં મુનિ ત્રીજી ગાથા બોલ્યા. તે સાંભળીને તેનો અર્થ તેણે એવો થાર્યો કે “તું કોમળ છે, રાત્રીએ ચાલવાનો તારો સ્વભાવ છે. તું અમારાથી બીએ છે; પણ અમારાથી તને ભય નથી. દીર્ઘપૃષ્ઠ નામના મંત્રીથી તારે ભય રાખવાનો છે.’' આવો અર્થ ઘારી તમામ શંકા દૂર થવાથી તે બારણું ઉઘાડી અંદર આવ્યો; અને પોતાના જ્ઞાની પિતાને મારવાની ઇચ્છા કરનારા એવા પોતાની નિંદા કરતા સતા ગર્દભિલ્લું અન્નુપાત સહિત પિતા મુનિને વાંદીને પોતાનો અપરાધ નિવેદન કરવા પૂર્વક ખમાવ્યા. તે સર્વ સાંભળી મુનિ તો મૌન જ રહ્યા, કેમકે “મૌનું સર્વાર્થસાધમ્.’ પછી રાજા પોતાને ઘેર આવ્યો. પ્રાતઃકાળે તેણે પોતાના ભટો (સિપાઈઓ) પાસે મંત્રીના ઘરની તપાસ કરાવીને ભોંયરામાંથી પોતાની બહેનને મેળવી અને મંત્રીને તેના કુટુંબ સહિત દેશમાંથી કાઢી મૂક્યો, અને જ્ઞાની મુનિની પ્રશંસા કરી તેમને નમીને તેમણે કહેલો ધર્મ અંગીકાર કર્યો. આ પ્રમાણે પુરના લોક સહિત પોતાના કુટુંબને પ્રતિબોધ કરીને યવરાજર્ષિ ગુરુમહારાજ પાસે આવ્યા. ગુરુમહારાજ પણ સર્વ વૃત્તાંત સાંભળીને વિસ્મય પામ્યા. પછી યવમુનિ પણ આળસ છોડીને વિનય સહિત શ્રુતનો અભ્યાસ કરવા લાગ્યા. ભણવાનું ફળ પ્રત્યક્ષ જોવાથી જ્ઞાનાભ્યાસ કરી તપ તપીને તેઓ અનુક્રમે તેઓ મોક્ષે ગયા. હવે આ દૃષ્ટાંતનું વ્યતિરેકી દૃષ્ટાંત કહે છે– यैर्नाधीतः श्रुतग्रंथः, कर्णाधान यच्छ्रुतम् 1 स्वमतिकल्पनात्पूर्वं वदेत् स मौढ्यमश्रुते ॥ १ ॥ ભાવાર્થ-‘જેણે ‘શ્રુતગ્રંથનો અભ્યાસ કર્યો નથી, અને કાને સાંભળીને પછી પોતાની મતિકલ્પનાથી જવાબ આપે છે તે મૂર્ખપણાને પામે છે.’ આ વિષે એક દૃષ્ટાંત છે કે—કોઈ ગચ્છના આચાર્યે પોતાના આયુષ્યનો અંત સમીપ જાણીને ઉપદેશથી કાંઈક સિદ્ધાંતને અને સ્થૂલ સમાચારીને જાણનારા કોઈ સાધુને આચાર્યપદે સ્થાપન કર્યા. તે આચાર્યને પોતાને આગમનું જ્ઞાન નહીં હોવા છતાં પણ તે ગુરુના મહિમાથી પ્રસિદ્ધિને પામ્યા. અન્યદા વિહાર કરતાં કરતાં તે પૃથ્વીપુર નામના નગરે ગયા. ત્યાંના શ્રાવકોએ મોટા ઓચ્છવથી તેમને પુરપ્રવેશ કરાવ્યો. તે નગરમાં પૂર્વે જૈનાચાર્યોએ રાજસભામાં અનેક પરવાદીઓને ઘણી વાર પરાભવ પમાડ્યો હતો. તે પરવાદીઓએ ફરીથી જૈનોની ઉન્નતિ જોઈને ઈર્ષ્યાળુ થયા સતા, પણ પૂર્વે પરાભવ પામેલા હોવાથી ફરીથી પોતાના મહત્વની હાનિ થશે, એવા ભયથી આ નવીન આચાર્યના શાસ્ત્ર સંબંધી જ્ઞાનની પરીક્ષા કરવા માટે પોતાના વર્ગમાંથી એક સેવકને તેમની પાસે મોકલ્યો. તેણે સૂરિને પ્રશ્ન કર્યો કે—“હે ભગવન્! પુદ્ગલને કેટલી ઇંદ્રિયો હોય?”’ ત્યારે સિદ્ધાંતના જ્ઞાન રહિત સૂરિએ ઘણી વાર સુધી વિચાર્યું તો “પુદ્ગલ એક સમયમાં લોકાંત સુધી જાય છે.’’ એવું કોઈક સ્થળે સાંભળેલું તે તેમના સ્મરણમાં આવ્યું. પછી ‘પંચેંદ્રિય વિના આટલી બધી શક્તિ ક્યાંથી હોય?’' એમ પોતાના મનમાં નિશ્ચય કરીને સિદ્ધાંતાદિકની અપેક્ષા વિના જ સ્વમતિકલ્પનાથી તેને પ્રત્યુત્તર આપ્યો કે—“હે ભદ્ર! પુદ્ગલને પાંચ ઇંદ્રિયો હોય.’’ આવો ઉત્તર સાંભળીને આને પોતાના શાસ્ત્રનું પણ જ્ઞાન નથી, તો પછી અન્ય શાસ્ત્રનું જ્ઞાન તો ક્યાંથી જ હોય?’' એમ વિચારીને તેણે ૧ સિદ્ધાંતનો. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ સ્તિંભ ૧૫ પરવાદીઓને સર્વ હકીકત કહી; એટલે તેઓએ નવીન આચાર્યના જ્ઞાનનું પ્રમાણ જાણીને રાજસભામાં તેનો પરાભવ કર્યો, તેથી જૈન ઘર્મની મોટી હીલના થઈ, અને ઘણા લોકો ઘર્મભ્રષ્ટ થયા. પછી સંઘે તે આચાર્યને ત્યાંથી દૂર દેશ મોકલી દીધા. આ પ્રમાણે કલ્પવૃત્તિમાં દ્રષ્ટાંત કહ્યું છે. આવા ગુરુઓ ચારિત્ર પામ્યા છતાં અને ઉપદેશ દેવાને તત્પર થયા છતાં પણ શાસ્સા સંબંધી ઉત્તમ પ્રકારનું જ્ઞાન નહીં હોવાથી ઉત્સુત્ર પ્રરૂપણા પણ કરે છે, અને પોતાના આશ્રિતોને ઊલટા ભવસમુદ્રમાં ડુબાડે છે. તેથી તેવા “અબહુશ્રુતોને ઉત્સુત્ર બોલાઈ જવાનો ભય હોવાથી ઘર્મનો ઉપદેશ દેવો તે પણ યોગ્ય નથી. “આ પ્રમાણે વિવિઘ દ્રષ્ટાંતોથી જાણીને સંસારરૂપી શત્રુના વિજયને માટે જ્ઞાની ગુરુના આશ્રયથી હે વિવેકી ભવ્ય જીવો! પ્રત્યક્ષ ગુણવાળા સિદ્ધાંતના વિચારનો આશ્રય કરો.” વ્યાખ્યાન ૨૧૫ જ્ઞાનની વિરાધના ત્યાજ્ય जघन्योत्कृष्टभेदाभ्यां, त्याज्या ज्ञानविराधना । ज्ञानस्य ज्ञानिनां भक्तिर्वृद्धिं नेया च धर्मिभिः॥१॥ ભાવાર્થ-“ઘર્મિષ્ઠ પુરુષોએ જઘન્ય તથા ઉત્કૃષ્ટ ભેદે કરીને જ્ઞાનની વિરાધનાનો ત્યાગ કરવો, અને જ્ઞાન તથા જ્ઞાનીની ભક્તિમાં વૃદ્ધિ કરવી.” વિશેષાર્થ-જ્ઞાનની જઘન્ય વિરાઘના આ પ્રમાણે છે–પુસ્તક, પાટી, ઠવણી, રૂમાલ (પોથીબંઘન), લેખણ વગેરે જ્ઞાનના ઉપકરણોને ચરણ વગેરે કનિષ્ઠ અવયવોનો સ્પર્શ કરવો, મુખ પાસે વસ્ત્ર રાખ્યા સિવાય ભણવું ભણાવવું, અને પુસ્તકને કાખમાં રાખવું; આહાર, નિહાર તથા ભોગ આદિ સમયે જ્ઞાનના ઉચ્ચાર કરવા વગેરેથી મોટા જ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય છે; પુસ્તક કે તેનાં પાનાં અથવા લખેલા કાગળ વગેરે પાસે હોય અને લઘુશંકા વગેરે કરે, તો તેથી પણ મોટા જ્ઞાનાવરણીય કર્મનો બંઘ થાય છે, તેથી તેને મહા આશાતના જાણવી. નવકારવાળી, પુસ્તક વગેરે પૂજ્ય ઉપકરણની સાથે મુહપત્તિ તથા ચરવળાનો સ્પર્શ ન કરવો. મુહપત્તિ ઘૂંક વગેરેથી ઉચ્છિષ્ટ થયેલી હોય છે, માટે તેને પુસ્તકની સાથે તથા સ્થાપનાચાર્યની સાથે રાખવી નહીં, જુદી જ રાખવી. પુસ્તક બંઘનનો રૂમાલ પણ કેવળ પૃથ્વી પર રાખવો નહીં, અન્યથા મોટી આશાતના થાય છે, અને જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. લખેલા કાગળના ટુકડા પણ ઉચ્છિષ્ટ ભૂમિ પર પડ્યા હોય, તો તે લઈને સારી ઊંચી જગ્યાએ પગથી ચંપાય નહીં તેવી રીતે મૂકવા, તેમ કરવાથી જ્ઞાનની સ્કૂર્તિ થાય છે. તેનો મહિમા વર્તમાન સમયમાં પણ પ્રત્યક્ષ દીઠો છે. લખેલા કાગળો કોઈ પણ કારણથી વેચવા નહીં. લોભી થઈને લખેલાં પાનાં કૂચો કરીને તેની કાંઈ વસ્તુ બનાવવા માટે પણ આપવાં નહીં, તથા દિવાળીના પર્વમાં ગંઘક, દારૂ વગેરે ભરીને ફટાકીઆ, ફુલકણી, ટેટા વગેરે કરવામાં આવે છે તેવા ઉપયોગ માટે પણ આપવાં નહીં. કેમ કે તેમાંના સર્વે અક્ષરો બળીને ભસ્મ થાય છે, તેમ કરવાથી મહા જ્ઞાનાવરણીય કર્મનો બંઘ થાય છે. પુસ્તકાદિક ઉપકરણોને ઓસીકે રાખવા નહીં, તેમજ તેના પર બેસવું નહીં. આ પ્રમાણે જ્ઞાનની આશાતના Jain Education Interational Page #24 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૧૫] જ્ઞાનની વિરાઘના ત્યાજ્ય ૧૫ કરવાથી મહા જ્ઞાનાવરણીય કર્મ બંઘાય છે. જ્ઞાનની વિરાધનાના ઉપર જણાવેલા સિવાયના બીજા પ્રકારો વિવેકી પુરુષોએ પોતાની મેળે સમજી લેવા. - હવે જ્ઞાનની ઉત્કૃષ્ટ વિરાધના બતાવે છે–શ્રીમત્ જિનાગમના સૂત્ર, તેનો અર્થ તથા ઉભયનું વિતથકરણ–ઉત્સુત્ર ભાષણ, મરીચિ, જમાલિ, લક્ષ્મણા સાધ્વી તથા સાવદ્યાચાર્ય વગેરેની જેમ કરવું નહીં. તેમ કરવાથી મહા જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. - હવે જ્ઞાનની તથા જ્ઞાનીની ભક્તિ તથા વૃદ્ધિ કેમ કરવી તે બતાવે છે–જિનાગમ તથા જિનેશ્વરાદિનાં ચરિત્રવાળાં પુસ્તકો વગેરે ન્યાયથી મેળવેલા દ્રવ્ય વડે સારા કાગળ ઉપર વિશુદ્ધ અક્ષરોથી લખાવવાં, તથા ગીતાર્થ મુનિની પાસે વંચાવવાં. તેનાં પ્રારંભાદિ પ્રસંગે મોટા ઓચ્છવ કરવા. અહર્નિશ પૂજાદિક બહુમાનપૂર્વક ગુરુ પાસે વ્યાખ્યાન સાંભળવું, કે જેથી અનેક ભવ્ય જીવોને બોધદાયક થાય. જ્ઞાનના પુસ્તકો વાંચનારને તથા ભણનારને અન્ન, વસ્ત્ર વગેરેનું ઉપખંભ આપવું. એવું સંભળાય છે કે–દુષમ કાળના પ્રભાવે જ્યારે બારવર્ષે દુષ્કાળ પડ્યો, ત્યારે સિદ્ધાંતને ઉચ્છિન્નપ્રાય થયેલ જાણી તેનો તદ્દન વિચ્છેદ થશે એમ ઘારીને નાગાર્જુન, સ્કંદિલ વગેરે આચાર્યો અને શ્રમણોએ પાટલિપુત્રમાં એકઠા થઈને તેના પુસ્તકો લખાવ્યાં. તેથી પુસ્તકો લખાવવાં અને ઉત્તમ વસ્ત્ર વગેરેથી તેની પૂજા કરવી. - શ્રી ઘર્મઘોષ સૂરિના ઉપદેશથી સંઘવી પેથડે તેમના મુખથી એકાદશાંગી સાંભળવાનો આરંભ કર્યો, તેમાં પાંચમા અંગમાં જ્યાં જ્યાં “ગોયમા” (હે ગૌતમ!) એવું પદ આવે ત્યાં ત્યાં સુવર્ણ મહોરથી તેણે પુસ્તકની પૂજા કરી; એમ દરેક પ્રશ્ન સોનામહોર મૂકવાથી છત્રીશ હજાર સોનામહોર થઈ. પછી એટલું દ્રવ્ય ખરચીને તેણે સમગ્ર આગમનાં પુસ્તકો લખાવ્યાં, અને તેને રેશમી વસ્ત્રનાં બંઘન કરાવીને ભરૂચ, સુરગિરિ, માંડવગઢ, અર્બુદાચલ વગેરે સ્થાનોમાં સાત જ્ઞાનના ભંડારો કર્યા. શ્રી કુમારપાળ રાજાએ સાતસો લહિયાઓ પાસે છ લાખ અને છત્રીસ હજાર શ્લોક પ્રમાણ આગમની સાત પ્રતો સોનેરી અક્ષરથી લખાવી, અને શ્રી હેમાચાર્યે રચેલા સાડા ત્રણ કરોડ શ્લોકની એકવીશ પ્રતો લખાવીને એકવીશ જ્ઞાનના ભંડાર કર્યા. કહ્યું છે કે कालानुभावान्मतिमांधतश्च, तच्चाधुना पुस्तकमंतरेण । न स्यादतः पुस्तकलेखनं हि, श्राद्धस्य युक्तं नितरां विधातुम् ॥१॥ ભાવાર્થ-“હાલના સમયમાં કાળના અનુભાવથી તથા મતિની મંદતાથી પુસ્તક વિના જ્ઞાન રહી શકતું નથી, માટે શ્રાવકોએ નિરંતર પુસ્તકો લખાવવાં તે અત્યંત યોગ્ય છે.” “જિનપ્રતિમા કરાવવા કરતાં પણ સિદ્ધાંતોને લખાવવામાં તથા તેનું શ્રવણ કરવામાં મોટું પુણ્ય છે; કેમ કે જ્ઞાન વિના પ્રતિમાનું મહત્વ શી રીતે જાણી શકાય? તેથી જ્ઞાનના ભંડારો ઘર્મની દાનશાળાની જેમ શોભે છે. ગુરુ વિના શિષ્યની જેમ પુસ્તકો વિના વિદ્વત્તા પણ આવતી નથી.” ઇત્યાદિ ઉપદેશ સાંભળીને વસ્તુપાલ મંત્રીએ અઢાર કરોડ દ્રવ્ય ખર્ચીને ત્રણ જ્ઞાનભંડાર કરાવ્યા. થરાદના સંઘવી આભ નામના શ્રેષ્ઠીએ ત્રણ કરોડ દ્રવ્ય ખર્ચીને સર્વ સૂત્રની એક એક પ્રત સોનેરી અક્ષરથી અને બીજા ગ્રંથોની એક એક પ્રત શાહીથી લખાવી હતી. કહ્યું છે કે Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૫ न ते नरा दुर्गतिमाप्नुवन्ति, न मूकतां नैव जडस्वभावम् । नैवांधतां बुद्धिविहीनतां च, ये लेखयन्त्यागमपुस्तकानि ॥१॥ ભાવાર્થ-“જે મનુષ્ય સિદ્ધાન્તનાં પુસ્તકો લખાવે છે, તેઓ દુર્ગતિને, મૂકપણાને, જડતાને, અંઘતાને અને બુદ્ધિરહિતપણાને પામતા નથી.” વળી કોઈ પ્રકારે જિનાગમનું (શ્રુતજ્ઞાનનું) કેવલજ્ઞાન કરતાં પણ અતિશયીપણું દેખાય છે. તે વિષે કહ્યું છે કે-“શ્રતના ઉપયોગમાં વર્તતા છવાસ્થ મુનિએ લાવેલો આહાર કદી અશુદ્ધ હોય તો પણ કેવળી વાપરે છે, કારણ કે તેમ ન કરે તો મૃતનું અપ્રમાણપણું થઈ જાય.” તેથી સમ્યક પ્રકારે સૂત્રાર્થના ઉપયોગ પૂર્વક નિરંતર સર્વ અનુષ્ઠાન કરવાં; ઉપયોગ વિનાની ક્રિયા દ્રવ્યક્રિયાપણાને પામે છે. જ્ઞાનની વિરાઘના કરવાથી બંઘાયેલ પાપકર્મ જ્ઞાનપંચમીનું આરાઘન કરવાથી નાશ પામે છે. કહ્યું છે કે उत्सूत्रजल्पाच्छ्रति शब्दव्यत्ययात्, क्रोधादनाभोगहठाच्च हास्यतः । बद्धानि यज्ज्ञानविराधनोद्भवात्, कर्माणि यांति श्रुतपंचमीव्रतात् ॥१॥ ભાવાર્થ-ઉત્સુત્રની પ્રરૂપણાથી, સૂત્રના અર્થ વિપરીત કરવાથી, ક્રોઘથી, અનાભોગથી, હઠથી અને હાસ્યથી જ્ઞાનની વિરાધના થવા વડે બંઘાયેલાં કર્મો જ્ઞાનપંચમીના વ્રતથી નાશ પામે છે. આનું તાત્પર્ય ગુણમંજરી અને વરદત્તના દ્રષ્ટાંતથી જાણવું. તે આ પ્રમાણે છે ગણમંજરી અને વરદત્તની કથા આ ભરતક્ષેત્રમાં પદ્મપુર નામે નગર હતું. તેમાં અજિતસેન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને શિયળ વ્રતને ઘારણ કરનારી અતિ પ્રિય યશોમતી નામની રાણી હતી. તેને વરદત્ત નામે એક પુત્ર થયો. તે આઠ વર્ષનો થયો, એટલે તેને ભણવા માટે અધ્યાપક પાસે મોકલ્યો; ત્યાં તે હમેશાં ભણવા લાગ્યો, પણ તેના મુખમાં એક અક્ષરની પણ સ્કૂર્તિ થઈ નહીં. અનુક્રમે તે યુવાવસ્થાને પામ્યો; એટલે પૂર્વ કર્મના ઉદયથી તેને કુષ્ઠ(કોઢ)નો વ્યાધિ થયો, તેથી તેનું શરીર ક્ષીણ થવા લાગ્યું. તે જ નગરમાં સાત કરોડ સોનામહોરનો અઘિપતિ સિંહદાસ નામનો શ્રેષ્ઠી રહેતો હતો. તેને કપૂરતિલકા નામે પત્ની હતી. તેમની પુત્રી ગુણમંજરી બાલ્યવયથી જ રોગી અને મૂંગી હતી. તેના રોગની નિવૃત્તિને માટે શ્રેષ્ઠીએ અનેક ઉપાયો કર્યા, પણ તે સર્વે ઊખર ભૂમિમાં વૃષ્ટિની જેમ, ખળ પુરુષના વચનની જેમ અને શર ઋતુની મેઘગર્જનાની જેમ નિષ્ફળ ગયા. તે સોળ વર્ષની થઈ તો પણ તેની સાથે કોઈએ લગ્ન કર્યા નહીં. એકદા તે નગરમાં ચાર જ્ઞાનને ઘારણ કરનાર, બારસો છત્રુ ગુણના નિધિ અને શૈર્ય વડે મેરુ પર્વતનો પણ તિરસ્કાર કરનાર એવા વિજયસેન ગુરુ પધાર્યા. વનપાળના મુખથી તેમનું આગમન સાંભળી તેને પારિતોષિક આપીને પીરજન સહિત રાજા ગુરુને વાંદવા ગયો. ગુરુને વિધિપૂર્વક વાંદી નમીને ગુરુની પાસે બેસી આ પ્રમાણે તેણે દેશના સાંભળી– क्षपयेन्नारकः कर्म, बहूभिर्वर्षकोटिभिः । यत्तदुच्छ्वासमात्रेण, ज्ञानयुक्तस्त्रिगुप्तिवान् ॥१॥ Page #26 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૧૫] જ્ઞાનની વિરાઘના ત્યાજ્ય ૧૭ ભાવાર્થ-“નારકીના જીવો જેટલાં કર્મને ઘણા કરોડો વર્ષે ખપાવે છે તેટલાં કર્મને “ત્રિગતિમાનું જ્ઞાની માત્ર એક શ્વાસોચ્છવાસમાં ખપાવે છે. વળી છઠ અઠમ દશમ દુવાલસ વગેરે તપ કરનાર અબુઘ જીવના આત્માની જેટલી શુદ્ધિ થાય છે તે કરતાં અનેકગણી શુદ્ધિ દરરોજ જમતા એવા જ્ઞાનીના આત્માની થાય છે. તે જ્ઞાન પાંચ પ્રકારનું કહેવું છે, તેમાં પણ શ્રુતજ્ઞાન પોતાને તથા પરને ઉપકારી હોવાથી શ્રેષ્ઠ છે. બીજાં ચાર જ્ઞાન મૂંગા છે. એટલે કે તેઓ પોતાના સ્વરૂપને કહેવા પણ સમર્થ નથી; અને શ્રુતજ્ઞાન તો પોતાને તથા પરને પ્રકાશ કરવામાં દીવાની જેમ સમર્થ છે. વળી શ્રુતજ્ઞાન કોઈને આપી શકાય છે અને કોઈ પાસેથી લઈ પણ શકાય છે; બીજાં ચાર જ્ઞાન કોઈને આપી શકાતાં નથી અને કોઈની પાસેથી લઈ પણ શકાતાં નથી. તીર્થંકર નામકર્મ પણ ઘર્મોપદેશે કરીને જ નિર્જરા પામે છે. તેથી અધ્યયન, શ્રવણ વગેરેથી નિરંતર શ્રુતજ્ઞાનની આરાઘનામાં યત્ન કરવો. જે અજ્ઞાની જીવો મન, વચન અને કાયાના યોગે કરીને જ્ઞાનની આશાતના કરે છે, તેઓ શરીરે રોગી તથા શૂન્ય મનવાળા તેમજ મૂંગા વગેરે થાય છે, અને અનેક ભવોમાં પરિભ્રમણ કરે છે. કહ્યું છે કે अज्ञानतिमिरग्रस्ता, विषयामिषलंपटाः । भ्रमंति शतशो जीवा, नानायोनिषु दुःखिताः॥१॥ ભાવાર્થ-અજ્ઞાનરૂપી અંઘકારથી ગ્રસ્ત અને વિષયરૂપી આમિષ(માંસ)માં લંપટ એવા સેંકડો જીવો નાના પ્રકારની યોનિમાં દુઃખીપણે પરિભ્રમણ કરે છે.” ઇત્યાદિ ઘર્મદેશના સાંભળીને સિંહદાસે વિજ્ઞપ્તિ કરી કે-“હે ભગવન્! મારી પુત્રીના શરીરમાં કયા કર્મથી વ્યાધિઓ થઈ છે” ત્યારે સૂરિ મહારાજ બોલ્યા કે-“હે શ્રેષ્ઠી! તારી પુત્રીએ પૂર્વ ભવે બાંધેલાં કર્મોનો સંબંઘ સાંભળ-“ઘાતકી ખંડમાં ખેટકપુર નામના નગરને વિષે જિનદેવ નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને સુંદરી નામે પ્રાણપ્રિયા હતી. તેમને પાંચ પુત્રો તથા ચાર પુત્રીઓ થઈ હતી. શ્રેષ્ઠીએ પાંચ પુત્રોને ભણવા માટે મોટા ઉત્સવપૂર્વક અધ્યાપક પાસે મૂક્યા. પરંતુ તેઓ પરસ્પર ચલતા, આલસ અને અવિનય કરતા સતા ત્યાં રહેવા લાગ્યા. કહ્યું છે કે आरोग्यबुद्धिविनयोद्यमशास्त्ररागाः पंचांतराः पठनसिद्धिकरा नराणाम् । आचार्यपुस्तकनिवाससहायवल्गा बाह्याश्च पंच पठनं परिवर्धयन्ति ॥१॥ ભાવાર્થ-“આરોગ્ય, બુદ્ધિ, વિનય, ઉદ્યમ અને શાસ્ત્રપર પ્રીતિ–એ પાંચ અત્યંતર કારણો મનુષ્યોના અભ્યાસની સિદ્ધિ કરનારાં છે, અને અધ્યાપક, પુસ્તક, નિવાસ, સહાય તથા ખાવા પીવાની સગવડ–એ પાંચ બાહ્ય કારણોથી વિદ્યા વૃદ્ધિ પામે છે.” એકદા તે ઉન્મત્ત છોકરાઓને પંડિતે શિક્ષા કરી; અને વિવારે વતિ વિદ્યા' એટલે સોટીના અગ્ર ભાગને વિષે વિદ્યા વસે છે' એમ વિચારીને તેઓને સોટી વતી માર્યા, તેથી તેઓ રોતા રોતા ઘેર આવ્યા અને સોટીથી શરીર ઉપર પડેલા ક્ષત પોતાની માને બતાવ્યા. તે જોઈને ૧ મન, વચન અને કાયાની ગુતિવાળા. Jain Educatie MUSLY-3 Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૫ તેની મા સુંદરી બોલી કે—“હે પુત્રો! ભણવાથી શું વિશેષ છે? કેમકે જન્મ, જરા અને મૃત્યુ તો ભણેલ કે અભણ કોઈને છોડતા નથી. કહ્યું છે કે– पठितेनापि मर्तव्यं, शठेनापि तथैव च । उभयोर्मरणं दृष्ट्वा, कंठशोषं करोति कः ॥ १ ॥ ભાવાર્થ—‘ભણેલો માણસ પણ મૃત્યુ પામે છે અને મૂર્ખ પણ મૃત્યુ પામે છે; તે બન્નેનું મરણ જોઈને કયો માણસ ફોગટ ભણીને કંઠનું શોષણ કરે?' વળી– यस्यास्ति वित्तं स नरः कुलीनः, स पंडितः स श्रुतिमान् गुणज्ञः । स एव वक्ता स च दर्शनीयः, सर्वे गुणाः कांचनमाश्रयन्ते ॥१॥ ભાવાર્થ-‘જેની પાસે દ્રવ્ય છે તે પુરુષ કુલીન છે, તે પંડિત છે, તે શાસ્ત્રનો જાણનાર છે, તે ગુણજ્ઞ છે, તે વક્તા છે અને તે જ દર્શન કરવા લાયક છે; અર્થાત્ સર્વ ગુણો કંચનનો જ આશ્રય કરે છે. તાત્પર્ય કે જેની પાસે લક્ષ્મી છે તે બધા ગુણોનો ભંડાર છે.’ વળી ઘનવાળા મહા મૂર્ખ માણસની પાસે પણ પંડિતો દૈન્ય વચનો બોલે છે. વળી બહુધા પંડિતો નિર્ધન જ હોય છે. માટે હે પુત્રો! મૂર્ખતા જ શ્રેષ્ઠ છે; તેથી હવે આજથી તમારે ભણવા જવું નહીં. કદાચ તમારો મહેતાજી (માસ્તર) તમને તેડવા આવે તો તેને દૂરથી પથ્થર વડે મારજો અને તમને માર્યાનું ફળ એક વખતમાં જ બતાવી દેજો.'' ઇત્યાદિ શિખામણ આપીને પુત્રપરના રાગથી અને જ્ઞાન૫૨ના દ્વેષથી લેખણ, પાટી, પુસ્તક વગેરે સર્વ અગ્નિમાં નાંખી બાળી દીધાં. એક દિવસ આ વ્યતિકર જાણીને શ્રેષ્ઠીએ પોતાની સ્ત્રીને કહ્યું કે—“હે ભદ્રે ! તેં આવી મૂર્ખતા ભરેલી ચેષ્ટા કેમ કરી? આ મૂર્ખ રહેલા પાંચે પુત્રોનો વિવાહ અને ઉદ્ઘાર શી રીતે થશે? કહ્યું છે કે— क्षणं रक्ता विरक्ताश्च क्षणं सर्वेषु वस्तुषु । अज्ञानेनैव कार्यंते, प्राणिनः कपिचापलम् ॥ १॥ ભાવાર્થ-‘ક્ષણ વારમાં સર્વ વસ્તુઓ ૫૨ આસક્તિ અને ક્ષણ વારમાં વિરક્તિ, એ પ્રમાણેની કપિના જેવી ચપલતા અજ્ઞાન વડે જ પ્રાણીઓ કરે છે.’ વળી माता वैरी पिता शत्रुः, येन बाला न पाठिताः । सभामध्ये न शोभंते, हंसामध्ये बका यथा ॥ | १ || ભાવાર્થ—જેણે પોતાના બાળકોને ભણાવ્યા નથી તે માતાપિતા તેમના વૈરી અને શત્રુ જ સમજવા; કેમ કે હંસમાં બગલાની જેમ તે અજ્ઞાની પુત્રો વિદ્વાનની સભામાં શોભતા નથી.’ આ પ્રમાણે સાંભળી સુંદરી હસીને બોલી કે--‘તમે પંડિત છો, તેથી શું કર્યું? શું તમે જગતનું દ્રારિદ્રચ કાપ્યું? બાકી સુખ તો પુણ્યથી જ મળે છે, કાંઈ ભણવા ભણાવવાના જંજાલથી મળતું નથી.’ આવું મૂર્ખતાભરેલું પોતાની સ્ત્રીનું ભાષણ સાંભળીને શ્રેષ્ઠીએ તે વખતે તો મૌન ધારણ કર્યું. કહ્યું છે કે उपदेशो हि मूर्खाणां, प्रकोपाय न शांतये । पयःपानं भुजंगानां केवलं विषवर्धनम् ॥ १ ॥ ભાવાર્થ-‘મૂર્ખને ઉપદેશ આપવો, તે તેના ક્રોધને માટે જ થાય છે, શાંતિને માટે થતો નથી; કેમકે સર્પને દૂધ પાવાથી કેવળ વિષની જ વૃદ્ધિ થાય છે.’ Page #28 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૧૫] જ્ઞાનની વિરાધના ત્યાજ્ય ૧૯ એક દિવસે શ્રેષ્ઠીએ પોતાની સ્ત્રીને કહ્યું કે—“હે પ્રિયા! આપણા પુત્રોને કોઈ કન્યા આપતું નથી. પરંતુ ઊલટાં એમ કહે છે કે– मूर्खनिर्धनदूरस्थ, शूर मोक्षाभिलाषिणाम् । त्रिगुणाधिकवर्षाणामेषां कन्या न दीयते ॥ १ ॥ ભાવાર્થ‘મૂર્ખને, નિર્ધનને, દૂર દેશમાં રહેનારને, શૂરવીરને, મોક્ષના અભિલાષીને અને કન્યા કરતા ત્રણગણી ઉમ્મરથી અધિક વયવાળાને કોઈ કન્યા આપતું નથી.' માટે હે પ્રિયા! તેં આ પુત્રોનો અવતાર વ્યર્થ કર્યો.’’ સુંદરી બોલી કે—‘એમાં મારો કાંઈ પણ દોષ નથી, તમારો જ દોષ છે. કેમકે પુત્રો પિતા જેવા જ હોય છે, અને પુત્રીઓ માતા જેવી હોય છે.’ આ વચન સાંભળીને શ્રેષ્ઠીને ક્રોધ ચડ્યો એટલે તે બોલ્યો કે−‘હે દુર્ભાગી! હે પાપિણી! હે શંખણી! તું મારા સામું બોલે છે?' સુંદરી પણ ગુસ્સે થઈને બોલી કે−‘હે મૂર્ખ! પાપી તો તારો બાપ કે જેણે કૂતરાની પૂંછડી જેવા વક્ર બુદ્ધિવાળા તને ઉત્પન્ન કર્યો.' આ પ્રમાણે સાંભળી ક્રોધ પામેલા શ્રેષ્ઠીએ તેને પથ્થર માર્યો, તે તેના મર્મસ્થાનમાં વાગવાથી તે તત્કાળ મરણ પામી. હે શેઠ! તે સુંદરી મરીને તારે ઘેર પુત્રીપણે અવતરી છે. પૂર્વ ભવે જ્ઞાનની વિરાધના કરવાથી તે આ ભવમાં ઘણું દુઃખ ભોગવે છે.’’ આ પ્રમાણે ગુરુનાં વચનો સાંભળીને ગુણમંજરીને જાતિસ્મરણ થયું, તેથી તે બોલી કે—“હે ભગવન્! આપનાં વચનો સત્ય છે, મેં પૂર્વ ભવમાં સ્વેચ્છાએ વર્તી જે કર્મ બાંધ્યું છે તેનું આ ફળ મને પ્રાપ્ત થયું છે; તે વિલાપ કરવાથી કે ખેદ કરવાથી નાશ પામે તેમ નથી.’’ પછી શ્રેષ્ઠીએ ગુરુને કહ્યું કે—“હે ભગવન્! જેણે વ્યાધિનું નિદાન કર્યું હોય છે તે જ તેનું ઔષઘ પણ બતાવી શકે છે. આપના વિના આપ્યંતર કારણ કોણ જાણી શકે તેમ છે? માટે હવે આપ જ કૃપા કરીને તેના નિવારણનો ઉપાય બતાવો.’’ ત્યારે ગુરુ બોલ્યા કે–“હે શ્રેષ્ઠી! વિધિપૂર્વક જ્ઞાનપંચમીનું આરાધન કરવાથી સર્વ પ્રકારનું સુખ પ્રાપ્ત થાય છે. તેની વિધિ આ પ્રમાણે છે— કાર્તિક સુદી પાંચમને દિવસે ઠવણી અથવા નાંદીનું સ્થાપન કરીને તેની સન્મુખ આઠ સ્તુતિ વડે દેવ વાંદવા. પછી જ્ઞાનપંચમીનું તપ અંગીકાર કરવાનો આળાવો ગુરુમુખે સાંભળીને તે તપ અંગીકાર કરવું. તે તપ પાંચ વર્ષ ને પાંચ મહિના સુધી કરવાનું છે. તે તપને દિવસે બે વખત એટલે સાંજ સવાર પ્રતિક્રમણ કરવું, ત્રિકાળ દેવવંદન કરવું, તથા ઉપવાસ કરીને સંપૂર્ણ પૌષધવ્રત ગ્રહણ કરવું; અને પાંચ મૂળ ભેદ તથા એકાવન ઉત્તર ભેદનાં નામ ગ્રહણપૂર્વક એકાવન લોગસ્સનો કાયોત્સર્ગ કરવો. ઠવણી ઉપર પુસ્તક સ્થાપીને તેની એકાવન પ્રદક્ષિણા દેવી તથા એકાવન ખમાસમણ દેવાં. અને તે દિવસે નવું શાસ્ત્ર ભણવું, ભણાવવું તથા શ્રવણ કરવું. કહ્યું છે કે– अपूर्वज्ञानग्रहणं, महती कर्मनिर्जरा । सम्यग्दर्शननैर्मल्यात्, कृत्वा तत्त्वप्रबोधतः ॥१॥ ભાવાર્થ-‘અપૂર્વ જ્ઞાન ગ્રહણ કરવાથી કર્મની મોટી નિર્જરા થાય છે; અને સમ્યગ્દર્શનની નિર્મલતા થવાથી તત્ત્વનો પણ બોધ થાય છે.' ન જ્ઞાનપંચમીને દિવસે જો પોસહ કર્યો ન હોય તો પાટ ઉપર પુસ્તકની સ્થાપના કરીને તેની ૧ દશ વર્ષની ઉમ્ર સુધીની છોકરી કન્યા કહેવાય છે એટલે ત્રીશ વર્ષથી અધિક વયવાળાને કન્યા પરણાવવી નહીં. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦. શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૫ જમણી બાજુ પાંચ દીવેટનો દીવો કરવો તથા સન્મુખ પાંચ સ્વસ્તિક (સાથિયા) કરવા, જ્ઞાન ભંડારોની પૂજા કરવી, જ્ઞાન દ્રવ્યની વૃદ્ધિ કરવી અને “ૐ હ્રીં નમો નાસ્ત” એ મંત્રના બે હજાર જાપ કરવા. આ પ્રમાણે કદાચ દર માસે એટલે દર સુદ પાંચમે કરી શકે નહીં, તો જીવન પર્યત કાર્તિક સુદી પાંચમે તો જરૂર એ પ્રમાણે જ્ઞાનની આરાધના કરવી; અથવા તે દિવસે જિનેશ્વરની પાસે અને પુસ્તકની સમીપે ચૈત્યવંદન કરી શક્રસ્તવ કહીને “મતિજ્ઞાનારાંધનાર્થ રેમ હસ્ત'' એમ કહી વંલા અને ઉન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. પછી નોર્થત કહી નીચેનું કાવ્ય ગંભીર સ્વરથી બોલવું. अष्टाविंशतिभेदभिन्नगदितं ज्ञानं शुभाद्यं मतिः सप्रज्ञाभिनिबोधिकश्रुतनिधेर्हेतुश्च बुद्धिप्रभे । पर्यायाः कथिता इमे बहुविधा ज्ञानस्य चैकार्थिनः सम्यग्दर्शनिसत्कमाप्तकथितं वदामि तद्भावतः॥४॥ ભાવાર્થ-“પહેલું મતિજ્ઞાન અઠ્ઠાવીશ પ્રકારનું કહેવું છે, તે શુભકારી છે, ચાર પ્રકારની પ્રજ્ઞા સહિત છે, આભિનિબોવિક છે, શ્રુતજ્ઞાનનો હેતુ છે. બુદ્ધિ, પ્રભા વગેરે તેના પર્યાયો બહુ પ્રકારના કહેલા છે. તે જ્ઞાન સમકિતઘારીને હોય છે, એવા તીર્થકરે કહેલા મતિજ્ઞાનને હું ભાવથી વંદું છું.” પછી ચૈત્યવંદન વગેરે પૂર્વે કહ્યા પ્રમાણે કરીને “શ્રુતજ્ઞાનારાંધનાર્થ કરેમિ વિસ” કહી વંત ઉન્નત્થ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી નીચેનું કાવ્ય ભણવું. अन्यज्ज्ञानचतुष्टयं स्वविषयं नैवाभिधातुं क्षम श्रीमत्केवलिनोऽपि वर्णनिकरज्ञानेन तत्त्वं जगुः । स्पष्टं स्वात्मपरप्रबोधनविधौ सम्यक्श्रुतं सूर्यवद् भेदाः पूर्वमिताः श्रुतस्य गणिभिर्वंद्याः स्तुवे तान्मुदा ॥२॥ ભાવાર્થ-“શ્રુતજ્ઞાન સિવાયનાં બીજાં ચારે જ્ઞાન પોતાના વિષયને કહેવા સમર્થ નથી. શ્રીમાનું કેવળી પણ વર્ણસમુદાયના જ્ઞાનવડે જ તત્ત્વ જણાવે છે. વળી સમ્યગુ કૃતજ્ઞાન જ સૂર્યની જેમ પોતાને તથા પરને બોઘ કરવામાં સ્પષ્ટ છે. તે જ્ઞાનના ચૌદ ભેદ છે, અને તેને ગણઘરો વાંદે છે. આવા શ્રુતજ્ઞાનની હું હર્ષથી સ્તુતિ કરું છું.” પછી ત્રીજું ચૈત્યવંદન કરીને ધજ્ઞાનાર ધનાર્થ રેમિ ઉસ' વગેરે પૂર્વોક્ત પ્રકારે કહી કાઉસ્સગ્ગ પારી નીચેનું કાવ્ય ભણવું. अल्पं तत्पनकावगाहनसमं चासंख्यलोकाभ्रगं ज्ञानं स्यादवधेश्च रूपिविषयं सम्यग्दृशां तच्छुभम् । देवादौ भवप्राप्तिजं नृषु तथा तिर्यक्षु भावोद्भवं षड् भेदाः प्रभुभिश्च यस्य कथिता ज्ञानां भजे तत्सदा ॥३॥ ભાવાર્થ-ત્રીજું અવધિજ્ઞાન જે છે તેની અવગાહના જઘન્ય પનકના જેટલી છે, અને ઉત્કૃષ્ટ અસંખ્ય લોકાકાશ પ્રમાણે છે. તે જ્ઞાન રૂપી દ્રવ્યને જાણી શકે છે; સમ્યવ્રુષ્ટિ જીવને શુભકારી હોય ૧ વીશ નોકારવાલી ૨. પનકકસૂક્ષ્મ વનસ્પતિકાયનું શરીર. Page #30 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૧૫] જ્ઞાનની વિરાધના ત્યાજ્ય છે. તે દેવ તથા નારકીને ભવ પ્રત્યયે હોય છે, અને મનુષ્ય તથા તિર્યંચને ભાવથકી એટલે ગુણ-. પ્રત્યયે ઉત્પન્ન થાય છે. પ્રભુએ તેના છ ભેદ કહ્યા છે. એવા અવધિજ્ઞાનને હું નિરંતર ભજું છું.” પછી ચોથે ચૈત્યવંદન કરી “મન:પર્યવજ્ઞાનાર્ધનાર્થ કિ ઉસ' એમ બોલી બીજું બધું પૂર્વોક્ત પ્રકારે કહીને નીચેનું કાવ્ય ભણવું. साधूनामप्रमादतो गुणवतां तुर्यं मनःपर्यवं ज्ञानं तद्विविधं त्वनिद्रियभवत्तत्स्वात्मकं देहिनाम् । चेतोद्रव्यविशेषवस्तुविषयं द्वीपे च सार्धद्विके सकृज्ज्ञानगुणांचितान् व्रतधरान् वंदे सुयोगैर्मुदा ॥४॥ ભાવાર્થ-“અપ્રમત્ત ગુણસ્થાને રહેલા સાધુઓને ચોથું મન:પર્યવજ્ઞાન હોય છે, તેના બે ભેદ છે. તે ઇંદ્રિયના વિષયવાળું નથી પણ આત્મવિષયી છે. અઢીદ્વીપમાં રહેલા પ્રાણીઓનાં ચિત્ત દ્રવ્યમાં રહેલી સર્વ વસ્તુના વિષયને જાણે છે. તે જ્ઞાનને ઘારણ કરનારા ગુણી મુનિઓને હું હર્ષથી ભાવે કરીને વાંદું છું.” પછી પાંચમું ચૈત્યવંદન કરી “વજ્ઞાનાર ધનાર્થ રે િડસ્ટવગેરે સર્વ પૂર્વોક્ત રીતે કહી નીચેનું કાવ્ય ભણવું. निर्भेदं विशदं करामलकवज्ज्ञेयं परिच्छेदकं लोकालोकविभासकं चरमचिन्त्राप्तं व्रजेत्स्वात्मतः । निद्रास्वप्नसुजागरातिगदशं तुर्यां दशां संगतं वंदे कार्तिकपंचमीसितदिने सौभाग्यलक्ष्म्यास्पदम् ॥५॥ ભાવાર્થ-છેલ્લે (પાંચમું) કેવલજ્ઞાન છે, તે એક જ પ્રકારનું છે, કરામલકની જેમ નિર્મળ છે, સર્વ વસ્તુનો પરિચ્છેદ કરનારું છે લોક તથા અલોકને પ્રકાશ કરનારું છે, જ્ઞાનવાળાના આત્માથકી કોઈ વખત પણ પ્રાપ્ત થયા પછી જુદું પડતું જ નથી, અને જે જ્ઞાન નિદ્રા, સ્વપ્ન અને જાગૃત એ ત્રણ દશાને ઉલ્લંઘીને ચોથી ઉજાગર દશાને પામેલું છે, એવા સૌભાગ્ય લક્ષ્મીના સ્થાન રૂપ કેવલજ્ઞાનને હું કાર્તિક સુદી પંચમીને દિવસે વાંદું છું.” આ પ્રમાણે પાંચે જ્ઞાનની આરાઘનાની વિધિ જાણવી. હવે એ રીતે ૬૫ માસ સુધી આરાઘના કરવા વડે તપ પૂર્ણ થાય ત્યારે ચૈત્યનાં તથા જ્ઞાન દર્શન અને ચારિત્રનાં ઉપયોગી દરેક ઉપકરણો પાંચ પાંચ મેળવીને ઉદ્યાપન કરવું. કહ્યું છે કે उद्यापनं यत्तपसः समर्थने, तच्चैत्यमौलौ कलशाधिरोपणम् । फलोपरोपोऽक्षतपात्रमस्तके, तांबूलदानं कृतभोजनोपरि ॥४॥ ભાવાર્થ-તપના સમર્થન માટે ઉદ્યાપન કરવું તે ચૈત્યના શિખર પર કળશ ચડાવવા જેવું છે, અક્ષત પાત્ર ઉપર ફળ મૂકવા જેવું છે, અને ભોજન કરાવીને તાંબૂલ આપવા જેવું છે.” ઇત્યાદિ ગુરુનો ઉપદેશ સાંભળીને ગુણમંજરીએ વિધિપૂર્વક જ્ઞાનપંચમીનું તપ અંગીકાર કર્યું. ત્યાર પછી અજિતસેન રાજાએ સૂરિને પૂછ્યું કે “હે સ્વામી! મારા પુત્ર વરદત્તને કયા ૧. હાથમાં રહેલા આમળાની જેમ ૨. ઉજમણું Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૫ કારણથી કુષ્ઠનો વ્યાધિ થયો છે? અને શા કારણથી અભ્યાસ કર્યા છતાં તેને કાંઈ આવડતું નથી?” ગુરુએ કહ્યું કે–“તેનો પૂર્વ ભવ સાંભળો આ ભરતક્ષેત્રમાં શ્રીપુર નામના નગરને વિષે વસુ નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને વસુસાર અને વસુદેવ નામના બે પુત્રો હતા. તેઓ એક દિવસ ક્રીડા કરવા માટે વનમાં ગયા. ત્યાં ગુરુના મુખથી ઘર્મદેશના સાંભળી તેઓ વૈરાગ્ય પામ્યા. પછી ઘેર આવીને પિતાની રજા લઈ તે બન્ને ભાઈઓએ ચારિત્ર ગ્રહણ કર્યું. તેમાં નાનો ભાઈ વસુદેવમુનિ સિદ્ધાંતરૂપી સમુદ્રનો પારગામી થયો, અને અનુક્રમે આચાર્યપદ પામ્યો. તે હમેશાં પાંચસો સાધુઓને વાચના આપતો હતો. એક દિવસ તે આચાર્ય સંથારામાં સૂતા હતા, તે વખતે કોઈ મુનિએ આગમનો અર્થ પૂછ્યો. તેના ગયા પછી બીજા મુનિ આવ્યા, તે પણ અર્થ પૂછીને ગયા. એમ એક પછી એક ઘણા સાઘુઓ આવી પૂછી પૂછીને ગયા. આચાર્યને કાંઈક નિદ્રા આવી, તેવામાં વળી બીજા કોઈ સાધુએ આવીને પૂછ્યું કે-“હે પૂજ્ય! આની આગળનું પદ, વાક્ય કહો અને તેનો અર્થ સમજાવો.” ત્યારે સૂરિએ મનમાં વિચાર કર્યો કે “અહો! મારો મોટો ભાઈ તો સુખે સૂએ છે, સ્વેચ્છાએ ભોજન કરે છે, અને સ્વેચ્છાએ બોલે છે. આવું સુખ કોઈ પણ પ્રકારે મને મળે તો સારું. કેમકે मूर्खत्वं हि सखे ममापि रुचितं तस्मिन् यदष्टौ गुणा निश्चिंतो बहुभोजनोऽत्रपमना नक्तंदिवाशायकः । कार्याकार्यविचारणांधबधिरो मानापमाने समः प्रायेणामयवर्जितो दृढवपुर्मूर्खः सुखं जीवति ॥१॥ ભાવાર્થ-હે મિત્ર! મૂર્ણપણું મને પણ રુચે છે. કેમ કે તેમાં આઠ ગુણો રહ્યા છે. તે આ પ્રમાણે–૧. મૂર્ખને કાંઈ પણ ચિંતા હોતી નથી ૨. ઘણું ભોજન કરે છે. ૩. લm રહિત હોય છે. ૪. રાત્રિદિવસ સૂવાનો વખત મળે છે. ૫. કર્તવ્ય તથા અકર્તવ્યના વિચારમાં અંઘ તથા બધિર હોય છે, ૬. માન તથા અપમાનને વિષે સમાન હોય છે, ૭. ઘણું કરીને વ્યાધિ રહિત હોય છે, અને ૮. શરીરે પુષ્ટ હોય છે, માટે મૂર્ખ માણસ સુખે જીવે છે.” માટે મારે આજથી ભણવા ભણાવવાનું કામ જ કરવું નહીં. “આ પ્રમાણેનો વિચાર કરીને તે આચાર્યે પુણ્યરૂપી અમૃતનો ભરેલો ઘડો ભાંગી નાંખ્યો, અને પાપનો ઘડો ભરીને બાર દિવસ સુધી મૌન રહ્યા. પછી તે પાપની આલોચના કર્યા વિના રૌદ્રધ્યાન વડે મૃત્યુ પામ્યા. તે આ તારા પુત્રપણે ઉત્પન્ન થયેલા છે, અને પૂર્વે બાંધેલાં કર્મથી મૂર્ખ તથા કોઢી થયેલ છે. તે સૂરિનો મોટો ભાઈ મરણ પામીને માનસરોવરમાં હંસ થયો છે.” આ પ્રમાણે ગુરુ મહારાજે કહેલ પૂર્વ ભવ સાંભળીને વરદત્તને જાતિસ્મરણજ્ઞાન થયું. એટલે તે બોલ્યો કે-“અહો! ભગવંતનું વચન અક્ષરે અક્ષર સત્ય છે. અહો! કેવું જ્ઞાન!” પછી રાજાએ પૂછ્યું કે-“હે ભગવન્! આ મારા પુત્રના રોગો શી રીતે જશે?” ગુરુએ કહ્યું કે-“પૂર્વે કહેલી વિધિ પ્રમાણે યથાશક્તિ પંચમી તપ કરવાથી સર્વ સારું થશે.” પછી કુમારે પણ ગુણમંજરીની જેમ વિધિપૂર્વક તે તપ અંગીકાર કર્યું. તેના આરાઘનથી તે બન્નેની સર્વ વ્યાધિઓ નાશ પામી. પછી વરદત્ત કુમાર સ્વયંવરે આવેલી એક હજાર રાજકન્યાઓને પરણ્યો, અને અનુક્રમે રાજ્યસુખ ભોગવી પોતાના પુત્રને રાજ્ય સોંપીને તેણે દીક્ષા ગ્રહણ કરી. Page #32 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૧૬] ઘર્મનો પહેલો પ્રકાર (૧) દાન ગુણમંજરી પણ ઉત્તમ સૌંદર્ય પામી. તેનું પાણિગ્રહણ જિનચંદ્ર નામના શ્રેષ્ઠીપુત્ર સાથે થયું. તેણે ઘણા કાળ સુધી સંસારસુખ ભોગવી વિધિપૂર્વક તપનું ઉદ્યાપન કરીને દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે વરદત્ત અને ગુણમંજરી બન્ને કાળ કરીને વૈજયન્ત નામના અનુત્તર વિમાનમાં ઉત્તમ દેવતા થયા. આયુષ્યના ક્ષયે વૈજયંતવિમાનમાંથી ચ્યવીને વરદત્તનો જીવ જંબુદ્વીપના વિદેહ ક્ષેત્રમાં પુંડરીકિણી નગરીમાં અમરસેન રાજાની ભાર્યા ગુણવતીની કુક્ષિથી શૂરસેન નામે પુત્રપણે ઉત્પન્ન થયો. યુવાવસ્થા પાયે સતે તે સો રાજકન્યાઓને પરણ્યો. તેના પિતા તેને રાજ્ય સોંપીને પરલોકમાં ગયા. એકદા તે નગરીની સમીપના ઉદ્યાનમાં શ્રી સીમંઘર સ્વામી સમવસર્યા; તે વાત સાંભળીને શૂરસેન રાજા ત્યાં ગયા, અને વિધિપૂર્વક ભગવાનને વાંદીને દેશના સાંભળી. દેશનામાં ભગવાને કહ્યું કે-“હે ભવ્ય પ્રાણીઓ! સૌભાગ્ય પંચમી એટલે જ્ઞાનપંચમીનું તપ વરદત્તની જેમ કરવું.” તે સાંભળીને શૂરસેન રાજાએ પૂછ્યું કે–“હે ભગવન્! આપે જેની પ્રશંસા કરી તે વરદત્ત કોણ હતો?” ત્યારે ભગવાને તેનું સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને રાજા હર્ષિત થયો. પછી તે ભવમાં પણ તેણે ઘણા પૌરજનો સહિત જ્ઞાનપંચમીનું વ્રત અંગીકાર કર્યું. દશ હજાર વર્ષ સુધી રાજ્યનું પ્રતિપાલન કર્યા પછી પોતાના પુત્રને રાજ્ય સોંપી પોતે સીમંઘરસ્વામી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. તે રાજર્ષિ એક હજાર વર્ષ સુધી વિધિપૂર્વક ચારિત્ર પાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ગયા. હવે ગુણમંજરીનો જીવ વૈજયન્ત વિમાનમાંથી ચવીને જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં રમણી નામના વિજયમાં અમરસિંહ રાજાની પત્ની અમરાવતીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયો. પ્રસવ થયા બાદ પિતાએ તેનું સુગ્રીવ નામ પાડ્યું. તે વશ વર્ષનો થયો ત્યારે તેને રાજ્ય સોંપીને તેના પિતાએ દીક્ષા ગ્રહણ કરી. સુગ્રીવ રાજાએ ઘણી રાજકન્યાઓનું પાણિગ્રહણ કર્યું. તેને ચોરાશી હજાર પુત્રો થયા. કાળાન્તરે તેણે પુત્રને રાજ્ય આપીને દીક્ષા ગ્રહણ કરી. યથાવિધિ ચારિત્ર પાળવા વડે અને તપ વડે તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. દેશનામાં સર્વત્ર પોતાનું ચરિત્ર કહેવા લાગ્યા. આ પ્રમાણે તે રાજર્ષિ એક લાખ પૂર્વ સુધી ચારિત્રનું સેવન કરી પ્રાંતે પરમ જ્ઞાનમય, ચિતૂપ, ચિદાનંદ અને ચિધ્ધન એવા મોક્ષને પામ્યા. જે જ્ઞાનપંચમીનું આરાઘન કરવાથી વરદત્ત તથા ગુણમંજરીને બન્ને પ્રકારની સૌભાગ્ય લક્ષ્મી પ્રાપ્ત થઈ તે જ્ઞાનપંચમી જેવો બીજો કોઈ પણ દિવસ જ્ઞાનની વૃદ્ધિ કરવામાં શ્રેષ્ઠ નથી; માટે આત્માનું હિત ઇચ્છનાર પુરુષોએ વિધિપૂર્વક જ્ઞાનપંચમીનું આરાઘન કરવું.” વ્યાખ્યાન ૨૧ ધર્મનો પહેલો પ્રકાર (૧) દાન અભયદાનનું માહાસ્ય अभयं सर्वसत्त्वेभ्यो, यो ददाति दयापरः । तस्य देहाद्विमुक्तस्य, भयं नास्ति कुतश्चन ॥१॥ ભાવાર્થ-જે દયાળુ મનુષ્ય સર્વ પ્રાણીઓને અભયદાન આપે છે તે મનુષ્ય દેહથી મુક્ત થાય, અર્થાત્ મૃત્યુ પામે ત્યારે પણ તેને કોઈથી ભય રહેતો નથી.” Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ સ્તિંભ ૧૫ અભયદાન ઉપર ધના માળીનું દ્રષ્ટાંત જયપુર નામના નગરમાં ઘના નામનો એક માળી રહેતો હતો. તેણે બેઇંદ્રિય એવા પાંચ પૂરાનું દયાથી રક્ષણ કર્યું. અનુક્રમે તે માળી મરીને કુલપુત્ર થયો. બાલ્યાવસ્થામાં જ તેના માબાપ મરી ગયા, તેથી તે પરદેશ જવા નીકળ્યો. રસ્તામાં રાત્રીનો સમય થવાથી તે કોઈ અરણ્યમાં એક વટવૃક્ષની નીચે રાત્રીવાસો રહ્યો. તે વૃક્ષ ઉપર પાંચ યક્ષો રહેતા હતા. તેઓએ તેને દીઠો, એટલે જ્ઞાન વડે “આ આપણો પૂર્વ ભવનો ઉપકારી છે” એમ ઓળખીને તેઓએ તેને કહ્યું કે “તને આજથી પાંચમે દિવસે રાજ્ય મળશે.” એવું સાંભળીને તે કુળપુત્ર ખુશી થયો. પ્રાતઃકાળે ત્યાંથી ચાલતાં તે પાંચમે દિવસે વારાણસી નગરીએ જઈ પહોંચ્યો. ત્યાંનો નરપાળ નામનો રાજા પુત્રરહિત મરણ પામ્યો હતો. તેનું રાજ્ય તેને મળ્યું. પછી તે પ્રઘાન ઉપર રાજ્યનો ભાર આરોપણ કરીને સુખમાં જ મગ્ન રહેવા લાગ્યો. અન્યદા સીમાડાના રાજાઓ તેનું રાજ્ય ઉચ્છેદન કરવા માટે ચડી આવ્યા, ત્યારે પ્રધાને આવીને તેને દ્યુતક્રીડા કરતાં અટકાવી તે વાત કરી અને દ્યુત તજી દઈ લડાઈ કરવા માટે આવવા કહ્યું, પણ તેણે માન્યું નહીં. પછી તેની સ્ત્રીએ પણ રમતમાં પાસા નાંખતાં અટકવાનું કહ્યું, ત્યારે તે બોલ્યો કે स वटः पंच ते यक्षाः, ददंति च हरंति च । अक्षान् पातय कल्याणि, यद्भाव्यं तद्भविष्यति ॥४॥ ભાવાર્થ-“હે કલ્યાણી! વટ વૃક્ષ પર રહેલા તે પાંચ યક્ષોએ રાજ્ય આપ્યું છે, અને તેને લેવું હશે તો લઈ લેશે, માટે હે સ્ત્રી! તું તારે પાસા નાંખ, જે થવાનું હશે તે થશે.” આ પ્રમાણે કહ્યું, એટલે તે યક્ષોએ તે શત્રુઓને બાંથી લાવીને તેને પગે લગાડ્યા. તે જોઈને લોકો ઘણું આશ્ચર્ય પામ્યા. એક દિવસ જ્ઞાની ગુરુનો સમાગમ થવાથી રાજાએ પોતાના પૂર્વ ભવ પૂછ્યો. તેના ઉત્તરમાં ગુરુએ કહ્યું કે–“પૂર્વ ભવમાં તે પાંચ પૂરાનું રક્ષણ કર્યું હતું, તે પાંચે મરીને અનુક્રમે યક્ષો થયા છે; તેઓએ જ તારા રાજ્યનું રક્ષણ કર્યું છે.” તે સાંભળીને તે રાજાએ વાવ, કૂવા, તળાવ વગેરે જળાશયોમાં ગળણીઓ મુકાવી, અને સર્વત્ર અમારીઘોષણા કરાવી. હવે જે પાપી મનુષ્યો માંસ ખાય છે તેના પ્રત્યે ઉપદેશ કરે છે કે પ્રાણીકથા ઉપર શ્રેણિક રાજાનું દ્રષ્ટાંત એકદા શ્રેણિકરાજાએ સભામાં પૂછ્યું કે-“હાલમાં આપણા નગરને વિષે કઈ વસ્તુ સૌથી સોંઘી છે?” ત્યારે નિર્દય એવા ક્ષત્રિયો બોલ્યા કે–“હે મહારાજ! હાલમાં માંસ સસ્તું છે.” આ પ્રમાણે સાંભળીને અભયકુમાર મંત્રીએ ચિંતવ્યું કે-“આજે હું આ લોકોની પરીક્ષા કરું કે જેથી કરીને તેઓ ફરી વાર આવું બોલે નહીં.” એમ વિચારી રાત્રિને વખતે અભયકુમાર તે સર્વ ક્ષત્રિયોને ઘેર પૃથક પૃથફ ગયો, અને તેમને કહ્યું કે-“હે રાજપુત્રો! આજે રાજાને મહા વ્યાધિ ઉત્પન્ન થયો છે; વૈદ્યોએ ઘણા પ્રકારની ઔષધિઓ આપી, પણ કાંઈ ફેર પડ્યો નથી, તેથી તેમણે કહ્યું છે કે “જો મનુષ્યના કલેજાનું માત્ર બે ટાંક જેટલું માંસ મળે તો રાજા જીવે તેમ છે, નહીં તો મરી જશે, માટે તમે તેના ગ્રાસમાંથી આજીવિકા કરનાર છો, તો શું એટલું કામ પણ નહીં કરો?” આ પ્રમાણે સાંભળી જેને Page #34 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૧૬] ૨૫ ત્યાં તે પ્રથમ ગયો હતો તે રાજકુમાર બોલ્યો કે—“આ હજાર મહોર લઈ લો, અને મારું નામ રાજા આગળ કહેશો નહીં, અને બીજેથી કલેજાનું માસ લઈ લેજો.’’ ત્યારે અભયકુમારે તેટલું દ્રવ્ય લીધું; અને બીજે સ્થળે જઈને ત્યાં પણ તે પ્રમાણે જ કહ્યું, ત્યારે તેણે પણ હજાર સોનામહોર આપી, પણ માંસ આપ્યું નહીં. એવી રીતે સર્વ સ્થળે ભમતાં ભમતાં આખી રાત્રી નિર્ગમન કરીને એક લાખ સોનામહોર એકઠી કરી. પછી પ્રાતઃકાળે સભામાં આવી સર્વ ક્ષત્રિયોને તે દ્રવ્ય દેખાડીને અભયકુમાર બોલ્યો કે—‘હે ક્ષત્રિયો! તમે બોલ્યા હતા કે હાલમાં માંસ સૌથી સસ્તું છે, પરંતુ મને તો આટલા બધા દ્રવ્યથી પણ બે ટાંક માંસ મળ્યું નહીં.’’ તે સાંભળીને સર્વે ક્ષત્રિયો લજ્જિત થઈને મૌન રહ્યા. ત્યારે અભયકુમાર બોલ્યો કે—“સર્વને પોતાનો આત્મા વહાલો હોય છે. તમે માત્ર પારકા માંસના લોલુપી થઈને એવું અન્યથા વાક્ય બોલ્યા છો. કહ્યું છે કે– अमेध्यमध्ये कीटस्य, सुरेन्द्रस्य सुरालये । સમાના નીવિતાળાંક્ષા, સમં મૃત્યુમ ોઃ [[]] ભાવાર્થ-‘વિષ્ટામાં રહેલા કીડાને અને સ્વર્ગમાં રહેલા સુરેન્દ્રને જીવવાની આકાંક્ષા સરખી જ છે; અને તે બન્નેને મૃત્યુનો ભય પણ સરખો જ છે.’ વળી दुर्योनिमपि संप्राप्तः, प्राणी मर्तुं न वांछति । स्वादुवन्तो भवन्ति स्वस्वाहाराः कुक्षितावपि ॥२॥|| ભાવાર્થ-‘દુષ્ટ યોનિમાં જન્મેલો જંતુ પણ મરવાને ઇચ્છતો નથી; કેમકે ખરાબ પૃથ્વીમાં પણ પ્રાણીઓને પોતપોતાના આહાર સ્વાદવાળા જ લાગે છે.’ વળી જે મનુષ્ય હિંસા કરે છે તે અતિ દુઃખી થાય છે. કહ્યું છે કે गोपो बब्बूलशूलाग्रे प्रोतयूकोत्थपातकात् । अष्टोत्तरशतं वारान्, शूलिकारोपणान्मृतः ॥ १ ॥ ભાવાર્થ−‘એક ગોવાળે બાવળની શૂળ ઉપર જૂ પરોવી હતી, તે પાપથી તે ગોવાળ એકસો ને આઠ વાર શૂળીએ ચડવાની શિક્ષાથી મરણ પામ્યો.’ તેનું દૃષ્ટાંત આ પ્રમાણે— નાગપુર નામના નગરમાં માધવ નામે એક ગોવાળ રહેતો હતો. તે એક દિવસ ગાયો ચારવા માટે મોટા અરણ્યમાં ગયો. ત્યાં સૂર્યનો પ્રચંડ તાપ લાગવાથી એક બાવળના ઝાડ નીચે બેઠો, તેવામાં તેના માથામાંથી એક જૂ તેના ખોળામાં પડી. તે જોઈને તે નિર્દય ગોવાળે તેને “આ જૂ મારા દેહનું સત્ત્વ (લોહી) પી જાય છે.’’ એમ વિચારીને બાવળની તીક્ષ્ણ શૂળ ઉપર તેને પરોવી મારી નાખી. તે પાપના ઉદયથી તે જ ભવમાં તે ગોવાળ ચોરીના ગુનામાં આવી શૂળીની શિક્ષા પામીને મરણ પામ્યો. ત્યાર પછી તે એ જ પ્રમાણે એકસો ને સાત વાર જુદા જુદા ભવોમાં ચોરી વગેરેના દોષથી શૂળીનું દુઃખ ભોગવીને મરણ પામ્યો. એકસો સાતમા ભવમાં તે પાપકર્મનો ઉદય થોડો રહ્યો, ત્યારે તેણે તાપસી દીક્ષા ગ્રહણ કરી; અને સદા વનમાં રહીને સૂકાં પાંદડાં, ફળ, ફૂલ વગેરેનું ભક્ષણ કરવા લાગ્યો. એ પ્રમાણે નિઃસંગપણે વ્રતનું પાલન કરતાં તેને વિભંગ જ્ઞાન ઉત્પન્ન થયું. અન્યદા તે અરણ્યની નજીકના નગરમાંથી રાજાના અલંકારોની પેટી કોઈ ચોરે ઉપાડી. તેને પકડવા માટે રાજાના સિપાઈઓ પાછળ દોડ્યા. તેઓને પાછળ આવતાં જોઈને તે ચોરે રત્નાલંકારની પેટી Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬ | શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૫ અરણ્યમાં સૂતેલા પેલા તાપસ પાસે મૂકી અને તે વટવૃક્ષ ઉપર ચડી ગયો. સિપાઈઓ ત્યાં આવ્યા, તો તાપસ સૂતેલો હતો, અને પાસે પેટી પડેલી હતી. તેઓ પેટી સહિત તાપસને પકડીને રાજા પાસે લઈ ગયા. તાપસ વિભૃગજ્ઞાનથી સર્વ હકીકત જાણ્યા છતાં પોતાના પૂર્વકૃત કર્મને નિંદતો સતો મૌન જ રહ્યો. અન્યાયી રાજાએ તેને શૂળી પર ચડાવ્યો. સમતાભાવે વેદના સહન કરવાથી તેના પૂર્વ કર્મ ક્ષય થયા અને તે શુભ ધ્યાનમાં મરણ પામીને દેવતા થયો.” આ પ્રમાણે અભયકુમારનું વચન સાંભળી બઘા ક્ષત્રિયો દયાઘર્મમાં તત્પર થયા. ઇતિ અભયદાને દ્રષ્ટાંત આ જગતમાં દાનના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે अभयं सुपत्तदाणं, अणुकंपा उचिय कित्तिदाणं च । दोहिं पि मुक्खो भणिओ, तिन्नि भोगाइ दियंति ॥१॥ ભાવાર્થ-“અભય દાન, સુપાત્ર દાન, અનુકંપા દાન, ઉચિત દાન અને કીર્તિદાન એ પાંચ પ્રકારનાં દાન છે. તેમાં પહેલા બે પ્રકારનાં દાન મોક્ષને આપનાર છે, અને પાછલા ત્રણ પ્રકારનાં દાન સાંસારિક સુખભોગ આપનાર છે.” (૧) તેમાં પહેલું હનન બંઘન વગેરેના ભયથી ભયભીત થયેલા જંતુઓના પ્રાણનું રક્ષણ કરીને તેમને નિર્ભય કરવા તે અભયદાન કહેવાય છે. તેનું સ્વરૂપ ઉપર કહેવામાં આવ્યું છે. (૨) બીજું સુપાત્ર દાન તેમાં સુ એટલે સારું, અને પાત્ર એટલે જ્ઞાનાદિ ત્રણ રત્નનું સ્થાન. અથવા સુ એટલે અતિશયે કરીને અને પાત્ર એટલે પાપથી રક્ષણ કરનાર. આ પ્રમાણે અન્વર્થ સંજ્ઞાવાળું સુપાત્ર દાન દુર્લભ છે. (૩) ત્રીજું અનુકંપા દાન એટલે દીન અને દુઃખી લોકોને પાત્ર તથા અપાત્રનો વિચાર કર્યા વિના માત્ર દયા વડે અન્નાદિક આપવું તે. કહ્યું છે કે दानकाले महेभ्यानां, किं पात्रापात्रचिंतया । दीनाय देवदूष्यार्धं, यथादात् कृपया प्रभुः॥१॥ ભાવાર્થ-“દાતારે દાન દેતી વખતે પાત્ર તથા અપાત્રનો વિચાર શું કામ કરવો? જુઓ, મહાવીર ભગવાને કૃપાથી અર્થે દેવદૂષ્ય ગરીબ બ્રાહ્મણ) ને આપ્યું છે.” આ દુષમ કાલને વિષે જગડુશાહ નામના શ્રાવકે નીચેના શ્લોકમાં લખ્યા પ્રમાણે ઘાન્યના મુંડા માત્ર દયાવડે બીજા રાજાઓને આપ્યા હતા. __ अठ्ठ य मुंडसहस्स, विसलरायस्स बार हम्मीरे । इगवीसय सुरत्ताणे, दुब्भिरके जगडुसाहुणा दिन्ना ॥१॥ ભાવાર્થ-જગડુશાહ નામના શ્રાવકે દુકાળના વખતમાં વિસલરાજાને આઠ હજાર મુંડા, હમીરરાજાને બાર હજાર મુંડા અને દિલ્લીના સુલતાનને એકવીશ હજાર મુંડા ઘાન્ય આપ્યું હતું. ... नवकारवालि मणिअडा, ते पर अलगा चार । दानशाला जगडु तणी, दीसे पुढवी मझार ॥ અર્થા–તે દુકાળના વખતમાં જગડુશાહે ૧૧૨ દાનશાળાઓ સ્થાપી હતી. દરરોજ પ્રભાત ૧ ઘાન્યનું એક પ્રકારનું માપ. Page #36 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૧૬] ધર્મનો પહેલો પ્રકાર (૧) દાન ૨૭ કાળે જગડુશાહ જે ઠેકાણે બેસીને યથૈષ્ટ દાન આપતા હતા ત્યાં કોઈ લગ્નવાન કુલીઓ વગેરે પ્રગટપણે દાન લઈ શકે નહીં, માટે તેમને પ્રચ્છન્નપણે દાન આપવા સારુ એક પડદો બાંધી રાખવામાં આવતો હતો કે જેથી તેઓ તેમાં હાથ નાંખીને દાન લઈ શકે. એક દિવસ વિસલરાજા પોતાના ભાગ્યની પરીક્ષા કરવા માટે વેષ બદલીને એકલો ત્યાં ગયો, અને પડદામાંથી હાથ લાંબો કર્યો. જગડુશાહે શુભ લક્ષણવાળો ભાગ્યશાળી હાથ જોઈને વિચાર્યું કે “જગતના મનુષ્યોને માનવા લાયક કોઈ રાજાનો આ હાથ છે; હાલમાં દૈવયોગે તે આવી સ્થિતિ પામેલો જણાય છે; માટે તે જિંદગી પર્યંત સુખી થાય તેમ હું કરું.'' એ પ્રમાણે વિચારીને પોતાના હાથની આંગળીમાંથી મણિજડિત મુદ્રિકા (વીંટી) કાઢીને હાથમાં મૂકી. તે જોઈને રાજા આશ્ચર્ય પામ્યો. ક્ષણવાર પછી વળી તેણે ડાબો હાથ પડદામાંથી લાંબો કર્યો, એટલે જગડુશાહે તે હાથમાં પણ બીજી વીંટી આપી. તે બન્ને મુદ્રિકા લઈને વિસલરાજા પોતાના મહેલમાં ગયો. બીજે દિવસે જગડુશાહને બોલાવીને ‘આ શું છે?’’ એમ કહીને તે બન્ને મુદ્રિકા બતાવી. તે જોઈને જગડુશાહ બોલ્યા કે– सर्वत्र वायसाः कृष्णाः, सर्वत्र हरिताः शुकाः । सर्वत्र सुखिनां सौख्यं, दुःखं सर्वत्र दुःखिनाम् ॥ १॥ ભાવાર્થ—“કાગડાઓ સર્વત્ર કાળા જ હોય છે, પોપટો સર્વત્ર લીલા જ હોય છે, સુખી પુરુષોને સર્વત્ર સુખ હોય છે, અને દુઃખી પુરુષોને સર્વત્ર દુ:ખ હોય છે.’’ આ પ્રમાણે સાંભળીને ખુશ થયેલા રાજાએ જગડુશાહનો પ્રણામ† નિષેધ કરીને તેને હાથી ઉપર બેસાડી તેને ઘેર મોકલ્યો. આ પ્રમાણે ધાર્મિકપણું અનુકંપા દાન વડે જ શોભે છે. એ ત્રીજું અનુકંપા દાન કહ્યું. (૪) હવે ચોથું ઉચિત દાન કહે છે—યોગ્ય અવસરે ઇષ્ટ અતિથિ (પ્રાહ્મણા) ને, દેવગુરુના આગમનની તથા નવા કરેલા પ્રાસાદની અને બિંબની વધામણી આપનારને, તેમજ કાવ્ય, શ્લોક, કોઈ સુભાષિત કે વિનોદવાળી કથા વગેરે કહેનારને પ્રસન્ન ચિત્તથી જે દાન આપવું તે ઉચિત દાન કહેવાય છે. દૃષ્ટાંત તરીકે ચક્રવર્તી નિરંતર પ્રભાતકાળે વિહાર કરતા તીર્થંકરની સ્થિતિના ખબર આપના૨ને વર્ષાસન કરી આપે છે. કહ્યું છે કે—બાર કોટી સુવર્ણ અથવા બાર લાખ દ્રવ્ય અથવા છ લાખ દ્રવ્ય એટલું ચક્રવર્તી એક વખતે પ્રીતિદાનમાં આપે છે. સાંપ્રત કાળમાં પણ શ્રી સિદ્ધાચલ ઉપર પ્રાસાદ પૂરો થયાની વધામણી આપનારને વાગ્ભટ્ટ મંત્રીએ સુવર્ણની બત્રીશ જીભો આપી હતી. એકદા જૂનાગઢનો ખેંગાર નામનો રાજા શિકાર કરવા ગયો હતો. ત્યાં ઘણા સસલાઓનો વધ કરી તેને ઘોડાના પૂંછડા સાથે બાંધીને પાછો આવતાં તે માર્ગથી તેમજ પરિવા૨થી ભ્રષ્ટ થયો, અર્થાત્ એકલો ભૂલો પડ્યો. તેવામાં એક બાવળના વૃક્ષની શાખા ઉપર ચડીને બેઠેલા ઢુંઢલ નામના ચારણને જોઈને તેને પૂછ્યું કે—“અરે! તું માર્ગ જાણે છે?’’ ત્યારે તે દયાળુ ચારણે કહ્યું કે– जीव वधंता नरग गई, अवधंता गइ सग्ग । हुं जाणुं दो वाटडी, जिण भावे तिण लग्ग ॥ १ ॥ ૧ જગડુશાહે રાજાને પ્રણામ કરવો નહીં. Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદુ ભાષાંતર–ભાગ ૪ [તંભ ૧૫ અર્થ-“જીવનો વઘ કરનાર નર્ટે જાય છે અને દયા પાળનાર સ્વર્ગે જાય છે; હું તો એ બે માર્ગ જાણું છું, તને ગમે તે માર્ગે જા.” - આ પ્રમાણે વેઘ કરે તેવી દૂઘ જેવી તેની વાણી સાંભળીને તે રાજાને તત્કાળ વિવેક ઉત્પન્ન થયો; તેથી તેણે ત્યાં જ જીવનપર્યત પ્રાણીવઘ ન કરવાનો નિયમ ગ્રહણ કર્યો, તથા તે ચારણનો અશ્વો તથા ગામ વગેરે આપીને ગુરુની જેમ તેનો સત્કાર કર્યો. | વિક્રમ રાજાએ સિદ્ધસેન ગુરુને મન વડે પ્રણામ કર્યો, તે જાણીને ગુરુએ તેને ઘર્મલાભ આપ્યો. રાજાએ પૂછ્યું કે-“હે પૂજ્ય ગુરુ! આ ઘર્મલાભથી શું લાભ થાય?” ત્યારે ગુરુએ કહ્યું કે दुर्वारा वारणेन्द्रा जितपवनजवा वाजिनः स्यंदनौघा लीलावत्यो युवत्यः प्रचलितचमरैर्भूषिता राज्यलक्ष्मीः । उच्चैः श्वेतातपत्रं चतुरुदधितटीसंकटा मेदिनीयं प्राप्यन्ते यत्प्रभावात्रिभुवनविजयी सोऽस्तु ते धर्मलाभः॥१॥ ભાવાર્થ-જેના પ્રભાવથી મદોન્મત્ત હસ્તીઓ, પવનના વેગને જીતનારા ઘોડાઓ, રથના સમૂહ, વિલાસવાળી સ્ત્રીઓ, ચલાયમાન શ્વેત ચામરોથી શોભતી રાજ્યલક્ષ્મી, મોટું શ્વેત છત્ર અને ચાર સમુદ્ર પર્વતની સમગ્ર પૃથ્વી પ્રાપ્ત થાય છે. તેવો ત્રિભુવનને જીતનારો ઘર્મલાભરૂપ આશીર્વાદ તને હો.” આ પ્રમાણે સૂરિનાં વચન સાંભળી તેમના ગુણથી હર્ષ પામેલા રાજાએ તેમને એક કરોડ સોનામહોર આપી, પરંતુ સૂરિ નિઃસ્પૃહ હોવાથી તેમણે તે ઘર્મસ્થાનમાં સ્થાપન કરાવી. ઇત્યાદિ અનેક દ્રષ્ટાંતો ઉચિત દાન સંબંધી જાણવાં. (૫) હવે કીર્તિ દાન એટલે કીર્તિ વડે કરીને ભિક્ષુકાદિકને જે દાન આપવું તે વિષે કહે છે. તેના દ્રષ્ટાંતો નીચે પ્રમાણે એકદા સપાદલક્ષ દેશ (માળવા) ના અધિપતિ અર્ણ નામના રાજા ઉપર દિગ્વિજય માટે નીકળેલા કુમારપાળે ચડાઈ કરી, તે વખતે ઘોડાના પલાણને સવારો પાસે પૂંજાવ્યા. તે જોઈને તેની સાથેના બોંતેર સામંતરાજાઓએ મશ્કરી કરી કે-“આ વાણીઆ જેવો કુમારપાળ લડાઈમાં શું (સામર્થ્ય) કરશે?” આવો તેઓનો અભિપ્રાય જાણીને કુમારપાળે સોળ મણ સોપારીની ગોણી માર્ગમાં પડી હતી, તેને ભાલાના અગ્ર ભાગ વડે ઊંચી કરીને ઉછાળી અને લોઢાના સાત મોટાં કડાયાને પરસ્પર અથડાવીને લોઢાના ભાલા વડે ફોડી નાંખ્યાં. તે અવસરે યોગ્ય વચન બોલવામાં ચતુર એવા આમભટ્ટે કહ્યું કે रे रखे लहु जीवडा, रणे मयगळ मारे; न पीये अणगळ नीर, लेही राय संहारे; अवर न बंधे कोइ, सधर रयणाधर बंधे; वगे राय परमार, अपर राय निरुंधे; ओ कुमारपाळ कोपे चड्यो, फाडी सात कडाह; तिम जे जिणधम्म न मनशे, तेहनी तेहवी चाड. १ Page #38 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૧૭]. દાન ઘર્મની દેશના ૨૯ આ કવિત સાંભળીને રાજાએ તેને કવિતના પ્રત્યક્ષરે અર્થાત્ અક્ષર જેટલા ઘોડા આપ્યા. એકદા કુમારપાળ રાજા શ્રી હેમાચાર્ય ગુરુને દ્વાદશાવર્ત વંદનાપૂર્વક વંદન કરીને ખમાવતા હતા તે વખતે ગુએ તેના પૃષ્ઠ ઉપર હાથ મૂક્યો. તે જોઈને ગાગલિ નામનો કવિ બોલ્યો हेम तुमारा करमहीं, दीसे अद्भुत सिद्धि । जे चंपे हेठा मुहा, ते पामे हरि सम ऋद्धि ॥१॥ આ દુહો સાંભળી કુમારપાળે તેને પોતાના હાથનાં કડાં આપ્યા. ઇત્યાદિ અનેક પ્રબંધો કીર્તિ દાન ઉપર જાણી લેવા. દાન લોભ છોડવા માટે આપવાનું છે. એ લક્ષ્ય જે દાન અપાય તે મોક્ષમાર્ગમાં ઉપયોગી છે. માટે કીર્તિ અર્થે દાન આપે તે લોભ છોડ્યો અને માન મેળવ્યું. એક ગયું ને બીજું આવ્યું. “સુપાત્રદાન ને અભયદાનથી દાતા મુક્તિ પામે, અનુકંપાદાનથી સુખ પામે, ઉચિતદાનથી પ્રશંસા પામે અને કીર્તિદાનથી સર્વત્ર મોટાઈ પામે.”, વ્યાખ્યાન ૨૦૧૭ દાન ધર્મની દેશના श्राद्धानां पात्रभक्तानां, कार्पण्यदोषमुक्तये । देशना दानधर्मस्य, देया तीर्थहितेच्छुभिः॥४॥ ભાવાર્થ-“સુપાત્રની ભક્તિ કરનારા શ્રાવકોને કૃપણતારૂપી દોષનું નિવારણ કરવા માટે તીર્થના હિતેચ્છુ સાધુઓએ દાનધર્મની દેશના આપવી.” તે દાનઘર્મની દેશના નીચે પ્રમાણે– कालेऽल्पमपि पात्राय, दत्तं भूयो भवेद्यथा । નિનાય ચંદ્રના દ્વત્તા, ભાષા: વન્મછિદ્રારા ભાવાર્થ-“યોગ્ય સમયે સુપાત્રને થોડું પણ દાન આપ્યું હોય તો તે મોટું ફળ આપે છે. જેમ ચંદનબાળાએ વીર ભગવાનને અડદના બાકળા આપ્યા, તે તેના પાપનો નાશ કરનાર થયા.” શ્રી વીર ભગવાને કરેલો અભિગ્રહ છ માસે પૂરો થયો, તે વખતે દેવોએ સાડા બાર કરોડ સુવર્ણની વૃષ્ટિ કરી, તેનાથી ઘનાવહ શ્રેષ્ઠીનું ઘર ભરાઈ ગયું, તે જોઈને તેની પડોશમાં રહેનારી એક ડોશીએ વિચાર્યું કે-“માત્ર અડદના બાકળા આપવાથી દુર્બળ તપસ્વી જો આટલી બધી સમૃદ્ધિ આપે છે, તો હું કોઈ પુષ્ટ અંગવાળા મુનિને ઘી તથા સાકર સહિત પરમાત્ર વડે સંતોષ પમાડીને અપાર લક્ષ્મી ગ્રહણ કરું.” પછી તે કોઈ હૃષ્ટપુષ્ટ શરીરવાળા મુનિવેશ ઘારીને બોલાવી ક્ષીરનું દાન દેતી સતી વારંવાર આકાશ સામું જોવા લાગી; તે જોઈને પેલા વેશઘારી સાથએ તે ડોશીનો અભિપ્રાય જાણી તેને કહ્યું કે-“હે મુગ્ધા! મારા તપ વડે અને તારા ભાવ વડે તેમજ આધાર્મિક આહારના દાન વડે તારા ઘરમાં આકાશથી પથ્થરની વૃષ્ટિ થશે, રત્નની વૃષ્ટિ થશે નહીં; કેમકે દાન આપનારની કે લેનારની તેવી શુદ્ધિ નથી.” ઇત્યાદિક કહીને તે ડોશીને પ્રતિબોધ પમાડ્યો. વળી જે નામને યોગ્ય ગુણવાન હોય તે જ શ્રેષ્ઠ પાત્ર છે, બીજો નહીં. પાત્રની પરીક્ષાના સંબંઘમાં Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૫ યુધિષ્ઠિર અને ભીમના સંવાદમાં કહ્યું છે કે—હસ્તિનાપુર નગરને વિષે એકદા ધર્મપુત્ર (યુધિષ્ઠિર) સભામાં બેઠા હતા, તે વખતે દરવાજે ઊભેલા ભીમસેને સભામાં આવીને ધર્મરાજાને કહ્યું કે– मूर्खतपस्वी राजेन्द्र, विद्वांश्च वृषलीपतिः । उभौ तौ तिष्ठतो द्वारे, कस्य दानं प्रदीयते ॥ १ ॥ 30 ભાવાર્થ-“હે રાજન્! એક મૂર્ખ છે પણ તપસ્વી છે, અને બીજો વિદ્વાન છે પણ વૃષલીનો પતિ છે (ભ્રષ્ટ છે). તે બન્ને દ્વારમાં ઊભા છે, તેમાં કોને દાન આપવું?’’ ત્યારે યુઘિષ્ઠિરે કહ્યું કે– सुखसेव्यं तपो भीम ! विद्या कष्टदुराधरी । विद्यां संपूजयिष्यामि, तपोभिः किं प्रयोजनम् ||२|| ભાવાર્થ—“હે ભીમ! તપનું સેવન સુખેથી થઈ શકે છે, પણ વિદ્યા તો મહાકષ્ટથી ભણાય છે, માટે હું વિદ્યાનો સત્કાર કરીશ, માત્ર તપનું શું પ્રયોજન છે?’’ તે સાંભળી ભીમસેન બોલ્યો કે श्वानचर्मगता गंगा, क्षीरं मद्यघटस्थितम् । कुपात्रे पतिता विद्या, किं करोति युधिष्ठिर ॥३॥ ભાવાર્થ-“હે રાજા યુધિષ્ઠિર! જેમ કૂતરાના ચામડાની મસકમાં ભરેલું ગંગાજળ અને મદિરાના ઘડામાં ભરેલું દૂધ કામ આવતું નથી, તેમ કુપાત્રને વિષે રહેલી વિદ્યા પણ શું કામની છે?’’ ભીમસેનમાં આવાં વચન સાંભળી સભામાં બેઠેલા કૃષ્ણ દ્વીપાયન બોલ્યા કે न चैकविद्यया पात्रं, तपसाऽपि च पात्रता । यत्र विद्या चरित्रं च तद्धि पात्रं प्रचक्ष्यते ॥ ४ ॥ ભાવાર્થ-કેવળ વિદ્યા વડે પાત્ર કહેવાય નહીં, તેમજ કેવળ તપ વડે પણ પાત્રતા કહેવાય નહીં, પરંતુ જ્યાં વિદ્યા અને આચાર બન્ને રહ્યા હોય છે, તે જ પાત્ર કહેવાય છે.’’ આ પ્રમાણે હોવાથી પાત્રને દાન આપવું તે જ કલ્યાણકારી છે અને તે દાન ભાવપૂર્વક આપવું. હવે તે દાનના કોઈ અપેક્ષાએ ત્રણ પ્રકાર કહે છે સાત્ત્વિક, રાજસ અને તામસ. તે આ પ્રમાણે– दातव्यमिति યદ્દાનં, दीयतेऽनुपकारिणे । क्षेत्रे काले च भावे च तद्दानं सात्त्विकं स्मृतम् ॥५॥ ભાવાર્થ દેવા યોગ્ય એવું દાન પણ જે ‘અનુપકારીને દેવાય અને યથાયોગ્ય ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કરીને અપાય તે દાન સાત્ત્વિક કહેલું છે.” આવું સાત્ત્વિક દાન શાલિભદ્ર વગેરેએ આપ્યું છે. यस्तु प्रत्युपकाराय फलमुद्दिश्य वा पुनः । प्रदीयते परिक्लिष्टस्तद्दानं राजसं स्मृतम् ॥६॥ ભાવાર્થ-‘જે દાન ઉપકારના બદલામાં પ્રત્યુપકારને માટે દેવામાં આવે અથવા જે દાન કાંઈ ૧. અહીં અનુપકારીને દાન આપવું એમ કહ્યું છે, તેનો અર્થ એમ નથી કે જેણે ઉપકાર કર્યો હોય તેને દાન ન આપવું. પણ એનો આશય આમ છે કે માત્ર પાત્રતા જોઈને દાન આપવું, પછી ભલેને તેણે આપણા ઉપર ઉપકાર કર્યો ન હોય. કારણ કે ઉપકારીને દાન આપવામાં કાંઈ વિશેષતા નથી. Page #40 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૧૭] દાન ધર્મની દેશના ૩૧ ,, પણ ફળની ઇચ્છાએ આપવામાં આવે તે દાન રાજસ કહેલું છે.'' આ બાબતમાં ચંદનબાળાની વૃદ્ધ પાડોશણનું દૃષ્ટાંત છે જે પૂર્વે કહેલું છે. क्रोधाद् बलाभियोगाद्वा, मनोभावं विनाऽपि वा । यद्दीयते हितं वस्तु, तद्दानं तामसं स्मृतम् ॥७॥ ભાવાર્થ-ક્રોધથી, બળાત્કારથી અથવા મનના ભાવ વિના જે સારી વસ્તુ પણ દાનમાં અપાય છે તે દાન તામસ કહેલું છે.’’ આ સંબંધમાં શ્રેણિક રાજાની કપિલા દાસીનું દૃષ્ટાંત જાણવું. હવે નિષ્કામભાવે દાન આપવા વિષે કહે છે– दुल्लहाओ मुधादाई, मुधाजीवीऽवि પુછુહા | मुहादायी ' मुहाजीवि, दोवि गच्छंति सुग्गई ॥८॥ ભાવાર્થ–કોઈ પ્રકારની ઇચ્છા વિના દાન કરનારા દુર્લભ છે, અને નિષ્કપટપણે આજીવિકા ચલાવનારા પણ દુર્લભ છે, બાકી એવા દાતાર અને એવા આજીવિકા કરનાર બન્ને સદ્ગતિને પામે છે. આ વિષય ઉપર ભાગવત નામના કણબીનું દૃષ્ટાંત છે તે નીચે પ્રમાણે કોઈ એક તાપસે કોઈક ભક્તિવાળા પુરુષને કહ્યું કે—“તારે ઘેર મને ચાતુર્માસ રહેવા દે.’’ તે પુરુષે કહ્યું કે—જો તમે પાછો મારો કાંઈ પણ પ્રત્યુપકાર ન કરો તો ખુશીથી રહો.'' તાપસે તે અંગીકાર કર્યું, એટલે પેલાએ તેને રહેવા માટે આવાસ આપ્યો, અને આહારાદિક વડે તેની ભક્તિ કરવા લાગ્યો. એકદા ચોરોએ આવીને તેનો ઘોડો હરણ કર્યો, પણ ગામની બહાર નીકળતાં પ્રાતઃકાળ થઈ જવાથી ચોરોએ વિચાર્યું કે—“હવે અત્યારે આ ઘોડો આપણાથી લઈ જવાશે નહીં.” એમ ઘારીને ઘણા વૃક્ષોની ઘટામાં તે ઘોડાને બાંઘી દઈને તેઓ જતા રહ્યા. પ્રાતઃકાળે પેલો તાપસ સ્નાન કરવા માટે તળાવ ઉપર ગયો, ત્યાં તળાવની સમીપે સાંકડી ગલીમાં પેલો ઘોડો બાંધેલો તેણે જોયો. એટલે ‘“મારા ઉપકારી ભાગવત પટેલનો ચોરોએ હરણ કરેલો આ ઘોડો છે.’' એમ તેણે ઓળખ્યો. તેથી તે પોતાનું ઘોયેલું વસ્ત્ર ત્યાં ભૂલી જવાને મિષે મૂકી દઈ ઘેર જઈને ભાગવત પટેલને કહ્યું કે—‘મારું ઘોયેલું વસ્ત્ર હું તળાવ ઉપર ભૂલી ગયો છું તે મંગાવી દો.’’ તેણે પોતાના ચાકરને તે લેવા મોકલ્યો. તેણે ત્યાં જઈને વસ્ત્ર લીધું, તો પાસે પોતાના શેઠનો ઘોડો બાંધેલો જોયો, એટલે તેને પણ લેતો આવ્યો, અને ઘરઘણીને તે વૃત્તાંત કહ્યો. ઘરઘણીએ મનમાં વિચાર્યું કે—“અહો! આ તપસ્વીએ બીજું મિષ કરીને પણ મારા પર ઉપકાર કર્યો.’ પછી તેણે તાપસને બોલાવીને કહ્યું કે—‘‘હે ભદ્ર! હવે તમે અહીંથી પધારો, કારણ કે ઉપકારીને આપેલું દાન નિષ્ફળ જાય છે.’' હવે મુધાજીવી (નિષ્કપટ જીવનાર) નું દૃષ્ટાંત કહે છે. કોઈ રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો, તેથી તેણે ધર્મની પરીક્ષા કરવા માટે વિચાર કર્યો કે‘‘વાસ્તવિક રીતે દાન લઈને કોણ ભોજન કરે છે? તેની હું તપાસ કરું.” એમ વિચારી તેણે પોતાના સેવકને હુકમ કર્યો કે–‘રાજા લાડુ આપે છે તે આવીને લઈ જાઓ,' એવી સર્વત્ર આઘોષણા કરાવો.’’ તેણે તેમ કરવાથી ઘણા ભિક્ષુકો લાડુ લેવા માટે આવ્યા. તેમને રાજાએ પૂછ્યું કે–‘તમે શા વડે જીવો છો?'' ત્યારે તેમાંથી એક જણ બોલ્યો કે—‘હું મુખ વડે જીવું છું.'' બીજાએ ૧. મુધાવાથી = નિષ્કામભાવે દાન આપનાર ૨. મુધાનીવી = નિષ્કપટપણે જીવન જીવનાર – Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રી ઉપદેશપ્રાસદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૫ કહ્યું કે-“હું પગ વડે જીવું છું.” ત્રીજાએ કહ્યું કે-“હું હાથ વડે જીવું છું.” ચોથાએ કહ્યું કે-“હું લોકોની કૃપાથી જીવું છું.” અને પાંચમા જૈન સાધુએ કહ્યું કે-“હું મુઘા જીવું છું.” પછી રાજાએ ફરીથી તેમને પૂછ્યું કે-“શી રીતે?” ત્યારે પહેલાએ કહ્યું કે-“હું કથા કહેનાર છું, તેથી માણસોને રામાયણ વગેરેની કથા કહું છું, તેથી મારી આજીવિકા ચાલે છે, માટે મુખ વડે જીવું છું.” બીજાએ કહ્યું કે-“હું કાસદ છું, તેથી લોકોનું કાસદિયું કરીને આજીવિકા ચલાવું છું, તેથી પગ વડે જવું છું.” ત્રીજાએ કહ્યું કે-“હું લહિયો છું, તેથી લખવા વડે આજીવિકા ચલાવું છું; માટે હાથ વડે જીવું છું.” ચોથાએ કહ્યું કે-“હું ભિક્ષુક છું, તેથી લોકોની કૃપાથી ભીખ માંગીને આજીવિકા ચલાવું છું.” જૈન સાધુએ કહ્યું કે-“હું ગૃહસ્થનો પુત્ર છું, પણ સંસારની અસારતા જોઈને મેં વૈરાગ્ય વડે દીક્ષા ગ્રહણ કરી છે, તેથી યથાકાળે જેવો આહાર મળી જાય તેવા આહારથી ચલાવી લઉં છું, માટે મુઘા જીવું છું.” આ પ્રમાણે સાંભળીને રાજાએ વિચાર્યું કે “અહો! આ જ ઘર્મ સર્વ દુઃખનો નાશ કરનાર અને મોક્ષને સાઘનાર છે. આ પ્રમાણેનો નિશ્ચય કરીને તેણે જૈનઘર્મ અંગીકાર કર્યો. વળી દાનરૂપી અલંકાર વિનાની લક્ષ્મી પથ્થર અને મળરૂપ જ છે. જુઓ, નવનંદરાજાએ કૃપણતાદોષથી પાત્રદાન કર્યા વિના માત્ર પ્રજાને અત્યંત પીડા કરીને સુવર્ણની નવ ડુંગરીઓ કરી, તે દુર્ભાગ્ય યોગે કાળે કરીને પથ્થરરૂપ થઈ ગઈ. હજુ સુધી તે ડુંગરીઓ પાટલિપુર નગર પાસે ગંગાનદીને કાંઠે પીળા પથ્થરરૂપે દેખાય છે. રાજગૃહી નગરીમાં મમ્મણ શ્રેષ્ઠીએ મણિજડિત બે બળદ કર્યા હતા. તેમાં એક બળદનું શીંગડું અધૂરું હતું તે પૂરું કરવા માટે તે અનેક પ્રકારનાં કષ્ટ સહન કરતો હતો, પરંતુ પાત્રદાન નહીં કરવાથી તે બળદ પૃથ્વીમાં ને પૃથ્વીમાં જ વિનાશ પામી ગયા. તેથી મળેલા ઘનનું સુપાત્રમાં દાન કરવું જોઈએ. દાન શત્રુને આપ્યું હોય તો વૈરનો નાશ કરે છે, સેવકને આપવાથી તે વિશેષ ભક્તિમાન થાય છે, રાજાને આપવાથી ઉત્કૃષ્ટ સન્માન પામી શકાય છે, અને ભાટ, કવિ કે ચારણ વગેરેને આપવાથી સર્વત્ર યશ ફેલાય છે. દાન કોઈ પણ સ્થાને આપેલું નિષ્ફળ જતું નથી. તેમાં પણ સુપાત્રને દાન આપવાથી તો તે વિશેષ કલ્યાણકારી થાય છે. કહ્યું છે કે जले तैलं खले गुह्यं, पात्रे दानं मनागपि । प्राज्ञे शास्त्रं सतां प्रीतिर्विस्तारं यात्यनेकधा ॥४॥ ભાવાર્થ-જળમાં તેલ, ખળ પુરુષમાં છાની વાત, સુપાત્રમાં થોડું પણ દાન, ડાહ્યા પુરુષમાં વિદ્યા અને સન્મુરુષ સાથે પ્રીતિએ અલ્પ હોય તો પણ અનેક પ્રકારે વિસ્તાર પામે છે.” અહીં કોઈ શંકા કરે કે–પાત્ર અને અપાત્રનો વિચાર તો કૃપણ માણસ કરે છે, પણ ઉદાર માણસ કરતો નથી. તે વિષે કહ્યું છે કે पत्त परिक्खह किं करूं, दीजे मग्गंताहिं । किं वरिसंतो अंबुहर, जोवे सम विसमाइं॥४॥ ભાવાર્થ-“પાત્રની પરીક્ષા શા માટે કરવી? જે માગે તેને આપવું; કેમકે શું મેઘ સમ વિષમ પ્રદેશ જોઈને વૃષ્ટિ કરે છે? ના, ના, તે તો સર્વત્ર વૃષ્ટિ કરે છે.” આ શંકાનો ઉત્તર કહે છે वरिसो वरिसो अंबुहर, वरसीडां फळ जोइ । धंतुरे विष इक्खुरस, एवसो अंतर होइ॥१॥ Page #42 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૧૮] સુપાત્રદાનનું માહાત્મ્ય 33 “હે વરસાદ! ભલે તું ગમે ત્યાં વરસ, પણ વરસ્યાનાં ફળ જો; ધંતૂરામાં તો તારા જળથી વિષ ઉત્પન્ન થશે, અને શેરડીમાં ઇક્ષુરસ ઉત્પન્ન થશે. એટલું પાત્ર અને અપાત્રમાં અંતર પડશે.’’ વ્યાખ્યાન ૨૧૮ સુપાત્રદાનનું માહાત્મ્ય पात्रे यच्छति यो वित्तं, निजशक्त्या सुभक्तितः । सौख्यानां भाजनं स स्याद्यथा धन्योऽभवत्पुरा ॥१॥ ભાવાર્થ-જે મનુષ્ય પોતાની શક્તિ પ્રમાણે ભક્તિપૂર્વક પાત્ર વિષે દાન આપે છે તે ઘનાની જેમ સર્વ સુખનું ભાજન (પાત્ર) થાય છે.’’ ધનાનું દૃષ્ટાંત પૃથ્વીપુર નામના નગરથી એક વણિક પોતાના કુટુંબ સહિત દૈવયોગે પ્રતિષ્ઠાનપુર નામના નગરમાં આવ્યો. તેના કુળમાંથી એક ડોસીનો છોકરો લોકોનાં વાછરડાં ચારીને નિર્વાહ કરતો હતો. એક દિવસ કોઈક પર્વ હોવાથી દરેક ઘેર ખીરનું ભોજન કરતા લોકોને જોઈને તે છોકરાને ખીર ખાવાની ઇચ્છા થઈ. તેથી તે ઘેર આવીને પોતાની માને વારંવાર કહેવા લાગ્યો કે મને ખીર આપ.’’ કહ્યું છે કે— चौरा बल्लका विय, दुज्जण विज्जाय विप्प पाहूणया । नच्चणि धूत्त नरिंदा, परस्स पीउं न याति ॥ १ ॥ ભાવાર્થ—“ચોર, બાલક, દુર્જન, વૈદ્ય, બ્રાહ્મણ, પરોણો, વેશ્યા, ઘૂર્ત અને રાજા બીજાનાં દુઃખને જાણતા નથી.’’ પુત્રનાં વચન સાંભળીને ડોશી દરદ્રી હોવાથી ખીર કરી શકે તેમ નહોતું, તેથી તે શોકથી રોવા લાગી. ત્યારે તેની પાડોશની સ્ત્રીઓએ દયાથી તેને દૂધ, ખાંડ, ઘી અને ચોખા વગેરે સર્વ સામગ્રી આપી; એટલે ડોશીએ દૂધ ને ચોખાની ખીર બનાવી અને તેમાં ખાંડ તથા ઘી નાંખી પુત્રને પીરસી. પછી તે કોઈ કાર્ય માટે બીજે ઘેર ગઈ, તેટલામાં એક મહાત્મા મુનિ માસખમણને પારણે ત્યાં પધાર્યા. તેમને જોઈને પેલો છોકરો બહુ ખુશી થયો અને બોલ્યો કે–‘હે દયાના ભંડાર મુનિ! આ ખીર ગ્રહણ કરો.' મુનિએ પાત્ર ઘર્યું, એટલે તેણે મુનિનાં પાત્રામાં ખીર વહોરાવી; તે વખતે તેણે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. પછી તેની માએ બહારથી આવીને ફરીને બાકી રહેલી ખીર તેને પીરસી, તે સર્વ ખાઈ જવાથી તેને વિષુચિકાનો વ્યાધિ થયો. તેથી તે જ રાત્રીએ મરણ પામીને તે તે જ નગ૨માં ઘનસાર નામના શ્રેષ્ઠીનો પુત્ર થયો અને તેનું નામ ધનો રાખવામાં આવ્યું. તેના મોટા ત્રણ ભાઈઓ પરણેલા હતા. ધનાનો જન્મ થયો ત્યારથી ઘનસાર શ્રેષ્ઠીનું ઘન અધિક વૃદ્ધિ પામવા લાગ્યું. યોગ્ય વયનો થતાં ઘનો સમગ્ર કળાઓ શીખ્યો, અને ઉત્તમ ગુણોથી માતાપિતાનો અતિ પ્રીતિપાત્ર થયો. તે વખતે તેના મોટા ત્રણ ભાઈઓ પોતાના માતાપિતાને કહેવા લાગ્યા કે—“આ લઘુ છતાં તમે તેનો અત્યંત આદર કેમ કરો છો?’’ ત્યારે તેમણે કહ્યું કે—“તેના ગુણોથી તે વિશેષ સત્કારને લાયક છે.’’ તે સાંભળી ત્રણે જણા બોલ્યા કે–‘એમ હોય તો તેના અને અમારા |ભાગ ૪-૩ Jain Educa Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૫ ગુણોની પરીક્ષા કરો.” પિતાએ પરીક્ષા કરવા માટે ચારે પુત્રોને બત્રીસ-બત્રીશ સોનામહોરો આપી, અને કહ્યું કે-“આટલા દ્રવ્ય વડે વેપાર કરીને નફો કરી લાવો.” ઘનાએ તે દિવસે પશવ્યાપારમાં લાભ થવો જાણીને તે દ્રવ્યનો એક બળવાન મેંઢો લીઘો. પછી રાજપુત્રના મેંઢા સાથે લડાવવા માટે હજાર સોનામહોરની શરત કરીને તેની સાથે લડાવ્યો. તેમાં રાજપુત્રનો મેંઢો હાર્યો, તેથી એક હજાર સોનામહોર મેળવીને તે પોતાને ઘેર ગયો. તેના મોટા ત્રણે ભાઈઓએ પોતપોતાને મળેલી બત્રીશ બત્રીશ સોનામહોર વડે જુદા જુદા વેપાર કર્યા, પણ તેમાંથી કાંઈ નફો મેળવ્યો નહીં. એ પ્રમાણે અનેક ઉપાયો ઘનાના સફળ થયા, અને મોટા ત્રણ ભાઈઓના નિષ્ફળ થયા. હવે તે ગામમાં એક ઘનાઢય શ્રેષ્ઠી રહેતો હતો. તે અતિ પણ હોવાથી તેણે ઘરમાં ખાડો ખોદીને તેમાં કેટલુંક ઘન દાઢ્યું હતું. બાકીના દ્રવ્યના અમૂલ્ય રત્નો લઈને પોતાના સૂવાના ખાટલાના પાયા વગેરેમાં ગુપ્ત રીતે છુપાવ્યા હતા, અને પેલા ખાડા ઉપર તે ખાટલો રાખી તેની ઉપર તે નિરંતર સૂઈ રહેતો હતો. પછી જ્યારે તે મરવા પડ્યો ત્યારે તેણે પોતાના પુત્રોને કહ્યું કે-“જ્યારે હું મરી જાઉં, ત્યારે આ ખાટલા સહિત મારો અગ્નિસંસ્કાર કરજો.” અનુક્રમે કાંઈ પણ દાન પુણ્ય કર્યા વિના તે વૃદ્ધ મૃત્યુ પામ્યો; એટલે તેને તેના પુત્રો ખાટલા સહિત સ્મશાનમાં લઈ ગયા. કેમકે તેઓ તે ખાટલામાં રત્નો છે એવું જાણતા નહોતા. સ્મશાનમાં ચાંડાલે પોતાનો હક્ક હોવાથી તે ખાટલો માગ્યો; તે આપવાની ના કહેવાથી તેની સાથે તેમને કજિયો થયો. છેવટે પોતાના સંબંધીઓના કહેવાથી તેઓએ તે ખાટલો ચાંડાલને આપ્યો, એટલે ચાંડાલ તે ખાટલો વેચવા માટે ચૌટામાં લઈ ગયો. તે વખતે લબ્ધલક્ષ ઘનાએ કેટલાક ચિહ્નોથી તે ખાટલાને દ્રવ્યસંયુક્ત જાણીને યોગ્ય મૂલ્ય આપીને તે ખાટલો ખરીદ કર્યો. ઘેર જઈને ખાટલો ભાંગ્યો, તો તેમાંથી અમૂલ્ય રત્નો નીકળ્યાં, તેથી ઘન મોટો ઘનાઢ્ય થયો. તેના ભાઈઓને આ જોઈને તેના પર ઘણી ઈર્ષા થઈ, તેથી તેઓ તેને મારી નાખવા સુઘીના ઉપાયો ચિંતવવા લાગ્યા. તે વૃત્તાંત તે ભાઈઓની વહુઓએ પુત્રના જેવી પ્રીતિથી ઘનાને એકાંતમાં કહ્યા. તે સાંભળી ઘનો ઘરમાંથી એકલો જ નીકળી ગયો; અને પૃથ્વી ઉપર ભમતો ભમતો રાજગૃહી નગરીની સમીપે પહોંચી તેની બહારના એક ઉદ્યાનમાં વિશ્રામ લેવા માટે બેઠો. તે ઉદ્યાન પ્રથમ દૈવયોગે કેવળ સુકાઈ ગયું હતું, તે ઘનાના પુણ્યપ્રભાવ પડે તત્કાળ નવપલ્લવિત અને પુષ્પફળવાળું થઈ ગયું, તે જોઈને ઉદ્યાનના રક્ષકે તે વૃત્તાંત તેના ઘણી કુસુમપાળ શ્રેષ્ઠીને કહ્યો. તે સાંભળી કુસુમપાળ શ્રેષ્ઠી વિસ્મય પામ્યો, અને ઘનાને પોતાને ઘેર તેડી લાવી પોતાની પુત્રી તેને આપી. તે વખતે તે નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા, તેમણે પણ હર્ષિત થઈને પોતાની પુત્રી ઘનાને આપી. રાજપુત્રીની સખી સુભદ્રા નામની શાલિભદ્રની બહેન હતી, તેને પણ તેના સ્વજનોએ ઘનાને આપી. તે ત્રણે કન્યાઓનાં લગ્ન મોટી સમૃદ્ધિપૂર્વક શ્રેણિક મહારાજાએ કર્યા. પછી રાજાએ તેને રહેવા માટે મોટો મહેલ આપ્યો, તેમાં રહીને ઘનો પૂર્વજન્મમાં આપેલા સુપાત્રદાનનું ફળ ભોગવવા લાગ્યો. શ્રેણિક રાજાએ કેટલાંક ગામો પણ તેને આપ્યાં. એક વખતે ઘનો પોતાના મહેલની બારીમાં બેઠો હતો, તે સમયે તેણે પોતાના કુટુંબને ગરીબ હાલતમાં તે શહેરમાં ફરતું જોયું. એટલે તેમનો સત્કાર કરી ઘેર લઈ આવી, કેટલાંક ગામ વગેરે Page #44 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૧૮] સુપાત્રદાનનું માહાભ્ય ૩૫ આપીને ફરીથી તેમને સુખી કર્યા. કેટલોક કાળ ગયા પછી ઘનાના મોટા ત્રણ ભાઈઓએ એક દિવસ પોતાના પિતાને કહ્યું કે–“હે પિતા!ઘરનું સમગ્ર દ્રવ્ય આજ ને આજ વહેંચીને અમારો ભાગ અમને આપો.” પિતાએ કહ્યું કે-“હે મૂખ! હાલ તો તમે બધું ઘનાનું મેળવેલું દ્રવ્ય જ ભગવો છો તેમાં મારું શું છે કે હું તમને વહેંચી આપું?” ત્યારે તેઓ બોલ્યા કે-“જ્યારે ઘનો ઘરથી નાસી ગયો હતો, ત્યારે ચોરની જેમ ઘરમાંથી રત્નાદિક સારભૂત વસ્તુઓ લઈ ગયો હતો, તેથી ઘનાના પુત્રો ભલે રાજ્ય ભોગવે, પણ અમે તો અમારો દ્રવ્યનો ભાગ લીધા વિના આવતી કાલે જમવાના નથી.” આ પ્રમાણે કુટુંબમાં ક્લેશ થતો જાણીને ઘનો તે જ રાત્રીએ એકલો ઘર છોડીને ચાલતો થયો. ચાલતાં ચાલતાં ઘનો કૌશાંબી નગરીએ પહોંચ્યો. ત્યાં મૃગાવતી રાણીના પતિ શતાનિક રાજા રાજ્ય કરતા હતા. ઘનો નગરીના ચૌટામાં ગયો, ત્યાં તેણે રાજાએ કરાવેલી આઘોષણા સાંભળી કે“રાજાના ભંડારમાં એક અમૂલ્ય રત્ન છે, તેની જે કોઈ પરીક્ષા કરશે તેને રાજા આ પ્રમાણેની વસ્તુઓ આપશે हस्तिनां शतमेकं च, वाजिनां शतपंचकम् । सौभाग्यमंजरी पुत्री, ग्रामपंचशतीयुताम् ॥१॥ ભાવાર્થ-એકસો હાથી, પાંચસો ઘોડા અને પાંચસો ગામ સહિત સૌભાગ્યમંજરી નામની પુત્રી" આવી ઉદ્ઘોષણા સાંભળીને ઘનો તેનું નિવારણ કરીને રાજસભામાં ગયો; અને રત્નની પરીક્ષામાં નિપુણ હોવાથી તેણે તે રત્નની પરીક્ષા કરી. તેથી વિસ્મય પામેલા રાજાએ ઘણા દ્રવ્ય સહિત પોતાની પુત્રી તેને પરણાવી. ત્યાં સુખમાં નિમગ્ન થયેલો ઘનો કાળ નિર્ગમન કરવા લાગ્યો. એક દિવસે પોતાની કીર્તિને માટે લોકરીતિને અનુસરીને ઘનાએ નગરીના સમીપ ભાગમાં એક તળાવ ખોદાવવા માંડ્યું. અહીં ઘનસાર શ્રેષ્ઠીના ઘરમાંથી ઘનો ગયો ત્યારથી તેની સ્થિતિ નબળી થવા લાગી. છેવટે એવી સ્થિતિ થઈ કે घृतं नास्ति तैलं नास्ति, नास्ति मुद्गो युगंधरी । वल्लार्थं लवणं नास्ति, तत्रास्ति यत्प्रभुज्यते ॥१॥ ભાવાર્થ-“ઘી નથી, તેલ નથી, મગ કે જુવાર પણ નથી, વાલમાં નાખવા લૂણ પણ નથી અર્થાતું એવું કાંઈ પણ નથી કે જે ખાઈ શકાય.” આવી સ્થિતિ થવાથી ઘનસાર શેઠે ઘનાની બે પત્નીઓને તો તેમને પિયર મોકલી, પણ શાલિભદ્રની બહેને પિયર જવાની ના પાડી અને કહ્યું કે सुखे च विभवोल्लासे, सेव्यं स्त्रीभिः पितुर्गृहम् ।। श्वशुरस्य गृहं दुःखे, सुखे दौस्थ्येऽपि सर्वदा ॥१॥ ભાવાર્થ-“સુખના વખતમાં અને વૈભવના સમયમાં સ્ત્રીઓએ પિતાને ઘેર જવું, અને સસરાના ઘરમાં તો સુખમાં, દુઃખમાં અને ખરાબ સ્થિતિમાં પણ સર્વદા રહેવું.” આ પ્રમાણે તે વહુનું વચન સાંભળીને ઘનસાર હર્ષિત થયો. પછી પુત્રોને અને વહુઓને લઈને તે રાત્રીએ ગામમાંથી નીકળી ગયો. અનુક્રમે ફરતો ફરતો તે કૌશાંબી નગરીમાં આવ્યો. ત્યાં તેણે સાંભળ્યું કે–“અહીં એક તળાવ ખોદાય છે.” તે સાંભળી પોતાની આજીવિકા ચલાવવા માટે તે કુટુંબ સહિત ત્યાં ગયો. ત્યાં પુરુષોને હમેશાં બે દીનાર અને સ્ત્રીઓને એક દીનાર મળતી, Page #45 -------------------------------------------------------------------------- ________________ 39 શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૫ ઉપરાંત રાંધેલું અન્ન ખાવા મળતું. તેથી તે સરોવરમાં બીજા મજૂરોની સાથે તે પણ કુટુંબ સહિત મજૂરી કરવા રહ્યો, અને પોતાનો નિર્વાહ કરવા લાગ્યો. એક દિવસ ઘનો ઘોડાપર ચડીને તે તળાવ જોવા આવ્યો. ત્યાં મજૂરોની સાથે કામ કરતું પોતાનું કુટુંબ અને પત્નીને જોઈને તે વિચાર કરવા લાગ્યો કે—“અહો! દૈવે આ શું કર્યું? गोभद्रो जनको यस्या, भद्रा यस्या जनन्यहो । शालिभद्रानुजा सेयं, शीर्षे वहति मृत्तिकाम् ॥ १॥ ભાવાર્થ-અહો! જેનો પિતા ગોભદ્ર છે, અને જેની માતા ભદ્રા છે, તે આ શાલિભદ્રની નાની બહેન મસ્તક ઉપર માટી વહન કરે છે.’’ આ પ્રમાણે વિચારીને ઘનાએ અજાણ્યા થઈને તેમને પૂછ્યું કે—‘તમે ક્યાં રહો છો? અને ક્યાંથી આવ્યા છો?’' ત્યારે શ્રેષ્ઠીએ લગ્ન સહિત પોતાના કુટુંબનો સર્વ વૃત્તાંત કહ્યો. પછી કહ્યું કે—‘હે જગતપાલક! મારા કુટુંબને છાશ વિના બહુ અડચણ પડે છે તેથી છાશ આપવાની કૃપા કરો.’ ત્યારે ઘનાએ કહ્યું કે-‘છાશ લેવા માટે ખુશીથી તમારી વહુઓને મારે ઘેર મોકલજો.'' પછી હમેશાં ચારે વહુઓ તેને ઘેર છાશ લેવા માટે વારાફરતી જવા લાગી. એક દિવસ સુભદ્રાનો વારો હોવાથી તે ગઈ, ત્યારે તેને ઘનાએ પૂછ્યું કે−‘‘હે ભદ્રે! તું કોણ છે?’’ તે લગ્નથી નીચું મુખ રાખીને બોલી કે—‘‘તમે મને વારંવાર પૂછશો નહીં. હું ગોભદ્રશેઠની પુત્રી અને શાલિભદ્રની બહેન છું. તમારા નામના એક શ્રેષ્ઠીના પુત્રને હું પરણી હતી, પરંતુ ઘરમાં ક્લેશ થવાથી તે મને તજીને કોઈક સ્થાને જતા રહ્યા છે.’” તે સાંભળી ઘનાએ કહ્યું કે—“હે ભદ્રે ! પતિના વિયોગે તું શી રીતે રહી શકે છે? માટે તું પતિવ્રત છોડીને મારી સાથે ભોગ ભોગવ.’’ તે સાંભળીને સુભદ્રા બોલી કે– गतियुगलकमेवोन्मत्तपुष्पोत्करस्य त्रिनयनतनुपूजां वाऽथवा भूमिपातः । विमलकुलभवानामंगनानां पतिकरफरसो वा सेवते शरीरं सप्तजह्वः ॥१॥ ભાવાર્થ-‘ખીલેલા પુષ્પોની બે જ ગતિ હોય છે, તે કાં તો મહાદેવના શરીરની પૂજાના ઉપયોગમાં આવે છે અથવા તો ખરીને ભૂમિ પર પડે છે; તેવી જ રીતે નિર્મળ કુળમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓના શરીરને પણ પોતાના સ્વામીના હાથનો સ્પર્શ થાય છે અથવા તો અગ્નિ તેનું સેવન કરે છે.’’ આ પ્રમાણે ઘણી રીતે તેની પરીક્ષા કરતાં તેને દૃઢ શીળવાળી જાણીને ઘનાએ પૂર્વનો સર્વ વૃત્તાંત તેને જણાવ્યો, એટલે સુભદ્રા તેમને પોતાના ભત્તુર તરીકે ઓળખીને લક્ષ્મથી નીચું જોઈ રહી. પછી ઘનાએ તેને ઘરમાં મુખ્ય પદવી આપી સર્વની સ્વામિની કરી. આ વૃત્તાંત ઘનસારે સાંભળ્યું, તેથી લોકો પાસે ઘનાની નિંદા કરતા કરતા તે ઘનાને ઘેર ગયા. ઘનાએ પોતાની ઓળખાણ આપી નમસ્કાર કરીને તેમને ઘરમાં રાખ્યા. એવી જ રીતે અનુક્રમે પોતાની મા તથા મોટા ભાઈઓને પણ સત્કાર કરીને ઘરમાં રાખ્યા. પછી તે મોટા ભાઈઓની ત્રણ વહુઓ બાકી રહી. તેમણે વિચાર્યું કે—“આપણા સાસુસસરાને તથા સ્વામીને Page #46 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૧૮] સુપાત્રદાનનું માહાત્મ્ય 39 ઘનાએ કેદ કર્યા છે, માટે તેની ફરિયાદ કરવા માટે આપણે શતાનિક રાજાની સભામાં જઈએ.'' આમ નિશ્ચય કરીને તે વહુઓએ રાજસભામાં જઈ રાજાને આશીર્વાદ દઈને કહ્યું કે—અમે ઉદરનિર્વાહને માટે તમારા નગરમાં આવ્યાં છીએ. પરંતુ તળાવ ખોદાવનાર ઘનાએ અમારા આખા કુટુંબનું હરણ કર્યું છે, તેને જીવતું રાખ્યું છે કે મારી નાંખ્યું છે તેની પણ ખબર નથી, માટે હે પાંચમા લોકપાળ! તમે તેની શોધ કરો.'' આવી ફરિયાદ સાંભળીને શતાનિક રાજાએ પોતાના સેવકોને મોકલી ઘનાને કહેવરાવ્યું કે—‘આ ફરિયાદણોના કુટુંબના માણસોને જલદી છોડી મૂકો.’’ ઘનાએ જવાબમાં કહેવરાવ્યું કે—“હું કદાપિ અન્યાય કરું જ નહીં, અને કદાચ કરું તો તેમાં રાજાને વચમાં આવવાની શી જરૂર છે?’’ આ પ્રમાણેનાં તેનાં ગર્વિષ્ઠ વચનો સાંભળીને, તે જમાઈ હતો તો પણ, તેને હણવા માટે રાજાએ સેના મોકલી. ઘનો પુણ્યશાળી હોવાથી લડાઈમાં જય પામ્યો. ત્યારે પ્રધાનોએ રાજાને વિનંતિ કરી કે—“હે રાજેંદ્ર ! આ ધનો કદાપિ અનીતિ કરે તેવો નથી, મહા ધર્માત્મા છે, અને પરસ્ત્રીનો સહોદર છે. માટે આ સ્ત્રીઓને જ વિશેષ પૂછવાથી કાંઈક ખબર પડશે.’’ એમ કહી રાજાના મનને શાંત કરી પ્રધાનોએ તે સ્ત્રીઓને પૂછ્યું કે—ઘના નામનો તમારો કોઈ સ્વજન છે?’’ તેઓ બોલી કે—“હા, અમારો દિયર ઘના નામે હતો. પણ તે ઘરની સમગ્ર લક્ષ્મીનો ત્યાગ કરી અમને મૂકીને ક્યાંક જતો રહેલો છે. તે જીવે છે કે નહીં તેની પણ અમને ખબર નથી.’ પ્રધાનોએ પૂછ્યું કે—“તમે તમારા દિયર ઘનાના શરીરનું કાંઈ પણ ચિહ્ન જાણો છો?’’ તેઓ બોલી કે—હા, તે જ્યારે નાનો હતો ત્યારે તેને નવરાવતાં અમે તેના પગમાં પદ્મનું ચિહ્ન જોયું હતું.’' તે સાંભળીને પ્રધાનોએ ઘનાને ત્યાં બોલાવ્યો. ધનો ત્યાં આવી પોતાની ભાભીઓને નમીને બોલ્યો કે—‘શું શ્રેણિક રાજાની પુત્રીના પતિ ઘનાને ઘારીને તમે મને બોલાવ્યો છે?’’ તે સ્ત્રીઓ બોલી કે “અમે ભક્તિપૂર્વક તમારા પગ ધોઈને, અમારા દિયર તમે છો કે નહીં, તેની ખાતરી કરીશું.'' ઘનાએ કહ્યું કે—‘પરસ્ત્રીનો સ્પર્શ કરવાથી પાપ લાગે છે. હું પરસ્ત્રી સાથે બોલતો પણ નથી, તો સ્પર્શની તો વાત જ શી કરવી?’’ પછી પ્રધાનોના અને રાજાના કહેવાથી ઘનાએ હાસ્ય કરવું તજી દઈને પોતાની ભાભીઓને આદરસત્કાર પૂર્વક પોતાને ઘેર મોકલી. પછી પોતાના પાંચસો ગામ પોતાના ભાઈઓને આપી બન્ને પત્નીઓને સાથે લઈને ઘનો રાજગૃહી નગરીમાં ગયો. ત્યાં બીજા શ્રેષ્ઠીઓની ચાર કન્યાઓને તે પરણ્યો. આ પ્રમાણે ધનાને કુલ આઠ સ્ત્રીઓ થઈ. અહીં ઘનાના ભાઈઓએ પાંચસો ગામોમાં અહંકારથી પોતાની આજ્ઞા પ્રવર્તાવી. તેમના દુર્ભાગ્ય વડે તે બધા ગામોમાં દુકાળ પડ્યો; લોકો કાગડાની જેમ નાસી ગયા. પછી તે દુર્ભાગી ત્રણે ભાઈઓ ઘઉંના પોઠિયા ભરીને રાજગૃહી નગરીમાં વેચવા માટે આવ્યા. ઘનાએ તેમને જોયા; એટલે તેમનો સત્કાર કરીને પોતાને ઘેર લઈ ગયો. પરંતુ તેમને નાના ભાઈને ઘેર રહેવાનું પસંદ પડ્યું નહીં. તેથી તેઓના કહેવાથી ઘનાએ સર્વ દ્રવ્યના સરખા ભાગ પાડી તેમને ચૌદ ચૌદ કરોડ સોનામહોરો આપી. તે દ્રવ્ય લઈને તેઓ નગર બહાર જતા હતા; તેવામાં ગામના સીમાડામાં જ ધનના અધિષ્ઠાયક દેવોએ તેમને રોક્યા, અને કહ્યું કે—“આ ધન તમારા ભાગ્યનું નથી. એ ધનનો ભોક્તા તો ભાગ્યશાળી ઘનો જ છે.’’ આવાં વચનો સાંભળીને તેઓ ગર્વ રહિત થયા, અને પાછા વળીને ઘનાને શરણે ગયા. ઘનાએ સત્કાર કરીને તેમને ઘરમાં રાખ્યા, એટલે તેઓ ત્યાં સુખે રહેવા લાગ્યા. ૧ રાજા પાંચમો લોકપાળ કહેવાય છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી ઉપદેશપ્રાસાદે ભાષાંતર–ભાગ ૪ સ્તિંભ ૧૫ એકદા ચાર જ્ઞાનને ઘારણ કરનારા ઘર્મઘોષ નામના સૂરિ ત્યાં પઘાર્યા. ઘન પોતાના ભાઈઓ સહિત સૂરિને વાંદવા ગયો. સૂરિને વાંદી દેશના સાંભળીને ઘનાએ નમ્રતાપૂર્વક પૂછ્યું કે-“હે ભગવન્! મારા ત્રણે ભાઈઓ કયા કર્મથી નિર્ધન રહ્યા?” તે સાંભળી ગુરુએ તેમનો પૂર્વભવ આ પ્રમાણે કહ્યો કે “કોઈ એક ગામમાં ત્રણ ભાઈઓ કાષ્ઠના ભારા વેચીને આજીવિકા ચલાવતા હતા. એક દિવસ લાકડાં લેવા માટે તેઓ સાથે ખાવાનું ભાતું લઈને વનમાં ગયા. મધ્યાહ્નકાળે ખાવા બેઠા, તે વખતે કોઈ સાધુ માસક્ષપણને પારણે ત્યાં આવ્યા. તેમને જોઈને દાન આપવાની ઇચ્છા થવાથી તેમણે પોતાના ભાતામાંથી દાન દીધું. મુનિ ગયા પછી તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે “આપણે ભૂલ કરી, આ સાધુ ફોગટનું લઈને જતા રહ્યા અને આપણે ભૂખ્યા રહ્યા. એ સાધુ કાંઈ ઉત્તમ કુળના નહોતા; પણ એમાં તેનો દોષ નથી, આપણે જ મૂર્ખ કે ફોગટ ભૂખે મર્યા.” આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતા કરતા તેઓ પોતાને ઘેર ગયા. અનુક્રમે આયુષના ક્ષયે મરણ પામીને અલ્પદ્ધિવાન વ્યંતરપણું પામી ત્યાંથી અવીને તેઓ અહીં ઉત્પન્ન થયા છે. પૂર્વે મુનિરાજને દાન આપીને પશ્ચાત્તાપ કરવાથી આ ભવમાં વારંવાર નિર્ધનપણું પામ્યા છે. કહ્યું છે કે पश्चात्तापो न तत्कार्यो, दत्ते दाने मनीषिभिः । किं तु पुण्यद्रुमो भावजलेन परिषिच्यते ॥४॥ ભાવાર્થ-“દાન દઈને સુજ્ઞ પુરુષોએ પશ્ચાત્તાપ કરવો નહીં. પરંતુ ભાવરૂપી જળ વડે પુણ્યરૂપી વૃક્ષનું સિંચન કરવું.” પછી શાલિભદ્રની બહેન સુભદ્રાએ ગુરુને પૂછ્યું કે–“હે ગુરુ! કયા કર્મ કરીને મેં માટીનું વહન કર્યું?” ગુરુ બોલ્યા કે-“જ્યારે પૂર્વ ભવમાં ઘનો એક ડોશીનો પુત્ર હતો અને ગાયો ચારતો હતો, ત્યારે તમે પહેલી ચારે પ્રિયાઓ તેના પાડોશમાં રહેનારી પાડોશણો હતી. ઘનાએ ખીર માગી અને તેની માતા રોઈ, તે વખતે તમે ચારે દયાળુ પાડોશણો ભેગી થઈ અને તેને ખીર કરી આપવા માટે તમારામાંથી એકે દૂઘ, બીજીએ ચોખા, ત્રીજીએ ખાંડ અને ચોથીએ ઘી આપ્યું હતું. તે કાર્યથી તમે ચારેએ જે પુણ્ય ઉપાર્જન કર્યું હતું તેના પ્રભાવથી તમે આ ભવમાં રાજપુત્રી વગેરે થયાં છો. હવે હે સુભદ્રા! તેં માથે માટી વહન કરવાનું જે કર્મ બાંધ્યું હતું તેનું કારણ સાંભળ-પૂર્વે તારી દાસીએ માથે છાણ ઉપાડતાં વધારે ભાર લાગવા સંબંધી તને કાંઈક અરજ કરી, એટલે તેં તિરસ્કાર પૂર્વક તેને કહ્યું કે- તું તો મોટી શેઠાણી ખરીને!તારાથી કાંઈ ભાર ઊપડે?” આવા શબ્દો કહેવાથી તેને બહુ દુઃખ લાગ્યું. તે કર્મ વડે તું શાલિભદ્રની બહેન થઈ છતાં તારે માટી ઉપાડવી પડી.” આ પ્રમાણે સર્વના સંશય છેદીને ગુરુએ વિહાર કર્યો. પછી ઘનો સદા સુખમાં મગ્ન રહ્યો તો દિવસો નિર્ગમન કરવા લાગ્યો. છેવટે તેને વૈરાગ્ય પ્રાપ્ત થવાથી તેણે દીક્ષા ગ્રહણ કરી, તે વિષેનું સર્વ વૃત્તાંત શાલિભદ્રની કથામાંથી સુજ્ઞ પુરુષોએ જાણી લેવું. “જે નિર્ભાગી માણસો પ્રથમ મુનિને દાન દઈને પછી પશ્ચાત્તાપ કરે છે તે દૈવયોગે પામેલા શ્રેષ્ઠ વહાણનો ત્યાગ કરીને ઊંચેથી સમુદ્રમાં ઝંપાપાત કરવા જેવું કરે છે.” Page #48 -------------------------------------------------------------------------- ________________ ધર્મના બાકી ત્રણ પ્રકાર વ્યાખ્યાન ૨૧૯ ધર્મના બાકી ત્રણ પ્રકાર–(૨) શીલ (૩) તપ (૪) ભાવ दानं सुपात्रे विशदं च शीलं तपो विचित्रं शुभभावना च । भवार्णवोत्तारणयानपात्रं, धर्मं चतुर्धा मुनयो वदन्ति ॥ १ ॥ ભાવાર્થ-સુપાત્રદાન, નિર્મળ શીલ, વિચિત્ર પ્રકારનું તપ અને શુભ ભાવના–એ સંસારસમુદ્રને તરવામાં વહાણ સમાન ઘર્મના ચાર પ્રકાર મુનિઓએ કહ્યા છે.’’ (૧) દાનનું વર્ણન પૂર્વે કર્યું છે. (૨) હવે શીળનું વર્ણન કરે છે– ऐश्वर्यराजराजोऽपि, रूपमीनध्वजोऽपि વા सीतया रावणश्चेव, त्याज्यो नार्या नरः परः ॥ १ ॥ વ્યાખ્યાન ૨૧૯] ૩૯ ભાવાર્થ-ઐશ્વર્ય વડે ચક્રવર્તી જેવો હોય અને રૂપ વડે કામદેવ જેવો હોય તો પણ પરપુરુષને, રાવણને જેમ સીતાએ તજ્યો તેમ ઉત્તમ સ્ત્રીઓએ તજી દેવો.’’ રાવણે સીતાને રાજ્ય, અલંકાર વગેરે આપવાનો અનેક પ્રકારે લોભ બતાવ્યો, તોપણ તે મહાસતી પોતાના શીળવ્રતથી ભ્રષ્ટ થઈ નહીં. કહ્યું છે કે— सीतया दुरपवादभीतया, पावके स्वतनुराहुतीकृता । पावकस्तु जलतां जगाम यत्तत्र शीलमहिमा विजृंभितः || १ || ભાવાર્થ-‘અપવાદથી ભય પામેલી સીતાએ અગ્નિમાં પોતાનો દેહ ઝંપલાવ્યો, પરંતુ તે વખતે અગ્નિ જળ જેવો શીતળ થઈ ગયો. તેમાં માત્ર ઉલ્લસાયમાન શીળનો મહિમા જ કારણભૂત છે. માટે બીજાઓએ પણ શીળવ્રત પાળવાને વિષે યત્ન કરવો.’’ શીળ પાળવા ઉપર દૃષ્ટાંત વસંતપુરમાં શિવંકર નામનો એક વ્રતધારી શ્રાવક રહેતો હતો. ત્યાં એક વખતે ધર્મદાસ નામના સૂરિ પધાર્યા. તેમને વાંદવા માટે શિવંકર ગયો. વાંદીને ગુરુ પાસે કેટલીક આલોયણ લીધી. પછી તે હર્ષપૂર્વક બોલ્યો કે—“હે ભગવન્! મારા મનમાં લાખ સાધર્મી ભાઈઓને ભોજન કરાવવાનો મનોરથ છે, પરંતુ તેટલું ધન મારી પાસે નથી, માટે હું શું કરું કે જેથી મારો તે મનોરથ પૂર્ણ થાય?’” ગુરુએ કહ્યું કે—“તું મુનિસુવ્રત સ્વામીને વાંદવા માટે ભરુચ જા. ત્યાં જિનદાસ નામનો શ્રાવક રહે છે, તેને સૌભાગ્યદેવી નામે ભાર્યા છે; તે બન્નેને તારી સર્વ શક્તિથી ભોજન, અલંકાર વગેરે આપીને પ્રસન્ન કર. તેના વાત્સલ્યથી તને લાખ સાધર્મીને ભોજન આપ્યા જેટલું પુણ્ય થશે.’ આ પ્રમાણે ગુરુનું વચન સાંભળીને તેણે તે પ્રમાણે કર્યું. ભોજનાદિક ભક્તિવડે જિનદાસની સેવા કરી. ત્યાર પછી તે શિવંકરે ગામમાં જઈને લોકોને પૂછ્યું કે—‘આ જિનદાસ કેવો ઉત્તમ છે? સત્ય છે કે દાંભિક છે?’’ ત્યારે લોકોએ કહ્યું કે—“હે ભાઈ! સાંભળ. આ જિનદાસ સાત વર્ષનો હતો, ત્યારે એક દિવસ ઉપાશ્રયે ગયો હતો. ત્યાં ગુરુના મુખથી શીલોપદેશમાળાનું વ્યાખ્યાન સાંભળીને તેણે એકાંતરે બ્રહ્મચર્ય પાળવાનો નિયમ ગ્રહણ કર્યો. એ જ પ્રમાણે સૌભાગ્યદેવીએ પણ બાલ્યાવસ્થામાં સાધ્વી પાસે એકાંતરે શીળ પાળવાનું અંગીકાર કર્યું. દૈવયોગે તે બન્નેનું જ પરસ્પર Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૫ પાણિગ્રહણ થયું. પરંતુ શીળ પાળવાના ક્રમમાં જે દિવસ જિનદાસને છૂટો હતો તે દિવસે સૌભાગ્યદેવીને નિયમ હતો, અને જે દિવસે સૌભાગ્યદેવીને છૂટો હતો તે દિવસે જિનદાસને નિયમ હતો. આવી હકીકત બનવાથી સૌભાગ્યદેવીએ જિનદાસને કહ્યું કે-“હે સ્વામી! હું તો નિરંતર શીળ પાળીશ, તમે ખુશીથી બીજી સ્ત્રી સાથે લગ્ન કરો.” તેણે કહ્યું કે–“મારે તો ફરી લગ્ન કરવા નથી, પરંતુ હું તો યોગ્ય અવસરે દીક્ષા લઈશ.” પછી તે દંપતીએ ગુરુ પાસે જઈને જીવન પર્યત હંમેશને માટે બ્રહ્મચર્ય અંગીકાર કર્યું, અને પહેરામણી વગેરે કરીને શ્રી સંઘનો પણ સત્કાર કર્યો. માટે તે દંપતીના જેવા બાળબ્રહ્મચારી અમે તો કોઈ પણ સાંભળ્યા નથી.” આ પ્રમાણેનું વૃત્તાંત સાંભળીને શિવંકર તે જિનદાસની વિશેષ પ્રકારે સેવાભક્તિ કરીને પોતાને ગામ ગયો. આ પ્રમાણે દ્રૌપદી, કળાવતી, શીલવતી, સુભદ્રા, સુદર્શન શેઠ અને જંબૂસ્વામી વગેરેનાં સેંકડો દ્રષ્ટાંતો શીલોપદેશમાળા, શીળકુળક વગેરેથી શીળવ્રતના માહામ્ય વિષે જાણવાં. () તપ ધર્મનું વર્ણન તપના જેવું ભાવમંગળ બીજું એક પણ નથી. કેમકે તે જ ભવમાં નિયમથી મુક્તિ પામનારા તીર્થકરોએ પણ તપ કર્યું હતું. તે વિષે કહ્યું છે કે संवच्छरमुसभजिणो, छम्मासा वद्धमाणजिणचंदो । इअ विहरिआ निरसणा, जइज्जए उवमाणेणं ॥१॥ ભાવાર્થ-“ઋષભ સ્વામીએ એક વર્ષ સુધી અને જિનોને વિષે ચંદ્ર સમાન શ્રી વર્ધમાન સ્વામીએ છ માસ સુધી નિરશનપણે (ઉપવાસ કરીને) વિહાર કર્યો હતો, તેથી બીજાઓએ પણ યથાશક્તિ તપને વિષે પ્રયત્ન કરવો.” તપથી ઇષ્ટ મનોરથની આપોઆપ સિદ્ધિ થાય છે. ચક્રવર્તી રાજાઓ અઠ્ઠમ તપ કરીને જ માગઘ, વરદામ, ગંગા, સિંઘુ અને પ્રભાસ વગેરેના અધિષ્ઠાયક દેવોને જીતે છે. તથા હરિકેશી વગેરે મુનિની જેમ તપથી દેવ સાન્નિધ્ય થાય છે. શ્રી ઋષભદેવ સ્વામીની પુત્રી અને બાહુબળીની બહેન સુંદરીની જેવું તપ કરવું. તેનું તપ નીચેની ગાથાથી જાણવું. सद्धिं वाससहस्सा, अविलंबं अंबिलाइं विहिआइं । जीए निक्खमण कए, सा सुंदरी साविआ धन्ना ॥१॥ ભાવાર્થ-જેણે દીક્ષા લેવા માટે સાઠ હજાર વર્ષ સુધી નિરંતર આંબેલ કર્યા તે સુંદરી શ્રાવિકાને ઘન્ય છે.” વળી તપથી કોઢ વગેરે વ્યાધિઓ પણ નાશ પામે છે. કહ્યું છે કે छज्जइ सणंकुमारो, तवबल खेलाइलद्धिसंपन्नो । નિgવડિગંગુતિ, સુવસોહં પથાસંતો શી ભાવાર્થ-“છ ખંડને જીતનાર સનકુમાર ચક્રીને તપના પ્રભાવથી ખેલૌષધિ આદિ અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી, તેથી પોતાની કોઢવાળી આંગળી ઉપર થૂક ચોપડીને તેમણે સુવર્ણ સમાન કાંતિવાળી કરી દેખાડી હતી. (સનસ્કુમારે દીક્ષા લીધા પછી તેમના શરીરની ચિકિત્સા કરવાના મિષથી વૈદ્યનું રૂપ ઘારણ કરીને બે મિથ્યાત્વી દેવો પરીક્ષા કરવા આવ્યા હતા, તે વખતની આ વાત છે.)” માટે તપ અવશ્ય કરવું. કહ્યું છે કે Page #50 -------------------------------------------------------------------------- ________________ ઘર્મના બાકી ત્રણ પ્રકાર विरज्य विषयेभ्यो यैस्तेपे मोक्षफलं तपः । तैरेव फलमंगस्य, जगृहे तत्त्ववेदिभिः ॥२॥ ભાવાર્થ-વિષયોથકી વિરક્ત થઈને જેઓએ મોક્ષફળ આપનારું તપ કર્યું છે, તેવા તત્ત્વજ્ઞાનીઓએ જ મનુષ્યદેહનું ફળ ગ્રહણ કર્યું છે. વ્યાખ્યાન ૨૧૯] ô માટે ત્રસ અને સ્થાવર અનેક પ્રાણીઓનો ક્ષય કરનારું, વજ્ર જેવા કઠણ લોઢાના તપાવેલા ગોળા સમાન જ્યાં ત્યાં વિનાશ કરનારું અને વસ્ત્રાદિક અનેક વસ્તુઓનો પણ વિનાશ કરનારું એવું પુષ્ટ શરીર તદ્દન અસાર જ છે; તેમાં સાર માત્ર તેના વડે તપ સાધવો તે જ છે. કેમકે— अथिरेण थिरो समलेण निम्मलो परवसेण साहिणो । देहेण जई विढप्पइ धम्मो ता किं न पजुत्तं ॥ १॥ ભાવાર્થ-આ દેહ અસ્થિર, મલિન અને પરાધીન છે; તેના વડે જો સ્થિર, નિર્મળ અને સ્વાધીન એવો ધર્મ સાઘી શકાય છે તો તેને વિષે શા માટે ઉપયુક્ત ન થવું?’’ ૪૧ તે તપ શરીરની સમાઘિ વડે કરવું. કહ્યું છે કે— सो अ तवो कायव्वो, जेण मणोमगुणं न चिंतेइ । जेण न इंदियहाणि, जेण य जोगा न हायंति ॥१॥ ભાવાર્થ-‘જે તપ કરવાથી મન અવગુણનું ચિંતન ન કરે, જેના વડે ઇંદ્રિયો હાનિ ન પામે, અને જેના વડે મન, વચન અને કાયાના જોગ ક્ષીણ ન થાય એવું તપ કરવું.’’ આવું તપ પણ માત્ર કર્મનિર્જરાને માટે જ કરવું. કહ્યું છે કે—“આ લોક સંબંધી સુખસંપત્તિને અર્થે તપ ન કરવું, લોકો પ્રશંસા કરશે એવી ઇહા વડે પણ તપ ન કરવું, માત્ર નિર્જરાને અર્થે જ તપ કરવું.’ વિવેક વિના કરેલું તપ માત્ર શરીરને કષ્ટકારી જ થાય છે. જુઓ, તામલી તાપસે જેટલું તપ કર્યું હતું તેટલું તપ જો જૈન શાસનવિધિ પ્રમાણે નિચ્છિ ભાવે કર્યું હોય તો તેથી સાત જીવ સિદ્ધિને પામે, પરંતુ અજ્ઞાનના દોષથી તે ઈશાન દેવલોકે જ ગયો હતો. વળી તપસ્વીએ ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. કેમકે ક્રોધ રૂપી અગ્નિ ઘણા તપને પણ ચંદનના કાષ્ઠસમૂહની જેમ એક ક્ષણમાં બાળી નાંખે છે. કહ્યું છે કે— एकेन दिनेन तेजोव्यूहं षण्मासिकं ज्वरो हन्ति । कोपः क्षणेन सुकृतं यदर्जितं पूर्वकोट्यापि ॥ १ ॥ ભાવાર્થ—જેમ એક દિવસનો જ્વર છ માસના તેજસમૂહને હણે છે, તેમ કોપ કોટીપૂર્વ વડે ઉપાર્જન કરેલાં સુકૃતનો પણ એક ક્ષણમાં નાશ કરે છે.’’ વળી– मोद्भवं हंति विषं न हि द्रुमं, न वा भुजंगप्रभवं भुजंगमम् । अतः समुत्पत्तिपदं दहत्यहो, महोल्बणं क्रोधहलाहलं पुनः ॥ २॥ ભાવાર્થ‘વૃક્ષમાંથી ઉત્પન્ન થતું વિષ વૃક્ષનો નાશ કરતું નથી, અને સર્પથી ઉત્પન્ન થતું વિષ સર્પનો નાશ કરતું નથી; પરંતુ અહો! ક્રોધરૂપી મહા ભયંકર હલાહલ વિષ તો પોતાના ઉત્પત્તિસ્થાનને જ બાળે છે.’’ વળી– Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ कषाया देहकारायां, चत्वारो यामिका इव । यावज्जाग्रति पार्श्वस्थास्तावन्मोक्षः कुतो नृणाम् ॥३॥ ભાવાર્થ-‘દેહરૂપી કેદખાનામાં ચાર કષાયરૂપી ચાર ચોકીદારો જ્યાં સુધી સમીપ ભાગે જાગતા રહેલા છે, ત્યાં સુધી મનુષ્યોનો મોક્ષ ક્યાંથી થાય?’’ ૪ર [સ્તંભ ૧૫ અહીં શુષ્કાંગુળી ભગ્નકારકનું દૃષ્ટાંત છે તે અન્ય ગ્રંથોથી જાણી લેવું. યથાવિધિ તપ કરનારા શ્રાવકોને પ્રાંતે તેનું ઉદ્યાપન કરવાથી મોટું ફળ થાય છે. કહ્યું છે કેवृक्षो यथा दोहदपूरणेन, कायो यथा षड्रसभोजनेन । विशेषशोभां लभते यथोक्तेनोद्यापनेनैव तथा तपोऽपि ॥ १ ॥ ભાવાર્થ-‘જેમ દોહદ પૂર્ણ કરવાથી વૃક્ષ અને છ રસના ભોજનથી શરીર વિશેષ શોભા પામે છે, તેમ વિધિપૂર્વક ઉદ્યાપન ક૨વાથી તપ પણ વિશેષ શોભા પામે છે.'' વળી– लक्ष्मीः कृतार्था सफलं तपोऽपि, ध्यानं सदोच्चैर्जिनबोधिलाभः । जिनस्य भक्तिर्जिनशासनश्रीर्गुणाः स्युरुद्यापनतो नराणाम् ॥२॥ ભાવાર્થ-‘વિધિપૂર્વક ઉદ્યાપન (ઉજમણું) કરવાથી લક્ષ્મી કૃતાર્થ થાય છે, તપ સફળ થાય છે, ઊંચા પ્રકારનું ધ્યાન પ્રાપ્ત થાય છે, જિનેશ્વર સંબંધી બોધિરત્નનો લાભ થાય છે, જિનેશ્વરની ભક્તિ થાય છે, અને જિનશાસનની શોભા વધે છે, વગેરે અનેક ગુણ થાય છે.’’ શ્રી પેથડ સંઘવીએ નવકાર મંત્રના આરાધન માટે ઊજમણું કર્યું હતું. તેમાં સુવર્ણમુદ્રિકા, મણિ, મુક્તાફળ, પ્રવાળા, સર્વ જાતિનાં ફળ, સર્વ જાતિનું સોનૈયા વગેરે દ્રવ્ય, સર્વ જાતિની સુખડી વગેરે પક્વાન, ચંદ્રુવા, મહાજાઓ વગેરે અડસઠ અડસઠ મૂકીને અતિ વિસ્તારવાળું સમગ્ર જનને વિસ્મય કરનારું ઉદ્યાપન કર્યું હતું, એ પ્રમાણે બીજાએ પણ શક્તિ પ્રમાણે કરવું. (૪) ભાવધર્મનું વર્ણન दानं तपस्तथा शीलं नृणां भावेन वर्जितम् । अर्थहानिः क्षुधापीडा, कायक्लेशश्च केवलम् ॥१॥ ભાવાર્થ-ભાવ વિના દાન કરવાથી કેવળ દ્રવ્યની હાનિ જ થાય છે, ભાવ વિનાના તપથી માત્ર ક્ષુધાની પીડા જ સહેવાય છે, અને ભાવ વિનાના શીળવ્રતથી તો ફક્ત કાયાને જ ક્લેશ થાય છે, તે વિના બીજું કાંઈ ફળ થતું નથી.’ ભાવના ભરત ચક્રીના જેવી ભાવવી, કે જેથી ભોગ ભોગવ્યા છતાં પણ મુક્તિ આપનારી થાય. મરુદેવા માતા કોઈ વખત એકાસણું પણ નહીં કર્યા છતાં માત્ર ભાવનાથી જ મુક્તિ પામ્યા હતા; તથા પ્રસન્નચંદ્ર મુનિને, વલ્કલચીરીને અને ગૌતમસ્વામીએ પ્રતિબોધેલા પંદરસો તાપસોને માત્ર ભાવથી જ કેવળજ્ઞાન થયું હતું. કહ્યું છે કે थोवं पि अणुठ्ठाणं, भावविसुद्धं हणइ कम्ममलं । लहुओ वि सहस्सकिरणो, तिमिरसमूहं पणासेइ ॥ १ ॥ ભાવાર્થ-‘થોડું પણ અનુષ્ઠાન જો ભાવની વિશુદ્ધિપૂર્વક કર્યું હોય તો તે કર્મમળને હણે છે. કેમકે નાનો (ઉદય પામતો) પણ સૂર્ય અંધકારસમૂહનો નાશ કરે છે. "" www.jainelibrary.erg Page #52 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૨૦] વિવેકીનું કર્તવ્ય ૪૩ ભાવ બે પ્રકારનો છે–પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં જિનાજ્ઞામાં તત્પરપણે, કાંઈ પણ નિયાણું કર્યા વિના, ઇચ્છારહિતપણે, માત્ર સંસારનો પાર પામવા માટે દાનાદિ ઘર્મનો વિસ્તાર કરવાથી પ્રશસ્ત ભાવ થાય છે, અને કાંઈ પણ આશંસાદિ દોષ સહિત દાનાદિક અનુષ્ઠાન કરવાથી અપ્રશસ્ત ભાવ થાય છે. ભાવથી ચિત્તની એકાગ્રતા રાખવા વડે ઘણા જીવો મોક્ષે ગયા છે. પરંતુ ભાવ રહિત અનેક પ્રકારના દાનાદિક કરવાથી એક પણ જીવ મોક્ષે ગયો નથી. સારાંશ એ છે કે चित्तसाध्यमिह दानमुत्तमं, शीलमप्यविकलं सुदुर्द्धरम् । दुष्कराणि च तपांसि भावना, स्वीयचित्तवशगेति भाव्यताम् ॥१॥ ભાવાર્થ-“મનના ભાવ સહિત ઉત્તમ દાન દેવું, દુઃખથી પાળી શકાય એવું નિર્મળ શીળ પાળવું, કષ્ટથી કરી શકાય એવું તપ કરવું, અને પોતાના ચિત્તને સ્થિર રાખીને ભાવના ભાવવી.” વ્યાખ્યાન ૨૨૦ વિવેકીનું કર્તવ્ય विवेकवान्नरः कश्चित्, स्वभावाद्धर्मतत्त्वताम् । शीघ्रं विज्ञाय गृह्णाति, कपिलाह्वगुरोरिव ॥१॥ ભાવાર્થ-“કોઈક વિવેકી પુરુષ સ્વભાવથી જ ઘર્મનું તત્ત્વ જાણીને કપિલ નામના ગુરુની જેમ તત્કાળ તેને ગ્રહણ કરે છે.” કપિલ મુનિની કથા કૌશાંબી નગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ચૌદ વિદ્યાનો પારગામી કાશ્યપ નામનો બ્રાહ્મણ પુરોહિત હતો. તેને યશા નામની પત્ની હતી, અને કપિલ નામે પુત્ર હતો. તે પુત્રની બાલ્યાવસ્થામાં જ તેનો પિતા મરણ પામ્યો. એટલે કપિલને બાળક તથા અજ્ઞાની જાણીને રાજાએ તેના બાપને સ્થાને બીજા કોઈ યોગ્ય બ્રાહ્મણને પુરોહિતપદે સ્થાપન કર્યો. તે હમેશાં ઘોડા પર બેસી માથે છત્ર ઘરાવી ઘણા સેવકો સહિત રાજદ્વારમાં જતો, ત્યારે તેને જોઈને કપિલની માતા રુદન કરતી હતી. એકદા પોતાની માતાને રડતી જોઈને કપિલે તેનું કારણ પૂછ્યું કે-“હે માતા! તું આ બ્રાહ્મણને જોઈને કેમ રડે છે? મારી પાસે તેનું ખરેખરું કારણ કહે.” ત્યારે તેની માતાએ કહ્યું કે“હે પુત્ર! તારા પિતાને સ્થાને રાજાએ આ બ્રાહ્મણને રાખ્યો છે. અત્યારે જેવો આ સંપત્તિવાળો દેખાય છે, તેવા જ તારા પિતા પ્રથમ હતા. તેથી આને જોઈ તારા પિતાનું સ્મરણ થવાથી ખેદ થવાને લીધે હું રડું . તું અભણ હોવાથી આ તારા પિતાની લક્ષ્મી પામ્યો છે.” કપિલ બોલ્યો કે-“હે માતા! મારા પિતાનું સ્થાન મને શી રીતે મળે?” તે બોલી કે–“તું વિદ્યાભ્યાસ કર, તો પછી રાજા તને તારા પિતાને સ્થાને સ્થાપન કરશે.” તે બોલ્યો કે-“હે માતા! હું કોની પાસે અભ્યાસ કરું?” ત્યારે તેણે કહ્યું કે “આ નગરીમાં તો સર્વ તારા દ્વેષી છે; તેથી તું શ્રાવસ્તી નગરીએ જી. ત્યાં તારા પિતાનો મિત્ર ઇંદ્રદત્ત નામનો પંડિત બ્રાહ્મણ રહે છે તે તને સમગ્ર કળામાં નિપુણ કરશે.' તે સાંભળીને કપિલ શ્રાવસ્તી નગરીએ ગયો. ત્યાં ઇંદ્રદત્તના ચરણમાં નમીને તેણે નમ્રતાથી વિનંતી કરી કે “હે પૂજ્ય કાકા! મારી માતાએ મને તમારી પાસે મોકલ્યો છે, તેથી હું અભ્યાસ Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદું ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૫ કરવા આવ્યો છું” તે સાંભળી ઇંદ્રદત્તે તેને પુત્રની જેમ ખોળામાં બેસાડી ખુશી ખબર પૂછ્યા. પછી તેને જમાડીને કહ્યું કે-“હું તને વિદ્યાભ્યાસ કરાવીશ, પણ તારા ભોજનને માટે શું થશે? કેમ કે મારા ઘરની સ્થિતિ એવી નથી કે હું તને જમાડી શકું.” ત્યારે કપિલ બોલ્યો કે-હું ભિક્ષાવૃત્તિ કરીને નિર્વાહ ચલાવીશ.” ઇંદ્રદત્તે કહ્યું કે-“હે વત્સ! ભિક્ષા માટે ભમવાથી વિદ્યાભ્યાસ થઈ શકે નહીં અને ભોજન વિના પણ અભ્યાસ બની શકે નહીં, કેમકે ભોજન વિના મૃદંગ પણ વાગતું નથી. માટે પ્રથમ ભોજન માટે વિચાર કરીએ.” એમ કહીને તે બાળકને લઈ ઇંદ્રદત્ત શાલિભદ્ર નામના કોઈ શેઠને ઘેર ગયો. તેના ઘર પાસે ઊભો રહીને મોટે સ્વરે ગાયત્રી મંત્ર બોલીને, પોતે બ્રાહ્મણ છે, એમ જણાવ્યું. એટલે શાલિભદ્ર શ્રેષ્ઠીએ તેને બોલાવીને પૂછ્યું કે-“હે બ્રાહ્મણ! તમારે શું જોઈએ છે? જે ઇચ્છા હોય તે માગો.” ઇંદ્રદત્તે કહ્યું કે-“આ બ્રાહ્મણનો પુત્ર વિદ્યાનો અર્થ છે તેને હમેશાં આપ ભોજન આપો, એટલે એને હું ભણાવીશ; મારી પાસે ઘન નથી, માટે હું આપની પાસે તેનું હંમેશનું ભોજન માગું છું.” આ પ્રમાણે સાંભળીને શ્રેષ્ઠીએ તેને હમેશાં ભોજન કરાવવાનું અંગીકાર કર્યું. પછી તે દિવસથી કપિલ ઇંદ્રદત્તની પાસે અભ્યાસ કરવા લાગ્યો, અને શાલિભદ્રને ઘેર જમવા જવા લાગ્યો. શાલિભદ્ર શેઠને ઘરે કપિલ જ્યારે જમવા બેસતો, ત્યારે તેને પીરસવા એક દાસી આવતી; તેની સાથે હાસ્ય વિનોદ કરતાં અનુક્રમે તે દાસી ઉપર આસક્ત થયો; અને દાસી પણ તેના પર આસક્ત થઈ. પછી તે બન્ને સ્ત્રીપુરુષની જેમ ક્રીડા કરવા લાગ્યા. “અહો! વિષયને ધિક્કાર છે! કેમકે વિષયમાં આસક્ત થયેલો પુરુષ કાંઈ પણ કૃત્યાકૃત્યને જાણતો નથી.” હવે એ પ્રમાણે ક્રીડા કરતાં તેમને કેટલાક દિવસો વ્યતીત થયા. એકદા તે દાસીએ કપિલને કહ્યું કે-“મારા સ્વામી તરીકે તો તમે જ છો. પરંતુ તમે ઘનરહિત છો, તેથી મારા નિર્વાહ માટે હું બીજા પુરુષને સેવું? પતિબુદ્ધિથી નહીં.” કપિલે તે વાત અંગીકાર કરી નહીં. ત્યાર પછી એક દિવસ તે નગરમાં સર્વ દાસીઓનો કાંઈક ઉત્સવ હતો, ત્યારે તે દાસી પુષ્પની માળા વગેરે લેવા માટે કાંઈ પણ દ્રવ્ય નહીં હોવાથી ઉદાસીમાં પડી; તેને ઉદાસ જોઈને કપિલે પૂછ્યું કે-“હે પ્રિયા! તું આજ ઉદાસ કેમ જણાય છે?” તે બોલી કે-“આજે સર્વ દાસીઓનો ઉત્સવ છે તેથી પુષ્પપત્ર વગેરેની જરૂર છે. જો મારી પાસે પુષ્પમાલાદિ ન હોય તો બીજી દાસીઓમાં મારી મશ્કરી થાય.” આ પ્રમાણે તેનું વચન સાંભળીને તેના દુઃખે દુઃખી થયેલો કપિલ પણ ઉદાસ થઈ ગયો, અને કાંઈ પણ બોલી શક્યો નહીં. તેને તેવી રીતે ખેદ પામેલો જોઈને દાસી બોલી કે–“હે સ્વામી! તમે ખેદ ન કરો; આ નગરમાં ઘન કરીને એક શ્રેષ્ઠી છે. તેને પ્રાતઃકાળે જે સૌ પ્રથમ જાગૃત કરે તેને તે શ્રેષ્ઠી બે માસા સુવર્ણ આપે છે, માટે તમે ત્યાં જઈને તેને પ્રથમ જગાડશો તો તે તમને બે માસા સોનું આપશે; તે મને આપજો, જેથી મારું અને તમારું કાર્ય થઈ રહેશે.” કપિલે તે અંગીકાર કર્યું. પછી કપિલ તે દિવસની રાત્રે “બીજો કોઈ વહેલો જઈને જગાડશે” એવા ભયથી મધ્યરાત્રિએ જાગ્યો. રાત્રિ ચંદ્રવતી હોવાથી કેટલી રાત્રિ બાકી છે તે જાણ્યા વિના જ તે ચાલ્યો. ૧ મૃદંગ ઉપર આટો પલાળીને ચોંટાડે છે ત્યારે તે બરાબર અવાજ કરે છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૨૦] વિવેકીનું કર્તવ્ય ૪૫ રસ્તામાં જતાં કોટવાલે તેને પકડ્યો, અને ચોર ઘારીને બાંધ્યો. કેમકે “ચોરના આચરણ તેવાં જ હોય છે.” પછી પ્રાતઃકાળે સિપાઈઓ તેને પ્રસેનજિત રાજા પાસે લઈ ગયા. રાજાને તેમાં ચોરના લક્ષણ જણાયા નહીં એટલે તેને પૂછ્યું કે-“હે બ્રાહ્મણ! તું કોણ છે? ક્યાં રહે છે? અને શા માટે આ ગામમાં આવ્યો છે?” ત્યારે કપિલે પાછલી સર્વ વાત કહી બતાવી. તે સાંભળીને રાજાને દયા આવવાથી તેને કહ્યું કે-“હે મહાત્મા! તારી જે ઇચ્છા હોય તે માગ, હું તારી ઇચ્છા પ્રમાણે તને આપીશ.” કપિલ બોલ્યો કે-“હે રાજા! હું વિચાર કરીને પછી માગું.” એમ કહીને તે અશોક વનમાં જઈ વિચાર કરવા લાગ્યો કે-બે માસા સુવર્ણ માગવાથી તો વસ્ત્ર વગેરે કાંઈ થાય નહીં, માટે સો મહોર માગું? સો મહોરથી પણ ઘર ઘરેણાં વગેરે થાય નહીં, ત્યારે હજાર માંગું? હજારથી પણ પુત્રનો વિવાહ વગેરે ઉત્સવો થાય નહીં ત્યારે એક લાખ મહોર માગું? લાખથી પણ દાન, માન પૂર્વક મિત્ર, બાંધવ, ગરીબ વગેરેનો ઉદ્ધાર થઈ શકે નહી, માટે કરોડ માગું? સો કરોડ માગું? હજાર કરોડ માગું?” આ પ્રમાણે વિચાર કરતાં કરતાં તેને શુભ કર્મનો ઉદય થવાથી આવી બુદ્ધિ ઉત્પન્ન થઈ કે. जहा लाहो तहा लोहो, लाहाल्लोहो पवढूइ । दो मासा कणय कज्जं, कोडिए वि न निठ्ठियं ॥४॥ ભાવાર્થ-“જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લોભ થાય છે. લાભથી લોભ વૃદ્ધિ પામે છે; કેમકે બે માસા સુવર્ણનું કામ હતું તે કરોડ સોનામહોરથી પણ પૂરું થયું નહીં. અહો! લોભરૂપી સાગર દુર્ધર છે, તેને પૂર્ણ કરવાને કોઈ પણ શક્તિમાન નથી. હું વિદ્યા માટે અહીં આવ્યો, ઘર તજીને પરદેશમાં પરઘેર આવ્યો. ઇંદ્રદત્ત મને ઘર્માર્થે જ વિદ્યા આપે છે, અને શાલિભદ્ર શેઠ ભોજન આપે છે, તો પણ અલ્પ બુદ્ધિવાળા મેં યૌવનના મદથી દાસી સાથે ગમન કર્યું. મારા નિર્મળ કુળને લંક લગાડ્યું. માટે વિષયોને જ ધિક્કાર છે કે જેથી જીવો આવી રીતે વિડંબના પામે છે.” ઇત્યાદિ વિચાર કરતાં કરતાં તે વિષયોથી વિરક્ત થયો. તેને જાતિસ્મરણજ્ઞાન થયું, તેથી તે સ્વયંબુદ્ધ થયો. એટલે મસ્તક પરના કેશ પોતાને હાથે ઉખેડીને દેવતાએ આપેલા રજોહરણ, મુખવઝિકા વગેરે મુનિવેશને તેણે ગ્રહણ કર્યો. પછી કપિલ મુનિ પ્રસેનજિત રાજાની પાસે ગયા. રાજાએ પૂછ્યું કે-“આ શું કર્યું?” તેણે “નહીં રાદો તહીં રોહો.” એ ગાથા કહીને પોતાના વિચાર જણાવ્યા. રાજાએ કહ્યું કે-“મારી આજ્ઞા છે, તું સુખેથી સાંસારિક ભોગ ભોગવ અને દુષ્કર વ્રત મૂકી દે.” કપિલ મુનિએ કહ્યું કે-“ગ્રહણ કરેલું વ્રત પ્રાણાંતે પણ હું મૂકીશ નહીં. હું હવે નિગ્રંથ થયો છું. તેથી હે રાજા! તમને ઘર્મલાભ હો.” આ પ્રમાણે કહી કપિલમુનિ ત્યાંથી નીકળીને મમતારહિત, અહંકાર રહિત અને ઇચ્છારહિતપણે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. આ પ્રમાણે વ્રતનું પાલન કરતાં કપિલ મુનિને છ માસ વ્યતીત થયા એટલે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. રાજગૃહી નગરીની પાસે અઢાર યોજન વિસ્તારવાળી અતિ ભયંકર અટવી હતી. તેમાં બલભદ્ર વગેરે પાંચસો ચોર વસતા હતા. તેઓ બોઘને યોગ્ય છે એમ જાણીને કપિલ મુનિ તે અટવીમાં ગયા. એટલે પેલા ચોર તેમની પાસે આવ્યા. પલ્લીપતિએ મુનિને કહ્યું કે–“તમને નૃત્ય આવડે છે?” લાભ ઘારીને મુનિ બોલ્યા કે “વાજિંત્ર વગાડનાર વિના નૃત્ય થાય નહીં.” ચોરો બોલ્યા કે-“અમે હાથની તાળીઓ વગાડીશું, તમે નૃત્ય કરો.” એટલે કપિલ મુનિ જતનાપૂર્વક નૃત્ય Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૫ કરવા લાગ્યા, અને ચોરો ચારે બાજુ ફરતાં ફરતાં તાળીઓ પાડવા લાગ્યા. પછી નાચ કરતાં કરતાં મુનિ પ્રાકૃત ભાષામાં આ પ્રમાણેની ગાથા બોલવા લાગ્યા अधुवे असासयंमि, संसारंमि दुक्खपउराए । किं नाम हुज्ज कम्मं, जेणाहं दुग्गइं न गच्छेज्जा ॥१॥ ભાવાર્થ-“અધ્રુવ, અશાશ્વત અને દુઃખથી પૂર્ણ એવા સંસારમાં એવું કયું કર્મ છે કે જેથી જીવ દુર્ગતિમાં ન જાય?” આ વગેરે પાંચસો ગાથા કપિલ મુનિએ કહી. તે સાંભળીને તે પાંચસો ચોર પ્રતિબોધ પામ્યા. તેઓને ગુરુએ ચારિત્ર આપ્યું અને દેવતાએ મુનિવેશ આપ્યો. તે ઘારણ કરીને તેઓ મહર્ષિ થયા. પછી તે સર્વે મુનિ ગુરુની સાથે પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા. કેટલાક વર્ષ સુઘી વિહાર કરીને કપિલ કેવળી મોક્ષે પઘાર્યા. આ પ્રમાણે કપિલ મુનિ સમ્યક ભાવ વડે કેવળજ્ઞાન પામ્યા, અને બળભદ્ર આદિ ચોરોને પ્રતિબોધ પમાડીને સિદ્ધિપદને પ્રાપ્ત થયા.” વ્યાખ્યાન ૨૨૧ શુદ્ધાશુદ્ધ વ્રત પાલનનું ફળ बहुकालं व्रतं चीर्णं, सातिचारं निरर्थकम् । एकमपि दिनं साधोव्रतं शुचि शुभंकरम् ॥१॥ ભાવાર્થ-“અતિચાર સહિત ઘણા કાળ સુઘી વ્રતનું આચરણ કર્યું હોય તો પણ તે નિરર્થક છે; અને માત્ર એક જ દિવસ પવિત્રપણે એટલે અતિચાર રહિત મુનિવ્રતનું પાલન કર્યું હોય તો તે શુભ ફળને આપે છે.” આ ઉપર એક દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે કુંડરિક પુંડરિકની કથા જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરીકિણી નામે નગરી હતી. તેમાં મહાપદ્મ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને બે પુત્રો થયા. પછી રાજાએ ઘર્મ શ્રવણ કરતાં વૈરાગ્ય ઉત્પન્ન થવાથી મોટા પુત્ર પુંડરિકને રાજગાદી આપી, અને નાના પુત્ર કુંડરિકને યુવરાજપદવી આપી. પોતે દીક્ષા લઈ કર્મનો ક્ષય કરીને મુક્તિ પામ્યા. - એકદા કેટલાક સાઘુઓ તે નગરીમાં આવ્યા. તેમને વાંદવા માટે બન્ને ભાઈઓ ગયા. તેમને મુનિએ ઘર્મનું તત્ત્વ આ પ્રમાણે સમજાવ્યું કે । भ्राम्यन् भवार्णवे प्राणी, प्राप्य कृच्छान्नृणां भवं । पोतवद्यो हारयति, मुधा कोऽन्यस्ततो जडः॥१॥ ભાવાર્થ-જે પ્રાણી આ સંસારસમુદ્રમાં ભટકતાં મહા કષ્ટ વહાણ સમાન મનુષ્યભવને પામીને ફોગટ ગુમાવી દે છે, તેના થકી વઘારે મૂર્ખ બીજો કોણ કહેવાય? આ પ્રમાણે દેશના સાંભળીને વૈરાગ્ય પામેલા બન્ને ભાઈઓ ઘેર આવ્યા. પછી પુંડરિકે નાના ભાઈને કહ્યું કે-“હે વત્સ!આ રાજ્ય ગ્રહણ કર, હું દીક્ષા ગ્રહણ કરીશ.” કુંડરીક બોલ્યો કે-“હે Page #56 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૨૧] શુદ્ધાશુદ્ઘ વ્રત પાલનનું ફળ ४७ ભાઈ! આ સંસારના દુઃખમાં મને કેમ નાંખો છો? હું દીક્ષા લઈશ.’' મોટા ભાઈએ કહ્યું–“હે ભાઈ! યુવાવસ્થામાં ઇંદ્રિયોનો સમૂહ જીતી શકાતો નથી, અને પરીષહ પણ સહન થઈ શકતા નથી.'' કુંડરિક બોલ્યો કે—‘“હે ભાઈ! નરકનાં દુઃખ કરતાં પરીષહાદિનું દુ:ખ કાંઈ વધારે નથી. માટે હું તો ચારિત્ર અંગીકાર કરીશ.'' કુંડરિકનો આવો આગ્રહ હોવાથી પુંડરિકે તેને રજા આપી, એટલે તેણે મોટા ઉત્સવપૂર્વક દીક્ષા ગ્રહણ કરી; અને પુંડરિક તો મંત્રીઓના આગ્રહથી ભાવચારિત્ર ધારણ કરીને ઘરમાં જ રહ્યો. કુંડરિક ઋષિ અગિયાર અંગ ભણ્યા, પરંતુ લૂખાં સૂકાં ભોજનથી તથા ઘણું તપ કરવાથી તેના શરીરમાં કેટલાક રોગો ઉત્પન્ન થયા. અન્યદા ગુરુની સાથે વિહાર કરતાં કરતાં કુંડરિક મુનિ પોતાના નગરમાં આવ્યા. પુંડરિક રાજા તેમને વાંદવા ગયો. સર્વ સાધુઓને વાંદ્યા, પરંતુ શરીર કૃશ હોવાથી પોતાના ભાઈને ઓળખ્યા નહીં. તેથી તેણે ગુરુ મહારાજને પોતાના ભાઈ સંબંધી સમાચાર પૂછ્યા. ગુરુએ કુંડરિક મુનિને બતાવીને કહ્યું કે—‘આ જે મારી પાસે બેઠા છે તે જ તમારા ભાઈ છે.’’ રાજા તેમને નમ્યો. પછી તેમનું શરીર રોગગ્રસ્ત જણાવાથી ગુરુની રજા લઈને તેમને રાજા શહેરમાં લઈ ગયો, અને પોતાની વાહનશાળામાં રાખી સારાં સારાં રાજઔષઘો વડે તેમને રોગરહિત કર્યા. ત્યાં રાજ્યસંબંધી સ્વાદિષ્ટ ભોજન કરવાથી તે મુનિ ૨સમાં લોલુપ થઈ ગયા. તેથી ત્યાંથી વિહાર કરવાની ઇચ્છા ન થઈ. એટલે રાજા તેને હમેશાં કહેવા લાગ્યો કે—“હે પૂજ્ય મુનિ! તમે તો અહર્નિશ વિહાર કરનારા છો; દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચારે પ્રકારના પ્રતિબંધથી રહિત છો. હવે નીરોગી થવાથી તમે વિહાર કરવા ઉત્સુક થયા હશો. તમને નિગ્રંથને ધન્ય છે. હું અધન્ય છું. કેમકે ભોગરૂપી કાદવમાં ખૂંચ્યો સતો કદર્થના પામું છું.’' ઇત્યાદિ વચનો રાજાએ વારંવાર કહ્યાં. એટલે કુંડરિક મુનિ લા પામી ત્યાંથી વિહાર કરીને ગુરુ પાસે ગયા. એક દિવસ વસંતઋતુમાં પોતપોતાની સ્ત્રીઓ સાથે ક્રીડા કરતાં નગરજનોને જોઈને ચારિત્રાવરણીયકર્મના ઉદય વડે કુંડરીક મુનિનું મન ચારિત્રથી ચલાયમાન થયું. તેથી તે ગુરુની આજ્ઞા લીધા વિના પુંડરીકિણી નગરી પાસેના વનમાં આવ્યા; અને પાત્રાં વગેરે ઉપકરણોને ઝાડની શાખા ઉપર લટકાવીને કોમળ લીલાં ઘાસ ઉપર આળોટવા લાગ્યા. તેને આવી રીતે સંયમથી ભ્રષ્ટ ચિત્તવાળો થયેલો તેની ધાવમાતાએ જોયો. તેથી તેણે નગરમાં જઈને પુંડરિક રાજાને તે વાત કહી. તે સાંભળીને રાજા પરિવાર સહિત તત્કાળ ત્યાં આવ્યો, તે વખતે કુંડરિકને ચિંતાતુર, પ્રમાદી અને ભૂમિ ખોતરતો જોઈને રાજાએ કહ્યું કે–“હે સુખ દુઃખમાં સમાન ભાવવાળા! હે નિઃસ્પૃહ! હે નિગ્રંથ! હે મુનિ! તમે પુણ્યશાળી છો, અને સંયમ પાળવા વડે ધન્ય છો.’ ઇત્યાદિ અનેક પ્રકારે તેની પ્રશંસા કરી તો પણ તે નીચું જ જોઈ રહ્યો; તેમ કાંઈ ઉત્તર પણ આપ્યો નહીં. તેથી રાજાએ તેને સંયમથી ભ્રષ્ટ થયેલો અને સંયમની અનિષ્ટતાવાળો જાણીને પૂછ્યું કે−‘‘હે મુનિ! આ ભાઈના સામે કેમ જોતા નથી? પ્રશસ્ત ઘ્યાનમાં મગ્ન છો કે અપ્રશસ્ત ઘ્યાનમાં? જો અપ્રશસ્ત ઘ્યાનમાં આરૂઢ થયા હો તો તમે પૂર્વે બળાત્કારે મોટું ભાવરાજ્ય ગ્રહણ કર્યું છે, તેના ચિહ્નભૂત પાત્રાદિક મને આપો, અને પરિણામે મહા વિરસ ફળ આપનાર રાજ્યનાં ચિહ્નભૂત આ પટ્ટહસ્તી વગેરે તમે ગ્રહણ કરો.'' આ પ્રમાણે રાજાનું વચન સાંભળીને કુંડરીક બહુ હર્ષ પામ્યો અને તત્કાળ પટ્ટહસ્તી ઉપર ચડીને નગરમાં ગયો. સાધુમાં શ્રેષ્ઠ એવા પુંડરિકે વિલાપ કરતી રાણીઓ વગેરેને સાપની Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ કાંચળી માફક તજી દઈને અને યતિનો વેષ ગ્રહણ કરીને ત્યાંથી તત્કાળ વિહાર કર્યો. અહીં કુંડરિકે ઘણા કાળનો ભૂખ્યો હોવાથી તે જ દિવસે ઇચ્છા મુજબ ભક્ષાભક્ષના વિવેક વગર અનેક પ્રકારનું ભોજન કર્યું. તે આહાર કૃશ શરીરે નહીં પચવાથી તથા રાત્રિએ ભોગવિલાસને માટે જાગરણ કરવાથી તત્કાળ રાત્રિમાં જ વિસૂચિકાનો વ્યાધિ ઉત્પન્ન થયો, પેટ ફૂલી ગયું, અપાનવાયુ બંધ થયો અને તૃષાક્રાંત થવાને લીધે અત્યંત પીડા પામવા લાગ્યો. તે અવસરે ‘વ્રતનો ભંગ કરવાથી આ અતિ પાપી છે.'' એમ ધારીને સેવક પુરુષોએ તેનું ઔષધ કર્યું નહીં. તેથી તેણે વિચાર્યું કે—“જો આ રાત્રિ વીતી જાય, તો પ્રાતઃકાળમાં જ સર્વ સેવકોને હણી નાખું.'' એવી રીતે રૌદ્રધ્યાનમાં વર્તતો તે રાત્રિમાં જ કુંડરિક મૃત્યુ પામ્યો અને સાતમી નરકમાં અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં ઉત્પન્ન થયો. [સ્તંભ ૧૫ પુંડરિક રાજર્ષિએ તો પોતાની નગરીથી ચાલતાં જ અભિગ્રહ ઘારણ કર્યો કે—‘ગુરુ પાસે જઈ વ્રત ગ્રહણ કર્યા પછી જ આહાર લઈશ.’ એવો અભિગ્રહ કરીને ચાલતાં માર્ગમાં ક્ષુધા, તૃષા વગેરે પરિષહ સહન કરવા પડ્યા છતાં અને કોમળ દેહ છતાં પણ તે ખેદ પામ્યા નહીં. બે દિવસે છઠ્ઠનું તપ થતાં ગુરુ પાસે જઈને ચારિત્ર લીધું. પછી ગુરુની આજ્ઞા લઈને પારણું કરવા માટે ગોચરી લેવા ગયા. તેમાં તુચ્છ અને લૂખો આહાર પામીને તેના વડે તેમણે પ્રાણવૃત્તિ કરી. પરંતુ તેવો તુચ્છ આહાર પૂર્વે કોઈ વખત નહીં કરેલો હોવાથી તેમને અતિ તીવ્ર વેદના થઈ. તો પણ શુભ આરાધના કરીને પુંડરિક રાજાર્ષિ મૃત્યુ પામ્યા; અને સર્વાર્થસિદ્ધિ નામના વિમાનમાં ઉત્પન્ન થયા. તે વિષે છઠ્ઠા અંગમાં કહ્યું છે કે— वाससहस्संपि जई, काउणवि संयमं विउलंपि । अंते किलिठ्ठभावो, नवि सिज्जइ कंडरियव्व ॥ १॥ ભાવાર્થ-“હજાર વર્ષ સુધી વિપુલ સંયમ પાળ્યા છતાં પણ જો અંતે ક્લિષ્ટ અધ્યવસાય થાય છે તો તે કુંડરિકની જેમ સિદ્ધિપદને પામતો નથી. अप्पेण वि कालेण, केइ जहा गहियसीलसामन्ना । સાહતિ નિયાનં, પુંડરિયમહારિસિવ નહારી ભાવાર્થ–માત્ર થોડો સમય પણ ચારિત્ર ગ્રહણ કરીને જે યથાર્થ પાળે છે તે પુંડરિક ઋષિની જેમ પોતાનું કાર્ય સિદ્ધ કરે છે.’ ‘એવી રીતે સભ્યપ્રકારે ચારિત્ર પાળીને કેટલાક જીવો થોડા કાળમાં મોક્ષગતિને પામે છે, અને બીજા અતિચારસહિત ઘણા કાળ સુધી ચારિત્ર પાળે છે તોપણ તેઓ સિદ્ધિપદને પામતા નથી.’’ વ્યાખ્યાન ૨૨૨ સત્સંગ ‘ઉત્તમ મનુષ્ય સત્સંગ કરવો,’ એવા સત્પુરુષના શિક્ષાવાક્યની પુષ્ટિને માટે કહે છે કે— उत्तमाधमयोः संगफलं लब्धं परीक्षया । प्रभाकरेण विप्रेण, ततः कार्या सुसंगतिः ॥ १ ॥ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૯ વ્યાખ્યાન ૨૨૨] સત્સંગ ભાવાર્થ-“પ્રભાકર નામનો બ્રાહ્મણ ઉત્તમ અને અઘમ સંગતિનું ફળ પામ્યો છે તેનું દ્રષ્ટાંત સાંભળીને સુજ્ઞજનોએ પરીક્ષા કરીને સત્સંગ કરવો.” પ્રભાકર વિપ્રનું દ્રષ્ટાંત વીરપુર નામના નગરમાં દિવાકર નામે એક બ્રાહ્મણ રહેતો હતો, તે પોતાના ષટ્કર્મમાં તત્પર હતો. તેને પ્રભાકર નામે પુત્ર હતો. તે સાતે વ્યસનમાં આસક્ત હતો, અને નિરંકુશ હાથીની જેમ સ્વેચ્છાએ ચોતરફ ભમતો હતો. એક દિવસ તેને તેના પિતાએ શિખામણ દીઘી કે-“હે પુત્ર! તું સત્સંગ કર. ઘૂર્ત અને અઘમજનોના સંગથી સારું શીલ પણ નાશ પામે છે. કહ્યું છે કે पश्य सत्संगमाहात्म्यं, स्पर्शपाषाणयोगतः।। लोहं स्वर्णीभवेत् स्वर्णयोगात् काचो मणीयते ॥४॥ ભાવાર્થ–“સત્સંગનું માહાસ્ય જુઓ કે પારસ પાષાણ(પથ્થર)ના યોગથી લોઢું સુવર્ણ થાય છે અને સુવર્ણના યોગથી કાચ મણિ થાય છે.” विकाराय भवत्येव, कुलजोऽपि कुसंगतः । कुलजातोऽपि दाहाय, शंखो वह्निनिषेवणात् ॥२॥ ભાવાર્થ-ઊંચ કુળનો મનુષ્ય પણ કુસંગથી વિકાર પામે છે. જુઓ! ઉત્તમ જાતિનો શંખ પણ અગ્નિનું સેવન કરે છે તો તે દાહને અર્થે થાય છે. માટે હે પુત્ર! તું વિદ્વાનોનો સંગ કરીને શાસ્ત્રાભ્યાસ કર, કાવ્યરૂપી અમૃત રસનું પાન કર, કળાઓ શીખ, ઘર્મ કર, અને પોતાના કુળનો ઉદ્ધાર કર.” આ પ્રમાણે ઘણી શિખામણ આપી, પરંતુ તે તો કહેવા લાગ્યો કે न शास्त्रेण क्षुधा याति, न च काव्यरसेन तृट् । एकमेवार्जनीयं तु, द्रविणं निष्फलाः क्रियाः॥१॥ ભાવાર્થ-“શાસ્ત્રથી કાંઈ સુઘાનો નાશ થતો નથી અને કાવ્યના રસથી કાંઈ તૃષા મટતી નથી, માટે માત્ર ઘનને જ ઉપાર્જન કરવું; તે સિવાયની સર્વ કળાઓ નિષ્ફળ છે.” આવી પુત્રની ઉક્તિથી ખેદ પામેલો દિવાકર મૌન રહ્યો. તેને ફરી શિખામણ આપી નહીં. પછી પોતાના મૃત્યુ સમયે વાત્સલ્યને લીધે પુત્રને બોલાવીને કહ્યું કે-“હે પુત્ર! જો કે મારા વાક્ય ઉપર તને આસ્થા નથી, તો પણ આ શ્લોકને ગ્રહણ કર કે જેથી મારું સમાધિ મરણ થાય.” कृतज्ञस्वामिसंसर्ग - मुत्तमस्त्रीपरिग्रहम् । कुर्वन्मित्रमलोभं च, नरो नैवावसीदति ॥४॥ ભાવાર્થ-“કૃતજ્ઞ (કદરદાન) સ્વામીનો સંગ કરનાર, ઉત્તમ કુળની સ્ત્રી સાથે વિવાહ કરનાર અને નિર્લોભી મિત્ર કરનાર મનુષ્ય કોઈ વખત પણ ખેદ પામતો નથી.” उत्तमैः सह संगत्यं, पंडितैः सह संकथाम् । જુધેિ સહ મિત્રત્વ, વેળો નૈવ સતિ ારા ભાવાર્થ-“ઉત્તમ પુરુષોની સંગતિ, પંડિતો સાથે વાર્તાલાપ અને નિર્લોભીની મૈત્રી કરનાર માણસ કદી પણ ખેદ પામતો નથી.” ભાગ ૪-છે Page #59 -------------------------------------------------------------------------- ________________ પ૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ સ્તિંભ ૧૫ આ બેમાંથી એક શ્લોકને પિતાના આગ્રહથી પ્રભાકરે ગ્રહણ કર્યો. કેટલાક વખત પછી તેનો પિતા મરણ પામ્યો. પછી તે શ્લોકની પરીક્ષા કરવા માટે પ્રભાકર દેશાંતરમાં જતાં કોઈક ગામમાં, સિંહ નામનો ક્ષત્રિય રહેતો હતો જે સ્વભાવે કૃતઘી હતો તેને આશરે જઈને તે રહ્યો. તે સિંહની એક અઘમ દાસી હતી. તેને પ્રભાકરે સ્ત્રી તરીકે પોતાના ઘરમાં રાખી. અને લોભનંદી નામના અતિ લોભી અને નિર્દાક્ષિણ્ય જનોમાં મુખ્ય એવા વણિકની સાથે મિત્રાઈ કરી. - એક વખતે તે નગરના રાજાએ સિંહને બોલાવ્યો; તેની સાથે પ્રભાકર પણ રાજસભામાં ગયો. “આ રાજા વિદ્વાન ઉપર પ્રીતિવાળો છે,” એમ જાણીને પ્રભાકર બોલ્યો કે मूर्खा मूखैः समं संगं, गावो गोभिर्मगा मृगैः । सुधीभिः सुधियो यांति, समशीले हि मित्रता ॥१॥ ભાવાર્થ-“મૂર્ખ મૂર્ખની સાથે, ગાયો ગાયોની સાથે, મૃગ મૃગની સાથે અને પંડિતો પંડિતોની સાથે સંગત કરે છે. અર્થાત્ સમાન સ્વભાવવાળાની જ મિત્રતા હોય છે.” તે સાંભળીને રાજા સંતુષ્ટ થયો, અને પ્રભાકરને કેટલુંક ગામ ગરાસ વગેરે ઇનામમાં આપ્યું. તે પ્રભાકરે સિંહને આપી દીધું. એ પ્રમાણે અનેક વખત તેણે સિંહની ઉપર ઉપકાર કર્યો. દાસીને પણ વસ્ત્રાલંકાર વગેરે પુષ્કળ આપ્યું. અને લોભનંદી મિત્રને પણ સમૃદ્ધિવાળો કરી દીઘો. હવે સિંહને એક મોર પોતાના પ્રાણથી પણ અધિક પ્રિય હતો. તેનું માંસ ખાવાનો દોહદ તેની દાસી જેને પ્રભાકરે સ્ત્રી કરીને રાખી હતી તેને ગર્ભના અનુભાવથી થયો. પ્રભાકરે પિતાના શ્લોકની પરીક્ષા કરવા માટે તે મોરને કોઈ ગુપ્ત સ્થાને રાખીને બીજા મોરના માંસથી તેનો દોહદ પૂર્ણ કર્યો. ભોજન વખતે સિંહે સર્વ ઠેકાણે પોતાનો મોર જોયો; પણ હાથ આવ્યો નહીં. તેથી તેણે ઉદ્ઘોષણા કરાવી કે-“જે મોરના ખબર આપશે તેને સિંહઠાકોર આઠસો સોનામહોર આપશે.” આ પ્રમાણે સાંભળીને પેલી દાસીએ વિચાર્યું કે –“મારા પતિએ મોરને માર્યાના ખબર જો હું સિંહને કહું તો મને ૮૦૦ સોનામહોર મળશે અને પતિ તો પ્રભાકર નહીં તો બીજો પણ થશે.” એમ ઘારીને દ્રવ્યના લોભથી તે સિંહઠાકોર પાસે ગઈ અને કહ્યું કે-“હે રાજા! પ્રભાકરની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. કેમકે સ્વામીનો પ્રિય મોર હોવાથી તેને મારવાની મેં ના પાડ્યા છતાં મારો દોહદ પૂર્ણ કરવા માટે બીજો મોર ન લાવતાં તેણે આપના મોરને મારી નાખ્યો છે. આ પ્રમાણે દાસીનું વચન સાંભળીને ક્રોધ પામેલા સિંહ ઠાકોરે પ્રભાકરને પકડી લાવવા સેવકો મોકલ્યા. પ્રભાકરે પણ તે વૃત્તાંત જાણીને કૃત્રિમ ભય પામી લોભનંદી મિત્રને ઘેર જઈ કહ્યું કે-“હે મિત્ર! મારું રક્ષણ કર, રક્ષણ કર.” લોભનંદી હકીકત સાંભળીને બોલ્યો કે–“તેં શું સિંહઠાકોરનું કાંઈ બગાડ્યું છે?” પ્રભાકર બોલ્યો કે–“રાજાના મોરને પ્રિયાનો દોહદ પૂર્ણ કરવા માટે મેં માર્યો છે. ત્યારે તે અઘમ મિત્ર બોલ્યો કે“સ્વામીનો દ્રોહ કરનાર એવો જે તે તેને નિર્ભય સ્થાન ક્યાંથી મળે? પોતાના ઘરમાં બળતો ઘાસનો પૂળો કોણ નાંખે?” ઇત્યાદિ ઘણા કઠિન વચનો કહ્યા. છતાં પ્રભાકર મિત્રના ઘરમાં પેસવા લાગ્યો, એટલે લોભનંદીએ બૂમ પાડી. તેથી તત્કાળ રાજસેવકોએ આવીને તેને પકડ્યો અને સિંહઠાકોર પાસે લઈ ગયા. સિંહે ભૃકુટિ ચડાવીને કહ્યું કે-“હે અઘમ બ્રાહ્મણ! મારો મોર લાવ. નહીં તો તારા ઇષ્ટદેવનું સ્મરણ કર.” પ્રભાકર દીનતાથી બોલ્યો-“હે દેવ! તમે જ મારા સ્વામી, પિતા અને Page #60 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૨૨] ૫૧ શરણભૂત છો માટે આ સેવકનો આ એક અપરાઘ ક્ષમા કરો.” ઇત્યાદિ નમ્ર વચનો કહ્યાં છતાં નીચ પ્રકૃતિવાળા સિંહે તેને મારી નાખવા માટે ભટોને સોંપ્યો. પ્રભાકરની અરજપર કાંઈ પણ ધ્યાન આપ્યું નહીં. પછી પ્રભાકરે મનમાં વિચાર્યું કે-“મારે તો પિતાનું વચન દેવના વચન તુલ્ય થયું. તે વચનનું ઉલ્લંઘન કરવાથી મને તત્કાળ આવું ફળ મળ્યું.” એમ વિચારીને ગુપ્ત રાખેલો મોર સિંહ ઠાકોરને આપ્યો, અને તેની રજા લઈ સ્ત્રી તથા મિત્રને તજી દઈને ત્યાંથી ચાલતો થયો. માર્ગે ચાલતાં પ્રભાકર વિચાર કરવા લાગ્યો કે नृणां मृत्युरपि श्रेयान्, पंडितेन सह ध्रुवम् । न राज्यमपि मूर्खण, लोकद्वयविनाशिना ॥१॥ ભાવાર્થ-“માણસોને પંડિતની સાથે મરવું તે શ્રેષ્ઠ, પણ મૂર્ખની સાથે રહીને રાજ્ય કરવું તે શ્રેષ્ઠ નહીં. કેમકે મૂર્મનો સંગ આ લોકમાં અને પરલોકમાં બન્નેમાં વિનાશ કરનાર છે.” અનુક્રમે ચાલતાં ચાલતાં પ્રભાકર સુંદરપુર નામના નગરમાં ગયો. ત્યાં હેમરથ નામે રાજા હતો. તેને ગુણસુંદર નામે પુત્ર હતો. તે કુમાર નીચ પુરુષોના સંગથી અને વ્યસનથી રહિત હતો. વળી કૃતજ્ઞ, ચતુર અને પ્રિયજન ઉપર પ્રીતિ રાખવાવાળો હતો. તેને નગરની બહાર શસ્ત્ર શાસ્ત્રનો અભ્યાસ કરતાં પ્રભાકરે જોયો. એટલે તેની પાસે જઈને વિનયપૂર્વક તે કુમારને નમ્યો. કુમારે પણ પ્રસન્ન દ્રષ્ટિથી તેની સામું જોઈને તેનો સત્કાર કર્યો. કહ્યું છે કે प्रसन्ना दृङ्मनः शुद्धं, ललिता वाङ् नतं शिरः । सहजार्थिष्वियं पूजा, विनाऽपि विभवं सताम् ॥१॥ ભાવાર્થ-“પ્રસન્ન દૃષ્ટિ, શુદ્ધ મન, સુંદર વાણી અને મસ્તકનું નમાવવું, એ વૈભવ વિના પણ પુરુષોની સહજ અથને વિષે પૂજાની સામગ્રી છે.” પ્રભાકરે પણ કુમારની સ્નેહપૂર્વક વાતચીત જોઈને વિચાર્યું કે अस्याहो विशदा मूर्तिर्मितं च मधुरं वचः । नव्यमौचित्यचातुर्य, कटरे स्वच्छतात्मनः॥१॥ ભાવાર્થ-“અહો! આ કુમારની નિર્મળ મૂર્તિ, પરિમિત અને મઘુર વચન, યોગ્યતા ભરેલી સુંદર ચતુરાઈ અને આત્માની નિર્મળતા કેવી સુંદર છે?” बाल्येऽपि मधुराः केऽपि, द्राक्षावत् केऽपि चूतवत् । विपाकेन कदापीन्द्रवारुणीफलवत् परे ॥२॥ ભાવાર્થ-“કેટલાક દ્રાક્ષની જેમ બાલ્યાવસ્થાથી જ મધુર હોય છે, કેટલાક આમ્રફળની જેમ પરિણામે મઘુર થાય છે, અને કેટલાક તો ઇંદ્રવરણાના ફળની જેમ કદાપિ પણ મધુર થતા નથી.” વળી “યત્રીતિતત્ર ગુના વતિ” “જ્યાં મઘુર આકૃતિ છે, ત્યાં ગુણો પણ વસે છે.” એવી કહેવત છે. ઇત્યાદિ વિચાર કરીને પ્રભાકરે તે કુમારની સેવા સ્વીકારી. કુમારે તેને ગામમાં રહેવા માટે મકાન આપ્યું, તેમાં તે રહ્યો. પછી કૌમારાવસ્થામાંથી જ શ્રેષ્ઠ પ્રકૃતિવાળી અને સ્થિરતા વિનયાદિક ગુણોવાળી કોઈ બ્રાહ્મણની પુત્રીને તે પરણ્યો. અને વસંત નામના કોઈ ગૃહસ્થ સાથે મિત્રાઈ કરી. તે શ્રેષ્ઠી પરોપકાર કરવામાં નિરંતર તત્પર હતો અને તે નગરમાં મુખ્ય ગણાતો હતો. Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૫ અનુક્રમે તે નગરનો હેમરથ રાજા મૃત્યુ પામવાથી કુમાર ગુણસુંદર રાજા થયો ત્યારે રાજ્યનું સર્વ કાર્ય કરવામાં સમર્થ એવો પ્રભાકર તેનો મંત્રી થયો. એકદી બીજા કોઈ રાજાએ ગુણસુંદર રાજાને બે ઉત્તમ લક્ષણવાળા અશ્વોની ભેટ મોકલી, પણ તે ઘોડાને વિપરીત શિક્ષા આપેલી હતી. તે વાતને નહીં જાણનારા એવા રાજા તથા પ્રઘાન તે ઘોડા ઉપર ચઢીને પુરની બહાર અશ્વક્રીડા કરવા ગયા. ત્યાં ઘોડાનો વેગ જાણવા માટે તેઓએ ઘોડાને ચાબુકનો પ્રહાર કર્યો. એટલે બન્ને ઘોડા ઘણા વેગથી દોડ્યા. તેમનો વેગ ઓછો કરવા માટે જેમ જેમ તેઓ પ્રયત્ન કરતા, તેમ તેમ તે ઘોડાઓ વિપરીત શીખેલા હોવાથી વધારે દોડતા. એમ કરતાં કરતાં તેઓ બહુ દૂર નીકળી ગયા અને એક ગાઢ અરણ્યમાં આવી પહોંચ્યા. માર્ગે જતાં વિચારવંત મંત્રીએ આમળાના વૃક્ષ ઉપરથી ત્રણ આમળાં લઈ લીધા. છેવટે થાકીને કુમારે તથા મંત્રીએ લગામ ઢીલી મૂકી, એટલે તુરત તે ઘોડા ઊભા રહ્યા. પછી ત્યાંથી પાછા વળતાં રાજાને અત્યંત તૃષા લાગી. તેથી મંત્રીએ એક આમળું આપ્યું. થોડી વારે વળી તૃષા લાગવાથી બીજું આમળું આપ્યું. વળી થોડી વારે ત્રીજું પણ આપ્યું. એમ ત્રણ આમળાં વડે કાળક્ષેપ કર્યો. એટલામાં સૈન્ય આવી પહોંચ્યું. પછી પાણી પી સ્વસ્થ થઈને તેઓ નગરમાં આવ્યા. ગુણસુંદર રાજાનો પુત્ર પાંચ વર્ષનો થયો હતો. તે હમેશાં મંત્રીને ઘેર ક્રીડા કરવા જતો. એક વખત પરીક્ષા કરવા માટે મંત્રીએ તે કુમારને ગુપ્ત રીતે સંતાડી દીધો. ભોજન સમયે રાજાએ સર્વત્ર શોઘ કરાવી, પરંતુ કોઈ પણ સ્થાનેથી તેનો પત્તો લાગ્યો નહીં. રાજા અતિ ક્રોઘયુક્ત થયો. અને સર્વ સેવક પરિવારનાં મુખ પણ ફીક્કા પડી ગયાં. તે વખતે કોઈએ કહ્યું કે-“આજે કુમાર મંત્રીને ઘેર ગયા હતા.” તે સાંભળીને સર્વને મંત્રી ઉપર શંકા થઈ. મંત્રી પણ તે વખતે દરબારમાં ગયો નહોતો. તેની પત્નીએ કહ્યું કે–“હે સ્વામી! કેમ આજે દરબારમાં ગયા નથી?” મંત્રીએ કહ્યું-“હે પ્રિયે! રાજાને મુખ બતાવવા હું શક્તિમાન નથી, કેમકે આજે મેં રાજકુંવરને મારી નાંખ્યો છે.” તે બોલી કે-“હે નાથ! એ શું કર્યું? પણ હવે તમે ખેદ કરશો નહીં. મેં જ ગર્ભના પ્રભાવથી દોહદને લીધે રાજપુત્ર મારી દ્રષ્ટિને વૈરીની જેમ દાહ કરતો હતો તેથી તેને મારી નાંખ્યો છે, એ પ્રમાણે હું રાજાને કહી દઈશ.” એટલામાં તેનો મિત્ર શ્રેષ્ઠી આવ્યો. તેણે બધી વાત સાંભળીને કહ્યું કે-“હું જ રાજાનો કોપ દૂર કરીશ, તમે ફિકર કરશો નહીં.” એવી રીતે કહી મંત્રીને તથા તેની ભાર્યાને આશ્વાસન આપી તે રાજા પાસે ગયો અને કહ્યું કે–“હે દેવ! કુમારના સંબંઘમાં હકીકત વિપરીત બની છે પણ તેમાં મંત્રીનો કાંઈ દોષ નથી.” તેટલામાં મંત્રીની સ્ત્રી પણ આવી. તેણે કહ્યું કે–“મારા દોહદને માટે આ અયોગ્ય કાર્ય મારાથી થયું છે.” ત્યાર પછી મંત્રી પણ આવ્યો અને ભયથી કંપતો હોય તેમ બોલ્યો-“હે રાજ! હું જ અપરાધી છું. સર્વથા મારા પ્રાણ જ લેવા યોગ્ય છે. મારાં કરેલાં અકાર્યને લીધે દુઃખી થવાથી જ મારી સ્ત્રી પોતાનો અપરાઘ જણાવે છે.” આ સર્વ વાત સાંભળીને રાજાએ વિચાર્યું કે-“આ મંત્રી સર્વ પ્રકારે ચતુર, હિતકારી અને આમળાં આપીને મારા પ્રાણનું રક્ષણ કરનાર છે.” એમ વિચારીને સર્વ લોકસમક્ષ મંત્રીને ઉદ્દેશીને કહ્યું કે ૧ લગામ ખેંચવાથી ઊભા રહેવાને બદલે વધારે દોડવાની ટેવ પાડેલી હતી. Page #62 -------------------------------------------------------------------------- ________________ અંતરંગ છ શત્રુને જીતવા વિષે मित्र त्वं यदि नादास्यस्तदा धात्रीफलानि मे । तदा क्वाहं क्व राज्यं च, क्व सुतः क्व परिच्छदः ॥ १ ॥ ભાવાર્થ—“હે મિત્ર! તે દિવસે જો તેં મને આમળાં ન આપ્યાં હોત તો આજ હું ક્યાંથી હોત? મારું રાજ્ય ક્યાંથી હોત? પુત્ર ક્યાંથી થયો હોત? અને આ પરિવાર પણ ક્યાંથી હોત?’’ મંત્રી બોલ્યો કે—‘હે પ્રભો! તમે તો કૃતજ્ઞપણું દેખાડો છો, પરંતુ કુમારની હત્યા કરનારા એવા મને અવશ્ય દંડ આપવો જોઈએ.’” ત્યારે રાજાએ કહ્યું કે‘“તેં મને ત્રણ આમળાં આપ્યાં હતાં, તેમાંથી હજી તો એક વળ્યું.’’ તે સાંભળીને પ્રધાન બોલ્યો કે—‘હે ગુણના સાગર! જ્યારે આપ એમ કહો છો, ત્યારે ત્રણે આમળાંથી સર્યું, તમે પુત્ર સહિત ચિરકાળ રાજ્ય કરો.’’ એમ કહીને રાજપુત્રને લાવી આપ્યો. કુમારને જોઈને સર્વે હર્ષિત થયા. પછી ‘“આમ શા માટે કર્યું?’' એમ રાજાએ પૂછ્યું ત્યારે મંત્રીએ પોતાના પિતાના ઉપદેશથી આરંભીને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. રાજા તે સર્વ વૃત્તાંત સાંભળીને પોતાની પ્રશંસા થઈ જાણી જરા લજ્જિત થયો, અને મંત્રીને પોતાના અર્ધા આસન પર બેસાડીને બોલ્યો કે—“હે મિત્ર! મેં અમૂલ્ય એવા ત્રણ આમળામાંથી એક આમળાને પણ પુત્રતુલ્ય ગણ્યું તે યોગ્ય કર્યું નહીં.’’ આ પ્રમાણે કહી અનેક પ્રીતિવાક્યોથી તેનો સત્કાર કર્યો. આ પ્રમાણે પ્રભાકર મંત્રી સારા રાજાનો આશ્રય પામીને ઘણો સુખી થયો અને તેની સાથે રહીને ચિરકાળ રાજ્યનું પ્રતિપાલન કર્યું. વ્યાખ્યાન ૨૨૩] ૫૩ “પ્રભાકરની જેમ સજ્જન અને દુર્જનના સંગનું ફળ પ્રત્યક્ષ જોઈને વિવેકી પ્રાણીઓએ સુખ અને સદ્ગુણની પ્રાપ્તિને માટે નિરંતર સજ્જનનો જ સંગ કરવો.’’ વ્યાખ્યાન ૨૨૩ અંતરંગ છ શત્રુને જીતવા વિષે कामः क्रोधस्तथा लोभो, हर्षो मानो मदस्तथा । પવર્ગમુત્યુનેòવું, તસ્મિચત્તે સુવી મવેત્ ।શા ભાવાર્થ—‘કામ, ક્રોધ, લોભ, હર્ષ, માન અને મદ–એ છ શત્રુના વર્ગનો ત્યાગ કરવો, કેમકે તેમનો ત્યાગ કરવાથી જ મનુષ્ય સુખી થાય છે.'' આ ગાથાનો વિસ્તારાર્થ નીચે પ્રમાણે છે– (૧) કામ એટલે પરસ્ત્રી ઉપર અથવા નહીં પરણેલી (કુમારી) સ્ત્રી ઉપર અતિ આસક્તિ રાખવી તે. આવો કામ રાવણ અને પદ્મનાભ વગેરેની જેમ જીવને વિવેક તથા રાજ્યથી ભ્રષ્ટ કરે છે અને નરકાદિ ગમનનો હેતુ થાય છે. કહ્યું છે કે तावन्महत्त्वं पांडित्यं, कुलीनत्वं विवेकिता । यावज्ज्वलति चित्तांतर्न पापः कामपावकः ॥ १॥ ભાવાર્થ-‘જ્યાં સુધી મનુષ્યના ચિત્તમાં દુષ્ટ કામરૂપી અગ્નિ પ્રજ્વલિત થતી નથી, ત્યાં સુધી જ તેની મહત્તા, વિદ્વત્તા, કુલીનપણું અને વિવેકીપણું રહે છે.’’ વળી नान्यः कुतनयादाधिर्व्याधिर्नान्यः क्षयामयात् । नान्यः सेवकतो दुःखी, नान्यः कामुकतोऽन्धलः ॥२॥ Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૫ ભાવાર્થ-“પત્રથી વિશેષ બીજી કોઈ આધિ (મનની પીડા) નથી, ક્ષય રોગથી બીજી કોઈ રોગ નથી, સેવક વિના બીજો કોઈ દુઃખી નથી, અને કામ પુરુષ વિના બીજો કોઈ આંઘળો નથી.” (૨) ક્રોધ એટલે બીજાનો અથવા પોતાનો વિનાશ વિચાર્યા વિના કોપ કરવો તે. આવો ક્રોઘ ચંડકોશિયાની જેમ દુર્ગતિનું કારણ હોવાથી સસ્તુરુષને કરવા યોગ્ય નથી. કહ્યું છે કે संतापं तनुते छिनत्ति विनयं सौहार्दमुत्सादयत्युद्वेगं जनयत्यवद्यवचनं सूते विधत्ते कलिम् । कीर्तिं कृतति दुर्मतिं वितरति व्याहंति पुण्योदयं दत्ते यःकुगतिं स हातुमुचितोरोषः सदोषः सताम् ॥१॥ ભાવાર્થ-“જે (ક્રોધ) સંતાપને વિસ્તારે છે, વિનયને છેદી નાંખે છે, મિત્રતાને ઉખેડી નાંખે છે, ઉદ્વેગને ઉત્પન્ન કરે છે, પાપકારી વચનોને જન્મ આપે છે, ક્લેશ કરાવે છે, કીર્તિને કાપી નાંખે છે, દુર્મતિને વિસ્તારે છે, પુણ્યના ઉદયનો નાશ કરે છે, તથા નરકાદિ કુગતિને આપે છે, તેવા દૂષણવાળો ક્રોઘ સન્દુરુષોએ ત્યાગ કરવા લાયક છે.” વળી द्रुमोद्भवं हंति विषं न हि द्रुमं, न वा भुजंगप्रभवं भुजंगमम् । ૧૯ઃ સમુત્પત્તિપર્વ દત્યહો, વાદોવાઇi aોધતાદત્તે પુનઃ Tરા ભાવાર્થ-“વૃક્ષથી ઉત્પન્ન થયેલું વિષ વૃક્ષને હણતું નથી, તેમજ સર્પથી ઉત્પન્ન થયેલું વિષ સર્પને હણતું નથી, પરંતુ આ ક્રોઘરૂપી ભયંકર વિષ તો આકરા દાહવાળું હોવાથી પોતાના ઉત્પત્તિસ્થાનને પણ બાળે છે, તે આશ્ચર્ય છે.” (૩) લોભ એટલે દાન આપવા યોગ્ય (પાત્ર) ને યથાશક્તિ દાન આપવું નહીં અથવા અન્યાયથી પરદનને ગ્રહણ કરવું તે. લોભ સર્વ પાપનું મૂળ છે, તેની ઉપર સાગર શ્રેષ્ઠી, સુભૂમ ચક્રી, મમ્મણ શ્રેષ્ઠી અને લોભનંદી વગેરેનાં દ્રશંતો પ્રસિદ્ધ છે. લોભથી વ્યાકુળ થયેલા પુરુષો અનેક પાપનાં કાર્યો કરે છે. કહ્યું છે કે क्रयविक्रयकूटतुला, लाघव निक्षेपभक्षण व्याजैः । एते हि दिवसचौरा, मुष्णंति महाजने वणिजाः॥१॥ ભાવાર્થ-“મહાજનમાં ગણાતા આ વણિકરૂપી દિવસના ચોરો લેવા તથા દેવાનાં ખોટાં તોલાં કરીને લઘુલાઘવી કળા વડે ઓછું આપીને, થાપણ રાખેલા દ્રવ્યનું ભક્ષણ કરીને, અને વ્યાજના વેપાર કરીને દુનિયાને લૂંટી લે છે.” हृत्वा धनं जनानां, दिनमखिलं विविधवचनरचनाभिः । વિતરતિ ગૃહે વિરતા, ટેન વારિત્રિતયમ્ રા. ભાવાર્થ-“લોભી માણસ આખો દિવસ વિવિધ પ્રકારના વચનની રચના કરીને માણસોનું ઘન હરણ કરે છે. પણ તે નીચ પોતાના ઘરમાં ત્રણ કોડી પણ મહા મુશ્કેલીથી વાપરે છે.” आख्यायिकानुरागी, व्रजति सदा पुस्तकं श्रोतुम् । दष्ट इव कृष्णसर्पः, पलायते दानधर्मेभ्यः॥३॥ Page #64 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૨૩] અંતરંગ છ શત્રુને જીતવા વિષે ૫૫ ભાવાર્થ-કથા સાંભળવાનો રાગી એવો લોભી હમેશાં પુસ્તક શ્રવણ કરવા જાય છે, પરંતુ દાનધર્મની વાત આવે ત્યારે જાણે કૃષ્ણ સર્પથી ડંખાયો હોય તેમ ત્યાંથી તુરત નાસી જાય છે.’’ उत्सृज्य साधुवृत्तं, कुटिलधिया वंचितः परो येन । आत्मैव मूढमतिना, हतसुकृतो वंचितस्तेन ॥४॥ ભાવાર્થ—જેણે સદાચરણનો ત્યાગ કરીને કુટિલ બુદ્ધિથી બીજાને છેતર્યો છે તે મૂઢમતિવાળાએ જેના સુકૃત હણાયા છે એવા પોતાના આત્માને જ છેતર્યો છે, એમ જાણવું.’ द्रव्यानामपि लाभेन, न लोभः परिभूयते । मात्रासमधिकः कुत्र, मात्राहीनेन નીયતે IIII ભાવાર્થ-દ્રવ્યાદિકના લાભથી પણ લોભનો પરાભવ થતો નથી. કેમકે જે માત્રાએ કરીને અધિક હોય, તે ઓછી માત્રાવાળાથી જીતી શકતો નથી.૧, (૪) માન એટલે દુરાગ્રહને છોડવો નહીં, અથવા બીજાના યુક્તિયુક્ત વચનને ગ્રહણ કરવાં નહીં તે. આ માન તત્ત્વ-અતત્ત્વનો વિચાર નહીં કરનારા દુર્યોધન જેવા દુરાગ્રહીને વિશેષે હોય છે. કહ્યું છે કે— दृग्भ्यां विलोकते नोर्ध्वं सप्तांगैश्च प्रतिष्ठितः । " स्तब्धदेहः सदा सोष्मा, मान एव महागजः ॥ १ ॥ ભાવાર્થ—“માન એ મોટા હાથી સમાન છે, કેમકે હાથીની જેમ માની પુરુષ પોતાની દૃષ્ટિ વડે ઊંચું જોતો નથી, સાંગ રાજલક્ષ્મીથી પ્રતિષ્ઠિત રહે છે, તેનું શરીર સ્તબ્ધ થાય છે અને હમેશાં ઉષ્મા સહિત હોય છે, એટલે ફુંફાડા માર્યા કરે છે. આ પ્રમાણે હાથીની ને માનીની સમાનતા છે.’’ આવા માનનો ત્યાગ કરવાથી જ બાહુબળીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું, માટે તેનો ત્યાગ કરવો યોગ્ય છે. (૪) મદ એટલે પ્રાપ્ત થયેલા બળ, કુળ, ઐશ્વર્ય, સ્વરૂપ તથા વિદ્યા વગેરે વડે અહંકાર ક૨વો, અથવા કોઈને બળાત્કારે બાંઘવો તે. કહ્યું છે કે एकः सकलजनानां, हृदयेषु कृतास्पदो मदशत्रुः । येनाविष्टशरीरो, न शृणोति न पश्यति स्तब्धः ॥ १ ॥ ભાવાર્થ-મદરૂપી શત્રુ એક છતાં સર્વ જનોના હૃદયમાં નિવાસ કરે છે અને તે મઠ શત્રુ જેના શરીરમાં પેસે છે તે માણસ સ્તબ્ધ થઈને કાંઈ પણ દેખતો નથી, તેમજ સાંભળતો પણ નથી.’’ शौर्यमदो रूपमदः, शृंगारमदः कुलोन्नतिमदश्च । विभवमदो जातिमदः, मदवृक्षा देहिनामेते ॥ २॥ ભાવાર્થ-‘શૌર્યનો મદ, રૂપનો મદ, કામનો મદ, ઉચ્ચ કુળનો મદ, ધનનો મદ અને જાતિનો મદ–એ મનુષ્યોનાં મદરૂપી વૃક્ષો છે.’’ ૧. ‘લોભ’ શબ્દ માત્રાએ કરીને અધિક છે અને લાભ’ શબ્દ માત્રારહિત છે. બીજી રીતે અર્થ કરતાં માત્રાનો અર્થ પરિમાણ અથવા ધન લેવો. Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદુ ભાષાંતર—ભાગ ૪ शौर्यमदः स्वभुजदर्शी, रूपमदो दर्पणादिदर्शी च । ામમઃ સ્ત્રીવર્શી, વિમવમસ્ક્વેષ નાસંધ ભાવાર્થ—‘શૌર્યના મદવાળો પોતાની ભુજાને જ જુએ છે, રૂપના મદવાળો આરીસા વગેરેમાં પોતાનું મુખ દેખ્યા કરે છે, કામના મદવાળો સ્ત્રીઓને જુએ છે, અને વૈભવના મદવાળો તો જન્માંધ જેવો જ હોય છે.’’ ૫૬ सावधयः सर्वमदा, निजनिजमूलक्षयैर्विनश्यति । ગુરુમન ઃ રુટિનો, વિસ્તૃમતે નિરવધિર્મોગીવ શા ભાવાર્થ-આ સર્વ મદો તો અવધિવાળા છે, એટલે તેઓ પોતપોતાના મૂળનો ક્ષય થવાથી નાશ પામે છે, પરંતુ સર્પના જેવો કુટિલ એક ગુરુમદ છે કે જે અવધિ વિના જ વિકાસ પામે છે.’’ मौने सामंतानां, निस्यंददृशि प्रवृद्धविभवानाम् । भ्रूभंगमुखविकारे, धनिकानां भ्रूयुगे विटादीनाम् ॥५॥ जिह्वासूद्धतविदुषां, रूपवतां दशनकेशवेशेषु । वैद्यानामोष्ठपुटे, ग्रीवायां गुरुनियोगिगणकानाम् ॥६॥ स्कंधतटे सुभटानां, हृदये वणिजां करेषु शिल्पवताम् । गंडेषु कुंजराणां, घनस्तनतटेषु तरुणीनाम् ॥७॥ ભાવાર્થ ‘સામંતોને મૌનપણામાં મદ રહે છે, અઘિક વૈભવવાળાને મટકું માર્યા વિનાની દૃષ્ટિમાં મદ રહે છે, ધનિકને ભૃકુટિનો ભંગ કરવામાં અથવા મુખના વિકારમાં મદ રહે છે, જાર પુરુષોને ભૃકુટિમાં મદ રહે છે, ઉન્નત વિદ્વાનોની જીભમાં મદ હોય છે, રૂપવાળાને દાંત તથા કેશની રચનામાં મદ રહે છે, વૈદ્યોને હોઠ ઉપર મદ રહે છે, મોટા અધિકારી તથા જોશીને ગ્રીવામાં મદ રહે છે, સુભટોને સ્પંથ ઉપર મદ રહે છે, વાણિયાઓને હૃદયમાં મદ રહે છે, કારીગરને હાથમાં મદ રહે છે, હાથીઓને ગંડસ્થલમાં મદ રહે છે, અને સ્ત્રીઓને પોતાના દૃઢ સ્તનમાં મદ રહે છે.’’ ઉન્નત ચિત્તવાળાને આવો મદ કરવો ઉચિત નથી. કેમકે– [સ્તંભ ૧૫ पातालान्न समुद्धतो बलिनृपो नीतो न मृत्युः क्षयं नोन्मृष्टं शशलांछनस्य मलिनं नोन्मूलिता व्याधयः । शेषस्यापि धरा विधृत्य न कृतो भारावतारः क्षणं चेतः सत्पुरुषाभिमानगणना मिथ्या वहन् लज्जसे ||८|| ભાવાર્થ-“હે આત્મા! તેં કાંઈ પાતાલમાંથી બલિ રાજાનો ઉદ્ધાર કર્યો નથી, યમરાજાને ક્ષય પમાડ્યો નથી, ચંદ્રનું મલિનપણું દૂર કર્યું નથી, વ્યાધિઓને નિર્મૂળ કર્યા નથી તથા પૃથ્વીને ધારણ કરીને શેષનાગનો એક ક્ષણવાર પણ ભાર ઉતાર્યો નથી, તેથી સત્પુરુષપણાના અભિમાનની ખોટી ગણના વહન કરતાં તારે શરમાવું જોઈએ.’’ (૬) હર્ષ એટલે કારણ વિના કોઈને દુઃખ આપીને અથવા પોતે શિકાર કે દ્યુત વગેરે અનર્થકારી વ્યસનનો આશ્રય કરીને મનમાં ખુશી થવું તે. આ હર્ષ દુર્ધ્યાનમાં જેમનું ચિત્ત મગ્ન થયું છે એવા અધમ પુરુષોને જ સુભલ છે. કહ્યું છે કે– ૧ વૈભવના મદવાળો ઊંચું જોતો નથી. Page #66 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૨૪] અપ્રમત્તયોગ કર્તવ્ય परवसणं अभिनिदइ, निरवेक्खो निद्दओ निरणुतावो । हरिसिज्जइ कयपावो, रुद्दज्झाणोवगयचित्तो॥१॥ ભાવાર્થ-“રૌદ્ર ધ્યાનમાં અવગત ચિત્તવાળો પ્રાણી પરને કષ્ટમાં પડેલ જોઈને ખુશી થાય છે, નિરપેક્ષપણે વર્તે છે, નિર્દય હોય છે, પાપ કરીને પશ્ચાત્તાપ કરતો નથી, પણ પાપ કરીને ઊલટો ખુશી થાય છે.” तुष्यंति भोजनैर्विप्रा, मयूरा घनगर्जितैः । સાધવ પરજ્યા , વૃત્તિ: પરવિપત્તિમિઃ રામાં ભાવાર્થ-“બ્રાહ્મણો ભોજનથી હર્ષ પામે છે, મોર મેઘની ગર્જનાથી હર્ષ પામે છે, સાધુઓ પરના કલ્યાણથી હર્ષ પામે છે અને ખળ પુરુષો બીજાની આપત્તિ જોઈને હર્ષ પામે છે.” જુઓ! વનવાસમાં પાંડવો દુઃખ પામે છે એવું સાંભળીને તથા જોઈને દુર્યોઘન અત્યંત હર્ષ પામ્યો હતો, તથા શ્રીપાલ રાજાને સમુદ્રમાં નાખી દઈને ઘવલશ્રેષ્ઠી પોતાને ઇષ્ટસિદ્ધિ થયેલી માની અતિ હર્ષ પામ્યો હતો. ઉપર કહેલાં છ અંતરંગ શત્રુઓ નિંદ્ય હોવાથી, અપકીર્તિ તથા અનર્થના હેતુભૂત હોવાથી અને પરલોકમાં દુર્ગતિનાં કારણ હોવાથી વિવેકી પુરુષોએ ત્યાગ કરવા યોગ્ય છે. જે વિવેકી મહાત્મા પુરુષ આ છ અંતરંગ શત્રુઓનો ત્યાગ કરે છે તે ગૃહસ્થાશ્રમમાં રહ્યો સતો પણ ઘર્મકાર્ય, સત્કીર્તિ, સુખ અને શોભા વગેરેને પામે છે. વ્યાખ્યાન ૨૨૪ અપ્રમત્તયોગ કર્તવ્ય કર્મયોગે પડવાઈ થયા છતાં પણ જે ફરીથી પોતાના આત્માને તારે છે તે ઘન્ય છે. તે વિષે કહે છે– शिथिलाः संयमे योगे, भूत्वा भूयोऽप्रमादिनः ।। भवंति ते प्रशस्याः स्युर्यथा सेलकसाधवः॥१॥ ભાવાર્થ-જેઓ ચારિત્ર યોગને વિષે શિથિલ થઈને પણ ફરીથી અપ્રમાદી થાય છે, તેઓ સેલક સાઘુની જેમ પ્રશંસા કરવા લાયક છે.” સેલક મુનિનું દ્રષ્ટાંત નવ યોજન વિસ્તારવાળી અને બાર યોજન લાંબી દ્વારિકા નગરીમાં કૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતા હતા, તે વખતે સોળ હજાર રાજાઓ તેમની આજ્ઞા મસ્તક પર ચડાવતા હતા. તેમને પ્રદ્યુમ્ન વગેરે સાડા ત્રણ ક્રોડ પુત્રો હતા. તેમાં શાંબ વગેરે પુત્રો કોઈથી દમન કરાય તેવા નહોતા. તે નગરીમાં એક થાવસ્ત્રાપુત્ર નામે ગૃહસ્થ કુમાર હતો. તેને તેના માબાપે એક દિવસે બત્રીશ કન્યાઓ પરણાવી હતી. તેમની સાથે તે પંચેંદ્રિય સંબંધી વિષયસુખ ભોગવતો હતો. એક દિવસ દશ ઘનુષ ઊંચી કાયાવાળા શ્રી નેમિનાથ તીર્થકર અઢાર હજાર સાઘુના પરિવાર સહિત દ્વારિકાના ઉદ્યાનમાં સમવસર્યા. તે સમાચાર વનપાળના મુખથી સાંભળીને કૌમુદિકી નામની ભેરીથી ઉદ્ઘોષણા કરાવી ચતુરંગ સેના સહિત શ્રીકૃષ્ણ પ્રભુને વાંદવા ગયા. સર્વ પીરજનો સાથે થાવગ્ગાપુત્ર પણ વાંચવા Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૫ ગયો. ત્યાં પ્રભુએ કહેલી ઘર્મદેશના સાંભળીને બોઘ પામેલા થાવસ્ત્રાપુત્રે ઘેર આવી પોતાની માતાને કહ્યું કે-“મને દીક્ષા અપાવો.” માતાએ સંસારના સુખનો ઘણો લોભ લગાડ્યો, પણ તે લોભાયો નહીં. ત્યારે તેની માતા કૃષ્ણ પાસે ગઈ અને ભેટશું મૂકીને વિનંતિ કરી કે “હે રાજનું! દીક્ષા લેવાને ઇચ્છતા મારા પુત્રને તમે શિખામણ આપો. જો મારો એકનો એક પુત્ર દીક્ષા લેશે તો હું નિરાઘાર થઈને શી રીતે જીવીશ?” કૃષ્ણ તેને ધીરજ આપીને સેના સહિત તેને ઘેર ગયા, અને થાવાપુત્રને કહ્યું કે-“હે વત્સ! તું સંસારના વિલાસોને આનંદથી ભોગવ. અમારી છાયામાં રહેવાથી તારું કાંઈ પણ અહિત થશે નહીં.” તે સાંભળીને થાવાપુત્ર હસીને બોલ્યો કે–“હે રાજન! એક મૃત્યુએ જ મને અનંતી વાર વિટંબના પમાડી છે, તે મારા અહિતને તમે નિવારણ કરો તો તમે મારા ખરા હિતવાંછક છો એમ હું માનું.” કૃષ્ણ કહ્યું કે-“તે તો પરમાનંદની પ્રાપ્તિ થાય ત્યારે જ થાય તેમ છે.” ત્યારે થાવસ્ત્રાપુત્ર બોલ્યો કે “એટલા માટે જ મૃત્યુએ કરેલા અહિતનું નિવારણ કરવા સારુ શ્રી નેમિનાથના ચરણકમળને સેવવા હું ઇચ્છું છું.” આ પ્રમાણે તેની સ્થિરતા જોઈને હર્ષ પામેલા કૃષ્ણ નગરીમાં ઉદ્ઘોષણા કરાવી કે-“આ થાવગ્ગાપુત્રની સાથે જે કોઈ દીક્ષા લેશે તેના કુટુંબનું ભરણપોષણ તથા દીક્ષાનો ઉત્સવ કૃષ્ણ જાતે કરશે.” આવી ઉદ્ઘોષણા થવાથી એક હજાર માણસો દીક્ષા લેવા તૈયાર થયા. તે સર્વની સાથે થાવસ્ત્રાપુત્રનો દીક્ષા મહોત્સવ શ્રીકૃષ્ણ કર્યો. હજાર પુરુષોથી વહન થઈ શકે એવી શિબિકામાં બેસીને હજાર દીક્ષાભિલાષી માણસો સહિત થાવાપુત્ર જિનેશ્વર પાસે આવ્યો, તે વખતે તેની માતાએ પ્રભુને કહ્યું કે-“આ શિષ્યરૂપી ભિક્ષા ગ્રહણ કરો, અને તેને બન્ને પ્રકારની શિક્ષા (શિખામણ) આપો.” પછી તેણે આંખમાં અશ્રુ લાવીને પુત્ર પ્રત્યે કહ્યું કે–“હે પુત્ર! આ ચારિત્ર પાળવામાં કિંચિત્ પ્રમાદ કરીશ નહીં.” પછી થાવગ્ગાપુત્ર હજાર માણસો સહિત પ્રભુ પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી અને અનુક્રમે સામાયિકથી આરંભીને ચૌદ પૂર્વનો અભ્યાસ કરી તેઓ એક હજાર શિષ્યના આચાર્ય થયા. એકદા જિનેશ્વરની આજ્ઞા લઈને વિહાર કરતાં કરતાં થાવસ્ત્રાપુત્ર આચાર્ય સેલકપુરે સમવસર્યા. તે પુરમાં પંથક વગેરે પાંચસો મંત્રીઓનો સ્વામી સેલક નામે રાજા રાજ્ય કરતો હતો. તેણે આચાર્ય પાસે મોટા ઉત્સવપૂર્વક આવીને ઘર્મદેશના સાંભળી. પછી પાંચસો અમાત્ય સહિત તેણે શ્રાવકઘર્મ અંગીકાર કર્યો. હવે સૌગંધિક નામના નગરમાં એક સુદર્શન નામે શ્રેષ્ઠી રહેતો હતો. એકદા ચાર વેદને જાણનાર તથા શૌચ, સંતોષ, સ્વાધ્યાય, તપ તથા દેવનું ધ્યાન ઇત્યાદિ ઘર્મના નિયમવાળો અને ગેરુએ રંગેલા વસ્ત્રને ધારણ કરનાર શુક નામનો પરિવ્રાજક એક હજાર શિષ્યો (તાપસી) સહિત ત્યાં આવ્યો. તેનો શૌચમૂલક સાંખ્ય ઘર્મ સાંભળીને સુદર્શને તે ગ્રહણ કર્યો. એકદા વિહાર કરતાં કરતાં થાવસ્ત્રાપુત્ર આચાર્ય તે નગરમાં પધાર્યા. તે વાત સાંભળી સુદર્શને તેમની પરીક્ષા કરવા માટે તેમની પાસે આવીને પૂછ્યું કે–“તમારો શૌચમૂલક ઘર્મ છે કે બીજો ઘર્મ છે?” સૂરિએ કહ્યું કે–“હે શ્રેષ્ઠી! અમારો વિનયમૂલક ઘર્મ છે. તે પણ સાધુ શ્રાવક ભેદે કરીને બે પ્રકારનો છે, અને બીજા તેના શાંત્યાદિ દશ પ્રકાર છે.” ઇત્યાદિ વાક્યોથી પ્રતિબોઘ પામીને સુદર્શને શ્રાવકઘર્મ ગ્રહણ કર્યો અને જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ જાણીને અસ્થિમજ્જએ જૈનધર્મ ઉપર પ્રેમવાળો થયો. Jain Education Interational Page #68 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૨૪] અપ્રમત્તયોગ કર્તવ્ય ૫૯ અન્યદા તેનો પૂર્વગુરુ શુક પરિવ્રાજક હજાર શિષ્યો સહિત તે નગરમાં આવ્યો. ત્યાં સુદર્શનને અન્ય ઘર્મમાં આસક્ત થયેલો જોઈને “અરે રે! કયા પાંખડીથી તે છેતરાયો?” એમ તેણે પૂછ્યું, એટલે શ્રેષ્ઠી બોલ્યો કે–“મારા ગુરુ ચાર જ્ઞાનને ઘારણ કરનારા થાવસ્ત્રાપુત્ર નામના આચાર્ય છે તે અહીં જ છે, તેમણે મને વિનયમૂલક ઘર્મ પમાડ્યો છે.” પછી હજાર શિષ્યોને સાથે લઈને શુક પરિવ્રાજક તે શ્રેષ્ઠીની સાથે સૂરિ પાસે જઈને તેમને પ્રશ્નો પૂછવા લાગ્યો. શકહે ભગવન્! તમારે યાત્રા, યાપનિકા, અવ્યાબાઘા અને પ્રાસક વિહાર છે? સૂરિ–હે શુક!તે સર્વ અમારે છે. શુક–હે ભગવન્! તમારે કઈ યાત્રા છે? સૂરિ–હે શુક! સાધુઓને જ્ઞાનાદિક ત્રણ રત્ન મેળવવામાં યત્ન કરવો, તે યાત્રા હોય છે. શુક–હે ભગવન્!તમારે યાપના શી છે? સૂરિ-હે શુક! યાપના બે પ્રકારની હોય છે—ઇંદ્રિય થાપના અને નોઇંદ્રિય યાપના. તેમાં શુભ અને પ્રશસ્ત માર્ગને અનુસરવાથી પાંચ ઇંદ્રિયો સંબંઘી યાપના અમારે શુભ છે, અને ક્રોધાદિ રહિત અંતઃકરણ હોવાથી નોઈદ્રિય યાપના પણ અમારે પ્રશસ્ત છે. શુક–હે ભગવન્! તમને અવ્યાબાધા શી રીતે છે? સૂરિ-હે શુક! વિવિધ પ્રકારની વ્યાધિઓ અમને પીડા કરતી નથી, તે અવ્યાબાધા છે. શુક-હે આચાર્ય! તમારે પ્રાસુક વિહાર શી રીતે છે? સૂરિ–સ્ત્રી, પશુ અને નપુંસક રહિત વસતીમાં, જીવ રહિત સ્થાને, પાટ પાટલાં વગેરે યાચના વડે ગ્રહણ કરીને અમે વિચારીએ છીએ–રહીએ છીએ, તે અમારે પ્રાસુક વિહાર છે. પછી શુક આચાર્ય “સરિસવયા ભક્ષણ કરવા લાયક છે? કે અભક્ષ્ય છે?” ઇત્યાદિ છઠ્ઠા અંગમાં વર્ણવેલા પ્રશ્નો પૂછ્યા; તેના યોગ્ય ઉત્તર સાંભળીને સુલભબોઘી હોવાથી તે પ્રતિબોઘ પામ્યા, એટલે હજાર શિષ્યો સહિત તેમણે જૈની દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે તે સૂરિપદ પામ્યા. પછી થાવસ્ત્રાપુત્ર આચાર્ય પોતાનો નિર્વાણ સમય નજીક જાણી હજાર મુનિઓ સહિત શત્રુંજય ગિરિએ પધાર્યા. ત્યાં એક માસનું અનશન ગ્રહણ કરી પ્રાંતે કેવલી થઈને મુક્તિપદ પામ્યા. ત્યાર પછી ચૌદ પૂર્વને જાણનાર શુક આચાર્ય વિહાર કરતાં કરતાં અન્યદા સેલકપુરના ઉદ્યાનમાં સમવસર્યા. તે વાત જાણીને સેલક રાજા પાંચસો મંત્રીઓ સહિત તેમને વાંદવા ગયો. ગુરુને નમી ઘર્મોપદેશ સાંભળીને સેલક રાજા વૈરાગ્ય પામી પોતાને ઘેર ગયો. ત્યાં પોતાની રાણી સાથે બેસીને પાંચસો મંત્રીઓને તેણે કહ્યું કે “હે પ્રઘાનો! હું સમસ્ત પાપનો નાશ કરનારી પ્રવ્રજ્યા લેવાનો છું, તમે શું કરશો?” તેઓ બોલ્યા-“હે સ્વામિ! અમે પણ સંયમનાં સુખની ઇચ્છાવાળા છીએ, તેથી તમારી સાથે વ્રત ગ્રહણ કરીશું.” ત્યારે રાજાએ કહ્યું કે “જો એમ છે તો તમે પોતપોતાને ઘેર જઈ પોતપોતાના પુત્રને ગૃહનો કાર્યભાર સોંપીને હજાર પુરુષોથી વહન થાય તેવી શિબિકા ઉપર આરૂઢ થઈ અહીં જલદી આવો.” તેઓને એ પ્રમાણે કહીને રાજાએ પોતાના પુત્ર મંડુકકુમારને રાજ્યાભિષેક કર્યો. પછી મંડુક રાજાએ જેનો નિષ્ક્રમણોત્સવ કર્યો છે એવા રાજાએ પાંચસો મંત્રીઓ સહિત શુક આચાર્યની પાસે આવીને ત્રિવિશે ત્રિવિઘે સર્વ સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન કર્યું. અનુક્રમે સેલકમુનિને બાર અંગને ઘારણ કરનાર થયેલા જાણીને શુક સૂરિએ તેમને સૂરિપદ Page #69 -------------------------------------------------------------------------- ________________ • so શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૫ ઉપર સ્થાપન કર્યા. પછી શુકસૂરિ ચિરકાળ વિહાર કરીને હજાર મુનિઓ સહિત શત્રુંજયગિરિ પર ગયા. ત્યાં એક માસનું અનશન કરીને મોક્ષપદ પામ્યા. - શ્રી સેલનાચાર્યનું શરીર લૂખું, સૂકું, તુચ્છ અને કાલાતિક્રાંત ભોજન કરવાથી કંડ (ખરજ), દાહ તથા પીત જ્વરના વ્યાધિથી વ્યાપ્ત થયું. તેઓ વિહાર કરતાં કરતાં અનુક્રમે સેલકપુરે આવ્યા. ત્યાં તેમનો પુત્ર મંડુક રાજા તેમને વાંદવા આવ્યો. ઘર્મદેશના સાંભળીને તેણે શ્રાવકઘર્મ અંગીકાર કર્યો. પછી આચાર્યનો દેહ શુષ્ક તથા વ્યાધિગ્રસ્ત જાણીને તેણે કહ્યું કે “હે ગુરુ! મારી યાનશાળામાં નિવાસ કરો.” એટલે સૂરિ પાંચસો શિષ્યો સહિત ત્યાં રહ્યા. પછી મંડુક રાજાએ ગુરુની આજ્ઞા લઈને વૈદ્ય બોલાવ્યો; તેણે ઔષઘ કરવા માંડ્યું. પરંતુ રોગના મૂલ ઉચ્છેદનને માટે તેણે મદ્યપાન કરાવ્યું; તેથી સૂરિ નીરોગી થયા; પરંતુ રસલોલુપ થઈ ગયા. કહ્યું છે કે “અભક્ષ્ય એવા મદ્યપાનાદિક વડે સાધુ મૂર્ણિત, વૃદ્ધ, ઉન્નવિહારી, પાસસ્થા, કુશીળીઆ, પ્રમાદી અને સંસક્તા થઈ જાય છે.” ગુરુની એવી સ્થિતિ જોઈને એક પંથક વિના બીજા ચારસો નવાણું સાધુઓએ વિચાર કર્યો કે “ગુરુ તો પ્રમાદી અને એકસ્થાન નિવાસી થઈ ગયા છે, તેથી આપણે ગુરુની આજ્ઞા લઈને વિહાર કરીએ.” આમ વિચારીને તેઓએ આજ્ઞા લઈને ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. માત્ર એક પંથક મુનિ તેમની વૈયાવચ્ચ કરવા રહ્યા. અન્યદા ચાતુર્માસની ચતુર્દશીને દિવસે સૂરિ અત્યંત મદ્યપાન કરીને સૂતા હતા. તે વખતે પંથક મુનિ દેવની પ્રતિક્રમણ કરીને કાર્તિક ચોમાસીના ખામણા ખામવા માટે નિદ્રા પામેલા ગુરુના પાદમાં મસ્તક રાખીને “મુદ્દિમોહં' ઇત્યાદિ બોલવા લાગ્યા. તે શબ્દ સાંભળવાથી તથા પોતાના પગને સ્પર્શ થવાથી ગુરુની નિદ્રાનો ભંગ થયો. તેથી “મને કોણ જગાડે છે?” એમ બોલતાં ગુરુ ઊડ્યા. ત્યારે પંથક વિનયથી નગ્ન થઈને બોલ્યો-“હે સ્વામિ!મને ધિક્કાર છે કે ચાતુર્માસીના ખામણા માટે મેં આપને જગાડ્યા. માટે મારો અપરાધ ક્ષમા કરો.” આ પ્રમાણેના તેના વિનય ભરેલા વાક્યથી લક્સ પામીને સેલકાચાર્ય તેની અનુમોદના કરવા લાગ્યા, અને પ્રમાદમાં આસક્ત થયેલા પોતાની અનેક પ્રકારે નિંદા કરવા લાગ્યા–“અરેરે! મેં રસમાં વૃદ્ધ થઈને ચારિત્રરત્નને મલિન કર્યું, આ શિષ્યને ઘન્ય છે કે તેણે મને બાહ્યથી તથા અત્યંતરથી એમ બન્ને પ્રકારે જાગૃત કર્યો. અહો! હું ક્યાં અને આ શિષ્ય ક્યાં? મારામાં અને તેનામાં ઘણું અંતર છે. મારો ગુરુ તો ખરેખરો એ જ છે, કેમકે તે પંથકે મને રસ્તા ઉપર આપ્યો, માટે તેણે “પંથક' એટલે “માર્ગ દેખાડનાર' એવું પોતાનું નામ સાર્થક કર્યું. વળી નહીં વાંદવા યોગ્ય એવા મને દ્વાદશાવર્ત વંદન પૂર્વક વંદના કરી, અને મારા દોષ જાણતાં છતાં તેણે ગુપ્ત રાખ્યા.” ઇત્યાદિ તેની પ્રશંસા કરીને સૂરિએ વિચાર્યું કે-“કાલે મંડુક રાજાની રજા લઈ અહીંથી વિહાર કરીને ફરીથી નિર્મળ સંયમને પાળું.” પછી તે પ્રમાણે કરીને આલોયણ વડે પોતાના આત્માની શુદ્ધિ કરી સેલક ગુરુ ઘણા ભવ્ય પ્રાણીઓને બોઘ પમાડી છેવટ પાંચસો મુનિ સહિત સિદ્ધાચળ ઉપર પધાર્યા. ત્યાં એક માસનું અનશન કરીને માસને અંતે પરમાનંદપદને પામ્યા. આચારથી ભ્રષ્ટ થયેલા એવા ગુરુને પણ તજ્યા વિના ક્ષામણાદિ વિથિના મિષથી પંથક સાઘુએ તેને માર્ગ પર આણ્યા, અને છેવટ તે સેલક સૂરિ સિદ્ધાચલ ઉપર સિદ્ધિપદને પામ્યા.” ૧ બહુ વખત જવાથી અત્યંત ઠરી ગયેલું. Page #70 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૨૫] કાર્તિકી પૂર્ણિમાનું માહાભ્ય વ્યાખ્યાન ૨૫ કાર્તિકી પૂર્ણિમાનું માહાભ્ય यः कुर्यात् कार्तिकीं राका-मत्राहध्यानतत्परः । स भुक्त्वा सर्वसौख्यानि, निर्वृतिं लभते ततः॥४॥ ભાવાર્થ-“જે માણસ અહીં (સિદ્ધાદ્રિ ઉપર) જિનેશ્વરના ધ્યાનમાં તત્પર થઈને કાર્તિકી પૂનમ કરે, તે આ લોકમાં સર્વ સુખ ભોગવીને પછી મોક્ષસુખને પામે છે.” एकेनाप्युपवासेन, कार्तिक्यां विमलाचले । રવિવાહિત્યતિ–પતિનુત્તે બનઃ રા. ભાવાર્થ-“શત્રુંજય ગિરિ ઉપર કાર્તિકી પૂનમને દિવસે માત્ર એક ઉપવાસ કરવાથી માણસ ઋષિહત્યા, સ્ત્રી હત્યા અને બાળહત્યા વગેરે પાપોથી મુક્ત થાય છે.” તે ઉપર દ્રષ્ટાંત નીચે પ્રમાણે– દ્રાવિડ વાલિખિલ્લ કથા ઋષભદેવનો પુત્ર દ્રવિડ નામે હતો. તેને દ્રાવિડ અને વાલિખિલ્લ નામના બે પુત્રો થયા હતા. એકદા દ્રાવિડને મિથિલાનું રાજ્ય અને વાલિખિલ્લને લાખ ગામો આપીને દ્રવિડે પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. અન્યદા દ્રાવિડ પોતાના નાના ભાઈને અધિક સંપત્તિવાળો જોઈને તેની ઉન્નતિ નહીં સહન થવાથી તેના પર દ્વેષ કરવા લાગ્યો. વાલિખિલ્લ પણ તે વૃત્તાંત જાણીને મોટા ભાઈ પર દ્વેષ ઘરવા લાગ્યો. એ રીતે પરસ્પર દ્વેષ થવાથી તેઓ એકબીજાના રાજ્ય ગ્રહણ કરવામાં ઉત્સુક થયા, અને પરસ્પરના છળ જોવા લાગ્યા. તેવામાં એક વખત વાલિખિલ્લ દ્રાવિડના નગરમાં આવતો હતો, ત્યારે દ્રાવિડે તેને નગરમાં આવતો અટકાવ્યો. તેથી વાલિખિલ્લને ક્રોધ ચડ્યો એટલે તેણે યુદ્ધ કરવા માટે પોતાનું સૈન્ય એકઠું કર્યું. દ્રાવિડ પણ યુદ્ધ માટે તૈયાર થઈ ગયો. બન્ને જણ સામસામા આવ્યા. વચ્ચે પાંચ યોજન યુદ્ધભૂમિ રાખીને બન્ને જણાએ સેનાનો પડાવ નાંખ્યો. બન્નેના સૈન્યમાં દશ દશ લાખ હાથી, ઘોડા અને રથો હતા, તથા દશ ક્રોડપત્તિ હતા. પછી નિશ્ચય કરેલા દિવસે યુદ્ધ શરૂ કર્યું. હાથીવાળા હાથીવાળા સાથે અને પત્તિ પત્તિ સાથે એવી રીતે સમાન યુદ્ધ થવા લાગ્યું. આ પ્રમાણે નિરંતર યુદ્ધ કરતાં સાત માસ વ્યતીત થઈ ગયા. તેમાં એકંદર દશ ક્રોડ સુભટોનો નાશ થયો. તેવામાં વર્ષા ઋતુ આવવાથી યુદ્ધ બંઘ રાખીને ઘાસ અને પાંદડાંની ઝૂંપડીઓ કરીને ત્યાં જ રહ્યા. અનુક્રમે વર્ષાઋતુ વ્યતીત થઈ, અને સર્વ ઘાન્ય તથા ઔષધિઓ પાકી ગઈ. તે વખતે દ્રાવિડ પોતાના પરિવાર સહિત વનની સમૃદ્ધિ (શોભા) જોવા માટે નીકળ્યો. આગળ ચાલતાં પોતાના વિમલમતિ નામના પ્રઘાનની પ્રેરણાથી કોઈ તાપસના આશ્રમમાં ગયો. ત્યાં જટારૂપી મુકુટથી સુશોભિત, વલ્કલ વસ્ત્રને ઘારણ કરનાર અને પર્યકાસને બેઠેલા સુવલ્લુ નામના કુલપતિને દીઠા. તેની ફરતા ઘણા તાપસી બેઠેલા હતા; અને તેની આકૃતિ શાંત તથા દયાળુ જણાતી હતી. એવા કુલપતિને જોઈને દ્રાવિડ રાજાએ તેને પ્રણામ કર્યા. મુનિએ પણ ધ્યાન તજી દઈ રાજાને આશીર્વાદનાં વચન વડે હર્ષિત કર્યો. પછી કુલપતિ અનુગ્રહની બુદ્ધિથી ઘર્મદેશના આપવા લાગ્યા–“હે રાજનું! આ સંસારરૂપી સાગર અનંત દુઃખરૂપી જળથી ભરેલો છે, કામક્રોઘાદિક મકરના સમૂહથી તે અતિ Page #71 -------------------------------------------------------------------------- ________________ કર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૫ ભયંકર છે. તેમાં આખા જગતને ગળી જવામાં લાલચુ એવો લોભરૂપી વડવાનળ રહેલો છે, અને તેમાં રહેલા વિષયોરૂપી આવર્તમાં નિમગ્ન થયેલા સુર, અસુર અને રાજાઓ વગેરે કોઈ પણ પ્રકારે તેમાંથી નીકળી શકતા નથી. આ સંસારમાં જે રાજ્ય પામવું તે અંતે નરકને આપનારું જ છે, માટે હે રાજ! તમને એવા નરકરૂપી અનર્થન આપનારા રાજ્યના લોભથી ભાઈની સાથે મહા અનર્થકારી યુદ્ધ કરવું યોગ્ય નથી. જેઓ એક ખંડ માત્ર પૃથ્વીના લોભથી બંધુ વગેરેનો નાશ કરે છે તે અનંત દુઃખો પામે છે. માટે તમારે શ્રી ઋષભપ્રભુના પૌત્રોને આવો ક્લેશ કરવો યોગ્ય નથી.” આ પ્રમાણેનાં કુલપતિનાં વચનો સાંભળીને દ્રાવિડ રાજા બોલ્યો કે–“હે ભગવન્! પૂર્વે ભરત તથા બાહુબળી વગેરેએ પણ તે કારણને લીધે પરસ્પર યુદ્ધ કર્યા હતાં, તો અમારો શો દોષ?” મુનિ બોલ્યા કે–“હે રાજા! ભારતે પૂર્વ જન્મમાં સાધુઓને આહાર દેવાની ભક્તિએ કરીને ચક્રવર્તીપણું ઉપાર્જન કર્યું હતું, અને બાહુબળીએ સાઘુઓની વૈયાવચ્ચ કરીને બાહુનું બળ ઉપાર્જન કર્યું હતું. બન્ને પોતપોતાના શુભ કર્મનું ફળ પામ્યા હતા. ભરત ચક્રીએ તો ચક્રરત્ન આયુઘશાળામાં ન પેસવાથી યુદ્ધ કર્યું, અને બાહુબળીએ એવો વિચાર કર્યો કે–પિતાએ મને રાજ્ય આપ્યું છે, તે ભરત લઈ લેવાને ઇચ્છે છે, તો શું હું નિર્બળ છું કે આપી દઉં? અર્થાત્ તેની આજ્ઞા સ્વીકારું? હું તો તાતના ચરણકમળ સિવાય બીજાને નમીશ નહીં.” ઇત્યાદિ કારણથી તેમનું યુદ્ધ થયું હતું. તેમ છતાં પણ દેવતાઓના કહેવાથી તે બન્ને બોઘ પામ્યા હતા, અને તેમણે પોતાના આત્માને તાર્યા હતા. માટે હે રાજન! તેવા પુરુષસિંહોની સ્પર્ધા તમારે કરવી યોગ્ય નથી.” આ પ્રમાણેનાં કુલપતિનાં વચનો સાંભળીને દ્રાવિડ રાજા લર્જિત થયો, અને પશ્ચાત્તાપ કરવા લાગ્યો. તે બોલ્યો કે-“હે મુનિ! મેં મૂર્ખાએ અજ્ઞાનતાથી મારા કાકાની સમાનતા ગ્રહણ કરી, પરંતુ કાચ ચિંતામણિના પ્રભાવને કદી પણ પામી શકતો જ નથી. આપે મને ઘોર નરકમાં પડતો બચાવ્યો; હવે મારાં વિવેકરૂપી નેત્ર ઊઘડ્યાં” આ પ્રમાણે બોલીને તે જાતે પોતાના નાના ભાઈને ખમાવવા ચાલ્યો. વાલિખિલ્લ પણ મોટા ભાઈને સન્મુખ આવતો જોઈને પોતે જ તેની સામે ગયો, અને તેના પગમાં પડ્યો, એટલે દ્રાવિડે તેને ઊભો કરી સ્નેહપૂર્વક આલિંગન કર્યું. વાલિખિલ્લી બોલ્યો-“હે ભાઈ! તમે મારા જ્યેષ્ઠ બંધુ છો, માટે મારું રાજ્ય ગ્રહણ કરો.” દ્રાવિડ પણ ગદ્ગદ કંઠે બોલ્યો-“હે ભાઈ! રાજ્યથી શું? આ સંસારના કામભોગ અનિત્ય છે, દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ઘર્મ વિના બીજું કાંઈ પણ શરણભૂત નથી, માટે મારે તો વ્રત અંગીકાર કરવું છે, તેથી તને ખમાવવા આવ્યો છું.” નાનો ભાઈ બોલ્યો-“હે ભાઈ! જો તમે સર્વ પ્રકારે શ્રેય કરનાર વ્રતને આદરવા ઇચ્છો છો, તો મારે પણ તે જ અંગીકાર કરવું છે.” એમ કહી બન્ને જણાએ પોતપોતાના પુત્રને રાજ્ય સોંપી પોતપોતાના મંત્રીઓ સહિત દશ ક્રોડ પુરુષો સાથે તે જ તાપસ પાસે જઈ તાપસવ્રત ગ્રહણ કર્યું. તે સર્વે કંદમૂળનો આહાર કરતા, ગંગાજળમાં સ્નાન કરતા, અને અલ્પ કષાય તથા અલ્પ નિદ્રાવાળા થઈને જપમાળા વડે શ્રી યુગાદીશ પ્રભુનું સ્મરણ કરતા તથા પરસ્પર ઘર્મકથા કરતા હતા. એ પ્રમાણે તેમણે એક લાખ વર્ષ ત્યાં જ નિર્ગમન કર્યા. એકદા નમિવિનમિ નામના વિદ્યાઘર રાજર્ષિના બે પ્રશિષ્યો આકાશ માર્ગે ત્યાં આવ્યા. તેમને ૧ શિષ્યના શિષ્ય. Page #72 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૨૫] કાર્તિકી પૂર્ણિમાનું માહાત્મ્ય ૬૩ તે સર્વે તાપસોએ વાંદીને પૂછ્યું કે–‘તમે ક્યાં જાઓ છો?’’ ત્યારે તે બન્ને મુનિઓ તેમને ધર્મલાભની આશિષ આપીને બોલ્યા કે−‘અમે પુંડરિક ગિરિની યાત્રા કરવા જઈએ છીએ.’ તાપસોએ પૂછ્યું કે—‘‘તે ગિરિનું માહાત્મ્ય કેવું છે?’’ મુનિએ જવાબ આપ્યો કે— अनंता मुक्तिमासेदुरत्र तीर्थप्रभावतः । सेत्स्यति बहवोऽप्यत्र, शुद्धचारित्रभूषिताः ॥ १ ॥ ભાવાર્થ-‘અહીં (સિદ્ધાચળ ઉપર) તીર્થના પ્રભાવથી શુદ્ધ ચારિત્રથી શોભતા એવા અનંત જીવો મુક્તિ ગયા છે, અને હજુ પણ ઘણા જીવો અહીં સિદ્ધિપદને પામશે.’’ આ પ્રમાણે લાખ વર્ષ સુધી કહીએ તોપણ તે તીર્થના મહિમાનો પાર આવે તેમ નથી. તે તીર્થમાં નિમવિનિમ નામના મુનીંદ્ર બે ક્રોડ મુનિઓ સહિત પુંડરિક ગણઘરની જેમ ફાલ્ગુન સુદિ દશમીને દિવસે મોક્ષે ગયા છે. પૂર્વે શ્રીમાન અનંત જ્ઞાનગુણના ભંડાર શ્રી ઋષભદેવના ગણધરો વગેરે કેવળીનાં વચનથી અમે સાંભળ્યું છે કે આગામી કાળે આ તીર્થે ઘણા ઉત્તમ પુરુષો સિદ્ધિપદને પામશે. શ્રી રામચંદ્ર રાજર્ષિ ત્રણ ક્રોડ મુનિ સહિત સિદ્ધિને પામશે, એકાણું લાખ મુનિઓ સહિત નારદજી મુક્તિ પામશે, સાડા આઠ ક્રોડ મુનિઓ સહિત શાંબ અને પ્રધુમ્ર સિદ્ધિને પામશે, વીશ ક્રોડ મુનિ સહિત પાંડવો સિદ્ધિને પામશે, થાવચ્ચાપુત્ર તથા શુક આચાર્ય વગેરે હજાર હજાર સાધુઓ સહિત મુક્તિ પામશે, પાંચસો સાધુ સહિત સેલક રાજર્ષિ સિદ્ધિને પામશે તથા શ્રી ઋષભદેવ સ્વામીના શાસનમાં પણ અસંખ્ય કોટી લક્ષ સાધુઓ મુક્તિપદને પામશે.' તેથી કેવળજ્ઞાની પણ એ તીર્થના મહિમાનું વર્ણન કરવાને શક્તિમાન નથી.'' ઇત્યાદિ માહાત્મ્ય સાંભળીને તે સર્વે તાપસો પુંડરિક તીર્થની યાત્રા કરવા ઉત્સુક થયા. એટલે તે મુનિની સાથે તે તરફ ભૂમિમાર્ગે પ્રયાણ કર્યું. માર્ગમાં તે વિદ્યાધર મુનિના ઉપદેશથી તે સર્વ તાપસોએ મિથ્યાત્વની ક્રિયાઓ છોડી દઈ લોચ કરીને સાધુધર્મ અંગીકાર કર્યો. અનુક્રમે દૂરથી સિદ્ધાચલને દૃષ્ટિ વડે જોઈને તેમને અત્યંત હર્ષ ઉત્પન્ન થયો. પછી ત્યાં પહોંચી, ઉપર ચડીને શ્રી ભરતચક્રીના બનાવેલા ચૈત્યોમાં યુગાદીશ પ્રભુને તેઓ ભક્તિપૂર્વક નમ્યા. ત્યાર પછી માસક્ષપણને અંતે તે વિદ્યાધર મુનિઓએ તેમને કહ્યું કે “હે મુનિઓ ! તમારા અનંત કાળથી સંચય કરેલાં પાપકર્મો આ તીર્થની સેવા વડે ક્ષય પામશે, માટે તમારે અહીં જ તપસંયમમાં તત્પર થઈને રહેવું.’’ એમ કહીને તે બન્ને મુનિ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. પછી તે દ્રાવિડ, વાલિખિલ્લ વગેરે દશ ક્રોડ સાઘુઓ ત્યાં જ રહીને તપ કરવા લાગ્યા. અનુક્રમે એક મહિનાની સંલેખના કરીને તે સર્વે કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. તેમના પુત્રોએ ત્યાં આવી તેમના નિર્વાણસ્થાને પ્રાસાદો કરાવ્યા. શ્રી ભરતેશના નિર્વાણથી પૂર્વ કોટી વર્ષો ગયા પછી દ્રાવિડ વગેરે મુનિઓનું નિર્વાણ થયું. કાળના ક્રમે કરીને આ વૃત્તાંત નહીં જાણનારા મિથ્યાત્વીઓ કાર્તિકી પૂનમને દિવસે મિથ્યામોહથી શત્રુંજયને છોડીને બીજા સેંકડો ક્ષુદ્ર તીર્થોમાં ભટકે છે. ‘“જેઓ સંઘ સહિત શ્રી સિદ્ધાચળ ઉપર જઈને કાર્તિક તથા ચૈત્ર માસની પૂર્ણિમાને દિવસે આદરપૂર્વક દાન તથા તપ વગેરે કરે છે તેઓ મોક્ષસુખને ભોગવનાર થાય છે.’’ ॥ પંચદશ સ્તંભ સમાપ્ત । Page #73 -------------------------------------------------------------------------- ________________ (રંભ ૧૬) વ્યાખ્યાન ૨૨૬ છ લેયાનું સ્વરૂપ कीर्तिधरमुनीन्द्रेण, प्रियंकरनृपं प्रति । लेश्यास्वरूपमाख्यातं, तच्छ्रुत्वासौ शुभां दधौ ॥१॥ ભાવાર્થ-“કીર્તિધર મુન, પ્રિયંકર રાજાને વેશ્યાનું સ્વરૂપ કહી બતાવ્યું છે, તે સાંભળીને તેમાંની શુભ લેશ્યા તેણે ઘારણ કરી.” પ્રિયંકર રાજાની કથા અક્ષપુર નામના નગરમાં અરિદમન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને પ્રિયંકર નામે પુત્ર હતો. એક દિવસ દિયાત્રા કરીને વિજય પામેલો રાજા ઘણો કાળ વ્યતીત થયેલો હોવાથી પ્રિયાના દર્શન માટે અતિ ઉત્સુક થયો; તેથી પોતાની સેનાને પણ પાછળ મૂકીને એકલો જ ત્વરાથી પોતાના નગરમાં આવ્યો. તે વખતે પોતાનું નગર ધ્વજ, તોરણ વગેરેથી શોભિત જોઈને આશ્ચર્ય પામતો તે રાજમહેલ પાસે ગયો. ત્યાં પણ પોતાની કાંતાને સર્વ અલંકારથી શોભિત અને સત્કાર કરવા માટે તૈયાર થઈને ઊભેલી જોઈ રાજાએ તેને પૂછ્યું કે-“હે પ્રિયા! મારા આગમનના સમાચાર તમને કોણે કહ્યા?” તેણે કહ્યું કે-“કીર્તિધર નામના મુનિરાજે આપના એકાકી આવવાના ખબર આપ્યા હતા, તેથી હું આપની સન્મુખ આવવા તૈયાર થઈને ઊભી છું.” પછી અરિદમન રાજાએ તે મુનિરાજને બોલાવીને પૂછ્યું–“જો તમે જ્ઞાની હો તો મારા મનનું ચિંતિત કહો.” ત્યારે મુનિએ કહ્યું કે-“હે રાજન્!તમે તમારા મરણ વિષે ચિંતવન કર્યું છે.” રાજાએ પૂછયું કે-“હે સાધુ!મારું મૃત્યુ ક્યારે થશે?” મુનિ બોલ્યા કે–“આજથી સાતમે દિવસે વીજળી પડવાથી તમારું મૃત્યુ થશે; અને તમે મરીને અશુચિમાં બેઇંદ્રિય કીડારૂપે ઉત્પન્ન થશો.” એમ કહીને મુનિરાજ પોતાને ઉપાશ્રય ગયા. રાજા આ વૃત્તાંત સાંભળીને આકુળવ્યાકુળ થયો, અને પોતાના પુત્ર પ્રિયંકરને બોલાવીને કહ્યું કે-“હે વત્સ! જો હું અશુચિમાં કીડો થાઉં તો તારે મને મારી નાંખવો.” પ્રિયંકરે તે વાત અંગીકાર કરી. રાજા સાતમે દિવસે પુત્ર, સ્ત્રી અને રાજ્યાદિકની તીવ્ર મૂછથી મરીને અશુચિમાં કીડારૂપે ઉત્પન્ન થયો, તે વખતે પ્રિયંકરે તેને મારવા માંડ્યો, પણ તે મરવા ખુશી થયો નહીં. તેથી પ્રિયંકરે મુનિને પૂછ્યું કે- “હે મુનિરાજ! શું આ મારો પિતા જ છે કે જે દુઃખી છતાં પણ મરણને ઇચ્છતો નથી?” ત્યારે સાધુ બોલ્યા કે अमेध्यमध्ये कीटस्य, सुरेन्द्रस्य सुरालये । समाना जीविताकांक्षा, तुल्यं मृत्युभयं द्वयोः॥१॥ ભાવાર્થ-“વિષ્ટામાં રહેલા કીડાને તથા સ્વર્ગમાં રહેલા ઇંદ્રને જીવવાની આકાંક્ષા સરખી જ હોય છે, અને તે બન્નેને મૃત્યુનો ભય પણ સમાન જ હોય છે.” આ પ્રમાણે સાંભળીને પ્રિયંકર રાજાએ ગુરુને કહ્યું કે–“હે સ્વામી! કોઈ વખત ન જોયેલું, ન સાંભળેલું અને ન ઇચ્છેલું એવું પરભવમાં ગમન સર્વ જીવો પામે છે, જેમ મારા પિતા કીડાનો ભવ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૫ વ્યાખ્યાન ૨૨૬] છ લશ્યાનું સ્વરૂપ પામ્યા તો તેવી ગતિમાં આત્મા શા હેતુ વડે જતો હશે?” ગુરુએ કહ્યું કે-“જીવોને જેવી લેશ્યાના પરિણામ હોય તેવી ગતિ તેને પ્રાપ્ત થાય છે.” રાજાએ પૂછ્યું કે-“હે સ્વામી! વેશ્યા કેટલા પ્રકારની છે?” ત્યારે ગુરુએ તેને છ લશ્યાનું સ્વરૂપ કહ્યું કે–“હે રાજા! આત્માના પરિણામવિશેષે કરીને લેશ્યાઓ છ પ્રકારની છે, જે આ પ્રમાણે अतिरौद्रः सदा क्रोधी, मत्सरी धर्मवर्जितः । निर्दयो वैरसंयुक्तः, कृष्णलेश्याऽधिको नरः॥४॥ ભાવાર્થ-જે માણસ મહા રૌદ્રધ્યાની હોય, સદા ક્રોધી હોય, સર્વ ઉપર દ્વેષી હોય, ઘર્મથી વર્જિત હોય, નિર્દય હોય અને નિરંતર વૈર રાખનારો હોય તેને વિશેષે કરીને કૃષ્ણલેશ્યાવાળો જાણવો. अलसो मंदबुद्धिश्च, स्त्रीलुब्धः परवंचकः । कातरश्च सदा मानी, नीललेश्याऽधिको भवेत् ॥२॥ ભાવાર્થ-નીલ ગ્લેશ્યાવાળો જીવ આળસુ, મંદબુદ્ધિ, સ્ત્રીમાં લુબ્ધ, પરને છેતરનાર, બીકણ અને નિરંતર અભિમાની હોય છે. शोकाकुलः सदा रुष्टः, परनिंदात्मशंसकः । સંગ્રામે તેનો દુસ્થ, વાપીત ૩ીહતરૂપી ભાવાર્થ-નિરંતર શોકમાં મગ્ન રહેનાર, સદા રોષવાળો, પરની નિંદા કરનાર, આત્મપ્રશંસા કરનાર, રણસંગ્રામમાં ભયંકર અને દુઃખી અવસ્થાવાળા માણસને કાપોત લેશ્યા કહેલી છે. विद्वान् करुणायुक्तः, कार्याकार्यविचारकः । लाभालाभे सदा प्रीतः, पीतलेश्याऽधिको नरः॥४॥ ભાવાર્થ-વિદ્વાન, કરુણાવાન, કાર્યાકાર્યનો વિચાર કરનાર અને લાભમાં કે અલાભમાં સદા આનંદી એવા માણસને પીત (તેજો) લેશ્યા અધિક હોય છે. क्षमावान् निरतत्यागी, देवार्चनरतो यमी' । शुचिभूतः सदानंदः, पद्मलेश्याऽधिको भवेत् ॥५॥ ભાવાર્થ-ક્ષમાયુક્ત, નિરંતર ત્યાગવૃત્તિવાળો, દેવપૂજામાં તત્પર, અહિંસા સત્યાદિ પાંચ યમને ઘારણ કરનાર, પવિત્ર અને સદા આનંદમાં મગ્ન એવો મનુષ્ય પઘલેશ્યાવાળો હોય છે. રાગદ્વેષિિનર્મા, શોર્નિવાવિવર્ણિતઃ | परात्मभावसंपन्नः, शुक्ललेश्यो भवेन्नरः॥६॥ ભાવાર્થ-રાગદ્વેષથી મુક્ત, શોક અને નિંદાથી રહિત તથા પરમાત્મભાવને પામેલો મનુષ્ય શુક્લ વેશ્યાવાળો કહેવાય છે. આ છ શ્યામાં પ્રથમની ત્રણ વેશ્યાઓ અશુભ છે, અને બીજી ત્રણ શુભ છે. તે છયેનું વિસ્તારથી સ્વરૂપ જણાવવા માટે જાંબુ ખાનારા તથા ગામ ભાંગનારા છ છ પુરુષનાં દ્રષ્ટાંત છે. તે આ પ્રમાણે ૧ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહપરિમાણ–એ પાંચ યમ. ભાગ ૪--૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ સ્તિંભ ૧૬ (૧) જાંબુ ખાનારા છ પુરુષોનું દ્રષ્ટાંત-કોઈ અરણ્યમાં સુઘાથી કૃશ થયેલા છ પુરુષોએ, પાકેલાં અને રસવાળાં જાંબુના ભારથી જેની સર્વ શાખાઓ નમી ગઈ છે એવું કલ્પવૃક્ષના જેવું એક જાંબુનું વૃક્ષ જોયું. તે જોઈને સર્વે હર્ષિત થઈને બોલ્યા કે-“અહો! ખરે અવસરે આ વૃક્ષ આપણા જોવામાં આવ્યું છે, માટે હવે સ્વેચ્છાએ તેનાં ફળ ખાઈને આપણે ક્ષઘાનો નાશ કરીએ.” (૧) પછી તેમાં એક ક્લિષ્ટ પરિણામવાળો હતો તે બોલ્યો કે–“આ દુરારોહ વૃક્ષ ઉપર ચડવાથી જીવનું પણ જોખમ થાય તેવું છે, માટે તીક્ષ્ણ કુહાડાની ઘાર વડે મૂળમાંથી કાપી નાખી તેને આડું પાડી દઈએ અને પછી નિરાંતે તેનાં સમગ્ર ફળો ખાઈએ.” આવા પરિણામ પુરુષને કૃષ્ણ શ્યાથી જ થાય છે. (૨) પછી બીજો તેના કરતાં કાંઈક કોમળ હૃદયવાળો બોલ્યો કે-“આવાં મોટા વૃક્ષને કાપવાથી આપણને શું વધારે લાભ છે? માત્ર એક મોટી શાખા તોડી પાડીને તેની ઉપર રહેલાં ફળો ખાઈએ.” આ પુરુષ નીલ ગ્લેશ્યાના પરિણામવાળો જાણવો. (૩) પછી ત્રીજો બોલ્યો કે– “એવડી મોટી શાખાને કાપવાથી શું? માત્ર તેની એક પ્રશાખાને જ કાપીએ.” આ પુરુષ કાપોત લેશ્યાવાળો જાણવો. (૪) પછી ચોથો બોલ્યો કે–“તે બિચારી નાની શાખાને કાપવાથી શું વિશેષ લાભ છે? માત્ર તેના ગુચ્છા તોડવાથી જ આપણું કાર્ય સિદ્ધ થશે.” આ માણસ તેજલેશ્યાવાળો જાણવો. (૫) પછી પાંચમો બોલ્યો કે-“ગુચ્છા તોડવાથી પણ શું? માત્ર પાકેલાં અને ભક્ષણ કરવા લાયક જોઈએ તેટલાં ફળોને જ તોડીએ.” આ પુરુષ પઘલેશ્યાવાળો જાણવો. (૬) હવે છઠ્ઠો બોલ્યો કે-“ફળો તોડવાથી પણ શું? આપણને જેટલાં ફળોની જરૂર છે તેટલાં તો આ વૃક્ષની નીચે પડેલાં જ મળી શકે તેમ છે. તો તેનાથી જ પ્રાણનો નિર્વાહ કરવો તે શ્રેષ્ઠ છે. માટે આ વૃક્ષને કાપી નાંખવા વગેરેના વિચારો શા માટે કરવા જોઈએ? આ છેલ્લો શુક્લ લેશ્યાના પરિણામવાળો જાણવો. (૨) ધાડ પાડનાર છ પુરુષોનું દ્રષ્ટાંત - ઘનઘાન્યાદિકમાં લુબ્ધ થયેલા ચોરોના છ અધિપતિઓએ એકત્ર થઈને એક ગામમાં ઘાડું પાડ્યું. તે સમયે તેમાંથી એક જણ બોલ્યો કે “આ ગામમાં મનુષ્ય, પશુ, પુરુષ, સ્ત્રી, બાળક, વૃદ્ધ વગેરે જે કોઈ નજરે પડે તે સર્વને મારી નાંખવા.” આ પ્રમાણે કૃષ્ણ લેશ્યાના સ્વભાવવાળું વાક્ય સાંભળીને બીજો નીલ ગ્લેશ્યાવાળો બોલ્યો કે-“માત્ર મનુષ્યોને જ મારવા, પશુઓને મારવાથી આપણને શું ફળ છે?” ત્યારે ત્રીજો કાપોત લેશ્યાવાળો બોલ્યો કે-“સ્ત્રીઓને શા માટે મારવી જોઈએ? માત્ર પુરુષોને જ મારવા.” ત્યારે ચોથો તેજલેશ્યાવાળો બોલ્યો કે-“પુરુષમાં પણ શસ્રરહિતને મારવાનું શું કામ? માત્ર શસ્ત્રધારીને જ મારવા.” તે સાંભળી પાંચમો પદ્મવેશ્યાવાળો બોલ્યો કે-શસ્ત્રઘારીમાં પણ જેઓ આપણી સામે યુદ્ધ કરવા આવે તેને જ મારવા. બીજા નિરપરાધીને શા માટે મારવા જોઈએ?” છેવટે છઠ્ઠો શુક્લ લેશ્યાવાળો બોલ્યો કે-“અહો! તમારો કેવો ખોટો વિચાર છે? એક તો દ્રવ્યનું હરણ કરવા આવ્યા છો, અને વળી બિચારા પ્રાણીઓને મારવા ચાહો છો; માટે જો તમે દ્રવ્ય લેવા આવ્યા છો તો ભલે દ્રવ્ય લો, પરંતુ તેમના પ્રાણનું તો રક્ષણ કરો.” આ પ્રમાણેની છ લેશ્યાવાળા જીવો મરીને જુદી જુદી ગતિને પામે છે. કહ્યું છે કે किण्हाए जाइ नरये, नीलाण थावरो नरो होइ । कापोताए तिरियं, पीताए माणुसो होइ॥१॥ ૧. મુશ્કેલીથી ચડી શકાય તેવા. Page #76 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૨૭] અવિપૃશ્યકારિતા पम्माए देवलोयं, सुक्काए जाइ सासयं ठाणं । ક્ય તેના વિચારો, પાડ્યો મત્રનહિંરા ભાવાર્થ-કૃષ્ણ લેશ્યાવાળો નરકગતિ પામે છે, નીલ ગ્લેશ્યાવાળો થાવરપણું પામે છે, કાપો લેશ્યાવાળો તિર્યંચ થાય છે, પીત વેશ્યાવાળો મનુષ્યગતિ પામે છે, પદ્મવેશ્યાવાળો દેવલોકમાં જાય છે અને શુક્લ લેશ્યાવાળો જીવ શાશ્વત સ્થાન એટલે મોક્ષપદને પામે છે. આ પ્રમાણે ભવ્ય જીવોએ વેશ્યાનો વિચાર જાણવો.” ગુરુના મુખથી ઉપર પ્રમાણે વેશ્યાનું સ્વરૂપ જાણીને પ્રિયંકર રાજા પ્રતિબોઘ પામ્યો, અને નિરંતર શુભ લેશ્યામાં વર્તી શ્રાવકઘર્મને અંગીકાર કરી અંતે સદ્ગતિ પામ્યો. કાપોતલેશ્યાના પરિણામવાળા અરિદમન રાજાની કથા સાંભળીને તેમજ તેની કીડા તરીકેની ઉત્પત્તિ આતના મુખથી જાણીને પ્રિયંકર રાજા ભલા ઘર્મને આપવાવાળી શુભ લેશ્યાવાળો થયો.” વ્યાખ્યાન ૨૭ અવિમુચકારિતા વગર વિચાર્યું કામ કરવાથી પાછળથી પસ્તાવાનું કારણ થાય છે, માટે કોઈ પણ કાર્ય કરતા પહેલા પરિણામનો વિચાર કરવો. તે વિષે કહ્યું છે કે अविमृश्य कृतं कार्य, पश्चात्तापाय जायते । ત્રા પ્રતિષ્ઠાવા, તૃષ્ટાંતા: ચિતા સુધે શા. ભાવાર્થ-“કોઈ પણ કાર્ય વિચાર કર્યા વિના કરવાથી પશ્ચાત્તાપને માટે જ થાય છે. તે ઉપર આમ્રવૃક્ષનો છેદ કરનાર વગેરેના દ્રષ્ટાંત પંડિતોએ કહેલાં છે.” તે આ પ્રમાણે આમ્રવૃક્ષ કપાવનાર રાજાનું દ્રષ્ટાંત પાટલીપુર નામના નગરમાં નિવાસ કરનાર ઘનદત્ત નામનો શ્રેષ્ઠી વેપાર માટે વહાણમાં બેસી દરિયા રસ્તે ચાલ્યો. અનુકૂલ પવનને લીઘે ત્વરાથી વહાણ ચાલ્યું, અને મધ્ય સમુદ્રમાં આવ્યું, તેટલામાં શ્રેષ્ઠીએ આકાશમાર્ગે ચાલ્યા આવતા એક ઉત્તમ પોપટને જોયો. તે પોપટના મુખમાં એક આમ્રફળ હતું. શ્રમિત થઈ જવાથી તેને સમુદ્રમાં પડતો જોઈને શ્રેષ્ઠીએ તેની નીચે એક વસ્ત્ર લાંબુ કરાવીને ખલાસીઓ પાસે તેને ઝિલાવી લીઘો, અને પોતાની પાસે મંગાવી તેને પાણી તથા પવન નાખવા વડે સ્વસ્થ કર્યો. ત્યાર પછી શ્રેષ્ઠીએ તેને બોલાવ્યો, એટલે તે મુખમાંથી આમ્રફળને નીચે મૂકીને મનુષ્યવાણીથી બોલ્યો કે–“હે સાર્થના અધિપતિ શ્રેષ્ઠી! તમે સર્વ પ્રકારના ઉપકારમાં શ્રેષ્ઠ એવો જીવિતદાન રૂપી ઉપકાર મારા પર કરીને મને જિવાડ્યો છે, એટલું જ નહીં પણ મારા અંઘ અને વૃદ્ધ માતપિતાને પણ તમેં જિવાડ્યા છે. તો આવો મોટો ઉપકાર કરનારા એવા તમારો હું કેવી જાતનો પ્રતિઉપકાર કરું? તો પણ મેં આણેલું આ આમ્રફળ તમે સ્વીકારો.” શ્રેષ્ઠીએ કહ્યું કે“આ ફળ તારું ભક્ષ્ય છે ને તારે ખાવા લાયક છે, માટે તું જ ખા, અને બીજું પણ સાકર, દ્રાક્ષ વગેરે તને ખાવા આપું છું.” ત્યારે પોપટ બોલ્યો કે-“હે શ્રેષ્ઠી! આ ફળનું વૃત્તાંત તમે સાંભળો. વિંધ્યાટવીમાં એક વૃક્ષ ઉપર પોપટનું મિથુન વસે છે તેનો હું પુત્ર છું. તે મારાં માતપિતા અનુક્રમે Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૬ વૃદ્ધપણાથી જરાક્રાંત થવાને લીધે આંખે જોઈ શકતા નથી તેથી હું જ તેમને ખાવાનું લાવીને આ છું. તે અરણ્યમાં એક દિવસ બે મુનિરાજ પધાર્યા, તેમણે ચોતરફ જોઈને એકાંત જણાયાથી પરસ્પર આ પ્રમાણે વાત કરી કે–સમુદ્રના મધ્યમાં કપિ નામના પર્વતના શિખર ઉપર નિરંતર ફળતું એક આમ્રવૃક્ષ છે, તેનું એક પણ ફળ એક વાર જે ભક્ષણ કરે તેના અંગમાંથી સર્વ વ્યાધિઓ નાશ પામે છે, તેમજ અકાળ મૃત્યુ કે જરાજીર્ણપણે તેને પ્રાપ્ત થતું નથી. આ પ્રમાણે તેમનું વાક્ય સાંભળીને મેં વિચાર્યું કે-“મુનિનું વાક્ય હમેશાં સત્ય અને હિતકર જ હોય છે, તેથી તે વૃક્ષનું ફળ લાવીને જો મારાં માતાપિતાને આપું તો તેઓ યુવાવસ્થાને પામે.” આવો વિચાર કરીને હું ત્યાં ગયો, અને આ ફળ લાવ્યો છું; માટે હે શ્રેષ્ઠી! આ ફળ તમે ગ્રહણ કરો, હું બીજું ફળ લાવીને મારા માબાપને આપીશ.” પછી શ્રેષ્ઠીએ પોપટના આગ્રહથી તે ફળ લીધું, અને પોપટ ત્યાંથી આકાશમાં ઊડી ગયો. . પછી શ્રેષ્ઠીએ વિચાર્યું કે-“જો આ ફળ હું કોઈ રાજાને આપું તો તેનાથી ઘણા જીવોનો ઉપકાર થશે, હું ખાઈશ તો પણ શું અને નહીં ખાઉં તો પણ શું?” એમ વિચારીને તે આમ્રફળ તેણે સારી રીતે સાચવી રાખ્યું. પછી કેટલેક દિવસે તે વહાણ કોઈ કિનારે પહોંચ્યું. એટલે શ્રેષ્ઠી વહાણમાંથી ઊતરીને ભેટ લઈને રાજા પાસે ગયો. રાજાની પાસે ભેટ મૂકીને પછી તે આમ્રફળ પણ આપ્યું. તે જોઈને રાજાએ વિસ્મયપૂર્વક પૂછ્યું કે-“હે શ્રેષ્ઠી! આ શાનું ફળ છે?” ત્યારે શ્રેષ્ઠીએ રાજાને તે ફળનો સમગ્ર મહિમા કહ્યો. તેથી રાજા અત્યંત સંતુષ્ટ થયો અને તેનું સઘળું દાણ માફ કર્યું. એટલે શ્રેષ્ઠી હર્ષ પામીને પોતાને સ્થાનકે ગયો. પછી રાજાએ ફળ હાથમાં રાખીને વિચાર્યું કે–“આ ફળને હું એકલો જ ખાઈશ તો તેથી શું અધિક ગુણ થશે? માટે તેને કોઈ સારા ક્ષેત્રમાં વવરાવું તો તેના ઘણાં ફળો થશે, અને તેથી સ્ત્રીપુત્રાદિક સર્વને વૃદ્ધાવસ્થારહિત કરી શકાશે.” એમ વિચારીને રાજાએ કોઈ સારા ક્ષેત્રમાં તે બીજ વવરાવ્યું; અનુક્રમે તે આમ્રવૃક્ષ વૃદ્ધિ પામ્યું, અને તેને પુષ્પ ફળ વગેરે થયાં. ત્યારે રાજાએ તેના રક્ષકોને ઘણું ઘન આપીને કહ્યું કે-“આ વૃક્ષનું યત્નપૂર્વક રક્ષણ કરવું.” આ પ્રમાણે રાજાનું વચન સાંભળીને તે રક્ષકો રાત્રિદિવસ ત્યાં જ રહેવા લાગ્યા. એક દિવસે દૈવયોગે રાત્રિમાં એક ફળ પોતાની મેળે તૂટીને પૃથ્વી પર પડ્યું, પછી પ્રાતઃકાલે તે પાકેલા ફળને પડેલું જોઈને રક્ષકોએ હર્ષપૂર્વક તે લઈ તત્કાળ રાજાને આપ્યું. તે વખતે રાજાએ વિચાર્યું કે–“આ નવીન ફળ પ્રથમ કોઈ પાત્રને આપું તો ઠીક.” એમ ઘારીને ચાર વેદના જાણનાર કોઈ બ્રાહ્મણને રાજાએ ભક્તિપૂર્વક તે ફળ આપ્યું. બ્રાહ્મણ તે ફળ ખાવાથી તત્કાળ મૃત્યુ પામ્યો. તે વૃત્તાંત સાંભળીને રાજા અતિ ખેદ સહિત બોલ્યો કે-“અહો! મેં ઘર્મબુદ્ધિથી બ્રહ્મહત્યારૂપ મોટું પાપ કર્યું. ખરેખર મને મારવા માટે જ કોઈ શત્રુએ પ્રપંચ કરીને તે ફળ મોકલ્યું હશે, માટે આ વિષવૃક્ષ પોતે જ વાવેલું અને પ્રયત્નથી પાળેલું છતાં શીઘ્રતાથી છેદી નખાવું.” પછી તેવો હુકમ થતા જ રાજપુરુષોએ તીણ કુહાડા વડે તે ઉત્તમ વૃક્ષને મૂળ સહિત કાપીને ભૂમિ પર પાડી દીધું અને તે સમગ્ર વૃક્ષને પૃથ્વીમાં દાટી દીધું. પછી મરગી (વાઈ), કોઢ, રક્તપિત્તાદિક અસાધ્ય વ્યાધિથી પીડાયેલા કેટલાક લોકો જીવિતથી ખેદ પામ્યા સતા તે વૃક્ષનું છેદન સાંભળીને ત્યાં આવ્યા; અને સુખેથી મરણ થાય એવા હેતુથી તે વૃક્ષના શેષ રહેલાં સૂકા કાષ્ઠ અને કુત્સિત પત્રાદિક તેમણે ખાધાં. તેથી તે સર્વે નીરોગી તથા કામદેવ સમાન રૂપવાળા થયા. તેમને જોઈને રાજાએ વિસ્મય પામીને રક્ષકોને બોલાવીને પૂછ્યું કે–“તમે Page #78 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૨૮] સહસા કાર્ય અકર્તવ્ય ૬૯ મને આપ્યું હતું તે આમ્રફળ તોડીને લાવ્યા હતા કે પૃથ્વી પર પડેલું લીધું હતું?’’ ત્યારે તેઓએ સત્ય વાત કહી. તે સાંભળીને રાજાએ વિચાર્યું કે—‘જરૂર તે ફળ પૃથ્વીપર પડ્યા પછી સર્પ વગેરેના વિષથી મિશ્રિત થયું હશે, તેથી જ તે ઉત્તમ બ્રાહ્મણનું મૃત્યુ થયું, પરંતુ તે વૃક્ષ તો અમૃત સમાન જ તે હતું. અરેરે! મેં અવિચાર્યું સહસા કામ કર્યું કે આવું ઉત્તમ વૃક્ષ ક્રોધથી ઉખેડી નાખ્યું.’’ આ પ્રમાણે વૃક્ષના ગુણોને વારંવાર સંભારીને તેણે જીવતાં સુધી અતિ શોક કર્યો. “જેમ આ રાજાએ વગર વિચાર્યે કાર્ય કર્યું તો પાછળથી પશ્ચાત્તાપનું કારણ થયું. માટે તેમ બીજાએ કરવું નહીં’’ તેવું આ દૃષ્ટાંતનું તાત્પર્ય છે. આ એક રૂપક કથા છે. તેના ઉપનયની યોજના આ પ્રમાણે કરવી—‘અત્યંત દુર્લભ આમ્રવૃક્ષ સદૃશ મનુષ્યજન્મ પામીને અજ્ઞાન તથા અવિરતિ વડે કરીને જે મૂઢ પુરુષો પોતાનો મનુષ્યભવ વ્યર્થ ગુમાવે છે તે વારંવાર અત્યંત શોક પામે છે. કદાચિત્ દેવના સાન્નિધ્યથી તેવા સવૃક્ષની પ્રાપ્તિ તો ફરી થઈ શકે છે, પણ મુગ્ધપણાથી વૃથા ગુમાવેલ મનુષ્યભવની પ્રાપ્તિ ફરી થઈ શકતી નથી. માટે કિંચિત્ પણ પ્રમાદ કરવો નહીં. હે પ્રાણી! જેમ પતંગિયું, ભ્રમર, મૃગ, પક્ષી, સર્પ, માછલું અને હાથી વગેરે ઇંદ્રિયોના વિષયને આધીન થવાથી પોતાના પ્રમાદથી જ મૃત્યુ પામે છે અને સિંહ વગેરે પ્રાણીઓ માંસલુબ્ધપણાથી પાંજરામાં પુરાય છે, અને બંધનના દુઃખ પામીને ચિરકાળ પર્યંત શોકજનક દશાને ભોગવે છે; તેમ તું પણ જો પ્રમાદમાં પડીશ તો તેવી જ દશા પામીશ. હે મૂઢ જીવ! પ્રથમ પણ પાપ કરવાથી જ તું દુઃખના સમૂહમાં પડેલો છે, અને ફરીથી પણ પાછો પાપ જ કર્યા કરે છે; તેથી મહાસાગરમાં ડૂબતાં માથે તથા કંઠે પથ્થર બાંધવા જેવું કરે છે. હે જીવ! તને વારંવાર ઉપદેશ આપીએ છીએ કે, જો તું દુ:ખથી ભય પામતો હોય, અને સુખની ઇચ્છા રાખતો હોય તો એવું કાર્ય કર કે જેથી તારું વાંછિત સિદ્ધ થાય. તેમ કરવાનો તારો આ જ અવસર છે. હે જીવ! તું ધન, સ્ત્રી, સ્વજન, સુખ અને પ્રાણને પણ તજી દેજે, પણ એક જૈનધર્મને તજીશ નહીં. કેમકે ધર્મથી જ સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વિચારીને સક્રિયામાં પ્રવર્તન કરવું.’ વ્યાખ્યાન ૨૨૮ સહસા કાર્ય અકર્તવ્ય सहसा विहितं कर्म, न स्यादायतिसौख्यदम् । पतत्रिहिंसकस्यात्र, महीभर्तुर्निदर्शनम् ॥१॥ ભાવાર્થ—“સહસા કામ કરવાથી પરિણામે સુખ મળતું નથી. તે ઉપર પક્ષીની હિંસા કરનાર રાજાનું દૃષ્ટાંત છે. ’’ તે આ પ્રમાણે– અવિચારી રાજાનું દૃષ્ટાંત આ ભરતક્ષેત્રમાં શત્રુંજય નામે એક રાજા હતો. તેની પાસે કોઈ એક પુરુષે ઉત્તમ લક્ષણવાળો એક અશ્વ લાવીને ભેટ કર્યો. તેને જોઈને રાજાએ વિચાર્યું કે—“આ અશ્વ શ૨ી૨ની શોભાથી પ્રશંસા કરવા લાયક છે; પરંતુ તેની ગતિ જોવી જોઈએ.'' કહ્યું છે કે– वो हि सप्तेः परमं विभूषणं, नृपांगनायाः कृशता तपस्विनः । द्विजस्य विद्यैव मुनेरपि क्षमा, पराक्रमः शस्त्रबलोपजीविनः ॥१॥ Page #79 -------------------------------------------------------------------------- ________________ કo શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૬ ભાવાર્થ-“અશ્વનું શ્રેષ્ઠ ભૂષણ ગતિ છે, રાજપત્ની તથા તપસ્વી પુરુષનું ભૂષણ કુશપણું છે, બ્રાહ્મણનું ભૂષણ વિદ્યા જ છે, મુનિનું ભૂષણ ક્ષમા છે અને શસ્ત્રવિદ્યાના બળથી આજીવિકા કરનાર પુરુષનું ભૂષણ પરાક્રમ છે.” પછી તે રાજા ઘોડા પર ચઢીને અરણ્યમાં તેને દોડાવવા લાગ્યો; એટલામાં તે પવનવેગી ઘોડો એવો દોડ્યો કે તેનું સર્વ સૈન્ય પાછળ રહી ગયું. રાજા જેમ જેમ તેના વેગને રોકવા માટે તેની વલ્ગા (ચોકડું) ખેંચે તેમ તેમ તે અશ્વ વધારે વઘારે દોડવા લાગ્યો. પછી રાજાએ થાકીને લગામ ઢીલી મૂકી કે તરત જ તે અશ્વ ઊભો રહ્યો. ત્યારે રાજાએ જાણ્યું કે આ અશ્વને વિપરીત શિક્ષા (કેળવણી) આપેલી છે. પછી રાજાએ અશ્વ પરથી ઊતરીને પલાણ ઉતાર્યું, તેવામાં તે ઘોડો સંધિઓ તૂટી જવાથી પૃથ્વી પર પડીને મરણ પામ્યો. રાજા સુઘા અને તૃષાથી પીડા પામતો એકલો તે ભયંકર અટવીમાં ભમવા લાગ્યો. ભમતાં ભમતાં એક મોટું વટ વૃક્ષ જોઈને રાજા થાકેલો હોવાથી તેની છાયામાં જઈને બેઠો. પછી તે આમ-તેમ જોતો હતો, તેવામાં તે જ વૃક્ષની એક શાખામાંથી પાણીનાં ટીપાં પડતાં તેણે જોયાં. રાજાએ વિચાર્યું કે-“વર્ષાકાળમાં પડેલું જળ આટલા વખત સુધી શાખાના છિદ્રમાં ભરાઈ રહ્યું હશે. તે હાલમાં પડે છે.” એમ ઘારીને પોતે તરસ્યો હોવાથી ખાખરાનાં પાંદડાંનો પડીઓ બનાવીને તેની નીચે મૂક્યો. થોડી વારે તે પડીઓ કાળા અને મેલા પાણીથી ભરાઈ ગયો. તે લઈને રાજા તે પાણી પીવા જતો હતો, તેટલામાં કોઈ પક્ષીએ વૃક્ષની શાખા પરથી ઊતરી તે જળનું પાત્ર રાજાના હાથમાંથી પાડી નખાવ્યું અને પાછું વૃક્ષની શાખા ઉપર જઈને બેસી ગયું. રાજાએ નિરાશ થઈને ફરીથી પડીઓ મૂક્યો. તે ભરાઈ ગયો. તેને પીવા જતો હતો, એટલામાં ફરીથી પણ તે પક્ષીએ પાડી નખાવ્યું. ત્યારે રાજાએ ક્રોઘ કરીને વિચાર્યું કે-“જો આ દુષ્ટ પક્ષી હવે ત્રીજી વાર આવશે તો તેને હું મારી નાંખીશ.” એમ ઘારીને એક હાથમાં ચાબુક રાખીને બીજા હાથે જળ ભરવા માટે પડીઓ મૂક્યો. તે વખતે પક્ષીએ વિચાર્યું કે–“આ રાજા કોપાયમાન થયો છે તેથી હવે જો હું પડીઓ પાડી નાંખીશ તો જરૂર તે મને મારી નાંખશે અને જો નહીં પાડું તો આ ઝેરી પાણી પીવાથી તે અવશ્ય મરણ પામશે, તેથી મારે મરવું તે શ્રેષ્ઠ છે પણ આ રાજા જીવે તો સારું.” એમ વિચારીને તેણે ત્રીજી વાર પણ રાજાના હાથમાંથી પડીઓ પાડી નાંખ્યો, એટલે કોપ પામેલા રાજાએ કોરડાના પ્રહાર વડે તરત જ તે પક્ષીને મારી નાંખ્યું. પછી રાજાએ ફરીથી પડીઓ મૂક્યો. તે વખતે ઉપરથી પડતું જળ આડું અવળું પડવા માંડ્યું; એટલે રાજાએ આશ્ચર્ય સહિત ઊઠીને વૃક્ષની શાખા પર ચડીને જોયું, તો તે વૃક્ષના કોટરમાં એક અજગરને પડેલો જોયો. તેને જોઈને રાજાએ ઘાર્યું કે-“તે જળ નથી, પણ આ સૂતેલા અજગરના મુખમાંથી ગરલ પડે છે. જો મેં તે પીધું હોત તો અવશ્ય મારું મરણ થાત. અહો! એ પક્ષીએ મને વારંવાર ઝેર પીતાં અટકાવ્યો, પણ મેં મૂર્ખાએ તે જાણ્યું નહીં. અરેરે! પરમોપકારી પક્ષીને મેં ફોગટ મારી નાંખ્યું.” આ પ્રમાણે રાજા પશ્ચાત્તાપ કરતો હતો, તેવામાં તેનું સૈન્ય આવી પહોંચ્યું. પછી તે પક્ષીને પોતાના માણસો પાસે ઉપડાવી પોતાના નગરમાં લાવીને ચંદનના કાષ્ઠ વડે તેનો અગ્નિસંસ્કાર કરાવ્યો, અને તેને જલાંજલિ આપીને રાજા પોતાના મહેલમાં ગયો. ત્યાં શોકાતુર થઈને બેઠો, એટલે મંત્રી સામંત વગેરેએ રાજાને પૂછ્યું કે-“હે નાથ! આ પક્ષીનું આપે પ્રેતકાર્ય કર્યું તેનું શું કારણ?” ત્યારે રાજાએ તેણે કરેલો મહા ઉપકાર કહી બતાવ્યો અને કહ્યું કે “તે પક્ષીને જીવન Page #80 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૨૮] સહસા કાર્ય અકર્તવ્ય ૭૧ પર્યત હું ભૂલી શકીશ નહીં.” વિચાર્યા વિના કાર્ય કરવાથી જેમ તે રાજાને પશ્ચાત્તાપ થયો, તેવી રીતે કોઈ પણ પ્રાણી વિચાર કર્યા વિના સહસા કાર્ય કરે તો તેને તેવો પશ્ચાત્તાપ થાય. આ દ્રષ્ટાંતનો ઉપનય આ પ્રમાણે છે. ચાર ગતિમાં ભ્રમણ કરનાર જીવ તે રાજા સમાન છે. તે અજરામર (મોક્ષ) સ્થાન આપનાર પક્ષી સમાન મનુષ્યભવને પામીને અવિરતિ વગેરેથી જો મનુષ્યભવને વૃથા ગુમાવે છે તો તે અત્યંત શોકનું ભાજન થાય છે. અથવા પક્ષી સમાન સમગ્ર જીવને ઉપકાર કરનાર જિનવાણીને પામીને જે પ્રાણી મિથ્યાત્વરૂપી કોરડાથી તેને હણે છે તેને મહા મૂર્ખ જાણવો. કહ્યું છે કે शिलातलाभे हृदि ते वहंति, विशंति सिद्धांतरसा न चांतः । यदत्र नो जीवदयार्द्रता ते, नो भावनांकुरततिश्च लभ्या ॥१॥ ભાવાર્થ-“હે આત્મા! પથ્થરના તલ સરખા કઠોર તારા હૃદય ઉપર સિદ્ધાંતરૂપી રસ વહે છે, તથાપિ તે અંદર પ્રવેશ પામતો નથી; કેમ કે તારા હૃદયમાં જીવદયારૂપી આદ્રતા નથી, તેથી શુભ ભાવનારૂપી અંકુરની શ્રેણિ તેમાં ઊગતી જ નથી.” જેના હૃદયમાં જીવદયારૂપ કામળલતા હોય છે તેનાં હૃદયમાં જ શુભ ભાવનારૂપ અંકુરની શ્રેણિ ઉત્પન્ન થાય છે. તેવી ભાવના આસન્નસિદ્ધજીવોને જ હોય છે, બીજાને હોતી નથી. વળી સિદ્ધાંતનું અધ્યયન કરીને પણ જેઓ પ્રમાદને છોડતા નથી તેમનો સર્વ અભ્યાસ વ્યર્થ છે. કહ્યું છે કે अधीतिनोऽर्चादिकृते जिनागमं, प्रमादिनो दुर्गतिपातिनो मुधा । ज्योतिर्विमूढस्य हि दीपपातिनो,गुणाय कस्मै शलभस्य चक्षुषी ॥४॥ ભાવાર્થ-“લોકમાં પૂજાવાને માટે જિનાગમ જાણનાર અને દુર્ગતિમાં પડનાર એવા પ્રમાદી પુરુષને જિનાગમ વ્યર્થ છે, કેમ કે દીવાની જ્યોતમાં મોહ પામેલા અને દીવામાં પડનારા એવા પતંગિયાને ચક્ષુ શા ગુણને માટે હોય? અર્થાત્ પતંગિયાના ચક્ષુ વિનાશ કરનારા હોવાથી કોઈ કામના નથી.” સિદ્ધાંતરૂપી ચક્ષુ વિરતિવંત પુરુષને પરમ ઉપકાર કરનાર થાય છે, માટે તેવી ઇચ્છાથી શાસ્ત્ર ભણવું જોઈએ. કહ્યું છે કે किं मोदसे पंडितनाममात्रा-च्छास्त्रेष्वधीती जनरंजकेषु । तत्किंचनाधीष्व कुरुष्व चाशु, न ते भवेद्येन भवाब्धिपातः॥१॥ ભાવાર્થ-“લોકોને રંજન કરવા માટે શાસ્ત્રો ભણીને પંડિતના નામ માત્ર કરીને શું હર્ષ પામે છે? પરંતુ એવું કાંઈક ભણ અને કર કે જેથી તારો સંસારરૂપી સમુદ્રમાં પાત થાય નહીં.” હવે ચાર ગતિરૂપ સંસારનાં દુઃખનું વર્ણન કરે છે.... दुर्गन्धतोऽपि यदणोर्हि पुरस्य मृत्युरायूंषि सागरमितान्यनुपक्रमाण । स्पर्शः खरः क्रकचतोऽतितमामितश्च दुःखावनंतगुणितौ भृशशैत्यतापौ ॥१॥ ૧ થોડા કાળમાં મોક્ષે જનારા. Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૬ तीव्रा व्यथाः सुरकृता विविधाश्च यत्राक्रंदारवैः सततमभ्रभृतोऽप्यमुष्मात् । किं भाविनो न नरकात् कुमते बिभेषि યોવસે સુર્વિષ વષાઃારા ભાવાર્થ-“જે નરકના એક પરમાણુની દુર્ગઘથી પણ સમગ્ર નગરના મનુષ્યોનું મૃત્યુ થાય છે, જે નરકમાં સાગરોપમ પ્રમાણ નિરુપક્રમી આયુષ્ય છે, જે નરકભૂમિનો સ્પર્શ કરવત કરતાં પણ અત્યંત કઠોર છે, જેમાં ટાઢ અને તાપ સંબંધી દુઃખો અનંત ગુણા છે, વળી જે નરકમાં પરમાઘામી દેવતાઓની કરેલી વિવિધ પ્રકારની તીવ્ર વેદનાઓ છે અને જેમાં નારકી જીવોના આક્રંદના શબ્દોથી આકાશ પૂર્ણ થાય છે, એવા ભવિષ્યમાં પ્રાપ્ત થનાર નરકથી હે મૂર્ખ! તું કેમ ભય પામતો નથી? કે જેથી ક્ષણમાત્ર સુખને આપનારા વિષય અને કષાયોથી હર્ષ પામે છે?” बंधानिशंवाहनताडनानि - क्षुत्तृड्दुरामातपशीतवाताः। निजान्यजातीयभयापमृत्यु-दुःखानि तिर्यक्ष्विति दारुणानि ॥३॥ ભાવાર્થ-“બંઘન પામવું, અહર્નિશ ભાર વહન કરવો, માર સહન કરવા, સુઘા, તૃષા, સહન ન થઈ શકે એવા તાપ, ટાઢ અને પવન વગેરે સહન કરવા, તેમજ સ્વજાતિથકી તથા પરજાતિથકી ભય અને અકાળ મૃત્યુ પામવું વગેરે તિર્યંચ ગતિમાં પણ દારુણ દુઃખો છે.” मुधान्यदास्याभिभवाभ्यसूया-भियोंतगर्भस्थितिदुर्गतीनां । एवं सुरेष्वप्यसुखानि नित्यं, किं तत्सुखैर्वा परिणामदुःखैः॥४॥ ભાવાર્થ-“કાંઈ પણ ઉદરપૂર્તિ કે દ્રવ્યપ્રાપ્તિ વગેરે કારણ વિના ફોગટ નિરંતર ઇંદ્રાદિકની સેવા કરવી, વઘારે શક્તિવાળા દેવતાઓથી પરાભવ પામવો, બીજાને વઘારે ઋદ્ધિમાન અને સુખી જોઈને ઈર્ષ્યા આવવી, આગામી ભવમાં ગર્ભમાં સ્થિતિ થવાની જોઈને તેમજ દુર્ગતિ થવાની જોઈને તેથી ભય પામવું–ઇત્યાદિક દેવગતિમાં પણ નિરંતર દુઃખો રહેલાં છે, તેથી તે સુખોથી શું કે જેમાં પરિણામે દુઃખ રહેલું છે? सप्तभीत्यभिभवेष्टविप्लवा - निष्टयोगगददुःसुतादिभिः । स्याच्चिरं विरसता नृजन्मनः पुण्यतः सरसतां तदानय ॥५॥* ભાવાર્થ-“વળી મનુષ્ય ગતિમાં પણ સાત પ્રકારનો ભય, અન્યજનોથી પરાભવ, ઇષ્ટનો વિયોગ, અનિષ્ટનો સંયોગ, અનેક પ્રકારની વ્યાધિઓ, કુપુત્રાદિ સંતતિ વગેરેથી થતો ઉપદ્રવ-ઇત્યાદિ અનેક દુઃખો રહેલાં છે અને તેથી મનુષ્ય જન્મ પણ વિરસ લાગે છે, તો તેને પુણ્યોપાર્જન વડે સરસ કર.” આ પ્રમાણે ચાર ગતિમાં અનેક પ્રકારનાં દુઃખો રહેલાં છે. पक्षिसमं नृणां जन्म, गुणाकरं प्रमादतः । लब्ध्वा न हिंसनीयं तत्, येन त्वं सद्गतिं भज ॥ ૧. કોઈ પણ કારણથી જે આયુષ્ય વિઘટે નહીં અર્થાત તૂટે નહીં તેવું આયુષ્ય. * આ પાંચે શ્લોકો શ્રી અધ્યાત્મકલ્પદ્રુમના આઠમા અધિકારમાંથી લીધેલા છે. ૨. કડવો. ૩. સારા રસવાળો. Page #82 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૨૯] કાર્યસિદ્ધિના પાંચ સમવાય કારણ ૭૩ ભાવાર્થ-“પક્ષી સમાન ગુણના સ્થાનભૂત આ મનુષ્ય જન્મને પામીને પ્રમાદ વડે તેને હણી નાખવો નહીં, અર્થાત્ વૃથા ખોઈ નાખવો નહીં કે હારી જવો નહીં. એ પ્રમાણે નહીં હારી જવાથી, અર્થાત્ તેને સફળ કરવાથી તું સદ્ગતિનું ભાજન થઈશ.” વ્યાખ્યાન ૨૨૯ કાર્યસિદ્ધિના પાંચ સમવાય કારણ હવે પાંચ કારણોથી કાર્ય સિદ્ધ થાય છે તે વિષે કહે છે कालादिपंचभिः कार्यमन्योऽन्यं सव्यपेक्षकैः । संपृक्ता यांति सम्यक्त्वमिमे व्यस्ताः कुदर्शनम् ॥१॥ ભાવાર્થ-“કાળ વગેરે પાંચ કારણો પરસ્પર અપેક્ષાવાળા થઈને કાર્ય સાથે છે. તે પાંચને સંબંઘવાળા માનવાથી સમ્યત્વ કહેવાય છે અને જુદા અંગીકાર કરવાથી મિથ્યાત્વ કહેવાય છે.” જૈનમત પ્રમાણે સર્વ દ્રષ્ટ અથવા અદ્રષ્ટ કાર્ય કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને પુરુષાર્થ એ પાંચ કારણો વડે સિદ્ધ થાય છે. તે પાંચે અનેકાનેક સ્વભાવવાળા હોવાથી દરેક કાર્ય સાધવામાં સમર્થ છે. શ્રી સિદ્ધસેન દિવાકર આચાર્યે સમ્મતિસૂત્રના ત્રીજા કાંડમાં કહ્યું છે કે कालो सहाव नियइ, पूव्वकयं पुरिसकारणं पंच । समवाये सम्मत्तं, एगंते होइ मिच्छत्तम् ॥१॥ ભાવાર્થ-“કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને પુરુષાર્થ એ પાંચે સમવાય વડે કાર્યસિદ્ધિ માનવાથી સમ્યકત્વ હોય છે; અને તેમાંના કોઈ પણ એક વડે કાર્યસિદ્ધિ માનવારૂપ એકાંત વડે મિથ્યાત્વ કહેવાય છે.” એકાંત પક્ષ માનનાર પ્રથમ કાળવાદી કહે છે. कालः सृजति भूतानि, कालः संहरते प्रजाः । कालः सुप्तेषु जागर्ति, कालो हि दुरतिक्रमः॥१॥ ભાવાર્થ-“કાળ સર્વ પ્રાણીને સર્જે છે, કાળ પ્રજાનો સંહાર (નાશ) કરે છે અને કાળ સર્વ સૂતાં હોય ત્યારે પણ જાગૃત હોય છે; માટે કાળનું ઉલ્લંઘન કરવું અતિ મુશ્કેલ છે.” પ્રથમ તો કાળે કરીને ગર્ભ ઉત્પન્ન થાય છે, કાળે કરીને વૃદ્ધિ પામે છે અને કાળે કરીને જન્મ છે. કાળે કરીને તીર્થકર થાય છે. જીવ કાળલબ્ધિ પામીને સિદ્ધ થાય છે. યોગ્ય કાળે જ આત્માને અનંત આનંદરૂપ સાયિક રત્નત્રય વગેરેની પ્રાપ્તિ થાય છે; અને કાળ જ ભાવઘર્મને ઉત્પન્ન કરે છે. એમ ન હોય તો આ વર્તમાન કાળમાં મનુષ્ય ભવ તથા જૈન શાસન વગેરે સામગ્રી પામ્યા છતાં પણ કેમ કોઈ સિદ્ધ થતા નથી? માટે કાળ જ સર્વ આપે છે અને નાશ કરે છે. કાળે કરીને જ દાંતનું ઊગવું, પગે ચાલવું, બોલવું વગેરે યાવતું મૃત્યુ સુધીના સમગ્ર ભાવો થાય છે. એ જ પ્રમાણે કાળે કરીને ટાઢ, તડકો, વૃષ્ટિ વગેરે થાય છે. માટે સર્વનું કારણ કાળ જ છે. હવે સ્વભાવવાદી કહે છે કે–બિચારો કાળ શું કરી શકે? સ્વભાવથી જ સ્ત્રીપુરુષના સંયોગ વડે ગર્ભની ઉત્પત્તિ, વૃદ્ધિ, જન્મ વગેરે ભાવો થાય છે. મોરનાં પીંછાનું ચિત્રવિચિત્રપણું અને Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૬ કાંટામાં તીણપણું કોણ કરે છે? તેમજ જો કાળે કરીને સમગ્ર સૃષ્ટિ હોય, તો મનુષ્યનાં બાળકો અમુક માસ પછી ચાલતાં શીખે છે, અને અશ્વ વગેરેના બાળકો જન્મ થતાં જ ચાલે છે તેનું શું કારણ? માટે સર્વનું કારણ સ્વભાવ જ છે. - હવે નિયતિવાદી કહે છે કે-કાળ તથા સ્વભાવ શું કરે? નિયતિ અર્થાત્ ભવિતવ્યતા જ સર્વનું કારણ છે; કેમકે કાળ અને સ્વભાવ છતાં પણ જેને પુત્રાદિક થવાના હોય તેને જ થાય છે, બીજાને થતા નથી. વળી કોડીઓને હાથ વડે ઊંચે ઉછાળીએ તો તેમાંની કેટલીક ચત્તી પડે છે, કેટલીક ઊંઘી પડે છે અને કેટલીક આડી પડે છે. તેમાં કાળ અને સ્વભાવમાંથી કોનું પ્રમાણ છે? પરંતુ જે જેવી રીતે પડવાની હોય છે તે તેવી જ રીતે પડે છે, માટે ભવિતવ્યતા જ પ્રમાણભૂત છે. જેમ કોઈ શિકારી ઘનુષ્ય ઉપર બાણ ચડાવીને વૃક્ષ ઉપર બેઠેલા એક પક્ષીને મારવા તૈયાર થયો. તે જ પક્ષીને હણવા માટે એક સીંચાણો તે વૃક્ષ ઉપર ભમતો હતો; તેવામાં પેલા શિકારીએ બાણ છોડ્યું. તે સીંચાણાને લાગ્યું એટલે તે મરણ પામ્યો, અને શિકારી સર્પદંશથી મૃત્યુ પામ્યો. પેલું પક્ષી ઝાડ ઉપરથી સુખે ઊડી ગયું. આ પ્રમાણે નિયતિ વિના બની શકે નહીં. માટે નિયતિ જ સર્વનું કારણ છે. - હવે કર્મવાદી કહે છે કે–કાળ, સ્વભાવ અને નિયતિની શી શક્તિ છે? પૂર્વે કરેલાં કર્મ જ સુખ દુઃખમાં કારણભૂત છે. કર્મે કરીને જ શ્રોત્રિય બ્રાહ્મણ) હોય તે ચાંડાળ થાય છે, સ્વામી હોય તે સેવક થાય છે અને ઇંદ્ર હોય તે રંક થાય છે; તેમજ ચાંડાલ શ્રોત્રિય થાય છે, સેવક રાજા થાય છે, અને રંક હોય તે ઇંદ્રપદ પામે છે. કહ્યું છે કે यथा यथा पूर्वकृतस्य कर्मणः, फलं निधानस्थमिवोपतिष्ठते । तथा तथा पूर्वकृतानुसारिणी, प्रदीपहस्तेव मतिः प्रवर्तते ॥ ભાવાર્થ-“જેમ જેમ પૂર્વે કરેલાં કર્મનું ફળ નિશાનની જેમ પ્રાપ્ત થાય છે, તેમ તેમ પૂર્વ કર્મને અનુસરતી બુદ્ધિ હાથમાં દીવાની જેમ પ્રવર્તે છે.” પૂર્વ કર્મના વશથી જ પ્રાણીને નહીં ઇચ્છેલા, નહીં જોયેલા અને નહીં અનુભવેલા સ્થાન પ્રત્યે આકર્ષણ કરીને લઈ જવામાં આવે છે. જેમ કોઈ ઉંદરે એક કરંડિયો જોયો, તેમાં સારું ખાવાનું હશે એમ ઘારીને દાંત વડે તે કરંડિયામાં વિવર કરીને તે અંદર પેઠો. એટલે તેમાં રહેલો ભૂખ્યો સર્પ તે ઉંદરને ગળી ગયો અને તે જ વિવરમાં થઈને તે બહાર નીકળી વનમાં ચાલ્યો ગયો. માટે કર્મ જ ખરું કારણ છે. હવે પુરુષાર્થવાદી કહે છે કે–શઠ એવા કર્મ વડે શું? પુરુષાર્થ જ સર્વ કાર્યનું (ફળનું) કારણ છે. જો કદાચ કર્મથી જ સર્વની સિદ્ધિ હોય, તો સર્વ પ્રાણીઓ બેસી રહો. કર્મ વડે પોતાની મેળે સર્વ વાંછિતની સિદ્ધિ થશે. न दैवमिति संचिंत्य, त्यजेदुद्यममात्मनः । अनुद्यमेन कस्तैलं, तिलेभ्यः प्राप्तुमिच्छति ॥ ભાવાર્થ–“દૈવ (પ્રારબ્ધ) પર આધાર રાખીને માણસોએ પોતાનો ઉદ્યમ છોડવો નહીં; કેમકે ઉદ્યમ વિના તલમાંથી તેલ મેળવવા કોણ ઇચ્છા કરે?” અહીં કોઈ શંકા કરે કે–“રાજા વગેરે બેસી રહે છે છતાં તેના કર્મે કરીને સેવકો સર્વ વાંછિત લાવીને આપે છે.” તેના જવાબમાં એટલું જ કહેવાનું કે-“જો એમ છે તો સેવકોએ આણેલું Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૫ વ્યાખ્યાન ૨૨૯]. કાર્યસિદ્ધિના પાંચ સમવાય કારણ અન્નાદિ હાથનો ઉપયોગ કર્યા વિના શી રીતે મુખમાં જશે? કદાચ તેના સેવકો તેના મુખમાં નાંખશે, તો પણ દાંત વડે ચાવ્યા વિના શી રીતે ગળે ઊતરશે? માટે કર્મનું તો ઉદ્યોગથી ઉત્પન્ન થવાપણું છે. તેથી કર્મ પુત્રતુલ્ય છે, અને ઉદ્યોગ પિતા સમાન છે. વળી મોક્ષપ્રાતિને સમયે ક્ષપક શ્રેણિપર આરૂઢ થઈને શુભ ધ્યાન વડે સર્વ કર્મનો ક્ષય કરવાથી જ જીવ સિદ્ધિપદને પામે છે, માટે ઉદ્યોગ જ બળવાન છે.” - હવે તે સર્વ એકાંતવાદીને જવાબ આપવામાં આવે છે–પ્રથમ કાળવાદી છે. તે સર્વ કાળથી કરેલું માને છે તે અયોગ્ય છે. કેમકે સમયાદિક વડે પરિણામ પામતો કાળ સમાન છતાં પણ ફળનું વિચિત્રપણું દેખાય છે. જેમકે એક જ વખતે વાવેલા મગમાં પરિણામે કોઈ છોડ મોટો નાનો થાય છે, તેમજ તેની શીંગો પણ નાની મોટી થાય છે, અને કોઈ ઊગે છે ને કોઈ ઊગતો પણ નથી. વળી કોઈ બે પુરુષે સમ કાળે રાજાની સેવા કરવા માંડી હોય, તેમાં એક સેવકને તેનું ફળ ટૂંકા વખતમાં મળે છે, અને બીજાને કાળાંતરે પણ મળતું નથી. તથા એકી વખતે ખેતી વગેરે કાર્ય કરવા માંડનારમાં એકને સંપૂર્ણ ઘાન્ય પાકે છે, અને બીજાને કાંઈ પણ પાક થતો નથી; તેથી જો માત્ર કાળ જ સર્વનું કારણ હોય, તો પૂર્વે બતાવેલા સર્વને ફળ સમાન જ થવું જોઈએ, પણ તેમ તો થતું નથી. માટે આ વિશ્વની વિચિત્રતામાં કેવળ કાળ કારણ નથી પરંતુ કાળ વગેરે પાંચ કારણનું સાપેક્ષપણું છે. કાળાદિક પાંચમાંથી એક એકને જ કારણરૂપ માનનારા મિથ્યાદ્રષ્ટિ જાણવા; કેમ કે તેઓ પાંચ કારણોને પરસ્પર નિરપેક્ષ માનતા હોવાથી સર્વ કાર્યની સિદ્ધિનો તેમને અભાવ છે. પાંચ કારણો પરસ્પર મળવાથી પોતપોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વિના કાર્યસિદ્ધિ કરી આપે છે, એમ માનવાથી પ્રાણી સમ્યકત્વ રૂપને પામે છે. તે કારણમાંના એકથી કોઈ કાર્ય થતું નથી. પણ તેમની ગૌણતા મુખ્યતા કરવાથી કાર્ય ઉત્પન્ન થાય છે. તે વિષે ભગવતી સૂત્રની વૃત્તિના પહેલા શતકના પ્રથમ ઉદેશામાં કહ્યું છે કે-“ભવિષ્ય કાળમાં વેચવા લાયક કર્મનો ક્ષય કરવા માટે કારણ વિશેષે કરીને તેને ખેંચીને ઉદયાવળીમાં પ્રવેશ કરે તે ઉદીરણા કહેવાય છે. તે ઉદીરણાદિકમાં કાળ, સ્વભાવ વગેરે પાંચે કારણભૂત છે, તો પણ મુખ્યતાએ કરીને પુરુષાર્થનું જ કારણપણું બતાવતા સતા કહે છે કે __"जं तं भंते अप्पणा चेव उदीरते" ' હે ભગવાન! તે કર્મની ઉદીરણા આત્મા પોતે જ કરે છે ઇત્યાદિ. આ કાળાદિક એક એક કોઈ વખત કાર્યની અપેક્ષાએ કારણભૂત થાય છે. તે વિષે બીજા શ્રુતસ્કંઘમાં “વસ્થિ ઘને મધને ' ઇત્યાદિ અર્થાત્ શ્રુત ચારિત્રાત્મક એવા જે આત્માના પરિણામ તે કર્મક્ષયનું કારણ હોવાથી ઘર્મ કહેવાય છે; અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ રૂપ જે આત્માના પરિણામ તે કર્મબંઘનાં કારણ હોવાથી અઘર્મ કહેવાય છે. આવા પ્રકારના ઘર્મ અને અધર્મ કાળવાદી, ઈશ્વરવાદી વગેરેના મતમાં નથી, પરંતુ ઘર્મ અઘર્મ વિના એકાંતે કાળ વગેરે જ સર્વ જગતની વિચિત્રતાનું કારણ છે એમ કદી પણ ઘારવું નહીં, કેમકે ઘર્મ અને અધર્મ વિના સંસારની વિચિત્રતા ઘટતી નથી. ઘર્મ એ સમ્ય દર્શન છે, અને અઘર્મ એ મિથ્યા દર્શન છે. સમ્યદ્રષ્ટિએ તે પાંચે કારણરૂપે જાણેલા છે; કેમકે તે જ રીતે સૃષ્ટિની સિદ્ધિ તેણે જોઈ છે. જેમ કે માતાપિતાના ઉદ્યમથી રુધિર ને વીર્યનો સંબંઘ થાય છે, કર્મ કરીને તેમાં જીવ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૬. શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૬ અવતરે છે, તે જીવના સત્ અસત્ કર્મને અનુસાર સુખદુઃખના હેતુરૂપ તે તે વસ્તુનો સંબંઘ પ્રતિક્ષણે નિયતિ વડે થાય છે, સ્વભાવે કરીને તે જીવમાં પશુ, પક્ષી, મનુષ્ય, સ્ત્રી, પુરુષ વગેરેના સ્વભાવ ઉત્પન્ન થાય છે, અને પછી કાળે કરીને જન્મ અને બાલ્યાવસ્થા યુવાવસ્થા વગેરે ભાવો પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે સર્વ પદાર્થોમાં યથાયોગ્ય જાણી લેવું. જેમ પાંચ માણસો મળીને ઊપડી શકે તેવો ભાર એક માણસ ઓછો કરીએ તો ઊપડશે નહીં, અને પાંચે એકત્ર થશે તો જ ઊપડશે; તેમ અહીં પણ કાળાદિકમાંથી એકને માનીએ નહીં, તો સંસારની કાર્યસિદ્ધિ થશે નહીં. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે-“પરસ્પર અપેક્ષા રહિત કાળાદિકમાંથી પ્રત્યેકને માનનારા મિથ્યાત્વી અને સમુદાયને માનનારા સમકિતી કહ્યા તે ઘટશે નહીં. કેમકે જેમ સિકતા (રેતી) ના દરેક અવયવમાં તેલ નથી તો તેના સમુદાયમાં પણ નથી. તેવી જ રીતે કાળાદિક પ્રત્યેકને માનનારમાં સમ્યત્વ નથી તો પછી તેના સમુદાયને માનનારમાં પણ તે આવશે નહીં.” આ પ્રશ્નનો જવાબ એ છે કે–“પદ્મરાગાદિક મણિઓ છૂટા હોય તો તે પ્રત્યેકને હાર કહી શકાતો નથી; પરંતુ તે જ મણિઓને એકત્ર કરીએ તો તેનો હાર બને છે, માટે વાદીની શંકાનો અવકાશ નથી. તે વિષે કહ્યું છે કે ण हि कालादिहिंतो केवलएहिं तु जायए किंचि । इह मुग्गरंधणादिव, ता सब्बे समुदिता हेऊ ॥१॥ जह णेगलक्खगुणा वेरुलियादिमणी विसंजुत्ता । रयणावलिववएसं न लहंति महग्घमूलावि ॥२॥ ભાવાર્થ-કાળાદિકમાંથી કેવળ કોઈ એક હેતુ કાંઈ પણ કાર્ય સિદ્ધ કરી શકતો નથી, કેમકે મગ રાંધતી વખતે એક કાષ્ઠથી મગ રંધાતા નથી, પણ કાષ્ઠના સમુદાયનો સરખો તાપ લાગવાથી રંથાય છે, તેમ તે પાંચ કારણોનો સમુદાય જ કાર્ય સાધવામાં હેતુ છે. જેમાં અનેક ગુણલક્ષણવાળા અને અમૂલ્ય પણ વૈડૂર્ય આદિક મણિઓ જુદા હોય, તો તે રત્નાવની (હાર) ના વ્યપદેશને પામતા. નથી તેમ કાળાદિક એકેકને માનનારા સમકિતીના વ્યપદેશને પામી શકતા નથી.” વળી કાળલબ્ધિ પામ્યા સિવાય મોક્ષપ્રાપ્તિ થતી નથી. તેથી જે કાળે જે કાર્ય થવાનું હોય છે, તે કાર્ય તે જ કાળે થાય છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે “અભવ્ય પ્રાણી અનેક જીવ સિદ્ધિ ગયાના કાળને પામ્યો છે તો પણ તે કેમ સિદ્ધિ પામતો નથી?” ગુરુ કહે છે–“અભવ્ય પ્રાણીનો સિદ્ધિ જવા યોગ્ય સ્વભાવ કોઈ કાળે પણ થતો નથી; કેમકે તેને પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક અનાદિ અનંત ભાગે છે.” શિષ્ય–ત્યારે મુક્તિ પામવાના સ્વભાવવાળા સર્વ ભવ્યજીવો એક જ કાળે કેમ સિદ્ધિ પામતા નથી? ગુરુ-નિશ્ચયે કરીને સમ્યકત્વાદિ ગુણ જાગૃત થાય ત્યારે મોક્ષ મળે છે, માટે નિયતિ હોવી જોઈએ. શિષ્ય–હે પૂજ્ય!સમ્યત્વાદિ ગુણશ્રેણિ ઉત્પન્ન થયા છતાં શ્રેણિક રાજાની કેમ મુક્તિ થઈ નહીં? ગુરુ-પૂર્વના કર્મનો ક્ષય થયો નહોતો તેમજ પુરુષાર્થનો–પંડિતવીર્યનો ઉલ્લાસ થયો નહોતો, તેથી સમ્યકત્વ છતાં તેઓ મુક્તિ પામ્યા નહીં. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૭ વ્યાખ્યાન ૨૩૦] ભવિતવ્યતાની પ્રબળતા શિષ્ય–હે ગુરુ! શાલિભદ્ર મોક્ષને માટે ઘણો ઉદ્યમ કર્યો હતો, છતાં તે કેમ મોક્ષે ગયા નહીં? ગુરુ-પૂર્વનાં શુભ કર્મ અવશેષ રહ્યાં હતાં, તેથી શી રીતે મુક્તિ મળે? શિષ્ય હે ભગવન્! મરુદેવા માતાને ચાર કારણો મળ્યાં હતાં, પણ તેણે મોક્ષને માટે પુરુષાર્થ કાંઈ પણ કર્યો નહોતો, છતાં તે કેમ મોક્ષે ગયા? ગુરુ-મરુદેવા માતાએ શુક્લધ્યાન વડે લપક શ્રેણિપર આરૂઢ થઈને અનંત વીર્ય (પુરુષાર્થ)નો ઉલ્લાસ કર્યો હતો, તેથી તે સિદ્ધિને પામ્યા છે. આ પ્રમાણે હોવાથી સ્યાદ્વાદ મતે કાળ, સ્વભાવ વગેરે પાંચે હેતુ મળીને જ સર્વ કાર્ય સિદ્ધ થાય છે. જેઓ તે પાંચેના સમુદાયને માનતા નથી તેઓને જૈન ઘર્મના લોપનાર સમજવા. વ્યાખ્યાન ૨૩૦ ભવિતવ્યતાની પ્રબળતા હવે આ પાંચ સમવાય કારણમાંથી ભવિતવ્યતાની પ્રબળતા ઉપર રાવણનું દ્રષ્ટાંત આપે છે भवितव्यविपर्यासं, मत्तोऽसौ दशधरः । कर्तुं समर्थो नैवाभूत्, स श्रीपूज्यैः प्रबोधितः॥१॥ ભાવાર્થ-“મદોન્મત્ત એવો રાવણ પણ ભવિતવ્યતાને અન્યથા કરવા સમર્થ થયો નહીં. તેને પૂજ્ય એવા મુનિમહારાજે બોઘ પમાડ્યો.” રાવણની કથા ત્રિકૂટાચળની ઉપર વસાવેલી લંકાનગરીમાં રાવણ નામે રાજા રાજ્ય કરતો હતો. શૈવશાસ્ત્રમાં કહ્યું છે કે “તેને દશ માથાં અને વીશ હાથ હતા; તેણે ઇન્દ્રને જીત્યો હતો, દશ લોકપાળને તેણે કોટવાલ કર્યા હતા, તેને ત્યાં વાયુ વાસીદું વાળતો હતો, મેઘ તેના ઘરનું પાણી ભરતો હતો, નવ દુર્ગા દેવીઓ તેની આરતી ઉતારતી હતી, ખર નામનો દૈત્ય ઘંટા વગાડતો હતો, નવ ગ્રહો શવ્યાનું રક્ષણ કરતા હતા, કુબેર ઘાન્યનાં બીજ વાવતો હતો, પણ તેને પાણી સીંચતો હતો, યમરાજ ખેતર ખેડતો હતો. સૂતી વખતે તે પ્રતિવાસુદેવ રાવણનું વક્ષ:સ્થળ દશ મસ્તકના જેમાં પ્રતિબિંબ પડી રહ્યાં છે એવા હારથી શોભતું હતું. તે રાક્ષસી વિદ્યાથી અત્યંત બળવાન હતો, જગતને તૃણ સમાન માનતો હતો, અને હું અજર અમર છું એવા ગર્વ વડે ગર્વિષ્ઠ થયેલો હતો.” એકદા એક નૈમિત્તિક (જોષી) ત્યાં આવ્યો. તે વિદ્વદ્ ગોષ્ઠી કરતાં પ્રસંગોપાત્ત બોલ્યો કે–સર્વ પ્રાણીઓને અવશ્ય મરણ હોય છે, કેમકે મરવું તે તેની પ્રકૃતિ જ છે, અને જીવવું તે વિકૃતિ છે.” ત્યારે રાવણ બોલ્યો કે-“યમ તો મારો સેવક છે, માટે મારું મરણ તો નથી.” નૈમિત્તિકે કહ્યું કે દશરથરાજાના પુત્ર લક્ષ્મણના હાથથી તમારું મરણ અવશ્ય થશે.” તે સાંભળીને રાવણે મંત્રી સામે જોયું, એટલે મંત્રીઓ બોલ્યા કે–“ભાવી મિથ્યા થતું નથી એમ લોકમાં કહેવાય છે.” ત્યારે રાવણ ગર્વ સહિત બોલ્યો કે–“અરે! બિચારી કાગડી જેવી રાંકડી ભવિતવ્યતા કોણ છે? ઉત્તમ પુરુષોને તો પુરુષાર્થ જ પ્રમાણ છે.” તે સાંભળીને નૈમિત્તિક બોલ્યો કે–“હે રાજન! એમ બોલશો નહીં. સાંભળો! ચન્દ્રસ્થલના રાજાની પુત્રી રત્નસ્થલના રાજાના પુત્ર સાથે આજથી સાતમે દિવસે Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૬ પરણશે, તે ભાવી ભાવને મિથ્યા કરવાની જો તમારી શક્તિ હોય, તો તમારા મરણ વિષેની ભવિતવ્યતા પણ મિથ્યા થાય.’’ રાવણે કહ્યું કે—‘તેનું વિશેષ સ્વરૂપ કહો.' ત્યારે નૈમિત્તિક બોલ્યો કે‘રત્નસ્થળ નામના નગરમાં રત્નસેન નામે રાજા છે. તેને બોંતેર કળામાં કુશળ, સર્વોત્તમ રૂપ અને લાવણ્ય વડે ઇન્દ્ર સમાન રત્નદત્ત નામનો પુત્ર છે. એકદા રાજાએ પુત્રને યોગ્ય રાજકન્યા શોઘવા માટે કુમારની છબી વસ્ત્ર ઉપર ચિતરાવીને તે છબી તથા કુમારની લગ્નપત્રિકા આપી ચાર ચાર મંત્રીઓને ચારે દિશામાં મોકલ્યા. તેમાંના પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ દિશામાં ગયેલા બાર મંત્રીઓ તો નિરાશ થઈને પાછા આવ્યા; અને જે મંત્રીઓ ઉત્તર દિશામાં ગયા હતા, તેઓ ફરતાં ફરતાં ગંગાને કાંઠે ચન્દ્રસ્થળ નામના નગરમાં આવ્યા. ત્યાં ચન્દ્રસેન નામે રાજા છે. તેને ચોસઠ કળામાં પ્રવીણ અને દિવ્ય સ્વરૂપવાન ચન્દ્રાવતી નામની કન્યા છે. તે કન્યાને જોઈને મંત્રીઓએ રાજાને કુમારનું સ્વરૂપ બતાવ્યું અને જન્મપત્રિકા આપી. તે કન્યાની લગ્નપત્રિકા સાથે મેળવતાં આઠ વસા પ્રીતિ મળી, એટલે રાજાએ પોતાની પુત્રીને બોલાવી, અને બન્નેની યોગ્યતા જાણીને વિવાહ કર્યો. પછી જોષી લોકોને બોલાવીને લગ્નનું મુહૂર્ત પૂછ્યું. તેઓએ વિચારીને કહ્યું કે‘હે સ્વામી! અમે બાર વર્ષના મુહૂર્ત જોયાં, પણ આજથી બારમે દિવસે જેવું શુભ મુહૂર્ત આવે છે, તેવું બીજું એકે આવતું નથી.’' તે સાંભળીને રાજાએ કહ્યું કે—“વર અતિ દૂર છે અને મુહૂર્ત પાસે આવ્યું, તેનો શો ઉપાય?’' ત્યારે આવેલા મંત્રીઓ બોલ્યા કે‘‘વાયુવેગી લાલવર્ણની સાંઢણી આપો, તો તે સાધનથી કુમારને શીઘ્રતાથી અહીં લાવીએ” રાજાએ તે પ્રમાણે અંગીકાર કર્યું, અને વાયુવેગવાળી સાંઢણી આપીને તે મંત્રીઓને મોકલ્યા. તેઓ પાંચ દિવસે પોતાને નગરે પહોંચ્યા. રત્નસેન રાજાએ કન્યાનું ચિત્ર જોયું, તેથી બહુ હર્ષ પામીને કુમારને મંત્રીઓ સાથે મોકલવા તૈયાર કર્યો. તેઓ હાલ સાંઢણી ઉપર બેસીને પ્રયાણ કરવાની તૈયારીમાં છે, માટે હે રાવણ રાજા! જો ભાવી ભાવ મિથ્યા કરવાની તમારામાં શક્તિ હોય તો તે અજમાવી જુઓ.’' ७८ રાવણે તત્કાળ તક્ષક નાગને બોલાવીને આજ્ઞા આપી કે—“હે નાગ! અહીંથી એકદમ જઈ રત્નદત્ત કુમારને એવો દંશ કર કે તે તરત મરણ પામે.’’ એવી આજ્ઞા થતાં જ તક્ષકનાગ તરત જ ત્યાં ગયો, અને કુમારનો એક પગ સાંઢના પેગડામાં અને બીજો ભૂમિ પર હતો તે જ અવસરે તે તેને કરડ્યો, એટલે કુમાર પૃથ્વીપર પડી ગયો. રાજકન્યાને પણ પોતાના બે રાક્ષસ સેવકો પાસે મંગાવીને રાવણે નૈમિત્તિકને બતાવી. નૈમિત્તિકે તે કન્યાને ઓળખી. પછી રાવણે તિમંગલીના સ્વરૂપવાળી એક રાક્ષસીને બોલાવી, અને એક પેટીમાં સાત દિવસ ચાલે તેટલાં અન્ન પાન સહિત કુમારીને બેસાડી. પછી તે પેટીને બંધ કરીને તિમંગલા રાક્ષસીના મુખમાં આપી, તેને વિસર્જન કરતાં કહ્યું કે—‘‘સાત દિવસ સુધી અપાર સમુદ્રમાં જઈ આ પેટી સહિત ઊંચું મુખ રાખીને રહેજે, અને જ્યારે હું બોલાવું ત્યારે જ અહીં આવજે.' એમ કહીને તેને રવાના કરી. પછી રાવણે નૈમિત્તિકને કહ્યું કે ‘‘ભવિતવ્યતાને હું કેવી મિથ્યા કરું છું તે તમે જુઓ.'' નિમિત્તિયો મૌન રહ્યો. અહીં રત્નદત્ત કુમાર મૂર્છા પામ્યો, એટલે રત્નસેન રાજાએ ઘણાં મંત્રવાદીઓને બોલાવ્યા. તેઓ ગારુડી મંત્ર વગેરેથી વિષ ઉતારવા લાગ્યા. પણ કોઈ પ્રકારે કુમાર જાગૃત થયો નહીં. એટલે ૧ સમુદ્રમાં મોટા મત્સ્ય હોય છે તેમાંની એક જાતિ ‘તિમંગલ' કહેવાય છે Page #88 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૩૦] ભવિતવ્યતાની પ્રબળતા રાજાએ નગરમાં ઘોષણા કરાવી, ત્યારે એક વૃદ્ધ પુરુષે આવીને કહ્યું કે-“હે રાજા! વિષની મૂછ છ માસ સુધી રહે છે. માટે તેને જળમાં વહન કરો, પણ અગ્નિસંસ્કાર કરશો નહીં.” આ પ્રમાણે સાંભળીને રાજાએ તે કુમારના શરીરપ્રમાણ પેટી કરાવીને તેમાં કુમારને સુવાડ્યું, અને તે પેટી ગંગાના પ્રવાહમાં વહેતી મૂકી. જળ પ્રવાહમાં ભમતી ભમતી તે પેટી સમુદ્ર પાસે પહોંચી. ત્યાં ખારા પાણીના પ્રભાવથી કુમારની વિષજન્ય મૂછ કાંઈક ઓછી થઈ. સાતમે દિવસે તિમંગલા રાક્ષસી પેટી લઈને ગંગા અને સમુદ્રના સંગમસ્થાને આવી. ત્યાં કાંઠા પર પેટીને મૂકીને તે જળક્રીડા કરવા લાગી. પછી રત્નાવતી પેટીનું દ્વાર ઉઘાડીને ક્ષણવાર ક્રિીડા કરવા માટે બહાર નીકળી. તેવામાં તેણે પવનથી હાલતી એક પેટીને તેની પાસે આવતી જોઈ એટલે તેને નજીક ખેંચી લઈને પોતાને હાથે ઉઘાડી, તો તેમાં કોઈ રાજકુમારને વિષમૂર્શિત સ્થિતિમાં જોઈ પોતાની પાસેની વિષહરણ મુદ્રિકાનું જળ તેના પર છાંટ્યું. તેનાથી કુમાર સચેતન થયો, એટલે ચિત્રમાં કુમારનું સ્વરૂપ જોયું હતું તેની સમાનતાથી તેણે કુમારને ઓળખ્યો કે “મને પિતાએ જેને આપી હતી તે જ આ રત્નદત્ત કુમાર છે.” એમ જાણીને તેણે હર્ષથી કુમારને તેનું વૃત્તાંત પૂછ્યું. કુમારે પણ તેનું ચિત્ર જોયું હતું, તેથી કુમારીને ઓળખી. પછી “આજે અને આ સમયે જ આપણા લગ્નનું મુહૂર્ત નિર્ધાર્યું હતું” એમ જાણીને તેમણે ત્યાં ગાંધર્વ લગ્ન કર્યા. વનમાં વૃક્ષો પરથી ફળો લીઘાં અને ખાઘાં તે વખતે કાંઠે રહેલાં પક્ષીઓ ગીતગાન કરી રહ્યાં હતાં. કુમારે આભરણને માટે ત્યાંથી વિવિધ પ્રકારનાં રત્નો ગ્રહણ કર્યા. પછી બન્નેના વસ્ત્રના છેડા (છેડાછેડી) બાંધીને તેઓ કુમારીવાળી પેટીમાં પેઠા, અને પેટીનું દ્વાર બંધ કર્યું. ક્ષણાંતરે તિમંગલા રાક્ષસી ક્રિીડા કરીને આવી, અને પ્રથમની પેઠે જ મુખમાં પેટી રાખીને અગાઘ જળમાં ગઈ. પછી આઠમો દિવસ થયો; એટલે રાવણે નૈમિત્તિકને કહ્યું કે-“મેં અવશ્ય થવાનું પાણિગ્રહણ મિથ્યા કર્યું.” ત્યારે નૈમિત્તિક બોલ્યો કે-“હે રાજ! તે બન્નેનાં લગ્ન થઈ ગયાં.” તે સાંભળીને રાજાએ તે રાક્ષસીને બોલાવીને પૂછ્યું કે “તારા મુખમાં ઘારણ કરેલી પેટી છે કે નહીં?” રાક્ષસીએ કહ્યું કે-“તેની તે જ સ્થિતિમાં છે.” પછી રાવણે પેટી મંગાવીને ઉઘડાવી, તો તેમાંથી નવી પરણેલી કન્યા પોતાના પતિને આગળ કરીને છેડાછેડી સહિત બહાર નીકળી. તે જોઈને સર્વ લોક આશ્ચર્ય પામ્યા. પછી “તેમનો વિવાહ શી રીતે થયો?” એવું રાજાએ નૈમિત્તિકને પૂછ્યું, એટલે તેણે સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળીને રાવણે “ભાવીનો નાશ થતો નથી” એમ નિશ્ચય કરીને પોતાનું મરણ અંગીકાર કર્યું. પછી કુમાર તથા કુમારીનો સત્કાર કરીને રાવણે રજા આપી, એટલે તેઓ પોતાને સ્થાનકે ગયા. એક દિવસ રાવણે મુનિચંદ્ર નામના આચાર્યને વાંદીને પૂછ્યું કે–“હે ભગવન્! કોઈ પણ નિયતિને વ્યર્થ કરવામાં સમર્થ સાંભળ્યો કે જોયો છે?” ગુરુએ પૂછ્યું કે–“હે રાજા! એ એકાંતવાદીનો મત છે. તેઓ કહે છે કે प्राप्तव्यो नियतिबलाश्रयेण योऽर्थः सोऽवश्यं भवति नृणां शुभोऽशुभो वा । भूतानां महति कृतेऽपि हि प्रयत्ने नाभाव्यं भवति न भाविनोऽस्ति नाशः॥१॥ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ ઈસ્તંભ ૧૬ ભાવાર્થનિયતિના સામર્થ્યથી મનુષ્યને જે શુભ અથવા અશુભ પ્રાપ્ત થવાનું હોય છે તે અવશ્ય થાય છે. પ્રાણીઓ ગમે તેટલો પ્રયત્ન કરે, તો પણ જે કાર્ય થવાનું નથી તે થતું જ નથી; અને જે થવાનું છે તેનો નાશ થતો નથી. આ પ્રમાણે નિયતિનો આશ્રય કરીને તેઓ કાળાદિક કારણને તજી દઈને બોલે છે; પણ તે પ્રમાણભૂત નથી. કેમકે કર્મ વગેરે પણ પોતપોતાનાં કાર્ય ઉત્પન્ન કરવામાં મુખ્ય કારણ છે. કહ્યું છે કે – कर्मणो हि प्रधानत्वं, किं कुर्वन्ति शुभा ग्रहाः । वसिष्ठदत्तलग्नेऽपि, रामः प्रव्रजितो वने ॥१॥ ભાવાર્થ-કર્મનું જ પ્રાધાન્ય છે. તેમાં શુભ ગ્રહો પણ શું કરી શકે? કેમકે વસિષ્ઠ આપેલા રાજ્યભિષેકના મુહર્ત પણ રામને વનવાસમાં જવું પડ્યું હતું. વળી– नैवाकृतिः फलति नैव कुलं न शीलं विद्याऽपि नैव न च जन्मकृतापि सेवा । कर्माणि पूर्वतपसा किल संचितानि ત્તેિ નિત્તિ પુરુષસ્થ થેદ વૃક્ષા રા. ભાવાર્થ–પુરુષને તેની આકૃતિ કાંઈ પણ ફળ આપતી નથી. સારું કુળ કાંઈ ફળ આપતું નથી, શીલ કાંઈ ફળ આપતું નથી, વિદ્યા કાંઈ ફળ આપતી નથી, તેમજ જન્મ પર્યત કરેલી સેવા પણ કાંઈ ફળ આપતી નથી. પરંતુ પૂર્વ જન્મમાં કરેલી તપસ્યા વડે સંચય કરેલાં કર્મો જ કાળે કરીને વૃક્ષની જેમ ફળ આપે છે. वैद्या वदन्ति कफपित्तमरुद्विकारं नैमित्तिका ग्रहकृतं प्रवदन्ति दोषम् । भूतोपसर्गमथ मंत्रविदो वदंति कर्मैव शुद्धमतयो यतयो गृणन्ति ॥३॥ ભાવાર્થ-વૈદ્ય લોકો વાત, પિત્ત અને કફનો વિકાર કહે છે, જોશી લોકો ગ્રહોએ કરેલો દોષ કહે છે, અને મંત્ર જાણનારાઓ ભૂત પ્રેત વગેરેનો ઉપદ્રવ કહે છે; પરંતુ શુદ્ધ મતિવાળા યતિઓ તો કર્મનો જ દોષ કહે છે. કેટલાક તો નીચે જણાવેલાં નામો કર્મના પર્યાયરૂપે કહે છે विधिविधाता नियतिः स्वभावः, कालो ग्रहाश्चेश्वरकर्मदैवः । भाग्यानि पुण्यानि यमः कृतांतः, पर्यायनामानि पुराकृतस्य ॥४॥ ભાવાર્થ-વિધિ, વિઘાતા, નિયતિ, સ્વભાવ, કાળ, ગ્રહો, ઈશ્વર, કર્મ, દૈવ, ભાગ્ય, પુષ્ય, યમ અને કૃતાંત એ સર્વે પૂર્વે કરેલાં કર્મનાં પર્યાય નામો છે. यथा धेनुसहस्रेषु, वत्सो विंदति मातरम् । एवं पूर्वकृतं कर्म, कर्तारमनुधावति ॥५॥ ભાવાર્થ-જેમ વાછરડું હજારો ગાયોમાંથી પોતાની માતાને ઓળખીને તેની પાછળ જાય છે, તેમ પૂર્વે કરેલું કર્મ તેના કર્તાની પાછળ જાય છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૩૦] ભવિતવ્યતાની પ્રબલતા यथा छायातपौ नित्यं, सुसंबद्धो परस्परम् । एवं कर्म च कर्ता च संश्लिष्टा वितरेतरम् ॥६॥ ભાવાર્થ-જેમ છાયા અને આતપ હમેશાં પરસ્પર સંબંધવાળા છે, તેમ કર્મ અને તેનો કર્તા પણ પરસ્પર મળેલા છે. હવે ઉદ્યમ વિષે કહે છે– न येथैकेन हस्तेन, तालिका संप्रपद्यते । तथोद्यमपरित्यक्तं, न फलं कर्मणः स्मृतम् ॥७॥ ભાવાર્થ-જેમ એક હાથે તાળી પડતી નથી, તેમ ઉદ્યમ વિના એકલા કર્મનું ફળ કહેલું નથી. पश्य कर्मवशात्प्राप्तं, भोज्यकाले च भोजनम् । हस्तोद्यमं विना वक्त्रे, प्रविशेन्न कथंचन ॥८॥ ભાવાર્થ-જુઓ! કર્મના વશથી ભોજનને વખતે જમવાનું તો મળ્યું, પણ હાથનો ઉદ્યમ કર્યા વિના મુખમાં કોઈ પણ પ્રકારે તે પેસતું નથી.’’ ૮૧ આ પ્રમાણે ગુરુમહારાજનાં વચનો સાંભળીને રાવણે ફરીથી પૂછ્યું કે—“હે સ્વામી! મૃત્યુને જીતવાનો કોઈ પણ ઉપાય છે?’’ ત્યારે ગુરુ બોલ્યા કે “હે ત્રણ ખંડના રાજા રાવણ! परिहरति न मृत्युः पंडितं श्रोत्रियं वा धनकनकसमृद्धं बाहुवीर्यं नृपं વા ત तपसि नियतयुक्तं सुस्थितं दुःस्थितं वा वनगत इव वह्निः सर्वभक्षी कृतांतः ॥ १ ॥ Jain Educat ભાવાર્થ–પંડિતને, વેદશ બ્રાહ્મણને, ધનસુવર્ણની સમૃદ્ધિવાળાને, બાહુના પરાક્રમવાળા રાજાને, નિરંતર તપસ્યા કરનારને, સારી સ્થિતિવાળાને અથવા નબળી સ્થિતિવાળાને કોઈને પણ મૃત્યુ છોડતું નથી; કેમકે વનમાં રહેલા દાવાનળની જેમ કૃતાંત (યમ) સર્વભક્ષી છે.’’ ये पातालनिवासिनोऽसुरगणा ये स्वैरिणो व्यंतरा ज्योतिष्कविमानवासिविबुधास्ताराश्च ये चंद्रादयः । वैमानिका सौधर्मादिसुरालयेषु सुखिनो ये चापि स्ते सर्वेऽपि कृतांतवासमवशा गच्छन्ति किं शोच्यते ॥ २॥ ભાવાર્થ-જે અસુરકુમારો પાતાળમાં વસેલા છે, જે વ્યંતરો સ્વેચ્છાચારી છે, જે જ્યોતિષ વિમાનવાસી દેવો તારા અને ચંદ્ર વગેરે છે, અને જે સુધર્માદિક વિમાનમાં સુખે વસેલા વૈમાનિક દેવો છે, તે સર્વે પણ પરાધીનપણે યમરાજના વાસમાં જાય છે, અર્થાત્ મરણ પામે છે, તો પછી હે રાવણ! તું શાને માટે શોક કરે છે?’’ આ પ્રમાણેના ગુરુમહારાજના ઉપદેશથી રાવણ પ્રતિબોઘ પામ્યો, અને હમેશાં શાંતિનાથ જિનેશ્વરની ભક્તિ કરવા લાગ્યો. એક દિવસ રાવણ પુષ્પક નામના વિમાનમાં બેસીને પોતાની પત્ની મંદોદરી સહિત અષ્ટાપદ તીર્થે ગયો. ત્યાં ભરતચક્રીએ કરાવેલા ચૌમુખ જિનાલયમાં દ્રવ્યપૂજા કર્યા બાદ હાથમાં વીણા લઈને ભાગ ૪-૬ Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૬ ભાવપૂજા કરવા લાગ્યો; તેવામાં નાગપતિ ઘરોંદ્ર ત્યાં આવી ચોવીશ તીર્થકરોને નમસ્કાર કરીને રાવણ પાસે બેઠા. રાવણે તેમને અષ્ટાપદ તીર્થનું સ્વરૂપ પૂછ્યું; એટલે નાગપતિએ અષ્ટાપદ તીર્થનું માહાભ્ય કહી બતાવ્યું. તે સાંભળીને રાવણ ઘણા હર્ષથી ભક્તિ કરવા લાગ્યો. તે વખતે તેની પ્રિયા મંદોદરી નૃત્ય કરતી હતી, અને પોતે વીણા વગાડતો હતો. થોડી વારમાં દૈવયોગે વીણાની એક તંત્રી તૂટી ગઈ, ત્યારે “અહો! આ નૃત્યસમયમાં મારી પ્રિયાના ભાવનો ભંગ ન થાઓ' એમ વિચારીને તત્કાળ રાવણે જાણે તાંત તૂટી જ નથી તેમ પોતાના હાથમાંથી એક નસ કાઢીને વીણામાં સાંઘી દીથી, તેથી તેનો અવાજ ઘણો સુંદર થયો અને નૃત્યની શોભા પણ વૃદ્ધિ પામી. તે જોઈ દેવો પુષ્પવૃષ્ટિ કરીને વારંવાર તેની પ્રશંસા કરવા લાગ્યા. તે વખતે ભાવમાં નિમગ્ન થયેલા રાવણે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. પછી તે પોતાને સ્થાને આવીને રાજ્યસુખ ભોગવવા લાગ્યો. “આ પ્રમાણે વિવિઘ પ્રકારે પરીક્ષા કરી નિયત્યાદિ રૂપ એકાંત પક્ષ મૂકીને આત્મસિદ્ધિ માટે ઉદ્યમ કરનારા રાવણે અષ્ટાપદ તીર્થને વિષે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું.” વ્યાખ્યાન ૨૩૧ પૂર્વકર્મની બલવત્તરતા હવે કાળાદિ કરતાં કર્મની બલવત્તા વિષે કહે છે देवेन्द्रा दानवेन्द्राश्च, नरेन्द्राश्च महाबलाः । नैव कर्मपरिणाममन्यथा कर्तुमीश्वराः॥१॥ ભાવાર્થ-“દેવેન્દ્રો, દાનવેન્દ્રો અને બળવાન રાજાઓ કોઈ પણ કર્મના પરિણામને મિથ્યા કરવા સમર્થ નથી.” આ સંબંઘમાં એક દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે - ભાવિની અને કર્મરેખનો પ્રબંધ મનોરમ નામના પુરને વિષે રિપુમર્દન નામે એક રાજા હતો. તેને પુત્ર ન હતો, ભાવિની નામે એક પુત્રી જ હતી. તે રાજાને પ્રાણથી પણ અધિક પ્રિય હતી, તેથી તે પુત્રીના સ્નાન, ભોજન, શણગાર વગેરે કર્યા પછી રાજા પોતે સ્નાન, ભોજનાદિક ક્રિયા કરતો હતો. તે કુમારી કળાચાર્ય પાસે કળાનો અભ્યાસ કરતી હતી. તે જ પુરમાં સર્વથા નિર્ણને ઘનદત્ત નામનો શ્રેષ્ઠી રહેતો હતો. તેને સાત પુત્ર ઉપરાંત કમરખ નામે આઠમો પુત્ર થયો. તે સૌથી નાનો હોવાથી તેના પિતાને વધારે વહાલો હતો. તે પુત્ર પણ તે જ કળાચાર્ય પાસે કળાનો અભ્યાસ કરતો હતો. એક દિવસ સમગ્ર કળા શીખેલી ભાવિનીએ કમરખના સાંભળતાં ગુરુને પૂછ્યું કે-“હે પિતા! મારો વર કોણ થશે?” ગુરુએ લગ્ન જોઈને કહ્યું કે–“આ કમરખ તારો પતિ થશે.” આ પ્રમાણે ગુરુનું વચન સાંભળીને જાણે વજથી હણાઈ હોય તેમ તે મૂર્ણિત થઈ ગઈ. પછી સાવઘ થઈ સતી વિચારવા લાગી કે-“અરે રે! આ નિર્ધનનો દીકરો મારો પતિ થશે તે કરતાં તો મારે મરી જવું તે જ શ્રેષ્ઠ છે. પરંતુ આ કમરખને જ મારી નંખાવું તો પછી તે મારો સ્વામી શી રીતે થશે?' એમ વિચારીને ક્રોઘ સહિત તે પોતાને ઘેર ગઈ. અશ્રુ વડે તેની કાંચળી ભીની થઈ ગઈ, અને મુખ ઢાંકીને તે સૂઈ ગઈ. પછી ભોજન સમયે Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૩ વ્યાખ્યાન ૨૩૧] પૂર્વકર્મની બલવત્તરતા “ભાવિની ક્યાં ગઈ?” એમ પૂછતાં રાજાએ તેની શોઘ કરાવી તો તે કોપગૃહમાં સૂતી છે,” એમ તેના જાણવામાં આવ્યું. એટલે રાજા તેની પાસે ગયો, અને તેને પોતાના ઉલ્લંગમાં બેસાડીને દુઃખનું કારણ પૂછયું ત્યારે તેણે ગુરુએ કહેલી વાત અને પોતાનો વિચાર કહી બતાવ્યો. તે સાંભળીને રાજાએ “આ બાબતમાં શું કરવું?એમ મંત્રીઓએ પૂછ્યું. મંત્રીઓ બોલ્યા કે–“હે મહારાજ! કારણ વિના પારકા મનુષ્યનો ઘાત કરવો રાજાને યોગ્ય નથી. માટે તે કમરેખના પિતાને બોલાવી તેને કાંઈ દ્રવ્ય આપીને તે પુત્ર તેની પાસેથી લઈ લેવો. પછી જેમ આપની ઇચ્છા હશે તેમ થઈ શકશે; અને તેમ કરવાથી આપણો અન્યાય પણ કહેવાશે નહીં.” પછી રાજાએ તે ઘનદત્ત શ્રેષ્ઠીને બોલાવીને પોતાનો વિચાર કહ્યો. વજન ઘાત કરતાં પણ અધિક કઠોર વચન સાંભળીને નેત્રમાં અશ્રુ સહિત તે ઘનદત્ત બોલ્યો કે-“હે દેવ! પુત્ર કોણ? સ્ત્રી કોણ? અને હું પણ કોણ? મારો સમગ્ર પરિવાર આપનો જ છે. મરજી પ્રમાણે કરો” રાજા પણ એક તરફ વાઘ અને એક તરફ ભરપૂર નદીની જેમ સાંકડમાં આવ્યો. છેવટે નિરુપાયે કમરખને બોલાવીને તેનો વધ કરવા માટે તેને ચાંડાલને આપ્યો. ચાંડાલો તેને લઈને ગામ બહાર શૂલી પાસે ગયા. ત્યાં “બાળહત્યા કરવી આપણને યોગ્ય નથી.” એમ વિચારીને તે ચાંડાલોએ કમરખને બદલે એક મડદું શૂળી ઉપર ચઢાવીને તેને છોડી મૂક્યો. રાજાનો અભિપ્રાય જાણનાર કર્મરખ પણ ત્યાંથી શિયાળની જેમ તત્કાળ નાસી ગયો. હવે શ્રીપુર નામના નગરમાં શ્રીદત્ત નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને શ્રીમતી નામે પુત્રી હતી. તે શેઠને રાત્રીમાં કુળદેવીએ આવીને સ્વપ્નને વિષે કહ્યું કે-“હે શ્રેષ્ઠી! આ ગામની બહાર કાલે પ્રાતઃકાળે ઉત્તર દિશાના રસ્તામાં સૂતેલા જે બાળકની પાસે તારી કાળી ગાય ઊભી હોય તે બાળકની સાથે તારી પુત્રી શ્રીમતીને પરણાવજે.” હવે કમરખ કુમાર પણ આખી રાત્રી માર્ગમાં ચાલતાં અત્યંત થાકી ગયો, તેથી તે શ્રીપુર ગામની નજીક આવીને સૂઈ ગયો. શ્રીદત્ત શ્રેષ્ઠી પ્રાતઃકાળે કુળદેવીના વચનથી ત્યાં આવ્યો, અને તે જ પ્રમાણે જોઈને તેને પોતાને ઘેર લઈ ગયો. પછી તેને પોતાની કન્યા પરણાવી. હસ્તમલાપ વખતે શ્રેષ્ઠીએ પોતાના ઘરની સર્વ લક્ષ્મી તેને આપી. તે ગામમાં કમરખે પોતાનું અસલ નામ ગુપ્ત રાખીને રત્નચંદ્ર નામ પ્રસિદ્ધ કર્યું. એક દિવસ તે રત્નચંદ્ર પોતાના શ્વસુર શ્રીદત્તની આજ્ઞા લઈને વહાણમાં બેસી સમુદ્ર રસ્તે વેપાર કરવા ગયો. ત્યાંથી ઘણું દ્રવ્ય ઉપાર્જન કરીને પાછો આવતાં રસ્તામાં વહાણ ભાંગવાથી સમુદ્રમાં પડ્યો. તેને એક મોટો મચ્છ ગળી ગયો. તે મચ્છ ચાલી ન શકવાથી સમુદ્રને કાંઠે આવીને પડ્યો. એક મચ્છીમારે તેને પકડ્યો અને તેનું પેટ ફડતાં નીકળેલા તે કુમારને ભૃગુપુર (ભરુચ) નગરના રાજાને ભેટ તરીકે આપ્યો. તે રાજાને પુત્ર નહીં હોવાથી તેણે તેને પુત્ર કરીને રાખ્યો. પછી તેને કુંડનપુરના રાજાની પુત્રી જોડે પરણાવ્યો. અહીં રિપુમર્દન રાજાએ પોતાની પુત્રી ભાવિની યોગ્ય વયમાં આવતાં તેનો સ્વયંવરમંડપ રચ્યો. તેમાં તેણે સર્વ રાજાઓ, રાજકુમારો, મંત્રીપુત્રો, શ્રેષ્ઠીઓ, શ્રેષ્ઠીપુત્રો અને સાર્થવાહ વગેરેને આમંત્રણ કરી બોલાવ્યા. તે વખતે ભૃગુપુર રાજાના કુમાર રત્નચંદ્ર પણ ચતુરંગિણી સેના સહિત ત્યાં આવીને ૧ રીસાનારને સૂવાનું સ્થાન. Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ સ્તિંભ ૧૬ સ્વયંવરમંડપને શોભાવ્યો. રાજપુત્રી ભાવિની સર્વ રાજમંડળનું અતિક્રમણ કરીને રોહિણી ચંદ્રને વરે તેમ તે રત્નચંદ્રને જ વરી. રિપુમર્દન રાજાએ વિધિપૂર્વક તેમનાં લગ્ન કરીને હાથી અશ્વ વગેરે પુષ્કળ દાયજો આપીને તેમને વિદાય કર્યો. રત્નચંદ્ર કુમાર ભાવિનીને લઈને પોતાના પુરમાં આવ્યો. એક દિવસ કુમાર સુવર્ણના થાળમાં સ્વર્ગના ભોજન (અમૃત) જેવું મિષ્ટ ભોજન કરતો હતો; તે વખતે અકસ્માત્ પવન ઉત્કટ થવાથી શૂળ ઊડવા લાગી, તેને થાળીમાં પડતી જોઈને હાથમાં પંખો લઈને પાસે ઊભેલી ભાવિનીએ પોતાના વસ્ત્રના છેડાથી તે ભોજન તુરત ઢાંકી દીધું. તે જોઈને રત્નચંદ્ર વિચાર કરવા લાગ્યો કે-“અહો! એક એવો પણ વખત હતો કે આ સ્ત્રીએ મને શૂળીપર ચઢાવ્યો હતો, અને આજે એવો પણ વખત છે કે તે જ સ્ત્રી અને પોતાનો પ્રાણપતિ માનીને મારા શરીર ઉપર રજનો સ્પર્શ પણ થવા દેવા ઇચ્છતી નથી.” એમ વિચારીને તેણે વિસ્મયથી જરા હાસ્ય કર્યું. તેનું હાસ્ય જોઈને તે ચતુર ભાવિનીએ આશ્ચર્ય પામીને વિચાર્યું કે-“આવું સ્મિત હાસ્ય તો મારા જેવી સ્ત્રીઓને યોગ્ય છે; પરંતુ આવા પુરુષોને કારણ વિના હાસ્ય ઘટતું નથી.” એમ વિચારીને તેણે પોતાના પતિને આગ્રહપૂર્વક હાસ્યનું કારણ પૂછ્યું. પ્રિયાના અત્યંત દુરાગ્રહથી તે બોલ્યો કે-“હે સુંદર અંગવાળી! તું મને ઓળખે છે?” તે બોલી-“હા, આપ મારા પ્રાણપતિ છો, અને હું આપની પ્રિયા છું.” કુમારે કહ્યું કે–“હે સુંદર ભૃકુટીવાળી પ્રિયા! તેં જે આ સંબંઘ કહ્યો તે તો જગતમાં પ્રસિદ્ધ છે; પરંતુ આપણો બીજો પણ સંબંઘ છે, અને તે એ કે-હે મૃગાક્ષી! હું કરિખ નામનો ધનદત્ત શ્રેષ્ઠીનો પુત્ર છું, અને તે કળાચાર્ય પાસે મારી સાથે અભ્યાસ કરનારી ભાવિની છે.” એમ કહીને તેણે પૂર્વની કેટલીક રહસ્યભૂત ગુપ્ત વાતો કહી. તે સાંભળીને ભાવિનીએ અત્યંત લાથી નીચું મુખ કર્યું. તે જોઈને તેને આશ્વાસન પમાડી પ્રીતિપૂર્વક કુમાર બોલ્યો કે त्रपायाः पद्मपत्राक्षि, तन्नास्त्यवसरोऽधुना । लोकोक्तिरिति यद्विप्रेणातीता नोच्यते तिथिः॥१॥ ભાવાર્થ-હે કમલાક્ષી! લોકમાં પણ એવું કહેવાય છે કે ગઈ તિથિ બ્રાહ્મણ પણ વાંચતો નથી, તો તારે હવે લજા પામવાનો વખત નથી. વળી હે કૃશોદરી! કર્મની ગહન ગતિ છે; તેથી જ પૂર્વના પ્રૌઢ પંડિતોએ દૈવ, દેવ, વિધિ વગેરેને છોડી દઈને એક કર્મને જ નમસ્કાર કર્યો છે. કહ્યું છે કે ब्रह्मा येन लालवन्नियमितो ब्रह्मांडभांडोदरे विष्णुर्येन दशावतारगहने क्षिप्तो महासंकटे । रुद्रो येन कपालपाणिपुटके भिक्षाटनं कारितः। सूर्यो भ्राम्यति नित्यमेव गगने तस्मै नमः कर्मणे ॥१॥ ભાવાર્થ-જેણે બ્રહ્માને કુંભારરૂપી પાત્રને રચવામાં નિયમિત કર્યો છે, જેણે વિષ્ણુને દશ અવતાર વડે ગહન એવા મોટા સંકટમાં નાંખ્યો છે, જેણે મહાદેવને હાથમાં કપાલસંપુટ આપીને ભિક્ષાટન કરાવ્યું છે, અને જેના વડે સૂર્ય હમેશાં ગગનમાં ભમ્યા કરે છે, એવા કર્મને નમસ્કાર થાઓ.” | ઇત્યાદિ પતિનાં વચન સાંભળીને ભાવિનીએ લનો ત્યાગ કર્યો. પછી તે આ વૃત્તાંત પોતાના પિતા રિપુમર્દનને કહેવરાવીને પતિભક્તિમાં તત્પર થઈ. Page #94 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૩૨] પાંચ સમવાય કારણથી કાર્યસિદ્ધિ ૮૫ અન્યદા કમરખ રાજાએ ગુરુ પાસે દેશના સાંભળીને વિચાર્યું કે-“કર્મનું ફળ મેં આ ભવમાં પ્રત્યક્ષ જોયું છે, માટે ગુરુનું વચન પ્રમાણ છે.” પછી તે કર્મનો જય કરવા માટે તેણે વૃદ્ધાવસ્થામાં ચારિત્ર ગ્રહણ કર્યું, અને દુરૂપ તપસ્યા કરીને સદ્ગતિનું ભાજન થયો. ભાવભાવને મિથ્યા કરવા કોઈ સમર્થ નથી, તે આ દ્રષ્ટાંતનું તાત્પર્ય છે. અહીં કર્મના બળથી જ ભાવિની તથા કમરખનો સંયોગ થયો છે.” વ્યાખ્યાન ૨૩૨ પાંચ સમવાય કારણથી કાર્યસિદ્ધિ હવે પાંચ કારણો મળીને જ કાર્ય થાય છે તે વિષે કહે છે– कालादिपंचहेतूनां, समवायो यदा भवेत् । तदा कार्यस्य निष्पत्तिः, स्यात् क्षुल्लककुमारवत् ॥१॥ ભાવાર્થ-“જ્યારે કાળાદિક પાંચે કારણનું એકત્ર મળવું થાય છે, ત્યારે જ ક્ષુલ્લકકુમારની જેમ કાર્યની ઉત્પત્તિ થાય છે.” ક્ષુલ્લક કુમારનું દ્રષ્ટાંત નીચે પ્રમાણે ક્ષુલ્લકકુમારની કથા સાકેત નામના નગરમાં પુંડરીક નામે રાજા રાજ્ય કરતો હતો. તેનો નાનો ભાઈ કુંડરીક યુવરાજસ્થાને હતો. કુંડરીકને યશોભદ્રા નામની અતિ રૂપવંત સ્ત્રી હતી. તે જોઈને પુંડરીક રાજા કામરાગમાં મગ્ન થયો; તેથી તેણે દાસીદ્વારા તેને પોતાની ઇચ્છા જણાવી. યશોભદ્રાએ જવાબમાં કહેવરાવ્યું કે-“હે પૂજ્ય! તમે સમગ્ર પ્રજાના સ્વામી છો, તેથી નીતિપથનો ત્યાગ કરવો આપને ઉચિત નથી.” આ પ્રમાણેનું યશોભદ્રાનું વચન દાસીએ રાજાને કહ્યું. એટલે રાજાએ ફરીથી કહેવરાવ્યું કે-“હે સ્ત્રી! સ્ત્રીઓનો “ના” કહેવાનો સ્વભાવ જ હોય છે; પરંતુ હે કૃશાંગી! મશ્કરી મૂકીને મને પતિ તરીકે અંગીકાર કર.” યશોભદ્રાએ કહ્યું કે-“કુળ તથા ઘર્મની મર્યાદા હું મૂકીશ નહીં. તું આવાં દુષ્ટ વચનો બોલતાં કેમ લજ્જ પામતો નથી?” તે સાંભળીને રાજાએ વિચાર્યું કે–“જ્યાં સુધી મારો ભાઈ જીવે છે ત્યાં સુધી આ મને ચાહશે નહીં, માટે તેને મારી નાંખું.” એમ ઘારીને કપટથી તેણે પોતાના નાના ભાઈને મારી નાંખ્યો. કહ્યું છે કે त्रपावरत्रया बद्धास्तावत्तिष्ठति जंतवः । अविवेकबलं यावन्न कामरसनिर्मितम् ॥१॥ ભાવાર્થ-જ્યાં સુધી કામદેવના રસથી ઉત્પન્ન થયેલું અવિવેકરૂપી બળ હોતું નથી, ત્યાં સુઘી જ લજ્જરૂપી વાઘરી (દોરી) થી બંઘાયેલા જંતુઓ મર્યાદામાં રહે છે.” પછી યશોભદ્રાએ વિચાર કર્યો કે-“જે દુષ્ય પોતાના ભાઈની હત્યા કરી તે અવશ્ય મારા શીલનો પણ ભંગ કરશે, માટે મારે પરદેશ ચાલ્યા જવું યોગ્ય છે.” એમ ઘારીને ગર્ભવંતી એવી તે યશોભદ્રા ગુપ્ત રીતે ત્યાંથી નાસી ગઈ; અને “શીલનું રક્ષણ કરવા માટે દીક્ષા જેવું બીજું કોઈ શ્રેષ્ઠ સાઘન નથી” એમ માનીને તેણે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે ગર્ભ વૃદ્ધિ પામ્યો. તે જોઈને સર્વે સાથ્વી વગેરેએ તેને પૂછ્યું. ત્યારે તેણે સર્વ સત્ય વૃત્તાંત કહી બતાવ્યું. પછી શ્રાવકોએ શાસનની Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૬ હીલના ન થાય તેવી રીતે તેને રાખી. સમય પૂર્ણ થતાં તેને પુત્રનો જન્મ થયો, તે શ્રાવકોને ઘરે વૃદ્ધિ પામવા લાગ્યો. શ્રાવકોએ તેનું લાલનપાલન કર્યું, અને તેનું ક્ષુલ્લકકુમાર નામ રાખ્યું. તે કુમાર આઠ વર્ષનો થયો ત્યારે તેને દીક્ષા આપી; પરંતુ ચારિત્રાવરણીયનો ઉદય થવાથી તેના ચિત્તમાં વિષયવાસના ઉત્પન્ન થઈ; એટલે તેણે પોતાની માતાને કહ્યું કે–“હે માતા! વિષયનું સુખ અનુભવીને પછી હું ફરીથી વ્રત ગ્રહણ કરીશ.”તેની માતાએ કહ્યું કે-“હે પુત્ર! આવું સંયમનું સુખ તજીને તુચ્છ વિષયમાં કેમ આસક્તિ કરે છે? તો પણ જો તારે સંયમની ઈચ્છા ન હોય, તો મારા વચનથી બાર વર્ષ સુધી મારી પાસે રહીને જિનેશ્વરની વાણી સાંભળ.” આ પ્રમાણે પોતાની માતાનું વચન સાંભળીને તે તેટલો વખત રહ્યો, અને પોતાની માતા (સાધ્વી) પાસે હમેશાં વૈરાગ્યમય વાણી સાંભળવા લાગ્યો, પરંતુ તેના મનમાં વૈરાગ્યનો લેશ પણ ઉત્પન્ન થયો નહીં. બાર વર્ષ પૂરાં થતાં તેણે માતાની પાસે રજા માગી, ત્યારે તેણે કહ્યું કે-“હે પુત્ર! તું મારી ગુણીજી પાસે જઈને રજા લે.” ત્યારે તેણે મોટી સાધ્વી પાસે જઈને રજા માગી. સાધ્વીએ કહ્યું કે-“અમારી પાસે રહીને બાર વર્ષ સુધી દેશના સાંભળ.” તેણે કબૂલ કર્યું, અને તેમની પાસે રહીને અનેક સૂત્રના અર્થો સાંભળ્યા, પણ કાંઈ પ્રતિબોધ પામ્યો નહીં. અવધિ પૂરી થતાં તેણે તેમની રજા માગી કે–“તમારા આગ્રહથી ઘણું કષ્ટ સહન કરીને પણ રહ્યો છું, માટે હવે હું જઈશ.” તે સાંભળીને તેમણે કહ્યું કે-“આપણા ઉપાધ્યાયજી ગુરુ છે, તેમની રજા લઈને પછી જા.” ત્યારે તેણે ઉપાધ્યાય પાસે જઈને રજા માગી. ઉપાધ્યાયે કહ્યું કે-“બાર વર્ષ સુધી અમારી પાસે રહીને દેશના સાંભળ.” તેણે તે પણ કબૂલ કર્યું, પરંતુ બોઘ લાગ્યો નહીં. અવધિ પૂરી થતાં તેણે ઉપાધ્યાયની રજા માગી. ત્યારે તેમણે કહ્યું કે-“ગચ્છના અધિપતિ સૂરિ પાસે જઈને તારી ઇચ્છા નિવેદન કર.” તેણે તેમ કર્યું. આચાર્યે પણ પોતાની પાસે બાર વર્ષ સુધી રહેવાનું કહ્યું એટલે તે તેટલો વખત રહીને અનેક પ્રકારની દેશના સાંભળવા લાગ્યો. આ પ્રમાણે માતા વગેરેના આગ્રહથી તેણે અડતાળીશ વર્ષ પર્યત દીક્ષાનું પાલન કર્યું તો પણ વિષયથી તેનું ચિત્ત પરાક્ષુખ થયું નહીં. પછી અવધિ પૂર્ણ થતાં તેણે સૂરિને કહ્યું કે-“હે સ્વામી! હું જાઉં છું.” તે સાંભળીને સાવદ્ય કર્મ હોવાથી સૂરિ તો મૌન જ રહ્યા. ત્યારે તે પોતાની મેળે ત્યાંથી ચાલ્યો. જતી વખતે તેની માતાએ પૂર્વ અવસ્થામાં (ગૃહસ્થપણામાં) આપેલું રત્નકંબલ તથા મુદ્રા (વીટી) તેને આપી. તે લઈને અને સંયમના સર્વ ચિહ્ન તજીને તે અનુક્રમે સાકેતપુરની રાજસભામાં પહોંચ્યો, ત્યાં કોઈ નર્તકી નૃત્ય કરતી હતી. તે નૃત્ય જોવામાં વ્યગ્ર ચિત્તવાળા સર્વે સભાસદો તેને વારંવાર ઘન્યવાદ આપતા હતા, અને તે નર્તકીની પ્રશંસા કરતા હતા. મુલ્લક પણ તે જોઈને તેમાં તલ્લીન થઈ ગયો. તેવામાં નર્તકી ઘણા વખતથી નાચ કરવાને લીધે થાકી ગયેલી હોવાથી તેનાં નેત્ર નિદ્રાથી ઘૂર્ણાયમાન થયાં. તે જોઈને તેની અક્કાએ સંગીતના આલાપમાં તેને કહ્યું કે सुट्ठ गाइअं सुटु वाइयं, सुटु नच्चियं सामसुंदरि । अणुपालिय दीहराइयं, उसुमिणते मा पमायए॥१॥ ભાવાર્થ-“હે સુંદરી! તેં બહુ સારું ગાયન કર્યું, ઘણું સારું વગાડ્યું, અને સારી રીતે નૃત્ય કર્યું; એવી રીતે ઘણી રાત્રી વ્યતીત થવા દઈને હવે થોડા સમય માટે પ્રમાદ ન કર.” Page #96 -------------------------------------------------------------------------- ________________ 29 વ્યાખ્યાન ૨૩૨]. પાંચ સમવાય કારણથી કાર્યસિદ્ધિ આ પ્રમાણે અક્કાનું ગાયન સાંભળીને નર્તકી ફરીથી સાવધાન થઈ. અહીં ક્ષુલ્લકકુમાર તે ગાથા સાંભળીને બોઘ પામ્યો. તેથી તેણે તે નર્તકીને પોતાનું રત્નકંબલ પારિતોષિક (ઇનામ) તરીકે આપ્યું, એટલે રાજપુત્રે મણિજડિત કુંડલ આપ્યા, મંત્રીએ મુદ્રારત્ન આપ્યું, લાંબા વખતથી પતિના વિરહવાળી કોઈ સાર્થવાહની સ્ત્રીએ પોતાનો હાર આપ્યો, અને રાજાના મહાવતે અંકુશરત્ન ઇનામમાં આપ્યું. તે દરેક ઇનામ લક્ષ લક્ષ મૂલ્યનાં હતાં. તે જોઈને રાજાએ તે સર્વને પૂછ્યું કે “મારી અગાઉ તમે બઘાએ આ પ્રમાણે તુષ્ટિદાન આપ્યું તેનું શું કારણ? ‘ત્યારે પ્રથમ ક્ષુલ્લક બોલ્યો કે-“હે રાજા! હું તમારા નાના ભાઈનો પુત્ર છું. સાઠ વર્ષ સુધી સંયમ પાળીને વિષયવાસનાથી રાજ્ય લેવા માટે હું તમારી પાસે આવ્યો હતો, પણ આ ગાથા સાંભળીને મેં વિચાર્યું કે હવે થોડા કાળ માટે પ્રમાદ કરવો મને ઉચિત નથી.” આવી વૈરાગ્યની બાઘક ગાથા પણ મને સાધકપણે પરિણમી; પ્રથમ ગુરુનાં સાઘક વચનો પણ મને બાઘકરૂપ થતાં હતાં. હવે હું ચારિત્ર પાળવામાં નિશ્ચલ થવાનો. તે કારણથી મેં મારા પર મોટો ઉપકાર કરનારી આ નર્તકીને સૌથી પ્રથમ પ્રીતિદાન આપ્યું. વળી હે રાજા! જો તમે મને પોતાના નાના ભાઈના પુત્ર તરીકે ઓળખવામાં સંદેહ પામતા હો, તો તે સંદેહને છેદનારી આ નામમુદ્રા જુઓ.” તે જોઈને રાજાએ ક્ષુલ્લકકુમારને કહ્યું કે “આ રાજ્ય તું ગ્રહણ કર.” તેણે કહ્યું કે-“રાજ્યાદિકમાં આસક્તિ ઉત્પન્ન કરનારો મોહરૂપી ચોર હવે મારા આત્મપ્રદેશથી દૂર ગયો છે, માટે હું રાજ્યાદિકને શું કરું?” પછી રાજાએ પોતાના પુત્રને પ્રીતિદાનનું કારણ પૂછ્યું, એટલે તે બોલ્યો કે-“હે પિતા! રાજ્યના લોભથી આજકાલમાં હું તમને વિષાદિકના પ્રયોગ વડે મારી નાખવાના વિચારમાં હતો, પણ આ ગાથા સાંભળીને મેં વિચાર્યું કે–પિતા વૃદ્ધ થયા છે, માટે હવે તેમનું બહુ થોડું આયુષ્ય બાકી રહ્યું હશે, તેથી મારવા તો નહીં, એમ ઘારીને હું ખુશી થયો તેથી મેં તેને પ્રીતિદાન આપ્યું.” પછી મંત્રીને પૂછતાં તેણે કહ્યું કે-“હે સ્વામી! તમારા શત્રુઓએ મને પોતાના પક્ષમાં લીધો હતો; પણ આ ગાથા સાંભળીને હું તેવાં પાપકર્મથી નિવૃત્તિ પામ્યો છું.” પતિના વિરહવાળી સ્ત્રીને પૂછતાં તે બોલી કે-“હે પ્રભુ! આજકાલ કરતાં પતિના વિરહમાં મેં બાર વર્ષ નિર્ગમન કર્યા, તોપણ તે તો આવ્યા નહીં, તેથી પુરુષનો વિરહ અસહ્ય લાગવાથી હું આજે પરપુરુષ સેવીને શીલનો ભંગ કરવા ઇચ્છતી હતી, તે આ ગાથા સાંભળવાથી પાછી શિયળમાં દ્રઢ થઈ કે-લાંબા કાળનું પાલન કરેલું શીલ થોડા વખત માટે મૂકવું નહીં. આ કારણથી મેં નર્તકીને પ્રીતિદાન આપ્યું છે.” પછી મહાવતને પૂછતાં તેણે કહ્યું કે “હું આપની રાણી સાથે લુબ્ધ થયેલો છું, અને આજે આપનો વિનાશ કરવા ઇચ્છતો હતો, પણ આ ગાથા સાંભળીને તેવા પાપવિચારથી નિવૃત્ત થયો છું અને તેથી મેં તુષ્ટિદાન આપ્યું છે.” આ પ્રમાણે સર્વનાં કારણો સાંભળીને રાજા વગેરે સર્વે હર્ષ પામ્યા; અને તે સર્વેએ ક્ષુલ્લકકુમારની સાથે જઈ દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે તે સ્વર્ગાદિક ગતિને પામ્યા. આ દ્રષ્ટાંતનો સાર એ છે કે-“સંવિજ્ઞ સાઘુ વગેરેના મુખથી શુભકારી જિનેંદ્રની વાણી ચિરકાળ સુધી સાંભળ્યા છતાં પણ ક્ષુલ્લકકુમાર બોઘ પામ્યો નહીં, અને કાળાદિક સામગ્રી મળવાથી માત્ર એક જ નર્તકીની ગાથા સાંભળીને તત્કાળ વૈરાગ્ય પામ્યો. તેથી પાંચ કારણો મળે ત્યારે જ કાર્યસિદ્ધિ થાય છે.” Page #97 -------------------------------------------------------------------------- ________________ ८८ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૬ વ્યાખ્યાન ૨૩૩. સગુણના વિચારની પણ દુર્લભતા यः प्राप्य मानुषं जन्म, दुर्लभं भवकोटिभिः । धर्मं शर्मकरं कुर्यात्, सफलं तस्य जीवितम् ॥१॥ ભાવાર્થ-“જે પ્રાણી કોટી ભવે કરીને પણ પામવો દુર્લભ એવો મનુષ્યભવ પામીને કલ્યાણ કરનાર એવા ઘર્મને કરે છે તેનું જીવિત સફલ છે.” दुःप्राप्यं प्राप्य मानुष्यं, कार्यं तत् किंचिदुत्तमैः । मुहूर्तमेकमप्यस्य, नैव याति यथा वृथा ॥१॥ ભાવાર્થ-“દુઃખે પામવા લાયક મનુષ્યજન્મ પામીને ઉત્તમ પુરુષોએ કાંઈક એવું કામ કરવું જોઈએ કે જેથી એક મુહૂર્ત પણ વૃથા ન જાય.” આ હકીકતને દૃઢ કરવા માટે નીચેનું દ્રષ્ટાંત જાણવું કાલિકાચાર્ય અને શાલિવાહનનો સંબંધ પૂર્વે પ્રતિષ્ઠાન નગરમાં કોઈ એક ઘનવાન શ્રેષ્ઠી રહેતો હતો. તે મુહર્ત, ઘડી, પહોર, દિવસ વગેરે સર્વ કાળ ઘર્મક્રિયા, દાન વગેરે ઘર્મકાર્ય કર્યા વિના જ વૃથા નિર્ગમન કરતો હતો. અનુક્રમે તે આર્તધ્યાનથી મૃત્યુ પામીને તે જ પુરની સમીપે એક સરોવરમાં માછલું થયો. તેજ નગરમાં શાલિવાહન રાજાનો પૂર્વ ભવનો જીવ એક શ્રેષ્ઠી હતો, તે શ્રેષ્ઠી તે જ સરોવરને કાંઠે બેસીને સુપાત્ર દાન આપતો હતો. કહ્યું છે કે __ धर्मकीर्तिविहीनस्य, जीवितेन नरस्य किम् । यो धर्मकीर्तिवान् दानी, तस्य जीवितमुच्यते ॥४॥ ભાવાર્થ-“ઘર્મ અને કીર્તિથી રહિત મનુષ્યના જીવિતથી શું? પણ જે ઘર્મ અને કીર્તિવાળો હોવા સાથે દાતાર છે તેનું જ જીવિત સફળ છે.” અન્યદા સરોવરની પાળ ઉપર મુનિને દાન આપતા તે શ્રેષ્ઠીને પેલા માછલાએ જોયો; એટલે તેને જાતિસ્મરણજ્ઞાન થયું. અનુક્રમે શ્રેષ્ઠીનો જીવ મરીને એ જ પ્રતિષ્ઠાન નગરમાં શાલિવાહન નામે રાજા થયો. એકદા શાલિવાહન રાજા ઉદ્યાનમાં ફરતો ફરતો તે જ સરોવરને કાંઠે વૃક્ષની છાયામાં આવીને બેઠો. તેને મોટો સમૃદ્ધિવાન જોઈને “પૂર્વભવના દાનનું આ ફળ છે” એમ પેલા માછલાએ જાણ્યું. પછી લોકોને બોઘ કરવા માટે તે માછલું મનુષ્યભાષાથી બોલ્યું કે को जीवति, को जीवति, को जीवति वदति वारिमध्यस्थः । मत्स्यः प्रबोधविधये, लोकानां ललितविज्ञानम् ॥१॥ ભાવાર્થ-“કોણ જીવે છે? કોણ જીવે છે? કોણ જીવે છે? એ પ્રમાણે ત્રણ વખત જળમાં રહેલો મત્સ્ય લોકોને બોઘ કરવા માટે સુંદર વચન બોલે છે.” આ પ્રમાણે મત્સ્યનું વાક્ય સાંભળીને રાજા વગેરે સર્વ લોકોને મોટું આશ્ચર્ય થયું. પછી રાજાએ સભામાં આવી પોતાના પંડિતોને તે મત્સ્યના વચનનું સ્વરૂપ પૂછ્યું, પરંતુ ચિત્તને ચમત્કાર Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૯ વ્યાખ્યાન ૨૩૩] સદ્દગુણના વિચારની પણ દુર્લભતા કરનારાં તેનાં વચનનો તાત્પર્ય કોઈ કહી શકયું નહીં. પછી શ્રી કાલિકાચાર્યે તે મત્સ્યના મનનો ભાવ જાણીને તેની સમક્ષ રાજાને કહ્યું કે को जीवति गुणा यस्य, यस्य धर्मः स जीवति । गुणधर्मविहीनस्य, निष्फलं तस्य जीवितम् ॥२॥ ભાવાર્થ-“કોણ જીવે છે? જેનામાં ગુણો અને ઘર્મ રહેલા છે તે જ જીવે છે. ગુણ અને ઘર્મથી જે રહિત હોય તેનું જીવિત નિષ્ફળ છે.” વળી– यस्मिजीवति जीवंति, सजना मुनयस्तथा । સવા પરોપર ૨, ૩ ગાતઃ સ ચ નીવતિ રામ ભાવાર્થ-“જેના જીવવાથી સર્જન પુરુષો તથા મુનિઓ જીવે છે અને જે સદા પરોપકારી છે તેનો જન્મ સફળ છે, અને તે જ જીવે છે.” पंचमेऽहनि षष्ठे वा, भुंक्तेऽनवद्यमेव यः । धर्मार्थी चाप्रमादी च, स वारिचर जीवति ॥३॥ ભાવાર્થ-“હે જળચર પ્રાણી! જે પાંચમે અથવા છઠ્ઠું દિવસે નિર્દોષ ભોજન કરે છે, જે ઘર્મના અર્થ છે અને અપ્રમાદી છે, તે જ પુરુષ જીવે છે.” આચાર્યે આમાંનો પહેલો શ્લોક કહ્યો, ત્યારે મત્સ્ય બે વખત “ નીર્વતિ” એ પદ બોલવા લાગ્યો. આચાર્ય બીજો શ્લોક બોલ્યા, ત્યારે એક વખત ઉપરનું પદ બોલવા લાગ્યો. અને આચાર્ય ત્રીજો શ્લોક બોલ્યા, ત્યારે તે મૌન ઘરીને રહ્યો. પછી રાજાએ સૂરિમહારાજને કહ્યું કે-“હે સ્વામી! જળચર પ્રાણી પણ ઘર્મક્રિયાની ઇચ્છા કરે છે, તે મોટું આશ્ચર્ય છે.” ગુરુ બોલ્યા કે “હે રાજા! ઘર્મ અને ગુણહીન મનુષ્યનો ભવ સર્વ જીવો કરતાં અતિ નીચ છે. તે વિષે વિદ્વાનની વાણીના વિલાસી કવિઓનાં વચનો સાંભળો येषां न विद्या न तपो न दानं, न चापि शीलं न गुणो न धर्मः । ते मर्त्यलोके भूवि भारभूता, मनुष्यरूपेण मृगाश्चरन्ति ॥१॥ ભાવાર્થ-“જે મનુષ્યોમાં વિદ્યા, તપ, દાન, શીલ, ગુણ અને ઘર્મ નથી તેઓ આ મૃત્યુલોકમાં પૃથ્વીના ભારરૂપ થઈને મનુષ્યને રૂપે મૃગ ચરે છે એમ સમજવું.” આ પ્રમાણે વિદ્વાનના મુખથી નીકળેલાં વચન સાંભળીને એક મૃગ ગર્વ સહિત બોલ્યો કે–“નિંદિત મનુષ્યને અમારી ઉપમા કેમ આપો છો? કેમકે અમે તો ઘણા ગુણવાન છીએ. गीते शीर्षं जने मांसं, त्वचं च ब्रह्मचारिणे । शृंगं योगीश्वरे दद्मो, मृगस्त्रीषु सुलोचने ॥१॥ ભાવાર્થ-“ગીતને માટે માથું, માણસને માંસ, બ્રહ્મચારીને ચર્મ, યોગીને શીંગડાં અને સ્ત્રીઓને માટે નેત્ર આપીએ છીએ.” વળી– दूर्वांकुरतृणाहारा, धन्यास्ते च वने मृगाः । વિમવોન્મત્ત મૂર્તાિપણાં, ન પતિ મુનિ ય ારા. ભાવાર્થ-“દૂર્વાના અંકુર અને તૃણનું ભક્ષણ કરનારા મૃગો વનમાં રહેતા હોવાથી વૈભવથી ઉન્મત્ત થયેલા મૂનાં મુખ જોતા નથી, માટે તેમને ઘન્ય છે.” Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૬ अयि कुरंग कुरंगमविक्रमे, त्यज वनं जवनं गमनं कुरु । इह वने हि वनेचरनायकाः, सुरभिलोहितलोहितसायकाः ॥३॥ ભાવાર્થ—“હે મૃગ! આ વનને તું તજી દે, અને શીઘ્રતાથી અન્યત્ર ગમન કર; કેમ કે આ વનમાં ગાયોના લોહીથી જેમણે પોતાનાં બાણોને રક્ત કર્યાં છે એવા મોટા પારઘીઓ આવેલા છે.’ वसंत्यरण्येषु चरंति दूर्वां, पिबंति तोयान्यपरिग्रहाणि । तथाऽपि वध्या हरिणा नराणां, को मूर्खमाराधयितुं समर्थः ॥४॥ ભાવાર્થ-‘હરણો વનમાં વસે છે, દૂર્વા ખાય છે, અને કોઈની માલિકી વિનાના જળનું પાન કરે છે; તો પણ તેને જે માણસો મારી નાંખે છે તેવા મૂર્ખને સમજાવવાને કોણ સમર્થ છે?’’ માટે નિર્ગુણ મનુષ્યને અમારી ઉપમા આપવી યોગ્ય નથી. એટલે સૂરિ ફરીથી બોલ્યા કે– येषां न विद्या न तपो न दानं, न चापि शीलं न गुणो न धर्मः । ते मर्त्यलोके भुवि भारभूता, मनुष्यरूपाः पशवश्चरंति ॥ १ ॥ ભાવાર્થ—જે મનુષ્યોમાં વિદ્યા, તપ, દાન, શીલ, ગુણ અને ધર્મ નથી તેઓ આ મૃત્યુલોકમાં પૃથ્વીના ભારરૂપ થઈને મનુષ્યનું રૂપ ધારણ કરનારા પશુઓ છે.’’ આ પ્રમાણે સાંભળીને કોઈ ગાય બોલી કે– ૯૦ तृणमद्मि दुग्धं धवलं, छगणं गेहस्य मंडनं भवति । रोगापहारि मूत्रं, पुच्छं सुरकोटिसंस्थानम् ॥१॥ ભાવાર્થ—“હું ઘાસ ખાઉં છું, પણ શ્વેત દૂધ આપું છું, મારું છાણ ઘરનું ભૂષણ થાય છે, મારું મૂત્ર રોગનો નાશ કરે છે અને મારા પૂંછડામાં કોટી દેવતાઓનું સ્થાન છે.’’ માટે નિર્ગુણ મનુષ્યને મારું ગુણીનું ઉપમાન યોગ્ય નથી. પછી કોઈ બળદ બોલ્યો કે– नास्य भारग्रहे शक्तिर्न च वाहगुणक्रिया । देवागारबलीवर्दस्तथाऽप्यश्नाति भोजनम् ॥१॥ ભાવાર્થ-તમે કહ્યા તેવા નિર્ગુણ મનુષ્યમાં મારા જેવી ભાર ઉપાડવાની શક્તિ નથી, વહન કરવાનો કાંઈ ગુણ નથી, તો પણ મહાદેવના પોઠિયાની જેમ તે બેઠો બેઠો ભોજન કરે છે; અને હું તો— गुरुशकटधुरंधरस्तृणाशी, समविषमेषु च लांगलापकर्षी । जगदुपकरणं पवित्रयोनि-र्नरपशुना कथमुपमीयते गवेंद्रः ॥ २॥ ભાવાર્થ-મોટા ગાડાની ધૂંસરીને ધારણ કરું છું, ઘાસ ખાઈને જીવું છે, સમ વિષમ સ્થાનમાં હળ ખેંચું છું, એવી રીતે જગતનો ઉપકાર કરું છું. વળી મારું ઉત્પત્તિસ્થાન ગાયરૂપી પવિત્ર છે. માટે નરપશુની સાથે મારી બળદની ઉપમા કેમ આપો છો? આ પ્રમાણે હોવાથી તેવા મનુષ્યોને પશુની ઉપમા પણ યોગ્ય નથી.’’ પછી આચાર્ય ‘“વેષાં ન વિદ્યા॰' એ શ્લોક બોલતાં ચોથા પદમાં “મનુષ્ય પેજ તૃળોપમાના:'' એટલે ‘‘તૃણ જેવા છે’’ એમ બોલ્યા. તે સાંભળીને તૃણ બોલ્યું કે– गवि दुग्धकरं ग्रीष्मे, वर्षाहेमंतयोरपि । नृणां त्राणमहं कुर्वे, तत्साम्यं च कथं मम ॥ १ ॥ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯૧ વ્યાખ્યાન ૨૩૩] સદ્ગણના વિચારની પણ દુર્લભતા ભાવાર્થ-“હું ગાયને વિષે દૂઘ ઉત્પન્ન કરું છું, અને શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં સર્વ ઋતુઓમાં મનુષ્યોનું રક્ષણ કરું છું, તો મને નિર્ગુણ પુરુષના સરખું કેમ કહો છો?”વળી रूढस्य सिंधुतटमनुगतस्य तृणस्यापि जन्म कल्याणम् । यत्सलिलमज्जदाकुलजनहस्तावलंबनं भवति ॥२॥ ભાવાર્થ-“સમુદ્રને કાંઠે ઊગેલા અને નીચે નમેલા તૃણનો જન્મ પણ કલ્યાણકારી છે, કેમકે જળમાં ડૂબવાથી વ્યાકુળ થયેલા માણસોને તે હસ્તના અવલંબનરૂપ થાય છે.” તથા સમરાંગણમાં મુખને વિષે તૃણ રાખવાથી તે માણસને કોઈ પણ હણતું નથી. વળી– यस्यैवाहारयोगाजगति सुरभयोऽजाविका वा महिष्यः सर्वाः संप्राप्तभूयो वपुरुपचितिका आज्यदध्नो निदानम् । क्षीरं लोकाय दधुः सकलरसमहायोनिभूतं तृणं त जानेऽजानंत एते धिगखिलकवयो नीरसं वर्णयंति ॥३॥ ભાવાર્થ-“જે તૃણનું ભક્ષણ કરવાથી જગતમાં ગાયો, બકરી, ઘેટી, ભેંસો વગેરે સર્વે શરીરમાં અતિ પુષ્ટિ પામીને ઘી અને દહીં વગેરેના કારણરૂપ દૂઘ સર્વ માણસોને આપે છે, તેવા સમગ્ર રસના મોટા કારણરૂપ ઘાસને જાણે પોતે તેના ગુણથી અજાણ્યા હોય તેવા કવિઓ નીરસ તરીકે વર્ણવે છે; માટે તેવા કવિઓને ધિક્કાર હો!” પછી ફરીથી સૂરિ તે જ શ્લોક બોલ્યા અને છેવટમાં–મનુષ્યરૂપે વૃક્ષા મવંતિ “મનુષ્ય રૂપે કરીને વૃક્ષો રહેલાં છે” એમ બોલ્યા. ત્યારે કોઈ વૃક્ષ મનુષ્યભાષાએ બોલ્યું કે છાયા ગુમ વયે , પત્તપુપાળ દ્રા ! पक्षिणां च सदाधारं, गृहादीनां च हेतवे ॥४॥ ભાવાર્થ-“અમે સર્વને છાયા કરીએ છીએ, ફળ, ફૂલ વગેરે આપીએ છીએ, અને પક્ષીઓને ઘર કરવા માટે નિરંતર આધાર આપીએ છીએ.” વળી ફરીથી યુક્તિપૂર્વક કહે છે छायामन्यस्य कुर्वंति, स्वयं तिष्ठति चातपे । फलंति च परार्थे च, नात्महेतोर्महाद्रुमाः॥५॥ ભાવાર્થ-“મહાવૃક્ષો અન્યને છાયા કરે છે અને પોતે તાપમાં રહે છે; તથા પરોપકારને માટે જ ફળે છે, પોતાને માટે ફળતા નથી.” भीष्मग्रीष्मखरांशुतापमसमं वर्षांबुतापक्लमं भेदच्छेदमुखं कदर्थनमलं मादिभिर्निर्मितम् । सर्वग्रासिदवानलप्रसृमरज्वालोत्करालिंगनं । हंहो वृक्ष सहस्व जैनमुनिवद्यत्त्वं क्षमैकाश्रयः॥३॥ ભાવાર્થ-“હે વૃક્ષ! તું જૈન સાધુની જેમ ક્ષમાનો અદ્વિતીય આશ્રય છે, માટે ગ્રીષ્મ ઋતુના અત્યંત તીક્ષ્ણ સૂર્યનાં કિરણો સહન કર, વર્ષાઋતુના જળથી ઉત્પન્ન થતા ક્લેશને સહન કર, મનુષ્યાદિકે ભેદન, છેદન વગેરે વિવિઘ પ્રકારે કરેલી કદર્થના સહન કર, તથા સર્વનું ભક્ષણ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯ર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૬ કરનારા દાવાનળની પ્રકાશિત જ્વાળાસમૂહને આલિંગન કરવાનું દુઃખ પણ સહન કર.” વૃક્ષનો આવો ઉત્તર સાંભળીને સૂરીએ ચોથા પદમાં કહ્યું કે–મનુષ્યરૂપે હિ ધૃવુિંના:ગુણરહિત મનુષ્યો “મનુષ્યના રૂપે કરીને ધૂળના ઢગલા છે.” તે સાંભળીને ધૂલિ બોલી કે– વારામિ શિશુci, jનાશ વેરોનિ ચ | मत्तोऽजनि रजःपर्व, वर्षे क्षिप्तं फलप्रदम् ॥१॥ ભાવાર્થ-“હું બાળકને ક્રીડા કરાવું છું, પંકનો નાશ કરું છું, મારાથી જ હોળીનું પર્વ થયું છે, અને મને ખેતરમાં નાંખવાથી સારો પાક થાય છે.” धूलिर्मूलपदार्थसार्थजननी स्तंभाधवष्टंभदा लेखाश्लेषकरी करीश्वरकरासंगिन्यवश्यं प्रिया । गंधं दूरकरी शिशोः सुखकरी कालत्रयेऽपि स्थिरा तस्माद्धूलिसमं न चास्ति किमपि क्षेप्या मुखे पापिनाम् ॥२॥ ભાવાર્થ-“ધૂળ સર્વ મૂળ પદાર્થોને ઉત્પન્ન કરનારી છે, થાંભલા વગેરેને આઘાર આપનારી છે, લખેલા લેખને સૂકવવા માટે તેનો આશ્લેષ કરનારી છે, હાથીની સૂંઢનો સંગ કરનારી હોવાથી તેને અતિ પ્રિય છે, દુર્ગઘને દૂર કરનારી છે, બાળકને સુખ કરનારી છે, ત્રણે કાળને વિષે સ્થિર રહેનારી છે.” માટે ધૂલિ સમાન કોઈ પણ નથી. તે પાપીઓના મુખ પર નાંખવા યોગ્ય છે. સૂરિએ ફરીથી તે જ શ્લોકના ચોથા પાદમાં કહ્યું કે–મનુષ્યરૂપ મ રૂપ :. “તેઓ મનુષ્ય રૂપે કરીને કૂતરા જેવા છે.” તે સાંભળીને કૂતરો બોલ્યો કે - स्वामिभक्तः सुचैतन्यः, स्वल्पनिद्रः सदोद्यमी । . अल्पसंतोषवानस्मि, तस्मात्तत्तुल्यता कथम् ॥१॥ ભાવાર્થ-“હું સ્વામીની ભક્તિવાળો, સારી ચેતનાવાળો, સ્વલ્પ નિદ્રાવાળો, નિરંતર ઉદ્યમી અને થોડાથી સંતોષી છું તેથી તેવા નિર્ગુણ મનુષ્યની સદ્ગશ હું શી રીતે?” એની ઉપર એક દ્રશ્ચંત કહે છે કે અયોધ્યા નગરીમાં ગોવિંદચંદ્ર નામે રાજા હતો, તેને આનંદ નામનો મંત્રી હતો, તે અતિ પાપિષ્ટ હતો. તે લોકોને ઘણી પીડા કરતો હતો, તેથી રાજાએ તેને મારીને ઉકરડામાં દટાવ્યો. તેને ખાવા માટે બે કૂતરાઓએ આવીને તેને ખોદીને બહાર કાઢ્યો. પછી તેમાંથી મોટા કૂતરાએ નાનાને કહ્યું કે “એને ભક્ષણ કર મા.” કેમ કે हस्तौ दानविवर्जितौ श्रुतिपुटौ सत्यवचोद्रोहिणौ चक्षुः साधुविलोकनेन रहितं पादौ न तीर्थाध्वगौ । लंचालुंचितवित्तपूर्णमुदरं गर्वेण तुंगं शिरो भ्रातः कुर्कुर मुंच मुंच सहसा निंद्यं वपुः सर्वदा ॥१॥ ભાવાર્થ-“તેના હાથ દાનથી રહિત છે, તેના કાન સત્યવચન શ્રવણ કરવામાં દ્વેષી છે, તેનાં નેત્રો સાધુ પુરુષના દર્શનથી રહિત છે, તેના ચરણ તીર્થમાર્ગે ગયા નથી, તેનું પેટ લાંચથી લૂંટી લીઘેલા દ્રવ્યથી પૂર્ણ છે, અને તેનું મસ્તક ગર્વથી ઉન્નત છે, માટે હે ભાઈ કુક્ર! સર્વદા નિંદવા લાયક આ શરીરને તું જલદી મૂકી દે, મૂકી દે.”. Page #102 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૩૩] સદ્ગુણના વિચારની પણ દુર્લભતા આવી પરીક્ષા કરવામાં ચતુર જે કૂતરો તે નિર્ગુણ પુરુષની તુલ્ય શી રીતે થાય? પછી પ્રવીણ સૂરિએ તે શ્લોકના ચોથા પાદમાં કહ્યું કે–મનુષ્ય વેળ વરાશ્ચરતિ ‘તેઓ મનુષ્યરૂપે ગધેડા છે.’’ તે સાંભળીને ગર્દભ બોલ્યો કે— शीतोष्णं नैव जानामि, भारं सर्वं वहामि च । तृणभक्षणसंतुष्टः प्रत्यहं भद्रकाकृतिः ॥ १ ॥ ભાવાર્થ—“હું શીત કે ઉષ્ણ કાંઈ જાણતો નથી, સર્વ પ્રકારનો ભાર વહન કરું છું, તૃણના ભક્ષણથી સંતોષી છું, અને નિરંતર (ભદ્રક) ભોળી આકૃતિવાળો છું. માટે મારી ઉપમા નિર્ગુણ પુરુષને ઘટે નહીં.'' ફરીથી સૂરિએ કહ્યું કે-મનુષ્યરૂપેણ મવંતિ જાળવ્યા. “તેઓ મનુષ્યરૂપે કાગડા છે.” ત્યારે કાગડો બોલ્યો કે ૯૩ प्रियं दूरं गतं गेहे, प्राप्तं जानामि तत्क्षणात् । न विश्वसामि कस्यापि, काले चालयकारकः ॥ १॥ ભાવાર્થ-‘દૂર દેશ ગયેલા પતિને ઘેર આવતો જાણીને તુરત કહું છું, કોઈનો વિશ્વાસ કરતો નથી, અને વર્ષાકાળમાં માળો બાંધીને રહું છું.' કોઈ સ્ત્રીએ કાગડાને સોનાના પાંજરામાં રાખેલો જોઈ તેની સખીએ પૂછ્યું કે, પોપટને તો સૌ પાંજરામાં રાખે છે પણ તેં આવા કાગડાને કેમ રાખ્યો છે? એટલે તે બોલી- अत्रस्थः सखि लक्षयोजनगतस्यापि प्रियस्यागमं वेत्याख्याति च धिक् शुकादय इमे सर्वे पठतः शठाः । मत्कांतस्य वियोगतापदहनज्वालावलीचंदनं काकस्तेन गुणेन कांचनमये व्यापारीतः વારે રા ભાવાર્થ—“હે સખી! કાગડો લાખ યોજન દૂર રહેલા પતિનું આગમન અહીં બેઠાં જાણે છે, અને કહે છે. આ પોપટ વગેરે સર્વે ભણ્યા છે, પણ શઠ છે; અને આ કાગડો તો મારા પતિના વિયોગ તાપરૂપી અગ્નિની જ્વાળાવળીમાં ચંદન સમાન છે, માટે તે ગુણને લીધે મેં સુવર્ણના પાંજરામાં તેને રાખ્યો છે.’ ફરીથી સૂરિ કહે છે કે—મનુષ્ય વેળ હિ તામ્રવૂડા:. ‘“તેઓ મનુષ્યરૂપે કરીને કૂકડા છે” તે સાંભળીને કૂકડો કહે છે કે—મારા ગુણ સાંભળો. એક કવિએ મારા વિષે કહ્યું છે કે– भो लोकाः सुकृतोद्यता भवत तं लब्ध्वा भवं मानुषं मोहांधाः प्रसरत्प्रमादवशतो माहार्यमाहार्यथा । इत्थं सर्वजनप्रबोधमधुरो यामेऽर्धयामे सदा कृत्वौर्ध्वं निजकंधरं प्रतिदिनं कोकूयते कुर्कुटः ॥ १ ॥ ભાવાર્થ-‘હે લોકો! મનુષ્યભવ પામીને તમે સત્કૃત્ય કરવામાં ઉદ્યમી થાઓ, પ્રસાર પામતા પ્રમાદના વશથી મોહાંધ થઈને મનુષ્યભવ વ્યર્થ હારો નહીં. આ પ્રમાણે સર્વ લોકને પ્રબોધ કરવામાં નિપુણ એવો કૂકડો હમેશાં પહોરે ને અડધે પહોરે પોતાનું મસ્તક ઊંચું રાખીને બોલે છે.’’ Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૬ મેં कु કહેતાં પૃથ્વીમાં, ૐ કહેતાં ખરાબ (કુત્સિત), રુ કહેતાં કર્યું તેથી હું પક્ષી થયો, તેના નિવારણ માટે હું પ્રાતઃકાળે ‘‘છુ છુ ’ એવો શબ્દ કરીને સર્વને સુકૃત્ય કરવા જાગૃત કરું છું, તો મારી સમાન નિર્ગુણ માણસ શી રીતે?’' ફરીથી પંડિતે કહ્યું કે—મનુષ્ય વેળ ચોષ્ટ્રાચાંતિ. “તેઓ મનુષ્યરૂપે ઊંટ જેવા છે.’’ ત્યારે ઊંટ બોલ્યો કે—મારે માટે એક કવિએ કહ્યું છે કે— वपुर्विषमसंस्थानं, ૯૪ कर्णज्वरकरो વઃ । રમસ્યાશુ ગજૈવ, છાવિતા રોષસંતતિઃ |[]] ભાવાર્થ-‘શરીર વિષમ સંસ્થાનવાળું છે, શબ્દ કર્ણને કઠોર લાગે તેવો છે, તો પણ ઊંટની ગતિ શીઘ્ર હોવાથી તેના દોષનો સમૂહ ઢંકાઈ જાય છે.’’ માટે હું ચંદનની જેમ માત્ર એક શીઘ્રગતિરૂપ ગુણથી જ રાજાને પણ માન્ય છું. તે સાંભળી પંડિતે ફરીથી કહ્યું કે—મનુષ્યપેળ = ભસ્મતુલ્યા: “તેઓ મનુષ્યરૂપે રાખ સમાન છે.’’ તે સાંભળીને રાખ બોલી કે– मूढकमध्ये क्षिप्ता, करोम्यहं सकलधान्यरक्षां द्राक् । मानं ददते मनुजा, मुखशुद्धिकरी सुगंधा च ॥१॥ ભાવાર્થ—“મને ધાન્યના મોટા સમૂહમાં નાંખી હોય, તો હું સર્વ ધાન્યની રક્ષા કરું છું, વળી હું મુખને શુદ્ધ કરું છું તથા સુગંધી છું, માટે મનુષ્યો મને માન આપે છે.’’ - ફરીથી પંડિત બોલ્યા કે મનુષ્યરૂપા: વહુ મક્ષિા: હ્યુ: “તેઓ મનુષ્યરૂપે કરીને માખી જેવા છે.’’ તે સાંભળીને માખી કહે છે કે सर्वेषां हस्तयुक्त्याहं, बोधयामि निरंतरम् । ये धर्मं नो कारिष्यंति, ते हस्तौ घर्षयंति वै ॥१॥ ભાવાર્થ-હું મારા આગળના હાથ ઘસવાની યુક્તિ (નિશાની) વડે માણસોને હમેશાં બોધ આપું છું કે—જેઓ મારી પેઠે પામ્યા છતાં ધર્મ કરશે નહીં તેઓ હાથ ઘસતા રહેશે.’’ એકદા ભોજરાજાએ સભામાં વિદ્વાનોને પૂછ્યું કે—“માખી પોતાના આગળના બે હાથ શા માટે ઘસે છે?’’ ત્યારે પંડિતો બોલ્યા કે– देयं भोज धनं धनं सुविधिना नो संचितव्यं कदा श्रीकर्णस्य बलस्य विक्रमनृपस्याद्यापि कीर्तिर्यतः । येनेदं बहु पाणिपादयुगलं घृष्यंति भो मक्षिका अस्माकं मधु दानभोगरहितं नष्टं चिरात् संचितम् ॥१॥ ભાવાર્થ—“હે ભોજ રાજા! મળેલા દ્રવ્યનું વિધિપૂર્વક નિરંતર દાન દેવું, પણ કદાપિ દ્રવ્યનો સંગ્રહ કરવો નહીં. દાનના પ્રભાવથી કર્ણ, બળ અને વિક્રમ રાજાની કીર્તિ હજુ સુધી જગતમાં જાગૃત છે. આ પ્રમાણે કહેતી એવી માખીઓ પોતાના હાથ પગ ઘસતી સતી જણાવે છે કે–અહો! અમે ઘણા કાળથી સંગ્રહ કરેલા મધનો દાનભોગ ન કર્યો તો તે પરિણામે નાશ પામ્યું.’ ઇત્યાદિ યુક્તિથી શ્રી કાલિકાચાર્યે પ્રતિબોધ પમાડેલા શાળિવાહન રાજા વગેરે લોકો દાન શીલાદિક ધર્મમાં તત્પર થયા. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૫ DO વ્યાખ્યાન ૨૩૪] બાહ્યવંદનની નિષ્ફળતા સર્વ ભવમાં મનુષ્ય ભવ દુર્લભ છે. તેમાં પણ ઘર્મ તથા ગુણ વગેરેની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. આ પ્રમાણેના શ્રી કાલિકાચાર્યના ઉપદેશથી પ્રતિબોધ પામીને શાલિવાહન રાજા દાનાદિક ગુણોને જાણી, તેને ઘારણ કરીને શોભતો થયો.” વ્યાખ્યાન ૨૩૪ બાહ્યવંદનની નિષ્ફળતા હવે બાહ્યભાવથી વાંદવાની નિષ્ફળતા વિષે કહે છે– बाह्याचारेण संयुक्तः करोति द्रव्यवंदनम् । तन्न प्रमाणमायाति, साफल्यं भाववंदनम् ॥४॥ ભાવાર્થ-“બહારના આચાર સહિત જે દ્રવ્યવંદન કરે છે તે પ્રમાણ નથી અર્થાત્ તેનું ફળ નથી, પણ ભાવવંદન જ સફળ છે.” આ વિષે દ્રષ્ટાંત નીચે પ્રમાણે છે - શીતલાચાર્યની કથા કોઈ એક રાજાને શીતલ નામે પુત્ર હતો. તે બાલ્યાવસ્થાથી જ વૈરાગ્યવાળો હતો. એક વખતે ગુરુને વાંદીને તે દેશના સાંભળવા બેઠો. તે પ્રસંગે ગુરુએ કહ્યું કે-“કોઈ એક વનમાં રહેનાર તાપસ લોકના આમંત્રણથી ગામમાં આવીને માસક્ષમણનું પારણું કરતો હતો, પરંતુ ગામમાં કોઈ પણ સ્ત્રીનું મુખ જોતો નહીં; તેથી તેની સન્મુખ આવતી સ્ત્રીઓને તેની આગળ ચાલતા છડીદારો દૂર ખસેડતા હતા. આ પ્રકારની સ્ત્રીઓની વિડંબના થતી સાંભળીને કોઈ વેશ્યાએ વિચાર્યું કે–“અહો! કેવી કપટજાળ! લોકને રંજન કરવા માટે કેવો દંભ રાખે છે?” એમ ઘારીને તેણે તાપસને બોઘ કરવાનો નિશ્ચય કર્યો. પછી એક દિવસ તે તાપસ રાજાને ઘેર પારણું કરવા જતો હતો, તે અવસરે તેને પાલખીમાં બેસીને રસ્તામાં આવતો જોઈને તે વેશ્યા તેની સન્મુખ ચાલી. તેને સિપાઈઓએ અટકાવી, પણ તે ખસી નહીં, અને તાપસની પાસે આવીને તેના માથામાં પોતાની આંગળી વડે ટકોરા માર્યા, તેથી તે ગુસ્સે થયો; અને તે વેશ્યાને ક્રોઘદ્રષ્ટિથી જોતો, મનમાં કાંઈક બડબડતો અને મુખથી ‘હરિ! હરિ! વિષ્ણુ! વિષ્ણુ!” એમ બોલતો સ્નાન કરવા માટે પાછો વળ્યો; કેમકે વેશ્યાનું દર્શન થયું માટે સ્નાન કરવું જોઈએ એવો તેનો આચાર હતો. તે સર્વ વૃત્તાંત જાણીને રાજાએ તે વેશ્યાને બોલાવીને તેમ કરવાનું કારણ પૂછ્યું. ત્યારે વેશ્યાએ કહ્યું કે– તાપસ આવશે ત્યારે કહીશ.' પછી ફરીથી સ્નાન કરીને તે તાપસ રાજાને ઘેર આવ્યો અને વેશ્યા સામું ન જોતાં આંખ મીંચીને જમવા લાગ્યો. ત્યારે વેશ્યાએ કહ્યું – आंख म मीच जम जमन, नयन निहाळी जोय; अप्पइ अप्पा जोयइ, अवर न बीजो कोय. આંખ મીંચીને જમવા માંડ નહીં, આંખ ઉઘાડીને જો; તારા આત્મા વડે મારા આત્માને જો એટલે જણાશે કે હું પણ આત્મા જ છું, બીજું કાંઈ નથી; માટે ફોગટ દંભ કર નહીં.” આ પ્રમાણે સાંભળીને તે તાપસ બોઘ પામ્યો, તથા બીજા રાજા વગેરે સર્વ લોક પણ બોઘ પામ્યા. માટે હે શીતલ કુમાર! આત્માનું દમન કરવું તે જ શ્રેષ્ઠ ઘર્મ છે.” ઇત્યાદિ દેશના Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯s શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૬ સાંભળીને શીતલકુમારે બોઘ પામી દીક્ષા લીઘી અને બે પ્રકારની શિક્ષા ગ્રહણ કરી. અનુક્રમે તે આચાર્ય થયા. શીતલકુમારને ગુણવતી નામે એક બહેન હતી. તે પૃથ્વીપુરના પ્રિયંકર નામના રાજાને પરણાવી હતી. તેને ચાર પુત્રો થયા હતા. સૂતાં, ઊઠતાં, બેસતાં, જમતાં વગેરે દરેક વખતે તેઓની પાસે ગુણવતી પોતાના ભાઈ શીતલ મુનિની વારંવાર પ્રશંસા કરતી અને કહેતી કે–“દુનિયામાં તમારો મામો જઘન્ય છે, કે જેણે મુનિપણું અંગીકાર કર્યું છે.” તેવું સાંભળીને તે ચારે જણ કામભોગથકી વિરમ્યા, અને કોઈ સ્થવિર મુનિ પાસે દીક્ષા લીધી. અનુક્રમે તે ચારે બહુશ્રુત થયા. પછી તેઓ ગુરુની રજા લઈને પોતાના મામા શીતલાચાર્યને વાંદવા ચાલ્યા. ચાલતાં ચાલતાં મામાના ચરણકમળથી પવિત્ર થયેલા નગર નજીક આવી પહોંચ્યા. તેવામાં રાત્રીનો સમય થઈ ગયો, એટલે ગામની બહાર કોઈ દેવકુળમાં જ રાત્રી રહ્યા; અને ગામમાં જતા એક શ્રાવકની સાથે તેમણે મામાને કહેવરાવ્યું કે-“તમારી બહેનના પુત્રો દીક્ષિત થઈને તમોને વાંદવા આવ્યા છે, પણ દિવસ વીતી જવાથી ગામમાં પ્રવેશ કર્યો નથી.” એવું સાંભળીને શીતલાચાર્ય હર્ષ પામ્યા. તે ચારે મુનિઓને રાત્રીમાં શુભ અધ્યવસાયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. અહીં પ્રાતઃકાળે આચાર્ય તેઓની રાહ જોઈને બેઠા, અને ચોતરફ જોવા લાગ્યા પણ તેઓ તો આવ્યા નહીં; એટલે થોડી વાર રાહ જોઈને પછી શીતલાચાર્ય પોતે જ ઊઠીને ગામ બહાર આવ્યા. તેમને જોઈને કેવળી મુનિઓ વિતરાગ થયેલા હોવાથી ઊભા થયા નહીં કે સત્કાર પણ કર્યો નહીં; એટલે આચાર્ય ગમનાગમન આલોઈને અર્થાત્ ઇરિયાવહી પડિક્કમીને બોલ્યા કે–“પ્રથમ કોને નમું અને વાંદું?” તેઓ બોલ્યા કે–“જેમ તમારી ઇચ્છા.” તે સાંભળી સૂરિએ વિચાર્યું કે–“અહો! આ શિષ્યો કેવા ધૃષ્ટ છે? જરાય લાજતા પણ નથી.” એમ વિચારીને ક્રોઘથી ચારે મુનિને વાંદીને વાંદણા દીઘા; પણ કેવળીઓ તો ષસ્થાનમાં રહેલા કષાયકંડકર વડે તે વાંદે છે એમ જાણતા હતા. તેમના વાંદી રહ્યા પછી જ્ઞાનીએ આચાર્યને કહ્યું કે-“તમે કષાયકંડકની વૃદ્ધિ વડે દ્રવ્યથી વંદન કર્યું, હવે ભાવથી વંદન કરો.” તે સાંભળીને સૂરિ બોલ્યા કે-“દ્રવ્યવંદન તથા ભાવવંદન કેમ જાણ્યું? અને કષાયકંડકની વૃદ્ધિ શી રીતે જાણી? શું કાંઈ અતિશય જ્ઞાન પામ્યા છો?” કેવળીએ “હા” કહી; એટલે સૂરિએ ફરીથી પૂછ્યું કે-“છાઘસ્થિક જ્ઞાન કે કેવળજ્ઞાન?” ત્યારે તેઓએ જવાબ આપ્યો કે–“સાદિ અનંત ભાંગે કેવળજ્ઞાન.” તે સાંભળીને આચાર્ય હર્ષથી રોમાંચિત થયા સતા વિચાર કરવા લાગ્યા કે-“અહો! મેં મંદભાગ્યવાળાએ સર્વદર્શી સર્વજ્ઞની આશાતના કરી.” એમ વિચારીને તેઓ સંવેગ પામ્યા, અને ભાવપૂર્વક વંદના કરતાં તે જ કષાયકંડક સ્થાનથી પાછા ફર્યા, અને અપૂર્વકરણ નામના ગુણસ્થાનકમાં પેઠા; અને ક્ષપકશ્રેણી માંડી કેવળજ્ઞાનના ભાજન થયા. ગુરુને વાંદવાની વિધિ શ્રીગુરુવંદન ભાષ્યમાં બતાવી છે તે આ પ્રમાણે पण नाम पणाहरणा, अजुग्ग पण जुग्ग पण चउ अदाया । चउ दाया पण निसेहा, चउ अणिसेहठ्ठ कारणया ॥४॥ ૧. ગ્રહણા ને આસેવના. ૨. આ સ્થાન કંડકાદિનો વિસ્તાર શ્રી કમ્મપયડિની ટીકાથી જાણવો. અનુભાગ બંઘના વિવરણમાં તે અધિકાર છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૨૪] બાહ્યવંદનની નિષ્ફળતા ૭ ભાવાર્થ-“૧ વંદનના પાંચ નામ છે, ૨ તેની ઉપર પાંચ ઉદાહરણ છે, ૩ પાંચ વાંદવાને અયોગ્ય છે, ૪પાંચ વાંદવા યોગ્ય છે, ૫ ચાર વાંદણા આપે નહીં, ૬ ચાર વાંદણા આપે, ૭ પાંચ વખતે વાંદવાનો નિષેધ છે, ૮ ચાર વખતે અનિષિદ્ધ છે, ૯ વાંદવામાં આઠ કારણ છે...” आवस्सय मुहणंतय, तणु पेह पणिस दोस बत्तीसा ।। છે ગુ ગુરુ લગ સુગર, કુછવિસરલ ગુરુ પાસ મેરા ભાવાર્થ-“૧૦ વાંદવામાં પચીશ આવશ્યક જાળવવાના છે, ૧૧ પચીશ મુહપત્તીની પડિલેહણા છે, ૧૨ પચીશ શરીરની પડિલેહણા છે, ૧૩ ઉપરાંત બત્રીશ દોષ, ૧૪ છ ગુણ, ૧૫ આચાર્યની સ્થાપના, ૧૬ બે પ્રકારના અવગ્રહ, ૧૭ વાંદણામાં બસો ને છવ્વીસ અક્ષર તેમાં પચીશ ગુરુ અક્ષર–” पय अडवन्न छठ्ठाण, छ गुरुवयणासायण तित्तीसं । दु विही दुवीस दारेहिं, चउसया बाणउइ ठाणा ॥३॥ ભાવાર્થ-“૧૮ અઠ્ઠાવન પદ, ૧૯ છ સ્થાન, ૨૦ છ ગુરુવચન, ૨૧ તેત્રીશ આશાતના, ૨૨ અને બે વિધિ; આ પ્રમાણે બાવીશ દ્વાર કહેલા છે, તેના ઉત્તર સ્થાન ચારસો બાણું થાય છે. આ પ્રમાણે ચારસો બાણું સ્થાનની શુદ્ધિપૂર્વક ગુરુવંદના કરવાની છે. ઉપર જે વાંદરાનાં પાંચ નામ કહ્યાં છે તે નીચે પ્રમાણે– वंदणयं चिइकम्मं, किइकम्मं विणयकम्मं पूआकम्मं । गुरुवंदण पण नामा, दवे भावे दुहाहरणा ॥४॥ ભાવાર્થ-“વંદનક, ચિતિકર્મ, કૃતિકર્મ, વિનયકર્મ અને પૂજાકર્મ–એ ગુરુવંદન કરવાનાં પાંચ નામ છે. તે પાંચેની ઉપર દ્રવ્ય ભાવ બન્ને પ્રકારના ઉદાહરણો છે.” પાંચ ઉદાહરણનાં નામ નીચે પ્રમાણે सीयलय खुल्लए वीर, कन्ह सेवगदु पालयेसंबे । पंचे ए दि©ता, किइकम्मे दव्वभावेहिं ॥५॥ ભાવાર્થ-“શીતલાચાર્ય, ક્ષુલ્લક સૂરિ, વીરો સાળવી અને કૃષ્ણ વાસુદેવ, બે સેવક તથા પાલક અને સાંબ– એ પાંચે દ્રવ્ય ભાવે કરીને પાંચ પ્રકારનાં કૃતિકર્મ ઉપરનાં દ્રષ્ટાંતો છે.” તેમાં શીતલાચાર્યનું ઉદાહરણ ઉપર કહી ગયા છીએ અને ક્ષુલ્લકસૂરિનું દ્રષ્ટાંત એવું છે કે–એકદા ક્ષુલ્લકસૂરિ ગચ્છના વ્યવહારથી ઉદ્વેગ પામીને છૂટા પડવાની ઇચ્છાથી વનમાં ગયા. ત્યાં ચંપા વગેરે ઉત્તમ વૃક્ષોથી વીંટાયેલા ખીજડીના વૃક્ષને પૂજાતું જોઈને પ્રતિબોઘ પામ્યા, અને વનમાંથી પાછા ફર્યા. તેમણે વિચાર કર્યો કે–“ચંપકાદિ ઉત્તમ વૃક્ષ જેવા બહુશ્રુત મુનિઓ છે, અને હું તો ખીજડાના વૃક્ષ જેવો છું. તેઓ પૂજ્ય છતાં ઊલટા મને વાંદે છે; કારણ કે ગુરુએ મને આચાર્યપદવી આપી છે.” આ ચિતિકર્મ ઉપર ઉદાહરણ જાણવું. બાકીનાં ત્રણ ઉદાહરણ વગેરે મૃતરૂપી મંજૂષામાંથી જાણી લેવાં. ૧ ગુરુવંદન ભાષ્યની ટીકા વગેરેમાં તેનો વિસ્તાર છે. અહીં આપેલી પાંચે ગાથાઓ ગુરુવંદન ભાષ્યની જ છે. ભાગ ૪-૭) Jain Education Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૬ કષાયકંડકની વૃદ્ધિપૂર્વક શીતલાચાર્યની જેમ જે દ્રવ્યવંદન કરે તે નિરર્થક છે, અને ભાવપૂર્વક કરેલી વંદના મોક્ષ આપે છે. જુઓ, પાછળથી શીતલાચાર્યે ભાવવંદન કર્યું તો તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.” વ્યાખ્યાન ૨૩૫ જ્ઞાનવિજ્ઞાનયુક્ત ક્રિયા ज्ञानविज्ञानसंयुक्ता, या क्रियाऽत्र विधीयते । सावश्यं फलदा पुंसां, द्वाभ्यामुक्तमतः शिवम् ॥१॥ ભાવાર્થ-“જ્ઞાન અને વિજ્ઞાન સહિત જે ક્રિયા કરાય છે, તે પુરુષોને અવશ્ય ફળ આપનાર થાય છે; એ જ કારણથી જ્ઞાન અને ક્રિયા તે બન્ને વડે મોક્ષ કહેલો છે.” તેનું દૃષ્ટાંત નીચે પ્રમાણે છે– શ્રી ધર્મબુદ્ધિ મુનિની કથા શ્રી નિગ્રંથગચ્છમાં ઘર્મબુદ્ધિ નામે એક નાના સાધુ હતા. તે શાસ્ત્રના અભ્યાસમાં કુશળ હતા. પણ ૧ હેય, ૨ શેય, ૩ ઉપાદેય, ૪ ઉત્સર્ગ અને ૫ અપવાદના સ્વરૂપને સમજીને તેનું યથાયોગ્ય સ્થાપન કરી જાણતા નહોતા. તેણે ઘર્મબુદ્ધિથી ચાતુર્માસમાં એવો અભિગ્રહ કર્યો કે-“આ ચાતુર્માસમાં મારે ગ્લાન (માંદા) સાઘુની વૈયાવૃત્ય કરવી.” પણ તે ચોમાસામાં કોઈ સાધુ માંદા થયા નહીં, અને કોઈની સેવા કરવાનો સમય આવ્યો નહીં. તેથી તે મુનિ ખેદ સહિત વિચાર કરવા લાગ્યા કે–“બીજા સર્વ સાધુઓના અભિગ્રહ પૂર્ણ થયા, પણ મારો અભિગ્રહ પૂર્ણ થયો નહીં.” આ પ્રમાણે મનથી ચિંતવ્યું, તેથી તેમને પાપ લાગ્યું. અન્યદા તેમણે તે વાત ગુરુને કહી કે-“હે સ્વામી! આ ચોમાસામાં કોઈ પણ સાધુ માંદા પડ્યા નહીં, તેથી મારો અભિગ્રહ પૂર્ણ ન થવાથી મને શોક થાય છે.” તે સાંભળીને ગુરુએ કહ્યું કે–“તારો એ વિચાર સુંદર નથી. દરેક ક્રિયા જ્ઞાનવિજ્ઞાન સહિત કરવાથી જ તે ફળીભૂત થાય છે. તે વિષે વ્યાવહારિક દ્રષ્ટાંત સાંભળ કોઈ શ્રેષ્ઠીએ એક વખત કેટલાક ક્ષત્રિયોને પોતાના ઘરમાં જમવા બેસાડ્યા. તે ઘરમાં ઊંચે એક ઘડો બાંધેલો હતો. તે ઘડામાં સર્વ વસ્તુનો સંગ્રહ કરનાર શ્રેષ્ઠીએ પોતાના ઘરમાંથી નીકળેલો સર્પ નાંખ્યો હતો. તે ઘડામાં સુવર્ણના અલંકારો હશે એમ ઘારીને તે ક્ષત્રિયો રાત્રિમાં ચૌરવૃત્તિથી તેના ઘરમાં પેસી તે ઘડો લઈ ગયા. પછી ઘડો ઉઘાડીને તેમાં હાથ નાખ્યો, એટલે સર્પના કરડવાથી અનુક્રમે તેઓ સર્વ મરી ગયા. માટે હે શિષ્ય! તે ક્ષત્રિયો જ્ઞાન વિજ્ઞાન રહિત હતા તેથી સમજ્યા નહીં કે આમ છૂટા ઘડામાં અલંકાર હોય નહીં, તેથી તેઓ દુઃખી થયા. આ તૃષ્ટાંતનો સાર એ છે કે-“હi ના તો તયા” એટલે “પ્રથમ જ્ઞાન અને પછી દયા' ઇત્યાદિ યુક્તિપૂર્વક દ્રષ્ટિપડિલેહણાદિ સર્વ ક્રિયા જ્ઞાનવિજ્ઞાન વડે જ ફળીભૂત થાય છે.” વળી ગુરુએ કહ્યું કે यादृशं तादृशं वाऽपि, पठितं न निरर्थकम् । यदि विज्ञानमभ्येति, तदैव फलति ध्रुवम् ॥१॥ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૯ વ્યાખ્યાન ૨૩૫] જ્ઞાનવિજ્ઞાનયુક્ત ક્રિયા ભાવાર્થ-ગમે તેવું અધ્યયન કર્યું હોય તે નિરર્થક થતું નથી, પરંતુ જ્યારે વિજ્ઞાનયુક્ત થાય છે ત્યારે જ તેનું ફળ મળે છે.” તે ઉપર દ્રષ્ટાંત એક રાજા હતો. તે જે કોઈ નવી કવિતા કરી લાવે તેને પાંચસો દીનાર ઇનામ આપતો. એકદા એક સરોવરને કાંઠે કોઈ મૂર્ખ બ્રાહ્મણે બે બળદ બાંધ્યા હતા. ત્યાં પાણી પીવા માટે એક મોટો મદોન્મત્ત આખલો આવ્યો. તે પાણી પીતાં પીતાં પગ વડે પૃથ્વી ખોદતો હતો. તે જોઈને બ્રાહ્મણે એક કવિતા કરી કે ઘસે ઘસે ને અતિ ઘસે, ઉપર ઘાલે પાણી; જિણે કારણ એ ઘસે ઘસાવે, તે વાત મેં જાણી.” એટલે “મારા બળદને મારવાની તારી ઇચ્છા છે, એ વાત મેં જાણી.” પછી તે બ્રાહ્મણ તે કવિતા લઈને રાજા પાસે ગયો. રાજાએ તેને પાંચસો સોનામહોર આપી. તે લઈને હર્ષ પામતો બ્રાહ્મણ ઘેર ગયો. પછી આવો રાજાનો ખર્ચ નહી સહન થવાથી મંત્રીએ રાજપુત્રની સંમતિથી રાજાને મારી નાંખવા માટે એક હજામને મોકલ્યો. તે હજામ દાઢી મૂંડવાના મિષથી રાજા પાસે ગયો, અને રાજાના કંઠમાં સજાયો મારવાના વિચારથી તે હજામ સજાયાને તીક્ષ્ણ કરવા માટે પથ્થર પર પાણી નાંખીને ખૂબ ઘસવા લાગ્યો. તે વખતે કાળ નિર્ગમન કરવા માટે રાજા પોતાના હાથથી ભીંત પર લખેલી પેલા બ્રાહ્મણવાળી કવિતા બોલ્યો. તે સાંભળીને અર્થના પ્રગટપણાથી હજામે વિચાર્યું કે–“રાજાએ મારો હેતુ જાણી લીઘો. એટલે તે હજામ ભયથી રાજાના પગમાં પડીને બોલ્યો કે હે સ્વામી! આમાં મારો દોષ નથી. પણ તમારા પુત્ર તથા પ્રઘાને મને એમ કરવા કહ્યું છે.” તે સાંભળીને રાજાએ આશ્ચર્ય પામી સર્વ વૃત્તાંત હજામ પાસેથી જાણી લીધું. પછી હજામને અભયદાન આપીને પોતે મૌન જ રહ્યો. અનુક્રમે પ્રધાનને તથા પુત્રને યોગ્ય શિક્ષા કરીને નિર્ભય થયો.” આ પ્રમાણે એક સાઘારણ કવિતાથી પણ રાજા મરતાં બચ્યો. હે શિષ્ય! આ દ્રષ્ટાંતનો સાર એ છે કે–સાઘુઓએ ગમે તેવું વાક્ય સાંભળ્યું હોય અથવા અધ્યયન કર્યું હોય પણ તેનો ઉપયોગ સ્યાદ્વાદ માર્ગ કરવો; તેથી તેનું સર્વ ભણેલું ગુણકારી થાય છે. વળી હે શિષ્ય! વિદ્યા તો અવશ્ય ગ્રહણ કરવી. વિદ્યા વિના વખત આવ્યે મૂંઝાવું પડે છે. તે ઉપર એક દ્રષ્ટાંત સાંભળ કોઈ એક દરિદ્રી પુરુષ દ્રવ્ય ઉપાર્જન કરવા માટે વિવિઘ ઉપાય કરતો પૃથ્વીપર ભટકતો હતો, પણ કાંઈ મેળવી શક્યો નહોતો. એક દિવસ કોઈ વિદ્યાસિદ્ધ પુરુષ હાથમાં એક ઘડો રાખી તેની પૂજા કરીને બોલ્યો કે હે કુંભ! શવ્યા, ભોજન, સ્ત્રી ઇત્યાદિ સર્વ સામગ્રી સહિત એક મહેલ બનાવ.” તે સાંભળીને તે કામકુંભે સર્વ કરી દીધું. પછી પ્રાતઃકાળે તે સર્વનો ઉપસંહાર કરી દીઘો. તે બધું જોઈને પેલા દરિદ્રી બ્રાહ્મણે વિચાર્યું કે-“મારે બીજો નિષ્ફળ ઉદ્યમ શા માટે કરવો જોઈએ? આ વિદ્યાસિદ્ધની જ સેવા કરું, તો સર્વ દારિત્ર્યનો નાશ થશે.” એમ વિચારીને તે સિદ્ધની વિવિઘ પ્રકારે સેવા કરીને તેને પ્રસન્ન કર્યો. એટલે એક દિવસ સિદ્ધ કહ્યું કે-“તારી શી ઇચ્છા છે?” ત્યારે બ્રાહ્મણે પોતાની દરિદ્ર અવસ્થા જણાવી. તે સાંભળીને સિદ્ધ વિચાર્યું કે व्रतं सत्पुरुषाणां च, दीनादीनामुपक्रिया । तदस्योपकृतिं कृत्वा, करोमि सफलं जनुः॥१॥ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [તંભ ૧૬ ભાવાર્થ-દીન પુરુષોનો ઉપકાર કરવો તે જ પુરુષોનું વ્રત છે, માટે આ બ્રાહ્મણનો ઉપકાર કરીને મારો જન્મ હું સફળ કરું.” એમ વિચારીને તે સિદ્ધે બ્રાહ્મણને કહ્યું કે–“વિદ્યાથી સાઘેલો કુંભ આપું કે વિદ્યા આપું?” તે સાંભળીને વિદ્યા સાઘવામાં બીકણ અને કામભોગ મેળવવામાં ઉત્સુક એવા તે બ્રાહ્મણે કહ્યું કે–“વિદ્યાથી સાઘેલો કુંભ જ આપો.” એટલે સિદ્ધ તેને કામકુંભ આપ્યો. તે લઈને તે દરિદ્રી બ્રાહ્મણ જલદીથી પોતાના ગામમાં ગયો, અને કુંભના પ્રભાવથી ઘર વગેરે મનોરથ પ્રમાણે કરીને બાંઘવાદિ કુટુંબ સહિત સ્વચ્છંદપણે ભોગ ભોગવવા લાગ્યો. તેના બાંઘવો કોઈ ખેતીનું કામ કરતા હતા, કોઈ પશુ ચારવાનું કામ કરતા હતા, અને કોઈ વ્યાપાર કરતા હતા. તે સર્વ ઘંઘા છોડી દઈ મદાંધ થઈને ભોગ ભોગવવા લાગ્યા. એક દિવસ સુરાપાન કરીને તે બ્રાહ્મણ ખાંઘ ઉપર કુંભ રાખી નૃત્ય કરવા લાગ્યો. ઉદ્ધતાઈને લીધે તેના હાથમાંથી કુંભ છૂટી ગયો, અને પૃથ્વી પર પડી જવાથી તેના સેંકડો કકડા થઈ ગયા. તે સાથે તે નિભંગીના મનોરથ પણ ભગ્ન થઈ ગયા; એટલે કે કુંભના પ્રભાવથી ઉત્પન્ન થયેલો ઘર વગેરે સર્વ વૈભવ ઇંદ્રજાળથી બનાવેલા નગરની જેમ તત્કાળ અદ્રશ્ય થઈ ગયો, અને પોતાની પાસે વિદ્યા નહીં હોવાથી તેવો નવીન કુંભકરવાની તેની શક્તિ નહોતી; તેથી તે નવો કુંભ કરી ન શક્યો અને પાછો સદા દરિદ્રીપણાથી વ્યાકુળ રહ્યો. હે શિષ્ય! આ દ્રષ્ટાંતનો સાર એ છે કે-જ્ઞાન વિનાની સર્વ ક્રિયાઓ નિષ્ફળ છે. આ બ્રાહ્મણે પ્રમાદથી વિદ્યા ગ્રહણ કરી નહીં, તેથી તે મંદબુદ્ધિવાળો આ લોકમાં જ દુઃખ પામ્યો, તેમ બીજા માણસો પણ જ્ઞાન વિના અનેક ક્રિયાઓ કરે, તો પણ અશુદ્ધ જ થાય છે.” વ્યાખ્યાન ૨૩૬ નવ નિયાણાં संति नव निदानानि, क्षमापः श्रेष्ठी नितंबिनी ।। इत्यादीनि च हेयानि, मोक्षकांक्षैर्मुनीश्वरैः॥१॥ ભાવાર્થ-“રાજા, શ્રેષ્ઠી, સ્ત્રી આદિ નવ નિયાણાં છે. તે મોક્ષની ઇચ્છાવાળા મુનીશ્વરોએ ત્યાગ કરવા લાયક છે.” નવ નિયામાં પાક્ષિક સૂત્રની વૃત્તિમાં આ પ્રમાણે કહેલાં છે– निव सिठि इत्थि पुरिसे, परपवियारे सपवियारे । अप्पुसरे दरिद्दे, सढे हुज्जा नव नियाणा ॥१॥ ભાવાર્થ-“રાજા, શ્રેષ્ઠી, સ્ત્રી, પુરુષ, પરપ્રવિચાર, સ્વપ્રવિચાર, અલ્પવિકાર, દરિદ્ર અને શ્રાવક એ પ્રમાણે નવ નિયાણાં છે. હવે તેનું વિશેષ વર્ણન કરે છે (૧) કોઈ સાધુ અથવા સાધ્વી એવું નિદાન કરે કે–દેવ અથવા દેવલોક તો સાક્ષાત જોયા નથી, માટે રાજાઓ જ ખરા દેવ જણાય છે. તેથી જો મારાં કરેલાં તપ અનુષ્ઠાન વગેરેનું ફળ હોય તો આવતા ભવમાં મને રાજાપણું પ્રાપ્ત થજો.” પછી તે દેવલોકમાં જઈને રાજાપણે ઉત્પન્ન થાય છે, પરંતુ તેને બોધિબીજ દુર્લભ થાય છે. આવું નિયાણું બ્રહ્મદત્ત ચક્રીએ પૂર્વ ભવમાં કર્યું હતું. Page #110 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૩૬] નવ નિયાણાં ૧૦૧ (૨) વળી કોઈ એવું નિયાણું કરે કે– इमो । बहुचिंता महीनाथो, सुहिया धणिणो उग्गाणं च सुओ होहं, नियाणं बीइयं इमं ॥ १ ॥ ભાવાર્થ-‘રાજાને તો ઘણી ચિંતા હોય છે, અને ધનિક લોકો સુખી હોય છે, માટે તેવા ઊંચ કુળમાં હું પુત્ર થાઉં.’’ એવું જે ચિંતવે તે બીજું નિદાન જાણવું. (૩) વળી કોઈ એવું વિચારે કે પુરુષપણામાં તો વ્યાપાર, સંગ્રામ વગેરે અનેક પ્રકારનાં કષ્ટ છે, તેથી સ્ત્રીનો અવતાર મળે તો સારું. આ ત્રીજું નિદાન સમજવું. તે સુકુમાલિકા સાધ્વીએ કર્યું હતું. (૪) કોઈ એવો વિચાર કરે કે–સ્રીનો જન્મ તો નીચ ગણાય છે, માટે સર્વ કાર્ય કરવામાં સમર્થ એવા પુરુષભવને હું પામું. કેમકે– इत्थि सव्वे पराभूया, पराहीणाइदुक्खिया । कोवि पच्छे नरो होहं, नियाणं तु चतुत्थयं ॥ १ ॥ ભાવાર્થ-સર્વ સ્ત્રીઓ પરાભવ, પરાધીનતા વગેરે દુઃખવાળી હોય છે; માટે પુરુષપણું પામવું સારું છે. આ પ્રમાણે જે વિચારે તે ચોથું નિદાન જાણવું.’’ (૫) મનુષ્યના કામભોગ અપવિત્ર છે, મૂત્ર વિષ્ટાદિથી દુર્ગંધવાળા છે; માટે દેવપણું સારું છે; કેમકે તે દેવો પોતાની તથા બીજાની દેવીઓ ભોગવે છે. વળી પોતે જ ઇચ્છાનુસાર દેવદેવીનાં રૂપ વિકુર્તીને તેની સાથે ભોગ ભોગવે છે; માટે હું પણ તેવો થાઉં. આ પ્રમાણે જે નિયાણું કરે તે પાંચમું પરપ્રવિચાર નિયાણું કહેવાય છે. (૬) જે દેવો બીજી દેવીઓને ભોગવે તે પણ કષ્ટ છે; પરંતુ પોતાના રૂપને જ દેવદેવી રૂપે વિકુર્તીને જેઓ ભોગ ભોગવે છે તે ઠીક છે; માટે હું તેવો થાઉં. એવું જે નિદાન કરે તે સ્વપ્રવિચાર નામે છઠ્ઠું નિયાણું જાણવું. (૭) દેવ અને મનુષ્યના કામભોગમાંથી વૈરાગ્ય પામીને કોઈ એવું ચિંતવે કે—‘‘હું વિષય રહિત અલ્પ વિકારવાળો દેવ થાઉં.’’ એવું નિદાન કરીને તે તેવો થાય, પણ તે ત્યાંથી ચ્યવીને મનુષ્ય થાય ત્યારે દેશવિરતિ પામે નહીં. (૮) કામભોગથી ઉદ્વેગ પામીને કોઈ એવું નિદાન કરે કે—‘દ્રવ્યવાન પુરુષને રાજા, ચોર, અગ્નિ વગેરેથી મહાભય હોય છે, માટે હું અલ્પ આરંભવાળા દરદ્રીના કુળમાં ઉત્પન્ન થાઉં.’’ તે આઠમું નિયાણું સમજવું. (૯) વળી કોઈ એવું નિદાન કરે કે—મુનિને દાન આપવામાં પ્રીતિવાળો અને બાર વ્રતને પાલન કરનાર એવો શ્રાવક હું થાઉં.’’ તે નવમું નિયાણું જાણવું. આ નિયાણાવાળો દેશવિરતપણું પામે, પણ સર્વવિરતિપણું પામે નહીં. આ પ્રમાણે નવ નિયાણાંનું સ્વરૂપ જાણીને કેટલાક નમિરાજર્ષિ જેવા ઉત્તમ પુરુષો, ઇંદ્રાદિના કે દેવાદિકના અનેક પ્રકારના સુખથી લોભ પમાડ્યા છતાં પણ નિયાણું કરતા નથી. શ્રી મહાવીરસ્વામીએ સંગમ દેવતાના કરેલા અનુકૂળ ઉપસર્ગથી પણ નિયાણું કર્યું નહીં, અને નંદિષણ મુનિએ નિયાણું કર્યું, તેથી તે વસુદેવનો જન્મ પામ્યા અને અનેક સ્ત્રીઓના સ્વામી થયા.॰ વળી ૧ વસુદેવ તે કૃષ્ણ વાસુદેવના પિતા; તેમને ૭૨૦૦૦ સ્ત્રીઓ હતી. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૬ કોઈક જીવ સમકિત રહિત હોય છતાં પણ તામલિ તાપસની જેમ નિયાણું કરતો નથી. તે તામલિ તાપસનો વૃત્તાંત આ પ્રમાણે છે— તામલિ તાપસની કથા તામ્રલિપ્તિ નામની નગરીમાં તામિલ નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને એક દિવસ રાત્રિજાગરિકા કરતાં લૌકિક વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેણે વિચાર્યું કે—“હું પૂર્વ જન્મના પુણ્યથી આ ભવમાં પુત્ર, સ્ત્રી, ધન, ધાન્ય, રાજ્યસત્કાર વગેરે અનેક સુખ ભોગવું છું. જન્મથી આરંભીને કોઈ વખત એક શ્વાસોચ્છ્વાસ પણ મેં દુ:ખે લીધો નથી. તેથી હવે પ્રાતઃકાળે સ્વજનોને ભોજન વગેરેથી સંતુષ્ટ કરી મોટા પુત્રને ગૃહકાર્યનો ભાર સોંપીને સર્વની રજા લઈ કાષ્ઠનું પાત્ર હાથમાં રાખીને તાપસી દીક્ષા ગ્રહણ કરીશ. પછી હાથ ઊંચા રાખીને સૂર્ય સન્મુખ સૃષ્ટિ કરી ઊભો રહીશ; જાવજ્જીવ છઠ્ઠું તપ કરીશ. પારણાને દિવસે તે કાષ્ઠપાત્ર લઈને તામ્રલિપ્તિ નગરીમાં ઊંચ નીચ અને મધ્યમ સર્વ કુળમાં ભિક્ષા માટે અટન કરીશ; દાળ તથા શાક રહિત માત્ર ભાત જેવું હવિષ્યાન્ન લઈને તે અન્નને એકવીશ વાર જળ વડે ધોઈ તેને નીરસ કરીને પછી હું તે અન્ન ખાઈશ.’’ ઇત્યાદિ વિચાર કરીને પ્રાતઃકાળ થતાં તેણે રાત્રીનું ચિંતવેલું સર્વ કાર્ય કર્યું, અને પોતાની ઉદરપૂર્તિ થાય તેવડું કાષ્ઠનું એક પાત્ર કરાવ્યું. તેમાં ચાર ખાનાં પડાવ્યાં. તેની અંદર આવેલ અન્નમાંથી ત્રણ ભાગ દાનમાં આપી ચોથા ભાગ વડે પારણું કરવાનો નિરઘાર કર્યો; અને અવ્યક્ત લિંગને તેમજ સર્વને પ્રણામ કરવાના વ્રતને અંગીકાર કરીને તે નદીની પાસે આશ્રમ કરીને તેમાં રહ્યો. પછી ઇંદ્ર, શંકર, રાજા, કાગડો, કૂતરો, ચાંડાલ વગેરે જેને દેખે તેને પ્રણામ કરવા લાગ્યો. ષષ્ઠ તપને પારણે નગરીમાં અટન કરીને તે પાત્ર ભરી લાવી તેમાં મળેલાં અન્નમાંથી એક ભાગ જળચર પ્રાણીને, એક ભાગ સ્થળચર પ્રાણીને અને એક ભાગ ખેચર પ્રાણીને (પક્ષીને) એમ ત્રણ ભાગ આપીને ચોથા ભાગને એકવીશ વાર જળથી ઘોઈ તેના વડે સંતોષથી ઉદરપૂર્તિ કરવા લાગ્યો. આ પ્રમાણે તેણે સાઠ હજાર વર્ષ સુધી તપ કર્યું. તેથી તે બાળતપસ્વી (અજ્ઞાન તપસ્વી) નો દેહ તદ્દન શુષ્ક અને અસ્થિ પણ દેખાય નહીં તેવો કૃશ થઈ ગયો. એકદા તેણે રાત્રિજાગરિકા કરતાં વિચાર્યું કે—‘હું માત્ર જીવના બળથી ગમનાગમન કરું છું, શરીરનું બળ બિલકુલ નથી, માટે આ શ૨ી૨ને પ્રભાતે વોસરાવી દઉં.’ એમ વિચારીને પ્રાતઃકાળે ઈશાન ખૂણામાં પોતાના દેહપ્રમાણ મંડળ આળેખીને તેમાં અનશન કરી આત્મધ્યાન કરતો રહ્યો. હવે તે અવસરે બલિચંચા રાજઘાનીનો ઇંદ્ર॰ ચવ્યો. એટલે ત્યાં રહેનારા દેવ અને દેવીઓએ વિચાર્યું કે—‘આપણે સર્વે દુષ્કર તપ કરનાર તામલિ નામના બાળ તપસ્વી પાસે જઈએ, અને તેને અનેક પ્રકારના સુખાદિકથી લોભ પમાડીને તે આપણા ઇંદ્ર થાય તેવું નિયાણું કરાવીએ.’ પછી તે દેવ અને દેવીઓ તામિલ તાપસ પાસે આવ્યાં. અને તેની પાસે બત્રીશ પ્રકારનું નાટક કર્યું. પછી ત્રણ પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરીને તેઓએ કહ્યું કે—“હે સ્વામી! અમારી રાજધાની પ્રાપ્ત કરવા માટે નિયાણું કરો કે જેથી અમારું ઇંદ્રપણું પામીને અમારી સાથે દિવ્ય ભોગ ભોગવી શકો.’’ ૧ ભુવનપતિ અસુરકુમાર નિકાયના દેવોનો ઇંદ્ર બલીંદ્ર. Page #112 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૩૬] ઉપદેશ માટે અયોગ્ય જીવો ૧૦૩ આ પ્રમાણે દેવોએ તેને અનેક પ્રકારે લોભ પમાડ્યા છતાં પણ તેણે તેમનું વચન અંગીકાર કર્યું નહીં. અંતે તે દેવો થાકીને પોતાને સ્થાને ગયા. તામલિ તાપસ પણ બે માસની સંખના એટલે ૧૨૦ ભક્તપાનના ત્યાગરૂપ અનશન વડે મૃત્યુ પામીને ઈશાનેંદ્ર થયો. આટલું બધું કષ્ટ કર્યા છતાં પણ અલ્પ કષાય તથા અનુકંપાના પરિણામ હોવાથી તે માત્ર વૈમાનિક દેવપણું પામ્યો. આ તામલિ તાપસ વિષે બીજા ચરિત્ર ગ્રંથમાં એવું સાંભળ્યું છે કે-“તામલિ તાપસે પોતાની અંત્યાવસ્થામાં એક સાઘને જોયા હતા; તેને જોઈને તેના ગુણની પ્રશંસા તેણે મનમાં કરી હતી. તેથી તે સમ્યકત્વ પામેલ હોવાથી ઇંદ્રપદ પામ્યો.” કેટલાક એમ કહે છે કે-“સ્વર્ગમાં ઉત્પન્ન થયા પછી શાશ્વતા જિનબિંબનું દર્શન કરવાથી તે ઇંદ્રપદ સંબંધી સમકિત પામ્યો હતો.” તત્ત્વ બહુશ્રુત જાણે. આ તામલિ તાપસનું દૃષ્ટાંત શ્રી ભગવતી સૂત્રમાં કહેલું છે. વૃદ્ધો એમ કહે છે કે तामलि तणे तवेण, जिणमय सिज्झे सत्त जणे । अन्नाणं दोसेणं, तामलि ईसाणे गयो॥४॥ ભાવાર્થ-બંતામલિ તાપસના જેટલી તપસ્યાએ કરીને જૈનમત પ્રમાણે સાત જીવ સિદ્ધિપદ પામે તેટલું તેણે તપ કર્યું હતું); પણ અજ્ઞાનના દોષથી તે ઈશાનેંદ્ર થયો.” શ્રી ઉપદેશમાળામાં કહ્યું છે કે___ स४ि वाससहस्सा, तिसत्तगुतोदयेण धोएण । अणुचिन्नं तामलिणा, अन्नाणतवत्ति अप्पफलो ॥२॥ ભાવાર્થ-“તામલિ તાપસે સાઠ હજાર વર્ષ સુધી એકવીશ વાર જળથી ધોઈને અન્ન ખાધું, અને મહા તપ કર્યું, પણ તે અજ્ઞાન તપ હોવાથી તેને તેનું અલ્પ ફળ મળ્યું.” પૃથ્વીકાય આદિ છકાય જીવોને વઘ કરનારા અને સર્વજ્ઞના શાસનથી પરાભુખ એવા બાળતપસ્વીઓ ઘણો તપક્લેશ કરવા છતાં પણ અલ્પ ફળ પામે છે. મિથ્યાદ્રષ્ટિ છતાં પણ તામલિ તાપસે તપસ્યાના ફળનું નિયાણું કર્યું નહીં, એ આ વૃત્તાંતનું તાત્પર્ય છે. માટે મુનિઓએ મુક્તિના અમૂલ્ય સુખને આપનાર તપસ્યાનું નિયાણું કરીને તેને અલ્પમૂલ્ય કરવું નહીં.” વ્યાખ્યાન ૨૩૭. ઉપદેશ માટે અયોગ્ય જીવો દરેક માણસના સ્વભાવ, રસ, રુચિ ભિન્ન-ભિન્ન હોય છે. બધા માણસો ઉપદેશને યોગ્ય હોતા નથી. ચાર પ્રકારના માણસો મુખ્યત્વે ઉપદેશને અયોગ્ય હોય છે–(૧) અતિ રાગી (૨) અતિ કેવી (૩) મૂઢ (૪) ધૂર્તથી શિક્ષા પામેલો. હવે તે વિષે વિશેષ વર્ણન કરે છે– (૧) પ્રથમ અત્યંત રાગી પુરુષ ઉપદેશને અયોગ્ય છે. તે વિષે કહે છે यस्मिन् वस्तुनि संजातो, रागो यस्य नरस्य सः । तदीयान्ननु दोषांश्च, गुणतयैव पश्यति ॥१॥ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૬ ભાવાર્થ-જે પુરુષને જે વસ્તુમાં રાગ ઉત્પન્ન થયો હોય છે તે માણસ તેના દોષને પણ ગુણરૂપે જ દેખે છે. આ વિષે દ્રષ્ટાંત નીચે પ્રમાણે મગઘ દેશમાં એક શહેરની અંદર નંદન નામનો એક કોટવાલ હતો. તેને આદ્યશ્રી અને દ્વિતીયશ્રી નામે બે સ્ત્રીઓ હતી. તેમાં દ્વિતીયશ્રી ઉપર તે આસક્ત હતો, તેથી તે તેને જ ઘેર રહેતો. એક દિવસ તે પરદેશ જઈને આવ્યો અને આદ્યશ્રીને ઘેર ગયો. આદ્યશ્રીએ ઘણા હર્ષથી શાક, પકવાન્ન વગેરે ઉત્તમ ભોજન બનાવી તેને જમવા બેસાડ્યો, પણ તે ઉત્તમ ભોજન તેને સ્વાદિષ્ટ લાગ્યું નહીં, તેથી તે મનમાં બોલ્યો કે–“આમાં શું ખાવું?” પછી તેણે આદ્યશ્રીને કહ્યું કે– દ્વિતીયશ્રીને ઘેરથી તેણે કાંઈ રાંધ્યું હોય તેમાંથી શાક, પાપડ વગેરે લઈ આવ.” તેથી આદ્યશ્રીએ શોક્યની પાસે જઈને પતિ માટે શાક માગ્યું. તેણે કહ્યું કે “આજે કાંઈ રાંધ્યું જ નથી તો શાક ક્યાંથી હોય?” આદ્યશ્રીએ આવીને તે વાત નંદનને કહી. તેણે ફરીથી કહ્યું કે-“ખાતાં કાંઈ વધ્યું હોય તે માગી લાવ.” તેણે ફરીથી જઈને માગ્યું ત્યારે દ્વિતીયશ્રીએ કહ્યું કે-“વઘેલું હતું તે ચાકરને આપી દીધું, માટે કાંઈ પણ નથી.” તે વાત પણ આદ્યશ્રીએ પોતાના સ્વામીને કહી. ત્યારે તે નંદને ફરીથી કહ્યું કે“તેના ઘેરથી કાંઈ કાંજી જેવું ગમે તે પણ લાવ.” તે સાંભળીને આદ્યશ્રીને ક્રોધ ચડ્યો. તેથી તેણે બહાર જઈ તરતનું કરેલું વાછડાનું છાણ લઈ તેમાં ચણાનો લોટ, પાણી, મસાલો વગેરે નાંખી તેને કાંઈક ઊભું કરીને લાવી, અને કહ્યું કે-“આ તેને ઘેરથી લાવી છું.” તે ખાતો ખાતો કોટવાલ બોલ્યો કે-“અહો! આ ઘણું સ્વાદિષ્ટ છે. કેવો તે સ્ત્રીનો ગુણ છે?” વગેરે તેની પ્રશંસા કરી. આ કોટવાલ નવી સ્ત્રીનો રાગી હતો, તેથી તે ગુણદોષના વિવેકથી રહિત હતો. આવી જ રીતે જે કોઈ અસત્ય ઘર્મમાં રાગી હોય તે ગુણદોષના વિવેકથી અજ્ઞાત હોય છે. તેથી તે ઘર્મ પામતો નથી. કહ્યું છે કે मिथ्यात्वपंकमलिनो, आत्मा विपरीतदर्शनो भवति । श्रद्धत्ते न च धर्म, मधुरमपि रसं यथा ज्वरितः॥१॥ ભાવાર્થ-બમિથ્યાત્વરૂપી પંકથી મલિન એવો આત્મા વિપરીત શ્રદ્ધાવાળો હોય છે, તેથી જેમ જવરવાળા માણસને મઘુર રસ રુચતો નથી, તેમ તેને સદ્ધર્મ ઉપર રુચિ થતી નથી.” (૨) હવે જે અત્યંત દ્વેષી હોય તે પણ ઘર્મ પામતો નથી. તે વિષે કહે છે– यो यस्मिन् द्वेषमापन्नः, क्रोधमानातिरेकवान् । स लुप्यते गुणांस्तस्य, दोषान् प्रादुष्करोत्यथ ॥४॥ ભાવાર્થ-“જે માણસ ક્રોઘ અથવા માનના અથિકપણાથી જેના ઉપર દ્વેષ પામ્યો હોય, તે તેના ગુણનો નાશ કરીને દોષને જ પ્રગટ કરે છે.” તે ઉપર દ્રષ્ટાંત નીચે પ્રમાણે– પાંડવોના વનવાસના તેર વર્ષ સંપૂર્ણ થયા પછી તેમને કૌરવો સાથે પરિણામે દુઃખદાયી એવો ક્લેશ થવાનો સંભવ જાણીને શ્રીકૃષ્ણ દુર્યોઘન પાસે જઈને પાંડવોને સંદેશો કહ્યો કે इन्द्रप्रस्थं यवप्रस्थं, माकंदीं वरुणावतम् । देहि मे चतुरो ग्रामान्, पंचमं हस्तिनापुरम् ॥१॥ ભાવાર્થ-“ઇંદ્રપ્રસ્થ, યવપ્રસ્થ, માકંદી, વરુણાવત અને પાંચમું હસ્તિનાપુર એ પાંચ ગામો મને આપ; અને બાકીનું તમામ રાજ્ય તું ભોગવ.” Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ વ્યાખ્યાન ૨૩૭] ઉપદેશ માટે અયોગ્ય જીવો આ પ્રમાણેનો સંદેશો સાંભળીને દુર્યોધન બોલ્યો કે– सूच्यग्रेण सुतीक्ष्णेन, या सा भिद्येत मेदिनी । तदर्धं तु न दास्यामि, विना युद्धेन केशव ॥१॥ ભાવાર્થ-“હે કૃષ્ણ! અતિ તીક્ષ્ણ સોયના અગ્રભાગથી જેટલી પૃથ્વી ભેદાય તેથી અર્થી પૃથ્વી પણ હું યુદ્ધ કર્યા વિના આપીશ નહીં.” કૃષ્ણ ફરીથી કહ્યું કે-“હે દુર્યોધન! યુદ્ધ કરવાથી કુળનો ક્ષય થાય છે, તેમ છતાં પણ જય થાય કે પરાજય થાય તે સંદેહ ભરેલું છે; અને પરભવમાં નરકે જવું પડે છે, માટે યુદ્ધની વાત છોડી દઈ આ ટૂંકી માગણી કબૂલ કર.” ઇત્યાદિ ઘણી રીતે બોઘ કરવા છતાં પણ દુર્યોઘન સમજ્યો નહીં, અને ઊલટો કૃષ્ણને પણ બાંધી લેવા વિચાર કર્યો. આવી જ રીતે ઘર્મની બાબતમાં પણ દ્વેષી માણસને ઉપદેશ કરતાં ઊલટો તે અનર્થ કરવા તત્પર થાય છે. આ વિષયમાં ભદ્રબાહુ સ્વામી પ્રત્યે વરાહમિહિર, જમાલિ, વ્યોઢિક, સહસ્ત્રમલ્લર અને મખલીપુત્ર વગેરેનાં દ્રષ્ટાંતો જાણવાં. (૩) હવે ત્રીજો મૂઢ માણસ ઉપદેશને અયોગ્ય છે તે કહે છે___ अज्ञानोपहतचित्तः, कार्याकार्याविचारकः । मूढः स एव विज्ञेयो, वस्तुतत्त्वमवेत्तृकः॥१॥ ભાવાર્થ-“જેનું ચિત્ત અજ્ઞાનથી હણાયેલું છે અને જે કાર્ય તથા અકાર્યનો વિચાર કરી શકતો નથી તેને જ મૂઢ જાણવો; કેમ કે તે વસ્તુતત્ત્વને જાણતો નથી.” આ વિષે દ્રષ્ટાંત નીચે પ્રમાણે કોઈ એક ગામમાં એક વિઘવા સ્ત્રી દુઃખથી દિવસો નિર્ગમન કરતી હતી. તેને એક પુત્ર હતો. તે યુવાવસ્થાને પામ્યો, ત્યારે તેણે તેની માને પૂછ્યું કે-“હે મા! મારા પિતાને શી આજીવિકા હતી?” તે બોલી કે “હે પુત્ર! તારા પિતાને રાજાની નોકરી હતી.” પુત્ર બોલ્યો કે-“હું પણ રાજસેવા કરું.” માતાએ કહ્યું કે “હે પુત્ર! રાજસેવા અતિ દુષ્કર છે અને તે અતિ વિનયપૂર્વક કરાય છે.” પુત્રે પૂછ્યું કે–“વિનય કેવી રીતે કરાય?” માતાએ કહ્યું કે–“જે કોઈને દેખીએ તેને જુહાર કરવો, અને નમ્ર વૃત્તિથી વર્તવું.” તે સાંભળીને હું તેવી રીતે કરીશ” એમ અંગીકાર કરીને તે રાજસેવા કરવા માટે ચાલ્યો. રસ્તામાં હરણો જતા હતા, તેમને મારવા માટે વૃક્ષના મૂળમાં સંતાઈને અને ઘનુષ્ય પર તીર ચડાવીને બેઠેલા પારઘીઓ તેણે જોયા. તેમને તેણે દૂરથી જ મોટો શબ્દ કરીને જુહાર કર્યો. તે શબ્દ સાંભળીને ત્રાસ પામેલા મૃગો નાસી ગયા. તેથી પારઘીઓએ તેને મારીને બાંધ્યો, એટલે તેણે કહ્યું કે-“મારી માએ મને શીખવ્યું છે કે–જેને દેખે તેને જુહાર કરવો.” તે સાંભળીને “આ ભોળો માણસ છે” એમ જાણી તેઓએ તેને છોડી દીધો, અને શિખામણ આપી કે-“આવી રીતે કોઈ સંતાઈને બેઠા હોય, ત્યારે ઘીરે ધીરે મૌન રાખીને તે તરફ જવું.” તે પ્રમાણે અંગીકાર કરીને તે આગળ ચાલ્યો. આગળ જતાં તેણે લૂગડાં ઘોતા ઘોબી જોયા. તેમનાં વસ્ત્રો હમેશાં કોઈ ચોરલોકો ચોરી જતા હતા, તેથી તે દિવસે તે ઘોબીઓ ચોરની શોઘ કરવા માટે હાથમાં લાકડીઓ રાખીને ગુપ્ત રીતે બેઠા હતા. તેમને સંતાયેલા જોઈને તે બોલ્યા વિના ૧ ભગવંતનો જમાઈ–પહેલો નિહ્નવ. ૨ દિગંબર મતસ્થાપક. ૩ ગોશાળો. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ સ્તિંભ ૧૬ સંતાતો સંતાતો શરીરને નીચું નમાવીને ઘીરે ધીરે આવ્યો. આવી ચૌરવૃત્તિથી તેને આવતો જોઈને “આ જ ચોર છે એમ માનીને તેઓએ તેને મારીને બાંધ્યો. પછી સત્ય વાત કહેવાથી છોડ્યો, અને શિખામણ આપી કે–“આવી રીતે કોઈ ઠેકાણે જોઈએ ત્યારે “અહીં ઉસ ખાર પડો, ચોખું થાઓ.” એ પ્રમાણે બોલવું.” તે વાક્ય પણ અંગીકાર કરીને આગળ જતાં કોઈક ગામમાં તે દિવસે પ્રથમ હળ ખેડવાનું મુહૂર્ત હતું. તેની બહુ મંગળપૂર્વક ક્રિયા થતી હતી. ત્યાં જઈને તે “અહીં ઉસ ખાર પડો, ચોખ્ખું થાઓ” એ પ્રમાણે બોલ્યો; એટલે ત્યાં પણ તેને મારીને બાંધ્યો. પછી સત્ય વાત કહેવાથી છોડ્યો, અને શીખવ્યું કે-“આવી રીતે જોઈને એમ બોલવું કે- અહીં ગાડાં ભરાઓ, ઘણું થાઓ, હમેશાં આવું થાઓ.” તે પણ તેણે અંગીકાર કર્યું. પછી કોઈ ઠેકાણે કોઈ મડદાને ગામ બહાર લઈ જતા હતા, તે વખતે તે ઉપર પ્રમાણે બોલ્યો, એટલે ત્યાં પણ તેને બાંધ્યો. પછી સત્ય વાત કહેવાથી તેને છોડી દઈને શિખામણ આપી કે-“આવું જ્યાં જુઓ ત્યાં એમ કહેવું કે-કોઈ પણ વખત તમારે આવું ન થાઓ, ન થાઓ.” તે પણ અંગીકાર કરીને તે વચન કોઈક સ્થાનકે વિવાહના પ્રસંગમાં બોલ્યો, એટલે ત્યાં પણ તેને બાંધ્યો અને સત્ય વાત કહેવાથી છોડી દઈને શિખામણ આપી. આ પ્રમાણે ઠેકાણે ઠેકાણે તે કદર્થના પામ્યો. પછી એક દિવસ તે એક નિર્ધન ઠાકોર(ક્ષત્રિય)ની નોકરી કરવા રહ્યો. તેને ઘેર એક દિવસ છાશમાં રાબ રાંઘી હતી, તે વખતે ઠાકોરની સ્ત્રીએ ઠાકોરને તેડવા મોકલતાં ઘણા લોકોની સભામાં બેઠેલા ઠાકોર પાસે આવીને તે મોટેથી બોલ્યો કે–“હે ઠાકોર! ચાલો, રાબ ટાઢી થઈ જાય છે, પછી ખવાશે નહીં, માટે રાણીએ મને તેડવા મોકલ્યો છે.” તે સાંભળીને ઠાકોર લબ્ધ પામીને ઘેર ગયો. પછી તેને ઘણો મારીને શીખવ્યું કે-“આવી રીતે પોકાર કરીને ઘરનું કામ કહેવું નહીં, પરંતુ વસ્ત્રથી મુખ ઢાંકીને કાન પાસે આવીને ઘીમે ઘીમે કહેવું” પછી એક વખત તે ઠાકોરના ઘરમાં આગ લાગી. તે વખતે સભામાં બેઠેલા ઠાકોર પાસે તે ઘીરે ઘીરે ગયો, અને મુખ આડું વસ્ત્ર રાખીને કાનમાં ઘીરેથી કહ્યું. તે સાંભળીને ઠાકોર એકદમ ઘર તરફ દોડ્યો; તેટલામાં તો ઘર બળી ગયું. પછી અતિ ક્રોધથી તેને ઘણો માર્યો, અને શીખવ્યું કે-“હે મૂર્ખ! પ્રથમ ઘુમાડો નીકળે તે જ વખતે તેના ઉપર પાણી, ધૂળ, રાખ વગેરે નાંખીને ઊંચે સ્વરે પોકાર કરવો જોઈએ.” ત્યારે તે બોલ્યો કે-“હવેથી તેમ કરીશ.” પછી કોઈ એક વખત ઠાકોર સ્નાન કરીને અગ્નિ પાસે તાપવા બેઠા હતા, તે વખતે ઠાકોરના લૂગડાની ઉપર ઘુમાડો નીકળતો જોયો, કે તરત જ તેણે રાખની ભરેલી થાળી ઉપાડીને તેના પર નાંખી. પછી ધૂળ પાણી વગેરે નાંખવા લાગ્યો, અને મોટા શબ્દથી પોકાર કરવા લાગ્યો. એટલે “આ તદ્દન અયોગ્ય છે” એમ ઘારીને ઠાકોરે તેને કાઢી મૂક્યો. આ દ્રષ્ટાંત પ્રમાણે જે શ્રોતા અથવા શિષ્ય ગુરુવચનના પરમાર્થને ન જાણે તેને ઉપદેશને અયોગ્ય જાણવો. (૪) હવે ધૂર્ત માણસે સમજાવેલો માણસ પણ ઉપદેશને અયોગ્ય છે, તે કહે છે वस्त्ववस्तुपरीक्षायां, धूर्तव्युद्ग्राहणावशात् । अक्षमो कुग्रहाविष्टो, हास्यः स्याद् गोपवन्नरः॥१॥ ભાવાર્થ-“ઘૂર્ત માણસે અવળું સમજાવવાથી કદાગ્રહી થયેલો માણસ વસ્તુ અને અવસ્તુની Page #116 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૩૮] કદાગ્રહ ત્યાજ્ય ૧૦૭ પરીક્ષા કરવામાં અસમર્થ થાય છે, અને ગોવાળની જેમ તે હાસ્યને પાત્ર થાય છે.’’ તે ગોવાળનું દૃષ્ટાંત આ પ્રમાણે છે— રાજપુર નગરમાં એક ગોવાળ રહેતો હતો. તેણે ગાયો ચારીને ઘણું ઘન મેળવ્યું હતું. એક દિવસ તેને સોનાનું કડું કરાવવાની ઇચ્છા થઈ એટલે પોતાના સોની મિત્રને કઠું કરવા કહ્યું. ત્યારે તે ધૂર્ત સોની મિત્રે કહ્યું કે—–‘તારા ઘનનું આ સુવર્ણનું કડું તું બીજા કોઈ સોની પાસે કરાવ.’' તે ગોવાળે કહ્યું કે—‘તું જ કરી આપ.’ સોની બોલ્યો કે—‘પ્રીતિનો નાશ કરવામાં મૂળ કારણ પૈસો છે. કહ્યું છે કે– यदीच्छेद्विपुलां प्रीतिं, तत्र त्रीणि निवारयेत् । विवादमर्थसंबन्धं, परोक्षे વારમાળમ્ ||શા ભાવાર્થ-‘જો પ્રીતિ વધારવાની ઇચ્છા હોય તો મિત્રની સાથે વાદવિવાદ, દ્રવ્યનો સંબંધ અને પરોક્ષમાં તેની સ્ત્રી સાથે વાતચીત એ ત્રણનો ત્યાગ કરવો.' માટે જો હું કડું બનાવું તો લોકો આપણી પ્રીતિનો ભંગ કરાવશે.'' તે સાંભળીને ગોવાળ બોલ્યો કે—‘હું કડાંની પરીક્ષા કરાવીશ. મારું ચિત્ત સ્થિર હશે તો લોકો શું કરવાના હતા?’’ પછી તે સોનીએ એક સુવર્ણનું અને એક પીતળનું એમ બે એક સરખાં જ કડાં કર્યાં. તેમાં પ્રથમ તે ગોવાળને સોનાનું કડું આપ્યું. તે લઈને તેણે ગામમાં બીજાની દુકાને પરીક્ષા કરાવી. પરીક્ષકે‘આ કડું સોનાનું છે, અને તેની આટલી કિંમત છે”, એમ કહ્યું એટલે તે ગોવાળને ખાતરી થઈ. પછી તે સોનીએ તેને ઓપવા માટે માગ્યું, એટલે ગોવાળે તેને આપ્યું. સોનીએ પીતળનું કડું ઓપીને તેને આપ્યું. મૂઢ ગોવાળે તે ફેરફાર જાણ્યો નહીં, અને પોતાના ઘરમાં લઈ જઈને મૂક્યું. પછી કોઈ વખત કામ પડ્યે તેણે કોઈ નાણાવટીઓને બતાવ્યું. તે જોઈને તેઓએ ‘“પીતળનું છે” એમ કહ્યું. ત્યારે ગોવાળ બોલ્યો કે—‘તમે જ અસત્ય બોલનારા છો. પ્રથમ તમે જ આને સાચું કહ્યું હતું, અને આજે ખોટું કહો છો; માટે મારા મિત્રનો આમાં કાંઈ પણ દોષ નથી.’’ આ દૃષ્ટાંતનું તાત્પર્ય એ છે કે—જેમ આ ગોવાળને પ્રથમથી જ અવળે રસ્તે સમજાવ્યો હતો, તેથી તે યોગ્યાયોગ્યને જાણી શક્યો નહીં; તેમજ જેને આડું અવળું સમજાવીને કુમત ગ્રહણ કરાવ્યો હોય તે માણસ પણ સિદ્ધાંતના સત્ય તત્ત્વને જાણી શકતો નથી. આ પ્રમાણે ઉપદેશ સંભળાવવામાં આવા ચાર પ્રકારના પુરુષોને અયોગ્ય હેલા છે; માટે તેમને છોડીને બીજાને સિદ્ધાંત શ્રવણ કરાવવું.’ વ્યાખ્યાન ૨૩૮ કદાગ્રહ ત્યાજ્ય " स्याद्वादयुक्तितो बोधं न प्राप्तवान् स निर्गुणः । વિદ્વન્મરાતસંઘેો, વાઘઃ ર્ય: શુમાનમઃ ।। ભાવાર્થ-જે સ્યાદ્વાદની યુક્તિથી બોધ પામતો નથી તેને નિર્ગુણ જાણવો; તેને ડાહ્યા પુરુષોએ વિદ્વાનોરૂપી હંસના સમૂહમાંથી બહાર કરવો.’’ તે ઉપર દૃષ્ટાંત કહે છે– Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૬ ગોષ્ઠામાહિલ નિતવની કથા દક્ષપુર નામના નગરમાં તોશલીપુત્ર આચાર્યના શિષ્ય આર્યરક્ષિત સૂરિ હતા. તેઓ વજસ્વામી આચાર્ય પાસે કાંઈક અધિક નવ પૂર્વ ભણ્યા હતા. તેમણે શિષ્યોને અલ્પબુદ્ધિવાળા જાણીને અનુક્રમે જુદા જુદા અનુયોગમાં આગમોને સ્થાપન કર્યા; તથા સીમંઘરસ્વામીના વચનથી નિગોદસંબંધી પ્રશ્ન કરવા માટે દેવેંદ્ર તેમની પાસે આવ્યા હતા અને યથાર્થ નિગોદનું સ્વરૂપ સાંભળીને તેણે તેમને નમસ્કાર કર્યો હતો. તે સૂરિ એકદા વિહાર કરતાં કરતાં દશપુર નગરે આવ્યા હતા. તે વખતે મથુરાનગરીમાં કોઈ નાસ્તિકવાદી ઉત્પન્ન થયો, તેની સામે પ્રતિવાદી તરીકે કોઈ નહીં હોવાથી સર્વ સંઘે એકઠા થઈને વિચાર કર્યો કે-“હાલના સમયમાં આર્યરક્ષિત સૂરિ યુગપ્રઘાન છે.” એમ ઘારીને આ વૃત્તાંત તેમને કહેવા માટે સાઘુના સંઘાટકને એટલે બે સાધુને તેમની પાસે મોકલ્યા. સાધુઓએ જઈને સર્વ વૃત્તાંત તેમને કહ્યો; પરંતુ સૂરિ વૃદ્ધ હોવાથી પોતે જવાને અશક્ત હતા. તેથી વાદલબ્ધિને ઘારણ કરનારા ગોષ્ઠામાહિલ નામના મુનિને તેમણે મોકલ્યા. તે ગોષ્ઠામાટિલે ત્યાં જઈને વાદીનો પરાજય કર્યો. પછી ત્યાંના શ્રાવકોએ ગોષ્ઠામાહિલને વિનંતિ કરીને ચાતુર્માસ રાખ્યા. અહીં આર્યરક્ષિત સૂરિએ પોતાનો અંત સમય નજીક જાણીને વિચાર્યું કે-“યોગ્ય શિષ્યને જ ગણધર (સૂરિ) પદ આપવું જોઈએ. કહ્યું છે કે वुढो गणहर सद्दो, गोयममाइहिं धीरपुरिसेहिं । जो तं ठवइ अपत्ते, जाणंतो सो महापावो ॥१॥ ભાવાર્થ-“ગૌતમ આદિ ઘીર પુરુષોએ વહન કરેલો ગણઘર શબ્દ જાણતો સતો તેને જે અપાત્રમાં સ્થાપન કરે તે મહાપાપી કહેવાય.” હવે ગણઘરપદને યોગ્ય તો દુર્બલિકા પુષ્પમિત્ર મુનિ જ છે; અને બીજા સર્વે સાધુઓ મારા મામા ગોષ્ઠામાહિલને અથવા મારા નાના ભાઈ ફલ્યુરક્ષિતને ચાહે છે.” એમ વિચારીને આચાર્યો સર્વ સંઘને બોલાવીને કહ્યું કે–ત્રણ પ્રકારના ઘડા હોય છે. તેમાં એક વાલનો, બીજો તેલનો અને ત્રીજો ઘીનો છે. તેને ઊંધા વાળીએ તો વાલના ઘડામાંથી સર્વે વાલ નીકળી જાય, તેલના ઘડામાંથી કાંઈક તેલ ઘડાને વળગી રહે, અને ઘીના ઘડામાં ઘી વઘારે વળગી રહે. તેવી જ રીતે હું સૂત્ર તથા તેના અર્થના વિષયમાં દુર્બલિકા પુષ્પમિત્ર પાસે વાલના ઘડારૂપ થયો છું; કેમકે મારામાં રહેલો સમગ્ર સૂત્રાર્થ તેણે ગ્રહણ કર્યો છે, ફલ્યુરક્ષિત પાસે તેલના ઘડા સમાન થયો છું; કેમકે સર્વ સૂત્રાર્થ તેણે ગ્રહણ કર્યો નથી, અને ગોષ્ઠામાહિલ પાસે તો હું ઘીના ઘડા જેવો થયો છું, કેમકે ઘણો સૂત્રાર્થ મારી પાસે જ રહી ગયો છે. માટે દુર્બલિકા પુષ્પમિત્ર જ તમારા સૂરિ થાઓ.” તે સાંભળીને સર્વ સંઘે “રૂછામ:” (ઇચ્છીએ છીએ) એમ કહીને તે કબૂલ કર્યું. પછી સૂરિ સાધુ તથા શ્રાવક બન્ને પક્ષને યોગ્ય અનુશાસન (શિક્ષા) આપીને અનશન ગ્રહણ કરી સ્વર્ગે ગયા. તે સર્વ વૃત્તાંત ગોષ્ઠામાહિલે સાંભળ્યો; એટલે તે મથુરાથી ત્યાં આવ્યા, અને પૂછ્યું કે-“સૂરિએ પોતાને સ્થાને કોને ૧ કેટલાકમાં દ્રવ્યાનુયોગ પ્રઘાન રાખ્યો, કેટલાકમાં ગણિતાનુયોગ પ્રધાન રાખ્યો, કેટલાકમાં ઘર્મકથાનુયોગ પ્રઘાન રાખ્યો, અને કેટલાકમાં ચરણકરણાનુયોગની પ્રઘાનતા રાખી. આમ ચારે અનુયોગમાં આગમોની વહેંચણી કરી નાખી. Page #118 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૩૮] કદાગ્રહ ત્યાજ્ય ૧૦૯ સ્થાપ્યા?’’ તે સાંભળીને સર્વેએ વાલ વગેરેના ઘડાના દૃષ્ટાંત પૂર્વક સર્વ વૃત્તાંત કહ્યો, તેથી તે અતિ ખેદ પામ્યા; અને જુદા ઉપાશ્રયમાં રહીને સૂરિની નિંદા કરવા લાગ્યા, તેમજ તેમણે સાધુઓને અવળું સમજાવવા માંડ્યું, અને કહ્યું કે—“તમે વાલના ઘડા જેવા આચાર્યની પાસે કેમ શ્રુતનો અભ્યાસ કરો છો?’’ એક દિવસ દુર્બલિકા પુષ્પમિત્ર સૂરિના શિષ્ય વિઘ્ય નામના મુનિ કર્મપ્રવાદ નામના પૂર્વની આવૃત્તિ કરતા હતા, તેમાં એવો વિષય હતો કે—‘જીવના પ્રદેશ સાથે બદ્ધ થયેલું કર્મ જેનો બંધ માત્ર થાય છે એટલે કષાય રહિત (કેવળી) મુનિને ઈર્યાપથિકી સંબંધી જે કર્મ બંધાય છે તે બદ્ધ કહેવાય છે. તે કર્મ કાલાંતર સ્થિતિને પામ્યા વિના જ સૂકી ભીંત પર નાંખેલી ભૂકાની મૂઠીની જેમ જીવના પ્રદેશથી જુદું પડે છે. હવે જીવના પ્રદેશોએ પોતાનું કરી લીધેલું જે કર્મ તે બદ્ઘસ્પષ્ટ કહેવાય છે, તેવું કર્મ આર્દ્ર ભીંત પર નાંખેલા ભીના ચૂર્ણની જેમ કાળાંતરે નાશ પામે છે; અને અતિ ગાઢ અધ્યવસાયથી બાંધેલું કર્મ કે જે અપવર્તનાદિ કરણને અયોગ્ય હોવાથી નિકાચિત કહેવાય છે તે કર્મ અતિ ગાઢ બંધવાળું હોવાથી આર્દ્ર ભીંત ઉપર આકરા કળીચૂનાનો યા સફેતાનો હાથ દીધો હોય તેની જેમ કાળાંતરે પણ વિપાકથી ભોગવ્યા વિના પ્રાયે કરીને ક્ષય પામતું નથી. આ ત્રણે પ્રકારનો બંધ સમજવા માટે સોયના સમૂહનું દૃષ્ટાંત છે, તે આ પ્રમાણે (૧) દોરો વીંટેલા સોયના સમૂહ જેવું બન્ધ કર્મ જાણવું, (૨) લોઢાની પાટીથી બાંધેલા સોયના સમૂહ જેવું બન્ને સ્પષ્ટ બદ્ધ કર્મ જાણવું અને (૩) અગ્નિથી તપાવી હથોડાવતી ટીપીને એકત્ર કરેલા સોયના સમૂહ જેવું બદ્ધ સૃષ્ટ નિકાચિત કર્મ જાણવું. અહીં કોઈને શંકા થાય કે—‘નિકાચિત તથા અનિકાચિત કર્મમાં શો તફાવત?’ તો તેનો ઉત્તર કહે છે, કે—કર્મના સંબંધમાં શ્રી કમ્મપયડિ ગ્રંથમાં અપવર્તનાદિક આઠ ક૨ણ કહેલાં છે. તે સર્વ કરણ અનિકાચિત કર્મમાં જ પ્રવર્તે છે, અને નિકાચિત કર્મમાં તો તેનું ફળ ઉદય આવ્યેથી પ્રાયે કરીને ભોગવવું જ પડે છે, એટલો નિકાચિત ને અનિકાચિતમાં ફેર છે. જ અહીં નિકાચિત કર્મના સંબંધમાં ‘પ્રાયે કરીને ભોગવવું જ પડે છે,' એમાં ‘પ્રાયે' શબ્દ કહેવાનું તાત્પર્ય એ છે કે ‘તવસાબો નિાવામાં પિ (તપથી નિકાચિત કર્મનો પણ ક્ષય થાય)' એ વચનના અનુસારે અત્યંત તપ કરવાથી તથા ઉત્કટ અધ્યવસાયના બળથી નિકાચિત કર્મમાં પણ અપવર્તનાદિક કરણો પ્રવર્તે છે. આવી રીતે વ્યાખ્યા કરવાથી એ તાત્પર્ય સમજવું કે—ક્ષીરનીરની જેમ તથા અગ્નિથી તપાવેલા લોહના ગોળાની જેમ જીવના પ્રદેશ સાથે કર્મનો સંબંધ છે.’ આ પ્રમાણે વિન્ક્ય મુનિની વ્યાખ્યા સાંભળીને અસત્કર્મના ઉદયને લીધે કદાગ્રહથી તેને નહીં સ્વીકારતો ગોષ્ઠામાહિલ તેની પાસે જઈને બોલ્યો કે—‘જીવ કર્મનો જે તાદાત્મ્ય સંબંધ કહ્યો તે દૂષિત છે; કેમકે તાદાત્મ્યભાવ માનવાથી જેમ જીવના પ્રદેશ જીવથી ભિન્ન થતા નથી તેમ કર્મ પણ જીવથી અભિન્ન રહેશે, અને તેથી સદા કાળ જીવ કર્મ સહિત રહેવાથી મોક્ષ પામશે નહીં, મોક્ષનો અભાવ થશે; માટે મારી યુક્તિ જ યોગ્ય છે કે સર્પની કાંચળીની પેઠે જીવની સાથે કર્મનો માત્ર ૧ પ્રતિક્રમણ હેતુ ગ્રંથમાં સ્પષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત એમ ચાર ભેદ કહેલા છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [તંભ ૧૬ સ્પર્શ જ છે. અગ્નિથી તપાવેલા લોહગોળાના ન્યાયની જેમ તાદાસ્ય ભાવ પામ્યા વિના જ તે જીવની સાથે જોડાય છે, અને તેની સાથે પરભવમાં જાય છે. એમ માનવાથી મોક્ષની પ્રાપ્તિ રહેશે.” આ પ્રમાણે તેનું વચન સાંભળીને વિધ્યમુનિને શંકા પડવાથી તેમણે આચાર્ય પાસે જઈને પૂછ્યું, ત્યારે આચાર્યે કહ્યું કે-“તમે જે પ્રથમ કહ્યું તે જ સત્ય છે. કેમ કે जीवो हि स्वावगाहाभिाप्त एवांबरे स्थितम् । गृह्णाति कर्मदलिकं, जातु न त्वन्यदेशगम् ॥१॥ अथात्मान्यप्रदेशस्थं, कर्मादायानुवेष्टयेत् । યાત્માનં તદા તસ્ય, તે યુવકોષમા રા. ભાવાર્થ-જીવ પોતાની અવગાહનાથી વ્યાપ્ત થયેલા આકાશપ્રદેશમાં રહેલાં જ કર્મનાં દળીને ગ્રહણ કરે છે. પણ બીજા પ્રદેશમાં રહેલાંને ગ્રહણ કરતો નથી; તેથી જો કદાચ આત્મા અન્ય પ્રદેશમાં રહેલા કર્મને ગ્રહણ કરીને પોતાની ફરતા વટે, તો તે કર્મને સર્પ કાંચલીની ઉપમા ઘટી શકે. તે સિવાય ઘટી શકે નહીં. આ પ્રકારનું ગુરુનું વચન વિંધ્યમુનિએ ગોષ્ઠામાહિલને કહ્યું, પણ તેણે અંગીકાર કર્યું નહીં, એટલે આચાર્યે તેને બોલાવીને પૂછ્યું કે-“તમે સર્પકંચુકની જેમ કર્મનો સંબંઘ માનો છો, તે જીવના દરેક પ્રદેશની સાથે માનો છો કે જીવની બહાર ત્વચાના પર્યત ભાગ સાથે ફરતો વીંટાયેલો માનો છો? જો જીવના દરેક પ્રદેશના પર્યત ભાગ સાથે માનશો, તો આકાશની જેમ જીવમાં સર્વ પ્રદેશ કર્મ પ્રાપ્ત થશે. તો પછી જીવનો મધ્યભાગ કયો કે જે કર્મ રહિત રહેશે? કેમકે જીવના પ્રતિપ્રદેશે કર્મ લાગવાથી કોઈ મધ્ય પ્રદેશ બાકી રહેશે નહીં કે જેથી કર્મનું અસર્વવ્યાપીપણું થાય. એ રીતે સાધ્યવિકળતા પ્રાપ્ત થવાથી કંચુકનું દ્રષ્ટાંત અઘટિત છે અને જો જીવની બહાર ત્વચાના પર્યત ભાગ સાથે કંચુકની જેમ સ્પર્શ કરેલું કર્મ માનશો, તો જીવ એક ભવમાંથી બીજા ભવમાં જશે, ત્યારે અંગના બાહ્ય મેલની જેમ તેની સાથે કર્મ જશે નહીં; અને “ભલે જીવની સાથે કર્મ ન જાય તેમાં શો દોષ છે?” એમ કહેશો તો સર્વ જીવનો મોક્ષ થશે, કેમકે પુનર્જન્મના કારણભૂત કર્મનો જ તેની સાથે અભાવ છે ઇત્યાદિ અનેક દોષ પ્રાપ્ત થશે.” તે સાંભળીને ગોષ્ઠામાહિલે પૂછ્યું કે–“જો જીવ અને કર્મનું જુદાપણું ન હોય, તો જીવથકી તેનો વિયોગ શી રીતે થાય?” ત્યારે ગુરુએ કહ્યું કે–જો કે કર્મ જીવની સાથે અભેદે કરીને રહ્યું છે, તો પણ સુવર્ણ અને માટીની જેમ તેનો વિયોગ થઈ શકે છે. જેમ મિથ્યાત્વાદિકે કરીને કર્મનું ગ્રહણ થાય છે, તેમ જ્ઞાન અને ક્રિયાએ કરીને તેનો વિયોગ થઈ શકે છે.' ઇત્યાદિ અનેક યુક્તિઓથી તેને સમજાવ્યા છતાં ગોષ્ઠામાહિલ બોઘ પામ્યો નહીં, અને તેણે પોતાનો કદાગ્રહ મૂક્યો નહીં. એકદા વિંધ્યમુનિ નવમા પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વમાં આવેલા મુનિઓના પ્રત્યાખ્યાન(પચખાણ)નું વર્ણન કરતા હતા કે-“મુનિએ યાવજીવ (જીવનપર્યત) સર્વ સાવદ્યનાં પ્રત્યાખ્યાનો ત્રિવિધે ત્રિવિઘે કરવાં.” તે સાંભળીને ગોષ્ઠામાહિલે કહ્યું કે–“સર્વ પ્રત્યાખ્યાન યાવજીવ આદિ અવધિ વિના જ કરવાં. અવધિ સહિત કરવાથી આશંસા દોષ પ્રાપ્ત થાય છે. જેમકે કોઈ સાઘુ એવો ૧ પરભવમાં ભોગાદિકની ઇચ્છા. Page #120 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૩૮] કદાગ્રહ ત્યાજ્ય ૧૧૧ વિચાર કરે છે–પ્રત્યાખ્યાન પૂર્ણ થયા પછી હું સ્વર્ગાદિકમાં દેવાંગના સાથે ભોગ વગેરે ભોગવીશ.” આમ થવાથી પરિણામ અશુદ્ધ થયા, તેથી પ્રત્યાખ્યાન પણ અશુદ્ધ થયું.” તે વિષે સૂત્રમાં કહ્યું છે કે रागेण च दोसेण च, परिणामेण च न दूसियं जंतु । तं खलु पच्चक्खाणं, भावविसुद्धं मुणेयव्वं ॥४॥ ભાવાર્થ-“જે રાગ, દ્વેષ કે પરિણામથી દૂષિત થયેલું ન હોય, તે જ પ્રત્યાખ્યાન ભાવવિશુદ્ધ જાણવું.” અહીં ગુરુ તેને ઉત્તર આપે છે કે–“તમે જે આશંસા દોષ આપ્યો તે કાળનો અવધિ કરવાથી પ્રાપ્ત થાય છે? કે વાંચ્છાથી પ્રાપ્ત થાય છે? જો કાળનો અવધિ કરવાથી થતો હોય તો પોરસી વગેરેના પચખાણમાં પણ તે દોષ પ્રાપ્ત થશે, કેમકે કાળપ્રત્યાખ્યાનમાં પ્રહર વગેરે કાળમાન સાક્ષાત્ કહેલું છે. જો કદાચ “પોરસી વગેરેમાં પણ કાળનો અવધિ કહેવો નહીં' એમ કહેશો તો દીક્ષા ગ્રહણ કરવાના દિવસથી જ અનશન કરવું જોઈશે, અને તીર્થકરોએ તો તપસ્વીઓને દશ પ્રકારે અનાગત આદિ પ્રત્યાખ્યાનો કરવાના સિદ્ધાંતમાં કહેલાં છે. હવે જો ‘તૃષ્ણાથી આશંસા દોષ પ્રાપ્ત થાય છે. એ બીજો પક્ષ માનશો તો તે પણ અયોગ્ય છે; કેમકે મુનિને અન્ય ભવમાં પાપ સેવવાની ઇચ્છા હોતી નથી; અને જો અવધિ વિના પ્રત્યાખ્યાન કરે, તો સર્વ આવતા (ભવિષ્ય) કાળનું પ્રત્યાખ્યાન થઈ જશે, તેમ થવાથી આયુષના ક્ષયે દેવગતિને પામેલા યતિને સાવદ્ય કર્મના સેવનથી અવશ્ય વ્રતનો ભંગ પ્રાપ્ત થશે. આ વગેરે કારણોથી આશંસા રહિતપણે અવઘિ સહિત પ્રત્યાખ્યાન કરવાથી કાયોત્સર્ગની જેમ કાંઈ પણ દોષ નથી.” ઇત્યાદિ યુક્તિઓથી સમજાવ્યા છતાં પણ જ્યારે તે કાંઈ પણ શ્રદ્ધા પામ્યા નહીં, ત્યારે પુષ્યમિત્ર આચાર્ય તેને અન્ય ગચ્છના બહુશ્રુત અને વૃદ્ધ મુનિઓ પાસે લઈ ગયા. તેઓએ કહ્યું કે--“આ પુષ્પમિત્ર આચાર્ય જેમ કહે છે તેમજ આર્યરક્ષિત સૂરિએ પણ પ્રરૂપણા કરેલી છે, તેમાં કાંઈ પણ ન્યૂનાધિક નથી.” ત્યારે ગોષ્ઠામાહિલે કહ્યું કે–“તમારા જેવા ઋષિઓ શું જાણે? તીર્થકરોએ તો જેમ હું કહું છું, તેમજ પ્રરૂપણા કરી છે.” સ્થવિર મુનિઓએ કહ્યું કે-“તું મિથ્યા અભિનિવેશ ન કર. એમ કરવાથી તીર્થકરની આશાતના થાય છે તે શું તું જાણતો નથી?” ઇત્યાદિ કહેવા છતાં પણ ગોષ્ઠામાહિલે અંગીકાર કર્યું નહીં. ત્યારે સર્વ સંધે મળીને શાસનદેવતાને બોલાવવા માટે કાયોત્સર્ગ કર્યો, તેથી કોઈ ભદ્રક દેવીએ આવીને કહ્યું કે-“મને આજ્ઞા આપો, હું શું કાર્ય કરું?” સંઘે સિદ્ધાંતનો પરમાર્થ જાણતાં છતાં પણ લોકના વિશ્વાસને માટે કહ્યું-“હે દેવી! તમે મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકર પાસે જઈને પૂછી લાવો કે સંઘ જે વાત કહે છે તે સત્ય કે ગોષ્ઠામાહિલ કહે છે તે સત્ય?” દેવીએ કહ્યું કે-“હું મહાવિદેહમાં જઈને પાછી આવું ત્યાં સુધી મને માર્ગમાં વિધ્ર ન થવા માટે કૃપા કરીને તમે કાયોત્સર્ગમાં રહો કે જેથી હું જઈ શકું.” સંઘે તે પ્રમાણે કર્યું. પછી તે દેવીએ મહાવિદેહમાં જઈ પ્રભુને પૂછી આવીને સંઘને કહ્યું કે–“તીર્થકરે મને કહ્યું કે “તમે (સંઘ) કહો છો તે સત્ય છે અને શ્રી વીર જિનેશ્વર મુક્તિ પામ્યા પછી પાંચસો ચોરાશી વર્ષે સાતમો નિતવ થવાનો હતો તે આ મિથ્યાવાદી ગોષ્ઠામાહિલ થયેલો છે.” ” તે સાંભળીને ગોષ્ઠામાહિલ બોલ્યો કે-“આ બિચારી દેવી અલ્પ ઋદ્ધિવાળી છે. તેની Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૬ મહાવિદેહમાં જવાની શક્તિ જ ક્યાંથી હોય?” એમ કહીને તેણે તે વાત પણ અંગીકાર કરી નહીં, તેથી સંઘે તેને સંઘ બહાર કર્યો. ત્યાર પછી આયુષ્યના ક્ષયે તે મિથ્યા પ્રરૂપણા તથા કદાગ્રહની આલોચના કર્યા વિના મૃત્યુ પામ્યો. આ દ્રષ્ટાંતનું તાત્પર્ય એ છે કે–“સંઘે સંઘ બહાર કર્યા છતાં પણ ગોષ્ઠામાહિલે પોતાનો મત છોડ્યો નહીં, અને બોધિરત્ન રહિત થઈને પૃથ્વી પર અનેક માણસોને ભમાવી પોતે સંસારમાં ભમ્યો, માટે કોઈએ પણ કદી કદાગ્રહ કરવો નહીં” વ્યાખ્યાન ૨૩૯ સર્વ વિસંવાદી નામે આઠમો નિહ્નવ स्वल्पमात्रजिनप्रोक्तवचनोत्थापकारिणः । जमालिप्रमुखा ज्ञेया, निह्नवाः सप्त शासने ॥१॥ ભાવાર્થ-“જિનેશ્વરે કહેલા વચનમાંથી અલ્પમાત્ર વચનને ઉત્થાપન કરનારા જમાલિ વગેરે સાત નિહ્નવો જિનશાસનમાં થયેલા જાણવા.” अथ सर्वविसंवादी, निह्नवः प्रोच्यतेऽष्टमः । - શ્રીવરમુર્નાતોદ્ધશતઃ પર્નિવોત્તરે આરા ભાવાર્થ-“હવે શ્રી વીરના નિર્વાણ પછી છસો નવ વર્ષે જિનેશ્વરના સર્વ વચનનું ઉત્થાપન કરનાર આઠમો નિહ્નવ ઉત્પન્ન થયો તેની હકીકત કહે છે.” આઠમા નિહવની કથા (દિગંબર માન્યતાની ઉત્પત્તિ) રથવીર નામના નગરમાં હજાર યોદ્ધાને જીતનાર શિવભૂતિ નામનો એક ક્ષત્રિય હતો. તે રાજાની સેવા કરતો હતો. એકદા રાજાએ તેના શૌર્યાદિક ગુણોની પરીક્ષા કરવા માટે કૃષ્ણ ચતુર્દશીને દિવસે તેને એક પશુ તથા મદિરા આપીને કહ્યું કે-“તું એકલો સ્મશાનમાં જા અને આ બલિદાન આપીને પાછો આવ.” તે મધ્યરાત્રિએ એકલો સ્મશાનમાં ગયો. ત્યાં અનેક ભૂત, પ્રેત, પિશાચ વગેરેએ તેને ભય બતાવ્યો પણ તેનું એક રૂંવાડું પણ ચાલ્યું નહીં; તેથી તેને શૂરવીર જાણીને રાજાએ તેનો પગાર વઘારી આપ્યો. પછી એક દિવસે રાજાએ દક્ષિણમથુરાના રાજાને જીતવા માટે હજાર યોદ્ધાનું સૈન્ય મોકલ્યું, અને ઉત્તરમથુરાના રાજાને જીતવા માટે એકલા શિવભૂતિને મોકલ્યો. તે તુરત જીતીને પાછો આવ્યો. તે જોઈને રાજાએ તેનું સહસ્ત્રમલ્લ નામ પાડ્યું, અને વરદાન માગવા કહ્યું. તેણે માગ્યું કે–“હે સ્વામી!મને સ્વતંત્રતા આપો.” એટલે રાજાએ તેને સ્વતંત્રતા આપી. - પછી તે રાજાના પ્રસાદથી મરજી મુજબ વિલાસ કરતો નગરમાં ફરવા લાગ્યો, અને રાતે બે પહોર રાત્રી ગયા પછી ઘેર આવવા લાગ્યો; તેથી ખેદ પામીને તેની સ્ત્રીએ તેની માને કહ્યું કે-“તમારા પુત્રથી હું કાયર થઈ ગઈ છું, તે કોઈ પણ દિવસ રાત્રે ઘેર વખતસર આવતા નથી; તેથી જાગરણ તથા ભૂખને લીધે હું નિરંતર પીડા પામું છું.” તે સાંભળીને સાસુએ કહ્યું કે-“હે વહુ! આજે તું સૂઈ રહે, હું જાગીશ.” તેમ કહેવાથી વહુ સૂઈ ગઈ. મધ્ય રાત્રે સહસ્ત્રમલે આવીને Page #122 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૩૯] સર્વ વિસંવાદી નામે આઠમો નિલવ ૧૧૩ કહ્યું કે બારણું ઉઘાડો.” તે સાંભળીને કોપ પામેલી માતાએ કહ્યું કે “હે દુષ્ટ! આ મધ્ય રાત્રીને સમયે જ્યાં દ્વાર ઉઘાડા હોય ત્યાં જા.” આ પ્રમાણે સાંભળવાથી ક્રોધ પામીને તે ગામમાં ફરવા લાગ્યો; એટલામાં તેણે ઉઘાડા દ્વારવાળો સાધુનો ઉપાશ્રય જોયો, એટલે તેણે જઈને સાઘુને વંદન કરી વ્રત માગ્યું. સૂરિએ રાજાને વલ્લભ તથા માતા વગેરેએ મોકળો નહીં કરેલો તેમજ સ્વેચ્છાચારી જાણીને તેને દીક્ષા આપી નહીં; તો પણ તેણે સાધુના ઘૂંકવાના પાત્રમાંથી ભીની રાખ લઈને જાતે જ લોચ કર્યો. એટલે પછી કૃષ્ણસૂરિએ તેને મુનિવેશ આપ્યો. પછી કૃષ્ણસૂરિની સાથે વિહાર કરતાં એક દિવસ પાછો તે જ નગરમાં આવ્યો. રાજાએ સહસ્ત્રમલ્લને એક રત્નકંબલ આપ્યું, ત્યારે આચાર્યું તેને કહ્યું કે-“આપણે સાધુને આવાં બહુમૂલ્યવાળાં ઉપકરણ રાખવાં ન જોઈએ.” ગુરુએ આમ કહ્યા છતાં પણ તેણે તે કંબલને મૂર્છાથી ગુપ્ત રીતે રાખ્યું, અને હંમેશાં તેની સંભાળ કરવા લાગ્યો. ગુરુએ તેની કંબલ ઉપરની મૂછ જાણી; તેથી એકદા તે ક્યાંય બહાર ગયો હતો તે વખતે કંબલને ફાડીને તે પાદપ્રોંચ્છન વગેરે કરવા સારુ સર્વ સાધુઓને વહેંચી આપ્યું. તે વાત જાણીને શિવભૂતિને ઘણો ક્રોઘ ચડ્યો, અને તેવી સ્થિતિમાં જ ત્યાં રહ્યો. એક દિવસ આચાર્ય જિનકલ્પિકનું વર્ણન કરતા હતા. તે આ પ્રમાણે–“જિનકલ્પિક બે પ્રકારના હોય છે. એક પાણિપાત્ર એટલે હાથમાં લઈને ભોજન કરનારા અને બીજા પાત્રભોજી એટલે પાત્રમાં લઈને ભોજન કરનારા. તે દરેકના પણ બે બે ભેદ છે. એક સ્વલ્પ સચેલકા એટલે અલ્પ વસ્ત્ર રાખનારા અને બીજા અચેલકા એટલે બિલકુલ વસ્ત્ર નહીં રાખનારા.” ઇત્યાદિ હકીકત સાંભળીને શિવભૂતિએ કહ્યું કે-“જો એમ છે તો હાલમાં શા માટે બહુ ઉપધિ રાખવામાં આવે છે? જિનકલ્પ શા માટે અંગીકાર કરતા નથી?” ગુરુએ કહ્યું કે-“આ ભરતક્ષેત્રમાં શ્રી વીરના ઘર્મપૌત્ર એટલે તેમના ત્રીજા પાટે થયેલા શ્રી જંબુસ્વામીના નિર્વાણ સાથે જિનકલ્પ વગેરે દશ વસ્તુઓનો વિચ્છેદ થયો છે, વળી તેવા સંહનાનાદિકના અભાવથી વર્તમાન કાળમાં તેમ કરી શકાતું નથી.” તે સાંભળીને શિવભૂતિ બોલ્યા કે-“અલ્પ સત્ત્વવાળાને માટે જિનકલ્પ વિચ્છેદ થયો છે, પણ મારા જેવાને માટે નહીં, કેમકે મારા જેવા મહાસત્ત્વ તો વર્તમાન કાળમાં પણ જિનકલ્પ અંગીકાર કરવાને સમર્થ છે. મોક્ષના અભિલાષીએ સમગ્ર પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ. તો પછી કષાય, ભય, મૂચ્છદિક દોષના નિઘિ સમાન આ અનર્થકારી પરિગ્રહથી શું? જિતેંદ્રો પોતે અચેલક જ હતા, તેથી વસ્ત્રરહિતપણું જ શ્રેષ્ઠ છે.” ત્યારે ગુરુએ કહ્યું કે-“જો એમ હોય તો દેહને વિષે પણ કષાય, ભય, મૂચ્છ વગેરે દોષનો સંભવ છે, માટે તે દેહનો પણ વત ગ્રહણ કર્યા પછી તરત જ ત્યાગ કરવો જોઈશે; પરંતુ શાસ્ત્રમાં જે પરિગ્રહ રહિતપણું કહ્યું છે તેનો હેતુ એ છે કે ઘર્મના ઉપકરણો ઉપર મૂચ્છ રાખવી નહીં, પણ સર્વથા ઘર્મનાં ઉપકરણનો ત્યાગ કરવો તેમ નથી. વળી જિનેશ્વરો પણ સર્વથા અચેલક હતા તેમ નથી; કેમકે–“સર્વે જીવ મેહૂલેણ નિયા નિવરી વડવી (સર્વ ચોવીશે તીર્થકરોએ એક દેવદૂષ્ય વસ્ત્ર લઈને દીક્ષા લીઘેલી છે.) ઇત્યાદિ વચનથી જિનેંદ્રો પણ સચેલક હતા.” આ પ્રમાણે આચાર્ય તથા સ્થવિર મુનિઓએ પૂર્વોક્ત તથા વક્ષમાણ* યુક્તિઓથી ૧ સંહનન તે શરીરની મજબૂતી. જિનકલ્પીપણું પાળવામાં જેવી જોઈએ તેવી હાલ મજબૂતી નથી. વળી આદિ' શબ્દથી તથા પ્રકારનું જ્ઞાન વગેરે નથી. ૨ આગળ કહેવામાં આવશે એવી. ભાગ ૪-૮) Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૬ બોધ કર્યા છતાં પણ તથાપ્રકારના કષાય અને મોહનીયના ઉદયથી તેણે પોતાનો આગ્રહ છોડ્યો નહીં, અને સર્વ વસ્ત્રોને તજી દઈને ગામ બહાર અરણ્યમાં જઈને રહ્યો. એકદા ઉત્તરા નામની તેની બહેન તેને વાંદવા ગઈ. ત્યાં પોતાના ભાઈને વસ્રરહિત જોઈને તેણે પણ વસ્ત્રોનો ત્યાગ કર્યો. પછી તે ભિક્ષાને માટે નગરમાં ગઈ. ત્યાં કોઈ વેશ્યાએ તેને જોઈને વિચાર્યું કે‘વસ્ત્ર રહિત હોવાથી બીભત્સ` દેખાતી આ સ્ત્રીને જોઈને લોકો અમારી ઉપરથી પણ વિરક્ત થશે.'' એમ ધારીને તેણે તેની ઇચ્છા નહીં છતાં બળાત્કારે વસ્ત્ર પહેરાવ્યાં. તે વૃત્તાંત ઉત્તરાએ શિવભૂતિ પાસે જઈને જણાવ્યો. તે સાંભળીને શિવભૂતિએ વિચાર્યું કે-‘વસ્ત્રરહિત સ્ત્રી ઘણી બીભત્સ તથા અતિ લગ્નસ્પદ થાય છે.’’ તેથી તેણે ઉત્તરાને કહ્યું કે ‘“હવે તું તો આ જ રીતે રહેજે, વસ્ત્ર તજીશ નહીં.’’ હવે અનેક જૈન સાધુઓ શિવભૂતિને સમજાવવા લાગ્યા કે−‘જિનાગમને વિષે ત્રણ કારણે વસ્ત્ર ધારણ કરવાનું કહેલું છે. ‘તિäિ ટાળેહિં વર્ત્ય ધારેખ્ખા હિરિવત્તિયં, તુાંછાવત્તિયં, परिसहवत्तियं. ' અર્થ—‘હ્રી’ એટલે લગ્ન અથવા સંયમ, તેના રક્ષણનિમિત્તે, લોકમાં ‘દુર્ગચ્છા’ (નિંદા) ન થવા માટે, તથા ‘પરીષહ’ એટલે ટાઢ, તડકો, ડાંસ, મચ્છર વગેરેથી રક્ષણ થવા માટે. એ ત્રણ કારણે વસ્ત્ર ધારણ કરવાં. વળી કહ્યું છે કે ‘તપસ્વીઓને ધર્મમાં સહાયભૂત હોવાથી શુદ્ધ આહારાદિકની જેમ વસ્ત્રાદિકનું ગ્રહણ કરવું, તેમાં દોષ નથી.’ વળી તું એમ કહે છે કે—“હિંસાનુબંધી, મૃષાનુબંધી, સ્તેયાનુબંધી અને સંરક્ષણાનુબંધી એમ ચાર પ્રકારનું રૌદ્ર ધ્યાન કહેલું છે. તેમાં ‘હિંસા' એટલે પ્રાણીનો વધ તેનો ‘અનુબંધ’ એટલે નિરંતર ચિંતવન જેમાં હોય તે હિંસાનુબંધી, અસત્યનું ચિંતવન જેમાં હોય તે મૃષાનુબંધી, ચોરીનું ચિંતવન જેમાં હોય તે સ્ટેયાનુબંઘી અને તસ્કરાદિક થકી પોતાના વિત્તને ગુપ્ત રાખવા માટે નિરંતર તેના રક્ષણ સંબંધી ચિંતવન કરવું તે સંરક્ષણાનુબંધી. આમાં રૌદ્ર ધ્યાનનો ચોથો ભેદ જે સંરક્ષણાનુબંધી છે તે વસ્ત્રાદિક ગ્રહણ કરવાથી અવશ્ય થશે. કેમકે તે રૌદ્ર ધ્યાનનો હેતુ છે. વળી ‘શસ્ત્રાદિકની જેમ દુર્ગતિનું કારણ હોવાથી વસ્ત્રાદિક ગ્રહણ કરવાં નહીં' એવી તારી બુદ્ધિ થાય છે પણ તે અયુક્ત છે. કેમકે—હે દેવોના પ્રિય! તારી આ યુક્તિ પ્રમાણે તો દેહાદિકમાં પણ રૌદ્ર ધ્યાનની પ્રાપ્તિ થશે. કેમકે શરીરનું પણ જળ, અગ્નિ, ચોર, ડાંસ, શિકારી પશુ, વિષ, કંટક વગેરેથી રક્ષણ કરવાની જરૂર પડે છે, તેથી દેહાદિકમાં પણ સંરક્ષણાનુબંધીની તુલ્યતા છે. એટલે તે દેહાદિકનો પણ ત્યાગ કરવો જોઈશે. કદાચ તું એમ કહીશ કે—‘દેહાદિક મોક્ષનું સાધન કરવામાં અંગીભૂત હોવાથી જયણા વડે તેનું સંરક્ષણ કરવું તેમાં દોષ નથી, પણ તે પ્રશસ્ત સંરક્ષણ છે.' તો અહીં પણ આગમમાં કહેલા યતના (જયણા) ના પ્રકારથી જ વસ્ત્રાદિકનું સંરક્ષણ કરવું, તે કેમ પ્રશસ્ત નથી? માટે વસ્ત્રાદિકનો શા માટે ત્યાગ કરવો? વળી ‘મૂચ્છા પરિગ્ગહો વુત્તો, તિ પુત્ત મમ્હેસિળા (ભગવંતે મૂર્છાને જ પરિગ્રહ ૧ ખરાબ દેખાવવાળી. Page #124 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૩૯]. સર્વ વિસંવાદી નામે આઠમો નિહ્નવ ૧૧૫ કહેલો છે એમ મહર્ષિ શ્રીસુઘર્માસ્વામીએ કહ્યું છે).' ઇત્યાદિ શ્રી શય્યભવસૂરિનાં વચનથી વસ્ત્ર, વિત્ત, દેહ વગેરેમાં મૂછ ઉત્પન્ન થાય તે પરિગ્રહ છે. પ્રશ્ન-મુનિ જો વસ્ત્ર ગ્રહણ કરે તો પછી સાધુને અચેલ પરીષહ સહન કરવાનું કેમ કહ્યું છે? કેમ કે વસ્ત્ર ન હોય તો જ તે ઘટે છે. ઉત્તર-તારું કહેવું અયોગ્ય છે. કેમકે-જીર્ણપ્રાય વસ્ત્રથી પણ વસ્રરહિતપણું લોકમાં પ્રસિદ્ધ છે. જેમકે કોઈ સ્ત્રી જીર્ણ અને ફાટેલું વસ્ત્ર શરીરે વીંટીને કોઈ વણકરને કહે છે કે-“હે વણકર! ઉતાવળથી મારી સાડી વણીને મને આપ, કેમકે હું નાગી ફરું છું.” અહીં વસ્ત્ર સહિત છતાં પણ સ્ત્રીને વિષે નગ્રપણાનો શબ્દ પ્રવર્તે છે. શાસ્ત્રમાં પણ “નડ્ડા કીરડું નમાવો” એવું વાક્ય છે તે ઉપચારિક નગ્નભાવને માટે જ છે, તેથી વસ્ત્ર રાખવામાં કોઈ પ્રકારનો વિરોધ નથી; તે જ પ્રમાણે મુખવસ્ત્રિકા રજોહરણ વગેરે ઉપકરણો પણ સંયમમાં ઉપકારી હોવાથી ગ્રહણ કરવાયોગ્ય છે. કહ્યું છે કે स्थानोपवेशनस्वाप - निक्षेपग्रहणादिषु ।। जंतुप्रमार्जनार्थं हि, रजोहरणमिष्यते ॥४॥ ભાવાર્થ-બકોઈ પણ સ્થાનને વિષે બેસવું, શયન કરવું, કોઈ વસ્તુ મૂકવી, લેવી વગેરે કાર્યમાં જંતુના પ્રમાર્જનને માટે રજોહરણની જરૂર છે.” संपातिमादिसत्वानां, रक्षायै मुखवस्त्रिका । भक्तपानस्थजंतूनां, परीक्षायै च पात्रकम् ॥१॥ ભાવાર્થ–“સંપાતિમ વગેરે જંતુઓના રક્ષણ માટે મુખવસ્ત્રિકાની જરૂર છે અને ભક્ત પાનને વિષે રહેલાં જંતુની જયણાને માટે પાત્રની જરૂર છે.” વળી પાત્ર વિના સજીવ ગોરસાદિક અજાણપણાથી હાથમાં લઈ લીધું પછી તેનું શું કરવું? તેમાં રહેલાં જીવની હિંસા જ થાય; તથા હાથમાં લીધેલાં પ્રવાહી પદાર્થો હાથમાંથી ગળે તેથી કુંથવા, કીડી વગેરે અનેક જીવોની હિંસા થાય, તથા ગૃહસ્થો મુનિએ વાપરેલા પાત્રો ઘોડે લૂછે તેથી પશ્ચાતુકર્માદિ દોષ લાગે; તેથી બાળ અને ગ્લાનાદિ સાધુઓની વૈયાવચ્ચને માટે તેમજ પારિષ્ઠાપનિકા સમિતિ જાળવવાને માટે સાધુને પાત્રનું ગ્રહણ કરવું યોગ્ય છે. વળી જઘન્યથી નવ પૂર્વમાં કાંઈક ઓછું ભણેલા, ઉત્તમ શૈર્ય અને સંહનનવાળા પણ “તવેખ કુત્તે સત્તા (તપ, સૂત્ર અને સત્વ વડે)'' ઇત્યાદિ ભાવનાએ કરીને પ્રથમ તુલના કર્યા પછી જ જિનકલ્પ અંગીકાર કરી શકે છે. બાકી શેરીના સિંહ સમાન તારા જેવાને માટે તો તીર્થકરોએ જિનકલ્પની આજ્ઞા આપી જ નથી. તેમજ તું તીર્થકરની તુલ્યતા કરે છે તે પણ યોગ્ય નથી. કેમકે જિનેશ્વરો તો પાણિપ્રતિગ્રહાદિ અનંત અતિશયોવાળા હોય છે. માટે તારું માનવું સર્વથા ત્યાજ્ય છે.” ઇત્યાદિ અનેક યુક્તિથી સમજાવ્યા છતાં પણ તે મિથ્યા અભિનિવેશથી શ્રી તીર્થંકરનાં તથા મુનીંદ્રોનાં અનેક વચનોનો ઉત્થાપક થયો. તે શિવભૂતિના કોડિન્ય અને કોટવર નામના બે બુદ્ધિશાળી શિષ્યો થયા. તેમનાથી તે મતની પરંપરા ચાલી. પછી તેઓએ અનુક્રમે “કેવળી આહાર કરે નહીં, સ્ત્રીઓ મોક્ષ પામે નહીં, તિવિહાર ઉપવાસમાં સચિત્ત જળ પીવામાં દોષ નહીં, દિગંબર ૧ ઊડીને પડતા. ૨ દહીં, દૂઘ, છાશ, ઘી વગેરે ગોરસ કહેવાય છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી ઉપદેશપ્રાસદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૬ સાથુ દેવદ્રવ્ય લે અને તેનો વ્યય કરે, તેમાં દોષ નહીં” વગેરે જિનાગમથી વિરુદ્ધ લગભગ આઠસો વચન નવાં રચ્યાં, અને તે વચનો તેઓ સ્વેચ્છાએ બોલવા લાગ્યા. માટે તેઓ સર્વવિસંવાદી (ઉત્થાપક) થયા. તે બોટિકની પરંપરામાં થયેલા બોટિકો દિગંબર કહેવાય છે. આ પ્રમાણે દિગંબર નામનો આઠમો નિહ્નવ પોતાનું શુદ્ધ બોધિરત્ન ગુમાવી બેઠો. કેમકે સમકિત (બોધિરત્ન) પામ્યા છતાં પણ કોઈને જતું રહે છે, માટે હે ભવ્ય પ્રાણીઓ! પ્રયત્ન વડે સમકિતનું રક્ષણ કરો. વ્યાખ્યાન ૨૪૦ ઢંઢક મત श्रीमद्वीरजिनं नत्वा, वक्ष्येऽहं श्रुतनिंदकान् । चरित्रं वंगचूलिकाध्ययनाद्धारितं यथा ॥१॥ ભાવાર્થ-“શ્રીમાનું વર જિનેશ્વરને નમસ્કાર કરીને વંગચૂલિકા નામના અધ્યયનમાંથી વાંચેલું શ્રુતના નિંદકનું ચરિત્ર હું કહું છું.” શ્રતનિંદકનું ચરિત્ર શ્રી વિરપરમાત્માના પાંચમા પટ્ટને ઘારણ કરનાર શ્રી યશોભદ્ર સૂરિના શિષ્ય શ્રી ભદ્રબાહુ સ્વામી શ્રુતકેવલી થયા. તેમના શિષ્ય અગ્નિદત્ત મિથિલા નગરીના ઉદ્યાનમાં પ્રતિમા અંગીકાર કરીને તપ કરતા હતા. તે વખતે મદિરા તથા માંસમાં આસક્ત એવા કોઈ બાવીશ મિત્રો કામલતા નામની વેશ્યા સાથે અયોગ્ય ચેષ્ટા કરતા હમેશાં ઉપવનમાં ક્રીડા કરતા હતા. એકદા મદિરાપાનથી ઉદ્ધત થયેલા તેઓ તે અગ્નિદત્ત મુનિને જોઈને તેમને હણવા માટે અતિ તીર્ણ ખડ્ઝ હસ્તમાં ઘારણ કરીને એક સાથે દોડ્યા. દોડતાં માર્ગમાં એક અંઘકૂપમાં તેઓ ઉપરાઉપરી પડ્યા. તેથી એક બીજાનાં શસ્ત્રો પરસ્પર લાગવાથી સર્વે મૃત્યુ પામી ગયા. તેઓની એ સ્થિતિ જોઈને અગ્નિદત્ત મુનિએ વિચાર્યું કે-“અરે રે! આ બિચારા સુકૃત કર્યા વિના અકાળે મૃત્યુ પામ્યા.” પછી તે સાધુ કાયોત્સર્ગ પારીને યશોભદ્ર ગુરુમહારાજ પાસે ગયા. ગુરુની પાસે વિનયપૂર્વક “તે બાવીશ મિત્રો જે મરણ પામ્યા, તેમની શી ગતિ થઈ અને શી ગતિ થશે?” તે પૂછ્યું. ત્યારે ત્રણ જ્ઞાનવાળા અને દ્રષ્ટિવાદના જાણનાર યશોભદ્ર ગુરુએ મૃતનો ઉપયોગ દઈને તેઓનું બહુ ભવભ્રમણનું ચરિત્ર કહી બતાવ્યું તે નીચે પ્રમાણે- “હે અગ્નિદત્ત! તે બાવીશ મનુષ્યો તને હણવા માટે દોડતાં અંઘકૂપમાં પડ્યા પછી અંતર્મુહૂર્તમાં જ તે ગણિકાની ઇચ્છાવાળા અધ્યવસાયથી મરીને તે જ વેશ્યાના જમણા સ્તનમાં પોતે જ કરેલા નખક્ષતમાં કૃમિપણે ઉત્પન્ન થયા. તેથી વેશ્યાને સ્તનમાં અત્યંત વેદના થવા લાગી. અનેક વૈદ્યોનાં ઔષધો નિષ્ફળ ગયાં. પ્રાંતે એક વૈદ્ય તેનો ઉપાય જાણીને તેના સ્તનને વિદારી તેમાંથી હાડ, માંસ અને રુધિરમાં અતિ તૃષ્ણાવાળા તે બાવીશ બેઇંદ્રિય કીડાઓને કાઢી જળના પાત્રમાં નાંખીને તે વેશ્યાને બતાવ્યા. ૧ મુનિને વહેવાની બાર પડિમાઓ છે તેને અંગીકાર કરીને. ૨ જળ રહિત ઘણો ઊંડો કૂવો. Page #126 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૪૦] ઢંઢક મત ૧૧૭ પછી સ્તનને ત્રણ રુઝાવાની દવાથી રુઝવી દીધું. તે વૈદ્યને તેણે ઘણું દ્રવ્ય આપ્યું. પછી તે બાવીશ કીડાઓ ઉપર પૂર્ણ ભવના સ્નેહથી દયા લાવીને વેશ્યાએ વિચાર્યું કે-“આ બિચારા મારા હાથના સ્પર્શથી મરી જશે, માટે હું એઓને નગરની ખાઈમાં પડેલા કૂતરાના શબમાં મૂકું.” એમ વિચારીને તેણે તે પ્રમાણે કર્યું. પરંતુ ત્યાં પણ તે બાવીશે કીડા તાપ, સુઘા અને તૃષાથી પીડા પામીને એક અંતર્મુહૂર્તમાં મરણ પામ્યા. ત્યાંથી તેઓ સાઘારણ વનસ્પતિકાયમાં મોઘજાતિના કંદમાં ઉત્પન્ન થશે. ત્યાં તે કંદને ખોદતાં તેઓ સર્વે મરીને પૃથ્વીકાય આદિ પાંચે એકેંદ્રિયમાં જઘન્ય અને મધ્યમ સ્થિતિના આયુષ્યવાળા થશે. ત્યાંથી મરીને તે જ કામલતા વેશ્યાના ઉદરમાં કરમિયા થશે. ત્યાં વિરેચનના પ્રયોગથી તેઓ મરણ પામીને મળદ્વારે બહાર નીકળશે, અને તેની જ વિષ્ટામાં તેઇંદ્રિયપણે ઉત્પન્ન થઈને તથા અંતર્મુહર્તમાં મરીને ફરીથી તે જ વિષ્ટામાં ચૌરિંદ્રિયપણે ઉત્પન્ન થશે. એવી રીતે તે જ વેશ્યાની વિષ્ટામાં, મૂત્રમાં, ઘૂંકમાં, બળખામાં અને નાકની લીંટ વગેરેમાં બેઇંદ્રિય તેઇદ્રિય ને ચૌરિંદ્રિયપણે સાત સાતવાર ઉત્પન્ન થશે. એ પ્રમાણે ઓગણત્રીશ ભવ કરશે. પછી ત્રીશમા ભવમાં તે બાવીશ જીવો તે જ વેશ્યાના ઘરની ખાળમાં સંમૂર્ણિમ દેડકા થશે. ત્યાં બેથી નવ દિવસનું આયુષ્ય ભોગવીને એકત્રીશમા ભવમાં તે વેશ્યાના ઘરને વિષે ગર્ભજ ઉંદર થશે. ત્યાં બેથી નવ માસના આયુષ્યને અંતે મરીને બત્રીશમા ભવને વિષે તે ગણિકાના આંગણામાં વિષ્ટા વગેરેનો આહાર કરનારા શકર (ભૂંડ) થશે. ત્યાં બેથી નવ વર્ષનું આયુષ્ય ભોગવીને તેત્રીશમા ભવને વિષે અવન્તિ નગરીમાં ચાંડાલના કુળમાં ઉત્પન્ન થશે. ત્યાં તે બાવીશ ચાંડાલો વૃદ્ધિ પામીને ઠંડસંસ્થાનવાળા, લાંબા દાંતવાળા, મોટા પેટવાળા, ગળી જેવા કૃષ્ણ વર્ણવાળા, જોવાને પણ અયોગ્ય, મનુષ્યોને દુગચ્છા ઉત્પન્ન કરનારા અને પોતાના નીચ કર્મમાં કુશળ થશે. એવા સમયમાં તે અગ્નિદત્ત! તે વેશ્યા વૃદ્ધ થવાથી દ્રવ્યને પોતાના ઘર્મમાં ખર્ચા, તાપસી દીક્ષારૂપ ઘર્મ સ્વીકારી મિથિલા નગરીથી નીકળીને કાશી દેશમાં ગંગા નદીને કાંઠે રહેલા તાપસી પાસે આવશે, અને તેમની પાસે શૌચમૂળ ઘર્મ અંગીકાર કરશે. ત્યાંથી ફરતી ફરતી અનુક્રમે અવંતિ દેશમાં રહેલી ક્ષિપ્રા નદીને કાંઠે આવશે. ત્યાં અનેક મનુષ્યો પાસે પોતાનો શૌચમૂળ ઘર્મ પ્રગટ કરશે અને કહેશે કે-“હે મનુષ્યો! શૌચમચી ઘર્મ બે પ્રકારનો છે, દ્રવ્યશૌચ તથા ભાવશૌચ. તેમાં જળ અને માટીથી દ્રવ્યશૌચ થાય છે, અને દર્ભ તથા મંત્રથી ભાવશૌચ કહેવાય છે. જે કાંઈ પણ અશુચિ થયું હોય તે સર્વને માટી લગાડીને પછી તેને શુદ્ધ જળથી ઘોવું જોઈએ, તેમ કરવાથી સર્વ વસ્તુ શુદ્ધ થાય છે. આ પ્રમાણે નિરંતર સાત વાર જળ વડે શુદ્ધિ કરવાથી પ્રાણીઓ મોક્ષપદને પામે છે.” ઇત્યાદિ તે વેશ્યા તાપસીનો ઉપદેશ સાંભળીને પેલા ચાંડાળો તે ઘર્મના રસિક થશે; તેથી બીજા બઘા દર્શનના તેમાં વિશેષે જૈન મુનિના તથા જૈન ચૈત્યોના વઘારે દ્વેષી થશે, અને તેમના અવર્ણવાદ બોલશે. છેવટે તેઓ વૈરાગ્ય પામીને તે વેશ્યા તાપસી પાસે તાપસી દીક્ષા લેશે. ત્યાર પછી પાંચ વર્ષે મરણ પામીને ચોત્રીશમા ભવે તે જ અવંતિ નગરીમાં ભાંડના કુળને વિષે ઉત્પન્ન થશે. ત્યાં અનેક પ્રકારની ભાંડચેષ્ટા કરીને પોતાની આજીવિકા ચલાવશે. એક વખત કુશસ્થલ નગરના રાજાની પાસે તેઓ ભાંડચેષ્ટા કરીને લોકોને હસાવશે. તે સમયે અષ્ટમ તપને પારણે કોઈ બે સાઘુઓ ગોચરીને માટે ત્યાંથી નીકળશે, તેને જોઈને પુરોહિતના કહેવાથી તે ભાંડો Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૬ એઓની હીલના કરશે, તોપણ તે સાધુઓ તો મૌન જ રહેશે. તેથી તે ભાંડો થાકીને સાધુઓને જવા દેશે. પછી હે અગ્નિદત્ત! તે ભાંડો એક વખત સાથે સૂતેલા હશે, તે સમયે તેમના પર અકસ્માત્ વિદ્યુત્પાત થશે, તેથી તેઓ મરણ પામશે. ત્યાંથી પાંત્રીશમા ભવને વિષે મધ્ય દેશમાં જુદા જુદા બ્રાહ્મણના કુળમાં ઉત્પન્ન થશે. ત્યાં અનુક્રમે વૃદ્ધિ પામીને ચૌદ વિદ્યામાં પ્રવીણ થશે. એક વખત તેઓ ધારાપુર નગરમાં યજ્ઞદત્ત નામના બ્રાહ્મણના નિમંત્રણથી તેના યજ્ઞમાં જશે. ત્યાં યજ્ઞમંડપનાં દ્વાર બંધ કરીને તેઓ અગ્નિકુંડમાં હોમ કરશે. તે વખત કુંડના અગ્નિની જ્વાળાથી બળતાં બળતાં તૃષાથી વ્યાકુળ થઈને આર્તધ્યાન વડે મરણ પામશે, અને ક્ષિપ્રા નદીના દ્રહમાં મત્સ્યપણે ઉત્પન્ન થશે. ઉપરાઉપરી સાત વાર જળચર યોનિમાં ઉત્પન્ન થશે. ત્યાર પછી નવ વાર પક્ષીઓમાં ઉત્પન્ન થશે અને પછી અગિયાર વાર પશુઓમાં ઉત્પન્ન થશે. એટલે સર્વ મળીને બાસઠ ભવ થશે; તેમાં છેલ્લા બાસઠમા ભવમાં તેઓ મૃગપણું પામશે. ત્યાં દાવાનળના અગ્નિથી બળીને ત્રેસઠમા ભવે તે બાવીશ ગોઠીલા પુરુષો મધ્યપ્રદેશમાં શ્રાવકના કુળમાં જુદાં જુદાં ઉત્પન્ન થશે. ત્યાં યુવાવસ્થા પામીને ધૃષ્ટ, પરને વંચન કરનારા, પૂર્વ ભવના મિથ્યાત્વપણાથી શુદ્ધ જૈનમાર્ગમાં પ્રત્યનિક અને દેવગુરુના નિંદક થશે, અને ઘણા મનુષ્યો પાસે કહેશે કે—‘પથ્થર તથા ઘાતુ વગેરેની બનાવેલી પ્રતિમાનું પૂજન કરવામાં હિંસા થાય છે તેથી તે પૂજન વ્યર્થ છે.’’ ઇત્યાદિ કુયુક્તિ વડે ચૈત્ય, ઘર્મ તથા આગમના ઉત્થાપક થશે. હવે પેલી વેશ્યાતાપસી ઈચોતેર અઠોતેર વર્ષ સુધી ગૃહસ્થાશ્રમ ભોગવ્યા પછી છવીશ વર્ષ તાપસીદીક્ષા પાળી કુલ એકસો ચાર વર્ષનું આયુષ્ય ભોગવીને સાત દિવસના અનશન વડે મરણ પામી વાણવ્યંતર યોનિમાં સુવચ્છ નામના દક્ષિણેન્દ્રની દેશે ઊણા અર્થ પલ્યોપમના આયુષ્યવાળી સુવચ્છા નામે દેવી થશે. ત્યાં વિભંગ જ્ઞાન વડે પૂર્વના ઘણા ભવના સંબંધવાળા તે બાવીશ વણિકોને જોઈને તે હર્ષ પામશે, તુષ્ટમાન થશે અને તેઓને સર્વ કાર્યમાં સહાય કરશે. તે દેવીના પ્રભાવે કરીને તેઓ સમૃદ્ધિવાળા થશે. પછી તેઓ સર્વ જન સમક્ષ હર્ષપૂર્વક ઉદ્ઘોષણા કરશે કે—‘હે મનુષ્યો! જુઓ, અમારા ધર્મનું પ્રત્યક્ષ ફળ કે અમે કેવું સુખ ભોગવીએ છીએ? તમે પણ અમારા ધર્મને અંગીકાર કરો. પથ્થરના બિંબની પૂજા કરવાથી અને છકાય જીવની હિંસા કરવાથી શું ફળ પામશો?’ ઇત્યાદિ વચનો કહેવા વડે તે બાવીશે ભ્રષ્ટ શ્રાવકો અનેક લોકોને કુમાર્ગમાં પાડશે. તે વખતે તીર્થંકરોએ નિરૂપણ કરેલા શ્રુતની હીલના થશે. શ્રમણ નિગ્રંથોનો ઉદય, પૂજા, સત્કાર થશે નહીં, અને ઘર્મનું પાલન કરવું અતિ દુષ્કર થઈ પડશે. પછી તે બાવીશે વાણીઆઓ આયુષને અંતે સોળ પ્રકારના મહારોગની પીડાથી અતિ કષ્ટ પામીને આર્તધ્યાન વડે મરણ પામશે, અને ઘમ્મા નામની પહેલી નરકના પ્રથમ પ્રસ્તરમાં દશ હજાર વર્ષના આયુષ્યવાળા નારકી થશે. ત્યાંથી નીકળ્યા પછી પણ અનેક યોનિમાં પરિભ્રમણ કરશે. શ્રી જિનાગમની હીલના કરવાના કારણથી તેમને બોધિરત્નની પ્રાપ્તિ અત્યંત દુર્લભ થશે.’’ આ પ્રમાણે સૂરિનાં વચન સાંભળીને અગ્નિદત્ત મુનિએ ફરીથી ગુરુને વંદના કરીને પૂછ્યું કે—‘હે સ્વામી! કયા કાળમાં એ શ્રુતનિંદકોની ઉત્પત્તિ થશે?’’ તેનો ઉત્તર જે યશોભદ્રસૂરિએ કહ્યો તેની વંગચૂલિકામાં જે ગાથાઓ છે તે આ પ્રમાણે Page #128 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૪૦] ઢુંઢક મત भणइ जस्सभद्दसुरि, सुओवओगेण अग्गिदत्तमुणि । सुसु महाभाय जहा, सुअहिलणमह जहा उदओ ॥ १ ॥ मुक्खाओ वीरपहुणो, दुसएहियएगनवइअहिएहिं । वरिसाइ संपइनिवो, जिणपडिमाराहओ होही ॥२॥ तत्तो अ सोलसएहिं, नवनवइसंजुएहिं वरिसेहि । ते दुठ्ठा वाणियगा, अवमन्नइस्संति सुयमेयं ॥३॥ मि समए अग्गिदत्ता, संघसुयजम्मरासिनक्खत्ते । अडतीसइमो दुठ्ठो, लगिस्सइ धूमकेउगहो ||४|| तस्स इि तिन्निसयो, तित्तिसा एगरासि वरिसाणं । तम्मियमीण पठ्ठो, संघस्स सुयस्स उदओ पच्छा ॥५॥ इय जस्सभद्दगुरुणं, वयणं सोच्चा मुणि सुवेरग्गो । पायाहिणं कुणंतो, पुणो पुणो वंदए पाए ॥ ६ ॥ आपुच्छीऊण सूरिं, सुगुरु तह भद्दबाहु संभूयं । संलेहणपवन्नो, गओग्गिदत्तो પમનેે ાણા ભાવાર્થ-‘યશોભદ્રસૂરિએ શ્રુતના ઉપયોગપૂર્વક અગ્નિદત્ત મુનિને કહ્યું કે હે મહાભાગ્યશાળી! શ્રુતની નિંદા અને ઉદય જેમ થવાનો છે તેમ સાંભળ–શ્રી વીરપ્રભુના નિર્વાણ પછી બસો એકાણું વર્ષે જિનપ્રતિમાનો આરાધક સંપ્રતિ રાજા થશે. ત્યાર પછી સોળસો ને નવાણું વર્ષે તે દુષ્ટ વાણિયાઓ શ્રુતની નિંદા કરશે. તે સમયે હે અગ્નિદત્ત! સંઘ અને શ્રુતની જન્મરાશિ ઉપર આડત્રીશમો ધૂમકેતુ નામનો ગ્રહ બેસશે. તે ગ્રહની સ્થિતિ એક રાશિ ઉપર ત્રણસો ને તેત્રીશ વર્ષની છે, તેથી તે જ્યાં સુધી વર્તશે ત્યાં સુધી આ લોકોના પંથનું રહેવું થશે; તે ઊતરશે એટલે સંઘનો અને શ્રુતનો ઉદય થશે. આ પ્રમાણે યશોભદ્ર ગુરુનું વચન સાંભળીને અત્યંત વૈરાગ્ય પામેલા અગ્નિદત્ત મુનિ ગુરુની પ્રદક્ષિણા કરતા સતા વારંવાર તેમના ચરણે નમસ્કાર કરવા લાગ્યા. પછી યશોભદ્રસૂરિની તથા ભદ્રબાહુ સ્વામી અને સંભૂતિવિજય ગુરુની આજ્ઞા લઈને અગ્નિદત્ત મુનિ અનશન કરી પ્રથમ દેવલોકમાં દેવ થયા.’’ ૧૧૯ ‘‘સિદ્ધાંત તથા ચૈત્ય આદિનો લોપ કરનારા અને મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહેલા તે બાવીશ વાણીઆઓ સંસારરૂપી કૂપમાં ચિરકાળ સુધી ભટકશે. માટે આગમને જાણનારા બીજાઓએ કદાપિ પણ તેમ કરવું નહીં.’’ !! પોડશ સ્તંભ સમાપ્ત || Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ સ્તંભ ૧૭ વ્યાખ્યાન ૨૪૧ ક્રોધનું ફળ बद्धं यद्येन क्रोधेन, वचसा पूर्वजन्मनि । रुदद्भिर्वेद्यतेऽवश्यं, तत्कर्मेह शरीरिभिः ॥ १ ॥ [સ્તંભ ૧૭ ભાવાર્થ-‘પ્રાણીઓએ પૂર્વ જન્મમાં વચન વડે કરીને ક્રોધથી જે કર્મ બાંધ્યું હોય તે કર્મ આ જન્મમાં પ્રાણીઓને રોતાં રોતાં પણ અવશ્ય ભોગવવું પડે છે.’' આ વિષે દૃષ્ટાંત નીચે પ્રમાણે— અમરદત્ત ને મિત્રાનંદની કથા અમરપુર નગરમાં મકરધ્વજ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને મદનસેના નામની પટ્ટરાણી હતી. એકદા તેણે રાજાના મસ્તકપર ઊગેલો એક પળી (ઘોળો વાળ) કાઢીને રાજાને દેખાડ્યો. તે જોઈને રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો, તેથી રાણી સહિત તેણે તાપસી દીક્ષા ગ્રહણ કરી. અન્યદા ગુપ્ત ગર્ભવાળી રાણી તાપસીએ પુત્ર પ્રસવ્યો. પરંતુ અયોગ્ય આહારના પ્રભાવથી તે મૂર્છાગત થઈને મરણ પામી. તે જોઈને રાજા તાપસ ચિંતાતુર થયો. પછી તેણે પોતાના કોઈ સગા શ્રેષ્ઠીને તે પુત્ર પાળવા આપ્યો. શ્રેષ્ઠીએ તે પોતાની સ્ત્રીને આપ્યો. તે પુત્રનું નામ અમરદત્ત રાખ્યું. અનુક્રમે તે યુવાવસ્થા પામ્યો. તેને મિત્રાનંદ નામે એક મિત્ર થયો. એકદા તે બન્ને મિત્રો સિપ્રા નદીને કાંઠે આવેલા એક વડની પાસે મોઈ દંડા રમતા હતા. તે વખતે અમરદત્તે દંડ વડે મોઈ ઉછાળી. તે વડ વૃક્ષે બાંધેલા કોઈ ચોરના મૃતકના મુખમાં પડી. તે જોઈને હસતાં હસતાં મિત્રાનંદે મિત્રને કહ્યું કે, ‘‘આ અદ્ભુત બનાવ તો જુઓ!’’ ત્યારે તે ચોરનું શબ બોલ્યું કે—અરે! તું કેમ હસે છે? તારી પણ આવી જ દશા થશે, અને આ જ પ્રમાણે તારા મુખમાં પણ મોઈ પડશે.’’ તે સાંભળીને મિત્રાનંદ ભય પામ્યો, અને કોઈ પણ ઠેકાણે રતિ પામ્યો નહીં. તેને શાંત કરવા માટે અમરદત્ત શિખામણ દેવા લાગ્યો કે—‘હે મિત્ર! મૃતકમાં પ્રવેશ કરેલા વ્યંતરના વચનથી કેમ ભય પામે છે? તેણે તો તને મશ્કરીમાં કહ્યું હશે, તો પણ તું ઉદ્યમ કર. કહ્યું છે કે आपन्निमित्तदृष्टाऽपि जीवितांतविधायिनी । शांता पुरुषकारेण, ज्ञानगर्भस्य मंत्रिणः ॥ १ ॥ ભાવાર્થ-‘પ્રાણનો નાશ કરનારી આપત્તિ, નિમિત્ત વડે જાણ્યા છતાં પણ પુરુષાર્થ વડે જ્ઞાનગર્ભ નામના મંત્રીની શાંત થઈ.’ માટે આપણે આ સ્થાન છોડીને બીજે ઠેકાણે જઈએ.’’ પછી તુલ્ય સુખ દુઃખવાળા તે બન્ને મિત્રો ત્યાંથી નીકળીને પાટલીપુર નજીક જઈ પહોંચ્યા. ત્યાં વૃક્ષ વગેરેથી સુશોભિત એક ઉપવનમાં ઊંચો મહેલ જોઈને તેમાં પેઠા, અને બાગની શોભા જોતાં જોતાં મહેલમાં ગયા. ત્યાં જાણે સાક્ષાત્ બ્રહ્માએ બનાવી હોય તેવી એક રૂપવતી જુવાન સ્ત્રીની ૧. જે ગર્ભનો દેખાવ ન જણાય ગૂઢગર્ભ કહેવાય છે. રાણીને પ્રથમ સંસારીપણામાં ગર્ભ રહેલો તે ન જણાવાથી તાપસી થયેલી, નહીં તો ગર્ભિણી સ્ત્રી તાપસી થઈ શકતી નથી. Page #130 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૪૧] ક્રોઘનું ફળ ૧૨૧ પૂતળી જોવામાં આવી. તેના રૂપ તથા લાવણ્યને જોઈને અમરદત્ત મોહ પામી ગયો. તેથી તે ત્યાંથી આઘો પાછો પણ જાય નહીં, ત્યાં જ સ્થિર થઈ ગયો. મિત્રાનંદ તેને વારંવાર ગામમાં જવાનું કહેતા થાકી ગયો, છેવટે તે બોલ્યો કે “હે મિત્ર અમરદત્ત! આ પથ્થરની પૂતળી ઉપર પ્રીતિ બાંધીને શું ઊભો છે? કેમકે આકાશને મંથન કરવાની જેમ તારી ઇચ્છા નિષ્ફળ છે.” અમરદત્તે કહ્યું કે-“હે મિત્ર! જો હું અહીંથી ચાલીશ તો જરૂર મારું મૃત્યુ થશે.” તે સાંભળીને મિત્રાનંદ અત્યંત રોવા લાગ્યો. એટલે અમરદત્ત પણ તે પૂતળી વિના રહેવાને અશક્ત હોવાથી રોવા લાગ્યો. તેવામાં તે પ્રાસાદ કરાવનાર શ્રેષ્ઠી ત્યાં આવી ચડ્યો. તેણે બન્નેને રોતાં જોઈને પૂછ્યું કે-“હે ભાઈ! તમે બન્ને કેમ રડો છો?” ત્યારે મિત્રાનંદે સર્વ વૃત્તાંત કહી બતાવીને પૂછ્યું કે–“હે પિતા! આ સંકટમાં હવે શો ઉપાય કરવો?” શ્રેષ્ઠી બોલ્યો કે-“આ પૂતળી બનાવનાર કારીગર સોપારકપુરમાં રહે છે તેને પૂછો, તે મર્મ બતાવશે.” મિત્રાનંદ બોલ્યો કે-“હે પિતા! જો તમે આ મારા મિત્રની સંભાળ રાખો તો હું સોપારકપુરે જઈને તે કારીગરને પૂછું કે-“આ પૂતળી તેણે સ્વભાવથી જ ઘડી છે કે કોઈ વર્તમાન સ્ત્રીનું રૂપ જોઈને ઘડી છે?” જો કદાચ આવી કોઈ પણ કન્યા હશે, તો હું મારા મિત્રના મનોરથ પૂર્ણ કરીશ.” તે સાંભળી શ્રેષ્ઠીએ અમરદત્તની સંભાળ રાખવાનું અંગીકાર કર્યું. ત્યારે અમરદત્ત બોલ્યો કે–“હે મિત્ર! તું જાય છે, પણ જો હું તને આપત્તિ પ્રાપ્ત થયાનું સાંભળીશ તો મારા પ્રાણ નાશ પામશે.” મિત્રાનંદ બોલ્યો કે-“જો હું બે માસમાં પાછો ન આવે તો મિત્ર નથી એમ જાણજે.” આ પ્રમાણે તેને ધૈર્ય આપીને મિત્રાનંદ સોપારકપુરે પહોંચ્યો અને ઉત્તમ વેષ ઘારણ કરીને તે કારીગરને ઘેર ગયો. કારીગરે તેનો સત્કાર કરી આવવાનું કારણ પૂછ્યું, ત્યારે મિત્રાનંદે કહ્યું કે–“મારે એક દેવળ બંઘાવવાની ઇચ્છા છે પરંતુ કોઈ પણ ઠેકાણે તમારું બાંધેલું દેવળ હોય તો દેખાડો.” કારીગર બોલ્યો કે-“પાટલીપુરમાં મેં મારા હાથથી એક પ્રાસાદ કર્યો છે, તે તમે જોયો છે?” મિત્રાનંદે કહ્યું કે-“હા, જોયો છે, પણ તે પ્રાસાદમાં એક પૂતળી છે, તેનું રૂપ તમે તમારી બુદ્ધિકલ્પનાથી કર્યું છે? કે એવું રૂપ સાક્ષાત્ કોઈ ઠેકાણે જોઈને કર્યું છે?” કારીગરે કહ્યું કે–“અવન્તિ નગરીના રાજાની પુત્રી રત્નમંજરીનું સ્વરૂપ જોઈને તે પૂતળી મેં કરી છે.” ત્યારે મિત્રાનંદે તેને કહ્યું કે-“ઠીક ત્યારે હું સારું મુહર્ત જોઈને તમારી પાસે આવીશ, તમે તૈયાર થઈ રહેજો.” એમ કહીને તે અવન્તિ નગરીએ ગયો અને ગામના દરવાજા પાસે એક દેવાલય હતું તેમાં તેણે નિવાસ કર્યો. તેવામાં તેણે કોઈ એક ગૃહસ્થ કરાવેલી ઉદ્ઘોષણા સાંભળી કે–“રાત્રિના ચાર પહોર સુધી આ મડદાનું જે રક્ષણ કરે તેને એક હજાર સોનામહોર હું આપીશ.” આ પ્રમાણે સાંભળીને મિત્રાનંદે શબરક્ષણ અંગીકાર કર્યું. તે વખતે તેને લોકોએ શિખામણ આપી કે–“આ નગરમાં મોડી રાતે ગામના દરવાજા બંઘ થઈ ગયા પછી જે કોઈ મરી જાય તેના મૃતકને મારી ખાઈ જાય છે; માટે તારામાં તેનાથી રક્ષણ કરવાનું સામર્થ્ય હોય તો તું આ કાર્ય અંગીકાર કરજે.” મિત્રાનંદે કહ્યું કે–“વીર પુરુષોને આમાં મોટું કાર્ય શું છે?” પછી તે ગૃહસ્થ ઠરાવના અર્ધા રૂપિયા તથા શબ સોંપ્યું, અને બાકીના રૂપિયા પ્રાતઃકાળે આપીશ, એમ કહીને તે પોતાને ઘેર ગયો. અહીં મિત્રાનંદ શબનું રક્ષણ કરવા રહ્યો. ત્યાં મધ્યરાત્રિએ ભૂત, પ્રેત વગેરેના ઉપસર્ગો થવા લાગ્યા, પણ તેણે તે ઘેર્યથી દૂર કર્યા, અને આખી રાત્રિ શબનું રક્ષણ કર્યું. પ્રાતઃકાળે તે શબને લઈ જઈને તેના સ્વજનોએ ૧. મરકી અથવા કોઈ દેવી વિશેષ. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૭ અગ્નિદાહ કર્યો. પછી મિત્રાનંદે શરત પ્રમાણે બાકીના રૂપિયા માગ્યા, પણ શ્રેષ્ઠીએ આપ્યા નહીં. ત્યારે તે બોલ્યો કે-“હવે તો તે દ્રવ્ય અહીંના રાજાની સમક્ષ લઉં તો જ હું વિરાગ્રણી ખરો.” પછી તે સુંદર વેષ ધારણ કરીને રાજાની માનિતી વેશ્યાને ઘેર ગયો. તે વેશ્યાએ તેનો સત્કાર કર્યો. મિત્રાનંદે રાત્રિ રહેવા માટે ચારસો સોનામહોર વેશ્યાની માતાને આપી. તેથી હર્ષ પામીને તે અક્કાએ પોતાની પુત્રી કે જે રાજાની વેશ્યા હતી તેને કહ્યું કે-“હે પુત્રી! આ યુવકની ઉત્તમ સેવા બજાવજે.” પછી રાત્રે સર્વ ભોગસામગ્રી તૈયાર કરી શૃંગાર સજીને વેશ્યા શયનગૃહમાં આવી. તે વખતે મિત્રાનંદે વિચાર્યું કે–“વિષયમાં આસક્ત થયેલા મનુષ્યોનાં કાર્ય સિદ્ધ થતાં નથી.” એમ નિશ્ચય કરીને તે વેશ્યા પ્રત્યે બોલ્યો કે-“હે કલ્યાણી! એક પાટલો લાવ, જેથી હું ઇષ્ટ દેવનું સ્મરણ કરું.” એટલે તે તરત જ એક સુવર્ણનો પાટલો લાવી. તેના પર મિત્રાનંદ પદ્માસન વાળીને બેઠો. તેની સામે વેશ્યાએ અનેક હાવભાવ કર્યા, પરંતુ તેનું મન ચલિત થયું નહીં. આખી રાત્રિ એ જ પ્રમાણે નિર્ગમન કરીને પ્રભાતે ત્યાંથી નીકળી બીજે સ્થાને ગયો. બીજી રાત્રિ પણ તેણે તે જ પ્રમાણે નિર્ગમન કરી. તે વૃત્તાંત સાંભળીને અક્કાએ તેને કહ્યું કે-“હે ભદ્ર! આ મારી પુત્રી રાજાઓને પણ દુર્લભ છે છતાં તું તેની કેમ અવગણના કરે છે?” મિત્રાનંદ બોલ્યો કે-“સમય આવ્યું હું સર્વ કહીશ; પરંતુ હું તને પૂછું છું કે–“રાજગૃહમાં તારો પ્રવેશ છે કે નહીં?” ” અક્કાએ જવાબ આપ્યો કે-“આ મારી પુત્રી રાજાની ચામરઘારિણી છે, અને રાજાની પુત્રી રત્નમંજરી મારી પુત્રીની સખી છે.” તે સાંભળી મિત્રાનંદે રાજવેશ્યાને કહ્યું કે-“હે ભદ્ર! તું આજે રત્નમંજરોને કહેજે કે–“હે સખી! જેને ગુણનો સમૂહ મેં સાંભળ્યો છે, અને તેથી રાગ ઉત્પન્ન થવાને લીધે તે જેના પર પત્ર લખ્યો હતો તે અમરદત્તનો મિત્ર તારા પ્રિયનો પત્ર લઈને અહીં આવ્યો છે. એ પછી તે વેશ્યાએ રત્નમંજરી પાસે જઈને કહ્યું કે–“હે સખી! આજે હું તારા પ્રિયના સમાચાર કહેવા આવી છું.” ત્યારે હસીને વિસ્મયપૂર્વક તે બોલી કે “કોણ મારો પ્રિય છે?” ત્યારે તે વેશ્યાએ સમગ્ર સમાચાર કહ્યા. તે સાંભળીને રાજપુત્રીએ વિચાર્યું કે–“ખરેખર આ કોઈ અલૌકિક ઘૂર્ત હોવો જોઈએ; કેમકે આજ સુધી મારો કોઈ પણ પ્રિય નથી. પરંતુ જેણે આવું કપટજાળ રચ્યું છે તેને દ્રષ્ટિએ તો જોવો જોઈએ.” એમ વિચારીને તેણે વેશ્યાને કહ્યું કે–“હે સખી! મારા પ્રિયનો સંદેશો લાવનાર તે માણસને મારા પ્રિયના પત્ર સહિત આજે આ બારીને રસ્તે અહીં લાવજે.” તે વેશ્યાએ ઘેર આવીને સર્વ વૃત્તાંત મિત્રાનંદને કહ્યો. પછી તે રાત્રે અક્કાએ બતાવેલા રસ્તા વડે સાત કિલ્લાનું ઉલ્લંઘન કરીને તે રાજકન્યાના નિવાસગૃહમાં ગયો. અક્કાએ પોતાની પુત્રી પાસે તેના ધૈર્યની પ્રશંસા કરી. અહીં રાજપુત્રી તેનું ધૈર્ય, પ્રિયના પત્રમાંનું લેખનચાતુર્ય, તેમજ તેનું રૂપ, લાવણ્ય અને વચનકળાનું કૌશલ્ય જોઈને જાણે ખંભિત થઈ ગઈ હોય તેમ એક અક્ષર પણ બોલ્યા વિના સ્થિર થઈ ગઈ. તે વખતે મિત્રાનંદે હિંમત કરીને તેના હાથમાંથી રાજાના નામવાળું કડું કાઢી લીધું, અને તેની જંઘા ઉપર છરી વડે ત્રિશૂળની આકૃતિ કરી. પછી ત્યાંથી નીકળી અક્કાને ઘેર ગયો. રાજકુમારી તેના ગુણોથી આક્ષિપ્ત થઈ સતી વિચારવા લાગી કે–“ખરેખર તે સામાન્ય પુરુષ નહોતો, માટે મેં તેની સાથે સંભાષણ પણ કર્યું નહીં તે સારું કર્યું નહીં.” ઇત્યાદિ વિચાર કરતાં તે પાછલી રાતે નિદ્રાવશ થઈ. Page #132 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૪૧] ક્રોધનું ફળ ૧૨૩ હવે પ્રાતઃકાળે મિત્રાનંદે રાજા પાસે જઈને ફરિયાદ કરી કે—‘હે રાજા! અખંડિત આજ્ઞાવાળા આપ રાજ્ય કરતાં છતાં અમુક શ્રેષ્ઠી મારું માગણું ધન આપતો નથી. આપ તો લોકપાળ છો, તેથી તેવા દુષ્ટનો નિગ્રહ કરવો જોઈએ.’’ તે સાંભળીને રાજાએ પોતાના સિપાઈઓ મોકલી તે શ્રેષ્ઠીને બોલાવ્યો. શ્રેષ્ઠીએ બધો વ્યતિકર જાણ્યો, એટલે રાજસભામાં આવતાં જ પ્રથમ મિત્રાનંદને તેનું બાકી રહેલું દ્રવ્ય આપીને પ્રણામપૂર્વક રાજાને કહ્યું કે−‘‘પિતાની પાછળના લોકાચારમાં ગૂંથાવાથી તથા પિતાના વિરહના શોકથી ઘન આપવામાં વિલંબ થયો હતો.’’ રાજાએ તેની વાત સત્ય માનીને તેને રજા આપી. પછી રાજાએ મિત્રાનંદને પૂછ્યું કે—“તેં રાત્રે મૃતકનું રક્ષણ શી રીતે કર્યું?”’ તે બોલ્યો કે—“હે રાજા! તે રાત્રિએ ભૂત, વેતાલ, રાક્ષસ, શાકિની, વ્યંતર વગેરે અનેક પ્રકારના શસ્રો સહિત આવ્યા હતા; તેઓની સાથે મેં રાત્રીના ત્રણ પહોર સુધી ઘણું યુદ્ધ કર્યું. છેવટે તે સર્વ ગુરુએ આપેલા મંત્રના બળથી નાસી ગયા. પછી ચોથે પહોરે કોઈ એક અપ્સરા જેવી સ્ત્રી મારી પાસે આવી. તેણે દિવ્ય વસ્ત્ર ધારણ કર્યા હતાં, વિવિધ પ્રકારનાં આભૂષણથી શોભિત હતી, કેશ છૂટા મૂકેલા હોવાથી ભયંકર લાગતી હતી. મુખમાંથી અગ્નિની જ્વાળા કાઢતી હતી અને હાથમાં કર્ગીકા રાખેલી હતી. તે સ્ત્રીએ મને કહ્યું કે—હૈ દુષ્ટ! આજે તને જ ખાઈ જઈશ.' મેં તેને જોઈને વિચાર્યું કે—‘લોકો કહેતા હતા તે મારી, ખરેખર આ જ છે.' તેથી હું તેની સાથે ભયંકર યુદ્ધ કરવા લાગ્યો તે અને ચમત્કારથી તેનો હાથ મરડીને તેના હાથમાંથી સુવર્ણનું કંકણ કાઢી લીધું. છેવટે તે નાસવા લાગી એટલે મેં તેની જમણી જંઘામાં છરી વડે ત્રિશૂળનું ચિહ્ન કર્યું.” આ પ્રમાણે સાંભળવાથી રાજા આશ્ચર્ય પામીને બોલ્યા કે—“તેં મારીના હાથમાંથી ખેંચી લીધેલું કડું બતાવ.’’ મિત્રાનંદે તે કડું બતાવ્યું, એટલે રાજા પોતાનું નામાંકિત કડું જોઈને વિચાર કરવા લાગ્યો કે—‘“અહો! શું મારી કન્યા જ મરકી ઠરી? કેમકે આ ભૂષણ તેનું છે.’’ એમ વિચારીને તેની ખાતરી કરવા માટે શૌચનું મિષ કરીને રાજા મહેલમાં ગયો. જઈને જુએ છે તો કન્યા સૂતેલી હતી, તેના હાથમાં કંકણ નહોતું, અને જંઘા પર કરેલાં ચિહ્ન ઉપર લૂગડાનો પાટો બાંધેલો હતો. તે જોઈને રાજા જાણે વજ્રથી હણાયો હોય તેવો થયો, અને બોલ્યો કે—“અહો! આ પુત્રીએ મારા વંશમાં કલંક લગાડ્યું.'' પછી રાજાએ સભામાં જઈને ગુપ્ત રીતે મિત્રાનંદને કહ્યું કે—“હે ભદ્ર! મારી પુત્રી જ મરકી ઠરે છે, તેમાં કાંઈ સંદેહ નથી; તેથી તેનો નિગ્રહ કર.'’ તે બોલ્યો કે–“હે રાજા! આપના કુળમાં એવું હોય નહીં.'' રાજાએ કહ્યું કે—‘નહીં, હું સત્ય જ કહું છું. માટે તે સર્વ પ્રજાને મારી ન નાંખે, તેટલામાં તું કોઈ પણ ઉપાયથી તેનો નિગ્રહ કર.'' મિત્રાનંદે કહ્યું કે—‘પ્રથમ મને જોવા દો, કે તે મારાથી સાઘ્ય છે કે નહીં?’’ રાજાએ કહ્યું કે–‘સ્વેચ્છાથી જઈને જો.'' એટલે મિત્રાનંદ રાજકન્યા પાસે ગયો. તેણે તેને ઓળખ્યો અને તેને બેસવા માટે આસન આપ્યું. પછી મિત્રાનંદ બોલ્યો કે “હે સુભ્રૂ! મેં તને કલંક આપ્યું છે; માટે હવે તારે અહીં રહેવું યોગ્ય નથી. પરંતુ તું ચિંતા કરીશ નહીં, તને સારે સ્થાને લઈ જઈશ.’’ તે સાંભળીને તેના ગુણોથી આધીન થયેલી રાજકન્યા બોલી કે—‘આ મારા પ્રાણ પણ તમારે આઘીન છે.’’ કહ્યું છે કે अंधो नरपतेश्चित्तं व्याख्यानं महिला जलम् । तत्रैतानि हि गच्छंति, नीयंते यत्र शिक्षकैः ॥ १ ॥ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૭ ભાવાર્થ-“આંઘળો, રાજાનું ચિત્ત, વ્યાખ્યાન (કથા), સ્ત્રી અને જળ એને જ્યાં લઈ જઈએ ત્યાં તેઓ જાય છે. અર્થાત્ આંધળાને જેટલી પૃથ્વી અને જે બાજુ ચલાવો તેટલું ચાલે છે, રાજાનું ચિત્ત જે બાજુ વાળો તે બાજુ વળે છે, કથાનો પ્રવાહ જે બાજુ વહેવરાવો તે બાજુ વહે છે, સ્ત્રીને જ્યાં લઈ જાઓ કે મોકલો ત્યાં જાય છે અને જળ જે બાજુ નીક કરી આપો તે તરફ વહે છે.” મિત્રાનંદે કહ્યું કે-“રાજાની સમક્ષ તારા ઉપર હું સર્ષવના દાણા નાંખું ત્યારે તારે ફૂત્કાર કરવા.” તે વાત રત્નમંજરીએ કબૂલ કરી. એટલે તેણે રાજા પાસે જઈને કહ્યું કે-“હે સ્વામી! આપે કહ્યું તે સત્ય છે. પણ એક સાંઢ તૈયાર કરો, આજ રાત્રે મંત્રના બળથી તેને સાંઢ ઉપર બેસાડીને હું લઈ જઈશ. પછી માર્ગમાં જ્યાં સૂર્યોદય થશે ત્યાં તે મારી રહેશે.” તે સાંભળીને ભય પામેલા રાજાએ એક વાયુના સરખી વેગવાળી સાંઢ મંગાવી તેને આપી. સંધ્યા સમયે તે રાજકુમારીના કેશ પકડી મિત્રાનંદે તેના ઉપર સર્ષવના દાણા છાંટ્યા, એટલે તે ફંફાડા મારવા લાગી. પછી તેને સાંઢ ઉપર બેસાડીને તે ચાલતો થયો. રાજા ગામના દરવાજા બંધ કરાવીને પોતાના મહેલમાં ગયો. મિત્રાનંદ પણ મિત્રની પત્ની હોવાથી માતા પ્રમાણે તેની ભક્તિ કરવા લાગ્યો. અહીં અમરદત્ત મિત્રને બે માસનો અવધિ પૂર્ણ થવાથી ચિતા કરીને તેમાં પ્રવેશ કરવાની તૈયારી કરતો હતો, તેવામાં કાકતાલીય ન્યાયની જેમ મિત્રાનંદ અને રત્નમંજરી આવીને તેને મળ્યા. તે જ વખતે તે જ ચિતાના અગ્નિની તથા નગરના લોકોની સાક્ષીએ તેની સાથે પાણિગ્રહણ કર્યું. નગરના લોકો તે સ્ત્રીના સ્વરૂપની, મિત્રાનંદના શૈર્યની અને અમરદત્તના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. હવે તે જ સમયે તે નગરનો રાજા અપુત્રીઓ મરણ પામ્યો; તેથી બીજો રાજા મુકરર કરવા માટે પ્રઘાનોએ મળીને પંચદિવ્ય કર્યા. તેણે ફરતાં ફરતાં નગર બહાર આવીને અમરદત્તના ઉપર કળશ ઢોળ્યો, તેથી તેને મોટા ઉત્સવપૂર્વક રાજ્યનો સ્વામી કર્યો. પછી તેણે મિત્રને મંત્રીપદ આપ્યું, અને રત્નસારને નગરશેઠ બનાવ્યો. આ પ્રમાણે તે અખંડિત આજ્ઞાથી રાજ્ય ચલાવવા લાગ્યો. મિત્રાનંદ રાજ્યકાર્યમાં ગૂંથાયો હતો, તો પણ શબનું વચન કદી પણ વિસ્મરણ થતું નહોતું, તેથી તેણે અમરદત્ત રાજાને કહ્યું કે “આપણું નગર અહીંથી નજીક છે, તેથી મારું મન ઘણું દુઃખી રહ્યા કરે છે, માટે મને દૂર દેશ જવાની રજા આપો.” રાજાએ કહ્યું-“હે મિત્ર! જો એમ છે, તો આપણા નોકરોને સાથે લઈને તું વસંતપુરે જા, પરંતુ હમેશાં કુશળ સમાચાર મોકલ્યા કરજે.” પછી મિત્રાનંદે શુભ દિવસે ત્યાંથી પ્રયાણ કર્યું. તેના જવાથી તેના વિયોગે કરીને પીડા પામતો રાજા તેના કુશળ સમાચાર નિરંતર ઇચ્છતો હતો, પણ ઘણા દિવસો ગયા છતાં તેનું કાંઈ પણ વૃત્તાંત તેના જાણવામાં આવ્યું નહીં. તેથી ગભરાયેલા ચિત્તે તેણે રાણીને કહ્યું કે-“અરે! મિત્રાનંદની કાંઈ પણ વાર્તા સંભળાતી નથી.” રાણી બોલી કે–“હે પ્રાણનાથ! જ્ઞાની ગુરુ વિના સંશય નાશ પામે તેમ નથી.” અન્યદા વનપાળે આવીને રાજાને વિનંતિ કરી કે-“હે સ્વામી! આજે આપના ઉદ્યાનમાં જ્ઞાનભાનુ નામના ગુરુમહારાજ પઘાર્યા છે. તે સાંભળીને રાજાએ વનપાળને વધામણી આપી, અને રાણીને સાથે લઈને મોટા ઉત્સવપૂર્વક તે ગુરુ પાસે ગયો; ગુરુને વાંદીને યોગ્ય આસને બેઠો. ગુરુએ અનેક જનોએ પૂછેલા સંશયના ખુલાસા આપ્યા, તે સાંભળીને રાજાએ પ્રત્યક્ષ જ્ઞાનવાળા ૧ પુત્ર વિનાનો, વાંઝિયો. ૨ હાથી, ઘોડા, કળશ, છત્ર અને ચામર એ પાંચ દિવ્ય કરવામાં આવે છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૪૧] ક્રોઘનું ફળ ૧૨૫ ગુરુને પોતાના મિત્રની હકીકત પૂછી, તેથી ગુરુએ કહ્યું કે-“હે રાજ! તારો મિત્ર અહીંથી ચાલીને ઘણે દૂર પહોંચ્યા પછી એક પર્વતની પાસે નદીને કાંઠે પડાવ કરીને રહ્યો હતો, અને તારા સેવકો જમવામાં રોકાયા હતા, તે વખતે ઓચિંતી ચોરની ઘાડ પડી, તેઓએ તારા સર્વ સેવકોનો પરાજય કર્યો, અને મિત્રાનંદ એકલો ત્યાંથી નાસી ગયો. તે કોઈક વટ વૃક્ષની નીચે સૂતો હતો, તેવામાં સર્વે તેને ડસ્યો. તે સમયે કોઈ તપસ્વી ત્યાં આવ્યા. તેણે તેનું વિષ ઉતાર્યું. ત્યાંથી મિત્રાનંદ તારી પાસે આવતો હતો, તેટલામાં માર્ગમાં ચોરલોકોએ તેને પકડ્યો, અને એક વાણિયાને ત્યાં વેચ્યો. તે વણિકે પારસકુળ તરફ જતાં રસ્તામાં અવંતિ નગરીની બહાર પડાવ કર્યો. રાત્રિએ સમય જોઈને તારો મિત્ર બંધન તોડીને નાઠો. ગામની ખાળને રસ્તે તે ગામમાં પેસવા જતો હતો, એટલામાં રાજાના સિપાઈઓએ તેને દીઠો, એટલે ચોર જાણી ચોરની જેમ પકડીને બાંધ્યો. પ્રાતઃકાળ થતાં રાજાના હુકમથી તેને પૂર્વોક્ત વટ વૃક્ષ ઉપર જ મારી નાખવા માટે બાંધવામાં આવ્યો. તે વખતે તારો મિત્ર વિચાર કરવા લાગ્યો કે–અહો! શબનું કહેલું વાક્ય સારું થયું. કહ્યું છે કે यत्र वा तत्र वा यातु, यद्वा तद्वा करोत्वसौ । तथाऽपि मुच्यते प्राणी, न पूर्वकृतकर्मणः॥१॥ ભાવાર્થ–પ્રાણી ગમે ત્યાં જાઓ અથવા ગમે તે ઉપાય કરો પરંતુ તે પૂર્વે કરેલાં કર્મોથી કોઈ પ્રકારે મુક્ત થતો નથી.” ત્યાં મિત્રાનંદ મરણ પામ્યો. પછી એક દિવસ ગોવાળિયાના બાળકો તે વડની પાસે રમતા હતા, તેની કોઈ ઊછળીને તેના મુખમાં પડી.” આ પ્રમાણે ગુરુના મુખથી સાંભળીને રાજા અત્યંત રુદન કરવા લાગ્યો. રાણી પણ વિલાપ કરતાં બોલી કે यदाऽहं भवताऽऽनीता, तदाऽनेके विनिर्मिताः । उपायाः स्ववितत्तौ ते, क्व गता हा महामते ॥१॥ ભાવાર્થ-“હે દિયર! જ્યારે તમે મને અહીં લાવ્યા તે વખતે તમે ઘણા ઉપાયો કર્યા હતા, છતાં હે બુદ્ધિશાળી! આજે તમારી વિપત્તિમાં તે સર્વ ઉપાયો ક્યાં ગયા?” ગુરુએ રાજાને તથા રાણીને કહ્યું કે शोकोऽवश्यं परित्यज्य, राजन् धर्मोद्यमं कुरु । येनेदृशानां दुःखानां, भाजनं नोपजायते ॥१॥ ભાવાર્થ-“હે રાજનું! શોકનો ત્યાગ કરીને ઘર્મમાં ઉદ્યમ કરો, જેથી ફરીથી આવા દુઃખોનું સ્થાન થવાય નહીં, અર્થાત્ આવાં દુઃખો ફરીથી આવે નહીં.” રાજાએ ગુરુને ફરીથી પૂછ્યું કે-“હે સ્વામી! તે મારો મિત્ર મરીને ક્યાં ઉત્પન્ન થયો?” ગુરુએ કહ્યું કે-“હે રાજા! તે તારી રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો છે, અને અનુક્રમે રાજા થશે.” ફરીને રાજાએ પોતાના, રાણીના અને મિત્રના પૂર્વભવ પૂગ્યા. ત્યારે ગુરુએ કહ્યું કે-“હે રાજા! તું આજથી ત્રીજે ભવે ક્ષેમંકર નામે કણબી હતો. સત્યશ્રી નામે તારે પત્ની હતી અને ચંદ્રસેન નામનો ચાકર હતો. તે ચાકર એકદા તારા ખેતરમાં કામ કરતો હતો, તે વખતે તેણે બીજાના ખેતરમાંથી કોઈક મુસાફરને ઘાન્યની શીંગો લેતા જોયો. તે જોઈને ચંદ્રસેન બોલ્યો કે-“આ મહાચોરને ઊંચો Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૭ બાંધીને લટકાવો.' એવા વચનથી તેણે મહા આકરું કર્મ બાંધ્યું. સત્યશ્રીએ પણ કોઈ વખત પોતાના પુત્રની વહુને કહ્યું કે—‘ડાકણની જેમ ઉતાવળી ઉતાવળી શું ખાય છે? ઘીરે ધીરે કેમ ખાતી નથી કે જેથી ગળું તો રુંધાય નહીં?’ એમ કહેવાથી તેણે પણ કર્મ બાંધ્યું. એકદા ક્ષેમંકરે ચાકરને કહ્યું કે-‘આજે અમુક ગામ જવાનું છે, માટે જા.' ત્યારે ચાકર બોલ્યો કે—‘આજે મારા સ્વજનોને મળવા સારુ હું ઉત્સુક છું, તેથી નહીં જઈ શકું.' ક્ષેમંકરે કોપથી કહ્યું કે ‘ભલે તારા સ્વજનનો મેળાપ ન થાય,પણ જવું પડશે.’ એવામાં કોઈ બે મુનિ ગોચરી માટે પઘાર્યા. તેમને જોઈને ક્ષેમંકરે પોતાની સ્ત્રીને કહ્યું કે–‘આ મહર્ષિઓને મોટા હર્ષપૂર્વક પ્રાસુક અને એષણીય અન્ન વહોરાવ.’ તે વખતે પેલા ચાકરે મનમાં વિચાર કર્યો કે—‘આ દંપતીને ધન્ય છે કે જેઓ સંપૂર્ણ ભક્તિપૂર્વક મુનિને દાન આપે છે.' તેવામાં તે ત્રણેના ઉપર અકસ્માત્ વીજળી પડવાથી તે ત્રણે એકી વખતે મરણ પામ્યા. તેમાં ક્ષેમંકરનો જીવ તું અમરદત્ત થયો છે, સત્યશ્રીનો જીવ તારી પટ્ટરાણી થયો છે, તારો ચાકર ચંદ્રસેન તે મિત્રાનંદ થયો છે. તે ચાકરે જે મુસાફરને શીંગો લેતાં બાંધવાનું કહ્યું હતું, તે જ મરીને પેલા વટ વૃક્ષ ઉપર વ્યંતર થયો. તે મિત્રાનંદને જોઈને પોતાના પૂર્વજન્મનું વૈર યાદ આવવાથી શબદ્વારા બોલ્યો હતો.'' આ પ્રમાણે ગુરુનું વચન સાંભળીને રાજા તથા રાણીને જાતિસ્મરણજ્ઞાન થયું, ગુરુનું વચન સત્ય માનીને તેઓ ઘેર આવ્યા. પછી અનુક્રમે તેમને પુત્ર થયો. તે યુવાવસ્થા પામ્યો, ત્યારે તેને રાજ્ય સોંપીને તે દંપતીએ દીક્ષા ગ્રહણ કરી, અને ક્રમે કરીને તેઓ મોક્ષે ગયા. આ દૃષ્ટાંતનું તાત્પર્ય એ છે કે—થોડો પણ ક્રોધ મોટા દુઃખનું કારણ થાય છે. માટે મુમુક્ષુએ તેનો ત્યાગ કરવો. -~ વ્યાખ્યાન ૪૨ માનનો ત્યાગ કર્તવ્ય मानत्यागान्महौजस्वी, तत्त्वज्ञानी सुदक्षताम् । दधन् दधौ महज्ज्ञानं, बाहुबलिमुनीश्वरः ॥१॥ ભાવાર્થ-મોટા પરાક્રમી, તત્વજ્ઞાની અને અતિ દક્ષપણાને ઘારણ કરનાર બાહુબલી મુનીશ્વરે માનનો ત્યાગ કરવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.’’ શ્રી બાહુબલીનું દૃષ્ટાંત શ્રી ઋષભદેવના પુત્ર ભરતચક્રી સાઠ હજાર વર્ષે છ ખંડ પૃથ્વી જીતીને અયોધ્યા નગરીમાં આવ્યા. ત્યાં બાર વર્ષ સુધી ચક્રીનો રાજ્યાભિષેક થતી વખતે કયા કયા રાજાઓ આવ્યા છે અને કયા નથી આવ્યા? એવું અવલોકન કરતાં ચક્રીએ પોતાના નાના ભાઈઓને નહીં આવેલા જાણીને તેઓને બોલાવવા માટે દરેકની પાસે પોતાના દૂત મોકલ્યા. દૂતો તેમની પાસે જઈને બોલ્યા કે—‘‘હે ભરતરાજાના ભાઈઓ! તમો સર્વે ભરત ચક્રી પાસે આવી તેની સેવા કરો.'' તેઓ બોલ્યા કે‘‘ભરત ઋષભદેવના પુત્ર છે, તેમ અમે પણ ઋષભદેવના પુત્રો છીએ. તો શું તે અમારા થકી અધિક છે કે અમારી પાસે સેવા માગે છે? હે દૂતો! તમે તમારે સ્થાને જાઓ. અમે પિતાને પૂછીને Page #136 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૪૨] માનનો ત્યાગ કર્તવ્ય ૧૨૭ યોગ્ય જણાશે તેમ કરીશું.” એમ કહીને તે ભાઈઓ સુવર્ણગિરિ ઉપર જિનેશ્વર પાસે ગયા, અને કહ્યું કે-“હે પિતા! અમારો મોટો ભાઈ ભરત છ ખંડનું રાજ્ય પામ્યો, તો પણ હજુ તૃતિ પામ્યો નથી. તેથી તમોએ આપેલું અમારું રાજ્ય લઈ લેવાની ઇચ્છા કરે છે. માટે તમારી આજ્ઞા હોય તો અમો સૌ એકત્ર થઈને તેનું જ રાજ્ય લઈ લઈએ.” તે સાંભળીને પ્રભુએ તેમને ભદ્રિક જાણી ઘર્મોપદેશ આપ્યો કે– संबुज्झह किं न बुज्झह, संबोहि खलु यच्चा दुल्लहा । नो हुवणं मंति राइओ, नो सुलहं पुणरवि जीविअं ॥१॥ ભાવાર્થ-“હે જીવો! તમે બોઘ પામો. કેમ બોઘ પામતા નથી? આ પ્રાણીને બોધિ એટલે સમ્યત્વ જ દુર્લભ છે, મંત્રી કે રાજા થવું દુર્લભ નથી પરંતુ ફરીને મનુષ્યપણાનું જીવિત પામવું દુર્લભ છે.” ઇત્યાદિ ભગવાનની દેશના સાંભળીને તે અઠ્ઠાણું ભાઈઓએ પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી તેમનાં રાજ્ય ભરત ચક્રીએ સ્વાધીન કરી લીધાં. એકદા આયુઘશાળાના રક્ષકે આવીને ચક્રીને વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી! તમે જ્યાં સુધી બાહુબલીને જીત્યા નથી ત્યાં સુધી છ ખંડ પૃથ્વી પણ જીતી નથી એમ સમજો. કેમકે ચક્રરત્ન હજુ આયુધશાળામાં પ્રવેશ કરતું નથી.” આ પ્રમાણે સાંભળીને ચક્રીએ તક્ષશિલા નગરીએ એક વાચાળ દૂતને મોકલ્યો. તે દૂત થોડા દિવસમાં બાહુબલીના દેશમાં પહોંચ્યો. ત્યાં બહલીદેશમાં ગામે ગામે અને નગરે નગરે ઘણા લોકોનાં મુખથી બાહુબલીના યશનું શ્રવણ કરતો તે તક્ષશિલાએ આવ્યો. તે સુવેગ નામના દૂતને પ્રતિહારે બાહુબલીની આજ્ઞાથી સુવર્ણના વર્ણ જેવી સભામાં પ્રવેશ કરાવ્યો. બાહુબલીએ પોતાના બંધુના તથા તેના દેશનગરાદિના કુશળ સમાચાર પૂછયા. તે કહી રહ્યા પછી દૂત બોલ્યો કે-“હે રાજા! તમને મળવાને ઉત્સુક થયેલા તમારા મોટા ભાઈએ તમને બોલાવવા માટે મને મોકલ્યો છે. માટે એક વાર ત્યાં આવી તમારા ભાઈને નમી તેની આજ્ઞા મસ્તક પર ચડાવીને પછી અહીં પાછા આવજો. કેમકે લોકો અપવાદ આપે છે કે ભરત રાજાનો ભાઈ પણ તેની આજ્ઞા માનતો નથી, તો ભરતનું પરાક્રમ અકિંચિત્કર છે. માટે લોકાપવાદને દૂર કરવા સારુ તમે તેની પાસે આવો, નહીં તો તમને રાજ્યનો પણ સંશય થશે. કહ્યું છે કે कराल गरलः सर्पः, पावकः पवनोध्धुरः । प्रभुः प्रौढप्रतापश्च, विश्वास्या न त्रयोऽप्यमी॥१॥ ભાવાર્થ-“ભયંકર વિષવાળો સર્પ, પવનથી ઉદ્ધત થયેલો અગ્નિ અને પ્રૌઢ પ્રતાપી રાજા–એ ત્રણે વિશ્વાસ કરવા લાયક નથી.” વળી હે રાજા! દેવતાઓ પણ જેની સેવા કરે છે તેવા તમારા બંધુની સેવા કરતાં તમારું કાંઈ હીનપણું કહેવાશે નહીં.” આ પ્રમાણેનાં દૂતનાં વચનો સાંભળીને બાહુબલી બોલ્યા કે-“હે દૂત! તારો રાજા મને જોઈ લજ પામશે. કેમકે બાલ્યાવસ્થામાં જળક્રીડા કરતાં તેનો પગ ઝાલીને મેં તેને આકાશમાં ઉછાળ્યો હતો. તે પણ શું તે ભૂલી ગયો છે? હે દૂત! સાઠ હજાર વર્ષ સુધી દેશ સાઘવામાં પાપકર્મનો સંશય કરનારા તારા પૂજ્યને મારા વિના બીજો કોઈ પ્રાયશ્ચિત્ત આપનાર ૧. મેરુ નહીં, કોઈ પર્વત વિશેષ. ૨. કિંચિત્ પણ નથી. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૭ નથી, માટે તારા રાજાને તેના બળની પરીક્ષા કરવા માટે જલદી અહીં લાવ.” તે સાંભળી સુવેગ ભયસહિત પાછો ફરીને થોડા જ દિવસમાં પોતાના નગરમાં આવ્યો, અને બાહુબલીનું સર્વ વૃત્તાંત ભરત મહારાજાને કહ્યું. તેણે જણાવ્યું કે-“બાહુબલીને ઇંદ્ર પણ જીતવા સમર્થ નથી.” તે સાંભળીને ભરત ચક્રી પોતાના સવા કરોડ પુત્ર અને સૈન્ય સહિત તક્ષશિલા નગરી તરફ ચાલ્યા. બાહુબલી પણ પોતાના પુત્રો તથા સૈન્ય સહિત સામા આવ્યા. તેનો મોટો પુત્ર સોમયશા એકલો પણ ત્રણ લાખ હાથી, ઘોડા અને રથનો જીતનાર હતો; તેને ત્રણ લાખ પુત્રો હતા, તેમાં સૌથી નાના પુત્ર પણ એકલો એક અક્ષૌહિણી સેના જીતવાને સમર્થ હતો. ચક્રીના સૈન્યમાં ચોરાશી લાખ ડંકાઓ, અઢાર લક્ષ દંદુભિ અને સોળ લાખ બીજાં વાજિંત્રો હતાં, તે બઘાંનો એક જ વખતે નાદ થવા લાગ્યો. તે સાંભળીને ઉત્સાહ પામેલા બન્ને પક્ષના વીરો પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. નિરંતર યુદ્ધ ચાલતાં એક દિવસે અનિલગ નામનો વિદ્યાધર કે જે બાહુબલીનો ભક્ત હતો તે ચક્રીના સેનાપતિને અસ્ત્રવિદ્યાવડે જીતીને આકાશમાર્ગે ચક્રીની હાથીની સેનામાં પેઠો, અને દડાની જેમ હાથીઓને આકાશમાં ઉછાળીને તેમને પૃથ્વી પર પડતાં મુષ્ટિથી હણવા લાગ્યો. તે બીજા કોઈ પણ પ્રકારથી પરાજય નહીં પામે એમ જાણીને ચક્રીએ તેના પર ચક્ર રત્ન છોડ્યું. ચક્રને જોતાં જ તે ભયથી નાઠો. પછી તે મેરુ પર્વતની ગુફાઓમાં કે સમુદ્ર વગેરેમાં જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં પૂર્વ જન્મમાં કરેલાં કર્મની જેમ ચક્ર રત્ન તેની પાછળ ને પાછળ જ ગયું. છેવટે પોતાના રક્ષણ માટે તેણે વિદ્યાના જોરથી વજનું પાંજરું બનાવ્યું અને તેમાં તે પેઠો. તે વખતે ચક્ર રત્નના અધિષ્ઠાયક દેવોએ તેને કહ્યું કે-“અરે! તારા પરાક્રમને ફોગટ કેમ લક્તિ કરે છે?” વજપિંજરમાં રહેતાં તેને છ માસ વીતી ગયા. છ માસને અંતે અભિમાન આવવાથી તે બહાર નીકળ્યો. એટલે ચક્ર રત્ન તેનું મસ્તક કાપીને ચક્રીના હાથમાં ગયું. આવી રીતે યુદ્ધ કરતાં બાર વર્ષ વ્યતીત થઈ ગયાં. એક દિવસ ચક્રીનો મોટો પુત્ર સૂર્યયશા બાહુબલીના સૈન્યમાં દાવાનળની જેમ પ્રસર્યો અને થોડી વારમાં કાકાની પાસે આવી પહોંચ્યો. તેને જોઈને બાહુબલીએ કહ્યું કે-“હે વત્સ! તું નાનો છતાં મારી સેનામાં પેઠો, તેથી મને આનંદ થાય છે. તારા જેવા પરાક્રમી પુત્રથી અમારો વંશ ઉદ્યોતને પામ્યો છે, પરંતુ ત્રણ લોકમાં પણ મારા ક્રોઘને સહન કરવાને કોઈ શક્તિમાન નથી, માટે તું મારી દ્રષ્ટિથી દૂર જતો રહે.” સૂર્યયશા બોલ્યો કે–“હે કાકા! આજે તમારા વિના મારો યુદ્ધમનોરથ કોણ પૂર્ણ કરશે?' એમ કહીને તેણે ઘનુષનો ટંકાર કર્યો. તે વખતે આકાશમાં રહીને યુદ્ધ જોનારા દેવતાઓએ એકત્ર થઈને બન્ને પક્ષના સુભટોને યુદ્ધ કરવાનો નિષેઘ કર્યો અને બન્ને ભાઈઓ પાસે આવીને કહ્યું કે-“હે યુગાદીશના પુત્રો! તમારા પિતાએ આ વિશ્વનું પાલન કર્યું છે, તેનો સંહાર કરવા માટે તમે કેમ તૈયાર થયા છો? માટે તેમ કરવું તમને ઉચિત નથી. પરંતુ તમારે બળની પરીક્ષા કરવી હોય તો તમો બે જ જણ પરસ્પર અમારાં ઠરાવી આપેલાં વૃષ્ટિ યુદ્ધ, વાન્ યુદ્ધ, મુષ્ટિ યુદ્ધ, દંડ યુદ્ધ અને અસ્ત્ર યુદ્ધ–એ પાંચ પ્રકારનાં યુદ્ધ કરો, અમે મધ્યસ્થ રહીને જોઈશું.” આ પ્રમાણેનું દેવતાનું વચન બન્ને ભાઈઓએ અંગીકાર કર્યું, એટલે દેવતાઓ તથા મનુષ્યો ૧ અક્ષૌહિણી સેનામાં ૨૧૮૭૦ હાથી, તેટલા જ રથો, ૬૫૬૧૦ ઘોડા અને ૧૦૯૩૫૦ પાયદળ હોય છે. અન્યત્ર બીજી રીતે પણ તેનું પ્રમાણ કહેલું છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૪૨] માનનો ત્યાગ કર્તવ્ય ૧૨૯ સાક્ષી તરીકે ઊભા રહ્યા. તે વખતે ચક્રીના સૈનિકોએ વિચાર્યું કે–“આ બાહુબલીની સાથે હૃદ્ધ યુદ્ધ કરવામાં ઇંદ્ર પણ જીતે કે કેમ તે શંકાસ્પદ છે, તો અમારા સ્વામીનો શી રીતે જય થશે?” આવા વિચારો કરતા પોતાના સુભટોને જોઈને પોતાનું સામર્થ્ય બતાવવા માટે ચક્રીએ એક મોટો કૂવો ખોદાવ્યો, અને તે કૂવાને એક કાંઠે ઊભા રહીને ચક્રીએ પોતાના ડાબા હાથે લોઢાની મોટી સાંકળો બંઘાવી, પછી કૂવાને સામે કાંઠે સર્વ સૈનિકોને રાખીને તેમને કહ્યું કે-“તમે સર્વે મળી આ સાંકળ ખેંચીને મને કૂવામાં પાડો.” તે સર્વેએ તે પ્રમાણે તેને ખેંચ્યો પણ ચક્રી જરા પણ પોતાના સ્થાનથી ચલિત થયા નહીં. કેમકે, આખા ભરતખંડનાં નર, નારી, હાથી, ઘોડા વગેરે સર્વ પ્રાણીઓ ભેગા થઈને ખેંચે, તો પણ તેઓ એક તલમાત્ર પણ ચક્રીને ખસેડવા સમર્થ થાય નહીં, તો પછી સેના માત્રથી તો શું થઈ શકે? પછી ચક્રીએ હૃદય પર લેપ કરવાને મિષે પોતાનો હાથ જરાક ખેંચ્યો, એટલે સર્વ સૈન્ય લતા ઉપર રહેલા પક્ષીઓની જેમ સાંકળ સાથે લટકી ગયું. આ પ્રમાણે ચક્રીનું પરાક્રમ જોઈને તેઓ હર્ષ પામ્યા અને સાક્ષી થઈને દૂર ઊભા રહ્યા. હવે ચક્રી તથા બાહુબલી પ્રથમ દ્રષ્ટિયુદ્ધ કરવા માટે સામસામા ઊભા રહ્યા, અને અનિમેષ દ્રષ્ટિથી એક બીજાની સામું જોવા લાગ્યા. તે વખતે નેત્રો રક્ત થવાથી તેઓ ભયંકર દેખાવા લાગ્યા. છેવટે બાહુબલીનું ભયંકર નેત્રવાળું મુખ જોઈને ચક્રના નેત્રમાં આંસુ આવી ગયાં, તેથી તે તરત મીંચાઈ ગયાં. તે જોઈને ચક્રી તથા તેનું સૈન્ય નમ્ર મુખવાળું (લતિ) થયું. ચક્રીને લક્તિ જોઈને બાહુબલીએ કહ્યું કે-“હે ભાઈ! કેમ ઉદ્વેગ પામો છો? હવે વચનયુદ્ધ કરો.” તેથી ચક્રીએ અતિ ઘોર નાદ કર્યો, જેથી આખું સૈન્ય બધિર થઈ ગયું. ત્યાર પછી બાહુબલીએ પણ ક્રોઘથી સિંહનાદ કર્યો, તેનાથી સર્વ સૈન્ય મૂચ્છિત જેવું થઈ ગયું. ફરીથી ચક્રીએ અને બાહુબલીએ સિંહનાદ કર્યો. તે વખતે ચક્રીનો શબ્દ દિવસના પહેલા પહોરની છાયાની માફક અને દુર્જનની મૈત્રીની માફક અનુક્રમે ક્ષીણ થવા લાગ્યો અને બાહુબલીનો શબ્દ વૃદ્ધિ પામવા લાગ્યો. તેથી વિલખા થયેલા ચક્રી પ્રત્યે બાહુબલીએ કહ્યું કે-“હે ભાઈ! ખેદ પામશો નહીં. હું કાકતાલીય ન્યાયથી કદી વાયુદ્ધમાં તમને જીત્યો, તેથી શું થયું? માટે હવે મુષ્ટિયુદ્ધ કરવા તૈયાર થાઓ.” આ પ્રમાણેના બાહુબલીના વાક્યથી ઉત્સાહ પામેલા ચક્રી મુષ્ટિયુદ્ધ માટે તૈયાર થયા. બન્ને જણ હાથ વડે ઢંઘ ઉપર આસ્ફોટ કરતા કૂદી કૂદીને પરસ્પર આલિંગન કરીને બાહુ વડે એકબીજાને દબાવતા સતા ગર્જના કરવા લાગ્યા. પછી બાહુબલીએ ચક્રીને હાથ વડે પકડીને લીલામાત્રમાં દડાની જેમ ઊંચે આકાશમાં ઉછાળ્યા. તે એટલા ઊંચા ગયા કે આકાશમાં અદ્રશ્ય થઈ ગયા. તેથી બન્ને સૈન્યમાં હાહાકાર થઈ ગયો. બાહુબલીને પણ વિચાર થયો કે–“મારા બંધુ અંતરિક્ષથી ભૂમિ પર પડીને વિશીર્ણ થઈ ન જાય ત્યાં સુધીમાં હું તેને અઘરથી જ ઝીલી લઉં.” એમ વિચારીને તેમણે શય્યાની જેમ બન્ને હાથ રાખ્યા, અને ઊંચી દ્રષ્ટિ રાખીને ઊભા રહ્યા. ઘણી વારે ચક્રી આકાશમાંથી નીચે આવ્યા, એટલે તેને બાહુબલીએ પોતાના હાથ ઉપર ઝીલી લીઘા. પછી ચક્રીએ ક્રોઘના આવેશથી બાહુબલીના મસ્તક પર મુષ્ટિનો પ્રહાર કર્યો, તેથી તેના મુકુટના સેંકડો કકડા થઈ ગયા અને આંખો મિંચાઈ ગઈ. થોડી વારે પાછા સજ્જ થઈને બાહુબલીએ પણ લોહના દંડથી ચક્રીનું કવચ (બખતર) ચૂર્ણ કરી નાખ્યું. ફરીથી ચક્રીએ દંડાઘાતથી બાહુબલીને જાનુ સુથી પૃથ્વીમાં મગ્ન કરી દીધા. ક્ષણવારમાં ભૂમિમાંથી નીકળીને તેણે લોહના દંડ વડે ચક્રીના મસ્તક પર પ્રહાર કર્યો, તેથી તે કંઠ સુધી ભૂમિમાં Jain Education CELLPLXC Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૭ ખૂંચી ગયા. ક્ષણવારે ચૈતન્ય પામી ચક્રી બહાર નીકળ્યા. પછી તેણે વિચાર્યું કે-“કોઈ રાજાથી ચક્રી જિતાય નહીં એવી શાશ્વતી સ્થિતિ છે છતાં હું તો આ બાહુબલી વડે પાંચે યુદ્ધમાં જિતાયો, તેથી મારામાં ચક્રીપણું નથી.” એમ વિચારતાં તેના હાથમાં ચક્રરત્ન આવ્યું. તે લઈને ચક્રીએ બાહુબલીને કહ્યું કે હે ભાઈ! હજુ સુધી તને કાંઈ નુકસાન થયું નથી, માટે મારી આજ્ઞા માન્ય કર, નહીં તો આ ચક્રથી તું યમરાજનો અતિથિ થઈશ.” બાહુબલીએ કહ્યું કે-“વૃથા વાણીનો આડંબર શું કામ કરો છો? હજુ બાકી હોય તો તે ચક્રનું બળ પણ દેખાડો.” ઇત્યાદિ વાક્યોથી નિભ્રંછના કરાયેલા ચક્રીએ કોપથી તેના પર ચક્ર મૂક્યું. તે ચક્ર બાહુબલીની પ્રદક્ષિણા કરીને પાછું ચક્રીના હાથમાં આવ્યું. કેમકે “ગોત્રના કોઈ સામાન્ય માણસ ઉપર પણ ચક્રની શક્તિ ચાલતી નથી, તો આવા ચરમશરીરી ઉપર તો તેનું પરાક્રમ શાનું જ ચાલે?” પછી બાહુબલી મુષ્ટિ ઉપાડીને “આ હજાર યક્ષ સહિત ચક્રને અથવા તેના અધિપતિ ચક્રીને ચૂર્ણ કરી નાખું” એમ વિચારતા ચક્રી સન્મુખ દોડ્યા. વળી વિચાર થયો કે “અવશ્ય આ મુષ્ટિથી તેનો નાશ થશે. અને તેથી સમગ્ર વિશ્વના લોકો મને છ ખંડના નાથને હણનારો કહેશે, માટે અહંકાર વડે અનેક પાપ ઉપાર્જન કરનાર મને ધિક્કાર છે! અને પ્રથમથી જ પિતાશ્રી પાસે જઈને દીક્ષા ગ્રહણ કરનાર મારા લઘુ બંધુઓને ઘન્ય છે. હજુ સુધી પણ પાપકર્મમાં તત્પર થયેલા મને વારંવાર ધિક્કાર છે.” ઇત્યાદિ વિચારીને બાહુબલીએ તે જ ઊંચી કરેલી મુષ્ટિ વડે પોતાના મસ્તક પરથી કેશનો લોચ કર્યો. તે જ વખતે દેવોએ “સાધુ, સાધુ' એમ બોલીને તેમના પર પુષ્પવૃષ્ટિ કરી. તેમને નિઃસ્પૃહી થયેલા જોઈને લwથી નમ્ર મુખવાળો ચક્રી પોતાની નિંદા અને તેમની પ્રશંસા કરતો બોલ્યો કે-“હે બંધુ! હું પાપીઓમાં મુખ્ય છું, અને તે કૃપાળુમાં મુખ્ય છે. પ્રથમ તેં મને અનેક પ્રકારે જીત્યો, હમણાં વ્રત રૂપી શસ્ત્ર વડે રાગાદિક શત્રુઓને પણ તે જીત્યા, માટે ત્રણ લોકમાં તારાથી અધિક બળવાન કોઈ નથી. હે બંધુ! મારો અપરાધ ક્ષમા કર.” ઇત્યાદિ સ્વનિંદા અને બાહુબલીની સ્તુતિ કરી. પછી બાહુબલી મુનિએ વિચાર્યું કે-“હું આમ છદ્મસ્થપણે પિતા પાસે જઈશ તો પ્રથમથી દીક્ષિત થયેલા મારા લઘુ બંધુઓને મારે વંદના કરવી પડશે, તેથી મારું લઘુપણું થશે, માટે કેવળજ્ઞાન પામ્યા પછી જ જઈશ.” એમ વિચારીને તે ત્યાં જ કાયોત્સર્ગ રહ્યા. પછી ચક્રી બાહુબલીના જ્યેષ્ઠ પુત્ર સોમયશાની સાથે બહલિ દેશમાં ગયા. ત્યાં તક્ષશિલા નગરીના ઉદ્યાનમાં હજાર આરાવાળું અને વિવિઘ પ્રકારના મણિ તથા રત્નથી જડિત ઘર્મચક્ર અને તે જ નામનો પ્રાસાદ જોયો. તેની અંદર રહેલા પ્રભુને નમસ્કાર કરીને ચક્રીએ સોમયશાને તે પ્રાસાદનું વૃત્તાંત પૂછ્યું. એટલે સોમયશાએ કહ્યું કે–“પૂર્વે ઋષભદેવ પિતા વિહાર કરતાં કરતાં સંધ્યા સમયે અહીં પધાર્યા હતા. તે સમાચાર જાણીને આપના લઘુ બંઘુ બાહુબલીએ વિચાર્યું કે “અત્યારે રાત્રિનો સમય થયો છે, માટે પ્રાતઃકાળે મોટા ઉત્સવપૂર્વક પિતાશ્રીને વાંદીશ.” એમ નિશ્ચય કરીને સર્વ સામગ્રી સજ્જ કરાવી, પ્રાતઃકાળ થતાં મોટી ધામધૂમથી ઉદ્યાનમાં આવ્યા. પરંતુ ત્યાં પ્રભુને જોયા નહીં, તેથી તે બહુ રુદન કરવા લાગ્યા. અને “ઘર્મકાર્યમાં વિલંબ કરનાર એવા મને ધિક્કાર છે! હવે મને ક્યારે પિતાના દર્શન થશે?' ઇત્યાદિ વિલાપ કરવા લાગ્યા. તેને પ્રઘાનોએ વિવિઘ પ્રકારે સમજાવી શાંત કર્યા. પછી વાળુકારતી)માં પ્રતિબિંબિત થયેલા ભગવાનના ૧ બહુ રૂડું કર્યું, બહુ રૂડું કર્યું. Page #140 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૪૩] માયા પિંડનાં દોષો ૧૩૧ ન પાદને નમન કરીને પિતાની ભક્તિથી પ્રઘાનનો કહ્યું કે–‘આ પિતાશ્રીના પૂજ્ય પગલાંનો કોઈ સ્પર્શ ન કરો.’ એમ કહી આઠ યોજનના વિસ્તારવાળો ધર્મચક્ર નામનો પ્રાસાદ કરાવ્યો છે.’’ આ પ્રમાણે સાંભળીને ચક્રીએ તેની સ્તુતિ કરી. પછી તક્ષશિલામાં પ્રવેશ કરીને બાહુબલીની ગાદી પર સોમયશાને બેસાડ્યો. સોમયશાને ચોવીશ હજાર રાણીઓ હતી, અને શ્રેયાંસ આદિ બોંતેર હજાર પુત્રો હતા. પછી ભરત રાજા છ ખંડ પૃથ્વીમાં પોતાની અખંડ આજ્ઞા પ્રવર્તાવીને અયોઘ્યા તરફ ચાલ્યા. અહીં બાહુબલી મુનિ નિદ્રા અને આહાર વગેરેનો ત્યાગ કરીને જે વનમાં કાયોત્સર્ગ ધ્યાને રહ્યા હતા, ત્યાં તેમના મસ્તકના કેશમાં, કર્ણ અને દાઢી વગેરેમાં પક્ષીઓએ માળા કર્યા, વર્ષાઋતુમાં દર્ભના અંકુર પગનાં તળિયાને વીંધીને બહાર નીકળ્યા, લતાઓ તેમના શરીરને વીંટાઈ ગઈ અને તેમના તપોબળથી વાઘ વગેરે હિંસક પ્રાણીઓ પણ શાંત ભાવને પામી ગયા. એવી રીતે એક વર્ષ વીતી ગયું. ત્યારે તેમનો કેવળજ્ઞાનની ઉત્પત્તિનો સમય જાણીને તેમનું માન છોડાવવાને માટે શ્રી ઋષભદેવ ભગવાને બ્રાહ્મી અને સુંદરી નામની બે સાધ્વીઓ કે જે બાહુબલીની બહેનો થતી હતી તેને મોકલી. તે સાધ્વીઓ ત્યાં આવીને લતાના સમૂહ મધ્યે રહેલા તેમને જેમ-તેમ શોઘી કાઢીને બોલી—“હે બંધુ બાહુબલી! અમારે મુખે પિતાશ્રી તમને કહેવરાવે છે કે—મદોન્મત્ત હાથી પર ચઢવાથી કેવળજ્ઞાન શી રીતે મળશે? તેથી આ મત્ત હસ્તી ઉપરથી નીચે ઊતરો. જો તમારે મતંગજ ઉપર ચઢીને જ્ઞાન મેળવવું હતું તો તક્ષશિલાનું રાજ્ય શા માટે મૂકી દીધું ?” આ પ્રમાણે સાંભળીને બાહુબલીએ વિચાર્યું કે—“અહો! આ મારી બહેનો આમ કેમ બોલે છે? હું સર્વથા પરિગ્રહ રહિત છતાં મારું હસ્તીપર ચઢવું શી રીતે સંભવે?'' પછી જરા વધારે વિચાર કરતાં તેમના સમજવામાં આવ્યું કે—“અહો! જાણ્યું, માન રૂપી મતંગજ ઉપર હું ચઢેલો છું. આટલો બધો કાળ મેં ફોગટ કષ્ટમાં ગુમાવ્યો કેમકે માન છતાં શી રીતે કેવળની પ્રાપ્તિ થાય? માટે ગુણથી અધિક એવા મારા પૂજ્ય લઘુ બંધુઓને જઈને નમસ્કાર કરું.'' ઇત્યાદિ વિચાર કરીને જેવો પોતાનો પગ ઉપાડ્યો કે તરત જ તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી દેવતાએ આપેલા યતિલિંગને ઘારણ કરી ભગવાનના સમવસરણમાં ગયા. ત્યાં “નમસ્તીર્ઘાય’” તીર્થને નમસ્કાર થાઓ–એમ કહી જિનેશ્વરની પ્રદક્ષિણા કરીને કેવળીની સભામાં જઈને બેઠા. “ખરેખર બાહુબલીને જ મહા બળવાન જાણવા કે જેણે પ્રથમ છ ખંડના નાથને જીતી લીધા અને પછી વિશ્વમાં કંટકરૂપ માનરૂપી મહામલ્લને હણીને પરમાનંદપદ પ્રાપ્ત કર્યું.’’ વ્યાખ્યાન ૨૪૩ માયા પિંડનાં દોષો भक्तादिहेतवे कुर्वन्नानारूपाणि માયા । साधुर्वचयते श्राद्धान, मायापिंडः स उच्यते ॥ १ ॥ ભાવાર્થ-સાધુ ભાત પાણી વગેરેને માટે માયા વડે નાના પ્રકારના રૂપો કરીને શ્રાવકોને છેતરે તેને માયાપિંડ કહેવાય છે.’’ તેની ઉપર નીચે પ્રમાણે દૃષ્ટાંત છે— Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ અષાઢભૂતિ મુનિનું દૃષ્ટાંત રાજગૃહી નામની નગરીમાં સિંહરથ નામે રાજા રાજ્ય કરતો હતો. ત્યાં એકદા વિવિધ જ્ઞાનવાળા, તપસ્વી અને બુદ્ધિમાન ઘર્મરુચિ આચાર્ય પધાર્યા. ગોચરીને અવસરે તેમના શિષ્ય અષાઢભૂતિ ગુરુની આજ્ઞા લઈને એકલા ગોચરી માટે નગરમાં ગયા. મઘ્યાહ્ન સમય થતાં મહર્ષિક નામના નટને ઘેર પહોંચ્યા. ત્યાં તે નટની ભુવનસુંદરી અને જયસુંદરી નામની બે કન્યાઓએ સુગંધી દ્રવ્યવાળો એક મોદક વહોરાવ્યો. તે લઈને બહાર નીકળી તે મુનિએ વિચાર્યું કે—“આ એક લાડુ તો મારા ગુરુને આપવો જોઈશે.’' એમ ઘારીને તત્કાળ યુવાવસ્થાવાળું બીજું રૂપ ઘારણ કરી ફરી તે નટના ઘરમાં પ્રવેશ કરી ધર્મલાભ આપ્યો. એટલે તે કન્યાઓએ બીજો એક મોદક વહોરાવ્યો. તે લઈને બહાર પોળના દરવાજા સુધી જઈ તેમણે વિચાર્યું કે આ બીજો મોદક તો મારા ધર્માચાર્યને આપવો પડશે.'' એમ વિચારી કાણી આંખવાળું અતિવૃદ્ધ સાધુનું રૂપ ધારણ કરી ત્યાં જઈને ત્રીજો મોદક લીધો. વળી બહાર આવીને આ તો ઉપાઘ્યાયને આપવો પડશે'' એમ ધારી કૂબડાનું રૂપ ધારણ કરીને ચોથો મોદક લીધો. તે પણ “સંઘાડાના સાધુને આપવો પડશે’’ એમ ધારીને કોઢીયાનું રૂપ ધારણ કરીને પાંચમો લાડુ લીધો. ‘આ પણ વડીલ ગુરુભાઈને આપવો પડશે.’’ એમ ઘારીને પોતાને માટે બાર વર્ષના બાળસાધુનું રૂપ ધારણ કરીને છઠ્ઠો લાડુ લીધો. આ પ્રમાણે પોતાનો મનોરથ સિદ્ધ કરી તે ગુરુ પાસે આવ્યા. ૧૩૨ [સ્તંભ ૧૭ આ સાથેનું સર્વ ચરિત્ર બારીમાં બેઠેલા નટે જોયું. તેથી તેણે વિચાર્યું કે—“અહો! આ ઘણો સારો નટ થઈ શકે તેમ છે.’’ પછી તેણે પોતાની સ્ત્રીને તથા બન્ને કન્યાઓને કહ્યું કે—આ સાધુને ખાવા પીવાનું સારી રીતે આપીને તેને લોભ પમાડજો, કેમકે તે આપણા માટે સુવર્ણપુરુષ છે. તે અનેક રીતે રૂપનું પરાવર્તન કરવાની લબ્ધિ જાણે છે. માટે તે આપણે ઘેર નિરંતર આવ્યા કરે તેવી રીતે તેની સેવા બજાવજો. તે રસનો લોભી છે, એટલે તરત ફસાઈ જશે. માયાવીને માયા જ બતાવવી.’’ પછી બીજે દિવસે પણ અષાઢભૂતિ સાધુ ત્યાં વહોરવા આવ્યા, એટલે તેમને ઘણા મોદક આપીને તેણે કહ્યું કે—“હે પૂજ્ય! આપ હમેશાં અહીં પધારજો. આપના પસાયથી અમારા ઘરમાં ઘણી સમૃદ્ધિ છે.’’ એ પ્રમાણે નટના કહેવાથી તે સાધુ હમેશાં ત્યાં આવવા લાગ્યા અને નિત્યપિંડ ગ્રહણ કરવા લાગ્યા. વહોરાવતી વેળાએ નટની કન્યાઓ હાવ ભાવ વિલાસ પૂર્વક હાસ્ય કરતી, ઉત્તમ વસ્ત્ર ધારણ કરતી, અને કોઈ કોઈ વખત કટાક્ષ પૂર્વક મર્મવચન બોલતી. તે સર્વ જોઈને વશીભૂત થયેલા સાધુ રાગદૃષ્ટિથી તેની આકૃતિ, કેશપાશ અને પગની પાની વગેરે વારંવાર જોતા હતા. એક દિવસ તે કન્યાઓએ તેમને કહ્યું કે—“હે સ્વામી! આપનું સ્વરૂપ તથા શ્રેષ્ઠ ચાતુર્ય જોઈને અમે આપના ઉપર આસક્ત થયેલી છીએ. હજુ સુધી અમે કુમારી છીએ, તેથી કૃપા કરીને અમારા અંગમાં વ્યાપ્ત થયેલી કામજ્વરની પીડાનો તમે નાશ કરો, અહીં ચિત્રશાળામાં જ રહીને આકડાના તૂલ જેવી કોમળ શય્યામાં અમારી સાથે વિષયસુખ ભોગવો અને ઉત્તમ મોદકોનો સ્વાદ ચાખો. જે માણસ પ્રત્યક્ષ મળેલાં સુખોને મૂકીને પરોક્ષ એવા પરલોકના સુખની વાંછા કરે છે તે મૂર્ખ છે.” મુનિએ કહ્યું કે–‘હું મારા ગુરુની તથા ધર્માચાર્યની રજા લઈને પછી આવીશ.’’ તે કન્યાઓ બોલી કે‘હવે અમે આપના વિરહની વ્યથા સહન કરવા શક્તિમાન નથી, માટે અમને Page #142 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૪૩] માયા પિંડનાં દોષો ૧૨૩ સત્ય વચન આપો, કે જેના આઘારે અમે ઘડી, મુહૂર્ત વગેરે કાળ નિર્ગમન કરીએ.” તે સાંભળીને તેમની ચેષ્ટા ઇષ્ટ કરીને ચારિત્ર ચેષ્ટાથી ભ્રષ્ટ થયેલા તે મુનિ પાછા આવવાનું વચન આપીને ગુરુ પાસે ગયા અને ગુરુ પ્રત્યે કહ્યું કે-“હે પૂજ્ય ગુરુ! મેં બાલ્યાવસ્થામાં જ દીક્ષા ગ્રહણ કરી હતી, તેથી આજ સુઘી પંચેંદ્રિયનું સુખ કાંઈ પણ જોયું નથી. હાલમાં દેવાંગના જેવી બે નટકન્યાઓ મને ચાહે છે, માટે હું ત્યાં જાઉં છું. મને આજ્ઞા આપો અને આ તમારાં રજોહરણ, મુખવત્રિકા વગેરે ગ્રહણ કરો.” તે સાંભળી સૂરિએ વિચાર્યું કે-“અહો! માયાપિંડથી આહાર ગ્રહણ કરવાનું આ ફળ છે. પરંતુ આ નટપુત્રી પાસેથી નીકળીને અહીં આજ્ઞા લેવા આવ્યો છે, તેથી કાંઈક આજ્ઞાવર્તી જણાય છે. પણ ભ્રષ્ટ થયેલા સંયમના પરિણામથી તે જાણતો નથી કે સાવદ્ય વચન નહીં બોલનારા મુનિઓ સાવદ્ય કર્મમાં પ્રવર્તવાની આજ્ઞા શી રીતે આપશે? તો પણ તેની સ્થિરતાની પરીક્ષા કરું કે તે સર્વથા વ્રતથી ભ્રષ્ટ થયો છે કે કાંઈક ન્યૂનતા છે?” એમ વિચારીને સૂરિ બોલ્યા કે-“હે શિષ્ય! વ્રતારાઘનથી પ્રાપ્ત થનારાં ઇંદ્રાદિકના સુખને મૂકીને તું નટપુત્રીના અંગસંગમાં આસક્ત થયો છે. તો પણ તારે મદ્ય તથા માંસ ખાવું નહીં એ બેના પ્રત્યાખ્યાન કોઈ વખત પણ છાંડવા નહીં, અને તેના ખાનારનો પણ સંગ કરવો નહીં. આટલું મારું વચન પ્રમાણ કર.” આ પ્રમાણે ગુરુવચન સાંભળીને તે વિનયથી નગ્ન થઈને બોલ્યો કે- “હે ગુરુ! જીવન પર્યત આપનું આ વચન હું ઘારણ કરીશ.” ગુરુએ વિચાર્યું કે–“આટલાથી જ આને મોટો લાભ થશે. કેમકે તે સર્વથા શ્રદ્ધારહિત હજુ થયો નથી, તેથી જો કે સંયમગુણઠાણાથી કર્મવશે ભ્રષ્ટ થયો છે તો પણ અલ્પ વિરતિનું રક્ષણ કરવાથી તે દેશવિરતિ રહેશે, અને તેથી પણ તેનો પુનઃ ઉદ્ધાર થશે.” પછી તે અષાઢભૂતિ ચારિત્રનો ત્યાગ કરી, ચરિત્રનો રસિક થઈને નટને ઘેર આવ્યો, અને તેના ઘરનાં સર્વ માણસોને કહ્યું કે-“તમો સર્વે મદ્યમાંસનો સર્વથા ત્યાગ કરો તો હું તમારે ત્યાં રહું, અન્યથા નહીં.” નટે તેનું વાક્ય અંગીકાર કરી પોતાની બન્ને કન્યા તેને પરણાવી. તેમની સાથે તે સુખવિલાસ ભોગવવા લાગ્યો. પછી રાજાની પાસે જે જે નટો આવતા તેમને પોતાની કળાથી જીતીને અનેક ઘન,વસ્ત્ર વગેરે મેળવી તેણે પોતાના સસરાનું ઘર ભરી દીધું; તેથી સમગ્ર નટકુળમાં તેની અત્યંત પ્રશંસા થવા લાગી. આ પ્રમાણે નિરંતર સુખમાં મગ્ન રહેતા તેણે બાર વર્ષ નિર્ગમન કર્યા. તેવામાં કોઈ એક નટ અષાઢ નટની અનેક પ્રકારની પ્રશંસા સાંભળીને તે સહન ન થવાથી તેને જીતવા માટે રાજસભામાં આવ્યો; તેણે વાદમાં અનેક નટોને જીત્યા હતા, અને તેમની સંખ્યા કરવા માટે ચોરાશી સુવર્ણના પૂતળાં તેને પગે બાંધેલાં હતાં. તેણે રાજા પ્રત્યે વિજ્ઞતિ કરી કે-“તમારા રાજનટને બોલાવો, તેને મારી કળા દેખાડીને હું જીતી લઈશ.” રાજાએ અષાઢ નટને બોલાવ્યો, એટલે તે રાજસભામાં આવ્યો અને તે પરદેશી નટની સાથે તેણે શરત કરી કે-“આપણામાં જેનો પરાજય થાય તે પોતાનું સર્વસ્વ છોડીને જતો રહે.” આ પ્રમાણે બન્ને જણાએ સર્વ જન સમક્ષ અંગીકાર કર્યું. પછી અષાઢ પોતાને ઘેર જઈ સ્વજનોને કહ્યું કે-“હું તે નટને જીતવા માટે જાઉં છું.” ત્યારે તેની બન્ને પ્રિયાઓ બોલી કે-“કાર્ય સાથીને વહેલા આવજો.” પછી તે સર્વ સામગ્રી લઈને રાજસભામાં ગયો. તેના ૧ ચરિત્રમાં રસિક, Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૭ ગયા પછી તેની સ્ત્રીઓએ વિચાર્યું કે-“અહો!મદ્ય માંસ ખાઘા વિના આપણે ઘણા દિવસો નિર્ગમન કર્યા, માટે આજે તો હવે ઇચ્છાપૂર્વક ખાઈએ; આપણા પતિ તો નટની સાથે વાદ કરવા ગયા છે, તે છ માસે આવશે.” એમ વિચારીને તેમણે પુષ્કળ મદ્યપાન કર્યું, તેથી તેઓ ઉન્મત્ત થઈ ગઈ. અહીં રાજસભામાં પરદેશી નટે પ્રથમ પોતાની કળા દેખાડી, એટલે અષાઢ લીલા માત્રમાં અનેક કળાઓ દેખાડીને તત્કાળ તેને જીતી લીઘો; તેથી અહંકાર રહિત થયેલો તે નટ પૂતળાં વગેરે પોતાની સર્વ લક્ષ્મી મૂકીને લક્ષથી નાસી ગયો. અષાઢ નટ તરત જ પોતાને ઘેર આવ્યો. ત્યાં આવીને જોયું તો બન્ને સ્ત્રીઓને મદોન્મત્ત થઈને પડેલી, દુર્ગથી મુખવાળી અને માખીઓ જેના મોઢા ઉપર બણબણી રહી છે એવી તેમજ માખીઓથી આખે શરીરે વ્યાપ્ત થયેલી દીઠી. તેને જોઈને અષાઢે વિચાર્યું કે-“ધિક્કાર છે મને કે હું આવી માયાવી અને અનેક માખીઓએ જેના મુખનું ચુંબન કર્યું છે એવી સ્ત્રીઓ ઉપર અંઘની જેમ આસક્ત થઈને ઉભયભ્રષ્ટ થયો.” ઇત્યાદિ વિચાર કરતાં ગુરુનું વાક્ય યાદ આવવાથી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો. એટલે તરત જ મેડી ઉપરથી નીચે ઊતરી સર્વની સમક્ષ તે બોલ્યો કે–“અનેક પાપનાં સ્થાનરૂપ સ્ત્રીઓનાં વિચિત્ર ચરિત્ર જોઈને મોહમાં લપટાઈ ગયેલા મેં હાથમાં રહેલા ચારિત્રરત્નનું રક્ષણ કર્યું નહીં તથા સીમંતિનીઓનો સીમંત (સેંથો) પ્રથમ નરકના સીમંત નામના પહેલા નરકવાસને આપનાર છે, એવું નિષ્કારણ જગદ્ વત્સલ જિનેશ્વરનું વચન મેં અજ્ઞાનીએ વ્યર્થ કર્યું, પરંતુ હવે “ચરિત્ર શબ્દના પહેલા અક્ષરને માત્રા સહિત કરું. પ્રથમ તેને (ચારિત્રને) માત્રા રહિત કર્યો હતો તે યોગ્ય કર્યું નહોતું.” આ પ્રમાણેનાં તેનાં વાક્યો સાંભળીને તે નટકન્યાઓ ભયભીત થઈ ગઈ, જેથી તેમનો મદ્યનો કેફ ઊતરી ગયો, એટલે તેઓ દીનમુખે આંખમાંથી અશ્રપાત કરતી પગે લાગીને બોલી કે–“હે સ્વામી! હે પ્રાણનાથ! આ દાસીઓનો એક અપરાધ ક્ષમા કરો. અમારું અબળાનું ઊગતું યૌવન કેમ વ્યર્થ કરો છો?” તે બોલ્યાં કે-“એવા સુખભોગ અનંતવાર ભોગવ્યા છતાં પણ ભોગની આશા પરમાત્માનો માર્ગ પામ્યા વિના વૃદ્ધ થતી નથી અર્થાત્ નાશ પામતી નથી.” ઇત્યાદિ ઘણે પ્રકારે તેમણે ઘર્મનો ઉપદેશ કર્યો, પણ તે સ્ત્રીઓ કાંઈ પણ ઘર્મ પામી નહીં, અને ઊલટો ઘનોપાર્જન કરવાનો ઉપાય માગ્યો. છેવટે કહ્યું કે–“હે પ્રાણનાથ! પુષ્કળ ઘન આપીને પછી જાઓ, નહીં તો જવા નહીં દઈએ.” ત્યારે અષાઢ સિંહરથ રાજા પાસે ગયો અને કહ્યું કે-“હે રાજા! તમને ભરત ચક્રવર્તીનું નાટક બતાવું.” રાજાએ તે વાત અંગીકાર કરી, તેથી તેણે સાત દિવસમાં ભરત ચક્રવર્તીનું નાટક નવું તૈયાર કર્યું. પછી નાટકના પ્રારંભમાં પાંચસો રાજપુત્રોને તૈયાર કરી તેઓને કહ્યું કે–“હું જે પ્રમાણે કરું તે જ પ્રમાણે તમારે પણ કરવું.” પછી પોતે ભરત થયો; અને ચક્રની ઉત્પત્તિ, છ ખંડનું સાઘવું, બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજા, ચોરાશી લાખ હાથી, ચોરાશી લાખ ઘોડા અને ચોરાશી લાખ રથનું નિર્માણ કરવું, છન્ને કરોડ સુભટો સહિત ત્રણ ખંડ જીત્યા પછી વિદ્યાધરની કન્યાને સ્ત્રીરત્ન તરીકે પરણવી, ઋષભકૂટ પર્વતે જઈ પોતાનું નામ લખવું, એક લાખ અને બાણું હજાર સ્ત્રીઓને લઈને અયોધ્યામાં આવવું અને રાજ્યાભિષેકનું કરવું-ઇત્યાદિ યથાવિધિ ભજવીને અનુક્રમે તે ૧ આ લોક તથા પરલોકના સુખથી ભ્રષ્ટ, ૨ સ્ત્રીઓનો. ૩ માત્રા એટલે કાના સહિત કરવાથી ચારિત્ર થાય. Page #144 -------------------------------------------------------------------------- ________________ - *- - વ્યાખ્યાન ૨૪૪] લોભનું માઠું ફળ ૧૩૫ આદર્શ ભવનમાં ગયો. ત્યાં આંગળીમાંથી વીંટી પડી ગઈ. તે જોઈને જ ભારતની જેમ સર્વ અનિત્યાદિ ભાવનાઓ ભાવતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એટલે ત્યાં જ પંચમુષ્ટિ લોન્ચ કરી દેવતાએ આપેલો મુનિવેશ ઘારણ કરીને નીકળ્યા, અને રાજા વગેરેને પ્રતિબોધ કરી નાટકના પાત્રરૂપ કરેલાં પાંચસો રાજપુત્રોને બોઘ પમાડી દીક્ષા આપી, તથા બીજા અનેક ભવ્ય પ્રાણીઓને પણ બોઘ પમાડ્યો. નાટકને માટે રત્નાદિક સર્વ વસ્તુ એકઠી કરી હતી તે સર્વ તેના સસરા નટે લઈ લીધી; તેથી તેનું જીવન પર્યતનું નિર્ધનપણું ટળી ગયું. - હવે અષાઢભૂતિ મુનિએ પાંચસો સાધુઓ સહિત અન્યત્ર વિહાર કર્યો. કેવલજ્ઞાન પ્રાપ્ત થયેલું હોવાથી તે પોતાના ગુરુને વાંદવા યોગ્ય થયા. તે સ્વરૂપ જાણીને તેના ગુરુ વગેરે વારંવાર મસ્તક ધુણાવીને તેની પ્રશંસા કરવા લાગ્યા કે-“અહો! દેવતાઓ પણ ચક્રીના જેવી સંપત્તિ વિદુર્વે છે, તથા બહારનાં સ્વરૂપો યથાસ્થિત દેખાડે છે, તેમાં કાંઈ આશ્ચર્ય નથી. પરંતુ આ અષાઢમુનિએ તો બાહ્ય રૂપો એવી રીતે કર્યા કે જેથી આંતર સ્વરૂપ પણ ભેદ રહિત પ્રગટ કરી બતાવ્યું, તે જ મોટું આશ્ચર્ય છે.” “આ અષાઢ મુનિ માયાપિંડનું ભોજન કરવાથી ભ્રષ્ટચિત્ત થયા, તો પણ માત્ર એક મદ્યમાંસ ત્યાગ રૂપ નિયમની શુદ્ધિથી તેમણે પોતાના આત્માને તાર્યો અને બાઘકારી સ્થાને રહીને પણ ભરત ચક્રીનું નાટક કરીને તેમણે આત્માનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું. વ્યાખ્યાન ૨૪૪ લોભનું માઠું ફળ पुमाननर्थं प्राप्नोति, लोभक्षोभितमानसः । यतो लोभपराभूतः, सागरः सागरेऽपतत् ॥१॥ ભાવાર્થ-“જેનું મન લોભથી ક્ષોભ પામેલું છે તે મનુષ્ય અનર્થને પામે છે. કેમકે લોભથી પરાભવ પામેલો સાગરશ્રેષ્ઠી સમુદ્રમાં પડ્યો.” अति लोभो न कर्त्तव्यो, लोभो नैव च नैव च । તિજ્ઞામાભિભૂતાત્મા, સાગર: સારં ગતઃારા ભાવાર્થ-“અતિ લોભ ન કરવો, લોભ ન જ કરવો, ન જ કરવો; અતિ લોભથી પરાભવ પામેલો સાગરશેઠ સમુદ્રમાં ગયો.” સાગર શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત સમુદ્રને કાંઠે ધ્યાનસાગર નામે એક શહેર હતું. તેમાં ચોવીશ કરોડ સોનૈયાનો પતિ સાગર નામે શ્રેષ્ઠી રહેતો હતો. તે જમની જેમ ક્રૂર દૃષ્ટિવાળો હતો, જુગારીની જેમ સર્વને ઠગતો હતો, તેનું વચન કાગડાના જેવું કઠોર હતું, તેની ગતિ (રીતભાત) સર્પના જેવી કુટિલ હતી અને પામર માણસની જેમ તે સર્વદા કલહપ્રિય હતો. તેને ચાર પુત્રો હતા. તેમને એકેક સ્ત્રી પરણાવેલી હોવાથી ઘરમાં ચાર વહુઓ હતી. અન્યદા શ્રેષ્ઠીની સ્ત્રી મરણ પામી. ત્યારથી શ્રેષ્ઠી અતિ કૃપણ હોવાથી તથા અવિશ્વાસુ હોવાથી ઘેર જ રહેવા લાગ્યો, અને તેની નજરે ઘરમાં કોઈ પણ સારું ભોજન કરે, Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૭ સારાં વસ્ત્રો પહેરે, કે સ્નાન દાન વગેરે કરે તો તેની સાથે તે હમેશાં કલહ કરવા લાગ્યો. ભિક્ષુકો તેને ઘેર જતા નહીં, એટલું જ નહીં પણ કાગડા વગેરે પક્ષીઓએ પણ તેનું દ્વાર તજી દીધું હતું. પોષણ કરવા લાયકનું પોષણ નહીં કરવાથી ગૃહસ્થાશ્રમી લોકાચારરહિત કહેવાય છે અને તેથી તેની શોભા તથા મહિમા નાશ પામે છે અને અપયશ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે– वृद्धौ मातापितरौ, साध्वी भार्या लघूनि शिशूनि । अप्युपायशतं कृत्वा, पोष्याणि मनुरब्रवीत् ॥१॥ ભાવાર્થ-‘‘વૃદ્ધ માતા-પિતા, સતી સ્ત્રી અને નાનાં બાળકો સેંકડો ઉપાય કરીને પણ પોષણ કરવા લાયક છે, એવું મનુએ કહેલું છે.” સાગર શ્રેષ્ઠીની આવી રીતભાતથી તેનું બધું કુટુંબ દુ:ખી હતું, પણ તેના પુત્રની સ્ત્રીઓ તો રાત્રે શેઠના સૂતા પછી સ્વચ્છંદપણે ખાતી હતી અને ક્રીડા કરતી હતી. એક વખત કોઈ યોગિની આકાશમાર્ગે જતી હતી, તેણે સસરાને ઘેર રહેતાં છતાં તેની પ્રીતિ નહીં હોવાથી મ્લાન મુખવાળી તેની વહુઓને ગોખમાં બેઠેલી જોઈ, તેથી કૌતુક વડે તે તેમની પાસે આવી એટલે તેઓએ તેને ગોત્રદેવીની જેમ નમસ્કાર કર્યો, તથા મોદક વગેરે આપીને ખૂબ સંતુષ્ટ કરી. એટલે તે યોગિની, માત્ર પાઠ કરવાથી જ સિદ્ધ થાય એવી આકાશગામી વિદ્યા તેમને આપીને, પક્ષીની જેમ આકાશમાં ઊડી ગઈ. એકદા રાત્રિએ પતિ વગેરે સર્વ સૂઈ ગયા ત્યારે ચારે વહુઓ પેલા મંત્ર વડે એક લાકડું અધિવાસિત કરી તેના પર ચઢીને રત્નદ્વીપે ગઈ. ત્યાં સર્વત્ર ક્રીડા કરીને પાછલી રાત્રે પાછી આવી, અને તે લાકડું જ્યાં ત્યાં મૂકીને પોતપોતાને ઠેકાણે સૂઈ ગઈ. એ પ્રમાણે હંમેશાં રાત્રીએ કરવા લાગી. એક દિવસ પશુઓને બાંધવા છોડવાનું તથા દોહવાનું કામ કરનાર ચાકરે તે લાકડું હંમેશાં આડું અવળું થતું જોઈને તેનું કારણ જાણવાની ઇચ્છાથી રાત્રે ગુપ્ત રીતે જોયું એટલે વહુઓનું ચરિત્ર જાણી લીધું. પછી તેણે વિચાર્યું કે—“આ હંમેશાં ક્યાં જાય છે? તે કાલે જોઈશ.’’ પછી બીજે દિવસે રાત્રે તે પોતાનું સર્વ કાર્ય કરીને તે કાષ્ઠના પોલાણમાં સંતાઈ રહ્યો. સમય થતાં હંમેશની જેમ તે કાષ્ઠ ઊડીને સુવર્ણદ્વીપે ગયું. ચારે સ્ત્રી લાકડા પરથી ઊતરીને ચોતરફ ફરવા ગઈ, એટલે ચાકર પણ બહાર નીકળ્યો, ત્યાં તો સર્વ પૃથ્વી સુવર્ણમય જોઈને તે વિસ્મય પામ્યો. પછી તે વહુઓને આવવાનો વખત થયો. એટલે ત્યાર પહેલાં તે ચાકર થોડુંક સુવર્ણ લઈને પૂર્વની જેમ કાષ્ઠના પોલાણમાં ભરાઈ ગયો. થોડી વારે તે સ્ત્રીઓ પણ આવી અને મંત્રશક્તિથી તે કાષ્ઠસહિત ક્ષણવારમાં પોતાને ઠેકાણે આવીને સૂઈ ગઈ. આ પ્રમાણે કેટલોક કાળ ગયો. પેલો ચાકર સુવર્ણ લાવ્યો હતો, તેથી શેઠના ઘરનું કામકાજ કરવામાં અનાદર કરવા લાગ્યો અને શ્રેષ્ઠી તેને કાંઈ કહે તો સામું બોલવા લાગ્યો. તેથી ઘૂર્તમાં શિરોમણિ શ્રેષ્ઠીએ વિચાર્યું કે—‘દ્રવ્યમાન થયા વિના આમ બોલે નહીં, તેથી આણે મારા ઘરમાંથી કાંઈક ચોરી લીધું જણાય છે.’' એમ ઘારીને એક દિવસ તેને એકાંતમાં બોલાવીને શ્રેષ્ઠીએ યુક્તિપૂર્વક એવી રીતે પૂછ્યું કે તેણે પેટના અજીર્ણની જેમ સર્વ વૃત્તાંત કહી દીધું. શેઠે કહ્યું કે—“આજે મારે જવું છે, તું કોઈને વાત કરીશ નહીં.’’ એમ ચાકરને કહીને શેઠ રાત્રીને સમયે તે કાષ્ઠના પોલાણમાં ભરાઈ ગયા. પ્રથમની જેમ લાકડું સુવર્ણદ્વીપમાં Page #146 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૪૪] લોભનું માઠું ફળ ૧૩૭ ગયું અને વહુઓ ઊતરીને ફરવા ગઈ. એટલે શ્રેષ્ઠી પણ બહાર નીકળ્યો. ત્યાં સર્વ પૃથ્વી સુવર્ણમય દીઠી. એટલે લોભથી તેણે લાકડામાં માય તેટલું સુવર્ણ ભરી દીધું, અને પોતે ખોળામાં રખાય તેટલું સુવર્ણ રાખીને તેના પોલાણમાં અંગનો સંકોચ કરીને પેઠો. સમય થતાં ચારે વહુઓ આવી અને હંમેશની રીતે બે વહુઓ ઉપર બેઠી અને બે વહુઓએ લાકડું ઉપાડ્યું. પરંતુ ઉપાડનારી વહુઓને તેનો ભાર બહુ લાગ્યો. તો પણ જેમ તેમ કરીને તે સમુદ્રના મધ્ય ભાગ ઉપર આવી એટલે તે વહુઓ થાકી ગઈ. તેથી તેમણે કહ્યું કે-“આ લાકડામાં તો બહુ ભાર લાગે છે, માટે આને સમુદ્રમાં મૂકી દઈને પેલું પાણી ઉપર તરતું લાકડું લઈએ.” તે સાંભળીને પોલાણમાં રહેલો શ્રેષ્ઠી બોલ્યો કે–“હે વહુઓ! હું અંદર બેઠો છું, માટે આ લાકડું મૂકી દેશો નહીં.” તે સાંભળીને વહુઓ બોલી કે–“તમે ચોવીશ કરોડ દ્રવ્યના સ્વામી છતાં તમારે શું ઓછું હતું કે અહીં આવ્યા?” એમ કહી “ઔષઘ વિના વ્યાધિ જાય છે' એમ ઘારીને તેમણે લાકડાસહિત સાગરશેઠને સમુદ્રમાં ફેંકી દીધો અને બીજા લાકડા પર બેસીને તેઓ પોતાને ઘેર આવી. સમુદ્રમાં પડેલો સાગર શ્રેષ્ઠી બન્ને પ્રકારે નીચે ગયો. અર્થાત્ આકાશમાંથી નીચે પડ્યો અને મરણ પામીને નરકે ગયો. કહ્યું છે કે लोभाभिभुतान् प्रभवंती जीवान्, दुःखान्यसंख्यानि पदे पदेऽपि । तृष्णा हि कृष्णाहिवधूरिवोग्रा, निहंति चैतन्यमशेषमाशु ॥१॥ ભાવાર્થ-“લોભથી પરાભવ પામેલા પ્રાણીઓને પગલે પગલે અસંખ્ય દુઃખો પ્રાપ્ત થાય છે, અને કાળી નાગણના જેવી ઉગ્ર તૃષ્ણા સર્વ પ્રકારના ચૈતન્યનો શીધ્રપણે નાશ કરે છે.” वामदेवेन मित्रेण, रूपदेवो वनांतरे । ઘોનિદ્રાવશમૂતો, તમેન મારિતઃ રાા. ભાવાર્થ-“વનમાં ઘોર નિદ્રાને વશ થયેલા રૂપદેવને તેના મિત્ર વામદેવે એક લાખ દ્રવ્યના લોભથી મારી નાખ્યો.” વળી લોભ એ સર્વ પાપનો બાપ છે. કહ્યું છે કે जनकः सर्व दोषाणां, गुणग्रसनराक्षसः । कंदो व्यसनवल्लीनां, लोभः सर्वार्थबाधकः॥३॥ ભાવાર્થ-“લોભ સર્વ દોષોનો બાપ (ઉત્પન્ન કરનાર) છે, સર્વ ગુણોનો નાશ કરવામાં રાક્ષસ સમાન છે, દુઃખરૂપી લતાનો કંદ (મૂળ) છે, અને ઘર્માદિક ચારે પુરુષાર્થને બાદ કરનાર છે.” તે ઉપર શુભંકર બ્રાહ્મણનું દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે– શુભંકર બ્રાહ્મણનું દ્રષ્ટાંત પૃથ્વીપુર નામના નગરમાં શુભંકર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને ઘર્મનું મર્મ જાણનારી જૈનમતિ ગુણવતી નામે ભાર્યા હતી. એકદા તે બ્રાહ્મણ વિદ્યાભ્યાસ કરવા માટે પરદેશમાં ગયો. ત્યાં તેણે ચાર વેદ, અઢાર પુરાણ, વ્યાકરણ, અલંકાર, ન્યાય, સાહિત્ય, કોશ વગેરે સર્વ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. પછી સ્થાને સ્થાને અનેક વિદ્વાનોને વાદમાં જીતીને જયવંત થયો તો તે પોતાને ઘેર આવ્યો. ત્યાં પણ પોતાના શાસ્ત્રજ્ઞાનનો આડંબર સર્વ લોકને અત્યંત દેખાડવા લાગ્યો. તે જોઈ તેની જૈનઘર્મી ભાર્યાએ વિચાર્યું કે-“આ મારો પતિ મિથ્યાત્વીઓનાં એકાંતવાદી શાસ્ત્રો ભણેલો છે; Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૭ પરંતુ સ્યાદ્વાદમાર્ગને નહીં જાણનાર મનુષ્ય વસ્તુનું યોગ્યાયોગ્ય વિવેચન જાણતો નથી, માટે હું તેને કાંઈક પૂછું.” એમ ઘારી તેણે પોતાના પતિને પૂછ્યું કે-“હે સ્વામી! સર્વ પાપનો બાપ કોણ?” બ્રાહ્મણે કહ્યું કે-“હે પ્રિયે! હું શાસ્ત્રમાં જઈને કહીશ.” પછી તે જેટલાં શાસ્ત્ર ભણ્યો હતો તે સર્વ તેણે જોયાં, પણ તેમાંથી પાપનો બાપ ક્યાંય નીકળ્યો નહીં. તેથી તેણે ખેદ પામીને સ્ત્રીને કહ્યું કે-“હે પ્રિયા! તારા પ્રશ્નનો જવાબ તો કોઈ શાસ્ત્રમાંથી નીકળતો નથી, પણ તેં આ પ્રશ્ન ક્યાંથી સાંભળ્યો?” તે બોલી કે-“મેં રસ્તે જતાં કોઈ જૈનમુનિના મુખથી સાંભળ્યું હતું કે–“સર્વ પાપનો એક પિતા છે. તેથી હું તમને તેનું નામ પૂછું છું.” વિપ્ર બોલ્યો કે–“હું તે સાધુ પાસે જઈને પૂછું અને સંદેહ રહિત થાઉં.” પછી તે વિપ્ર સાધુ પાસે જઈને બેઠો અને સંસ્કૃત ભાષામાં કેટલાક પ્રશ્નો કર્યા; તેના યથાસ્થિત ઉત્તર મળવાથી તે બહુ ખુશી થયો. પછી તેણે પૂછ્યું કે-“હે સ્વામી! પાપના બાપનું નામ કહો.” ગુરુએ કહ્યું કે-“સંધ્યા સમયે તમે અહીં આવજો, તે વખતે તેનું નામ હું કહીશ.” એટલે બ્રાહ્મણ પોતાને ઘેર ગયો. ગુરુએ વિચાર્યું કે-“જરૂર આ બ્રાહ્મણને પ્રતિબોધ કરવા માટે તેની ભાર્યાએ મોકલ્યો જણાય છે. માટે કોઈ પણ ઉપાયથી તેને પ્રતિબોઘ પમાડું.” એમ ઘારીને એક શ્રદ્ધાળુ શ્રાવકને ગુરુએ કહ્યું કે–“તમારે ઘેરથી બે અમૂલ્ય રત્નો લાવીને મને આપો, મારે તેનું કામ છે; અને બીજું, કોઈ ચાંડાલ પાસે એક ગધેડાનું મડદું ઉપડાવીને આ ઉપાશ્રયથી સો હાથ દૂર કોઈ એકાંત જગ્યાએ મુકાવો.” શ્રાવકે તે કામ શીધ્ર કરી દીધું. પછી સંધ્યા સમય થતાં પેલો બ્રાહ્મણ ગુરુ પાસે આવ્યો; એટલે ગુરુએ તેને એકાંતમાં કહ્યું કે-“અમારું એક કામ કરવાનું કબૂલ કરો તો આ એક રત્ન આપું, અને કાર્ય કરી રહ્યા પછી આ બીજું રત્ન પણ આપીશ.” બ્રાહ્મણે રત્ન જોઈ હર્ષથી કહ્યું કે-“હે પૂજ્ય! કામ બતાવો.” ગુરુએ કહ્યું કે-“આ ઉપાશ્રય નજીક એક ગધેડાનું શબ પડ્યું છે તેથી તે પડ્યું હોય ત્યાં સુધી અમને સ્વાધ્યાય વગેરે ઘર્મકાર્યમાં વિધ્ર થાય છે, અર્થાત્ અમે ઘર્મકાર્ય કરી શકતા નથી, તેથી તેને ઉપાડીને તમે ગામ બહાર નાંખી આવો.” બ્રાહ્મણે વિચાર્યું કે-“હમણાં અંધારું થઈ ગયું છે, તેથી મને વેદપારગામીને અત્યારે કોણ ઓળખે તેમ છે? માટે સ્વાર્થ સાધી લઉં.” એમ વિચારીને તે ચાંડાલ જેવો વેષ કરી, પેલું શબ ખાંધે ચઢાવી, યજ્ઞોપવીત સંતાડીને તેને બહાર મૂકી આવ્યો. પછી સ્નાન કરીને જલદી ગુરુ પાસે આવ્યો અને કહ્યું કે-“હે સ્વામી! આપનું કાર્ય કરી આવ્યો, માટે તમારું વચન તમે પાળો.” એટલે સૂરિએ તેને બીજું રત્ન પણ આપી દીધું. પછી બ્રાહ્મણે સૂરિને પોતાના પ્રશ્નનો ઉત્તર પૂછ્યો. ત્યારે ગુરુએ કહ્યું કે-“હજુ સુધી તારા પ્રશ્નનો જવાબ તું સમજ્યો નથી?” તે સાંભળીને તે લઘુકર્મી હોવાથી, સુલભબોઘી હોવાથી તથા અનેક શાસ્ત્રનાં જ્ઞાનવાળો હોવાથી સારી રીતે વિચાર કરતાં તેને સમજાયું કે-“અહો! હું “બ્રાહ્મણ” કે જેનો અર્થ “બ્રહ્મતત્ત્વને જાણનાર થાય છે, તથા હું ગાયત્રીનો જાપ કરનાર, છતાં પણ લોભના પરવશપણાથી આવી નિંદ્ય દશાને પામ્યો. ઘર્મશાસ્ત્રાદિકમાં કહ્યું છે કે लोभश्चेदतिपापकर्मजनको यद्यस्ति किं पातकैः । सत्यं चेत्तपसा च किं शुचिमनो यद्यस्ति तीर्थेन किम् ॥ सौजन्यं यदि किं निजैश्च महिमा यद्यस्ति किं मंडनैः । सद्विद्या यदि किं धनैरपयशो यद्यस्ति किं मृत्युना ॥१॥ Page #148 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૪૫] લોભનું સ્વરૂપ ૧૩૯ ભાવાર્થ-“અત્યંત પાપકર્મને ઉત્પન્ન કરનાર પાપનો બાપ જો લોભ હોય તો બીજા પાપથી શું? જો સત્ય હોય તો તપની શી જરૂર છે? જો મન પવિત્ર હોય તો તીર્થ કરવાથી શું વિશેષ છે? જો સુજનતા હોય તો આ માણસનું શું કામ છે? જો મહિમા હોય તો અલંકાર પહેરવાથી શું વિશેષ છે? જો સારી વિદ્યા હોય તો ઘનની શી જરૂર છે? અને જો અપયશ હોય તો પછી મૃત્યુએ કરીને શું વધારે છે? અર્થાત્ અપયશ એ જ મૃત્યુ છે.” (એમ સર્વત્ર જાણવું.) | ઇત્યાદિ વિચાર કરીને તે બ્રાહ્મણ પોતાને ઘેર આવી પોતાની સ્ત્રીને કહેવા લાગ્યો કે-“હે પ્રિયા! જૈન સાઘુએ મને સારો બોઘ પમાડ્યો. જૈનધર્મ સર્વ ઘર્મમાં ઉત્તમ અને લોકોત્તર છે. માત્ર એક લોભને નહીં જીતવાથી સર્વ ઘર્મકૃત્યો વ્યર્થ છે. લોભી માણસ સર્વ પ્રકારનાં પાપકર્મો કરે છે.” પછી તે બ્રાહ્મણ ફરીને ગુરુ પાસે ગયો, અને ગુરુને કહ્યું કે–“હે સ્વામી! આપની કૃપાથી મને જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્ન પ્રાપ્ત થયાં.” ઇત્યાદિ ગુરુની પ્રશંસા કરીને તેનો અત્યંત ઉપકાર માન્યો. આ દ્રષ્ટાંતનું તાત્પર્ય એ છે કે–લોભનો નાશ કરવા જેવો બીજો કોઈ ઘર્મ નથી અને લોભને વશ થવા જેવું બીજું કોઈ પાપ નથી.” જુઓ! સ્ત્રીએ મોકલેલા બ્રાહ્મણને નિઃસ્પૃહ ગુરુએ યુક્તિથી પ્રતિબોધ પમાડ્યો. વ્યાખ્યાન ૨૪૫ લોભનું સ્વરૂપ आरभ्यते पूरयितुं, लोभगर्तो यथा यथा । तथा तथा महच्चित्रं, मुहुरेष विवर्द्धते ॥१॥ ભાવાર્થ-“લોભરૂપી ગર્ત (ખાડો) જેમ જેમ પૂર્ણ કરવા આરંભ કરીએ છીએ, તેમ તેમ તે ખાડો વારંવાર વૃદ્ધિ પામે છે તે એક મોટું આશ્ચર્ય છે.” અનંતી વખત ભોજન કર્યા, વસ્ત્રો પહેર્યો, વિષયો સેવ્યા અને ભવોભવમાં દ્રવ્યનો પણ સંચય કર્યો છતાં લોભરૂપી ગર્તનો એક ખૂણો પણ પૂર્ણ થયો નહીં. આ વિષયમાં સુભૂમ ચક્રીનું દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે સુભૂમ ચક્રીનું દ્રષ્ટાંત એકદા સ્વર્ગમાં વિશ્વાનર અને ઘવંતરી નામના બે દેવો પરસ્પર મિત્ર હોવાથી પોતપોતાના ઘર્મની પ્રશંસા કરવા લાગ્યા. તેમાં એક જૈનઘર્મી હતો અને બીજો શૈવઘર્મી હતો. પછી તેઓ ઘર્મની પરીક્ષા કરવા માટે મૃત્યુલોકમાં આવ્યા. તે વખતે મિથિલા નગરીનો પધરથ નામનો રાજા વાસુપૂજ્ય સ્વામી પાસે દીક્ષા લઈને માર્ગે ચાલ્યો જતો હતો. તેને જોઈને તેની પરીક્ષા કરવા માટે તે દેવોએ અનેક પ્રકારનાં સ્વાદિષ્ટ અન્ન વિદુર્થીને આપવા માંડ્યાં. પરંતુ તે દેવપિંડ છે એમ જાણવાથી સુઘાથી પીડિત છતાં પણ તે મુનિએ તે ગ્રહણ કર્યા નહીં અને પોતાના નિયમથી ચલાયમાન થયા નહીં. આગળ જતાં બે માર્ગ આવ્યા, તેમાં એક રસ્તા ઉપર તીક્ષ્ણ કાંટા વિફર્યા અને બીજા માર્ગ ઉપર સૂક્ષ્મ દેડકાં ઉત્પન્ન કર્યા. ત્રીજો માર્ગ ન હોવાથી તે રાજર્ષિ ઈર્યાસમિતિ પાળવા માટે કાંટાવાળા માર્ગે ચાલ્યા. કાંટા લાગવાથી પગમાંથી રુધિરની ઘારા વહેવા માંડી, તો Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૭ પણ તે રસ્તો તેમણે છોડ્યો નહીં. ત્યાર પછી દેવો અનેક સ્ત્રીઓનાં રૂપ વિકુર્તીને ગીત નૃત્યાદિ કરવા લાગ્યા, તો પણ તેમનું મન ક્ષોભ પામ્યું નહીં. છેવટે નૈમિત્તિકનું રૂપ ધારણ કરીને તેઓએ તેમને કહ્યું કે—“હે મુનિ! અમે ત્રિકાળજ્ઞાની છીએ, તેથી અમે જાણીએ છીએ કે તમારું આયુષ્ય હજુ ઘણું છે; માટે યુવાવસ્થાના ફળ રૂપ ભોગવિલાસ ભોગવીને પછી વૃદ્ધાવસ્થામાં તપ કરજો.’’ ત્યારે મુનિ બોલ્યા કે—“જો આયુષ્ય ઘણું હશે તો લાંબા કાળ સુધી ચારિત્ર પળાશે; વિષયભોગ તો પૂર્વે અનંતીવાર ભોગવ્યા, પણ તેથી કાંઈ તૃપ્તિ થઈ નહીં, હવે જીવતાં સુધી પણ તેની સ્પૃહા નથી.’’ તે સાંભળી દેવોએ જૈનશાસનની પ્રશંસા કરી. પછી એક અરણ્યમાં જમદગ્નિ નામનો વૃદ્ધ તાપસ ચિરકાળથી તપસ્યા કરતો હતો, ત્યાં જઈ તે બન્ને દેવ ચકલા ચકલીનું રૂપ વિકુર્તીને તેની દાઢીમાં માળો બાંધીને રહ્યા. ચકલાએ મનુષ્યવાણીથી ચકલીને કહ્યું કે–‘“હે પ્રિયા! હું હિમવંત પર્વત ઉપર જાઉં છું, થોડા દિવસમાં પાછો આવીશ.’’ ચકલી બોલી કે—‘ત્યાં તમને કોઈ બીજી ચકલી ૫૨ આસક્તિ થાય, તો પછી હું પતિ વિનાની શું કરું? માટે હું તમને નહીં જવા દઉં' તે સાંભળીને ચકલાએ પાછા આવવા માટે ગૌહત્યા વગેરેના સોગન ખાધા. ત્યારે ચકલી બોલી કે—જો તમે પાછા ન આવો તો આ ઋષિના પાપથી લેપાઓ, એવા સોગન ખાઓ તો જવા દઉં.’’ તે સાંભળીને તાપસ ક્રોધાયમાન થયો, અને તે પક્ષીઓને પકડવા માટે દાઢીમાં હાથ નાંખી તેમને પકડીને કહ્યું કે—“અરે પક્ષીઓ! હું પાપી શી રીતે? તે કહો.’’ ત્યારે પક્ષીઓ બોલ્યા કે—“હે તપોનિધિ! ક્રોધ કરશો નહીં. તમારું શાસ્ત્ર જુઓ. તેમાં કહ્યું છે કે— अपुत्रस्य गतिर्नास्ति, स्वर्गो नैव च नैव च । तस्मात् पुत्रमुखं वीक्ष्य, सर्वकार्याणि साधयेत् ॥ १॥ ભાવાર્થ-‘અપુત્રની ગતિ થતી નથી, તેમજ સ્વર્ગ તો મળતું જ નથી. માટે પુત્રનું મુખ જોઈને પછી સર્વ કાર્ય સાધવાં.’ માટે હે ઋષિ! તમે પુત્ર રહિત છો, તેથી તમારી સદ્ગતિ કેમ થશે?’’ આ પ્રમાણે સાંભળીને તે તાપસનું મન ક્ષોભ પામ્યું; તેથી તપસ્યા છોડીને કોષ્ટક નામના નગરમાં ગયો. ત્યાં જિતશત્રુ નામે રાજા હતો. તેની પાસે જઈને તેણે કન્યાની યાચના કરી. રાજાએ કહ્યું કે‘મારે સો કન્યાઓ છે, તેમાંથી જે કન્યા તમને પરણવાની ઇચ્છા કરે તેને ગ્રહણ કરો.'' પછી તાપસ કન્યાઓના અંતઃપુરમાં ગયો. ત્યાં બધી કન્યાઓએ તેને વૃદ્ધ તથા સંસ્કાર વિનાના અંગવાળો હોવાથી કુરૂપ જોઈને થૂ થૂ કરી તેની અવગણના કરી; તેથી તાપસે ક્રોધથી તે સર્વ કન્યાઓને કૂબડી કરી દીધી. ત્યાંથી પાછા વળતાં રાજભવનના આંગણામાં એક મુગ્ધ કન્યાને ધૂળમાં રમતી જોઈને તાપસે એક બીજોરું તેને દેખાડ્યું. તે લેવા માટે તેણે લાંબો હાથ કર્યો. એટલે ‘આ કન્યા મને ઇચ્છે છે' એમ કહીને તેને ઉપાડી લીધી. રાજાએ શાપના ભયથી હજાર ગાયો તથા દાસી સહિત તે કન્યા તે તાપસને આપી. ત્યાર પછી રાજાની પ્રાર્થનાથી તે તાપસે પેલી સર્વ કન્યાઓને સારી કરી. હવે તે રેણુકા કન્યાને લઈને જમદગ્નિ તાપસ વનમાં આશ્રમ કરીને તેનું લાલનપાલન કરવા લાગ્યો. અનુક્રમે તે કન્યા યુવાવસ્થા પામી, ત્યારે તે તેને વિધિપૂર્વક પરણ્યો. તેને ઋતુકાળ આવતાં Page #150 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૪૫] લોભનું સ્વરૂપ ૧૪૧ તેની પ્રાર્થનાથી જમદગ્નિએ બ્રાહ્મણ તથા ક્ષત્રિય પુત્ર ઉત્પન્ન થાય તેવા બે ચરુ મંત્રીને તૈયાર કર્યા. તેમાંથી રેણુકાએ બ્રાહ્મણ ચરુ નહીં ખાતાં ક્ષત્રિય ચરુ ખાઘો અને બ્રહ્મચરુ પોતાની બહેન કે જે હસ્તિનાપુરના રાજા અનંતવીર્યની પટ્ટરાણી હતી તેને મોકલ્યો. તે તેણે ખાધો. સમય આવતાં રેણુકાને રામ નામનો અને તેની બહેનને કતવીર્ય નામનો પુત્ર થયો. અન્યદા તે આશ્રમમાં એક વિદ્યાઘર આવ્યો, તેને અતિસારનો વ્યાધિ થયો હતો. રામે તેની સેવા કરીને તેને સાજો કર્યો; તેથી વિદ્યાઘરે તેને પરશુ વિદ્યા આપી. રામ તે વિદ્યા સાથીને પરશુરામ નામે પ્રસિદ્ધ થયો અને દેવાધિષ્ઠિત પરશુ લઈને ચોતરફ ફરવા લાગ્યો. એકદા રેણુકા પોતાની બહેનને મળવા માટે હસ્તિનાપુર ગઈ. ત્યાં પોતાના બનેવીની સાથે તેણે ભોગ ભોગવ્યો. તેનાથી તેને એક પુત્ર થયો. રામે પોતાની માતાને દુરાચારિણી જાણીને પુત્ર સહિત મારી નાંખી; તેથી ક્રોઘ પામેલા અનંતવીર્યે તેનો આશ્રમ ભાંગી નાંખ્યો. તે જાણીને રામે તેને પરશુ વડે મારી નાંખ્યો. પછી તેના રાજ્ય ઉપર પ્રધાનોએ તેના પુત્ર કૃતવીર્યને બેસાડ્યો. તે કૃતવીર્ય રાજાએ પિતાનું વૈર લેવા માટે જમદગ્નિને માર્યો. તેથી ક્રોધાયમાન થયેલા રામે કૃતવીર્યને મારીને તેનું રાજ્ય લઈ લીધું. તે વખતે કૃતવીર્યની એક સગર્ભા સ્ત્રી નાસીને તાપસીના આશ્રમમાં ગઈ. તેને રાજાની રાણી જાણીને તાપસોએ ભોંયરામાં ગુપ્ત રીતે રાખી. રામને ક્ષત્રિય જાતિ પર ક્રોઘ થવાથી તેણે સાત વાર ક્ષત્રિયરહિત પૃથ્વી કરી, અને મારેલા રાજાઓની દાઢ કઢાવી તેનો થાળ ભરીને સભામાં પોતાની પાસે રાખ્યો. એકદા કોઈ એક નિમિત્તિઓ આવ્યો. તેણે પરશુરામના પૂછવાથી કહ્યું કે-“જે માણસની દ્રષ્ટિથી આ દાઢો ખીરરૂપ થઈ જશે, અને જે માણસ તે ખીર ખાઈ જશે, તેના હાથથી તમારું મૃત્યુ થશે.” તે સાંભળીને રામે શત્રુની ખબર પડવા માટે એક દાનશાળા કરાવી. તેમાં એક સિંહાસન રાખી તેના પર તે થાળ મૂક્યો. પછી તે ક્ષત્રિયોનો વઘ કરવા માટે ચોતરફ ભમવા લાગ્યો. જ્યાં જ્યાં કોઈ પણ ક્ષત્રિય હોય ત્યાં ત્યાં તેની પરશુ (કુઠાર) માંથી અગ્નિની જ્વાળા નીકળતી, એટલે તેને તે મારી નાખતો. ફરતો ફરતો એક દિવસ તે પેલા તાપસોના આશ્રમમાં ગયો. ત્યાં કૃતવીર્યની રાણીને ભોંયરામાં પુત્ર પ્રસવ્યો હતો, તેનું નામ સુભૂમ રાખેલું હતું. તે ક્ષત્રિય પુત્ર હોવાથી રામના પરશુમાંથી ત્યાં વાળા નીકળી, એટલે રામે તાપસીને કહ્યું કે-“આ આશ્રમમાં કોઈ પણ ક્ષત્રિય હોવો જોઈએ.” તાપસી બોલ્યા કે–“અમે સર્વે તાપસો મૂળ ક્ષત્રિયો જ છીએ.” એ પ્રમાણે સાંભળીને સંદેહરહિત થયેલો પરશુરામ પોતાને સ્થાને જઈ રાજ્ય કરવા લાગ્યો. એકદા વૈતાઢ્ય પર્વતના સ્વામી મેઘનાદ નામના વિદ્યાઘરે નિમિત્તિયાને પૂછ્યું કે–“મારી કન્યાનો પતિ કોણ થશે?” નિમિત્તિયાએ કહ્યું-“સુભૂમ નામે ચક્રવર્તી તમારી પુત્રીનો પતિ થશે.” તે સાંભળીને મેઘનાદે પોતાની પુત્રી ભોંયરામાં જ રહેલા સુભૂમને પરણાવી. એક દિવસે સુભૂમે પોતાની માતાને પૂછ્યું કે–“હે માતા! શું પૃથ્વી આટલી જ છે?” ત્યારે માતાએ કહ્યું કે-“પુત્ર! પૃથ્વી તો ઘણી છે, પણ તારા પિતાને પરશુરામે મારી નાંખ્યા, અને હમણાં હસ્તિનાપુરનું રાજ્ય તે કરે છે; તેના ભયથી આપણે આ ભોંયરામાં આવીને રહ્યા છીએ.” આ પ્રમાણે સાંભળીને સુભૂમને બહુ ક્રોઘ ચડ્યો; તેથી તત્કાળ બહાર નીકળી મેઘનાદને સાથે લઈને તે હસ્તિનાપુરમાં આવ્યો. ત્યાં Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૭ પ્રથમ તે દાનશાળામાં ગયો, એટલે પેલી દાઢો પર તેની દ્રષ્ટિ પડતાં જ તે ખીરરૂપ થઈ ગઈ, તેથી તે ખાવા લાગ્યો. તે પ્રમાણે જોઈને રામે રાખેલા રક્ષકો તેને મારવા દોડ્યા. તેમને મેઘનાદે હરાવ્યા. તે વૃત્તાંત જાણીને પરશુરામ પોતે હાથમાં પરશુ લઈને તેને મારવા આવ્યો. સુભૂમે તેના પર થાળને ભમાવીને મૂક્યો, કે તે જ થાળ હજાર દેવતાઓથી અધિષ્ઠિત ચક્ર બની ગયું. તેનાથી રામ મૃત્યુ પામ્યો. તે વખતે દેવતાઓએ સુભમ ઉપર પુષ્યની વૃષ્ટિ કરી. પૂર્વના વૈરને લીધે સુભૂમે એકવીશ વખત બ્રાહ્મણ વિનાની પૃથ્વી કરી. અનુક્રમે તે છ ખંડનું ચક્રવર્તીપણું પામ્યો; તો પણ લોભને લીધે તેને ઘાતકી ખંડમાં આવેલા ભરતક્ષેત્રના છ ખંડ સાધવાની ઇચ્છા થઈ. તે વખતે દેવ, દાનવ અને વિદ્યાઘરોએ તેને કહ્યું કે-“હે રાજા! પૂર્વે ભરત ચક્રવર્તી વગેરેએ માત્ર આ ભરતક્ષેત્રના છ ખંડને જ પોતાની આજ્ઞામાં રાખ્યા હતા. અનંત કાળમાં અનંતા ચક્રીઓ થઈ ગયા, અનંતા થવાના છે, તે સર્વની એવી જ સ્થિતિ અને નીતિ છે. કોઈ ઘાતકીખંડના ભરતક્ષેત્રને સાઘવા જતું નથી.” ઇત્યાદિ દેવાદિકના ઉપદેશની અવગણના કરીને સુભૂમ ચક્રી પોતાના સૈન્ય સહિત લવણસમુદ્રને કાંઠે આવ્યો, અને પોતાના ચર્મરત્નને હાથનો સ્પર્શ કરીને વિસ્તાર્યું. તેની ઉપર સર્વ સૈન્યને બેસાડીને લવણસમુદ્રને પેલે પાર જવા માટે ચાલ્યો. તે વખતે સર્વ દેવોએ પૃથક્ પૃથક પોતપોતાના મનમાં વિચાર કર્યો કે–“આ રાજાના ઘણા દેવો સેવક છે, તેથી મારી એકલાની શક્તિ શું કામની છે? હું જઈશ તો કાંઈ અટકી પડશે નહીં. માટે લાવ, હું દેવાંગનાને મળી આવું.” એમ વિચારીને એક વખતે સર્વ દેવોએ તેને છોડી દીઘો; એટલે તે સર્વ સેના સહિત બે લાખ યોજન વિસ્તારવાળા લવણસમુદ્રમાં ડૂબી ગયો અને મરીને સાતમી નરકે ગયો. અતિ લોભરૂપી પિશાચે જેનું ચિત્ત ગ્રસ્ત કર્યું છે એવા કયા પુરુષો વિપત્તિ નથી પામતા? કેમ કે ચક્રવર્તીનું પદ પામ્યા છતાં પણ સુભૂમ રાજા લોભથી જ સાતમી નરકે ગયો.” વ્યાખ્યાન ૨૪૬ ક્રોધપિંડ તથા માનપિંડ उच्चाटनादि सामर्थ्य-शापमंत्रतपोबलम् । प्रदर्श्य क्रोधतो लाति, क्रोधपिंडः स उच्यते ॥४॥ ભાવાર્થ-“ઉચ્ચાટન, કામણ, મારણ, વશીકરણ વગેરેના સામર્થ્યથી શાપ, મંત્ર તથા તપનું બળ દેખાડીને ક્રોઘથી જે આહારાદિકનું ગ્રહણ કરે છે તે ક્રોઘપિંડ કહેવાય છે.” ક્રોપિંડ ઉપર મુનિનું દ્રષ્ટાંત હસ્તિકલ્પ નામના નગરમાં કોઈ સાધુ માસક્ષપણને પારણે એક બ્રાહ્મણને ઘેર વહોરવા ગયા. ત્યાં કોઈના મરણપ્રસંગની જ્ઞાતિ જમતી હતી. જમવા બેઠેલા બ્રાહ્મણોને ઘેબર વગેરે પીરસાતા હતા. ત્યાં તે સાધુ ઘણી વાર સુધી ઊભા રહ્યા, પણ કોઈએ ભિક્ષા તો આપી નહીં પણ ઊલટા બ્રાહ્મણો “અહીંથી નીકળ, અહીંથી નીકળ” એમ કહીને તે સાઘુની અવગણના કરવા લાગ્યા. ત્યારે સાઘુએ ક્રોઘથી કહ્યું કે–“આ પ્રસંગે તમે મને અન્ન આપતા નથી, તો ફરીને આવા જ પ્રસંગે હું આવીશ.” એમ કહીને સાધુ અન્ય સ્થાને ગયા. દૈવયોગે થોડા જ દિવસમાં તે બ્રાહ્મણના ઘરમાં Page #152 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૪૬] ક્રોથપિંડ તથા માનપિંડ ૧૪૩ બીજું માણસ મરી ગયું, અને તેવી જ રીતે તેના જ્ઞાતિભોજનને દિવસે તે સાધુ માસક્ષપણને પારણે ત્યાં ગયા. તે દિવસે પણ ચિરકાળ ઊભા રહ્યા છતાં ભિક્ષા ન મળવાથી સાધુએ ફરીને કોપથી કહ્યું કે‘ફરીથી આવા જ કાર્યમાં હું આવીશ.' એમ કહીને તે ચાલતા થયા. વિધિના વશથી તેના ઘરમાં ત્રીજું માણસ મરી ગયું. તેના જ્ઞાતિભોજનને દિવસે વળી તે જ રીતે તે સાધુ આવ્યા. તે વખતે પણ ભિક્ષા નહીં મળવાથી સાધુ કોપથી બોલ્યા કે–‘આ કાર્યમાં આપતા નથી, તો ફરીથી પાછો આવા જ કાર્યમાં આવીશ.’’ એમ કહીને જતાં રસ્તામાં દ્વારપાળે તે સાધુને જોઈને ઘરઘણીને કહ્યું કે“આ સાધુ વારંવાર ભિક્ષા ન મળવાથી ક્રોધ કરીને જાય છે; માટે તેનું સન્માન કરીને ભિક્ષા આપો.'' ઘરઘણીએ વિચાર્યું કે‘આમાં કાંઈ પણ કારણ હોવું જોઈએ, નહીં તો મહિને મહિને આમ મરણપ્રસંગ ક્યાંથી આવે? કેમકે આવા આવા ખર્ચ કરીને હું તો થાકી ગયો; માટે આ સાધુને સંતોષ પમાડું.' એમ ધારીને તરત ઊભો થઈ તે સાધુ પાસે જઈ તેમને નમસ્કાર કરીને બોલ્યો કે—“હે સ્વામી! મારો અપરાધ ક્ષમા કરો અને આ ઘેબર વહોરીને મારા પર અનુગ્રહ કરો, તેમજ જીવિતદાન આપો.' એ રીતે તેમને બહુ પ્રકારે ખમાવીને યથેચ્છપણે ઘેબર વહોરાવ્યા. આવી રીતે લીઘેલો આહાર ક્રોધપિંડ કહેવાય છે. તે વૃત્તાંત ગુરુએ આલોયણ આપતી વેળાએ જાણ્યો; તેથી તેને યોગ્ય આલોયણ આપીને શુદ્ધ કર્યો. હવે માનપિંડ વિષે કહે છે लब्धिपूर्णस्त्वमेवासी-त्युत्साहितोऽन्यसाधुभिः । गृहिभ्यो गर्वितो गृह्णन्, मानपिंडः स उच्यते ॥१॥ ભાવાર્થ—‘તમે જ સર્વ લબ્ધિથી પૂર્ણ છો.' એમ કહીને બીજા સાધુઓએ ઉત્સાહ પમાડેલો કોઈ સાધુ ગર્વ પામીને ગૃહસ્થો પાસેથી જે પિંડ લઈ આવે તે માનપિંડ કહેવાય છે. માનપિંડ ઉપર મુનિનું દૃષ્ટાંત કોશલ દેશમાં ગિરિપુષ્પ નામના નગરમાં સેવ સંબંધી કોઈક ઓચ્છવ હતો. તેથી તે દિવસે દરેક ઘરે સેવો કરી હતી. તે દિવસે યુવાન સાધુઓમાં પરસ્પર વાતો ચાલતાં એક સાધુએ કહ્યું કે—“આજે તો ગોચરીમાં ઘણી સેવો મળશે, પણ જે કાલે લાવે તે ખરો લબ્ધિમાન ગણાય.’ તે સાંભળીને બીજા સાધુ બોલ્યા કે–‘અહો! ઘી, ગોળ વિનાની થોડી સેવ લાવે તો તેથી શું?’’ તેવામાં એક ગર્વના પર્વત સમાન સાધુ બોલ્યા કે—‘કાલે હું ઘણી સેવ લાવીશ.’’ એમ પ્રતિજ્ઞા કરીને બીજે દિવસે તે સાધુ ગોચરીએ ગયા. ત્યાં એક ગૃહસ્થને ઘેર સેવ દેખીને તેની સ્ત્રી પાસે તેમણે વિવિધ ઉક્તિથી સેવની યાચના કરી, તો પણ તેણે સેવ આપી નહીં. ત્યારે સાધુએ ગર્વથી કહ્યું કે—“ગમે તેમ કરીને પણ હું આ સેવ લઈશ.'' તે સ્ત્રી બોલી કે—‘જો કદાચ તને સેવ આપું તો મને નફટ કહેજે.’’ પછી તે સાધુ બહાર નીકળ્યા અને “તે સ્ત્રીનો પતિ બધું મંડળ ભરાઈને બેઠું છે ત્યાં ગયો છે,’’ એવા કોઈ તરફથી ખબર મળવાથી તે ત્યાં ગયા અને પૂછ્યું કે−‘અહીં દેવદત્ત શેઠ છે?’’ ત્યારે કોઈએ જવાબ આપ્યો કે‘તે શેઠનું શું કામ છે?’’ સાધુએ કહ્યું કે–“તેની પાસે કાંઈક માગવું છે” ત્યારે તેઓ બોલ્યા કે—“અહો! શું કોઈના શૂન્ય ઘરમાં કુમારિકા જોઈ છે?’’ આ પ્રમાણે મશ્કરીનાં વચન સાંભળીને તે શેઠ પોતે બોલ્યો કે–‘હું જ દેવદત્ત છું, તમારે શું કામ છે?'' Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [તંભ ૧૭ સાઘુએ કહ્યું કે–“જો તમે છ પુરુષમાંના કોઈ ન હો, અને તેથી જુદા સાતમા હો તો તમારી પાસે માગું.” તે સાંભળીને સર્વ લોકો વિસ્મય પામ્યા, અને બોલ્યા કે–“તે છ પુરુષ કયા?” ત્યારે સાઘુએ કહ્યું કે श्वेतांगुलिर्बकोड्डायी, तीर्थस्नाता च किंकरः ।। हदनो गृध्रपक्षीव, षडेते गृहिणीवशाः॥१॥ ભાવાર્થ-“શ્વેત આંગળીવાળો, બગલાં ઉડાડનારો, તીર્થમાં (તળાવાદિમાં) સ્નાન કરનારો, ચાકર, ગંઘાતો અને ગીઘ પક્ષી જેવો–એ છ માણસો સ્ત્રીને વશ થયેલા હોય છે.” તેનાં દ્રષ્ટાંત આ પ્રમાણે (૧) એક પુરુષ પોતાની સ્ત્રીને વશ હતો અને તેના હુકમ પ્રમાણે કરનારો હતો. તેણે સુઘા લાગવાથી તેની સ્ત્રી પાસે ખાવાનું માગ્યું, ત્યારે શય્યામાં સૂતેલી તેની સ્ત્રી બોલી કે–“જો તમારે વહેલું ખાવું હોય તો ચૂલામાંથી રાખ કાઢીને બાળવા માટે લાકડાં વગેરે લાવી આપો, તો હું ઉતાવળી રાંધીને તમને જમાડું.” તે સાંભળીને તેણે હમેશાં તેમ કરવા માંડ્યું. એ પ્રમાણે દરરોજ ચૂલામાંથી રાખ કાઢવાથી તેની આંગળીઓ ઘોળી થઈ ગઈ. તેથી લોકમાં તેને સૌ શ્વેતાંગુલી કહેવા લાગ્યા. (૨) કોઈ સ્ત્રીને આધીન થયેલા પુરુષને તેની સ્ત્રીએ કહ્યું કે–“હમેશાં તમારે તળાવમાંથી પાણી ભરી લાવવું.” એટલે તે પુરુષ દિવસે પાણી લેવા જતાં લા આવવાથી રાત્રે તળાવ ઉપર પાણી ભરવા જતો. તેથી તળાવમાં રહેલાં બગલાં ઊડી જતાં હતાં, માટે તે લોકોમાં બગલા ઉડાડનારના નામથી પ્રસિદ્ધ થયો. (૩) કોઈ પુરુષે પોતાની સ્ત્રી પાસે નાહવા માટે પાણી માગ્યું. ત્યારે સ્ત્રીએ કહ્યું કે-“ઘોતિયું લઈને તળાવે સ્નાન કરી આવો.” તેણે હમેશાં તેમ કરવા માંડ્યું. એટલે તે લોકમાં તીર્થસ્માતા નામથી પ્રસિદ્ધ થયો. (૪) એક સ્ત્રીલબ્ધ પુરુષ હમેશાં પ્રાત:કાળે ઊઠીને “હે પ્રિયા! શું કામ કરું? એમ પૂછતો; પછી સ્ત્રી તેને કામ બતાવતી. તે સ્ત્રીના કહેવા પ્રમાણે દળવા ખાંડવાનું કામ કરવા લાગ્યો. એટલે લોકો તેને કિંકર કહીને બોલાવવા લાગ્યા. આ ઉપર એક બીજું દ્રષ્ટાંત છે કે–બ્રહ્મદત્ત ચક્રીએ તેના પર પ્રસન્ન થયેલા કોઈ દેવતા પાસે સર્વ જાતિના તિર્યંચોની બોલી સમજી શકાય એવી વિદ્યા માગી; ત્યારે દેવતાએ કહ્યું કે– “હું તે વિદ્યા તમને આપું, પણ તે વાત તમે જો કોઈને કહેશો તો તમારું મૃત્યુ થશે.” એમ કહીને તેણે વિદ્યા આપી. પછી એક દિવસ રાજા અંતઃપુરમાં આવ્યો, ત્યારે તેને અંગ વિલેપન કરવા માટે રાણી ચંદનનું કચોલું લાવી. તે જોઈને ભીંત ઉપર રહેલી એક ઘરોળીએ પોતાના પતિને પોતાની ભાષામાં કહ્યું કે-“આમાંથી ચંદન મને લાવી આપો.” ત્યારે તેણે કહ્યું કે-“રાજા પાસે હું ચંદન લેવા જાઉં, તો રાજા મને મારી નાંખે.” તે બોલી કે–“જો ચંદન નહીં લાવી આપો, તો હું મરી જઈશ.” આ વાત સાંભળવાથી ચક્રીને હસવું આવ્યું. તે જોઈને રાણીએ પૂછ્યું કે–“કાંઈ પણ કારણ વિના તમે કેમ હસ્યા? માટે તેનું કારણ કહો, નહીં તો હું મરી જઈશ.” રાજાએ કહ્યું કે-“ચિતા પાસે ચાલ. કેમકે હસવાનું કારણ હું કહીશ, તો તરત મારું મૃત્યુ થશે.” એમ કહેવાથી Page #154 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૪૬] ક્રોઘપિંડ તથા માનપિંડ ૧૪૫ પણ રાણીએ હઠ મૂકી નહીં, ત્યારે રાજા ચિતામાં પ્રવેશ કરવા ચાલ્યા. રસ્તામાં રાજાના સેવકો ઘોડાને માટે લીલા જવનું ગાડું ભરીને આવતા હતા. તે જોઈને કોઈ બકરીએ બકરાને કહ્યું કે—“મને એક જવનો પૂળો લાવી આપો.’’ બકરો બાલ્યો કે—‘જો હું તને એ લાવી આપું તો રાજાના સેવકો મારા પ્રાણ લઈ લે.’’ બકરી બોલી કે—“જો તમે લાવી નહીં આપો, તો હું મરી જઈશ.' ત્યારે બકરો બોલ્યો કે—‘હું કાંઈ આ ચક્રીના જેવો સ્ત્રીનો ચાકર નથી કે સ્ત્રીના વચનથી મરવા જાઉં.’’ તે સાંભળીને ચક્રીએ વિચાર્યું કે—‘હું તો પશુ કરતાં પણ વધારે મૂર્ખ બન્યો કે જેથી સ્ત્રીના કહેવાથી મરવા ચાલ્યો.’’ એમ વિચારી બકરાને ગુરુ માનીને ચક્રી પાછો વળ્યો. (૫) કોઈ સ્ત્રીઆસક્ત પુરુષ સ્ત્રીના કહેવાથી છોકરાં રમાડવાં, તેમને મૂત્રોત્સર્ગાદિ કરાવવું અને તેનાં બાળોતિયાં ધોવાં વગેરે કામ કરવા લાગ્યો, તેથી તેનાં વસ્ત્રો કાયમ દુર્ગંધ મારતાં; એટલે લોકો તેને હદન (દુર્ગંઘી) કહેવા લાગ્યા. (૬) કોઈ પુરુષ ભોજન કરવા બેઠો. તે વખતે તેણે પોતાની સ્ત્રી પાસે શાક, છાશ વગેરે માગ્યું, ત્યારે તે સ્ત્રી ઘરના કામમાં ગૂંચાયેલી હોવાથી ક્રોધ વડે બોલી કે–“તમારે હાથે લઈ લો.’’ તેથી તે પુરુષ ગીધ પક્ષીની જેમ કાંઈક બડબડતો હાથે લેવા લાગ્યો. તેથી તે લોકમાં ગીઘ પક્ષીની જેવો કહેવાવા લાગ્યો. માટે આ છ પ્રકારના પુરુષો સ્ત્રીને આધીન છે, સ્ત્રીના ગુલામ છે. તમે જો તેમાંના એકેય ન હો તો તમારી પાસે કંઈક માંગું.’’ આ પ્રમાણે સાધુનાં વચન સાંભળીને સભાના માણસો બોલ્યા કે—“હે સાધુ! આ શેઠ પણ તે છમાંથી જ એક છે.’’ ત્યારે શેઠ બોલ્યા કે—“હે સાધુ! આ લોકોના કહેવાથી શું? તમારી મરજી પ્રમાણે માગો.’ સાધુએ કહ્યું કે—જો એમ હોય, તો તમારા ઘરમાંથી ઘી ગોળ સહિત ઘણી સેવ મને આપો.’’ તે વાત કબૂલ કરીને શેઠ ઘેર ચાલ્યા. સાધુએ તેને તેની સ્ત્રીનો વૃત્તાંત કહ્યો. તેથી સાધુને દરવાજા પાસે રાખીને તે ઘરમાં ગયો, અને પોતાની સ્ત્રીને કાંઈ કામના મિષથી મેડી ઉપર મોકલી, મુનિએ માગેલી સર્વ સામગ્રી વહોરાવી. તે લઈને સાધુએ પોતાનું નાક આંગળી વતી ઘસીને તે શેઠની સ્ત્રીને “નકટી (નફટ) થઈ” એમ સૂચવ્યું. પછી તે સ્ત્રીએ સાધુને પાછા બોલાવીને વધારે સેવ આપી. તે લઈને તેઓ સંતુષ્ટ થયા, અને ઉપાશ્રયે જઈ સર્વ સાધુની પાસે પોતાના ગુણ અને લબ્ધિની પ્રશંસા કરવા લાગ્યા. એકદા આલોયણને વખતે ગુરુએ પૂછ્યું કે—“તેં કોઈ વખત મૂળ ગુણ કે ઉત્તર ગુણની કાંઈ પણ ખંડના કરી છે?’' તેણે કહ્યું કે—“મેં એક વખત દેવદત્ત શેઠને ઘેરથી મોટો આડંબર કરીને સેવ લીધી હતી.’’ ત્યારે ગુરુએ કહ્યું કે—“એ માનપિંડ કહેવાય છે. માટે ત્રણ કાળમાં પણ પરવસ્તુ ઉપર આસક્તિ નહીં રાખનારા મુનિઓએ એવો પિંડ લેવો યોગ્ય નથી.” તે સાંભળીને તેણે પોતાના આત્માની નિંદા કરી અને તે કર્મ આલોવ્યું. જેમ ક્રોઘપિંડ લેવાથી મુનિધર્મનો ઉદ્યોત થતો નથી, તેમજ માનપિંડ પણ નિઃસ્પૃહી સાધુઓને લેવા યોગ્ય નથી. તેથી પિંડશુદ્ધિ માટે સાધુઓએ નિરંતર યતના કરવી.’’ Jain Educatiભાગ ૪-૧૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ વ્યાખ્યાન ૨૪૭ લોભપિંડનું સ્વરૂપ स्निग्धं मनोहरं पिंडं, वीक्ष्यातिरसलोलुपः । સર્વત્રાત્યનુષાનો, નોમપિંડઃ સ તે શા ભાવાર્થ-ગોળ ઘી મિશ્રિત તે સ્નિગ્ધ અને સ્વાદિષ્ટ એવો આહાર જોઈને રસમાં અત્યંત લોલુપી સાધુ તેવા આહારને માટે સર્વત્ર ઊંચનીચ કુળમાં અટન કરે છે. તેવી રીતે મેળવેલો આહાર તે લોભપિંડ કહેવાય છે.’’ તે ઉપર દૃષ્ટાંત નીચે પ્રમાણે છે– લોભપિંડ ઉપર સુવ્રત મુનિની કથા ચંપા નગરીમાં સુવ્રત નામના કોઈ સાધુ માસક્ષપણને પારણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ચારે પ્રકારના અભિગ્રહને ધારણ કરીને પહેલી પોરસીમાં જ ગોચરી માટે નીકળ્યા. તે અતિતપસ્વી હોવાથી તેને સર્વ કાળ ગોચરીને યોગ્ય છે. ૧૪૬ [સ્તંભ ૧૭ શ્રી કલ્પસૂત્રમાં સમાચારી વ્યાખ્યાનમાં કહ્યું છે કે-નિષ્વમત્તસ્સ મિલ્લુસ્ત વ્પતિ એનું ગોયરાÉ' ઇત્યાદિ. નિત્ય આહાર કરનાર સાધુને એક જ ગોચરીનો કાળ કલ્યે છે. અર્થાત્ હમેશાં એકાશન કરનાર સાધુને એક જ ગોચરીને સમયે શ્રાવકના ઘરમાં પેસવું ને નીકળવું કલ્પે છે, બીજી વાર જવું આવવું કલ્પતું નથી. પણ જો કોઈ સાધુ એકાશન કરીને આચાર્ય, ઉપાધ્યાય કે ગ્લાન સાધુ વગેરેની વૈયાવચ્ચ કરવા શક્તિમાન થઈ શકતા ન હોય તો તેને બે વાર પણ ગોચરી કરવા જવું કલ્પે છે, કેમકે તપ કરતાં વૈયાવૃત્યનું ફળ અધિક છે. વળી જે ક્ષુલ્લક સાધુ છે, એટલે જેને દાઢી મૂછ તથા બગલના વાળ ઊગ્યા નથી તેને બે વાર ગોચરી કરવા જતાં પણ દોષ નથી. એકાંતર ઉપવાસ કરનાર સાધુને પારણાને દિવસે એક વાર ગોચરી કરવાથી નિર્વાહ ન થાય તો બે વાર ગોચરી કરવા જવાની છૂટ છે. છઠ્ઠ (બે ઉપવાસ) કરનાર સાધુને પારણાને દિવસે બે વાર ગોચરી કરવા જવું કલ્પે છે, અને અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) કે તેથી વધારે ૪-૬ વગેરે ઉપવાસ કરનાર સાધુને પારણાને દિવસે સર્વ કાળ ગોચરીનો છે. જ્યારે ઇચ્છા થાય ત્યારે ગોચરી જઈ શકે, પરંતુ પ્રાતઃકાળે લાવેલી ગોચરી રાખી મુકાય નહીં. કેમકે તેથી જીવસંસક્તાદિ દોષનો સંભવ છે. ૨ હવે તે સાધુ આહારને માટે નગરમાં ફરતા હતા, તેવામાં શ્રાવકની જ્ઞાતિમાં સિંહકેસરીઆ લાડુની લાણી થતી જોઈને તેમણે વિચાર કર્યો કે—‘આજે મારે લાડુ જ વહોરવા, તેમાં પણ સિંહકેસરીઆ જ લેવા.'' એવો અભિગ્રહ ધારીને ભિક્ષા માટે તે કોઈના ઘરમાં પેઠા. રસના લોલુપ હોવાથી બીજો આહાર લીધો નહીં, અને સિંહકેસરીઆ લાડુ મળ્યા નહીં; તેથી તેમનો ક્લિષ્ટ અધ્યવસાય થયો, અને તે સિંહકેસરીઆ લાડુનું જ ધ્યાન કરતાં અટન કરવા લાગ્યા. મધ્યાહ્ન સમય થતાં “મને આજે લાડુ મળ્યા નહીં'' એમ ઘારી ચિત્તમાં ખેદ કરવા લાગ્યા. તે લાડુના જ ધ્યાનમાં તલ્લીન થવાથી કોઈના ઘરદ્વારમાં પ્રવેશ કરતા ત્યારે ધર્મલાભ’” કહેવાને બદલે ૧. માયાપિંડનો અધિકાર અષાઢભૂતિના વૃત્તાંતમાં સમાયેલો હોવાથી ક્રોધ, માન પછી લોભપિંડ વિષે જ કહે છે. ૨. દશ દશ જાતિનાં ઉત્તમ મૂળ, ફળ, બીજ, પુષ્પ ને પર્ણનો રસ અને દશ જાતિની સુગંધ તથા ચાર વિગઇ મળીને ૬૪ પ્રકાર એકઠા થવાથી સિંહકેસરીઆ લાડુ થાય છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૪૭] લોભપિંડનું સ્વરૂપ ૧૪૭ “સિંહકેસરા” શબ્દનો જ ઉચ્ચાર થઈ જતો. એ પ્રમાણે આખો દિવસ નિર્ગમન કર્યો. રાત્રે પણ તે જ રીતે બજારની દુકાનોમાં તથા ચકલે ચકલે ભમવા લાગ્યા. સાંજની પડિલેહણા તથા પ્રતિક્રમણનો સમય પણ સ્મરણમાં રહ્યો નહીં. સૂર્યના કિરણથી વ્યાસ થયેલા સર્વ લોકના જવા-આવવાના માર્ગમાં જીવરક્ષાને માટે અવલોકન કરી રાખવું જોઈએ તે પણ સ્મરણમાં રહ્યું નહીં. એ પ્રમાણે ભમતાં રાત્રિના બે પ્રહર વ્યતીત થયા. તે વખતે કોઈ શ્રાવકના ગૃહમાં પેઠા અને “ઘર્મલાભને બદલે “સિંહકેસરા' બોલ્યા. તે શ્રાવક પણ વિનયથી અભ્યત્થાન વગેરે કરીને “અયોગ્ય વખતે મુનિનું આગમન કેમ થયું હશે?” તેનો વિચાર કરવા લાગ્યો. તેણે જાણ્યું કે-“આ સાધુ તપસ્વી છે. આજે જ મેં એમને અપ્રમત્ત ભાવવાળા જોયા હતા. સંસારીપણામાં પણ આ સાધુએ ઘન, ઘાન્ય, સુવર્ણ, સ્ત્રી, પુત્ર, દાસ, દાસી વગેરે સંપૂર્ણ વૈભવનો ત્યાગ કરીને વૈરાગ્યથી જ દીક્ષા ગ્રહણ કરી છે. તે સર્વે હું જાણું છું. વળી આ મુનિ ગીતાર્થ પણ છે, તો અકસ્માતું રાત્રિના સમયે અત્રે આવવાનું શું કારણ હશે? જો કદાચ તેમના પ્રત્યક્ષ જણાતા દોષ પ્રગટ કરું તો મારામાં શ્રાવકપણું જ ન કહેવાય. વળી અનેક સિદ્ધાંતના પારગામી એવા આ મુનિની પાસે હું કાંઈ પણ બોલવા યોગ્ય નથી; અથવા મારા જેવા વિષયાસક્ત પુરુષોથી આવા મહાત્માઓનું ચરિત્ર જાણી કે કળી શકાતું નથી. માટે આનો પરમાર્થ તો જ્ઞાની જ જાણી શકે. કેમકે મનનો ભાવ જાણ્યા વિના બહારની વ્યવહાર વિરુદ્ધ ચેષ્ટા જોવાથી ગુણીના ગુણો પણ દોષરૂપે દેખાય છે. તોપણ ગુણગ્રાહી બુદ્ધિથી આની પરીક્ષા અવશ્ય કરવી જોઈએ કે–આ મુનિ સર્વથા પડવાઇ ભાવવાળા થયા છે કે લેશમાત્ર થયા છે?” આ પ્રમાણે વિચારીને વળી તે શ્રાવકે તર્ક કરવા માંડ્યો કે-“આ મુનિની કોઈ પણ ચેષ્ટા વિષયોનુખ દેખાતી નથી, તેમજ પરઘન હરણ કરવાની ચેષ્ટા પણ જણાતી નથી, વળી બોલતી વેળાએ મુખવસ્ત્રિકા મુખ પાસે રાખે છે, અને ચાલતી વેળાએ જયણાપૂર્વક પગલાં ભરે છે, માટે આ મૂળ ગુણનો ઘાત કરનાર તો જણાતા નથી, પરંતુ એમને આહારની તીવ્ર અભિલાષા થઈ જણાય છે.” ઇત્યાદિ વિચારીને તેણે નાના પ્રકારની રસવતી, સાકર, ખાંડ, ખાજાં, ઘેબર, મોતીચૂર, કપૂર મિશ્રિત દૂર (ભાત) તથા વિવિધ પ્રકારની મીઠાઈ તેમની પાસે લાવીને ઘરી અને લેવા જણાવ્યું, પરંતુ મુનિ તો દરેક ચીજ જોઈને “મારે આનો ખપ નથી, મારે આનો ખપ નથી” એમ વારંવાર ધેવા લાગ્યા. તેથી તે શ્રાવકે વિચાર્યું કે-“હજુ સુધી આ મુનિ માર્ગમાં છે કેમકે પોતાના અભિગ્રહ વિનાની બીજી ચીજ ગ્રહણ કરતા નથી. તેમજ જે ચીજની ઇચ્છા છે તેની યાચના પણ કરતા નથી. તો હવે તેમનો અભિગ્રહ શો હશે તે કેવી રીતે જણાય? તો પણ અહીં પ્રવેશ કરતી વેળાએ તે “સિંહકેસરા' બોલ્યા હતા, તે ઉપરથી એમ જણાય છે કે તેને સિંહકેસરીઆ લાડુની ઇચ્છા હશે અને તે કોઈ પણ ઠેકાણેથી તેમને મળ્યા નહીં હોય તેથી તેમનું ચિત્ત ભ્રમિત થયું છે.” એમ ઘારી તે શ્રાવક લાણીમાં આવેલા સિંહકેસરીઆ લાડુથી ભરેલું મોટું પાત્ર તેમની પાસે ઘરીને બોલ્યો કે-“હે પૂજ્ય! આ મોદક ગ્રહણ કરીને મને કૃતાર્થ કરો.” એટલે મુનિએ મોદક વહોર્યા. તેથી તેમનું ચિત્ત સ્વસ્થ થયું. પછી શ્રાવકે વિચાર્યું કે-“મુનિઓને આહારના ચાર ભાંગા છે–૧. રાત્રે લાવીને રાત્રે જ વાપરવું, ૨. રાત્રે લાવીને દિવસે વાપરવું; ૩. દિવસે લાવીને રાત્રે વાપરવું અને ૪. દિવસે Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૭ લાવીને દિવસે વાપરવું; આ ચાર ભાંગામાં છેલ્લો ભાંગો યોગ્ય છે. પહેલા ત્રણ ભાંગા યોગ્ય નથી. તેથી જો આ મુનિ કદી જિલ્લાની લોલુપતાથી આ આહાર કરશે તો તેમના ઉત્તર ગુણની હાનિ થશે, અને તેથી અનુક્રમે મૂલ ગુણનો પણ ઘાત થશે; તેથી મોટી હાનિ થશે. કેમકે રાત્રિભોજનમાં અનેક દોષ રહેલા છે. અને આ મુનિ ગીતાર્થ હોવાથી તે જાણે છે તો પણ અત્યારે તેમના ચિત્તમાં તેનું સ્મરણ થતું નથી; તેથી હું એવું કરું કે જેથી તેમને કાળનો નિર્ણય થાય અને તેથી તેમને મોટો ગુણ થઈ પડે.” એમ વિચારીને તે શ્રાવકે યુક્તિપૂર્વક વિનય કરીને કહ્યું કે-“હે સ્વામી! આજે જંગમ કલ્પવૃક્ષ સમાન તથા ગુરુ પાસેથી બે પ્રકારની શિક્ષાને ઘારણ કરનારા આપ અકસ્માત્ મારે ઘેર પઘાર્યા, તેથી હું મારું મોટું ભાગ્ય સમજું છું. આપનું શુદ્ધ ચારિત્રવાળું સ્વરૂપ જોઈને જાણે મેં આજે પુંડરીકસ્વામી વગેરે સર્વ પૂર્વ મુનિઓના દર્શન કર્યા એમ હું માનું છું. તમારા સંતોષામૃતયુક્ત આચરણને અને ચરણ કરણને ઘન્ય છે. હું તો મોહજાળમાં ફસાયેલો, લોભથી ગ્રસાયેલો, ઇંદ્રિયોના ક્ષણિક સુખમાં મગ્ન થયેલો તથા સ્ત્રીપુત્રાદિકમાં આસક્ત થયેલો છું; તેથી એક મુખથી આપની સદ્ભાવનાનું વર્ણન કરવાને અસમર્થ છું, તેમ છતાં પણ આપે અહીં પઘારી તેવા સંસારમાં ખેંચી ગયેલા એવા મારા પર મોટી કૃપા કરી છે. હવે હું આપને એક પ્રશ્ન પૂછું છું તેનો ઉત્તર આપવા કૃપા કરો કે–હું દરરોજ પ્રાતઃકાળે બે ત્રણ તારા આકાશમાં દેખાતા હોય તે વખતે નવકારસી વગેરે પ્રત્યાખ્યાન કરું છું, આજે મેં પુરિમઠ્ઠનું પચખાણ કર્યું છે તો તેનો કાળ પૂર્ણ થયો છે કે નહીં?” તે સાંભળીને મુનિએ શ્રુતજ્ઞાનનો ઉપયોગ દઈ આકાશમાં તારામંડળ તરફ જોયું, તો જાણ્યું કે હજુ રાત્રિના બે પહોર વ્યતીત થયા છે તેથી મધ્યરાત્રિનો સમય છે. ઉત્તરાધ્યયનના છવ્વીશમા અધ્યયનમાં કહ્યું છે કે पढमपोरिसि सज्झायं, बीयं झाणं च झायइ । तइयाए निद्दमोख्खं तु, चउत्थिए भूयोवि सज्झायं ॥४॥ ભાવાર્થ-“રાત્રિની પ્રથમ પોરિસીએ સ્વાધ્યાય કરવો, બીજીએ ધ્યાન ઘરવું, ત્રીજીએ નિદ્રાનો ત્યાગ કરવો અર્થાત્ નિદ્રા લેવી અને ચોથી પોરિસીએ પાછો સ્વાધ્યાય કરવો.” રાત્રિના ચાર પહોર કેવી રીતે જાણવા તે વિષે કહ્યું છે કે जं नेइ जया रत्तिं, नख्खत्तं तम्हिह चउब्भाए । સંપત્તે વિનિષ્ણા, સટ્ટાયમો પોસ નંમિ રા. ભાવાર્થ-“જ્યારે જે નક્ષત્ર રાત્રિને સમાપ્ત કરે, એટલે કે જે નક્ષત્ર જે ઠેકાણે અસ્ત થવાથી રાત્રિ પૂરી થતી હોય તે નક્ષત્ર પ્રદોષકાળે જ્યાં દેખાયું હોય ત્યાંથી આકાશના ચોથા ભાગે આવે. તે વખતે (પહેલો પહોર પૂરો થયો જાણી) સક્ઝાયથી વિરામ પામવું. (એ પ્રમાણે ચારે પહોર માટે જાણી લેવું.) આ પ્રમાણે વિચારતાં તે સાઘુએ પોતાના મનનું ભ્રમિતપણું પણ જાણ્યું અને મનમાં વિચારવા લાગ્યા કે-“અહો! મેં મૂર્ખ વિરૂપ આચરણ આચર્યું, લોભથી પરાભવ પામેલા મારા જીવિતને ધિક્કાર છે.” એમ વિચારી તે શ્રાવક પ્રત્યે કહ્યું કે-“હે જૈન તત્ત્વજ્ઞ શ્રાવક! તું ઘન્ય છે અને ૧. આ નક્ષત્ર પ્રાયે સૂર્ય નક્ષત્રથી ચૌદમું હોય છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૪૮] દશમાં અદ્ધા પચખાણના દશ ભેદ અને તેનું ફળ ૧૪૯ કતપૂણ્ય છે. તેં મને સિંહકેસરીઆ આપીને અને પરિમ પચખાણ સંબંધી પ્રશ્ન કરીને સંસારમાં ડૂબતાં બચાવ્યો છે. તારી ચોયણા સાચી છે. વળી મને માર્ગભ્રષ્ટને માર્ગ પર ચઢાવવાથી તું મારો ઘર્મગુરુ છે. તારી ચતુરાઈ તથા શૈર્યતા, વાણીથી કહી શકાય તેમ નથી.' ઇત્યાદિ પોતાની નિંદા અને તે શ્રાવકની શ્લાઘા કરીને પછી રાત્રિ હોવાથી ચાલવાનો આચાર નથી એમ જાણી તે શ્રાવક પાસે રહેવા માટે સ્થાન માગીને ત્યાં એકાંતે ધ્યાનમગ્ન થઈને રહ્યા. પ્રાતઃકાળે તે આહાર પરઠવવા માટે શુદ્ધ સ્થડિલ ભૂમિએ જઈને વિધિપૂર્વક મોદકનું ચૂર્ણ કરતાં ઢંઢણ મુનિના જેવી ભાવના ભાવવા લાવ્યા; અને શુક્લધ્યાન રૂપી અગ્નિ વડે કર્મરૂપી ઇન્જનને બાળવા લાગ્યા. એ પ્રમાણે એક ક્ષણમાત્રમાં સમગ્ર ઘાતકર્મનો નાશ થવાથી તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ કરેલાં સુવર્ણકમળ ઉપર બેસીને તેમણે દેશના આપી. પેલો શ્રાવક વગેરે સર્વ લોકો તે જોઈને આશ્ચર્ય પામ્યા. આ મુનિએ લીધેલા સિંહકેસરીઆ લાડુની જેમ લોભપિંડ શુદ્ધ ન હોવાથી ગ્રહણ કરવા યોગ્ય નથી એમ સમજવું, અને શ્રાવકનાં યુક્તિવાળાં વચનથી તે મુનિએ પોતાના ગુણનું સ્મરણ કર્યું તેમજ વ્રતના રાગી હતા તેથી તેઓ પરમાત્મપદને પામ્યા એમ જાણવું.” વ્યાખ્યાન ૨૪૮ દશમા અદ્ધા પચખાણના દશ ભેદ અને તેનું ફળ प्रत्याख्यानानि दिग्भेदे, कालिकानि प्रचक्ष्यते । प्रत्याख्यानं प्रतीत्यैकं, वर्धमानफलं भवेत् ॥१॥ ભાવાર્થ-“પ્રત્યાખ્યાનના મુખ્ય દશ ભેદ છે. તેમાં કાળ પ્રત્યાખ્યાનના પણ દશ ભેદ છે તે કહે છે. એ દરેક પ્રત્યાખ્યાન અધિક અધિક ફળદાયી છે.” પૂર્વાચાર્યોએ અદ્ધા પચખાણના દશ ભેદ પ્રત્યાખ્યાન ભાષ્યમાં કહેલા છે તે આ પ્રમાણે नवकारसहिय पोरिसी, पुरिमद्वेगासणेगठाणेय । आयंबिल अब्भत्तठे, चरिमे अभिग्गहे विगइ॥१॥ ભાવાર્થ-“નવકારશી, પોરસી, પુરિમઠ્ઠ, એકાસણું, એકલઠાણું, આંબિલ, ઉપવાસ, ભવચરિમ અથવા દિવસચરિમ, અભિગ્રહ અને વિગઈ. એ દશ પ્રકારના પ્રત્યાખ્યાન છે.” (૧) તેમાં પહેલું નવકારશીનું પચખાણ છે. તેમાં પ્રત્યાખ્યાનના ભંગના દોષ ટાળવા માટે અનાભોગ તથા સહસાત્કાર રૂપ બે આગાર (અન્નથ્થણાભોગેણં, સહસાગારેણં) જાણવા. અહીં કોઈ શંકા કરે કે-“નવકારશીના પચખાણમાં કાળનું માન કાંઈ જણાવ્યું નથી, તેથી તે સંકેત પચખાણ હોવું જોઈએ એમ જણાય છે. તેને અદ્ધા (કાળ) પચખાણ કેમ કહ્યું?” તેનો જવાબ એ છે કેનવકારસહિયે” એ પદમાં સહિત એ વિશેષણ છે. માટે વિશેષ્ય તરીકે મુહર્ત લેવાથી કાંઈ દોષ નથી. પ્રશ્ન–અહીં મુહર્ત શબ્દ વિશેષ્ય તરીકે લખ્યો નથી, તો તે શી રીતે લઈ શકાય?કેમકે આકાશનું પુષ્પ અસત્ય છે, તેથી તેને ખુશબોદાર, સુંદર વગેરે વિશેષણો ડાહ્યા પુરુષો શી રીતે આપે? ૧ અજાણપણું ૨ અકસ્માતપણું. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સંભ ૧૭ ઉત્તર :- નવકારશીને અદ્ધા પચખાણમાં પ્રથમ કહેલ છે તેથી તેમજ ત્યાર પછી બીજું પચખાણ પોરસીનું કહેલ છે, માટે પોરસીની પહેલાંનો કાળ મુહૂર્ત જ બાકી રહ્યો, તેથી મુહૂર્ત શબ્દ વિશેષ્ય રાખવામાં અયોગ્ય નથી. પ્રશ્ન:- કદી એમ હોય તો પણ એક જ મુહૂર્ત કેમ કહો છો? બે ત્રણ મુહૂર્ત કેમ લેતા નથી? ઉત્તર :- નવકારશીના પચખાણના આગાર માત્ર બે જ છે અને પોરસીના છ છે, તેથી નવકારશીનો કાળ ઘણો થોડો હોવો જોઈએ, માટે એક જ મુહૂર્તનો કાળ ગણવો એ યોગ્ય છે. વળી આ પચખાણ નવકાર સહિતનું છે, તેથી એક મુહૂર્તનો કાળ પૂર્ણ થયા પછી પણ નવકાર ગણ્યા વિના પચખાણ પૂર્ણ થતું નથી. તેમજ તેટલો કાળ પૂર્ણ થયા પહેલાં નવકાર મંત્ર ગણીને પણ પચખાણ પારે તો પચખાણ અપૂર્ણ રહે છે તેથી તેનો ભંગ જાણવો. પ્રશ્ન :- ત્યારે પહેલું મુહૂર્ત જ નવકારશીના પચખાણમાં લેવું તેનું શું કારણ, બીજું ત્રીજું શા માટે નહીં? ઉત્તર :- પોરસીના પચખાણમાં જેમ “રૂપ સૂરે” નો પાઠ છે તેમ નવકારશીમાં પણ “વા, સૂરે” નો પાઠ છે તેથી એ પચખાણ સૂર્યોદયથી જ થાય છે. વળી નવકારશી, પોરસી વગેરે કાળ પચખાણ જો સૂર્યોદય પહેલાં લેવામાં આવે તો જ તે શુદ્ધ કહેવાય છે, અને બીજા પચખાણ સૂર્યોદય પછી પણ કરવામાં આવે છે. જો નવકારશીનું પચખાણ સૂર્યોદય થયા પહેલાં કર્યું હોય તો તે પચખાણ પૂરું થયા પછી પણ પોરસી વગેરે કાળ પચખાણ થઈ શકે છે; પરંતુ નવકારશીનું પચખાણ કર્યું ન હોય, અને પોરસી આદિ પચખાણ સૂર્યોદય થયા પછી કરે તો તે શુદ્ધ થતું નથી, એટલે સૂર્યોદય પહેલાં પોરસી વગેરે પચખાણ કર્યું હોય અને નવકારશીનું પચખાણ કર્યું ન હોય, તો તે પોરસી આદિ પચખાણ પૂરું થયા પછી બીજું કાળ પચખાણ થઈ શકે નહીં, પરંતુ તે તે પચખાણ પૂરું થયા અગાઉ કરે તો તે શુદ્ધ કહેવાય છે. ઇત્યાદિ વૃદ્ધ વ્યવહાર ચાલતો આવે છે. આ નવકારશીનું પચખાણ રાત્રિભોજનના પ્રત્યાખ્યાન રૂપ વ્રતના નિર્ણયરૂપ હોવાથી રાત્રીએ ચોવિહાર કરનારાને જ કરવું સૂઝે છે. (૨) બીજું પોરસીનું પચખાણ એક પહોર સુધીનું છે. તે વિષે શ્રી ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે–“પુરુષના શરીર જેવડી છાયા થાય ત્યારે પોરસી પૂરી થાય.” આ પચખાણમાં છ આગાર કહેલા છે. તે જ પ્રમાણે સાર્થ પોરસી પચખાણમાં પણ જાણવું, કેમકે તેનો તેમાં સમાવેશ થાય છે. (૩) ત્રીજું પુરિમઠ્ઠનું પચખાણ દિવસના પ્રથમ બે પહોર સુધીનું છે. તેમાં પોરસીના કહેલા છે આગાર ઉપરાંત એક મહત્તરાગાર વધારાનો છે, એટલે તેના સાત આગાર છે. નવકારશીનું પચખાણ સૂર્યોદય પહેલાં ધાર્યું ન હોય, તો પણ પુરિમટ્ટનું પચખાણ લઈ શકાય છે. “અવઢ પચખાણ પણ પુરિમઠ્ઠની જ જેમ પાછલા બે પહોરનું જાણવું. (૪) ચોથું એકાસણું એટલે એકવાર અશન કહેતાં ભોજન કરવું તે અથવા એક આસન પર બેસીને ભોજન કરવું તે. આ એકાસણાના પચખાણમાં આઠ આગાર કહેલા છે. ૧ અવદ પચખાણ સૂર્યોદયથી ત્રણ પહોરનું કહેવાય છે, આમાં પૂર્વાદ્ધ (પુરિમ)ની જેમ અવઠ્ઠ (અપરાદ્ધ પણ પાછલા બે પહોરનું કહે છે. તત્ત્વ બહુશ્રુત જાણે. Page #160 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૪૮] દશમા અદ્ધા પચખાણના દશ ભેદ અને તેનું ફળ ૧૫૧ (૫) પાંચમું એકલઠાણું એકાસણાની જેમ જ જાણવું. તેમાં ફેર એટલો છે કે-શરીરનો સંકોચ અને વિકાસ કર્યા વિના એક જ સ્થાને શરીરને રાખવું તે એક જ સ્થાન (એકલઠાણું) પચખાણ કહેવાય છે. તેથી તેમાં સાકટ્ટાસરે આગાર વિના સાત આગાર છે. તેમાં ભોજન વખતે પ્રથમ જેવી રીતે શરીરનાં અંગોપાંગ રાખ્યાં હોય તેની તે જ સ્થિતિએ ભોજન થઈ રહે ત્યાં સુધી રાખવાં; માત્ર એક હાથ તથા મુખ અશક્ય પરિહાર હોવાથી ચલાવવાનો નિષેધ નથી. અહીં કોઈ શંકા કરે કે-“એકાસણા વગેરેના પચખાણમાં કાળનો નિયમ જણાતો નથી, તો તેને કાળ પચખાણ કેમ કહ્યાં?” તેનો ઉત્તર એ છે કે “એકાસણાદિક પચખાણો પણ પ્રાયે પોરસી આદિ કાળ પચખાણ સહિત જ કરવામાં આવે છે તેથી તે કાળ પચખાણ કહેવાય છે.” (૬) છઠ્ઠું આયંબિલ, તેમાં આચાર્મ્સ એટલે અવશ્રાવણ તથા આર્મ્સ એટલે ચોથો રસ (ખાટો) તેનાથી નિવર્તવું તે આચામ્સ (આંબિલ) કહેવાય છે. તેના ત્રણ પ્રકાર છે; તે ચોખા, અડદ અને સાથવો-તેના આહારથી થાય છે; અથવા અવશ્રાવણની જેમ અન્નાદિક સ્વાદ રહિત કરવામાં આવે તે આચામ્ય જાણવું. એ પચખાણમાં પણ આઠ આગાર છે, પરંતુ તે એકાસણાના આગારથી જુદા છે. (૭) સાતમું અભક્તાર્થ એટલે ઉપવાસનું પચખાણ. તેમાં પાંચ આગાર છે. જેમાં ભોજન કરવાનું પ્રયોજન નથી તે અભક્તાર્થ એટલે ઉપવાસ કહેવાય છે. આગલી રાત્રે ચોવિહારનું પચખાણ કર્યું હોય અને બીજે દિવસે ઉપવાસ કરે, તો તેને ચોથ પચખાણ અપાય અને આગળની રાત્રે ચોવિહારનું પચખાણ કર્યા વિના બીજે દિવસે ઉપવાસ કરે તેને પચખાણમાં માત્ર “મટ્ટ” કહીને જ પચખાણ અપાય; ચોથ કહેવાય નહીં. વળી આગળના તથા પાછળના દિવસે એકાસણું કરી વચ્ચે ઉપવાસ કરે, તેને ચોથભક્ત (ચતુર્થભક્ત) કહેવાય એવો વૃદ્ધ સંપ્રદાય છે. (૮) આઠમું ચરિમ એટલે દિવસના પાછલા ભાગે તથા આયુષ્યના પાછલા ભાગે જે પચખાણ લેવામાં આવે તે “વિવસ વરિ” અથવા “મવરિમ” કહેવાય છે. તેમાં ચાર આગાર છે. સાઘુને જીવન પર્યત હમેશાં રાત્રે ત્રિવિધ ત્રિવિધ ભાંગાએ કરીને ચોવિહાર પચખાણ થાય છે; અને શ્રાવકોને શક્તિ પ્રમાણે ચોવિહાર, તિવિહાર વગેરે પચખાણ થઈ શકે છે. (૯) નવમું અભિગ્રહ પચખાણ છે. તેમાં પણ ચાર આગાર કહેલા છે. અંગૂઠી, મૂઠી, ગ્રંથિ (ગાંઠ) વગેરે સહિત કરવામાં આવતાં સર્વ અભિગ્રહ આ પચખાણમાં આવી જાય છે. પ્રમાદ ટાળવાને ઇચ્છનારા મનુષ્યને પચખાણ વિના એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી. માટે નવકારશી વગેરે કાળ પ્રત્યાખ્યાન પૂરું થાય, ત્યારે ગ્રંથિ અથવા મુષ્ટિ સહિત પચખાણ ઘારવું. વારંવાર ઔષઘાદિક ખાનારા બાળક તથા રોગી વગેરેને પણ આ પચખાણ સુસાધ્ય છે અને અપ્રમાદનું કારણ છે. આ પચખાણ કરવાથી મોટાં ફળની પ્રાપ્તિ થાય છે. માત્ર એક જ વાર ગ્રંથિ સહિત ૧. ઓસામણ તરીકે લોકોમાં કહેવાય છે. ૨. ચતુર્થભક્ત એટલે ચાર ટંકના આહારનો ત્યાગ. એક દિવસના આહારના બે ટંક ગણાય અને આગળના પાછળના દિવસે એકાસણું હોવાથી એક-એક ટંક તથા ઉપવાસના દિવસે બે ટંક આહારનો ત્યાગ હોવાથી કુલ ચાર ટંકના આહારનો ત્યાગ થાય એ ચતુર્થભક્ત અથવા ઉપવાસ કહેવાય. ૩. વીંટી વગેરે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ઉપર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૭ પ્રત્યાખ્યાન કરનાર માંસ મધમાં આસક્ત એવો કુવિંદ વણકર કપર્દી નામનો યક્ષ થયો હતો; તેનું દ્રષ્ટાંત નીચે પ્રમાણે– કુવિંદ વણકરની કથા ક્ષિતિપુર નગરમાં મઘમાંસ ખાનારો કુવિંદ નામે એક વણકર રહેતો હતો. તેને એક દિવસ અનાયાસે વજસ્વામી સૂરિનો મેળાપ થઈ ગયો. તે વખતે ગુરુએ દશ પ્રકારના પ્રત્યાખ્યાનનું વ્યાખ્યાન આપ્યું. તેમાં ગંઠશીના પચખાણને પ્રસંગે ગુરુએ કહ્યું કે जे निच्चमप्पमत्ता, गंठिं बंधंति गंठिसहियस्स । सग्गापवग्ग सुखं, तेहिं निबद्धं स गंठिमि ॥१॥ ભાવાર્થ-“જે અપ્રમાદી મનુષ્યો હમેશાં ગંઠશીના પચખાણ સહિત ગાંઠ બાંધે છે તેમણે તે ગ્રંથિમાં સ્વર્ગ તથા મોક્ષનું સુખ બાંધી લીધું છે એમ સમજવું.” भणिऊण नमुक्कारं, निच्चं विस्सरणवज्जियं धन्ना । पारंति गंठिसहियं, गंठिसह कम्मगंठि वी ॥२॥ ભાવાર્થ-“જે ઘન્ય પુરુષો હમેશાં સ્મરણપૂર્વક નમસ્કાર ભણીને ગંઠશી પચખાણ પારે છે (ગાંઠ છોડે છે) તેણે તે ગાંઠ છોડવાની સાથે કર્મરૂપી ગ્રંથિ પણ છોડી નાખી છે એમ સમજવું.” રાત્રે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે, દિવસે એક સ્થાને બેસીને તાંબૂલ વગેરે વાપરી મુખ શુદ્ધ કરે તથા ગંઠશી પ્રત્યાખ્યાન કરે, તેવા પુરુષને હમેશાં એકવાર જમતો હોય તો દરેક માસે ઓગણત્રીશ નિર્જળ ઉપવાસનું ફળ મળે એવું વૃદ્ધ વાક્ય છે. કારણ કે–ભોજન, પાણી, તાંબૂલ વગેરે વાપરતાં આખા દિવસમાં આશરે બે ઘડી જાય, એટલે મહિનામાં સાઠ ઘડી જતાં એક દિવસ ખાવા પીવાનો ગણાયો; તેથી બાકીના ઓગણત્રીશ અને બેસણું કરનારને ચાર ઘડી જાય તો બે દિવસ બાદ કરતાં અઠ્ઠાવીસ દિવસ ઉપવાસવાળા થાય.” ઇત્યાદિ ઉપદેશ સાંભળવાથી તે વણકર પ્રતિબોઘ પામ્યો અને ગંઠશી પચખાણ ઘારવાનો નિયમ કર્યો. અનુક્રમે તે મરણ પામીને કપર્દી નામે યક્ષ થયો. એકંદા વજસ્વામી ચતુર્વિઘ સંઘ સહિત સિદ્ધગિરિની યાત્રા માટે ચાલ્યા. માર્ગમાં શત્રુંજય ગિરિ ઉપર રહેનારા કોઈ મિથ્યાત્વી દેવતાએ ઉપસર્ગ કર્યો. તેમાં સકળ સંઘને દિમૂઢ કરી દીધું અને મહા વિકટ અને લાંબો પર્વત વિકર્વીને જવાનો માર્ગ સર્વત્ર રૂંધી દીઘો. તે વખતે સૂરિએ શાસનદેવતાનું સ્મરણ કર્યું. અહીં કપર્દી યક્ષ તરત જ ઉત્પન્ન થયેલ હોવાથી તેણે વિચાર્યું કે-“મેં પૂર્વ ભવમાં શું શું પુણ્ય કર્યું છે કે જેથી મને આવું દેવતાનું સુખ પ્રાપ્ત થયું?” એમ વિચારી તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ દીઘો તો તત્કાળ ગુરુએ આપેલા પ્રત્યાખ્યાનનું ફળ પ્રગટપણે દેખવામાં આવ્યું. પછી તે ગુરુને વાંચવા માટે પૂર્વ ભવનું રૂપ ઘારણ કરીને તેમની પાસે આવ્યો. ગુરુને નમીને તે બોલ્યો કે-“હે પૂજ્ય સ્વામી! આપ મને ઓળખો છો?” ત્યારે સૂરિએ દશ પૂર્વના જ્ઞાની હોવાથી ઉપયોગ દીધો અને તેના પૂર્વ ભવનું વૃત્તાંત જાણીને કહી બતાવ્યું. તે સાંભળી કપર્દી બોલ્યો કે-“હે મહારાજ! મને કાંઈક કામ સેવા બતાવો.” સૂરિએ કહ્યું કે–“કોઈ દુષ્ટ આ સંઘને ઉપદ્રવ કર્યો છે, માટે તું તેનું નિવારણ કર.” તે સાંભળીને તરત જ કપર્દી યક્ષે તે મિથ્યાત્વી દેવને જીતીને Page #162 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૪૮] દશમાં અદ્ધા પચખાણના દશ ભેદ અને તેનું ફળ ૧૫૩ સિદ્ધગિરિ ઉપરથી નીચે પાડી દીધો. તે દૂર નાસી જઈને કોઈક ઠેકાણે ગુપ્ત રીતે રહ્યો. પછી ઉપસર્ગ રહિત થયેલા સંઘ સહિત સૂરિ મોટા ઉત્સવપૂર્વક સિદ્ધાચળજી આવ્યા, અને ત્યાં કપર્દી યક્ષને શત્રુંજય પર્વતના અધિષ્ઠાયક તરીકે સ્થાપ્યો. તેથી જ પૂર્વ આચાર્યોએ યુગાદીની સ્તુતિ કરતાં તેનું સ્મરણ કર્યું છે કે यः पूर्वं तंतुवायः सुकृतकृतलवैर्दूरितैः पूरितोऽपि, प्रत्याख्यानप्रभावादमरमृगदृशामातिथेयं प्रपेदे । सेवाहेवाकिशाली प्रथम जिनपदांभोजयोस्तीर्थरक्षा दक्षः श्रीयक्षराजः स भवतु भविनां विघ्नमर्दी कपर्दिः॥ ભાવાર્થ-“જે યક્ષરાજ પૂર્વ ભવમાં તંતવાય (વણકર) હતો તે વખતે પાપથી પૂરિત હતો; તો પણ પુણ્યના લેશ વડે પ્રત્યાખ્યાનના પ્રભાવથી દેવાંગનાઓનો અતિથિ થયો; તથા જે આદીશ્વરના ચરણકમળની નિરંતર સેવા કરવાથી શોભી રહ્યો છે તે તીર્થરક્ષણમાં ચતુર એવો કપર્દી યક્ષ ભવ્ય પ્રાણીઓના વિઘનો નાશ કરનાર થાઓ.” આ પ્રમાણે ગ્રંથિસહિત અભિગ્રહ પચખાણનું ફળ છે. (૧૦) દશમું નીપ્રિત્યાખ્યાન છે તેમાં સર્વ વિગઇનો ત્યાગ કરવો. તે પચખાણમાં આઠ અથવા નવ આગાર છે તેમાં જે પિંડરૂપ (કઠણ વસ્ત) માખણ ગોળ વગેરે ઉખેડી શકાય છે તે સહિતનું અર્થાત્ પિંડ તથા દ્રવ રૂપ બન્ને વિગઇનું પચખાણ કરે તેને “હિવત્ત વિશેut” નામના આગાર સહિત નવ આગાર સમજવા; અને જે દ્રવરૂપ એટલે ઉખેડી ન શકાય એવા એકલા દ્રવ વિગઇનું પચખાણ કરે તેને તે આગાર વિના બાકીના આઠ આગાર જાણવા. આ વિષય ઉપર ઘણો વિસ્તાર છે તે પ્રવચનસારોદ્ધારની વૃત્તિથી જાણી લેવો. વિગઇ ન વાપરવાનું ફળ પચખાણ ભાષ્યમાં કહ્યું છે તે આ પ્રમાણે विगइ विगइंभीओ, विगइगयं जो अ भुंजए साहु । विगइ विगइसहावा, विगइ विगई बला नेइ॥१॥ ભાવાર્થ-“વિગતિ જે નરકાદિક ગતિ તેથી ભય પામેલો એવો સાધુ વિગયગત એટલે નીવિયાતાં–તેનું ભોજન કરે છે. વિગય વિકૃતિના સ્વભાવવાળી છે, અર્થાત વિકાર કરનારી છે, તેથી તે બળાત્કારે તેના ખાનારને વિગતિ એટલે કુગતિમાં લઈ જાય છે.” માટે કારણ વિના વિગયનું ભોજન કરવું નહીં. આ પ્રમાણે કાળ પ્રત્યાખ્યાનના દશ પ્રકાર કહ્યા, તેનું ફળ માત્ર અર્થી ગાથા વડે કહ્યું છે. તેનો ભાવાર્થ એવો છે કે–નરકના જીવ અકામ નિર્જરાએ કરીને સો વર્ષે જેટલાં કર્મ ખપાવે તેટલાં કર્મ માત્ર એક નવકારશીના પચખાણથી શ્રદ્ધાળુ જીવ ખપાવે છે, તેવી જ રીતે પોરસીના પચખાણ વડે હજાર વર્ષનાં પાપકર્મ ખપાવે છે. સાઢપોરસીના પચખાણથી દશ હજાર વર્ષનાં અશુભ કર્મ ખપાવે છે, સર્વત્ર નારકી જીવનાં કર્મનું અનુસંધાન જાણવું. ૧ દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ ને પક્વાન્ન તે વિગય કહીએ, તે દરેક વિગયના પાંચ પાંચ નીવિયાતા છે. જેમ ધ્ધ વિગયના ખીર, દૂધપાક વગેરે છે તેમ. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૭ વળી નરકમાં રહેલો જીવ સુઘા, તૃષા તથા બીજી ક્ષેત્રાદિક વેદના લાખ વર્ષ સુધી અનુભવીને અકામ નિર્જરા વડે પૂર્વભવમાં ઉપાર્જન કરેલાં જેટલાં નિકાચિત કર્મના બંઘને છેદી નાખે છે તેટલા વર્ષનું અશુભ કર્મ માત્ર એક પુરિમઢ પચખાણથી નાશ પામે છે. એ પ્રમાણે ઉત્તરોત્તર વધતાં પચખાણથી દશ દશ ગણું કર્મ ખપે છે; એટલે એકાસણાથી દશ લાખ વર્ષનું કર્મ, નીધિથી કરોડ વર્ષનું કર્મ, ઉપવાસથી દશ હજાર કરોડ વર્ષનું કર્મ, છઠ્ઠથી (બે ઉપવાસથી) લાખ કરોડ વર્ષનું કર્મ અને અઠ્ઠમથી (ત્રણ ઉપવાસથી) દશ લાખ કરોડ વર્ષનું અશુભ કર્મ ક્ષય પામે છે. ઇત્યાદિ પ્રત્યાખ્યાનનું ફળ જાણીને યોગ્ય જીવોને બળાત્કારે પણ પચખાણ કરાવવું ઉચિત છે. તે ઉપર દ્રષ્ટાંત કહે છે શ્રીયક મુનિની કથા પાટલીપુર નગરમાં શકપાલ મંત્રીનો પુત્ર શ્રીયક નામે નંદરાજાનો મંત્રી હતો, તેણે ચિરકાળ સુધી રાજ્યનું પ્રઘાનપણું કરીને પછી દીક્ષા લીધી હતી. તે બહુ સુઘાવાળો હતો, તેથી એકાસણા જેવું તપ પણ કરી શકતો નહોતો, પણ ક્રિયામાં તત્પર રહેતો. એકદા પર્યુષણ પર્વમાં તેની બહેન યક્ષા નામની આર્યાએ શ્રીયક મુનિને કહ્યું કે-“હે બંધુ! તમે પચખાણનું ફળ જાણો છો, વળી હાલમાં તો ચારિત્ર ગ્રહણ કર્યું છે, તેથી આવા પર્યુષણ પર્વમાં તો વિશેષ કરીને તપસ્યા કરવી જોઈએ.” ઇત્યાદિ પોતાની બહેન યક્ષા આર્યાના વચનથી શ્રીયક મુનિ લતિ થયા, તેથી તેમણે પોરસીનું પચખાણ લીધું. તે પચખાણ પૂરું થવા આવ્યું, એટલે ફરીથી યક્ષા આર્યાએ કહ્યું કે–“તમે પુરિમઠ્ઠનું પચ્ચખાણ કરો. આ પર્વ ઘણું દુર્લભ છે, અને એટલો કાળ તો ચૈત્ય પરિપાટી કરતાં સુખે ચાલ્યો જશે.” એવું સાંભળીને મુનિએ તેમ કર્યું. તે પચખાણ પૂરું થયું એટલે ફરીથી આર્યાએ કહ્યું કે-“હવે અવઢુના કાળ સુધી રહો.” તેથી તેણે તે પણ અંગીકાર કર્યું. તે કાળ પણ પૂર્ણ થતાં ફરીથી આર્યાએ કહ્યું કે-“હે બંધુ! હવે તો રાત્રીનો સમય નજીક આવ્યો છે, અને રાત્રિ તો સૂઈ જવાથી સુખે જતી રહેશે, માટે ઉપવાસનું પચખાણ કરો.”બહેનના આગ્રહથી મુનિએ તેમ કર્યું. અર્ધ રાત્રી થતાં સુઘાની પીડા વઘી પડવાથી દેવગુરુનું સ્મરણ કરતા સતા મરણ પામીને તેઓ દેવલોકે ગયા. તે વાત જાણીને યક્ષા સાધ્વીએ પોતાને ઋષિહત્યા લાગી એવી શંકાથી ચતુર્વિધ આહારનો ત્યાગ કર્યો. તે વખતે ચતુર્વિધ સંઘે એકત્ર થઈને સાધ્વીને કહ્યું કે-“તમે શુદ્ધ ભાવથી ઉપવાસ કરાવ્યો હતો, તેથી તેનું તમને કાંઈ પણ પ્રાયશ્ચિત્ત નથી.” સાધ્વીએ શ્રીસંઘને કહ્યું કે–“જો સાક્ષાત્ જિનેશ્વર મને કહે તો મારા મનની શંકા દૂર થાય, તે સિવાય મારું મન શાંત થશે નહીં.” તે સાંભળીને સર્વ સંધે કાયોત્સર્ગ કર્યો; એટલે શાસનદેવી આવીને બોલી કે–“જે કામ હોય તે કહો, હું શું કામ કરું?” સંઘે કહ્યું કે “આ સાથ્વીને સીમંઘર સ્વામી પાસે લઈ જાઓ.” દેવીએ કહ્યું-“તમે સર્વ સંઘ મારી નિર્વિધ્ર ગતિ થવા માટે કાયોત્સર્ગમાં જ રહો.” સંઘે ફરીને કાયોત્સર્ગ અંગીકાર કર્યો એટલે દેવી તે સાધ્વીને જિનેશ્વર પાસે મહાવિદેહ ક્ષેત્રમાં લઈ ગઈ. સાધ્વીએ પ્રભુને નમીને પોતાનો વૃત્તાંત કહ્યો. ત્યારે પ્રભુએ કહ્યું કે-“હે સાથ્વી! ૧ હજાર કરોડ વર્ષ માટે કયું પચખાણ તે રહી ગયેલું છે. કદી તિવિહાર ઉપવાસનું તેટલું ફળ હોય તો ચૌવિહાર ઉપવાસનું દશ હજાર કરોડ વર્ષનું હોય તો હોય. Page #164 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૪૮] દશમા અલ્લા પચખાણના દશ ભેદ અને તેનું ફળ ૧૫૫ તું નિર્દોષ છે.” તે સાધ્વીને જોઈને ત્યાંના લોકો અતિ આશ્ચર્ય પામ્યા. પછી જિનેશ્વરે તેને કૃપાથી બે ચૂલિકા આપી. સાથ્વીનો સંદેહ નષ્ટ થયો, એટલે શાસનદેવી તેને પાછી પોતાને સ્થાને લાવી. સંઘે કાયોત્સર્ગ પાર્યો. પછી યક્ષાઆર્યાએ શ્રીસંઘને કહ્યું કે–“શ્રી સીમંધર સ્વામીએ મારા મુખથી સંઘને માટે પદો તથા ચાર અધ્યયન મોકલ્યાં છે.” તે વિષે પરિશિષ્ટ પર્વમાં કહ્યું છે કે– भावना च विमुक्तिश्च, रतिकल्पमथापरम् । तथा विविक्तचर्या च, तानि चैतानि नामतः॥१॥ ભાવાર્થ-“ભાવના, વિમુક્તિ, રતિકલ્પ અને એકાંત ચર્યા એ ચાર અધ્યયનોનાં નામ છે.” अप्येकया वाचनया, मया तानि धृतानि च । દ્રિતાનિ ૨ સંધાય, તત્તથાRધ્યાનપૂર્વમ્ રોય ભાવાર્થ-“મેં એક જ વાચનાએ કરીને તે ઘારણ કરેલાં છે, અને તે જેવાં ગ્રહણ કર્યા હતાં તેવાં જ મેં શ્રીસંઘની પાસે કહી સંભળાવ્યાં છે.” आचारांगस्य चूले द्वे, आद्यमध्ययनद्वयम् । दशवैकालिकस्यान्य-दथ संघे नियोजितम् ॥३॥ ભાવાર્થ-“પૂર્વોક્ત ચાર અધ્યયનમાંના પહેલા બે અધ્યયન શ્રી આચારાંગ સૂત્રની ચૂલિકારૂપે અને બાકીના બે દશવૈકાલિક સૂત્રની ચૂલિકારૂપે શ્રીસંઘે જોડી દીઘાં.” - ત્યાર પછી હમેશાં યક્ષા આર્ય શ્રી સ્થૂલભદ્ર વગેરે મુનિઓની પાસે શ્રી સીમંધર સ્વામીએ કહેલા શ્રીયક મુનિના પચખાણના ફળનું વર્ણન કરતી હતી. શ્રીયક મુનિએ યક્ષા આર્યાની પ્રેરણાથી એક ઉપવાસ માત્ર કરવાથી શુભ ગતિ પ્રાપ્ત કરી. સીમંધર સ્વામીએ પણ તે બન્નેની પ્રશંસા કરી, માટે સૌએ તપ કરવું તથા બીજાને કરાવવું.” વ્યાખ્યાન ૨૪૯ પ્રત્યાખ્યાનની દશ ભેદ प्रत्याख्यानं द्विधा प्रोक्तं, मूलोत्तरगुणात्मकम् । द्वितीयं दशधा ज्ञेय-मनागतादिभेदकम् ॥१॥ ભાવાર્થ-“મૂલ ગુણ તથા ઉત્તર ગુણ રૂપ બે પ્રકારનાં પ્રત્યાખ્યાન શાસ્ત્રમાં કહેલાં છે, તેમાં ઉત્તર ગુણ પ્રત્યાખ્યાનના અનાગત વગેરે દશ ભેદ કહેલા છે.” વિશેષાર્થ–પ્રતિ એટલે અવિરતિ રૂપ પ્રવૃત્તિનું પ્રતિકૂળપણે આધ્યાન એટલે કહેવું અર્થાત્ વિરતિ કરવી તેનું નામ પ્રત્યારથાન કહેવાય છે. તેના બે ભેદ છે. પહેલું મૂલગુણ પ્રત્યાખ્યાન તે સાધુને પંચ મહાવ્રતરૂપ અને શ્રાવકોને પાંચ અણુવ્રતરૂપ છે. બીજું ઉત્તરગુણ પ્રત્યાખ્યાન તે સાધુને પિંડવિશુદ્ધિ વગેરે અને શ્રાવકોને ગુણવ્રત આદિ છે. પ્રત્યાખ્યાન સમયે શિષ્ય વિનયપૂર્વક સારી રીતે ઉપયોગ રાખીને ગુરુના વચનાનુસાર પ્રત્યાખ્યાન ગ્રહણ કરવું. તે પ્રમાણે પ્રત્યાખ્યાન લેવાના ચાર ભાંગા છે. (૧) શિષ્ય પોતે પ્રત્યાખ્યાનનું સ્વરૂપ જાણતો હોય અને તેવા જ જ્ઞાનવાળા ગુરુ પાસે પચખાણ લે. (૨) ગુરુ જ્ઞાનવાન હોય અને શિષ્ય અજાણ હોય. (૩) શિષ્ય જાણતો હોય અને ગુરુ અજાણ હોય અને (૪) શિષ્ય તથા ગુરુ બન્ને અજાણ હોય. આ ચાર ભાંગામાં પહેલો ભંગ શુદ્ધ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [તંભ ૧૭ છે. બીજો પણ શુદ્ધ છે, કારણ કે ગુરુ જ્ઞાતા હોય તો અજાણ એવા શિષ્યને સંક્ષેપમાં સમજાવીને પ્રત્યાખ્યાન કરાવે, અન્યથા તો તે ભાંગો અશુદ્ધ છે. ત્રીજો ભાંગો પણ અશુદ્ધ છે; પરંતુ તેવા જ્ઞાતા ગુરુ મળે નહીં તો ગુરુના બહુમાનથી ગુરુ, સંબંઘી, પિતા, કાકા, મામા, ભાઈ કે શિષ્ય વગેરે અજાણને પણ સાક્ષીરૂપ કરીને પ્રત્યાખ્યાન લે, તો તે પોતે જ્ઞાતા હોવાથી શુદ્ધ જાણવો. ચોથો ભાંગો તો સર્વથા અશુદ્ધ જ છે. ઉત્તરગુણ પ્રત્યાખ્યાનના દશ પ્રકાર છે. તે હમેશાં ઉપયોગી હોવાથી પ્રથમ તેનું સ્વરૂપ કહે છે– अणागयमइक्कंतं, कोडीसहियं नियछि अणागारं । सागार निरवसेसं, परिमाणकडं संकेय अद्धा ॥१॥ ભાવાર્થ-“અનાગત, અતિક્રાંત, કોટી સહિત, નિયંત્રિત, અનાગાર, સાગાર, નિરવશેષ, પરિમાણકૃત, સંકેત અને અદ્ધા એ દશ પ્રકાર છે. (૧) પર્યુષણ વગેરે પર્વ આગળ આવવાનાં હોય, તેમાં અઠ્ઠમ આદિ તપ કરવું હોય, પરંતુ પર્યુષણમાં તપ કરવાથી ગુરુ, ગ્લાન વગેરેની વૈયાવચ્ચ કરવામાં અંતરાય આવશે, એમ લાગતું હોય તો તે પર્વ આવ્યા પહેલાં જ તે તપ કરી લેવું તે ના-તિ તપ કહેવાય છે. (૨) પર્યુષણાદિ, પર્વમાં ગુરુ વગેરેની વૈયાવચ્ચમાં વ્યાકુળ રહેવાથી તપ થઈ શક્યું નહીં તેથી તે તપ પર્વ ગયા પછી કરવું તે તિદ્રકાંત તપ કહેવાય છે. (૩) પ્રથમ દિવસે પ્રાતઃકાળે અભક્તનું પ્રત્યાખ્યાન કરીને તે દિવસે ઉપવાસ કરે, અને બીજે દિવસે પ્રાતઃકાળમાં પણ પહેલે દિવસે જે વખતે ઉપવાસનું પચખાણ કર્યું હોય તે જ વખતે બીજા ઉપવાસનું પચખાણ લે, એટલે બે ઉપવાસની કોટી મળવાથી તે સોરી સહિત પચખાણ કહેવાય છે. એવી જ રીતે પારણું કર્યા પહેલાં આંબિલ વગેરે તપનાં પચખાણ કરવાં તે પણ કોટિસહિત કહેવાય છે. (૪) ઉપવાસદિક કરવાનો જે દિવસને માટે નિશ્ચય કર્યો હોય તે દિવસે ગ્લાનત્વાદિક અંતરાય પ્રાપ્ત થયા છતાં પણ નિયમપૂર્વક ઉપવાસાદિક કરે તે નિયંત્રિત પચખાણ કહેવાય છે. આવું તપ પૂર્વે ચૌદ પૂર્વઘર વગેરે તથા પ્રથમ સંઘયણવાળા, અને તે વખતના સ્થવિરકલ્પીઓ પણ કરતા હતા, પરંતુ સાંપ્રત સમયમાં તે તપનો વિચ્છેદ થયો છે. (૫) ઉનાગર એટલે “મહત્તરાગારે” વગેરે આગાર રહિત જે પચખાણ કરવું તે અનાગાર કહેવાય છે. આ પચખાણમાં પણ “અન્નત્થણાભોગેણં તથા સહસાગારેણં” એ બે આગાર તો આવે જ છે; કેમકે કોઈ વખત અજાણતાં અથવા રભસતાથી મુખમાં આંગળી, તૃણ વગેરે નાખી દેવાય અથવા અચિંત્યા મુખમાં આવી પડે. માટે ઉપરના બે આગાર સિવાય બીજા “મહત્તર રેપ'' વગેરે આગાર રહિત પચખાણ કરે તે અનાગાર પચખાણ કહેવાય છે. (૬) મહત્તરાદિક આગાર સહિત જે પચખાણ કરવામાં આવે તે સાગર પચખાણ કહેવાય છે. એમાં મહત્તરાગાર હોવાથી કોઈ મહતુ કાર્યપ્રસંગે ગુરુની આજ્ઞા વડે પચખાણ કર્યા છતાં પણ કદાચ ભોજન કરવું પડે તો તેથી પચખાણનો ભંગ થતો નથી. (૭) ચાર પ્રકારના આહારનો સર્વથા ત્યાગ કરવો તે નિરવશેષ પચખાણ કહેવાય છે, તેમાં અશન એટલે લાડુ, માંડા, ખાજા વગેરે, પાન એટલે પિવાય તેવી વસ્તુ, ખજૂરનો રસ, દ્રાક્ષરસ વગેરે, ખાદિમ એટલે નાળિયેર વગેરે ફળ તથા ગોળ ઘાણા વગેરે અને સ્વાદિમ એટલે એલચી, કપૂર, લવિંગ, સોપારી વગેરે. એ ચારે પ્રકારના આહારનો ત્યાગ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ વ્યાખ્યાન ૨૪૯] પ્રત્યાખ્યાનના દશ ભેદ કરવામાં આવે છે. (૮) આઠમું પરિમાળા નામનું પચખાણ છે, તેમાં પરિમાણ એટલે કેવળ (કોળિયા) તથા ભિક્ષાના ઘર વગેરેની સંખ્યાનું પરિમાણ કરવું એટલે નિયમ કરવો. આ તપમાં જેટલું પરિમાણ કર્યું હોય તેથી અધિક વસ્તુ વાપરવી નહીં એમ સમજવું. (૯) નવમું સંત પચખાણ છે. તેમાં “સંકેત” એટલે “ઘર” સહિત જે હોય તે અર્થાત્ ગૃહસ્થ; અથવા સંકેત એટલે જ ગૃહસ્થ અને તેને કરવા લાયક પચખાણ તે સાંકેતિક પચખાણ કહેવાય છે. આ પચખાણ પાયે ગૃહસ્થોને જ હોય છે અથવા “કેત” એટલે ચિહ્ન અને “સ” એટલે સહિત અર્થાત્ કાંઈ પણ ચિસહિત લેવામાં આવે છે. જેમકે-કોઈ શ્રાવક પોરસી આદિ પચખાણ લઈને ક્ષેત્ર વગેરે અન્ય સ્થાને ગયો હોય અથવા ઘેર જ રહ્યો હોય. પછી પ્રત્યાખ્યાનનો સમય પૂર્ણ થયો હોય પણ ભોજનસામગ્રી થઈ ન હોય તેથી એક ક્ષણવાર પણ પ્રત્યાખ્યાન વિના રહેવું યોગ્ય નથી એમ ઘારીને તે અંગૂઠા વગેરેનું ચિહ્ન કરે એટલે કે-“જ્યાં સુધી મૂઠીમાં અંગૂઠો રાખી નવકાર ગણી બહાર કાઢે નહીં ત્યાં સુધી, અથવા મૂઠી વાળું નહીં કે ગાંઠ છોડું નહીં ત્યાં સુધી મારે ભોજન કરવું નહીં.” એવી જ રીતે “જ્યાં સુધી ઘરમાં પેસું નહીં, અથવા પરસેવાના બિંદુ સુકાય નહીં, અથવા દીવો ઓલવાય નહીં, ત્યાં સુધી મારે ભોજન કરવું નહીં.” એવો નિયમ કરી રાખે તે સંકેત પચખાણ કહેવાય છે. કેટલીક વખત પોરસી આદિ પચખાણ કર્યું ન હોય પણ માત્ર ગ્રંથિ વગેરેનું ચિહ્ન ઘારી અભિગ્રહ કરવામાં આવે છે તો તે પણ સાંકેતિક પચખાણ ગણાય છે. આવી રીતે સાધુ પણ પચખાણ કરી શકે છે. (૧૦) દશમું બદ્ધા પચખાણ છે. અદ્ધા શબ્દનો અર્થ કાળ થાય છે, તેમાં મુહૂર્ત પહોર વગેરે કાળનો નિયમ કરીને પચખાણ કરવામાં આવે છે તેથી તેને અદ્ધા પચખાણ કહેલું છે. તેનું સ્વરૂપ પાછલા વ્યાખ્યાનમાં આવી ગયું છે. કાંઈ પણ પચખાણ લીધું હોય તો તે દામનકની જેમ બરાબર પાળવું. તેનું દ્રષ્ટાંત નીચે પ્રમાણે દામનકનું દ્રષ્ટાંત હસ્તિનાપુરમાં સુનંદ નામે એક કુલપુત્ર રહેતો હતો. તેને જિનદાસ નામના શ્રેષ્ઠી સાથે મૈત્રી હતી; તેથી તે શ્રેષ્ઠી પાસે હમેશાં પચખાણનો મહિમા સાંભળતો હતો. એકદા શ્રેષ્ઠી તેને ગુરુ પાસે લઈ ગયા. ગુરુએ અનાગત આદિ પ્રત્યાખ્યાનનું સ્વરૂપ તથા ફળનું વર્ણન કર્યુંતે સાંભળીને સુનંદે મદ્યમાંસનું પચખાણ શુદ્ધ ભાવથી ગ્રહણ કર્યું. પછી કોઈ વખત સર્વ સ્થાને મોટો દુષ્કાળ પડ્યો; તેથી છઠ્ઠા આરાની જેમ સર્વ લોક પ્રાયે માંસભક્ષણ કરનારા થઈ ગયા. સુનંદના સ્વજનો સુઘાથી અત્યંત પીડાવા લાગ્યા, તેથી તેને એક દિવસ ઘણો ઉપાલંભ આપીને તેના સાળા સાથે માછલાં લેવા માટે મોકલ્યો. સુનંદે પાણીમાં જાળ નાંખી; પરંતુ જાળમાં ફસાયેલાં માછલાં જોઈને તેમને મૂકી દેતો હતો. તે જોઈને તેના સાળાએ કહ્યું કે-“હે બનેવી! તમે કોઈ મુંડાના વાક્યરૂપી જાળમાં ફસાયા લાગો છો, તેથી તમારાં સ્ત્રીપુત્રાદિકને દુઃખરૂપી જાળમાંથી શી રીતે કાઢી શકશો? જાણ્યું તમારું દયાપણું!” વગેરે કહ્યા છતાં પણ તેણે તે દિવસે એકે માછલું પકડ્યું નહીં. તેવી જ રીતે બીજે દિવસે પણ એક માછલું પકડ્યું નહીં, અને કહેવા લાગ્યો કે-“હું શું કરું? કોઈ વખત મને મસ્ય પકડવાનો અભ્યાસ નથી.” તે સાંભળીને તેના સ્વજનો તેને શીખવવા લાગ્યા; પરંતુ તેની નિર્મળ ઘર્મની ભાવના ગઈ નહીં. ત્રીજે દિવસે તળાવ પર જઈને જાળ નાંખી. તેમાં એક માછલાની પાંખ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૭ ત્રુટી ગઈ, તે જોઈને સુનંદ અત્યંત શોકાતુર થયો. તેણે સ્વજનોને કહ્યું કે “હું કોઈ વખત પણ આવું હિંસાનું કામ કરીશ નહીં.” એમ કહીને પ્રફુલ્લિત મનથી તેણે નિરવશેષ અનશનનું પચખાણ કર્યું, અર્થાત્ ચારે પ્રકારના આહારનો ત્યાગ કર્યો. ત્યાંથી મરીને તે રાજગૃહી નગરીમાં મણિકાર શ્રેષ્ઠીને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયો; માતાપિતાએ તેનું દામનક નામ રાખ્યું. અનુક્રમે વૃદ્ધિ પામતાં તે આઠ વર્ષનો થયો, એટલે મારીના ઉપદ્રવથી તેનું સર્વ કુટુંબ નાશ પામ્યું; તેથી ભયને લીધે તે પોતાના ઘરમાંથી નાસી ગયો. ફરતાં ફરતાં તે જ નગરમાં સાગરદત્ત નામના શ્રેષ્ઠીને ઘેર આવ્યો, અને નોકરી કરીને આજીવિકા કરવા લાગ્યો. એક દિવસ કોઈ બે મુનિ ગોચરી માટે તે શેઠને ઘેર આવ્યા. તેમાં મોટા સાધુ સામુદ્રિક શાસ્ત્રમાં નિપુણ હતા, તેમણે દામનકને જોઈને બીજા મુનિને કહ્યું કે-“આ દાસપણાનું કામ કરનાર માણસ છે તે મોટો થઈને આ જ ઘરનો સ્વામી થશે.” આ પ્રમાણેનું સાઘુનું વચન શ્રેષ્ઠીએ ભીંતની ઓથે ઊભા રહીને સાંભળ્યું, તેથી વજઘાત થયો હોય તેમ તેને ઘણો ખેદ ઉત્પન્ન થયો. તેણે વિચાર્યું કે–“આ બાળકને કોઈ પણ ઉપાયથી આજે જ મારી નાખું, એટલે બીજનો નાશ કર્યા પછી અંકુર ક્યાંથી થશે?” એ પ્રમાણે વિચારીને તેણે તે બાળકને લાડુનો લોભ બતાવીને ચાંડાળને ઘેર મોકલ્યો. ત્યાં એક ચાંડાળને તે શ્રેષ્ઠીએ પ્રથમથી દ્રવ્ય આપીને સાઘી રાખ્યો હતો અને તેને કહ્યું હતું કે–“હું તારી પાસે મોકલું તે બાળકને મારીને તેની નિશાની મને બતાવજે.” તે બાળકને મૃગલાના બચ્ચાની જેવો મુગ્ધ આકૃતિ (સુંદર આકૃતિ) વાળો જોઈને તે ચાંડાળને દયા આવી, તેથી તેની કનિષ્ઠિકા આંગળી કાપી લઈને તે બાળકને તેણે કહ્યું કે–“રે મુગ્ધ! જો તું જીવવાને ઇચ્છતો હોય તો અહીંથી જલદી નાસી જા.” તે સાંભળીને તે બાળક ભાગતી ભાગતો કોઈ નજીકના ગામડામાં ગયો. તે ગામમાં સાગર શ્રેષ્ઠીનું જ ગોકુળ હતું. ત્યાં ગોકુળના રક્ષણ કરનાર ગોપાલકે તેને વિનયી જોઈને પુત્ર તરીકે રાખ્યો. ત્યાં તે સુખે રહેવા લાગ્યો અને અનુક્રમે યુવાવસ્થા પામ્યો. એકદા સાગર શ્રેષ્ઠી ગોકુળમાં આવ્યો, ત્યાં છેદેલી આંગળીના ચિહ્નથી તેણે દામનકને ઓળખ્યો. પછી કાંઈક કાર્યનું મિષ કરી ગોકુળના રક્ષકને કહીને શ્રેષ્ઠીએ પોતાના પુત્ર પર કાગળ લખી દામનકને તેની પાસે મોકલ્યો. દામનક કાગળ લઈને ઉતાવળો રાજગૃહે પહોંચ્યો. અઢાંત ચાલવાને લીધે થાક લાગવાથી ગામ બહાર ઉદ્યાનમાં કામદેવના મંદિરમાં તે વિશ્રાંતિ લેવા બેઠો. ત્યાં તેને થાકેલો હોવાથી તરત જ ઊંઘ આવી ગઈ; તેવામાં શ્રેષ્ઠીની વિષા નામની પુત્રી પતિની ઇચ્છાથી તે જ કામદેવના મંદિરમાં આવી. ત્યાં દામનકની પાસે પોતાના પિતાની મુદ્રાવાળો કાગળ જોઈને તે કાગળ તેણે ઘીરેથી લઈ લીઘો, અને કાગળ ખોલીને તે વાંચવા લાગી. “સ્વસ્તિશ્રી ગોકુળથી લિવ શ્રેષ્ઠી સાગરદત્ત સમુદ્રદત્ત પુત્રને સ્નેહપૂર્વક ફરમાવે છે કે–આ કાગળ લાવનારને વગર વિલંબે તરત જ વિષ આપજે, તેમાં કાંઈ પણ સંદેહ કરીશ નહીં.' આ પ્રમાણેનો લેખ વાંચીને દામનકના રૂપથી મોહિત થયેલી વિષાએ સળી વડે આંખની મેષથી “વિષ” ઉપરનું બિંદુ કાઢીને “પ” પાસે કાનો કરી વિષને બદલે વિષા કર્યું. પછી તે કાગળ બંઘ કરીને હતો તેમ મૂકી દઈ હર્ષથી તે પોતાને ઘેર ગઈ. કેટલીક વારે દામનક પણ જાગૃત થયો; એટલે ગામમાં જઈને તેણે શ્રેષ્ઠીપુત્રને તે કાગળ આપ્યો. તે પણ કાગળ વાંચી આનંદ પામ્યો અને તે જ વખતે લગ્ન લઈને મોટા આડંબરથી સર્વ જન સમક્ષ પોતાની બહેન વિષાને તેની સાથે Page #168 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૫૦] વ્રતખંડનનું ફળ ૧૫૯ પરણાવી. દામનક તેની સાથે સુખેથી વિલાસ કરવા લાગ્યો. કેટલેક દિવસે સાગરશ્રેષ્ઠી ઘેર આવ્યો, એટલે વિષાના લગ્નની વાત જાણી તે અતિ ખેદ પામ્યો. તેણે વિચાર્યું કે—“અહો! મારું ચિંતવેલું કાર્ય તો ઊલટું થયું અને આ તો મારો જમાઈ થયો, તો પણ પ્રપંચથી તેને મારી નાખું. પુત્રી વિધવા થાય તે સારું, પણ શત્રુની વૃદ્ધિ થાય તે સારું નહીં.'’ આ પ્રમાણે વિચાર કરીને તેણે પેલા ચાંડાળ પાસે જઈને કહ્યું કે—“અરે! તે દિવસે તેં મને આંગળીની નિશાની આપીને છેતર્યો તે ઠીક કર્યું નહીં.’’ ચાંડાળ બોલ્યો કે—‘હે શેઠજી! હવે તેને દેખાડો, હું જરૂર મારી નાખીશ.’’ પછી શ્રેષ્ઠી તેને મારવા માટે માતૃકા દેવીના દેરાનો સંકેત આપીને ઘેર આવ્યા અને દામનકને કહ્યું કે‘“હે વત્સ! તું આજે સાંજે વિષા સહિત માતૃકા દેવીના પ્રાસાદમાં પૂજા કરવા જજે, કે જેથી દેવીની કૃપા વડે તમારા બન્નેનું કુશળ થાય.’’ પછી સાયંકાળ થતાં તે દંપતી પૂજા કરવા માટે ચાલ્યા. માર્ગમાં તેનો સાળો મળ્યો. તેણે કહ્યું કે–‘ક્યાં જાઓ છો?’’ દામનકે દેવીની પૂજા કરવા જવાનું કહ્યું, એટલે તે બોલ્યો કે—‘અત્યારે પૂજાનો સમય નથી, કેમકે અંધકાર પ્રસરવાનો સમય નજીક હોવાથી ઘણા દોષને ઉત્પન્ન કરનાર પ્રદોષનો સમય છે.’' એમ કહીને તે બન્નેને ત્યાં જ રોકીને પોતે પૂજાની સામગ્રી લઈને પૂજા કરવા ગયો. પ્રથમથી જ શ્રેષ્ઠીનો સંકેત હોવાથી પેલા ચાંડાળે તેને દેરામાં પેસતાં જ જાણે તે દેવીને બળિદાન દેતો ન હોય તેમ મારી નાંખ્યો. પુત્રનું મરણ સાંભળીને સાગર શ્રેષ્ઠીનું વક્ષઃસ્થળ ભેદાઈ ગયું, તેથી તે પણ મૃત્યુ પામ્યો. પછી રાજાએ દામનકને તેના ઘરનો સ્વામી કર્યો. એક વખત રાત્રિના પાછલા પહોરે ૧મંગલપાઠકના મુખથી દામનકે એક ગાથા સાંભળી. તેનો ભાવાર્થ એવો હતો કે–“નિરપરાધીને અનર્થમાં નાખવા માટે કોઈ અનેક પ્રયત્નો કરે તો તે ઊલટા તેને બહુ ગુણના કરનારા થાય છે. દુઃખને માટે કરેલ ઉપાય સુખને માટે થાય છે; કેમકે કૃત્તાંત (દેવ) જ જેનો પક્ષ કરે તેને બીજો શું કરી શકે?’’ આ ગાથા તે ત્રણ વાર બાલ્યો, એટલે દામનકે તેને ત્રણલાખ દ્રવ્ય આપ્યું. રાજાએ એ વાત જાણીને એટલું બધું દાન આપવાનું કારણ પૂછ્યું, ત્યારે દામનકે પોતાનો સર્વ પૂર્વ વૃત્તાંત કહ્યો. એકદા જ્ઞાની ગુરુ મળવાથી તેમની પાસેથી પોતાના પૂર્વ ભવમાં કરેલા પ્રત્યાખ્યાનનું ફળ જાણીને જાતિસ્મરણ થવાથી દામનક વિશેષે ધર્મનો રાગી થયો. અનુક્રમે મરણ પામીને તેણે દેવલોકનું સુખ પ્રાપ્ત કર્યું. ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ક્રમે કરીને સિદ્ધિપદને પામશે. “પૂર્વ ભવમાં કરેલા પ્રત્યાખ્યાનના પ્રભાવથી દામનકનું શત્રુએ પ્રયોજેલું કષ્ટ નાશ પામ્યું, અને ઊલટો તેના જ ઘરનો સ્વામી થયા. તેમજ અનુક્રમે તે લોકોત્તર સુખ પામ્યો; માટે સર્વ કોઈએ ભાવપૂર્વક પ્રત્યાખ્યાન કરવું. વ્યાખ્યાન ૨૫૦ વ્રતખંડનનું ફળ यथा श्रेष्ठिसुतः पूर्वं धर्मखण्डनयानया । ધનવાĂ: ળવળ્યું, મત્સ્યોદ્દપરામિઃ ||શા ૧ ભાટ ચારણ વગેરે. Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૭ ભાવાર્થ—“પૂર્વે જેનું બીજું નામ મત્સ્યોદર છે, એવો ધનદ નામે શ્રેષ્ઠીપુત્ર પચખાણરૂપ ધર્મનું ખંડન કરવાથી ખંડિત ફળને પામ્યો.” તેનું દૃષ્ટાંત આ પ્રમાણે– મત્સ્યોદરની કથા ૧૬૦ કનકપુર નગરમાં કનકરથ નામે રાજા હતો. તે ગામમાં સાગરદત્ત નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને ધનદત્ત નામે પુત્ર હતો. તે ગામમાં સિંહલ નામનો એક જુગારી રહેતો હતો. તે એક દિવસ કોઈ દેવીના મંદિરમાં ગયો અને દેવીને કહ્યું કે—‘હે દેવી! મને ઘન આપ, નહીં તો તારી પ્રતિમા ભાંગી નાંખીશ.’’ તે સાંભળીને દેવી બોલી કે—‘તારા ભાગ્યમાં ધન નથી, તો પણ આ ગાથા ગ્રહણ કર. जंचिय विहिणा लिहियं, तंचिय परिणमइ सयललोयस्स । इय जाणे वि धीरा, विहुरे वि न कायरा हुंति ॥ १ ॥ ભાવાર્થ—જે વિધિએ (ભાગ્યમાં) લખેલું હોય છે તે જ સકળ લોકને પ્રાપ્ત થાય છે, એમ જાણીને ધીર પુરુષો સંકટમાં પણ કાયર થતા નથી.’ આ ગાથા હજાર સોનામહોર લઈને તું વેચજે.’' જુગારી તે ગાથા લઈને બજારમાં ગયો. ત્યાં ઘનદત્તે તે ગાથા વાંચીને હજાર સોનામહોર આપી ગ્રહણ કરી. તે વાત તેના પિતાના જાણવામાં આવી, એટલે તેને ઘરમાંથી કાઢી મૂક્યો. ધનદત્ત ઉત્તર દિશા તરફ ચાલ્યો; રસ્તામાં ચોરોએ તેને પકડી લઈને વણજારાને વેચ્યો. વણજારાએ તેને પારસકુળમાં જઈ વેચ્યો. તેઓએ તેને લોહીને માટે વેચાતો લીઘો. પછી હમેશાં તેના શરીરમાંથી લોહી કાઢવાથી તે અત્યંત નિઃસત્વ થઈ ગયો. એકદા તે અચેતન થઈને પડ્યો હતો અને તેનું શરીર લોહીથી ખરડાયેલું હતું, તેથી ભારંડ પક્ષીએ તેને ઉપાડ્યો, અને સુવર્ણદ્વીપમાં મૂકી દીધો. ત્યાં પણ પેલી ગાથાનો અર્થ સંભારતો સતો તે સુખે રહેવા લાગ્યો. એકદા રાત્રીએ અરણીના લાકડાં સળગાવીને તેના અગ્નિ વડે તે તાપ્યો. પ્રાતઃકાળે તે સ્થાનની પૃથ્વી તેણે સુવર્ણમય થયેલી જોઈ; તેથી તેણે તે માટીની ઇંટો બનાવી અને તેની મધ્યમાં પોતાનું નામ રાખીને તેના આઠ હજાર ને પાંચ સંપુટ બનાવ્યા. તે ઇંટો અગ્નિમાં પકવતાં સુવર્ણમય થઈ ગઈ. તેમનો તેણે એક ઠેકાણે ઢગલો કર્યો. એકદા કોઈ વહાણવટી પાણી લેવા માટે તે કિનારે ઊતર્યો. તેણે ઘનદત્તને પૂછ્યું કે—‘તમે અહીં ક્યાંથી આવ્યા છો?’’ ઘનદત્તે કહ્યું કે–‘“મારી સુવર્ણની ઇંટો લેવા આવ્યો છું, માટે આ ઇંટો જો તમે ભાડું ઠરાવીને લઈ જાઓ તો આમાંથી ચોથો ભાગ તમને આપીશ.’’ વહાણવટીએ કબૂલ કરીને તે ઇંટો વહાણમાં ભરાવી. પછી વિશ્વાસ પમાડીને તે વહાણવટીએ ઇંટોના લોભથી તેને એક કૂવામાં નાખી દીધો. ધનદત્તે કૂવામાં પગથિયાં જોયાં. તે પગથિયાંને રસ્તે અંદર ઊતરતાં તેણે એક મનુષ્ય વિનાનું શૂન્ય નગર જોયું. ત્યાં ચક્રેશ્વરી દેવીનું મનોહર મંદિર જોઈને તે અંદર ગયો. દેવીને વંદન કરીને તેની પૂજા કરી. ભક્તિથી પ્રસન્ન થઈને દેવીએ તેને પાંચ રત્ન આપ્યાં; તેમાં એક સૌભાગ્ય આપનાર, બીજું રોગનો નાશ કરનાર, ત્રીજું આપત્તિમાંથી રક્ષણ કરનાર, ચોથું વિષ ઉતારનાર અને પાંચમું લક્ષ્મી આપનાર હતું. તે રત્નો તેણે પોતાની જંઘા વિદારીને તેમાં ગોપવ્યાં. પછી ઘનદત્ત નગરમાં આગળ ચાલ્યો, પણ કોઈ મનુષ્ય તેના જોવામાં આવ્યું નહીં. ચાલતાં ચાલતાં ૧ લોહીનો રંગ બનાવનાર વસ્તીવાળો દેશ (બબ્બરકુળ) Page #170 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૫૦] વ્રતખંડનનું ફળ ૧૬૧ તે એક રાજમહેલમાં ગયો અને ઉપર ચઢ્યો. ત્યાં તેણે એક સુંદર કન્યા જોઈ. તે કન્યાએ તેને સન્માન આપ્યું. ઘનદત્તે તેને નગર શૂન્ય થવાનું કારણ પૂછ્યું, એટલે તે બોલી કે–– “આ તિલકપુર નામનું નગર છે. આ નગરમાં મારો પિતા મહેન્દ્ર નામે રાજા હતો. એક દિવસે શત્રુઓએ આવીને નગરને ઘેરી લીધું, તે જ રાત્રીએ કોઈ વ્યંતર મારા પિતા પાસે આવ્યો. મારા પિતાએ તેને પૂછ્યું કે−‘તું કોણ છે?’ ત્યારે વ્યંતરે કહ્યું કે–‘હું તારો પૂર્વ ભવનો મિત્ર છું.' મારા પિતાએ કહ્યું કે—ત્યારે તું આ મારા નગરને જ્યાં શત્રુનો ભય ન થાય એવે સ્થાને મૂક.' તે સાંભળીને તે વ્યંતરે એક શહેર કૂવા પાસે બનાવ્યું, અને આ બીજું કૂવાની અંદર બનાવ્યું. એકદા કોઈ નરભક્ષી રાક્ષસ અહીં આવ્યો. તેણે બન્ને નગર સર્વ લોકનું ભક્ષણ કરીને મનુષ્યરહિત કરી નાખ્યાં. માત્ર એક મને જ પરણવાની ઇચ્છાથી જીવતી રાખી છે, અને આજે જ મને પરણવાનો છે.’’ આ પ્રમાણે તે કન્યા વાત કરતી હતી એટલામાં આકાશમાં શબ્દ કરતો તે રાક્ષસ આવ્યો. તે કન્યાએ ધનદત્તને કહ્યું કે–‘તમે અહીં ગુપ્ત રીતે રહો, નહીં તો તમને પણ તે પાપી મારી નાંખશે.’’ એમ કહીને ઘનદત્તને ચંદ્રહાસ ખડ્ગ બતાવીને કહ્યું કે “આ ખડ્ગથી તે પાપિષ્ઠને દેવપૂજાને વખતે મારવો, તેથી તેનું મૃત્યુ થશે; તે સિવાય તેનું મૃત્યુ થાય તેમ નથી.’' આ પ્રમાણે સંકેત કરીને તેને ગુપ્ત સ્થાને સંતાડી રાખ્યો. રાક્ષસ પૂજા કરવા બેઠો તે વખતે સમય જોઈને ધનદત્તે ખડ્ગવતી તેને મારી નાંખ્યો. પછી ધનદત્ત તે કન્યાને પરણ્યો અને રત્નાદિક સાર સાર વસ્તુ લઈને તે બન્ને કૂવામાં આવ્યા. તે વખતે કોઈ વહાણવટી તે કૂવામાંથી પાણી લેવા ત્યાં આવ્યો. તેણે કૂવામાં મનુષ્યો છે એમ જાણીને તે બન્નેને બહાર કાઢ્યા. પછી ઘનદત્તના કહેવાથી વહાણવાળાએ તેમને ભાડું લઈને વહાણમાં બેસાડ્યા. વહાણનો સ્વામી તે સ્ત્રીનું સ્વરૂપ તથા દ્રવ્ય જોઈને મોહ પામ્યો, તેથી માર્ગમાં ઘનદત્તને મૈત્રીભાવથી વિશ્વાસ પમાડીને સમુદ્રમાં નાખી દીધો. ઘનદત્ત તો સર્વત્ર ગાથાનો અર્થ સ્મરણ કરી સુખદુઃખમાં સમાન રહેતો હતો. સમુદ્રમાં પડતાં જ તેના હાથમાં એક પાટિયું આવ્યું, તે તેણે પકડી લીધું. સમુદ્રના કલ્લોલ ઉપર તે તરતો હતો તેવામાં એક મોટો મત્સ્ય તેને પાટિયા સહિત ગળી ગયો. ત્યાં તેને બહુ ખેદ થયો અને ઘણી પીડા થઈ, પણ તે તો ગાથાનો અર્થ જ વિચારવા લાગ્યો કે ‘વિધિએ જેવા સુખ દુઃખ લખ્યાં હોય તેવાં ભોગવવાં જ પડે છે.’’ પેલો મત્સ્ય મનુષ્યના ભારથી ખેદ પામીને સમુદ્રને કિનારે ગયો. ત્યાં મચ્છીમા૨ે તેને પકડ્યો. તેને ચીરતાં તેના ઉદરમાંથી ઘનદત્ત નીકળ્યો; તે મૂર્છિત થઈ ગયેલો હતો; તેથી મચ્છીમારે તેને ઘીરે ઘીરે સજ્જ કર્યો. પછી કનકપુરના રાજાને સર્વ વૃત્તાંત કહીને તેને રાજા પાસે આણ્યો; રાજાએ તેને તેનો હેવાલ પૂછ્યો એટલે તેણે કેટલોક વૃત્તાંત એકાંતમાં કહ્યો; તેથી પ્રસન્ન થઈને રાજાએ તેને ઘણા સત્કાર પૂર્વક થગીઘર બનાવ્યો. ત્યાં તેણે મત્સ્યોદર નામ રાખ્યું. એક દિવસ જે વહાણવટીએ તેને કૂવામાં નાખ્યો હતો તે તે જ નગરે વહાણ સહિત આવ્યો અને રાજાની પાસે ભેટ મૂકીને બેઠો. ત્યાં તે થગીઘરને જોઈને તેણે ઓળખ્યો; તેથી તે વહાણવટીએ વિચાર્યું કે—‘આ નવો આવેલો હશે, તેથી તેની જાતિ કુળ વગેરે કોઈ જાણતું નહીં હોય, માટે જો ૧ રાજા જેના પર પ્રસન્ન થાય, તેને તાંબુલ આપનાર થણીધર કહેવાય છે. Jain Educatio{{{૪-૧૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૭ તેને નીચ જાતિનો ઠરાવું તો મારું કષ્ટ નાશ પામે.” એમ વિચારીને તેણે ચાંડાળ પાસે જઈને કહ્યું કે–“હું તને સુવર્ણની ઇંટો આપીશ, પણ તારે રાજસભામાં જઈને રાજાના થગીઘરને ભેટીને તેને કહેવું કે-હે ભાઈ! તું અમને ઘણા દિવસે મળ્યો, આટલા દિવસથી ક્યાં ગયો હતો?” ઇત્યાદિ કહીને તેને તમારી જાતનો ઠરાવવો.” ચાંડાળે તે વાત કબૂલ કરીને બીજે દિવસે તે પ્રમાણે કર્યું. તે જોઈને રાજાએ ચાંડાળને પૂછ્યું કે–“આ શું?” ત્યારે ચાંડાળ બોલ્યો કે–“આ મારો ભાઈ છે, તેને મેં ઘણા દિવસે જોયો તેથી હું રડું છું.” તે સાંભળીને રાજાએ થગીથરને પૂછ્યું કે-“અરે રે! તું મારે ઘેર ક્યાંથી આવ્યો? તેં અમને સર્વને ચાંડાળ જેવા કર્યા.” ત્યારે તેણે કહ્યું કે “હે સ્વામી! સાંભળો, તે વિષે બહુ લાંબી વાત છે.” એમ કહીને પોતે ગાથા લીઘી ત્યારથી આરંભીને સર્વ હકીકત રાજાને નિવેદન કરી; અને દેવીએ આપેલાં પાંચ રત્નો પોતાની જંઘામાંથી કાઢીને રાજાને બતાવ્યાં. પછી રાજાને કહ્યું કે-“આ પાંચ રત્નો મારી પાસે રહ્યાં છે, બાકી તે પહેલાંનું મારું સર્વ દ્રવ્ય તેની પાસે છે.” તે સાંભળીને રાજાએ પેલા ચાંડાળોને ઘણો માર મરાવ્યો ત્યારે તેઓએ કબૂલ કર્યું કે–“નવા આવેલા વહાણવટીએ સુવર્ણની ઇંટો આપીને આ પ્રપંચ અમારી પાસે કરાવ્યો છે.” એમ કહીને રાજાને તે ઇટો બતાવી. રાજાએ ઇટો તોડી તો અંદરથી ઘનદત્તનું નામ નીકળ્યું. પછી રાજાએ તે વહાણવટીને બોલાવીને પોતાના સિપાઇઓને કહ્યું કે-“અરે! આ પાપીએ મત્સ્યોદરનું સર્વ ઘન કબજામાં લઈને તેને દ્વેષબુદ્ધિથી કૂવામાં નાંખી દીઘો હતો, માટે તેને મારી નાખો.” એમ કહીને તેનાં સર્વે વહાણો લૂંટી લઈ તેને દરિદ્ર કરી દીઘો. પછી ઘનદત્તે રાજાને વિનંતિ કરીને તેને જીવતો મુકાવ્યો. રાજાએ તેને પોતાના નગરમાંથી કાઢી મૂક્યો. પછી ઘનદત્તની પ્રશંસા કરીને રાજાએ તેને પૂછ્યું કે-“તું કોનો પુત્ર છે તે સત્ય કહે.” તેણે કહ્યું કે-“હે સ્વામી! આ જ નગરમાં રત્નસાર નામે શ્રેષ્ઠી છે તે મારા પિતા છે.” ઇત્યાદિ મૂળ વૃત્તાંત કહ્યો, એટલે રાજાએ હર્ષ પામીને તેને કહ્યું કે“હવે તું તારા પિતાને ઘરે જા.” ત્યારે ઘનદત્તે કહ્યું કે-“હે સ્વામી! હજુ હું એક બીજા વહાણવટીની રાહ જોઉં .” રાજાએ તેનું કારણ પૂછ્યું એટલે તેણે પોતાની પ્રિયા સંબંધી વૃત્તાંત કહ્યો. કેટલાક દિવસ ગયા પછી તે વહાણવટી દેવદત્ત શેઠ પણ તે જ ગામમાં આવ્યો. તે ભેટ લઈને તિલકમંજરી સહિત રાજા પાસે આવ્યો. તેને જોઈને ઘનદત્તે રાજાને કહ્યું કે-“જે માણસની હું રાહ જોતો હતો તે આ જ છે, અને તેની સાથે જે સ્ત્રી છે તે મારી પ્રિયા તિલકમંજરી છે.” પછી રાજાએ તે શેઠને પૂછ્યું કે “આ કિન્નરીના જેવા રૂપવાળી લાજ કાઢીને ઊભેલી સુંદરી કોણ છે?” તે બોલ્યો કે “હે દેવ! આ સ્ત્રીને હું કટાહ દ્વીપમાંથી લાવ્યો છું, પરંતુ આ સ્ત્રી કહે છે કે જો મને રાજા હુકમ આપે તો હું તારે ઘેર આવું.” તે સાંભળીને રાજાએ તે સ્ત્રીને પૂછ્યું કે-“આ શેઠ શું કહે છે? તેનું ઇચ્છિત કરવા તે ખુશી છે કે નહીં?” તે બોલી કે–“હે રાજા! મારા સ્વામીને એણે સમુદ્રમાં નાખી દીધો છે અને હું પતિવ્રતા સ્ત્રી છું, માટે મને બળી મરવા માટે અગ્નિ આપો. આ શેઠને છેતરીને આટલા દિવસ મેં મુશ્કેલીથી નિર્ગમન કર્યા છે અને અહીં સુધી તેને હું લઈ આવી છે. પૂર્વે મેં મારા સ્વામી પાસે નં વિય વિશિMા િિહય' ઇત્યાદિ ગાથાનો અર્થ સાંભળ્યો હતો તેનો મને પૂરેપૂરો અનુભવ થયો છે, માટે હવે મારા મનમાં કાંઈ પણ શોક નથી.” રાજાએ પૂછ્યું કે-“હે પુત્રી! તું તારા સ્વામીને શી રીતે ઓળખી શકે તેમ છે?” તે બોલી કે–“હે દેવ! મારા Page #172 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૫૦] વ્રતખંડનનું ફળ ૧૬૩ પતિને તો આ પાપીએ સમુદ્રમાં નાંખી દીધા છે, તેથી તે આજ સુધી ક્યાંથી જીવતા હોય?’’ તે સાંભળીને રાજાએ થગીઘરને બતાવ્યો. તે જોઈને તે બોલી કે “હે રાજા! સમાન આકૃતિવાળા ઘણા પુરુષો દુનિયામાં હોય છે, તેથી આકૃતિ માત્રથી નિશ્ચય કેમ થાય?’’ ત્યારે ઘનદત્તે તિલકપુરનો વૃત્તાંત, રાક્ષસનું મારવું, કૂવામાંથી બહાર નીકળવું વગેરે સર્વ કહ્યું, એટલે તેણે તેને બરાબર ઓળખ્યો, અને રાજાને કહ્યું કે “હે દેવ! આ જ મારા પ્રાણનાથ છે.’' પછી રાજાએ દેવદત્ત શેઠનું સર્વસ્વ લઈ લીધું અને તેને મારી નાખવાનો હુકમ આપ્યો. તે વખતે પણ ધનદત્તે વિનંતિ કરીને તેને બચાવ્યો. પછી ઘનદત્ત પોતાની પ્રિયા સહિત રાજાની આજ્ઞાથી મોટા ઉત્સવ પૂર્વક પિતાને ઘેર ગયો. તેને જોઈને તેના માતાપિતાને ઘણો હર્ષ થયો. એક દિવસ ઘનદત્ત રાજાની સાથે ઉદ્યાનમાં મુનિને વાંદવા ગયો; ત્યાં ધર્મદેશના સાંભળીને તેણે ગુરુને પૂછ્યું કે “હે ભગવન્! મેં પૂર્વ ભવમાં કેવાં કર્મ કર્યાં હતાં?’ ગુરુ બોલ્યા કે—“હે ઘનદત્ત! તારા પૂર્વ ભવનું વૃત્તાંત સાંભળ–રત્નપુર નગરમાં મહણ નામે એક શ્રેષ્ઠીપુત્ર હતો. તે એકદા ઉદ્યાનમાં ગયો. ત્યાં કોઈ મુનિને જોઈને તેમને વાંદીને તેમની પાસે બેઠો. તે વખતે ગુરુએ કહેલી ધર્મદેશના સાંભળીને તેણે સમકિત સહિત ગૃહીધર્મ અંગીકાર કર્યો. ગુરુને નમીને તે પોતાને ઘેર આવ્યો. પછી ઘણું ઘન ખર્ચીને તેણે એક મોટું ચૈત્ય કરાવ્યું; પણ પાછો તેને વિચાર થયો કે—ધર્મના રસમાં પરાધીન થઈને આટલો બધો ધનનો વ્યય કેમ કર્યો?' ઇત્યાદિ ભાવનાથી ભ્રષ્ટ થયા છતાં પણ પાછી લોકલક્ત્રથી તેણે પ્રતિમા ભરાવી. એકદા તેણે ધારણા કરી કે–‘જેટલું દ્રવ્ય હું ઉપાર્જન કરું તેમાંથી ચોથો હિસ્સો ધર્મમાર્ગે મારે વાપરવો.' એ પ્રમાણે વર્તતાં વળી તેને વિચાર થયો કે ‘મેં જે ધારણા કરી તેનું ફળ મને આ ભવમાં જ મળશે કે નહીં? કેમ કે શાસ્ત્રમાં તો થોડાનું પણ અધિક ફળ સંભળાય છે.' ઇત્યાદિ શંકા વારંવાર કર્યા કરતો હતો, અને દેવપૂજા વગેરે પણ ફળની શંકા સહિત કરતો હતો. એક દિવસ કોઈ બે મુનિને સુંદર વસ્ર વહોરાવીને તેણે વિચાર્યું કે–‘કદાચ આ સાધુઓ સુંદર વેષ પહેરે તો તેથી જૈનધર્મમાં શું દૂષણ આવે?’ વળી ફરીથી વિચાર કરવા લાગ્યો કે—‘અરે! મેં ખોટો વિચાર કર્યો; કેમકે સારાં વસ્ત્ર પહેરવાં, દેહની પરિચર્યા કરવી તથા તેની શુશ્રુષા કરવી તે સર્વ કામદેવને વધારવાના ઉપાય છે; માટે જ સાધુઓ તેવું કામ કરતા નથી.’ ઇત્યાદિ શુભ તથા અશુભ પરિણામથી આંતરે આંતરે શુભ તથા અશુભ કર્મ તેણે બાંધ્યાં. છેવટ આયુને અંતે મરણ પામીને તે ભુવનપતિ દેવતા થયો; ત્યાંથી ચ્યવીને તું ધનદત્ત થયો છે. તેં પૂર્વ ભવમાં ધર્મકાર્યો કર્યા, પણ તેમાં શંકાદિ દૂષણ લગાડ્યાં તેથી તેનાં ફળ રૂપે તને દુઃખ સહિત સુખ આ ભવમાં પ્રાપ્ત થયું.” આ પ્રમાણે સાંભળીને ઘનદત્ત મૂર્છિત થયો. પછી સંજ્ઞામાં આવીને જાતિસ્મરણ થવાથી માતાપિતાની આજ્ઞા લઈને વૈરાગ્ય વડે રાજા સહિત તેણે દીક્ષા ગ્રહણ કરી. ત્યાંથી મરણ પામી વૈમાનિક દેવતાનું સુખ ભોગવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થયો, અને ધર્મનું આરાધન કરીને અનુક્રમે મોક્ષે ગયો. ‘દશ દૃષ્ટાંતે દુર્લભ એવો મનુષ્યભવ તથા બીજી આર્યદેશાદિ સામગ્રી પામીને તથા સંસારની અસારતા જાણીને નિરંતરનું સુખ (મોક્ષ) ઇચ્છનારા પુરુષોએ નિરંતર ધર્મકાર્યો કરવાં.’’ -- Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૭ વ્યાખ્યાન ૨૫૧ મૌન એકાદશીનું માહાભ્ય प्रणम्य श्रीमद्वामेयं, पार्श्वयक्षादिपूजितम् । माहात्म्यं स्तौमि श्रीमौनैकादश्या गद्यपद्यभृत् ॥१॥ ભાવાર્થ-“શ્રી વામામાતાના પુત્ર, પાર્શ્વ યક્ષાદિકોએ પૂજેલા એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુને નમસ્કાર કરીને ગદ્યપદ્યાત્મક એવું મૌન એકાદશીનું માહાભ્ય કહું છું.” એકદા દ્વારિકા નગરીમાં શ્રી નેમિનાથ સ્વામી સમવસર્યા. તે સમાચાર વનપાળના મુખથી સાંભળીને શ્રી કૃષ્ણ અતિ હર્ષિત થયા. પછી તે વનપાળને યોગ્ય દાન આપીને સર્વ સમૃદ્ધિ સહિત કૃષ્ણ શિવારાણીના પુત્ર શ્રી નેમિનાથ પ્રભુને વાંદવા ગયા. વિધિપૂર્વક વાંદીને યોગ્ય સ્થાને બેસી નીચે પ્રમાણે ભગવાનની દેશના સાંભળી– દિને ને તેવા, વંતિ તેસિં પિ મારા થોવા कत्तो मे मणुय भवो, इति सुरवरो दुहिओ ॥१॥ - ભાવાર્થ–“એક દિવસમાં જેટલા દેવો ચવે છે તે કરતાં પણ આ પૃથ્વી ઉપર માણસો ઓછા છે, તેથી દેવતાઓ ચિંતવે છે કે અમને મનુષ્યભવ ક્યાંથી મળે?” માટે તેઓ દુઃખ ઘારણ કરે છે. એવી રીતે દેવને પણ દુર્લભ મનુષ્યભવ જાણીને પ્રમાદ કરવો નહીં. अन्नाण संसओ चेव, मिच्छत्ताणं तहेव य । रागो दोसो मइन्भंसो, धम्मम्मि य अणायरो॥१॥ जोगाण दुप्पणिहाणं, पमाओ अठ्ठ महा भवे । संसारुत्तारकामेणं, सव्वहा वज्जियवओ॥२॥ ભાવાર્થ-અજ્ઞાન, સંશય, મિથ્યાત્વ, રાગ, દ્વેષ, મતિની ભ્રષ્ટતા, ઘર્મ ઉપર અનાદર અને યોગનું દુપ્રણિધાન–એ રીતે પ્રમાદ આઠ પ્રકારના છે; તેથી સંસારથી મુક્ત થવા ઇચ્છનારાએ તેનો સર્વથા ત્યાગ કરવો.” ઇત્યાદિ ઘર્મદેશના સાંભળીને શ્રી કૃષ્ણ પ્રભુને કહ્યું કે-“હે ભગવન્! હું અહર્નિશ રાજકાર્યમાં વ્યગ્ર હોવાથી નિરંતર ઘર્મ શી રીતે કરી શકું? માટે આખા વર્ષમાં એક ઉત્તમ દિવસ સારરૂપ હોય તે બતાવો!” ભગવાને કહ્યું કે-“કૃષ્ણ! જો તમારી એવી ઇચ્છા હોય તો માર્ગશીર્ષ માસની શુક્લ એકાદશીનું ઉત્તમ રીતે આરાઘન કરો. તે દિવસે વર્તમાન ચોવીશીનાં ત્રણ તીર્થકરના મળીને પાંચ કલ્યાણક થયા છે. તે વિષે કહ્યું છે કે अस्यां चक्रिपदं हित्वा, ग्रहीदरजिनो व्रतम् । जन्म दीक्षां च सज्ज्ञानं, मल्ली ज्ञानं नमीश्वरः॥१॥ ભાવાર્થ-“આ એકાદશીને દિવસે શ્રી અરનાથ પ્રભુએ ચક્રવર્તીપણું છોડીને ચારિત્ર અંગીકાર કર્યું હતું; મલ્લિનાથનાં જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન એ ત્રણ કલ્યાણક થયાં હતાં, અને નમિનાથનું કેવળજ્ઞાન કલ્યાણક થયું હતું.' આ પ્રમાણે નિયમપૂર્વક તે દિવસે પાંચ ભરતમાં તથા પાંચ એરવતમાં ત્રણ ત્રણ તીર્થકરોનાં Page #174 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૫૧] મૌન એકાદશીનું માહાત્મ્ય ૧૬૫ મળીને પાંચ પાંચ કલ્યાણકો થવાથી પચાસ કલ્યાણકો થયાં છે; તેમજ અતીત, અનાગત અને વર્તમાન સમયના ભેદથી એકસો પચાસ કલ્યાણકો ત્રીશ ચોવીશીમાં થઈને નેવું તીર્થંકરોનાં થયાં છે. તેથી આ દિવસ સૌથી ઉત્તમ છે. અર્ક પુરાણ નામના શૈવ શાસ્ત્રમાં પણ આ એકાદશીનું માહાત્મ્ય વર્ણવ્યું છે કે‘હે અર્જુન! હેમંત ઋતુને વિષે માર્ગશીર્ષ માસની કલ્યાણકારી શુક્લ એકાદશીને દિવસે જરૂર ઉપવાસ કરવો, કેમકે જે હમેશાં પોતાને ઘેર બે લાખ બ્રાહ્મણોને ભોજન કરાવે છે તેને જેટલું ફળ મળે છે તેટલું ફળ માત્ર આ એકાદશીના એક ઉપવાસથી મળે છે. જેમ કેદારનાથ તીર્થમાં ઉદકપાન કરવાથી પુનર્જન્મ થતો નથી, તેમ આ એકાદશીના ઉપચારાથી પણ પુનઃ જન્મ થતો નથી. હે અર્જુન! આ એકાદશી ગર્ભવાસનો નાશ કરે છે, તેથી તે વ્રતના પુણ્ય સમાન બીજું કોઈ પુણ્ય થયું નથી અને થશે પણ નહીં. હે અર્જુન! હજાર ગાયોનું દાન કરવાથી જેટલું પુણ્ય થાય તેથી અધિક પુણ્ય એક બ્રહ્મચારીની ભક્તિથી થાય છે, હજાર બ્રહ્મચારીની ભક્તિ કરતાં જેટલું પુણ્ય થાય છે તેથી અઘિક પુણ્ય એક વાનપ્રસ્થાશ્રમીની ભક્તિથી થાય છે, હજાર વાનપ્રસ્થાશ્રમીની ભક્તિ કરતાં અધિક પુણ્ય પૃથ્વીનું દાન કરવાથી થાય છે, ભૂમિદાનથી દશગણું પુણ્ય સર્વ અલંકાર સહિત કન્યાદાન દેવાથી થાય છે, કન્યાદાનથી દશગણું પુણ્ય વિદ્યાદાનથી થાય છે, વિદ્યાદાનથી સોગણું પુણ્ય ભૂખ્યાને અન્ન આપવાથી થાય છે, તેથી સોગણું પુણ્ય ગોમેધ યજ્ઞથી, તેથી સોગણું પુણ્ય અશ્વમેઘ યજ્ઞથી, તેથી સોગણું પુણ્ય નરમેઘ યજ્ઞથી અને તેથી હજારગણું પુણ્ય કેદારનાથની યાત્રા કરવાથી થાય છે. પરંતુ આ એકાદશીના પુણ્યની તો સંખ્યા જ નથી; તેથી બ્રહ્માદિ દેવો પણ એ વ્રત આચરે છે.’ ઇત્યાદિ લૌકિક શાસ્ત્રોમાં પણ હે કૃષ્ણ! આ એકાદશીનું માહાત્મ્ય વર્ણવ્યું છે.’’ આ પ્રમાણે લોકોત્તર ફળ આપનારું મૌન એકાદશીનું વર્ણન નેમીશ્વર પ્રભુના મુખથી સાંભળીને શ્રીકૃષ્ણે ફરીને પૂછ્યું કે “હે સ્વામી! આ એકાદશીનું આરાધન પૂર્વે કોણે કર્યું છે તે કહો.’’ ત્યારે પ્રભુએ સુવ્રત શ્રેષ્ઠીનું જે દૃષ્ટાંત કહ્યું તે આ પ્રમાણે– સુવ્રત શેઠની કથા “ઘાતકીખંડમાં આવેલા વિજયપત્તનમાં સૂર નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. રાજા પણ તેને બહુ માન આપતો અને ગામના સર્વ વ્યાપારીઓમાં તે અગ્રેસર હતો. તેને સુરમતી નામની શીલવતી પત્ની હતી. એક વખત તે શ્રેષ્ઠી સુખે સૂતો હતો. પાછલી રાત્રે નિદ્રા દૂર થઈ તે વખતે તેને વિચાર થયો કે‘હું પૂર્વ જન્મના પુણ્યોદયથી સુખમાં મગ્ન થઈને દિવસો નિર્ગમન કરું છું; પરંતુ પરલોકનું હિતકર કાર્ય કંઈ પણ કરવું જોઈએ, કેમકે તે વિના સર્વ નિરર્થક છે.” એ પ્રમાણે વિચાર કરતાં સૂર્યોદય થયો, એટલે શય્યામાંથી ઊઠી પોતાનું નિત્યકર્મ કરીને તે શ્રેષ્ઠી ગુરુને વાંદવા ગયો. ગુરુને વાંદીને યથાયોગ્ય સ્થાને ધર્મદેશના સાંભળવા બેઠો. ગુરુએ દેશના આરંભી आलस्स मोह वन्ना, थंभा कोहा पमाय किविणत्ता । भय सोगा अन्नाणा, विख्खेव कुऊहला रमणा ॥ १ ॥ ભાવાર્થ—“આલસ્ય, મોહ, વર્ણના (પ્રશંસા), સ્તબ્ધતા (અહંકાર), ક્રોધ, પ્રમાદ (નિદ્રા), કૃપણતા, ભય, શોક, અજ્ઞાન, વિકથા, કુતૂહળ અને રમણ (રતિ) એ તેર કાઠીઆનો ત્યાગ કરવો. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સંભ ૧૭ આ કાઠીઆનો જે ત્યાગ કરતો નથી તે નરકગતિમાં ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે पण कोडि अयसठ्ठि, लख्खा नवनवइ सहस्स पंचसया । चूलसी अहीय नरए, अपइठ्ठाणंमि वाहिओ॥१॥ ભાવાર્થ-પાંચ કરોડ, અડસઠ લાખ, નવાણું હજાર, પાંચસો ને ચોરાશી વ્યાધિઓ સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામના છેલ્લે પાથડે છે.” માટે હે શ્રેષ્ઠી! આવાં નરકનાં દુઃખનો નાશ કરવા માટે હંમેશાં ઘર્મ કરવો, કેમકે પુણ્યનો મહિમા અચિંત્ય છે. કહ્યું છે કે भरहे य केइ जीवा, मिच्छादिठ्ठिय भद्दवा भावा । ते मरिऊण य नवमे, वरिसंमि हुंति केवलिणो॥१॥ ભાવાર્થ-“આ ભરતક્ષેત્રમાં કેટલાય ભદ્ર પરિણામી મિથ્યાદ્રષ્ટિ જીવો પણ છે કે જે અહીંથી મરીને નવમે વરસે (મહાવિદેહક્ષેત્રમાં) કેવળી થાય છે.” માટે હે શ્રેષ્ઠી! સુલભબોધિ જીવને કાંઈ પણ દુષ્કર નથી.” ઇત્યાદિ સાંભળીને શ્રેષ્ઠી બોલ્યા કે-“હે મહારાજ! ગૃહકાર્યમાં ખૂંચેલો રહેવાથી હમેશાં ઘર્મ કરવાની મારી શક્તિ નથી, તેથી મને એક એવો દિવસ બતાવો કે જેથી તે એક દિવસના આરાઘનથી મને આખા વર્ષ જેટલું પુણ્ય મળે.” ત્યારે ગુરુએ કહ્યું કે-“માર્ગશીર્ષ માસની શુક્લ એકાદશીને દિવસે ઉપવાસપૂર્વક આઠ પ્રહરનો પોસહ લેવો, અને તે દિવસે સાવદ્ય વાણીનો વ્યાપાર તદ્દન બંધ કરીને મૌનપણે રહેવું. એ પ્રમાણે અગિયાર માર્ગશીર્ષ માસ સુધી એકાદશીને દિવસે પૂર્વોક્ત વિધિપૂર્વક તપ કરીને પછી મોટા ઉત્સવથી તેનું ઉદ્યાપન કરવું.” આ પ્રમાણે સાંભળીને તે શ્રેષ્ઠીએ અતિ હર્ષથી ભાવપૂર્વક પરિવાર સહિત તે વ્રત અંગીકાર કર્યું, અને તપ પૂર્ણ થયું ત્યારે વિધિપૂર્વક તેનું ઉદ્યાપન કર્યું. ત્યાર પછી પંદર દિવસે તેને એકાએક ફૂલનો વ્યાધિ ઉત્પન્ન થયો તેથી મૃત્યુ પામીને તે અગિયારમા આરણ નામના દેવલોકમાં ઉત્પન્ન થયા. અગિયારમા દેવલોકમાં એકવીશ સાગરોપમનું આયુષ્ય ભોગવી ત્યાંથી ચ્યવીને આ ભરતક્ષેત્રમાં શૌરિપુર નામના નગરમાં સમૃદ્ધિદર શ્રેષ્ઠીની ભાર્યા પ્રીતિમતીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. ગર્ભના મહિમાથી પ્રીતિમતીને દોહદ થયો કે-“હું શ્રાવકના બાર વ્રત ગ્રહણ કરું, મહાવ્રતને ઘારણ કરનાર મુનિઓને અશનાદિ વહોરાવીને તેમની ભક્તિ કરું, સર્વ સંસારી જીવોને વ્રતધારી કરું, તેમજ નૃત્ય, ગીત, વાજિંત્ર તથા વાર્તાવિનોદમાં સમ્યક પ્રકારે વ્રત પાળનારાઓના ગુણોનું શ્રવણ કરું.” ઇત્યાદિ દોહદ શ્રેષ્ઠીએ પૂર્ણ કર્યા. પછી સમય આવતાં પ્રીતિમતીએ રૂપ અને લાવણ્યથી ભરપૂર એવા પુત્રને પ્રસવ્યો. નાળ દાટવા માટે પૃથ્વી ખોદતાં તેમાંથી નિદાન પ્રગટ થયું તેથી પિતાએ સુવ્રત નામ રાખ્યું. અનુક્રમે તે ગુરુની સાક્ષી માત્રથી જ સમગ્ર કળાઓ શીખ્યો. યુવાવસ્થા પામતાં પિતાએ તેને મહોત્સવપૂર્વક અગિયાર કન્યાઓ પરણાવી. પછી આયુષ્ય પૂર્ણ થતાં તેના પિતા મરણ પામ્યા એટલે તે સુવ્રત અગિયાર કરોડ દ્રવ્યનો સ્વામી થયો. એકદા તે ગુરુને વંદન કરવા ગયો. તે ગુરુ પાંચ સમિતિ તથા ત્રણ ગતિથી યુક્ત હતા, પાંચ મહાવ્રતની પચીશ ભાવનાનું અંતઃકરણમાં મનન કરનારા હતા. પાંચ મહાવ્રતનો ભાર ઘારણ Page #176 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૫૧] મૌન એકાદશીનું માહાભ્ય ૧૬૭ કરવામાં ઘુરંઘર હતા. દેવ, મનુષ્ય, તિર્યંચ અને પોતાથી ઉત્પન્ન થતા ભયંકર ઉપસર્ગરૂપી શત્રુઓને તથા બાવીશ પરિષદરૂપી શત્રુઓની સેનાને જીતનારા હતા, સત્તાવીશ ગુણોથી વિરાજમાન શિષ્ટ મુનિઓના નાયક હતા, અતિચાર રહિત પાંચ પ્રકારના આચારને પાલન કરનારા હતા, સંસારી જીવોને મૂચ્છ પમાડનાર વિષયસમૂહથી વિરમેલા હતા, ત્રણ ભુવનના લોકોને કિંકરરૂપ કરવાથી અતિ ગર્વિષ્ઠ થયેલા કામદેવના વિકારને જેમણે દૂર કરેલો હતો, અહંતુપ્રણીત શાસ્ત્રમાં કહેલા અતિ સૂક્ષ્મ વિચારોનો સારી રીતે બોધ હોવાથી સર્વ ભવ્ય પ્રાણીઓનાં હૃદયને આનંદ પમાડતા હતા, ચંચળ એવા પાંચ ઇંદ્રિયોરૂપી ઉદ્ધત અશ્વોને તેણે નિયમમાં રાખેલા હતા, અમૃત સમાન ઘર્મદેશના વડે સર્વ ભવ્ય પ્રાણીઓનાં જીવિતરૂપ હતા, સમ્યગ્દર્શન વડે કરીને તેણે મિથ્યાદર્શનરૂપી ઉગ્ર વિષનો નાશ કર્યો હતો; દુર્જન પુરુષોનાં દુર્વચનોની રચનારૂપી પ્રચંડ વાયુ પ્રસરતાં છતાં પણ અકંપ હતા. ક્ષમા, માર્દવ, આર્જવ અને મુક્તિ આદિ દશ પ્રકારના સાઘુઘર્મનું આરાઘન કરવામાં સાવઘાન હતા, પોતાના અંતઃકરણ રૂપી ઘરમાંથી શલ્ય રૂપ નવ પ્રકારનાં નિયાણાંને તેમણે દૂર કાઢી મૂક્યાં હતાં, નવ પ્રકારની બ્રહ્મચર્ય ગતિનું સારી રીતે પાલન કરવામાં તત્પર હતા, દુષ્ટ કર્મરૂપી રાક્ષસસમૂહનો નાશ કરવામાં નારાયણ જેવા હતા, હાસ્યાદિ ષકને તેમણે દૂરથી જ તજી દીધું હતું, ચંદનાદિકથી પૂજા કરનાર ઉપર તેમજ શસ્ત્રાદિથી છેદન કરનાર ઉપર તેમનો સમાન મનોવિલાસ હતો, સર્વથા મમતા રહિત હોવાથી તેમણે શોકનો નિરાસ કર્યો હતો, અનુપમ વચનકળાથી સર્વલોકને રંજિત કર્યા હતા, અરિહંતપ્રણીત સમગ્ર આગમના પારગામી હતા, આ લોક તથા પરલોક આશ્રિત સર્વ ચરાચર પ્રાણીઓએ કરેલાં માન અથવા અપમાન, પ્રશંસા અથવા નિંદા, લાભ અથવા અલાભ, સુખ અથવા દુઃખ ઇત્યાદિમાં તેમની ચિત્તવૃત્તિ સમાન હતી, શ્રીમત્ આહંત મતનું સ્થાપન કરવામાં અસાધારણ કુશળતારૂપી સૂર્યના ઉદયથી તેમણે ચોતરફ પ્રસરેલા મિથ્યાત્વરૂપ અંઘકારનો નાશ કર્યો હતો, અપ્રશસ્ત આસ્રવ દ્વારનો નિરોધ કર્યો હતો, અનેક ભવ્યસમાજોને બોઘ પમાડનારા હતા, આઠ પ્રકારના મદનો ત્યાગ કર્યો હતો, બાર પ્રકારના તારૂપી ઔષઘની ક્રિયા વડે દુર્ભેદ્ય દુષ્ટ કર્મ રૂપી વ્યાધિનો તેમણે ભેદ (નાશ) કર્યો હતો, પાંચ પ્રકારનો સ્વાધ્યાયવિધિ કરવામાં તથા કરાવવામાં સાવઘાન હતા, જગતના સર્વ જીવોને તેમણે અભયદાન આપ્યું હતું, સાગર જેવા ગંભીર હતા, મેરુપર્વત જેવા અચલ (ઘીર) હતા, શંખ જેવા નિરંજન (નિર્મળ) હતા, અજ્ઞાનરૂપી અંધકારથી આચ્છાદિત થયેલા નેત્રોવાળા ભવ્ય પ્રાણીઓનાં નેત્રોને ઉઘાડવા તથા નિર્મળ કરવા માટે શ્રેષ્ઠ જ્ઞાનરૂપી અંજનના આજનારા હતા, કાચબાની જેમ ગુસેંદ્રિય હતા, મહામોહ રાજાનો તેમણે પરાજય કર્યો હતો, ભારંડ પક્ષીની જેમ સર્વદા અપ્રમત્ત હતા, કમળના પત્રની જેમ તેમનું ચિત્ત લેપ રહિત હતું, સૂર્યની જેમ દિસતેજ હતા, રાગદ્વેષરૂપી મહામલ્લને જીતવા માટે તેમણે ઘણું વીર્ય ફોરવ્યું હતું, ચંદ્રની જેમ સૌમ્ય ગુણો વડે પરિપૂર્ણ હોવાથી સમગ્ર સાઘુ પુરુષોને આનંદકારી હતા, સિંહની જેમ દુર્ઘર્ષ હતા, છતાં સર્વલોકને ગમન યોગ્ય હતા, હાથીની જેમ શૌર્ય ગુણથી યુક્ત હતા, સમગ્ર દોષથી મુક્ત હતા, વૃષભની જેમ બળવાન હતા, અનેક વાદીઓને જીતવાથી અધિક તેજસ્વી થયેલા હતા, સમુદ્રના જળની જેવું તેમનું ૧ નિલભતા. Jain Education Interational Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૭ હૃદય અતિ શુદ્ધ હતું, સંસારરૂપી કારાગૃહમાં રહેલા મોહરૂપી મોટા ચોરે પકડેલા પ્રાણીઓનું રક્ષણ કરવામાં તે અત્યંત દયાળુ હતા, આકાશની જેમ અવલંબન રહિત હતા. મહાનંદ (મોક્ષ) રૂપી મહા નગરે જવાની શ્રેણીએ ચઢવામાં વિલંબ વિનાના હતા. શૂન્ય ઘરની જેમ શરીરની પરિચર્યાથી રહિત હતા. અન્ય પ્રાણીઓએ કરેલા રાફડામાં રહેનારા સર્પની જેમ પરાશ્રયમાં રહેનારા હતા, સાંસારિક સર્વ સંબંઘનો ત્યાગ કર્યો હતો, પવનની જેમ અપ્રતિબદ્ધ વિહારી હતા, જીવની જેમ અપ્રતિહત ગતિવાળા હતા. જિનપ્રવચનને અનુસરતી મતિવાળા હતા, અને પક્ષીની જેમ સર્વથી મુક્ત હતા. કિં બહુના? તે મુનિરાજનાં સર્વ આચરણો સાથુસામાચારીને સંપૂર્ણ યોગ્ય હતાં. જાણે જંગમ કલ્પવૃક્ષ હોય તેવા તે શ્રીમાનું ઘર્મઘોષ નામના ગુરુને સમવસરેલા જોઈને શ્રેષ્ઠીપતિ સુવ્રત જાણે પોતાનો પુણ્યસમૂહ મૂર્તિ ઘારણ કરીને પ્રગટ થયો હોય એમ જાણી પોતાના આત્માને ઘન્ય માનતો સતો વિનય સહિત વિધિપૂર્વક ગુરુને નમ્યો. ત્યાર પછી ગુરુએ આપેલી સકલ ભવ્ય જીવોના ચિત્તને હર્ષથી વ્યાપ્ત કરવામાં સાવઘાન, મન, વચન, કાયાએ કરીને બાંઘેલાં તદ્ભવી કર્મસમૂહ તથા પૂર્વે ઘણા ભવમાં ઉપાર્જન કરેલાં અશુભ કર્મસમૂહરૂપી મોટાં વૃક્ષોને મૂળસહિત ઉખેડી નાંખવામાં પ્રથમ મેઘ સમાન, જળઘર વૃષ્ટિથી વૃદ્ધિ પામેલા જળના મહાપ્રવાહમાં પ્રાણીઓના અંતરની વિષય કષાયરૂપી લીલ વગેરેને ખેંચી જનાર, સર્વ શ્રોતા જનના કર્ણને પવિત્ર કરવામાં મંત્રસહિત મહાવિદ્યા સમાન, સંયોગ વિયોગાદિ જિનમતસૂચિત મહાદુઃખો રૂપી ઊર્મિના સમૂહથી વ્યાકુળ અને મહા સાહસિક પુરુષોને પણ દુર્વાહ્ય એવા દુરંત સંસારરૂપી મહાસાગરને તરવામાં વહાણ જેવી અને ચોરાશી લાખ જીવયોનિમાં પરિભ્રમણ કરવાથી દિમૂઢ થઈ ગયેલા પ્રાણીઓને મહા વૈરાગ્યને ઉત્પન્ન કરનારી, તથા મુખ્યત્વે કરીને પાંચ પર્વણીના આરાઘનનું ઉત્તમ ફળ દેખાડનારી એવી દેશના સાંભળીને સુવ્રત શ્રેષ્ઠીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી તેણે ગુરુને પૂછ્યું કે-“હે પૂજ્ય!મેં પૂર્વ ભવમાં મૌન એકાદશીનું તપ કર્યું હતું. તેના પ્રભાવથી હું અગિયારમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો હતો અને ત્યાંથી ચ્યવીને અહીં પણ અગિયાર કરોડ સુવર્ણનો સ્વામી થયો છું, તો હવે હું શું સુકૃત કરું કે જેથી અસાઘારણ ફળને ભોક્તા થાઉં?” ગુરુએ કહ્યું કે-“હે શ્રેષ્ઠી! જેનાથી તમને આટલું સુખ પ્રાપ્ત થયું છે તે જ એકાદશીનું સેવન કરો; કેમકે જેનાથી દેહ વ્યાધિ રહિત થયો હોય તે જ ઔષઘ સેવવું જોઈએ. વળી કહ્યું છે કે विधिना मार्गशीर्षस्यैकादश्यां धर्ममाचरेत् । ... य एकादशभिर्वर्षेरचिरात् स शिवं भजेत् ॥४॥ ભાવાર્થજે પુરુષ માર્ગશીર્ષમાસની શુક્લ એકાદશીને દિવસે વિધિ પૂર્વક અગિયાર વર્ષ સુધી ઘર્મ આચરણ કરે છે તે થોડા વખતમાં જ મોક્ષને મેળવે છે.” ઇત્યાદિ ગુરુમુખથી સાંભળીને સુવ્રત શ્રેષ્ઠીએ પોતાની પત્ની સહિત મૌન એકાદશીનું તપ અંગીકાર કર્યું. એક દિવસ શ્રેષ્ઠી પોતાના કુટુંબ સહિત આઠ પહોરનું પૌષઘ વ્રત લઈને પૌષઘશાળામાં રહ્યો હતો, તે દિવસે તે હકીક્ત જાણીને ચોર લોકો રાત્રિએ તેના ઘરમાં પેઠા, અને ઘરમાંથી સર્વ ઘન લઈને તેની ગાંસડીઓ બાંઘી ઘર વચ્ચે ઢગલો કર્યો. પછી તે ગાંસડીઓ ઉપાડી જવાનો વિચાર Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ વ્યાખ્યાન ૨૫૧] મૌન એકાદશીનું માહાસ્ય કરતા હતા તેવામાં શાસનદેવીએ તેમને સ્તંભિત કર્યા. થોડી મુદતે શોરબકોર થવાથી રાજાના સિપાઇઓ આવી તે ચોરોને પકડી રાજા પાસે લઈ ગયા. પ્રાત:કાળે શ્રેષ્ઠી પોસહ પારી ઘણા ઘનની ભેટ લઈને રાજા પાસે ગયા, અને કહ્યું કે-“હે રાજ! આ લોકો મારા ઘરનું કામકાજ કરનારા છે, તેથી ઘરમાં આડાંઅવળાં પડેલાં રત્નાદિકને એકઠાં કરીને ઘર વચ્ચે ઢગલો કર્યો છે, અને પગે અથડાતાં હતાં તેને સાચવી રાખ્યાં છે; માટે આ મારા ચાકરો મારવાને યોગ્ય નથી.” ઇત્યાદિ કહીને રાજા પાસેથી તે ચોરોને છોડાવ્યા. તે વાત જાણી નગરના લોકોએ શ્રેષ્ઠીની અત્યંત પ્રશંસા કરી. ત્યાર પછી શ્રેષ્ઠીએ પારણું કર્યું. ફરીથી બીજી એકાદશીને દિવસે પણ શ્રેષ્ઠીએ પૌષઘ અંગીકાર કર્યો હતો, તે રાત્રિએ દાવાનળની જેમ આખા નગરમાં અગ્નિ પ્રસરી ગયો. તેને બુઝાવવાનો ઉપાય નહીં ચાલવાથી સર્વ લોકો જુદી જુદી દિશાઓમાં નાસી ગયા. તે વખતે કોઈએ શ્રેષ્ઠીને કહ્યું કે-“હે શેઠ! જૈનમતમાં દરેક વ્રતો આગાર સહિત હોય છે, માટે તમે અત્યારે વ્રત તજી દો.” ઇત્યાદિ કહ્યા છતાં વ્રતભંગની ભીતિથી શ્રેષ્ઠી ઊઠ્યા જ નહીં. વ્રતના પ્રભાવથી તેનાં ઘર, દુકાનો, વખારો વગેરે કાંઈ પણ સમુદ્રમાં રહેલા બેટની જેમ અગ્નિથી બન્યું નહીં. તે જોઈને સર્વ નગરના લોકો તેના વ્રતની પ્રશંસા કરવા લાગ્યા. એકાદશીનું સમગ્ર વ્રત પૂર્ણ થયું ત્યારે અગિયાર અગિયાર વસ્તુઓ એકઠી કરીને વિધિપૂર્વક મોટા ઓચ્છવથી શેઠે ઉદ્યાપન કર્યું, અને સંઘપૂજાદિક સાત ક્ષેત્રમાં દ્રવ્યનો વ્યય કરી પોતાનો જન્મ કૃતાર્થ કર્યો. તે શ્રેષ્ઠીને એકાદશી વ્રતના પુણ્યથી સ્ત્રીઓ પણ અગિયાર પ્રાપ્ત થઈ હતી, તેમજ તે દરેક સ્ત્રીથી દશ દશ પુત્ર અને એક એક પુત્રી થયેલ હતી. એકદા ચાર જ્ઞાનને ધારણ કરનારા વિજયશેખર સૂરિ તે નગરમાં પઘાર્યા, તેમની વૈરાગ્યમય દેશના સાંભળીને શ્રેષ્ઠી પ્રતિબોધ પામ્યા. એટલે તેમણે પોતાની અગિયાર સ્ત્રીઓ સહિત મોટા મહોત્સવથી સર્વવિરતિ ગ્રહણ કરી, અને ઘરનો સર્વ ભાર છોકરાઓને સોંપ્યો. અતિચાર રહિત ચારિત્રનું પાલન કરતાં તેમણે દ્વાદશાંગી કંઠે કરી. એક છ માસી તપ કર્યું, ચાર ચોમાસી તપ કર્યા, અને સો અઠ્ઠમ તથા બસો છઠ્ઠ કર્યા. તેની અગિયારે સ્ત્રીઓ માસ માસની સંખના કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગઈ. એક દિવસ એકાદશી હોવાથી સુવ્રતમુનિએ મૌનવ્રત ધારણ કર્યું હતું, તે દિવસ એક સાઘુને કાનમાં તીવ્ર વેદના થવા લાગી. તેવામાં કોઈ મિથ્યાત્વી વ્યંતર દેવતાએ સુવ્રતમુનિને વ્રતથી ચલાવવા માટે તે માંદા સાધુના શરીરમાં પ્રવેશ કર્યો, અને રાત્રિને સમયે અધિક વેદના કરવા લાગ્યો. તેથી તે સાઘુએ સુવ્રતમુનિને કહ્યું કે-“તમે કોઈ શ્રાવકને ઘેર જઈને મારા શરીરની વ્યથાની વાત કહો, કે જેથી તે મારા વ્યાધિની ચિકિત્સા કરે.” તે સાંભળી સુવ્રતમુનિએ વિચાર્યું કે–“મેં આજે ઉપાશ્રયની બહાર જવાનો નિષેઘ કર્યો છે અને વળી મૌન ધારણ કર્યું છે; તેથી શી રીતે શ્રાવક પાસે જાઉં ને વાત કરું?” ઇત્યાદિ વિચાર કરવા લાગ્યા. તેવામાં તે સાધુએ સુવ્રત મુનિને ક્રોધનાં વચનો કહેવાપૂર્વક ઘર્મધ્વજ (ઘા) વડે માર્યા. ત્યારે સુવ્રત મુનિએ વિચાર્યું કે–“આ મહાત્માનો આમાં કાંઈ પણ દોષ નથી, મારો જ દોષ છે; કેમકે હું તેની ચિકિત્સા કરાવતો નથી.” ઇત્યાદિ લોકોત્તર ભાવના ઉપર ચડેલા અને મેરુપર્વતની જેમ નિશ્ચલ થયેલા તેમને જોઈને Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૭ તે દેવતા ધર્મમાં સ્થિર થઈ પોતાને સ્થાનકે ગયો. સુવ્રત મુનિ તો શુભ ભાવના ભાવતાં લોકાલોકમાં પ્રકાશ કરનાર કેવળજ્ઞાન પામ્યા. તે વખતે પાસેના દેવોએ કેવળજ્ઞાનનો મહિમા કર્યો. ત્યાં સુવર્ણના કમળ ઉપર બેસીને સુવ્રત કેવળીએ દયામય ઘર્મદેશના આપી. પછી પૃથ્વીપર વિચરતાં ઘણા ભવ્ય જીવોને પ્રતિબોધ પમાડી અંતે અનશન કરીને મોક્ષે ગયા. આ પ્રમાણે નેમિનાથ ભગવાનના મુખથી એકાદશીનું ઉજ્જ્વળ માહાત્મ્ય સાંભળીને સમગ્ર નગરના લોક સહિત શ્રીકૃષ્ણે એકાદશીનું વ્રત અંગીકાર કર્યું. ‘શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક જે લોકો પોતાની શક્તિ અનુસાર એકાદશીનું વ્રત આદરે છે તેઓ સ્વર્ગનાં સુખ ભોગવીને અંતે મોક્ષપદને પામે છે.’’ વ્યાખ્યાન ૨૫૨ સમકિતમાં નિઃશંકતા नास्ति जीवो न स्वर्गादि, भूतकार्यमिहेष्यते । इति प्रभृति शंकातो, सम्यक्त्वं खलु पात्यते ॥१॥ ભાવાર્થ—આ જગતમાં જીવ જેવી કોઈ વસ્તુ જ નથી, તેમજ સ્વર્ગ, નરક વગેરે પણ કાંઈ નથી; માત્ર પંચ મહાભૂતનું જ સર્વ કાર્ય છે. ઇત્યાદિ શંકા કરવાથી સમકિત નાશ પામે છે.’' તે ઉપર દૃષ્ટાંત નીચે પ્રમાણે– આષાઢાચાર્યનું દૃષ્ટાંત કોઈ સાધુઓના સંઘાડામાં પૂર્વે આષાઢ નામે એક આચાર્ય હતા. તે અંતાવસ્થા પ્રાપ્ત થયેલા દરેક શિષ્યને નિઝામતા હતા અને તેને કહેતા હતા કે—“હે શિષ્ય! તું સ્વર્ગમાં દેવતા થાય તો જરૂર મને દર્શન આપજે.'' આ પ્રમાણે ઘણા શિષ્યોને કહ્યા છતાં સ્વર્ગે ગયેલામાંથી કોઈ પણ શિષ્ય આવ્યો નહીં. એક વખત પોતાના અતિવલ્લભ શિષ્યને નિઝામણા કરાવીને કહ્યું કે—“હે વત્સ! તું તો જો દેવ થાય તો અવશ્ય મને દર્શન આપજે.’’ એ પ્રમાણે અતિ આગ્રહથી કહ્યું. તેણે પણ તે અંગીકાર કર્યું. પછી તે શિષ્ય કાળ કરીને દેવતા થયો, પરંતુ દેવકાર્યમાં ગૂંથાઈ જવાથી જલદી આવી શક્યો નહીં, તેથી ગુરુએ વિચાર્યું કે—‘મેં અનેક શિષ્યોને નિઝામ્યા તેમજ તેમણે મારી પાસે આવવાનું મારું વચન અંગીકાર કર્યું, છતાં તેમાંથી એક પણ મારી પાસે આવ્યો નહીં; તેથી જણાય છે કે સ્વર્ગ કે નરક કાંઈ પણ નથી. આજ સુધી મેં વૃથા ક્રિયાકષ્ટ કર્યું.’’ ઇત્યાદિ વિચાર કરી મિથ્યાભાવ પામી ગચ્છનો ત્યાગ કરીને તે ચાલી નીકળ્યા. તેવામાં તે શિષ્યદેવે અવધિજ્ઞાનવડે ગુરુનું સ્વરૂપ જાણીને વિચાર્યું કે—“આ આચાર્ય મોહમાં ફસાઈને દુષ્કર્મ કરે નહીં તેટલા માટે ત્યાર અગાઉ તેને બોધ પમાડીને સન્માર્ગમાં લાવું.’' એમ વિચારીને તે દેવે ગુરુના જવાના માર્ગમાં એક ગામ પાસે દિવ્ય નાટક વિષુર્વ્યુ. આચાર્ય તે નાટક જોવા ઊભા રહ્યા. જોતાં જોતાં છ મહિના નિર્ગમન કર્યા, પરંતુ દેવના અનુભાવથી તેમને ક્ષુધા, તૃષા, શ્રમ વગેરે કાંઈ પણ જણાયું નહીં. પછી તે દેવે નાટક સંહરી લીધું; એટલે આચાર્ય આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં તેણે વિચાર્યું કે “અહો! કેવું સુંદર નાટક હતું? આજે પહેલી વાર આવું સુખ જોયું.” પછી તે દેવે વિચાર્યું Page #180 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૫૨] સમકિતમાં નિઃશંકતા ૧૭૧ કે-“આની પાસે કાંઈ પણ વ્રત રહ્યું છે કે સર્વથા ભ્રષ્ટ થયા છે તેની પરીક્ષા કરું.” એમ વિચારીને તેણે ઉત્તમ અલંકારથી શોભતો એક રાજકુમાર વિકર્થો. સૂરિએ તેને જોઈને કહ્યું કે–“હે બાળક!તું એકલો આવા અઘોર વનમાં કેમ ભમે છે? તારું નામ શું છે?” બાળક બોલ્યો કે-“મારું નામ પૃથ્વીકાયિક છે. હું આપને શરણે આવ્યો છું. ચોર, શ્વાપદ વગેરેના ઉપદ્રવથી મારું રક્ષણ કરો.” बालं मां दीनताप्राप्तं, पाहि पाहि प्रभो ततः । तैरेव भूषिता भूर्ये, रक्षेयुः शरणागतम् ॥१॥ ભાવાર્થ-“હે પૂજ્ય! દીનતા પામેલા આ બાળકનું આપ રક્ષણ કરો, રક્ષણ કરો, કેમકે જેઓ શરણે આવેલાનું રક્ષણ કરે છે તેઓના વડે જ આ પૃથ્વી શોભે છે.” આ પ્રમાણે તે બાળકે નમ્રતાથી કહ્યા છતાં તે લોભી આચાર્ય બાળકની ડોક મરડવા જતા હતા, તેવામાં તે બાળકે ફરીથી કહ્યું કે-“હે ભગવન્! એક દ્રષ્ટાંત સાંભળો. પછી જેમ યોગ્ય લાગે તેમ કરજો. કોઈ ગામમાં એક કુંભાર રહેતો હતો. તે એક દિવસ માટી ખોદતાં માટીની ખાણ પોતા પર પડતી જોઈને બોલ્યો કે __ यत्प्रसादादलिभिक्षा, ददे ज्ञातीश्च, पोषये । साप्याक्रामति भूमिर्मा, तज्जातं शरणाद्भयम् ॥१॥ ભાવાર્થ-જેની કૃપાથી હું બલિદાન અને ભિક્ષા આપું છું તથા કુટુંબનું પોષણ કરું છું તે જ પૃથ્વી આજે મને દાટી દે છે; તેથી જેનું શરણ હતું તેનાથી જ મને ભય પ્રાપ્ત થયું. હે પૂજ્ય આચાર્ય! તેવી જ રીતે હું પણ ભય પામીને આપને શરણે આવ્યો, પરંતુ આપ જ મને મારવા તૈયાર થયા; તેથી મને પણ જેનું શરણ હતું તેનાથી જ ભય પ્રાપ્ત થયું.” આ પ્રમાણે સાંભળીને પણ તે આચાર્યો “હે બાળક! તું ચતુર છે.” એમ કહીને તે બાળકને મારી નાખ્યો, અને તેનાં અલંકારો લઈને પોતાનાં પાત્રમાં નાંખ્યાં. આગળ ચાલતાં અપ્રકાયિક નામના બીજા બાળકને પ્રથમની જેમ જ જોયો, તેનાં અલંકારો પણ લેવા માટે આચાર્ય તેવી જ રીતે તેને મારવા તૈયાર થયા. તે વખતે તે બાળકે પણ એક દ્રષ્ટાંત કહ્યું કે–“કોઈ એક પુરુષ સુભાષિતમાં ચતુર હતો. તે એક વખત ગંગાનદી ઊતરતાં તેના પ્રવાહમાં તણાયો, તે વેળાએ નદીને કાંઠે ઊભેલા લોકોએ તેને કહ્યું કે–“હે ભાઈ! કાંઈક સુભાષિત બોલ.” ત્યારે તે બોલ્યો કે येन रोहंति बीजानि, येन जीवंति कर्षकाः । तस्य मध्ये विपद्यते, जातं मे शरणाद्भयम् ॥४॥ ભાવાર્થ-જેના વડે સર્વ બીજો ઊગે છે અને જેના વડે ખેડૂતો જીવે છે, તે જ પાણીમાં હું મરણ પામું છું. તેથી મને જેનું શરણ હતું તેનાથી જ ભય થયું.” તે સાંભળીને સૂરિએ કહ્યું કે–“હે વત્સ! તું બહુ સારું ભણ્યો જણાય છે.” એમ બોલીને તેને પણ મારી નાખી તેનાં અલંકાર લઈ લીઘાં. આગળ જતાં તેજસ્કાયિક નામના ત્રીજા બાળકને જોઈને તેનાં પણ અલંકાર લેવા તૈયાર થયા. ત્યારે તે બાળકે પણ પૂર્વની જેમ પોતાનું નામ પ્રગટ કરીને દ્રષ્ટાંત કહ્યું કે “કોઈ આશ્રમમાં એક Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૭ અગ્નિહોત્રી તાપસ રહેતો હતો. તે હમેશાં વિધિપૂર્વક અગ્નિનું પૂજન કરતો હતો. એકદા તે અગ્નિ વડે તેનું ઝૂંપડું બળવા લાગ્યું. તે જોઈને તે તાપસ બોલ્યો કે– ___यमहं मधुसर्पिभ्, तर्पयामि दिवानिशम् । दग्धस्तेनैवोटजो मे, जातं तच्छरणाद् भयम् ॥१॥ ભાવાર્થ-જેને હું રાત્રિ દિવસ મઘ તથા ઘી વડે તૃપ્ત કરું તે જ અગ્નિએ મારું ઝૂંપડું બાળ્યું; માટે મને શરણથી જ ભય થયું.” માટે હે પૂજ્ય! તમારે પણ તેમ કરવું યોગ્ય નથી.” ઇત્યાદિ કહ્યા છતાં સૂરિએ તેને મારીને અલંકાર લઈ લીધાં. . . ત્યાંથી આગળ ચાલતાં વાયુકાયિક નામના ચોથા બાળકને જોયો. તેનાં પણ અલંકારો લેવાને સૂરિ તૈયાર થયા. એટલે તે બાળકે પૂર્વની જેમ પોતાનું નામ પ્રગટ કરીને એક દૃષ્ટાંત કહ્યું કે-“પહેલાં કોઈ યુવાન પુરુષ ઘણો બળવાન હતો. તેને વાયુનો વ્યાધિ થવાથી તેનાં અવયવો કંપવા લાગ્યાં, તે જોઈને તેને કોઈએ પૂછ્યું કે- તું પહેલાં તો બહુ દોડતો હતો તેથી પવન જેવો ઉદ્યોગી હતો; અને હવે લાકડીના ટેકાથી કેમ ચાલે છે?” ત્યારે તે બોલ્યો કે सोऽवादीद्यो मरुज्ज्येष्ठा-षाढयोः सौख्यदोऽभवत् । स एव बाधतेऽङ्गं मे, जातं हि शरणाद्भयम् ॥१॥ ભાવાર્થ-“જે વાયુ (પવન) મને જ્યેષ્ઠ તથા અષાઢ માસમાં સુખ આપતો હતો, તે જ વાયુ (વા) અત્યારે મારા અંગને પીડે છે માટે મને શરણથી જ ભય થયું.” ઇત્યાદિ કહ્યા છતાં સૂરિએ તેને પણ મારીને તેના અલંકાર લઈ પાત્રમાં નાખ્યાં. આગળ ચાલતાં વનસ્પતિકાય નામના પાંચમા બાળકને જોઈને સૂરિએ તેના અલંકાર લેવાની ઇચ્છા કરી. ત્યારે તે બાળકે પણ એક દૃષ્ટાંત કહ્યું કે-“કોઈ એક અરણ્યમાં વૃક્ષ ઉપર માળા બાંધીને કેટલાંક પક્ષીઓ રહેતાં હતાં. અન્યદા તે વૃક્ષના મૂળમાંથી એક લતા ઊગીને વૃક્ષને વીંટાતી ઉપર ગઈ. તે લતાના આઘાર વડે વૃક્ષ ઉપર ચઢીને કોઈ સર્પ પેલા પક્ષીઓનાં બચ્ચાંઓને ખાઈ જવા લાગ્યો. તે જોઈને તે વૃક્ષના પક્ષીઓ પરસ્પર બોલ્યા કે अद्य यावत् सुखं वृक्षे, स्थितमत्रानुपद्रवे । अस्मादेव लतायुक्ता-दद्याभूच्छरणाद् भयम् ॥१॥ ભાવાર્થ-“આજ સુધી આપણે આ વૃક્ષ ઉપર ઉપદ્રવ રહિત સુખે વસતા હતા, તે જ વૃક્ષ લતાયુક્ત થવાથી આપણને આજે જેનું શરણ હતું તેનાથી જ ભય થયું.” સૂરિએ કથા સાંભળી “હે બાળક! તું બુદ્ધિમાન છે” એમ કહી નિર્દયપણાથી તેને મારી નાંખીને ભૂષણો લઈ લીઘાં. આગળ જતાં તેમણે છઠ્ઠો બાળક જોયો, તેનું નામ પૂછ્યું, ત્યારે તે બાળક બોલ્યો કે–“મારું નામ ત્રસકાયિક છે.” તે સાંભળીને સૂરિ તેનાં અલંકાર લેવા ઉત્સુક થયા; એટલે તે બાળકે કહ્યું કે–“મારી વાત સાંભળીને પછી જેમ યોગ્ય લાગે તેમ કરજો. કોઈ ગામને શત્રુઓએ આવીને ઘેરો ઘાલ્યો. ત્યારે ગામમાં રહેતા સર્વ લોકો પોતપોતાનું ઘન લઈને બહાર નીકળવા લાગ્યા, અને ગામ બહાર રહેતા ચાંડાળ વગેરે ગામમાં પેસવા લાગ્યા. તે જોઈને કોઈ પુરુષે ચાંડાળોને કહ્યું કે Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ વ્યાખ્યાન ૨૫૨] સમકિતમાં નિઃશંકતા भीताः पौराः कर्षयंति, युष्मान्निघ्नंति च द्विषः । तत्क्वापि यात मातंगा, जातं शरणतो भयम् ॥१॥ ભાવાર્થ-“હે ચાંડાળો! પુરના લોકો તો ભય પામીને પોતાનું ઘન બહાર કાઢે છે, અને તમે તો ગામમાં પેસો છો પણ તમને શત્રુઓ મારી નાંખશે; માટે તમે બીજે સ્થળે જાઓ; કેમકે જે ગામનું શરણ હતું તે જ ગામથી આજે ભય પ્રાપ્ત થયું છે.” આ પ્રમાણે ઉપનય સહિત દ્રષ્ટાંત કહ્યા છતાં સૂરિએ તેને છોડ્યો નહીં. ત્યારે તે બાળકે બીજું દૃગંત આપ્યું કે-“કોઈ નગરમાં રાજા પોતે જ પોતાના માણસો પાસે ચોરી કરાવતો હતો, અને તે વિષે લોકો ફરિયાદ જતા તો રાજાનો પુરોહિત સર્વ લોકોને ગાળો દેતો હતો, તેથી સર્વ લોકો ખેદ પામીને પરસ્પર કહેવા લાગ્યા કે– यत्र राजा स्वयं चौरो, भांडकश्च पुरोहितः । यात पौराः पुरात्तस्मा-जातं हि शरणाद् भयम् ॥१॥ ભાવાર્થ-“હે પુરના લોકો! જ્યાં રાજા પોતે ચોરી કરે છે, જ્યાં પુરોહિત ગાળો ભાંડે છે, તે નગર છોડીને તમે બીજે સ્થાને જાઓ; કેમકે જેનું શરણ હતું તેનાથી જ ભય થયું છે.” આ કથા કહેવાથી પણ સૂરિએ પોતાની દુષ્ટતા છોડી નહીં, ત્યારે તે બાળકે ત્રીજું દ્રષ્ટાંત કહ્યું કે–“કોઈ નગરમાં એક કામાં બ્રાહ્મણ રહેતો હતો. તેને પોતાની રૂપવતી પુત્રીને જોઈને તેની સાથે ક્રીડા કરવાની ઇચ્છા થઈ, પરંતુ લwથી તે દુષ્ટ ઇચ્છા પાર પાડી શક્યો નહીં, તેથી તેનું શરીર બહુ ક્ષીણ થઈ ગયું. તે જોઈને તેની સ્ત્રીએ તેને ઘણા આગ્રહથી ક્ષીણ થવાનું કારણ પૂછ્યું, એટલે તેણે ખરું કારણ કહી દીધું. તે સાંભળીને તે સ્ત્રીએ પોતાના પતિના પ્રાણ બચાવવા સારું પુત્રીને કહ્યું કે–“હે પુત્રી! આપણા કુળનો એવો રિવાજ છે કે દરેક કુમારી કન્યાને પ્રથમ યક્ષ ભોગવે, ત્યાર પછી તેનો વિવાહ કરવામાં આવે છે, માટે તું કાળ ચતુર્દશીની રાત્રીએ યક્ષના દેરામાં જજે, પણ ત્યાં દીવો રાખીશ નહીં, કેમકે દીવાથી યક્ષને ક્રોઘ ચઢે છે.” તે સાંભળીને તે પુત્રીએ માતાનું વચન અંગીકાર કર્યું, પરંતુ જતી વખતે શરાવલામાં (શકોરામાં, કોડિયામાં) દીવો સંતાડીને લઈ ગઈ. પછી તેની માતાએ તે બ્રાહ્મણને યક્ષના દેરામાં મોકલ્યો; તે પણ ત્યાં ગયો, અને પોતાની પુત્રીને નિઃશંકપણે ભોગવીને સુખે સૂઈ ગયો. થોડી વાર પછી તે પુત્રીએ કૌતુકથી દવા વડે જોયું તો પોતાના પિતાને દીઠો. તે જોઈ તેણે વિચાર્યું કે-“અહો! મારી માતાએ પણ મારી સાથે માયા કરી, તો હવે આજથી આ જ મારો પતિ છે. મેં નર્તકીએ નાચ કરવા માંડ્યો, તો પછી શા માટે ઘૂંઘટો તાણવો?” એમ વિચારી તે પુત્રી પણ ક્રીડાથી શ્રમિત થયેલી હતી, તેથી નિરાંતે તેની સાથે સૂઈ ગઈ. પ્રાતઃકાળ થતાં સુધી તે બેમાંથી એકે જાગ્યા નહીં, એટલે તેની માતાએ ત્યાં આવીને કહ્યું કે-“હે પુત્રી! કેમ હજુ સુધી જાગતી નથી?” પુત્રી બોલી કે–“હે મા! મેં તારા કહ્યા પ્રમાણે કર્યું, તેથી યક્ષે મને આને જ પતિ તરીકે આપ્યો છે, માટે હવે તું બીજો પતિ શોધી લે.” તે સાંભળીને માતા બોલી કે विण्मूत्रे च चिरं यस्या, मर्दिते साऽपि नंदिनी । मत्कांतमहरत्तन्मे, जातं. शरणतो भयम् ॥१॥ Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૭ ભાવાર્થ—‘જેનાં વિષ્ટા તથા મૂત્ર મેં ઘણા કાળ સુધી ઘોયાં છે તે જ પુત્રીએ મારો પતિ હરણ કર્યો, તેથી મને જેનું શરણ હતું તેનાથી જ ભય થયું.’’ આ પ્રમાણે તે બાળકે દૃષ્ટાંત કહ્યા છતાં પણ ગુરુ વિરામ પામ્યા નહીં, એટલે વળી તેણે ચોથું દૃષ્ટાંત કહ્યું કે—“કોઈ નગરમાં એક મૂર્ખ બ્રાહ્મણે ધર્મબુદ્ધિથી સરોવર ખોદાવ્યું, અને તે તળાવને કાંઠે તેણે ઘણા બકરાના યજ્ઞો કર્યા. અનુક્રમે તે બ્રાહ્મણ મરણ પામીને બકરો થયો. એક દિવસે તે બ્રાહ્મણના પુત્રો તે જ બકરાને યજ્ઞ માટે તળાવપર લઈ ગયા. ત્યાં પોતે કરાવેલું તળાવ વગેરે જોઈને તેને જાતિસ્મરણ થયું, તેથી તે વારંવાર “બુ બુ’” શબ્દ કરવા લાગ્યો. તે જોઈને કોઈ જ્ઞાની મુનિએ તેનો પૂર્વ ભવ જાણીને કહ્યું કે खानितं हि त्वयैवेदं, सरो वृक्षाश्च रोपिताः । प्रवर्तिता मखाश्चापि किं बु बु कुरुषे पशो ॥ १ ॥ ભાવાર્થ—“હે પશુ! તેં જ આ સરોવર ખોદાવ્યું છે, તેં જ આ વૃક્ષો વાવ્યા છે, અને તેં જ અહીં યજ્ઞો કર્યા છે, તો હવે કેમ ‘બુ બુ’ શબ્દ કરે છે?”’ તે સાંભળીને તેના પુત્રોએ તેનું વૃત્તાંત પૂછ્યું, એટલે મુનિએ તેનો પૂર્વ ભવ કહ્યો. તે સાંભળી પુત્રો બોલ્યા કે—‘આ અમારા પિતા હોય, તો તેણે પૂર્વે જે ઘન ભૂમિમાં દાટ્યું છે તે જો બતાવે તો અમે સત્ય માનીએ.’’ તે સાંભળીને તે બકરાએ તત્કાળ જઈને દાટેલું દ્રવ્ય બતાવ્યું. તે જોઈને સર્વ નિઃશંક થયા અને યજ્ઞ નહીં કરવાનો નિયમ કર્યો. બકરો પણ અનશન કરીને સ્વર્ગમાં ગયો. प्रेत्य मे शरणं भावी - त्याशया स द्विजो यथा । तटाकादि व्यधात्तच्चा, तस्याशरणतामगात् ॥ १॥ ભાવાર્થ-જેમ તે બ્રાહ્મણે ‘મરણ પછી મારું શરણ થશે' એવી આશાથી જે તળાવ વગેરે કરાવ્યાં તે જ તેને અશરણરૂપ થયાં.’ જ एवं मयाऽपि भीतेन, भवंतः शरणीकृताः । चेल्लुट्यंति तदा मेsपि, त्राणमत्राणतां गतम् ॥२॥ ભાવાર્થ-‘એવી જ રીતે મેં પણ ભય પામીને આપનું શરણ કર્યું છે, તેથી જો આપ જ મને લૂંટી લેવા ધારો છો, તો મારે પણ શરણ જ અશરણરૂપ થયું.’' ઇત્યાદિક ઘણી રીતે તે બાળકે સૂરિને સમજાવ્યા, પણ તે લોભી સૂરિ સમજ્યા નહીં, અને તેને પણ મારીને તેનાં આભરણ લઈ લીધાં. ૧૭૪ એ પ્રમાણે છયે કુમારોનાં આભરણો પોતાનાં પાત્રમાં નાંખીને આગળ ચાલતાં માર્ગમાં એક ગર્ભિણી સાધ્વીને સર્વ અલંકારથી ભૂષિત તથા નેત્રમાં અંજન આંજેલી જોઈ. તેને જોઈને સૂરિએ કહ્યું કે—જૈન શાસનની હીલના કરનારી હે દુષ્ટ સાધ્વી! તું અહીં ક્યાંથી આવી?’' તે સાંભળી સાધ્વી બોલી– साह रे सर्षपाभानि, परच्छिद्राणि पश्यसि । आत्मनो बिल्वमात्राणि पश्यन्नपि न पश्यसि ॥ १ ॥ ભાવાર્થ—“અરે! બીજાનાં સરસવના દાણા જેવડા સૂક્ષ્મ છિદ્રોને પણ તમે જુઓ છો, અને તમારાં મોટાં બિલાં જેવડાં છિદ્રને જોતાં છતાં પણ દેખતા નથી.’’ Page #184 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૫૨] સમકિતમાં નિઃશંકતા ૧૭૫ “વળી હે આચાર્ય! તમે શુદ્ધ હો તો મારી પાસે આવો, કેમ ઊંચા કાન કરીને નાસી છો? તમારાં પાત્રો મને બતાવો.” એવાં વાક્યો સાંભળીને સૂરિ તત્કાળ ત્યાંથી નાસીને આગળ ચાલ્યા. થોડે દૂર જતાં કોઈ રાજાનું સૈન્ય જોવામાં આવ્યું. તેના ભયથી તે સૈન્યના માર્ગને છોડીને બીજે રસ્તે ચાલ્યા. ત્યાં તો દૈવયોગે તે રાજાની જ સમક્ષ આવી પહોંચ્યા. તેને જોઈને રાજા પણ હાથી ઉપરથી ઊતરીને તેને નમ્યો અને બોલ્યો કે–“હે ગુરુ! મારા મોટા ભાગ્ય કે મને અહીં આપના દર્શન થયા, તો હવે મારા પર કૃપા કરીને એષણીય મોદક વગેરે ગ્રહણ કરો.” તે સાંભળીને સૂરિએ વિચાર્યું કે-“જો હું મોદક લેવા માટે પાત્ર બહાર કાઢીશ, તો મારી ચોરી પ્રગટ થશે.” એમ વિચારીને તે સૂરિ બોલ્યા કે-“આજે તો મારે ઉપવાસ છે.” રાજાએ કહ્યું કે-“મારા ભાવનું ખંડન ન કરો.” એમ કહીને સૂરિની ઝોળીમાંથી બળાત્કારે પાત્ર બહાર કાઢી તેમાં મોદક નાંખવા જતો હતો, ત્યાં તો તેમાં અલંકારો જોયાં, તેથી તે રાજા કોપાયમાન થઈને બોલ્યો કે–“અરે સાધુના વેષને વિડંબના પમાડનાર દુષ્ટ! મારા પુત્રોને મારીને તું જીવતો શી રીતે જઈશ?” તે સાંભળીને સૂરિ નીચું મુખ રાખી વિચાર કરવા લાગ્યા કે-“મારું પાપ આ રાજાએ જાણ્યું, તેથી તે હવે મને જીવતો જવા દેશે નહીં, કુમરણે મારશે; મેં ઘણું દુષ્ટ કામ કર્યું. યોગ તથા ભોગ બન્નેથી હું ભ્રષ્ટ થયો. હવે મારી શી ગતિ થશે?” ઇત્યાદિ ચિંતા કરતા સૂરિને જાણીને તે દેવતાએ પોતાની માયા સંહરી લીધી, અને પ્રત્યક્ષ થઈને કહ્યું કે-“હે પૂજ્ય! હું તે જ આપનો શિષ્ય છું કે જેની પાસેથી આપે વચન લીધું હતું. આપના વચનથી બંધાયેલો હોવાથી હું અહીં આવ્યો છું. સ્વર્ગે ગયા પછી દેવકાર્યમાં વ્યાકુળ રહેવાથી અહીં આવતાં મને વિલંબ થયો છે; પરંતુ “સંવતિ વિધ્ય જેમા” અને “વત્તાર પં નોય સારૂ” એટલે “સંક્રમેલા–પ્રાપ્ત થયેલા દિવ્ય પ્રેમાદિકના કારણથી દેવતાઓ તેમાં લુબ્ધ થઈ જાય છે, તેથી પૃથ્વી ઉપર આવતા નથી. વળી ચારસો પાંચસો જોજન સુધી ઊંચે મનુષ્યલોકની દુર્ગધ જાય છે તેથી પણ દેવતાઓ પૃથ્વી પર આવતા નથી.” ઇત્યાદિ આગમનાં વાક્યો જાણતાં છતાં આપે આવું કર્મ કેમ આરંવ્યું? વળી દિવ્ય નાટક જોવામાં લુબ્ધ થઈને ઊભા ને ઊભા આપે પણ છ માસ વ્યતિક્રમાવ્યા છે, છતાં તેટલા કાળને આપે એક મુહુર્ત સમાન જાણ્યો છે. પણ હવે તમે તત્ત્વમાં પૂર્ણ શ્રદ્ધાવાન થાઓ. સ્વર્ગ-નરક બધું જ છે. આપને તત્ત્વમાં નિઃશંક કરવા માટે જ મેં આપની પરીક્ષારૂપે આ માયાજાળ બતાવી હતી.” આ પ્રમાણે દેવની વાણી સાંભળીને સૂરિનો સર્વ સંશય નષ્ટ થયો, અને પોતાના દુરાચારને નિંદવા લાગ્યા. પછી તેમણે દેવને કહ્યું કે-“તમે જ ભાવબંઘુપણાથી મને મોક્ષમાર્ગ બતાવ્યો છે; કેમકે તમે મને ઘર્મથી ભ્રષ્ટ થયેલાને ફરીથી ઘર્મ પમાડ્યો છે, માટે તમારું અનુષ્ય મારાથી થઈ શકાશે જ નહીં. આથી વઘારે હું શું કહ્યું?” સૂરિનાં આવાં વચનોથી સંતોષ પામી પોતાનો અપરાઘ ખમાવીને દેવતા સ્વર્ગમાં ગયો. પછી સૂરિએ આલોયણ લઈને ઉગ્ર તપ કર્યું. આ પ્રમાણે આષાઢસૂરિ પ્રથમ સમકિતથી ભ્રષ્ટ થયા અને ચિત્તમાં સંશય કર્યો, પણ પછીથી શુદ્ધ ભાવ ઘારણ કર્યો માટે સર્વ સાધુઓએ શંકારહિતપણે નિરંતર નિરતિચાર ચારિત્રનું પાલન કરવું.” ૧ દેવાદારરહિતપણું, અઋણી Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ વ્યાખ્યા ૨૫૩ મિથ્યાત્વના ભેદ [સ્તંભ ૧૭ एकदा द्विविधा नूनं, चतुर्धा त्रिविधा मतम् । दशधा पंचधा चैव, मिथ्यात्वं बहुधा स्मृतम् ॥ १॥ ભાવાર્થ-મિથ્યાત્વના એક, બે, ચાર, ત્રણ, દશ અને પાંચ વગેરે અનેક પ્રકારો કંહેલા છે. એક ભેદ–શ્રી વીતરાગના વચન ઉપર અવિશ્વાસ તથા જીવાદિ પદાર્થો ઉપર અશ્રદ્ધા, તે એક પ્રકારે મિથ્યાત્વ કહેલું છે. બે ભેદ–મિથ્યાત્વ વ્યક્ત અને અવ્યક્ત એમ બે પ્રકારે છે. તેમાં પ્રમાણ વાક્યો વડે તથા યુક્તિ વડે એકાંત પક્ષની પુષ્ટિ કરનારા એવા સ્પષ્ટ ચૈતન્યવાળા સંજ્ઞી પંચેંદ્રિયાદિ જીવોને જે મિથ્યાત્વ હોય છે, તે વ્યક્ત મિથ્યાત્વ કહેવાય છે; અને અનાદિ કાળથી મોહનીય કર્મની પ્રકૃતિરૂપ મિથ્યાત્વ, કે જે સમ્યગ્દર્શન આદિ આત્માના ગુણોનું આચ્છાદન કરનાર છે અને જીવની સાથે સર્વ કાળ સતત ભાવે રહેલું છે, તે અવ્યક્ત મિથ્યાત્વ કહેવાય છે. આ અવ્યક્ત મિથ્યાત્વ અસંજ્ઞી એકેંદ્રિયાદિ જીવોને તથા નિગોદના જીવોને હોય છે. દ્રવ્ય ભાવથી પણ બે પ્રકારે મિથ્યાત્વ કહેલું છે. તેમાં બાહ્ય વૃત્તિથી મિથ્યાત્વના આચરણ કરે, પણ અંતરંગ વૃત્તિમાં નિર્મળપણું (સમકિત) જ હોય તે દ્રવ્ય મિથ્યાત્વ જાણવું. આવું મિથ્યાત્વ કુમારપાળ રાજાના આગ્રહથી સોમેશ્વર મહાદેવની યાત્રા કરનારા શ્રી હેમચંદ્ર આચાર્યની જેમ, તથા રાજાના ઉપરોઘથી ગૈરિક તાપસની ભક્તિ કરનાર કાર્તિક શ્રેષ્ઠીની જેમ સમજવું; અને ભાવ મિથ્યાત્વ તે નિરંતર ત્રિકાળજ્ઞાની એવા તીર્થંકરોનાં વચન ઉપર જે અનાદર કરવો તે સમજવું. તેવી જ રીતે વ્યવહારમિથ્યાત્વ તથા નિશ્ચય મિથ્યાત્વ એવા બે ભેદો પણ અનુક્રમે દ્રવ્ય મિથ્યાત્વ અને ભાવ મિથ્યાત્વ પ્રમાણે જ જાણવા. ચાર ભેદ–મિથ્યાત્વ ચાર પ્રકારે પણ કહેલું છે તે આ પ્રમાણે–લૌકિક દેવગત મિથ્યાત્વ, લૌકિક ગુરુગત મિથ્યાત્વ, લોકોત્તર દેવગત મિથ્યાત્વ અને લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ. તેમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ગણપતિ, ગોત્રદેવી, ક્ષેત્રપાળ વગેરે લૌકિક દેવોનું પૂજનાદિ કરવું તે લૌકિક દેવગત મિથ્યાત્વ જાણવું; વૈરાગી, સંન્યાસી, જોગી, જંગમ, તાપસ, બ્રાહ્મણ વગેરે લૌકિકગુરુની પૂજા, સત્કાર વગેરે કરવું તે લૌકિક ગુરુગત મિથ્યાત્વ જાણવું; વીતરાગ દેવની યાત્રાદિક માનતા કરવી—જેમકે “હે અમુક પ્રભુ! જો મારું અમુક કાર્ય સિદ્ધ થશે, તો હું શ્રીફળ, સ્નાત્ર, દીપક, નિત્ય દર્શન, અષ્ટપ્રકારી પૂજા વગેરે કરીશ.’ ઇત્યાદિ સંસારના સુખને અર્થે માનતા કરવી; અથવા—‘હૈ પ્રભુ! મારા વિવાહ વગેરે દુર્લભ કાર્ય તમે જ સિદ્ધ કર્યાં છે. હવે મારા પુત્રને તથા વહુને કુશળ રાખજો.’’ ઇત્યાદિ વિવિધ પ્રકારે સ્તુતિ કરવી તે લોકોત્તર દેવગત મિથ્યાત્વ જાણવું. એ પ્રમાણે માનતા તથા સ્તુતિ કરીને ઘણા લોકો અવિકારી, અવિનાશી અને વીતરાગ પ્રભુને દૂષણ આપે છે. અરે! જે મૂઢ પ્રાણીના ચિત્તમાં મિથ્યાત્વ વ્યાપી રહ્યું છે તેને ધિક્કાર છે! કહ્યું છે કેલોકોત્તર દેવમાં લૌકિક દેવનાં જે ચિહ્નો છે તેનું આરોપણ કરવું તે મિથ્યાત્વ છે. અર્થાત્ ‘આપની ઇચ્છા પ્રમાણે જ સુખ દુઃખ પ્રાપ્ત થાય છે, તમે જ સુખદુઃખના આપનારા છો.' ઇત્યાદિ લૌકિક દેવની Page #186 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૫૩] મિથ્યાત્વના ભેદ ૧૭૭ જેમ લોકોત્તર દેવ પાસે કહેવું તે પણ મિથ્યાત્વ છે. આ પ્રમાણે લોકોત્તર દેવગત નામનું ત્રીજું મિથ્યાત્વ જાણવું, અને પાસસ્થાદિકને ગુરુબુદ્ધિથી વંદનાદિક કરવું, તે લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ જાણવું; અથવા લોકોત્તર દેવગત મિથ્યાત્વ એવી રીતે જાણવું કે—પરતીર્થિકોએ ગ્રહણ કરેલી જિનપ્રતિમાને વંદન, પૂજન આદિ કરવું, રાત્રિને સમયે શ્રાવિકાઓએ જિનમંદિરમાં જવું, સાધુઓએ જિનમંદિરમાં નિવાસ કરવો અથવા રાત્રીએ પ્રભુની સ્નાત્રાદિક પૂજા કરવી, અથવા તંબોલાદિકનું ભક્ષણ કરવું, જળક્રીડા કરવી, હીંચકા ખાવા, નાટકાદિક જોવું વગેરે લૌકિક દેવના મંદિરની જેમ જિનેશ્વરના મંદિરમાં પણ તેવી રીતે કરવું તે સર્વ લોકોત્તરદેવગત મિથ્યાત્વ કહેવાય છે. લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ પણ પક્ષાંતરે પૂર્વાચાર્યોએ આ પ્રમાણે કહ્યું છે કે जे लोगुत्तमलिंगा, लिंगिअदेहावि पुप्फतंबोलं । મહામં સવં, નાં પાં ચેવ સચિત્તા भुंजंति थीपसंगं, ववहारं गंथसंग्गहं भूसं । गागित्तं મમાં, सच्छंदविहिअं વયનું શા चेइअ मठाइवासं, वसहीसु निच्चमेव संठाणं । गेअं निअवरनाणच्चावणमवि कणयकुसुमेहिं ॥३॥ तिविहं तिविहेणय, मिच्छत्तं वज्जियं जहिं दूरं । निच्छयउ ते सढ्ढा, अन्ने उण नामओ चेव ॥४॥ ભાવાર્થ—જે લોકોત્તર લિંગવાળા (સાધુ) યતિવેષ ધારણ કર્યા છતાં પુષ્પ, તંબોલ, આદ્યાકર્મી સર્વ વસ્તુ તથા સચિત્ત જળ અને ફળ ખાય તથા સ્ત્રી પ્રસંગ કરે, વ્યાપાર કરે, દ્રવ્યાદિકની ગાંઠડીઓ બાંધે, વીંટી વગેરે આભૂષણ ઘારણ કરે, એકલા ભમે, સ્વચ્છંદપણે વર્તે, મરજી પ્રમાણે વચન બોલે, ચૈત્યમાં મઠવાસીની જેમ રહે, વસતીમાં હમેશાં સ્થિતિ કરે, ગાયનમાં પોતાનાં વખાણ ગવરાવે અને સોનૈયા વડે તથા પુષ્પો વડે પોતાની પૂજા કરાવે. આ પ્રમાણે મિથ્યાભાવમાં વર્તતા વેષઘારી સાધુઓને જે ત્રિવિષે ત્રિવિધે દૂરથી જ વર્ષે છે, તેઓ નિશ્ચે ખરેખરા શ્રાવક છે; તે સિવાય બીજા તો માત્ર નામના જ શ્રાવક છે.’’ ત્રણ ભેદ–હવે ત્રણ પ્રકારે મિથ્યાત્વ તે મન, વચન અને કાયાથી જાણવું. તે વિષે પૂર્વાચાર્યોએ કહ્યું છે કે एयं अनंतरुत्तं, मिच्छं मनसा न चिंतइ करेमि । सयमेव नो करेउ, अनेण कए न सुठु कयं ॥ १॥ एवं वाया न भणइ, करेमि अन्नं च न भणइ करेह । अन्नकयं न पसंसइ, न कुणइ सयमेव कारण ॥२॥ करसन्नभमुहखेवाइहिं, न य कारवेइ अणेणं । अणयकयं न पसंसइ, अणेण कए न सुठु कयं ॥३॥ ભાવાર્થ-આ અનંતર કહી ગયેલા મિથ્યાત્વને માટે મનમાં ચિંતવે નહીં કે—હું પોતે જ આ કામ કરું, અથવા કોઈ પાસે કરાવું, અથવા કોઈએ કર્યું હોય તે સારું કર્યું' એમ અનુમોદન આપું; Jain Educati⟨ભાગ ૪-૧૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૭ એ જ પ્રમાણે વચન વડે એવું બોલે નહીં કે ‘હું આ કાર્ય કરું’ બીજાને કહે નહીં કે ‘તું કર’ અને કોઈએ કર્યું હોય તો ‘તેણે સારું કર્યું, એમ બોલી તે તેની પ્રશંસા કરે નહીં. તે જ પ્રમાણે કાયાએ કરીને પોતે કરે નહીં, હાથની સંજ્ઞા તથા ભમરનું હલાવવું–તેણે કરીને બીજા પાસે કરાવે નહીં, અને બીજાએ કરેલું હોય તો તેને ‘‘આણે ઠીક કર્યું’ એમ સંજ્ઞાદિકથી પ્રશંસા કરે નહીં.’’ (આથી વિપરીત વર્ષે તો મિથ્યાત્વ જાણવું.) દશ ભેદ–મિથ્યાત્વના દશ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે—અધર્મમાં ધર્મ સંજ્ઞા, ધર્મમાં અધર્મ સંજ્ઞા, ઉન્માર્ગમાં માર્ગસંજ્ઞા, માર્ગમાં ઉન્માર્ગ સંજ્ઞા, અજીવમાં જીવ સંજ્ઞા, જીવમાં અજીવ સંજ્ઞા, કુસાધુમાં સુસાધુ સંજ્ઞા, સુસાધુમાં કુસાધુ સંજ્ઞા, અમુક્તમાં મુક્ત સંશા અને મુક્તમાં અમુક્ત સંજ્ઞા. તેની સમજૂતી નીચે પ્રમાણે– (૧) શુભ લક્ષણ રહિત હોવાથી વેદવાક્ય અનાગમ છે, તેમાં ઘર્મ એટલે આગમ બુદ્ધિ રાખવી, તે અધર્મમાં ધર્મ સંજ્ઞા જાણવી. (૨) સર્વ કર્મનો નાશ કરનાર અને શુદ્ધ સમ્યક્ત્વ પમાડનાર આસવચનમાં અનાગમની (અધર્મની) બુદ્ધિ રાખવી; અથવા એમ બોલવું કે “સર્વ પુરુષો અમારા જેવા જ મનુષ્યો હોવાથી રાગાદિક સહિત જ હોય છે, કોઈ સર્વજ્ઞ નથી. ઇત્યાદિ અનુમાન પ્રમાણથી કોઈ પણ આમ નથી.’’ એવી કુયુક્તિ કરીને આસપ્રણીત આગમમાં અનાગમ બુદ્ધિ રાખવી, તે ઘર્મમાં અધર્મ સંજ્ઞા જાણવી. (૩) મોક્ષપુરીનો અમાર્ગ એટલે વસ્તુતત્ત્વની અપેક્ષાએ વિપરીત શ્રદ્ધાનયુક્ત જ્ઞાન અને ક્રિયા કરવી તે ઉન્માર્ગ કહેવાય છે. તેમાં માર્ગ બુદ્ધિ રાખવી, તે ઉન્માર્ગમાં માર્ગ સંજ્ઞા જાણવી. (૪) મોક્ષપુરીના માર્ગમાં એટલે શુદ્ધ શ્રદ્ધાથી જ્ઞાન અને ક્રિયા કરવામાં ઉન્માર્ગપણાની બુદ્ધિ રાખવી, તે માર્ગમાં ઉન્માર્ગ સંજ્ઞા જાણવી. (૫) અજીવને વિષે એટલે આકાશ, પરમાણુ વગેરેમાં જીવ છે એમ માનવું, આ શરીર જ આત્મા છે એમ માનવું; અથવા પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, યજમાન, આકાશ, ચંદ્ર અને સૂર્ય એ આઠ મહાદેવની મૂર્તિઓ છે ઇત્યાદિ માનવું, તે અજીવમાં જીવ સંજ્ઞા જાણવી. (૬) પૃથ્વી આદિ જીવોમાં ઘડાની જેમ ઉચ્છવાસ વગેરે જીવના ધર્મ જણાતા નથી, માટે તે પૃથ્વી આદિ અજીવ છે. એવી યુક્તિ વડે જીવમાં અજીવ બુદ્ધિ રાખવી, તે જીવમાં અજીવ સંજ્ઞા જાણવી. (૭) છ કાય જીવની હિંસામાં પ્રવર્તેલા અસાધુમાં સાધુબુદ્ધિ રાખવી, તે અસાધુમાં સાધુ સંજ્ઞા જાણવી. (૮) ‘‘આ પુત્ર રહિત હોવાથી તથા સ્નાનાદિક નહીં કરવાથી તેમની સદ્ગતિ નથી'' ઇત્યાદિ કુતર્ક કરીને પંચ મહાવ્રતાદિક પાલન કરનારા સુસાધુમાં અસાઘુ બુદ્ધિ રાખવી, તે સાધુમાં અસાધુ સંજ્ઞા જાણવી. (૯) કર્મવાળા અને લૌકિક વ્યવહારમાં પ્રવૃત્ત થયેલા અમુક્ત પુરુષોને મુક્ત માનવા, એટલે કે અણિમાદિ અષ્ટ સિદ્ધિના ઐશ્વર્યને પામેલા કુશળ પુરુષો સદા આનંદમાં વર્તે છે, તેઓ જ Page #188 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૫૩] . મિથ્યાત્વના ભેદ ૧૭૯ નિવૃત્તાત્મા (મુક્ત) છે, અને તેઓ જ દુસ્તર સંસારને તરી ગયેલા છે ઇત્યાદિ માનવું, તે અમુક્તમાં મુક્ત સંજ્ઞા જાણવી. (૧૦) સમગ્ર કર્મના વિકારથી રહિત, તથા અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યવાળા મુક્ત પુરુષોને અમુક્ત માનવા, તે મુક્તમાં અમુક્ત સંજ્ઞા જાણવી. પાંચ ભેદ-હવે મિથ્યાત્વના પાંચ પ્રકાર કહે છે– (૧) પોતાના મતને જ પ્રમાણરૂપ માનનારા કુદ્રષ્ટિવાસિત માણસોને જે મિથ્યાત્વ હોય છે, તે અભિગ્રહિક મિથ્યાત્વ જાણવું. (૨) સર્વે દેવને અને સર્વ ગુરુઓને નમસ્કાર કરવો, સર્વ ઘર્મ માન્ય કરવા. બઘા ભગવાન સરખા છે, નામ અલગ છે. એવી રીતે ઘર્મ અઘર્મની ઓળખાણ વિના સર્વ ઘર્મને સરખા માનવા, તે અનભિગ્રહિક મિથ્યાત્વ જાણવું. (૩) શ્રીમત્ અરિહંતના મતનું કોઈ યથાસ્થિતપણે વર્ણન કરે, તેના પરના મત્સરને લીધે તેનું જાણી બૂજીને ખંડન કરવું તે અભિનિવેશિક મિથ્યાત્વ જાણવું; અથવા અજાણતાં પ્રથમ ઉસૂત્ર પ્રરૂપણા થઈ ગઈ, પછી ખરું તત્ત્વ જાણ્યા છતાં પણ પોતાના જ મતને આગ્રહથી સ્થાપન કર્યા કરે, અથવા અજાણપણે સૂત્રના ભાવાર્થની ઉત્સુત્ર પ્રરૂપણા કરે, પછી તેને કોઈ સમજાવીને નિવારે, તો પણ પોતાના આગ્રહને મૂકે નહીં, તે પણ અભિનિવેશિક મિથ્યાત્વ જાણવું. (૪) સૂત્રમાં, અર્થમાં કે સૂત્રાર્થમાં કાંઈ શંકા થાય, પણ કોઈને તેનું સમાધાન પૂછે નહીં, તે સાંશયિક મિથ્યાત્વ જાણવું. (૫) જેઓ કાંઈ પણ તત્ત્વાતત્ત્વનો વિચાર જાણતા નથી તેવા એકેંદ્રિયાદિ જીવોને અજ્ઞાનરૂપ અનાભોગિક મિથ્યાત્વ જાણવું. આ પ્રમાણે મિથ્યાત્વના બહુ ભેદ કહેલા છે. વિઘિકૌમુદીમાં તોંતેર ભેદ કહ્યા છે, કોઈ ઠેકાણે એકવીશ ભેદ પણ કહ્યા છે. વગેરે અનેક ભેદો તે તે ગ્રંથોમાંથી જાણી લેવા. મિથ્યાત્વની સ્થિતિ-હવે એ મિથ્યાત્વની સ્થિતિ કેટલી છે તે કહે છે अभव्याश्रितमिथ्यात्वेऽनाद्यनंता स्थितिर्भवेत । सा भव्याश्रितमिथ्यात्वेऽनादिसांता पुनर्मता ॥१॥ ભાવાર્થ-“અભવ્ય પ્રાણીને આશ્રયીને મિથ્યાત્વની સ્થિતિ અનાદિ અનંત છે. અને ભવ્ય પ્રાણીને આશ્રયીને અનાદિ સાંત સ્થિતિ માનેલી છે.” આ શ્લોકના ઉપલક્ષણથી મિથ્યાત્વની સ્થિતિના કાળનો વિચાર કરતાં ચાર ભાંગા થાય છે. અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ અનંત અને સાદિ સાંત. તેમાં અભવ્ય પ્રાણીઓને વિપરીત રુચિરૂપ મિથ્યાત્વ અનાદિ અનંત હોય છે, કેમકે અનાદિ કાળથી મિથ્યાત્વ લાગેલું છે અને તેનો હવે પછી કોઈ પણ કાળે અંત આવવાનો નથી. ભવ્ય પ્રાણીઓને મિથ્યાત્વ અનાદિ સાંત હોય છે; જો કે ભવ્ય પ્રાણી પણ અનાદિકાળથી મિથ્યાવૃષ્ટિ હોય છે, પણ તે ભવ્ય હોવાથી કોઈ પણ વખત સમકિત પામે છે; એટલે તે વખત મિથ્યાત્વનો અંત થયો, તેથી તેનું મિથ્યાત્વ અનાદિ સાંત છે. વળી અનાદિ મિથ્યાવૃષ્ટિ ભવ્ય જીવ સમકિત પામીને પછી કોઈ પણ કારણથી ફરીને મિથ્યાત્વ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૭ પામે, તો તેને મિથ્યાત્વ સાદિ થયું. આ મિથ્યાત્વમાં જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી આશાતનાદિક ઘણા પાપને લીધે અર્થ પુદ્ગલ પરાવર્તનસુધી રહીને જ્યારે ફરીથી સમ્યકત્વ પામે ત્યારે તે મિથ્યાત્વ સાંત થયું, તેને સાદિ સાત જાણવું. આ ચાર ભાંગામાં સાદિ અનંત નામનો ત્રીજો ભાંગો જે છે તે કોઈ પણ જીવને લાગુ પડતો નથી, તેથી શુન્ય જાણવો; કેમકે સાદિ મિથ્યાત્વ ભવ્ય પ્રાણીઓને જ હોઈ શકે છે, એટલે તે મિથ્યાત્વ અનંત થઈ શકે નહીં. અર્થ પુદ્ગલ પરાવર્તનમાં તો તેનો અંત થાય જ. આ પ્રસંગે ભવ્ય તથા અભવ્યનું સ્વરૂપ જાણવાની ઇચ્છાથી શિષ્ય પ્રશ્ન કરતાં ગુરુ કહે છે–જેની પર્યાય વડે મુક્તિ થશે, એટલે જે મુક્તિને યોગ્ય છે તે ભવ્ય, અવશ્ય મુક્તિએ જાય તે જ ભવ્ય એમ નહીં; કારણ કે કેટલાક ભવ્ય પ્રાણીઓ પણ સિદ્ધિને પામતા નથી, માટે જ “સિદ્ધિને યોગ્ય તે ભવ્ય” એમ કહ્યું છે. વળી “મવ્યા વિ જ સિન્સિસંતિ છે;” અર્થાત્ “કેટલાક ભવ્ય પ્રાણીઓ પણ સિદ્ધિને પામશે નહીં” એવું વચન છે; અને ભવ્યથી જે વિપરીત એટલે જેઓ કદાપિ પણ સંસારસમુદ્રનો પાર પામ્યા નથી, પામતા નથી અને પામશે પણ નહીં, તે અભવ્ય જાણવા. અહીં ભવ્ય તથા અભવ્યનું લક્ષણ જાણવા માટે વૃદ્ધો એમ કહે છે કે-જે કોઈ પ્રાણી સંસારથી વિપક્ષભૂત મોક્ષને માને છે અને મોક્ષની પ્રાપ્તિ માટે અભિલાષ રાખીને મનમાં એવું વિચારે છે કે-“હું ભવ્ય હઈશ કે અભવ્ય? જો ભવ્ય હોઉં તો સારું, પણ કદાચ અભવ્ય હોઉં તો મને ધિક્કાર છે.” આવો વિચાર કોઈ પણ વખતે કરે તે પ્રાણી ભવ્ય જાણવો; અને જે પ્રાણીને કોઈ પણ વખતે આવો વિચાર થયો ન હોય, થતો ન હોય તથા થવાનો પણ ન હોય તે પ્રાણી અભવ્ય જાણવો. શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે “સમવ્યસ્ય હિ મવ્યાખવ્યશંકાયા કમાવ:” અભવ્ય પ્રાણીને હું ભવ્ય છું કે અભવ્ય? એવી શંકા પણ થતી નથી.” આ પ્રસંગે મહા પાપી પાલક નામના અભવ્યનું દ્રષ્ટાંત સંક્ષેપથી કહીએ છીએ પાલક પુરોહિતનું દ્રષ્ટાંત શ્રાવસ્તિ નગરીના રાજાના પુત્ર અંદકે શ્રી મુનિસુવ્રત સ્વામી પાસે શ્રાવકઘર્મ અંગીકાર કર્યો હતો. એક દિવસે કુંભકાર નામના નગરથી પાલક નામનો પુરોહિત ત્યાં આવ્યો. તેની સાથે રાજસભામાં વિવાદ કરતાં સ્કંદકે તેનો પરાજય કર્યો. ત્યાર બાદ કેટલોક વખત ગયા પછી સ્કંદકને વૈરાગ્ય થવાથી તેણે શ્રી જિનેશ્વર પાસે દીક્ષા લીધી. એકદા તેણે પ્રભુને કહ્યું કે “હે સ્વામી! જો આપની આજ્ઞા હોય તો હું મારી સંસારી બહેનના દેશમાં જાઉં.” પ્રભુએ કહ્યું કે–“જો તમે ત્યાં જશો તો મોટો ઉપસર્ગ થશે, અને તમારા વિના બીજા સર્વે આરાધક થશે.” ત્યારે સ્કંદકાચાર્યે કહ્યું કે-“સાધુને જે ઉપસર્ગ છે તે જ મોક્ષનું સાધન છે, તેથી તપસ્વીઓને કાંઈ પણ ઉપસર્ગ જ નથી. મોક્ષના આનંદને ઇચ્છનારા મુનિઓને જે કાંઈ દુઃખ આવે તે મોટા આનંદને માટે જ છે.” ઇત્યાદિ કહીને સ્કંદક આચાર્ય પાંચસો સાધુઓ સહિત વિહાર કરતાં કરતાં કુંભકાર નગરના ઉદ્યાનમાં આવ્યા. તે સમાચાર જાણીને પાલકે પૂર્વના વૈરને લીધે તે ઉદ્યાનની ધૂળમાં ગુપ્ત રીતે શસ્ત્રો દાટીને રાજાને કહ્યું કે-“હે રાજન્! આ સાધુઓ તમને મારીને તમારું રાજ્ય લેવા માટે આવ્યા છે.” એમ ૧ સમકિત પામ્યા પછી મિથ્યાત્વ થયેલું. Page #190 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૫૪] મિથ્યાત્વનું દુસ્ત્યાજ્યપણું ૧૮૧ કહી રાજાની ખાતરી માટે દાટેલાં શસ્ત્રો બતાવ્યાં; તેથી ક્રોધ પામીને રાજાએ તે સાધુઓને મારવાની આજ્ઞા આપી. પછી રાજાનો હુકમ મેળવીને પાલક તે સાધુઓને પીલવા માટે મનુષ્યને પીલવાની ઘાણી પાસે લઈ ગયો. તેમાં ચારસો નવાણું સાધુઓને પીલ્યા અને તે સર્વેને સૂરિએ નિર્યામણા કરાવી મુક્તિ પમાડ્યા. હવે છેલ્લો એક બાળ સાઘુ રહ્યો. એટલે સ્કંદકાચાર્યે તેને કહ્યું કે—“તું આ બાળક સાધુને બાકી રાખીને પ્રથમ મને પીલ.’’ તો પણ તે પાલકે આચાર્યને વધારે દુઃખી કરવાના હેતુથી પ્રથમ તે બાળકને જ પીલ્યો. એથી દકાચાર્યને બહુ ક્રોધ ચડ્યો અને પાલક સહિત આખા દેશને ભસ્મ કરવાનું નિયાણું કર્યું. ત્યાંથી કાળધર્મ પામીને આચાર્ય વહ્નિકુમાર દેવતા થયા. તેણે પોતાનું વેર લેવા માટે ત્યાં આવીને પાલક સહિત આખા દેશને બાળી ભસ્મ કર્યો. તે સ્થાન આજે પણ દંડકારણ્યના નામથી ઓળખાય છે. તે સાધુઓને પીલતી વખતે ‘‘હું પહેલો, હું પહેલો’’ એમ બોલતાં તેઓ કાળની સન્મુખ ગયા, પરંતુ જરા પણ ખેદ પામ્યા નહીં, તેમજ અનેક પ્રકારની લબ્ધિવાળા હતા તો પણ અંતઃકરણમાં લેશ માત્ર ક્રોધ કર્યો નહીં, તેથી ધન્ય છે તેઓના વીતરાગીપણાને! “આ મહાપાપી પાલકને અનાદિ અનંત ભાંગાવાળું મિથ્યાત્વ હતું. તે મરીને સાતમી નરકે ગયો. જે લોકો મિથ્યાત્વરૂપી મદિરાનું પાન કરતા નથી તેઓ મોક્ષરૂપી વધૂને પામે છે.’’ વ્યાખ્યાન ૨૫૪ મિથ્યાત્વનું દુખ્ત્યાજ્યપણું अनंतज्ञानसंपूर्णदर्शनचरणान्वितम् । गुरुं प्राप्य न मिथ्यात्वं त्यजंति मूढबुद्धयः ॥ १ ॥ ભાવાર્થ-‘અનંત અને સંપૂર્ણ જ્ઞાન, દર્શન તથા ચારિત્રથી યુક્ત એવા ગુરુને પામીને પણ મૂઢ બુદ્ધિવાળા જીવો મિથ્યાત્વને છોડતા નથી.” તે ઉપર દૃષ્ટાંત નીચે પ્રમાણે– મંખલીપુત્ર ગોશાળાનું દૃષ્ટાંત એકદા શ્રી વીરભગવાન શ્રાવસ્તિનગરીના ઉદ્યાનમાં સમવસર્યા હતા, તે વખતે અત્યંત અભિમાન ધરાવતો ગોશાળો વાદ કરવા માટે ત્યાં આવે છે, એમ જ્ઞાન વડે જોઈને પ્રભુએ ગૌતમ વગેરે મુનિઓને કહ્યું કે—“અહીં મંખલીપુત્ર (ગોશાળો) આવે છે, માટે તમારે તેની દૃષ્ટિએ રહેવું નહીં.’’ આ પ્રમાણે ભગવાનનો આદેશ થતાં સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ મુનિ વિના બીજા સર્વ દૂર ગયા. તેવામાં તે ગોશાળો આવીને જિનેશ્વરને કહેવા લાગ્યો કે—‘હું સર્વજ્ઞ છું. અમારા શાસ્ત્રમાં કર્મના પાંચ લાખ સાઠ હજાર છસો અને ત્રણ ભેદ છે. તેટલાં કર્મનો ક્ષય થાય, ત્યારે તે જીવ સિદ્ધિ મેળવે છે. વળી હે કાશ્યપગોત્રી! તમારો શિષ્ય એક ગોશાળા નામનો હતો તે તો મરી ગયો છે, અને હું તો અતિ બુદ્ધિમાન હોવાથી સાત શરીરમાં પરાવર્તન કરીને આ શરીરમાં આવ્યો છું. પ્રથમ હું રાજગૃહી નગરીમાં ઉદાયી રાજા હતો, તે શરીરનો ત્યાગ કરીને એણજગના દેહમાં બાવીશ વર્ષ સુધી રહ્યો, ત્યાર પછી તે શરીર મૂકીને દંડપુર નગરમાં મલરામના દેહમાં એકવીશ વર્ષ સુધી Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૭ રહ્યો. ત્યાંથી ચંપાપુરીમાં મંડિતના દેહમાં વીશ વર્ષ રહ્યો, તે શરીર પણ મૂકીને વારાણશી નગરીમાં રાહના શરીરમાં ઓગણીશ વર્ષ રહ્યો, ત્યાંથી આતંભિકા નગરીમાં ભારંડના શરીરમાં અઢાર વર્ષ રહ્યો, તેનો પણ ત્યાગ કરીને વિશાલાનગરીમાં અર્જુનના શરીરમાં સત્તર વર્ષ રહ્યો, તેનું શરીર પણ મૂકીને શ્રાવસ્તિનગરીમાં મંખલીપુત્રનું શરીર પરિષહને સહન કરવામાં સમર્થ જોઈને તેમાં આવ્યો છું, તે સોળ વર્ષ સુધી રહેવાનો છું. હે કાશ્યપગોત્રી! આ પ્રમાણે એકસો તેત્રીશ વર્ષમાં સાત શ૨ી૨ બદલવા જોઈએ એવું અમારા શાસ્ત્રમાં કહેલું છે.’ આ પ્રકારે ગોશાળાનાં વચન સાંભળી પ્રભુ બોલ્યા કે—જેમ કોઈ ચોર પોતાના શરીરને છુપાવવાની ઇચ્છાથી ઉનના એક તંતુએ કરીને અથવા રૂના પુંમડાએ કરીને અથવા એક તૃણે કરીને પોતાના શરીરનું આચ્છાદન કરે, તેવી રીતે તું ફોગટ તારા આત્માને શા માટે છુપાવે છે?’’ પ્રભુનાં આવાં વચન સાંભળીને ગોશાળો ક્રોધ કરી વીતરાગ પ્રભુને અયોગ્ય વચનો બોલીને આશાતના કરવા લાગ્યો. તે સાંભળી નહીં શકાવાથી ભગવાનના પૂર્ણ ભક્ત સર્વાનુભૂતિ મુનિએ ગોશાળાને કહ્યું કે—‘હે મંખલીપુત્ર! શા માટે જૂઠું બોલે છે? અને તેજોલેશ્યાદિ વિદ્યાના આપનારા ગુરુની શા માટે આશાતના કરે છે?’’ તે સાંભળીને અતિ ક્રોધ પામેલા ગોશાળાએ સર્વાનુભૂતિ મુનિને તપના તેજથી (તેજોલેશ્યાથી) ભસ્મસાત્ કરીને ફરીથી સ્વામીની આશાતના કરવા માંડી ત્યારે પ્રભુના શિષ્ય સુનક્ષત્રમુનિએ તેને કહ્યું કે—“અરે! ત્રણ ભુવનના ગુરુની અવજ્ઞા કેમ કરે છે? આવા આચરણથી તારી નરકગતિ થશે.'' તે સાંભળીને ગોશાળાને વધારે ક્રોધ ચડ્યો; તેથી તેજોલશ્યા વડે તે સાધુને પણ બાળી દીધા. અને ફરીથી પ્રભુને અયોગ્ય વાક્ય વડે નિંદવા લાગ્યો. ત્યારે શ્રી જિનેશ્વર બોલ્યા કે—આવી કુબુદ્ધિથી અને મિથ્યાત્વથી તું આવા દુર્લભ મનુષ્યભવને હીન ગતિમાં કેમ નાંખે છે?'’ તે સાંભળીને પણ તેને ક્રોધ ચડ્યો; તેથી તેણે સાત આઠ પગલાં પાછા હઠીને પ્રભુના ઉપર પણ તેજોલશ્યા મૂકી; પરંતુ તે તેજોલેશ્યા ભગવાનની પ્રદક્ષિણા કરીને પાછી ફરી, અને ગોશાળાના શરીરમાં પેઠી. તે વખતે પ્રભુના શરીરના બહારના દેખાવમાં કાળાશ જોઈને ગોશાળાએ ભગવાનને કહ્યું કે—“મારા તપના તેજથી છ માસમાં તમારું મૃત્યુ થશે.’’ ત્યારે પ્રભુ બોલ્યા કે—‘હું તો હજુ સોળ વર્ષ સુધી કેવળી અવસ્થાએ વિચરીશ, પરંતુ તું તો પિત્તજ્વરના વ્યાધિથી સાત દિવસમાં જ છદ્મસ્થપણે મરણ પામીશ.’ પછી પ્રભુએ ગૌતમ આદિ મુનિઓને બોલાવીને કહ્યું કે–‘‘તમે ધર્મવાક્યો વડે આને ઉપદેશ આપો.'' તે સાંભળીને ગૌતમાદિ ગણધરો તેને ઉપદેશ આપવા લાગ્યા; પરંતુ તે તો ઊલટો તેથી કોપ પામીને તે મુનિઓને બાઘા ઉપજાવવાનો ઉપાય ચિંતવવા લાગ્યો; પણ તેની શક્તિનો નાશ થઈ ગયેલો હોવાથી તે સર્વ પ્રયત્નમાં નિષ્ફળ થયો. પછી તેના શરીરમાં દાહ થવાથી “અરે રે! આ મહાપુરુષનું વાક્ય નિષ્ફળ નહીં થાય’’ એમ વિચારતો, દીર્ઘ નિસાસા નાખતો અને ‘અરે રે! આ શું થયું!’ એમ બોલતો ત્યાંથી નીકળ્યો. માર્ગમાં પૃથ્વીપર પગ પછાડતો તે શીતોપચારને માટે કુંભકારને ઘેર ગયો, અને મદ્યપાન કરીને તથા હાથમાં આમ્રફળ રાખીને તે નૃત્ય કરવા લાગ્યો. તે વખતે જિનેશ્વરે સર્વ સાધુઓને કહ્યું કે—‘આ ગોશાળાએ મારા વનિમિત્તે જે તેજોલેશ્યા મૂકી હતી તે સોળ દેશ બાળી નાંખે તેવી ઉગ્ર હતી, પરંતુ તે તેના જ શરીરમાં પેઠી છે, તેની વેદનાથી તે હાલમાં શીત ઉપચાર કરે છે.’’ Page #192 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૫૪] મિથ્યાત્વનું દુસ્ત્યાજ્યપણું ૧૮૩ હવે ગોશાળાએ ભગવંતનાં કહેલાં વચનોથી પોતાનું મૃત્યુ નજીક જાણીને આજીવિક મતવાળા પોતાના ભક્ત શ્રાવકોને છેલ્લો ઉપદેશ આપ્યો, અને પોતાના શિષ્યોને કહ્યું કે—“હું મરણ પામું ત્યારે મારા શરીરને સુગંધી જળ વડે સ્નાન કરાવી, ગોશીર્ષ ચંદન વડે વિલેપન કરી અને હજાર પુરુષોએ વહન કરાતી શિબિકામાં બેસાડીને શ્રાવસ્તિનગરીની દરેક બજારમાં લઈ જઈ તમારે મોટા શબ્દથી ઉદ્ઘોષણા કરવી કે–‘આ મંખલીપુત્ર જિન નહીં છતાં ‘હું જિન છું' એમ બાલનારો, ચરમ તીર્થંકરની આશાતના કરનારો, બે મુનિની ઘાત કરનારો, તથા અનેક જીવોને મિથ્યાત્વી બનાવનારો તે પોતાની જ તેજોલેશ્યાથી મહાત્માનાં વચન વડે સાતમી રાત્રિએ છદ્મસ્થપણે મરણ પામ્યો છે.’ આ પ્રમાણે વારંવાર બોલવું. પછી જો તમે મારા શિષ્ય હો તો મારે ડાબે પગે દોરડું બાંધીને ત્રણ વાર મારા મુખમાં થૂંકીને શ્રાવસ્તિ નગરીના બજારમાં સર્વત્ર મને ઘસડવો, અને ત્યાર પછી મારા દેહનો સંસ્કાર કરવો.’ આવી રીતે તે ગોશાળો અંત અવસ્થામાં કાંઈક સમકિત પામ્યો, અને વીતરાગનાં વચન ઉપર વિશ્વાસવાળો થયો. છેવટે પોતાના સર્વ શિષ્ય સમક્ષ અરિહંતનું શરણ કરીને કાળધર્મ પામ્યો. પછી તેના શિષ્યોએ પોતાનું મહત્ત્વ તથા પૂજા સત્કાર વગેરેની હાનિ થવાના ભયથી ગુરુનું વચન પાળવા માટે પોતાના જ ઉપાશ્રયમાં દ્વાર બંધ કરીને શ્રાવસ્તિ નગરીનો આલેખ કાઢી પૂર્વે કહેલી સર્વ ક્રિયાઓ કરી, અને ત્યાર પછી તેના દેહનો સંસ્કાર કરવા તેને બહાર કાઢ્યો એટલે શ્રાવકોએ અગ્નિસંસ્કાર કર્યો. "" હવે શ્રી વીરભગવાન વિહાર કરતા કરતા મેઢક નામના નગરે પધાર્યા. ત્યાં તેમના શરીરને પિત્તજ્વ૨થી વ્યાસ જોઈને ચારે વર્ણના લોકો બોલવા લાગ્યા કે—“ગોશાળાએ મૂકેલી તેજોલેશ્યાથી શરીર દગ્ધ થવાને લીધે પ્રભુ છ મહિને કાળ કરશે.’’ તે વાત સાંભળી સિંહ નામના ભગવાનના શિષ્ય કે જે નિરંતર છઠ્ઠ તપ કરતા હતા, તથા સૂર્ય સન્મુખ વૃષ્ટિ રાખીને આતાપના લેતા હતા તેમણે તે આતાપનાને અંતે વિચાર્યું કે—“મારા ધર્મગુરુ શ્રી જિનેશ્વરને પિત્તજ્વર ઉત્પન્ન થયો છે, તેથી જો તે છ મહિનામાં કાળધર્મ પામશે તો અન્ય દર્શનીઓ કહેશે કે–ગોશાળાની તેજોલેશ્યાથી હણાયેલા મહાવીર છદ્મસ્થપણે જ કાળધર્મ પામ્યા.’ આ પ્રમાણે તેની ભદ્રક પ્રકૃતિ હોવાથી તેણે વિચારણા કરી, અને તેના મનમાં ઘણું દુઃખ ઉત્પન્ન થયું. તે બહુ જ ખેદ કરવા લાગ્યા. પછી તે માલુકકચ્છ નામના નિર્જન વનમાં જઈને મોટા શબ્દથી રુદન કરવા લાગ્યા. તે જાણીને ભગવાને સ્થવિર સાધુ મોકલીને તેને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે—“હે સિંહ મુનિ ! તેં તારા મનમાં જે વિકલ્પ કર્યો છે તેમ થવાનું નથી; કેમકે દેશે ઊણા સોળ વર્ષ સુધી મારે કેવળજ્ઞાનનો પર્યાય ભોગવવાનો છે, તેથી તું નગ૨માં જા અને રેવતી નામની શ્રાવિકાએ મારે માટે કોળાનો પાક બનાવ્યો છે તે તું લાવીશ નહીં, કેમકે તે ગ્રહણ યોગ્ય નથી; પણ તેને જ ઘેર તેના અશ્વને માટે બિજોરાનો પાક બનાવ્યો છે તે લઈ આવ.’' આ પ્રમાણે ભગવાનના કહેવાથી સિંહ મુનિ રેવતી શ્રાવિકાને ઘેર ગયા. રેવતી શ્રાવિકા નિર્વિકાર મુનિને આવતા જોઈને અતિ હર્ષ પામી અને આસન પરથી ઊઠી સાત આઠ પગલાં સન્મુખ જઈ વંદના કરીને બોલી કે “હે સ્વામી! આપ શા પ્રયોજનથી અત્રે પધાર્યા છો તે કૃપા કરીને કહો.'' એટલે સિંહમુનિએ જિનેશ્વરનું કહેલું યોગ્ય ઔષઘ માગ્યું, અને Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી ઉપદેશપ્રાસાદં ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૭ અયોગ્ય ઔષઘનો નિષેઘ કર્યો. રેવતીએ પોતાના આત્માને સફળ માનીને માગેલું ઔષધ વહોરાવ્યું. તે લઈને મુનિએ ભગવતંના હાથમાં આપ્યું. ભગવાને પણ વીતરાગીપણાથી જ ઉદરમાં ક્ષેપડ્યું. તે જ ક્ષણે ભગવાનનો વ્યાધિ નાશ પામ્યો, તેથી મુનિવર્ગમાં આનંદ વ્યાપી રહ્યો અને દેવાદિક પણ હર્ષ પામ્યા. તે વખતે રેવતી શ્રાવિકાએ પણ ત્રિકાળજ્ઞાની પરમાત્માની સ્તુતિ કરતી સતી તીર્થંકરપદને યોગ્ય અધ્યવસાયને ઘારણ કર્યા. હવે ગૌતમ ગણઘરે શ્રી વીરપ્રભુને નમસ્કાર કરીને પૂછ્યું કે-“હે સ્વામી! આપનો સર્વાનુભૂતિ શિષ્ય ગોશાળાની તેજોલેશ્યાથી દગ્ધ થયો તો કઈ ગતિને પામ્યો?” ભગવાન બોલ્યા કે-“તે સાધુ સહસ્ત્રાર નામના આઠમા કલ્પમાં અઢાર સાગરોપમના આયુષ્યવાળો દેવ થયો છે. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ મોક્ષગતિને પામશે.” ગૌતમસ્વામીએ ફરીથી પૂછ્યું કે-“હે ભગવન્! આપનો શિષ્ય સુનક્ષત્રમુનિ કઈ ગતિને પામ્યો?” પ્રભુએ કહ્યું કે “તે સાધુ આલોચના પ્રતિક્રમણ કરીને અશ્રુત કલ્પમાં મોટા આયુષ્યવાળો દેવતા થયો છે. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ સિદ્ધિપદને પામશે.” ફરીથી ગણઘરે પૂછ્યું કે–“હે પ્રભુ! મેખલીપુત્ર કઈ ગતિ પામ્યો?” પ્રભુએ કહ્યું કે-“અંત સમયે કાંઈક શ્રદ્ધા પામેલો તે બારમા દેવલોકમાં બાવીશ સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો છે.” હવે ગ્રંથકાર કહે છે કે किं करोति गुरुः प्राज्ञः, मिथ्यात्वमूढचेतसां । शिष्याणां पापरक्तानां, मंखलीपुत्रसादृशां ॥१॥ ભાવાર્થ-“પાપકર્મમાં રક્ત અને મિથ્યાત્વ વડે મૂઢ ચિત્તવાળા ગોશાળા જેવા શિષ્યોને જ્ઞાની ગુરુ પણ શું કરી શકે?” ગોશાળો જન્મથી આરંભીને મિથ્યાત્વી હતો, પરંતુ પછીથી તેને વીતરાગનું વચન સત્ય ભાસ્યું હતું, અને તેથી જ તેણે “હું જિન નથી, મહાવીર જ જિન છે” એવી રીતે પોતાના શિષ્યોને કહ્યું હતું. પ્રથમ પણ ગોશાળો “આપની દીક્ષા મને હો” એમ પોતાની ઇચ્છાએ જ કરીને ભગવાનનો શિષ્ય થયો હતો. ભગવાને પણ પોતાનો શિષ્ય જાણીને તેને ઉપદેશ કર્યો હતો, પરંતુ તે તેણે માન્યો નહોતો, તો પણ છેવટે પ્રભુએ મર્મવચનથી તેને રૂડી બુદ્ધિ આપી હતી. ગોશાળા જેવા ક્રૂરના ક્રોથીપણાને કદાપિ પણ સંભાર્યા વિના ઊલટી તેને શુદ્ધ બુદ્ધિ આપી, માટે હે પ્રભુ! તારી વીતરાગતાને ઘન્ય છે.” વ્યાખ્યાન ૨૫૫ ભગવાનની આશાતનાનાં ફળ प्रभोराशातनां तन्वन्नल्पधीर्मंखलीसुतः । निजात्मानं भवौघेषु, न्यधादहो कुतर्कता ॥१॥ ભાવાર્થ-“પ્રભુની આશાતના કરીને તુચ્છ બુદ્ધિવાળા મેખલીપુત્રે પોતાના આત્માને સંસારસમુદ્રમાં નાંખ્યો , એ કેવું કુતકg Private & Personal Use Only Jain Eduસસારસમુદ્રમાં નાં Page #194 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની આશાતનાનાં ફળ મંખલીપુત્રનું ભાવી ચરિત્ર શ્રી ગૌતમ ગણઘરે ત્રણ ભુવનના શરણરૂપ અને વાંચ્છિત આપનારા શ્રી મહાવીર સ્વામીને પૂછ્યું કે “હે પ્રભુ! મંખલીપુત્રનું દેવલોકમાં ગયા પછીનું ભાવી ચિરત્ર હો.” ત્યારે ભગવાન બોલ્યા કે “આ ભરતક્ષેત્રમાં આવેલા શતદ્વાર નામના નગરમાં સુમતિ નામે રાજા થશે. તેને સુભદ્રા નામની રાણી થશે. તેના ઉદરમાં બારમા દેવલોકથી ચ્યવીને તે ગોશાળો મહાપદ્મ નામે પુત્ર થશે. તે દેવસેન તથા વિમલવાહનના નામથી પણ પ્રસિદ્ધ થશે. તેને એક વખત ચાર દાંતવાળો શ્વેત હાથી પ્રાપ્ત થશે. ત્યાર પછી તેને રાજ્યગાદી મળશે, એટલે તે રાજા મિથ્યાત્વી હોવાથી અનેક સાધુઓની કદર્થના કરશે. તે જોઈને તેના પ્રથાનો તેને વિનયપૂર્વક કહેશે કે “હે રાજન્! પ્રજાનાથ થઈને આવું કૃત્ય કરો છો તે યોગ્ય નથી.’’ તેથી તે રાજા કાંઈક પાપકર્મથી પાછો હઠશે. એક દિવસ તે ઉદ્યાનની શોભા જોવા જશે, ત્યાં એક સ્થાને તીર્થંકરના શિષ્યના શિષ્ય ત્રણ જ્ઞાનને ધારણ કરનારા તથા નિરંતર છઠ્ઠ તપ કરનારા સુમંગલ નામના સાધુને આતાપના કરતાં દેખશે. તેને જોઈને તે વિમલવાહન રાજાને ક્રોધ ઉત્પન્ન થશે, એટલે સિંહની જેમ વાંકી દૃષ્ટિથી તે મુનિને ધ્યાનમાં તત્પર રહેલા જોશે. પછી તત્કાળ ઘોડાને ત્વરાથી હાંકીને પોતાનો રથ તે સાધુ ઉપર ચલાવશે, એટલે સાઘુ પડી જશે, પાછા ઊભા થશે, એટલે ફરીથી પણ એ જ પ્રમાણે રથ હાંકશે. બીજી વાર ઊભા થયા પછી તે સાઘુ મનમાં વિચાર કરશે કે ‘‘અહો! આ જીવ મહાનિર્દય કેમ જણાય છે?'' એમ વિચારીને અવધિજ્ઞાનથી જોતાં તેને ગોશાળાનો જીવ જાણીને કહેશે કે “હે મહાપદ્મ! આજથી ત્રીજે ભવે તું ગોશાળો હતો. તે વખતે તેં તારી તેજોલેશ્યાથી શ્રી મહાવીર ભગવાનના સર્વાનુભૂતિ તથા સુનક્ષત્ર નામના બે શિષ્યોને દગ્ધ કરી દીધા હતા; પરંતુ તે સાધુઓ ક્ષમા ધારણ કરવામાં મહા સમર્થ હતા; કેમકે ઇંદ્રાદિક દેવોનું સામર્થ્ય પણ તેમની પાસે કુંથવા જેવું હતું, તો તારા જેવાની તો શી ગણતરી? પરંતુ તેમને ધન્ય છે કે તેઓએ તારો કરેલો પ્રાણાંત ઉપસર્ગ સહન કર્યો, પણ નેત્રના પ્રાંતભાગમાં પણ ક્રોધનો લેશ સરખો લાવ્યા નહીં; તેમજ સમગ્ર સંસારી જીવો કરતાં પણ અનંત બળવાળા શ્રી વીર પરમાત્મા ઉપર તેં તેજોલેશ્યા મૂકી તો પણ તેમણે જરા પણ ક્રોધ કર્યો નહીં અને ઊલટો તને પ્રતિબોધ આપ્યો, પરંતુ તું બોધ પામ્યો નહીં. હું તો સુમંગળ છું, પૂર્વના સાધુ જેવો ક્ષમાવાન નથી; તેથી તું મને વધારે દુઃખ આપીશ તો હું તપના તેજ વડે રથ, ઘોડા અને સારથિ સહિત તને ભસ્મસાત્ કરી નાંખીશ.’’ આ પ્રમાણે તે સાધુએ કહ્યા છતાં તે રાજા ત્રીજી વાર તેના પર રથ ચલાવી તે મુનિને પૃથ્વી પર પાડી દેશે. તે વખતે મુનિ ક્રોધથી તેજસ્ સમુદ્દાત કરીને સાત આઠ પગલાં પાછા હઠી તેજોલેશ્યા વડે રથ, ઘોડા અને સારથિ સહિત વિમલવાહન રાજાને ભસ્મીભૂત કરી નાંખશે. ત્યાર પછી તે સાધુ અનેક પ્રકારનાં છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપ સહિત ઘણાં વર્ષ સુધી ચારિત્ર પાળીને અંતે એક માસનું અનશન કરી સર્વ પાપ આલોઈ પડિક્કમીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થશે. વ્યાખ્યાન ૨૫૫] ૧૮૫ વિમલવાહન રાજા મરીને સાતમી નરકે તેત્રીશ સાગરોપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળો નારકી થશે. ત્યાંથી નીકળીને મત્સ્યયોનિમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મરીને ફરીથી સાતમી નરકમાં જશે. પાછો મત્સ્યયોનિમાં ઉત્પન્ન થશે. ત્યાં ઘણું દુઃખ ભોગવીને છઠ્ઠી નરકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો નારકી થશે. ત્યાંથી નીકળી સ્ત્રીપણું પામીને ફરીથી છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [તંભ ૧૭ ફરીથી સ્ત્રીપણું પામી ઘણી કદર્થના પામશે. ત્યાંથી પાંચમી નરકમાં જઈ અત્યંત દુઃખ પામી ઉર:પરિસર્પમાં ઉત્પન્ન થશે. ત્યાં વઘ બંધન આદિ અનેક કષ્ટ પામી ફરીથી પાંચમી નરકે જશે. ત્યાંથી નીકળી ઉર પરિસર્પ થઈ ચોથી નરકે જશે. ત્યાંથી નીકળી સિંહયોનિમાં ઉત્પન્ન થઈને ફરીથી ચોથી નરકે જઈ પાછો સિંહયોનિમાં ઉત્પન્ન થશે. ત્યાંથી ત્રીજી નરકમાં જઈ દુઃખ ભોગવીને પછી પક્ષીમાં ઉત્પન્ન થશે, ત્યાંથી ફરીને ત્રીજી નરકમાં જઈને પાછો પક્ષીના ભાવમાં આવશે. ત્યાંથી મરીને બીજી નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળી ભુજપરિસર્પ થઈને ફરી બીજી નરકે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળી ફરીથી ભુજપરિસર્પમાં ઉત્પન્ન થઈ પ્રથમ નરકમાં દુઃખ ભોગવશે. ત્યાંથી નીકળી અસંજ્ઞી પંચેંદ્રિયમાં ઉત્પન્ન થઈને ફરીથી પ્રથમ નરકમાં જશે. એ પ્રમાણે ઉપર કહેલા ક્રમ વડે અસંજ્ઞી વગેરે રત્નપ્રભા (પ્રથમ) નરક વગેરેમાં ઉત્પન્ન થઈ શકે છે. તેના ક્રમ વિષે કહ્યું છે કે असन्त्री सरिसीव पक्खी, सीह उरग त्थी जंति जा छठी । कमसो उक्कोसेण, सत्तमी पुढवी मणुअ मच्छा ॥१॥ ભાવાર્થ-“અસંજ્ઞી, ભુજપરિસર્પ, પક્ષી, સિંહ, ઉર:પરિસર્પ અને સ્ત્રી–એ જીવો અનુક્રમે પહેલીથી છઠ્ઠી નરક સુથી ઉત્પન્ન થઈ શકે છે, અર્થાત્ અસંજ્ઞી ઉત્કૃષ્ટ પહેલી નરકે જાય, ભુજપરિસર્પ ઉત્કૃષ્ટ બીજી નરકે જાય ઇત્યાદિ. તથા મનુષ્ય અને મત્સ્ય ઉત્કૃષ્ટ સાતમી નરક સુધી જઈ શકે છે.” ત્યાર પછી તે ચામાચીડીયા, વડવાગુલી વગેરે ચર્મજ પક્ષીમાં ઉત્પન્ન થશે. ત્યાંથી રાજહંસ વગેરે લોમજ પક્ષીમાં તથા ભુજપરિસર્પમાં હજારો ભવ કરશે. ત્યારપછી અજગર, અલસીયા વગેરે ઉર પરિસર્પમાં હજારો ભવ કરશે. અલસયાનો જીવ ગામ નગર અને ચક્રવર્તીના આખા સૈન્યનો પણ નાશ કરે તેવડો મોટો થાય છે. તે ઘોડાની લાદ વગેરેમાં ઉત્પન્ન થાય છે. તે જીવ અંગુલના અસંખ્યાતમા ભાગથી આરંભીને ઉત્કૃષ્ટ બાર યોજન જેટલો મોટો થાય છે. તે સંમૂર્ણિમ અને મિથ્યાત્વી હોય છે. તે જ્યારે પોતાના શરીરનું પાસું ફેરવે છે ત્યારે પૃથ્વીમાં મોટો ખાડો પડી જાય છે, તેથી તેના ઉપર વસેલું સૈન્ય તથા ગામ વગેરે તેમાં પડીને નાશ પામે છે. તે પર્યાયો થઈને અંતર્મુહૂર્તના આયુષે વિનાશ પામે છે. કેટલાક આ અલસિયાને બેઇંદ્રિય પણ કહે છે, પરંતુ અત્રે તો ભગવતી સૂત્રને અનુસારે પંચેંદ્રિય કહેલો છે. ત્યાર પછી તે ગોશાળાનો જીવ એક ખરીવાળા, બે ખરીવાળા ગેંડા, હસ્તી તથા નખવાળા સિંહ વગેરે જીવોમાં સેંકડો અને હજારો ભવ કરશે. ત્યાર પછી જળચરમાં, ચતુરિંદ્રિયમાં, તેઇંદ્રિયમાં, બેઇંદ્રિયમાં, વનસ્પતિકાયમાં, વાયુકાયમાં, તેજસ્કાયમાં, અપકાયમાં અને પૃથ્વીકાય વગેરે સર્વ જાતિમાં લાખો વખત ઉત્પન્ન થશે, ત્યાર પછી તે રાજગૃહી નગરીમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા વેશ્યાના ત્રણ ભવ કરશે. ત્યાર પછી તે બ્રાહ્મણની પુત્રી થશે. તેના લગ્ન મોટા ઉત્સવથી તેના માતાપિતા કરશે. અનુક્રમે તે તેને સાસરે જઈને ગર્ભવતી થશે. ત્યાંથી પોતાના પિતાને ઘેર જવા નીકળશે. તેને અશુભ શુકનો થશે. પ્રયાણ કરતાં રસ્તામાં રાત્રીના સમયે દાવાનળની જવાળાથી પીડા પામશે. ત્યાં બીજું કોઈ શરણ નહીં મળવાથી તેમજ નાસવા ભાગવાનું સ્થળ પણ નહીં મળવાથી અત્યંત વિલાપ કરતી સતી ભસ્મસાત્ થઈ જશે. પૂર્વે ગોશાળાએ અનેક Page #196 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૫૫] ભગવાનની આશાતનાનાં ફળ ૧૮૭ મુનિઓનાં અંતઃકરણો બાળી દીધાં હતાં, તે કર્મનો અહીં ઉદય થશે. “જીવ જે જે કર્મ કરે છે તે પોતે તો વીસરી જાય છે, પણ સમયે સમયે કરેલાં કર્મ તે જીવને વીસરી જતાં નથી. જીવ ગમે ત્યાં રહ્યો હોય, પણ તેને ઘસડીને કર્મ યોગ્ય સ્થાને લઈ જાય છે.” ત્યાર પછી તે અગ્નિકુમાર દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી મનુષ્યપણું પામી સાધુના સંગથી સમકિત પામીને ચારિત્ર ગ્રહણ કરશે. તે ભવમાં ચારિત્રની વિરાથના કરશે, તેથી મરીને દક્ષિણ તરફની અસુરકુમાર નિકાયમાં દેવપણે ઉત્પન્ન થશે. “જો ચારિત્રની વિરાધના કરી ન હોય તો સાધુની ઉત્પત્તિ વૈમાનિકદેવમાં જ થાય છે.” પછી ત્યાંથી નીકળી તે મનુષ્યપણું પામશે. ત્યાંથી મરીને દક્ષિણ બાજુના નાગકુમારમાં ઉત્પન્ન થશે. પાછો તે મનુષ્યભવ પામશે. ત્યાંથી મરીને દક્ષિણ બાજુમાં સુવર્ણકુમાર દેવ થશે. ત્યાંથી મનુષ્યભવ પામી દક્ષિણ બાજુએ સ્વનિતકુમાર નિકાયમાં ઊપજશે. ત્યાંથી મનુષ્યભવ પામી ચારિત્ર લેશે. તે ભવમાં પણ સંયમની વિરાધના કરવાથી જ્યોતિષી દેવતા થશે. ત્યાંથી મનુષ્ય થઈ સંયમ પાળીને પ્રથમ દેવલોકમાં દેવ થશે; કેમકે તે ભવમાં સંયમની આરાધના કરશે. આરાઘના એટલે જે સમયે ચારિત્ર ગ્રહણ કર્યું હોય ત્યારથી આરંભીને મરણ પર્યત અતિચાર રહિત તેનું પાલન કરવું તે. ત્યાંથી મનુષ્યપણું પામીને ત્રીજા દેવલોકમાં દેવતા થશે, ત્યાંથી અનુક્રમે એક એક ભવ મનુષ્યનો કરીને પાંચમા, સાતમા, નવમા અને અગિયારમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળી મનુષ્યભવ પામીને તથા ચારિત્રનું સંપૂર્ણ પ્રતિપાલન કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં સમૃદ્ધિથી સંપૂર્ણ ઉચ્ચ કુળમાં મનુષ્યપણે ઉત્પન્ન થશે. ત્યાં સદ્ગુરુના સમાગમથી સમ્યમ્ દર્શન પામીને સર્વોત્કૃષ્ટ ચારિત્ર પાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે. કેવળજ્ઞાનના મહોચ્છવમાં સર્વ સંઘને બોલાવીને તે પોતાનું ગોશાળાના ભવથી આરંભીને સર્વ ચરિત્ર પ્રગટ કરશે અને કહેશે કે-“હે આર્યો! અરિહંત, આચાર્ય અને ઉપાધ્યાય વગેરેની આશાતના કરવાથી હું અનંત કાળ સુધી સંસારમાં ભટક્યો છું, માટે તેવી રીતે તમારે કરવું નહીં, મેં તો અજ્ઞાનપણાથી મહા મૂર્ખતા કરી હતી. અરે! ત્રણ ભુવનને તારવામાં સમર્થ અને ત્રિલોકના સમસ્ત પદાર્થસમૂહને જોનારા અને અનંત ગુણયુક્ત એવા શ્રી મહાવીર તીર્થકર ગુરુ તરીકે મળ્યા છતાં પણ મેં મનમાં કાંઈ પણ શુભ ધ્યાન કર્યું નહીં. તે જગદ્ગુરુએ અનેક ભવ્ય જીવોના બન્ને પ્રકારના દારિત્ર્યનો નાશ કર્યો, પણ હું નિર્ભાગ્યશેખર કાંઈ પણ ગ્રહણ કરી શક્યો નહીં, તો પણ એ ક્ષમાસાગરે પરિણામે પણ મારે વિષે શુભ અધ્યવસાયનો અવકાશ આપ્યો છે. તેના પ્રભાવથી જ હું આ ભવમાં પણ ચારિત્ર અને કેવળજ્ઞાન પામી શક્યો છું.” ઇત્યાદિ દેશનામાં પોતાનું ચરિત્ર કહીને અનેક ભવ્ય જીવોને આવા ઘર્મ શાસ્ત્રમાં રસિક કરશે અને તે ભવમાં અનુક્રમે અનશન ગ્રહણ કરીને તે ગોશાળો અનંત સુખના સ્થાનરૂપ મોક્ષપદને પામશે. આ પ્રમાણે ગોશાળાનું વૃત્તાંત સાંભળીને શિષ્યજનોએ હેય વસ્તુનો ત્યાગ કરવો અને મન વચન તથા કાયાએ કરીને ગુરુજનની અલ્પ પણ આશાતના કરવી નહીં.” | સમશ તંભ સમાપ્ત . Page #197 -------------------------------------------------------------------------- ________________ (રજન ૧૮) વ્યાખ્યાન રપ૬ જ્ઞાનાચારનો પહેલો ભેદ-કાળાચાર જ્ઞાનાચારના આઠ પ્રકારમાંનો પહેલો કાળ નામનો આચાર કહે છે पठनीयं श्रुतं काले, व्याख्यानं पाठनं तथा । आचारः श्रुतधर्मस्य, चाद्यो यल्लिख्यते बुधैः॥१॥ ભાવાર્થ-“યોગ્ય કાળે મૃત ભણવું, ભણાવવું તથા વ્યાખ્યાન કરવું, તે કૃતઘર્મનો પહેલો આચાર પંડિત પુરુષોએ કહેલો છે.” અગિયાર અંગ અને ઉત્તરાધ્યયન વગેરે કાલિક શ્રત કહેવાય છે. તે દિવસે તથા રાત્રે પહેલી અને ચોથી પોરસીમાં ભણવું ગણવું અને દશવૈકાલિક વગેરે તથા દ્રષ્ટિવાદ ઉત્કાલિક શ્રુત કહેવાય છે, તેનો ભણવા વગેરેનો કાળ સર્વ પોરસીનો છે. તેમાં સૂત્રની પોરસીમાં ભણવું, અને અર્થની પોરસીમાં અર્થ અથવા ઉત્કાલિક શ્રત વગેરે ભણવું. દિવસ તથા રાત્રિની પહેલી અને છેલ્લી પોરસીમાં અસ્વાધ્યાય(અસક્ઝાય)ને અભાવે ભણાય તેથી તેનું નામ કાલિક કહેવાય છે. કાલિકનો શબ્દાર્થ એવો છે કે યોગ્ય કાળે જ ભણવું તે; અને માત્ર કાળ વેળા સિવાય બધી પોરસીમાં ભણાય તેને ઉત્કાલિક કહ્યું છે. કાલિક તથા ઉત્કાલિક બન્ને મૃતનો લઘુ અનધ્યાય કાળ બે ઘડીનો છે. તેવી કાળવેળા પ્રત્યેક અહોરાત્રમાં ચાર આવે છે, તેટલો વખત તજવો. તે ચાર વખત આ પ્રમાણે– ૧. સંધ્યા વખતે (સાયંકાળે), ૨. મધ્ય રાત્રીએ, ૩. પ્રભાતે તથા ૪. મધ્યાહ્ન વખતે. એ ચાર કાળ વેળાએ તો કોઈ પણ દિવસ સ્વાધ્યાય કરવો નહીં; પણ પડિલેહણ વગેરે બીજી ક્રિયા કરવાનો નિષેઘ નથી. અન્ય ઘર્મમાં પણ કાળને વખતે સંધ્યાવંદન વગેરે ક્રિયાઓ કરવામાં આવે છે. બ્રાહ્મણો હમેશાં ત્રણ સંધ્યાએ મળીને ત્રણસો ચોવીશ વાર ગાયત્રી મંત્રનો જાપ પૂર્ણ કરે છે. દુષ્ટ કાળ વખતે સર્વ શાસ્ત્રોમાં સૂત્રાદિકનું પઠન પાઠન સર્વથા નિષેઘ કરેલું છે. તે વિષે અન્ય દર્શનમાં પણ કહ્યું છે કે चत्वारि खलु कर्माणि, संध्याकाले विवर्जयेत् । आहारो मैथुनं निद्रा, स्वाध्यायं च विशेषतः॥१॥ ભાવાર્થ-“આહાર, મૈથુન, નિદ્રા અને વિશેષે કરીને સ્વાધ્યાય, એ ચાર કર્મ સંધ્યા વખતે ત્યાગ કરવાં.” आहाराज्जायते व्याधिः, क्रूरगर्भश्च मैथुनात् । નિદ્રાતો ધનનાશ8, સ્વાધ્યાયે મર" મન શા. ભાવાર્થ-સંધ્યા વખતે આહાર (ભોજન) કરવાથી વ્યાધિ ઉત્પન્ન થાય છે, મૈથુન કરવાથી ક્રૂર ગર્ભ ઉત્પન્ન થાય છે, નિદ્રા લેવાથી ઘનનો નાશ થાય છે, અને સ્વાધ્યાય કરવાથી મૃત્યુ થાય છે. તેમજ કાળ વખતે સ્વાધ્યાય કરવાથી–“અહો! આ સાઘુઓ સ્વાધ્યાયનો કાળ પણ જાણતા નથી” એમ કહીને લોકો નિંદા કરે છે તથા તે વખતે પઠનાદિકમાં વ્યગ્ર રહે તો મુમુક્ષુ સાધુને Page #198 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૫૬] જ્ઞાનાચારનો પહેલો ભેદ-કાળાચાર ૧૮૯ અવશ્ય કરવા લાયક આવશ્યકાદિક ક્રિયામાં અને શુદ્ધ શ્રાવકને ત્રિકાલ દેવવંદન, પૂજન વગેરેમાં ઉપયોગ રહે નહીં, તેથી વખતસર કરવાની કહેલી ક્રિયાથી ભ્રષ્ટપણું પ્રાપ્ત થાય. વળી નિરંતર સ્વાધ્યાય કરવાથી ખેદ થયો હોય તેને તેટલો વખત વિશ્રામ પણ થાય; માટે તે કાળે તો આવશ્યકાદિ ક્રિયાઓ જ કરવી. કોઈ વખત કારણવિશેષે વખતનો અતિક્રમ થઈ જાય તો તેનો દોષ નથી. અહીં કોઈ શિષ્ય શંકા કરે છે કે‘જેમ શુભ ધ્યાન મોક્ષનો હેતુ હોવાથી સર્વ કાળે કરવાનું કહ્યું છે; તેમ શ્રુતજ્ઞાન પણ મોક્ષનો હેતુ છે, માટે તેનું સર્વ કાળે પઠનાદિ શા માટે ન થાય? જે મોક્ષનું કારણ છે ત્યાં કાળ અથવા અકાળની વ્યવસ્થા શી?’’ આ શંકાના સમાધાન માટે ગુરુ કહે છે કે—“હે શિષ્ય! તારી શંકા ખરી છે; પરંતુ શુભધ્યાન તો સર્વ ધર્મક્રિયામાં રહેલું છે અને તે માનસિક છે, તેથી શુભ ધ્યાન વડે કોઈ પણ ક્રિયાનો બાધ થતો નથી. પણ ઊલટી સર્વ ક્રિયાને પુષ્ટિ મળે છે; અને શ્રુતજ્ઞાન તો પઠન, ગુણન વગેરેથી સિદ્ધ થાય છે; તેથી તે સાંજ સવારના પ્રતિક્રમણની જેમ નિયત કાળે જ કરવા યોગ્ય છે. જો સર્વકાળ શ્રુતનો જ અભ્યાસ કરે તો અન્યોન્ય પુણ્યક્રિયાનો બાઘ થાય, તેમ થવું યોગ્ય નથી. વળી જે મોક્ષનો હેતુ હોય ત્યાં કાળનો વિભાગ કરવો યોગ્ય નથી, એવું જે તેં કહ્યું તે વ્યર્થ છે; કેમ કે સાધુને આહાર વિહાર વગેરે પણ મોક્ષના હેતુ છે; તો પણ ત્યાં કાળનો વિભાગ કહેલો છે. આગમમાં કહ્યું છે કે ‘“તડ્યાને પોરસીઝે મત્તપાળંવેસએ– ત્રીજી પોરસીએ ભાતપાણીની ગવેષણા કરવી.’’ તથા अकाले चरसि भिक्खु, काले न पडिलेहसि । अप्पाणं च किलामेसि, संनिवेसं च गरिहसि ॥ १ ॥ ભાવાર્થ-“હે સાધુ!તું અકાળે વિચરે છે, યોગ્ય કાળે પડિલેહણ કરતો નથી તારા આત્માને તું કીલામણા પમાડે છે અને ગામના લોકોની નિંદા કરે છે.’’ તેથી શ્રુતનું પઠનાદિક યોગ્ય કાળે જ કરવું. કોઈ અહંકારાદિકને લીધે તેનો વ્યત્યય કરે, તો સાગર નામના આચાર્યની જેમ મોટી લક્ત્રને પામે. સાગરાચાર્યનું દૃષ્ટાંત ઉજ્જયિની નગરીમાં શ્રીકાલિકાચાર્ય નામના આચાર્ય ઉગ્ર વિહારી હતા. તેની પાસેના શિષ્યો સર્વે પાસા થઈ જવાથી સાધુનો આચાર પાળવામાં પણ શિથિલ થયેલા હતા. તેમને આચાર્ય હમેશાં શિખામણ આપતા હતા; પણ તેઓ તો કૂતરાના પૂંછડાની જેમ વક્રતાને છોડતા નહોતા. તેથી આચાર્યે ખેદ પામીને વિચાર્યું કે‘આ શિષ્યોને સારણાદિ કરતાં મારો સ્વાધ્યાય સિદાય છે–બરાબર થઈ શકતો નથી, અને તેઓને મારા વાક્યથી કાંઈ પણ ગુણ થતો નથી; માટે તેનો કાંઈ બીજો ઉપાય કરવો જોઈએ.’’ અહીં વૃદ્ધ વાક્યને અનુસારે એવો સંબંધ છે કે–એક વખતે સીમંઘરસ્વામીને ઇંદ્રે પૂછ્યું કે—‘હે સ્વામી! હાલમાં ભરતક્ષેત્રમાં એવો કોઈ વિદ્વાન છે, કે જેને પૂછવાથી આપે વર્ણન કર્યું તેવું નિગોદનું સ્વરૂપ યથાર્થ વર્ણવે?” ત્યારે પ્રભુએ કહ્યું કે-‘હે ઇંદ્ર! હાલમાં ભરતક્ષેત્રમાં આર્ય કાલકસૂરિ છે, કે જે શ્રુતપાઠના બળથી મેં કહ્યું તેવી જ રીતે નિગોદનું સ્વરૂપ કહી શકે તેવા છે.’’ તે સાંભળીને ઇંદ્ર તેની પરીક્ષા કરવા માટે જરાથી જીર્ણ થયેલું શરીર વિષુર્થીને ઘીમે ઘીમે લાકડીને Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૮ ટેકે ચાલતાં સૂરિ પાસે આવ્યા, અને લુહારની ઘમણની જેમ શ્વાસોશ્વાસ લેતાં તેણે ગુરુને વંદના કરીને પૂછ્યું કે-“હે સ્વામી! હું વૃદ્ધ છું, અને વૃદ્ધાવસ્થાથી પીડાઉ છું, હજું મારું કેટલું આયુષ્ય બાકી છે? તે આપ મારી હસ્તરેખા જોઈને શાસ્ત્રને આધારે કહો. મારા પર આટલી કૃપા કરો. મારા પુત્રોએ તથા સ્ત્રીએ મને કાઢી મૂક્યો છે. તેથી હું એકલો મહાકષ્ટથી દિવસો નિર્ગમન કરું છું. આપ છ જીવનિકાય પર દયા કરવામાં તત્પર છો, તેથી મારા પર કૃપા કરો.” આ પ્રમાણે તેનાં દીન વચનો સાંભળીને ગુરુ તેનો હાથ જોતાં જોતાં કાંઈક તેની ચેષ્ટા તથા યથાર્થ ભાષણ ઉપરથી અને કાંઈક મૃતનો ઉપયોગ આપવાથી તેને સૌઘર્મ દેવલોકના ઇંદ્ર જાણીને મૌન રહ્યા, ત્યારે ફરીથી તે વૃદ્ધ બોલ્યો કે-“હે સ્વામી! હું જરાથી પીડિત છું, તેથી વધારે વખત અહીં રહેવાને અશક્ત છું, માટે જલદી ઉત્તર આપો કે હવે મારું આયુષ્ય કેટલું બાકી છે? પાંચ વર્ષ બાકી છે? કે તેથી જૂનાવિક છે?” ગુરુએ કહ્યું કે–“તેથી ઘણું અધિક છે.” વૃદ્ધે પૂછ્યું કે–“શું દશ વર્ષનું છે?” ગુરુએ કહ્યું-“તેથી પણ ઘણું અધિક છે.” વૃદ્ધે કહ્યું-“ત્યારે વિશ વર્ષ કે ત્રીશ વર્ષ કે ચાળીશ વર્ષ બાકી છે? હે ગુરુ! સત્ય કહો.” ગુરુએ કહ્યું કે–“વાંરવાર શું પૂછો છો? તમારું આયુષ્ય અંકની ગણતરીમાં આવે તેવું નથી. કેમકે તે અપરિમિત (અસંખ્યાત) છે. મુનિસુવ્રત સ્વામીના શાસનમાં તમે ઇન્દ્ર થયા છો, વર્તમાન ચોવીશીના છેલ્લા ચાર તીર્થકરોના પાંચ પાંચ કલ્યાણકનો ઉત્સવ તમે કર્યો છે, અને આવતી ચોવીશીના કેટલાક તીર્થકરોની વંદના તથા પૂજા તમે કરશો. તમારું આયુષ્ય બે સાગરોપમમાં કાંઈક ઓછું બાકી રહેલું છે.” આ પ્રમાણે ગુરુનાં વચન સાંભળીને ઇંદ્ર ઘણો હર્ષ પામ્યા. પછી તે નિગોદનું સ્વરૂપ પૂછી નિઃશંક થયા, અને શ્રી સીમંઘરસ્વામીએ કરેલી પ્રશંસા કહી બતાવીને તેમણે કહ્યું કે-“હે સ્વામી! મારા સરખું કાર્ય બતાવો.” ત્યારે ગુરુ બોલ્યા કે-“ઘર્મમાં આસક્ત થયેલા સંઘનું વિધ્ર નિવારો.” પછી ઇન્દ્ર પોતાની ઇચ્છાથી પોતાના આવ્યાની નિશાની તરીકે દિવ્ય અને મનોહર એવું ઉપાશ્રયનું એક દ્વાર બીજી દિશામાં કરીને તરત સ્વર્ગે ગયા. ત્યાર પછી સૂરિના શિષ્યો કે જેઓ આહારને માટે નગરમાં ગયા હતા તેઓ આવ્યા. તેમણે ગુરુને કહ્યું કે-“હે સ્વામી! આ ઉપાશ્રયનું દ્વાર બીજી દિશામાં કેમ થઈ ગયું? આપ પણ વિદ્યાનો ચમત્કાર બતાવવાની ઇચ્છા રાખો છો, તો પછી અમારા જેવાનો તેમ કરવામાં શો દોષ?” તે સાંભળીને ગુરુએ ઇન્દ્રનું આગમન વગેરે સર્વ વૃત્તાંત યથાર્થ કહી આપ્યું. ત્યારે તે શિષ્યો બોલ્યા કે–“અમને પણ ઇંદ્રનું દર્શન કરાવો.” ગુરુએ કહ્યું કે–“દેવેન્દ્ર મારા વચનને આધીન નથી, તે તો પોતાની ઇચ્છાથી આવ્યા હતા અને ગયા. તે વિષે તમારે દુરાગ્રહ કરવો ઉચિત નથી.” આ પ્રમાણે ગુરુએ કહ્યા છતાં તે વિનયરહિત શિષ્યોએ દુરાગ્રહ મૂક્યો નહીં, અને વિનયરહિતપણે આહાર વગેરે કરવા કરાવવા લાગ્યા. તેથી ગુરુ ઉગ પામીને એક દિવસ રાત્રિના પાછલા પહોરે સર્વ શિષ્યોને સૂતા મૂકીને શય્યાતર શ્રાવકને પરમાર્થ સમજાવીને નગરી બહાર નીકળી ગયા. અનુક્રમે વિહાર કરતાં કરતાં તે સ્વર્ણભૂમિએ આવી પહોંચ્યા. ત્યાં મહાબુદ્ધિમાન સાગર નામના પોતાના શિષ્યના શિષ્ય રહેતા હતા. તેની પાસે આવીને ઈર્યાપથિકી પ્રતિક્રમીને તથા પૃથ્વી પ્રમાર્જીને ઊભા રહ્યા. સાગરમુનિએ તેમને કોઈ વખત જોયા નહોતા, માટે તેમને ઓળખ્યા નહીં. અને તેથી જ તે ઊભા થયા નહીં, તેમજ વંદના પણ કરી નહીં. તેમણે સૂરિને પૂછ્યું કે-“હે વૃદ્ધ મુનિ! તમે કયા સ્થાનથી Page #200 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૫૬] જ્ઞાનાચારનો પહેલો ભેદ-કાળાચાર ૧૯૧ આવો છો?’’ ત્યારે ગાંભીર્યના સમુદ્ર સમાન ગુરુ કોપાયમાન થયા વગર બોલ્યા કે—“અવન્તિ નગરીથી.'' પછી તેમને જ્ઞાનપૂર્વક સમગ્ર ક્રિયા કરતાં જોઈને સાગરમુનિએ વિચાર્યું કે—‘ખરેખર આ વૃદ્ધ મુનિ બુદ્ધિમાન છે.’’ પછી તેમણે પોતાના શિષ્યોને વાચના આપતાં બુદ્ધિના મદથી સૂરિને કહ્યું કે—“હે વૃદ્ધ! હું શ્રુતસ્કંધ ભણાવું છું તે તમે સાંભળો.” તે સાંભળી ગુરુ તો મૌન જ રહ્યા. પછી સાગરમુનિ પોતાની બુદ્ધિની કુશળતા બતાવવા માટે ઘણી સૂક્ષ્મ બુદ્ધિવાળાથી ગ્રહણ થઈ શકે તેવી વ્યાખ્યાનો વિસ્તાર કરવા લાગ્યા. વ્યાખ્યાના રસમાં તલ્લીન થવાથી અકાળ વેળાનેઅનઘ્યાયના સમયને પણ જાણ્યો નહીં. “અહો! અજ્ઞાન એ મોટો શત્રુ છે.’’ અહીં ઉજ્જયિની નગરીમાં પ્રાતઃકાળે પેલા શિષ્યો ઊઠ્યા. ત્યાં ગુરુને જોયા નહીં તેથી તેઓ અત્યંત આકુળવ્યાકુળ થઈ ગયા, અને સભ્રાંત ચિત્તે વસતિના સ્વામી શય્યાતર શ્રાવક પાસે જઈને પૂછ્યું કે—“અમને મૂકીને અમારા ગુરુ ક્યાં ગયા?’' ત્યારે તે શ્રાવકે કોપ કરીને કહ્યું કે—‘શ્રીમાન્ આચાર્યે તમને ઘણો ઉપદેશ આપ્યો, ઘણું સમજાવ્યા, પ્રેરણા કરી, તો પણ તમે સદાચારમાં પ્રવર્ત્ય નહીં, ત્યારે તમારા જેવા પ્રમાદી શિષ્યોથી ગુરુની શી અર્થસિદ્ધિ થવાની હતી? તેથી તે તમને તજીને ચાલ્યા ગયા.’’ તે સાંભળીને તેઓ લજ્જિત થઈ ગયા અને કહ્યું કે–‘‘તમે અમારા પર પ્રસન્ન થઈને અમારા ગુરુએ પવિત્ર કરેલી દિશા બતાવો, કે જેથી અમે તે તરફ જઈ તેમને પામીને સનાથ થઈએ. અમે જેવું કર્યું, તેવું ફળ અમે પામ્યા.’’ એવી રીતે તે શિષ્યોએ ઘણા આગ્રહપૂર્વક પૂછ્યું, એટલે તે શ્રાવકે ગુરુના વિહારની દિશા બતાવી. પછી તેઓ સર્વે ત્યાંથી ચાલ્યા. અનુક્રમે ગુરુને શોધતાં શોઘતાં તેઓ સાગરમુનિ પાસે આવ્યા અને તેમને પૂછ્યું કે-“પૂજ્ય એવા આર્ય કાલિકાચાર્ય ક્યાં છે?’’ સાગરમુનિએ જવાબ આપ્યો કે—‘તે તો મારા પિતામહ ગુરુ થાય, તેઓ અહીં તો આવ્યા નથી; પણ જેમને હું ઓળખતો નથી એવા કોઈ એક વૃદ્ધ મુનિ ઉયિની નગરીથી અહીં આવેલા છે. તેને તમે જુઓ, તેઓ આ સ્થળે છે.’” પછી તે શિષ્યો સાગરમુનિએ બતાવેલા સ્થાને ગયા. ત્યાં ગુરુને જોઈને તેઓ દીન મુખવાળા થયા, અને પોતાના અપરાધની વારંવાર ક્ષમા માગી. તે જોઈ સાગરમુનિએ લક્ત્રથી નમ્ર મુખવાળા થઈને વિચાર્યું કે—‘અહો! આ ગુરુના ગુરુ પાસે મેં પાંડિત્ય કર્યું, તે યોગ્ય કર્યું નહીં. મેં સૂર્યની કાંતિ પાસે ખદ્યોતના જેવું અને આંબાના વૃક્ષ પર તોરણ બાંઘવા જેવું કર્યું.’’ એમ વિચારીને તેમણે ઊઠીને વિનયપૂર્વક ગુરુને ખમાવીને ગુરુના ચરણકમળમાં મસ્તક રાખી કહ્યું કે “હે ગુરુ! વિશ્વને પૂજ્ય એવા આપની મેં અજ્ઞાનના વશથી આશાતના કરી, તેનું મને મિથ્યા દુષ્કૃત હો.’ ,, પછી આચાર્યે તે સાગ૨મુનિને પ્રતિબોધ કરવા માટે એક પ્યાલો ભરીને નદીની રેતી તથા એક ચાળણી મંગાવી. તે રેતીને ગુરુએ ચાળણીમાં નાંખીને ચાળી તો ઝીણી રેતી તેમાંથી નીકળી ગઈ, અને ચાળણીમાં મોટા કાંકરા બાકી રહ્યા. તેને દૂર નાંખી દઈને પછી તે રેતીને કોઈક સ્થાને નાંખી. પછી ફરીથી તે રેતીને ત્યાંથી લઈને બીજે સ્થાને નાંખી. ત્યાંથી પણ લઈને ત્રીજે સ્થાને નાંખી. એવી રીતે વારંવાર જુદે જુદે સ્થાને નાંખી અને લીઘી. તેથી પ્રાંતે રેતી ઘણી જ થોડી બાકી રહી. આ પ્રમાણે રેતીનું દૃષ્ટાંત બતાવીને ગુરુએ સાગરમુનિને કહ્યું કે—“હે વત્સ! જેમ નદીમાં સ્વાભાવિક જ ઘણી રેતી છે, તેમ તીર્થંકરોમાં સંપૂર્ણ જ્ઞાન રહેલું છે. જેમ પ્યાલા વડે નદીમાંથી થોડી રેતી લીઘી, તેમ ગણધરોએ જિવેંદ્રો પાસેથી થોડું શ્રુત ગ્રહણ કર્યું, અને જેમ તે રેતીને જુદે જુદે Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ સ્તિંભ ૧૮ સ્થાને નાંખવાથી અને પાછી લેવાથી નવી નવી ભૂમિના યોગે ક્ષીણ થતી થતી ઘણી થોડી રહી, તેમ શ્રત પણ ગણઘર થકી ચાલતી પરંપરાએ અનુક્રમે કાળાદિકના દોષથી અલ્પ અલ્પતર બુદ્ધિવાળા શિષ્યોને વિષે વિસ્મૃતિ વગેરેના કારણથી ક્ષીણ થતું થતું હાલમાં ઘણું જ થોડું રહ્યું છે. તેમાં ચાળણીનો ઉપનય એવી રીતે કરવાનો છે કે–સૂક્ષ્મ જ્ઞાન સર્વ નાશ પામ્યું છે, અને હાલમાં સ્કૂલ જ્ઞાન રહ્યું છે. તેથી હે વત્સ! તું શ્રુત સારી રીતે ભણ્યો છે, પણ શ્રુતજ્ઞાનનો પહેલો આચાર તેં બરાબર ઘાર્યો નથી. કેમકે તું અકાળે પણ સ્વાધ્યાય કરે છે. તે વિષે શ્રી નિશીથચૂર્ણમાં કહ્યું છે કે संझा चौति-अणुदिए सूरिए, मज्झएहिं, अत्थमणे, अद्धरत्ते, एआसु चउसु सज्झायं न करिंति॥ “ચાર સંધ્યા આ પ્રમાણે–૧. સૂર્યોદય પહેલાં, ૨. મધ્યાહ્ન સમયે, ૩. સૂર્યાસ્ત સમયે અને ૪. અર્ધરાત્રે. એ ચાર સંધ્યા વખતે સ્વાધ્યાય ન કરવો.” ઇત્યાદિ ઉપદેશ ગુરુના મુખ થકી સાંભળીને સાગર આચાર્ય તે સંબંધી મિથ્યા દુષ્કૃત આપીને ગુરુને નમ્યા, અને પછી વિશેષે કરીને તેમની વૈયાવૃત્ય કરવા લાગ્યા. જે કોઈ સાગર આચાર્યની જેમ અહંકારથી યોગ્ય કાળનો અતિક્રમ કરીને કૃતાદિક ભણે છે, તે વિદ્વાન સાઘુની સભામાં ઘણે પ્રકારે લwા તથા નિંદાને પામે છે.” વ્યાખ્યાન ૨પ૭. અસ્વાધ્યાય કાળે સ્વાધ્યાય અકર્તવ્ય अस्वाध्याक्षणेष्वज्ञः, स्वाध्यायं कुरुते सदा । यतः क्रियाः फलन्त्येव, यथोक्त समयकृताः॥१॥ ભાવાર્થ-“મૂર્ખ માણસ હમેશાં અધ્યાય વખતે સ્વાધ્યાય કરે છે; પરંતુ યોગ્ય વખતે કરેલી ક્રિયાઓ જ ફળીભૂત થાય છે.” અનધ્યાયનો સમય ઘણા પ્રકારનો છે. તેનું યથાર્થ સ્વરૂપ આવશ્યક નિર્યક્તિની વૃત્તિમાં પ્રતિક્રમણ અધ્યયનથી તથા પ્રવચનસારોદ્ધારના બસો અડસઠમા દ્વારથી જાણી લેવું. અહીં પણ તેનું કાંઈક સ્વરૂપ લખીએ છીએ. જ્યારે આકાશમાંથી સૂક્ષ્મ રજ પડે ત્યારે જેટલો કાળ પડે તેટલો અસ્વાધ્યાયકાળ જાણવો; તેમજ ઘુઅર (ધુંવાડ) જેટલો કાળ પડે તેટલો અસ્વાધ્યાય કાળ જાણવો. તેમાં વિશેષ એટલું જ કે–પુંઅર પડતો હોય તેટલો વખત મુનિએ અંગોપાંગની ચેષ્ટા કર્યા વિના મકાનમાં જ બેસી રહેવું; તથા ગંધર્વ નગર, ઉલ્કાપાત, દિશાઓનો દાહ અને વિદ્યુત્પાત થાય ત્યારે તેટલા વખત ઉપરાંત એક પહોર સુઘી અસ્વાધ્યાય કાળ જાણવો. અકાળે (વર્ષાક્ત વિના) વિદ્યુતનો ચમકારો થાય, અથવા અકાળે મેઘની ગર્જના થાય તો બે પહોર સુધી અસ્વાધ્યાય કાળ જાણવો. અષાઢ ચોમાસાનું તથા કાર્તિક ચોમાસાનું પ્રતિક્રમણ કર્યા પછી પ્રતિપદા (એકમ–પડવા) સુઘી અસ્વાધ્યાય કાળ જાણવો. આસો તથા ચૈત્ર સુદ પાંચમના ૧. આકાશમાં નગર જેવું દેખાય છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૫૭] અસ્વાધ્યાય કાળે સ્વાધ્યાય અકર્તવ્ય ૧૯૩ મધ્યાહ્ન સમયથી આરંભીને કૃષ્ણપક્ષની પ્રતિપદા સુઘી અસ્વાધ્યાય કાળ જાણવો. બીજને દિવસે સ્વાધ્યાય કરવો યોગ્ય છે. રાજા અને સેનાપતિ વગેરેનું પરસ્પર યુદ્ધ થતું હોય તો તે વખત અસ્વાધ્યાય કાળ જાણવો. હોળીના પર્વમાં જ્યાં સુધી રજ શાંત ન થાય ત્યાં સુધી અસ્વાધ્યાયકાળ જાણવો. ગામનો રાજા મરણ પામે તો બીજા રાજાનો અભિષેક થાય નહીં, ત્યાં સુધી અસ્વાધ્યાય કાળ જાણવો. ઉપાશ્રયથી સાત ઘર સુધીમાં કોઈ પ્રસિદ્ધ માણસ મૃત્યુ પામ્યો હોય તો એક અહોરાત્રીનો અનપ્લાય કાળ જાણવો. ઉપાશ્રયથી સો હાથ સુધીમાં કોઈ અનાથ મૃત્યુ પામ્યો હોય તો તેનું શબ જ્યાં સુધી લઈ ન જાય, ત્યાં સુઘી અસ્વાધ્યાય કાળ જાણવો. સ્ત્રીના રુદનનો શબ્દ જ્યાં સુધી સંભળાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં. જળચર તિર્યંચ પંચેંદ્રિય મત્સ્ય વગેરે (વિકલેન્દ્રિય નહીં) નાં રુધિર, માંસ કે હાડકા ઉપાશ્રયથી સાઠ હાથ સુધીમાં પડ્યાં હોય તો તે તથા કોઈ પક્ષીનું ઈંડું પડ્યું હોય પણ ફૂટ્યું ન હોય તો તે કાઢી નાખ્યા પછી સ્વાધ્યાય થઈ શકે, અને જો ઈડું ફૂટી ગયું હોય તો ત્રણ પોરસી સુધી સ્વાધ્યાય કહ્યું નહીં. તેમાં પણ જો ઈડું ફૂટેલું હોય અને તેમાંથી રસનું બિંદુ ભૂમિ ઉપર પડ્યું હોય તો તે સાઠ હાથની બહાર લઈ જઈને તે ભૂમિ ઘોયા પછી સ્વાધ્યાય કલ્પ. માખીના પગ જેટલું પણ ઈડાના રસનું અથવા લોહીનું બિંદુ ભૂમિ પર પડ્યું હોય તો સ્વાધ્યાય કલ્પે નહીં. ગાય વગેરેનું જરાયુ જ્યાં સુધી લાગેલું હોય ત્યાં સુધી અસ્વાધ્યાય કાળ જાણવો, અને જરાય પડ્યા પછી ત્રણ પોરસી સુઘી અસ્વાધ્યાય કાળ જાણવો. બિલાડી વગેરેએ ઉંદર માર્યો હોય તો એક અહોરાત્રી અસ્વાધ્યાય કાળ જાણવો. તેટલો કાળ નંદિસૂત્ર વગેરે ભણવું નહીં. એ જ પ્રમાણે મનુષ્યના સંબંધમાં પણ જાણવું. વિશેષ એટલું કેઉપાશ્રયથી સો હાથ સુધીમાં મનુષ્યના અવયવો અથવા ચર્મ, માંસ, રુધિર, હાડકું વગેરે પડ્યાં હોય તો અસ્વાધ્યાય જાણવો, પણ જો ઉપાશ્રય અને તે અવયવ વગેરે પડેલા સ્થાનથી વચ્ચે માર્ગ હોય તો સ્વાધ્યાય થઈ શકે. સ્ત્રીઓને ઋતુ આવે ત્યારે ત્રણ દિવસ સુધી સ્વાધ્યાય કહ્યું નહીં, પણ જો પ્રદરનો રોગ થયો હોય, તો અધિક કાળ સુધી સ્વાધ્યાય કલ્પે નહીં. કોઈ ગર્ભવતીને પુત્ર પ્રસવ થયો હોય તો સાત દિવસ સુધી અસ્વાધ્યાય અને જો પુત્રી થઈ હોય તો અથવા રક્ત અધિક જતું હોય તો આઠ દિવસ સુધી અસ્વાધ્યાય જાણવો, નવમે દિવસે કહ્યું. સો હાથ સુધીમાં કોઈ બાળક વગેરેનો દાંત પડ્યો હોય તો તે શોઘવો, અને જો દાંત જોવામાં ન આવે તો “હંત ગોવા રકિ હિસ્સા” એમ કહીને એક નવકારનો કાયોત્સર્ગ કરવો. ત્યાર પછી સ્વાધ્યાય કલ્પે. દાંત વિના બીજા કોઈ અંગ અથવા ઉપાંગનું હાડકું સો હાથ સુધીમાં પડ્યું હોય તો બાર વર્ષ સુધી વાચનાદિક સ્વાધ્યાય કલ્પ નહીં, પણ મનમાં અર્થની વિચારણાનો કોઈ સ્થાને નિષેધ નથી. આર્ટ્ઝ નક્ષત્રથી આરંભીને સ્વાતિ નક્ષત્ર સુધી વિદ્યુત તથા મેઘગર્જના થાય તો સ્વાધ્યાયનો નિષેઘ નથી. ભૂમિકંપ થયો હોય તો આઠ પહોર સુધી સ્વાધ્યાય કહ્યું નહીં. અગ્નિનો ઉપદ્રવ થયો હોય તો તે ઉપદ્રવ રહે તેટલો વખત સ્વાધ્યાય કહ્યું નહીં. ચંદ્રગ્રહણમાં ઉત્કૃષ્ટ બાર પહોર સુધી અને સૂર્યગ્રહણમાં ઉત્કૃષ્ટ સોળ પહોર સુઘી અસ્વાધ્યાય જાણવો, પાખીની રાત્રિએ પણ સ્વાધ્યાય સૂઝે નહીં. ૧ એક રાત્રિ ને એક દિવસ તે અહોરાત્રી. ૨. જરાયુ એટલે વિયાયા પછી ઓર પડે છે તે. ૩. અહીં બાર વર્ષનો અસ્વાધ્યાય કહ્યો છે તેનો પરમાર્થ બહુશ્રુતગમ્ય છે. . Jain Educa(ભાગ ૪૧૩) Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૮ ઇત્યાદિ અસ્વાધ્યાયનું સ્વરૂપ સંપ્રદાયને અનુસાર જાણીને સ્વાધ્યાય કરવો. કેમકે અયોગ્ય કાળે વાચનાદિક કરવાથી મૂર્ણપણું પ્રાપ્ત થાય છે. તે ઉપર એક દ્રષ્ટાંત છે કે-કોઈ એક સાધુ સંધ્યાવખત વીત્યા પછી કાલિક શ્રુતનો સમય અતીત થયા છતાં પણ તેનો કાળ નહીં જાણવાથી તેનું પરાવર્તન કરતા હતા. તે જોઈને કોઈ સમ્મદ્રષ્ટિ દેવતાએ વિચાર્યું કે-“હું આને સમજાવું કે જેથી કોઈ મિથ્યાદ્રષ્ટિ દેવતા એને છળે નહીં.” એમ વિચારીને તે મહિયારીનું રૂપ કરી માથે છાશનો ભરેલો ઘડો મૂકી તે સાધુની પાસે થઈને જા-આવ કરવા લાગી. અને “છાશ લો છાશ” એમ વારંવાર મોટેથી બોલવા લાગી. તેથી અત્યંત ઉદ્વેગ પામીને પેલા સાધુએ કહ્યું કે–“અરે! શું તારે છાશ વેચવાનો આ વખત છે?” ત્યારે મહિયારી બોલી કે-“અહો! શું ત્યારે તમારે પણ આ સ્વાધ્યાયનો વખત છે?” તે સાંભળીને સાઘુને વિસ્મય થયો, અને ઉપયોગ દઈને અકાળ જણાવાથી મિથ્યા દુષ્કત દીધું. પછી “અયોગ્ય વખતે સ્વાધ્યાય કરવાથી મિથ્યાવૃષ્ટિ દેવતાએ કરેલો છળ થાય છે, માટે ફરીથી એમ કરશો નહીં.” એવી તે દેવતાએ શિખામણ આપી, માટે યોગ્ય વખતે જ સ્વાધ્યાય કરવો ઉચિત છે. યથોક્ત વખતે કરેલી ક્રિયાઓ અવશ્ય ફળીભૂત થાય છે. ક્રિયા બે પ્રકારની છે. એક પ્રશસ્ત અને બીજી અપ્રશસ્ત. તેમાં સિદ્ધાંત માર્ગમાં કહેલી સર્વ ક્રિયાઓ પ્રશસ્ત છે, અને ખેતી વ્યાપાર વગેરે અપ્રશસ્ત છે. ચર્યા–જવું આવવું અને ભાષણાદિ સર્વ ક્રિયાઓ કાળે કરેલી જ સફળ થાય છે; તેથી જ નીતિશાસ્ત્રમાં પણ અકાળચર્યાને શ્રેષ્ઠ કહેલ નથી. કહ્યું છે કે अकालचर्या विषमा च गोष्ठिः, कुमित्रसेवा न कदापि कार्या । पश्यांडजं पद्मवने प्रसुप्तं, धनुर्विमुक्तेन शरेण ताडितम् ॥१॥ ભાવાર્થ-“અકાળચર્યા, વિષમ ગોષ્ઠી અને કુમિત્રની સેવા–એ કદી પણ કરવાં નહીં. જુઓ નીચની સંગત કરવાથી પદ્મવનમાં સૂતેલો હંસ ઘનુષથી છૂટેલા બાણ વડે મરાયો. તે દ્રષ્ટાંત નીચે પ્રમાણે કોઈ એક વનને વિષે પધસરોવરમાં મંદરત નામનો હંસ રહેતો હતો. ત્યાં એક વખત કોઈ ઘુવડ આવ્યો, તેને હંસે પૂછ્યું કે-“તું કોણ છે? અને આ વનમાં ક્યાંથી આવ્યો છે?” ઘુવડ બોલ્યો કે–“તમારા ગુણ સાંભળીને હું તમારી સાથે મિત્રાઈ કરવા આવ્યો છું.” એમ કહેવાથી હંસે તેને રહેવા દીધો. અનુક્રમે સાથે ક્રીડા કરતાં મિત્રાઈ બંઘાણી. પરંતુ હંસે મનમાં વિચાર ન કર્યો કેકલ્યાણને ઇચ્છનાર પુરુષે નીચનો પરિચય કરવો નહીં.” કહ્યું છે કે हुं तुंही वारु साधु जण, दुजण संग निवार । हरे घडी जल झल्लरी, मत्थे पडे प्रहार ॥१॥ “હે સાધુ જન! હું તને વારું છું કે તું દુર્જનની સંગતિ નિવાર, કેમકે જળને ઘડી હરણ કરે છે; પણ પ્રહાર ઝાલરને માથે પડે છે. વળી नीच सरिस जो कीजे संग, चडे कलंक होय जसभंग । हाथ अंगार ग्रहे जो कोय, के दाझे के काळो होय ॥४॥ (અર્થ સુગમ છે). Page #204 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૫૭] અસ્વાધ્યાય કાળે સ્વાઘ્યાય અકર્તવ્ય ૧૯૫ પછી એક દિવસ ઘુવડ હંસની રજા લઈને પોતાને સ્થાને ગયો. જતી વખતે હંસને કહ્યું કે—‘‘તમારે પણ એક વખત મારે સ્થાને આવવું.’’ પછી હંસ પણ એક વખત ઘુવડને સ્થાને ગયો પણ ત્યાં તેને જોયો નહીં. ઘણે સ્થાને તેની શોધ કરતાં કોઈ વૃક્ષના કોટરમાં પેઠેલો દીઠો. તેને હંસે કહ્યું કે‘હે ભાઈ! બહાર આવ, બહાર આવ, હું હંસ તને મળવા આવ્યો છું.’’ ઘુવડ બોલ્યો કે—‘હું દિવસે બહાર નીકળવા શક્તિમાન નથી, માટે તું અહીં રહે. આપણે રાત્રે ગોષ્ઠી કરીશું.” પછી રાત્રે બન્ને જણ મળ્યા, અને કુશળ વાર્તા કરી. તે રાત્રે હંસ તેની સાથે જ સૂતો. હવે તે વનમાં તે રાત્રે એક સાથે રાત્રિવાસો રહ્યો હતો. તે પાછલી રાત્રે ત્યાંથી ચાલવા તૈયાર થયો. તે વખતે ઘુવડે મોટા વિસ્તા૨થી શબ્દ કર્યો, અને પોતે નદીના કોટરમાં પેસી ગયો. હંસને તેમનો તેમ ત્યાં સૂતો જ રહેવા દીઘો. ઘુવડનો શબ્દ સાંભળીને સાર્થપતિને ક્રોધ ચડ્યો, તેથી તે અપશુકનની નિવૃત્તિ કરવા માટે શબ્દવેથી બાણ માર્યું, તે વાગવાથી હંસ મૃત્યુ પામ્યો; માટે વિષમગોષ્ઠી કરવી નહીં. વળી અકાળે વિચરવું નહીં, અર્થાત્ અકાળચર્યાનો ત્યાગ કરવો. તે ઉપર માર્ગાનુસારીના ગુણોમાં કહ્યું છે કે– धर्मार्थस्वात्मनां श्रेयोऽभिवाञ्छन् स्थैर्यभृत्सदा । अदेशाकालयोश्चर्यां, विचारज्ञो विवर्जयेत् ॥१॥ ભાવાર્થ—હમેશાં સ્થિરતાને ઘારણ કરનાર અને ધર્મ, અર્થ તથા પોતાના આત્માનું કલ્યાણ ઇચ્છનાર વિચારવાળા પુરુષે દેશને અયોગ્ય અને કાળને અયોગ્ય ચર્યાનો ત્યાગ કરવો.’’ વળી ભાષણ પણ સમયને યોગ્ય કરવું. સમયોચિત ભાષણ અનેક મનુષ્યોના મનને સુખ કરનાર થાય છે. તે વિષે દૃષ્ટાંત નીચે પ્રમાણે– મહંમદ બેગડો અને લઘુક બ્રાહ્મણનું દૃષ્ટાંત–શ્રી ચાંપાનેર ગઢમાં મહમદ બેગડો નામે વૃદ્ધ બાદશાહ રાજ્ય કરતો હતો. તેનો અત્યંત માનીતો લઘુક નામનો બ્રાહ્મણ હતો. તેણે સરસ્વતી પાસેથી વરદાન મેળવ્યું હતું. એક દિવસ કાજી, મુલ્લાં, આખુન, બારહજારી તથા સૂબા વગેરેએ બાદશાહને વિજ્ઞપ્તિ કરી કે—“હે દીનદુઃખીના બાદશાહ! આપણા કુરાનમાં એવું કહ્યું છે કે‘પ્રાતઃકાળે હિંદુનું દર્શન થાય તો દોજખમાં જવું પડે, અને ચાળીશ રોજાનું ફળ જાય;' તેથી આ લહુઆનું પ્રાતઃકાળે દર્શન કરવું યોગ્ય નથી.’ તે સાંભળીને બાદશાહે તેઓને પ્રસન્ન કરવા માટે લહુઆનું બિલકુલ આવવું બંધ કર્યું. પછી એક દિવસ બાદશાહે કાજી, મુલ્લાં, શેખ, સૂબા વગેરેને ચાર પ્રશ્ન પૂછ્યા કે—‘‘સર્વનું બીજ શું? સર્વ રસમાં શ્રેષ્ઠ રસ કયો? કૃતજ્ઞ (કરેલા કામનો જાણનાર) કોણ? અને કૃતઘ્ર (કરેલા કામનો હણનાર) કોણ? એ ચાર પ્રશ્નનો જવાબ આપો.'' તેઓએ વિચારીને તેનો જવાબ આપ્યો, પણ બાદશાહે તે કબૂલ કર્યો નહીં. પછી બાદશાહે લહુઆને બોલાવીને તે કાજી વગેરેની રૂબરૂમાં જ ઉપરના ચાર પ્રશ્ન પૂછ્યા, એટલે લહુઆએ તરત જ જવાબ આપ્યો કે‘‘હે સ્વામી! સર્વનું બીજ જળ છે, સર્વ રસમાં શ્રેષ્ઠ ૨સ લવણ છે. કૃતજ્ઞ કૂતરો છે, અને કૃતઘ્ર જમાઈ છે. કહ્યું છે કે द्रुतमानय पानीयं, पानीयं पंकजानने । पानीयेन विना सर्व, सद्यः शुष्यति दग्धवत् ॥ १॥ · Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૮ ભાવાર્થ-“હે કમલાક્ષી! પીવા લાયક પાણી જલદીથી લાવ, કેમકે પાણી વિના સર્વ વસ્તુ દસ્થ થયેલાની જેમ તત્કાળ સુકાઈ જાય છે.” प्राथम्यमुदधिष्वासीत्, सत्यं ते लवणोदधे । यद्रसेन विना सर्वरसो न स्वादमर्हति ॥२॥ ભાવાર્થ-“હે લવણસમુદ્ર! સર્વ સમુદ્રોમાં તારું પ્રથમપણું છે તે યોગ્ય છે; કેમકે જેના (તારા) રસ વિના કોઈ પણ રસ સ્વાદ આપતો નથી.” अशनमात्रकृतज्ञतया गुरोर्न पिशुनोऽपि शुनो लभते तुलाम् ।। अपि बहूपकृते सखिता खले, न खलुखेलति खे लतिका यथा ॥३॥ ભાવાર્થ-“સ્વામીનું અન્ન માત્ર ખાવાના કૃતજ્ઞપણાથી ચાડિયો કૂતરાની પણ તુલના પામતો નથી; જેમ આકાશમાં લતા ક્રીડા કરતી નથી અર્થાત્ આધાર વિના રહી શકતી નથી, તેમ બહુ ઉપકાર કરેલા બળ પુરુષની સાથે પણ મિત્રતા થઈ શકતી નથી.” क्षणं रुष्टः क्षणं तुष्टो, नानापूजां च वांछति । कन्याराशिस्थितो नित्यं, जामाता दशमो ग्रहः॥४॥ ભાવાર્થ-જમાઈ ક્ષણમાં રોષ પામે છે, ક્ષણમાં સંતોષ પામે છે, અને નાના પ્રકારનો સત્કાર ચાહે છે, માટે તે હમેશાં કન્યા રાશિમાં રહેલા દશમા ગ્રહ સમાન છે.” આ પ્રમાણે બરાબર પોતાના પ્રશ્નોના જવાબ સાંભળીને કાજી વગેરેની સમક્ષ બાદશાહે તેની ઘણી પ્રશંસા કરી. ત્યાર પછી કોઈ દિવસે ફરીથી કાજી વગેરેએ બાદશાહ પાસે લહુઆની ચાડી કરી કે-“હે સ્વામી! કાફર એવા હિંદુ લહુઆની સાથે નિરંતર મંત્ર (વિચાર) કરવો યોગ્ય નથી. આપના રાજ્યમાં તેના જેવા વાણીમાં પ્રવીણ ઘણા માણસો છે.” તે સાંભળીને બાદશાહે તેઓને ફરી ચાર પ્રશ્ન પૂછ્યા કે–“જગતમાં મોટો પુત્ર કોનો? જગતમાં મોટા દાંત કોના? જગતમાં મોટું ઉદર કોનું? અને જગતમાં મોટો ડાહ્યો કોણ?” તે સાંભળીને તેઓ વિચારીને બોલ્યા કે–“હે સ્વામી! જગતમાં બાદશાહના પુત્ર જ મોટો પુત્ર છે, જગતમાં મોટા દાંત અને મોટું ઉદર હાથીનું છે, તથા વિશ્વમાં આપના જેવો બીજો કોઈ ડાહ્યો નથી.” આ પ્રમાણે સાંભળીને બાદશાહે તેઓને તિરસ્કાર કરી લહુઆને બોલાવીને તે ચારે પ્રશ્નો પૂછ્યું, એટલે તે તરત જ બોલ્યો કે-“હે સ્વામી! વિશ્વમાં ગાયના પુત્ર જેવો બીજો કોઈ મોટો પુત્ર નથી, કેમકે તે ખેતી કરી આપવા વડે આખી પૃથ્વીને જિવાડે છે. મોટા દાંત હળના જાણવા, કેમકે તેના વડે પૃથ્વીમાં બીજ વવાય છે ને ઊગે છે. મોટું ઉદર પૃથ્વીનું જાણવું, કેમકે તે સર્વ વસ્તુનું રક્ષણ કરે છે, તેમજ સર્વનો સ્પર્શ પણ સહન કરે છે; તથા મોટો ડાહ્યો તે છે કે જે સમયને યોગ્ય એવું સારું ભાષણ કરે છે. તે સાંભળીને બાદશાહ અતિ પ્રસન્ન થયો અને લહુઆને પોતાનો પ્રીતિપાત્ર કર્યો. આ દ્રષ્ટાંત ઉપયોગી હોવાથી અત્રે લખ્યું છે. આ પ્રમાણે હોવાથી જ્ઞાનાચારનું પાલન કરનાર સાઘુએ જિનેશ્વરની આજ્ઞાને અનુસરીને સર્વ ક્રિયાઓ યોગ્ય કાળે જ કરવી. “શ્રી જિનેશ્વરની આજ્ઞાને અનુસાર અસ્વાધ્યાયનું વર્ણન સાંભળીને સ્વાધ્યાયને વખતે જ શ્રુતનો અનુયોગ આચરવો. - Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ વ્યાખ્યાન ૨૫૮] જ્ઞાનાચારનો બીજો ભેદ-વિનયાચાર વ્યાખ્યાન ૫૮ જ્ઞાનાચારનો બીજો ભેદ-વિનયાચાર હવે બીજો વિનયાચાર વર્ણવે છે– श्रुतस्याशातना त्याज्या, तद्विनयः श्रुतात्मकः । शुश्रूषादि क्रियाकाळे, तत्कुर्याज्ज्ञानिनामपि ॥४॥ ભાવાર્થ-“શ્રુતની આશાતના કરવી નહીં, કારણ કે તેનો વિનય શ્રુતસ્વરૂપ છે; તેથી કરીને શુશ્રુષાદિક ક્રિયા કરતી વખતે શ્રુતજ્ઞાનવાળાનો પણ વિનય કરવો.” શ્રતના દ્રવ્ય અને ભાવ એવા બે પ્રકાર છે. તેમાં પુસ્તક અક્ષર વગેરે દ્રવ્યશ્રત કહેવાય છે. પગ અડાડવા તથા થુંક વડે લખેલો અક્ષર બગાડવો વગેરે દ્રવ્યશ્રુતની આશાતના જાણવી; અને પરમાત્માએ કહેલા પદાર્થમાં પોતાની બુદ્ધિ ચલાવીને તેનો અન્યથા અર્થ કરવો તે ભાવશ્રુતની આશાતના જાણવી. પ્રતિક્રમણ આવશ્યકમાં તેત્રીશ આશાતનાના વર્ણનમાં કહ્યું છે કે–“સુસ માસીયUTગે કુવામાં ગાવાયUIT” મૃતની આશાતના, કૃતના અધિષ્ઠાયિક દેવતાની આશાતના વગેરે. અહીં કોઈને શંકા થાય છે–“મૃતદેવતાની આશાતના છે જ નહીં અથવા તો તે મૃત દેવતા કશા કામના નથી.” તેનો જવાબ કહે છે કે–જિનેન્દ્ર કહેલ આગમ દેવતાના અધિષ્ઠાતા વિનાના છે જ નહીં માટે મૃતદેવતા છે, અને તેથી તેની આશાતના પણ છે. “તે મૃતદેવતા કશા કામના નથી” એમ પણ શંકા કરવી નહીં, કેમકે મૃતદેવતાનું અવલંબન કરીને પ્રશસ્ત મનવાળા જીવોનો કર્મક્ષય જોવામાં આવે છે. શ્રુતમાં કહેલા વચનનું ઉલ્લંઘન કરવું તે પણ ભાવકૃતની આશાતના જાણવી. શ્રી જિનેંદ્રોએ શ્રુતમાં એવું કહ્યું છે કે–“મંત્રાદિ વિદ્યા શાસનનું મોટું કાર્ય હોય તો જ ઉપયોગમાં લેવી; પણ બીજા કોઈ કારણે તેનો ઉપયોગ કરવો નહીં. જે કોઈ પ્રમાદ વગેરે કારણથી અથવા આશ્ચર્ય બતાવવાની ઇચ્છાથી સ્થૂલભદ્ર મુનિની જેમ લબ્ધિ વિદ્યાનો ઉપયોગ કરે છે તે શ્રતની આશાતના કરે છે, અને તેમ કરવાથી મોટી હાનિ પ્રાપ્ત થાય છે. તે સંબંઘમાં સ્થૂલભદ્રનો પ્રબંઘ કહે છે– સ્થૂલભદ્રનો પ્રબંધ પાટલિપુર નગરમાં શ્રી શ્રમણ સંઘ એકત્ર થઈને વિચાર કરવા લાગ્યો કે-“હાલમાં મહા ભયંકર દુષ્કાળ પ્રવર્તે છે, તેથી બુદ્ધિમાન સાઘુ પણ અભ્યાસ ન રાખવાથી અને ભણેલું ન ગણવાથી ઘણું શ્રત વીસરી ગયા છે, માટે હવે શ્રુતનો ઉદ્ધાર કરવો જોઈએ.” એમ વિચારીને શ્રી સંઘે અગિયાર અંગ સંબંધી અધ્યયન, ઉદ્દેશા વગેરે જે હતા તે સર્વે મેળવ્યા. પછી દ્રષ્ટિવાદ મેળવવા માટે કાંઈક વિચાર કરવા લાગ્યા. વિચારતાં નેપાલ દેશમાં રહેલાં શ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામીને જાણીને તેમને બોલાવવા માટે સંઘે બે મુનિઓને મોકલ્યા. તે મુનિઓ ત્યાં જઈ તેમને વાંદીને બોલ્યા કે-“હે સ્વામી! આપને શ્રી સંઘ ત્યાં આવવા માટે આજ્ઞા કરે છે.” તે સાંભળીને સૂરિએ કહ્યું કે-“મેં મહાપ્રાણાયામ ધ્યાન આવ્યું છે, તે બાર વર્ષે સિદ્ધ થાય છે તેથી હું આવી શકીશ નહીં. મહાપ્રાણાયામ સિદ્ધ થયા પછી કોઈ પણ કાર્ય આવી પડે તો ચૌદ પૂર્વ સૂત્ર તથા Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી ઉપદેશપ્રાસદ ભાષાંતર-ભાગ ૪ - [તંભ ૧૮ અર્થસહિત એક મુહૂર્ત માત્રમાં ગણી શકાય છે.” તે સાંભળીને તે બન્ને સાધુઓએ પાછા આવીને સૂરિનું કહેલું વચન શ્રી સંઘને કહ્યું. પછી સંઘે બીજા બે મુનિને બોલાવીને આજ્ઞા આપી કે–“તમારે સૂરિ પાસે જઈને કહેવું કે શ્રી સંઘની આજ્ઞા ન માને તેનો શો દંડ કરવો તે અમને કહો. જો તે સૂરિ એમ કહે કે તેવાને સંઘ બહાર કરવો; તો તમારે ઊંચે સ્વરે સૂરિને કહેવું કે હે આચાર્ય મહારાજ! આપ પોતે જ તે દંડને યોગ્ય છો.” પછી તે બન્ને મુનિએ ત્યાં જઈને સૂરિને તે જ પ્રમાણે કહ્યું; એટલે સૂરિ બોલ્યા કે–“પૂજ્ય સંઘે એવું ન કરવું પણ મારા પર કૃપા કરીને બુદ્ધિમાન સાધુઓને અહીં મોકલવા, તેઓને હું સાત વાચના આપીશ. તેમાં એક વાચના આહાર લઈને આવ્યા પછી આપીશ, ત્રણ વાચના ત્રણ વખતની કાળ વેળાએ આપીશ અને ત્રણ વાચના સાંજનું પ્રતિક્રમણ કર્યા પછી આપીશ. એમ કરવાથી સંઘનું કામ થશે ને મારું પણ થશે.” તે સાંભળીને તે બન્ને મુનિએ પાછા આવીને સંઘને તે પ્રમાણે કહ્યું, તેથી સંઘ પ્રસન્ન થયો અને સ્થૂલભદ્ર વગેરે પાંચસો સાધુને સૂરિ પાસે મોકલ્યા. તેમને સૂરિ ભણાવવા લાગ્યા. તેમાં સ્થૂલભદ્રમુનિ વિના બીજા સર્વ સાઘુઓ થોડી વાચનાથી ભણવામાં અસંતુષ્ટ થઈને પોતપોતાને સ્થાને આવતા રહ્યા. માત્ર સ્થૂલભદ્ર મુનિ મહા બુદ્ધિમાન હતા તે એકલા રહ્યા. તેમણે આઠ વર્ષમાં આઠ પૂર્વનો અભ્યાસ કર્યો. એકદા અલ્પ વાચનાથી ઉદ્વેગ પામેલા જોઈને સૂરિ બોલ્યા કે “હે વત્સ! મારું ધ્યાન પૂર્ણ થવા આવ્યું છે, ત્યાર પછી તને તારી ઇચ્છા મુજબ વાચના આપીશ.” સ્થૂલભદ્રે પૂછ્યું “હે સ્વામી! હવે મારે કેટલું ભણવું બાકી રહ્યું છે?” ગુરુએ જવાબ આપ્યો કે-“બિંદુ જેટલું તું ભણ્યો છે, અને સમુદ્ર જેટલું બાકી રહ્યું છે.” પછી મહા પ્રાણાયામધ્યાન પૂર્ણ થતાં સ્થૂલભદ્ર બે વસ્તુઓ જૂન એવા દશ પૂર્વ સુધી ભણ્યા. એકદા સ્થૂલભદ્રની બહેનો યક્ષા વગેરે સાધ્વીઓ તેમને વંદના કરવા માટે આવી. પ્રથમ સૂરિને વાંદીને તેઓએ પૂછ્યું કે-“હે પ્રભુ! સ્થૂલભદ્રમુનિ ક્યાં છે?” સૂરિએ કહ્યું કે–“નાના દેવકુળમાં છે.” એમ સાંભળીને સાધ્વીઓ તે તરફ ચાલી, તેમને આવતી જોઈને સ્થૂલભદ્ર આશ્ચર્ય દેખાડવા માટે પોતાનું રૂપ ફેરવીને સિંહનું રૂપ ઘારણ કર્યું. તે સાધ્વીઓ સિંહને જોઈને ભય પામી અને સૂરિ પાસે આવીને તે વાત કહી. સૂરિએ ઉપયોગથી તે હકીકત જાણીને કહ્યું કે-“તમે જઈને વાંદો, ત્યાં તમારા મોટા ભાઈ જ છે, સિંહ નથી.” એટલે તે સાધ્વીઓ ફરીથી ત્યાં ગઈ, તે વખતે સ્થૂલભદ્ર પોતાના જ સ્વરૂપે હતા, તેમને વંદના કરી. પછી તેમના ભાઈ શ્રીયકના સ્વર્ગગમનનું વૃત્તાંત કહીને તેમજ પોતાનો સંશય ટાળીને તે સાધ્વીઓ પોતાને સ્થાને ગઈ. પછી સ્થૂલભદ્ર વાચના લેવા માટે ગુરુ પાસે ગયા, તે વખતે સૂરિએ વાચના આપી નહીં અને બોલ્યા કે “તું વાચનાને અયોગ્ય છે.” અચાનક ગુરુનું આવું વચન સાંભળીને સ્થૂલભદ્ર દીક્ષાના દિવસથી આરંભીને પોતાના અપરાઘ સંભારવા લાગ્યા. પછી તે બોલ્યા કે–“હે પૂજ્ય ગુરુ! મેં કાંઈ પણ અપરાધ કર્યો જણાતો નથી, પણ આપ કહો તે ખરું.” ગુરુ બોલ્યા કે–“તું અપરાધ કરીને કબૂલ કરતો નથી? તેથી શું પાપ શાંત થઈ ગયું?” પછી સ્થૂલભદ્ર સિંહનું રૂપ કરવા વડે કરેલી શ્રતની આશાતનાનું સ્મરણ કરીને ગુરુના ચરણકમળમાં પડ્યા અને બોલ્યા કે—“ફરીથી આવું કામ નહીં કરું, ક્ષમા કરો.” સૂરિ બોલ્યા કે “તું યોગ્ય નથી. તેને વિદ્યાનું અજીર્ણ થયું છે. તું Page #208 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૫૮] જ્ઞાનાચારનો બીજો ભેદ-વિનયાચાર ૧૯૯ વિદ્યા જીરવી શક્યો નથી.” પછી સ્થૂલભદ્ર સર્વ સંઘ પાસે ગયા અને તેમને પ્રાર્થના કરી ગુરુ પાસે મોકલી ગુરુને મનાવવા લાગ્યા; કેમકે “મોટાનો કોપ મોટા જ શાંત કરી શકે.” સૂરિએ સંઘને કહ્યું કે–“જેમ આ સ્થૂલભદ્ર હમણાં પોતાનું રૂપ વિકવ્યું તેમ બીજા પણ કરશે અને વિદ્યાનો દુરુપયોગ કરશે. વળી હવે પછી મનુષ્યો મંદ સત્ત્વવાળા થશે.” તો પણ સંઘે વધારે આગ્રહથી સ્થૂલભદ્રને ભણાવવા કહ્યું, ત્યારે ગુરુએ ઉપયોગ આપ્યો, તો જાણ્યું કે-“બાકીના પૂર્વનો મારાથી અભાવ નથી, માટે આ સ્થૂલભદ્રને બાકીના પૂર્વે ભણાવું.” એમ વિચારીને ગુરુએ “તારે બીજા કોઈને બાકીનાં પૂર્વે ભણાવવાં નહીં” એવો અભિગ્રહ કરાવીને સ્થૂલભદ્રને વાચના આપી. તેથી તે ચૌદ પૂર્વના ઘારણ કરનારા થયા. વીરભગવાનના મોક્ષ પછી એકસો સિત્તેર વર્ષે ભદ્રબાહુ સ્વામી પણ સમાધિથી સ્વર્ગે ગયા. આ દૃષ્ટાંતનો ઉપનય હૃદયમાં ધારણ કરીને શ્રુતની આશાતના તજવી. એ શ્રુતનો વિનય કહ્યો. વળી શુશ્રુષા વગેરે કરવાનો અવસરે જ્ઞાનીનો પણ વિનય કરવો. તે વિષે સૂત્રમાં કહ્યું છે કે न पक्खओ न पुरओ, नेव किच्चाण पिठ्ठओ । न जुज्जे उरुणा उरं, सयणे नो पडिस्सुणे ॥१॥ ભાવાર્થ-“નમસ્કારાદિક કરવા યોગ્ય ગુરુની બહુ નજીકમાં પડખે બેસવું નહીં, સન્મુખ બેસવું નહીં, પાછળ બેસવું નહીં, ઢીંચણે ઢીંચણ અડકાડીને બેસવું નહીં, તેમજ શધ્યામાં રહીને ગુરુવાક્ય સાંભળ્યું નહીં. એટલે વાક્ય સાંભળતાં જ ઊભા થઈ જવાબ દેવો.” વિશેષાર્થ-ગુરુના ડાબે તથા જમણે પડખે બેસવું નહીં; તેમ બેસવાથી ગુરુના સરખા આસને બેસવા રૂપ અવિનય થાય. સન્મુખ બેસવું નહીં; તેમ કરવાથી વંદન કરનાર લોકોને ગુરુનું મુખ દેખાય નહીં, તેથી તેમને અપ્રીતિ થાય. તેમજ ગુરુની પાછળ બેસવું નહીં, તેમ કરવાથી બન્નેનું મુખ જોવાય નહીં, તેથી રસ આવે નહીં. પોતાના ઢીંચણ સાથે ગુરુનો ઢીંચણ અડકાડવો નહીં, તથા શધ્યામાં સૂતા અથવા બેઠા ગુરુનું વાક્ય સાંભળવું નહીં, પણ ગુરુ બોલે કે તરત જ તેમની પાસે જઈને તેના ચરણકમળમાં નમીને મારા પર ગુરુની બહુ કૃપા છે” એમ મનમાં માનીને “ભગવન્! ફુચ્છામી શિષ્ટિ” “હે ગુરુ! શી આજ્ઞા છે?” એમ પૂછવું. તેમજ શિષ્ય વિનય ગુણ વડે ગુરુને પ્રસન્ન કરવા કહ્યું છે કે___ अणासवा थूलवया कुसीला, मिउं पि चंडं पकरंति सीसा । चित्ताणुआ लहु दक्खोववेआ, पसायले ते हु दुरासयंपि ॥१॥ ભાવાર્થ-“ગુરુના વચનને નહીં માનનારા, વિચાર્યા વિના બોલનારા અને ખરાબ શીલવાળા શિષ્યો કોમળ ગુરુને પણ પ્રચંડ કરે છે; અને ગુરુના ચિત્તને અનુસરનાર તથા ચાતુર્ય ગુણથી યુક્ત એવા શિષ્યો દુરાસદ (અતિ ક્રોઘવાળા) ગુરુને પણ પ્રસન્ન કરે છે. તે ઉપર ચંડરુદ્ર આચાર્યનું દૃષ્ટાંત છે તે નીચે પ્રમાણે ચંડદ્ધ આચાર્યનું દ્રષ્ટાંત અવંતિ નગરીના ઉદ્યાનમાં ચંડરુદ્ર આચાર્ય પરિવાર સહિત આવીને સમવસર્યા. તે પોતાના સાધુના ન્યૂનાદિક ક્રિયા માત્રના દોષને જોઈ જોઈને વારંવાર કોપ કરતા હતા. તેની પ્રકૃતિ જ ક્રોઘી . Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૮ હતી. અન્યદા તે આચાર્ય વિચાર્યું કે-“આ બઘાનું નિવારણ મારા એકલાથી થઈ શકતું નથી, તેમજ અધિક રોષ કરવાથી મારું પોતાનું પણ હિત થતું નથી.” એમ વિચારીને તે ધ્યાન કરવા માટે એકાંત સ્થાને બેઠા. તે અવસરે અવંતિ નગરીના રહેવાસી કોઈ શેઠનો પુત્ર તરત જ પરણેલો હોવાથી હાથે બાંધેલા મીંઢળ સહિત પોતાના મિત્રો સાથે ત્યાં આવ્યો. તેના મિત્રોએ મશ્કરીમાં સાધુઓને કહ્યું કે-“હે સાઘુઓ! આ અમારો મિત્ર સંસારથી વિરક્ત થઈને તમારી પાસે દીક્ષા લેવા ઇચ્છે છે, માટે તમે તેને દીક્ષા આપો.” તે સાંભળીને તે સાધુઓએ તેને ગંઘ, માલ્ય તથા ઉત્તમ વસ્ત્રથી શણગારેલો જોઈ વિવાહકાર્યમાં પ્રવર્તેલો જાણીને તેના મિત્રો હાસ્ય કરે છે એમ ઘારી તેમને ગુરુ પાસે મોકલ્યા. ત્યાં પણ તેઓએ તે જ પ્રમાણે કહ્યું, ત્યારે ગુરુએ કોપથી તેઓને કહ્યું કે-“હે ભાવિક શ્રાવકો! એમ હોય તો રાખ લાવો.” ત્યારે તે મશ્કરાઓ રાખ પણ લાવ્યા. પછી ગુરુએ જાતે તેના માથાનો લોચ કર્યો. ત્યારે તે શેઠના પુત્રે લઘુકર્મી હોવાથી મનમાં વિચાર્યું કે–“અહો! મેં જાતે જ દીક્ષા ગ્રહણ કરી, તેમાં ગુરુનો શો દોષ? ઇંદ્રાદિકને પણ દુર્લભ એવું આ ચારિત્ર મને વિના પ્રયાસે મળ્યું, અને આચાર્યે પોતે જ આપ્યું, માટે હવે તેનો ત્યાગ કરવો ઉચિત નથી.” કહ્યું છે કે प्रमादसंगतेनापि, या वाक् प्रोक्ता मनस्विना । सा कथं दृषदुत्कीर्णाक्षरालीवान्यथा भवेत् ॥१॥ ભાવાર્થ-“મનસ્વી પુરુષે પ્રમાદના વશથી પણ જે વાણી કહી હોય તે વાણી પથ્થરમાં કોતરેલા અક્ષરની પંક્તિની જેમ અન્યથા (મિથ્યા) કેમ થાય? અર્થાત્ મિથ્યા થાય નહીં.” એમ વિચારીને તેણે મિત્રોને કહ્યું કે-“તમે ઘેર જાઓ, મારે હવે ઘરનું કાંઈ પ્રયોજન નથી.” તે સાંભળીને તેના મિત્રોએ તેને સંસારના ભોગને માટે ઘણું સમજાવ્યો, પણ તેણે ગ્રહણ કરેલું વ્રત છોડ્યું નહીં, તેથી વિલખા થઈને તેઓ પોતપોતાને ઘેર ગયા. હવે તે શ્રેષ્ઠીપુત્ર નવો દીક્ષિત થયેલો હતો; તો પણ મનના પરિણામે કરીને તો જાણે ઘણા કાળનો દીક્ષિત હોય તેવો લાગતો હતો. તેણે ગુરુને કહ્યું કે–“હે ભગવન્! મારા સ્વજનોને ખબર પડશે એટલે તેઓ અહીં આવશે, અને મારું ચારિત્ર મુકાવશે; તેથી આપણે બીજે ક્યાંય જતા રહીએ.” ગુરુએ કહ્યું કે “હે મહાનુભાવ!મને રાત્રે દેખાતું નથી, માટે તું પ્રથમ રસ્તો જોઈ આવ.” તે સાંભળીને તે માર્ગ શોધીને તરત પાછો આવ્યો અને ગુરુને વિજ્ઞપ્તિ કરી કે-“ગુરુજી! પઘારો.” એટલે ગુરુ પણ તત્કાળ રાત્રીને વિષે તેની સાથે ચાલ્યા. અંઘકારથી વ્યાપ્ત થયેલા માર્ગમાં ઊંચા નીચા પ્રદેશોમાં ચાલતાં પગલે પગલે અલને પામવાથી પૃથ્વી પર પડતા ગુરુ શિષ્યના ઉપર કોપ પામીને તેને આક્રોશ કરવા લાગ્યા કે-“હે પાપિષ્ઠ! તે કેવો રસ્તો શોધ્યો?” એમ કહીને દંડવતી તેના પર પ્રહાર કર્યો, તો પણ તે સુશિષ્ય મનમાં ચિંતવવા લાગ્યો કે–“અરે! આ ગુરુમહારાજ પોતાના પરિવારમાં સુખે રહેતા હતા, તેમાં મેં નિર્માગીએ તેમને દુઃખને પાત્ર કર્યા. કેટલાક શિષ્યો ગુરુને જન્મ પર્યત સુખ આપનારા હોય છે, અને હું તો પહેલે દિવસે જ ગુરુની આશાતના કરનારો થયો. પણ હવે ગુરુને કોઈ ઠૂંઠા વગેરેથી વધારે પીડા ન થાઓ.” ઇત્યાદિ વિચારતો તે ઘીરે ઘીરે માર્ગ દેખાડતો અતિ પ્રયત્ન વડે ચાલવા લાગ્યો. વળી વિચારવા લાગ્યો Page #210 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૫૯] જ્ઞાનાચારનો ત્રીજો ભેદ- બહુમાન ૨૦૧ કે—“અહો! આ ગુરુનો મારા પર મોટો ઉપકાર થયો છે કે જેમણે અનાદિ કાળથી નહીં પામેલો એવો રત્નત્રયીનો માર્ગ મને દેખાડ્યો. મને ઘણા કાળથી પરિભ્રમણ કરનારાને પરમાત્માએ કહેલા ધર્મમાર્ગના રહસ્યમાં સ્થાપન કર્યો. અહો! અનાદિ કાળથી આવી રીતે મને કોઈએ તાડના કરી નહોતી, કે જે તાડનાથી અનેક ભવમાં ઉપાર્જન કરેલાં કર્મો નાશ પામે છે. અહો! જ્ઞાની ગુરુ વિના બીજો કોણ આવો ઉપકાર કરે?’’ ઇત્યાદિ શુભ ધ્યાનમાં આરૂઢ થઈને ઉપશમ શ્રેણી વડે કર્મનાં દળિયાંને ઉપશમાવીને ફરીથી ક્ષપકશ્રેણી વડે તે કર્મનાં અંશોનો ક્ષય કરી મોહરાજાની સેનાનો પરાજય કરીને માત્ર એક ગુરુના વિનયથી જ કેવળજ્ઞાન પામ્યો. જેને માટે ઉદ્યમ કર્યો તે વસ્તુ તે તત્કાળ પામ્યો. પછી કેવળજ્ઞાન વડે માર્ગને સારી રીતે જોઈ શકવાથી વિષમ માર્ગને તજીને સારા માર્ગે ગુરુને લઈ ગયો અને ગુરુને ઘર્મની પ્રીતિથી પ્રસન્ન કર્યા. પ્રાતઃકાળે સૂરિએ શિષ્યના મસ્તક ઉપર રુધિર વહેતું જોઈને વિચાર્યું કે—‘‘અહો! આ શિષ્ય નવદીક્ષિત છતાં મન, વચન અને કાયાના યોગે કરીને તેની ક્ષમા કોઈ નવીન અને અલૌકિક છે; હું ચિરકાળનો દીક્ષિત છું છતાં પણ મારો પ્રચંડ કોપ જતો નથી, તેથી તે કોપને ધિક્કાર છે!'' એમ વિચારીને તે સૂરિ શિષ્ય પ્રત્યે બોલ્યા કે—“હે શિષ્ય! મેં એક મોટું આશ્ચર્ય જોયું કે પ્રથમ તને માર્ગમાં પગલે પગલે વારંવાર સ્ખલના પામતો મેં જોયો હતો, ત્યાર પછી પ્રથમ જેવો જ અંધકાર છતાં સરલ ગતિથી મને જરા પણ પીડા ઉત્પન્ન કર્યા વિના જાણે સૂર્યે માર્ગ બતાવ્યો હોય તેમ તું ઠીક રીતે ચાલ્યો તે મોટું આશ્ચર્ય મને લાગે છે.’ શિષ્ય બોલ્યો કે–‘‘દેવગુરુના વિનયથી શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે, અને શ્રુતજ્ઞાનથી બીજા જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી શું નથી થતું? સર્વ થાય છે.’’ ઇત્યાદિ અપેક્ષાવાળાં વચનો બોલવાથી સૂરિ ‘આને અનંત અવ્યાબાધ જ્ઞાન પ્રાપ્ત થયું જણાય છે’’ એમ માનીને ફરીથી પોતાના આત્માની નિંદા કરતા તેના ચરણ કમળમાં પડ્યા. એવી રીતે ચિત્તમાં શુભ ભાવના ભાવતાં તે આચાર્ય પણ કેવળજ્ઞાન પામ્યા. એ રીતે સારા વિનયવાળા શિષ્યો ઉત્કટ કોપવાળા ગુરુને પણ મોક્ષ આપનારા થાય છે.’’ વ્યાખ્યાન ૨૫૯ જ્ઞાનાચારનો ત્રીજો ભેદ- બહુમાન विद्या फलप्रदावश्यं जायते बहुमानतः । तदाचारस्तृतीयोऽतो, विनयतोऽधिको मतः ॥१॥ " ભાવાર્થ—“ગુરુ આદિકનું બહુમાન કરવાથી વિદ્યા અવશ્ય ફળદાયક થાય છે; તેથી તે ત્રીજો આચાર વિનયથી પણ અધિક માનેલો છે.’' વિનય તો વંદના, નમસ્કાર વગેરે બાહ્યાચારથી પણ થઈ શકે છે, અને બહુમાન તો અંતરની પ્રીતિથી જ થાય છે. તે બહુમાન હોય તો એકાંતે ક૨ીને ગુરુ વગેરેની ઇચ્છાને અનુસરવું, ગુણનું ગ્રહણ કરવું, દોષનું આચ્છાદન કરવું, તથા અભ્યુદયનું ચિંતવન કરવું ઇત્યાદિ થાય છે. જે શ્રુતના અર્થી હોય તેણે તો ગુરુ વગેરેનું બહુમાન અવશ્ય કરવું; તે વિના ધણા વિનયથી પણ ગ્રહણ કરેલી વિદ્યા ફળદાયક થતી નથી. તે વિષે ગૌતમપૃચ્છામાં કહ્યું છે કે— Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી ઉપદેશપ્રાસાદ-ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૮ विजा वित्राणं वा, मिच्छा विणएण गिहिउं जोउं । अवमन्नइ आयरिअ, सा विज्जा निष्फला तस्स ॥१॥ ભાવાર્થ–“વિદ્યા અથવા વિજ્ઞાન.જો મિથ્યાવિનયથી ગ્રહણ કરે, અને આચાર્યની અવગણના કરે તો તે વિદ્યા તેને નિષ્ફળ થાય છે.” અહીં વિનય તથા બહુમાનના ચાર ભાંગા થઈ શકે છે. ૧ વિનય હોય, પણ બહુમાન ન હોય; તે ઉપર નેમિનાથ પાસે પ્રાતઃકાળમાં ઊઠીને વહેલા જનારા વાસુદેવના પાલક નામના પુત્રનું દ્રષ્ટાંત જાણવું. ૨ બહુમાન હોય, પણ વિનય ન હોય; તે ઉપર શાંબનું અથવા હમણા કહેવામાં આવશે એવા બે નૈમિત્તિકનું દ્રષ્ટાંત જાણવું. ૩ કોઈને વિનય તથા બહુમાન બન્ને હોય; તે ઉપર કહેવામાં આવશે એવા કુમારપાળ રાજાનું દ્રષ્ટાંત જાણવું. ૪ કોઈને બેમાંથી એક પણ ન હોય; તે ઉપર કપિલા દાસીનું અથવા કાલસૌકરિકાદિકનું દ્રષ્ટાંત જાણવું. પ્રથમ બે નિમિત્તિયાનું દ્રષ્ટાંત કહે છે– બે નિમિત્તિયાનું દ્રષ્ટાંત કોઈ ગામમાં કોઈ એક સિદ્ધપુત્રના બે શિષ્યો જ્યોતિષશાસ્ત્ર ભણતા હતા. તેમાં એક શિષ્ય બહુમાનપૂર્વક ગુરુનો વિનય કરતો હતો. જે કાંઈ ગુરુ કહે તે સર્વ યથાર્થ રીતે અંગીકાર કરતો હતો, અને બીજા શિષ્યમાં તે ગુણ નહોતો. એક દિવસે તે બન્ને તૃણ તથા કાષ્ઠ લેવા વનમાં ગયા. રસ્તામાં તેમણે કેટલાંક મોટાં પગલાં જોયાં. તે જોઈને એક બોલ્યો કે-“આગળ હાથી જાય છે.” એટલે બીજાએ કહ્યું કે–“હાથી જતો નથી પણ હાથણી જાય છે, તે પણ ડાબી આંખે કાણી છે, અને તેના પર કોઈક રાણી બેઠેલી છે, તે સઘવા છે અને વળી ગર્ભવતી છે, તેને આજ કાલ પ્રસૂતિનો સમય છે, તેમાં પણ તે પુત્ર પ્રસવશે.” તે સાંભળીને બીજાએ કહ્યું કે “આવું નહીં જોયેલું અસંબદ્ધ કેમ બોલે છે?” ત્યારે તે બોલ્યો કે–“જ્ઞાનથી સર્વ જણાય છે, તે વાતની તને આગળ ચાલતાં ખાતરી થશે.” પછી તે બન્ને કેટલીક પૃથ્વી આગળ ચાલ્યા, તો તે જ પ્રમાણે સર્વ જોયું. તેટલામાં કોઈક દાસી રાજા પાસે આવીને બોલી કે–“હે રાજા! રાણીને પુત્ર પ્રસવ થયો છે, તેની વધામણી હું આપું છું.” તે સાંભળીને પેલા શિષ્ય બીજાને કહ્યું કે “આ દાસીનું વચન સાંભળ.” બીજો બોલ્યો કે-“તારું જ્ઞાન સત્ય છે.” પછી તેઓ નદીને કાંઠે ગયા. ત્યાં કોઈ વૃદ્ધ સ્ત્રી જળ ભરવા આવી હતી, તેણે તેમને ચેષ્ટા વડે નિમિત્તિયા જાણીને પૂછ્યું કે-“મારો પુત્ર દેશાંતર ગયો છે, ત્યાંથી જ્યારે પાછો આવશે?” એમ પૂછતાં જ તેના માથા પરથી ઘડો પડી ગયો અને ફૂટી ગયો. તે સાંભળીને પેલો વગર વિચારવાળો એકદમ બોલી ઊઠ્યો કે–“તારો પુત્ર મરણ પામ્યો છે.” પછી બીજો વિચારવાળો બોલ્યો કે–“હે ભાઈ! એવું બોલ નહીં, તેનો પુત્ર ઘેર આવ્યો છે. હે વૃદ્ધ માતા! તમે ઘેર જઈને તમારા પુત્રને જુઓ.” તે સાંભળીને તે વૃદ્ધ સ્ત્રી જલદીથી પોતાને ઘેર ગઈ. ત્યાં પુત્ર આવેલો હતો. તેને જોઈને તે અત્યંત પ્રસન્ન થઈ. પછી પુત્રની રજા લઈને બે વસ્ત્ર તથા કેટલાક રૂપિયા પેલા સત્ય બોલનારને તેણે આપ્યા. તે જોઈ બીજાએ ખેદ પામીને વિચાર્યું કે–“ખરેખર ગુરુએ મને સારી રીતે ભણાવ્યો જ નથી. જો એમ ન હોય તો હું જાણતો નથી, અને આ ક્યાંથી જાણે? માટે તેમાં ગુરુનો દોષ છે.” ૧. અંતરમાં પ્રીતિ ન હોય અને બહારથી દેખાડવા માત્ર વંદન નમસ્કાર કરે તે મિથ્યાવિનય. Page #212 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૫૯] જ્ઞાનાચારનો ત્રીજો ભેદ– બહુમાન ૨૦૨ પછી તેઓ ગુરુ પાસે ગયા. તેમાં પેલો સુજ્ઞ યિષ્ય ગુરુનું દર્શન થતાં જ મસ્તક નમાવીને તથા હાથ જોડીને બહુમાનપૂર્વક આનંદના અશ્રુથી નેત્ર ભીંજાવતો ગુરુના ચરણકમળમાં મસ્તક મૂકીને નમ્યો, અને બીજો શિષ્ય તો પથ્થરના સ્તંભની જેમ જરા પણ ગાત્ર નમાવ્યા વિના ઊભો જ રહ્યો. ત્યારે ગુરુએ તેને કહ્યું કે-“અરે! કેમ પગમાં પડતો નથી?” તે બોલ્યો કે-“આપના સરખા પણ પોતાના શિષ્યોમાં જ્યારે આવું અંતર રાખે ત્યારે કોને ઠપકો આપવો? જ્યારે ચંદ્રમાંથી અંગારાની વૃષ્ટિ થાય ત્યારે કોને કહેવું?” તે સાંભળી ગુરુ બોલ્યા કે–“આમ કેમ બોલે છે? મેં કોઈ પણ વખત વિદ્યા આપવામાં કે તેની આમ્નાય કહેવા વગેરેમાં તને છેતર્યો નથી.” શિષ્ય બોલ્યો કે જો એમ છે, તો માર્ગમાં હાથણી વગેરેનું સ્વરૂપ આણે સારી રીતે જાણ્યું અને મેં કેમ કાંઈ જાણ્યું નહીં?” તે સાંભળીને ગુરુએ પેલા બીજા શિષ્યને પૂછ્યું કે-“હે વત્સ! તેં શી રીતે જાણ્યું તે કહે” ત્યારે તે બોલ્યો કે “આપના પ્રસાદથી મેં વિચાર કરવા માંડ્યો કે “આ કોઈ હાથીના જેવાં પગલાં તો પ્રસિદ્ધ રીતે જાણી શકાય તેમ છે. પણ શું આ હાથીનાં પગલાં છે કે હાથણીનાં છે?” એમ વિશેષ વિચાર કર્યો તો તેણે કરેલી લઘુનીતિથી તે હાથણી છે એમ મેં નિશ્ચય કર્યો. માર્ગમાં જમણી બાજુના વેલાઓ હાથણીએ છેદેલા નહોતા, તેથી “ડાબી આંખે કાણી છે' એમ નિશ્ચય કર્યો. પછી હાથણી ઉપર ચઢીને આવા પરિવાર સહિત રાજા કે તેના પરિવારવાળા વિના બીજો કોઈ જવાને યોગ્ય નથી; તેથી જરૂર રાજા અથવા તેનું કોઈ અંગત માણસ હોવું જોઈએ” એમ ઘાર્યું. પછી તેણે કોઈક ઠેકાણે ઉપરથી ઊતરીને શરીરચિંતા કરી હતી, તે જોઈને “તે રાણી છે” એમ નિશ્ચય કર્યો. પાસેના કોઈ જાળામાં તે રાણીના રાતા વસ્ત્રનો છેડો ભરાયેલો જોઈને ઘાયું કે-“તે પતિવાળી છે'' અને તે જ્યાં પેશાબ કરવા બેઠી હતી ત્યાંથી પૃથ્વી પર હાથ મૂકીને ઊઠી હતી તે જોઈને “ગર્ભવતી છે' એમ નિશ્ચય કર્યો. ત્યાંથી રાણીએ જમણો પગ પ્રથમ મૂક્યો હતો તેથી “ગર્ભમાં પુત્ર છે' એમ જાણ્યું અને ચાલ ઘણી મંદ હતી, તેથી પ્રસવકાળ નજીક છે' એમ નિશ્ચય કર્યો. વળી હે સ્વામી! પેલી વૃદ્ધ સ્ત્રીએ પોતાના પુત્ર સંબંધી પ્રશ્ન કર્યો કે તરત જ તેના મસ્તક પરથી ઘડો પડી ગયો તેથી મેં એવું વિચાર્યું કે જેમ આ ઘડો જ્યાંથી ઉત્પન્ન થયો હતો ત્યાં જ મળી ગયો માટે તેનો પુત્ર પણ ઘેર ઉત્પન્ન થયો હતો તેથી તે ઘરે જ આવ્યો હશે.” એમ મેં અનુમાન કરીને કહ્યું હતું” આ પ્રમાણે તેની અનુપમ બુદ્ધિથી હર્ષ પામીને ગુરુએ બીજા શિષ્યને કહ્યું કે “હે વત્સ! તેં મારા પ્રત્યે વિવિધ પ્રકારનો વિનય કર્યો પણ તેવું બહુમાન કર્યું નહીં અને આણે સારી રીતે બહુમાન કર્યું અને વૈનયિકી બુદ્ધિ બહુમાન સહિત વિનય હોય તો જ સ્કુરાયમાન થાય છે, તેથી આમાં મારો દોષ નથી.” આ પ્રમાણે વિનય છતાં પણ બહુમાન અને અબહુમાનનું તારતમ્ય જાણવું. હવે વિનય અને બહુમાન એ બન્નેથી યુક્ત શ્રી કુમારપાળ રાજાનું દ્રષ્ટાંત નીચે પ્રમાણે છે– કુમારપાળ રાજાનું દ્રષ્ટાંત શ્રી પાટણ નગરમાં કુમારપાળ રાજા રાજ્ય કરતા હતા. તે જિનેન્દ્રોએ કહેલા આગમની આરાધના કરવામાં તત્પર હતા, તેથી તેમણે જ્ઞાનના એકવીશ ભંડાર કરાવ્યા. વળી ત્રેસઠ શલાકા પુરુષનાં ચરિત્રો સાંભળવાની ઇચ્છા થવાથી ગુરુ શ્રી હેમચંદ્રાચાર્ય પાસે પ્રાર્થના કરીને ૩૬,૦૦૦ શ્લોક પ્રમાણ શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રની રચના કરાવી. તે ચરિત્રને સુવર્ણ તથા રૂપાના Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ સ્તિંભ ૧૮ અક્ષરે લખાવીને, પોતાના મહેલમાં લઈ જઈ ત્યાં રાત્રી જાગરણ કરીને, પ્રાતઃકાળે પટ્ટહસ્તી ઉપર તે ચરિત્રના પુસ્તકો પઘરાવી તેના પર અનેક છત્ર ધારણ કરાવી, સુવર્ણના દંડવાળા બોંતેર ચામરથી વીંજાતા મોટા ઉત્સવ પૂર્વક ઉપાશ્રયે લઈ ગયા. ત્યાં તેની સુવર્ણ, રત્ન, પટ્ટકુળ વગેરેથી પૂજા કરીને બોંતેર સામંત રાજાઓ સહિત વિધિપૂર્વક ગુરુ પાસે તેનું વ્યાખ્યાન સાંભળ્યું. એ જ પ્રમાણે અગિયાર અંગ અને બાર ઉપાંગ વગેરે સિદ્ધાંતોની એક એક પ્રત સુવર્ણ વગેરેના અક્ષરથી લખાવી, અને ગુરુના મુખથી તેનું વ્યાખ્યાન સાંભળ્યું. તથા યોગશાસ્ત્ર અને વીતરાગ સ્તવન મળીને બત્રીશ પ્રકાશ સુવર્ણના અક્ષરથી હાથપોથી માટે લખાવીને હમેશાં મૌનપણે એક વખત તેનો પાઠ કરવા લાગ્યા. તે પોથીની દરરોજ દેવપૂજા વખતે પૂજા કરવા લાગ્યા. તેમજ “ગુરુએ કરેલા સર્વ ગ્રંથો મારે અવશ્ય લખાવવા” એવો અભિગ્રહ લઈને સાતસો લહિયાઓને લખવા બેસાડ્યા. એક વખત પ્રાતઃકાળે ગુરુને તથા દરેક સાધુને વિધિપૂર્વક વાંદીને રાજા લેખનશાળા જોવા ગયા. ત્યાં લહિયાઓને કાગળનાં પાનામાં લખતાં જોઈને ગુરુને તેનું કારણ પૂછ્યું. ત્યારે ગુરુએ કહ્યું કે-“હે ચૌલુક્ય દેવ! હાલ જ્ઞાનભંડારમાં તાડપત્રોની ઘણી ખોટ છે, માટે કાગળના પાનામાં ગ્રંથો લખાય છે.” તે સાંભળીને રાજા લક્તિ થયો, અને મનમાં વિચારવા લાગ્યો કે–“અહો! નવા ગ્રંથો રચવામાં ગુરુની અખંડ શક્તિ છે, અને મારામાં તે ગ્રંથો લખાવવાની પણ શક્તિ નથી, તો પછી મારું શ્રાવકપણું શું?” એમ વિચારીને તે ઊભો થઈને બોલ્યો-“હે ગુરુ! ઉપવાસનું પ્રત્યાખ્યાન આપો.” તે સાંભળી “આજે શેનો ઉપવાસ છે?” એમ ગુરુએ પૂછ્યું. ત્યારે રાજાએ કહ્યું કે-“અત્યાર પછી જ્યારે તાડપત્ર પૂરાં થાય ત્યારે જ મારે ભોજન કરવું.” તે સાંભળીને ગુરુએ કહ્યું કે-“શ્રીતાડનાં વૃક્ષો અહીંથી ઘણા દૂર છે, તો તે શી રીતે જલદી મળી શકશે?” એમ ગુરુએ તથા સામંતો વગેરેએ બહુમાન સહિત ઘણા વાર્યા, તો પણ તેમણે તો ઉપવાસ કર્યો. તે જોઈને શ્રીસંઘે તેમની આ પ્રમાણે સ્તુતિ કરી કે– अहो जिनागमे भक्तिरहो गुरुषु गौरवम् । श्रीकुमारमहीभर्तुरहो निःसीमसाहसम् ॥१॥ ભાવાર્થ-“અહો! શ્રી કુમારપાળ રાજાની જિનાગમને વિષે કેવી ભક્તિ છે? તેમજ અહો! ગુરુને વિષે તેનું બહુમાન પણ કેવું છે? અને અહો! તેમનું સાહસ પણ કેવું નિઃસીમ છે?” પછી શ્રી કુમારપાળ રાજા પોતાના મહેલના ઉપવનમાં જઈને ત્યાં રહેલા ખરતાડ વૃક્ષોની ચંદન, કપૂર વગેરેથી પૂજા કરીને જાણે પોતે મંત્રસિદ્ધ હોય તેમ બોલ્યો કે स्वात्मनीव मते जैने, यदि मे सादरं मनः । यूयं व्रजत सर्वेऽपि, श्रीताडद्रुमतां तदा ॥१॥ कथयित्वेति गांगेयमयं ग्रैवेयकं नृपः । कस्याप्येकस्य तालस्य, स्कन्धदेशे न्यवीविशत् ॥२॥ तस्थौ च सौधमागत्य धर्मध्यानपरो नृपः । श्रीताडदुमतां तांश्च निन्ये शासनदेवता ॥३॥. ૧ તાડના વૃક્ષ બે પ્રકારનાં હોય છે શ્રીતાડ ને ખરતાડ. તેમાં શ્રીતાડનાં પત્રો પુસ્તક લખવાના ઉપયોગમાં આવે છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૫૯] જ્ઞાનાચારનો ત્રીજો ભેદ- બહુમાન ૨૦૫ ભાવાર્થ“હે ખરતાડનાં વૃક્ષો! જો મારું મન પોતાના આત્માની જેમ જૈન મતમાં આદરવાળું હોય, તો તમે શ્રીતાડના વૃક્ષો થઈ જાઓ. ૧. એમ કહીને રાજાએ કોઈ એક ખરતાડ વૃક્ષના સ્કંધ પ્રદેશ ઉપર પોતાને સુવર્ણનો હાર મૂક્યો. ૨. પછી એ પ્રમાણે કરીને રાજા મહેલમાં જઈ ઘર્મધ્યાનમાં તત્પર થઈને રહ્યો, એટલે શાસનદેવતાએ તે ખરતાડનાં વૃક્ષોને શ્રીતાડનાં વૃક્ષો બનાવી દીધાં.” ૩. પ્રાતઃકાળે ઉપવનના રક્ષકોએ આવીને રાજાને તે વૃત્તાંત નિવેદન કર્યું. એટલે રાજાએ પણ તેઓને ઇનામ આપીને આનંદ પમાડ્યા. પછી તેનાં પત્રો લઈને ગુરુ પાસે મૂકી વંદના કરી. ગુરુએ “આ ક્યાંથી?” એમ પૂછ્યું, એટલે રાજાએ વિનયથી સર્વ સભાસદોને ચમત્કાર પમાડનાર તે વૃત્તાંત નિવેદન કર્યું. પછી હેમચંદ્રાચાર્ય કર્ણને અમૃત સમાન તે વૃત્તાંત સાંભળીને રાજા અને સભાસદો સહિત તે ઉપવનમાં ગયા. ત્યાં રાજાના કહેવા પ્રમાણે પૂર્વે નહીં સાંભળેલ તેવું નજરે જોયું. તે વખતે બ્રાહ્મણો તથા દેવબોધિ (બૌદ્ધાચાર્ય) વગેરે નગરના લોકો પણ ખરતાડનાં વૃક્ષોને શ્રીતાડનાં વૃક્ષો થયેલાં જોઈ વિસ્મય તથા આશ્ચર્ય પામ્યા. તે વખતે શ્રી હેમાચાર્ય જૈનમતની પ્રશંસા કરવા માટે આ પ્રમાણે બોલ્યા કે अस्त्येवातिशयो महान् भुवनविद्धर्मस्य धर्मान्तराद्यच्छक्त्यात्र युगेऽपि ताडतरवः श्रीताडतामागताः । श्रीखंडस्य न सौरभं यदि भवेदन्यद्रुतः पुष्कलं तद्योगेन तदा कथं सुरभितां दुर्गन्धयः प्राप्नुयुः॥१॥ ભાવાર્થ–“સર્વજ્ઞકથિત જૈનઘર્મનો બીજા ઘર્મ કરતાં મહાન અતિશય વિશ્વમાં પ્રસિદ્ધ છે, કે જેની શક્તિથી આવા કલિયુગમાં પણ ખરતાડનાં વૃક્ષો શ્રીતાડનાં વૃક્ષો થઈ ગયાં; પરંતુ તે યોગ્ય છે; કારણ કે બીજાં વૃક્ષો કરતાં શ્રીખંડ વૃક્ષની સુગંઘ અધિક ન હોય તો તે શ્રીખંડના સંબંઘથી બીજાં દુર્ગઘવાળાં વૃક્ષો પણ સુગંઘપણાને કેમ પામે?” આ પ્રમાણે સૂરિએ જિનર્મની પ્રશંસા કરીને પછી રાજાને કહ્યું કે-“હે રાજ! આ યુગમાં જો તમારા જેવા રાજા ન હોય, તો જિનેન્દ્રના આગમનો વિસ્તાર શી રીતે થાય? ત્રિકરણ શુદ્ધ એવી શ્રુતની ભક્તિ તથા તેનું બહુમાન તે અહીં જ તમને ફળપ્રાસિરૂપ થયું.” આ પ્રમાણે ગુરુએ કરેલી પોતાની પ્રશંસાને નમ્ર મુખથી સાંભળીને અંતઃકરણની ભક્તિથી અનેક પ્રકારે જ્ઞાનીનું બહુમાન કરી, એક જ ઉપવાસથી શાસનદેવતાએ જેનો મહિમા કર્યો છે, અને તેથી વિશેષ અભ્યદયપૂર્વક જેનો પ્રતાપ, પ્રભાવ અને વૈભવ વિસ્તાર પામ્યો છે એવા તે ઉત્તમ શ્રાવકે પોતાના મહેલમાં જઈને ઉત્સવપૂર્વક પારણું કર્યું. પછી તે ઉપવનમાં ઉત્પન્ન થયેલાં વિશાળ અને કોમળ અનેક તાડપત્રો ઉપર લહિયાઓએ ગુરુના કરેલા અનેક ગ્રંથો લખ્યા. એ પ્રમાણે જ્ઞાન તથા જ્ઞાનીને વિષે હર્ષથી બહુમાનને ધારણ કરતા કુમારપાળ રાજા લોકોત્તર એવું શુદ્ધ શ્રાવકપણું પામ્યા.” Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૮ વ્યાખ્યાન ૨૦૦ જ્ઞાનાચારનો ચોથો ભેદ-ઉપધાન વહન उपधानतपस्तप्त्वा, आवश्यकं पठेद् गृही। योगैश्चाप्तागमान् साधुरित्याचारचतुर्थकः॥१॥ ભાવાર્થ-“ગૃહસ્થી (શ્રાવક) ઉપધાન તપ તપીને આવશ્યક સૂત્ર ભણે અને સાધુ યોગવહન કરીને સિદ્ધાંત ભણે એ ચોથો જ્ઞાનાચાર છે.” કૃત ભણવાની ઇચ્છાવાળા ગૃહસ્થ ઉપધાનતપ કરીને પછી ભણવું. અહીં “ઉપઘાન” શબ્દનો અર્થ કરે છે કે “ઉપ” એટલે સમીપે “ઘીયતે” એટલે ઘારણ કરાય, અર્થાત્ જે તપ વડે જ્ઞાનને ઘારણ કરાય તે “ઉપધાન.” સાધુને આવશ્યકાદિ શ્રત ભણવા માટે આગાઢ અને અનાગાઢ એમ બે પ્રકારના યોગ સિદ્ધાંતથી અવિરોધીપણે પોતપોતાની સામાચારીને અનુસારે જાણવા. શ્રાવકોને પંચપરમેષ્ઠી નમસ્કાર વગેરે સૂત્રના આરાઘન માટે શ્રીમહાનિશીથાદિ સૂત્રમાં કહેલા છ ઉપધાન પ્રસિદ્ધ છે. જેમ સાધુને યોગવહન કર્યા વિના સિદ્ધાંતનું અધ્યયન સૂઝતું નથી, તેમ ઉપધાન તપ કર્યા વિના શ્રાવકોને પણ નમસ્કારાદિક સૂત્ર ભણવા ગણવાનું સૂઝે નહીં. તે વિષે શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે-“અકાળ, અવિનય, અબહુમાન અને અનુપઘાન વગેરે જ્ઞાન સંબંધી આઠ પ્રકારના અનાચાર મધ્યે ઉપધાનનું વહન ન કરવા રૂ૫ અનાચાર મોટા દોષવાળો છે. જેઓ ઉપઘાનવહન તથા યોગવિધિને માનતા નથી, તેઓને પૂર્વાચાર્યો સૂત્રનાં વાક્યો બતાવે છે. શ્રી ઉત્તરાધ્યયનના ચોત્રીશમા અધ્યયનમાં તથા શ્રી સમવાયાંગ સૂત્રના ૩૨મા સમવાયમાં તથા યોગસંગ્રહના ત્રીજા યોગમાં એ વિષે સ્પષ્ટ લેખ છે. ઇચ્છકોએ ત્યાંથી જોઈ લેવો. અહીં કોઈ એવી શંકા કરે કે–“યોગ એટલે મન, વચન અને કાયાના જે યોગ છે તે અહીં જાણવા.” તેનો ઉત્તર કહે છે કે–જો “યોગ” શબ્દનો એ પ્રમાણે મૂળ અર્થ કરીએ તો પછી “વહન શબ્દનો શું અર્થ કરવો? માટે યોગ તથા વહન એ બન્ને શબ્દનો સમાનાધિકરણ અર્થ કરવો જ યોગ્ય છે. શ્રી સ્થાનાંગ સૂત્રના ત્રીજા ઠાણામાં કહ્યું છે કે–“સાધુ ત્રણ સ્થાનકથી સંપન્ન થવા વડે અનાદિ અનંત ચાર ગતિરૂપ સંસારકાંતારનું ઉલ્લંઘન કરે છે. તે આ પ્રમાણે–૧ નિયાણું નહીં કરવાથી, ૨ દૃષ્ટિસંપન્નપણાથી અને ૩ યોગવહન કરવાથી.” વળી તેના દશમા ઠાણામાં કહ્યું છે કે“જીવો દશ સ્થાનક વડે ભવિષ્યમાં શુભ તથા ભદ્રક પરિણામ પામે. તે આ પ્રમાણે–૧ નિયાણું નહીં કરવાથી, ૨ દ્રષ્ટિસંપન્નપણાથી, ૩ યોગવહન કરવાથી, ૪ ક્ષમા ગુણ ઘારણ કરવાથી, ઇત્યાદિ.” વળી સર્વ યોગોદ્વહન વિધિના રહસ્યભૂત ત્રીજા અનુયોગદ્વારમાં કહ્યું છે કે–મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળ એ પાંચ પ્રકારનાં જ્ઞાન છે, તેમાં ચાર જ્ઞાન સ્થાપનાએ સ્થાપવા યોગ્ય છે. તે ચાર જ્ઞાનના ઉદ્દેશ, સમુદેશ અને અનુજ્ઞા નથી; અને શ્રુતજ્ઞાનના ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા તથા અનુયોગ છે ઇત્યાદિ. તથા યોગવિધિ ભગવતી સૂત્રના છેલ્લા ભાગમાં કહેલો છે. ૧ સમ્યગૃષ્ટિથી Page #216 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૬૦] જ્ઞાનાચારનો ચોથો ભેદ–ઉપથાન વહન ૨૦૭ તેમજ નંદીસૂત્રમાં શ્રુતના ઉદ્દેશ અને સમુદ્દેશના કાલ કહેલા છે. શ્રી આચારાંગમાં કહ્યું છે કે—‘અગિયાર અંગ પૈકી પહેલા અંગમાં બે શ્રુતસ્કંધ છે, પચીશ અઘ્યયન છે, અને પચાસ ઉદ્દેશ કાળ છે વગેરે.'' અહીં કાળ શબ્જે કરીને કાળગ્રહણનો વિધિ જાણવો; કેમકે ઉત્તરાધ્યયનના છવીશમા અધ્યયનમાં કહ્યું છે કે—‘ચાર કાળગ્રહણ છે, તે યોગવિધિમાં જ યોગ્ય છે.’’ અહીં કોઈ શ્રાવકોને ઉપધાનવિધિનો તથા સાધુઓને યોગવિધિનો નિષેધ કરીને “સર્વને શ્રુતનો અભ્યાસ સર્વદા કરવો'' એમ ઉપદેશ કરે છે તે યોગ્ય નથી; કેમકે તેથી તીર્થંકરની આશાતના થાય છે. વળી શ્રાવકોને આચારાંગ વગેરે સૂત્રનું ભણવું શ્રુતમાં નિષિદ્ધ કરેલું છે. તે વિષે સાતમા અંગમાં કહ્યું છે કે “કામદેવ નામનો શ્રાવક શ્રી મહાવીર ભગવાનના સમવસરણને વિષે ગયો, તે વખતે શ્રી વીરે સભા સમક્ષ તેને રાત્રિમાં થયેલા ત્રણ ઉપસર્ગ કહી બતાવ્યા. પછી શ્રમણ ભગવાન મહાવીરે ઘણા સાધુ અને સાધ્વીઓને સંબોધન કરીને કહ્યું કે—‘હે આર્યો! જ્યારે શ્રમણોપાસક (શ્રાવક) ગૃહસ્થી ઘરમાં રહ્યા છતાં પણ દેવ, મનુષ્ય અને તિર્યંચના કરેલા ઉપસર્ગો સમ્યક્ પ્રકારે સહન કરે છે; તો પછી દ્વાદશાંગીનો અભ્યાસ કરનારા એવા શ્રમણ નિગ્રંથે તો દેવ, મનુષ્ય અને તિર્યંચના કરેલા ઉપસર્ગોને સમ્યક્ પ્રકારે સહન કરવા જ જોઈએ.' અહીં સૂત્રના આલાવામાં સાઘુઓને જ દ્વાદશાંગીના ધારણ કરનાર કહ્યા છે, પણ શ્રાવકોને કહ્યા નથી.’’ તથા પાંચમા અંગમાં કહ્યું છે કે—“ત્યાં તુંગિયા નામની નગરીમાં ઘણા શ્રાવકો વસે છે. તેઓ ઋદ્ધિવાળા છે, યાવત્ કોઈથી પરાભવ નહીં પામે તેવા, જીવ અજીવાદિ નવ તત્ત્વને જાણનારા, નિગ્રંથપ્રવચન જે જૈનસિદ્ધાંત તેમાં નિઃશંક, (શ્રુતના) અર્થને પામેલા અને અર્થના ગ્રહણ કરનારા, (ભોજનસમયે) ઘરનાં દ્વાર ઉઘાડાં રાખનારા તથા પરઘરમાં પ્રવેશ નહીં કરનારા છે.’ ઇત્યાદિ. આ પ્રમાણે શ્રાવકનું વર્ણન શ્રી ઉપાસગદશાંગ, ઉવવાઇ તથા સ્થાનાંગ વગેરેથી પણ જાણી લેવું. પરંતુ એ સર્વ ઠેકાણે શ્રાવકને ‘‘દ્ઘા’–(શ્રુતના અર્થને પામેલા) એવું વિશેષણ કહ્યું છે, પણ કોઈ સૂત્રમાં ‘વસુત્તા’–(સૂત્રને પામેલા) એવું કહ્યું નથી. વળી સર્વત્ર સિદ્ધાંતોને ‘નિગ્રંથપ્રવચન’ એટલે ‘મુનિ સંબંઘી શાસ્ત્ર' એમ કહ્યું છે, પણ શ્રાવક સંબંઘી કહ્યું નથી. વળી શ્રાવકોને કરવાના ત્રણ પ્રકારના મનોરથ કહ્યા છે. તેમાં શ્રાવકને સૂત્ર ભણવાનો મનોરથ પણ થતો કહ્યો નથી. તે વિષે શ્રી સ્થાનાંગ સૂત્રના ત્રીજા ઠાણામાં કહ્યું છે કે—‘સાધુ ત્રણ પ્રકારે મહા નિર્જરા કરીને ભવનો અંત લાવે. તેમાં એવા વિચાર કરે કે−‘૧ ક્યારે હું થોડું અથવા ઘણું શ્રુત ભણીશ? ૨ ક્યારે હું એકલવિહાર પ્રતિમાને ઘારણ કરીને વિહાર કરીશ? અને ૩ ક્યારે હું અંતસમયને યોગ્ય સંલેખના આદરીશ?’ શ્રાવક ત્રણ પ્રકારે મહા નિર્જરા કરીને ભવનો છેડો લાવે. તેમાં એવા વિચાર કરે કે−‘૧ ક્યારે હું થોડો અથવા ઘણો પરિગ્રહ છોડી દઈશ? ૨ ક્યારે હું લોચ કરીને આગાર (ઘર) છોડીને અણગાર (સાધુ) થઈશ? ૩ ક્યારે હું ફરીને મરણ ન કરવું પડે તેવી સંલેખના આદરીને શુભ ધ્યાન ધ્માતો સતો, ભાતપાણીના પ્રત્યાખ્યાન કરીને, મરણને અણઇચ્છતો સતો પાદપોપગમ અણસણ ધારણ કરીને વિચરીશ?’ આ પ્રમાણે મન, વચન, અને કાયાએ કરીને સદા જાગ્રત રહેતો શ્રાવક મહા નિર્જરા કરે, અને ભવનો છેડો લાવે.' શ્રી સૂયગડાંગ સૂત્રના નવમા અઘ્યયનમાં કહ્યું છે કે— Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૮ गेहे दीवमपासंता, पुरीसादाणिआ नरा । ते धीरा बंधणुमुक्का, नावकंखंति जीविअं॥१॥ ભાવાર્થ-ગૃહસ્થાવાસને વિષે દીવો એટલે ભાવકૃતજ્ઞાન તેને નહીં જોનારા પુરુષને વિષે આદેય નામકર્મવાળા ધીર પુરુષો સંસારના બંઘનથી નહીં મુકાયા સતા સંયમરહિત જીવિતને ઇચ્છતા નથી, અર્થાત્ શ્રુતજ્ઞાનના અર્થી સંયમને જ ગ્રહણ કરે છે. વળી યોગને વહન કરેલા સાધુ વિના બીજા કોઈ સાધુ (યોગ વહ્યા વિના) શ્રતનો અભ્યાસ કરે, તો તેમને તીર્થકર અદત્તનો દોષ લાગે છે. તે વિષે શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં કહ્યું છે કે–“તે સર્વ તીર્થકરનું સુભાષિત દશ પ્રકારનું છે. તે ૧ ચૌદ પૂર્વીઓએ પ્રગટપણે જાણ્યું, ૨ મહા મુનિઓને આપ્યું, અને ૩ દેવેન્દ્રને તથા નરેન્દ્રને તેનો અર્થ સમજાવ્યો. ઇત્યાદિ.” આ પાઠમાં પ્રભુએ સાધુઓને મૃત આપ્યું, અને સર્વ દેવતાઓ તથા મનુષ્યોને તેનો અર્થ કહ્યો એમ પ્રગટ રીતે કહ્યું છે. તેથી શ્રાવકોને સૂત્ર ભણવાનો અધિકાર નથી એમ સિદ્ધ થાય છે. તથા જે મૃત ભણવાની ઇચ્છા કરે છે તેણે પ્રથમ વ્યાકરણમાં કહેલા ભેદને જાણવા જોઈએ. તે વિષે પ્રશ્નવ્યાકરણમાં “કેવી રીતે સત્ય બોલવું?' એવો પ્રશ્ન કરીને તેના જવાબમાં “દ્રવ્યથી સત્ય બોલવું, પર્યાયે કરીને સત્ય બોલવું.” ઇત્યાદિ કહેલા પાઠમાં આગળ એવું છે કે-“નામ, આખ્યાત, ઉપસર્ગ, નિપાત, તદ્ધિત, સમાસ, સંધિ, પદ, હેતુ, યૌગિક, ઉણાદિ, ક્રિયાવિધાન, ધાતુ, સ્વર, વિભક્તિ અને વર્ણ–એ સર્વ ભેદને જે જાણે તેને જ સત્ય વક્તા જાણવો, બીજાને નહીં.” વળી જે વિગય ખાવામાં આસક્ત હોય તે મૃત ભણવામાં અયોગ્ય છે (અઘિકારી નથી). તે વિષે શ્રી સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે-“ત્રણ જણા વાચનાને અયોગ્ય છે. ૧ વિનય રહિત, ૨ વિગય વાપરવામાં આસક્ત અને ૩ ક્રોધયુક્ત ચિત્તવાળા; તથા ત્રણ જણ વાચનાને યોગ્ય છે. ૧ વિનયી, ૨ વિગયમાં અનાસક્ત અને ૩ ક્રોધનો ત્યાગ કર્યો છે જેણે એવા; તથા અઠ્ઠાવીશ અસ્વાધ્યાય કાળ કહેલા છે તેમાં સાધુ સાધ્વીને શ્રુત ભણવાનો નિષેઘ કહ્યો છે, તે ઠેકાણે શ્રાવકનું ગ્રહણ કર્યું નથી. તે વિષે શ્રી સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે-“સાધુ સાધ્વીને ચાર મહા પડવાને દિવસે સ્વાધ્યાય કરવા કહ્યું નહીં. તેમાં ૧ આષાઢ માસનો પડવો, ૨ કાર્તિક માસનો પડવો, ૩ ફાલ્યુન માસનો પડવો, ૪ આસો માસનો પડવો; તથા ચાર સંધ્યા સમયે સ્વાધ્યાય કરવો કલ્પે નહીં, તેમાં ૧ પ્રભાતકાળે, ર સાયંકાળે, ૩ મધ્યાહ્ન સમયે અને ૪ મધ્ય રાત્રિએ; તથા દશ પ્રકારની અંતરિક્ષ અસક્ઝાય કહી છે અને દશ પ્રકારની ઔદારિક અસક્ઝાય કહી છે. એમ સર્વ મળીને ૨૮ પ્રકારની અસક્ઝાય કહી છે. ઇત્યાદિ સર્વ જાણીને સાધુઓને જ અસ્વાધ્યાયમાં શ્રત ભણવું નહીં એમ કહ્યું છે. પણ ત્યાં શ્રાવકનું ગ્રહણ કર્યું નથી. વળી શ્રી નિશીથસૂત્રમાં શ્રાવકોને વાચના આપનાર સાધુને માટે પ્રાયશ્ચિત્ત કહેલું છે. તે આ પ્રમાણે-“જે સાધુ અન્યતીર્થીને અથવા ગૃહસ્થ શ્રાવકને વાચના આપે તેને પ્રાયશ્ચિત્ત લાગે છે.” અહીં કોઈ શંકા કરે કે–“જો યોગવહન કરીને પછી સૂત્ર ભણે, તો ઘણો કાળ વ્યતીત થાય; અને ઘના નામના અણગારે થોડા સમયમાં જ અગિયાર અંગનો અભ્યાસ કર્યો એમ કહેલું છે, તેથી યોગવહન કરીને જ કૃતાભ્યાસ કરવો’ એ પાઠ કલ્પિત ભાસે છે.” તેનો ઉત્તર ગુરુ આપે છે ૧ પડવા તે વદિ ૧ સમજવી. Page #218 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૬૦] જ્ઞાનાચારનો ચોથો ભેદ-ઉપઘાન વહન ૨૦૯ કે—“હે સિદ્ધાંતના પરમાર્થને નહીં જાણનારા! શ્રી જિનેશ્વરે સિદ્ધાંતમાં પાંચ પ્રકારના વ્યવહાર કહેલા છે. તેમાંથી જે કાળે જે વ્યવહાર પ્રવર્તતો હોય તે કાળે તે જ વ્યવહાર પ્રમાણે વર્તવું; નહીં તો જિનેશ્વરની આજ્ઞાનો ભંગ થાય; તેથી તે ઘના મુનિ વગેરે આગમ વ્યવહારી હતા. તેમની તુલના વર્તમાન સમયમાં કરવી યોગ્ય નથી; કેમ કે હાલના સમયમાં શ્રુત કેવળી વગેરેનો અભાવ હોવાથી જિત વ્યવહાર જ મુખ્ય છે. જુઓ શ્રી નેમિનાથ ભગવાને ગજસુકુમાલને દીક્ષા આપી તે જ દિવસે એકલવિહાર પ્રતિમા ઘારણ કરવાની આજ્ઞા લાભ દેખીને આપી હતી; પણ તે દાખલો બધે ન લેવાય; માટે ‘અનુક્રમે ક્રિયા કરવાથી જ ગુણ વધે છે' એમ વિચારીને અન્યથા યુક્તિઓ કરવી યોગ્ય નથી.’' વળી બીજી રીતે કોઈ શંકા કરે કે—સૂત્રમાં શ્રાવકોને ‘સુગરહિ’ એટલે ‘શ્રુતને ગ્રહણ કરનારા' એમ કહ્યું છે; માટે શ્રાવકને શ્રુતનો અભ્યાસ કરવો યોગ્ય છે.’’ તેના ઉત્તરમાં ગુરુ કહે છે કે—“આ પાઠમાં શ્રુત એટલે છ આવશ્યક રૂપ સૂત્ર જાણવું. તે પણ ઉપધાન વહન કરવા પૂર્વક ભણવા યોગ્ય છે; કેમકે એ પાઠ નંદિસૂત્રનો છે. તેમાં ‘સુગરહિઞા' એ પાઠ કહ્યા પછી તરત જ ‘તવોવહાળારૂ’ (તપ ઉપથાને કરીને) એ પાઠ કહ્યો છે.’’ વળી તે પર ફરી શંકા કરે છે કે—‘‘તો આવશ્યક સૂત્ર ભણવાનું પણ કેમ નિષિદ્ધ કર્યું નહીં?’’ તે ૫૨ ગુરુ કહે છે કે—તે વિષે અનુયોગ દ્વારમાં કહ્યું છે કે— समणेण सावएण वाऽवस्सकायव्वं हवइ जम्हा । अतो अहनिसिस्सय, तम्हा आवस्सयं नाम ॥ १ ॥ ભાવાર્થ—‘સાધુને તથા શ્રાવકને રાત્રી સંબંધી અને દિવસ સંબંધી અવશ્ય કરવા લાયક છે, તેથી તેનું નામ ‘આવશ્યક’ છે.’’ આ વચનથી આવશ્યક સૂત્ર અવશ્ય વિધિ યુક્ત વાંચવા ભણવા યોગ્ય છે; પરંતુ કારણ હોય તો છજીવનિકાય અઘ્યયન ભણવામાં પણ દોષ નથી, એવું ચૂર્ણમાં કહ્યું છે. અથવા “જે કોઈ આ નિયંત્રણાને ન ઇચ્છે અને વિનય તથા ઉપધાન વહન કર્યા વિના નવકાર વગેરે શ્રુતજ્ઞાન ભણે, ભણાવે અથવા ભણતાને અનુમોદન કરે તેને પ્રિયધર્મી સમજવો નહીં; અને તેણે ગુરુની, અતીત અનાગત અને વર્તમાન કાળના સર્વે તીર્થંકરોની અને શ્રુતની આશાતના કરી છે એમ સમજવું. તથા તે અનંતકાળ પર્યંત સંસારમાં પરિભ્રમણ કરે અને અનેક પ્રકારની નિયંત્રણાને ચિરકાળ સહન કરે એમ જાણવું.” ઇત્યાદિ શ્રીમહાનિશીથ સૂત્રના આલાવાથી સર્વત્ર ઉપધાનનો વિધિ જાણવો. વર્તમાન સમયમાં તો દ્રવ્ય, ક્ષેત્ર અને કાલાદિકની અપેક્ષાએ લાભાલાભનો વિચાર કરીને ઉપધાન તપ કર્યા વિના જ આવશ્યક સૂત્ર ભણવાની આચરણા ચલાવેલી દેખાય છે; પરંતુ એ આચરણા જિનેશ્વરની આજ્ઞા સમાન જ છે; કેમકે તે વિષે શ્રી ચૈત્યવંદન ભાષ્યમાં કહ્યું છે કે– असढाइणवज्जं गीअच्छ अवारिअंति मझच्छा | आयरणावि हु आणत्ति, वयणओ सुबहुमन्नंति ॥ १ ॥ ભાવાર્થ-‘અશઢ એટલે પંડિત પુરુષોએ આદરેલી, અનવદ્ય–પાપરહિત અને ગીતાર્થોએ Jain Educa[ભાગ ૪-૧૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૮ નહીં વારેલી એવી મધ્યસ્થ આચરણા પણ આણા—આજ્ઞા જ છે; કારણ કે તે વચનને અત્યંત બહુમાન આપનારી છે. ન પરંતુ જેણે ઉપધાન વહ્યા વિના પ્રથમ નવકાર વગેરેનો અભ્યાસ કર્યો હોય તેણે અવશ્ય પોતાની શક્તિ પ્રમાણે તપ કરીને પણ ઉપધાન વહેવા જોઈએ. કદાચ ગુરુનો યોગ ન મળે તો દક્ષ શ્રાવકે સ્થાપનાચાર્યની સમીપે ઉપધાનનો સર્વ વિધિ કરવો, પણ તેમાં આળસ વગેરે કરવું નહીં’’ એવું હીરપ્રશ્નમાં કહેલું છે. ઘરના કામકાજમાં અત્યંત વ્યગ્ર રહેવાથી અથવા પ્રમાદ વગેરેથી જેઓ ઉપઘાન વહન કરતા નથી, તેઓનો નવકાર ગણવો, દેવવંદન કરવું, ઈર્યાવહી પડિકમવી તથા પ્રતિક્રમણ કરવું વગેરે આખા જન્મમાં કદાપિ પણ શુદ્ધ (નિર્દોષ) થતાં નથી, અને ભવાંતરમાં પણ તેઓને તે ક્રિયાનો લાભ મળવો અસંભવિત લાગે છે; તેથી ક્રિયાની શુદ્ધિને ઇચ્છનારા શ્રાવકોએ છ ઉપઘાન અવશ્ય વહેવાં, જેથી સર્વત્ર સુખની પ્રાપ્તિ થાય. વ્યાખ્યાન ૨૦૧ યોગના બહુમાન વિષે योगक्रियां विना साधुः, सूत्रं पठेन्न पाठयेत् । दुष्कर्माणि विलीयन्ते श्रुतदेवी वरदा सदा ॥ १ ॥ ભાવાર્થ—યોગ વહન કર્યા વિના સાઘુએ સૂત્ર ભણવું કે ભણાવવું નહીં; કેમકે યોગ વહન કરવાથી દુષ્કર્મનો નાશ થાય છે, અને શાસનદેવતા હમેશાં વરદાન આપનાર થાય છે.’’ આ હકીકત ઉ૫ર માસતુસ મુનિનું દૃષ્ટાંત કહે છે. માસતુષ મુનિનું દૃષ્ટાંત પાટલીપુરમાં બે વેપારી ભાઈઓ વસતા હતા. તેઓ એકદા ગુરુ પાસે ધર્મોપદેશ સાંભળવા ગયા. ત્યાં ‘ધમ્મો મંગમુવિૐ' ઇત્યાદિ દેશના સાંભળીને વૈરાગ્ય થવાથી ચારિત્ર ગ્રહણ કર્યું. તેમાંથી એક ભાઈ ક્ષયોપશમના વશથી બહુશ્રુત થયા, તેને ગુરુએ યોગ્ય જાણીને સૂરિપદ આપ્યું; તેથી તે પાંચસો સાધુઓના સ્વામી થયા. સર્વ સાધુઓને તે વાચના આપતા હતા; તે સાધુઓ સંદેહ પડે ત્યારે વારંવાર આવી આવીને પ્રશ્નો કરતા, તેથી રાત્રે પણ સૂરિને નિદ્રાનો અવકાશ મળતો નહીં. આમ થવાથી જ્ઞાનાવરણીય કર્મના ઉદયને યોગે તેને વિચાર થયો કે—શાસ્ત્રના પાર પામેલા એવા મને ધિક્કાર છે, કે જેથી હું એક ક્ષણ પણ સુખ પામતો નથી, અને મારા ભાઈને ઘન્ય છે કે જેથી તે નિશ્ચિંત સૂઈ રહે છે.’’ ઇત્યાદિ વિચાર કરીને “મૂત્યું હિ સરે મમાપિ વિતં” એ શ્લોકનું સ્મરણ કરીને ‘હવે હું આ ક્લેશને તજું'' એમ મનમાં વિચાર કર્યા કરતા હતા. અન્યદા સાધુઓ આહાર ગ્રહણ કરવા વગેરે કાર્ય માટે બહાર ગયા, ત્યારે સૂરિએ વિચાર્યું કે—“અહો! ઘણા દિવસે આજે મને અવકાશ મળ્યો, માટે અહીંથી નીકળીને મારું મનોવાંછિત સિદ્ધ કરું.'' એમ વિચારીને સૂરિ નગરમાંથી નીકળીને બહાર ચાલ્યા. નગર બહાર જતાં તેણે કૌમુદીના મહોત્સવમાં એક સ્તંભ (થાંભલો) જોયો. તે સ્તંભને વિવિધ આભૂષણોથી શણગાર્યો હતો, અને તેની ફરતાં બેસીને ઘણા માણસો સંગીત કરતા હતા. પછી મહોત્સવ સમાપ્ત થયો એટલે તે જ સ્તંભને શોભા Page #220 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૬૧] યોગના બહુમાન વિષે ૨૧૧ રહિત તથા કાગડા વગેરે પક્ષીઓથી વીંટાયેલો જોયો. તે જોઈને સૂરિએ વિચાર કર્યો કે‘આ સ્તંભને જ્યારે માણસોએ શણગાર્યો હતો, અને સર્વ તેની ફરતાં વીંટાઈ વળ્યા હતા, ત્યારે તેની અત્યંત શોભા હતી, પણ અત્યારે તે કાંઈ જ શોભતો નથી; માટે ખરેખર પરિવારયુક્તની જ શોભા હોય છે, એકલાની શોભા હોતી નથી; તો પરિવારથી અને જૈન ધર્મથી ભ્રષ્ટ થઈ સ્વેચ્છાએ વિચરવાને ઇચ્છનાર એવા મને ધિક્કાર છે.'' ઇત્યાદિ વિચાર કરીને તે સૂરિ પોતાના ઉપાશ્રયે પાછા આવ્યા અને પોતાના મનથી જ તેની આલોચના (પ્રાયશ્ચિત્ત) લીઘી; તો પણ દુષ્ટ ધ્યાન કરવાથી તેણે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું હતું તે નિર્મૂળ થયું નહીં. પછી તેણે નિર્મળ ચારિત્ર પાળ્યું, અને આયુષ્યને અંતે અનશન કરી મૃત્યુ પામીને સ્વર્ગે ગયા. સ્વર્ગથી ચ્યવીને તે આભીર(રબારી)ના પુત્ર થયા. અનુક્રમે તે આભીરપુત્ર યુવાવસ્થા પામ્યો, એટલે તેના બાપે તેને એક કન્યા પરણાવી. તેને એક પુત્રી થઈ. તે સ્વરૂપે અત્યંત સૌંદર્યવાન થઈ. એકદા ઘણા આભીરો ઘીનાં ગાડાં ભરીને બીજે ગામ વેચવા ચાલ્યા. તે વખતે આ રબારી પણ ઘીનું ગાડું ભરીને પોતાની પુત્રીને ગાડું હાંકવા બેસાડી તેઓની સાથે ચાલ્યો. માર્ગે ચાલતાં બીજા ગાડીવાનો આ કન્યા જોઈને મોહ પામ્યા, તેથી તેમના મન વ્યગ્ર થવાથી તેઓ આડે માર્ગે ગાડાં હાંકવા લાગ્યા, એટલે તેમનાં ગાડાં ભાંગી ગયાં. તે વૃત્તાંત જાણીને પેલી કન્યાના બાપે વિચાર કર્યો કે—આ સંસારની પ્રવૃત્તિને ધિક્કાર છે! સર્વ જીવો આવા અસાર અને મળ, મૂત્ર તથા પુરીષના પાત્ર રૂપ સ્ત્રીના શરીરને વિષે કામાંધ થઈને પોતાના હિતસાધનમાં પણ નિરપેક્ષ થઈ મોહ પામે છે.” આ પ્રમાણે અશુચ્યાદિ ભાવના ભાવતાં તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો. પછી ગ્રામાન્તરમાં ઘી વેચીને તે પોતાને ઘેર આવ્યો. ત્યાં પોતાની પુત્રીને યોગ્ય સ્થાને પરણાવીને તેને સદ્ગુરુ સમીપે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે આવશ્યક વગેરેના યોગ વહન કરીને ઉત્તરાધ્યયનના યોગ વહન કરતાં તેણે ત્રણ અધ્યયન પૂર્ણ કર્યા. પછી પૂર્વસંચિત જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થવાથી તેને ઘણો પ્રયાસ કર્યા છતાં પણ શ્રી ઉત્તરાધ્યયનના ચોથા અસંખ્યેય અઘ્યયનનો એક અક્ષર પણ આવડ્યો નહીં. તેથી તેણે ગુરુને કહ્યું કે—“આ આવડતું નથી.’’ ત્યારે ગુરુએ કહ્યું કે–“હે મુનિ! તમે આંબેલનું તપ કરો, અને ‘મા રુસ મા તુસ–રોષ ન કરવો, તોષ ન કરવો' એ રીતે રાગદ્વેષનો નિગ્રહ કરવાના રહસ્યવાળું પદ ગોપ્યા કરો.’’ તે વાત કબૂલ કરીને ‘મારે બીજો પાઠ લેવાથી સર્યું' એમ માની તે મુનિએ બીજો પાઠ લીધો નહીં, અને તેનું તે જ પદ મોટેથી ગોખવા લાગ્યા, તો પણ તે પદ કંઠે થયું નહીં, અને અસ્પષ્ટ (માસતુસ, માસતુસ) એવો ઉચ્ચાર થવાથી લોકો હસવા લાગ્યા. તે જોઈ મુનિ ક્ષમા ધારણ કરીને ઊલટા પોતાના કર્મને જ નિંદવા લાગ્યા. તેમજ “રે જીવ! તું રોષ કર મા ને તોષ કર મા’’ એ રીતે સર્વ સિદ્ધાંતના સારભૂત તે જ પદ ગોખવા લાગ્યા. લોકોએ તેનું નામ માસતુસ પાડ્યું. એ પ્રમાણે આત્મનિંદા અને આચામ્સ તપ કરતાં તે મુનિએ બાર વર્ષ વ્યતીત કર્યાં. બાર વર્ષને અંતે તે જ પદ ગોખતાં તે મુનિ શુભ ધ્યાન વડે ક્ષપક શ્રેણિ ઉપર આરૂઢ થઈને સકલ લોકાલોકને પ્રકાશ કરનાર કેવળજ્ઞાનને પામ્યા. દેવોએ કેવળજ્ઞાનનો મહિમા કર્યો. ન ત્યાર પછી પૃથ્વીપર વિહાર કરતાં માસતુસ કેવળી ઘણા ભવ્ય જીવોને પ્રતિબોધ કરીને અનન્ત ચતુષ્કમય શાશ્વત સ્થાનને (મોક્ષને) પામ્યા. * Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૮ ‘“આ પ્રમાણે માસતુસ સાધુ શુભ ભાવના વડે સર્વ પાપનો ક્ષય કરીને કેવળજ્ઞાન મેળવી શાશ્વતપદને પામ્યા.’’ ૨૧૨ વ્યાખ્યાન ૨૬૨ યોગવહનની સ્થિરતાનું દૃષ્ટાંત યોગવહનને સ્થિર કરવા માટે દૃષ્ટાંત કહે છે– गुल्म एत्याचार्यजीवः सुरोत्तमः । योगवाहिस्वशिष्याणां, क्रियास्वविघ्नमातनोत् ॥ १॥ ભાવાર્થ-નલિનીગુલ્મ નામના વિમાનમાં આચાર્યનો જીવ શ્રેષ્ઠ દેવતા થયો હતો. તેણે ત્યાંથી પોતાને સ્થાને આવીને યોગવહન કરતા એવા પોતાના શિષ્યોને તેમની ક્રિયામાં નિર્વિઘ્રપણું કર્યું (વિદ્નનો નાશ કર્યો).’’ તેનું દૃષ્ટાંત આગળ કહેવામાં આવશે. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે‘શ્રમણભગવાન મહાવીરના તીર્થમાં સાત પ્રવચન નિર્ભવ થશે, તેમાં ૧ (બહુરતા) બહુ સમયે કાર્યવાદી, ૨ ચરમ પ્રદેશે જીવવાદી, ૩ અવ્યક્તવાદી, ૪ સમય સામુચ્છેદિક (સમયે સમયે ઉચ્છેદ માનનાર), ૫ એક સમયે બે ક્રિયા માનનાર, ૬ ત્રિરાશીઓ અને ૭ અવસ્થિતીક (સૃષ્ટ કર્મ માનનાર). તે સાત પ્રવચન નિહ્નવના સાત ધર્મગુરુઓ છે. તેમનાં નામ ૧ જમાલી, ૨ તિષ્યગુપ્ત, ૩ આષાઢ સૂરિના શિષ્ય, ૪ અશ્વમિત્ર મુનિ, ૫ ગંગદત્ત મુનિ, ૬ છલ્લુક (રોહગુપ્ત) અને ૭ ગોષ્ઠામાહિલ. આ સાત નિહ્નવો સૂત્રમાં સૂચન માત્રથી કહ્યા છે. તેમાં ત્રીજો નિહ્નવ યોગક્રિયા વહન કર્યા પછી મિથ્યાત્વના ઉદયથી ઉત્પન્ન થયો છે. એ રીતે અનેક ઠેકાણે સાધુઓના ઉપઘાન તપનું વર્ણન કરેલું જોવામાં આવે છે. અહો! તે યોગાદિકનો જે અપલાપ કરે છે તેની ધૃષ્ટતા અકલિત છે; કેમકે તે પ્રત્યક્ષ રીતે સૂત્રવિરુદ્ધ બોલે છે અને તેમ થવાથી સૂત્રમાં કહેલું અવ્યક્તવાદીનું ચરિત્ર અવ્યર્થ થઈ જાય તેમ છે. તે ચરિત્ર સંપ્રદાયથી આવેલું નીચે પ્રમાણે છે— 2 આષાઢસૂરિના શિષ્યોનું દ્રષ્ટાંત શ્વેતાંબિકા નામની નગરી પાસે પોલાસ નામના વનમાં આર્ય આષાઢસૂરિ ગચ્છ સહિત સમવસર્યાં. તે ગચ્છમાં આગમ ભણનારા ઘણા શિષ્યો હતા. તેઓ અગાઢ યોગ વહન કરવાનો નિશ્ચય કરી તે સંબંધી ક્રિયા કરવામાં તત્પર થયા. તે જ દિવસે કોઈ તેવા પ્રકારના કર્મોના ઉદયથી આચાર્યને હૃદયમાં શૂળનો વ્યાધિ થયો, અને કાળ કરીને સૌધર્મ દેવલોકમાં નલિનીગુલ્મ નામના વિમાનને વિષે દેવપણે ઉત્પન્ન થયા. તે વૃત્તાંત આખા ગચ્છમાં કોઈના જાણવામાં આવ્યું નહીં. અહીં અવધિજ્ઞાનના ઉપયોગથી તે સાધુઓને અગાઢ યોગમાં પેઠેલા જાણીને તેમના પર દયા આવવાથી તે દેવે ત્યાં આવીને તે જ શરીરમાં પ્રવેશ કર્યો. પછી તે સાધુઓને ઉઠાડીને કહ્યું કે—“હે સાઘુઓ! વૈરાત્રિક કાળ ગ્રહણ કરો.'' ઉત્તરાધ્યયનના છત્રીસમા અધ્યયનમાં કાળગ્રહણ અને યોગવિધિ યોગ્ય અનુષ્ઠાન બતાવેલું છે. पोरसीओ चउप्भाए, वंदित्ता तओ गुरुं । पडिक्कमत्ता कालस्स, सेज्जं तु पडिलेहए ॥१॥ Page #222 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૬૨] યોગવહનની સ્થિરતાનું દૃષ્ટાંત ૨૧૩ ભાવાર્થ-“રાત્રીના પ્રથમ પહોરને ચોથે ભાગે ગુરુને વાંદણાં દઈને કાળ પ્રતિક્રમવાવાળો શવ્યા જે કાળગ્રહણની ભૂમિ તેને પડિલેહે.” આ ગાથામાં વાઘાયિક કાલગ્રહણ જાણવું; અને– तम्मेव य नक्खत्ते, गयणचौभागसावसेसंमि । वेरत्तिअंपि कालं, पडिलेहि मुणि कुजा ॥१॥ ભાવાર્થ-“વાઘાયિક કાળગ્રહણ વખતે જે નક્ષત્ર ગગનને આઠમે ભાગે દીઠું હતું તે જ નક્ષત્રને ગગનગતિ કરતાં ગગનનો ચોથો ભાગ જ્યારે શેષ રહે ત્યારે વૈરાત્રિક કાલ ગ્રહણ મંડલભૂમિનો પડિલેહનાર મુનિ કરે.” આ ગાથામાં વૈરાત્રિક કાળગ્રહણ કહ્યું છે. આ પ્રમાણે સૂત્રને અનુસાર દેવના વચનથી સાઘુઓએ ક્રિયા કરી. તેમજ શ્રતના ઉદ્દેશ, સમુદેશ અને અનુજ્ઞા પણ તેમની પાસે કરી. એ રીતે દિવ્ય પ્રભાવથી તે દેવતાએ તે સાધુઓના કાળભંગ વગેરે વિઘનું નિવારણ કરીને જલદીથી તેમના યોગ પૂર્ણ કરાવ્યા. પછી તે શરીર મૂકીને સ્વર્ગમાં જતી વખતે તે દેવતાએ કહ્યું કે–“હે પૂજ્ય સાધુઓ! ક્ષમા કરજો. મેં અસંયમીએ તમોને વંદનાદિક કરાવ્યાં છે. તમે સંયમી છો અને હું તો અમુક દિવસે કાળ કરીને સ્વર્ગમાં ગયો હતો, પણ તમારા પર દયા આવવાથી અહીં આવીને તમારા યોગ પૂર્ણ કરાવ્યા છે.” ઇત્યાદિ કહી તેમને ખમાવીને તે દેવતા સ્વર્ગે ગયો. પછી તે સાધુઓએ તેનું શરીર પરઠવાવીને વિચાર કર્યો કે– “અહો! આ અવિરતિ દેવને આપણે ઘણા કાળ સુધી વંદના કરી, માટે એ પ્રમાણે બીજે સ્થાને પણ શંકા રાખવી જોઈએ; કેમકે કોણ સંયમી છે અને કોણ અસંયમી દેવતા છે તે કોણ જાણે છે? માટે કોઈને પણ વંદના ન કરવી એ જ શ્રેયનો રસ્તો જણાય છે; નહીં તો અસંયમીની વંદના અને મૃષાવાદ એ બે દોષ લાગે.” આ પ્રમાણે તેવા પ્રકારના ભારે કર્મના ઉદયથી તે મિથ્યા પરિણામની બુદ્ધિવાળા સાધુઓએ અવ્યક્તવાદનો અંગીકાર કરીને પરસ્પર વંદનક્રિયાને મૂકી દીધી. બીજા સ્થવિર સાધુએ તેમને શિખામણ આપી કે–“જો તમારે બીજા સર્વ ઉપર સંદેહ છે, તો જેણે તમને કહ્યું કે હું દેવ છું ત્યાં પણ તમને કેમ સંદેહ થયો નહીં કે તે દેવ છે કે અદેવ છે?” વાદી–તેણે પોતે જ કહ્યું કે “હું દેવ છું' તથા દેવનું રૂપ પણ અમે પ્રત્યક્ષ જોયું તેથી સંદેહ રહ્યો નહીં. પ્રતિવાદી–જો એમ છે તો જેઓ એમ કહે છે કે “અમે સાધુ છીએ' તેમજ સાધુનું રૂપ પણ તમે પ્રત્યક્ષ જુઓ છો તો તેઓને વિષે સાધુપણાનો શો સંદેહ કે જેથી તમે પરસ્પર વંદના કરતા નથી? વળી “સાધુના કરતાં દેવનું વાક્ય વઘારે સત્ય હોય” એમ પણ તમારે ઘારવું નહીં; કેમકે દેવો તો ક્રીડા વગેરેના કારણથી અસત્ય પણ બોલે, અને સાધુ તો તેવા અસત્યથી પણ વિરમેલા હોવાથી અસત્ય બોલે નહીં. વળી જો પ્રત્યક્ષ એવા યતિને વિષે પણ તમારે શંકા છે, તો પછી પરોક્ષ એવા જીવાજીવાદિ પદાર્થોને વિષે તો ઘણી જ શંકા હોવી જોઈએ. વળી યતિષવાળા મનુષ્યમાં સાધુપણું છે કે નહીં, એવો તમને સંદેહ પડે છે, તો પ્રતિમાને વિષે તો નિશ્ચયથી જ જિનપણું નથી; તો તેની વંદના કેમ કરવી? અને સાઘુની વંદનાનો નિષેઘ કેમ કરવો? વાદી–અસંયમી દેવતાએ પ્રવેશ કરેલા યતિવેષને વાંદવાથી તેમાં રહેલા અસંયમરૂપ પાપની અનુમતિ આવે, તે દોષ પ્રતિમાને વિષે નથી. Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાાંદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૮ પ્રતિવાદી—દેવતાએ અધિષ્ઠિત કરેલી પ્રતિમાને વિષે પણ અનુમતિરૂપ દોષ રહેલો જ છે. વાદી–શુ અધ્યવસાયવાળો માણસ જિનેશ્વરની બુદ્ધિથી પ્રતિમાને વાંદે છે, માટે તે દોષ પ્રતિમાને વિષે લાગતો નથી. ૨૧૪ પ્રતિવાદી–જો એમ છે તો શુદ્ધ અધ્યવસાયવાળાને યતિબુદ્ધિથી યતિરૂપને વાંદતાં શો દોષ કે જેથી તમે પરસ્પર વંદના કરતા નથી? વાદી—ત્યારે તો વિશુદ્ધ પરિણામવાળો લિંગમાત્રને ઘારણ કરનાર પાસસ્થાદિકને પણ યતિબુદ્ધિથી નમે, તો તેને દોષ લાગતો નથી એમ સમજવું. પ્રતિવાદી—તારું કહેવું અયુક્ત છે; કેમકે પાસસ્થાદિકને વિષે સમ્યગ્ નિગ્રંથપણાનો અભાવ છે. આહાર વિહાર વગેરે વડે તેનામાં નિગ્રંથના લિંગની પ્રાપ્તિ જણાતી નથી, માટે પ્રત્યક્ષ દોષવાળા પાસત્યાદિકને વંદના કરે, તો તેને સાવદ્યાનુજ્ઞાનો દોષ લાગે. કહ્યું છે કે– जह वेलंबगलिंगं, जाणत्तस्स नमउ हवइ दोसो । निबंधसं पि नाऊण, वंदमाणे धुवो दोसो ॥ १ ॥ ભાવાર્થ-‘જેમ ભાંડભવાયે—વિદૂષકે લીધેલા વેષને જાણતો છતો તેને વંદના કરે તો તેને દોષ લાગે છે, તેમજ જેનામાં નિષ્વસપણું વર્તે છે એવા વેષધારી મુનિને જાણતા છતાં વંદના કરે તો અવશ્ય દોષ લાગે છે.’’ વળી જો તમે પ્રતિમાને પણ વંદના કરો, તો તમારે સર્વત્ર શંકા જ રહી; તેથી આહાર, ઉપધિ, શય્યા વગેરે પણ દેવતાના વિધુર્વેલા હશે કે નહીં, તેનો નિશ્ચય નહીં હોવાથી તે આહારાદિક પણ તમારે ગ્રહણ કરવા ન જોઈએ. એ પ્રમાણે અતિ શંકા રાખવાથી સમગ્ર વ્યવહારનો ઉચ્છેદ થશે; કેમકે નિશ્ચયકારી જ્ઞાન વિના કોણ જાણે છે કે આ ભક્ત છે કે કીડા છે? વસ્ત્રાદિકમાં માણિક્ય છે કે સર્પ છે? વગેરે સર્વ સ્થાને ભ્રાંતિ જ રહેશે, અને ભક્તપાનાદિ કાંઈ પણ વાપરી શકાશે નહીં. અથવા તો જેમ આર્ય આષાઢ દેવે ઘારણ કરેલું યતિનું રૂપ તમે જોયું, તેવા બીજા કેટલા દેવોને યતિરૂપે તમે પૂર્વે જોયા હતા કે જેથી આ એક જ દૃષ્ટાંતથી તમે સર્વત્ર શંકાશીલ થયા છો? કોઈ વખત કાંઈ આશ્ચર્યાદિકના કારણથી કોઈ ઠેકાણે કોઈ દેવાદિકને વિષે તેવી રીતે જોઈને સર્વ સ્થાને તેવી શંકા રાખવી એ યોગ્ય નથી. માટે વ્યવહાર નયનો આશ્રય કરીને તમારે એક બીજાને વંદના કરવી યુક્ત છે; કેમકે છદ્મસ્થને સર્વ પ્રવૃત્તિ વ્યવહારથી જ કરવી પડે છે. વ્યવહારનો ઉચ્છેદ કરવાથી તીર્થના ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. સર્વજ્ઞો પણ વ્યવહારમાર્ગનો લોપ કરતા નથી. તે વિષે મહાભાષ્યમાં શ્રી જિનભદ્રગણિએ કહ્યું છે કે– संववहारो वि बली, जमसुद्धं पि गहियं सुयंविहिए । कोवेइ न सव्वण्णु, वदइय कयाइ छउमथ्थ ' ॥१॥ ભાવાર્થ-‘શ્રુતવ્યવહાર પણ બળવાન છે. જેથી શ્રુતવિધિ પ્રમાણે છદ્મસ્થ ગ્રહણ કરેલા શુદ્ધ પણ કેવળીની બુદ્ધિએ અશુદ્ધ આહારને પણ સર્વજ્ઞ દૂષિત કરતા નથી (વાપરે છે), અને તે સંબંધી કાંઈ કહેતા નથી અર્થાત્ તેને પ્રમાણ કરે છે.’’ ૧ આ પદ અશુદ્ધ જણાય છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૬૨] યોગવહનની સ્થિરતાનું દૃષ્ટાંત ૨૧૫ ઇત્યાદિ યુક્તિઓ વડે તે સ્થવિર સાધુએ તેમને સમજાવ્યા, તો પણ તેઓએ પોતાનો આગ્રહ છોડ્યો નહીં; ત્યારે તે સ્થવિર સાધુઓએ તેમને કાયોત્સર્ગ પૂર્વક ગચ્છ બહાર કર્યા. તેઓ ફરતા ફરતા અન્યદા રાજગૃહ નગરે ગયા. ત્યાં મૌર્યવંશી બલભદ્ર નામનો રાજા રાજ્ય કરતો હતો. તે શુદ્ધ શ્રાવક હતો. તેણે સાંભળ્યું કે–‘અવ્યક્તવાદી નિહ્નવો અહીં આવ્યા છે, અને ગુણશીલ નામના વનમાં રહ્યા છે.’ પછી તે શ્રાવક રાજાએ તેમને બોઘ કરવા માટે પોતાના સુભટો પાસે તેમને બાંધીને પોતાની પાસે અણાવ્યા, અને કૃત્રિમ કોપ દેખાડીને પોતાના સુભટોને હુકમ કર્યો કે—‘આ સર્વેને તેલની ઊકળતી કડાઈમાં નાંખો અને હાથીને પગે બાંધી તેમનું મર્દન કરો.” તે હુકમ સાંભળીને તે સુભટો હાથીઓને તથા કડાઈઓને લાવ્યા. તે જોઈને ભય પામેલા સાધુઓએ રાજાને કહ્યું કે—“હે રાજન્! તમે શ્રાવક છતાં અમને સાધુઓને કેમ હણો છો?'' રાજાએ કહ્યું કે—‘તમે ચોર છો, હેરીક છો, કે સાધુ છો તે કોણ જાણે છે?’' તેઓ બોલ્યા કે—“હે રાજન્! અમે સાધુ જ છીએ, બીજા કોઈ નથી.’’ ત્યારે રાજાએ કહ્યું કે—‘તમારા મતમાં તો સર્વ વસ્તુ અવ્યક્ત (સંદેહવાળી) છે. તેથી તમે સત્ય સાધુ છો એમ કોણ જાણે? તથા તમે પણ કેમ કહી શકો? વળી તમારા મત પ્રમાણે હું શ્રાવક છું કે બીજો છું, તે પણ શંકિત છે. તો તમે મને શ્રાવક કેમ કહો છો? તેમ કહેવાથી પરસ્પર નહીં વાંદતા એવા તમારા અવ્યક્તવાદની હાનિનો પ્રસંગ આવે છે; તથાપિ હજુ પણ તમે વ્યવહારનયને અંગીકાર કરો તો ઉત્તમ શ્રમણ નિગ્રંથ તરીકે તમને હું સહું (કબૂલ કરું).’’ તે સાંભળીને તે સાધુઓ બહુ લગ્ન પામ્યા, અને રાજાની વાણીથી દૃઢ બોધ પામ્યા. પછી તેઓએ રાજાને વચનથી કહ્યું કે—“શ્રીમાન્ જિનેશ્વરે કહેલી ક્રિયાયુક્ત અને જ્યેષ્ઠ લઘુના વ્યવહા૨ે પરસ્પર વંદના કરનારા અમે શ્રમણ નિગ્રંથ છીએ.’ એ પ્રમાણે વારંવાર બોલવા લાગ્યા. વળી તેઓ બોલ્યા કે—“હે સાઘુરાજ! અમને ચિરકાળથી ભ્રાંતિ પામેલાને આજે તમે સન્માર્ગે પમાડ્યા.'' તે સાંભળીને રાજા નમ્રતાથી બોલ્યો કે—‘તમોને પ્રતિબોધ કરવા માટે મેં જે અયોગ્ય કામ કર્યું તે સર્વ ક્ષમા કરજો.’’ એમ કહીને તે શ્રેષ્ઠ રાજાએ સર્વ સાધુઓને વંદના કરી. તે સાધુઓ પણ ફરીથી બોધ પામીને પ્રથમની જેમ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછી બસો ચૌદ વર્ષે ઉત્પન્ન થયેલા ત્રીજા નિહ્નવની આ કથા કહી છે. ‘સૂત્રના યોગવહનની ક્રિયામાં પોતાના શિષ્યોને વિઘ્ર ન થાઓ' એમ વિચારીને શ્રુતની ભક્તિમાં આસક્ત એવા આષાઢદેવતાએ સ્વર્ગમાંથી આવીને તેઓની ક્રિયા પૂર્ણ કરાવી. “હે તપસ્વીઓ! આ પ્રમાણે ઉપઘાન નામના શુભાચારનું વર્ણન સાંભળીને આગમને અનુસારે તે ઉપધાનવિધિમાં આદર કરો.'' ૧ વોસિરાવવા પૂર્વક Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [તંભ ૧૮ વ્યાખ્યાન ૨૬૩ જ્ઞાનાચારનો પાંચમો ભેદ-અનિહa હવે અનિદ્ભવ નામના પાંચમા આચાર વિષે કહે છે श्रुताक्षरप्रदातृणां, गुरूणां च श्रुतादीनाम् । अनिलवोऽयमाचारः, पंचमः श्रीजिनैः स्तुतः॥१॥ ભાવાર્થ-“શ્રુતના અક્ષરને આપનારા ગુરુઓનો અને મૃતાદિકનો અપલાપ કરવો નહીં. એ પાંચમો આચાર શ્રી જિનેશ્વરોએ કહેલો છે.” જેની પાસે કાંઈ પણ અધ્યયન કર્યું હોય તે ગુરુ અપ્રસિદ્ધ હોય કે જાતિ અથવા કૃતાદિકથી હીન હોય, તો પણ તેને ગુરુ તરીકે માનવા (કહેવા), પણ પોતાનું ગૌરવ કરવું નહીં. પંથક નામના શિષ્યની જેમ ગુરુનું બહુમાન કરવું, તેના દોષ ગ્રહણ કરવા નહીં. નિરંતર ગુરુથી શંકાતા રહેવું (ભય પામતા રહેવું); નિઃશંકપણું ઘારણ કરવું નહીં. શ્રી આમરાજાએ માતંગી સ્ત્રીનો સ્પર્શ કર્યો તે વૃત્તાંત ગુરુએ જાણ્યો, ત્યારે રાજાએ મનમાં વિચાર્યું કે-“અહો! મારું અયોગ્ય કૃત્ય ગુરુએ જાણ્યું. હવે હું ગુરુને મુખ શી રીતે બતાવું?” પછી તે પાપની શુદ્ધિ કરવા માટે રાજા તપાવેલી લોહની પૂતળીનો સ્પર્શ કરવા તૈયાર થયો. તે વાત જાણવાથી ગુરુએ તેને શ્લોકો મોકલીને બોઘ કર્યો. આ દ્રષ્ટાંત વિસ્તારથી પ્રથમ લખી ગયા છીએ. વળી કુમારપાળ રાજાએ સૂકાં ઘેબર ચાવતાં માંસભક્ષણનો સ્વાદ સંભાર્યો હતો. પછી તરત જ ઉપયોગ આવવાથી તેણે વિચાર્યું કે-“અહો! મેં આ અયોગ્ય ચિંતવ્યું. આ વાત ગુરુ જાણશે તો મારું જીવિત ધિક્કારપાત્ર થશે.” એમ વિચારીને રાજા પોતાના દાંત પાડી નાંખવા તૈયાર થયો, તે વખતે તેમના શ્રાવક પ્રઘાનોએ તેમને ઉપદેશ આપીને અટકાવ્યો. પછી તેણે ગુરુએ આપેલા પ્રાયશ્ચિત્તમાં ઘેબરના રંગ અને આકારવાળો એક હજાર ને ચૌદ સ્તંભથી યુક્ત નવીન પ્રાસાદ કરાવ્યો. વગેરે દ્રષ્ટાંતોથી ગુરુ વગેરેનો અપલાપ કરવામાં મોટો દોષ જાણવો. અન્ય ઘર્મમાં પણ કહ્યું છે કે एकाक्षरप्रदातारं, यो गुरुं नाभिमन्यते ।। __ श्वानयोनिशतं गत्वा, चंडालेष्वभिजायते ॥१॥ ભાવાર્થ-“જે માણસ એક અક્ષરને પણ આપનાર (ભણાવનાર) એવા ગુરુને ગુરુ તરીકે માનતો નથી, તે સો વખત કૂતરાની યોનિમાં જન્મીને ચંડાળની યોનિમાં ઉત્પન્ન થાય છે.” તેમજ મુતાદિકનો પણ અપલાપ કરવો નહીં. જેની પાસે જેટલું કૃત ભણ્યા હોઈએ તેટલું જ કહેવું, પણ તેથી જૂનાધિક કહેવું નહીં; કેમકે તેમ કરવાથી મૃષાવાદ, મનનું કાળુષ્ય અને જ્ઞાનાતિચાર વગેરે દોષો પ્રાપ્ત થાય છે. ગુરુનો અને શ્રુતનો અપલાપ કરવાથી રોહગુપ્ત સાઘુની જેમ સર્વ ગુણની હાનિ થાય છે. રોહગત નિતવની કથા અન્તરિકાપુરીના ઉપવનમાં શ્રીગુરૂ આચાર્ય ગચ્છ સહિત રહ્યા હતા. તે પુરીમાં બલશ્રી નામે રાજા રાજ્ય કરતો હતો. આચાર્યનો રોહગુપ્ત નામનો એક શિષ્ય બીજા ગામમાં રહ્યો હતો, તે ગુરુને Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ વ્યાખ્યાન ૨૬૩]. જ્ઞાનાચારનો પાંચમો ભેદ–અનિલવ વાંદવા માટે તે પુરીમાં આવ્યો. ત્યાં કોઈ એક તાપસ લોહના પાટાથી પોતાનું પેટ બાંધીને જાંબુના વૃક્ષની શાખા હાથમાં રાખીને નગરીમાં ભમતો હતો. તે જોઈને “આ શું?” એમ લોકોએ પૂછ્યું, ત્યારે તે તાપસ બોલ્યો કે-“મારું ઉદર ઘણા જ્ઞાનથી ભરાઈ ગયું છે, માટે તે ફાટી જવાના ભયથી તેને લોહના પટ્ટથી બાંધી લીધું છે, અને આખા જંબૂદ્વીપમાં મારો પ્રતિવાદી કોઈ નથી એવું જણાવવા માટે આ જંબૂવૃક્ષની ડાળી હાથમાં રાખી છે.” પછી તે તાપસે “આખી નગરી શૂન્ય છે, સર્વે પરપ્રવાદી છે, પણ મારો પ્રતિવાદી કોઈ નથી.” એવી ઘોષણાપૂર્વક આખી નગરીમાં પડહ વગડાવ્યો. તે પડહ નગરીમાં પ્રવેશ કરતાં રોહગુએ જોયો અને ઘોષણા સાંભળી. તેથી “હું તેની સાથે વાદ કરીશ” એમ કહીને રોહગુસે તે પડહને નિવારણ કર્યો. પછી તેણે ગુરુ પાસે આવીને વંદનાપૂર્વક વાદ કરવાનું કબૂલ કર્યાનો વૃત્તાંત કહ્યો. તે સાંભળીને ગુરુએ કહ્યું કે–“તેં એ કામ સારું કર્યું નહીં, કેમકે તે ઘણી વિદ્યાથી ભરપૂર છે. તેથી તે કદાચ વાદમાં પરાભવ પામે તો મંત્રવિદ્યાથી પ્રતિવાદીને ઉપદ્રવ કરે છે. તે વિદ્યા આ પ્રમાણે . वृश्चिकान् पन्नगानाखून, मृगशूकरवायसान् । शकुनिकांश्च कुरुते, स हि विद्याभिरुद्भटान् ॥१॥ ભાવાર્થ-તે તાપસ વિદ્યા વડે અતિ ઉદ્ભટ એવા વીંછી, સર્પ, ઉંદર, મૃગ, સૂવર, કાગડા અને સમળીઓ વગેરે વિદુર્વે છે.” તે સાંભળી રોહગુએ કહ્યું કે–“એમ હોય તો પણ હવે ક્યાં નાસીને જવાય એમ છે? તે પટહ તો મેં નિવારણ કર્યો છે. હવે તો જે થવાનું હોય તે થાઓ.” ગુરુએ કહ્યું કે-“જો એવો જ નિશ્ચય હોય, તો માત્ર પાઠ કરવાથી જ સિદ્ધ થાય એવી અને તેની વિદ્યાનો નાશ કરનારી આ સાત વિદ્યા તું ગ્રહણ કર. केकिनो नकुला ओतृ-व्याघ्रसिंहाश्च कौशिकाः । श्येनाश्च याभिर्जायन्ते, तदिद्यबाधकाः क्रमात् ॥१॥ ભાવાર્થ-આ સાત વિદ્યાએ કરીને અનુક્રમે તેની વિદ્યાને બાઘ કરનારા મોર, નોળિયા, બિલાડા, વાઘ, સિંહ, ઘુવડ અને બાજ પક્ષીઓ ઉત્પન્ન થાય છે.” પછી તે સાત વિદ્યાઓ આપી અને તે ઉપરાંત ઓઘો મંત્રીને ગુરુએ તેને આપ્યો અને કહ્યું કે–“જો કદાચ તે તાપસ ક્ષુદ્ર વિદ્યાથી બીજો કાંઈ પણ ઉપદ્રવ કરે, તો તેના નિવારણ માટે આ ઓધો તારે તારા માથા પર ફેરવવો. તેમ કરવાથી ઇન્દ્ર પણ તને જીતી શકશે નહીં.” પછી તે રોહગુપ્ત રાજસભામાં ગયો. ત્યાં તેણે કહ્યું કે “આ ભિક્ષુક તાપસમાં શું જ્ઞાન છે? તેથી પ્રથમ તે જ પોતાની ઇચ્છા પ્રમાણે પૂર્વપક્ષ કરે, તેનો હું ઉત્તર આપીશ.” તે સાંભળીને તાપસે વિચાર્યું કે આ સાઘુઓ ઘણા નિપુણ હોય છે, માટે તેના જ સંમત પક્ષનો આશ્રય કરીને હું બોલું, કે જેથી તે તેનું નિરાકરણ કરી જ ન શકે” એમ વિચારીને તે બોલ્યો કે-“આ દુનિયામાં જીવ અને અજીવ એવી બે જ રાશિ છે. તે જ પ્રમાણે જોવામાં આવે છે માટે. ઘર્મ ને અઘર્મ, દ્રવ્ય ને ભાવ ઇત્યાદિ બબ્બે રાશિની જેમ.” તે સાંભળીને રોહગુએ વાદીનો પરાભવ કરવા માટે પોતાના સંમત પક્ષને ૧ અહીં વાદી ત્રણ વાક્યો બોલ્યો છે. તેમાં પહેલું વાક્ય પક્ષ, બીજું હેતુ અને ત્રીજું દ્રષ્ટાંત કહેવાય છે તે ત્રણે મળીને અનુમાન પ્રમાણ થયું છે. એ પ્રમાણે સર્વત્ર જાણવું. " Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૮ પણ છોડી દઈને તેને અસત્ય ઠરાવવા કહ્યું કે–“તેં જે હેતુ આપ્યો છે તે બીજી રીતે જોવામાં આવે છે તેથી અસિદ્ધ છે. દુનિયામાં જીવ, અજીવ અને નોજીવ એવી ત્રણ રાશિ જોવામાં આવે છે. તેમાં નારકી, તિર્યંચ વગેરે જીવ, પરમાણુ ઘટ વગેરે અજીવ અને ગરોળીની કપાયેલી પૂંછડી વગેરે નોજીવ છે. તેથી જીવ, અજીવ અને નોજીવ એ ત્રણ રાશિ સિદ્ધ થઈ, તે જ પ્રમાણે દેખાય છે માટે. અઘમ, મધ્યમ અને ઉત્તમ રાશિની જેમ.” ઇત્યાદિ અનેક યુક્તિઓ વડે તેના પ્રશ્નોના ઉત્તર આપીને તે તાપસનો તેણે પરાજય કર્યો. તેથી તાપસે ક્રોઘ પામીને વૃશ્ચિક વિદ્યા વડે રોહગુનો વિનાશ કરવા માટે વીંછી મૂક્યા, તે વીંછીઓનો નાશ કરવા માટે રોહગુએ મયૂરી વિદ્યા વડે મોર છોડ્યા. તેઓએ વીંછીને મારી નાંખ્યા, ત્યારે તાપસે સર્પ છોડ્યા, તેના પર રોહગુએ નોળિયા છોડ્યા. એ પ્રમાણે ઉંદર ઉપર બિલાડા, મૃગ ઉપર વાઘ, સૂવર ઉપર સિંહ અને કાગડા ઉપર ઘુવડ મૂક્યા. તેથી અત્યંત ક્રોધ પામીને તાપસે અતિ દુષ્ટ સમળીઓ મૂકી, તેના પર સાઘુએ બાજ મૂકીને તેમને હઠાવી. તે જોઈને તાપસે અતિ ક્રોધથી રાસભી મૂકી. તેને આવતી જોઈને સાધુએ પોતાના શરીર ફરતો ઓઘો ફેરવવા માંડ્યો અને તે વતી તે રાસલીને મારી, તેથી પ્રભાવ રહિત થઈને તે રાસભી તાપસ ઉપર મૂત્ર પરીષ કરીને જતી રહી. તે સર્વ જોઈને સભાપતિ રાજાએ તથા સભાના સમગ્ર લોકોએ તે તાપસની નિંદા કરીને તેને નગરમાંથી કાઢી મૂક્યો. રોહગુપ્ત મુનિ વિજય મેળવીને ગુરુની પાસે આવ્યા અને સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળીને ગુરુએ કહ્યું કે-“તેં તાપસને જીતી લીઘો, તે બહુ સારું કર્યું. પરંતુ સભામાંથી ઊઠીને આવતાં એમ કેમ ન કહ્યું કે–માત્ર વાદીને જીતવા માટે જ મેં ત્રણ રાશિનું સ્થાપન કર્યું છે, પણ વાસ્તવિક રીતે તો જીવ અને અજીવ એવી બે જ રાશિ છે. માટે હજુ પણ સભામાં જઈને ખરી વાત કહી આવ.” એ પ્રમાણે ગુરુએ ઘણી વાર ઘણી રીતે કહ્યું, ત્યારે તે રોહગુએ જવાબ આપ્યો કે-“હે સૂરિ! મારો સિદ્ધાંત પણ સત્ય છે. જો કદાચ નો જીવ નામનો ત્રીજો રાશિ માનતાં કાંઈ દોષ આવતો હોય તો તે સિદ્ધાંત અસત્ય છે. પણ તેમાં કાંઈ દોષ આવતો નથી. કેમકે ગરોળીની પૂંછડી વગેરે જીવના દેશભાગને નજીવ કહીએ તો તેમાં શો દોષ? હું તો એમાં કાંઈ પણ દોષ જોતો નથી. સૂત્રમાં ઘર્માસ્તિકાય વગેરેના દશ પ્રકાર કહ્યા છે તેમાં તે ઘર્માસ્તિકાયના પ્રદેશને પૃથ વસ્તુપણું કહેલું જ છે. નહીં તો દશ પ્રકાર ઘટે નહીં. તે જ પ્રમાણે ગરોળીની પૂંછડી અને છેદાયેલા એવા મનુષ્યના હાથ વગેરે અવયવો તે છેદાયેલા હોવાથી જીવથી ભિન્ન છે, અને તે અવયવો સ્ફરસાયમાન થાય છે તેથી અજીવથી પણ ભિન્ન છે માટે અવશ્ય તે અવયવો જુદી જ વસ્તુ છે, એમ સિદ્ધ થાય છે.” તે સર્વ સાંભળીને ગુરુ તેને સાથે લઈને રાજસભામાં ગયા. ત્યાં સત્ય માર્ગની પ્રરૂપણા કરીને શિષ્ય કરેલા પ્રશ્નોનું આગમને અનુસાર આ પ્રમાણે નિવારણ કર્યું કે સૂત્રમાં જીવ અને અજીવ એવી બે જ રાશિ કહેલી છે. વળી ઘર્માસ્તિકાય વગેરેના પ્રદેશ તે ઘર્માસ્તિકાયાદિકથી કાંઈ જુદા નથી, પરંતુ વિવક્ષા માત્રથી જ તેની ભિન્ન વસ્તુપણાની કલ્પના કરી છે. તેવી જ રીતે પુચ્છાદિક પણ ગરોળી વગેરે જીવોથી અભિન્ન છે. તે જીવ સંબંધી હોવાથી જીવ જ છે, નોજીવ નથી. તે વિષે શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે– હે ભગવંત! કાચબો કે કાચબાની ૧ ગઘેડો. Page #228 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૬૩] જ્ઞાનાચારનો પાંચમો ભેદ–અનિલ ૨૧૯ શ્રેણી, ગરોળી કે ગરોળીની શ્રેણી, વૃષભ કે વૃષભની શ્રેણી, મનુષ્ય કે મનુષ્યની શ્રેણી, પાડો કે પાડાની શ્રેણી તેના બે ખંડ, ત્રણ ખંડ યાવત્ સંખ્યાતા ખંડ છેદીને કરવામાં આવે તો તેના આંતરામાં જીવપ્રદેશ પ્રગટ(સ્કુટ)પણે છે?” પ્રભુ કહે છે-“હા ગૌતમ! પ્રગટપણે છે.” ફરી ગૌતમ સ્વામી પૂછે છે કે–“હે ભગવંત! કોઈ પુરુષ તે આંતરામાં રહેલા જીવપ્રદેશને હાથ વડે, પગ વડે, કાષ્ઠ વડે, તીક્ષ્ણ શસ્ત્ર વડે છેદતો સતો અથવા અગ્નિકાય વડે બાળતો સતો તેને કાંઈ અલ્પ બાઘા કે વિશેષ બાથા ઉપજાવી શકે?” પ્રભુ કહે છે– હે ગૌતમ! એ અર્થ સમર્થ નહીં, નિશ્ચયે તેને આક્રમણ કરી ન શકે. ” અહીં શિષ્ય પ્રશ્ન કર્યો કે–“ગરોળીના દેહ અને પૂંછડીની વચમાં પણ જીવના પ્રદેશો રહેલા છે એમ સૂત્રમાં કહ્યું, તો તે વચમાં રહેલા જીવના પ્રદેશો કેમ જણાતા નથી?” ગુરુએ ઉત્તર આપ્યો કે-“જીવપ્રદેશો અરૂપી હોવાથી દેખાતા નથી. જેમ દીવાનાં કિરણો પૃથ્વી, ભીંત કે કોઈ પાત્ર વગેરે મૂર્તિમાન વસ્તુ ઉપર પડ્યાં હોય તો તે દેખવામાં આવે છે. પણ કેવળ આકાશમાં ફેલાયેલા હોય તે ગ્રહી શકાતાં નથી. તે જ પ્રમાણે વચમાં રહેલા જીવપ્રદેશો પણ જોવામાં આવતાં નથી. બોલવું, શ્વાસોશ્વાસ લેવા, દોડવું, વળગવું, હુરવું વગેરે ક્રિયાઓ દેહને વિષે જ જણાય છે પણ વચમાં જણાતી નથી, માટે સૂક્ષ્મકાર્મણદેહથી યુક્ત છતાં પણ તે જીવપ્રદેશો ઔદારિક દેહ વિનાના હોવાથી દેખાતા નથી; અથવા હે શિષ્ય! તું જેને જીવ કહે છે, તેના પ્રદેશો જીવથી ભિન્ન છે કે અભિન્ન છે? જો ભિન્ન છે' એમ કહે તો તે જીવની સાથે ફરીથી તેનો સંગમ કેમ થાય? કેમકે ભિન્ન પ્રદેશ બીજે ઠેકાણે પણ પરમાણુની જેમ મળી જાય અને તે પ્રદેશોનો બીજા જીવ સાથે સંગમ થવાથી તે બન્ને જીવોના કર્મનો સંકર થયો, તેથી બન્ને જીવના સુખદુઃખાદિક પણ મળી જવા જોઈએ, પણ તેમ તો છે જ નહીં. માટે “ભિન્ન છે' એમ કહી શકાશે નહીં. હવે તે પ્રદેશો જીવથી અભિન્ન છે' એમ તું કહે તો, તે પ્રદેશ જીવના જ અંતર્ગત છે એમ કહેવું જોઈએ, માટે બે જ રાશિ સિદ્ધ થઈ, પણ ત્રણ સિદ્ધ થઈ નહીં.” વળી શિષ્ય પ્રશ્ન કર્યો કે-“તે પ્રદેશ અભિન્ન છે તો પણ સ્થાનનો ભેદ થયો, માટે તેને નોજીવ કહેવા. જેમ આકાશ એક છતાં સ્થાનના ભેદથી ઘડામાં રહેલું આકાશ “ઘટાકાશ' અને ઘરમાં રહેલું આકાશ “ગૃહાકાશ' કહેવાય છે, તેમ સ્થાનના ભેદથી નો જીવ કહેવામાં શું બાઘ છે?” ગુરુએ ઉત્તર આપ્યો કે-“જો એમ કહીશ તો “નોઅજીવ” નામનો ચોથો રાશિ પણ તારે અંગીકાર કરવો પડશે. કેમકે આકાશાદિક અજીવ છે, તેના પણ પ્રદેશો સંભવે છે, તેથી તે પ્રદેશોને સ્થાનભેદની વિવક્ષાથી નોઅજીવ કહેવા પડશે, અને તેમ કરવાથી ચાર રાશિ થશે. પરંતુ જેમ લક્ષણના સમાનપણાથી નોજીવ ભિન્ન નથી તેમજ સમાન લક્ષણ હોવાથી નોઅજીવ પણ અજીવથી ભિન્ન નથી.” આ પ્રમાણે તે ગુશિષ્યને વાદ કરતાં છ માસ વ્યતીત થયા, ત્યારે રાજાએ ગુરુને કહ્યું કે“હે સ્વામી! હવે વાદ સમાપ્ત કરો, કેમકે હમેશાં આની વ્યગ્રતાથી મારા રાજકાર્યો સિદાય છે.” ત્યારે ગુરુ બોલ્યા કે–“આટલા દિવસ સુધી મેં આ શિષ્યને માત્ર ક્રિીડા કરાવી છે, પણ હવે પ્રાતઃકાળે તેનો હું અવશ્ય નિગ્રહ કરીશ.” પછી બીજે દિવસે ગુરુએ રાજાને કહ્યું કે-“આ દુનિયામાં જેટલી વસ્તુ છે તે સર્વ કુત્રિકની દુકાને મળે છે, તે તમે તથા સર્વ લોક જાણો છે. માટે આપણે ત્યાં જઈએ અને નોજીવની માગણી કરીએ.” Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૮ (અહીં “કુત્રિક' શબ્દનો અર્થ એવો થાય છે કે–કુ' એટલે પૃથ્વી અને ત્રિક એટલે ત્રણ, અર્થાત સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રણ પૃથ્વીનું નામ “કુત્રિક' થયું. તે નામની દુકાન હોવાથી કુત્રિકાપણ” શબ્દ થાય છે. આ દુકાને બેઠેલા વણિક ગૃહસ્થ મંત્રાદિકના આરાઘનથી કોઈ વ્યંતરદેવને સાધ્યો છે. તે દેવતા ગ્રાહકને ઇચ્છિત દરેક વસ્તુ કોઈ પણ સ્થાનથી લાવીને આપે છે અને તેની કિંમત તે વણિક લે છે. અહીં કોઈનો મત એવો પણ છે કે–આ વણિંકની દુકાન જ દેવાધિષ્ઠિત છે, તેથી વસ્તુની કિંમત તે દેવતા જ લઈ જાય છે.) પછી ગુરુ સર્વ પરિવાર સહિત તે કુત્રિકાપણે ગયા અને રોહગુણને પૂછીને કુત્રિકાપણના વ્યંતરદેવને કહ્યું કે “જીવ આપ.” ત્યારે તેણે પોપટ, મેના વગેરે જીવ આપ્યા. પછી ગુરુએ અજીવ માગ્યા ત્યારે તેણે પથ્થરના ખંડ વગેરે આપ્યા. પછી નો જીવ માગ્યો, ત્યારે પણ પથ્થર વગેરે જ આપ્યા. કેમકે “નો' શબ્દનો અર્થ નિષેઘ વાચક છે. અર્થાત્ અજીવ અને નોજીવમાં કાંઈ ભેદ નથી. છેવટે ગુરુએ નોઅજીવ માગ્યા, ત્યારે તેનો અર્થ જીવ કરીને તે દેવતાએ પોપટ વગેરે આપ્યા. કેમકે “નો” અને “અ” એ બે નિષેઘ વાચક હોવાથી અજીવ નહીં તે જીવ કહેવાય. એવો નોઅજીવ શબ્દનો અર્થ થાય છે. નોજીવ માંગતી વખતે તે દેવતાએ જીવનો કાંઈ પણ કકડો આપ્યો નહીં, માટે અને અજીવ એ બે રાશિ સિદ્ધ થઈ. પણ ખરના શૃંગની જેમ ત્રીજી રાશિ અસત્ હોવાથી સિદ્ધ થયો નહીં. પછી ગુરુએ શિષ્યને કહ્યું કે-“હે ભાઈ! હવે તું તારો દુરાગ્રહ છોડી દે. જો કદાચ જગતમાં નોજીવ વસ્તુ જુદી હોત તો તે દેવતા કેમ ન આપત?” એ રીતે એકસો ને ચુમાળીશ પ્રશ્નો કરીને રાજાની સમક્ષ ગુરુએ તે શિષ્યનો નિગ્રહ કર્યો. અહીં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય એ છ મૂળ પદાર્થોની ભેદકલ્પના કરી, તેમાં પાંચ મહાભૂત, કાળ, દિશા, આત્મા અને મન એ નવ પ્રકાર દ્રવ્યના કર્યા; રૂપ, રસ, સંખ્યા, બુદ્ધિ, દ્વેષ વગેરે સત્તર ભેદ ગુણના કર્યા, ‘ઉલ્લેપણ, અપક્ષેપણ, * આકુંચન, “પ્રસારણ અને ગમન એ પાંચ ભેદ કર્મના કર્યા; ત્રણ પ્રકાર સામાન્યના કર્યા અને એક એક પ્રકાર વિશેષ તથા સમવાયન ગ્રહણ કર્યો. તે સર્વ મળીને છત્રીશ ભેદ થયા. તે સર્વના પ્રકૃતિ, ‘અકાર, નોકાર અને બન્નેનો નિષેઘ એમ ચાર ચાર પ્રકાર કર્યા, એટલે સર્વ ભેદ મળીને એકસો ને ચુમાળીશ થયા. પછી કુત્રિકા પણ દેવ પાસે જઈને પૃથ્વી માગી. ત્યારે તેણે પાષાણ આપ્યો. કારણકે તે પ્રકૃતિ જાત ઉપપદ રહિત શુદ્ધ પૃથ્વી છે. અપૃથ્વી માગી ત્યારે જળ વગેરે આપ્યું, નોપૃથ્વી માગી ત્યારે “ના” શબ્દના “થોડો નિષેઘ' અને “સર્વથા નિષેઘ' એવા બે અર્થ કરીને થોડો નિષેઘ ઘારીને પાષાણનો કકડો આપ્યો અને સર્વથા નિષેઘ ઘારીને જળ વગેરે આપ્યું, અને નોઅપૃથ્વી માગી, ત્યારે તેણે પૃથ્વી (પાષાણ વગેરે) આપી. કેમકે નોઅજીવની જેમ નોઅપૃથ્વીનો અર્થ પૃથ્વી જ થાય છે. એ પ્રમાણે જળ વગેરેમાં પણ ચાર ચાર ભેદ જાણવા. નિશ્ચયનયના મતે તો જીવ અને અજીવ એ બે જ પદાર્થો છે. આવી રીતે અનેક પ્રકારે ગુરુએ તેને સમજાવ્યો, પણ જ્યારે તેણે પોતાનો દુરાગ્રહ મૂક્યો નહીં, ત્યારે ગુરુએ બડખા નાંખવાની કુંડીમાંથી ભસ્મ લઈને તેના મસ્તક પર નાંખી, ( ૧ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ મહાભૂત કહેવાય છે. ૨ ઊંચું ફેંકવું તે. ૩ નીચું ફેંકવું તે. ૪ સંકોચાઈ જવું તે. ૫ વિસ્તારવું તે. ૬ જવું તે. ૭ મૂળ શબ્દ. ૮ અલ્પ નિષેઘ વાચક. ૯ સર્વથા નિષેધ વાચક. ૧૦ નિષેઘનો નિષેઘ (મૂળ વસ્તુ) For Private & Personal use only Page #230 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૬૪] જ્ઞાનાચારનો છઠ્ઠો ભેદ-વ્યંજનાનિલવ ૨૨૧ અને તેને ગચ્છની બહાર કર્યો. રાજા તે શિષ્યનું શાક્ય જોઈને ક્રોઘ પામ્યો, તેથી તેણે નગરમાં એવી ઉદ્ઘોષણા કરાવી કે-“ગુરુના પ્રતિપક્ષી. થયેલા રોહગુણને જે માન્ય કરશે તે રાજદ્રોહી ગણાશે.” પછી તે રોહગુસે પોતાની બુદ્ધિથી વૈશેષિક શાસ્ત્ર રચ્યું. શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછી પાંચસો ગુમાળીશ વર્ષે આ છઠ્ઠો નિદ્ભવ થયો, તેનું વૃત્તાંત કહ્યું. આખું જગત ષ દ્રવ્યથી પૂર્ણ છે એમ જિનેશ્વરે જોયું છે તેનું ઉત્થાપન કરતો અને દ્રવ્ય, ગુણ વગેરે છ પ્રકારને સત્યપણે ઠરાવી વિસ્તારતો તથા પોતાના ત્રણ રાશિના પક્ષને સ્થાપન કરતો એવો વૈશેષિક છઠ્ઠો નિદ્ભવ થયો છે.” દેવ, ગુરુ અને કૃતાદિકને ઉત્થાપતો તે વૈશેષિક મોટી હાનિ પામ્યો, માટે આ પાંચમા શ્રુતાચારથી સૂત્રના અર્થી શિષ્યોએ ભ્રષ્ટ થવું નહીં. વ્યાખ્યાન ૨૪. જ્ઞાનાચારનો છઠ્ઠો ભેદ-વ્યંજનાનિદ્ભવ વ્યંજન નહીં ઓળવવા વિષેનો છઠ્ઠો મૃતાચાર કહે છે नाधीतव्यं श्रुतं चोक्तवर्णैयूँनाधिकादिभिः । व्यंजनानिह्नवाह्वोऽयमाचारः षष्ठमः स्तुतः॥१॥ ભાવાર્થ-“હેલા વર્ગો (અક્ષરો) માંથી જૂનાશિક અક્ષરો બોલીને સૂત્ર ભણવું નહીં. એ વ્યંજનાનિદ્ભવ નામનો છઠ્ઠો આચાર કહેલો છે.” __ व्यंजनभेदतोऽर्थानां, क्रियाभेदोपजायते । तेनाभावश्च मुक्तेः स्यात्के के दोषा भवंति न ॥२॥ ભાવાર્થ-“વ્યંજનના ભેદથી અર્થનો ભેદ થાય છે અને અર્થના ભેદથી ક્રિયાનો ભેદ થાય છે, ક્રિયાના ભેદે કરીને મુક્તિનો અભાવ થાય છે. એવી રીતે વ્યંજનભેદથી કયા કયા દોષો ઉત્પન્ન થતા નથી? અર્થાત્ સર્વ દોષો ઉત્પન્ન થાય છે.” વ્યંજનનો ભેદ એટલે અક્ષરોને અન્યથા કરવા તે. તેમ કરવાથી અનેક દોષો ઉત્પન્ન થાય છે. શ્રી આવશ્યક સૂત્રમાં ચૌદ પ્રકારે શ્રતની આશાતના કહી છે. તેમાં પ્રથમ વ્યાવિદ્ધ એટલે આડાં અવળાં રત્નો નાંખીને ગૂંથેલી રત્નની માળાની જેમ આડા અવળા અક્ષરો બોલવાથી થયેલી જ્ઞાનની આશાતનાએ કરીને જે અતિચાર થયો હોય તેનું મિથ્યા દુષ્કત છે. (તે રીતે સર્વત્ર જાણવું). તે ચૌદ પ્રકાર નીચે પ્રમાણે ૧ એકના એક પદને બે ત્રણ વાર બોલવું તે આક્રેડિત, ૨ અક્ષર ઓછો બોલવો તે હીનાક્ષર, ૩ અક્ષર અથિક બોલવો તે અધિકાક્ષર, ૪ પદ કાઢી નાંખીને બોલવું તે પદહીન, ૫ વિનય રહિત બોલવું તે વિનયહીન, ૬ ઉદાત્ત વગેરે ઘોષ રહિત બોલવું તે ઘોષહીન, ૭ યોગ વહન કર્યા વિના ભણવું તે યોગહીન, ૮ ગુરુએ બરાબર નહીં દીધેલું તે સુષુ અદત્ત ૯ ગુરુએ બરાબર દીઘા છતાં ૧ વ્યંજનને ઓળવવો નહીં તે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૮ દુષ્ટપણું બતાવવું તે દુષ્ટ પ્રતિચ્છિત, ૧૦ મલિન અંતઃકરણથી શ્રુતપાઠ કરવો, ૧૧ અકાળે સ્વાધ્યાય કરવો, ૧૨ કાળે સ્વાધ્યાય ન કરવો, ૧૩ અસ્વાધ્યાય વખતે સ્વાધ્યાય કરવો અને ૧૪ સ્વાધ્યાય વખતે સ્વાધ્યાય ન કરવો. ‘વ્યંજનનું અન્યથા કરવું' તેના પાંચ પ્રકાર છે. પ્રથમ તો પ્રાકૃત સૂત્ર હોય તેને સંસ્કૃત ભાષામાં બોલવું તે. જેમકે સંયોગાવિમુવલ્પ્સને ઠેકાણે સંયોગાદ્વિપ્રમુત્સ્ય એમ કહેવું. બીજું પદોને પશ્ચાનુપૂર્વાએ બોલવા અથવા ઊલટ સુલટ બોલવા. જેમકે વિમુત્ત્ત સંયોગા. ત્રીજું કહેલા પદો નહીં બોલતાં તે જ અર્થવાળા બીજા પર્યાયી શબ્દો બોલવા, જેમકે સંબંધા વિઝિબલ્લ. ચોથું એક વર્ણને બદલે બીજો વર્ણ બોલવો, જેમકે સંયોગના સકારને બદલે ગમે તે અક્ષર બોલવો. પાંચમું વર્ણનું વિપરીતપણું કરવું, જેમકે સંયોગને બદલે (સંયોગનો અર્થ સંબંધ છે, અને વિપ્રમુક્તનો અર્થ વિવર્જિત છે) વિયોગ શબ્દ બોલવો. આ પ્રમાણે અર્થમાં તેમજ વ્યંજનાર્થ ઉભયમાં અન્યથા કરવાથી તેમજ ન્યૂનાધિક કરવાથી ઉત્પન્ન થતા દોષો જાણી લેવા, તેમાં વ્યંજનને અન્યથા કરવાના સંબંધમાં ‘‘ચૈત્યવંદનના પ્રાકૃત સૂત્રોને હું સંસ્કૃત ભાષામાં કરું’’ એમ સિદ્ધસેન દિવાકર બોલ્યા હતા, તેથી તેને પારાંચિત પ્રાયશ્ચિત્ત કરવું પડ્યું હતું. તે દૃષ્ટાંત પ્રથમ કહી ગયા છીએ. વ્યંજન અઘિક વા૫૨વાના સંબંધમાં કુમારપાળ રાજાનું દૃષ્ટાંત આ પ્રમાણે— કુમારપાળ રાજાનું દૃષ્ટાંત એકદા પાટણ નગરમાં કુમારપાળ રાજા સામંતો, મંત્રીઓ અને શેઠ સાર્થવાહાદિકે પરિવરેલા રાજસભામાં બેઠા હતા. તે વખતે તેમણે શ્રી જયસિંહ રાજાના વૃદ્ધ મંત્રીઓને પૂછ્યું કે—“હું સિદ્ધરાજથી ગુણમાં હીન છું, અઘિક છું કે સમાન છું?” તે સાંભળીને તે મંત્રીઓ બોલ્યા કે—“મહારાજ! સિદ્ધરાજમાં અઠ્ઠાણું ગુણ હતા અને બે જ દોષ હતા, અને આપને વિષે તો બે ગુણ અને અઠ્ઠાણું દોષ રહેલા છે.” આ પ્રમાણે મંત્રીનાં વચન સાંભળીને તે રાજાને પોતાના દૂષિત આત્મા ઉપર ખેદ થયો, તેથી તેણે ખડ્ગ ઉપર દૃષ્ટિ કરી. તેટલામાં તેના અભિપ્રાયને જાણી ગયેલા તે મંત્રીઓ બોલ્યા કે—“હે સ્વામિન્! અમે વિચાર્યા વિના માત્ર બહિવૃત્તિની જ વાત કરી છે. પણ તત્ત્વદૃષ્ટિથી જોતાં તો આપ તેનાથી અધિક છો.” તે સાંભળીને રાજાએ તેનું કારણ પૂછ્યું, ત્યારે તેઓ બોલ્યા કે—“સિદ્ધરાજમાં જે અઠ્ઠાણું ગુણ હતા તે યુદ્ધમાં કાય૨૫ણું તથા સ્ત્રીલંપટપણું એ બે દોષથી ઢંકાઈ ગયા હતા, અને આપનામાં જે કૃપણતા વગેરે અઠ્ઠાણું દોષ છે તે સંગ્રામશૂરતા અને ૫૨નારીસહોદરતા એ બે ગુણોથી ઢંકાઈ ગયા છે, માટે સત્ત્વપણું તથા ૫૨સ્ત્રીબાંધવતા એ બે ગુણોના આધારભૂત હોવાથી આપ જ સર્વ ગુણીજનોમાં શિરોમણિ છો.'' આ પ્રમાણે મંત્રીનાં વચન સાંભળીને રાજાનો અંતરાત્મા સંતોષ પામ્યો. તે વખતે કોઈ વિદ્વાન રાજાને ઉદ્દેશીને એક શ્લોક બોલ્યો કે– पर्जन्य इव भूताना - माधारः पृथिवीपतिः । विकलेऽपि हि पर्जन्ये, जीव्यते न तु भूपतौ ॥१॥ ભાવાર્થ—‘પ્રાણીઓનો મેઘની જેમ રાજા જ આધાર છે; પરંતુ કદી મેઘની અકૃપા થઈ હોય તો જિવાય છે, પણ રાજાની અકૃપા થઈ હોય તો જિવાતું નથી.’’ ૧ ઉપલા પદોનાં આ પદો પર્યાય થાય છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૬૪] જ્ઞાનાચારનો છઠ્ઠો ભેદ-વ્યંજનાનિહ્નવ ૨૨૩ તે સાંભળીને ‘‘અહીં રાજાને મેઘની ઉપમ્યા ઠીક આપી’’ એ પ્રમાણે કુમારપાળ રાજાએ કહ્યું. તે ઉપમ્યા શબ્દ વ્યાકરણાદિકની રીતે અશુદ્ધ છતાં બીજા સર્વ સભ્યજનોએ તો તેની પ્રશંસા કરી, પણ કપર્દી નામનો મંત્રી ઘણો વિદ્વાન હોવાથી તેણે લગ્ન પામીને નીચું મુખ કર્યું. તે જાણીને રાજાએ તેને તેમ કરવાનું કારણ પૂછ્યું, ત્યારે તે મંત્રી બોલ્યો કે—“હે રાજન્! આપ ઉપમ્યા શબ્દ બોલ્યા તે શાસ્ત્રવિરુદ્ધ છે. માટે અમારે તે સાંભળીને નીચું મુખ કરવું જ યોગ્ય છે. કેમકે રાજા વિનાનું જગત સારું, પણ મૂર્ખ રાજા સારો નહીં. મૂર્ખ રાજા હોવાથી શત્રુ રાજાઓમાં પણ અપકીર્તિ પ્રસરે છે. ઉપમ્યા શબ્દને ઠેકાણે ઉપમાન, ઔપમ્ય અને ઉપમા ઇત્યાદિ શબ્દો શુદ્ધ છે.'' આ પ્રમાણે તે મંત્રીનાં વચનથી પ્રેરાયેલા રાજાએ લગભગ પચાસ વર્ષની વયે પહોંચ્યા છતાં શુદ્ધ વ્યુત્પત્તિનો બોધ થવા માટે શ્રી દેવગુરુના ચરણકમળની સેવા કરીને ગુરુમહારાજે કૃપા કરીને આપેલા સિદ્ધ સારસ્વત મંત્રનું આરાધન કર્યું, તથા સરસ્વતી ચૂર્ણનું સેવન કર્યું. ઇત્યાદિ વડે સરસ્વતી દેવી પ્રસન્ન થવાથી તેના પ્રસાદે કરીને એક વર્ષમાં ત્રણવૃત્તિ વ્યાકરણ *ચાશ્રય વગેરે કાવ્યો ભણીને તેમણે ચોવીશ તીર્થંકરોની સ્તુતિ રૂપ બત્રીશી રચી. તેનો પહેલો શ્લોક આ પ્રમાણે यत्राखिलश्री श्रितपाद पद्मं, युगादिदेवं स्मरता नरेण । सिद्धिर्मयाप्या जिन तं भवन्तं, युगादिदेवं प्रणतोऽस्मि नित्यम् ॥१॥ ભાવાર્થ—“હે જિનેશ્વર! સમગ્ર લક્ષ્મીએ જેના ચરણકમળનો આશ્રય કર્યો છે એવા યુગાદિ દેવને સ્મરણ કરનાર માણસ મુક્તિ પામ્યો છે તથા મને પણ સિદ્ધિ મળી છે, તેવા આપ યુગાદિ દેવને હું નિરંતર પ્રણામ કરું છું’’ પછી તે રાજાએ ‘‘શાસ્ત્રવિચારચતુર્મુખ’” એ નામનું બિરુદ મેળવ્યું. વ્યંજનના અધિકપણામાં બીજું અશોક રાજાનું દૃષ્ટાંત કહે છે. અશોક રાજાનું દૃષ્ટાંત પાટલિપુત્ર નગરના નવમા નંદ રાજાને પ્રતિજ્ઞાપૂર્વક ચાણાક્ય નામના બ્રાહ્મણે રાજ્યથી પદભ્રષ્ટ કરીને મયૂરપોષક નામના ગ્રામમાં રહેનારા મહત્તરના દૌહિત્ર (દીકરીના દીકરા) ચંદ્રગુપ્તને રાજ્યાસને બેસાડ્યો. તેને બિંદુસાર નામે પુત્ર થયો. તે બિંદુસારને અશોકશ્રી નામે પુત્ર થયો. તે રાજ્યાસન ઉપર હતો, તે વખતે તેણે પોતાના કુણાલ નામના પુત્રને તેની બાલ્યાવસ્થા છતાં તેને ભોગવવા માટે અવન્તિ નગરી આપી. પછી ‘અહીં પાટલિપુત્ર નગરમાં રહેવાથી બીજી સાવકી માતાનો ઉપદ્રવ થશે' એમ ઘારીને તે કુણાલ અવન્તિએ જઈને રહ્યો. ત્યાં રાજાએ મોકલેલા અનુજીવીઓએ પોતાના જીવની જેમ તેનું રક્ષણ કર્યું. અનુક્રમે કુમાર આઠ વર્ષનો થયો. ત્યારે રાજાએ પોતાના માણસો દ્વારા ‘કુમારની વય વિદ્યા ગ્રહણ કરવાને યોગ્ય થઈ છે' એમ જાણીને પોતે કુમારના ઉપ૨ એક પત્ર લખ્યો કે “હે માર! ત્વયાડથીતમિતિ મવાજ્ઞાવિરેળ વિધેયા—હે કુમાર! તારે હવે અભ્યાસ કરવો, આ મારી આજ્ઞા તારે તત્કાળ માન્ય કરવી.’' એ પ્રમાણે પત્રમાં લખીને રાજા કોઈ બીજા કાર્યમાં ગૂંથાયો, તેવામાં કુમારની સાપત્ન માતા ત્યાં આવી ચડી. તેણે તે પત્ર વાંચીને મનમાં વિચાર્યું કે “જ્યાં સુધી કુણાલકુમારના સર્વ અવયવો શુદ્ધ હશે, ત્યાં સુધી મારા પુત્રને રાજ્ય મળશે નહીં, માટે આ પત્રમાં કાંઈક વિરૂપ લખું તો ઠીક.’’ એમ વિચારીને તે Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૮ પત્રમાં રાજાએ જે ગતવ્યમ્ લખ્યું હતું તેના પહેલા અક્ષર (4) ઉપર નેત્ર આંજવાની સળીને ઘૂંકથી ભીની કરી તેના વડે નેત્રમાંથી અંજન લઈને અનુસ્વાર કર્યું. માથે અનુસ્વાર કરવાથી થીતચં ને બદલે ગંધીતત્રં થયું. અહો! અનુસ્વાર રૂપી એક માત્રા વઘવાથી એકાંત અહિતકારી અર્થ થઈ ગયો. પછી અશોક રાજાએ તે કાગળને પ્રમાદથી ફરી વાંચ્યા વિના જ બીડી દીઘો, અને અવન્તિ નગરીએ મોકલ્યો. કુમારે પણ પિતાની નામમુદ્રાથી અંકિત તે લેખને પોતાના બે હાથે ગ્રહણ કરીને મસ્તકે ચડાવ્યો. પછી તે લેખ વાંચીને અત્યંત ખેદ પામ્યો, નેત્રોમાં અશ્રુ આવ્યાં, અને લેખનો અર્થ કોઈને કહી શક્યો નહીં, એટલે તેના બીજા અનુચરોએ તે લેખ વાંચ્યો. તેથી તેઓ પણ ખેદ પામીને બોલ્યા કે “હે કુમાર! શા માટે ખેદ પામો છો? ફરીથી અમે આ કાગળનો નિર્ણય કરીશું.” તે સાંભળીને કુમાર બોલ્યો કે “આજ સુધી મૌર્ય વંશમાં કોઈ પણ ગુરુની આજ્ઞા ઉલ્લંઘન કરનાર થયો નથી; માટે જો કદાચ હું જ પ્રથમ આજ્ઞાલોપી થાઉં, તો મેં ચલાવેલા માર્ગને બીજા પણ અનુસરશે.” એમ કહીને કુમાર પોતે જ તપાવેલી શલાકાને પોતાની આંખમાં નાંખીને અંઘ થયો. કેટલેક દિવસે અશોક રાજાએ તે વૃત્તાંત જાણીને વિચાર્યું કે “કૂટ લેખ લખનાર તેમજ ફરીથી બરાબર વાંચ્યા વિના લેખ મોકલનાર એવા મને ધિક્કાર છે!” એમ પોતાના આત્માને નિંદવા લાગ્યો. પછી અનુક્રમે રાજાના જાણવામાં આવ્યું કે “કુમારની સાત્નિ માતાએ આ દુષ્ટ કામ કર્યું છે.” તે ઉપરથી સ્ત્રી જાતિનું દુષ્ટપણે જાણીને રાજાએ વિચાર્યું કે “આ પુત્ર અંઘ થવાથી હવે તે રાજ્યને અથવા માંડલિકપણાને પણ યોગ્ય નથી. અહો! મારે વિષે જેની આવી ભક્તિ છે તેને જ આવું અંઘપણું પ્રાપ્ત થયું.” પછી રાજાએ કુણાલને ઘણો સમૃદ્ધિવાળો ગ્રાસ આપ્યો અને તેની સાપત્ન માતાના કુમારને અવન્તિનું રાજ્ય આપ્યું. અનુક્રમે કુણાલકુમારને શરશ્રી નામની પત્ની થકી બત્રીસ લક્ષણવાળો પુત્ર થયો. તે પુત્ર મોટો થયો, ત્યારે કુણાલ રાજ્ય મેળવવાની ઇચ્છાથી પાટલિપુત્ર નગરે પ્રચ્છન્નપણે આવ્યો. ત્યાં રાજપુત્રપણે પ્રસિદ્ધ થયા વિના સંગીતવિનોદ કરતો અને સ્વેચ્છાથી નગરમાં ભમતો તે સર્વ લોકને અતિ પ્રિય થઈ પડ્યો. તે કુમાર જ્યાં જ્યાં જઈને સંગીત કરતો હતો, ત્યાં ત્યાં સંગીતથી કુરંગની જેમ આકર્ષાઈને પૌરજનો દોડી જતા હતા. લોકના મુખથી તે નરને ગાંધર્વકળામાં કુશળ સાંભળીને રાજા પણ તેનું સંગીત શ્રવણ કરવામાં ઉત્સુક થયો, એટલે રાજાએ તે અંધ માણસને બોલાવ્યો. તેણે જવનિકામાં રહીને ગાવાનું સ્વીકાર્યું. રાજાએ તે પ્રમાણે ગોઠવણ કરી ગાવાનો હુકમ કર્યો, ત્યારે તે કુણાલ પણ યથાસ્થાન મંદ્ર, મધ્ય ને તાર એ ત્રણ ગ્રામ તથા સાત સ્વર વગેરે સહિત રાગનું પોષણ કરતો સતો મધ્યમાં આ પદ્ય બોલ્યો प्रपौत्रश्चंद्रगुप्तस्य, बिन्दुसारस्य नप्तकः । । एषोऽशोकश्रियः पुत्रो, अन्धो मार्गति काकिणीम् ॥१॥ ભાવાર્થ-“ચંદ્રગુપ્તનો પ્રપૌત્ર, બિન્દુસારનો પૌત્ર અને અશોકગ્રીનો પુત્ર આ આંઘળો કાકિણી માગે છે.” પઘાબંઘના મધ્યમાં ગવાયેલા આ અર્થને સાંભળીને રાજાએ પૂછ્યું કે-“હે ગાયક! તારું નામ શું?” તે બોલ્યો કે ૧ હરણની જેમ, ૨ પડદામાં. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ વ્યાખ્યાન ૨૬૪] જ્ઞાનાચારનો છઠ્ઠો ભેદ-વ્યંજનાનિલવ स उवाच तवैवास्मि, कुणालो नाम नंदनः । ત્યાજ્ઞાનેનલિત્વી, ચોંsઘસ્વયમનાયેત ારા ભાવાર્થ-“હું આપનો જ કુણાલ નામનો પુત્ર છું કે જે આપનો આજ્ઞાપત્ર જોઈને જાતે જ અંઘ થયો છે.” તે સાંભળીને જવનિકાને એકદમ દૂર કરીને પોતાના પુત્રને ઓળખીને નેત્રથી અશ્રપાત કરતો તેને ભેટી પડ્યો. પછી રાજાએ કહ્યું કે “હે પુત્ર! હું તને શું આપું?” તે બોલ્યો કે “હે સ્વામી! હું કાકિણી માગું છું. તેનો અર્થ નહીં સમજાયાથી રાજાએ મંત્રીને પૂછ્યું કે “આ શું માગે છે?” મંત્રીએ કહ્યું કે “હે સ્વામી! રાજપુત્રોને કાકિણી શબ્દ કરીને રાજ્ય કહેવાય છે.” ત્યારે રાજાએ પુત્રને કહ્યું કે હે વત્સ! તું રાજ્યને શું કરીશ? દૈવયોગે તારાં નેત્ર નાશ પામ્યાં છે તેથી તને તે યોગ્ય નથી.” ત્યારે તે કુમારે રાજાને વિનંતિ કરી કે હે પિતા! મારે પુત્ર થયો છે, તેનો રાજ્ય પર અભિષેક કરો.” રાજાએ પૂછ્યું કે “તારે ક્યારે પુત્ર થયો છે?” તે બોલ્યો કે “હે સ્વામી! સંપ્રતિ (હમણાં) જ થયો છે.” પછી રાજાએ તે બાળકને મંગાવીને પોતાના ખોળામાં બેસાડ્યો અને તેનું “સંપ્રતિ” નામ રાખ્યું. પછી પોતાના રાજ્ય પર તેને બેસાડ્યો. અનુક્રમે સંપ્રતિ રાજા વય, વિક્રમ અને લક્ષ્મીથી વૃદ્ધિ પામ્યો. તે જન્મથી જ પરમ શ્રાવક હતો અને તેણે દક્ષિણ ભરતાર્થ સાધ્યું હતું. આ દ્રષ્ટાંત સાંભળીને શ્રી સિદ્ધાંતના વાક્યમાં અથવા પદમાં કોઈ પણ વખત વર્ણનું આર્થિક્ય કરવું નહીં. કોઈ વખત વર્ણનું અધિકપણું કરવાથી તે શ્રેય કરનારું પણ થાય છે, તે વિષે પાદલિપ્ત સૂરિનું દ્રષ્ટાંત પ્રથમ કહી ગયા છીએ, માટે તે ફરીને અહીં લખતા નથી. હવે વર્ણને ન્યૂન કરવાથી પણ મોટો દોષ પ્રાપ્ત થાય છે, અને વિદ્યાઘરની જેમ ચિંતવેલું ફળ પ્રાપ્ત થતું નથી. તેનું દ્રષ્ટાંત આ પ્રમાણે– વિધાધરનું દ્રષ્ટાંત રાજગૃહ નગરમાં એકદા શ્રી મહાવીર સ્વામીને વાંચવા માટે શ્રેણિક રાજા જતા હતા. તેવામાં માર્ગમાં એક વિદ્યાઘરને આકાશમાં ઊડી ઊડીને પડતો જોયો. તેથી વિસ્મય પામીને રાજાએ શ્રી વિર ભગવાન પાસે જઈ પૂછ્યું કે “હે પ્રભુ! આ વિદ્યાઘર અધૂરી પાંખો આવેલા પક્ષીની જેમ આકાશમાં થોડેક ઊડે છે અને પાછો પૃથ્વી પર પડે છે, તેનું શું કારણ?” ભગવાને કહ્યું કે “તે વિદ્યાઘર વિદ્યાનો એક અક્ષર ભૂલી ગયો છે, માટે તેમ થાય છે. તે સાંભળીને અભયકુમારે તે વિદ્યાઘર પાસે જઈને કહ્યું કે “હે વિદ્યાઘર! જો તું મને તારી પાસેની સઘળી વિદ્યા સિદ્ધ કરાવે, તો હું તારી વિદ્યાનો ભૂલી ગયેલો અક્ષર તને બતાવું.” વિદ્યાઘરે તેનું કહેવું કબૂલ કર્યું. અભયકુમારને એક પદ ઉપરથી અનેક પદ તર્ક કરીને કહેવાની શક્તિ હતી. કેમકે તેની બુદ્ધિ પદાનુસારિણી હતી. તેથી તેની વિદ્યામાં વિમૃત થયેલા અક્ષરો પૂર્ણ કર્યા. તેને બરાબર પૂર્ણ થયેલા જાણીને તે વિદ્યાઘર હર્ષ પામ્યો. પછી તેણે અભયકુમારને વિદ્યા સિદ્ધ કરવાના ઉપાય બતાવ્યા અને તેની સાથે દ્રઢ મૈત્રી કરીને પોતાને સ્થાને ગયો. આ દ્રષ્ટાંત ઉપરથી ન્યૂન અક્ષર ભણવાથી યથાર્થ ફળ પણ પ્રાપ્ત થતું નથી એમ સમજવું. cat ભાગ ૪-૧૫ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૮ વળી અશુદ્ધ ઉચ્ચાર કરવાથી એટલે “સ'ને સ્થાનકે “શ” વગેરે બોલવાથી પણ પાંડિત્યપણું પમાતું નથી, તે ઉપર દૃષ્ટાંત કહે છે અશુદ્ધ ઉચ્ચાર કરવા ઉપર બ્રાહ્મણની કથા કોઈ એક વિદ્વાન બ્રાહ્મણ કાશીથી નીકળીને કોઈ નાના ગામમાં આવ્યો. ત્યાં લોકોના મુખથી તે ગામના રહીશ કોઈ બ્રાહ્મણની પ્રશંસા સાંભળીને તે વિદ્વાન વાદ કરવા માટે તેને ઘેર ગયો. તે બ્રાહ્મણ પણ મોટા આડંબરથી લોકમાં પોતાનું પાંડિત્ય બતાવનારો હતો. તેથી નવીન વિદ્વાનને આવતો જોઈને મોટા શબદથી બોલ્યો કે “હે બ્રાહ્મણ! શા નિમિત્તે તમે આ ગામમાં આવ્યા છો? જો તમારે કાંઈ “શંદેહ હોય તો તે ખુશીથી પૂછો.” તે સાંભળીને પેલા મહા પંડિતે વિચાર્યું કે-“અહો! આ કુત્સિત પંડિત શબ્દની શુદ્ધિ (શુદ્ધ ઉચ્ચાર) વિના દેડકાની જેમ બરાડા મારે છે, માટે તેને કાંઈક ઉપદેશ આપું.” એમ વિચારીને તે બોલ્યો કે शंदेहोऽस्ति त्वया प्रोक्तः, संदेहा बहवोऽभवन । ते सर्वे विलयं जग्मुः, किमन्यद्वच्मि ते जड ॥१॥ ભાવાર્થ-બહે જડ! મને ઘણા સંદેહ હતા, પણ તું સંદેહને ઠેકાણે શંદેહ બોલ્યો. તે સાંભળી મારા સર્વ સંદેહો નષ્ટ થઈ ગયા; બીજું તને શું કહું!” આ દ્રષ્ટાંત સાંભળીને કંઠ, ઓદ્ય વગેરે દરેક વર્ગના સ્થાનને અનુસરીને જ વ્યંજનનો ઉચ્ચાર કરવો. “વર્ણને ન્યૂનાધિક કરીને સૂત્રનો પાઠ કરવાથી અર્થ ક્રિયાનો ભેદ અવશ્ય થાય છે, માટે ગુરુની સેવા કરીને તેમની પાસેથી સિદ્ધાંતના પાઠનો શુદ્ધ ઉચ્ચાર શીખવો.” વ્યાખ્યાન ૨૫ જ્ઞાનાચારનો સાતમો ભેદ–અર્થાનિત્સવ હવે અર્થાનિદ્ભવ નામના સાતમા આચાર વિષે કહે છે– शब्दार्थानामलोपाल, आचारः सप्तमः शुभः । तल्लोपेन महत्पापं, पुण्यं वर्यं तदाश्रयात् ॥४॥ ભાવાર્થ-“શબ્દના અર્થનો લોપ ન કરવો, તે નામનો સાતમો આચાર શુભ છે. અર્થનો લોપ કરવાથી મોટું પાપ લાગે છે, અને અર્થનો આશ્રય કરવાથી શ્રેષ્ઠ પુણ્ય થાય છે.” શબ્દના અર્થના અનિદ્વવ (લોપ ન કરવો તે) ઉપર શ્રી હેમચંદ્રાચાર્યનું દ્રષ્ટાંત છે. તે આચારનો લોપ કરવાથી વચન વડે ન કહી શકાય તેવું મોટું પાપ લાગે છે. તે ઉપર બારાક્ષરીને ભણનારા ભરડાનું દ્રષ્ટાંત છે, અને તે આચારનો આશ્રય કરવાથી શ્રેષ્ઠ પુણ્ય થાય છે, તે ઉપર પણ ભરડાનું દ્રષ્ટાંત છે તે દ્રષ્ટાંતો કહે છે શ્રી હેમચંદ્રસૂરિનું દ્રષ્ટાંત અણહિલ્લપુર પાટણમાં રાજા સિદ્ધરાજ જયસિંહ રાજ્ય કરતા હતા. તે વખતે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પાંડવચરિત્ર વાંચતા હતા. તે ચરિત્ર સાંભળીને કેટલાક દુર્જનોએ રાજા પાસે Page #236 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૬૫] જ્ઞાનાચારનો સાતમો ભેદ–અથનિહ્નવ ૨૨૭ જઈને વિજ્ઞપ્તિ કરી કે “હે રાજનુ! પાંચ પાંડવો હિમાલયમાં ગળી જઈને સિદ્ધિ પામ્યા છે, એવી વેદવ્યાસની વાણીને હેમચંદ્રાચાર્ય “શત્રુંજય ઉપર તેઓ સિદ્ધિ પામ્યા છે” એમ કહીને દૂષણ આપે છે તે ઘટિત નથી.” તે સાંભળીને રાજાએ આચાર્યને બોલાવ્યા, એટલે આચાર્ય રાજસભામાં આવ્યા. રાજાએ પૂછ્યું કે “હે ભગવન્! આજકાલ વણિકજન પાસે વ્યાખ્યાનમાં શું વંચાય છે?” આચાર્યે કહ્યું કે “પાંડવચરિત્ર વંચાય છે.” રાજાએ પૂછ્યું કે “તેમાં પાંડવો જ્યાં સિદ્ધિ પામ્યા છે?” ત્યારે પોતે સ્વીકાર કરેલા શ્રી જિનેશ્વરના આગમના અર્થનો આશ્રય કરીને આચાર્યે કહ્યું કે “નિર્મળ ચારિત્ર અને તપસ્યા વડે આઠ પ્રકારનાં દુષ્ટ કર્મોનો નાશ કરીને અનશન વડે અનેક મુનિઓ સહિત પાંડવો સિદ્ધાદ્રિ ઉપર સિદ્ધિ પામ્યા છે.” તે સાંભળીને રાજાએ કહ્યું કે “હિમાલય ઉપર પાંડવો સિદ્ધિ પામ્યા છે, એ વ્યાસવાક્યના પ્રમાણપણાથી આપનું વાક્ય અપ્રમાણ છે.” ત્યારે સૂરિ બોલ્યા કે “હે રાજન! ભારતમાં જે કહ્યું છે તે સાંભળો-રણસંગ્રામમાં અર્જુનની બાણાવલિથી વિઘાયેલા અને પૃથ્વી પર પડેલા એવા જન્મથી જ દાન દેવાના શીલવાળા (દાનેશ્વરી) શ્રી કર્ણરાજાનાં દાતારપણાની પરીક્ષા કરવા માટે વિશ્વેશ્વર શ્રી કૃષ્ણભગવાન બ્રાહ્મણનું રૂપ ઘારણ કરીને “હે કર્ણ રાજા! મને કાંઈક આપો” એમ બોલતા તેની પાસે આવ્યા. કર્ણ રાજા પણ તે વખતે પોતાની પાસે બીજું કાંઈ ન હોવાથી હાથમાં પાષાણ લઈને સુવર્ણની રેખવાળા પોતાના દાંત પાડી તેમાંનું સુવર્ણ આપવા તૈયાર થયો. તે જોઈ “હું તારા પર પ્રસન્ન થયો છું” એમ બોલતા શ્રી પુરુષોત્તમ પ્રગટ થયા. તે જોઈને કર્ણ બોલ્યો કે “હે પરમેશ્વર! આપના દર્શન થવાથી મને સિદ્ધિ તો મળશે જ; પરંતુ જો આપ તુષ્ટ થયા હો તો જે સ્થાને કોઈની દાહક્રિયા થઈ ન હોય, ત્યાં મારી દાહક્રિયા કરજો.” તે સાંભળીને શ્રી કૃષ્ણ કર્ણના શરીરને લઈને તેવું સ્થાન શોઘવા લાગ્યા. પરંતુ કોઈ જગ્યાએ તેવું સ્થાન ન મળવાથી સમુદ્રમાં સ્તંભની જેવું એક પર્વતનું શિખર હતું, તેને તેવું . સ્થાન માનીને ત્યાં કર્ણને માટે ચિંતા કરવા તૈયાર થયા, તેવામાં આકાશવાણી થઈ કે अत्र द्रोणशतं दग्धं, पांडवानां शतत्रयम् । दुर्योधनसहस्रं च, कर्णसंख्या न विद्यते ॥१॥ ભાવાર્થ-“આ સ્થાને સો દ્રોણ, ત્રણસો પાંડવ અને એક હજાર દુર્યોધનનો દાહ થયો છે, અને કેટલા કર્ણનો દાહ થયો છે તેની તો સંખ્યા જ નથી.” તેથી હે રાજ! જો ત્રણસો પાંડવો ત્યાં બળ્યા હોય, તો અમારા પાંચ પાંડવો શત્રુંજય ઉપર સિદ્ધ થયા, અને આપના પાંડવો હિમાલયમાં સિદ્ધિ પામ્યા, એમ માનવામાં શું ખોટું છે?” આ પ્રમાણે શ્રી હેમાચાર્યની યુક્તિથી રાજા પ્રસન્ન થયો, અને શ્રી હેમાચાર્ય રાજાએ વિસર્જન કરવાથી પોતાના ઉપાશ્રયે આવ્યા. આ દ્રષ્ટાંત સાંભળીને મોટું કષ્ટ ઉત્પન્ન થાય તો પણ બુદ્ધિમાન માણસ સિદ્ધાંતના શબ્દાર્થને દૂષણ લગાડે નહીં. એ પ્રમાણે પરમ મુનિઓએ પરમ રહસ્ય નિર્ણત કર્યું છે, તે આદરવું. બારાક્ષરી જાણનાર ભરડાનું દ્રષ્ટાંત ઘનસાર નામના ગામમાં અતિ મૂર્ખ એવા ઘણા ભરડાઓ રહેતા હતા. પોતાના મધ્યે કોઈ પણ પંડિત નથી એમ ઘારીને તેઓ સર્વેએ એકઠા થઈને એક ભરડાના નંદન” નામના પુત્રને કોઈ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ " [સ્તંભ ૧૮ પંડિત પાસે ભણવા મોકલ્યો. તે નંદન જાતિએ ભરડો હોવાથી અત્યંત મૂર્ખ હતો, તેથી ત્રણ વર્ષે માત્ર તે બારાક્ષરી ભણ્યો. પછી “આ નંદન વેદમાતા ભણ્યો છે” એમ કહીને તે પંડિતે ભરડાઓને પાછો સોંપ્યો. તે મહાજડ ભરડાઓ પણ “આ નંદન વેદમાતા ભણ્યો છે' એમ માનીને તેને બહુ માનવા લાગ્યા. વઘારે શું કહેવું! પણ જે કાંઈ નંદન બોલતો તે કામ વિચાર કર્યા વિના જ સર્વ ભરડાઓ કરતા હતા. એકદા રાત્રિએ સમગ્ર ગામ અગ્નિથી બળી ગયું. તે વખતે એક ઘર પાસેના વૃક્ષ નીચે બળેલા કાગડાઓ પડ્યા હતા તે જોઈને તેઓએ નંદન પંડિતને પૂછ્યું કે “આ બળી ગયેલા કાગડા ખવાય કે નહીં?” ત્યારે નંદન બોલ્યો કે “વેદમાતામાં (#) એટલે કાગડા અને (g) એટલે ખાવા લાયક છે એમ કહ્યું છે તેથી એને જલદીથી ખાઈ જાઓ.” તે સાંભળીને તેઓ સર્વે ખાવાને તૈયાર થયા. તેવામાં કોઈ પરદેશી પંડિતે તેમને જોયા અને પૂછ્યું કે “આ શું કરો છો?” ત્યારે તેઓએ નંદનનું કહેલું કહી આપ્યું. તે સાંભળીને “અહો! આ મહા મૂર્ખાઓ છે.' એમ માનીને તેણે નંદનને પૂછ્યું કે હે ભરડા! આવું અયોગ્ય કાર્ય કેમ કરે છે?” ત્યારે નંદન વેદમાતામાં કહેલા વાક્યર્થને પોતાની બુદ્ધિથી કલ્પના કરીને બોલ્યો કે “” એટલે કાગડા, “a” એટલે ખાવા યોગ્ય, ' એટલે ગણ (સમૂહ), “ઘ' એટલે ઘણા પુષ્ટ થયેલા. આ પ્રમાણે અનેક પાપકારી શબ્દોથી દૂષણ પામેલાં તેનાં વચનો સાંભળીને તે પંડિતનું હૃદય દયાર્દૂ થયું. તેથી તેણે કહ્યું કે-“હે નંદન! દયાઘર્મની નિંદા કરીને આવા અનર્થો કેમ કરે છે? વેદ માતાનો અર્થ તે બરાબર ઘારણ કર્યો નથી. માટે હું તે અર્થ બતાવું છું તે સાંભળ-તથ” એટલે તળેવ તે જ પ્રમાણે સત્ય છે. “ધ” એટલે દડ્યાઃ કાકા (બળેલા કાગડાઓ). “ર' એટલે ન ભક્ષણીયા (ભક્ષણ ન કરવા). આ પ્રમાણેના સત્ય અર્થ છોડીને પોતાની કલ્પનાથી અનર્થનું જલ્પન કરવું યોગ્ય નથી.” ઇત્યાદિ યુક્તિથી પ્રતિબોઘ પામેલા તે ભરડાઓ અયોગ્ય કાર્યથી નિવૃત્ત થયા અને સર્વેએ તે પરોપકારી પંડિતનો ઉપકાર માન્યો તેમજ તેની પૂજા કરી. કહ્યું છે કે यो यथात्र समुपैति बोधं, तं तथैव हि नयेद्विबोधम् । यत्कखेति वचनाद्विकभक्षी, बोधितस्तथदधेति न वाक्यात् ॥१॥ ભાવાર્થ-“જે માણસ જે પ્રમાણે બોઘ પામે તેમ હોય તે માણસને તે જ રીતે બોઘ પમાડવો. કેમકે “ક ખ” ના વચનથી કાગડાને ખાવા તૈયાર થયેલા તે ‘ત થ દ ઘ ન” ના વચનથી બોઘ પામ્યા.” આ દ્રષ્ટાંતમાં નંદને કરેલો અર્થ તજવા યોગ્ય છે, અને પંડિતે કરેલો અર્થ ગ્રહણ કરવા યોગ્ય છે, એમ સમજવું. ડાહ્યો માણસ શુદ્ધ અર્થ ગ્રહણ કરવા માટે સારી રીતે પ્રયત્ન કરે છે તે વિષે કહે છે यथार्थं श्रोतुं समीहा, भृशं कार्या दृढादरैः । श्रमणोपासकैर्नित्यं, सुज्ञे गुरावुपागते ॥१॥ ભાવાર્થ-“જ્ઞાની ગુરુની જોગવાઈ થાય ત્યારે અતિ આદરવાળા શ્રાવકોએ હમેશાં શુદ્ધ અર્થ સાંભળવા માટે અત્યંત ઇચ્છા રાખવી.” તે ઉપર કુંડલીક શ્રાવકનું દ્રષ્ટાંત કહે છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ વ્યાખ્યાન ૨૬૫] જ્ઞાનાચારનો સાતમો ભેદ–અર્થાનિલવ કુંડલીક શ્રાવકનું દ્રષ્ટાંત કોઈ એક નગરમાં સકલશાસ્ત્રનિપુણ અને સ્વપર શાસ્ત્રના રહસ્યને જાણનાર શ્રી “રત્નાકરસૂરિ રહેતા હતા. તે નિરંતર રાજસભામાં જતા હતા. ત્યાં સાહિત્ય, ન્યાય, છંદ, વ્યાકરણ અને અંતર્લીપિકા વગેરેમાં કુશળ અનેક વિદ્વાનોને તેમણે જીત્યા હતા, તેથી તે વિદ્વાનો રત્નાકરસૂરિનું નામ સાંભળીને મૌન ઘારણ કરી જતા હતા. આચાર્ય પણ એક પદ લઈને તેના અનેક અર્થ કરતા હતા. તેથી રાજસભામાં રાજાએ તેમને “અનેકાર્થવાદી' એવું બિરુદ આપ્યું હતું. તે સૂરિ હંમેશાં પાલખીમાં બેસીને રાજસભામાં જતા હતા. એ પ્રમાણે થવાથી અનુક્રમે તેઓ ચારિત્રગુણથી હીયમાન થતા ગયા અને રાજા, મંત્રી તથા સામંત વગેરેનું આપેલું અન્ન, વસ્ત્ર વગેરે પણ લેવા લાગ્યા. એમ કરતાં કરતાં તેમણે રાજાદિકને પ્રસન્ન કરીને મણિ, માણિક્ય, મુક્તાફળ વગેરે પણ લેવા માંડ્યું એટલે તે ત્રણ ગારવ વડે યુક્ત થઈ ગયા; તો પણ તે કદાચિત્ પણ વિતરાગના વચનની અપેક્ષા છોડતા નહીં, અને પ્રમાદ વગેરેના કારણથી પણ શ્રી તીર્થકર ભગવંતે યથાર્થ અવલોકન કરીને પ્રરૂપણ કરેલા તત્ત્વને કોઈ વખત દૂષણ લગાડતા નહીં. તેમનો પ્રરૂપણા પક્ષ અતિ નિર્મળ હતો. એકદા કોઈ અન્ય ગામનો રહેનાર જીવાજીવાદિ તત્ત્વને જાણનાર અને સાધુઓને પિતા તથા ભાઈ સમાન માનનાર એક શ્રાવક ઘી વેચવા માટે તે નગરમાં આવ્યો. તે ઘીનાં ભરેલાં અનેક કુડલાં વેચવા લાગ્યો, તેથી લોકમાં તેને સૌ કુડલીઓ કહેવા લાગ્યા. એક વખત તેણે માર્ગમાં અનેક વાદી બ્રાહ્મણોથી પરિવૃત્ત થયેલા અને પાલખીમાં બેઠેલા તથા રાજસેવકોથી સેવાતા 'રત્નાકરસૂરિને જોઈને વિચાર્યું કે-“અહો! આ શાસનના પ્રભાવક અને ગુણી એવા સૂરિ પ્રમાદમગ્ન થઈ ગયા લાગે છે. તેની પાસે મારે કાંઈ પણ બોલવું યોગ્ય નથી, કેમકે બ્રહ્માને ભણવાનો વિધિ કોણ શીખવી શકે? તો પણ જોઉં તો ખરો કે આ આચાર્ય સર્વથી ભ્રષ્ટ થયા છે કે દેશથી ભ્રષ્ટ થયા છે?” એમ વિચારીને રાજમાર્ગમાં જ વિધિપૂર્વક તેમને નમીને સ્તુતિ કરવા લાગ્યો કે गोयम सोहम जंबू पभवो, सिज्झंभवो अ आयरिआ ।। अन्नेवि जुगप्पहाणा, तुह दिठू सब्वेवि ते दिठ्ठा ॥१॥ ભાવાર્થ-“આપને જોવાથી ગૌતમસ્વામી, સૌઘર્મસ્વામી, જંબૂસ્વામી, પ્રભવસ્વામી અને શäભવસ્વામી તથા બીજા પણ યુગપ્રઘાન એવા સર્વ આચાર્યોને મેં જોયા એમ હું માનું છું.” આ પ્રમાણે સાંભળીને ગુરુએ નીચું મુખ કરીને તેને કહ્યું કે “કાગડાને હંસની ઉપમા શોભતી નથી, કેમકે તે મહાગુણી આચાર્યોના અધ્યવસાયમાંથી માત્ર એક સમય પૂરતો શુદ્ધ અધ્યવસાય પણ જો મારા આખા ભવને વિષે થાય તો તેથી હું નિર્મળ થઈ જાઉં.” એ પ્રમાણે સાંભળીને તે શ્રાવકે વિચાર્યું કે “અહો! આ સૂરિને ઘન્ય છે. અનેક મિથ્યાત્વીઓનો સંબંઘ છતાં પણ શ્રી તીર્થકરના વચનની સ્વલ્પ અપેક્ષા પણ તજતા નથી, માટે તે સર્વથા ભ્રષ્ટ થયેલા નથી.” પછી જ્યારે ગુરુ ઉપાશ્રયે આવ્યા ત્યારે તે શ્રાવકે ત્યાં આવીને વિધિપૂર્વક વંદના કરીને તેમની દેશના સાંભળી. પછી તે શ્રાવકે “ વોયમૂત્રના.” આ ઉપદેશમાલામાંથી શ્રી વીરસ્વામીના શિષ્ય જિનદાસ ગણિએ રચેલી ગાથાનો અર્થ પૂછ્યો, ત્યારે સૂરિએ પોતાની બુદ્ધિથી વ્યાકરણ, નામમાળા Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૮ વગેરેને અનુસાર સર્વ પંડિતો માન્ય કરે એવો નવીન અર્થ કર્યો. તે સાંભળીને નમ્રતાપૂર્વક તે શ્રાવક બોલ્યો કે-“હે સ્વામી! આપની બુદ્ધિને ઘન્ય છે, કે જેથી આપે આવો નવીન અર્થ કર્યો, પરંતુ કાલે તેનો મૂળ અર્થ પ્રકાશીને મારા આત્માને કૃતાર્થ કરજો.” એમ કહી ગુરુને વાંદીને તે પોતાને કામે ગયો. બીજે દિવસે આવીને તે જ ગાથાનો મૂળ અર્થ તેણે પૂછો, ત્યારે સૂરિએ મનમાં વિચાર્યું કે–“મૂળ અર્થમાં બતાવેલી પ્રવૃત્તિનો વ્યવહાર મારે વિષે બાહ્યથી પણ શુદ્ધ નથી, તો અંતવૃત્તિથી તો ક્યાંથી જ હોય? માટે તેમાં બતાવેલા અર્થની શુદ્ધ પ્રવૃત્તિ વિના તે અર્થનું વર્ણન કરવું શોભે નહીં; તેમ તે મૂળ અર્થમાં દોષ આપવો, તે પણ યોગ્ય નહીં.” એમ વિચારીને તેણે તે દિવસે પણ બીજો નવીન અર્થ શબ્દપર્યાયને અનુસાર કર્યો. તે સાંભળીને પેલો શ્રાવક પણ તે જ રીતે પ્રશંસા કરીને ગયો. ત્રીજે દિવસે પણ શ્રાવકે જઈને તે જ ગાથાનો મૂળ અર્થ પૂછ્યો; ત્યારે સૂરિએ કોઈ વખત નહીં સાંભળેલો એવો કોઈ નવીન અર્થ કર્યો. એ પ્રમાણે છ માસ સુધી નવા નવા અર્થ કરવામાં તત્પર રહેલા સૂરિનો અક્ષય જ્ઞાનભંડાર જાણીને તે શ્રાવકે ગુરુને વિજ્ઞપ્તિ કરી કે-“હે સ્વામી! જેમ ગંગાનદીની રેતીના કણિયા ગણવામાં અનંતજ્ઞાની વિના બીજા કોઈની શક્તિ નથી, તેવી જ રીતે આપના ગુણનું વર્ણન કરવામાં પણ મારા જેવો કોઈ પણ માણસ સમર્થ નથી. હે ગુરુ! ઘી વેચીને ઉપાર્જન કરેલું સર્વ ઘન આજે સમાપ્ત થઈ રહ્યું છે, તેમજ આજે નવું કાર્ય પણ આવ્યું છે તેથી હવે હું મારે ઘેર જઈશ; પરંતુ મારા મનમાં આટલી જ વાત ખટકે છે કે-આપના જેવા ગીતાર્થ ગુરુ પાસેથી પણ જો તે ગાથાનો યથાર્થ અર્થ મને પ્રાપ્ત ન થયો તો પછી તે અર્થ મને બીજે ક્યાંથી પ્રાપ્ત થશે? નહીં જ થાય.” ત્યારે સૂરિ બોલ્યા કે “તારે કાલે સવારે અહીં અવશ્ય આવવું.” તે સાંભળીને તેને હર્ષ થયો, અને તે પોતાને ઉતારે ગયો. પછી સૂરિએ વિચાર કર્યો કે “વિષયો જેમ જેમ વૃદ્ધિ પામે છે, તેમ તેમ આત્મા તેનો વઘારે વઘારે લોભ કરે છે; પરંતુ શાસ્ત્રમાં કહ્યું છે કે “મુવત્તા શ્રિય: રાહુધા તતઃ વિ' જો લક્ષ્મીનો ત્યાગ કર્યો, તો પછી કામદુઘાનું શું કામ છે? ઇત્યાદિ ભાવના ભાવીને સૂરિએ મુક્તાફળ વગેરે એકઠું કરેલું સર્વ ઘન તજી દીધું અને દ્રવ્ય તથા ભાવ વડે પ્રથમના સૂરિ જેવા થઈને પોતાના આત્માને તારવા માટે ત્રણ રત્નને અંગીકાર કરીને રહ્યા. પછી પ્રાતઃકાળે તે શ્રાવક આવ્યો; ત્યારે તેણે સમસ્ત પાપને જેણે દૂર કર્યા છે, તથા જેણે અપૂર્વ સંયમગુણ ઘારણ કર્યો છે એવા સૂરિને જોઈને તેમની ત્રણ પ્રદક્ષિણા કરી, પ્રણામપૂર્વક સ્તુતિ કરીને તે બોલ્યો કે “હે સ્વામી! આજે હું આપના દર્શનથી જ તે ગાથાનો મૂળ અર્થ સમજી ગયો. આપના સઘળા અવયવોમાં તે અર્થ સ્પષ્ટ દેખાય છે. અહો! આપની યોગ્યતા લોકોત્તર છે. આપે “મૂળ સ્વરૂપે થઈને જ મૂળ અર્થનો હું પ્રકાશ કરીશ એવી પ્રતિજ્ઞાને સારી રીતે પાળી છે. મારા મનોરથ પૂર્ણ કરવાથી મારો ભવ આપે સફળ કર્યો છે. વળી આપની ક્ષમા પણ અકલિત છે; કેમકે છ મહિના પર્યત એક ને એક ગાથાનો અર્થ પૂણ્યા છતાં કોઈ વખત પણ આપે કોપનો આવેશ માત્ર પણ કર્યો નથી. ઊલટો જ્યારે જ્યારે હું પ્રશ્ન કરતો ત્યારે ત્યારે સુઘાદ્રષ્ટિની વૃષ્ટિથી મને પવિત્ર કર્યો છે.” આ પ્રમાણે સૂરિની સ્તુતિ કરીને તેણે ફરીને વંદના કરી. પછી સૂરિએ તે ગાથાનો મૂળ અર્થ કહ્યો. Page #240 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાચારનો આઠમો ભેદ–સૂત્રાર્થીનિહ્નવ दोससयमूलजालं, पुव्वरिसिविवज्जिअं जइ वंतं । अत्थं वहसि अणत्थं, कीस अणत्थं तवं चरसि ॥ १ ॥ ભાવાર્થ-સેંકડો દોષોને ઉત્પન્ન કરવામાં મૂળ જાળ સમાન અને પૂર્વના સૂરિઓએ વર્જિત કરેલા તેમજ વમી નાખેલા એવા અનર્થકારી અર્થ(ઘન)ને જો તું વહન કરે છે, તો પછી નિરર્થક તપ શા માટે કરે છે? અર્થાત્ ઘનને ગ્રહણ કરે છે તો પછી તપસ્યા કરવી એ નિષ્ફળ છે.’’ વિવેચન–રાગાદિક દોષોને ઉત્પન્ન કરવામાં મૂળ કારણ રૂપ અને મત્સ્યેની જાળની જેમ બંઘના હેતુભૂત હોવાથી દોષોની જાળ સમાન અર્થ (ધન) છે, તેથી જ પૂર્વે થઈ ગયેલા વૈરસ્વામી વગેરે આચાર્યોએ તેનો ત્યાગ કરેલો છે. વળી તે ઘન નરકમાં ગમન કરાવવા વગેરે અનેક અનર્થનો હેતુ છે. તેવા ઘનને જો તું વહન કરે છે તો પછી નિષ્પ્રયોજન એવું અનશનાદિક તપ શા માટે આચરે છે? કારણ કે પૂર્વાપરનો વિચાર કરતાં ઘનસંગ્રહ અને તપ એ બન્ને સાથે ઘટતાં નથી. વ્યાખ્યાન ૨૬૬] આ પ્રમાણે તે ગાથાનો મૂળ અર્થ યથાર્થ સાંભળીને તે શ્રાવક અતિ હર્ષ પામ્યો અને પોતાને સ્થાને ગયો. પછી સૂરિ પણ પોતાના પાપની આલોચના કરવા માટે શ્રી સિદ્ધગિરિ ઉપર જઈને શ્રી જિનેશ્વર પાસે ‘શ્રેયઃ શ્રિયાં મંગôીસદ્મ' ઇત્યાદિ વૈરાગ્યગર્ભિત સ્તુતિ॰ કરીને પોતાના આયુષ્યનો અંત સમીપ જાણી ચારે આહારના પ્રત્યાખ્યાન કરવા રૂપ અણસણ કરીને સ્વર્ગે ગયા. સૂરિએ મુક્તાફળ વગેરે જે ઘન પ્રથમ ગ્રહણ કર્યું હતું તે સર્વને ગૃહસ્થોએ ઘંટીમાં દળાવીને કોઈ ઠેકાણે ઉડાડી દીધું, કેમકે કોઈ પણ કાર્યમાં ન કહ્યું એવું તે દ્રવ્ય હતું. આ પ્રમાણે વૃદ્ધના મુખથકી સાંભળ્યું છે તે જ પ્રમાણે મેં અહીં લખ્યું છે. બાકી તત્ત્વ તો શોઘન કરીને બહુશ્રુત પાસેથી જાણી લેવું. ‘“સદ્ગુરુને પામીને તે શ્રાવકે આગ્રહપૂર્વક ગાથાનો યથાર્થ અર્થ સાંભળવાની સ્પૃહા કરી, અને નિહ્નવપણાના દોષથી રહિત તે સૂરિએ પોતાની બુદ્ધિથી મૂળ અર્થને ગુપ્ત રાખી નવા નવા અર્થો કર્યા, પણ છેવટ તે શ્રાવકે સૂરિને અર્થાનિહ્નવ નામના સાતમા આચારથી યુક્ત કર્યા.’’ વ્યાખ્યાન ક જ્ઞાનાચારનો આઠમો ભેદ–સૂત્રાર્થાનિહવ ૨૩૧ હવે સૂત્રાર્થ અનિહ્નવ રૂપ આઠમા આચાર વિષે કહે છે– सूत्रार्थयोर्द्वयोर्नैवं, निह्नवं कुरुते सुधीः । अष्टमः स्यात्तदाचारः, श्रुतवद्भिः श्रुते स्तुतः ॥ १॥ ભાવાર્થ-‘બુદ્ધિવંત માણસ સૂત્ર તથા અર્થ એ બન્નેનો નિહ્રવ કરતો નથી, તે આચારને શાસ્ત્રજ્ઞ આચાર્યોએ શાસ્રને વિષે આઠમો આચાર હ્યો છે.” આ આચાર ઉપર દૃષ્ટાંત કહે છે. શ્રી અભયદેવસૂરિનું દૃષ્ટાંત શ્રી અભયદેવસૂરિ સોળ વર્ષની અંદર બાલ્યાવસ્થામાં જ જૈનમતના તથા અન્ય મતના સર્વ શાસ્ત્રોના પારગામી થયા હતા. એકદા વ્યાખ્યાનમાં પાંચમા અંગમાં વર્ણવેલા રથકંટક અને મુશલ ૧ આ સ્તોત્ર રત્નાકરપચ્ચીશી તરીકે હાલમાં પ્રચલિત છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [તંભ ૧૮ વગેરે ચેડા રાજા તથા કોણિક વચ્ચે થયેલા સંગ્રામોનું વર્ણન કરતાં રૌદ્ર અને વીર રસનું એવું વર્ણન કર્યું કે તે સાંભળીને વ્યાખ્યાનમાં આવેલા કેટલાક શસ્ત્રધારી ક્ષત્રિયો પરસ્પર યુદ્ધ કરવા માટે ત્યાં જ સદ્દબદ્ધ થઈ ગયા. તે જોઈને અવસરના જાણ એવા અભયદેવ મુનિના ગુરુએ તરત જ નાગનતુઓનું વર્ણન કરીને એવો શાંત રસ વિસ્તાર્યો કે તે સાંભળીને સર્વે સ્વસ્થ થઈ ગયા, અને મનમાં વિચારવા લાગ્યા કે “અહો! અમને ધિક્કાર છે, કે વ્યાખ્યાનના સમયમાં અમે પ્રમાદથી ઉન્મત્ત થઈ ગયા, અમે તે યોગ્ય કર્યું નહીં, પણ આ ગુરુએ વર્ણન કરેલાના નાગનતુક શ્રાવકને ઘન્ય છે, કે જેણે સંગ્રામમાં પણ પોતાના આત્મઘર્મની પુષ્ટિ કરી.” પછી ગુરુએ અભયદેવને શિખામણ આપી કે “હે શિષ્ય! તારી બુદ્ધિનો વિસ્તાર વાણીથી અગોચર છે, પરંતુ તારે સર્વત્ર લાભાલાભનો વિચાર કરીને વર્ણન કરવું. ત્યાર પછી એક દિવસ સાયંકાળનું પ્રતિક્રમણ થઈ રહ્યા પછી કોઈ એક શિષ્ય શ્રેણિક રાજાના પુત્ર નંદિષેણ ઋષિએ અથવા નેમિનાથજીના ગણઘર નંદિસજીએ શ્રી સિદ્ધાચળ ઉપર રચેલા અજિતશાંતિ સ્તવનમાંથી “ઉવરંતર વિમારાર્દિ' ઇત્યાદિ ચાર ગાથાનો અર્થ પૂછ્યો, ત્યારે શ્રી અભયદેવે કહ્યું કે “અનેક પ્રકારના શુભ નેપથ્યને ઘારણ કરનારી દેવસુંદરીઓએ જેમના ચરણકમળને વંદના કરી તોપણ જેનું મન જરા પણ ક્ષોભ પામ્યું નહીં તેવા શ્રી અજિતનાથને હું પ્રણામ કરું છું.” આ પ્રમાણે તે દેવંસુંદરીઓના જે બીજાં સર્વ વિશેષણો તે ગાથાઓમાં હતાં તેનું શૃંગારરસથી ભરેલું વિસ્તારથી વર્ણન કર્યું. તે વખતે ઉપાશ્રયની પાસેનાં જ માર્ગેથી ચાલી જતી શૃંગારરસમાં નિપુણ એવી કોઈ કુમારી રાજપુત્રીએ તે વર્ણન સાંભળ્યું. કોઈ વખત નહીં સાંભળેલું એવું અદ્ભુત વર્ણન સાંભળીને તેણે વિચાર કર્યો કે “જો આ પંડિતશિરોમણિ મારો સ્વામી થાય તો મારો જન્મ તથા જીવિત સફળ થાય, અને હર્ષપૂર્વક લીલાએ કરીને તથા શૃંગારશાસ્ત્રના વિનોદે કરીને દિવસો નિર્ગમન થઈ શકે; માટે હું ત્યાં જઈને એ શ્રેષ્ઠ નરને પ્રાર્થના કરીને લોભ પમાડું.” એમ વિચારી તે ઉપાશ્રયના બારણા પાસે આવી, અને મંજુલ સ્વરથી બોલી કે “હે શૃંગારશાસ્ત્રને જાણનાર!હે શ્રેષ્ઠ બુદ્ધિમાન! બારણા ઉઘાડો. હું મદનમંજરી નામની રાજપુત્રી ગુણગોષ્ઠી કરવા માટે તમારી પાસે આવી છું” આ પ્રમાણે અકાળે સ્ત્રીનો શબ્દ સાંભળીને ગુરુએ અભયદેવને ઠપકો આપ્યો કે “પ્રથમ તમને જે શિખામણ આપી હતી તે સર્વ ભૂલી ગયા, અને જ્યાં ત્યાં ચાતુર્ય દેખાડો છો પણ શું તમને લા આવતી નથી? હવે શું કરશો? તમારા ગુણથી આકર્ષાઈને સીમંત પાથડાએ પહોંચાડનારી આ સીમંતિની આવી છે. તે વિયોગિનીની જેમ વારંવાર બોલાવે છે.” તે સાંભળીને અભયદેવ બોલ્યા કે “હે પૂજ્ય! મારા વાક્યથી તે જેમ વિભ્રમ પામી સતી આશાએ આવી છે, તેમજ આપની કૃપાથી તે સસંભ્રમ થઈને આશારહિત પાછી જતી રહેશે; માટે તે બાબત આપ ખેદ કરશો નહીં.” એમ કહીને અભયદેવે દ્વાર ઉઘાડી રાજકન્યાને કહ્યું કે-“હે રાજપુત્રી! અમે સાધુ છીએ, તેથી અમે એક મુહર્ત માત્ર પણ એકાંતમાં સ્ત્રી સાથે ઘર્મ સંબંઘી વાર્તા પણ કરતા નથી, તો અમે ગોષ્ઠીની પુષ્ટિ તો શાની જ કરીએ? વળી અમે કોઈ પણ દિવસ દાતણ કરતા નથી, મુખ ધોતા નથી, તથા સ્નાન વગેરે બાહ્ય દેહશુદ્ધિને ઇચ્છતા નથી, તેમજ નિર્દોષ એવું ૧ પહેલી નરકનો પહેલો નરકાવાસો. ૨ શ્રી. Page #242 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૬૬] જ્ઞાનાચારનો આઠમો ભેદ–સૂત્રાનિહ્નવ ૨૩૩ અંત પ્રાંત અને લૂખું અન્ન ભિક્ષા માગીને લાવીએ છીએ અને માત્ર દેહના નિર્વાહને માટે જ ખાઈને રહીએ છીએ. આ શરીર અસ્થિ, મલ, મૂત્ર અને વિષ્ટા વગેરેથી ભરેલું મહા દુર્ગંધમય બીભત્સ છે. તેમાં સારભૂત શું છે? કુત્સિત પુરુષો જ એવા બીભત્સ વિષયસુખની ઇચ્છા રાખે છે. અમારા શરીરની સારવાર બાલ્યાવસ્થામાં માતપિતાએ જ કરી હશે, ત્યાર પછી અમે તો બિલકુલ કરી નથી. માટે આવા અમારા દુર્ગંઘમય શરીરનો સ્પર્શ તારા જેવી રાજપુત્રીને સ્વપ્નમાં પણ કરવા જેવો નથી.’’ આ પ્રમાણે બીભત્સ રસનું વર્ણન સાંભળીને તે રાજપુત્રી તરત જ જતી રહી. અભયદેવ ઉપસર્ગરહિત થઈને ગુરુ પાસે આવ્યા. ગુરુએ કહ્યું કે—“તારી બુદ્ધિની કુશળતા સમુદ્રના પુરના જેવી અધિકતર છે; પરંતુ વર્તમાન સમયમાં તેને શમાવવી યોગ્ય છે; તેથી તેમ કરવા માટે તારે છાશમાં કરેલો જુવારનો ડૂમરો તથા કાલિંગડાનું શાક શોધી વહોરી વાપરવું, જેથી તારી બુદ્ધિ ન્યૂન થશે. કહ્યું છે કે तडबूजं कलिंगं च, भोज्यं शीतं च वातुलम् । कपित्थं बदरीजंबू - फलानि प्रति धीषणाम् ॥ १॥ ભાવાર્થ—“તડબૂચ, કાલિંગડું, ઠંડું તથા વાયુ કરનાર ભોજન, કોઠું, બોર અને જાંબૂ એ સર્વ વસ્તુ બુદ્ધિનો નાશ કરનાર છે.’’ ગુરુનાં વચનનો તેણે સ્વીકાર કર્યો, અને તે જ પ્રમાણે ઘણે ભાગે આહાર કરવા માંડ્યો. ગુરુએ તેને અત્યંત યોગ્ય જાણીને સૂરિપદ આપ્યું. પછી અભયદેવસૂરિ વિહાર કરતાં કરતાં અનુક્રમે થંભનપુર આવ્યા. ત્યાં અતિ તુચ્છ આહાર કરવાથી કુષ્ઠના મહા વ્યાધિથી તે એવા પીડિત થઈ ગયા કે હાથ પગ હલાવવાની પણ તેમનામાં શક્તિ રહીં નહીં. એક દિવસ સાયંકાળનું પ્રતિક્રમણ કરીને સૂરિએ શ્રાવકોને કહ્યું કે “આ વ્યાધિની પીડા બહુ વધી પડવાથી હું એક ક્ષણ પણ તે સહન કરી શકવા સમર્થ નથી તેથી કાલે અનશન કરીશ.'' તે સાંભળીને સર્વને અતિ ખેદ થયો. પછી રાત્રિમાં શાસનદેવીએ આવીને સૂરિને કહ્યું કે હે ગુરુ! ઊંઘો છો કે જાગો છો?’’ ગુરુએ કહ્યું કે ‘“જાગું છું.’’ દેવીએ કહ્યું કે ‘‘ઊઠો, આ નવ સૂત્રની કોકડી ઉકેલો.'' ગુરુ બોલ્યા કે ‘આવા શરીરે હું શી રીતે ઉકેલી શકું?’ દેવીએ કહ્યું કે “નવ અંગની` વૃત્તિ કરવાનું હજુ તમારે આધીન છે; અર્થાત્ તમે કરવાના છો તો તેની પાસે આ તે કોણ માત્ર છે? માટે આ હાથમાં લો. હજુ તમે ચિરકાળ સુધી જીવશો.’’ ગુરુ બોલ્યા કે ‘“આવા શરીરે હું શ્રી જિનેશ્વરદેવના આગમની નવાંગની ટીકા શી રીતે કરીશ?’’ દેવી બોલી કે ‘‘છ માસ સુધી આચામ્લ તપ કરો.'' પછી શાસનદેવીના નિર્દેશથી સૂરિએ છ માસ સુધી આચામ્લ તપ કર્યું, અને કઠિન શબ્દોની ટીકા કરીને નવાંગવૃત્તિ પૂર્ણ કરી. તેવામાં શરીરને વિષે ફરીથી મહારોગ ઉત્પન્ન થયો. તે વખતે શ્રી ધરણેન્દ્ર શ્વેત સર્પનું સ્વરૂપ ધારણ કરી ત્યાં આવીને સૂરિના શરીરને ચાટીને નીરોગી કર્યું. પછી ઘરણેન્દ્ર સૂરિને કહ્યું કે “સેઢી નદીને તીરે શ્રી સ્થંભનનાથની પ્રતિમા પૃથ્વીમાં ગુપ્ત રહેલી છે, તેને તમે પ્રગટ કરો. ત્યાં ઓચિંતી એક ગાય આવીને તે પ્રતિમા જે સ્થાને છે તે સ્થાન પર દૂધ ઝરશે. તે ચિહ્નથી તે મૂર્તિનું ૧ શ્રી આચારાંગ અને સૂયગડાંગની વૃત્તિ શ્રી શીલાંકાચાર્યે કરી હતી. બાકી નવ અંગની વૃત્તિ કરવી બાકી હતી. ૨ સ્તંભન પાર્શ્વનાથની મૂર્તિ પ્રગટ કર્યા પછી ટીકાઓ કર્યાનું બીજે સ્થાને કહેલું છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ સ્તિંભ ૧૮ સ્થાન નિશ્ચિત જાણજો.” આ પ્રમાણે કહીને ઘરણેન્દ્ર અદ્રશ્ય થયા. પછી પ્રાતઃકાળે અભયદેવસૂરિ સંઘ સહિત સેઢી નદીને કાંઠે આવ્યા. ત્યાં ગાયને દૂઘ ઝરતી જોઈને ગોવાળના બાળકોએ બતાવેલી ભૂમિ પાસે પ્રતિમાના સ્થાનનો નિશ્ચય થવાથી સૂરિએ પાર્શ્વપ્રભુની સ્તુતિને માટે નવીન સ્તોત્ર રચવા માંડ્યું, તેનાં બત્રીશ કાવ્ય કહ્યા પછી તેત્રીશમું કાવ્ય કહેતાં તરત જ શ્રી પાર્શ્વનાથનું બિંબ પ્રગટ થયું. તે તેત્રીશમું કાવ્ય સૂરિએ દેવતાના આદેશથી ગોપવી દીધું છે. તે પ્રતિમાના દર્શન માત્રથી જ સર્વ વ્યાધિઓ મૂળથી નાશ પામી. પછી શ્રી સંઘે ગુરુને તે પ્રતિમાની ઉત્પત્તિ પૂછી, ત્યારે ગુરુએ કહ્યું કે “પૂર્વે શ્રી વરુણદેવે અગિયાર લાખ વર્ષ સુધી આ પ્રતિમાનું પૂજન કર્યું હતું. ત્યાર પછી* (...) વર્ષ સુધી રામચંદ્ર તેને પૂજી; ત્યાર પછી એંશી હજાર વર્ષ સુધી તક્ષક નાગે તેની પૂજા કરી, ત્યાર પછી ઘણા કાળ સુઘી સૌઘર્મેન્દ્ર પૂજી, ત્યાર પછી દ્વારિકાનગરીમાં કૃષ્ણ વાસુદેવે શ્રી નેમિનાથના મુખથી મોટા અતિશયવાળી તે પ્રતિમાની કથા સાંભળીને મોટા પ્રાસાદમાં તેનું સ્થાપન કરીને પૂજા કરી. દ્વારિકાનો દાહ થયા પછી તે નગરીને સમુદ્ર ડુબાવી દીધી, એટલે પ્રતિમા તેવી જ સ્થિતિમાં સમુદ્ર મધ્યે રહી. ત્યાર પછી કેટલેક કાળે કાંતિનગરીનો નિવાસી ઘનપતિ નામનો શ્રેષ્ઠી ત્યાંથી જતો હતો તેવામાં તેનાં વહાણો દેવતાના અતિશયથી અલિત થયાં; તેથી શ્રેષ્ઠી વિચારમાં પડ્યો. તેવામાં આકાશવાણીથી “અહીં જિનેશ્વરની પ્રતિમા છે” એમ તેણે જાણ્યું. પછી શ્રેષ્ઠીના નિર્દેશથી ખલાસીઓએ સમુદ્રમાં સૂતર નાખીને સાત કાચા તાંતણાથી તે પ્રતિમાને બાંધીને બહાર કાઢી. પછી તેને કાંતિનગરીમાં લઈ જઈને શ્રેષ્ઠીએ મોટા પ્રાસાદમાં સ્થાપી. તે પ્રાસાદમાં તે પ્રતિમા બે હજાર વર્ષ રહી. ઢંકપુરમાં રાજાની પુત્રી ભોપલદેવી અદ્ભુત સ્વરૂપવાન હતી. તેના પર આસક્ત થઈને વાસુકી દેવતા તેને ભોગવવા લાગ્યો. તેનાથી નાગાર્જુન નામે પુત્ર થયો. તેના પરના વાત્સલ્યથી તે નાગેઢે સર્વ મહૌષધિઓનાં ફળ મૂળ અને પાંદડાં તેને ખવરાવ્યાં. તેના પ્રભાવથી તે સિદ્ધપુરુષ થઈને શાલિવાહન રાજાનો ગુરુ થયો. પછી શ્રી પાદલિપ્તસૂરિના પ્રસાદથી તે નાગાર્જુન આકાશગામી વિદ્યા પામીને રસને સિદ્ધ કરવા ઉત્સુક થયો. તેને માટે તેણે અનેક ઉપાયો કર્યા, પણ રસ બંધાયો નહીં; તેથી તેણે ગુરુને તેનો ઉપાય પૂછ્યો. ગુરુએ કહ્યું કે “મહિમાવાળી શ્રી પાર્શ્વનાથની પ્રતિમાની પાસે તે પ્રતિમાની દ્રષ્ટિએ સર્વ લક્ષણવાળી સતી સ્ત્રી તે રસનું મર્દન કરે તો તે રસ સ્થિર થઈને કોટીવેથી થાય.” તે સાંભળીને નાગાર્જુને પોતાના પિતા વાસુકીનું ધ્યાન ઘરીને તેને બોલાવ્યો. પછી તેના પૂછવાથી વાસુકીએ કહ્યું કે “કાંતિનગરીમાં અતિ મહિમાવાળી પ્રાચીન શ્રી પાર્શ્વનાથની પ્રતિમા છે.” નાગાર્જુને કાંતિનગરીથી તે પ્રતિમાનું હરણ કરીને સેઢી નદીને કાંઠે એકાંતમાં લાવીને તેને સ્થાપી. પછી તેની પાસે રસ સાઘન કરવા માટે શાલિવાહન રાજાની પતિવ્રતા સ્ત્રી ચંદ્રલેખાને હમેશાં રાત્રે સિદ્ધ થયેલા વ્યંતર મારફત મંગાવીને તે ચંદ્રલેખા પાસે રસનું મર્દન કરાવવા લાગ્યો. છ માસે તે રસ સ્થિર થયો. તે ઠેકાણે રસ કરતાં પણ અધિક ૧. આ સ્તોત્ર “ગતિગા' નામે પ્રસિદ્ધ છે. ૨. ગતિમાની ટીકાની પીઠિકામાં ૩૨ માંથી છેલ્લાં બે કાવ્ય ગોપવ્યાની હકીકત છે કે અત્યારે ૩૦ કાવ્ય જ વર્તે છે. * નવાદરવાનું કાવતું એવો અહીં પાઠ છે તે અશુદ્ધ જણાવાથી કેટલા વર્ષ તે લખી શકાયું નથી. ૩. સાતવાહન એવું પણ તેનું બીજું નામ હતું. ૪. સ્વર્ણસિદ્ધિ રસ. Page #244 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૬૭] શ્રુતનો હિતકારી અર્થ કર્તવ્ય ૨૩૫ મહિમાવાળું અને સમગ્ર લોકોના ઇચ્છિત અર્થને પૂર્ણ કરનારું સ્તંભન નામે શ્રી પાર્શ્વનાથ સ્વામીનું તીર્થ થયું. પછી અનુક્રમે દેવનાં વચનથી ‘તે પ્રતિમા અહીં છે’ એમ જાણીને “નતિદુબળ વર્Üવવ॰' ઇત્યાદિ કાવ્યો વડે મેં તેની સ્તુતિ કરી, એટલે તે પ્રતિમા પ્રગટ થઈ છે. પ્રથમ આ પ્રતિમા કોણે ભરાવી છે તે સાંભળ્યું નથી.’’ આ પ્રમાણે શ્રી અભયદેવસૂરિએ કહેલો મહિમા સાંભળીને શ્રી સંઘે તે જ સ્થાને પ્રાસાદ કરાવી ત્યાં સ્તંભનપુર નામે ગામ વસાવ્યું. સર્વ લોકો ત્યાં મોટા મોટા મહોત્સવો કરવા લાગ્યા. પછી જ્યારે સંવત ૧૩૬૮ ની સાલમાં દુષ્ટ મ્લેચ્છોએ ગુજરાતમાં ઉપદ્રવ કર્યો ત્યારે વર્તમાન સ્તંભતીર્થનું સ્થાપન થયું છે. અત્યારે તે પ્રતિમા સ્તંભતીર્થ બંદરે (ખંભાતમાં) વિદ્યમાન છે. પ્રથમ શીલાંકાચાર્યે પહેલા બે અંગની વૃત્તિ કરી હતી. ત્યાર પછીના નવ અંગની ટીકા શ્રી અભયદેવસૂરિએ શાસનદેવીનાં વચનથી પોતાની મતિકલ્પનાનો ઉપયોગ કર્યા સિવાય કરી છે. ત્યાર પછી સંવત ૧૧૩૫ માં શ્રી અભયદેવસૂરિ સ્વર્ગે ગયા છે. કેટલાક ૧૧૩૯ ના સંવતમાં સ્વર્ગે ગયાનું કહે છે. “સ્થાનાંગસૂત્ર વગેરે નવ અંગની ટીકા કરનારા શ્રી અભયદેવસૂરિ થયા. તે આઠમા આચારને પાળનારા શ્રી અભયદેવસૂરિને શ્રી સ્તંભન પાર્શ્વનાથ સ્વામીએ નવાંગ આપ્યા છે, અર્થાત્ તે પ્રભુના પ્રસાદથી જ તેની ટીકા રચવાને તે ભાગ્યશાળી થયા છે.’’ વ્યાખ્યાન ૨૬૭ શ્રુતનો હિતકારી અર્થ કર્તવ્ય હવે શુભાશુભ શ્રુતનો સમ્યગ્ અર્થ કરવા વિષે કહે છે– अप्रशस्तं प्रशस्तं वा, शास्त्रं यत्समुपागतम् । प्रशस्तार्थे प्रयोक्तव्यं, मौनीन्द्रागमवेत्तृभिः ॥ १ ॥ ભાવાર્થ “અપ્રશસ્ત (અશુભ) અથવા પ્રશસ્ત (શુભ) ગમે તેવું શાસ્ત્ર પ્રાપ્ત થાય, તો પણ તેની જિનાગમને જાણનારા પંડિતોએ પ્રશસ્ત અર્થમાં જ યોજના કરવી, અર્થાત્ તેનો તે અર્થ જ કરવો.” પ્રશસ્ત શ્રુત એટલે સ્યાદ્વાદથી લાંછિત—સ્યાદ્વાદયુક્ત શાસ્ત્ર, અને અપ્રશસ્ત એટલે શૃંગારાદિક શાસ્ત્ર. તે સર્વ શાસ્ત્રને પ્રશસ્ત અર્થમાં—અનેકાંત પક્ષવાળા અર્થમાં વૈરાગ્યોત્પાદક અર્થમાં જોડી દેવા. ક્ષુલ્લક મુનિનું દૃષ્ટાંત ચંપાનગરીમાં સિંહસેન રાજા રાજ્ય કરતો હતો. તેને રાગુપ્ત નામે જૈનધર્મી મંત્રી હતો. એકદા રાજાએ સભામાં બેસીને ધર્મ સંબંધી પ્રશ્ન કર્યો અર્થાત્ ધર્મવિચાર પૂછ્યો કે ‘ખરો ધર્મ શું છે?” તે વખતે જેઓને જે ધર્મ અભિમત હતો, તેઓ તે ધર્મનું પ્રતિપાદન કરવા લાગ્યા. તેમાં કેટલાક એકાંત હિંસાએ કરીને, કેટલાક એકાંત અહિંસાએ કરીને, કેટલાક આત્મારામને પીડા નહીં આપતાં યથેચ્છ ભોગાદિકે કરીને અને કેટલાક તદ્દન નિઃસ્પૃહતાએ કરીને, ઇત્યાદિ પોતપોતાની મતિકલ્પનાએ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી ઉપદેશપ્રાસાદે ભાષાંતર-ભાગ ૪ [સંભ ૧૮ કરીને ધર્મનું સ્થાપન કરવા લાગ્યા. તે સર્વ સાંભળીને મંત્રી તો મૌન જ રહ્યો; તેથી રાજાએ મંત્રીને કહ્યું કે “તમે કેમ કાંઈ ઘર્મ સંબંધી નિર્ણય જણાવતા નથી?” મંત્રીએ કહ્યું કે “હે સ્વામી! આવાં પક્ષપાતનાં વાક્યોથી શો નિર્ણય થાય? વિચારપૂર્વક યુક્તિવાળા પ્રશ્નોત્તરી જાણીને પોતાની જાતે જ ઘર્મની પરીક્ષા કરવી યોગ્ય છે.” પછી મંત્રીએ રાજાની સંમતિથી “ સë વા વદ્દ ન વેતિ” મુખ કુંડલ સહિત છે કે નહીં?” એ ચોથું પાદ સમસ્યાપૂર્તિને માટે આખા નગરમાં પ્રસિદ્ધ કર્યું. તે સાથે કહેવરાવ્યું કે તે આખી ગાથા રાજાના ભંડારમાં છે. વળી નગરમાં આઘોષણા કરાવી કે “જે કોઈ આ સમસ્યા પૂર્ણ કરશે તેને રાજા ઇચ્છિત દાન આપશે અને તેનો ભક્ત થશે.” તે સાંભળીને સર્વ લોક તે ગાથાનું પાદ ગોખવા લાગ્યા. પછી સાતમે દિવસે રાજાએ તે સમસ્યાપૂર્તિને માટે સભા ભરી. તેમાં પ્રથમ એક પરિવ્રાજક બોલ્યો કે भिक्खापविद्वेन मएज दिटुं, पमयामुहं कमलविसालनेत्तं । विक्खित्तचित्तेण न सुट्ट दिटुं, सकुंडलं वा वदनं न वेति ॥१॥ ભાવાર્થ-“મેં ભિક્ષાને માટે આજે કોઈને ઘેર પ્રવેશ કર્યો. ત્યાં કમળના સરખા વિશાળ નેત્રવાળુ એક સ્ત્રીનું મુખ જોયું, પણ મારું ચિત્ત વ્યાક્ષિત હોવાથી મેં બરાબર દીઠું નહીં કે તે મુખ કુંડલ સહિત હતું કે નહીં?” આ પ્રમાણે સાંભળીને મંત્રીએ રાજાને કહ્યું કે “હે સ્વામી! આ પારિવ્રાજક પારમાર્થિક ઘર્મ જાણતો નથી, કેમકે બરાબર ન જોવાના કારણમાં ચિત્તની વ્યાક્ષિતતા (વ્યાકુળતા) બતાવી છે, પણ વીતરાગપણું બતાવ્યું નથી. ભોજનપ્રાપ્તિના અભાવે ઉપવાસ થયો, તો તેથી કાંઈ ઉપવાસનું ફળ ન હોય.” તે સાંભળીને રાજાએ તે ગાથા વિસંવાદી અર્થવાળી જાણીને તે પરિવ્રાજકને તિરસ્કારપૂર્વક કાઢી મૂક્યો. પછી બીજો તાપસ બોલ્યો કે फलोदगेणंमि गिहे पविट्ठो, तत्थासणथ्था पमया निरिक्खिया । વિવિરવત્તચિત્તે ન સુદૃ વિઠ્ઠ, સવું નં વા વદનં વેતિ રા. ભાવાર્થ-“હું પ્રાતઃકાળે કોઈના ઘરમાં પેઠો, ત્યાં એક પ્રમદાને મેં આસન પર બેઠેલી જોઈ, પણ મારું ચિત્ત વ્યાકુળ હોવાથી મેં બરાબર જોયું નહીં કે તેનું મુખ કુંડલ સહિત હતું કે નહીં?” તે સાંભળીને રાજાએ તથા મંત્રીએ વિચાર્યું કે “આ ગાથામાં પણ તેણે અજ્ઞાનના કારણમાં કાર્યની વ્યગ્રતા બતાવી છે, પણ તત્ત્વાર્થ જણાવ્યો નથી.” ત્યાર પછી ત્રીજો બુદ્ધનો શિષ્ય બોલ્યો કે– मालाविहारे मइ अज्ज दिठ्ठा, अवासिआ कंचणभूसिअंगी । विक्खित्त चित्तेण न सुट्ठ नायं, सकुंडलं वा वदनं न वेति ॥३॥ ભાવાર્થ–“બુદ્ધ સાઘને રહેવાના મઠમાં મેં આજે કંચનાદિનાં અનેક આભૂષણો પહેરી વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈને બેઠેલી એક ઉપાસિકા–સ્ત્રીને જોઈ, પણ વ્યાક્ષિત ચિત્ત હોવાથી મેં બરાબર જોયું નહીં કે તેનું મુખ કુંડળ સહિત હતું કે નહીં?” તે સાંભળીને રાજાએ તથા મંત્રીએ વિચાર્યું કે “આ ગાથામાં પણ તેણે સ્ત્રીના નેપથ્ય જોવામાં વ્યગ્રપણું બતાવ્યું છે, પણ જ્ઞાનતત્ત્વ જણાવ્યું નથી.” એ જ રીતે સર્વ ઘર્મીઓએ કહેલ ગાથાઓ * આ પદ અશુદ્ધ લાગે છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૬૭]. શ્રતનો હિતકારી અર્થ કર્તવ્ય ૨૩૭ જાણી લેવી. તેમાં જૈનધર્મી કોઈ આવેલ ન હોવાથી રાજાએ મંત્રીને કહ્યું કે “આમાં જૈનધર્મી કોઈ આવેલ નથી” તે સાંભળીને મંત્રીએ વિચાર્યું કે” “જૈનઘર્મી પણ સર્વે આવા જ હશે એમ રાજાનું માનવું થશે, માટે કોઈ સાધુ અહીંથી નીકળે તો બોલાવું.” એમ વિચાર કરે છે, તેટલામાં કોઈ ક્ષુલ્લક સાધુ ભિક્ષા માટે તે તરફ નીકળ્યા, તેને મંત્રી સભામાં તેડી લાવ્યો. તે ક્ષુલ્લક મુનિ રાજાએ કહેલું ચોથું પદ સાંભળીને બોલ્યા કે__खंतस्स दंतस्स जिइंदिअस्स, अप्पप्पउगे गयमाणसस्स । किं मज्झ एएण विचिंतिएणं, सकुंडलं वा वदनं न वेति ॥४॥ ભાવાર્થ-“ક્ષમાવાન, દાંત, જિતેન્દ્રિય અને જેનું મન અધ્યાત્મના ચિંતવનમાં લીન થયેલું છે એવા મારે “આ મુખ કુંડલ સહિત છે કે નહીં?” એવા વિચાર કરીને શું? અર્થાત્ એવો વિચાર શા માટે કરવો જોઈએ?” આ ગાથામાં કુંડળના અજ્ઞાનપણામાં ક્ષાંત્યાદિકનું કારણ બતાવ્યું છે પણ ચિત્તની વ્યાકુળતા બતાવી નથી; તેથી ગાથામાં ક્ષાંતિ, દમ, જિતેન્દ્રિયતા અને અધ્યાત્મ યોગઅધિગતા કારણરૂપે કહેલ હોવાથી રાજાને ઘર્મ પૂછવાનો ઉલ્લાસ થયો; તેથી તેણે ઘર્મ સંબંધી પ્રશ્ન કર્યો કે તરત જ ક્ષુલ્લકે પ્રથમથી જ પોતાની પાસે રાખેલા આર્ટ્સ તથા શુષ્ક એવા માટીના બે ગોળા ભીંત ઉપર ફેંક્યા અને ત્યાંથી ચાલવા માંડ્યું. તેને જતાં જોઈને રાજાએ પૂછ્યું કે “હે પૂજ્ય! આ શું? મેં ઘર્મ સંબંધી પ્રશ્ન કર્યો, તેનો ઉત્તર કેમ આપતા નથી?” મુનિ બોલ્યા કે “હે મુગ્ધ! શુષ્ક તથા આર્ટ્સ એવા બે ગોળાના દ્રષ્ટાંતથી જ તમારા પ્રશ્નનો જવાબ આવી ગયો છે, તો પણ તે સ્કુટ કરું છું તે સાંભળો उल्लो सुक्को अ दो छुट्टा, गोलया मट्टिआमया । કોવિય ભાવિય વડે, નો સટ્ટો તથ તાગ II ભાવાર્થ-“સૂકો અને આદ્ર એવા બે માટીના ગોળા ફેંક્યા, તે ભીંત સાથે અફળાતાં તેમાં જે આર્દ્ર હતો તે ત્યાં ચોંટ્યો.” આ ગાથાનો ઉપનય એવો છે કે પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરવામાં વ્યગ્ર થયેલો આત્મા બાહ્યાત્મા વડે કામિનીના મુખાદિક જોઈ શકતો નથી, અને તેવા ધ્યાનથી જેનો આત્મા બહિર્મુખ હોય તે જોઈ શકે છે. જે કામાંધ પુરુષો છે તે સાઢું છે અને સાર્દુ હોવાથી કર્મરૂપી પંકમાં ચોંટી જાય છે, અર્થાત્ કર્મરૂપી કાદવથી તે ખરડાય છે; અને જેઓ શાંતિ વગેરે ગુણોને ઘારણ કરનારા તેમજ સંસારના ક્ષણિક સુખથી પરાભુખ સૂકા કાષ્ઠ જેવા મુનિઓ છે તેઓ શુષ્ક ગોળાની જેમ કોઈ પણ સ્થાને વળગતા નથી, અર્થાત્ તેને કર્મ પણ ચોંટતાં નથી. एवं लग्गंति दुम्मेहा, जे नरा कामलालसा ।। विरताओ न लग्गंति, जहा से सुक्कगोलए ॥२॥ ભાવાર્થ-“એ પ્રમાણે કામમાં લુબ્ધ અને દુષ્ટ બુદ્ધિવાળા મનુષ્યો જ્યાં ત્યાં વળગે છે, પણ સર્વથી વિરતિ પામેલા તો શુષ્ક ગોળાની જેમ કોઈ પણ સ્થાને વળગતા નથી.” जह खलु कुसिरं कटुं, सुचिरं सुक्कं लहु डहइ अग्गी । तह खलु खवंति कम्मं, सम्मं चरणट्टिया साहू॥३॥ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ સ્તિંભ ૧૮ ભાવાર્થ-જેમ પોલાણવાળાં અને ઘણા કાળનાં સૂકાં લાકડાંને અગ્નિ જલદીથી બાળી નાંખે છે, તેમ સમ્યક પ્રકારે ચારિત્રઘર્મમાં રહેલા સાધુ કર્મને જલદીથી ખપાવે છે–નાશ કરે છે.” આ પ્રમાણે સાંભળીને રાજા પ્રતિબોઘ પામ્યો અને હમેશાં મંત્રીની પાસે ક્ષુલ્લક મુનિના ઘર્મની પ્રશંસા કરવા લાગ્યો. આવી યુક્તિથી રાહુગુપ્ત મંત્રીએ રાજાને યથાર્થ ઘર્મમાં આસક્ત કર્યો, તે પ્રમાણે બીજાઓએ પણ કરવું. અહીં પાપરહિત ક્ષુલ્લક મુનિએ શૃંગારરસવાની સમસ્યાને પણ નિરવદ્ય (નિર્દોષ) માર્ગમાં સ્થાપન કરી, અને કુવાદીઓના શાસ્ત્ર કરતાં જૈનશાસ્ત્રને સત્ય કરી બતાવ્યું; એ પ્રમાણે બીજા પંડિતોએ પણ કરવું; પરંતુ મિથ્યાત્વ શાસ્ત્રની યુક્તિઓ વડે એકાંતવાદીના કહેલા સૂત્રાર્થો પ્રરૂપીને અનેકાંત આગમને કંથારૂપ ન કરવો. તે સંબંઘમાં કહ્યું છે કે मिथ्यात्वशास्त्रयुक्त्यायैः, कंथीकार्या न सूत्रवाक् । सूत्रार्थोभयनैह्नव्य-समं पापं न भूतले ॥१॥ ભાવાર્થ-“સૂત્રની વાણીને મિથ્યાત્વ શાસ્ત્રની યુક્તિઓએ કરીને કંથારૂપ કરવી નહીં, કેમકે સૂત્ર તથા અર્થ એ બન્નેના નિવ સમાન બીજું કોઈ મોટું પાપ પૃથ્વી પર નથી.” કંથારૂપ કરવાનું સ્વરૂપ બતાવવા માટે ભેરીનું દ્રષ્ટાંત કહે છે. ભેરીનું દ્રષ્ટાંત દ્વારિકાપુરીમાં શ્રી કૃષ્ણવાસુદેવ રાજ્ય કરતા હતા, ત્યારે દેવતાઓ પાસેથી મેળવેલી ગોશીષચંદનના કાષ્ઠની ત્રણ ભેરીઓ તેમની પાસે હતી. ૧. સાંઝામિકી, ૨. ઔભૂતિકી અને ૩ કૌમુદિકી. તેમાં પહેલી ભેરી યુદ્ધના સમયે સામતાદિકને ખબર આપવા માટે વગાડવામાં આવતી, બીજી ભેરી કોઈ અકસ્માતુ કાર્યપ્રસંગ આવી પડે ત્યારે સામંત, મંત્રી વગેરેને જણાવવા માટે વગાડવામાં આવતી અને ત્રીજી ભેરી કૌમુદી મહોત્સવ વગેરે ઉત્સવો જણાવવા માટે વગાડવામાં આવતી. તે સિવાય તેવી જ ગોશીષચંદનમય એક ચોથી ભેરી પણ હતી, તે છ છ માસે વગાડવામાં આવતી. જે માણસ તે ભેરીનો શબ્દ સાંભળે તેને આગળ પાછળના છ છ માસના ઉપદ્રવો શાંત થતા હતા. આ ચોથી ભરી ચાલતા પ્રસંગમાં ઉપયોગી છે, તેથી તે ભેરીની ઉત્પત્તિ લખીએ છીએ. - કોઈ વખત સૌઘર્મ દેવલોકમાં સમગ્ર દેવોની સભા ભરાઈ હતી, તે વખતે સર્વ દેવોની સમક્ષ ઇિંદ્રે કહ્યું કે “અહો! કૃષ્ણ વગેરે એવા સત્પરુષ છે કે જેઓ લક્ષ દોષમાંથી પણ ગુણને જ ગ્રહણ કરે છે, તથા નીચ યુદ્ધથી યુદ્ધ કરતા નથી.” તે સાંભળીને એક દેવતાને તેના વાક્ય પર શ્રદ્ધા બેઠી નહીં, તેથી તેણે વિચાર્યું કે “એવું કેમ સંભવે? પરદોષનું ગ્રહણ કર્યા વિના કોઈ માણસ રહી શકતું જ નથી.” એમ વિચારીને તે દેવતા મૃત્યુલોકમાં આવ્યો અને દ્વારિકાનગરીના રાજમાર્ગમાં એક ભયંકર અને અતિ દુર્ગઘવાળા કાળા કૂતરાનું મૃતક વિતુર્વીને મૂક્યું. તે કૂતરાના મુખમાં કુંદ ૧ કંથા એટલે ઘણાં થીંગડા દીધેલું ગોદડું વગેરે. ૨ ભેરી એટલે નગારું. Page #248 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૬૭] શ્રુતનો હિતકારી અર્થ કર્તવ્ય ૨૩૯ પુષ્પના જેવી શ્વેત અને સુશોભિત દંતપંક્તિ વિકુર્યાં. તેવામાં શ્રી નેમિનાથને વાંદવા માટે કૃષ્ણવાસુદેવ સર્વ સૈન્ય સહિત નીકળ્યા. રાજમાર્ગમાં ચાલતા સૈનિકો દૂરથી જ તે શ્વાનની દુર્ગંધ આવવાથી આડે માર્ગે ચાલ્યા. વાસુદેવે તેનું કારણ પૂછ્યું, ત્યારે તેઓએ કૂતરાનું મૃતક બતાવ્યું. તે જોઈને કૃષ્ણે કહ્યું કે ‘“પુદ્ગલના નાના પ્રકારના સ્વભાવો હોય છે, તેમાં હર્ષ શોક કરવા જેવું નથી. પરંતુ જુઓ, એનું શરીર તો કૃષ્ણ વર્ણનું છે; પણ દાંત શ્વેત છે, તેથી તે મરકતમણિના ભાજનમાં ગોઠવેલી મુક્તાવળીની જેવા શોભે છે.’” તે સાંભળીને પેલા દેવતાએ વિચાર્યું કે “ખરેખર આ વાસુદેવનું સેંકડો દોષોને મૂકીને પરગુણગ્રાહીપણું સત્ય છે.’’ પછી તે દેવ બીજા ગુણની પરીક્ષા કરવા માટે વાસુદેવના અશ્વરત્નનું હરણ કરીને ભાગ્યો. તેની પાછળ સૈન્ય સહિત વાસુદેવ પણ ગયા. યુદ્ધ કરતાં દેવતાએ વાસુદેવનું સમગ્ર સૈન્ય જીતી લીધું. પછી વાસુદેવે તે દેવતાને કહ્યું કે “મારા અશ્વરત્નને તું કેમ હરી જાય છે?’’ દેવતા બોલ્યો કે “યુદ્ધમાં જીતીને તમારો અશ્વ લઈ લો.” કૃષ્ણે કહ્યું કે, “હું રથમાં બેઠો છું અને તું ભૂમિ ઉપર રહેલો છે, માટે તું મારો રથ અંગીકાર કર, જેથી આપણું સમાન યુદ્ધ થાય.’’ દેવે કહ્યું કે “મારે રથની જરૂર નથી.’’ ત્યારે વાસુદેવે હસ્તીપર તેમજ અશ્વ પર બેસીને યુદ્ધ કરવાનું કહ્યું, તે પણ તેણે અંગીકાર કર્યું નહીં. પછી બાયુદ્ધ કરવાનું કહ્યું તેનો પણ દેવતાએ નિષેધ કર્યો. ત્યારે કૃષ્ણે કહ્યું કે “ત્યારે તારે કયા યુદ્ધથી યુદ્ધ કરવું છે?” દેવતાએ કહ્યું કે “આપણે ભાંડ લોકોની જેવા હલકા યુદ્ધથી યુદ્ધ કરીએ.” તે સાંભળીને કૃષ્ણે કહ્યું કે ‘હું એવા નીચ યુદ્ધથી યુદ્ધ નહીં કરું. મારા અશ્વરત્નને તું સુખેથી લઈ જા.’ "" આ પ્રમાણે વાસુદેવનું સાહસ જોઈને તે દેવ સંતુષ્ટ થયો, અને ઇંદ્રે કરેલી પ્રશંસાનો વિશ્વાસ બેઠો. પછી તેણે પોતાનું સ્વરૂપ પ્રગટ કરીને વાસુદેવને કહ્યું કે “દેવદર્શન નિષ્ફળ હોય નહીં, માટે કાંઈક વરદાન માગો.’’ વાસુદેવે માગ્યું કે ‘‘ઉપદ્રવને શાંત કરનારી ભેરી મને આપો.’ ત્યારે દેવે ચંદનની એક ભેરી આપીને તેનું ફળ કહ્યું કે ‘‘આ ભેરીનો શબ્દ જે કોઈ સાંભળશે તેના છ માસના થયેલા ને થવાના જ્વરાદિક રોગો નાશ પામશે. તેથી છ છ માસે ફરીથી વગાડવી, એટલે પ્રથમ નહીં સાંભળેલા માણસોના ઉત્પન્ન થયેલા સર્વ રોગો પણ નાશ પામશે.' પછી તે ભેરી કૃષ્ણે છ છ માસે વગડાવવા માંડી. એકદા કોઈ એક દાહજ્વરથી પીડા પામતો વણિક ભેરીના રક્ષક પાસે આવ્યો અને તેને કહ્યું કે ‘‘હું તને એક લક્ષ રૂપિયા આપું, અને તું મને આ ભેરી કાપીને તેનો એક કકડો આપ; કેમકે જે વખતે ભેરી વાગી, તે વખતે હું હાજર નહોતો અને હવે તો રાજાની આજ્ઞાથી છ માસે વાગશે તેટલા વખત સુધી હું દુઃખ સહન કરી શકું તેમ નથી, માટે મને એક કકડો આપ.’’ તે સાંભળીને ભેરીના રક્ષકે લોભાધીન થઈને એક કકડો કાપી આપ્યો, અને તેને સ્થાને બીજા ચંદનથી થીંગડું દીધું. એવી રીતે બીજાઓને પણ લોભને વશ થઈને તે કકડાઓ આપવા લાગ્યો, અને તેને સ્થાને બીજા થીંગડાં દેવા લાગ્યો; તેથી તે ભેરી કંથારૂપ થઈ ગઈ. પછી છ માસ પૂર્ણ થયા ત્યારે કૃષ્ણે તે ૧ મરકતમણિ કૃષ્ણ વર્ણના હોય છે. ૨ અહીં ‘ાિળયુક્રેન પૂતયાતૈઃ યુદ્ધવઃ' એવો પાઠ છે તેનો અર્થ બરાબર લાગતો નથી. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૮ ભેરી વગડાવી પણ કંથારૂપ થઈ ગયેલી હોવાથી તે ભેરીનો શબ્દ વાસુદેવની સભા માત્રમાં પણ પ્રસર્યો નહીં; તેથી તપાસ કરી તો તેને કંથારૂપ કરવાનું વૃત્તાંત જણાયું, એટલે ભેરીના રક્ષકને કાઢી મૂક્યો અને ફરીને અઠ્ઠમ તપ કરીને કૃષ્ણ તે દેવતા પાસેથી બીજી ભૂરી મેળવી, અને તેનો રક્ષક બીજાને કર્યો. આ દ્રષ્ટાંતનો ઉપનય એવી રીતે સમજવો કે “જે શિષ્ય સૂત્રને અથવા તેના અર્થને પરમતના શાસ્ત્ર સાથે અથવા સ્વમતના બીજા ગ્રંથો સાથે મિશ્ર કરીને કંથારૂપ કરે અર્થાત અહંકારથી પરમતાદિક સાથે મિશ્ર કરીને સૂત્ર અથવા અર્થને સંપૂર્ણ કરે તે અનુયોગ શ્રવણને યોગ્ય નથી. એ જ પ્રમાણે ગુરુ પણ જો સ્ત્રાર્થને કંથારૂપ કરે, તો તે પણ અનુયોગ ભણાવવાને યોગ્ય નથી. “હું સારી રીતે ભણેલો છું, મારે બીજાને શા માટે પૂછવું જોઈએ?” એવો અહંકાર આણીને જે પડેલો અથવા વિસ્મરણ થયેલો પાઠ સ્વમતિકલ્પનાથી પૂર્ણ કરે તે સર્વથા અયોગ્ય છે. “લોભથી, અહંકારથી, કદાગ્રહથી, હઠથી કે શાક્યથી સૂત્ર તથા અર્થને કંથારૂપ કરે તો તેને સૂત્રાર્થનો નિતવ કરનાર જાણવો, માટે સાધુ વગેરે સુજ્ઞ પુરુષોએ તેમ કરવું નહીં.' || ઇતિ જ્ઞાનાચારઃ . વ્યાખ્યાન ૨૬૮ દર્શનાચારનો પહેલો ભેદ-નિઃશંકા હવે દર્શનાચારના પહેલા આચાર વિષે કહે છે ज्ञानाद्यनन्तसंपूर्णेः, सर्वविद्भिर्यदाहितम् । તત્તથ્ય દર્શનાવારો, નિઃશંભારો ચાવમઃ III. ભાવાર્થ-“અનંત જ્ઞાનાદિકે કરીને સંપૂર્ણ એવા સર્વજ્ઞોએ જે કહેલું છે તે સત્ય છે એમ જે માનવું તે “નિઃશંક નામનો પહેલો દર્શનાચાર જાણવો.” जिनोक्ततत्त्वसंदेहः, सा च शंकाऽभिधीयते । શંeતો મિત્તે શ્રદ્ધા, રોષોડશં યાત્મહત્તતારા, ભાવાર્થ-“શ્રી જિનેશ્વરે કહેલા તત્ત્વમાં જે સંદેહ લાવવો તે શંકા કહેવાય છે, શંકા થવાથી શ્રદ્ધા ભેદ પામે છે, અર્થાત્ શ્રદ્ધારહિત થવાય છે, અને તેથી પરિણામે મોટો દોષ પ્રાપ્ત થાય છે.” શંકા કરવાથી સમ્યકત્વ-તત્ત્વશ્રદ્ધાન ભેદ પામે છે, તે ઉપર શ્રી ગંગાચાર્યનું દ્રષ્ટાંત કહે છે ગંગાચાર્યનું દ્રષ્ટાંત મહાગિરિના શિષ્ય ઘનગુપ્ત અને ઘનગુપ્તના શિષ્ય ગંગ નામે આચાર્ય થયા. તે ગંગાચાર્ય એકદા ઉલ્કા નદીના પૂર્વ કાંઠા પર ચાતુર્માસ રહ્યા હતા ને તેમના ગુરુ ઘનગુણાચાર્ય તે નદીના પશ્ચિમ કાંઠે ચાતુર્માસ રહ્યા હતા. એક વખત શરદઋતુમાં ગંગાચાર્ય પોતાના ગુરુને વાંદવા જતાં માર્ગમાં ઉલૂકા નદી ઊતરતા હતા તે વખતે તેમના મસ્તકમાં ટાલ હોવાથી સૂર્યના કિરણોના સ્પર્શને લીધે તેમનું માથું તપી ગયું, અને પાણીમાં ચાલતા હોવાથી પગને શીતળતા જણાઈ. તે Page #250 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૬૮] દર્શનાચારનો પહેલો ભેદ-નિઃશંકા ૨૪૧ વખતે પૂર્વે બાંધેલા મિથ્યાત્વ મોહનીયનો ઉદય થવાથી તેમને એવો વિચાર આવ્યો કે “સિદ્ધાંતમાં એક કાળે બે ક્રિયાનો અનુભવ ન હોય એમ કહ્યું છે, પણ મને તો અત્યારે એક જ સમયે બે ક્રિયાનો અનુભવ થાય છે. હું શીત ને ઉષ્ણ બન્નેને વેદું છું; માટે અનુભવથી વિરુદ્ધ હોવાને લીધે આગમનું એ વચન યથાર્થ લાગતું નથી.” એવી શંકા ઘરાવતા સતા ગંગાચાર્ય ગુરુ પાસે આવ્યા, અને પોતાને થયેલી શંકા નિવેદન કરી. તે સાંભળીને ગુરુએ શિખામણ આપી કે “હે વત્સ! છાયા અને આતપ જેમ સમકાળે ન હોય તેમ એક કાળે બે ક્રિયાનો અનુભવ અન્યોન્ય વિરુદ્ધ હોવાથી થઈ શકે જ નહીં, કેમકે જે અનુભવ થાય છે અનુક્રમે જ થાય છે; પરંતુ સમયાવલિકાદિક કાળ ઘણો સૂક્ષ્મ હોવાથી અને મને પણ અતિ ચપળ, અતિ સૂક્ષ્મ અને ઘણી જ ત્વરાવાળું હોવાથી તે અનુભવનો અનુક્રમ તારા જાણવામાં આવ્યો નહીં. મન એ ઇંદ્રિયોથી ગ્રહણ ન થઈ શકે એવા સૂક્ષ્મપુગલના અંઘોથી થયેલું છે. તે મન ઇંદ્રિયોએ ગ્રહણ કરેલા સ્પર્શનાદિક દ્રવ્ય સાથે જે વખતે સંબંઘ પામે છે, તે વખતે ઇંદ્રિયોને તે દ્રવ્યનું જ માત્ર જ્ઞાન કરાવવામાં કારણભૂત થાય છે. અન્ય પદાર્થમાં ઉપયોગ રાખનારો પ્રાણી પાસે ઊભેલા હસ્તીને પણ જોઈ શકતો નથી; તેથી એક પદાર્થમાં ઉપયોગવાળું મન કદાપિ બીજા અર્થનો ઉપયોગ ઘરાવી શકે જ નહીં. જેમ એક મુનિ એકાગ્ર ધ્યાનમાં મગ્ન થઈને કાયોત્સર્ગે રહ્યા હતા, તેવામાં તેની પાસે થઈને એક ચક્રવર્તી પોતાના સમગ્ર સૈન્ય તથા ચોસઠ હજાર અંતેઉરીઓ સહિત નીકળ્યો. તે વખતે સૈન્યમાં રહેલા સંખ્યાબંધ વાજિંત્રો પણ વાગતાં હતાં. ચક્રવર્તીએ તે મુનિને જોઈને વિચાર્યું કે “અહો! આ મુનિનું ચિત્ત કેવું એકાગ્ર છે કે જેથી મારું સૈન્ય શબ્દ, રૂપ, રસ, ગંઘ અને સ્પર્શ એ પાંચ ઇંદ્રિયોને સુખ આપનારાં સાહિત્યોથી સંપૂર્ણ છતાં પણ આ મુનિ મનપૂર્વક તેને જોતા પણ નથી.” પછી જ્યારે તે મુનિનું ધ્યાન પૂર્ણ થયું, ત્યારે તેમને નમીને ચક્રીએ પૂછ્યું કે “હે સ્વામી! હસ્તી, અશ્વ, રથ, વાજિંત્ર અને સ્ત્રીઓ વગેરે પાંચે ઇંદ્રિયોને અનુકૂળ વસ્તુઓથી યુક્ત મારું સૈન્ય આપની પાસે થઈને ગયું, તે સર્વ આપે જોયું કે નહીં?” ગુરુએ જવાબ આપ્યો કે “તમારા સેવકોએ મને પ્રણામ વગેરે કર્યા હશે, પણ હું તો પરમાત્માના ધ્યાનમાં જ ઉપયોગાસક્ત હતો, તેથી મેં તે કાંઈ પણ જોયું, સાંભળ્યું કે જાણ્યું નથી.” તે સાંભળીને ગુરુના ઉપયોગની વાંરવાર સ્તુતિ કરતો તે ચક્રી પ્રતિબોધ પામીને બોલ્યો કે “પોતાની પાસે ઇંદ્રિયોથી ગ્રહણ થાય એવા અનેક પદાર્થો રહ્યા હોય, તો પણ મનની પ્રવૃત્તિ વિના કોઈ પણ પદાર્થ ગ્રહણ થતો નથી તે સત્ય વાત છે.” તો હે શિષ્ય! પ્રાણી જે ઇંદ્રિયના ઉપયોગમાં વર્તતો હોય, તે જ ઇંદ્રિયના વિષયમાં તે તલ્લીન થાય છે, તેથી તે બીજા પદાર્થમાં લીન થઈ શકતો નથી.” શિષ્ય પ્રશ્ન કર્યો કે “હે સ્વામી! જો એક કાળે બે ક્રિયાનો ઉપયોગ ન થતો હોય તો મેં શીત ને ઉષ્ણ એક સાથે કેમ વેદી?” ગુરુ બોલ્યા કે “સમયાવલિકાદિ કાળનો જે વિભાગ કહેલો છે તે અતિ સૂક્ષ્મ છે, માટે જુદે જુદે કાળે થયેલું બે ક્રિયાનું જ્ઞાન કમળના શતપત્રના વેધની જેમ એક જ વખતે થયેલું તું માને છે. કમળના સો પત્ર ઉપરાઉપર રાખીને કોઈ બળવાન માણસ અતિ તીક્ષ્ણ સૂચી (સોય) થી તે પત્રોને વધે, તો પણ તે એક કાળે વીંધી શકશે નહીં, કેમકે કાળના ભેદે કરીને અસંખ્યાત અસંખ્યાત સમયે એક એક પત્રનો વેશ થાય છે અને ઉપરનું પત્ર વીંધાયા વિના નીચેનું પત્ર વીંધી શકાતું નથી, તો પણ એ પત્રોને વીંઘનાર માણસ એમ માનશે કે “મેં એક જ કાળે આ બઘાં પત્રો વધ્યાં છે; કેમકે કાળનો ભેદ ઘણો જ સૂક્ષ્મ હોવાથી તે જાણી શકતો નથી. વળી Jain Educભાગ ૪–૧૬ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૮ અલાતચક્રને ઘણી જ ત્વરાથી ગોળ ફેરવીએ તો પણ તે ચક્ર કાળના ભેદે કરીને જુદી જુદી દિશાઓમાં અનુક્રમે અનુક્રમે જ ફરે છે, તો પણ ફેરવવાનો કાળ ઘણો સૂક્ષ્મ હોવાથી તે જાણવામાં આવતો નથી, માટે આપણને તો ગોળ કુંડાળું જ લાગે છે, તેવી જ રીતે પ્રકૃતિમાં પણ શીત તથા ઉષ્ણ ક્રિયાના અનુભવનો કાળ ભિન્ન છતાં પણ સૂક્ષ્મ હોવાથી તારાથી જાણી શકાયો નથી, તેથી તે બન્ને ક્રિયાનો અનુભવ એક જ કાળે થયો એમ તારા માનવામાં આવ્યું છે. વળી ચિત્ત પણ બધી ઇંદ્રિયોની સાથે એક કાળે સંબંઘ રાખતું નથી, પણ અનુક્રમે જ સંબંઘ રાખે છે, તે જ રીતે ઉપલક્ષણથી મસ્તક, હાથ, પગ વગેરે સ્પર્શેન્દ્રિયના જુદા જુદા અવયવો સાથે પણ ચિત્ત એક કાળે સંબંઘ રાખતું નથી. જેમકે કોઈ માણસ લાંબી અને સૂકી આંબલી ખાય છે, તેને ચક્ષુ વડે જોવાથી તેના રૂપનું જ્ઞાન થયું, નાસિકા વડે સૂંઘવાથી ગંઘનું જ્ઞાન થયું, ખાવાથી જિલ્લાને રસનું જ્ઞાન થયું, સ્પર્શ કરવાથી સ્પર્શનું જ્ઞાન થયું, અને તેને ચાવવાથી શબ્દ ઉત્પન્ન થયો, તે કર્ણ વડે સાંભળવાથી શબ્દનું જ્ઞાન થયું, પરંતુ તે પાંચે જ્ઞાન અનુક્રમે જ થાય છે, નહીં તો સાંકર્ય દોષ પ્રાપ્ત થાય, અને મતિજ્ઞાન વગેરેના ઉપયોગ વખતે અવધિ વગેરે જ્ઞાનના ઉપયોગની પણ પ્રાપ્તિ થઈ જાય; અને તેમ થવાથી એક ઘટાદિક પદાર્થોની કલ્પના કરતાં અનંતા ઘટાદિક પદાર્થોની કલ્પનાની પ્રવૃત્તિનો પ્રસંગ પ્રાપ્ત થાય, અને તેમ તો છે નહીં. વળી શ્રીમજિનેશ્વર પરમાત્માના ગુણનું સ્મરણ કરીને ધ્યાનમાં ઉપયોગ રાખતી વેળાએ પણ મિથ્યાત્વના તર્ક અને અસુરાદિકના ધ્યાનના ઉપયોગની પ્રાપ્તિ થવી જોઈએ. માટે તારા મત પ્રમાણે તો ઉપર કહેલા ઉપરાંત બીજા પણ અનેક દોષો પ્રાપ્ત થશે, અને તેથી ચિંતિત અર્થ પ્રાપ્ત થશે નહીં; માટે ઉપયોગ એક કાળે એક જ વસ્તુમાં થાય છે, પણ અનેક વસ્તુમાં થતો નથી. તે જ પ્રમાણે કર્મબંઘ અને તેની નિર્જરા વગેરે પણ ઘટાવવાં. આ સંબંધમાં પ્રસન્નચંદ્રના દ્રષ્ટાંતની ભાવના કરવી. શ્રેણિક રાજાએ શ્રી મહાવીર સ્વામીને પ્રસન્નચંદ્ર મુનિની ગતિનું સ્વરૂપ પૂછ્યું, તે વખતે પ્રભુએ તે મુનિનાં ચિત્તમાં રહેલા પ્રશસ્ત અને અપ્રશસ્ત ઉપયોગના પરાવર્તમાનપણાને અનુસારે વારંવાર જુદું જુદું ગતિનું સ્વરૂપ કહ્યું હતું પણ જો એક કાળે અનેક ઉપયોગ વર્તતા હોત તો જિનેશ્વર પણ એક કાળે અનેક ગતિ કહેત, પરંતુ તેમ હોઈ શકતું નથી, માટે એક કાળે એક જ ઉપયોગ વર્તે એ પક્ષ સત્ય છે. કહ્યું છે કે यदा स्यात् प्राणिनां शीतो-पयोगव्यापृतं मनः । तदा नोष्णोपयोगे तद् व्याप्रियेत विरोधतः॥१॥ ભાવાર્થ-“જ્યારે પ્રાણીનું મન શીત ઉપયોગમાં વ્યાપારવાળું હોય છે ત્યારે તે મન ઉષ્ણ ઉપયોગમાં વ્યાપાર કરતું નથી, કેમકે તે પરસ્પર વિરોધી છે.” योगपद्याभिमान - स्तूपयोगयुगलस्य यः । સ તું માનસ સંચાર–મસ્યાનુપતાક્ષાત્ ારા ભાવાર્થ-“આ પ્રમાણે છતાં પણ બે ઉપયોગ સમકાળે વર્તવાનું જે અભિમાન થાય છે તે મનના સંચારનો ક્રમ જાણવામાં આવતો નથી તેથી થાય છે.” ૧ અલાતચક્ર એટલે ઉંબાડિયું વગેરે છેડો સળગાવેલા કાષ્ઠાદિક સમજવા. ૨ એકબીજા સાથે મળી જવું તે સાંઠ્ય કહેવાય છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૬૮] દર્શનાચારનો પહેલો ભેદ-નિઃશંકા ૨૪૩ ફરીથી શિષ્ય પ્રશ્ન કર્યો કે “હે સ્વામી! મતિજ્ઞાનના ૩૪૦ ભેદનું વર્ણન કરતી વખતે આપે જ બહુ, બહુવિઘ, ક્ષિપ્ર, અનિશ્રિત, અસંદિગ્ધ, ધ્રુવ અને તેથી ઇતર અબહુ, અબહુવિઘ, અક્ષિપ્ર, નિશ્રિત, સંદિગ્ધ, અધ્રુવ-એ પ્રમાણે બાર બાર ભેદ અવગ્રહાદિ મતિજ્ઞાનના કહેવાને અવસરે એક વસ્તુમાં જુદા જુદા અનેક ઉપયોગ હોય એમ કહ્યું હતું તે કેમ?” તેનો ગુરુએ ઉત્તર આપ્યો કે “તે બહુ બહુવિઘાદિ રૂપ વસ્તુમાં અનેક પર્યાયો હોય છે, તેમનું સામાન્ય રૂપે કરીને ગ્રહણ માત્ર કરવું તે જ માત્ર જ્ઞાનમાં ઉપયોગતા છે એવી વ્યવસ્થા બતાવેલી છે પણ એક વસ્તુમાં એક કાળે અનેક ઉપયોગ કોઈ પણ સ્થાને હોય જ નહીં. જેમ “સૈન્ય જાય છે” એ વાક્ય સામાન્ય છે, કેમકે તેમાં કોઈનો વિશેષ નિર્દેશ કર્યો નથી. તેનું નામ એક ઉપયોગપણું કહેવાય છે, પરંતુ તે (સૈન્ય) માં દરેક વસ્તુ ભિન્ન ભિન્ન કરીએ જેમકે આ હસ્તીઓ છે, આ અશ્વો છે, આ પત્તીઓ છે, આ ધ્વજાઓ છે, આ ઊંટો છે ઇત્યાદિક વિભાગ કરીએ, તો તે ભેદના અધ્યવસાયરૂપ અનેક ઉપયોગતા કહેવાય. તે જ પ્રમાણે હે શિષ્ય! એક કાળે ઘણાં વિશેષનું જ્ઞાન થાય નહીં, કેમકે તે સર્વનાં લક્ષણ ભિન્ન ભિન્ન છે. લક્ષણ એટલે શીત, ઉષ્ણ વગેરે વિશેષ વસ્તુનું સ્વરૂપ કહેવું છે. તે લક્ષણ પરસ્પર ભિન્ન ભિન્ન હોવાથી તેને ગ્રહણ કરનારા જ્ઞાનો પણ ભિન્ન ભિન્ન છે, તેથી બે જ્ઞાનો એક કાળે થાય નહીં. વળી સામાન્યનું લક્ષણ એવું છે કે જે અનેક વિષયવાળું હોય, અને જે અનેકને આઘાર હોય (અનેકનો બોઘ કરતું હોય) તે સામાન્ય કહેવાય છે. તો સામાન્યનું પ્રથમજ્ઞાન થયા વિના વિશેષ જ્ઞાનની ઉત્પત્તિ જ થતી નથી, માટે એક કાળે વિશેષ જ્ઞાન ન થાય એવું સિદ્ધ થયું. આનું તાત્પર્ય એવું છે કે પ્રથમ “વેદના થાય છે” એમ સામાન્યનું ગ્રહણ કરીને પછી ઈહામાં પ્રવેશ કરવાથી પગમાં શીત વેદના થાય છે' એમ વેદનાનો વિશેષ નિશ્ચય થાય છે. મસ્તકને વિષે પણ પ્રથમ સામાન્ય રીતે વેદનાનું ગ્રહણ થયા પછી ઈહામાં પ્રવેશ કરવાથી “મસ્તકે ઉષ્ણ વેદના થાય છે” એવો વિશેષનો નિશ્ચય થાય છે. વળી ઘટ વિશેષનું જ્ઞાન થયા પછી અનંતરજ પટના આશ્રયભૂત સામાન્યનું ગ્રહણ કર્યા વિના પટ વિશેષનું જ્ઞાન થશે જ નહીં. વળી હે શિષ્ય! એક જ પ્રાણી એક કાળે ક્રિયાઓ તો ઘણી કરી શકે છે. જેમ નર્તકી અભ્યાસની ચતુરાઈને લીધે મુખથી હા, હા, વગેરે શબ્દો બોલે છે, નેત્રથી કટાક્ષ ફેંકે છે વા નેત્ર નમાવે છે, હાથ પગનું આકુંચન પ્રસારણ કરે છે, આંગળીઓ હલાવે છે, શરીરને ગમે તેમ વાળે છે ઇત્યાદિ હાવભાવ એક જ કાળે કરે છે પણ તેનો ઉપયોગ તો એક કાળે એક ક્રિયામાં જ હોય છે. વળી કોઈ જિનેશ્વરની ભક્તિ કરનારો માણસ એક હાથે ચામર વિજે છે, બીજે હાથે ધૂપ લઈને પ્રભુને અંગે ધૂમાવળી વિસ્તારે છે, મુખ વડે અદ્ભુત રચનાવાળી પ્રભુની સ્તુતિ બોલીને જિનેશ્વરના ગુણોનું ગાન કરે છે, નેત્ર વડે પરમેશ્વરની અદ્ભુત પ્રતિમા જોઈને મસ્તક ઘણાવે છે તથા ચાલતાં પૃથ્વી પર ઉપયોગપૂર્વક વિધિયુક્ત પાન્યાસ કરે છે, ઇત્યાદિ અનેક ક્રિયા સમકાળે કરે છે, પરંતુ તેનો ઉપયોગ સમકાળે બધી ક્રિયામાં વર્તતો નથી. ઉપયોગ તો એક ક્રિયામાં જ વર્તે છે.” ૧ ઈહા એટલે વિચારણા, ક્યાં અને કેવી વેદના થાય છે? વગેરે ચિંતવવું તે. Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૮ આ પ્રમાણે અનેક પ્રકારની યુક્તિઓથી ગુરુએ તેને બહુ સમજાવ્યો, તો પણ જ્યારે તે શિષ્ય પોતાનો કદાગ્રહ છોડ્યો નહીં, ત્યારે ગુરુએ તેને ગચ્છ બહાર કર્યો. ૨૪૪ પછી તે વિહાર કરતો કરતો રાજગૃહી નગરીએ આવ્યો. ત્યાં તે પોતાના અસત્ય મતનું પ્રતિપાદન કરીને બીજા મુનિઓના ચિત્તને પણ વ્યુાહિત કરવા લાગ્યો; કેમકે દુરાગ્રહી માણસ હડકાયા કૂતરાની જેમ બીજાને પણ પોતાના જેવો કરવા ઇચ્છે છે. રાજગૃહીમાં મહાતપસ્તીરપ્રભાવ નામે એક દ્રહ હતો. તેની પાસે મણિનાગ નામના યક્ષનું ચૈત્ય હતું. ત્યાં રહીને ગંગાચાર્ય પર્ષદાની સમક્ષ સમકાળે બે ક્રિયા વેદવારૂપ પોતાના અસત્ પક્ષની પ્રરૂપણા કરવા લાગ્યો. તે સાંભળીને મણિનાગ યક્ષને કોપ ચડ્યો; તેથી તેણે કહ્યું કે “અરે દુષ્ટ! આવી અસત્ પ્રરૂપણા કરીને અનેક પ્રાણીઓના મનમાં સંશય કેમ ઉત્પન્ન કરે છે? આ જ સ્થાને શ્રી વર્ધમાન સ્વામીનું સમવસરણ થયું હતું; તે વખતે પ્રભુએ એક સમયે એક જ ક્રિયાનું વેદવું હોય એમ પ્રતિપાદન કર્યું હતું. તે વખતે મેં આ ચૈત્યમાં રહીને સાંભળ્યું હતું. કેવળજ્ઞાનીને પણ પ્રથમ સમયે જ્ઞાન એટલે વિશેષાત્મક ઉપયોગ હોય છે, અને બીજે સમયે દર્શન એટલે સામાન્યાત્મક ઉપયોગ હોય છે. તો તું વીરસ્વામી કરતાં પણ શું અધિક જ્ઞાની થયો છે કે જેથી તેમનું વચન પણ અન્યથા કરવા તત્પર થાય છે? માટે આ દુષ્ટ વાસના મૂકી દે, અને પ્રભુનાં વચનને અંગીકાર કર; નહીં તો હમણાં તને આ મુદ્ગર વડે શિક્ષા કરીશ. પ્રત્યક્ષ સિદ્ધ અર્થને પણ તું ગોપવે છે તે યોગ્ય નથી. જેમ કોઈ અષ્ટાવધાન સાધનાર પ્રાજ્ઞ માણસ શ્લોક રચવાને વખતે નવીન શ્લોક રચે છે, વાજિંત્રના તાલ ગણે છે, વાત સાંભળે છે, પૃષ્ઠ ઉપર લખેલા અક્ષરો કહે છે–વગેરે આઠ પ્રકારનાં અવધાન સાથે છે; તે સર્વ શીઘ્ર ગતિવાળા મનોવિજ્ઞાનને આધારે જ કરે છે; પરંતુ અજ્ઞાની માણસો અને બાળકો આશ્ચર્ય પામવાથી કહે છે કે ‘અહો! આ સાધકે સમકાળે આ બધું સાધ્યું.’ પરંતુ એમ કહેવું યુક્ત નથી; કારણ કે અનુક્રમે પરંતુ અતિ શીઘ્રપણે સર્વ ગ્રહણ કરીને પછી તે બોલે છે.’’ ઇત્યાદિ યુક્તિથી તે નાગયક્ષે તેને સમજાવ્યો, એટલે ગંગાચાર્યે તેનું કહેવું અંગીકાર કર્યું અને મિથ્યાદુષ્કૃત દીધો. પછી ગુરુ પાસે જઈ તે પાપની આલોચના લઈને પ્રતિક્રમ્યા. તે વિષે શ્રી મહાભાષ્યમાં કહ્યું છે કે अट्ठावीसा दोवाससया, तइया सिद्धिंगयस्स वीरस्स । दोकिरियाणं વિટ્ટિ, उल्लूगतीरे સમુખન્ના શા ભાવાર્થ-‘શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ પછી બસો ને અઠ્ઠાવીશ વર્ષે ઉલૂક નદીને કાંઠે બે ક્રિયાની દૃષ્ટિ (ગંગાચાર્યને) ઉત્પન્ન થઈ.’’ मणिनागेणारद्धो, भओववत्ति पडिसेहिओ वोत्तुं । इच्छामो गुरुमूलं, गंतुण तउ पडिक्कंतो ॥२॥ ભાવાર્થ-મણિનાગે પ્રેરણા કરીને ભગવંતના વચનથી વિરુદ્ધ કહેતો રોક્યો એટલે તે ગુરુમહારાજ પાસે જઈને તે અપરાધને પડિક્કમ્યો.'' “આ પ્રમાણે નાગયક્ષે શંકા દૂર કરાવીને બોધ પમાડેલો ગંગાચાર્ય દર્શનના નિહ્નવપણાને છોડીને ગંગાજળની જેમ નિર્મળ થયો.’’ Page #254 -------------------------------------------------------------------------- ________________ દર્શનાચારનો બીજો ભેદ-નિષ્કાંક્ષા વ્યાખ્યાન ૨૬૯ દર્શનાચારનો બીજો ભેદ–નિષ્કાંક્ષા હવે નિષ્કાંક્ષા નામના બીજા આચાર વિષે કહે છે– निष्कांक्षित्वमनेकेषु, दर्शनेष्वन्यवादिषु । દ્વિતીયોય વર્શનાચારો, ગંગીાર્ય: શુમાત્મમિઃ ।! ભાવાર્થ-અન્ય વાદીઓના અનેક દર્શનોને વિષે આકાંક્ષા રહિત થવું, એ બીજા દર્શનાચારને સત્પુરુષે અંગીકાર કરવો.’ हित्वा स्याद्वादपक्षं यः, कांक्षति परशासनम् । હાંક્ષાોષાન્વિતઃ સ ચા-પન્યાન્ય વર્ગનોત્સુઃ ।।૨। ભાવાર્થ-જે માણસ સ્યાદ્વાદ પક્ષને છોડીને પરશાસનની આકાંક્ષા રાખે છે તેને કાંક્ષા દોષવાળો જાણવો, અને તે અન્ય અન્ય દર્શનમાં વારંવાર ઉત્કંઠિત થયા કરે છે.’” આ હકીકત દૃષ્ટાંત વડે પુષ્ટ કરે છે— વ્યાખ્યાન ૨૬૯] ૨૪૫ ક્ષુલ્લક શિષ્યનું દૃષ્ટાંત વસંતપુરમાં દેવપ્રિય નામે શ્રેષ્ઠી રહેતો હતો. યુવાવસ્થામાં તેની ભાર્યા મરણ પામવાથી તેને વૈરાગ્ય થયો, તેથી પોતાના આઠ વર્ષના પુત્ર સહિત તેણે દીક્ષા ગ્રહણ કરી. તે ક્ષુલ્લક (બાળક) શિષ્ય પરિષહોને સહન કરી શકતો નહીં, તેથી તેણે પિતાને કહ્યું કે “હે પિતા! હું ઉપાનહ (જોડા) વિના ચાલી શકતો નથી. મને તો બ્રાહ્મણોનું દર્શન શ્રેષ્ઠ લાગે છે કે જેમાં પગના રક્ષણને માટે ઉપાનહ રાખવાનો વિધિ છે.’’ તે સાંભળીને ગુરુએ વિચાર્યું કે “આ શિષ્ય બાળકબુદ્ધિ છે, માટે કદાચિત્ તેને ઉપાનહ નહીં અપાવું તો તે કદાચિત્ સર્વથા ધર્મરહિત થઈ જશે.’' એમ ધારીને તેણે કોઈ શ્રાવક પાસે યાચના કરીને તેને માટે ઉપાનહ કરાવી આપ્યા. પછી એકદા પુત્રે કહ્યું કે ‘“હે પિતા! તડકા વડે મારું માથું તપી જાય છે, તેથી મારાથી ચાલી શકાતું નથી, તો તાપસોનું દર્શન શ્રેષ્ઠ લાગે છે કે જેમાં છત્ર ધારણ કરી શકાય છે.’’ તે સાંભળીને સર્વથા ઘર્મપરાન્મુખ થવાની ભીતિથી પિતાએ છત્રની પણ અનુમતિ આપી. વળી એકદા ક્ષુલ્લકે કહ્યું કે ‘“હૈ તાત! ભિક્ષા માટે હું અટન કરી શકતો નથી. મને તો પંચાગ્નિ સાધન કરનારનો આચાર શ્રેષ્ઠ લાગે છે; કેમકે ઘણા લોકો સન્મુખ આવીને તેમને ભિક્ષાદિક આપી જાય છે.’’ પિતાએ પૂર્વની જેમ વિચાર કરીને પોતે જ ભિક્ષા લાવી આપવા માંડી. એ પ્રમાણે અન્યદા પૃથ્વી પર સંથારો કરવાને અશક્તિમાન થયેલા પુત્રે પ્રાતઃકાળે ઊઠીને સૂવા માટે પલંગ માગ્યો અને તેને માટે શાક્ય મતના આચારની પ્રશંસા કરી, ત્યારે પિતાએ લાકડાની પાટ સૂવા માટે આપી. પછી સ્નાન કર્યા વિના પુત્રને ઠીક પડ્યું નહીં તેથી શૌચમૂળ ધર્મની પ્રશંસા કરી. ત્યારે પિતાએ પ્રાસુક જળ લાવીને તેનાથી સ્નાન કરવાની અનુજ્ઞા આપી. એ પ્રમાણે લોચને સહન નહીં કરવાથી ક્ષૌર કરાવવાની પણ અનુજ્ઞા આપી. વળી એકદા પુત્રે કહ્યું કે ‘“હે પિતા! હું બ્રહ્મચર્ય પાળવા સમર્થ નથી.’’ એમ કહીને ગોપી તથા કૃષ્ણની લીલાની પ્રશંસા કરી. એ સાંભળીને પિતાએ વિચાર્યું કે “ખરેખર આ પુત્ર સર્વથા અયોગ્ય છે, કિંચિત્ પણ પરમાર્થ જાણતો નથી. આટલા દિવસ તેણે જે માગ્યું તે મેં મોહને લીધે આપ્યું, પણ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૮ આ માગણી તેની કબૂલ રાખું તો તેની સાથે હું પણ નરકે જ જાઉં. સંસારમાં અનંત કાળથી અટન કરતાં જીવોને અનંતા પુત્રો થયા છે, તો આના પર શા માટે મોહ રાખવો જોઈએ?” ઇત્યાદિ વિચારીને તે પુત્રને તેણે ગચ્છ બહાર કર્યો. અનુક્રમે તે મૃત્યુ પામીને પાડો થયો અને તેના પિતા સ્વર્ગલોકમાં દેવતા થયા. તે દેવતાએ અવધિજ્ઞાન વડે પુત્રને પાડો થયેલો જાણીને સાર્થવાહનું રૂપ ઘારણ કર્યું, અને તે જ પાડાને પાણી લાવવા માટે ખરીદ કર્યો. પછી તેના પૃષ્ઠ પર ઘણું પાણી ભરીને પખાલ મૂકી ઊંચી નીચી પૃથ્વીવાળા રસ્તે તેને હાંકવા લાગ્યો અને ઉપરથી કોરડાના પ્રહાર કરવા લાગ્યો, તેથી તે પાડો મોટેથી બરાડા પાડવા લાગ્યો, એટલે તેણે કહ્યું કે “અરે! કેમ બરાડા મારે છે? પૂર્વ જન્મમાં કરેલા કર્મનું આ ફળ છે.” એમ કહીને તે દેવતા “હે પિતા! હું આમ કરવા શક્તિમાન નથી, તેમ કરવા શક્તિમાન નથી” વગેરે પૂર્વ જન્મમાં કહેલાં વચનો વારંવાર સંભળાવવા લાગ્યો, તેથી પાડાને જાતિસ્મરણ થયું. પૂર્વજન્મ સ્મરણ કરીને તે વારંવાર નેત્રમાંથી અશુપાત કરતો વિચારવા લાગ્યો કે “પૂર્વ ભવે પિતાના કહેવા મુજબ મેં ચારિત્ર પાળ્યું નહીં, તેથી હું મરીને પાડો થયો.” પછી દેવતાએ કહ્યું કે “હું તારો પૂર્વભવનો પિતા છું, અને તેને પૂર્વભવનું સ્મરણ કરાવવા આવ્યો છું. હજુ પણ જો તારે શુભ ગતિની ઇચ્છા હોય તો અનશન ગ્રહણ કર.” તે સાંભળીને તે પાડાએ અનશન ગ્રહણ કર્યું, અને ત્યાંથી મરીને વૈમાનિક દેવતા થયો, માટે શુદ્ધ રીતે વ્રત પાળવું; અને ક્ષુલ્લક મુનિની જેમ બીજા બીજા દર્શનોના આચારની આકાંક્ષા કરવી નહીં. કેમકે જે આચાર શ્રી જિનેશ્વર પ્રરૂપેલ છે તે જ સત્ય છે એમ જાણવું. આ સંબંધમાં બીજી પણ એક કથા કહે છે– અશ્વમિત્ર મુનિની કથા મિથિલા નગરીમાં લક્ષ્મીદેવીના ચૈત્યવાળા ઉદ્યાનને વિષે શ્રી આર્યમહાગિરિ નામના સૂરિ સમવસર્યા. તેમને કૌડિન્ય નામે શિષ્ય હતો, અને તે કૌડિન્યને અશ્વમિત્ર નામે શિષ્ય હતો. તે દશમું પૂર્વ ભણતા હતો. તેમાં નૈપુણિક વસ્તુ ભણતાં એવો અર્થ આવ્યો કે “વર્તમાન સમયના સર્વે નારકી જીવો બીજે સમયે નાશ પામે છે. એ જ પ્રમાણે વૈમાનિકના જીવો માટે પણ જાણવું, અને એ જ પ્રમાણે બીજા સમય વગેરેના નારકી વગેરે જીવો માટે પણ જાણવું.” આવું સાંભળીને તે અશ્વમિત્રને શંકા થઈ કે “ઉત્પત્તિ થયા પછી તરત જ સર્વ વસ્તુ સર્વથા નાશ પામે છે. આ પ્રમાણેનો બોઘ થવાથી તે બીજાઓને પણ ભણાવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે “સર્વથા સર્વ વસ્તુ ઇંદ્રઘનુષ, વીજળી અને મેઘની જેમ પ્રતિક્ષણે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે.” તેને ગુરુએ કહ્યું કે “દરેક વસ્તુ પ્રતિક્ષણે નાશ પામે છે, એવું માત્ર બૌદ્ધમતવાળા જ માને છે, અને તેવો જુસૂત્ર નામના ચોથા નયનો જ મત છે, સર્વ નયનો એવો મત નથી. અહીં તો માત્ર અપર અપર (જુદા જુદા) પર્યાયની ઉત્પત્તિ તથા નાશ થાય છે, એવી અપેક્ષાએ કોઈ પણ પ્રકારે વસ્તુનો પ્રતિક્ષણે નાશ કહેલો છે. જે સમયે નારકી વગેરે વસ્તુ પ્રથમ સમયના નારકીપણે ક્ષય પામે છે, તે જ સમયે બીજા ક્ષણના નારકીપણે તે ઉત્પન્ન થાય છે; પણ જીવદ્રવ્યપણે તો સ્થાયી જ છે. માટે માત્ર કાળના જ પર્યાયથી ક્ષય થયો છે, તેથી સર્વથા વસ્તુનો ક્ષય માનવો એ કેમ ઘટે? કેમકે દરેક વસ્તુના પર્યાયો અનંતા છે, તેમાંથી એક પર્યાયનો નાશ થવાથી સર્વથા વસ્તુનો જ નાશ માનવો, Page #256 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૬૯] દર્શનાચારનો બીજો ભેદ–નિષ્કાંક્ષા ૨૪૭ એ તો કેવળ વિરુદ્ધ જ છે. વળી હે શિષ્ય! કદાચ તું સૂત્રના આલાવાથી ભ્રાંતિ પામ્યો હો તો સૂત્રનું જ વચન હું તને કહું છું તે સાંભળ– नेरइयाणं भंते किं सासया असासया ? गोयमा ! सिय सासया सिय असासया । सेकेणट्टेणं ? गोयमा ! दव्वट्टयाए सासया भावट्टयाए असासयात्ति । ભાવાર્થ—“હે ભગવાન! નારકી જીવો શાશ્વતા છે કે અશાશ્વતા છે ? ત્યારે ભગવાન કહે છે કે ‘હે ગૌતમ! કોઈ પ્રકારે શાશ્વતા છે અને કોઈ પ્રકારે અશાશ્વતા છે.’ ફરી ગૌતમસ્વામીએ પૂછ્યું કે ‘તે શી રીતે?’ ભગવાને કહ્યું કે ‘હે ગૌતમ! દ્રવ્ય નયને આધારે શાશ્વતા છે, અને ભાવ નયની અપેક્ષાએ અશાશ્વતા છે.' ઇત્યાદિ. હે શિષ્ય! આ સૂત્રમાં પણ નારકાદિનો સર્વથા નાશ કહેલો નથી. પણ પ્રથમ સમયના નારકીપણે નાશ પામે છે, સર્વથા દ્રવ્યપણે નાશ પામતા નથી; કેમકે દ્રવ્યપણે તો શાશ્વતા છે. જો કદાચ સર્વથા નાશ માનીએ, તો પ્રથમ સમયોત્પન્ન નારકીનો સર્વથા નાશ થવાથી દ્વિતીય સમયોત્પન્ન નારકી એ વિશેષણ જ શી રીતે ઘટશે? અથવા તો હે શિષ્ય! અમે તને જ પૂછીએ છીએ કે ‘સર્વ વસ્તુ ક્ષણિક છે' એમ તેં શાથી જાણ્યું? જો ‘શ્રુતથી જાણ્યું’, એમ કહેતો હો તો સૂત્રથી થતા અર્થનું જ્ઞાન તો અસંખ્ય સમય વડે ઉત્પન્ન થયેલા સૂત્રાર્થ ગ્રહણ કરવાના પરિણામથી જ થાય છે. જો પ્રતિક્ષણે નાશ માનીશ તો એ શી રીતે ઘટશે ? આનું તાત્પર્ય એવું છે કે ચિત્તની સ્થિતિ અસંખ્ય સમય સુધી રહે છે, પણ સર્વ ક્ષણિક નથી. કેમકે સૂત્રમાં જે પદો (શબ્દો) રહેલા છે તે સાવયવ છે, અને તે પદના દરેક અક્ષરનો ઉચ્ચાર અસંખ્યાતા અસંખ્યાતા સમયે કરી શકાય છે, તેથી પદોનું જ્ઞાન પણ અસંખ્યાતા સમયે થાય છે. તે સર્વ ક્ષણિકવાદી પક્ષમાં ઘટે જ નહીં. વળી હે શિષ્ય! ક્ષણિકવાદીના પક્ષમાં બીજા પણ ઘણા દોષો આવે છે તે સાંભળ–કોઈ એક માણસ ભોજન કરવા બેઠો, પણ તે ક્ષણિક હોવાથી દરેક કવળનો ખાનારો જુદો જુદો માણસ થશે, અને ભોજનને અંતે ખાનારો પણ ક્ષણિક હોવાથી રહ્યો નથી. તેથી છેલ્લો કવળ ખાનાર કોઈ જુદો જ છે માટે તેને માત્ર એક જ કવળથી શી રીતે તૃપ્તિ થશે? વળી ભોજન કરી રહ્યા પછી ભોજન કરનારનો જ અભાવ છે, માટે ભોજનની તૃપ્તિ કોને થઈ? એ જ પ્રમાણે માર્ગે ગતિ કરનાર માણસ પણ ક્ષણે ક્ષણે નવો નવો થવાથી તેને કોઈ પણ વખત શ્રમ લાગશે નહીં વગેરે દોષો સ્વબુદ્ધિથી જાણી લેવા. આવા દોષો આવવાથી સમગ્ર લોક વ્યવહારનો ઉચ્છેદ થશે. કહ્યું છે કે– भुक्तिप्रारंभकोऽन्यः स्या - तृप्तिरन्यस्य जायते । अन्यो गच्छति पंथान- मन्यस्य भवति श्रमम् ॥१॥ पश्यत्यन्यो घटाद्यर्था -ज्ज्ञानमन्यस्य जायते । અન્ય: પ્રારંમતે વાય, વાર્તા ચાચો મવેનઃ ||રા अन्यः करोति दुष्कर्म, नरके याति चापरः । चारित्रं पालयत्यन्यो, मुक्तिमन्योऽधिगच्छति ॥३॥ ભાવાર્થ-‘ભોજનક્રિયાનો આરંભ અન્ય કરે છે અને તૃપ્તિ બીજા માણસને થાય છે. માર્ગે કોઈ માણસ ચાલે છે, અને તેનો શ્રમ કોઈ બીજાને લાગે છે (૧) ઘટાદિક પદાર્થોને જોનાર કોઈ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૮ માણસ છે અને તે પદાર્થનું જ્ઞાન બીજાને થાય છે. એક માણસ કાર્યનો આરંભ કરે છે, અને તે કાર્યનો કર્તા બીજો માણસ થાય છે. (૨) કોઈ માણસ દુષ્કર્મ કરે છે અને તેના ફળરૂપ નરકમાં બીજો માણસ જાય છે, અને કોઈ માણસ ચારિત્ર પાળે છે ને તેના ફળરૂપ મોક્ષ પ્રત્યે બીજો માણસ જાય છે. (૩)’’ વળી દરેક વસ્તુ સર્વથા ક્ષણિક હોય તો પદાર્થના મૂળ સ્વરૂપ વિના તે પદાર્થ દેખાય જ કેમ? કદી ‘વાસનાની પરંપરાએ કરીને વસ્તુ દેખાય છે' એમ કહીએ તો તે વાસના સંતાન પણ ક્ષણિક વાદમાં જ ડૂબી જાય છે. ‘વિનાશ થયા છતાં પણ અનેક ક્ષણ સુધી વાસના રહે છે' એમ કહીએ તો તો એ તારા મતમાં જ મોટી હાનિ આવશે, માટે હે શિષ્ય! હૃદયમાં મિથ્યાત્વને કેમ વધારે છે? કેમકે કોઈ પણ વસ્તુ એકાંતે કરીને પર્યાયમય પણ નથી, અને એકાંતે કરીને દ્રવ્યરૂપ પણ નથી. પણ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ હોવાથી અનેક પર્યાયવાળી છે. ભુવન, વિમાન, ટ્વીપ, સમુદ્ર વગેરે સર્વ વસ્તુ નિત્યાનિત્યપણાથી વિચિત્ર પરિણામી અને અનેક સ્વરૂપી છે એમ શ્રી જિનેશ્વરે કહેલું છે. વળી સૂત્રમાં ભગવંતે કોઈ ઠેકાણે વ્યવહારનયને ઉદ્દેશીને વાક્ય કહેલું હોય છે, કોઈ ઠેકાણે નિશ્ચયનયને ઉદ્દેશીને કહેલું હોય છે, અને કોઈ ઠેકાણે બન્ને નયને ઉદ્દેશીને કહેલું હોય છે. તે સર્વ યથાર્થ બુદ્ધિથી સ્વીકારવું; પણ જિનેશ્વરના વચનમાં પોતાના મતની કલ્પના કરવી નહીં. માટે એકલા પર્યાય નયને જ અંગીકાર કરીએ તો–સુખ, દુઃખ, બંધ, મોક્ષ વગેરે કાંઈ પણ ઘટે નહીં. (આ પક્ષ વાક્ય કહેવાય છે). ઉત્પત્તિ થયા પછી તરત જ તેનો સર્વથા નાશ થાય છે માટે (આ હેતુ છે). મરેલાની જેમ (આ દૃષ્ટાંત છે). તેમજ કેવળ દ્રવ્યાર્થિક નયનો આશ્રય કરીએ તો પણ સુખદુઃખાદિ ઘટે નહીં. કેમકે તે મતમાં સર્વ વસ્તુ એકાંતપણે નિત્ય હોવાથી સર્વ વસ્તુ આકાશની જેમ અવિચળ થશે, તેથી તેની વિચિત્રતા ઘટશે નહીં. માટે બન્ને પક્ષ માનવાથી જ સર્વ ઘટી શકે છે, અને એકાંતવાદીનો પક્ષ તો લાખો દોષથી ભરપૂર હોવાથી ત્યાગ કરવા લાયક જ છે.’’ આ પ્રમાણે અનેક યુક્તિઓથી તેને સમજાવ્યો, તો પણ જ્યારે તે સમજ્યો નહીં, ત્યારે સ્થવિર સાધુઓએ તેને નિર્ભવ જાણીને ગચ્છ બહાર કર્યો. પછી તે પોતાના મતમાં વ્યુાહિત થયેલા સાધુઓ સહિત પૃથ્વીપર અટન કરવા લાગ્યો. એકદા રાજગૃહ નગરે તે ગયો, ત્યાં રાજાનું દાણ (કર) લેનારા ઉત્તમ શ્રાવકો હતા. તેઓએ તે નિહ્નવોને આવેલા જાણીને કઠોર કર્મથી પણ તેઓને બોઘ કરવાનો વિચાર કર્યો. પછી તેઓએ તે સાધુઓને પકડીને કશા (કોરડા) વગેરેથી પ્રહાર કરવા માંડ્યા. તેથી તેઓ ભયભીત થઈને બોલ્યા કે અમે તો લોકમાં ‘તમે શ્રાવક છો' એમ સાંભળ્યું હતું, તો અમને સાધુઓને તમે કેમ મારો છો?’’ તે સાંભળીને શ્રાવકો બોલ્યા કે “તમારા મતમાં તો જેઓએ વ્રત ગ્રહણ કર્યું છે તે સર્વ નાશ પામ્યા છે, અને તમે તો સર્વ બીજા જ ઉત્પન્ન થયા છો. વળી પ્રતિક્ષણે તમે સ્વયં વિનશ્વર છો, તેથી માર ખાનાર કોઈક છે, અને વિનાશ પામનાર પણ બીજો કોઈક છે. તેમજ તમારા મતમાં અમે પણ કોઈ બીજા જ છીએ, શ્રાવક નથી; તેથી તમે અમને શ્રાવક કેમ કહો છો? પણ જો તમે જિનેશ્વરના ઉત્તમ આગમને પ્રમાણ કરતા હો, તો તમને તેવા જ ઉત્તમ સાધુ માનીને અમે શ્રદ્ધા રાખીએ અને તમને મારીએ નહીં. કેમકે જિનેશ્વરના મત પ્રમાણે તો કાલાદિકની સામગ્રીએ કરીને એક જ વસ્તુ એક સમયે પ્રથમ સમયપણે નાશ પામે છે, પણ બીજા સમયપણે ઉત્પન્ન થાય છે. ત્રીજા સમયે બીજા સમયપણાને છોડીને Page #258 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૭૦] દર્શનાચારનો ત્રીજો ભેદ–નિર્વિચિકિત્સા ૨૪૯ ત્રીજા સમયવાળી થાય છે. એમ ચાર ક્ષણ વગેરેમાં પણ જાણી લેવું. આ અભિપ્રાયથી જ નારકી વગેરે જીવોને ક્ષણિક કહેલા છે.'' આ પ્રમાણે સાંભળીને તે સાધુઓ પ્રતિબોધ પામ્યા, અને પોતાના ક્ષણિક પક્ષનો કદાગ્રહ મૂકીને પ્રભુની વાણીને સત્યપણે અંગીકાર કરી. એટલે તે શ્રાવકો હર્ષપૂર્વક તેમને ખમાવીને નમ્યા, અને તેમણે પોતાના સમકિતને નિર્મળ કર્યું. આ ચોથો નિહ્નવ શ્રી મહાવીરસ્વામીના મોક્ષ પછી બસો ને ત્રીસ વર્ષે ઉત્પન્ન થયો. ‘બૌદ્ધોએ સર્વ પદાર્થ ક્ષણભંગુર માન્યા છે. તે પક્ષનો સ્વીકાર કરવાથી અશ્વમિત્ર મોટી હાનિને પામ્યા. માટે ઉત્તમ જીવોએ બીજા મતને વિષે આકાંક્ષારહિત થવું.’’ વ્યાખ્યાન ૨૭૦ દર્શનાચારનો ત્રીજો ભેદ–નિર્વિચિકિત્સા હવે નિર્વિચિકિત્સા નામે ત્રીજો દર્શનાચાર વર્ણવે છે– विचिकित्सा ससंदेहा, धर्मक्रियाफलं प्रति । तद्दोषः सर्वथा त्याज्यो, दर्शनाचारचारिभिः ॥१॥ ભાવાર્થ-‘ધર્મક્રિયાના ફળમાં સંદેહ રાખવો તેનું નામ વિચિકિત્સા. એ મોટો દોષ છે, માટે તે દોષને દર્શનાચારને આચરણ કરનારા માણસોએ સર્વથા તજવો.’’ તે ઉપર દૃષ્ટાંત કહે છે– ભોગસારનું દૃષ્ટાંત કાંપિલ્યપુરમાં ભોગસાર નામે બાર વ્રતને ધારણ કરનારો શ્રાવક રહેતો હતો. તેણે શ્રી શાંતિનાથ સ્વામીનો પ્રાસાદ કરાવ્યો હતો. ત્યાં હમેશાં નિરાશી ભાવથી તે ભગવાનની ત્રણ કાળ ભક્તિપૂર્વક પૂજા કરતો હતો. એકદા તેની સ્રી આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામી. ત્યારે તે ‘સ્ત્રી વિના ઘરનો નિર્વાહ ચાલશે નહીં'' એમ માનીને બીજી સ્ત્રી પરણ્યો.’' તે સ્ત્રી સ્વભાવે અતિ ચપળ હતી, તેથી ગુપ્ત રીતે ઘન એકઠું કરીને જુદી ગાંઠ કરવા લાગી, અને પોતાની ઇચ્છા પ્રમાણે ખાવા પીવા લાગી. અનુક્રમે શ્રેષ્ઠીનું સર્વ ધન નાશ પામ્યું. તેથી તે બીજા ગામમાં રહેવા ગયો. પણ બન્ને પ્રકારની૧ જિનપૂજા તે કદી ભૂલતો નહીં. તેમાં પણ ભાવ પૂજા તો હમેશાં ત્રિકાળ કરતો. એકદા તેની એ તથા બીજા લોકોએ તેને કહ્યું કે “હે શ્રેષ્ઠી! નિગ્રહ કે અનુગ્રહરૂપ ફળને નહીં આપનારા એવા વીતરાગ દેવને તમે શા માટે ભજો છો? તેમની ભક્તિ કરવાથી તો ઊલટું તમને પ્રત્યક્ષ દારિદ્રચ પ્રાપ્ત થયું. માટે હનુમાન, ગણપતિ, ચંડિકા, ક્ષેત્રપાળ વગેરે પ્રત્યક્ષ દેવોની સેવા કરો, કે જેથી તેઓ પ્રસન્ન થઈને તત્કાળ ઇચ્છિત તો પૂર્ણ કરે.’’ આ પ્રમાણે સાંભળીને શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે ‘“અહો! આ લોકો પરમાર્થના અજાણ છે, અને મોહરૂપી મદિરાનું પાન કરેલું હોવાથી ગમે તેમ બોલે છે. પૂર્વ જન્મમાં ન્યૂન પુણ્ય કરીને આ જન્મમાં સંપૂર્ણ પુણ્યનું ફળ ભોગવવાની સ્પૃહા કરે છે, તે સર્વ મિથ્યાત્વની મૂઢતાનું ચેષ્ટિત છે. અહીં હનુમાન, ગણેશ વગેરે દેવો શું ન્યાલ કરી દે છે? ‘જેવું વાવીએ તેવું જ લણાય છે' તેમાં ૧ દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૮ કોઈનો દોષ નથી. પરંતુ સંસારનાં દુઃખનું વિસ્મરણ કરવા માટે પરમાત્માનું સ્મરણ અહર્નિશ કરવું જોઈએ. કેમકે વીતરાગના ગુણો સંભાર્યા વિના સંસારનો મોહ કેમ નાશ પામે? મિથ્યાત્વમાં મગ્ન થયેલા મૂઢ પુરુષોને ધિક્કાર છે, કે જેઓ સાંસારિક ઇચ્છા પૂર્ણ કરવા માટે પ્રથમ અથવા પૂર્ણ થયા પછી પરમાત્માની સ્તુતિનાં વાક્યો વડે સ્તુતિ કરે છે કે “અહો! આ ભગવાન સત્ય છે. તેણે મારું કાર્ય તરત પાર પાડ્યું. મારાં પુત્રપુત્રીના વિવાહાદિક સંબંધો ક્યાંયથી પણ લાવીને મેળવી આપ્યા.” કેટલાક એમ પણ બોલે છે કે “પરમેશ્વરે આ યુદ્ધમાં મને મોટો યશ આપ્યો.” ઇત્યાદિ પોતપોતાનાં સાંસારિક કાર્યોમાં મિથ્યા પ્રભુનો પ્રયત્ન માને છે.” આમ વિચારીને શ્રેષ્ઠીએ પોતાના મનમાં જરા પણ વિચિકિત્સા ઘારણ કરી નહીં. પછી શ્રેષ્ઠીએ ઘનના અભાવને લીધે ખેતી કરવા માંડી. તેની સ્ત્રી હમેશાં પકવાન વગેરે ખાતી હતી અને શ્રેષ્ઠીને ચોળા વગેરે કુત્સિત અન્ન આપતી હતી. તેથી શ્રેષ્ઠી તો માત્ર નામથી જ ભોગસાર રહ્યો, પણ તેની સ્ત્રી તો ખરેખરી ભોગવતી થઈ. અનુક્રમે તે કુલટા થઈ, અને પરપુરુષ સાથે યથેચ્છ ભોગ ભોગવવા લાગી. એકદા શ્રી શાંતિનાથના અધિષ્ઠાયક દેવે વિચાર્યું કે “હાલમાં અનેક લોકોના મનને આનંદ આપનારી અને ઉદાર એવી ભગવાનની ઘૂંપાદિક સુગંધી દ્રવ્ય વડે પૂજા કેમ થતી નથી?” પછી અવધિજ્ઞાનના ઉપયોગથી ભોગસારનું દરિદ્રપણું તેના કારણભૂત જાણીને તેણે વિચાર્યું કે “આ શ્રેષ્ઠી જિનેશ્વરનો પૂર્ણ ભક્ત છે, તેને આ જ ચોળાનું ખેતર લણવાનો વખત આવ્યો છે, અને તેની સ્ત્રી કુલટા થઈ છે, તેથી શ્રેષ્ઠી ઉપર જરા પણ ભક્તિભાવ રાખતી નથી, માટે મારે આ શ્રેષ્ઠીનું સાન્નિધ્ય કરવું જોઈએ.” એમ વિચારીને તે દેવતાએ શ્રેષ્ઠીના ભાણેજનું રૂપ લીધું, અને મામાને ઘેર જઈને મામીને પ્રણામ કર્યો અને પૂછ્યું કે “મારા મામા ક્યાં ગયા છે?” મામી બોલી કે “તારા મામા ખેતર ગયા છે, ત્યાં ખેતર ખેડતા હશે.” તે સાંભળીને તે ખેતરે ગયો, ત્યાં મામાને પ્રણામ કરીને બેઠો, ત્યારે મામાએ પૂછ્યું કે “તું શા માટે આવ્યો છે?” ભાણેજરૂપે આવેલ દેવતા બોલ્યો કે “તમને સહાય કરવા માટે આવ્યો છું” મામાએ કહ્યું કે “ઘેર જઈને ખાઈ લે.” ભાણેજ બોલ્યો કે “આપણે સાથે જમીશું.” મામાએ કહ્યું કે “આજે ખેતરમાં લણવાનું કામ ચાલે છે, તેથી ઘણું મોડું થશે, ત્યાં સુધી તું બાળક છે માટે સુઘા શી રીતે સહન કરી શકીશ?” ભાણેજ બોલ્યો કે “કાંઈ હરકત નહીં. હું પણ તમારી સાથે લણવાનું કામ કરીશ.” એમ કહીને દૈવીશક્તિથી તેણે બધું ખેતર લણીને ટૂંકા વખતમાં એકત્ર કર્યું. પછી મામાએ કહ્યું કે “આ બઘા ચોળા શી રીતે લઈ જઈશું?” તે સાંભળીને તે દેવતા સર્વે ચોળા ઉપાડીને ઘર તરફ ચાલ્યો. તેમને આવતા જોઈને પેલી સ્ત્રીએ પોતાના ઘરમાં આવેલા જારને ગમાણમાં સંતાડી દીઘો, અને લાપસી વગેરે મિષ્ટાન્ન એક કોઠીમાં સંતાડી દીઘાં. એટલામાં ભાણેજે આવીને મામીને જુહાર કરીને કહ્યું કે “મામા આવ્યા છે, તેની આગતાસ્વાગતા કરો.” એમ બોલતા બોલતા તેણે ચોળાનો ભારો જોરથી ગમાણમાં નાંખ્યો, અને દાણા કાઢવા માટે ચોળાને કૂટવા લાગ્યો. તેના પ્રહારથી પેલો જાર પુરુષ જર્જરિત થઈ ગયો, અને પોતે હમણાં જ મૃત્યુ પામશે એમ માનવા લાગ્યો. પછી ભોગવતીએ પોતાના જારને મૃતપ્રાય થઈ ગયેલો જાણીને ભાણેજને કહ્યું કે “તમે બન્ને થાકી ગયા Page #260 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૭૦] દર્શનાચારનો ત્રીજો ભેદ-નિર્વિચિકિત્સા ૨૫૧ હશો, માટે પ્રથમ ભોજન કરી લો.” તે સાંભળીને મામા ભાણેજ જમવા બેઠા. એટલે મામી ચોળા વગેરે કુત્સિત અન્ન પીરસવા લાગી, ત્યારે ભાણેજ બોલ્યો કે “આવું ખરાબ અન્ન હું નહીં ખાઉં.” મામી બોલી કે “સારું ખાવાનું ક્યાંથી આપું?” ભાણેજ બોલ્યો કે “હે મામી! હું અહીં બેઠો બેઠો પેલી કોઠીમાં લાપસી પ્રત્યક્ષ જોઉં છું, તે તમે કેમ પીરસતા નથી? સ્વામીથી અધિક કોઈ નથી એમ નિશ્ચે જાણવું.” તે સાંભળીને મામી તો ચક્તિ જ થઈ ગઈ. પછી લાપસી પીરસીને તેણે વિચાર્યું કે “અહો! આ તો મોટું આશ્ચર્ય! મારું ગુહ્ય આણે શી રીતે જાણ્યું? ખરેખર આનામાં કોઈ ભૂત, પ્રેત, વ્યંતર કે ડાકિનીપણું હોવું જોઈએ, નહીં તો એ ગુપ્ત રાખેલું શી રીતે જાણી શકે?” પછી તે બન્ને જમીને સૂઈ ગયા. તે વખતે લાગ જોઈને પેલો જાર પુરુષ નીકળી ગયો. તે સર્વ દેવતા તો જાણતો હતો, તો પણ તેણે મૌન જ રાખ્યું. પછી ભાણેજે મામાને પૂછ્યું “આ તમારા શામલના લગ્ન કેમ કરતા નથી?” ત્યારે મામાએ કહ્યું કે “હે ભાણેજ! એ મનોરથ ઘન વિના શી રીતે પૂર્ણ થાય?” ભાણેજ બોલ્યો કે “હે મામા! ઊઠો. હું તમને પૃથ્વીમાં દાટેલું ઘન બતાવું.” એમ કહીને તે સ્ત્રીના દેખતાં તેણે પૃથ્વીમાં દાટેલું ઘન કાઢી આપ્યું. તે જોઈને તે સ્ત્રી વિલખી થઈ ગઈ અને મનમાં બોલી કે “મેં ચોરી કરીને જેટલું ઘન ગુપ્ત રાખ્યું હતું તે સર્વ આણે પ્રગટ કર્યું, માટે આ ખરેખર કોઈ ડાકિની જ છે, નણંદનો દીકરો નથી. એ વળી અહીં ક્યાંથી આવ્યો? તોપણ હવે તો એનો અનુનય સારી રીતે કરું, નહીં તો એ કોપ્યો તો મારી ગુપ્ત વાત પ્રગટ કરશે.” એમ વિચારીને તે અંદરથી કાલુષ્ય ભાવ રાખીને બહારથી મીઠી વાણીએ બોલી કે “હે ભાણેજ! તમારી બુદ્ધિને ઘન્ય છે. અમારું દરિદ્રપણું તમે નાશ પમાડ્યું.” પછી શુભ દિવસે શ્રેષ્ઠીએ પુત્રના વિવાહનો ઉત્સવ આરંભ્યો. તે વખતે પોતાના ઇષ્ટ જાર પતિને તે સ્ત્રીએ નિમંત્રણ કર્યું અને કહ્યું કે “તારે સ્ત્રીવેષ ધારણ કરીને બધી સ્ત્રીઓ સાથે જમવા આવવું.” તેથી લગ્નને દિવસે ભોજન વખતે તે જાર સ્ત્રીનો વેષ લઈને જમવા આવ્યો. તેને સ્ત્રીઓના મધ્યમાં બેઠેલો જોઈને ભાણેજ બોલ્યો કે “મામા! આજે તો હું પીરસવા માટે રહીશ.” મામાએ કહ્યું કે “બહુ સારું.” એટલે તે પીરસવા લાગ્યો. પીરસતાં પીરસતાં જ્યારે તે પેલા જાર પાસે ગયો, ત્યારે તેણે ધીમેથી કહ્યું કે “તું ગમાણમાં જર્જરિત થયો હતો તે જ કે?” ત્યારે તેણે “ના” કહી. એ પ્રમાણે બે ત્રણ વાર કહ્યું, ત્યારે બીજાઓએ ભાણેજને પૂછ્યું કે “તું વારંવાર એ મુગ્ધ બાળાને શું પૂછે છે?” ત્યારે ભાણેજ બોલ્યો કે “આ સ્ત્રીને હું પીરસવા જાઉં છું ત્યારે તે કાંઈ લેતી નથી, અને સર્વ પકવાનનો નિષેધ કરે છે.” ત્યારે હું તેને કહું છું કે “હે સ્ત્રી! જ્યારે તું જરા પણ જમતી નથી, ત્યારે સ્ત્રીઓની મધ્યે બેસવું તારે યોગ્ય નથી. તું થોડી ભૂખી જણાય છે.” આ પ્રમાણે બોલીને તે દેવતાએ તેને કાંઈ પણ પીરસ્યું નહીં, ત્યારે ભોગવતીને તેના વિષે ઘણો ઉચાટ થયો. પછી કાંઈ મિષ કરીને ભોગવતી ઊઠી, અને ગુપ્ત રીતે લાડવા લઈને તેના ભાણામાં પીરસી દીધા. તેમાંથી તે જારે થોડા ખાઘા, અને ચાર મોદક પોતાની કુક્ષિમાં સંતાડ્યા. પછી સર્વ સ્ત્રીઓ જમી ઊઠી, ત્યારે ભાણેજ બોલ્યો કે “દરેક સ્ત્રીઓ મારા મામાના માંડવાને અક્ષતથી વઘાવો.” તે સાંભળીને જ્યારે બધી સ્ત્રીઓએ માંગલિક માટે તે માંડવો વઘાવ્યો ત્યારે તે જાર સ્ત્રી માંડવો વઘાવવા આવી નહીં. તેથી ભાણેજ બોલ્યો કે “હે માતા! તમે કેમ વઘાવતા નથી? સ્ત્રીઓની પંક્તિમાં જમવા બેઠા અને હવે પંક્તિથી જુદા પડવું યોગ્ય Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨પર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૮ નથી.” તે સાંભળીને તે પણ મંડપ વઘાવવા લાગી, એટલે તેની કુક્ષિમાંથી સંતાડેલા મોદક નીચે સરી પડ્યા. તેથી તે શરમાઈને એકદમ જતો રહ્યો. પછી મામાએ ભાણેજને પૂછ્યું કે આ મોદક ક્યાંથી આવ્યા?” તે બોલ્યો કે “તમારા પુત્રવિવાહના ઉત્સવમાં માંડવાએ મોદકની વૃષ્ટિ કરી.” મામો બોલ્યો કે “હે ભાણેજ! તું આવો જ્ઞાની ક્યાંથી થયો?” તે બોલ્યો કે “સર્વ વાત એકાંતે કહીશ.” પછી વિવાહનું કામ સર્વ પૂર્ણ થયું, ત્યારે તેણે પોતાનું દેવસ્વરૂપે પ્રગટ કરીને શ્રેષ્ઠીને સર્વ વૃત્તાંત કહ્યો. પછી શ્રેષ્ઠીની સ્ત્રીને દેવતાએ કહ્યું કે “હે સ્ત્રી! તારો પતિ કે પરમાત્માની ભક્તિમાં તત્પર છે? તેવી તું પણ થા. તું નારપતિ સાથે હમેશાં ક્રીડા કરે છે, તે વગેરે હું સર્વ જાણું છું. પરંતુ ત્રણ ભુવનના અદ્વિતીય શરણરૂપ શ્રી વીતરાગના ભક્તની તું ભાર્યા છે તેથી આજ સુધી મેં તારી ઉપેક્ષા કરી છે. માટે હવેથી તું સમગ્ર દંભ છોડીને ઘર્મકાર્યમાં પ્રવૃત્તિ કર. મનુષ્યો પૂર્વે અનંતી વાર ભોગ ભોગવ્યા છતાં પણ અજ્ઞાન તથા ભ્રમને લીધે ઘારે છે કે “મેં હજુ કોઈ પણ વખત ભોગ ભોગવ્યા જ નથી.” એમ હોવાથી મૂર્ખ માણસોની કામભોગ સંબંધી તૃષ્ણા કોઈ પણ વખતે શાંત થતી નથી. તેઓને વૈરાગ્ય થવો તે પણ અતિ દુર્લભ જ છે. શ્રી અધ્યાત્મસારમાં કહ્યું છે કે सौम्यत्वमिव सिंहानां, पन्नगानामिव क्षमा ।। विषयेषु प्रवृत्तानां, वैराग्यं खलु दुर्लभम् ॥१॥ ભાવાર્થ-“જેમ સિંહોને સૌમ્યપણું દુર્લભ છે અને સર્પોને ક્ષમા દુર્લભ છે, તેમ વિષયમાં પ્રવૃત્ત થયેલા જીવોને વૈરાગ્ય દુર્લભ છે.” તેથી તે સ્ત્રી! આત્માને વિષે વૈરાગ્ય ઘારણ કરીને અનેક ભવમાં ઉપાર્જન કરેલા પાપકર્મનો ક્ષય કરવા માટે અને અનાદિ કાળની ભ્રાંતિના નાશને માટે સર્વથા દ્રવ્ય અને ભાવથી દંભનો ત્યાગ કરીને અનેક ઉત્તમ અને શુભ કાર્યોને વિષે ઉદ્યમ કર. દંભ એ સર્વ પાપનું મૂળ છે, તથા અનેક સદ્ગણોનો નાશ કરનાર છે. કહ્યું છે કે सुत्यजं रसलांपट्यं, सुत्यजं देहभूषणम् । सुत्यजाः कामभोगाश्च, दुस्त्यजं दंभसेवनम् ॥१॥ ભાવાર્થ-જિલ્લાના રસની લોલુપતા તજી શકાય છે, શરીર પરનાં અલંકારને મોહ તજી શકાય છે, તેમજ કામભોગ પણ તજી શકાય છે, પરંતુ દંભનું સેવન તજવું એ ઘણું જ મુશ્કેલ છે.” किं व्रतेन तपोभिर्वा, दंभश्चेन्न निराकृतः । किमादर्शन किं दीपैर्यद्यांध्यं न दृशोर्गतम् ॥२॥ ભાવાર્થ-“જો દંભનો ત્યાગ કર્યો નહીં તો વ્રત અને તપ કરવાથી શું? કેમકે જો નેત્રની અંઘતા ગઈ નથી તો આદર્શ અને દીપનું શું પ્રયોજન છે? કાંઈ જ નથી.” अहो मोहस्य माहात्म्यं, दीक्षां भागवतीमपि । दंभेन यद् विलुपंति कजलेनैव रूपकम् ॥३॥ ભાવાર્થ-“અહો! મોહનું માહાસ્ય કેવું છે! કે જેથી દંભ વડે કરીને કાજળ વડે શરીરના રૂપની જેમ ભગવાન સંબંધી દીક્ષાનો પણ પ્રાણી લોપ કરે છે.” Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ વ્યાખ્યાન ૨૭૦] દર્શનાચારનો ત્રીજો ભેદ-નિર્વિચિકિત્સા अध्यात्मरतचित्तानां, दंभः स्वल्पोऽपि नोचितः । छिद्रलेशोऽपि पोतस्य, सिंधूल्लंघयतामिव ॥४॥ ભાવાર્થ-જેમ સમુદ્રને ઓળંગનારા પુરુષોને નાવમાં એક લેશ માત્ર પણ છિદ્ર હોય તો તે ડૂબવાનું કારણ છે, તેમ જેનું ચિત્ત અધ્યાત્મધ્યાનમાં આસક્ત છે તેઓને થોડો પણ દંભ રાખવો ઉચિત નથી, કેમકે તે સંસારમાં ડુબાડનાર છે.” दंभलेशोऽपि मल्ल्यादेः, स्त्रीत्वानर्थनिबंधनम् । अतस्तत्परिहाराय, यतितव्यं महात्मना ॥५॥ ભાવાર્થ_“મલ્લિનાથ સ્વામી વગેરેને લેશમાત્ર દંભ પણ સ્ત્રીપણા રૂપ અનર્થનું કારણ થયો હતો, તેથી તે દંભ તજવા માટે મહાત્મા પુરુષે અવશ્ય યત્ન કરવો.” ઇત્યાદિ ઉપદેશ સાંભળીને તે સ્ત્રી પ્રતિબોઘ પામી, અને તેણે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા. પછી દેવતા લક્ષ સોનૈયા શ્રેષ્ઠીને આપીને અંતર્ધાન થયો. અનુક્રમે ભોગસાર શ્રેષ્ઠી પોતાની પત્ની સહિત શ્રાવકઘર્મ પાળીને સ્વર્ગે ગયો. ત્યાંથી અનુક્રમે થોડા જ ભવ કરીને તે શ્રેષ્ઠી મુક્તિસુખને પામશે. ભોગસાર શ્રેષ્ઠીની જેમ ઘર્મક્રિયામાં વિચિકિત્સાનો ત્યાગ કરવો. તેવા જીવોને દેવતાઓ પણ સેવકની જેમ સાન્નિધ્ય કરે છે.” || અષ્ટાદશ જલ સમાપ્ત > > Page #263 -------------------------------------------------------------------------- ________________ સ્તંભ ૧૯ વ્યાખ્યાન ૨૭૧ દર્શનાચારનો ચોથો ભેદ–અમૂઢદૃષ્ટિત્વ હવે અમૂઢદૃષ્ટિ નામના ચોથા દર્શનાચાર વિષે કહે છે– मिथ्यादृशां तपः पूजा - विद्यामंत्रप्रभावनाम् । વૃદ્ધા મુઘતિ યો નૈવ, સોડમૂવૃષ્ટિ સંમતઃ ||શા ભાવાર્થ “મિથ્યાવૃષ્ટિઓનાં તપ, પૂજા, વિદ્યા અને મંત્રાદિકનો પ્રભાવ જોઈને જે માણસ તેમાં મોહ પામતો નથી તે અમૂઢદૃષ્ટિ કહેવાય છે.’’ આ ગાથાનો ભાવાર્થ લેપશ્રેષ્ઠીના દૃષ્ટાંતથી જાણી લેવો. લેપશ્રેષ્ઠીનું દૃષ્ટાંત રાજગૃહ નગરમાં લેપ નામે એક શ્રેષ્ઠી રહેતો હતો, તે મિથ્યાત્વ ધર્મમાં આસક્ત હતો. તેનો ગુરુ શિવભૂતિ નામે હતો. તેના ઉપદેશથી તે શ્રેષ્ઠીએ વાવ, કૂવા, તળાવ તથા કુંડ વગેરે કરાવ્યાં હતાં. ત્યાં તે હમેશાં સ્નાન કરતો, યજ્ઞાદિ કરતો, વેદવાક્યના રહસ્યનું શ્રવણ કરતો તથા મિથ્યાત્વનાં જે ત્યાશી` આચરણો છે, તે સર્વ ધર્મબુદ્ધિથી કરતો હતો. જ્યારે તેના ગુરુ બીજા દેશથી આવતા ત્યારે તે મોટી ઋદ્ધિ વડે ચાર પાંચ યોજન સુધી તેની સન્મુખ જતો હતો. એકદા રાજગૃહ નગરના ઉપવનમાં શ્રી મહાવીરસ્વામી સમવસર્યા. તે વખતે તે લેપશ્રેષ્ઠી પોતાના મિત્ર જિનદત્ત શ્રાવકની પ્રેરણાથી ભગવાનને વાંદવા તથા આશ્ચર્ય જોવા ગયો. શ્રી ભગવાનનું સર્વત્ર અસ્ખલિત જ્ઞાન જાણીને લેપશ્રેષ્ઠીએ આ પ્રમાણેના પ્રશ્નો કર્યા કે ‘“હે ભગવાન! મારા ગુરુ અધ્યાત્મ સ્વરૂપનું વર્ણન કરે છે તે સત્ય છે કે અસત્ય?” પ્રભુએ કહ્યું–“હે શ્રેષ્ઠી! અધ્યાત્મ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે છે. તેમાંના પહેલા ત્રણ ભેદો ભાવઅધ્યાત્મના કારણરૂપ છે. જે પુરુષમાં ભાવ અધ્યાત્મ રહેલું હોય તેમનાં સંપૂર્ણ કાર્ય સિદ્ધ થાય છે, બીજા ત્રણ ભેદવાળાના સિદ્ધ થતાં નથી. કોઈ માણસ એમ કહે કે ‘હું અધ્યાત્મ જાણું છું અને તેનું સુખ અનુભવું છું' તે યોગ્ય નથી. કેમકે તે શબ્દ અધ્યાત્મને વિષે અઘ્યાત્મની ભજના જાણવી. અધ્યાત્મ એ કોઈ ઘટપટાદિકની જેવો મૂર્તિમાન પદાર્થ નથી, કે જેનો આપવા લેવામાં વ્યવહાર થઈ શકે. માટે તેવા શબ્દ અધ્યાત્મને વિષે અધ્યાત્મની ભજના જાણવી; એટલે અધ્યાત્મ હોય વા ન પણ હોય, પરંતુ અર્થ અધ્યાત્મને વિષે નિર્વિકલ્પ સ્વરૂપ (સત્ય અધ્યાત્મ) રહેલું છે, અને તેવા સત્ય અધ્યાત્મ વિના બીજું કોઈ તેવું આત્માને ઉપકારી નથી. અધ્યાત્મ જ્ઞાનના સ્વાદરૂપી સુખસાગરની પાસે ઇંદ્રનું તથા દોગુંદકાદિ દેવાદિકનું સુખ એક બિંદુ માત્ર પણ નથી. તર્કશાસ્ત્ર અને વૈરાગ્યશાસ્ત્ર વગેરેની યુક્તિઓને જાણનારા માણસો સત્ય અધ્યાત્મના જ્ઞાન વિના અનેક પ્રકારની શુષ્ક યુક્તિઓ કરે છે; પરંતુ તે સર્વ સંસારની વૃદ્ધિને માટે જ જાણવી.'' ૧ લૌકિક દેવ ગુરુ મિથ્યાત્વના ૮૩ ભેદ અર્થદીપિકામાં કહેલા છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૭૧] દર્શનાચારનો ચોથો ભેદ-અમૂઢવૃષ્ટિત્વ ૨૫૫ તે સાંભળીને લેપશ્રેષ્ઠીએ પૂછ્યું કે “હે ભગવાન! આપ જેનું આવું વર્ણન કરો છો તે અધ્યાત્મ કેવું હોય છે?” ભગવાન બોલ્યા કે “હે શ્રેષ્ઠી! મિથ્યાત્વના અધિકારનો ત્યાગ કરીને આત્માને અવલંબી જે શુદ્ધ ક્રિયાથર્મમાં પ્રવર્તવું, તે અધ્યાત્મ કહેવાય છે. કહ્યું છે કે अपुनबंधकाद्यावद्-गुणस्थानं चतुर्दशम् । क्रमशुद्धिमती तावत्, क्रियाध्यात्ममयी मता ॥४॥ ભાવાર્થ-અપુનર્લંઘક નામના ચોથા ગુણસ્થાનકથી આરંભીને ચૌદમા ગુણસ્થાનક સુધી અનુક્રમે અનુક્રમે જે શુદ્ધ શુદ્ધ ક્રિયા થાય છે તે અધ્યાત્મમય ક્રિયા માનેલી છે. અપુનબંધક નામનું ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત થાય ત્યારે સંપૂર્ણ સત્ યોગ પ્રગટ થાય છે; અને નવમા ગુણસ્થાનકથી ચૌદમા ગુણસ્થાન પર્યત અનુક્રમે જે વિશેષ શુદ્ધિવાળી ક્રિયાઓ નિપજે છે તે અધ્યાત્મ ક્રિયા જાણવી. પરંતુ ભવાભિનંદી માણસ આહાર, ઉપધિ, પૂજા વગેરેના ગૌરવને માટે જે ક્રિયા કરે છે તે ક્રિયા તો અધ્યાત્મવૈરિણી એટલે અધ્યાત્મગુણનો નાશ કરનારી જાણવી. તેથી જ શાંત, દાંત અને મોક્ષાર્થી પ્રાણી યથાર્થ પ્રરૂપણા કરનાર સદ્ગુરુને જ ભજે છે. પૂર્વાચાર્યોએ ચોથા ગુણસ્થાનથી આરંભીને અગિયાર ગુણશ્રેણિઓ કહી છે તે આ પ્રમાણે सम्म देस सव्वविरई, अणविसंजोअदंसखवगे अ । મોસમ સંત રાવળે, વીણ સોગકર ગુસેડી પાદરા -પંચમ કર્મગ્રંથ ભાવાર્થ-૧. સમ્યકત્વ પ્રત્યયિકી, ૨. દેશવિરતિ પ્રત્યયિકી, ૩. સર્વવિરતિ પ્રત્યયિકી, ૪. અનંતાનુબંધીની વિસંયોજના સંબંઘી, ૫. દર્શનમોહની ક્ષપક, ૬. ચારિત્રમોહની લપક, ૭. ઉપશાંતમોહનીય, ૮. ક્ષપકશ્રેણી, ૯. ક્ષીણમોહ ગુણશ્રેણી, ૧૦. સયોગી કેવળી ગુણશ્રેણી અને ૧૧. અયોગી કેવળી ગુણશ્રેણી–એમ અગિયાર ગુણશ્રેણી જાણવી. यथाक्रमममी प्रोक्ता, असंख्यगुणनिर्जराः । यतितव्यमतोऽध्यात्म-वृद्धये कलयापि हि॥१॥ ભાવાર્થ-ક્રમે ક્રમે આ ગુણશ્રેણીઓ અસંખ્યગુણી નિર્જરા કરનારી કહી છે, તેથી અધ્યાત્મની વૃદ્ધિ કરવા માટે થોડો પણ યત્ન કરવો. સમ્યક જ્ઞાનસંયુક્ત ક્રિયા પાંચમા ગુણસ્થાનકથી આરંભીને જ થાય છે. ચોથે ગુણસ્થાનકે તો શુશ્રુષા વગેરે ઉચિત ક્રિયાઓ પ્રવર્તે છે. તે શુશ્રુષાદિક ક્રિયા પણ સુવર્ણના અલંકારને અભાવે રૂપાના અલંકારના જેવી શુભ જાણવી.” તે સાંભળીને શ્રેષ્ઠીએ ફરીથી વૈરાગ્યનો અર્થ અને તેનું સ્વરૂપ પૂછ્યું, ત્યારે ભગવાન બોલ્યા કે “સંસારના કારણભૂત વિષયોમાં નહીં લુબ્ધ થવાથી ભવની નિર્ગુણતાને દેખાડનાર નિરાબાઘ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. अकृत्वा विषयत्यागं, यो वैराग्यं दिधीर्षति । अपथ्यमपरित्यज्य, स रोगोच्छेदमिच्छति ॥१॥ ભાવાર્થ-જે માણસ વિષયોનો ત્યાગ કર્યા વિના વૈરાગ્ય ઘારણ કરવા ઇચ્છે છે તે કુપથ્યનો ૧ ઘર્મશ્રવણેચ્છા. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૯ ત્યાગ કર્યા વિના રોગની શાંતિને ઇચ્છે છે, એમ જાણવું. જેઓ લગ્નથી અથવા બગવૃત્તિથી` નીચું જુએ છે, પણ દુર્ધ્યાનને તજતા નથી, તે ઘાર્મિકાભાસોઅે પોતાના આત્માને નરકરૂપી કૂપમાં નાંખે છે, અને જેઓ સમ્યક્ જ્ઞાનવાળા છે તેઓ વિષયોને જુએ છે તોપણ પોતાના વૈરાગ્યને તજતા નથી. કહ્યું છે કે— दारुयंत्रस्थपांचाली - नृत्यतुल्याः પ્રવૃત્તયઃ | योगिनो नैव बाधायै, ज्ञानिनो लोकवर्तिनः ॥१॥ ભાવાર્થ—યોગીઓની વિષયો સંબંધી પ્રવૃત્તિઓ કાયંત્રમાં રહેલી પાંચાલીના નૃત્ય સમાન છે, તેથી તે પ્રવૃત્તિઓ જ્ઞાનીને લોકમાં વર્તતાં છતાં બાઘ કરી શકતી નથી. औदासीन्यफले ज्ञाने, परिपाकमुपेयुषि । ચતુર્થેઽપિ ગુળસ્થાને, તઢેરામાં વ્યવસ્થિતમ્ ॥૨॥ ભાવાર્થ–ઉદાસીનતા રૂપી જેનું ફળ છે એવું જ્ઞાન જ્યારે પરિપાક અવસ્થાને પામે છે, ત્યારે ચોથા ગુણસ્થાનકમાં પણ તે વૈરાગ્ય રહે છે. વૈરાગ્યના ત્રણ પ્રકાર છે—૧ દુઃખગર્ભિત, ૨ મોહગર્ભિત અને ૩ જ્ઞાનગર્ભિત. તેમાં જે પુત્ર, મિત્ર, ધન, ધાન્યાદિ સુખને આપનાર માનેલી ઇષ્ટ વસ્તુ પ્રાપ્ત ન થાય અથવા પ્રાપ્ત થઈને નાશ પામે, ત્યારે મનમાં દુઃખ ઉત્પન્ન થવાથી સંસાર૫ર ઉદ્વેગ થવા રૂપ જે વૈરાગ્ય થાય તે દુઃખગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. જેને આ વૈરાગ્ય થયો હોય તેને કદાચિત્ ચિંતિત વસ્તુ પ્રાપ્ત થાય છે, તો તરત જ તે વૈરાગ્યથકી ભ્રષ્ટ પણ થાય છે. તેવા વૈરાગ્યવાળો માણસ શુદ્ધતર્ક, સાહિત્ય, દોધક, ગીત, રૂપક વગેરે જે કાંઈ બોલે છે, સાંભળે છે કે ચિંતવે છે, તે સર્વ પોતાને ઇચ્છિત વિષયની અપ્રાપ્તિથી જ જાણવું. વળી તેઓ લોકો પાસે એવી ભાવના ભાવે છે કે ‘અહો! આ સંસારમાં કોઈ કોઈનું નથી. દૈવે મારું સર્વ હરણ કર્યું, નાશ કર્યું. મૃત્યુએ સર્વનો ગ્રાસ કર્યો. માટે આ દુઃખમય સંસારને ધિક્કાર છે.' એ પ્રમાણે વારંવાર બોલે છે. પણ તે સર્વ ચિંતિત પદાર્થની અપ્રાપ્તિથી જ બોલે છે તેથી તે સર્વ વ્યર્થ છે. આ વૈરાગ્ય પારમાર્થિક નથી. આવો વૈરાગ્ય તો અનેક જીવોને અનેક પ્રકારે પ્રાપ્ત થાય છે. અહીં કોઈ શંકા કરે કે ‘‘આ દુઃખગર્ભિત વૈરાગ્યને વ્યર્થ કહ્યો, તો તેને વૈરાગ્યની ગણનામાં જ શા માટે ગણ્યો?’ તે ઉપર ભગવાન ઉત્તર આપે છે કે ‘બીજરૂપ આ વૈરાગ્યે કરીને પણ કોઈ વખત કોઈ જીવ પારમાર્થિક વૈરાગ્યને પણ પામે છે, તેથી તેને વૈરાગ્યમાં ગણ્યો છે.’’ બીજો મોહગર્ભિત વૈરાગ્ય કહ્યો છે, તે કુશાસ્ત્રના અભ્યાસથી ઉત્પન્ન થયેલા ભવનૈર્ગુણ્યના દર્શનથી બાળ તપસ્વીઓને પ્રાપ્ત થાય છે. તામલિતાપસ, પૂરણ, વલ્કલચીરી અને પ્રસન્નચંદ્રના પિતા સોમચંદ્ર વગેરેને આ વૈરાગ્ય થયો હતો. પૃથ્વી વગેરે જીવોના સ્વરૂપનું વસ્તુતત્ત્વથી વિપર્યયપણે ગ્રહણ કરવાથી તેઓનો વૈરાગ્ય અજ્ઞાન (મોહ) ગર્ભિત છે. જૈનોમાં પણ જેઓ વિરુદ્ધ અર્થના બોલનારા છે, સિદ્ધાંતનો અભ્યાસ કરીને તે ઉપર જેઓ આજીવિકા ચલાવે છે, અને અલ્પ ૧. બગલાના જેવી પ્રપંચી વૃત્તિથી. ૨. માત્ર ધર્મનો દંભ જ રાખનારા, ધાર્મિકના જેવા દેખાતા, પણ વાસ્તવિક ધર્મી નહીં. Page #266 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૭૧] દર્શનાચારનો ચોથો ભેદ–અમૂઢવૃષ્ટિવ ૨૫૭ શક્તિવાળા છતાં પણ પોતાનો અનાચાર ગુપ્ત રાખવા માટે મોટી શક્તિથી ક્રિયાઓનો દેખાવ કરે છે તેઓને પણ પારમાર્થિક વૈરાગ્ય નથી. કેમકે– ૩નીષ પ્રશમોડયુર્વેદ રોગપોષાય તેવતમ્ | अंतर्निलीनविषम-ज्वरानुभवसन्निभः ॥४॥ ભાવાર્થ-“શરીરની અંદર રહેલા વિષમ (જીણ) જ્વરના અનુભવની જેમ આમનો વૈરાગ્ય માત્ર ઘણા દોષોનું પોષણ કરનાર જ છે.” ત્રીજો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહ્યો છે, તે વૈરાગ્ય જેની સ્યાદ્વાદયુક્ત બુદ્ધિ સ્વપર આગમમાં યથાસ્થિત પ્રવર્તતી હોય તેને થાય છે. કોઈ જીવને વિરક્ત છતાં પણ શાસ્ત્રાર્થના અલ્પ બોઘથી કોઈ એક પક્ષમાં તણાઈ જઈ એકાંત નય માનવાનો કદાગ્રહ થાય છે, તેનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત જાણવો નહીં. કહ્યું છે કે उत्सर्गे चापवादेऽपि, व्यवहारेषु निश्चये । ज्ञाने कर्मणि वादं चेत् न तदा ज्ञानगर्भता ॥१॥ ભાવાર્થ-“જો ઉત્સર્ગમાં, અપવાદમાં, વ્યવહારમાં, નિશ્ચયમાં, જ્ઞાનમાં અને કર્મમાં (ક્રિયામાં) વાદવિવાદ હોય, તો તેને જ્ઞાનગર્ભપણું જાણવું નહીં.” જેઓ પરના અપવાદની ચેષ્ટા કરવામાં મૂક, અંઘ અને બધિર જેવા છે, જેઓ માધ્યસ્થ બુદ્ધિવાળા હોઈને સર્વત્ર હિતચિંતક છે, અને જેઓ આજ્ઞારુચિવાળા છે તેઓ જ જ્ઞાનગર્ભિત વૈરાગ્યને અનુભવે છે. કહ્યું છે કે स्वभावान्नैव चलनं, चिदानंदमयात् सदा । वैराग्यस्य तृतीयस्य, स्मृतेऽयं लक्षणावलिः॥१॥ ભાવાર્થ-સર્વદા ચિદાનંદમય સ્વભાવથી ચલિત ન થવું, એ ત્રીજા વૈરાગ્યનું લક્ષણ કહેલું છે. આ સર્વ હકીકત સાંભળીને લેપશ્રેષ્ઠીએ પૂછ્યું કે “હે ભગવન્ આપે પ્રથમ અધ્યાત્મનું વર્ણન કર્યું હતું તે ભાવ અધ્યાત્મ કયા વૈરાગ્યવાળાને હોય?” ત્યારે પ્રભુએ કહ્યું કે હે શ્રેષ્ઠી! विषयेषु गुणेषु च द्विधा, भुवि वैराग्यमिदं प्रवर्तते । अपरं प्रथमं प्रकीर्तितं, परमध्यात्मबुधैर्द्वितीयकम् ॥१॥ ભાવાર્થ-“જગતને વિષે વિષયોમાં અને ગુણોમાં એમ બે પ્રકારે આ વૈરાગ્ય પ્રવર્તે છે, તેમાં પહેલા (વિષયમાં પ્રવર્તેલા વૈરાગ્ય) ને હલકું અને બીજાને ઉત્કૃષ્ટ અધ્યાત્મ પંડિતોએ કહ્યું છે.” વિવેચન-પહેલામાં ઇચ્છિત વસ્તુની અપ્રાપ્તિથી વૈરાગ્ય થાય છે, અને બીજામાં ગુણ ઉત્પન્ન થવાથી વૈરાગ્ય થાય છે; માટે પહેલાને મિથ્યાત્વાદિક પાપના હેતુ સહિત હોવાથી અનુત્કૃષ્ટ કહ્યું છે. આ અધ્યાત્મમાં પૂર્વે કહેલા પ્રથમના બે વૈરાગ્ય (દુઃખ અને મોહગર્ભિત) નો સમાવેશ થાય છે અને બીજું અધ્યાત્મમય છે કે જે ત્રીજા જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી ઉત્પન્ન થાય છે, તેને ઉત્કૃષ્ટ કહેલું છે. ઉત્કૃષ્ટ વૈરાગ્યવાળા યોગી સર્વદા વિષયોથી પરાક્ષુખ હોય છે. કહ્યું છે કે– ___ न मुदे मृगनाभिमल्लिका, लवलीचंदनचंद्रसौरभम् । विदुषां निरुपाधिबाधित, स्मरशीलेन सुगंधिवर्मणाम् ॥१॥ - Jain Education (ભાગ ૪-૧૭). Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૯ ભાવાર્થ-“નિરુપાધિક ગુણ વડે કંદર્પના આચારનો બાઘ કરેલો હોવાથી તેનું શરીર સદાને માટે સુગંધી થયેલું છે એવા વિદ્વાનોને કસ્તુરી, માલતી, લવલી અને શ્વેતચંદન વગેરેના સુગંઘ હર્ષ આપતા નથી. અર્થાત્ કસ્તુરી, માલતીપુષ્પ અને ચંદનાદિ વડે ચર્ચિત કરેલા શરીરનો સુગંઘ જ્ઞાનીઓને હર્ષને માટે થતો નથી.” વળી જ્ઞાની પુરુષો સમ્યક ઉપયોગનો પણ ત્યાગ કરતા નથી. તે વિષે કહ્યું છે કે उपयोगमुपैति यच्चिरं, हरते यन्न विभावमारुतः । न ततः खलु शीलसौरभा-दपरस्मिन्निह युज्यते रतिः॥१॥ ભાવાર્થ-જે શીલરૂપી સુગંઘ નિરંતર ઉપયોગમાં આવે છે અને જેને ચિરકાળે પણ વિભાવરૂપી વાયુ હરણ કરી શકતો નથી, તે શીલરૂપી સુગંઘને તજીને બીજાને વિષે પ્રીતિ રાખવી યોગ્ય નથી. मधुरैर्न रसैरधीरता, क्वचनाध्यात्मसुधालिहां सताम् । નરસૈઃ સુનૈરિવાતિનાં, સરપદ્મપરાગમોનિનામ્ ારા ભાવાર્થ-“જેમ પ્રસરતા એવા પદ્મના પરાગનો સ્વાદ લેનારા ભ્રમરો રસ વિનાનાં પુષ્પોથી અધીર થતા નથી, તેમ અધ્યાત્મરૂપી અમૃતનું પાન કરનારા સપુરુષો પણ બીજા મધુર રસોથી અથીર થતા નથી. અર્થાત તેમનું મન અસ્થિર થતું નથી.” हृदि निर्वृतिमेव बिभ्रतां, न मुदे चंदनलेपनाविधिः । विमलत्वमुपेयुषां सदा, सलिलस्नानकलापि निष्फला ॥३॥ ભાવાર્થ-“(મિથ્યાત્વ, અવિરતિ અને કષાય વગેરે મળનો ત્યાગ કરીને) હૃદયમાં નિવૃતિને જ ઘારણ કરનારા પુરુષોને ચંદનલેપ હર્ષ આપતો નથી. તેમજ (વૈરાગ્યથી જ) નિર્મળપણાને પામેલા તેઓને સદા જળસ્નાનનો વિધિ પણ નિષ્ફળ જ છે.” तदिमे विषयाः किलैहिका, न मुदे केऽपि विरक्तचेतसाम् । परलोकसुखेऽपि निःस्पृहाः, परमानंदरसालसा अमी॥४॥ ભાવાર્થ-“વિરક્ત ચિત્તવાળાને આ લોકના વિષયો (વિષયસુખ) હર્ષને માટે થતા નથી. તેમજ તેઓ પરમાનંદના રસને પામેલા હોવાથી આળસુ થયા છે, તેથી પરલોકના સુખમાં પણ તેઓ સ્પૃહા રાખતા નથી.” विपुलर्द्धिपुलाकचारणप्रबलाशीविषमुख्यलब्धयः । न मदाय विरक्तचेतसां, मनुषं गोपनताः पलालवत् ॥५॥ ભાવાર્થ-“વિરક્ત ચિત્તવાળાને વિપુલમતિ ઋદ્ધિ, પુલાક લબ્ધિ, ચારણ લબ્ધિ તેમજ પ્રબલાશી વિષ વગેરે લબ્ધિઓ પણ ઘાન્યની સાથે પ્રાપ્ત થયેલા પલાળના ઘાસની જેમ આનુષંગિક હોવાથી મદ કરનાર થતી નથી.” हृदये न शिवेऽपि लुब्धता, सदनुष्ठानमसंगमंगति । पुरुषस्य दशेयमिष्यते, सहजानंदतरंगरंगिता॥६॥ ભાવાર્થ-“વિરક્ત પુરુષના હૃદયમાં મોક્ષ મેળવવાનો પણ લોભ હોતો નથી, તેમજ તેનું ૧. પાઠાંતર-માનુષક્રિોપરુસ્થાવત્ Page #268 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૭૧] દર્શનાચારનો ચોથો ભેદ-અમૂઢવૃષ્ટિવ ૨૫૯ શુભ ક્રિયાનું અનુષ્ઠાન અસંગપણાને પામે છે, અર્થાત્ અસંગાનુષ્ઠાનના બળવડે તે ક્રિયા કરે છે. તેવા પુરુષની અવસ્થા જ સહજાનંદના તરંગોથી રંગિત ઇચ્છેલી છે.” આ પ્રમાણે ભગવાન પાસેથી તત્ત્વસ્વરૂપ સાંભળીને લેપશ્રેષ્ઠી બોધ પામ્યો અને બોલ્યો કે હે સ્વામી! આપે (શ્રી જિનેશ્વરે જ) પ્રત્યક્ષ કહેલું આવું આત્મતત્ત્વ છોડીને બીજા અનેક પંડિતો અને તાપસાદિકો જીવાદિક તત્ત્વોને જાણ્યા વિના “અમે ઘર્મક્રિયા કરીએ છીએ એમ માને છે, તે સર્વ આકાશના બાચકા ભરવા જેવું છે.” પ્રભુએ કહ્યું કે “હે શ્રેષ્ઠી! કેટલાક ઉત્તમ જીવો પૂર્વભવથી પુણ્ય લઈને આવે છે, અને આ ભવમાં પણ પુણ્ય ઉપાર્જન કરે છે, તેઓ ભરતચક્રી, બાહુબલી, અભયકુમાર વગેરેની જેમ પરલોકમાં અવિનાશી (મોક્ષ) સુખને પામે છે. કેટલાક જીવો પૂર્વભવથી પુણ્ય લઈને આવે છે, પણ આ ભવમાં પુણ્ય કર્યા વિના જ કોણિક વગેરેની જેમ ખાલી પાછા જાય છે. કેટલાક જીવો પરલોકથી પુણ્યરહિત આવે છે, પણ કાલસૌકરિક કસાઈના પુત્ર સુલસની જેમ અહીં પુણ્ય ઉપાર્જન કરીને જાય છે; તથા કેટલાક જીવો પુણ્યરહિત આવે છે, અને દુર્ભાગી પુરુષની જેમ પુણ્ય ઉપાર્જન કર્યા વિના જ પાછા જાય છે, તેઓ તો આ લોક અને પરલોક બન્નેમાં અતિ દુઃખી થાય છે.” ઇત્યાદિ ઘર્મોપદેશ સાંભળીને તે શ્રેષ્ઠીએ શ્રાવકઘર્મ અંગીકાર કર્યો, અને મિથ્યાત્વની સર્વ ક્રિયાઓ છોડી દીધી. તે જોઈને તેના પ્રથમના સાઘર્મિક મિત્રો કહેવા લાગ્યા કે “આ શ્રેષ્ઠી મૂર્ખ છે, કેમકે કુળક્રમથી આવેલા ઘર્મને તજી દઈને જૈનધર્મની ક્રિયાઓ કરે છે.” એ પ્રમાણે સાંભળીને પણ શ્રેષ્ઠીએ તેવા અનેક એકાંતવાદીઓના મતને બિલકુલ અંગીકાર કર્યો નહીં. પોતાને ઇષ્ટ એવા જૈનધર્મમાં જ પ્રવૃત્ત રહ્યો. કહ્યું છે કે सर्वथा स्वहितमाचरणीयं, किं करिष्यति जनो बहुजल्पः । विद्यते स न हि कश्चिदुपायः, सर्वलोकपरितोषकरो यः॥१॥ ભાવાર્થ–મનુષ્ય સર્વથા આત્માને જે હિતકર હોય તે જ કાર્ય કરવું. ભિન્ન ભિન્ન બોલનારા માણસો શું કરનાર છે? કેમકે એવો કોઈ પણ ઉપાય છે જ નહીં કે જે સર્વ લોકને સંતોષકારી થાય. ત્યાર પછી એકદા શિવભૂતિ તાપસ કે જે તે શ્રેષ્ઠીનો પ્રથમ ગુરુ હતો તે ત્યાં આવ્યો. શ્રેષ્ઠી તેની પાસે ગયો નહીં, તેથી તાપસે વિચાર્યું કે “તે શ્રેષ્ઠી મારું આગમન સાંભળીને તરત જ પાંચ જોજન સામો આવતો અને અનેક પ્રકારની સેવા બજાવતો. આ વખતે તો કુશળપ્રશ્ન પણ પૂછવા આવતો નથી તેનું શું કારણ?” એમ વિચારીને પોતાના બીજા ભક્તોને પૂછતાં તેઓના મુખથી તેને જગદ્ગુરુ શ્રી વિરપરમાત્માથી ઘર્મ પામીને જૈનધર્મી થયેલો જાણી પોતાના એક શિષ્યને તેને બોલાવવા માટે મોકલ્યો. તે શિષ્ય શ્રેષ્ઠી પાસે જઈ ગુરુએ કહેલો આશીર્વાદ આપીને બોલ્યો કે “અમારા ગુરુ તમને વારંવાર યાદ કરે છે.” શ્રેષ્ઠીએ કહ્યું કે “જે પૃથ્વી વગેરે છકાય અને છ દ્રવ્યથી વ્યાપ્ત થયેલા લોકના સ્વરૂપને કહે તથા શુદ્ધ અધ્યાત્માદિક તત્ત્વનો જે ઉપદેશ કરે, તેમજ તેને અનુસરતી પોતાની ચેતના કરીને જે તેવા ઘર્મનું પ્રતિપાલન કરે તે જ ગુરુ કહેવાય, તેને જ હું ગુરુ માનું છું; બીજા કોઈ ગુરુ હોઈ શકે જ નહીં. તેથી શા માટે તમારા ગુરુ મને યાદ કરે છે? જો અન્ન વગેરે જોઈતું હોય તો પહેલાંના કરતાં પણ અધિક લઈ જાઓ. પહેલાં તો મેં કંદમૂળ, શાક, Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૯ પાન વગેરે સદોષ તથા અલ્પ મૂલ્યવાળી વસ્તુઓથી ભક્તિ કરી હતી, પણ હવે તો ઘણા મૂલ્યવાળા અને નિર્દોષ કાલાતિપાતાદિક દોષરહિત ઘી વગેરેથી બનેલા પક્વાન્નો ગ્રહણ કરો; કેમકે મારા ગુરુએ અનુકંપાદાન આપવાનો નિષેઘ કર્યો નથી, તેથી હું મહાદાની થયો છું. પણ તમારે મહાત્મા (જિનેશ્વર) ના ઘર્મની હીલના કરવી નહીં.” તે સાંભળીને શિષ્ય ગુરુ પાસે આવ્યો, અને શ્રેષ્ઠીએ કહેલું સર્વ વૃત્તાંત કહીને બોલ્યો કે “શ્રેષ્ઠીની વાણીનો વિવેક તો પહેલાંના કરતાં પણ અધિક છે. તેનું ચાતુર્ય આશ્ચર્યકારી છે.” પછી શિવભૂતિ જાતે શ્રેષ્ઠીને ઘેર ગયો અને તેને કહ્યું કે “હે શ્રેષ્ઠી! ક્યા ઘૂર્ત તને છેતર્યો છે કે જેથી મારા આવતાં તું ઊભો પણ થયો નહીં? તે તે યોગ્ય કર્યું નથી. મારુ સામર્થ્ય તેં હજી જોયું નથી. પણ મારા ભક્તોને પ્રત્યક્ષ રીતે સ્વર્ગનું સુખ પ્રાપ્ત થયું છે, અને બીજાઓ નરકવાસી થયા છે, તે તું તારાં નેત્રોથી જ જો.” એમ કહીને તે શિવભૂતિએ વિદ્યાના બળથી સ્વર્ગનરકાદિ સર્વ બતાવ્યું. તે જોઈને શ્રેષ્ઠીએ વિચાર્યું કે “ખરેખર આ ઇંદ્રજાળ જ છે, સ્વર્ગમાં જવું કે નરકમાં પડવું, એ તો પોતપોતાનાં કરેલાં કર્મને આઘારે જ બને છે, પરંતુ શ્રી વિતરાગ પરમાત્માનું કેવું શૈર્ય છે! કે જેની પાસે અનંત લબ્ધિઓ છતાં પણ તે લેશ માત્ર માન કે અહંકારાદિ ઘરાવતા નથી.” એમ વિચારીને તેણે તાપસને કહ્યું કે “વિપુલદ્ધિ, પુલાક લબ્ધિ તથા ચારણ વગેરે લબ્ધિઓ પ્રાપ્ત થયા છતાં પણ જો મમતાનો ત્યાગ થયો ન હોય તો તે સર્વ અયોગ્ય જ છે; કેમકે નિષ્કારણ વિશ્વવત્સલ એવા શ્રી જિનેશ્વરે કહ્યું છે કે विषयैः किं परित्यक्तै-र्जागर्ति ममता यदि । त्यागात् कंचुकमात्रस्य, भुजंगो न हि निर्विषः॥१॥ ભાવાર્થ-જો મમતા જાગૃત હોય, તો વિષયમાત્રનો ત્યાગ કરવાથી શું ફળ? કેમકે માત્ર કંચુક (કાંચળી) નો ત્યાગ કરવાથી સર્પ કાંઈ વિષરહિત થઈ જતો નથી. कष्टेन हि गुणग्रामं, प्रकटीकुरुते मुनिः । | મમતાક્ષસી સર્વ, અક્ષયત્વેજોડયા રા ભાવાર્થ-મુનિ મહા પ્રયત્નથી ગુણસમૂહને પ્રગટ કરે છે, તે સર્વને મમતારૂપી રાક્ષસી ક્રિીડામાત્રમાં જ ભક્ષણ કરી જાય છે. વળી હે તાપસ! કામરુ દેશની સ્ત્રીઓની જેમ જીવરૂપી ભર્તારને પશુરૂપ બનાવીને રાગરૂપી વિદ્યા તથા ઔષધિના બળથી મમતારૂપી સ્ત્રીઓ ક્રીડા કરે છે; માટે હે તપોધન! તમે મમતાના સંગથી અધ્યાત્મનો એક લેશ પણ જાણતા નથી, અને સ્નાનાદિકને ઘર્મ માની તે કરો છો, કરાવો છો અને તેનું અનુમોદન કરો છો, તેથી તમે દુઃખી થશો; માટે હવે અઢાર પાપસ્થાનરહિત એવા વિરતિઘર્મમાં તમે પ્રવૃત્ત થાઓ. આ મનુષ્યજન્મને સંસારરૂપી ખાડામાં ફોગટ શા માટે નાંખી દો છો?” આ પ્રમાણેનાં તે શ્રેષ્ઠીનાં વચનો સાંભળીને શિવભૂતિ તાપસ તેને દૃઢ જૈનઘર્મી જાણી પોતાના આશ્રમે પાછો ગયો. લેપશ્રેષ્ઠી સર્વ પ્રકારનાં ગૃહકાર્ય કરતો હતો, તો પણ જ્ઞાનઘર્મને કદાપિ પણ તજતો નહોતો, સર્વત્ર સામેલ રાખતો હતો. એમ વર્તતાં તેણે પોતાના સમગ્ર કુટુંબને ઘર્મના આચારવાળું કર્યું. પછી પોતાને દીક્ષા પાળવામાં સમર્થ જાણીને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. અનુક્રમે સર્વ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામીને મોક્ષપદ મેળવ્યું. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ વ્યાખ્યાન ૨૭૨] દર્શનાચારનો પાંચમો ભેદ-ઘર્મીજનની પ્રશંસા “તે લેપશ્રેષ્ઠી શ્રી જિનેશ્વરે દૂષણયુક્ત બતાવી આપેલા એકાંત પક્ષને છોડીને શુદ્ધ અધ્યાત્મ તથા વૈરાગ્યથી ભૂષિત થયો. પછી તે અમૂઢદ્રષ્ટિ થયો સતો મિથ્યાત્વીઓના સંગથી પણ કુવૃષ્ટિવાળો થયો નહીં, પણ ઊલટો સમકિતમાં વઘારે પ્રીતિવાળો થયો. વ્યાખ્યાન ૨૭૨ દર્શનાચારનો પાંચમો ભેદ-ધર્મજનની પ્રશંસા હવે પ્રશંસા નામના પાંચમા દર્શનાચાર વિષે કહે છે– धर्मोद्योतो महान् येन, विहितो जैनशासने । तस्योपबृंहणा कार्या, गुरुभिर्भाववृद्धये ॥१॥ ભાવાર્થ-“કોઈએ જૈનશાસનને વિષે મોટો ઘર્મનો ઉદ્યોત કર્યો હોય તો તેના ભાવની વૃદ્ધિને માટે ગુરુજનોએ તેની પ્રશંસા કરવી.” श्लाघिता एव तुष्यंति, सुरादयो नरादयः । સ્વાર્થ ય ર્વતિ, તો તોmોત્તડપ ઘ રા. ભાવાર્થ-“દેવતાદિક તથા મનુષ્યાદિકની જો શ્લાઘા કરી હોય તો તેઓ પ્રસન્ન થાય છે, અને લૌકિક તથા લોકોત્તર વિષયમાં પોતાનું ઇચ્છિત કાર્ય સાથી આપે છે.” લોકમાં પણ સારું કામ કરનારની પ્રશંસા કરવામાં આવે છે તો તે બહુ ગુણકારી થાય છે. પ્રાયઃ પ્રશંસા વડે જ લોકમાં અનેક કાર્યમાં નિર્વાહ થતો જોવામાં આવે છે. સેવક વગેરે પ્રશંસા કરવાથી જ પ્રાયઃ સારી રીતે મન દઈને કામ કરે છે. કર્ણ, ભોજ અને વિક્રમ વગેરેની જેમ રાજાદિક પ્રશંસાવાળી કવિતાઓ વગેરે સાંભળીને સંતોષ પામ્યા સતા સહસ્ત્ર અને લાખો રૂપિયા આપે છે તથા સુરપ્રિય યક્ષ વગેરેની જેમ દેવતાઓ પણ સ્તોત્ર સ્તુતિ વગેરેથી પ્રશંસા કરી હોય તો જ પ્રસન્ન થાય છે, તેવી જ રીતે લોકોત્તરમાં પણ તપ, સ્વાધ્યાય, કવિતા, દુષ્કર વિહાર, વાદીનો જય તથા પરીષહનું સહન કરવું વગેરે ઘર્મકાર્ય જેણે કર્યું હોય તેની યથાયોગ્ય પ્રશંસા ગુરુ વગેરેએ અવશ્ય કરવી. જે ગુરુઓ પ્રમાદથી અભુત ઘર્મક્રિયા કરનારની પ્રશંસા કરતા નથી તેઓનો ગચ્છ રુદ્રસૂરિની જેમ સિદાય છે. કહ્યું છે કે जो पुण पमायओ दप्पुओ अ, उववूहणे न वट्टिजा । नासिज्जइ अप्पाणं, मुणिजणं च सो रुद्दसूरिव्व ॥१॥ ભાવાર્થ-જેઓ પ્રમાદથી અથવા અહંકારથી બીજાનાં કરેલાં ઉત્કૃષ્ટ ઘર્મકાર્યની પ્રશંસા કરવામાં પ્રવૃત્તિ કરતા નથી તેઓ રુદ્રસૂરિની જેમ પોતાનો તથા પોતાના ગચ્છના મુનિજનોનો વિનાશ કરે છે.” શ્રી મહાવીરસ્વામીએ પણ સભા સમક્ષ શ્રી કામદેવ શ્રાવકની પ્રશંસા કરી હતી. તે વિષે સાતમા અંગમાં કહ્યું છે તે આ પ્રમાણે કામદેવ શ્રાવકની કથા ચંપા નગરીમાં કામદેવ નામે મોટો ગૃહસ્થ રહેતો હતો. તેને ભદ્રા નામની પત્ની હતી. તે મહાદની હોવાથી તેણે છ કોટી દ્રવ્ય પૃથ્વીમાં નિઘાનરૂપ કર્યું હતું, છ કોટી દ્રવ્ય વ્યાપારમાં રાખ્યું Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૯ હતું, અને છ કોટી દ્રવ્ય ઘર, ઘરવખરી અને વસ્ત્રાભૂષણાદિમાં રોક્યું હતું, તેને દશ દશ હજાર ગાયોવાળાં છ ગોકુળ હતાં. એકદા શ્રી મહાવીર સ્વામી પૂર્ણભદ્ર નામના ચૈત્યમાં સમવસર્યા. તે વખતે શ્રી જિનેશ્વરને વાંદવા માટે સર્વ લોક જતા હતા, તે જોઈને કામદેવ પણ ગયો. ત્યાં શ્રી વીરસ્વામીને પ્રણામ કરીને તેમની પાસે દેશના સાંભળી, તેથી કામદેવ પ્રતિબોઘ પામ્યો અને આનંદ શ્રાવકની જેમ તે જ વખતે શ્રાદ્ધઘર્મ ગ્રહણ કર્યો. પછી પોતાને ઘેર આવીને ઉલ્લાસપૂર્વક પોતાને ઘર્મ પ્રાપ્ત થયાનું વૃત્તાંત પોતાની પત્નીને કહ્યું. તે સાંભળીને તેણે પણ મોટી સમૃદ્ધિપૂર્વક પ્રભુ પાસે જઈને શિવનંદાની જેમ શ્રાવકઘર્મ ગ્રહણ કર્યો. - નિરંતર શ્રાવકઘર્મનું પ્રતિપાલન કરતાં તે કામદેવને ચૌદ વર્ષ વ્યતીત થયાં. પંદરમા વર્ષમાં એકદા મધ્યરાત્રિએ ઘર્મજાગરિકાએ જાગતાં કામદેવને વિચાર થયો કે-“ઘરનો સમગ્ર કાર્યભાર પુત્રો ઉપર નાંખીને હવે હું શ્રાવકની અગિયાર પ્રતિમા વહન કરું.” પછી પ્રાતઃકાળે ઊઠીને પોતાના પુત્રોને ઘરનો સર્વ કાર્યભાર સોંપી પોતે પૌષધશાળામાં રહી દર્ભના સંથારાપર બેસી શ્રી જિનેશ્વરનું ધ્યાન કરતાં આનંદ શ્રાવકની જેમ પ્રતિમા વહન કરવા લાગ્યો. એકદા રાત્રિએ કામદેવ ધ્યાનમાં બેઠો છે, તે વખતે સૌઘર્મેન્દ્ર પોતાની સભામાં કામદેવની પ્રશંસા કરી. તે પર શ્રદ્ધા નહીં રાખતો કોઈ દેવ તેની પરીક્ષા કરવા આવ્યો અને દૈવીશક્તિથી ઘણાં ભયંકર રૂપો વિકર્વીને તેને ભય પમાડવા લાગ્યો. વળી તે બોલ્યો કે “જો તું ઘર્મને છોડી નહીં દે તો તીક્ષ્ણ ખર્ગના પ્રહારવડે તારું અકાળે જીવિત હરી લઈશ, જેથી તું આર્તધ્યાનથી પીડાઈને અનંત દુર્ગતિનું દુઃખ પામીશ.” આ પ્રમાણે તેણે વારંવાર કહ્યું પણ તે શ્રેષ્ઠી જરા પણ ભય ન પામ્યો, ત્યારે તે દેવે ક્રોઘથી તેના પર ખગના પ્રહાર કર્યા, તેથી પણ શ્રેષ્ઠી ક્ષોભ પામ્યો નહીં. ત્યારે તેણે એક ભયાનક હસ્તીનું રૂપ વિકુવ્યું અને બોલ્યો કે “હે દંભના સાગર! આ સૂંઢથી તને આકાશમાં ઉછાળીને જ્યારે પૃથ્વી પર પાડીશ ત્યારે ચારે પગોથી દાબીને ચૂર્ણ કરી નાખીશ.” એમ કહીને તે દેવતાએ પોતાની સર્વ શક્તિથી હસ્તિરૂપે તેને પરીષહ કર્યો. તેથી પણ તે શ્રેષ્ઠી જરા પણ ક્ષોભ પામ્યો નહીં, ત્યારે ફરીથી તેને ક્ષોભ પમાડવા માટે તેણે મહા ભયંકર અનેક ફણાવાળું સર્પનું રૂપ વિકુવ્યું અને બધી ફણાએ ફંફાડા મારતો સતો તે બોલ્યો કે “અરે અપ્રાર્થ્ય (મૃત્યુ) ની પ્રાર્થના કરનાર! શ્રી વિરઘૂર્તના ઘર્મને છોડીને મને પ્રણામ કર; નહીં તો હું એવો ડંશ મારીશ કે જેના વિષની વેદનાથી પીડાઈને તું દુર્ગતિ પામીશ.” આવાં વચનો બે ત્રણ વાર કહેવાથી પણ તે શ્રેષ્ઠી ક્ષોભ પામ્યો નહીં ત્યારે તે ભયંકર સર્પે તેના શરીર પર ત્રણ ભરડા દઈને તેના કંઠ ઉપર નિર્દયતાથી ડંશ દીઘો. તે વિષની વેદનાને પણ શ્રેષ્ઠીએ સમ્યક્ પ્રકારે સહન કરી, અને મનમાં શ્રી મહાવીર પરમાત્માનું સ્મરણ કરતો સતો અધિક અધિક શુભ ધ્યાન ધ્યાવવા લાગ્યો. દેવતાએ બીજી પણ અનેક રીતે પોતાની શક્તિ પ્રમાણે સર્વ વીર્ય ફોરવ્યું તો પણ તે શ્રેષ્ઠીના દ્રવ્યભાવની શક્તિનો અલ્પમાત્ર પણ નાશ કરવાને તે સમર્થ થયો નહીં. છેવટે તે દેવતા થાક્યો, એટલે શ્રેષ્ઠીને પ્રણામ કરીને બોલ્યો કે “હે શ્રાવક! તને ઘન્ય છે. માયારૂપી પૃથ્વીનું દારણ કરવામાં હળ સમાન એવા પરમ ઘીર શ્રી મહાવીરસ્વામીએ કહેલા ઘર્મમાર્ગમાં રસિક થયેલો તું સાચો છે. તારા આવા સુદ્રઢ સમકિતરૂપ આદર્શ(અરીસા)માં જોવાથી મારું પણ સમ્યગ્દર્શન સ્વરૂપે પ્રગટ થયું છે, અને અનાદિકાળનું મિથ્યાત્વ નાશ પામ્યું છે; તારા Page #272 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૭૩] ઘર્મીજનની પ્રશંસા ૨૬૩ ઘર્માચાર્ય તો શ્રી મહાવીર ભગવાન છે, પણ મારો ઘર્માચાર્ય તો તું જ છે. ચંદનના વૃક્ષની જેમ તે પરીષહો સહન કરીને મને સમ્યકત્વરૂપી સુગંધ આપી છે, તે સર્વ મારો અપરાધ ક્ષમા કરજે.” ઇત્યાદિ તે શ્રેષ્ઠીની સ્તુતિ કરીને દેવતાએ પોતાને સ્વર્ગથી ત્યાં આવવાનું કારણ કહી બતાવ્યું. વળી તે બોલ્યો કે “હું સ્વર્ગથી સમ્યકત્વ રહિત અહીં આવ્યો હતો, અને તેનાથી પરિપૂર્ણ થઈને પાછો સ્વર્ગે જઈશ. તે બહુ સારું કર્યું કે એક મિથ્યાત્વરૂપ વસ્તુથી મને ખાલી કર્યો, અને એક સમ્યક દર્શનરૂપ વસ્તુના દાનથી મને ભરપૂર કર્યો. અહો! તારું ચાતુર્ય અકલિત છે.” એમ કહીને તે દેવ શ્રેષ્ઠીને ત્રણ પ્રદક્ષિણા દઈ તેના ઉપકારનું સ્મરણ કરતો સતો સ્વર્ગે ગયો. પછી શ્રેષ્ઠી કાયોત્સર્ગ પારીને ત્યાં પઘારેલા શ્રી મહાવીરસ્વામીને વંદના કરવા ગયો. તે વખતે બાર પર્ષદાઓની સમક્ષ પ્રભુએ કામદેવને કહ્યું કે “હે શ્રાવક! તેં આજ રાત્રિએ મહા ભયંકર ત્રણ પરીષહો બહુ સારી રીતે સહન કર્યા, અને ઘર્મધ્યાનથી જરા પણ ચલિત થયો નહીં. તે દેવતાએ ક્રોધથી પોતાની સર્વ શક્તિ પ્રગટ કરી, અને તે પણ આત્મવીર્ય ફોરવીને અદીન મનથી સ્થિરતા રાખી. તારું વ્રતનું પાળવું મેરુપર્વતના જેવું અચલિત છે. છેવટે તે દેવતા તને ખમાવીને ગયો. આ હકીકત બરાબર છે?” કામદેવે કહ્યું કે “તેમ જ છે.' આ પ્રમાણે પ્રભુએ તેની ઘર્મની દ્રઢતા વખાણીને સર્વ સાધુ સાધ્વી વગેરેને ઉદ્દેશીને કહ્યું કે “હે ગૌતમાદિક સાધુઓ!જ્યારે શ્રાવક પણ આવા ઉપસર્ગો સહન કરે છે ત્યારે તમારે તો તેથી પણ વધારે સહન કરવા જોઈએ; કેમકે તમે તો ઉપસર્ગરૂપી સૈન્યના સમૂહને જીતવા માટે જ રજોહરણરૂપ વીરવલયને ઘારણ કરીને વિચરો છો.” તે સાંભળીને સર્વેએ “તહત્તિ” એમ બોલીને પ્રભુનો ઉપદેશ અંગીકાર કર્યો, અને તેઓ પણ કામદેવની પ્રશંસા કરવા લાગ્યા. પછી કામદેવ શ્રેષ્ઠી પોતાને ઘેર ગયો, અને આનંદ શ્રાવકની જેમ એકાદશ પ્રતિમા પૂર્ણ કરીને વશ વર્ષ સુધી જૈનઘર્મ પાળી આયુષને અંતે એક માસની સંખના કરીને પ્રથમ દેવલોકમાં અરુણાભ વિમાનને વિષે ચાર પલ્યોપમના આયુષ્યવાળો વૈમાનિક દેવતા થયો. ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધિપદને પામશે. ભયંકર ઉપસર્ગો આવ્યા છતાં પણ દ્રઢ રીતે વ્રતમાં તલ્લીન રહેલા કામદેવાદિકને ઘન્ય છે. કે જેઓની તીર્થકરે પણ શ્લાઘા કરી છે.” વ્યાખ્યાન ૨૭૩ ધર્મીજનની પ્રશંસા संभूतिविजयेशेन, स्थूलभद्रो हि संस्तुतः । भूपामात्यादयो नूनं, श्लाघिता हेमसूरिभिः॥४॥ ભાવાર્થ-“સંભૂતિવિજય ગુરુએ સ્થૂલભદ્રની પ્રશંસા કરી હતી, તેમજ હેમચંદ્રસૂરિએ રાજા, અમાત્ય વગેરેની પ્રશંસા કરી હતી.” સ્થૂલભદ્ર મુનિ જ્યારે વેશ્યાને ઘેર ચાતુર્માસ કરીને ગુરુ પાસે ગયા, ત્યારે તેને દૂરથી જ જોઈને શ્રી સંભૂતિવિજય ગુરુએ “અહો! દુષ્કર કામ કરનાર! અહો! દુષ્કર કામ કરનાર!” એવા સંબોઘનથી બોલાવીને તેની શ્લાઘા કરી હતી; માટે દર્શનાચારનું પાલન કરનારે અવશ્ય ગુણીઓના ગુણ વઘારવા માટે તેની પ્રશંસા કરવી. અંહીં હેમચંદ્રસૂરિનો સંબંઘ કહે છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ શ્રી હેમચંદ્રસૂરિ પ્રબંધ એકદા શ્રી કુમારપાળ રાજાએ સોરઠ દેશના રાજા સમરને જીતવા માટે ઉદયન નામના પ્રધાનને મોકલ્યો. તે પાદલિસ (પાલિતાણા) નગ૨માં શ્રી વીરને નમીને શ્રી ઋષભદેવ ભગવાનને વાંદવાની ઇચ્છા થવાથી સામંતાદિકને આગળ પ્રયાણ કરવાનું કહીને પોતે શત્રુંજય પર્વત પર ચડ્યો, ત્યાં દ્રવ્યસ્તવ સંપૂર્ણ કરીને અવગ્રહની બહાર નીકળી ત્રીજી નિસ્સીહિ કરીને ચૈત્યવંદના કરવાની શરૂઆત કરતો હતો, તેટલામાં એક ઉંદર દીવાની સળગતી વાટ કાષ્ઠના પ્રાસાદમાં પોતાના દ૨ને વિષે લઈ જવા લાગ્યો. દેરાના પૂજારીએ તેને જોયો, તેથી તે વાટ મુકાવી. તે જોઈને મંત્રીની સમાધિનો ભંગ થયો, અને કાષ્ઠના પ્રાસાદનો આવી રીતે કોઈ વખત નાશ થવાનો સંભવ લાગવાથી દિલગીર થઈને તેણે વિચાર કર્યો કે ‘રાજ્યાદિના અપાર વ્યાપારમાં ગૂંથાયેલા અમને ધિક્કાર છે કે જેથી અમે આવા જીર્ણ ચૈત્યનો ઉદ્ધાર કરી શકતા નથી! રાજાઓની પાપવ્યાપાર વડે ઉપાર્જન કરેલી લક્ષ્મી શા કામની છે કે જે લક્ષ્મી તેના અધિકારીઓથી તીર્થાદિકમાં વાપરીને કૃતાર્થ કરાતી નથી!'' પછી જીર્ણોદ્ધાર કરવાની ઇચ્છાવાળા મંત્રીએ પ્રભુ સમક્ષ બ્રહ્મચર્ય, એકાસણું, પૃથ્વી પર શયન અને તાંબુલનો ત્યાગ ઇત્યાદિ અભિગ્રહો ગ્રહણ કર્યા, અને સિદ્ધિગિરિ પરથી ઊતરીને પ્રયાણ કરતાં પોતાના સૈન્યની ભેળો થઈ ગયો. સમરસેન રાજા સાથે યુદ્ધ થતાં પોતાનું સૈન્ય ભાંગવાથી પોતે સંગ્રામમાં ઊતરીને શત્રુનું સૈન્ય કાવા લાગ્યો; તેમાં પોતે જોકે શત્રુઓના બાણથી જર્જરિત થયો, તો પણ તેણે અનેક બાણો વડે સમર રાજાને મારી નાખ્યો. પછી તેના દેશમાં પોતાના રાજાની આજ્ઞા પ્રવર્તાવીને મંત્રી સ્વદેશ તરફ પાછો વળ્યો. ૨૬૪ [સ્તંભ ૧૯ માર્ગમાં શત્રુના પ્રહારની પીડાથી મંત્રી આંખે અંઘારા આવવાથી મૂર્છા ખાઈને પૃથ્વી પર પડ્યો; તેને પવન વગેરેના ઉપચારથી સજ્જ કર્યો, એટલે તે કરુણ સ્વરે રોવા લાગ્યો. તે જોઈને સામંત વગેરેએ તેને રડવાનુ કારણ પૂછ્યું, ત્યારે તે મંત્રીએ પોતાના મનના ચાર શલ્ય કહ્યાં. પોતાના નાના પુત્ર અંબડને સેનાપતિપણું અપાવવું, શત્રુંજય ગિરિપર પથ્થરમય પ્રાસાદનું બનાવવું, ગિરનાર પર્વત ઉપર નવાં પગથિયાં કરાવવાં અને આ મૃત્યુસમયે નિઝામણા કરનારા ગુરુનો અભાવ, આ ચાર શલ્ય સાંભળીને સામંતાદિક બોલ્યા કે “હે મંત્રીશ્વર! પ્રથમના ત્રણ મનોરથ તો તમારો મોટો પુત્ર બાહડદેવ પૂર્ણ કરશે, તેમાં અમે સાક્ષીભૂત છીએ, અને આરાધના કરવા માટે કોઈ સાધુને અમે હમણાં જ લાવીએ છીએ.’’ એમ કહીને કોઈ વંઠ પુરુષને સાધુનો વેષ પહેરાવીને મંત્રી પાસે લાવીને કહ્યું કે “આ ગુરુ આવ્યા.’’ મંત્રી તેને ગૌતમસ્વામીની જેમ નમી, સમગ્ર પ્રાણીઓને ખમાવી કરેલા પાપને નિંદી તથા પુણ્યકરણીનું અનુમોદન કરી સ્વર્ગે ગયો. તે સર્વ જોઈને પેલા વંઠે વિચાર્યું કે “અહો! આ મુનિના વેષનો મહિમા કેવો છે? હું ભિક્ષુક છતાં આ સર્વ લોકનો પરાભવ કરનાર અને જગત જેની વંદના કરે છે એવા મંત્રીએ મને વંદના કરી; તેથી આ જગવંદ્ય વેષને હું ભાવથી પણ શરણરૂપ કરું છું.” એમ નિશ્ચય કરીને તે ગિરનાર પર્વત પર જઈ બે માસના અનશનથી કાળ કરીને દેવલોકે ગયો. ‘ઉદયન મંત્રીએ તથા સામંતાદિકે તે મુનિની શુદ્ધ પ્રશંસા કરી, જે સાંભળીને ભિક્ષુકની શ્રદ્ધા દૃઢ થઈ, તેથી તે ગિરનાર પર જઈને સ્વર્ગે ગયો.’’ Page #274 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૭૩] ઘર્મજનની પ્રશંસા ૨૬૫ પછી સામંતાદિક સૈન્ય સહિત પાટણ આવ્યા, અને શ્રી ચૌલુક્ય (કુમારપાળ) રાજાને શત્રુની લક્ષ્મી વગેરેનું પ્રાકૃત (ભટણું) આપીને શ્રી ઉદયન પ્રધાનના શૌર્યની પ્રશંસાપૂર્વક સર્વ વૃત્તાંત કહ્યો. પછી રાજા, સામંત વગેરે બાહડ અને અંબડને ઘેર ગયા, અને તેમનો શોક ઉતરાવીને બોલ્યા કે युवां यदि पितुर्भक्तौ, धर्ममर्मविदावपि ।। उद्धियेथां तदा तीर्थे, गृहीत्वा तदभिग्रहान् ॥१॥ ભાવાર્થ-જો તમે બન્ને ભાઈઓ ખરેખરા પિતાના ભક્ત હો અને ઘર્મના રહસ્યને જાણતા હો, તો તમારા પિતાએ ગ્રહણ કરેલા અભિગ્રહોને ગ્રહણ કરીને તે બન્ને તીર્થોનો ઉદ્ધાર કરો.” ऋणमन्यदपि प्रायो, नृणां दुःखाय जायते । यद्देवस्य ऋणं तत्तु, महादुःखनिबंधनम् ॥२॥ ભાવાર્થ-“બીજું (લૌકિક) ઋણ પણ ઘણું કરીને માણસોને દુઃખદાયી થાય છે, તો દેવનું ઋણ તો મહા દુઃખનું કારણભૂત છે.” स्तुत्याः सुतास्त एव स्युः, पितरं मोचयंति ये। ऋणाद् देवऋणात् तातं, मोचयेथां युवां ततः॥३॥ ભાવાર્થ-જેઓ પોતાના પિતાને ઋણથી મુક્ત કરે છે તે પુત્રો જ પ્રશંસા કરવા લાયક છે, તેથી તમે તમારા પિતાને દેવઋણથી મુક્ત કરો.” सवितर्यस्तमापन्ने, मनागपि हि तत्पदम् । अनुद्धरंतस्तनया, निंद्यते शनिवजनैः॥४॥ ભાવાર્થ-“સવિતા અસ્ત પામ્ય સતે તેના પુત્રો જો તેના સ્થાનનો જરા પણ ઉદ્ધાર ન કરે, તો તેવા પુત્રો શનિની જેમ લોકો વડે નિંદાય છે.” આ પ્રમાણેનાં રાજા વગેરેનાં અમૃત તુલ્ય વચનો સાંભળીને ઉત્સાહ પામેલા બાહડ તથા અંબડે એક એક અભિગ્રહ ગ્રંહણ કર્યો. પછી બાહડે પોતાના ઓરમાન ભાઈ અંબડને સેનાપતિનું સ્થાન રાજા પાસે અપાવ્યું, અને પોતે રાજાની આજ્ઞા લઈને રૈવતક (ગિરનાર) ગયો. ત્યાં અંબિકા દેવીએ જે માર્ગ અક્ષત છાંટ્યા તે માર્ગે ત્રેસઠ લાખ દ્રવ્યનો વ્યય કરીને નવાં સુગમ પગથી કરાવ્યાં. પછી ત્યાંથી શત્રુંજયની તળેટીએ જઈને ત્યાં આવાસસ્થાન કરાવી સૈન્ય સહિત પડાવ નાખ્યો અને દેશ પરદેશના કારીગરોને બોલાવ્યા. ચૈત્યોદ્ધારના સમાચાર સાંભળીને બીજા અનેક શ્રાવક ગૃહસ્થો પણ ત્યાં આવ્યા. તે વખતે ચટીમાણક નામના ગામનો રહીશ ભીમ નામનો કુડલીઓ વણિક માત્ર છ રૂપિયાની જ મૂડી વડે ઘી લઈને ત્યાં આવ્યો, તે ઘી બાહડના સૈન્યમાં વેચીને શુદ્ધ વ્યાપારથી તેણે એક રૂપિયાથી અધિક નફો ઉપાર્જન કર્યો પછી એક રૂપિયાનાં પુષ્પો લઈને તે વડે પ્રભુની પૂજા કરી તે સૈન્યમાં આવ્યો. ત્યાં આમ તેમ ફરતાં તેણે અનેક જનોથી સેવાતા બાહડ મંત્રીને જોયો. તે વખતે દ્વારપાળો તેને ઘક્કા મારીને દૂર કરતા હતા, છતાં પણ તેણે અંદર પેસી જઈને વિચાર કર્યો કે– - ૧ સવિતા એટલે સૂર્ય તથા પિતા એ બે અર્થ થવાથી–સૂર્ય અસ્ત પામે ત્યારે જો તેના સ્થાનને શનિ નામનો ગ્રહ જુએ નહીં તો તે ઘણો રિષ્ટ ગણાય છે, એ વાત જ્યોતિષશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ અહો! મર્ત્યતા તૌલ્ય-મસ્ય મેપિ ગુઃ પુનઃ । યોરમંતર રત્નો—પયોરિવ હા! વિત્।ાશા ભાવાર્થ-અહો! મનુષ્યજાતિથી તો મારું તથા આ મંત્રીનું તુલ્યપણું છે, પણ ગુણથી તો અમારા બેમાં રત્ન તથા પાષાણની જેમ અહો! કેટલું બધું અંતર છે?’’ ભીમવણિક એમ વિચારતો હતો તેટલામાં દ્વારપાળો ત્યાં આવી ગળે હાથ દઈને તેને કાઢી મૂકવા લાગ્યા. તે મંત્રીએ જોયું, એટલે તેને પોતાની પાસે બોલાવીને પૂછ્યું. ભીમે ઘી વેચવાથી થયેલા લાભ વડે પ્રભુની પૂજા કર્યાનું વૃત્તાંત કહ્યું ત્યારે મંત્રી બોલ્યો કે– ૨૬૬ [સ્તંભ ૧૯ धन्यस्त्वं निर्धनोऽप्येवं, यज्जिनेन्द्रमपूजयः । ધર્મબંધુત્ત્વમસિ મે, તતઃ સાધર્મિત્વતઃ ॥શા ભાવાર્થ—“તને ધન્ય છે કે તેં નિર્ધન છતાં પણ આ પ્રમાણે જિનેશ્વરની પૂજા કરી, તેથી સાધર્મિકપણાથી તું મારો ધર્મબંધુ છે.’ આ પ્રમાણે સર્વ ગૃહસ્થોની સમક્ષ તે ભીમની પ્રશંસા કરીને તેને ઘણા આગ્રહથી પોતાના અર્ધ આસન પર બેસાડ્યો. તે વખતે ભીમને વિચાર થયો કે “અહો! જિનેશ્વરના ધર્મનો મહિમા કેવો છે અને જિનેશ્વરની પૂજાની લીલા પણ કેવી છે કે જેથી હું દ્રિશિરોમણિ છતાં આવું સન્માન પામ્યો.’’ તે વખતે મોટા લક્ષાધિપતિ ગૃહસ્થોએ મંત્રીને કહ્યું કે– प्रभविष्णुस्त्वमेकोऽपि, तीर्थोद्धारेऽसि धीसख । बंधूनिव तथाऽप्यस्मान्, पुण्येऽस्मिन् योक्तुमर्हसि ॥ १ ॥ ભાવાર્થ-“હે મંત્રીશ્વર! આ તીર્થનો ઉદ્ધાર કરવામાં તમે એકલા પણ સમર્થ છો, તો પણ આ પુણ્યમાં બંધુની જેમ અમને પણ જોડવાને તમે યોગ્ય છો; અર્થાત્ અમને પણ આ જીર્ણોદ્ધારના કાર્યમાં લાભ આપો. पित्रादयोऽपि वच्यंते, कदाऽपि क्वापि धार्मिकैः । न तु साधर्मिका धर्म - स्नेहपाशनियंत्रणात् ॥२॥ ભાવાર્થ-ધાર્મિક પુરુષો કોઈ વખત કોઈ પ્રસંગે પિતા વગેરેને પણ છેતરે છે, પરંતુ ધર્મસ્નેહરૂપી પાશથી બંધાયેલા હોવાથી સાધર્મિકને કદી પણ છેતરતા નથી.' તેથી અમારું ધન પણ આ તીર્થના ઉદ્ઘા૨માં વાપરીને અમને કૃતાર્થ કરો.’ આ પ્રમાણે કહીને તે ગૃહસ્થો સુવર્ણાદિ દ્રવ્ય આપવા લાગ્યા, એટલે મંત્રીએ ચોપડામાં તેઓનાં નામ લખવા માંડ્યાં. તે જોઈ ભીમે વિચાર્યું કે ‘“મારી પાસે સાત રૂપિયા છે, તે જો તીર્થમાં ઉપયોગી થાય તો હું કૃતાર્થ થાઉં, પરંતુ આટલી થોડી રકમ શી રીતે આપી શકાય?’’ ભીમ આ પ્રમાણે વિચારતો હતો, તેવામાં મંત્રીએ તેના આકાર ઉપરથી જાણીને તેને કહ્યું કે “હે સાધર્મિક બંધુ! તમારી પણ ઇચ્છા હોય તો કાંઈક આપો, આ તીર્થના ઉદ્ઘારમાં ભાગ દેવો તે મોટા પુણ્યથી જ બને છે.” મંત્રીએ આ પ્રમાણે કહેવાથી ભીમે પોતાના સાતે રૂપિયા આપી દીધા, તે લઈને ઉચિતપણામાં પ્રવીણ મંત્રીએ તેનું નામ સર્વ ગૃહસ્થોનાં નામની ઉપર લખ્યું. તે જોઈને ગૃહસ્થોએ તેમ કરવાનું કારણ પૂછ્યું, ત્યારે મંત્રી બોલ્યા કે “આણે તો પોતાનું સર્વસ્વ આપ્યું છે, અને તમે તો Page #276 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૭૩] ઘર્મીજનની પ્રશંસા ૨૬૭ તમારી પૂંજીનો શતાંશ પણ આપ્યો નથી, માટે તે તમારાથી અધિક છે.” તે સાંભળી તે ગૃહસ્થો હર્ષ તથા લ પામ્યા. પછી મંત્રીએ ભીમને પાંચસો રૂપિયા અને ત્રણ પટ્ટકુળ (વસ્ત્ર) આપવા માંડ્યાં. પણ ભીમે એક કોડીના લાભથી કોટી ઘન ગુમાવવા જેવું માનીને તે લીવું નહીં અને પોતાને ઘેર ગયો. તેની સ્ત્રી પિશાચણી જેવી હતી, તેથી તેની પાસે વાત કરતાં ભય પામ્યો; તો પણ સર્વ વૃત્તાંત ધીરે ધીરે કહ્યો. તે સાંભળીને પુણ્યના ઉદયથી સ્ત્રીએ કહ્યું કે “તીર્થના ઉદ્ધારમાં ભાગ લીઘો તે સારું કર્યું, અને મંત્રી પાસેથી કાંઈ લીધું નહીં તે તો ઘણું જ સારું કર્યું.” પછી તે સ્ત્રી પુરુષ ગાયને બાંધવા માટે ખીલો નાખતા હતા, ત્યાં પૃથ્વી ખોદતાં તેમાંથી ચાર હજાર સુવર્ણ દ્રવ્યનો કળશ નીકળ્યો. તે જોઈ “અહો! કેવો પુણ્યનો ઉદય છે! આ કળશ પણ પુણ્યકર્મમાં જ આપીએ તો ઠીક.” એમ વિચારીને પોતાની સ્ત્રીની સંમતિથી કળશ લઈને ભીમ મંત્રી પાસે આવ્યો. મંત્રીને તે કળશ સંબંધી વૃત્તાંત કહીને તીર્થોદ્ધારને માટે તે આપવા લાગ્યો. મંત્રીએ લેવાની ના કહી પણ ભીમ બલાત્કારે આપવા લાગ્યો. એમ ખેંચતાણ કરતાં રાત્રી પડી. રાત્રીએ કપર્દી યક્ષે આવીને ભીમને કહ્યું કે-“હે ભીમ! તે એક રૂપિયાના પુષ્પ લઈને આદીશ્વરની પૂજા કરી, તેનાથી પ્રસન્ન થઈને મેં તને નિધિ આપ્યો છે, માટે તે તું સ્વેચ્છાથી ભોગવ.” એમ કહીને યક્ષ અંતર્ધાન થયો. પ્રાતઃકાળે ભીમે મંત્રીને વાત કરી, પછી સુવર્ણ તથા રત્નનાં પુષ્પોથી આદીશ્વરની પૂજા કરીને તે કળશ લઈ ભીમ પોતાને ઘેર આવ્યો અને ગૃહસ્થની જેમ પુણ્યમાર્ગમાં પ્રવૃત્ત થયો. અહીં મંત્રીએ શુભ મુહૂર્ત કાષ્ઠનું ચૈત્ય દૂર કરાવી સુવર્ણની વાસ્તુમૂર્તિ વિધિપૂર્વક પૃથ્વીમાં સ્થાપન કરી, તેની ઉપર મોટી શિલા મૂકી ખાતમુહૂર્ત કર્યું. પછી ચૈત્યનું કામ શરૂ કર્યું. તે પાષાણમય પ્રાસાદ બે વર્ષે સંપૂર્ણ થયો. તે પૂર્ણ થવાના સમાચાર આપનારને મંત્રીએ વઘામણીમાં બત્રીશ સુવર્ણની જિહા આપી. તે સંબંધી હર્ષોત્સવ ચાલતો હતો. તેવામાં બીજા માણસે આવીને કહ્યું કે “હે મંત્રી! કોઈ પણ કારણથી પ્રાસાદ ફાટી ગયો.” તે સાંભળીને મંત્રીએ તેને બમણી વઘામણી આપી. તે જોઈને પાસે બેઠેલા માણસોએ તેનું કારણ પૂછ્યું; ત્યારે મંત્રી બોલ્યો કે “મારા જીવતાં પ્રાસાદ ફાટ્યો તે ઠીક થયું, કેમકે હું ફરીથી બીજી વાર કરાવીશ.” પછી મંત્રીએ સૂત્રધારો (સલાટો)ને બોલાવીને પ્રાસાદ ફાટવાનું કારણ પૂછ્યું. ત્યારે તેઓ બોલ્યા કે “હે મંત્રીરાજ! ભમતીવાળા પ્રાસાદની ભમતીમાં પવન પેઠો, તે નીકળી શક્યો નહીં, એટલે તેના જોરથી પ્રાસાદ ફાટ્યો છે, અને જો ભમતી વિનાનો પ્રાસાદ કરીએ છીએ તો કરાવનારને સંતાન ન થાય એવો લેખ છે.” તે સાંભળીને મંત્રીએ વિચાર્યું કે ___ संतानः सुस्थिरः कस्य? स च भावी भवे भवे । सांप्रतं धर्मसंतान, एवास्तु मम वास्तवः॥१॥ ભાવાર્થ-“કોની સંતતિ અચળ રહી છે? તે તો દરેક ભવમાં થયા જ કરે છે. હાલ તો મારે વાસ્તવિક એવી ઘર્મ સંતતિ જ હો.” એમ વિચારીને મંત્રીએ ભમતીની બન્ને ભીંતોની વચમાં મજબૂત શિલાઓ મુકાવી દીધી. તે પ્રાસાદ ત્રણ વર્ષ પૂર્ણ થયો. આ જીર્ણોદ્ધાર કરાવતાં મંત્રીને બે કરોડ ને સત્તાણું લાખ દ્રવ્યનો ખર્ચ કારીગરોને આપવામાં થયો હતો એમ પૂર્વપુરુષો કહે છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૯ પછી તે પ્રાસાદની પ્રતિષ્ઠા કરવા માટે શ્રી સંઘ સહિત હેમચંદ્રાચાર્યને બોલાવીને મોટા ઉત્સવપૂર્વક સંવત ૧૨૧૧ ની સાલમાં (શનિવારને દિવસે) સુવર્ણના દંડ, કળશ અને ધ્વજાની પ્રતિષ્ઠા કરીને તેને પ્રાસાદ ઉપર સ્થાપન કર્યા. ત્યાં દેવપૂજાને માટે ચોવીશ ઉદ્યાન તથા ચોવીશ ગામ આપીને તળેટીમાં બાહડપુર નામે ગામ વસાવ્યું. તે ગામમાં ત્રિભુવનપાળવિહાર નામનો પ્રાસાદ કરાવીને તેમાં શ્રી પાર્શ્વનાથનું બિંબ સ્થાપન કર્યું. તે મંત્રીના આવા લોકોત્તર ચિરત્રથી પ્રસન્ન થઈને શ્રી હેમચંદ્રાચાર્ય બોલ્યા કે– ૨૬૮ जगद्धर्माधारः स गुरुतरतीर्थाधिकरणस्तदप्यर्हन्मूलं स पुनरधुना तत्प्रतिनिधिः । तदावासश्चैत्यं सचिव ! भवनोद्धृत्य तदिदं समं स्वेनोद्द भुवनमपि मन्येऽहमखिलम् ॥ १॥ ભાવાર્થ—જગતના ધર્મનો આધાર અને મોટા મોટા તીર્થોનું અધિકરણ અર્હભૂલક છે. સાંપ્રત કાળમાં તે અરિહંતને બદલે તેની પ્રતિમા છે, તે પ્રતિમાના આવાસરૂપ ચૈત્યનો તેં ઉદ્ધાર કર્યો, તેથી હું માનું છું કે હે સચિવ! તેં તારા આત્મા સહિત આખા ભુવનનો ઉદ્ધાર કર્યો.’’ એ પ્રમાણે સકળ સંઘે સ્તુતિ કરાયેલા વાગ્ભટ (બાહડ) મંત્રી પાટણમાં આવ્યા, અને રાજાને પ્રસન્ન કર્યા. હવે આમ્રભટે (અંબડે) પણ પિતાના શ્રેયને માટે શ્રી ભૃગુપુર (ભરુચ)માં શકુનિકાવિહાર નામનો પ્રાસાદ કરાવવાનો આરંભ કર્યો. તેને માટે ખાડો ખોદતાં નર્મદા નદી પાસે હોવાથી તેનું પાણી અકસ્માત્ તેમાં ભરાઈ ગયું; તેથી સર્વ કારીગરો તેમાં ડૂબી ગયાં. તે હકીકત સાંભળતાં અનુકંપાના સવિશેષપણાથી આમ્રભટે પોતાના આત્માની નિંદા કરતા સતા સ્ત્રીપુત્ર સહિત તેમાં ઝંપાપાત કર્યો. એ પ્રમાણે પડ્યા છતાં પણ તેનાં અંગને કાંઈ પણ નુકસાન થયું નહીં. આવું તેનું નિઃસીમ સત્ત્વ જોઈને પ્રસન્ન થયેલી રૂપ કોઈ દેવીએ તેને બોલાવ્યો; એટલે તેણે તેને પૂછ્યું કે ‘‘તમે કોણ છો?’’ તે બોલી કે “હું આ ક્ષેત્રની અધિષ્ઠાત્રી દેવી છું. તારા સત્ત્વની પરીક્ષા કરવા માટે આ સર્વ મેં કર્યું છે. હે વી૨! તું ખરેખર પ્રશંસા કરવાને યોગ્ય છે, વીર પુરુષોમાં અગ્રણી છે. તારું સત્ત્વ અતિ ઉત્કૃષ્ટ છે, નહીં તો બીજા માણસો છતાં થોડા માણસનું મરણ થવાથી તારી જેમ આ પ્રમાણે મરવાને કોણ તૈયાર થાય? આ તારા સર્વે કારીગરો અક્ષતાંગ જ છે, તેના વિષે તું ચિંતા કરીશ નહીં. હવે તારું ધારેલું કાર્ય પૂર્ણ કર.'' ઇત્યાદિ કહીને દેવી અંતર્ધાન થઈ. મંત્રી કુટુંબ અને કારીગરો સહિત બહાર નીકળ્યો. પછી દેવીને યોગ્ય બળિદાન આપીને અઢાર હાથ ઊંચો શ્રી મુનિસુવ્રત સ્વામીનો પ્રાસાદ કરાવ્યો, તથા શકુનિકા, મુનિ અને ન્યગ્રોધ(વડ)ની લેપ્યુમય મૂર્તિઓ કરાવી. આ શકુનિકાવિહારનો ઉદ્ધાર સંવત ૧૨૨૦ ની સાલમાં અંબડે હર્ષપૂર્વક કરાવ્યો. પછી પ્રતિષ્ઠાને માટે રાજાને, હેમાચાર્યને તથા સકળ સંઘને બોલાવીને શ્રી મુનિસુવ્રત સ્વામીની પ્રતિષ્ઠા કરી. પૂર્વે શ્રી મલ્લિકાર્જુનને જીતીને અંબડ મંત્રી તેનો દ્રવ્યકોશ લાવ્યો હતો, તે કુમારપાળ રાજાએ તેને જ આપ્યો હતો, તેમાંથી બત્રીશ ઘડી સુવર્ણ વડે કળશ, સુવર્ણદંડ તથા પટ્ટકુળમય ધ્વજા ૧ અર્હતુ જેનું મૂળ કારણ છે તેવું. Page #278 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૭૩] ઘર્મીજનની પ્રશંસા ૨૬૯ કરાવી, તેની યથાવિધિ પ્રતિષ્ઠા કરીને તેને પ્રાસાદ ઉપર સ્થાપન કર્યા. પછી અતિ હર્ષના આવેશથી ચૈત્યના શિખર પર ચડીને તેણે સુવર્ણ અને રત્નની વૃષ્ટિ કરી. તે જોઈને કવિ લોકો તેની પ્રશંસા કરવા પૂર્વક બોલ્યા કે– निरीक्षिता पुराप्यासीत् वृष्टिर्जलमयी जनैः । तदा तु दद्दशे क्षौम-स्वर्णरत्नमयी पुनः॥१॥ ભાવાર્થ-“સર્વ લોકોએ પહેલાં પણ જળની વૃષ્ટિ તો જોયેલી હતી જ, પણ આજ તો ક્ષૌમ (વસ્ત્ર), સુવર્ણ અને રત્નની વૃષ્ટિ જોવામાં આવી.” પછી શિખર પરથી ઊતરીને ચૌલુક્ય રાજાની પ્રેરણાથી આમૃભટ મંત્રીએ આરતી ઉતારવા વગેરેનું કાર્ય શરૂ કર્યું. તે વખતે શ્રી મુનિસુવ્રતસ્વામીની પાસે કુમારપાળ રાજા વિધિ કરાવનાર તરીકે રહ્યા. બોતેર સામંતો સુવર્ણના દંડવાળા ચામરને ઘારણ કરીને ઊભા રહ્યા, અને વાગભટ વગેરે મંત્રીઓ સર્વ સાહિત્ય તૈયાર કરી આપનારા થયા. પછી આરતી ઉતારીને મંગળદીપ પ્રગટ કર્યો, તે સમયે પ્રભુના ગુણ ગાનારા ગાયકોને બત્રીસ લક્ષ દ્રવ્યનું દાન આપ્યું. તેનું આવું લોકોત્તર ચરિત્ર જોઈને ચિત્તમાં આશ્ચર્ય ઉત્પન્ન થવાથી જન્મ પર્વત મનુષ્યની સ્તુતિ ન કરવાનો નિયમ ભૂલી જઈને શ્રી હેમચંદ્રસૂરિ બોલ્યા કે किं कृतेन हि यत्र त्वं, यत्र त्वं किमसौ कलिः । कलौ चेद् भवतो जन्म, कलिरस्तु कृतेन किम् ॥१॥ ભાવાર્થ-“હે મંત્રી! જ્યાં તું છે ત્યાં સત્યયુગે કરીને શું? અર્થાત્ જ્યાં તું છે ત્યાં સત્યયુગ જ છે, અને જ્યાં તું છે ત્યાં આ કળિયુગ શું છે? અર્થાત્ કળિયુગનું કાંઈ ચાલતું જ નથી; તેથી જો તારો જન્મ કળિયુગમાં હોય તો એવો કળિયુગ જ સર્વ કાળ રહો, સત્યયુગનું કાંઈ કામ નથી.” कृते वर्षसहस्रेण, त्रेतायां हायनेन च । द्वापरे यच्च मासेन, अहोरात्रेण तत्कलौ ॥२॥ ભાવાર્થ-જે કાર્ય સત્યયુગમાં હજાર વર્ષે સિદ્ધ થાય છે, ત્રેતા યુગમાં એક વર્ષે સિદ્ધ થાય છે અને દ્વાપરમાં એક માસે સિદ્ધ થાય છે, તે કળિયુગમાં માત્ર એક અહોરાત્રીમાં જ સિદ્ધ થાય છે. આ પ્રમાણે આમ્રભટની પ્રશંસા કરીને ગુરુ તથા રાજા પોતાને સ્થાનકે ગયા. (પાટણ ગયા.) અહીં ગુરુ તથા રાજાના ગયા પછી આદ્મભટ મંત્રીને અકસ્માતુ કોઈ દેવીના દોષથી મરણ તુલ્ય મૂછ આવી. તે વાત કોઈએ ગુરુ પાસે જઈને વિનંતિપૂર્વક નિવેદન કરી, ત્યારે ગુરુએ તરત જ જાણ્યું કે “તે મહાત્માએ પ્રાસાદના શિખર ઉપર ચડીને હર્ષથી નાચ કર્યો. તે વખતે કોઈ મિથ્યાદ્રષ્ટિ દેવીનો દ્રષ્ટિદોષ લાગવાથી આ થયું છે.” એમ જાણીને સંધ્યાકાળે યશશ્ચંદ્ર નામના ઉપાધ્યાયને સાથે લઈને ગુરુ આકાશ ગતિથી અતિ અલ્પ કાળમાં જ ભરુચની પરિસરભૂમિએ આવી પહોંચ્યા. ત્યાં સિંધુ દેવીના અનુનય માટે ગુરુએ કાયોત્સર્ગ કર્યો. તે દેવીએ જિલ્લા બંઘ કરીને ગુરુની અવગણના કરી, ત્યારે યશશ્ચંદ્ર ગણિએ ખારણિયામાં શાળિ નાંખીને તેના પર મુશલના પ્રહાર કરવાનું શરૂ કર્યું. તેના પ્રથમ પ્રહારથી જ દેવીના પ્રાસાદનો પ્રકંપ થયો, બીજા પ્રહારે દેવીની મૂર્તિ જ તેના સ્થાનથી ઊડીને “વજપ્રહારથી મારી રક્ષા કરો, રક્ષા કરો” એમ બોલતી પ્રભુના Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૯ ચરણમાં આવીને પડી. આ પ્રમાણે નિરવદ્ય વિદ્યાના બળથી મિથ્યાદ્રષ્ટિ વ્યંતર દેવીના દોષનો નિગ્રહ કરીને શ્રી આદ્મભટ મંત્રીને ઉલ્લાપ સ્થાન વડે સજ્જ કરીને ગુરુ સ્વસ્થાને ગયા. “સદ્ધર્મનાં કૃત્યો કરીને અંબડાદિક સચિવો હેમચંદ્રસૂરિ વડે પ્રશંસા પામ્યા; તેવી જ રીતે ભાવની વૃદ્ધિ કરવા માટે ઘર્મના પ્રભાવક શ્રાવક વગેરેની પ્રશંસા સર્વદા અવશ્ય કરવી.” વ્યાખ્યાન ૨૭૪ દર્શનાચારનો છઠ્ઠો ભેદ-સ્થિરીકરણ હવે સ્થિરીકરણ નામના છઠ્ઠા દર્શનાચાર વિષે કહે છે मनोविपरिणामेन, गुर्वादिष्टक्रियादिषु । स्थिरतापादनं तेषां, सीदतां स्मारणादिभिः॥१॥ ભાવાર્થ-“ગુર્નાદિકે બતાવેલી ક્રિયાઓમાં મનના વિપરીત પરિણામે કરીને સિદાતા શિષ્યાદિકની સ્મારણાદિક વડે સ્થિરતા કરાવવી.” આનો ભાવાર્થ વિવેચન તથા દ્રષ્ટાંત વડે જાણી લેવો. વિવેચન-ગુરુએ બતાવેલી વિનય, વૈયાવૃત્ય, દુષ્કર વિહાર અને દુષ્કર વ્રતનું પાલન વગેરે ક્રિયાઓમાં પ્રમાદ વગેરેથી સિદાતા શિષ્યાદિકોને યોગ્યતા પ્રમાણે ભવના અપાય (કષ્ટ) નું બતાવવું વગેરે હિતના ઉપદેશ પૂર્વક સ્મારણા, વારણા, નોદના, પ્રતિનોદના વગેરે કરીને તેમનું મન સ્થિર કરવું. જેમ દીક્ષા લીધી તે જ દિવસની રાત્રે દ્વારની પાસે સંથારો આવવાથી જતા આવતા સાઘુઓના પગના સંઘટ્ટથી મેઘકુમારને ખેદ થયો, અને તેનું મન વિપરીત પરિણામ પામ્યું, તે વખતે તેને સ્થિર કરવા માટે શ્રી વીરભગવાને તેના પૂર્વ ભવનો વૃત્તાંત કહીને તેને સ્થિર કર્યા તેમ બીજાઓએ પણ કરવું. હવે સારણાદિકનું સ્વરૂપ કહે છે– पम्हुढे सारणा वुत्ता, अणायारस्स वारणा । चुक्काणं चोअणा भुज्जो, निट्ठरं पडिचोअणा ॥१॥ ભાવાર્થ-“વ્રત પાલન કરવામાં પ્રમાદીને માટે સારણા (સ્મારણા) કહેલી છે, અનાચારીને માટે વારણા (નિવારણા) કહેલી છે, ભૂલ કરનારને માટે ચોયણા (પ્રેરણા) કહેલી છે, અને નિષ્ફરને માટે પડિચોયણા (વારંવાર પ્રેરણા) કહેલી છે. थिरकरणं पुण थेरो, पवत्ति वावारिएसु अत्थेसु । जो जत्थ सीअइज्जइ, संतबलो तं थिरं कुणइ ॥१॥ ભાવાર્થ-“નિરંતરના ઘર્મવ્યાપારરૂપ કાર્યમાં જે જ્યાં સિદાતો હોય ત્યાં તેને સ્થિર કરવારૂપ વિરની પ્રવૃત્તિ હોય છે, તેથી તે બળ સતે તેને સ્થિર કરે છે.” જેમ શ્રી હેમચંદ્રાચાર્ય ઘર્મનાં વાક્યો વડે કરીને કુમારપાળ રાજાને સ્થિર કર્યા. તેનો પ્રબંઘ નીચે પ્રમાણે Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ વ્યાખ્યાન ૨૭૪] દર્શનાચારનો છઠ્ઠો ભેદ-સ્થિરીકરણ કુમારપાળ રાજાનો પ્રબંધ શ્રી હેમચંદ્રસૂરિ કુમારપાળ રાજાના બત્રીશ દાંતની શુદ્ધિ માટે પોતે રચેલી જિનસ્તુતિ રૂપ બત્રીશીનો નિરંતર પ્રાતઃકાળે તેને પાઠ કરાવતા હતા, અને પોતે કરેલું બાર પ્રકાશવાળું યોગશાસ્ત્ર કુમારપાળ રાજાને ભણાવતા હતા. તેમાં ગૃહસ્થોના ચોથા વ્રતના અધિકારમાં એક એવો શ્લોક આવ્યો કે प्राप्तुं पारमपारस्य, पारावारस्य पार्यते । स्त्रीणां प्रकृतिवक्राणां, स्त्रीचरित्रस्य नो पुनः॥१॥ ભાવાર્થ-“અપાર એવા પારાવાર (સમુદ્ર) નો પાર પામવા માટે શક્તિમાન થઈ શકાય છે પણ વક્ર સ્વભાવવાળી સ્ત્રીઓના સ્ત્રીચરિત્રનો પાર પામી શકાતો નથી.” આ શ્લોકનો અર્થ ભણીને રાજાએ ગુરુને કહ્યું કે “હે ભગવન્! કવિઓનો વિહાર અગમ્ય છે. તેઓ મેરુને કાંકરા બરાબર અને કાંકરાને મેરુ બરાબર કરે છે તે વાત સત્ય લાગે છે. કહ્યું છે કે कविजन किमही न छेडीए, जो होय हयडे सान । मेरु टाळी कर्कर करे, कर्कर मेरु समान ॥१॥ તે પ્રમાણે આપે પણ સ્વભાવથી જ ભીરુ એવી અબળાઓના ચરિત્રમાં આટલી બધી દુરવબોઘતા જણાવી, તે સર્વથા કવિજનની કવિકળાની કુશળતા જ જણાય છે. આ પ્રમાણે રાજાનો કદાગ્રહ જોઈને ગુરુએ કહ્યું કે “હે રાજન્! એમાં કવિજનની ચતુરાઈ નથી, પણ સાક્ષાત્ સત્ય વાત છે, તે વિષે ઘણા પ્રાચીન આચાર્યોનું પ્રમાણ છે. પૂર્વે પણ તેવા બહુ બનાવો બનેલા છે તે સાંભળોઃ ઉજ્જયિની નગરીમાં પરકાય પ્રવેશ વગેરે અનેક વિદ્યાથી શોભતો વિક્રમ રાજા રાજ્ય કરતો હતો. એકદા તે સભામાં બેઠો હતો, તે વખતે કોઈ પંડિત આવીને એક શ્લોક બોલ્યો કે अश्वप्लुतं माधवगर्जितं च, स्त्रीणां चरित्रं पुरुषस्य भाग्यं । अवर्षणं चापि च वर्षणं च, दैवो न जानाति कुतो मनुष्यः ॥ ભાવાર્થ-“ઘોડાનો અવાજ, વૈશાખની ગર્જના, સ્ત્રીનું ચરિત્ર, પુરુષનું ભાગ્ય, સુકાળ અને દુષ્કાળ, આ બાબતોમાં દેવ પણ કંઈ જાણી શકતા નથી, તો માણસનું શું ગજું? તે સાંભળીને વિદ્વાન એવો તે રાજા બોલ્યો કે “હે પંડિત! બીજી સર્વ વાત તો સત્ય લાગે છે, પણ સ્ત્રીચરિત્ર ન જાણી શકાય એમ કહ્યું તે વિષે તો મારી શ્રદ્ધા થતી નથી.” પંડિતે કહ્યું કે “હે રાજ! તે પદ તો પૂરેપૂરું સત્ય જ છે.” રાજાએ કહ્યું કે “તે પદની પરીક્ષા કર્યા પછી તમને હું દાન આપીશ.” એમ કહીને તે પંડિતને રાજાએ રજા આપી. પછી રાત્રે રાજા નિશાચર્યા જોવા માટે ગામમાં નીકળ્યો. ફરતાં ફરતાં એક મહેલની નીચે જતાં કનકશ્રી અને તિલકશ્રી નામની બે બાળાઓને વાતો કરતી તેણે સાંભળી. તેમાં તિલકશ્રીએ કનકશ્રીને પૂછ્યું કે “તું પરણીને પતિને ઘેર જઈશ, ત્યારે શું કરીશ?” તે બોલી કે– ૧ વિતરાગ સ્તવના ૨૦ પ્રકાશ ને યોગશાસ્ત્રના ૧૨ પ્રકાશ મળી કુલ ૩૨ પ્રકાશનો કુમારપાળ નિરંતર પ્રાતઃકાળે પાઠ કરતા હતા એમ કહેવાય છે. ૨ રાત્રીએ થતી ગામની હકીકત. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭ર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ સ્તિંભ ૧૯ शय्योत्पाटनगेहमार्जनपयःपावित्र्यचुल्लीक्रियास्थालक्षालनधान्यपेषणभिदा गोदोहतन्मन्थनैः पाकैस्तत्परिवेषणैः समुदितैर्भाडादिशौचक्रिया- । कार्यैर्भर्तृननांदृदेवृविनयैः कष्टं वधूर्जीवति ॥१॥ ભાવાર્થ-“શય્યા ઉપાડવી, ઘરમાં વાસીદું વાળવું, પાણી ગાળવું, ચૂલો સાફ કરવા, વાસણ ઘોવાં, અનાજ દળવું પીળવું વગેરે, ગાય દોહવી, છાશ કરવી, રસોઈ કરવી, પીરસવું, સર્વ વાસણો માંજવાં આદિ શૌચક્રિયા કરવી; પતિ, નણંદ અને દિયરનો વિનય કરવો વગેરે ક્રિયા કરવાથી વહુ ઘણાં દુઃખે જીવે છે, અર્થાત્ વહુનું જીવતર બહુ દુઃખી છે.” પણ કુળવધૂએ પોતાના અને કુળના ગારવા માટે બધું કરવું જ રહ્યું. હું તો પતિના ચિત્તને અનુસરીને સર્વ કામ સારી રીતે કરીશ.” તે સાંભળીને તિલકશ્રી બોલી કે “હે સખી! હું તો મેં કહ્યું તેથી સર્વ ઊલટું જ કરીશ.” આ પ્રમાણે તે બાળાઓની વાતો સાંભળીને રાજા પોતાના મહેલમાં ગયો. પછી બીજે દિવસે, વાત ઉપરથી સ્વચ્છંદી જાણીને તિલકશ્રીને તે પરણ્યો અને સ્ત્રીચરિત્રની પરીક્ષા કરવા માટે તેને એક સ્તંભવાળા પ્રાસાદમાં રાખી, અને તેને ભોજન વગેરે સાઘેલા વેતાલ મારફત મોકલવા લાગ્યો, અર્થાત્ પુરુષપ્રવેશ તદ્દન બંઘ કર્યો. એકદા તે એકરૂંભી સૌઘ (મહેલ) નીચે કામાનંદ નામનો કોઈ સાર્થવાહ ઊતર્યો, તેને જોઈને તિલકશ્રી કામાતુર થઈ. તે સાર્થવાહ પણ તેને જોઈને કામાતુર થયો. પછી તિલકશ્રી રાણીના સંકેતથી કોઈ દૂર જગ્યાએથી સુરંગ ખોદાવીને તે રસ્તે, રાજા ન હોય ત્યારે, સાર્થવાહ તેની પાસે જવા લાગ્યો, અને બન્ને સુખેથી ભોગ ભોગવવા લાગ્યાં. એકદા રાજા સભામાં બેઠો હતો, તે વખતે એક ઘનનાથ નામના યોગીને ભિક્ષા માટે ચૌટામાં ભમતાં ભમતાં “સબ જગ ભીના એક જ કોરી” એ પદ વારંવાર બોલતો સાંભળ્યો. તે સાંભળી રાજાએ વિચાર્યું કે “ખરેખર આ જોગી એક પોતાની જ સ્ત્રીને સતી માનતો સતો આમ બોલે છે એમ જણાય છે, તેથી તેની ચર્યા મારે જોવી જોઈએ.” એમ વિચારીને સાયંકાળે જ્યારે તે જોગી ભિક્ષા માગીને પોતાના સ્થાન તરફ જતો હતો, ત્યારે રાજા મક્ષિકાનું રૂપ લઈને તેની પાછળ ચાલ્યો. યોગીએ પણ ગામમાંથી પુષ્પ, તાંબુલ, પકવાન્ન વગેરે લઈને ગામ બહાર જઈ એક સિદ્ધ વડની નીચે રહેલી મોટી શિલા ઉપાડી, અને તેની નીચે ભોંયરું હતું તેમાં તે પેઠો. તેની પાછળ રાજા પણ મક્ષિકારૂપે પેઠો. પછી યોગીએ પોતાની જટામાંથી એક મૃદંગ (માદળિયું) કાઢીને તેમાં રહેલી ભસ્મમાંથી એક યુવતી સ્ત્રી પ્રગટ કરી, તેની સાથે યથેચ્છ ક્રીડા કરીને તે યોગી સૂઈ ગયો. પછી તે યુવતીએ પણ પોતાના કંઠમાંથી મૃદંગ કાઢ્યું અને તેમાંની ભસ્મ વડે એક યુવાન પુરુષ પ્રગટ કર્યો અને તેની સાથે આખી રાત્રી ક્રીડા કરી. પછી યોગીને જાગવાનો વખત થયો, ત્યારે તે યુવતીએ તે પુરુષને પાછો ભસ્મરૂપ બનાવી મૃદંગમાં નાંખી કંઠે બાંધી લીઘો. યોગીએ પણ જાગૃત થઈને તે સ્ત્રીને ભસ્મરૂપ બનાવી મૃદંગમાં નાંખી. તે સર્વ ચરિત્ર જોઈને રાજા ચકિત થઈ ગયો. પછી પ્રાતઃકાળે રાજા પોપટનું રૂપ કરીને તિલકશ્રી રાણીના મહેલમાં ગયો. તેને રાણીએ પાંજરામાં નાખી કામાનંદને બોલાવવા માટે સાંકળ ખખડાવી; તેથી કામાનંદ તરત જ સુરંગમાર્ગે ત્યાં આવ્યો. તેની સાથે રાણી વિલાસ કરવા લાગી. તે ચરિત્ર જોઈને “તે પંડિતનું પદ સત્ય છે” એમ માનતો Page #282 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ર૭૪] દર્શનાચારનો છઠ્ઠો ભેદ-સ્થિરીકરણ ૨૭૩ પોપટરૂપી રાજા ઊડીને પોતાને સ્થાને ગયો. પછી પોપટનું રૂપ બદલીને રાજાને સ્વરૂપે સભામાં બેઠો, એટલામાં પેલા યોગીને તે જ પ્રમાણે બોલતાં રાજાએ જોયો, એટલે તેને બોલાવી ભોજન માટે નિમંત્રણ આપીને રાજા યોગી સહિત તિલકશ્રીને ઘેર ગયો. ત્યાં તેણે ભોજન માટે છ આસન (પાટલા) નંખાવ્યાં. પછી યોગીને રાજાએ કહ્યું કે “હે યોગી! તારી સ્ત્રીને પ્રગટ કર, નહીં તો આ અસિથી તારો શિરચ્છેદ કરીશ.” તે સાંભળીને ભયભીત થયેલા યોગીએ ભસ્મમાંથી સ્ત્રીને પ્રગટ કરી. તે સ્ત્રીને પણ રાજાએ તેવી જ ઘમકી આપી એટલે તેણે પણ પોતાનો પુરુષ પ્રગટ કર્યો. પછી રાજાએ સાંકળ ખખડાવી કામાનંદને પણ બોલાવ્યો એટલે છયે જણ જમવા બેઠા. ભોજન કર્યા પછી યોગીએ તે યુવતી પેલા યુવાન પુરુષને આપી અને પોતે સત્ય યોગી થયો. રાજાએ પણ તિલકશ્રી કામાનંદને આપી ને પેલા પંડિતનો મણિમુક્તાફળ વગેરેથી સારો સત્કાર કર્યો. विक्रमप्रियतमापि यदेकस्तंभसौधमुषिता कुलटाभूत् । स्त्रीजनस्तदुचितोऽप्यतियत्नात् स्वरतिं न विजहात्यतिलोलः॥४॥ ભાવાર્થ–“એક સ્તંભવાળા સૌઘ (મહેલ) ઉપર રહેલી વિક્રમ રાજાની પ્રિયતમા પણ કુલટા થઈ; તો સ્ત્રીઓને અતિ પ્રયત્નથી કબજે રાખી હોય, તો પણ તે અતિ ચપળ સ્ત્રીઓ પોતાની પરપુરુષ પ્રત્યેની પ્રીતિ કદાપિ છોડતી નથી.” આ પ્રમાણે પરશાસ્ત્રનું દ્રશંત કહીને શ્રી હેમચંદ્ર ગુરુએ કુમારપાળ રાજાને કહ્યું કે “આ સ્ત્રીચરિત્ર વિશે તમે પણ આગ્રહ છોડી દો.” તોપણ રાજાએ આગ્રહ છોડ્યો નહીં, ત્યારે ગુરુએ કહ્યું કે “જો તમારો સંદેહ દૂર થતો ન હોય તો આજે સાયંકાળે વસુદત્ત નામે બ્રાહ્મણ મરી જશે. તેની પાછળ બળી મરવા માટે ઉત્સુક થયેલી તેની સ્ત્રીનું ચરિત્ર મહાદેવના દેરામાં જઈને જોજો.” એમ કહીને ગુરુએ તેને જવા માટે ઘણો નિષેઘ કર્યો, તો પણ હઠથી રાજા રાત્રે મહાદેવના દેરામાં ગયો; અને રાત્રે મૃતકની દાહક્રિયા થતી ન હોવાથી તે સ્ત્રી મૃત પતિનું મસ્તક પોતાના ઉત્સંગમાં રાખીને બેઠી હતી, તેનું ચરિત્ર જોવા માટે તે કોઈક ગુપ્ત સ્થાને ઊભો રહ્યો. પછી તે કુલટા સ્ત્રી મઘુર સ્વરથી ગાયન કરતા કોઈ પુરુષના ઉપર મોહ પામીને તેની સાથે વિલાસ કરવા લાગી. રાજા તેનું આવું અત્યંત અયોગ્ય ચરિત્ર જોઈને ગુરુને ઘન્યવાદ આપતો પાછલી રાતે ઘેર ગયો. સૂર્યોદય થયો ત્યારે તે સ્ત્રી ચિતા રચાવીને પતિ સાથે બળી મરવા તૈયાર થઈ. તે વખતે રાજાએ આવી તેને ઉપદેશ આપ્યો કે “હે સુભગે! આવું અજ્ઞાની માણસનું આચરણ તું કેમ કરે છે? એક કવિએ કહ્યું છે કે कोइ कंत' कारण काष्ठ भक्षण करे, मिलशुं कंतने धाय; ए मेळो कदिए नवि संभवे, मेलो ठाम न थाय. કદાચ આવા સતી થવાના આચરણથી ચિંતિત સફળ થતું હોય, તો દીવામાં પડતા પતંગિયાનાં પણ ચિંતિત પૂર્ણ થવા જોઈએ; પણ પૂર્વે ઉપાર્જન કરેલાં કર્મને અનુસાર તે દંપતી ઉચ્ચ નીચ ગતિને પ્રાપ્ત થાય છે, તેમને પરસ્પર સંખ્યાતા કે અસંખ્યાતા યોજનાનું અંતર પડી જાય છે, અને ભિન્ન નામ, ભિન્ન દેશ, ભિન્ન સ્થાન તથા ભિન્ન જાતિમાં ઉત્પન્ન થયેલા તે દંપતીનું પરસ્પર મેળાપ રૂપ ઇર્ણિત કદાપિ સિદ્ધ થતું નથી, તો શા માટે ફોગટ દેહને બાળી નાંખે છે? ૧ કાંત-પતિ. Jain Educati[ભાગ ૪૧૮) Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૯ અવિનાશી પરમાત્માનું ધ્યાન કરવામાં મનને જોડ.’’ આ પ્રમાણે રાજાએ તેને ઘણી સમજાવી પણ સ્ત્રીએ માન્યું નહીં, ત્યારે રાજાએ તેના કર્ણમાં રાત્રીએ બનેલું ચરિત્ર કહીને ઉપાલંભપૂર્વક કહ્યું કે “હવે સતી થવા તૈયાર થઈ છે?’’ તે સાંભળીને તે સ્ત્રી રાજાને દૂર કરીને સર્વ લોકની સમક્ષ બોલી કે ‘‘હે લોકો! આ કુમારપાળ રાજા પરમ ધાર્મિક છે એમ સૌ કહે છે તે મિથ્યા છે; કેમકે મારા કર્ણમાં તેણે એમ કહ્યું કે ‘હે સુંદરી! તું અગ્નિમાં પ્રવેશ કર નહીં, મારા અંતઃપુરમાં તું રહે. હું તને પટ્ટરાણી કરીશ.' પરંતુ હે રાજા! મારે તો ભોગસુખની કિંચિત્ પણ ઇચ્છા નથી. હું બાલ્યાવસ્થાથી જ પતિવ્રતા હોવાથી એવું અયોગ્ય કામ કરીશ નહીં. તું રાજા થઈને આવું અશ્રાવ્ય વચન કેમ બોલે છે? આટલું બધું સુખ પામ્યા છતાં પણ હજુ તને તૃપ્તિ થઈ નથી? હું તો સીતાદિક સતીઓના જેવી સતીવ્રતવાળી છું.’’ આ પ્રમાણે ગાઢ સ્વરે પૌરજન સમક્ષ બોલીને તેણે ચિતામાં પ્રવેશ કર્યો. પછી રાજા ‘ધિક્ ધિક્’ના શબ્દોથી લોકો વડે નિંદા પામીને, મેશથી લિપ્ત થયા હોય તેમ મુખ ઢાંકીને અને હૃદયમાં વજ્રથી હણાયો હોય તેમ પીડા પામીને નગરમાં પ્રવેશ કરી પોતાના મહેલમાં પેઠો. “અગ્નિમાં પ્રવેશ કરવાને તૈયાર થયેલી સતીને રાજાએ ઘણા અયોગ્ય વચન કહ્યાં’’ એ પ્રમાણે સ્થાને સ્થાને લોકોએ વાત કરવા માંડી, અને તે વાત જળમાં તેલના બિંદુની જેમ આખા શહેરમાં પ્રસરી. આ વૃત્તાંત ગુરુનાં સાંભળવામાં આવ્યું. તેથી રાજમહેલમાં જઈને ગુરુએ રાજાને કહ્યું કે “હે રાજા! સ્ત્રીચરિત્ર જોયું?“ રાજાએ કહ્યું કે “હે ભગવન્! આપની આજ્ઞા ભંગ કરી, તેનું ફળ મને મળ્યું. હવે કલંકિત થયેલા આ પ્રાણનું શું કામ છે? માટે હું અનશન કરીને મારા પ્રાણનો ત્યાગ કરીશ.’’ ગુરુ બોલ્યા કે “હે રાજન! આમ ખેદ કેમ કરો છો? તમે જન્મથી આરંભીને પરસ્ત્રીના બંધુ છો. હવેથી શ્રી પરમાત્માના વચનને અનુસારે પોતાની કુમતિ કલ્પનાનો ત્યાગ કરીને શાસ્ત્રમાં જે જે વાક્યો કહ્યા હોય તે સર્વ પર દૃઢ શ્રદ્ધા રાખો. એક નાનું સરખું વાક્ય સાંભળીને તમે આવી અસ્થિરતા બતાવી તો પછી સૂક્ષ્મ પદાર્થોના સ્વરૂપમાં તમારું મન કેમ સ્થિર થશે?’' રાજાએ કહ્યું કે ‘‘સ્વામી! મારો અપરાધ ક્ષમા કરો, પણ આ કલંક તો મારા મનમાં બહુ ખૂંચે છે; માટે તે કોઈ પ્રકારે દૂર થાય તેમ કરો.’' ત્યારે ગુરુ બોલ્યા કે “તે મહાદેવના દેરાનો એક પંગુ દ્વારપાળ છે, તે આ વૃત્તાંત જાણે છે.’' એમ કહીને સર્વ લોકોની સમક્ષ તે પંગુને બોલાવીને ગુરુએ તેને રાત્રે થયેલું સ્ત્રીચરિત્ર પૂછ્યું, એટલે તેણે યથાર્થ વાત કહી સંભળાવી. તે સાંભળીને લોકોએ તે સ્વૈરિણી સ્ત્રીની ધિક્કારપૂર્વક નિંદા કરીને રાજાની પ્રશંસા કરી. યોગશાસ્ત્રમાં કહેલું સ્ત્રીના ચરિત્ર સંબંધી વાક્ય સાંભળીને કુમારપાળ રાજાએ ‘આ તો કવિની ચતુરાઈ છે' એમ કહી અશ્રદ્ધા કરી, તેને હેમચંદ્રસૂરિએ સ્ત્રીચરિત્ર બતાવી સ્થિર કર્યો, એ આ વ્યાખ્યાનનું તાત્પર્ય છે.’’ હજુ સ્થિરીકરણ વિષે જ કહે છે– 2300 વ્યાખ્યાન ૨૭૫ સ્થિરીકરણ सदनुष्ठानसम्यक्त्वमनोशुद्धादयो ગુળાઃ | तेषां तत्त्वार्थमाख्याय धर्मे क्ष्मापः स्थिरीकृतः ॥ १ ॥ Page #284 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૭૫] આ સ્થિરીકરણ ૨૭૫ ભાવાર્થ-“સત્ અનુષ્ઠાન (ક્રિયા), સમ્યકત્વ અને મન શુદ્ધિ વગેરે ગુણોનું તત્ત્વ સમજાવીને કુમારપાળ રાજાને ગુરુએ ઘર્મમાં સ્થિર કર્યો હતો.” - કુમારપાળ રાજાનું દ્રષ્ટાંત પાટણમાં શ્રી કુમારપાળ રાજાને સાંખ્ય, બૌદ્ધ, કપિલ, જૈમિનીય, ચાર્વાક વગેરેના શાસ્ત્રોના રહસ્યો સાંભળીને મનમાં સંશય ઉત્પન્ન થયો; તેથી બાલ્યાવસ્થાથી જ બ્રહ્મચર્ય વ્રત પાળનાર શ્રી હેમચંદ્રસૂરિને તેણે પૂછ્યું કે “હે સ્વામી! સર્વે મતવાદીઓ પોતપોતાના પક્ષની પ્રશંસા કરે છે, અને પોતપોતાની ક્રિયાઓ કરે છે. તેમાં કયો પક્ષ પ્રમાણરૂપ જાણવો?” ગુરુએ ઉત્તર આપ્યો કે “સર્વે એકાંતવાદીઓને પરમાત્માએ કહેલા તત્ત્વથી પરાભુખ જાણવા. અનુષ્ઠાન પાંચ પ્રકારના છે, તેમાં (૧) આહાર, ઉપથિ, પૂજા અને વૃદ્ધિ વગેરે આ લોક સંબંધી સુખભોગની ઇચ્છાથી કરેલું જે અનુષ્ઠાન તે રૂડા ચિત્તને શીધ્ર હણનાર હોવાથી વિષાનુષ્ઠાન કહેવાય છે. જેમ અફીણ, વચ્છનાગ વગેરે સ્થાવર વિષ અને સર્પાદિક જંગમ વિષ જો ભક્ષણ કરવામાં આવ્યું હોય તો તે તત્ક્ષણ પ્રાણનો નાશ કરે છે, તેમ આ અનુષ્ઠાન પણ સચિત્તનો તત્કાળ નાશ કરે છે. (૨) ભવાંતરમાં દેવસંબંઘી ભોગ પ્રાપ્ત થવાની ઇચ્છાથી કરેલું અનુષ્ઠાન તે ગરલાનુષ્ઠાન કહેવાય છે. જેમ હડકાયા શ્વાનનું વિષ તથા કુદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલું ગરલ જાતિનું વિષ કાલાંતરે હણે છે, તેમ આ અનુષ્ઠાન પણ અદ્રષ્ટ પુણ્યફળની પ્રાપ્તિ થયા છતાં પણ કાલાંતરે અશુભ ફળદાયી થાય છે. (૩) પ્રણિઘાનાદિકને અભાવે સંમૂર્ણિત જીવની વૃત્તિ જેવું છે. અનુષ્ઠાન, તે અન્યોન્યાનુષ્ઠાન કહેવાય છે. આ ત્રીજા ભેદમાં ઘસંજ્ઞા અને લોકસંજ્ઞા એ બે સંજ્ઞાનો સમાવેશ થાય છે, તેમાં સૂત્ર તથા ગુરુના વાક્યથી અપેક્ષા રાખ્યા વિના અધ્યવસાય રહિત શૂન્ય ચિત્તે જ્ઞાન વિના જે અનુષ્ઠાન કરવું તે ઓળસંજ્ઞા કહેવાય છે, અને વર્તમાનકાળમાં શુદ્ધ ક્રિયા શોઘવા જઈએ તો તીર્થનો ઉચ્છેદ થવા સંભવ છે માટે જેમ કરતા હઈએ તેમ કરીએ' એમ કહીને સર્વ લોક જેમ કરતા હોય તેમ અનુષ્ઠાન કરે તે લોકસંજ્ઞા કહેવાય છે, પણ તીર્થોચ્છેદના ભયથી અશુદ્ધ ક્રિયા કરીને ગતાનુગતિક થવું, તેથી તો સૂત્રોક્ત ક્રિયાનો જ લોપ થાય. વળી “આ ઘર્મક્રિયાને ઘણા લોકો કરે છે, માટે અમે પણ કરીએ છીએ.” એમ કહેવું, ત્યારે તો મિથ્યાદ્રષ્ટિનો ઘર્મ કોઈ વખત પણ તજવા યોગ્ય થાય જ નહીં, તેથી ગતાનુગતિએ કરીને સૂત્રવર્જિત ઓઘસંજ્ઞાથી અથવા લોકસંજ્ઞાથી જે ક્રિયા કરવામાં આવે તે અન્યોન્યાનુષ્ઠાન પણ અસત્ (અશુભ) સમજવું. આ અનુષ્ઠાન અકામ નિર્જરાનું કારણ અને કાયકષ્ટનો હેતુ છે. (૪) માર્થાનુસારી થઈને ઉપયોગ પૂર્વક શુભ ક્રિયામાં રાગસહિત અનુષ્ઠાન કરે તે તદ્દેતુઅનુષ્ઠાન કહેવાય છે. આ ચોથું અનુષ્ઠાન એક પુદ્ગલપરાવર્તન સંસારશેષ રહે ત્યારે જ પ્રાપ્ત થાય છે. તે ચરમાવર્તન ઘર્મની યુવાવસ્થા જાણવી, તેનાથી અન્યને બાલ્યાવસ્થા જાણવી. જેમ યુવાવસ્થાને પામેલા માણસને બાલ્યાવસ્થામાં કરેલી ક્રિયાઓ લારૂપ લાગે છે, તેમ ઘર્મરાગ વડે યુવાવસ્થા પામેલા જીવને અસત્ ક્રિયાઓ લજાને માટે જ થાય છે. (૫) સ્યાદ્વાદ પક્ષની આજ્ઞા માન્ય કરીને તથા અંતઃકરણમાં સંવેગ ઘારણ કરીને ચિત્તની શુદ્ધિથી જે ક્રિયામાં આદર થાય તે અમૃતાનુષ્ઠાન કહેવાય છે. આ પાંચમા અનુષ્ઠાનવાળા જીવને સમ્યક્ પ્રણિઘાન તથા કાલાદિક પાંચે હેતુનું યથાર્થ ગ્રહણ હોય છે. ૧ એકાગ્ર ચિત્ત વગેરે. 'WWW.jainelibrary.org Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૯ સર્વ શુભ ક્રિયાઓ (અનુષ્ઠાન) સમ્યકત્વ સહિત હોય, તો જ ફળદાયી થાય છે. કહ્યું છે કે સવ્યવસદિતા દ્ધ, શુદ્ધા રાનાદિ ક્રિયા . तासां मोक्षफलं प्रोक्ता, यदस्य सहचारिता ॥१॥ ભાવાર્થ-“દાનાદિક સર્વ ક્રિયાઓ સમ્યક્ટ્ર સહિત કરી હોય તો જ તે શુદ્ધ છે, અને તે ક્રિયાઓને મોક્ષ રૂપ ફળ કહ્યું છે, કારણ કે તે ક્રિયામાં સમ્યક્ત્વનું સહચારીપણું કહ્યું છે.” સમ્યક ક્રિયાની ઇચ્છાવાળા પુરુષે અવશ્ય ચિત્તશુદ્ધિ કરવી જોઈએ. કહ્યું છે કે उचितमाचरणं शुभमिच्छतां, प्रथमतो मनसः खलु शोधनम् । गदवतां ह्यकृते मलशोधने, किमुपयोगमुपैति रसायनम् ॥१॥ ભાવાર્થ-“ઉચિત એવી શુભ ક્રિયાને ઇચ્છનાર પુરુષે પ્રથમ મનની શુદ્ધિ કરવી જોઈએ, કેમકે રોગી માણસનું મલશોઘન કર્યા વિના તેને રસાયણ આપ્યું હોય, તો તે પણ શું ગુણ કરે? કંઈ ગુણ નથી કરતું.” અહો! મનરૂપી પવન એટલે બઘો બળવાન છે કે તે શ્રી જિનેશ્વરના વચનરૂપી ઘનસારની ચોરી કરે છે, કામદેવરૂપી અગ્નિને પ્રદીપ્ત કરે છે અને શુભ મતિ રૂપ વૃક્ષશ્રેણિને ઉમૂલન કરે છે. મન જ્યારે અતિ ચપળ થાય છે ત્યારે વચન, નેત્ર તથા હાથ વગેરેની ચેષ્ટા વિપરીત જ થાય છે. અહો! ગાઢ દંભને ઘારણ કરનારા માણસોએ આવી ઘૂર્તતાથી જ આખા જગતને છેતર્યું છે, માટે પ્રથમ વ્યવહારનયમાં રહીને અશુભ વિકલ્પની નિવૃત્તિ કરવી, કેમકે શુભ વિકલ્પ અશુભ વિકલ્પમય વ્રતની સેવા વડે જેમ એક કાંટો બીજા કાંટાને કાઢે છે, તેમ શુભ વિકલ્પ અશુભ વિકલ્પને દૂર કરે છે. ત્યાર પછી સુવર્ણની જેવા નિશ્ચયનયની દૃઢતા થવાથી વ્યવહારનયની મર્યાદા દૂર થાય છે, અને કાંઈ પણ સંકલ્પ વિકલ્પ વિના સર્વ નિવૃત્તિઓ સમાધિ માટે જ થાય છે; પરંતુ કદાગ્રહનો સ્વીકાર કર્યો સતે ચિત્તની શુદ્ધિ થતી નથી, મિથ્યાત્વની હાનિ થતી નથી અને તત્ત્વની પ્રાપ્તિ પણ થતી નથી. કેમકે જેના અંતઃકરણમાં કદાગ્રહરૂપી અગ્નિ પ્રજ્વલિત થઈ રહેલો છે, ત્યાં તત્ત્વવિચારણારૂપ વલ્લી ક્યાંથી જ રહે? તથા શાંતિ રૂપ પુષ્પ અને હિતોપદેશરૂપ ફળની તો બીજે જ શોઘ કરવી, ત્યાં તે હોય જ નહીં. નિવોએ અનેક વ્રતો આચર્યા, અનેક પ્રકારની તપસ્યાઓ કરી, અને પ્રયત્નથી પિંડશુદ્ધિ પણ કરી, અર્થાત્ શુદ્ધ આહાર ગ્રહણ કર્યો, તો પણ તેમને કાંઈ પણ ફળ મળ્યું નહીં, તેમાં માત્ર કદાગ્રહ જ અપરાધી છે, માટે કદાગ્રહના ત્યાગ વડે જ ક્રિયાયોગ અને જ્ઞાનયોગની શુદ્ધિ થાય છે. ક્રિયાયોગ શરીરાદિકની ચપળતા નાશ કરવામાં સમર્થ છે અને જ્ઞાનયોગ ઇંદ્રિયોનું દમન કરીને આત્મસ્વરૂપમાં રમણ કરનાર છે. અપ્રમત્ત ગુણઠાણે વર્તતા મુનિઓ ધ્યાનથી જ શુદ્ધ છે, તેથી તેમને આવશ્યકાદિ ક્રિયા કરવાનું નિયતપણું નથી. બીજાં શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે यश्चात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः । आत्मन्येव च संतुष्टस्तस्य कार्यं न विद्यते ॥१॥ ભાવાર્થ-“જે માણસને આત્માને વિષે જ આનંદ છે, જે આત્માએ કરીને જ તૃપ્ત છે, અને આત્માને વિષે જ જે સંતુષ્ટ છે તેને કાંઈ પણ કાર્ય બાકી રહેતું નથી.” Page #286 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૭૫] સ્થિરીકરણ ૨૭૭ જ્ઞાનયોગમાં રતિ કે અરતિનો પ્રવેશ જ નથી, જ્ઞાનયોગમાં અરતિ ને આનંદનો અવકાશ શાસ્ત્રમાં નિષિદ્ધ કર્યો છે, કારણ કે તેને ધ્યાનનું જ અવલંબન હોવાથી રતિ અરતિરૂપ ક્રિયાનો વિકલ્પ જ ક્યાંથી થાય? વળી માત્ર શરીરના નિર્વાહને માટે ભિક્ષાચર્યા વગેરે જે જે ક્રિયાઓ જ્ઞાની પુરુષ કરે છે, તે પોતે અસંગ હોવાથી તેના ધ્યાનનો વિઘાત કરનારી થઈ શકતી નથી. એટલા માટે જ બુદ્ધિમાન જ્ઞાની મનની નિશ્ચલતા કરીને સમગ્ર વિષયોનું દમન કરવા માટે શાસ્ત્રોક્ત ક્રિયાઓ કરે છે; બીજું કાંઈ કારણ નથી. કેમકે નિશ્ચયમાં તલ્લીન થયેલા જ્ઞાનીને ક્રિયાનું અતિ પ્રયોજન નથી, પણ વ્યવહાર દશામાં રહેલાને તો તે ક્રિયાઓ જ અત્યંત ગુણકારી છે. જ્ઞાનયોગ સાધનાર શુદ્ધ ધ્યાનમગ્નતા કરે છે, તે આ પ્રમાણે જ્ઞાનયોગવાળા મુનિ નિર્ભયપણે, વ્રતોમાં સ્થિત થઈને, સુખાસન વાળી, નાસિકાના અગ્રભાગે દ્રષ્ટિ રાખીને બેસે છે, અન્ય દિશામાં દ્રષ્ટિ પણ કરતા નથી. શરીરના મધ્ય ભાગમાં મસ્તકને તથા ગ્રીવાને સરલ (સીઘા) રાખે છે, અને દાંતે દાંત અડકાવ્યા વિના બન્ને ઓષ્ઠ ભેળા કરી રાખે છે, આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરીને પ્રસાદ રહિતપણે ઘર્મ તથા શુક્લ ધ્યાનમાં બુદ્ધિને સ્થિર કરે છે. આર્તધ્યાનમાં પ્રથમની ત્રણ લેશ્યાઓનો સંભવ છે. તે અનતિક્લિષ્ટ ભાવવાળા કર્મના પરિણામથી ઉત્પન્ન થાય છે, તે ધ્યાન પ્રમત્ત ગુણસ્થાનક સુઘી હોય છે, અને તિર્યંચની ગતિને આપનાર છે; માટે સર્વ પ્રમાદના કારણભૂત તે આર્તધ્યાનનો મહાત્માએ ત્યાગ કરવો. રૌદ્રધ્યાન તો અતિ સંક્લિષ્ટ ભાવવાળા કર્મના પરિણામથી ઉત્પન્ન થાય છે, પહેલી ત્રણ લેશ્યાએ યુક્ત હોય છે, તથા નરકનાં દુઃખને આપે છે. તે દેશવિરતિ ગુણસ્થાનક સુધી રહે છે, તે ધ્યાન પણ વીર પુરુષે તજવા લાયક છે. ઉત્તમ જીવે લોકોત્તર અને પ્રશસ્ત એવા છેલ્લા બે ધ્યાનનો સ્વીકાર કરવો, તેવા શુભ ધ્યાનવાળાને ઇંદ્રપદની પણ ઇચ્છા થતી નથી. કહ્યું છે કે यत्र गच्छति परं परिपाकं, पाकशासनपदं तृणकल्पम् । स्वप्रकाशसुखबोधमयं तळ्यानमेव भवनाशि भजध्वम् ॥१॥ ભાવાર્થ-જે ધ્યાનમાં અતિ સંતોષ ઉત્પન્ન થાય છે, જે ધ્યાન ઇંદ્રના સ્થાનને પણ તૃણ સમાન ગણે છે, અને જે ધ્યાન આત્મપ્રકાશ રૂપ સુખના બોઘમય છે, એવું ભવની પરંપરાને નાશ કરનારું ધ્યાન હે ભવ્ય જીવો! તમે સેવો.” વળી રોગી તથા મૂર્ખ મનુષ્યો પણ સાક્ષાત્ વિષયોનો સુખે ત્યાગ કરી શકે છે, પણ વિષય ઉપરનો રાગ તજી શકતા નથી; પરમાત્મસ્વરૂપને જોનાર ધ્યાનીપુરુષ તૃપ્ત થયેલ હોવાથી ફરીને તેના પર રાગ કરતા જ નથી, તેમજ આત્માનો પરમાત્માને વિષે ભેદબુદ્ધિથી કરેલો જે વિવાદ છે, તે વિવાદને ધ્યાની પુરુષ તજી દઈને તરત જ તે આત્મા તથા પરમાત્માના અભેદને જ કરે છે. સર્વ ધ્યાનમાં આત્મધ્યાન જ શ્રેષ્ઠ છે, કેમકે આત્મધ્યાનનું ફળ આત્મજ્ઞાન છે અને આત્મજ્ઞાન મુક્તિને આપનારું છે, તેથી મહાત્મા પુરુષે અહર્નિશ આત્મજ્ઞાનને માટે જ યત્ન કરવો. આત્માનું જ્ઞાન થવાથી બીજું કોઈ જ્ઞાન અવશેષ રહેતું જ નથી, અને આત્મજ્ઞાન થયું ન હોય તો બીજાં સર્વ જ્ઞાન વ્યર્થ છે. નવતત્ત્વોનું જ્ઞાન પણ આત્મજ્ઞાનના પ્રકાશ માટે જ છે, કેમકે અજીવાદિક પદાર્થોનું સ્વરૂપ જીવના Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ સ્તિંભ ૧૯ ભેદનો જ સંબંઘ ઘરાવે છે અર્થાત જીવનું સ્વરૂપ પૃથક સમજવા માટે જ છે, ઘર્માસ્તિકાય વગેરે અજીવ પદાર્થો ગમનાદિક ક્રિયામાં જીવને સહાયભૂત હોવાથી તે સર્વે પદાર્થો આત્માને જ ઉપકારી છે. જેમ રત્નની કાંતિ, નિર્મળતા અને શક્તિ રત્નથી જુદાં નથી. તેમજ આત્માનાં જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી લક્ષણો પણ આત્માથી ભિન્ન નથી. માત્ર “આત્માનાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ લક્ષણ તથા ગુણો છે” એ વાક્યમાં ‘આત્મા’ શબ્દને છઠ્ઠી વિભક્તિ છે અને જ્ઞાનાદિકને પહેલી વિભક્તિ છે, તેથી વ્યવહારદ્રષ્ટિથી ભિન્નતા ગણાય છે, પણ નિશ્ચયથી તો અભિન્ન જ છે. તેનો ભેદ માનવાથી આત્મા અનાત્મા થઈ જાય, અને જ્ઞાનાદિક ગુણો પણ જડ થઈ જાય, માટે નિશ્ચય નયને આઘારે ચૈતન્ય લક્ષણવાળો એક આત્મા જ મહાસત્તાવાળો સામાન્યથી જાણવો, પણ વ્યવહારનયને આઘારે તો એકેંદ્રિયાદિકના ભેદથી અનેક પ્રકારે આત્મા માનવામાં આવે છે; તે નિશ્ચય નવમાં ઘટતું નથી. તે સર્વ નામકર્મથી કરેલો ભેદ ઉપાધિજન્ય જાણવો. વળી આત્મા કર્મની સાથે એક જ ક્ષેત્રમાં રહ્યો તો પણ કર્મરૂપપણાને પામતો નથી; કેમકે તે આત્મા ઘર્માસ્તિકાયની જેમ અભવ્ય સ્વભાવવાળો છે, અર્થાત્ આત્માનો સ્વભાવ બદલાતો નથી. જેમ ઉષ્ણ અગ્નિના સંયોગથી “ઘી ઉષ્ણ થયું' એવો ભ્રમ થાય છે, તેમ મૂર્તિમાન કર્મના યોગથી આત્માને વિષે મૂર્ણપણાનો ભ્રમ થાય છે, કેમકે આત્મા દ્રષ્ટિથી જોઈ શકાતો નથી, હૃદયથી ગ્રહણ કરી શકાતો નથી, અને વાણીથી વર્ણવી શકાતો નથી, તથા જેનું સ્વરૂપ સ્વયં પ્રકાશ છે, એવો આત્મા મૂર્તિમાન શી રીતે કહી શકાય? મનોવર્ગણા, ભાષા વર્ગણા અને કાર્પણ વર્ગણાના પુદ્ગળો આત્માની સમીપે હોય છે અને ઘનાદિકના પુગળો આત્માથી દૂર હોય છે, પરંતુ તે સર્વે પુગળો આત્માથી એકસરખા ભિન્ન જાણવા. આ રીતે જેમ આત્મા પાંચે અજીવ દ્રવ્યથી ભિન્ન છે, તેમ બીજા નયની અપેક્ષાએ આત્માનું અજીવપણું પણ માનેલું છે. સિદ્ધના જીવો દશ દ્રવ્યપ્રાણરૂપ જીવથી રહિત છે અને જ્ઞાનાદિક ભાવપ્રાણથી યુક્ત છે, માટે તે અજીવ કહેવાય છે. વળી તે આત્મા પુદ્ ગળાત્મક પુણ્ય પાપથી પણ રહિત છે. અહીં કોઈ શંકા કરે કે “પુણ્યકર્મ શુભ છે, તો તે શુભ કાર્ય જીવોને સંસારમાં કેમ નાખે છે? અર્થાત્ તેના વડે પણ જન્મ મરણાદિ કેમ થાય છે?” તેનું સમાઘાન કરે છે કે “જેમ કોઈને લોઢાની બેડીનું બંધન હોય અને કોઈને સુવર્ણની બેડીનું બંઘન હોય, તે બન્નેને પરતંત્રપણું તો સમાન હોવાથી તેના બંઘનરૂપ ફળમાં કાંઈ પણ ભેદ નથી; તેમ સર્વ પુણ્યફળ પણ કર્મોદય કરનાર હોવાથી દુઃખરૂપ જ છે, પરંતુ મૂઢ પુરુષોને શુભ કર્મના ઉદયથી દુઃખનો પ્રતિકાર થાય છે તેથી તેને સુખરૂપ ભાસે છે. સેતુક નામના વિપ્રે પોતાના પોષણને માટે પુષ્ટ કરેલા મોટા બકરાની જેમ નરેશ તથા દેવેન્દ્રના સુખ પણ પરિણામે દારુણ પરિપાકવાળા છે અર્થાત્ પરિણામે દુઃખદાયી છે. લોહીનું પાન કરવાથી સુખ માનતી જળોની જેમ વિષયોથી સુખ માનનારા મનુષ્યો પરિણામે માઠી દશાને પામે છે. જેમ તીવ્ર અગ્નિના સંયોગથી તપેલા લોઢા ઉપર નાંખેલું જળબિંદુ તત્કાળ સુકાઈ જાય છે, તેમ નિરંતર ઉત્સુકતાથી તપેલ ઇંદ્રિયોને સુખનો લેશ પણ ક્યાંથી હોય? અર્થાત્ ઉત્સુકતારૂપ અગ્નિથી ઇંદ્રિયો નિરંતર તૃપ્ત રહે છે. ત્યાં જળબિંદુ જેવા સુખની સ્થિતિ કેમ રહી શકે? જેમ કોઈ માણસ પોતાના એક ખંઘ ઉપર ભાર ઉપાડે છે, ત્યાં ભાર લાગવાથી તે બીજા ખંઘ ઉપર મૂકે છે, પણ તત્ત્વથી તેને ભાર ઉપાડવાનો ઓછો થતો નથી; તેમ દુઃખનો ત્યાગ થવાથી કાંઈક ઇંદ્રિયોને સુખનો અનુભવ થયો, પણ ફરીને તે દુઃખ પ્રાપ્ત થવાનું હોવાથી–દુઃખના સંસ્કાર ગયેલા ન હોવાથી Page #288 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૭૫] સ્થિરીકરણ ૨૭૯ તત્ત્વથી તો તેનું દુ:ખ ગયું જ નથી. ઇંદ્રિયોના સર્વે ભોગ ક્રોધાયમાન થયેલા સર્પના ફણાભોગ જેવા છે, તેથી તે ભોગથી ઉદ્ભવેલ અખિલ સુખ વિલાસનાં ચિહ્નરૂપ છતાં પણ વિવેકી માણસને તો ભયનું જ કારણ છે. આ પ્રમાણે પુણ્ય તથા પાપ તેના ફળ થકી ભિન્ન નથી, એકરૂપ છે એમ સિદ્ધ થયું, અને નિશ્ચયથી ચિદાનંદસ્વરૂપ આત્મા તે પુણ્ય પાપથી ભિન્ન છે એ પણ સિદ્ધ થયું. જેમ વાદળાનું આવરણ નાશ પામવાથી સૂર્યનો ઉષ્ણ ઉદ્યોત પ્રકાશે છે, તેમ કર્મના આવરણનો નાશ થવાથી આત્માનું ચિદાનંદસ્વરૂપ તુરીય (ચોથી) દશામાં સ્પષ્ટ પ્રકાશમાન થાય છે. અર્થાત્ તે આત્મસ્વરૂપ અયોગી ગુણસ્થાને સર્વ કર્મનો ક્ષય થવાથી ઉજાગરતા નામની તુરીય દશામાં પ્રાપ્ત થાય છે. વળી કર્મનો બંઘ રાગદ્વેષથી થાય છે, જેમ ચમકપાષાણના સન્નિધિપણાથી લોઢું પોતાની ક્રિયા કરે છે, અર્થાત્ તે પાષાણ લોઢાને ખેંચે છે, એટલે લોહ આવીને તેને મળી જાય છે; તેમ આત્માની પાસે રાગ દ્વેષ રહ્યા હોય તો સર્વ પ્રકારનાં કર્મ આકર્ષણ પામીને આત્માની સાથે મળી જાય છે. જેમ રક્ત તથા કૃષ્ણ પુષ્યનાં સંસર્ગથી શુદ્ધ સ્ફટિક મણિ રક્ત તથા કૃષ્ણ થઈ જાય છે, તેમ પુણ્ય તથા પાપના સંસર્ગથી આત્મા પણ રાગી તથા દ્વેષી થાય છે. પરમાત્માના પુણ્ય તથા પાપ રહિત શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરવું, તે જ તેનું ધ્યાન, તે જ તેની સ્તુતિ અને તે જ તેની ભક્તિ કહેલી છે. ભગવંતના શરીરના રૂપ લાવણ્યનું વર્ણન અને સમવસરણમાં રહેલા ત્રણ કિલ્લા, છત્ર, ચામર અને ધ્વજા વગેરે પ્રાતિહાર્યાદિકનું વર્ણન જે વીતરાગ જિનેન્દ્રના સંબંઘમાં કરેલું છે તે વાસ્તવિક તેમના ગુણનું વર્ણન નથી, તે તો માત્ર વ્યવહારથી સ્તુતિ કરેલી છે; પરંતુ શ્રી જિનેન્દ્રમાં રહેલા જ્ઞાનાદિ રત્નત્રયનું જે વર્ણન કરવું, તે જ તેમની વાસ્તવિક સ્તુતિ છે. તત્ત્વથી નિર્વિકલ્પ તથા પુણ્ય પાપ રહિત એવા આત્મતત્ત્વનું નિરંતર ધ્યાન કરવું, તે શુદ્ધ નયની સ્થિતિ છે. આસ્રવ અને સંવર તે આત્મવિજ્ઞાનનું લક્ષણ નથી, અર્થાત્ આસ્રવ અને સંવર કાંઈ આત્માને હોતા નથી. કર્મ પુગલને ગ્રહણ કરવા તે આસ્રવ કહેવાય છે, અને તે પુગલોનો નિરોઘ કરવો તે સંવર કહેવાય છે. આત્મા જે જે ભાવે કરીને કર્મયુગલોને ગ્રહણ કરે છે તે તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ રૂપ આસ્રવ કહેવાય છે; અને બાર ભાવના, દશ પ્રકારનો યતિઘર્મ, પાંચ પ્રકારના ચારિત્ર તથા બાવીશ પરીષહ સહન કરવા વગેરે જે આસ્રવનો નાશ કરનારા ભાવો છે તે આત્માને સંબંધે ભાવસંવર કહેવાય છે. આસવનો નિરોધ કરનાર સંવરના સત્તાવન ભેદ છે આમ્રવનો રોઘ કરનાર જે ક્રિયા તે પણ આત્મા નથી, કેમકે આત્મા તો પોતાના ભિન્ન આશયે કરીને અન્યની અપેક્ષા રાખતો નથી, તે તો સર્વદા પોતે જ સમર્થ છે. હિંસા અહિંસાદિક જે પરપ્રાણીના પર્યાયો છે તે નિમિત્ત માત્ર જ છે, પણ આત્મફળના હેતુ નથી. અર્થાત્ પરજીવનું હિંસન કરવું તે હિંસા અને તેનું રક્ષણ કરવું તે અહિંસા કહેવાય છે. ઇત્યાદિ હિંસા અહિંસાદિક પરપ્રાણીના પર્યાયો છે. તેથી પરજીવની હિંસા અહિંસા કરવાના સમયે તેમાં પરની અપેક્ષા આવે છે માટે તે આત્માના ચિટૂપને પ્રગટ કરવામાં કારણભૂત નથી. આત્મસ્વરૂપ પ્રગટ કરવામાં તો આત્મા પોતે જ સમર્થ છે, અન્યની અપેક્ષા કરવી તે તેનો ઘર્મ નથી, પરંતુ તે હિંસા અહિંસાદિક નિમિત્તભૂત છે તેથી તેનો સર્વથા નિષેઘ કર્યો નથી.. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૯ વ્યવહાર નયમાં જ વિમૂઢ–તેમાં જ મગ્ન રહેતા જીવો આત્મસ્વરૂપ પ્રગટ કરવામાં તે અહિંસાદિકને જ હેતુ માને છે. તેથી તેઓનું ચિત્ત બાહ્ય ક્રિયા કરવામાં જ રક્ત રહે છે, એટલે તેઓ તેના ગૂઢ તત્ત્વને જોઈ શકતા નથી. નિશ્ચય પક્ષવાળા તો શુભાશુભના કારણરૂપ તે હિંસાદિકને હેતુ રૂપે કોઈ વાર અંગીકાર કરે છે, અને કોઈ વખત અંગીકાર નથી પણ કરતા. કેમકે જેટલા આસ્ત્રવો કહેલા છે તેટલા જ પરિસ્ત્રવો કહેલા છે, અર્થાત જેટલા બાઘક કારણો છે, તે સર્વે કોઈ વખત સાઘકપણે–સંવરપણે પરિણામ પામે છે અને કદાપિ અન્યથા પણ પરિણામ પામે છે; તેથી બાહ્ય હેતુમાં કોઈ પણ જાતનો નિયમ છે જ નહીં. પણ નિશ્ચ આત્મા પોતે જ ભાવના વિચિત્રપણાથી આસ્રવ સંવરરૂપ છે. વ્યવહારકુશળ પુરુષો શાસ્ત્ર તથા ગુરુના વિનયને અને આવશ્યકાદિક ક્રિયાઓને સંવરના અંગ રૂપ કહે છે. વળી તેઓ પ્રશસ્ત રાગવાળા ચારિત્રાદિક ગુણોને વિષે પણ શુભ આમ્રવનો આરોપ કરે છે અને તેના ફળમાં ભેદ કહે છે. આ પ્રમાણે અશુદ્ધ નયને આઘારે આસ્રવ અને સંવરનો ભેદ છે, પણ તે બન્ને સંસારનું કારણ હોવાથી શુદ્ધ નયમાં તેવો ભેદ નથી, શુદ્ધ નયે તો સંસારી ને સિદ્ધ બન્ને સરખા છે. કર્મનો નાશ એ નિર્જરા કહેવાય છે તે પણ આત્મા નથી, કર્મનો પર્યાય છે, પણ જે ભાવે કરીને કર્મ નિર્જરાય છે, તે ભાવવસ્ત આત્મા જ છે. જે શુદ્ધ જ્ઞાનથી યુક્ત છે, આત્માની શક્તિથી ઉત્પન્ન થયેલું છે અને ચિત્તવૃત્તિનો નિરોઘ કરનાર છે તે તપ કહેવાય છે. તેના બાર ભેદ છે. જેમાં કષાયોનો નિરોધ થતો હોય અને જેમાં આત્મતત્ત્વનું અને જિનેશ્વરનું ધ્યાન થતું હોય તે તપ શુદ્ધ જાણવું; બાકી સર્વ લંઘન (લાંઘણ) જાણવું; કેમકે ભૂખે રહેવું તથા દેહને કૃશ કરવો, એ કાંઈ તપનું લક્ષણ નથી, પણ તિતિક્ષા (પરીષહ સહન કરવો તે), બ્રહ્મચર્ય, ગુતિ, સમિતિ વગેરે સ્થાનનું જે જ્ઞાન તે તપના શરીરરૂપ છે. “કર્મને તપાવનારું જે જ્ઞાન તે જ તપ છે' એમ જે પુરુષ જાણતો નથી તે અંતઃકરણ જેનું હણાયેલું છે એવો પુરુષ, વિપુળ નિર્જરા શી રીતે પામે? મુનિવરો જ્ઞાનયોગને જ શુદ્ધ તપ કહે છે, અને તેવા તપથી જ નિકાચિત કર્મનો પણ ક્ષય થઈ શકે છે. કેમકે સમ્યક્ત પ્રાપ્ત થાય તે વખતે અપૂર્વકરણ અને શુદ્ધ શ્રેણિ પ્રાપ્ત થાય છે, તે વખતે અવશ્ય પૂર્વ કર્મનો સ્થિતિ ક્ષય થાય છે. તેથી કરીને જ્ઞાનમય શુદ્ધ તપસ્વી જ ભાવ નિર્જરા કરે છે; શુદ્ધ નિશ્ચય નયથી જોતાં તો સદા શુદ્ધ એવા તપસ્વીને તે ભાવ નિર્જરા પણ કાંઈ જ નથી, સહેલી છે. કર્મ અને આત્માનો સંશ્લેશ (તાદાભ્ય) થવો એ દ્રવ્યબંઘ કહેવાય છે. તે દ્રવ્યબંઘના ચાર પ્રકાર છે, અને તે બંઘના હેતુરૂપ આત્માના અધ્યવસાયને ભાવબંઘ કહેવાય છે. જેમ સર્પ પોતાના દેહથી જ પોતાના દેહને વીંટે છે, તે જ પ્રમાણે તે તે ભાવથી પરિણામ પામેલો આત્મા પોતાના આત્માએ કરીને જ આત્માને બાંધે છે. જેમ શંખનો વર્ણ શ્વેત છતાં નેત્રવ્યાધિના દોષથી તે શંખ પીળો માલૂમ પડે છે, તે જ પ્રમાણે શાસ્ત્રનું જ્ઞાન છતાં મિથ્થાબુદ્ધિના સંસ્કારથી જીવને બંઘની બુદ્ધિ થાય છે. જે પુરુષો સાંભળીને, માનીને તથા વારંવાર સ્મરણ કરીને તત્ત્વનો સાક્ષાત્ અનુભવ કરે છે તેઓને બંઘની બુદ્ધિ રહેતી નથી, તેમનો આત્મા બંઘરહિત પ્રકાશ પામે છે. કર્મદ્રવ્યનો જે ક્ષય થવો તે દ્રવ્યમોક્ષ કહેવાય છે. તે આત્માનું લક્ષણ નથી; અને તે કર્મદ્રવ્યનો ક્ષય કરવામાં હેતુભૂત જે રત્નત્રયીમય આત્મા તે ભાવમોક્ષ કહેવાય છે. તે આત્માનું લક્ષણ છે. - ૧ નેત્રમાં કમળા નામનો રોગ થાય છે ત્યારે સર્વ વસ્તુ પીળી લાગે છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૭૬] દર્શનાચારનો સાતમો ભેદ-સાઘર્મીવાત્સલ્ય ૨૮૧ જ્યારે જ્ઞાન, દર્શન અને ચારિત્રે કરીને આત્મા એકત્વને પામે છે, ત્યારે સર્વ કર્મો જાણે કોપ પામ્યા હોય તેમ તત્કાળ તેનાથી દૂર જતાં રહે છે. આથી કરીને ભિન્ન લિંગ ઘારણ કરનારાઓ પણ ભાવલિંગથી મોક્ષ પામે છે, એ સિદ્ધ થાય છે. તેથી મનસ્વી પુરુષે કદાગ્રહ મૂકીને તે ભાવલિંગની ભાવના કરવી. આ ઉપરથી એવું સિદ્ધ થાય છે કે આત્માને બદ્ધ અને મુક્તની વ્યવસ્થા અશુદ્ધ નયને આધારે જ ઘટે છે, પણ શુદ્ધનયને આધારે તો આત્માને બંધ કે મોક્ષ કાંઈ પણ ઘટતું નથી. આ પ્રમાણે અન્વય અને વ્યતિરેકથી આત્મતત્ત્વનો નિશ્ચય કરેલો છે. એ જ પ્રમાણે પંડિત નવે તત્ત્વોથી આત્મતત્ત્વનો નિશ્ચય કરવો. આ સૂક્ષ્મનયને આશ્રય કરનારું ગુહ્યાતિગુહ્ય તત્ત્વ કોઈ અલ્પ બુદ્ધિવાળાને આપવું નહીં. કેમકે અલ્પ બુદ્ધિવાળાને આ તત્ત્વ વિડંબના કરનારું જ થાય છે, અર્થાત્ તેઓ અધ્યાત્મ તત્ત્વને દૂષણ જ પમાડે છે. જેમ ક્ષુધાતુર થયેલા દુર્બળ માણસને ચક્રવર્તીનું ભોજન અહિત કરનારું થાય છે, તેમ અલ્પ બુદ્ધિવાળા માણસને આ અધ્યાત્મ તત્ત્વ અહિત કરનારું જ થાય છે. જેમ અશુદ્ધ મંત્રનો પાઠ કરવાથી સર્પનો મણિ લેવાની ઇચ્છા ઊલટી અનર્થ કરનાર થાય છે, તેમ લેશ માત્ર જ્ઞાનથી દુર્વિદગ્ધ થયેલા કુપંડિતોને આ અધ્યાત્મ તત્ત્વ અનર્થકારી જ છે. કેમકે તેઓ પરમાર્થથી વસ્તુતત્વ જાણી શકતા નથી. વળી હે ભવ્ય કુમારપાળ રાજા! સર્વ નયો પોતાના એકાંત પક્ષનો જ આધાર રાખીને સ્યાદ્વાદને દૂષિત કરે છે, પણ જિનેન્દ્રની વાણી તો સર્વ નયમય છે. કહ્યું છે કે बौद्धानां ऋजुसूत्रतो मतमभूद्वेदांतिनां संग्रहात् सांख्यानां तत एव नैगमनयाद् योगश्च वैशेषिकः । शब्दब्रह्मविदोऽपि शब्दनयतः सर्वेर्नयैर्गुम्फिता जैनी दृष्टिरितीह सारतरता प्रत्यक्षमुद्वीक्ष्यते ॥१॥ ભાવાર્થ-બૌદ્ધનો મત ઋજુસૂત્ર નયથી થયેલો છે. વેદાંતીઓનો મત સંગ્રહ નયથી થયેલો છે, સાંખનો યોગરૂપી મત નૈગમ નયથી થયેલો છે, વૈશેષિક એટલે નૈયાયિકનો મત પણ તે નૈગમ નયથી જ થયેલો છે, અને શબ્દબ્રહ્મજ્ઞાનીનો મત શબ્દ નયથી થયેલો છે; પણ જિનેંદ્રની દ્રષ્ટિ તો સર્વ નયથી ગુંફિત થયેલી છે, તેથી તેમાં અત્યંત સારતા પ્રત્યક્ષ જ જણાય છે.” આ પ્રમાણે ગુરુના મુખકમળથી આસ વાક્યો સાંભળીને કુમારપાળ રાજા નિઃશંક થયા અને જૈન ઘર્મમાં દ્રઢ અનુરાગી થયા. સર્વ તત્ત્વથી ભિન્ન અને આત્મતત્ત્વમાં લીન થયેલું એવું ગુરુએ કહેલું અધ્યાત્મ તત્ત્વનું રહસ્ય સાંભળીને પરમાર્હત્ કુમારપાળ રાજા સંકલ્પવિકલ્પથી રહિત જ્ઞાનવ્યાસ થઈ ઘર્મને વિષે સ્થિર થયા.” વ્યાખ્યાન ૨૭૬. દર્શનાચારનો સાતમો ભેદ-સાધમવાત્સલ્ય હવે સાઘર્મીવાત્સલ્ય નામના સાતમા દર્શનાચાર વિષે કહે છે जिनैः समानधर्माणः, साधर्मिका उदाहृताः । द्विधाऽपि तेषां वात्सल्यं, कार्यं तदिति सप्तमः॥१॥ ૧. દુષ્ટ પંડિત Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૯ समानधार्मिकान् वीक्ष्य, वात्सल्यं स्नेहनिर्भरम । मात्रादिस्वजनादिभ्योऽप्यधिकं क्रियते मुदा ॥२॥ ભાવાર્થ-શ્રી જિનેશ્વર સમાન ઘર્મવાળાને સાઘર્મિક કહેલા છે. તે સાઘર્મિકનું દ્રવ્ય અને ભાવ એ બન્ને પ્રકારે વાત્સલ્ય કરવું તે વાત્સલ્ય નામનો સાતમો દર્શનાચાર કહેવાય છે (૧). સમાન ઘર્મવાળાને જોઈને માતા પિતા વગેરે સ્વજનો કરતાં પણ અધિક, ગાઢ સ્નેહપૂર્વક હર્ષથી તેમનું વાત્સલ્ય કરવું (૨) આ બે શ્લોકનું તાત્પર્ય એવું છે કે, સમાન ઘર્મવાળા તે સાઘર્મિક કહેવાય છે. તેમાં પ્રવચન અને લિંગ (વેષ) એ બન્ને વડે સાધુ સાધ્વી તથા કેવળ પ્રવચન વડે શ્રાવક શ્રાવિકા સાઘર્મિક કહેવાય છે. તેમાં સાધુ સાધ્વીએ આચાર્ય, ગ્લાન, પ્રાઘુર્ણિકા (પ્રાહુણામુનિ), તપસ્વી, બાલ, વૃદ્ધ, નવદીક્ષિત શિષ્ય વગેરેનું વિશેષ કરીને વાત્સલ્ય કરવું, તેમજ પુષ્ટાલંબનાદિ અપેક્ષાએ શ્રાવક શ્રાવિકાનું પણ સર્વ શક્તિ વડે દ્રવ્ય ભાવ બન્ને પ્રકારનું વાત્સલ્ય તેનો ઉપકારાદિ કરવા વડે કરવું અને શ્રાવકે શ્રાવક શ્રાવિકાનું કુમારપાળ રાજાની જેમ યોગ્ય વાત્સલ્ય કરવું. કુમારપાળ રાજાનું દ્રષ્ટાંત શ્રી પાટણમાં પરમશ્રાદ્ધ શ્રી કુમારપાળ રાજા જ્યારે સ્નાત્રપૂજા તથા પૌષઘ વગેરે ઘર્મકાર્ય કરતા હતા ત્યારે એક હજાર ને આઠસો શ્રેષ્ઠીઓ તેની સહાયમાં રહેતા હતા. તેઓને રાજાએ સુખી કરેલા હતા. શ્રાવક પાસેથી દર વર્ષે આવતો બોતેર લાખ દ્રવ્યનો કર માફ કરેલો હતો, તેમજ નબળી સ્થિતિમાં આવી પડેલો કોઈ પણ સાઘર્મિક રાજાને ઘેર જતો તો તેને રાજા એક હજાર દીનાર આપતા હતા. એ પ્રમાણે કરવામાં કુલ મળીને એક વર્ષે એક કરોડ દ્રવ્યનો વ્યય થતો હતો, તેવી રીતે ચૌદ વર્ષમાં ચૌદ કરોડ દ્રવ્યનો વ્યય કર્યો. એકદા કોઈ મહેશ્વરી (મેસરી) વાણિયાએ દાણચોરી કરી, તે દાણ લેનાર અધિકારીના જાણવામાં આવ્યું, તેથી તે વણિકને દોરડાથી બાંધીને માર મારતાં રાજાની પાસે લઈ ગયા. તે વણિકને બીજો કોઈ જીવિતનો ઉપાય નહીં સૂઝવાથી અવસર જાણીને તેણે, શ્રાવકો જિનેશ્વરની પૂજા સમયે ઉદર, ઉરસ્થળ, કંઠ અને કપાળ એ ચાર સ્થાને જેવાં તિલકો કરે છે તેવાં કેસરમિશ્રિત ચંદનનાં ચાર તિલકો રાજા પાસે જતી વખત કરી લીધાં. પછી રાજસેવકોએ રાજા પ્રત્યે કહ્યું કે “હે પૃથ્વીપતિ! આ વણિકે આપની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને દાણચોરી કરી છે, તેને શો દંડ કરવો?” તે સાંભળીને રાજાએ ભયથી કંપતા એવા તે વણિકની સામું જોયું, તો તેના કપાળમાં તિલક જોઈને રાજાએ વિચાર્યું કે “ખરેખર આ તો શ્રી વીતરાગની ભક્તિ કરનારો શ્રાદ્ધ જણાય છે, અને શ્રાદ્ધનો કર લેવાનાં તો મારે પ્રત્યાખ્યાન છે, માટે આ નિરપરાધી છે.” એમ વિચારીને રાજાએ તેને બંધનથી મુક્ત કરાવ્યો. તે જોઈને રાજસેવકો બોલ્યા કે “હે સ્વામી! આ શ્રાવક નથી, આ તો અભક્ષાદિકનું ભક્ષણ કરનાર મહેશ્વરી ઘર્મમાં આસક્ત છે, પણ આજે કપટથી ઉત્તરાયણ તથા કપાળમાં તિલક વગેરે કરીને ખોટો શ્રાવકનો વેષ ઘારીને અહીં આવેલો છે.” રાજાએ કહ્યું કે “એ વણિક તર્જના કરવા યોગ્ય નથી. તે ઘન્ય અને કૃતપુણ્ય છે, નહીં તો તેના ભાલમાં તિલક જોઈને મારા મનમાં “આ શ્રી જિનેશ્વરનો ભક્ત છે' એમ કેમ આવત? માટે મેં તેને મુક્ત કર્યો છે, સુખેથી તેને પોતાને ઘેર જવા દો.” પછી Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ વ્યાખ્યાન ૨૭૬] દર્શનાચારનો સાતમો ભેદ-સાઘર્મીવાત્સલ્ય તે મહેશ્વરી વાણિયો પણ શ્રાવકના વેષની પ્રશંસા કરતો જૈન રાજાને નમીને પોતાને ઘેર ગયો. આ હકીત ઉપર કહ્યું છે કે साधर्मिकस्वरूपं यत्, व्यलीकमपि भूभृता । सन्मानितं सभायां तत्, तर्हि सत्यस्य का कथा ॥१॥ ભાવાર્થ-“અસત્ય એવા સાઘર્મિકના સ્વરૂપને પણ રાજાએ સભામાં માન આપ્યું, તો સાઘર્મિકના સત્ય સ્વરૂપને માન આપે તેમાં તો શું કહેવું!” આ દ્રષ્ટાંત સાંભળીને સર્વ શક્તિથી અવશ્ય સાઘર્મિકનું વાત્સલ્ય કરવું. પૂર્વે ઉદાયી રાજાએ પણ ચંડપ્રદ્યોત રાજાને તેના કપાળમાં “આ દાસીનો પતિ છે” એવા અક્ષરો લખાવીને કારાગૃહમાં નાંખ્યો હતો. પરંતુ પછી સેવકના મુખથી તેને સાઘાર્મિક જાણીને તરત જ તેનું બહુમાન કર્યું હતું. તેથી સાઘર્મિકનું સ્વજનથી પણ અધિક સન્માન કરવું. કહ્યું છે કે सुहि सयणमाइआणं, उवयरणं भवपबंधवुद्धिकरं ।' जिणधम्मपवन्नाणं, तं चिय भवभंगमुवणेइ॥१॥ ભાવાર્થ-“મિત્ર સ્વજનાદિકનું બહુમાનાદિ કરવાથી ભવપરંપરા વૃદ્ધિ પામે છે, અને જિન ઘર્મમાં પ્રવર્તતા સાધર્મિકનું સેવન કરવાથી તે ભવપરંપરાનો નાશ થાય છે.” અહીં સાઘુએ સાઘર્મિકનું વાત્સલ્ય કરવાના સંબંધમાં શ્રી વજસ્વામીનું દ્રષ્ટાંત એવું છે કે–મહા ઉગ્ર દુષ્કાળને લીઘે સર્વ દેશના માર્ગો જ્યારે બંધ પડી ગયા હતા ત્યારે શ્રી વજસ્વામી પટવિદ્યાએ કરીને સકળ સંઘને સુકાળવાળી સુભિક્ષાપુરીમાં લઈ ગયા હતા. તેવી જ રીતે વિષ્ણુકુમાર વગેરેનાં દ્રષ્ટાંતો પણ વાંચનારે અન્ય સ્થળેથી જાણી લેવાં. કોઈ પતિવ્રતા શ્રાવિકા પણ પોતાના પતિનું લોકોત્તર વાત્સલ્ય કરી શકે છે તેનું દ્રષ્ટાંત નીચે પ્રણે પતિવ્રતા સ્ત્રીએ કરેલું પતિવાત્સલ્ય પૃથ્વીપુર નામના નગરમાં એક સુભદ્ર નામે બાર વ્રતઘારી શ્રાવક રહેતો હતો. તે એકદા વેપારને માટે રાજપુર નગરે ગયો. તે નગરમાં એક જિનદાસ નામે શ્રાવક રહેતો હતો. તેણે પોતાની કન્યાને સાઘર્મિક વિના બીજા કોઈને નહીં આપવાનો નિયમ ગ્રહણ કરેલો હતો. અન્યદા તે સુભદ્રને ભોજન, શયન, આસન, જલ્પન, ચંક્રમણ, વાર્તાલાપ વગેરે ચેષ્ટાઓ વડે સાઘર્મિક જાણીને તેણે પોતાની પુત્રી મોટા ઉત્સવથી પરણાવી. તે સુશીલા પુત્રી ઘરનું કામકાજ કરવા ઉપરાંત પ્રભુના માર્ગને જાણનારી તેમજ નિર્મળ અંતઃકરણવાળી હોવાથી નિરંતર પતિની ભક્તિ પણ કરતી હતી. એકદા તેના પતિ સુભદ્ર અતિ સ્વરૂપવતી અને ઉભટ શૃંગાર ધારણ કરેલી પોતાની સ્ત્રીની સખીને જોઈ. તેને જોવાથી સુભદ્રને તેના ઉપર ગાઢ રાગ ઉત્પન્ન થયો; પરંતુ લmદિકથી કાંઈ પણ બોલી શક્યો નહીં. તે સ્ત્રીને મેળવવાની ચિંતાથી તેને પ્રતિદિન દુર્બળ થતો જોઈને તેની પત્નીએ તેને આગ્રહપૂર્વક દુર્બળ થવાનું કારણ પૂછ્યું, એટલે મહા કષ્ટ સુભદ્રે તે કારણ જણાવ્યું. તે સ્ત્રી અતિ ચતુર હોવાથી તેણે તેને પ્રતિબોઘ કરવાનો બીજો કોઈ ઉપાય નહીં જાણીને કહ્યું કે “હે સ્વામી! ૧ બોલવું. ૨ ચાલવું. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૯ આવા કાર્યને માટે તમે આટલો બધો ખેદ કેમ પામ્યા? મને પ્રથમથી જ કેમ કહ્યું નહીં? કેમકે તે મારી સખી મારે આધીન જ છે, તેને હું જલદી લાવી આપીશ.” પછી અન્ય દિવસે તેણે પોતાના પતિને કહ્યું કે “તે મારી સખીએ તમારી ઇચ્છા પૂર્ણ કરવાનું હર્ષથી અંગીકાર કર્યું છે, તેથી તે આજ સાંજે અહીં આવશે. પરંતુ તે અતિ લmળુ હોવાથી શયનગૃહમાં પ્રવેશ કરશે કે તરત જ દીવો બૂઝવી નાખશે.” સુભદ્ર બોલ્યો કે “ભલે તેમ કરે, તેમાં શી હરક્ત છે?” પછી તે સુભદ્રની સ્ત્રીએ વિચાર્યું કે “ખરેખર વિષયરૂપ મહા પ્રેતના આવેશવાળો જીવ દીનપણું ઘારણ કરવું, બગાસાં ખાવાં, નિઃશ્વાસ મૂકવો, તથા પરસ્ત્રી સંબંધી વિચારમાં જ તલ્લીન થવું વગેરે શું શું ચાપલ્ય કરતો નથી? અર્થાત્ સર્વ ચાપલ્ય કરે છે. અહો! અનંત સુખને આપનાર એવા વ્રતની પણ ઉપેક્ષા કરે છે. જ્યારે આવો સુજ્ઞ અને સુશીલ માણસ પણ વિષયમાં જ પરાધીન થઈ ગયો તો બીજાની શી વાત? માટે વિષયદશાને અને અન્યની આશાને ધિક્કાર છે; પરંતુ આ મારો સ્વામી ગ્રહણ કરેલા વ્રતનો ભંગ કરવાથી નરકાદિક દુઃખનું ભાજન થશે, માટે હું જ મારી સખીનું રૂપ ઘારણ કરીને તેનું વાંછિત પૂર્ણ કરું. જો કે તેમ કરવાથી ભાવથી તો તેના વ્રતનો ભંગ થશે, પણ દ્રવ્યથી ભંગ નહીં થાય. તો એક પક્ષનું પાલન કરવાથી પણ કોઈ વખત લજ્જવાન પુરુષને ગુણકારી થઈ શકે છે.” આ પ્રમાણે ભવિષ્યમાં વિવિધ પ્રકારના લાભ થવાનો વિચાર કરીને તેણે પોતાની સખી પાસેથી કાંઈ મિષ કરીને પોતાના પતિએ જોયેલાં તેનાં ઉત્તમ વસ્ત્રો તથા અલંકારો માગી લીઘાં. પછી ગુટિકાના પ્રયોગથી સખીના જેવો જ સ્વર તથા સ્વરૂપાદિ કરીને તે જ પ્રમાણે વસ્ત્ર તથા આભૂષણો ઘારણ કરી તે સખીની જેવા જ સુંદર વિલાસ (હાવ ભાવ વગેરે) કરતી તે સુભદ્રની જ પત્નીએ (પોતે જ) ઉત્તમ સુગંધી પુષ્પ, તાંબૂલ, ચંદન, અગરુ, કર્પર, કસ્તુરી વગેરે સમગ્ર ભોગની સામગ્રી વડે તથા નિર્મળ દીપક વડે અલંકૃત કરેલા સુંદર શયનગૃહમાં હર્ષથી પ્રવેશ કર્યો. તે વખતે ગંગા નદીના પુલિનની સ્પર્ધા કરનારા પલંગ પર ઉત્કંઠાથી વિકસ્વર દ્રષ્ટિ ઘારણ કરીને બેઠેલા સુભદ્ર નેત્ર અને મનની જાણે અમૃતમય દ્રષ્ટિને ઘારણ કરતી હોય તેવી તેને જોઈ. તરત જ તેણે દીપકને બૂઝવી દીધો. પછી તે પલંગ ઉપર ગઈ, અને વિવિધ પ્રકારની ગોષ્ઠી કરવા પૂર્વક આનંદથી તે સુભદ્રે તેની સાથે ક્રીડા કરી. પ્રાતઃકાળે તેના ગયા પછી સુભદ્રને વિચાર થયો કે– सयलसुरासुरपणमिय, चलणेहिं जिणेहिं जं हियं भणियं । तं परभवसंबलयं, अहह! मए हारियं सीलं ॥१॥ ભાવાર્થ-“સકલ સુર અને અસુરોએ જેના ચરણકમળને પ્રણામ કર્યો છે એવા જિનેશ્વરોએ જે હિતકારી કહ્યું છે તે પરભવમાં પાથેય સમાન શીલ મેં આજે ગુમાવ્યું.” मनस्यन्यद्वचस्यन्यत्, क्रियायामन्यदेव च । यस्यास्तामपि लोलाक्षी, साध्वीं वेत्ति ममत्ववान् ॥१॥ ભાવાર્થ-“જે સ્ત્રીના મનમાં કાંઈક હોય છે, વચનમાં કાંઈક હોય છે, અને ક્રિયામાં તેથી પણ કાંઈ બીજું જ હોય છે એવી ચપલ નેત્રવાળી સ્ત્રીને મમતાવાળો પુરુષ શ્રેષ્ઠ માને છે.” चर्माच्छादितमांसास्थि, विण्मूत्रपिठरीष्वपि । वनितासु प्रियत्वं यत्, तन्ममत्वविजूंभितम् ॥२॥ Page #294 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૭૬] દર્શનાચારનો સાતમો ભેદ-સાધર્મીવાત્સલ્ય ૨૮૫ ભાવાર્થ—“જેનાં માંસ તથા અસ્થિ ચર્મથી આચ્છાદન કરેલાં છે એવી વિષ્ટા અને મૂત્રની હાંડી સમાન સ્ત્રીઓમાં જે પ્રિયત્વ છે તે માત્ર મમતાથી જ ઉત્પન્ન થયેલું છે.’’ गणयन्ति जनुः समर्थवत्, सुरतोल्लाससुखेन भोगिनः । मदनाहि विषोग्रमूर्छनामयतुल्यं तु तदेव योगिनः ॥३॥ ભાવાર્થ—“કામી પુરુષો જે ભોગવિલાસના સુખથી પોતાનો જન્મ સફળ માને છે તે જ સુખને યોગી પુરુષો કામદેવરૂપી સર્પના વિષથી થયેલી ઉગ્ર મૂર્છારૂપ મહાવ્યાધિ સમાન માને છે.’ દરેક પદાર્થમાં પ્રિય અને અપ્રિયપણું સ્વમનોકલ્પિત જ હોય છે. ખરેખરી રીતે તો કોઈ પણ વસ્તુ ઇષ્ટ કે અનિષ્ટ છે જ નહીં. કેમકે સમગ્ર વિકલ્પનો ઉપશમ થવાથી મતિનો ભેદ રહેતો જ નથી. કહ્યું છે કે— समतापरिपाके स्याद् विषयग्रहशून्यता । यया विशदयोगानां वासीचन्दनतुल्यता ॥ १ ॥ ભાવાર્થ‘સમતા ગુણ પરિપક્વ થાય, ત્યારે વિષયગ્રહ શૂન્ય થઈ જાય છે (વિષયેચ્છા નાશ પામે છે); અને તેથી નિર્મળ યોગવાળા તે આત્માને વાસી (ફરસી) અને ચંદનમાં તુલ્યતા થઈ જાય છે, અર્થાત્ તે બન્નેમાં ભેદ જણાતો નથી.’’ આ પ્રમાણે સંવેગના વશથી ઉત્પન્ન થયેલા પશ્ચાત્તાપરૂપી અગ્નિથી તેનું અંતઃકરણ બળવા લાગ્યું, અને હમેશાં પોતાની પત્નીને જોતાં જ તે પોતાનું મુખ નીચું કરવા લાગ્યો. તે જોઈને તેની ભાર્યાએ વિચાર્યું કે ‘‘આ મારા પતિ હજુ સુધી લગ્ન છોડતા નથી, તેથી તે જલદીથી ધર્મ પામશે; સર્વથા નિર્લજ્જ અને વાચાળ માણસ ઘર્મને અયોગ્ય હોય છે, પણ આ મારા સ્વામી તેવા નથી.’’ પછી તે સ્ત્રી હમેશાં સામાયિકને વખતે તથા પઠન પાઠનને વખતે સર્વ સ્થાને વ્રત ભંગ કરવાનું ફળ વારંવાર કહેવા લાગી—‘વ્રત ગ્રહણ કરવું સહેલું છે, પણ તેનું પાલન કરવું દુષ્કર છે. તેના ચાર` ભાંગા થાય છે.’’ ઇત્યાદિ વચનો સાંભળીને સુભદ્ર પોતાની સ્ત્રીના સ્વભાવની સ્તુતિ કરવા લાગ્યો પણ તેના મનમાં વ્રતભંગનું દુઃખ શલ્યની જેમ નિરંતર ખટકતું હતું; તેથી તે પ્રતિદિન અધિક અધિક દુર્બળ થવા લાગ્યો. તે જોઈને તેની પત્નીએ આગ્રહથી દુર્બળ થવાનું કારણ પૂછ્યું, ત્યારે તે નિઃશ્વાસ નાંખીને ખેદપૂર્વક બોલ્યો કે “હે પ્રિયા! જે મોક્ષસુખના હેતુભૂત વ્રત મેં ચિરકાળથી પાલન કર્યું હતું તે વ્રતનો ક્ષણિક સ્થિતિવાળા મનકલ્પિત સુખને માટે ભંગ કરીને મૂર્ખ પણ ન કરે તેવું અકાર્ય મેં કર્યું છે તેની ચિંતાથી હું દુર્બળ થાઉં છું. હવે મને ભ્રષ્ટ થયેલાને એનું પ્રાયશ્ચિત્ત કોણ આપશે? મારી ભાવનાનો વૃત્તાંત તો કુંભારને ઘેર જઈને મિથ્યા દુષ્કૃત આપનાર ક્ષુલ્લક મુનિના જેવો થયો છે. જીવોને હણીને પછી ‘મેં મોટું દુષ્કૃત કર્યું, મેં મોટું દુષ્કૃત કર્યું' એમ કહેવું ને ધ્યાન વૈરાગ્ય ધારણ કરવા તે વ્યર્થ અને વંઘ્ય છે.” આ પ્રમાણે શુભ પરિણામથી બોલતા તેને અંતઃકરણથી શુદ્ધ જાણીને તથા “સ્ત્રીની સન્મુખ માત્ર દાક્ષિણ્યતા સાચવવા માટે આ બહારનો દેખાવ નથી’’ એવી સંપૂર્ણ પરીક્ષા કરીને તેમજ ‘સંવેગને વશ થયેલું તેનું ચિત્ત ઇન્દ્રની અપ્સરાઓથી ૧ વ્રત ગ્રહણ કરવું સહેલું ને પાળવું દુષ્કર, ગ્રહણ કરવું મુશ્કેલ પણ પાળવું સુકર, ગ્રહણ કરવું પણ સહેલું અને પાળવું પણ સહેલું અને ગ્રહણ કરવું પણ મુશ્કેલ ને પાળવું પણ મુશ્કેલ, આ પ્રમાણે ચોભંગી થાય છે. તેમાં ત્રીજો ભાંગો શ્રેષ્ઠ છે. ચોથો કનિષ્ઠ છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ - શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૯ પણ પરાભવ પામે તેવું નથી' એવો નિશ્ચય કરીને તેણે નિશાની સહિત સર્વ હેવાલ સત્ય રીતે કહી આપ્યો. તેથી વિશ્વાસ પામીને તે સુભદ્ર શાંત થઈ વિચારવા લાગ્યો કે “લોકોત્તર ઘર્મમાં કુશળ એવી આ મારી ભાર્યાને ધન્ય છે કે જેણે “મારો સ્વામી પરસ્ત્રીના સંગથી નરકરૂપી સાગરમાં ન પડો’ એમ ઘારીને મને તેમાંથી ઉગાર્યો. મને અન્તઃકરણથી મારી ચિંતા ઘરાવનારી સુશીલ સ્ત્રી મળી છે. તેની સ્થિરતા અને ગાંભીર્ય વાણીના વિષયની બહાર છે. અર્થાત્ વાણીથી કહી શકાય તેવું નથી.” ઇત્યાદિ સ્ત્રીની પ્રશંસા કરીને તેની જ આજ્ઞાથી ગુરુ પાસે જઈ પરસ્ત્રીગમનનું સર્વથા પ્રત્યાખ્યાન કરીને કરેલા પાપની આલોચના કરી. પછી અનુક્રમે પોતાના પુત્રને ઘરનો કાર્યભાર સોંપીને ચારિત્ર તપાદિ વડે તે સ્ત્રીપુરુષ અલ્પકાળમાં જ ઇચ્છિત કાર્ય સાથી મોક્ષસુખને પામ્યા. “આ પ્રમાણે સાઘર્મિક વાત્સલ્યના ઘણા ભેદ છે, માટે ડાહ્યા પુરુષો લાભ દેખીને તેમાં પ્રવર્તે છે. આ સાતમા દર્શનાચારને પાલન કરનાર પુરુષોએ પોતાની સર્વ શક્તિથી સાઘર્મિકની નિરંતર અર્ચા કરવી, તથા તેનું બહુમાન કરવું.” વ્યાખ્યાન ૨૭૭ દર્શનાચારનો આઠમો ભેદ-પ્રભાવના હવે પ્રભાવના નામે આઠમા દર્શનાચાર વિષે કહે છે– अष्टौ प्रोक्ता निशीथादौ, शासनस्य प्रभावकाः । मार्गानुसारिण्या शक्त्या, त एवोद्भासयंति तत् ॥१॥ ભાવાર્થ-“નિશીથાદિક સૂત્રમાં શાસનના આઠ પ્રભાવક કહેલા છે, તેઓ જ માર્ગાનુસારી શક્તિએ કરીને શાસનને શોભાવે છે.” સૂત્રમાં જે આઠ પ્રભાવક કહેલા છે, તે નિશીથસૂત્રની ગાથા વડે બતાવે છે. अइसेसीडि धम्मकहि२ वाइ३ आयरिय खवग५ नेमित्ती । विजा रायगणसम्मओ अ तित्थपभाविंति ॥१॥ ભાવાર્થ-“૧. અતિશયિત ઋદ્ધિમાન, ૨. ઘર્મકથી, ૩. વાદી, ૪. આચાર્ય, ૫. તપસ્વી, ૬. નૈમિત્તિક, ૭. વિદ્યાવાન અને ૮. રાજસમૂહમાં સંમત એ આઠ તીર્થના પ્રભાવક હોય છે.” વિશેષાર્થ-(૧) જેને “અતિશય” એટલે બીજાઓથી પરમ ઉત્કૃષ્ટ “ઋદ્ધિ” એટલે તેજલેશ્યા વગેરે લબ્ધિઓ છે, તે અતિશયિત ઋદ્ધિ કહેવાય છે. તેને માટે કુંચિક નામના શ્રેષ્ઠીને શિક્ષા આપનાર મુનિપતિ મુનિનું અથવા ભાવી કાળે થનારા સુમંગલ મુનિનું દ્રષ્ટાંત જાણવું. તે શ્રી ભગવતીસૂત્રના પંદરમા શતકમાં કહેલું છે, ત્યાંથી સ્વયમેવ જાણી લેવું. (૨) “ઘર્મકથી” પ્રભાવક એટલે વ્યાખ્યાનની લબ્ધિ જેને હોય છે. શ્રી નંદિષેણ મુનિ વેશ્યાને ઘેર રહ્યા હતા, તોપણ હમેશાં દશ દશ જીવોને પ્રતિબોઘ પમાડતા હતા, તેવી રીતે બાર વર્ષ વ્યતીત થયાં, જેમાં તેંતાળીસ હજાર ને બસો જારપુરુષો કે જેઓ કામાતુર થઈને વેશ્યાને ઘેર આવતા હતા, તેઓને ઘર્મકથા વડે પ્રતિબોઘ પમાડીને શ્રી મહાવીર સ્વામી પાસે દીક્ષા લેવા માટે મોકલ્યા હતા. “હું તો કર્મના વશથી પતિત થયો છું પણ બીજા દશ માણસને દરરોજ પ્રતિબોઘ Page #296 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૭૭] દર્શનાચારનો આઠમો ભેદ–પ્રભાવના ૨૮૭ પમાડ્યા વિના હું આહાર કરીશ નહીં,'' એવો પોતે લીધેલો અભિગ્રહ તેમણે સંપૂર્ણ પાળ્યો હતો. તે પ્રતિબોધ પામનાર મનુષ્યોમાં કોઈએ પણ તેનો પ્રત્યક્ષ એવો દોષ પણ ગ્રહણ કર્યો નહોતો. પરંતુ ઊલટા તેઓ એવું વિચારતા કે “અહો! આ ધર્મકથા કહેનાર કોઈ મહાપુરુષ લાગે છે કે, જેણે મોહજાળમાં પડ્યાં છતાં પણ પોતાના ગુણોને ભસ્મીભૂત કરી નાખ્યા નથી. કાજળની કોટડીમાં રહ્યા છતાં પણ પોતાના આત્મસ્વભાવને મલિન થવા દેતા નથી. તેના આત્માને ધન્યવાદ ઘટે છે! આ જોકે કોઈ પણ કારણે પતિત થયેલ છે, પણ અવશ્ય અલ્પ કાળમાં જ આ કાર્યથી પાછા ઓસ૨શે. એણે અમારા જ્ઞાનનેત્રો ઉઘાડ્યાં, તે બહુ જ સારું થયું. આ મહાત્મા મોહસાગરમાં બૂડ્યા છતાં ન બૂડ્યા જેવા જ છે. આવો મહાત્મા કોઈ પણ નથી કે જેની આને ઉપમા આપીએ. અથવા તો ખરેખર અમારા જેવા પાપીઓને તારવા માટે જ આ વેશ્યાના ઘરમાં નાવરૂપ થઈને રહ્યા જણાય છે. બીજો કોઈ પણ હેતુ કલ્પનામાં આવી શકતો નથી.’' ઇત્યાદિક વિવિધ પ્રકારનાં ઉત્તમ વાક્યોથી તે ધર્મકથા કહેનારની સ્તુતિ કરતા હતા. જ (૩) ‘‘વાદી’’ પ્રભાવક એટલે પરવાદીનો પરાજય કરનાર. તેના પર વૃદ્ધવાદી, મલ્લવાદી, દેવસૂરિ, સિદ્ધસેન દિવાકર, વાદીવેતાલ શ્રી શાંતિસૂરિ વગેરેનાં દૃષ્ટાંતો પ્રભાવક પુરુષ ચરિત્રમાંથી જાણી લેવાં. (૪) ‘‘આચાર્ય” પ્રભાવક એટલે ગચ્છના સ્તંભભૂત એક હજાર બસો ને છઠ્ઠું ગુણોથી (છત્રીશ છત્રીશીથી) અલંકૃત હોય તે. તેના પર પ્રભવ સ્વામી, શય્યભવસૂરિ વગેરેનાં દૃષ્ટાંતો જાણવાં. (૫) ‘‘ક્ષપક’’ પ્રભાવક એટલે પ્રકૃષ્ટ તપસ્વી. તેના પર છ હજાર વર્ષ સુધી છઠ્ઠ તપ કરનાર શ્રી વિષ્ણુકુમાર, છ માસી તપ કરનાર ઢંઢણકુમાર, સાઠ હજાર વર્ષ સુધી આચામ્ય તપ કરનાર સુંદરી, એક વર્ષ પર્યંત કાયોત્સર્ગે રહેનાર બાહુબલી, વિષમ અભિગ્રહ ધારણ કરનાર બહુદામુનિ,૧ અગિયાર લાખ એંશી હજાર ને પાંચસો માસક્ષપણ કરનાર નંદનમુનિ, સોળ વર્ષ સુધી આચામ્લતપ કરનાર શ્રી જગચંદ્રસૂરિ તથા ગુણરત્ન સંવત્સર તપ કરનાર સ્કંધકઋષિ વગેરેનાં દૃષ્ટાંતો તપસ્વીઓના ચરિત્રવાળા ગ્રંથમાંથી જાણી લેવાં. (૬) ‘‘નૈમિત્તિક’’ પ્રભાવક એટલે ત્રિકાળજ્ઞાની. આ વિષય ઉપર વરાહમિહિરને જીતવા માટે નિમિત્તશાસ્ત્રની પ્રરૂપણા કરનાર શ્રી ભદ્રબાહુસ્વામીનું દૃષ્ટાંત જાણવું અથવા પોતાના સંસારી ભાણેજ દત્તને સાતમે દિવસે મૃત્યુ કહેનાર કાલિકાચાર્યનું દૃષ્ટાંત જાણવું. (૭) ‘વિદ્યાવાન’” પ્રભાવક એટલે સિદ્ધ કરેલ વિદ્યા, મંત્ર, યંત્ર, બુદ્ધિ, સિદ્ધિ, ચૂર્ણ, અંજન, યોગ, ઔષઘ અને પાઇલેપ વગેરે પ્રયોગવાળા જાણવા. તેમાં પાડાનો વધ કરાવવામાં પ્રીતિવાળી કંટકેશ્વરી દેવીને વશ કરનાર શ્રી હેમચંદ્રસૂરિ મંત્રવિદ્યાવાળા જાણવા, અને શ્રીપાલરાજાને શ્રી સિદ્ધચક્રનું યંત્ર આપનાર ગુરુ મંત્રવિદ્યાવાળા જાણવા. વળી તે ઉપર ત્રીજું દૃષ્ટાંત કહે છે કે—કોઈ એક નગરમાં એક અતિ રૂપવતી સાધ્વીને કોઈ રાજા પકડીને પોતાના મહેલમાં લઈ ગયો હતો. તેને છોડી દેવા માટે શ્રી સંઘે રાજાને ઘણો સમજાવ્યો, પણ તેણે છોડી નહીં. પછી એક મંત્રસિદ્ધ ૧ આ નામ અજ્ઞાત છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૯ મુનિએ રાજાના આંગણામાં જઈ છૂટા પડેલા થાંભલાઓ મંત્રીને આકાશમાં ઉડાડ્યા, તેના ખડખડાટથી રાજમહેલના સ્તંભો પણ કંપવા લાગ્યા. તેથી ભય પામીને રાજાએ તે સાધ્વીને છોડી દીધી, અને ક્ષમા માંગી. પાક્ષિકસૂત્રમાં ચોથા મહાવ્રતના આલાવામાં ‘રાગ વડે અથવા દ્વેષ વડે મૈથુન સેવવું નહીં’’ એમ કહ્યું છે. તે ઉપર શિષ્યે શંકા કરી કે “હે ગુરુ! સર્વ પુરુષો રાગયુક્ત થઈને જ વિષયો ભોગવે છે, પણ કોઈ દ્વેષથી વિષય સેવતા નથી; તો દ્વેષ શબ્દ શા માટે મૂક્યો છે?”’ તેના જવાબમાં ગુરુ બોલ્યા કે “પાક્ષિક સૂત્રની વૃત્તિમાં જ તેને માટે એક દૃષ્ટાંત આપ્યું છે કે કોઈ એક નગરમાં એક તાપસી પરિવ્રાજિકા રહેતી હતી. તેણે મંત્રવિદ્યાના બળથી અનેક ચમત્કારો બતાવીને રાજા વગેરે સર્વ જનને પોતાને વશ કરી લીધા હતા, અને તે સર્વે લોકો જૈન સાધુઓની નિરંતર નિંદા કરતા હતા. એકદા રાજાએ પોતાની રાણી પાસે તે તાપસીના શીલાદિકની વારંવાર પ્રશંસા કરી; પણ રાણી જૈન સાધુના ગુણોમાં ૨ક્ત હોવાથી તેણે રાજાનું કહેવું કાંઈ પણ સત્ય માન્યું નહીં. અન્યદા રાણીએ નગ૨ના ઉદ્યાનમાં પધારેલા ગુરુ પાસે જઈને તેમને કહ્યું કે “હે પૂજ્ય! આ ગામમાં એક તાપસી રહે છે તેણે પોતાના શીલાદિક ગુણોએ કરીને રાજા સહિત સમસ્ત પૌરજનોને પોતાને વશ કરી લીઘા છે, તેથી તેઓ નિરંતર જૈન સાધુઓની નિંદા કરે છે, અને જૈન સાધુઓ નગરમાં આવે છે તેમને કોઈ આહારાદિક પણ આપતું નથી. આવી રીતે આખું શહેર મિથ્યાત્વથી વ્યાપ્ત થઈ ગયેલું છે, તેનો જો આપ ઉદ્ઘાર કરો તો બહુ સારું.’’ તે સાંભળીને એક મંત્રવિદ્યાથી સિદ્ધ થયેલા મુનિએ કોપ કરીને તે તાપસીનું શીલભંગ કરવા માટે આકર્ષણ વિદ્યાથી તેનું આકર્ષણ કર્યું. એટલે તે તાપસી ત્યાં આવી, અને એકાંતમાં રહેલા તે સાધુને જોઈને કામદેવની વિહ્વળતાથી તેનું શરીર કંપવા લાગ્યું, તેથી “મારા કામજ્વરનું ઔષઘ કરો’’ એ પ્રમાણે દીન વાણી બોલતી તે તાપસીએ પોતે જ તે સાધુને આલિંગન કર્યું. મુનિએ પણ તેના મહત્વનો ભંગ કરવા માટે તે જૈનનિંદક પરિવ્રાજિકાની સાથે દ્વેષથી ભોગવિલાસ કર્યો. ત્યાર પછી તે તાપસી ત્યાંથી નાસી ગઈ. અનુક્રમે તેનું ઉદર જળોદરની જેવું ગર્ભથી વૃદ્ધિ પામ્યું. તેથી લોકમાં તેની પ્રથમ જેવી ગુણસ્તુતિ થતી હતી, તેવી જ દોષનંદા થવા લાગી. પછી રાણીએ રાજાને કહ્યું કે ‘હે પ્રાણનાથ! તમારી પરિવ્રાજિકાનું બ્રહ્મચર્ય જુઓ. પાપરૂપી દંભનો સમૂહ પ્રગટ થયો. શીલરૂપ બખ્તર ધારણ કરવામાં તો જૈનમુનિઓ જ સમર્થ છે, બીજા નથી.’ તે સાંભળીને રાજાએ કહ્યું કે “હે પ્રિયા! તું ઉતાવળી ન થા. કોઈ વખત તે જૈનમુનિનું સ્વરૂપ પણ દેખાડીશ.’’ પછી રાજાએ પોતાના એક સેવકને શીખવ્યું કે ‘‘તું લાવણ્યાદિ ગુણયુક્ત એવી રૂપવતી સૂર્યકાંતા નામની વેશ્યાને લઈને ઉપવનમાં રહેલા કામદેવના ચૈત્યમાં રાત્રિના આરંભ સમયે જજે અને તે ચૈત્યમાં કાંઈક ધર્મના મિષથી પેલા મુનિને લોભ બતાવીને લાવજે. પછી તે બન્નેને તેમાં રાખી તું બહાર નીકળી જઈને બારણા બંધ કરી મજબૂત તાળું મારજે, અને અંદર એક પથંક તથા ચુઆ ચંદન વગેરે અનેક પ્રકારની ભોગસામગ્રી મૂકી રાખજે.” તે સેવકે રાજાના કહ્યા પ્રમાણે બધું કર્યું. પેલા દંભરહિત મુનિ પણ તે ચૈત્યમાં પેઠા. પછી બહાર નીકળવાનો માર્ગ નહીં મળવાથી તેમણે વિચાર્યું કે ‘“અહો! અનાભોગે કરીને હું આજે મોહજાળમાં સપડાયો છું. મને આ વેશ્યાના હાવભાવનો તો તિલમાત્ર પણ ભય નથી. પરંતુ પ્રાતઃકાળે જૈન શાસનની અપભ્રાજના થશે તે જ માત્ર મનમાં ખૂંચે Page #298 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૭૭] દર્શનાચારનો આઠમો ભેદ-પ્રભાવના ૨૮૯ છે.’’ પછી તે વેશ્યાએ તેની અનેક પ્રકારે વિડંબના કરી, તો પણ તેણે પોતાનું ધૈર્ય મૂક્યું નહીં. તે મુનિએ વિચાર્યું કે “પૂર્વે મેં કારણસર દ્વેષથી અકાર્ય કર્યું હતું, પણ આજે જો રાગથી હું તે અકાર્ય કરું તો જરૂર મારા મહાવ્રતરૂપી ગુણની હાનિ થાય, માટે યાવજ્જીવ દેવ ગુરુની સાક્ષીએ અંગીકાર કરેલા પંચ મહાવ્રતોનું પાલન કરવું તે જ યોગ્ય છે.’’ એમ વિચારીને તેમણે રજોહરણ વગેરે સર્વ સાધુના વેષને દીવાથી સળગાવીને ભસ્મીભૂત કરી નાંખ્યા અને અધ્યાત્મરૂપ અમૃત વડે ભાવલિંગ ધારણ કર્યું. પરિણામે લાભ જોઈને તે ભસ્મ આખે શરીરે ચોપડી. આવી રીતે અવધૂતનો વેષ ધારણ કરી કાચબાની જેમ ઇંદ્રિયો ગોપવીને આખી રાત્રિ ધ્યાનતત્પ૨પણે નિર્ગમન કરી. પેલી વેશ્યા પોતાનું સમગ્ર પરાક્રમ બતાવીને છેવટે થાકી ગઈ, અને બીજો કોઈ ઉપાય નહીં સૂઝવાથી તે નિદ્રાવશ થઈ ગઈ. પ્રાતઃકાળ થતાં રાજા પોતાની રાણીઓ અને અનેક પૌરલોકો સહિત તે ઉદ્યાનમાં આવ્યા. સેવકે તાળું ઉઘાડ્યું, તો અંદરથી ‘‘અલખ નિરંજન જગન્નાથને નમસ્કાર'’ એ શબ્દને મોટા સ્વરથી બોલતો અને શરીરે નગ્ન, યોગધારી, અવિકારી, અલમસ્ત જેવો એક અવધૂત યોગી કે જેના આખા શરીરે ભસ્મ ચોળેલી હતી તેવો બહાર નીકળ્યો. તેને જોઈને સર્વ લોક ચમત્કાર પામ્યા. તે વખતે રાણીએ રાજાને કહ્યું કે “હે સ્વામી! તમારું કહેવું અસત્ય થયું. આ તો કોઈ યોગી નીકળ્યો પણ જૈન સાધુ તો નથી.'' પછી રાજાએ પોતાના સેવકને પૂછ્યું કે ‘“તેં આવું અવળું કેમ કર્યું?’ સેવક બોલ્યો—‘હે સ્વામી! મેં તો આપની આજ્ઞા પ્રમાણે જ સર્વ કર્યું હતું, ત્યાર પછી શું થયું તે હું જાણતો નથી.’’ ત્યારે રાજાએ વેશ્યાને રાત્રિનું વૃત્તાંત પૂછ્યું. વેશ્યા બોલી કે ‘“હે સ્વામી! હું શું કહું? હું તો ભોગનિમિત્તે મારું સર્વ સામર્થ્ય બતાવી બતાવીને થાકી ગઈ, પણ તેણે તો ઇંદ્રની અપ્સરાઓથી પણ સ્ખલિત ન થાય તેવી મહા યોગશક્તિ બતાવી. ત્રણ જગતમાં તેના જેવો કોઈ મુનિ નથી.'' આ પ્રમાણે સર્વ વૃત્તાંત જાણીને રાજા પ્રતિબોધ પામ્યો, અને તેણે પોતાના ચિત્તને, વિત્તને અને સમગ્ર પૌરજનોને જૈનધર્મમય કર્યા. તેથી જૈનસાધુઓના જ્ઞાન, ધ્યાન, નિઃસ્પૃહતા, ત્યાગ વગેરે ગુણો નગરમાં માયા નહીં, અર્થાત્ તે તે ગુણોની અત્યંત પ્રશંસા થવા લાગી. આ પ્રમાણે તે સાધુએ જૈનશાસનની પ્રભાવના કરીને ફરીથી મુનિવેશ અંગીકાર કર્યો, અને અલ્પ સમયમાં જ તેણે પોતાનો આત્મધર્મ પ્રગટ કર્યો. આ વિદ્યાસિદ્ધનું દૃષ્ટાંત જાણવું. બુદ્ધિસિદ્ધ ઉપર અભયકુમાર વગેરેના દૃષ્ટાંતો જાણવાં. યોગસિદ્ધ ઉપર સુવર્ણસિદ્ધિ વગેરેના જાણવાવાળા શ્રી કાલિકાચાર્ય વગેરેના દૃષ્ટાંતો જાણવા. આ સર્વે વિદ્યા પ્રભાવકમાં ગણવા. (૮) આઠમા ‘રાજસમૂહમાં સંમત’’ પ્રભાવક એટલે રાજા વગેરે સમગ્ર લોકે માન્ય કરેલા. તે ૫૨ સિદ્ધસેન દિવાકર, હેમચંદ્રસૂરિ, વિજયહીરસૂરિ આદિના દૃષ્ટાંતો જાણવા. આ આઠે પ્રભાવક જૈનધર્મના ઉદ્યોતક છે. તેઓના અભાવે જૈન મતનો મહિમા અધિકતર થતો નથી, માટે તેઓને જિનશાસનરૂપ પ્રાસાદના સ્તંભ સમાન ગણવા. દર્શનાચારના વિચારને જાણનારા અને શાસનના મેઢીભૂત પ્રભાવકોએ શાસનના કાર્યમાં પોતાની સમગ્ર શક્તિને ગોપવવી નહીં, પણ સમગ્ર શક્તિથી શાસનનો ઉદ્યોત કરવામાં પ્રયાસ કરવો. Jain Educatભગ ૪ ૧૯ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૯ વ્યાખ્યાન ૨૭૮ ચારિત્રાચારનો પહેલો ભેદ–ઈર્યાસમિતિ હવે આઠ પ્રકારના ચારિત્રાચાર કહે છે– याश्च चारित्रपुत्रस्य, मातरोऽष्टौ प्रकीर्तिताः । ता एव चरणाचाराः, समुपास्या मुमुक्षुभिः॥१॥ ભાવાર્થ-“ચારિત્રરૂપ પુત્રની જે આઠ માતાઓ કહેલી છે, તે આઠે પ્રકારના ચારિત્રાચાર છે, તેને મુમુક્ષુ પુરુષોએ સેવવા.” ચરણ(વ્રત)નું આચરણ કરવું, તે ચારિત્રાચાર કહેવાય છે. તે ચારિત્રાચાર પાંચ પ્રકારની સમિતિ અને ત્રણ પ્રકારની ગુણિએ કરીને આઠ પ્રકારનો છે. કહ્યું છે કે पणिहाणजोगजुत्तो, पंचहिं समिइहिं तिहिं गुत्तिहिं । एस चरित्तायारो, अट्टविहो होइ नायब्वो ॥४॥ ભાવાર્થ-“પાંચ સમિતિ અને ત્રણ ગુણિએ કરીને પ્રણિઘાન યોગથી યુક્ત થયેલો આ ચારિત્રાચાર આઠ પ્રકારનો છે, એમ જાણવું.” પ્રથમ સમિતિરૂપ પાંચ પ્રકારના ચારિત્રાચારમાંથી ઈર્યાસમિતિ નામના પહેલા પ્રકારનું વર્ણન નીચે પ્રમાણે છે युगमात्रावलोकिन्या, दृष्ट्या सूर्यांशुभासिते । पथि यत्नेन गन्तव्यं इतीर्यासमितिर्भवेत् ॥१॥ ભાવાર્થ-“ગાડાની ધૂંસરી પ્રમાણ આગળના ભાગમાં જોનારી દ્રષ્ટિથી સૂર્યનાં કિરણોથી પ્રકાશમાન એવા રસ્તા ઉપર યત્નપૂર્વક જે ચાલવું તે ઈર્યાસમિતિ કહેવાય છે.” આ શ્લોકમાં “યતનાપૂર્વક ચાલવું' એમ કહ્યું છે તેમાં એમ સમજવું કે “મુખ્ય વૃત્તિએ તો સાધુએ નિરવદ્ય સ્થાનમાં રહીને સ્વાધ્યાય વગેરે ઘર્મકૃત્ય જ કરવા.” અહીં કોઈને શંકા થાય કે “મુનિને જ્યારે નિરવદ્ય સ્થાનમાં રહીને ઘર્મકૃત્ય જ કરવાનું છે, ત્યારે સાઘુઓને નિરંતર નવકલ્પી વિહાર કરવાનો ભગવાને શા માટે ઉપદેશ કર્યો છે? તેનો જવાબ આપે છે કે “નવકલ્પી વિહાર કરવાનું જે ભગવાને કહ્યું છે તે પણ ઘણા ગુણનો હેતુ હોવાથી ઘર્મની વૃદ્ધિને માટે જ કહ્યું છે; તેમાં પણ રાત્રે ચક્ષનો વિષય નહીં હોવાથી અતિ પુષ્ટ આલંબન (કારણ) વિના ચાલવા હાલવાની આજ્ઞા આપી નથી. દિવસે પણ છ જીવ નિકાયની વિરાઘના ટાળવાને માટે ઘણા લોકો વડે ચાલેલા માર્ગે વિહાર કરવો, પણ આડે માર્ગે ચાલવું નહીં; તેમાં પણ પોતાના પગથી આરંભીને આગળ ચાર હાથ સુઘી (યુગ પ્રમાણ) ક્ષેત્ર (પૃથ્વી)ને જોઈને કાચી માટી, જળ, વનસ્પતિ અને બીજ વગેરે સ્થાવર અને કુંથવા, કીડી વગેરે ત્રસ જંતુની રક્ષા માટે પગલે પગલે સારી રીતે જોઈને ચાલવું. “ફર ” ઈર્યા એટલે ગતિ અને તેની જે સમિતિ એટલે સમ્યક્ પ્રકારે જિનપ્રવચનને અનુસારે રૂત: એટલે આત્માની પ્રવૃત્તિરૂપ ચેષ્ટા કરવી તે “ઈર્ષા સમિતિ” શબ્દનો અર્થ છે. આગળ જે ત્રણ ગુતિ કહેવામાં આવશે, તે પ્રવૃત્તિની નિવૃત્તિરૂપ હોવાથી તેમાં અને સમિતિમાં કાંઈક ભેદ છે એમ જાણવું. હવે ગતિ કરવી તે પણ આલંબન, કાળ, માર્ગ અને યતના એ ચાર Page #300 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૭૮] ચારિત્રાચારનો પહેલો ભેદ-ઈર્યાસમિતિ સૂત્ર કારણે કરીને નિયમિત રીતે કરવી. તેમાં (૧) ‘‘આલંબન’’ તે જ્ઞાનાદિક જાણવું. ‘જ્ઞાન’ એટલે અને તેનો અર્થ એ બન્ને રૂપ આગમ, દર્શન અને ચારિત્ર. તે પ્રત્યેક જ્ઞાનાદિકને આશ્રય કરીને અથવા બે બેના સંયોગે કરીને` ગમન કરવાની અનુજ્ઞા આપી છે; પરંતુ જ્ઞાનાદિકના આલંબન વિના ગતિ (વિહાર–જવું આવવું) થઈ શકે નહીં. (૨) “કાળ” એટલે ગમનનું પ્રકરણ હોવાથી ગમનના વિષય માટે દિવસ જ જિનેશ્વરે કહેલો છે. (૩) ‘‘માર્ગ'' એટલે ઉન્માર્ગનો ત્યાગ કરીને લોકો પુષ્કળ ચાલતા હોય તેવો માર્ગ કહ્યો છે. (૪) અને “યત્ના” એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદે કરીને ચાર પ્રકારની છે. તેમાં ‘દ્રવ્યને આશ્રયીને યતના કરવી' એટલે યુગ પ્રમાણ પૃથ્વીમાં રહેલા જીવાદિક દ્રવ્યને નેત્રવડે જોવાં તે. ‘ક્ષેત્રથી યતના કરવી.' એટલે યુગ પ્રમાણ પૃથ્વીને જોઈને ચાલવું તે. ‘કાળથી યતના કરવી' એટલે જેટલો કાળ ગતિ કરવી તેટલા કાળ સુધી ઉપયોગ રાખવો તે. અને ‘ભાવથી યતના કરવી' એટલે ઉપયોગપૂર્વક ચાલવું તે. અર્થાત્ શબ્દાદિક ઇંદ્રિયોના વિષયને તથા પાંચ પ્રકારના સ્વાધ્યાયને પણ તજી દઈને ચાલવું તે. કેમકે તેમનો ત્યાગ નહીં કરવાથી ગતિના ઉપયોગનો ઘાત થાય છે. ગતિ વખતે બીજો કોઈ પણ વ્યાપાર યોગ્ય નથી. પાછળ તથા પડખે ઉપયોગ રાખવાથી અથવા અતિ દૂર જોવાથી માર્ગમાં વિદ્યમાન જંતુઓ પણ જોઈ શકાતા નથી. તેમજ અતિ સમીપ જોવાથી સન્મુખ આવતા પશુ અથવા ભીંત વગેરેનું આસ્ફાલન થવા સંભવ છે, માટે ઉપયોગપૂર્વક ગમન કરવું તે જ યોગ્ય છે. આવા પ્રકારની સમિતિપૂર્વક ગતિ કરનાર મુનિને કથંચિત્ પ્રાણીનો વધ થઈ જાય તો પણ પાપ લાગતું નથી. અહીં કેવળ ગતિ વખતે જ ઈર્યાસમિતિ રાખવી એમ નહીં, પણ બેઠાં બેઠાં પણ ઘણા ભાંગાવાળા શાસ્ત્રની આવૃત્તિ કરતી વખતે ભાંગાની રચના કરતાં જે હાથ વગેરેની ચેષ્ટા થાય છે તે પણ પરિસ્કંદરૂપ હોવાથી તેમાં પણ ઈર્યાસમિતિની જરૂર છે. આ સમિતિ વરદત્ત મુનિની જેમ પાળવી. તેનું દૃષ્ટાંત કહે છે— ઈર્યાસમિતિ ઉપર વરદત્ત ઋષિનું દૃષ્ટાંત કોઈ ગચ્છમાં વરદત્ત નામના ઋષિ નિરંતર ઈર્યાસમિતિમાં તત્પર હતા. એકદા શક્રેન્દ્ર પોતાની સભામાં તેમની ઈર્યાસમિતિની પ્રશંસા કરી. તે સાંભળીને એક મિથ્યાત્વી દેવે તે સત્ય નહીં માનતાં ઇન્દ્રને કહ્યું કે–‘જીવવાની ઇચ્છાવાળો તે મુનિ શી રીતે ઈર્યાસમિતિમાં તત્પર રહેશે? હું તેને સમિતિથી ભ્રષ્ટ કરીશ.’’ એમ કહીને તે દેવ મૃત્યુલોકમાં આવ્યો, ત્યાં તે મુનિના ચાલવાના રસ્તા પર તેણે માખી જેવડી દેડકીઓ વિકુર્તી. માર્ગમાં પગ મૂકવાની પણ જગ્યા ન મળે તેટલી બધી દેડકીઓ જોઈને તે મુનિ ઈર્યાસમિતિમાં અતિ સાવધાન થઈ ઊભા રહી ગયા. તેવામાં તે દેવતાએ માયાથી હાથીના ઉપદ્રવવાળું તુમુલ ચારે બાજુએ વિકુલ્યું. તેથી પણ તે સાધુ વિહ્વળ થયા નહીં, તેમજ ઉતાવળી ગતિ કે કૂદીને ચાલવાની ગતિ પણ સ્વીકારી નહીં. ત્યારે તે દેવના વિક્ર્વેલા માણસો દૂરથી સાધુને કહેવા લાગ્યા કે “હે ઋષિ! હાથીના રસ્તામાંથી એકદમ દૂર જતા રહો, દૂર જતા રહો.'' પણ તે મુનિ તો પોતાના સ્વભાવમાં જ સ્થિત રહ્યા. તેવામાં હાથીએ આવીને તે મુનિને પકડી આકાશમાં ઉછાળ્યા, નીચે પૃથ્વી પર પડતાં સાધુએ વિચાર્યું કે “મારો દેહ પ્રમાર્જન કર્યા વિનાની દેડકીઓથી વ્યાપ્ત પૃથ્વી પર પડશે, તેથી ઘણી દેડકીઓનો વિનાશ થઈ જશે.’' આ ૧ જ્ઞાન ને દર્શન અથવા જ્ઞાન ને ચારિત્ર અથવા દર્શન ને ચારિત્રના અવલંબન વડે. ૨૯૧ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [તંભ ૧૯ પ્રમાણે દેવતાએ પોતાની સર્વ પ્રકારની શક્તિ બતાવી,પણ મુનિ ઈર્યાસમિતિથી ભ્રષ્ટ થયા નહીં, એટલે પોતાના જ્ઞાનથી તેમજ ઇંદ્રના વાક્યથી મુનિના ભાવની નિશ્ચલતા જાણીને તે દેવતા પ્રગટ થયો અને પોતે કરેલો અપરાધ ખમાવ્યો. પછી સર્વ વૃતાંત કહી બતાવીને તે દેવ સમકિતરૂપી રત્ન પ્રાપ્ત કરી સ્વર્ગે ગયો. આ પ્રમાણે વરદત્ત ઋષિની જેમ ઈર્યાસમિતિ નામનો પહેલો ચારિત્રાચાર સર્વે મુનિએ પાળવો. જુઓ, તેનું શીલ જોઈને દેવતા પણ મિથ્યાવૃષ્ટિપણાનો ત્યાગ કરી સમ્યવૃષ્ટિ થયો.” વ્યાખ્યાન ૨૭૯ ચારિત્રાચારનો બીજો ભેદ-ભાષાસમિતિ હવે ભાષાસમિતિ નામના બીજા ચારિત્રાચાર વિષે કહે છે हितं यत्सर्वजीवानां, त्यक्तदोष मितं वचः । तद्धर्महेतोर्वक्तव्यं, भाषासमितिरित्यसौ ॥१॥ ભાવાર્થ-“જે સર્વ જીવોને હિતકારી અને દોષરહિત તેમજ મિત પ્રમાણસર–અલ્પ) વચન હોય તે ઘર્મને માટે બોલવું, તેનું નામ ભાષાસમિતિ કહેવાય છે.” અહીં “દોષરહિત જે વચન કહ્યું છે, તે દોષ ક્રોઘાદિક આઠ છે. તે વિષે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ચોવીશમા અધ્યયનમાં કહ્યું છે કે कोहे माणे अ मायाइ, लोभे अ उवउत्तया । हासे भये मोहरीए, विगहासु तहेव य॥१॥ एआइ अट्ठ ठाणाइं, परिवज्जित्तु संजए । असावजंमिअ काले, भासं भासिज्ज पनवं ॥२॥ ભાવાર્થ-“ક્રોઘ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, મુખરતા અને વિકથા એ આઠ સ્થાન વર્જીને અસાવદ્ય એવા કાર્યમાં યથાયોગ્ય કાળે ભાષા બોલવાનું સાધુને માટે કહેલું છે.” વિશેષાર્થ-(૧) કોઈ પિતા પોતાના પુત્ર ઉપર અતિ ક્રોઘ કરીને તેને કહે કે “તું મારો પુત્ર નથી અથવા પાસે રહેનાર બીજા માણસોને કહે કે “આને બાંઘો, બાંઘો' તે ક્રોધ દોષ જાણવો, તેના પર અમરદત્ત મિત્રાનંદ વગેરેનાં દૃષ્ટાંતો છે. (૨) કોઈ માણસ મરીચિની જેમ અહંકારથી “જાતિ વગેરેથી મારા જેવો ઉચ્ચ કોઈ નથી” ઇત્યાદિ બોલે તે માન દોષ જાણવો. (૩) મલ્લિનાથ પ્રભુના પૂર્વ ભવની જેમ અથવા અભયકુમારને પકડી લાવવા માટે ચંડપ્રદ્યોત રાજાએ મોકલેલી વેશ્યાની જેમ જે અન્યને છેતરવા માટે કપટથી બોલે તે માયા દોષ જાણવો. (૪) ઘર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ વગેરેની જેમ અન્યના ભાડાદિકને પોતાના કહેવા તે લોભ દોષ જાણવો. (૫) “જો મહાવિદેહક્ષેત્રમાં વિહરમાન તીર્થંકરો વિચરે છે, તો તે ઉપકારને માટે આ ભરતક્ષેત્રમાં કેમ આવતા નથી? અહીં ક્ષણવાર રહીને લોકના મનના સંદેહો દૂર કરીને પછી ચાલ્યા જાય તો બહુ સારું” એમ જે બોલવું તે હાસ્ય દોષ જાણવો. (૬) કાંઈ પણ કાર્ય કરીને કોઈના પૂછવાથી ભયને લીધે “મેં આ કાર્ય કર્યું નથી, કોઈ બીજાએ કર્યું હશે” એમ જે બોલવું તે ભય દોષ જાણવો. (૭) જેનું દ્રષ્ટાંત આગળ Page #302 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૭૯] ચારિત્રાચારનો બીજો ભેદ-ભાષાસમિતિ ૨૯૩ કહેવામાં આવશે એવી રજ સાધ્વીની જેમ મુખરતાથી (વાચાળપણાથી) વિચાર વિના પરના અવર્ણવાદ બોલવા તે મુખરતા દોષ જાણવો. (૮) સ્ત્રીઆદિકની કથામાં “અહો! આ સ્ત્રીનાં કટાક્ષવિક્ષેપ તથા લાવણ્યાદિક કેવાં સુંદર છે?” ઇત્યાદિ બોલવું અથવા ભુવનભાનુ કેવળીના જીવ રોહિણી સ્ત્રીની જેમ બોલવું તે વિકથા દોષ જાણવો. અહીં મુખરતા દોષ ઉપર સંપ્રદાયાગત ર સાથ્વીનું દ્રષ્ટાંત કહે છે સાધ્વીનું દૃષ્ટાંત શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે શ્રી મહાવીરસ્વામી એકદા દેશનામાં બોલ્યા કે “એક જ માત્ર કુવાક્ય બોલવાથી રજી નામની આર્યા મહા દુઃખ પામી.” તે સાંભળીને ગૌતમ ગણઘરે વિનંતિપૂર્વક પૂછ્યું કે “હે ભગવન્! તે રા સાથ્વી કોણ? અને તેણે વાણીમાત્રથી શું પાપ ઉપાર્જન કર્યું કે જેનો આ પ્રમાણેનો દારુણ વિપાક આપ વર્ણન કરો છો?” ભગવાન બોલ્યા કે “હે ગૌતમ! આ ભરતક્ષેત્રમાં પૂર્વે ભદ્ર નામે એક આચાર્ય હતા. તેના ગચ્છમાં પાંચસો સાધુઓ અને બારસો સાધ્વીઓ હતી. તેના ગચ્છમાં ત્રણ ઉકાળા આવેલું, આયામ (ઓસામણ) અને સૌવીર (કાંજી) એ ત્રણ જાતનું જ જળ વપરાતું હતું. ચોથી જાતનું પાણી પીવાતું નહોતું. એકદા રક્ત આર્યાના શરીરમાં પૂર્વ કર્મના અનુભાવથી કુષ્ઠ વ્યાધિ ઉત્પન્ન થયો, તે જોઈને બીજી સાધ્વીઓએ તેને પૂછ્યું કે “હે દુષ્કર સંયમ પાળનારી! આ તને શું થયું?” તે સાંભળી પાપકર્મથી ઘેરાયેલી રજૂ બોલી કે “આ પ્રાસુક જળ પીવાથી મારું શરીર નષ્ટ થયું.” તે સાંભળીને “આપણે પણ આ પ્રાસુક જળ વરજીએ' એમ સર્વ સાધ્વીઓનાં હૃદયમાં વિચાર થઈ ગયો. તેમાંની એક સાધ્વીએ વિચાર્યું કે “જો કદાપિ મારું શરીર હમણાં જ આ મહાવ્યાદિથી નાશ પામે, તો પણ હું તો પ્રાક જળ તજીશ નહીં. ઉકાળેલું જળ વાપરવાનો અનાદિ અનંત ઘર્મ કૃપાળુ જિનેશ્વરોએ કહેલો છે તે મિથ્યા નથી. આનું શરીર તો પૂર્વે ઉપાર્જન કરેલાં કર્મથી વિનષ્ટ થયું છે. અહો! તે નહીં વિચારતાં આ ર8 અનંત તીર્થકરોની આજ્ઞાનો લોપ કરનારું અને મહા ઘોર દુઃખ આપનારું કેવું દુષ્ટ વચન બોલી?” ઇત્યાદિ શુભ ધ્યાન કરતાં વિશેષ શુદ્ધિના વશથી તે સાધ્વીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તરત જ દેવોએ કેવલીનો મહિમા કર્યો. પછી ઘર્મદેશનાને અંતે રજીએ કેવલીને પ્રણામ કરીને પૂછ્યું કે “હે ભગવન્! કયા કર્મથી હું કુષ્ઠાદિક વ્યાધિનું પાત્ર થઈ?” કેવલીએ કહ્યું કે “સાંભળ, તને રક્તપિત્તનો દોષ છતાં તે સ્નિગ્ધ આહાર કંઠ સુઘી ખાઘો. તે આહાર કરોળિયાની લાળથી મિશ્ર થયેલો હતો. વળી તેં આજે એક શ્રાવકના છોકરાના મુખ ઉપર વળગેલી નાકની લીંટ મોહના વશથી સચિત્ત જળથી ધોઈ હતી. તે શાસનદેવીથી સહન થયું નહીં; તેથી તારી જેમ બીજાઓ પણ તેવું અકાર્ય ન કરે તેવા હેતુથી શાસનદેવીએ તને તે કર્મનું ફળ તત્કાળ બતાવ્યું, તેમાં પ્રાસુક જળનો દોષ કિંચિત્ પણ નથી.” તે સાંભળીને રજૂએ પૂછ્યું કે “હે ભગવન્! જો હું યથાવિધિ તેનું પ્રાયશ્ચિત્ત લઉં, તો મારું શરીર સારું થાય કે નહીં?” કેવળીએ કહ્યું કે “જો કોઈ પ્રાયશ્ચિત્ત આપે તો સારું થાય.” સજ્જ બોલી કે “તમે જ આપો. તમારા જેવો બીજો કોણ મહાત્મા છે?” કેવળીએ કહ્યું કે “તું બાહ્ય રોગની શાંતિ માટે ઇચ્છા કરે છે પણ તારા આત્માના ભાવરોગ વૃદ્ધિ પામ્યા છે, તે શી રીતે જશે? તો પણ હું તો તને પ્રાયશ્ચિત્ત આપું. પરંતુ તેનું કોઈ પ્રાયશ્ચિત્ત જ નથી કે જેથી Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૯ તારી શુદ્ધિ થાય, કેમ કે તેં પૂર્વે સર્વ સાધ્વીઓને કહ્યું છે કે ‘પ્રાસુક જળ પીવાથી મારું શરીર બગડ્યું.' આવા મહા પાપી વાક્ય બોલીને તેં સર્વ સાધ્વીઓના મનને ક્ષોભ પમાડ્યો છે, તેવા વચનથી તેં મોટું પાપ ઉપાર્જન કર્યું છે, તેથી તારે કુષ્ઠ, ભગંદર, જળોદર, વાયુ, ગુલ્મ, શ્વાસનિરોધ, અર્શ, ગંડમાળ વગેરે અનેક વ્યાધિવાળા દેહવડે અનંતા ભવોમાં દીર્ઘ કાળ સુધી નિરંતર દારિદ્રચ, દુઃખ, દૌર્ગત્ય, અપયશ, અભ્યાખ્યાન, સંતાપ અને ઉદ્વેગનું ભાજન થવાનું છે.’’ આ પ્રમાણે કેવલીનું વચન સાંભળીને બીજી સર્વે સાધ્વીઓએ મિથ્યા દુષ્કૃત આપીને પોતાનું પાપ તજી દીધું. માટે હે ગૌતમ! જેઓ ભાષાસમિતિ વડે શુદ્ધ એવું વાક્ય બોલે છે તે કેવલજ્ઞાન પામે છે, અને જે ભાષાસમિતિ જાળવ્યા સિવાય જેમ તેમ બોલી જાય છે તે આચારથી ભ્રષ્ટ થયેલી રા આર્યાની જેમ કુગતિઓમાં અનેક પ્રકારનાં દુઃખસમૂહને પામે છે. – વ્યાખ્યાન ૨૦૦ ચારિત્રાચારનો ત્રીજો ભેદ–એષણાસમિતિ હવે એષણા સમિતિ નામના ત્રીજા ચારિત્રાચાર વિષે કહે છે– सप्तचत्वारिंशता यद्दोषैरशनमुज्झितम् । भोक्तव्यं धर्मयात्रायै, सैषणासमितिर्भवेत् ॥ १॥ ભાવાર્થ—જે સુડતાળીશ દોષરહિત અશન (આહા૨) ઘર્મયાત્રાને (સંયમના નિર્વાહને) માટે વાપરવું તે એષણા સમિતિ કહેવાય છે.’’ તેનો ભાવાર્થ નીચેના દૃષ્ટાંતથી જાણી લેવો. ધનશમાં સાધુનું દૃષ્ટાંત અવંતિ નગરીમાં ધનમિત્ર નામે એક વણિક રહેતો હતો. તે એકદા ગુરુ પાસે ધર્મોપદેશ સાંભળીને અતિ વૈરાગ્યમગ્ન થયો, તેથી ધનશર્મા નામના પોતાના પુત્ર સહિત તેણે દીક્ષા લીધી. અનુક્રમે તે બન્ને શાસ્ત્રમાં નિપુણ થયા. એક દિવસ બીજા સાધુઓની સાથે તે બન્ને મધ્યાહ્ન સમયે એલગપુરના માર્ગે ચાલ્યા. તે વખતે ભયંકર ગ્રીષ્મ ઋતુના સૂર્યના કિરણો પડવાથી તાપ પામેલો તે બાળ સાઘુ તૃષાથી પીડાઈને ઘીરે ધીરે ચાલવા લાગ્યો, તેથી બીજા સાધુઓ તો આગળ ચાલવા માંડ્યા, પણ ધનમિત્ર સાધુ તો પુત્રના પ્રેમરૂપી પાશથી નિયંત્રિત હોવાથી પાછળ રહ્યા; તેવામાં માર્ગે એક નદી આવી. તે જોઈને પિતાએ પુત્રને કહ્યું કે ‘“હે વત્સ! તારી ચેષ્ટાથી હું ધારું છું કે તું તૃષાથી પરાભવ પામ્યો છે. પણ મારી પાસે પ્રાસુક જળ નથી તેથી શું કરું? યોગ્ય ક્ષેત્ર અને યોગ્ય કાળ વિનાનું જળ મુનિઓને તો કલ્પતું નથી. તો હવે આ નદીનું જળ પીને તું તારી તૃષાનું નિવારણ કર. કેમકે બુદ્ધિમાન પુરુષોએ નિષેધ કરેલું કાર્ય પણ આપત્તિમાં કરવું પડે છે. તે વિષે કહ્યું છે કે— निषिद्धमप्याचरणीयमापदि क्रिया सती नावति यत्र सर्वथा । घनाम्बुना राजपथेऽतिपिच्छले, क्वचिद्बुधैरप्यपथेन गम्यते || १ || ભાવાર્થ-નિષિદ્ધ કાર્ય પણ આપત્તિમાં કરવું જોઈએ. કેમકે સત્ ક્રિયા સર્વ પ્રકારે સર્વત્ર " Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૫ વ્યાખ્યાન ૨૮૦] ચારિત્રાચારનો ત્રીજો ભેદ-એષણા સમિતિ રક્ષણ કરતી નથી. કોઈ વખત મેઘના જળથી રાજમાર્ગ અતિ કાદવવાળો થયો હોય, ત્યારે ડાહ્યા પુરુષો પણ આડે રસ્તે ચાલે છે. માટે હે વત્સ! આ મૃત્યુ આપનારી આપત્તિનું કોઈ પણ પ્રકારે ઉલ્લંઘન કર. પછી તેનું નિવારણ કરવા માટે ગુરુ પાસે જઈને આલોચના કરી લેજે.” એમ કહીને ઘનમિત્ર મુનિ નદી ઊતર્યા. વળી તેને વિચાર થયો કે “આ પુત્ર મારી શરમથી નદીનું જળ પીશે નહીં. કેમકે લwવાન પુરુષો અકાર્ય કરતાં પોતાના પડછાયાથી પણ શંકા પામે છે. તેથી હું તેના દ્રષ્ટિમાર્ગથી જરા દૂર જાઉં.” એમ વિચારીને તે આગળ ચાલ્યા. પેલા બાળ સાધુ પણ નદીને કાંઠે આવ્યા એટલે અત્યંત તૃષાતુર હોવા છતાં પણ વિચાર કરવા લાગ્યા કે “પરમાત્માએ અનેષણીય ભક્ત પાન લેવાનું નિષિદ્ધ કર્યું છે. એષણા ત્રણ પ્રકારની કહી છે–ગવેષણા, ગ્રહમૈષણા અને પરિભોગેષણા. આ ત્રણે એષણા આહાર, ઉપાધિ અને શય્યાદિ સર્વ વિષયમાં શોઘવી જોઈએ. તેમાં પ્રથમ આઘાકર્માદિ સોળ ઉત્પાદન દોષ કહેલા છે, અને ઘાત્યાદિ સોળ ઉદ્ગમ દોષ કહેલા છે. તે બત્રીશ દોષ પહેલી ગષણામાં શોધવાના છે, બીજી ગ્રહણષણામાં અંકિતાદિ દશ દોષ શોઘવાના છે, અને ત્રીજી પરિભોગેષણામાં અંગારાદિ પાંચ દોષ શોઘવાના છે. એ રીતે યતનાવાળો મુનિ સુડતાળીશ દોષરહિત નવ કોટી વિશુદ્ધ એવા ભક્તપાનાદિક આહારને, ઔધિક અને ઉપગ્રહિક એવા બે પ્રકારના ઉપથિને અને વસતિને ગ્રહણ કર છે, તે એષણા સમિતિ કહેવાય છે. તેવી શુદ્ધિથી રહિત અગ્રાહ્ય એવું આ જળ હમણાં મહા કષ્ટથી હું પીઉં છું. પછી ગુરુ પાસે તેની આલોચના લઈશ.” એમ વિચારીને અંજળીમાં જળ લઈ તેણે પીવા માટે મુખ પાસે હાથ લાવ્યો, તેવામાં તેને બીજો વિચાર થયો કે “હું હમણાં જલાદિકના જીવોને અભયદાન આપું કે તૃષા નિવારણ કરવા વડે મારા જીવને સુખી કરું? જો મારા જીવને આ લોકસંબંધી સુખ આપું છું, તો બીજા જીવોને મોટું દુઃખ થાય છે. વળી તેથી મારું ચતુર્ગતિ રૂપ સંસારપરાવર્તન વૃદ્ધિ પામશે, તેમજ અનંત તીર્થકરોની આજ્ઞાનો લોપ થશે. વળી આ જીવો સર્વે મારા આત્માના સંબંઘી છે. કેમકે મારો આત્મા આ જીવોના કુળમાં અનેક વાર રહેલો છે. શ્રીમાનું તીર્થકરોએ તો છકાય જીવોની દયા સંયમઘારી સાધુઓના ઉત્કંગમાં મૂકી છે. વળી હે જીવ! તે નરકમાં રહીને આનાથી પણ અનંતગણી તૃષાનું દુઃખ પરાધીનપણાએ અનંતીવાર સહન કર્યું છે. હમણાં તું સ્વતંત્ર થયો છે, તેથી આવા અકાર્યમાં પ્રવર્તે છે, પણ હે જીવ! શા માટે આત્મગુણને ભ્રષ્ટ કરે છે? અથવા હે જીવ! તારા એક જીવને માટે અનેક જીવનો વઘ કરવાના ભયથી તું જરા પણ ડરતો કેમ નથી? અરે! મારા ચિત્તની મૂઢતાને ધિક્કાર છે! પ્રત્યક્ષ રીતે માત્ર એક ક્ષણ સુખને આપનાર તૃષાચ્છદ રૂપ આ નિર્મળ અને શીતળ જળને તું અમૃત તુલ્ય માને છે. પણ તે અમૃતમય નથી, તે તો નિશે વિશ્વની ઘારાના પાન સમાન છે, એમ તારે જાણવું. કેમકે એક જળના બિંદુમાં જિનેશ્વરે અસંખ્ય જીવો કહેલા છે. અને તે બિંદુ પણ જો સેવાળના લવથી પણ મિશ્રિત હોય તો તે અનંત જીવરૂપ થાય છે. કહ્યું છે કે त्रसाः पूतरमत्स्याद्याः, स्थावराः पनकादयः । नीरे स्युरिति तत्पाता, सर्वेषां हिंसको भवेत् ॥१॥ ભાવાર્થ-પૂરા, મત્સ્ય વગેરે ત્રણ અને પનક વગેરે સ્થાવર જંતુઓ જળમાં હોય છે, માટે તે જળનો પીનાર તે સર્વ જીવોનો હિંસક થાય છે. - Page #305 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ तत् कियद्भिर्दिनैर्यान्ति, रक्षिता अपि ये धुवम् । તાન્ પ્રાપ્પાન્ રક્ષિતું રક્ષ, પપ્રાળ નિહન્તિ જઃ રા ', ભાવાર્થ-તેથી કરીને જે પ્રાણો રક્ષણ કર્યા છતાં પણ કેટલાક દિવસ પછી તો અવશ્ય જવાના જ છે, તો તેવા પ્રાણોના રક્ષણને માટે કયો ડાહ્યો માણસ પ૨ના પ્રાણને હણે? ૨૯૬ તેથી આ સચિત્ત જળ સર્વથા હું પીશ નહીં.’’ એમ નિશ્ચય કરીને દૃઢ ધૈર્યવાળા તે બાળકે વિવેકપૂર્વક ઘણા જળજંતુઓને બાધા ન થાય તેવી રીતે ઘીમે ઘીમે અંજળીમાં રહેલું જળ નદીમાં પાછું મૂકી દીધું. પછી તે નદી ઊતર્યો, પણ તૃષાથી ચાલવાની શક્તિ નહીં રહેવાથી તે તેનાં કાંઠા પર જ પડી ગયો. તે વખતે તેણે વિચાર કર્યો કે “હમણાં આ તૃષાવેદનીય કર્મ કંઠ, તાળુ વગેરેનું શોષણ કરીને મારા આત્મામાં રહેલા રત્નત્રયી રૂપ અમૃતનું શોષણ કરવા ઇચ્છે છે, પણ હે કર્મ! હવે ત્યાં તારો તલમાત્ર પણ પ્રવેશ નહીં થાય. કેમકે સમાધિ અને સંતોષથી આત્મસ્વરૂપના ધ્યાનમાં હું મગ્ન થયો છું, તેથી ત્યાં તારો પ્રચાર થઈ શકે તેમ નથી. અહો! પૂર્વે થઈ ગયેલા પૂજ્ય પુરુષોએ મોટું અવલંબન કરી રાખ્યું છે.’” ઇત્યાદિ શુભ ધ્યાનમાં તત્પર થયેલો તે બાળ સાધુ મૃત્યુ પામીને સ્વર્ગે ગયો. સ્વર્ગમાં ઉત્પન્ન થતાં જ તેણે અવધિજ્ઞાન વડે ઉપયોગ દીધો, એટલે પોતાના પિતાને નદીથી થોડે દૂર જઈને ઊભેલા દીઠા. એટલે તે દેવ પોતાના શરીરમાં પ્રવેશ કરીને ઘનમિત્ર મુનિની પાછળ ગયો. પુત્રને આવતો જોઈને ઘનમિત્ર પણ હર્ષ પામ્યો અને આગળ ચાલ્યો. પછી બીજા સાધુઓ પણ તૃષાથી પીડાવા લાગ્યા. તેમને માટે તે દેવતાએ ભક્તિથી માર્ગમાં ગોકુળ વિકુર્યા. ત્યાંથી તક્ર વગેરે લઈને સાધુઓ સ્વસ્થ થયા. ત્યાંથી આગળ ચાલતાં તે સાધુઓમાંથી એકની વીંટિકા તે દેવતાએ જ પોતાની ઓળખાણ કરાવવા માટે ભુલાવી દીધી. દૂર જઈને તે સાધુને પોતાની વીંટિકા યાદ આવી, એટલે તે સાધુ ઊભો રહ્યો અને પાછો ફરીને તે સ્થાને ગયો ત્યાં પોતાની ઉપધિની વીંટિકા જોઈ, પણ ત્યાં જે ગોકુળ હતું તે જોયું નહીં. પછી તે ઉપઘિ લઈને સર્વ સાધુની ભેગા થઈ તેણે ‘ઉપધ્ધિ મળી પણ ત્યાં ગોકુળ તો નથી” તે વાત સર્વને જણાવી. તે સાંભળી સર્વ આશ્ચર્ય પામી વિચારવા લાગ્યા કે “ખરેખર કોઈ દેવતાના અનુભાવથી આ વનમાં ગોકુળ થયું હતું.’’ તેવામાં તે દેવ પ્રગટ થઈને પોતાના પિતા સિવાય બીજા સર્વ મુનિઓને નમ્યો. તે વખતે એમને કેમ નમ્યો નહીં?’’ એ પ્રમાણે સાધુઓના પૂછવાથી તે દેવે પોતાનો સર્વ વૃત્તાંત જણાવીને કહ્યું કે “સચિત્ત જળ પીવા માટે મને તે વખતે તેણે સંમતિ આપી હતી, તેથી તેને પૂર્વભવનો પિતા છતાં પણ મેં પ્રણામ કર્યો નહીં. તેણે સ્નેહને લીધે શત્રુના જેવું કાર્ય કર્યું હતું. તેના વચનથી જો મેં સચિત્ત જળનું પાન કર્યું હોત, તો મને અનંત ભવભ્રમણ પ્રાપ્ત થાત. કહ્યું છે કે– स एव हि बुधैः पूज्यो, गुरुश्च जनकोऽपि च । शिष्यं सुतं च यः क्वापि, नैवोन्मार्गे प्रवर्तयेत् ॥ १॥ [સ્તંભ ૧૯ ભાવાર્થ-જે શિષ્યને તથા પુત્રને કદાપિ ઉન્માર્ગે પ્રવર્તાવે નહીં, તે જ ગુરુ અને તે જ પિતા ડાહ્યા માણસને પૂજવા યોગ્ય છે. એ પ્રમાણે કહીને તે દેવ સ્વર્ગે ગયો, અને સાધુઓએ પણ તેની પ્રશંસા કરતાં આગળ વિહાર કર્યો. Page #306 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૮૧] ચારિત્રાચારનો ચોથો-પાંચમો ભેદ ૨૯૭ “જેમ ઘનશર્મા નામના બાળ સાઘુએ તે વખતે અનેષણીય જળનું પાન કર્યું નહીં, તેમ સર્વ સાધુઓએ પાપરહિત થઈને આ ચારિત્રાચારનું પાલન કરવું.” * વ્યાખ્યાન ૨૮૧ ચારિત્રાચારનો ચોથો-પાંચમો ભેદ આદાનનિક્ષેપ સમિતિ અને પારિષ્ઠાપનિકા સમિતિ હવે ચોથા તથા પાંચમા ચારિત્રાચાર વિષે કહે છે ग्राह्यं मोच्यं च धर्मोपकरणं प्रत्युपेक्ष्य यत् । प्रमाय॑ चेयमादाननिक्षेपसमितिः स्मृता ॥१॥ ભાવાર્થ-“ઘર્મનાં ઉપકરણો જોઈને તથા પ્રમાર્જીને લેવાં અથવા મૂકવાં, તે આદાનનિક્ષેપ નામની ચોથી સમિતિ કહી છે.” , ઔધિક તે રજોહરણ, મુખવસ્ત્રિકા વગેરે અને ઔપગ્રહિક તે સંથારો, દાંડો વગેરે અને બીજું પણ કોઈ પ્રયોજન માટે ઘૂળનું ઢેકું તથા કાષ્ઠાદિક જે લેવું પડે તે જોઈને તથા પડિલેહીને હસ્તાદિકમાં ગ્રહણ કરવાં, અને તેવી જ રીતે પૃથ્વી વગેરે ઉપર મૂકવાં. તે સર્વ વસ્તુ પ્રથમ નેત્ર વડે જોઈને અને રજોહરણ વગેરેથી પ્રમાર્જીને જ લેવી મૂકવી, તે વિના નહીં. કેમકે જોયા પ્રમાર્યા વિના લેવા મૂકવાથી સૂક્ષ્મ પનક (લીલ ફુલ) તથા કુંથુવા, કીડી વગેરે જીવોની હિંસા થયા, અને તેથી ચારિત્રની વિરાઘના થાય. કદાચિતું વીંછી વગેરે ડસે તો આત્માની વિરાધનાદિકનો પણ સંભવ થાય. વસ્ત્રાદિકની પડિલેહણા પણ તેવા પ્રકારે કરવી કે જેથી વાયુકાય વગેરેની જરા પણ વિરાઘના ન થાય. કેમકે પ્રમાર્જના અને પડિલેહણા જીવની દયાને માટે જ કરવામાં આવે છે; તેથી તે બન્ને ક્રિયામાં સાઘુએ અત્યંત પ્રમાદરહિત થવું. કહ્યું છે કે पडिलेहणकुणंतो, मिहो कहं कुणइ जणवयकहं वा । देइ च पच्चक्खाणं, वाएइ सयं पडिच्छइ वा ॥१॥ पुढवि आउक्काए, तेउ-वाउ-वणस्सइ-तसाणं । પડિક્લેદનપત્તો, છન્ન પિ વિરgિો હોફોરા. ભાવાર્થ-“પડિલેહણ કરતાં કરતાં પરસ્પર વાતો કરે અથવા દશકથા કરે, પચખાણ આપે, કોઈને વંચાવે અથવા પોતે વાંચના ગ્રહણ કરે તો તેમ કરતાં પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય તથા ત્રસકાયની પડિલેહણમાં પ્રમાદી સાધુ વિરાધના કરે છે.” તે પ્રમાણે શરીરની પ્રાર્થના કરવામાં પણ પ્રમાદરહિત થવું. પ્રસન્નચંદ્ર રાજાના ભાઈ વલ્કલચીરી ધૂળથી ભરાયેલાં વસ્ત્રોની પ્રમાર્જના કરતાં કેવળજ્ઞાન પામ્યા હતા. તથા કોઈ સોમિલ નામના બ્રાહ્મણે દીક્ષા લીધી હતી. તેને એકદા ગુરુએ ગ્રામાંતર જવાના વિચારથી કહ્યું કે પાત્રાદિકની પડિલેહણા કર.” એટલે તે સોમિલ પડિલેહણા કરી. પછી કાંઈ કારણ બનવાથી ગુરુએ વિહાર કર્યો નહીં, એટલે ફરીને ગુરુએ તેને કહ્યું કે “પાત્રાદિક પ્રમાર્જના કરીને તેને સ્થાને પાછા મૂક.” ત્યારે સોમિલ શિષ્ય બોલ્યો કે “હમણાં જ પડિલેહણા કરી છે, શું પાત્રાદિકમાં સર્પ પેસી ગયો છે કે વારંવાર પડિલેહણા કરવાનું કહો છો? આ પ્રમાણે તેનું અયોગ્ય વચન સાંભળીને - Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૯ શાસનદેવતાએ ક્રોઘથી પાત્રમાં સર્પ વિકર્યો. તે જોઈને સોમિલ ભય પામ્યો, અને ગુરુ પાસે ક્ષમા માગી, ત્યારે ગુરુ બોલ્યા કે “તે કાંઈ મારું કાર્ય નથી.” પછી દેવ બોલ્યો કે “તે સાધુને બોઘ કરવા માટે મેં સર્પ વિક્ર્યો છે, કેમકે સર્વ કાર્યો મુનિએ પ્રમાર્જના પૂર્વક જ કરવાનાં છે.” તે સાંભળીને સોમિલે આદાન નિક્ષેપ સમિતિ ઘારણ કરી. અનુક્રમે તે કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયો. હવે પારિષ્ઠાપનિકા સમિતિ નામનો પાંચમો આચાર કહે છે निर्जीवेऽशुषिरे देशे, प्रत्युपेक्ष्य प्रमाय॑ च । જ્યાગો મતમૂત્ર, સોત્સસમિતિઃ સ્મૃતા શા. ભાવાર્થ-નિર્જીવ અને પોલાણ વિનાના પ્રદેશમાં જોઈને તથા પંજીને મલ, મૂત્રાદિકનો ત્યાગ કરવો તે ઉત્સર્ગ સમિતિ (પારિષ્ઠાપનિકા સમિતિ) કહેવાય છે.” | મુનિએ મૂત્ર, પુરીષ, શ્લેષ્મ, ઘૂંક, કર્ણ તથા નેત્રનો મેલ વગેરે, આહાર, જળ, વસ્ત્ર, પાત્ર વગેરે જે કોઈ વસ્તુ પરઠવવા યોગ્ય હોય તે સર્વ વસ્તુ; લીલું ઘાસ, બીજ, અંકુરા, સૂક્ષ્મ કુંથુવા, કીડી, મંકોડી વગેરે ન હોય તેવા અચિત્ત સ્થાનકે યતનાપૂર્વક પરઠવવી. “યતના' એટલે મૂત્ર, જળ વગેરે પ્રવાહી વસ્તુ થોડી થોડી પૃથ પ્રદેશમાં પરઠવવી કે જેથી તેનો રેલો ચાલે નહીં, અને તરત જ સુકાઈ જાય. અશન વગેરેને ચોળીને પરઠવવું કે જેથી કીડી, મંકોડી વગેરે તેમાં પડે નહીં. વસ્ત્રાપાત્રાદિકના અતિ સૂક્ષ્મ કકડા કરવા કે જેથી ગૃહસ્થીના ઉપયોગ રૂપ દોષ ન લાગે. ચંડિલ (સ્થાન) ના ગુણો ઉત્તરાધ્યયનમાં “પાવાવમíો” વગેરે પાઠમાં બતાવ્યા છે તે આ પ્રમાણે–(૧) “અનાપાત' એટલે પોતાને અથવા બીજા કોઈને જ્યાં વારંવાર જવું આવવું નથી એવું જે સ્થાન તે અનાપાત અંડિલ કહેવાય છે. “અસંલોક' એટલે પોતે દૂર છતાં પણ વૃક્ષાદિકના વ્યવઘાનને લીધે જ્યાં પોતાના પક્ષના સાઘુઓ વગેરે પણ જોઈ શકે નહીં તેવું સ્થાન તે અસંલોક કહેવાય છે. અહીં અનાપાત અને અસંલોક એ બન્નેના ચાર ભાંગા કરવા, તેમાં પ્રથમ ભાંગો શુદ્ધ છે, જેમાં બન્નેમાંથી એકે દોષ લાગતા નથી. તેવા સ્થાનકે પરઠવવા જવું. (૨) “અનપઘાતિક એટલે જ્યાં કોઈ તાડનાદિક કરે તો તેથી શાસનનો ઉડ્ડાણ થાય તેવું ન હોય તે સ્થાન અનુપઘાતિક કહેવાય છે. તેમાં ઉપઘાત ત્રણ પ્રકારનો છે. સંયમ(ચારિત્ર)નો, પ્રવચનનો અને પોતાનો. (૩) “સમર્થંડિલ' એટલે જે સ્થાન ઊંચું નીચું ન હોય, સરખું હોય, તે સમÚડિલ કહેવાય છે, ઊંચું નીચું સ્પંડિલ હોય તો ત્યાં મૂત્ર પુરીષ કરતાં વિશીર્ણ થાય, તેથી છ કાયની હિંસા થાય, અને ચારિત્રની વિરાઘના થાય. (૪) “અશુષિર” એટલે તૃણ, પર્ણ વગેરે જ્યાં ન હોય તે અશુષિર સ્થાન કહેવાય છે. શુષિર સ્થાનમાં પરઠવવાથી વીંછી વગેરે હોય તો તે ડસે છે. (૫) “અચિરકાલકૃત એટલે જે સ્થાનો જે ઋતુમાં અગ્નિ વગેરે લગાડવાના કારણથી નિર્જીવ કરેલાં હોય, તે જ તુમાં તે સ્થાનો અચિરકાલકૃત કહેવાય છે. માટે બે માસના પ્રમાણવાળી તે ઋતુમાં તે સ્થાનો શુદ્ધ જાણવાં. ત્યાર પછી બીજી સ્તુમાં તે સ્થાનો મિશ્ર જાણવાં; તેમજ જે સ્થાને એક વર્ષાકાલ સુધી ગૃહસ્થો સહિત ગામ વસેલું હોય તે સ્થાન બાર વર્ષ સુધી અંડિલ માટે શુદ્ધ સ્થાન જાણવું, ત્યાર પછી અશુદ્ધ જાણવું. (૬) વિસ્તીર્ણ એટલે જધન્યથી આયામ તથા વિષ્કમ એક હાથનો હોય, ૧ અનાપાત અસંલોક, અનાપાત સંલોક, આપાત અસંતોક અને આપાત સંલોક એ ચાર ભાંગા. Page #308 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૮૧] ચારિત્રાચારનો ચોથો-પાંચમો ભેદ ૨૯૯ અને ઉત્કૃષ્ટથી બાર યોજનનો હોય તે સ્થાન વિસ્તીર્ણ કહેવાય છે. તેમાં ઉત્કૃષ્ટ પ્રમાણ તો ચક્રવર્તીની સેનાના નિવેશમાં જાણવું. અન્યત્ર મધ્યમ પ્રમાણ જાણવું. (૭) ‘દુરવગાઢ’ એટલે જે ગંભીર (ઊંડું) સ્થાન હોય તે દુરવગાઢ કહેવાય છે. તેમાં નીચે ચાર આંગળ સુધી અગ્નિ તથા સૂર્યના તાપથી અચિત્ત ભૂમિ થયેલ હોય તે જઘન્ય જાણવું, અને પાંચ આંગળથી આરંભીને વિશેષ હોય તે ઉત્કૃષ્ટ જાણવું. (૮) ‘અનાસન્ન’ એટલે ઉપવનાદિકની અતિ સમીપે ન હોય તે અનાસન્ન સ્થંડિલ કહેવાય છે. આસન્ન(સમીપ)ના બે ભેદ છે, દ્રવ્યાસન્ન અને ભાવાસત્ર. તેમાં દ્રવ્યાસન્ન એટલે દેવાલય, હવેલી, ગામ, ઉદ્યાન, ખેતર, માર્ગ વગેરેની સમીપનું સ્થાન. તે સ્થાનમાં પરઠવવાથી સંયમનો અને પોતાનો ઘાત થવા રૂપ બે પ્રકારના દોષનો સંભવ છે. કેમકે તે દેવાલયાદિકનો અધિપતિ સાધુએ સમીપમાં ત્યાગ કરેલા પુરીષાદિને કોઈ ચાકર પાસે બીજે ઠેકાણે નંખાવીને તે સ્થાન સાફ કરાવે, તથા તે ચાકરના હાથ ધોવરાવે, તેથી સંયમનો ઉપઘાત થાય, અથવા તે સ્થાનના અધિપતિને ક્રોધ આવવાથી દ્વેષને લીધે કદાચિત્ તાડનાદિક કરે, તો તેથી આત્માનો (પોતાનો) ઉપઘાત થાય. તથા ‘ભાવાસન્ન’ એટલે ઉતાવળના કારણથી નજીકમાં જ પરઠવે તે. (૯) ‘બિલવર્જિતં’ એટલે જે પૃથ્વીમાં દ૨ વગેરે કાંઈ છિદ્ર ન હોય તે બિલવર્જિત સ્થંડિલ કહેવાય છે. તથા (૧૦) ‘ત્રસપ્રાણબીજ રહિતં' એટલે સ્થાવર અને જંગમ સમગ્ર જંતુજાતિથી રહિત જે સ્થાન હોય તે ત્રસપ્રાણબીજરહિત સ્થંડિલ કહેવાય છે. આ દશ પદોના એકસંયોગી બેસંયોગી એમ ભાંગા કરતાં એક હજાર ને ચોવીશ ભાંગા થાય છે. તેમાં છેલ્લો દશ પદનો થયેલો ભાંગો મુખ્યતાએ શુદ્ધ છે. તેવા સ્થંડિલમાં પુરીષાદિક પરઠવવું. આ પ્રમાણે પારિષ્ઠાપનિકા સમિતિ શ્રી જ્ઞાતાસૂત્ર નામના છઠ્ઠા અંગમાં વર્ણવેલા શ્રી ધર્મરુચિ સાધુની જેમ પાળવી. શ્રી ધર્મરુચિનું દૃષ્ટાંત એકદા શ્રી ધર્મઘોષસૂરિના શિષ્ય શ્રી ધર્મરુચિમુનિ ગોચરી માટે ગયા હતા. તેમાં એક નાગશ્રી નામની બ્રાહ્મણીએ કડવી તુંબડીનું શાક વહોરાવ્યું, તે તેમણે ગુરુને બતાવ્યું. ગુરુએ તે શાક અયોગ્ય અને પ્રાણનાશક જાણીને શિષ્યને કહ્યું કે “આ શાકને શુદ્ધ સ્થંડિલે પરઠવી આવો.’’ એટલે શિષ્ય ઉપર કહી તેવા પ્રકારની સ્થંડિલ ભૂમિએ જઈને વિચાર્યું કે ‘‘આ શાકમાં એવો શો દોષ હશે કે તેને પરઠવવા માટે ગુરુએ આજ્ઞા આપી?’’ પછી તેના દોષની પરીક્ષા કરવા માટે શિષ્યે તે શાકમાંથી એક બિંદુ પૃથ્વી પર મૂક્યું, તેના ગંધથી લુબ્ધ થઈને અનેક કીડીઓ ત્યાં આવી, અને તેનો રસ લેતાં જ તત્કાળ મૃત્યુ પામી. તે જોઈને તે સાધુને દયા આવવાથી તેણે વિચાર્યું કે ‘“નિર્દોષ ભૂમિમાં પણ કીડીઓ વગેરે દૂરથી આવે છે, તો તેવું શુદ્ધ સ્થંડિલ તો કોઈ પણ ઠેકાણે જણાતું નથી, અને ગુરુએ તો શુદ્ધ સ્થંડિલમાં જઈને પરઠવવાની આજ્ઞા આપી છે, તેથી મારા શરીર જેવું બીજું કોઈ સ્થંડિલ હું શુદ્ધ જોતો નથી, માટે આ શાક તેમાં જ પરઠવવું યોગ્ય છે.’’ એમ વિચારીને તે શાક તેમણે પોતે જ વાપર્યું, અને તે જ વખતે અનશન લઈને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવતા થયા. આ સમિતિ ઉપર બીજું પણ વિશેષ વિવેચન સમજવા જેવું છે તે છઠ્ઠા અંગથી જાણી લેવું. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૯ તેમાં આ સમિતિ ઉપર ઢંઢણત્રઋષિ તથા સિંહકેસરીઆઋષિનું પણ દ્રષ્ટાંત છે, જેમાં મોદકને પરઠવવાની હકીકત છે. આ વિષય ઉપર પુષ્પમાળા પ્રકરણમાં કહેલું ઘર્મરુચિનું દ્રષ્ટાંત પણ જાણવું. તે આ પ્રમાણે-કોઈ ગચ્છમાં ઘર્મરુચિ નામના સાધુ હતા. તે એકદા પરોપકારના કાર્યમાં વ્યગ્ર રહેવાથી સ્પંડિલની પ્રતિલેખના કરવી ચૂકી ગયા. રાત્રે પેશાબ કરવાની શંકા થવાથી વ્યથા થવા લાગી. તે વ્યથાથી પ્રાણ જવાની તૈયારી હતી; તેવામાં કોઈ દેવતાએ પ્રકાશ દેખાડ્યો, તેથી તેમણે શુદ્ધ સ્થડિલ જોઈ લીધું અને લઘુશંકા ટાળી. ત્યાર પછી ફરી અંઘકાર થયો. તે જોઈને “આ પ્રકાશ દેવતાએ કર્યો હશે” એમ જાણી તેનું મિથ્યાદુષ્કત આપ્યું. ઇત્યાદિ અનેક દૃષ્ટાંતો વિવિઘ શાસ્ત્રોથી જાણવાં. અહીં જે દશ વિશેષણો આપીને શુદ્ધ થંડિલનું સ્વરૂપ બતાવ્યું છે તેવું સ્પંડિલ ઘર્મરુચિ સાધુની જેમ શોઘીને મુમુક્ષુ મુનિઓએ આ પાંચમી સમિતિનું પાલન કરવું, પણ તેમાં કિંચિત્ માત્ર આળસુ એટલે પ્રમાદી થવું નહીં. વ્યાખ્યાન ૨૮૨ ચારિત્રાચારના છેલ્લા ત્રણ ભેદ-ત્રણ ગતિ હવે પ્રથમ મનોગુમિ નામના છઠ્ઠા ચારિત્રાચાર વિષે કહે છે कल्पनाजालनिर्मुक्तं, सद्भूतवस्तुचिन्तनम् । विधेयं यन्मनःस्थैर्य, मनोगुप्तिर्भवेत् त्रिधा ॥४॥ ભાવાર્થ-“કલ્પનાના સમૂહ રહિત સત્ય વસ્તુનું ચિંતવન કરીને જે મનની સ્થિરતા કરવી તે મનોગતિ કહેવાય છે. તેના ત્રણ ભેદ છે.” મનોગતિના ત્રણ ભેદ આ પ્રમાણે–આર્ત અને રૌદ્ર ધ્યાનના અનુબંઘવાની કલ્પનાના સમૂહથી રહિત તે પહેલી મનોગતિ છે; આગમને અનુસરનારી, સમસ્ત લોકને હિતકારી, ઘર્મધ્યાનના અનુબંઘવાળી અને મધ્યસ્થ બુદ્ધિના પરિણામવાળી તે બીજી મનોગુતિ છે; અને શુભ તથા અશુભ સમગ્ર મનની વૃત્તિઓનો નિરોઘ કરીને યોગનિરોધ અવસ્થામાં પ્રાપ્ત થનારી આત્મામાં જ રમણ કરવારૂપ તે ત્રીજી મનોગતિ છે. આ મનોમુનિ જિનદાસ શ્રેષ્ઠીની જેમ પાળવી. તેનું દ્રશ્ચંત આ પ્રમાણે મનોગમિપર જિનદાસ શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત ચંપાપુરીમાં જિનદાસ નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તે એકદા પૌષઘ વ્રત હોવાથી રાત્રિએ કાયોત્સર્ગ કરીને પોતાના શુન્ય ઘરમાં રહ્યો હતો. તે તેની કુલટા સ્ત્રીના જાણવામાં ન હોવાથી તે સ્ત્રી તે જ ઘરમાં લોઢાના ખીલાવાળા જેના પાયા હતા એવો પલંગ લાવી. તેનો એક પાયો શ્રેષ્ઠીના જ પગ ઉપર મૂકીને પોતાના જારની સાથે ક્રીડા કરવા લાગી. તેમના ભારથી પીડા પામતો સતો તે શ્રેષ્ઠી મનોગુમિ પાળી મરણ પામીને સ્વર્ગે ગયો. હવે દ્વિતીય વાગુતિ (વચનગુપ્તિ) નામનો સાતમો ચારિત્રાચાર કહે છે– મૌનાવર્તવાનું સાધો, સંજ્ઞાવિપરિહારતઃ | वाग्वृत्तेर्वा निरोधो यः, सा वाग्गुप्तिरिहोदिता ॥१॥ For Private & Personal use only Page #310 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૮૨] ચારિત્રાચારના છેલ્લા ત્રણ ભેદ-ત્રણ ગુણ ૩૦૧ ભાવાર્થ-સંજ્ઞાદિકનો પણ ત્યાગ કરીને સાધુ જે મૌન ઘારણ કરે અથવા વાણીની વૃત્તિનો નિરોધ કરે તે વાગૂતિ કહેવાય છે.” આ વાગ્રુતિના બે પ્રકાર છે. તે આ પ્રમાણે–મુખ, નેત્ર અને ભૂકટિનો વિકાર, આંગળીથી ઈશારો કરવો, ઊંચેથી ખોંખારો મારવો, હુંકાર કરવો, કાંકરો વગેરે ફેંકવું, ઇત્યાદિ કાર્યનું સૂચવન કરનારી સર્વ સંજ્ઞા (ઇશારા) નો ત્યાગ કરીને “આજે મારે કાંઈ પણ બોલવું નહીં' એવો અભિગ્રહ ઘારણ કરે તે પહેલી વાગુતિ કહેવાય છે; પરંતુ ચેષ્ટા વગેરે કરીને પોતાના કાર્યનું સૂચન કરવું, અને મૌનનો અભિગ્રહ કરવો તે તો નિષ્ફળ જ છે. તથા વાચના, પૃચ્છના અને બીજાના પ્રશ્નના જવાબમાં લૌકિક આગમના વિરોઘ રહિત મુખવસ્ત્રિકાથી મુખકમળનું આચ્છાદન કરીને બોલતા સતા વાવૃત્તિને જે નિયમમાં રાખવી તે બીજી વાગૂતિ કહેવાય છે. આ બે ભેદથી એવું સિદ્ધ થાય છે કે સર્વથા વાણીનો વિરોધ કરવો, અથવા યથાર્થ સમ્યકુભાષણ કરવું તે વચનગુતિ છે; અને ભાષાસમિતિમાં તો માત્ર સમ્યક્ વાણીની પ્રવૃત્તિ કરવી એમ છે, એટલો વાગૂતિમાં અને ભાષાસમિતિમાં તફાવત છે. કહ્યું છે કે समियो नियमा गुत्तो, गुत्तो समियत्तणंमि भयणिज्जा । कुशलवयमुदीरंतो, जं वइगुत्तो वि समियो वि॥१॥ ભાવાર્થ-“જે સમિતિવાન હોય તે અવશ્ય ગુસિવાળો હોય છે, અને જે ગુતિવાળો હોય તેને સમિતિની ભજના હોય છે, તેથી જે યથાર્થ વચન બોલનાર હોય તેને સમિતિ અને ગુતિ બન્ને હોય છે.” આ વાગૂમિના સમર્થન માટે અન્ય શાસ્ત્રનું દ્રષ્ટાંત કહે છે– વિષ્ણુપુરનાં ઉદ્યાનમાં શિવશર્મા, દેવશર્મા અને હરિશર્મા નામના ત્રણ તાપસી મહા ઉગ્ર તપ કરતા હતા. તે ત્રણેના તપના પ્રભાવથી પહેરવાનાં ઘોતિયાં આકાશમાં નિરાઘાર સુકાતાં હતાં, એવી સર્વત્ર પ્રસિદ્ધિ હતી. એકદા તે ત્રણે તાપસો સરોવરમાં સ્નાન કરવા ગયા, ત્યાં તેમનાં ઘોતિયાં આકાશમાં તડકે સુકાતાં હતાં. તેવામાં તે સરોવરમાં કોઈ બંગલાએ આવીને એક મસ્સને પકડ્યો, તે જોઈને “અરે! આ બહુ ખોટું થયું, આ પાપીએ નિરપરાથી મત્સ્યને પકડ્યો. અરે! મૂકી દે, મૂકી દે.” એમ બોલીને મત્સ્ય પર દયા અને બગલા પર નિર્દયતા બતાવનાર શિવશર્માનું ઘોતિયું આકાશમાંથી નીચે પડ્યું. તે જોઈને બગલા ઉપર દયા લાવીને “અરે! મૂકીશ નહીં, મૂકીશ નહીં. આ બિચારો બગલો સુઘાથી મરી જશે,” એમ બોલતા બગલા પર દયા અને મત્સ્ય પર નિર્દયતા બતાવનાર દેવશર્માનું ઘોતિયું પણ નીચે પડયું. તે બન્નેના વસ્ત્ર નીચે પડેલા જોઈને બગલા અને મત્સ્ય એ બન્ને પર સમભાવ રાખીને હરિશર્મા બોલ્યો કે मुंच मुंच पतत्येको, मा मुंच पतितो यदि । उभौ तौ पतितौ दृष्ट्वा, मौनं सर्वार्थसाधकम् ॥१॥ ભાવાર્થ-“મૂક, મૂક” એમ કહેવાથી એકનું વસ્ત્ર પડ્યું, અને “મૂકીશ નહીં, મૂકીશ નહીં” એમ કહેવાથી બીજાનું વસ્ત્ર પણ પડ્યું, તે બન્નેને પડેલા જોઈને હું ઘારું છું કે મૌન રાખવું તે જ સર્વ અર્થનું સાઘક છે.” આ પ્રમાણે પંડિત એટલે પ્રાજ્ઞને માટે જેમ મૌન કલ્યાણકારી કહ્યું તેમ કેટલીક વખત અપંડિત એટલે અલ્પજ્ઞ અથવા અજ્ઞને પણ મૌન હિતકારી થાય છે. કહ્યું છે કે Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૯ स्वायत्तमेकान्तगुणं विधात्रा, विनिर्मितं छादनमज्ञतायाः । विशेषतः सर्वविदां समाजे, विभूषणं मौनमपंडितानाम् ॥१॥ ભાવાર્થ-“પોતાને આધીન અને એકાંત ગુણકારી એવું મૂર્ખતાનું આચ્છાદન (ઢાંકણ) વિઘાતાએ નિર્માણ કરેલું છે, તે મૌન છે અને પંડિતોની સભામાં મૂર્ખને માટે વિશેષે કરીને મૌન રાખવું એ જ ઉત્તમ ભૂષણ છે.” રાગદ્વેષ સહિત એવું તે બન્ને તાપસીનું વચન વસ્ત્ર પડવાનું કારણ થયું.” એમ વિચારી સમભાવથી મૌન રહેલા ત્રીજા હરિશર્માનું વસ્ત્ર આકાશમાં જ રહ્યું. આ દૃષ્ટાંતથી સ્યાદ્વાદ ઘર્મને જાણનારા મુનિએ તો લાભાલાભનો વિચાર કરીને અવશ્ય વચનગુતિ અને ભાષાસમિતિની યોજના કરવી. હવે તૃતીય કાયમુમિ નામનો આઠમો ચારિત્રાચાર કહે છે काय गुप्तिर्दिधा प्रोक्ता, चेष्टानिवृत्तिलक्षणा । ___यथागमं द्वितीया च, चेष्टानियमलक्षणा ॥१॥ ભાવાર્થ-“આગમને અનુસાર કાયવુતિ બે પ્રકારની કહેલી છે. પહેલી સર્વથા ચેષ્ટાની નિવૃત્તિ લક્ષણવાળી અને બીજી આગમના અનુસારે ચેષ્ટાના નિયમ લક્ષણવાળી જાણવી.” અહીં એમ સમજવાનું છે કે દેવકૃત, મનુષ્યકૃત, તિર્યચકૃત અને સ્વફત આસ્ફાલન પતન વગેરે–એમ ચાર પ્રકારના ઉપસર્ગનો તથા સુથા તૃષા વગેરે પરીષહોનો સંભવ છતાં પણ કાયોત્સર્ગ કરવા વગેરેથી દેહને નિશ્ચલ રાખવો તે, તથા સર્વ યોગનો નિરોઘ કરવાની અવસ્થાએ સર્વથા ચેષ્ટાનો નિરોઘ કરવો તે પહેલી કાયગતિ છે; અને શયન, આસન, નિક્ષેપ, આદાન વગેરેમાં સ્વચ્છંદપણાનો પરિહાર કરીને શાસ્ત્રોક્ત ક્રિયા કરવા પૂર્વક કાયચેષ્ટાને નિયમમાં રાખવી તે બીજી કાયમુર્તિ છે. તેમાં શયન તે રાત્રીને વિષે જ કરવું, પણ દિવસે નહીં. રાત્રિએ પણ પ્રથમ પ્રહર વ્યતીત થયા પછી, ગુરુની આજ્ઞા લઈને, પૃથ્વીનું પ્રેક્ષણ તથા માર્જન કરીને, સંથારાનાં બે પડ ભેળાં કરીને, મસ્તક, શરીર અને પગ વગેરે મુખવસ્ત્રિકા તથા રજોહરણ વડે પૂજીને, પછી આજ્ઞા આપેલા સંથારા પર બેસી પોરસી ભણવી. પછી બાહુનું જ ઉપઘાન (ઓશીકું) કરીને બન્ને પગને સંકોચીને સૂવું, અથવા બન્ને જંઘાઓ કૂકડીની જેમ અઘર આકાશમાં રાખવી, અને પૂંજેલી ભૂમિ પર પગ રાખવા. પછી હાથપગનો સંકોચ કરતાં ફરીને પણ તેને પ્રમાર્જવા. ડાંસ વગેરે ઉડાડતાં તેમજ ઉદ્વર્તન (ખરજ) કરતાં પણ મુખવઝિકા વડે શરીરને પૂંજવું. એ રીતે પોતાના દેહ પ્રમાણ એટલે ત્રણ હાથ જેટલા ભૂમિ પ્રદેશમાં સૂઈને અલ્પ નિદ્રા કરવી. તથા જે સ્થાને બેસવાની ઇચ્છા હોય તે સ્થાન પ્રથમ ચક્ષુથી જોઈ, પછી તેને પૂંજીને બેસવાનું વસ્ત્ર પાથરીને બેસવું. અશુદ્ધ અંડિલ હોય તો કાયમુતિ વિશેષે કરવી. તે ઉપર દ્રષ્ટાંત કહે છે કે—કોઈ એક સાઘુએ સાથે સાથે વિહાર કર્યો. એક દિવસ અરણ્યમાં મુકામ થયો. તે અરણ્યમાં ભૂમિ બહુ જીવવ્યાકુળ હોવાથી શુદ્ધ અંડિલ મળ્યું નહીં, તેથી તે સાધુ ૧ મૂકવું તે, ૨ લેવું તે. Page #312 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૮૨] ચારિત્રાચારના છેલ્લા ત્રણ ભેદ-ત્રણ ગુપ્તિ [૩૦૩ રાત્રિએ એક પગ માત્ર પૃથ્વી પર રાખીને ઊભા રહ્યા. તે જોઈને ઇંઢે સભામાં તે સાઘુની પ્રશંસા કરી. તે સાંભળીને કોઈ મિથ્યાવૃષ્ટિ દેવતાએ પરીક્ષા કરવા માટે ત્યાં આવીને સિંહરૂપે તે સાધુને ચપેટાથી પ્રહાર કર્યો. તે પ્રહારથી પડી જતાં સાઘુએ વારંવાર પ્રાણીની વિરાધનાનો સંભવ જાણીને મિથ્યા દુષ્કત આપ્યું. છેવટે થાકીને તે દેવતા પ્રગટ થયો અને સર્વ વૃત્તાંત કહી તેમને ખમાવીને સ્વર્ગે ગયો. બીજા સાધુઓએ પણ તે સાધુની પ્રશંસા કરી. આ દ્રષ્ટાંત સાંભળીને મુનિએ કાયમુતિ અવશ્ય ઘારણ કરવી. ઉપર કહેલી યુક્તિથી ત્રણે ગુતિનું મુનિએ પાલન કરવું. તે વિષે દ્રષ્ટાંત નીચે પ્રમાણે કોઈ એક નગરમાં એક સાધુ કોઈ શ્રાવકને ઘેર ભિક્ષા લેવા માટે ગયા. તેને તે શ્રાવકે નમન કરીને પૂછ્યું કે “હે પૂજ્ય! તમે ત્રણ ગુણિએ ગુમ છો?” તેના જવાબમાં મુનિએ કહ્યું કે “હું ત્રણ ગુણિએ ગુપ્ત નથી.” શ્રાવકે તેનું કારણ પૂછ્યું, એટલે મુનિએ કહ્યું કે “હું એક દિવસ કોઈને ઘેર ભિક્ષા માટે ગયો હતો, ત્યાં તેની સ્ત્રીની વેણી જોઈ, તેથી મને મારી સ્ત્રીનું સ્મરણ થયું, માટે મારે મનોગુપ્તિ નથી. એકદા ભિક્ષા માટે શ્રીદત્ત નામના ગૃહસ્થને ઘેર ગયો હતો. તેણે મને કેળાં યોગ્ય જાણી આપ્યાં. ત્યાંથી હું બીજે ઘેર ગયો. તે બીજા ઘરવાળા શ્રાવકે મને “આ કેળાં કોણે આપ્યાં?' એમ પૂછ્યું, એટલે મેં સત્ય વાત જણાવી. તે શ્રાવક પેલા કેળાં આપનારનો દ્વેષી હતો, તેથી તેણે જઈને રાજાએ કહ્યું કે “હે સ્વામી! આપની વાડીનાં કેળાં દરરોજ શ્રીદત્તને ઘેર જાય છે.' રાજાએ પૂછ્યું કે “તેં શી રીતે જાણ્યું?” તે બોલ્યો કે “તેણે મુનિને આપ્યાં, અને મેં તે મુનિના મુખથી સાંભળ્યું. તેવાં કેળાં આપની વાડી સિવાય બીજો કોઈ ઠેકાણે થતાં નથી.” તે સાંભળીને રાજાએ શ્રીદત્તને શિક્ષા કરી, તેથી મારે વાગૂતિ પણ નથી. કેમકે તે શ્રેષ્ઠીને દંડ કરાવવામાં હું કારણભૂત થયો. એકદા વિહાર કરતાં હું એક અરયમાં ગયો. ત્યાં થાકી જવાથી નિદ્રા પામ્યો. તે ઠેકાણે એક સાર્થ આવીને રહ્યો. રાત્રિએ સાર્થપતિએ સૌને કહ્યું કે “હે માણસો! પ્રાતઃકાલે અહીંથી વહેલાં ચાલવું છે, માટે વેળાસર ભોજનસામગ્રી તૈયાર કરી લો.” તે સાંભળીને સર્વ જનો રસોઈ કરવા લાગ્યા. તે વખતે અંઘકાર હોવાથી એક માણસે મારા મસ્તક પાસે એક બીજો પથ્થર મૂકીને ચૂલો કર્યો. પછી તેમાં અગ્નિ સળગાવ્યો. તે અગ્નિ લાગવાથી મેં મારું મસ્તક લઈ લીધું. તેથી મારે કાયગતિ પણ નથી. માટે હું ભિક્ષા યોગ્ય મુનિ નથી.” આ પ્રમાણેના તે મુનિના સત્ય ભાષણથી તે શ્રેષ્ઠી બહુ હર્ષ પામ્યો અને મુનિને પ્રતિલાભિત કર્યા. મુનિની અત્યંત પ્રશંસા કરવાથી તે શ્રેષ્ઠીએ અનુત્તર વિમાનનું સુખ ઉપાર્જન કર્યું. મુનિ પણ પોતાના આત્માને નિંદતા ચિરકાલ પર્યંત ચારિત્ર પાળીને અનુક્રમે સ્વર્ગે ગયા. I ઇતિ ત્રિગુતિ સ્વરૂપ છે પૂર્વે કહેલી પાંચ સમિતિઓ પ્રતિચાર (પ્રવૃત્તિ) રૂપ છે, અને ત્રણ ગુણિઓ તો પ્રતિચાર (પ્રવૃત્તિ) તથા અપ્રતિચાર (અપ્રવૃત્તિ) એ બન્ને રૂપ છે. પ્રતિચાર એટલે કાયાનો અથવા વાણીનો વ્યાપાર. તેથી ગુતિઓમાં સમિતિઓનો અંતર્ભાવ પણ થઈ જાય છે. તે એવી રીતે કે બીજી ભાષાસમિતિનો વાગૂમિમાં અંતર્ભાવ થાય છે. એષણા સમિતિ મનના ઉપયોગથી ઉત્પન્ન થાય છે. કેમકે જ્યારે સાધુ એષણા સમિતિમાં ઉપયોગવાળા હોય ત્યારે શ્રોત્રાદિક ઇંદ્રિયો વડે વહોરાવનાર Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૯ હાથ કે પાત્રાદિક ધૂએ છે, લે છે અને મૂકે છે ઇત્યાદિથી થતા શબ્દાદિકમાં ઉપયોગ રાખે છે. માટે તેનો મનોગતિમાં સમાવેશ થાય છે. બાકીની ત્રણ સમિતિઓ કાયાની ચેષ્ટાથી ઉત્પન્ન થાય છે, તેથી તેમનું કાયમુતિ સાથે ઐયપણું છે, અથવા એક મનોગુપ્તિ જ પાંચે સમિતિઓમાં અવિરુદ્ધ છે. તે આઠે પ્રવચનની માતાઓ કહેવાય છે; તે સમગ્ર દ્વાદશાંગીને ઉત્પન્ન કરનાર છે. કેમકે તે આઠેમાં સમસ્ત પ્રવચન અંતર્ભાવ પામે છે, તે એ રીતે કે પહેલી સમિતિમાં પહેલા વ્રતનો સમાવેશ થાય છે અને તે વ્રતની વાડ સમાને બાકીનાં વ્રતો હોવાથી તે પણ તેમાં જ અંતર્ભાવ પામે છે. ભાષા સમિતિ તો સાવદ્ય વાણીનો પરિહાર કરીને નિરવદ્ય વાણી બોલવા રૂપ છે, તેથી તે સમિતિમાં સમગ્ર વચનના પર્યાય આવી ગયા; કેમકે દ્વાદશાંગ કાંઈ વચન પર્યાયથી ભિન્ન નથી. એ પ્રમાણે એષણા સમિતિ વગેરેમાં પણ સ્વબુદ્ધિએ યોજના કરવી, અથવા આ આઠે પ્રકાર ચારિત્ર રૂપ જ છે. કહ્યું છે કે • अथवा पंचसमिति-गुप्तित्रयपवित्रितम् । चरित्रं सम्यक् चारित्र-मित्याहुर्मुनिपुंगवाः॥१॥ ભાવાર્થ-“અથવા પાંચ સમિતિ અને ત્રણ ગુતિથી પવિત્ર એવું જે ચરિત્ર તે જ સમ્યક્ ચારિત્ર છે, એમ શ્રેષ્ઠ મુનિઓ કહે છે.” - જ્ઞાન દર્શન વિના ચારિત્ર હોય જ નહીં; અને અર્થથી જ્ઞાન, દર્શન, ચારિત્રથી ભિન્ન દ્વાદશાંગ છે જ નહીં. તેથી આ આઠે પ્રકારમાં સર્વ પ્રવચનનો સમાવેશ થાય છે. માટે ચારિત્રઘારી મુનિઓએ પ્રમાદનો ત્યાગ કરીને આ આઠે પ્રવચન માતાની ઉપાસના કરવી. કેમકે એ આઠેમાં પ્રશસ્ય એવું સર્વ પ્રવચનનું રહસ્ય સમાયેલું છે.” વ્યાખ્યાન ૨૮૩ આ તપાચાર अनादिसिद्धदुष्कर्म-द्वेषिसंघातघातकम् । इदमाद्रियते वीरैः, खङ्गधारोपमं तपः॥१॥ ભાવાર્થ-“અનાદિ સિદ્ધ એવા દુષ્કર્મ રૂપી શત્રુસમૂહનો નાશ કરનારું આ ખડ્ઝની ઘારા જેવું તપ વીર પુરુષો આદરે છે.” - तत्तपः सेव्यतां दक्षा, दुष्कर्मक्षालनोदकम् । યત્સવનામૂદેવ–સેવ્ય ક્ષેમસિંચની રા. ભાવાર્થ-“હે ડાહ્યા પુરુષો! દુષ્કર્મ રૂપ મળને ક્ષાલન કરવામાં જળ સમાન એવા તે તપનું તમે પણ સેવન કરો કે જેના સેવનથી ક્ષેમર્ષિ મુનિ દેવતાઓને પણ સેવ્ય (પૂજ્ય) થયા છે.” ક્ષેમર્ષિ મુનિનું દ્રષ્ટાંત ચિત્તોડગઢની પાસેના એક ગામમાં એક બોહ નામનો નિર્ધન શ્રાવક રહેતો હતો. તે એકદા પાંચસો દ્રામ (પાંચ રૂપિયા) નું તેલ એક કુડલામાં ભરીને વેચવા માટે ચિત્તોડગઢ તરફ ચાલ્યો. માર્ગમાં પગ અલન થવાથી તે પડી ગયો, અને કુડલું પણ ભાંગી ગયું. તેથી વિલખો થઈને પાછો Page #314 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૮૩] તપાચાર ૩૦૫ પોતાના ગામમાં આવ્યો. તેનું વૃત્તાંત સાંભળવાથી લોકોને તેના પર કરુણા ઉત્પન્ન થઈ, તેથી તેને પાંચ રૂપિયા ઉઘરાણું કરીને અપાવ્યા. તેથી ફરીને તેલનું કુડલું ભરીને જતાં તે જ રીતે પડ્યો અને કુડલું ભાંગી ગયું. પછી વૈરાગ્ય પામીને શ્રી યશોભદ્ર ગુરુ પાસે જઈ વૈરાગ્યમય દેશના સાંભળીને તેણે દીક્ષા લીધી. ગુરુએ ગ્રહણસેવના એ બન્ને પ્રકારની શિક્ષા શીખવી. અનુક્રમે તે ગીતાર્થ થયા. પછી તેણે ગુરુને વિજ્ઞપ્તિ કરી કે “હે પ્રભુ! મેં વૈરાગ્યથી દીક્ષા લીધી છે, માટે હું મન, વચન, કાયાની શુદ્ધિથી તેની પ્રતિપાલન કરવા ઇચ્છું છું, તેથી જો આપની આજ્ઞા હોય તો જે સ્થાને ઘણા ઉપદ્રવ થવાનો સંભવ હોય તેવા સ્થાને જઈને હું કાયોત્સર્ગે રહું.” ગુરુએ લાભ જોઈને માલવા દેશમાં જવાનું કહ્યું. એટલે તે સર્વ ગચ્છને તથા સંઘને ખમાવીને માલવા દેશમાં ગયા; ત્યાં થામણોદ ગામની પાસે સરોવરની પાળ ઉપર કાયોત્સર્ગ કરીને ઊભા રહ્યા. તેવામાં તે ગામના બ્રાહ્મણપુત્રો ક્રીડા કરવા માટે ત્યાં આવ્યા. તેઓએ સાઘુને જોઈને વિચાર્યું કે “આ આપણા ગામમાં અરિષ્ટ (ઉપદ્રવ) આવ્યું.” એમ વિચારીને યષ્ટિ મુષ્ટિ વગેરેના પ્રહારથી તેમને ઉપદ્રવ કરવા લાગ્યા. મુનિએ સર્વ ઉપસર્ગ સહન કર્યા. પણ તે સરોવરના અધિષ્ઠાયક દેવતાએ ધ્યાનસ્થ મુનિને નિશ્ચલ જોઈને સર્વ બ્રાહ્મણપુત્રોને મયૂરબંઘને બાંધી લીઘા. તેથી તે સર્વે મુખથી રુધિર વમન કરતા પૃથ્વી પર પડ્યા. તેમના માતાપિતાઓ તે વાત સાંભળી દુઃખિત થઈને સાધુ પાસે આવી બોલ્યા કે “હે ભગવન્! તમે તો કૃપાળુ મુનિ છો, માટે આ બાળકોને બંઘનથી મુક્ત કરો.” તો પણ મુનિએ ધ્યાન મૂક્યું નહીં ત્યારે તે દેવતા એક બાળકના શરીરમાં પ્રવેશ કરીને તેમના માતાપિતા પ્રત્યે બોલ્યો કે “આ મુનિએ કાંઈ પણ કર્યું નથી, પરંતુ જે કર્યું છે તે મેં જ કર્યું છે, તેથી જો આ મુનિનું ચરણોદક આ બાળકોને છાંટશો તો તેઓ બંઘનમુક્ત થશે, બીજી રીતે થશે નહીં.” તે સાંભળીને તેઓએ તેમ કર્યું, એટલે તે બાળક સજ્જ થયા. પછી તે માતાપિતાઓએ પોતપોતાને ઘેરથી દ્રવ્ય લાવીને સાધુને ભેટ કર્યું, અને “આ ગ્રહણ કરો, આ ગ્રહણ કરો' એમ બોલવા લાગ્યા. સાઘુએ કહ્યું કે “હે લોકો! મારે દ્રવ્યનું કાંઈ પણ પ્રયોજન નથી, તેથી આ દ્રવ્ય તમે જીર્ણોદ્ધારમાં વાપરો.” તેથી સર્વ માણસોએ તે મુનિની નિસ્પૃહતા જોઈને તેનું ક્ષેમર્ષિ એવું નામ પ્રસિદ્ધ કર્યું. ત્યાં સર્વ લોકોને અતિ ભક્ત થયેલા જાણીને મુનિ ગિરિકંબલ નામના પર્વત પર જઈને વિવિધ પ્રકારનાં તપ કરવા લાગ્યા. તે વખતે માલવા દેશમાં ઘારાનગરીમાં સિંઘલ નામે રાજા રાજ્ય કરતો હતો. ક્ષેમષિ મુનિએ વિવિઘ પ્રકારનાં તપ કરતાં પારણાને માટે એવા અભિગ્રહો કર્યા કે કકારવાળી સાત ચીજ જેવી કે કુર, કંસાર, કાંગ, કોદ્રવ, કરંબ, કેર અને કર્પટ તે મળે તો પારણું કરવું. વળી કોઈ વખત પાંચ ખકારવાળી ચીજ જેવી કે ખારેક, ખુડહડી, ખજૂર, ખાજાં અને ખાંડ. વળી કોઈ વખત ગકારવાળી સાત ચીજ જેવી કે ગર્લ્ડ (ઘઉ), ગોળ, ગુંદ, ગૂંદવડાં, ગુણા, ગોળ અને ગોરસ. તેવી જ રીતે બીજા વર્ણવાળી વસ્તુ વડે કરીને પારણાના અભિગ્રહો લેતા હતા. તે સર્વ અભિગ્રહો તપના પ્રભાવથી પૂર્ણ થયા પછી “આ અભિગ્રહો તો કાંઈ પણ દુષ્કર નથી” એમ જાણીને ઉગ્ર અભિગ્રહો લેવા માંડ્યા. તે આ પ્રમાણે-“જો કોઈ મિથ્યાત્વી રાજા રાજ્યથી ભ્રષ્ટ થયેલો, મધ્યાહ્ન સમયે, કંદોઈની દુકાને, પલાંઠી વાળીને બેઠેલો, રાજાના પત્તિપણાને પામેલો, પોતાના કાળા કેશને વિખેરતો તીક્ષ્ણ ભાગ ૪-૨૦ Jain Education Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૯ ભાલાના અગ્ર ભાગ વડે એકવીશ માંડા લઈને મને આપશે ત્યારે હું પારણું કરીશ, અન્યથા નહીં કરું.’' તે વિષે એક કવિત છે— हाय रावल कन्हडो, केशि गलंतइ मण दुम्मणो । भल्लई इगवीश मंडा देइ, तओ खिम ऋषि पारणं करेइ ॥ १ ॥ આ અભિગ્રહમાં તે મુનિએ ત્રણ માસ ને આઠ દિવસ અતિક્રમણ કર્યા. અન્યથા મધ્યાહ્નકાળે કૃષ્ણ નામનો પત્તિ તેવી જ રીતે કંદોઈની દુકાને બેઠેલો, તેણે ભિક્ષા માટે નીકળેલા મુનિને બોલાવીને કહ્યું કે “હે ભિક્ષુ! અહીં આવો, તમારી આશા પૂર્ણ કરું.'' તે સાંભળીને મુનિ તેની પાસે ગયા, એટલે કૃષ્ણે ભાલાના અગ્ર ભાગે માંડા લઈને મુનિને આપવા માંડ્યા. મુનિએ તેને તે માંડા ગણવાનું કહ્યું, ત્યારે કૃષ્ણ બોલ્યો કે “એમાં શું ગણવું છે? તમારા ભાગ્યમાં હશે તેટલા હશે.’’ મુનિએ કહ્યું કે “મારે એકવીસ માંડાનો અભિગ્રહ છે, માટે ગણો.’’ તે સાંભળી કૃષ્ણે ગણ્યા તો બરાબર એકવીશ થયા. તેથી અત્યંત આશ્ચર્ય પામીને તેણે મુનિને કહ્યું કે “હે મુનિ! તમે તો જ્ઞાની જણાઓ છો, માટે મારું આયુષ્ય કેટલું છે તે કહો. મને મારા પિત્રાઈઓએ મારા મોટા રાજ્યથી ભ્રષ્ટ કર્યો છે, તેમને જીતવા માટે અહીં સિંધુલ રાજાની સેવા કરું છું.’’ તે સાંભળીને મુનિ બોલ્યા કે ‘“તારું આયુષ્ય માત્ર છ માસનું બાકી છે.'' તે સાંભળીને કૃષ્ણે તત્કાળ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી દીક્ષા લીધી, અને છ માસ તપ કરીને તે કૃષ્ણર્ષિ સ્વર્ગે ગયા. વળી ક્ષેમર્ષિ મુનિએ બીજો અભિગ્રહ લીધો કે खंभ उम्मूलिय गयवर धाइ, मुनिवर देखी प्रसन्नो थाइ । मोदक पंचक सूंडीहिं देइ, तओ खिम ऋषि पारणं करेइ ॥२॥ ભાવાર્થ—“આલાન સ્તંભનું ઉન્મૂલન કરીને દોડેલો હાથી મુનિવરને દેખીને પ્રસન્ન થાય અને પોતાની સૂંઢ વડે પાંચ લાડવા આપે તો ક્ષેમર્ષિ પારણું કરે.’’ આવો અભિગ્રહ લઈને પાંચ માસ ને અઢાર દિવસ નિર્ગમન કર્યા, ત્યારે એક દિવસે કોઈ મત્ત થયેલો પટ્ટહસ્તી ઘરોને પાડતો કંદોઈની દુકાન પાસે આવ્યો. ત્યાંથી સૂંઢ વડે પાંચ મોદક લઈ ઋષિને આપીને તેણે પારણું કરાવ્યું. મુનિના પ્રભાવથી હસ્તી શાંત થયો, એટલે તેને મહાવતોએ લઈ જઈને આલાનસ્તંભે બાંધ્યો. વળી મુનિએ અભિગ્રહ લીઘો કે— राडी गोरी बंभण रंडी, सासुसिओ कली करे पयंडि । बिहु गाम विचे गुलसि पोली देइ, तो खिमऋषि पारणं करेइ ॥३॥ ‘સાસુથી પીડા પામેલી વૃદ્ઘ (મોટી) વહુ રોતી રોતી, ત્રણ ઉપવાસવાળી, કાષ્ઠ લેવા આવેલા દરિદ્રી માણસે ઘી ગોળ મિશ્રિત માંડા જેને આપ્યા છે એવી તે માંડા મને આપશે ત્યારે પારણું કરીશ. 93 પછી મુનિ પારણા માટે ગિરિપરથી ઊતરતા હતા, તેવામાં કોઈ ગામમાંથી સાસુવડે પીડા પામેલી કોઈ બ્રાહ્મણી પિતાના ઘર તરફ જતી હતી. તે માર્ગથી અજાણી હતી. તેથી આડે રસ્તે તે ૧ આ કવિતામાં ને ઉપલી હકીકતમાં અભિગ્રહમાં ફેર છે, આમાં તો એમ કહ્યું છે કે “નાહવા બેઠેલો રાજાનો સેવક કેશ ગળતેં (પાણી ઝમતે) દુર્મનવાળા મનથી ભાલા વડે એકવીશ માંડાં આપે તો ક્ષેમર્ષિ પારણું કરે.” Page #316 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૮૩] તપાચાર ૩૦૭ વનમાં આવી. ત્યાં કોઈ દરિદ્ર પુરુષ પાસેથી ઘી ગોળ મિશ્ર માંડા તેને મળ્યા. તેવામાં તે મુનિને જોઈને “આઠગણું પુણ્ય થશે' એમ વિચારીને તે મુનિને તેણે માંડાથી પ્રતિલાભિત કર્યા. પછી તે દાનની પ્રશંસા કરતી તે બ્રાહ્મણી પોતાના પિતાને ઘેર ગઈ. વળી મુનિએ અભિગ્રહ કર્યો કે कालो कंबल धवलो संढ, नाकिं तुट पुछिहिं बंड । । सिंग करी गुड भेलो देइ, तो खिम ऋषि पारणं करेइ ॥४॥ “કાળી ખાંઘવાળો, નાક પૂછ વિનાનો (નાક તૂટેલો અને બાંડો) બળદ શીંગડા વડે ગોળ આપે તો પારણું કરવું, નહીં તો ન કરવું.” અન્યદા મુનિ પારણા માટે ઘારા નગરીમાં ગયા. ત્યાં ઉપર કહ્યા તેવા જ બળદે કોઈ વણિકની દુકાનમાંથી શીંગડા વડે ગોળ લઈને મુનિને પારણું કરાવ્યું. તે ચમત્કાર જોઈને તે વણિકે વિચાર્યું કે “અહો! આ પશુ સામાન્ય નથી કે જેણે આવા મુનિને પારણું કરાવ્યું. મેં મૂર્ખાએ તો મનુષ્યજન્મ વૃથા ગુમાવ્યો.” પછી તેણે શ્રાવક થઈને બચેલો ગોળ વેચી શ્રી પાર્શ્વનાથ સ્વામીનું ચૈત્ય કરાવ્યું, અને યશોભદ્ર ગુરુ પાસે જઈ ચારિત્ર લઈને સ્વર્ગે ગયો. ત્યારથી તે ચૈત્ય ગુડપિંડ નામનું તીર્થ થયું. વળી વસંત ઋતુમાં મુનિએ અભિગ્રહ કર્યો કે ह्रासहछेहकि भद्द विमासी, कोटि संकल बद्धओ पासि । जइ अंबरस मंडं देइ, तओ खिम ऋषि पारणं करेइ॥५॥ જો સાંકળથી બાંધેલો કોઈ વાંદરો નગરમાં આવીને કેરીનો રસ આપે તો પારણું કરીશ.” અન્યદા કોઈ વખત ઉષ્ણ તુમાં કોઈ શ્રેષ્ઠીએ વૃતના કુંભમાં આમ્ર રસ નાંખ્યો હતો, તે લઈને કોઈ કપિ નાઠો. રસ્તામાં તે મુનિને જતાં જોઈને તેણે તે રસ મુનિને આપ્યો. તે જોઈને “અહો!મોટું આશ્ચર્ય” એમ પરસ્પર બોલતા ઘણા લોકો જૈન ઘર્મી થયા. અન્યદા અવધિજ્ઞાનવડે જોઈને કૃષ્ણર્ષિદેવ સ્વર્ગમાંથી તે મુનિ પાસે આવી નમસ્કાર કરીને બોલ્યો કે “હે પ્રભુ! શાસનની ઉન્નતિને માટે સંઘિલ રાજાના હાથીઓની રોગશાંતિ માટે તમે તમારું ચરણોદક આપજો.” એમ કહીને તે અદ્રશ્ય થયો. તે વખતે સંઘિલ રાજાના ચૌદસો હસ્તીઓ વ્યાધિગ્રસ્ત થયા હતા. વૈદ્યોએ અનેક ઉપાય કર્યા, તોપણ તે નીરોગી થયા નહીં. તેથી તેઓએ ઉપચાર કરવો બંધ કર્યો. રાજા અતિ શોકાતુર થયો. પછી મંત્રીના કહેવાથી રાજાએ ઉદ્ઘોષણા કરાવી કે “જે કોઈ આ હસ્તીઓના રોગની શાંતિ કરશે તેને રાજા અર્થે રાજ્ય આપશે.” તે વખતે આકાશવાણી થઈ કે “ગિરિકંબલ પર્વત ઉપર ક્ષેમર્ષિ તપ કરે છે. તેના પાદશૌચના જળથી હસ્તીઓ નીરોગી થશે.” તે સાંભળીને રાજસેવકોએ મુનિ પાસે જઈને પાદશૌચનું જળ માગ્યું એટલે મુનિએ કહ્યું કે, “હે માણસો!એક પટ્ટહસ્તી સિવાય બીજા સર્વ હસ્તીઓને આ જળ પાવવું, એટલે તેઓ નીરોગી થશે, અને પટ્ટહસ્તીને જૈન ધર્મી સિવાય કોઈ બીજાના પાંદોદકથી નીરોગી કરજો.” પછી તે રાજસેવકોએ આવીને તે પ્રમાણે બીજા સર્વ હસ્તીઓને નીરોગી કર્યા. પટ્ટહસ્તીને અન્યદર્શનીનું પાદોદક લાવીને પાયું, તેથી તે પટ્ટહસ્તી મૃત્યુ પામ્યો. પછી રાજાએ મુનિ પાસે જઈને Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૯ અર્ધું રાજ્ય ગ્રહણ કરવા પ્રાર્થના કરી. મુનિ બોલ્યા કે “હે રાજા! રાજ્ય તો છેવટે નરકગતિ આપે છે, તેથી તે મુનિઓને સર્વથા ત્યાજ્ય છે. મુનિને ચારિત્ર સિવાય બીજા કોઈ રાજ્યનો ખપ નથી.’’ તે સાંભળીને રાજા હર્ષ પામ્યો. પછી મુનિને નમીને તે પોતાને સ્થાને ગયો, અને એક પ્રાસાદ કરાવીને તેમાં સિંહાસન ઉપર મુનિની પાદુકા સ્થાપન કરી. અન્યદા મુનિએ માર્ગમાં સન્મુખ આવતા શબને જોઈને કોઈ માણસને પૂછ્યું કે, ‘અરે! આ શું છે?' તે માણસ બોલ્યો કે ધન નામના શ્રેષ્ઠીના પુત્રને સર્પ ડસ્યો હતો તે આજ છ માસે મૃત્યુ પામ્યો છે.’’ તે સાંભળીને મુનિ બોલ્યા કે ‘“અહો! આ જીવતા માણસને કેમ બાળવા લઈ જાઓ છો?’' તે મુનિના વચનને કોઈએ શ્રેષ્ઠી પાસે જઈને કહ્યું, એટલે ઘન શ્રેષ્ઠી મુનિ પાસે આવી નમસ્કાર કરીને બોલ્યો કે “હે મુનિ! મારા પુત્રને જીવિતદાન આપવા વડે કૃપા કરો.’ મુનિએ તે શબ ઉપર પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરીને પ્રાસુક જળ છાંટ્યું, તેથી તે બેઠો થયો. વળી એકદા તે મુનિએ એવો અભિગ્રહ લીઘો કે– नव प्रसुत वाघिणि विकराल, नयर मांही बीहावे बाळ; asi वीस जो पणमी दीये, तो खिम ऋषि पारणं करे. ६ “જો વનમાં તરતની પ્રસવેલી વાઘણ ગામમાં આવીને મને વીશ વડાં આપે તો મારે પારણું કરવું.’ આ અભિગ્રહને ઘણા દિવસ વ્યતીત થયા. પછી એકદા ઋષિના તપના પ્રભાવથી તરતની પ્રસવેલી કોઈ વાઘણ નગરમાં પેઠી, તેને જોઈને વડાંના વેપારીઓ વડાં મૂકીને નાઠા; એટલે વાઘણે તેમાંથી વીશ વડાં લઈને મુનિને આપ્યાં. પછી યશોભદ્ર ગુરુને વાંદવા માટે ઉત્સુક થયેલા મુનિએ અભિગ્રહ કર્યો કે—‘પાટણ પહોંચી ગુરુને વાંદ્યા પહેલાં મારે અન્ન કે જળ કાંઈ પણ લેવું નહીં.’’ એવો અભિગ્રહ કરીને તે મુનિ પાટણ આવ્યા અને ગુરુને વંદના કરી. ફરીથી મુનિએ અભિગ્રહ લીધો કે વૃદ્ધ સ્ત્રીએ વશ કરેલો રાજાનો મદોન્મત્ત હાથી જો ખીચડી, ખારેક, ખડહડી, ખાજા ને ખાંડ એ પાંચ ખકારવાળી ચીજ આપે તો મારે પારણું કરવું.” પછી એક માસ ગયો, ત્યારે શાસનદેવતાએ વૃદ્ધ સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરીને રાજાનો હસ્તી વશ કર્યો, અને મુનિને પારણું કરાવ્યું. ઇત્યાદિ પ્રકારે તે મુનિએ જુદા જુદા અભિગ્રહો વડે ચોરાશી પારણાં પૂર્ણ કર્યા. પછી અનશન કરીને તે મુનિ સ્વર્ગે ગયા. વ્યાખ્યાન ૨૮૪ તપાચારનો પહેલો ભેદ–અનશન હવે તપસ્યા કરવાના હેતુઓ કહે છે– तन्निर्जराप्रयोजनम् । चित्तोत्साहेन सबुद्ध्या, तपनीयं तपः शुभम् ॥१॥ निर्दोषं निर्निदानाढ्यं, Page #318 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૮૪] તપાચારનો પહેલો ભેદ–અનશન ૩૦૯ ભાવાર્થ-“નિર્દોષ, નિયાણા વિનાનું, અને માત્ર નિર્જરાના જ કારણભૂત એવું શુભ તપ સારી બુદ્ધિ વડે મનના ઉત્સાહપૂર્વક કરવું.” જેનાથી શરીર અને કર્મ વગેરે તપે તે તપ કહેવાય છે. કહ્યું છે કે रसरुधिरमांसमेदोऽस्थिमज्जाशुक्राण्यनेन तप्यन्ते । __कर्माणि चाशुभानीत्यतस्तपो नाम नैरुक्तम् ॥१॥ ભાવાર્થ-“રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જ અને શુક્ર તેમજ અશુભ કર્મો તેનાથી તાપ પામે છે, તેથી તેનું નામ “તપ” કહેલું છે.” તે તપ નિર્દોષ કરવો એટલે આ લોક તથા પરલોકના સુખની ઇચ્છા રહિત કરવો, વળી તે નિદાન રહિત કરવો. કહ્યું છે કે यः पालयित्वा चरणं विशुद्धं, करोति भोगादिनिदानमज्ञः । स वर्धयित्वा फलदानदक्षं, कल्पद्रुमं भस्मयतीह मूढः॥१॥ ભાવાર્થ-“જે અજ્ઞાની માણસ શુદ્ધ ચારિત્રનું પાલન કરીને ભોગાદિક પ્રાપ્ત થવાનું નિદાન કરે છે તે મૂઢ માણસ ફળ આપવામાં દક્ષ એવા કલ્પવૃક્ષને વઘારીને પછી ભસ્મસાત્ કરે છે એમ જાણવું.” નિદાન નવ પ્રકારના છે. તેનું વર્ણન આ જ ગ્રંથમાં પ્રથમ કર્યું છે, તેથી અહીં ફરીથી લખતા નથી. વળી તે તપ ચિત્તના ઉલ્લાસપૂર્વક કરવું; પણ રાજાની વેઠની જેમ અણગમાથી કરવું નહીં, અથવા જેટલી શક્તિ હોય તેટલું કરવું. કહ્યું છે કે सो अ तवो कायव्यो, जेण मणो मंगुलं न चितेइ । जेण न इंदियहाणी, जेण जोगा न हायंति ॥१॥* ભાવાર્થ-“જે તપ કરવાથી મન દુષ્ટ (માઠા વિચાર કરનારું) ન થાય, ઇંદ્રિયોની હાનિ ન થાય અને યોગ પણ ન હણાય તેવું તપ કરવું.” વળી તે તપ સારી બુદ્ધિથી કરવું, અર્થાત્ પરાધીન બુદ્ધિથી દીનપણે અન્નાદિની પ્રાપ્તિને અભાવે આહારત્યાગ રૂપ અજ્ઞાન તપ કરે, તો તે સ્ત્રવનું કારણ હોવાથી તથા ક્રોધાદિક કષાયના ઉદયનું આશ્રિત હોવાથી તે તપ નથી, પણ પૂર્વે બાંધેલા અંતરાયકર્મના ઉદયથી અશાતા વેદનીયનો માત્ર તે વિપાક જ છે; કેમકે આહારનો ત્યાગ કરવો તે દ્રવ્ય તપ છે, અને આત્મસ્વરૂપની એકાગ્રતા કરવી તે ભાવ તપ છે. તે ભાવ તપ તો અહર્નિશ હોઈ શકે છે, પરંતુ દ્રવ્ય તપપૂર્વક ભાવ તપનું ગ્રહણ કરવું, એવું શાસનનું ચાતુર્ય તજવું નહીં. કહ્યું છે કે धनार्थिनां यथा नास्ति, शीततापादिदुःसहम् । तथा भवविरक्तानां, तत्त्वज्ञानार्थिनामपि ॥१॥ ભાવાર્થ-“જેમ ઘનના અર્થી પુરુષોને શીત તાપાદિક દુસહ નથી, તેમ સંસારથી વિરક્ત થયેલાને તેમજ તત્ત્વજ્ઞાનના અર્થી પુરુષોને પણ તે દુઃસહ નથી.” * આ જ શ્લોક “જ્ઞાનસારમાં આ પ્રમાણે છે तदेव हि तपः कार्य, दुनिं यत्र नो भवेत् । येन योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाणि च ॥ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૯ તપાચારના બાર ભેદ કહેલા છે. તે આ પ્રમાણે द्वादशधास्तपाचाराः तपोवद्भिर्निरूपिताः । अशनाद्याः षड् बाह्याः षट्, प्रायश्चित्तादयोऽन्तगाः ॥ १ ॥ ભાવાર્થ-‘તપસ્વી પરમાત્માએ બાર પ્રકારે તપાચાર કહેલો છે. તેમાં અશન (ત્યાગ) વગેરે છ પ્રકારનું બાહ્ય તપ છે અને પ્રાયશ્ચિત્ત વગેરે છ પ્રકારનું અંતરગ તપ છે.’’ બાહ્ય તપના છ ભેદ સૂત્રમાં કહ્યા છે તે આ પ્રમાણે– अणसण 'मुणोअरी, वित्तीसंखेवणं रसच्चाओ" । कायकिलेसो" संलीणयाय बज्झो तवो होइ ॥ १ ॥ ભાવાર્થ—“અનશન, ઊનોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા—એ છ પ્રકારનું બાહ્ય તપ છે.’ અત્યંત૨ તપના છ ભેદ આ પ્રમાણે છે— पायच्छित्तं विणओर वेयावच्च तहेव सज्झाओ । झाणं" उस्सग्गो वि अ, अब्भिंतरइ तवो होइ ॥ २॥ ભાવાર્થ “પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, તેમજ સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ–એ છ પ્રકારનું અત્યંતર તપ છે. ’’ આ સર્વનો કાંઈક વિસ્તાર આગળ યુક્તિથી આચારપ્રદીપાદિક ગ્રંથને આધારે કહેવામાં આવશે. હવે પહેલો તપાચાર કહે છે तत्राशनं द्विधा प्रोक्तं, यावज्जीविकमित्वरम् । द्विघटिकादिकं स्वल्पं, चोत्कृष्टं यावदात्मिकम् ॥१॥ ભાવાર્થ−યાવજ્જીવ અને ઇત્વર એ બે પ્રકારે અનશન તપ કહેલું છે, તેમાં બે ઘટિકાવાળું તે સ્વલ્પ અનશન તપ છે, અને જાવજીવ પર્યંતનું તે ઉત્કૃષ્ટ અનશન તપ છે.” ઇત્વર એટલે નમસ્કાર (નવકાર) સહિત બે ઘડીનું પચખાણ કરવું તે. તેનાથી નાનું પચખાણ શાસ્ત્રમાં કહેલું નથી. ત્યાર પછી વધતાં વધતાં ઉત્કૃષ્ટ તપ થાય છે. શ્રી વીરસ્વામીના તીર્થમાં છ માસ પર્યન્ત, શ્રી ઋષભદેવના તીર્થમાં બાર માસ પર્યંત અને બીજાથી ત્રેવીશમા તીર્થંકરના સમયમાં આઠ માસ સુધીનું ઉત્કૃષ્ટ અનશન તપ કહેલું છે. અહીં ઇંદ્રિયજય તપ, કષાયજય તપ, રત્નત્રયી તપ, સમવસરણ તપ, અશોકવૃક્ષ તપ, જિનકલ્યાણક તપ, ઇત્યાદિ તપના અનેક ભેદ છે, તે આચારદિનકર ગ્રંથના બીજા ખંડથી જાણી લેવા; તથા આચામ્ય વર્ધમાન તપ ચૌદ વર્ષ ત્રણ માસ અને વીશ દિવસે પૂર્ણ થાય છે તે શ્રીચંદ્ર કેવળીની જેમ કરવું. ઇત્યાદિ વિવિધ પ્રકારનાં તપનો ઇત્વર કાળના ભેદમાં સમાવેશ થાય છે. જાવજીવ અનશન તપ પાદપોપગમ, ઇંગિની અને ભક્તપરિજ્ઞા, એમ ત્રણ પ્રકારનું છે. તે ત્રણેનું સ્વરૂપ સત્તર પ્રકારના મૃત્યુનું સ્વરૂપ જાણ્યા વિના સુખેથી સમજી શકાય તેવું નથી, માટે પ્રથમ સત્તર પ્રકારના મરણનું સ્વરૂપ કહે છે– (૧) ‘ઝધિમરણં’ વીચિ એટલે વિચ્છેદ (અંતર) તેનો અભાવ તે અવીચિ. અર્થાત્ નારકી, Page #320 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન 284] તપાચારનો પહેલો ભેદ–અનશન (311 તિર્યંચ, મનુષ્ય અને દેવતાની ગતિમાં ઉત્પત્તિ સમયથી આરંભીને પોતપોતાના આયુકર્મના દળિયાં પ્રતિસમય વેદીને ઘટાડવાં, તેવા પ્રકારના મરણને આવી ચિમરણ કહેલું છે. (2) “વધાર” અવધિ એટલે મર્યાદા. નારકાદિક ભવ સંબંધી આયુકર્મનાં દળિયાંનો અનુભવ કરીને મરે, અને મરણ પામ્યા પછી પાછો ફરીને જ્યારે તે જ દળિયાંનો અનુભવ કરીને મરે, ત્યારે તે દ્રવ્યથી અવધિમરણ કહેવાય છે; કેમકે પરિણામની વિચિત્રતા છે, તેથી ગ્રહણ કરીને ત્યાગ કરેલાં કર્મદળિયાંનું પણ ફરીથી ગ્રહણ સંભવ છે. એ પ્રમાણે ક્ષેત્રાદિકમાં પણ ભાવના કરવી. (3) શંતિવમર” અંતિક એટલે છેલ્લું થયેલું, અર્થાતુ નરકાદિ ગતિનાં આયુકર્મનાં દળિયાંને અનુભવીને મરણ પામે, અને મરણ પામ્યા પછી ફરીથી કોઈ પણ વખતે તે દળિયાંને અનુભવીને મરે જ નહીં તે દ્રવ્યથી અંતિકમરણ કહેવાય છે, એ પ્રમાણે ક્ષેત્રાદિકથી પણ જાણવું. (4) “વર્નર’ વલતું એટલે ચારિત્રથી પાછા વળતાં મરણ થાય તે, અર્થાત્ મુનિ સંબંધી દુષ્કર તપ તથા ચારિત્રનું સેવન કરવું અથવા ગ્રહણ કરેલું ચારિત્ર મૂકી દેવું. તે બન્નેમાં અસમર્થ થઈને “હવે તો આમાંથી જલદી છુટાય તો ઠીક” એમ વિચારતાં જે મરણ થાય તે વડન્મરણ કહેવાય છે. આ મરણ વ્રતના પરિણામથી ભ્રષ્ટ થયેલા મુનિઓને જ સંભવે છે. (5) “વશર્તમર' વશર્ત એટલે ઇંદ્રિયોના વિષયને આધીન થવાથી પીડાતાં, દીવાની શિખા જોઈને આકુળવ્યાકુળ થયેલા પતંગની જેમ આકુળવ્યાકુલ થઈને મરણ પામે તે વાર્તમરણ કહેવાય છે. (6) “સત્તઃશન્યર લક્ઝદિકના કારણથી, થઈ ગયેલા દુરાચરણની આલોચના ન કરવી તે અન્તઃશલ્ય કહેવાય છે. તેવા શલ્યવાળાનું જે મરણ તે અન્તઃશલ્ય મરણ કહેવાય છે. આ મરણ અતિ દુષ્ટ છે. (7) “તદ્ધવર’ હાલ જે ભવમાં પ્રાણી વર્તે છે, તે ને તે જ ભવને યોગ્ય એવું આયુષ્ય બાંધીને તે ભવનું આયુષ્ય ક્ષય કરીને મરે તે તદ્ભવ મરણ કહેવાય છે. આ મરણ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચને જ હોય છે, પણ અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચને (જુગળિયાને) તેમજ દેવ તથા નારકીને ફરીને અનંતર તદ્ભવનો અભાવ હોવાથી આ મરણ હોતું નથી. (8) “વામર’ બાલ એટલે મિથ્યાવૃષ્ટિનું અથવા અવિરત સમ્યગ્દષ્ટિનું જે મરણ તે બાળમરણ કહેવાય છે. | (9) “પંડિતર સર્વવિરતિ પામેલા શ્રમણનું જે મરણ તે પંડિતમરણ કહેવાય છે. (10) મિશ્રમર' બાલપંડિત એવા દેશવિરતિ શ્રાવકનું જે મરણ તે મિશ્રમરણ કહેવાય છે. (11) “છસ્થર’ મતિ, કૃત, અવધિ અને મન:પર્યાય એ ચાર જ્ઞાનવાળા મુનિનું જે મરણ તે છદ્મસ્થમરણ કહેવાય છે. (12) “રેવન્ટીમર' જેમણે સમગ્ર ભવપ્રપંચનો અપુનર્ભવપણે નાશ કર્યો છે એવા કેવળીનું મરણ તે કેવલીમરણ કહેવાય છે. (13) “વફાયર” અકાશમાં થયેલું જે મરણ તે વૈહાયસમરણ કહેવાય છે, અર્થાત્ ઊંચા Page #321 -------------------------------------------------------------------------- ________________ 312 શ્રી ઉપદેશપ્રાસદ ભાષાંતર-ભાગ 4 [તંભ 19 વૃક્ષની શાખાદિકે પોતાના શરીરને બાંધીને ગળાફાંસો ખાવા વડે, પર્વતથી પડતું મૂકીને, કૂવામાં પડતું મૂકીને, અથવા શસ્ત્રાદિકના ઘાતે કરીને જે મરણ પામવું તે વૈહાયસમરણ કહેવાય છે. (14) “ગૃધ્રસ્કૃષ્ટમર' ગૃધ્ર એટલે ગીઘ અને ઉપલક્ષણથી સમળી, શિયાળ વગેરેએ જેમાં સ્પર્શ કરેલો છે એવું જે મરણ તે ગૃધ્રસૃષ્ટમરણ કહેવાય છે. આ મરણ હસ્તી વગેરેના શવમાં પેસીને ગૃધ્રાદિકવડે જેનું ભક્ષણ કરાય તેને જ સંભવે છે. (15) ભવેત્તરજ્ઞામર ભક્ત એટલે ભોજન અને ઉપલક્ષણથી પાનાદિક જાણવાં, એટલે કે “આ અશનપાનાદિ મેં ઘણી વાર વાપર્યા છે, તે અવદ્ય એટલે પાપ તેના જ હેતુભૂત છે, તેથી તેનો ત્યાગ કરવો જોઈએ.” એમ “શ” પરિજ્ઞાવડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે (ભક્ત પાનાદિકનો) ત્યાગ કરીને જે મરણ પામવું તે ભક્તપરિજ્ઞામરણ કહેવાય છે. (16) “ગિનીમર' નિયમિત કરેલા પ્રદેશમાં જ ચેષ્ટા કરતાં જે મરણ પામવું તે ઇંગિનીમરણ કહેવાય છે. આ મરણ ચતુર્વિઘ આહારનું પ્રત્યાખ્યાન કરીને નિયમિત પ્રદેશમાં જ પોતાની મેળે ઉદ્વર્તનાદિક કરતા એવા મુનિને હોય છે. (17) પાવો મમર' પાદપ એટલે વૃક્ષ, ઉપ એટલે સશપણું અને ગમ એટલે પામવું, અર્થાત્ જેમ પડેલું વૃક્ષ સમ વિષમ સ્થાનનો વિચાર કર્યા વિના જ્યાં જેમ પડ્યું હોય છે તેમજ નિશ્ચળ રહે છે, અને બીજાના કંપાવ્યાથી જ માત્ર કંપે છે, તેમ આ પ્રકારનાં અનશનને અંગીકાર કરેલા પૂજ્ય મુનિ પણ પોતાનું નિર્નિમેષ અંગ પ્રથમથી જ સમ અથવા વિષમ, જેવા સ્થાનમાં પડ્યું હોય તેમનું તેમજ રહેવા દે, પોતે કિંચિત્ પણ હલાવે નહીં, તેવા પ્રકારે જે મરણ પામે તે પાદપોપગમ મરણ કહેવાય છે. જોકે આ છેલ્લાં ત્રણ મરણનું ફળ વૈમાનિકપણું અથવા મુક્તિ એ બે પ્રકારનું ત્રણેમાં સરખું છે, તોપણ વિશિષ્ટ, વિશિષ્ટતર અને વિશિષ્ટતમ શૈર્યવાળાને તે ઉત્તરોત્તર સંભવે છે. તેવો વિશેષ ભાવ હોવાથી પહેલું મરણ કનિષ્ઠ (નાનું), બીજું મધ્યમ અને ત્રીજું જ્યેષ્ઠ કહેવાય છે. સાધ્વીઓને તે ત્રણ મરણ પૈકી પહેલું એક જ મરણ હોય છે. કહ્યું છે કે सव्वा वि अ अज्जाओ, सब्वे वि य पढमसंघयणवज्जा / सब्वे वि देसविरया, पच्चक्खाणेणओ मरंति // 1 // ભાવાર્થ-“સર્વે સાધ્વીઓ, સર્વે પ્રથમ સંહનન વિનાના જીવો, અને સર્વે દેશવિરતિવાળા જીવો પ્રત્યાખ્યાને કરીને જ મરણ પામે છે.” અહીં પ્રત્યાખ્યાન શબ્દ કરીને ભક્તપરિજ્ઞા જ જાણવી. ઇંગિની નામનું અનશન અતિ વિશિષ્ટ શૈર્યવાળાને જ હોય છે, એમ સાથ્વીના નિષેઘથી નિશ્ચય થાય છે, અને પાદપોપગમન તો વય પરિપક્વ થાય ત્યારે દેવ ગુરુને નમસ્કાર કરીને તેમની પાસે અનશન ગ્રહણ કરીને, પર્વતની ગુફા વગેરે ત્રસસ્થાવર જંતુ રહિત સ્થંડિલે, વૃક્ષની જેમ નિમેષાદિક* કરવામાં પણ ચેષ્ટા રહિત થઈને, પ્રથમ સંતાનવાળાને, કોઈ પણ પ્રકારની શરીરની સંભાળ વિના, જેવા તેવા સંસ્થાનવડે સ્થિત થઈને પ્રશસ્ત ધ્યાન કરતાં પ્રાણાંત સુધી નિશ્ચળ રહેવું તે કહેવાય છે. તે વિષે કહ્યું છે કે * આંખનું મટકું મારવું તે, Page #322 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાને ર૮૪] તપાચારનો પહેલો ભેદ-અનશન 313 पढमंमि अ संघयणे, वर्सेतो सेलकुट्टसमाणो / तेसिं पि अ वुच्छेओ, चउदसपुवीण वुच्छेए // 1 // ભાવાર્થ-જે પ્રથમ સંહનનમાં વર્તતા હોય, અને જે પર્વતના શિખરના જેવા નિશ્ચળ હોય તેમને પાદપોપગમન અનશન હોય છે. તેનો પણ ચૌદપૂર્વીનો ઉચ્છેદ થાય ત્યારે વિચ્છેદ થાય છે. આ ત્રણે પ્રકારના અનશન નિર્વાઘાતપણામાં સંલેખનાપૂર્વક જ કરવામાં આવે છે, નહીં તો આર્તધ્યાનનો સંભવ થાય. પણ વ્યાધિ, વીજળી, પર્વત, ભીંત વગેરેનું પડવું અથવા સર્પાદિકનું કરડવું વગેરે વ્યાઘાત પ્રાપ્ત થયેલ હોય ત્યારે તો સંલેખના વિના પણ તે અનશન લઈ શકાય છે. આ ઇવર અને માવજીવ એ બન્ને પ્રકારનું અનશન તપ સમગ્ર કર્મનો ક્ષય કરનાર છે. તે ઉપર દૃષ્ટાંત કહે છે– અનશન તપ ઉપર ધન્ય મુનિનું દ્રષ્ટાંત કાકંદીપુરીમાં ઘના નામે એક સાર્થવાહ રહેતો હતો. તેને ઘન્ય નામે પુત્ર હતો. તે ભોગને સમર્થ એવી યુવાવસ્થાને પામ્યો, ત્યારે તેની માતા ભદ્રાએ બત્રીશ પ્રાસાદ કરાવીને બત્રીશ શ્રેષ્ઠીની કન્યાઓ સાથે એક જ દિવસે તેને પરણાવ્યો. ઘન્ય તે સ્ત્રીઓ સાથે દોગંદુકદેવની જેમ સુખ ભોગવવા લાગ્યો. તે સ્ત્રીઓ સાથે ભોગ ભોગવતાં તેણે કેટલાક વર્ષો વ્યતીત કર્યા. એકદા ચોવીશ અતિશયોથી વિરાજમાન શ્રી મહાવીર સ્વામી પુરીમાં સમવસર્યા, તે વખતે ઘન્ય પણ ભગવાનના દર્શનમાં ઉત્કંઠિત થઈને પગે ચાલતો પ્રભુ સમીપે ગયો, અને વિશ્વબંધુ પ્રભુને વાંદીને તેમની પાસે ભવના ક્લેશનો નાશ કરનારી દેશના સાંભળી. ત્રિકાળજ્ઞાની પ્રભુની દેશના મનમાં વિચારતાં ઘન્ય વૈરાગ્ય પામ્યો; એટલે તેણે તેની માતા પાસે જઈને કહ્યું કે-“હે માતા! ભગવાનની દેશના સાંભળીને મને વિષયોમાં ઉગ થયો છે, માટે તમારી આજ્ઞાથી હું દીક્ષા ગ્રહણ કરીશ.” તે સાંભળીને માતાએ મુનિનાં વ્રત પાલન કરવામાં અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગો સહન કરવા તથા રસ વિનાના વિરસ આહાર કરવા ઇત્યાદિ અનેક પ્રકારનાં અતિ દુઃખ છે એમ જણાવ્યું, તોપણ તે ઘન્ય પુરીષની જેમ વિષયભોગની ઇચ્છા કરી નહીં, ત્યારે ભદ્રાએ ખુશીથી તેનો નિષ્ક્રમણોત્સવ કર્યો. ભગવાને પોતે જ તેને દીક્ષા આપી. તે જ દિવસે ઘન્યમુનિએ સ્વામી પાસે અભિગ્રહ કર્યો કે, “હે ભગવન્! આપની આજ્ઞાથી હું નિરંતર છઠ્ઠ તપ કરીશ, અને પારણામાં ગૃહસ્થ તજી દીઘેલી ભિક્ષાથી આંબિલ કરીશ.” ભગવાન બોલ્યા કે, “હે ઘન્ય! જેમ સુખ ઊપજે તેમ તપઘર્મમાં પ્રવૃત્તિ કર.” એવી જિનેશ્વરની આજ્ઞાથી હૃષ્ટતુષ્ટ થઈને ઘન્ય મુનિ તપસ્યામાં પ્રવર્તી. પહેલા છઠ્ઠના પારણાને દિવસે પહેલી પોરસીમાં તેમણે સ્વાધ્યાય કર્યો, બીજી પોરસીમાં ધ્યાન કર્યું, અને ત્રીજી પોરસીમાં જિનેશ્વરની આજ્ઞા લઈને ભિક્ષા માટે અટન કરી આંબિલને માટે અન્ન ગ્રહણ કર્યું. બીજી કાંઈ ઇચ્છા કરી નહીં. તે જ પ્રમાણે દરેક પારણાને દિવસે ભિક્ષાટન કરતાં કોઈ વખત અન્ન મળે, કોઈ વખત માત્ર જળ મળે, તોપણ તે ખેદ કરતા નહીં. જો કોઈ પણ દિવસે ભિક્ષા મળે તો તે પ્રભુને બતાવતા, અને પછી પ્રભુની આજ્ઞાથી માત્ર દેહને ધારણ કરવા માટે જ આહાર કરતા. એ પ્રમાણે તપ કરતાં તે મુનિનું શરીર અતિ કૃશ થઈ ગયું. માંસ રહિત અને માત્ર સૂકાં હાડકાંથી ભરેલું તેમનું શરીર કોયલાના ગાડાની જેમ રસ્તામાં ચાલતી વખતે ખડ ખડ' શબ્દ કરતું હતું. Page #323 -------------------------------------------------------------------------- ________________ 314 શ્રી ઉપદેશપ્રાસાદ- ભાષાંતર-ભાગ 4 [સ્તંભ 19 એકદા વિહાર કરતાં ભગવાન રાજગૃહી નગરીના ગુણશીલ વનમાં સમવસર્યા. તેમને વાંદવા માટે શ્રેણિક રાજા ત્યાં આવ્યા. સ્વામીને વાંદીને દેશના સાંભળી, પછી તેમણે પૂછ્યું કે “હે ભગવન્! આ સઘળા મુનિઓમાં કયા મુનિ દુષ્કરકારક છે?” પ્રભુ બોલ્યા કે “આ ગૌતમ વગેરે ચૌદ હજાર મુનિઓમાં ઘન્યમુનિ મોટી નિર્જરા કરનાર મહા દુષ્કરકારક છે. તે ભદ્રાપુત્ર નિરંતર છઠ્ઠ તપ કરીને આંબિલથી પારણું કરે છે.” ઇત્યાદિ સર્વ વૃત્તાંત સાંભળીને શ્રેણિક રાજા હર્ષ પામી ઘન્યઋષિ પાસે ગયા, અને તે મુનિને નમીને તેમણે કહ્યું કે, “હે ઋષિ! તમને ઘન્ય છે, તમે કૃતપુણ્ય છો.” ઇત્યાદિ સ્તુતિ કરીને રાજા પોતાના નગરમાં ગયા. એકદા ઘન્યઋષિ રાત્રે ઘર્મજાગરિકાએ જાગતાં એમ વિચાર કરવા લાગ્યા કે “તપસ્યાથી શુષ્કદેહ થયેલો હું પ્રભાતે સ્વામીની આજ્ઞા લઈ વિપુલગિરિપર જઈને એક માસની સંખનાવડે શરીરનું શોષણ કરી જીવિત તથા મરણમાં સમભાવ રાખતો સતો વિચરીશ.” પછી તેમણે તે જ પ્રમાણે કર્યું. પ્રાંતે શુભ ધ્યાન વડે કાળ કરીને સર્વાર્થસિદ્ધ નામના મહા વિમાનમાં તે દેવપણે ઉત્પન્ન થયા. પછી ગૌતમ ગણઘરે ભગવાનને પૂછ્યું કે “હે ભગવંત! આપના શિષ્ય ઘન્ય મુનિ કઈ ગતિમાં ગયા?” ભગવાન બોલ્યા કે “હે ગૌતમ! અહીંથી કાળઘર્મ પામીને ઘન્ય મુનિ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા છે, અને તેત્રીશ સાગરોપમની સ્થિતિ ભોગવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઊંચ કુળને વિષે ઉત્પન્ન થશે, અને દીક્ષા લઈ કેવળજ્ઞાન પામીને મોક્ષે જશે.” “આ પ્રમાણે ઘન્યઋષિએ સમતાપૂર્વક પાપકર્મની નિર્જરા કરવા માટે બન્ને પ્રકારના અનશન તપનું સેવન કર્યું, તેમજ જે ક્ષણે દીક્ષા લીધી તે જ ક્ષણે પૌદ્ગલિક સુખની તમામ આશાઓ તજી દીથી. ઘન્ય ઘન્ના અણગારને!' વ્યાખ્યાન 285 તપાચારનો બીજો અને ત્રીજો ભેદ ઊનોકરી અને વૃતિસંક્ષેપ उनोदरितपोद्रव्यभावभेदात्मकं परैः / विशिष्यज्ञायमानत्वात् महत्फलं निरन्तरम् // 1 // ભાવાર્થ-“ઊનોદરી તપ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારનું છે. તેનું વિશેષપણું જાણવાથી તે નિરંતર મહલ્ફળને આપનારું છે.” આ અર્થનું સમર્થન કરવા માટે આ પ્રમાણે ભાવના કરવી કે, “હમેશાં આહાર કરતાં છતાં પણ સાધુ શ્રાવક વગેરેને ઊનોદરી તપથી મોટું ફળ પ્રાપ્ત થાય છે.” તેમાં ઉપકરણ તથા ભક્તપાનાદિક સંબંથી ઊનોદરી તે દ્રવ્યથી ઊનોદરી જાણવું, અને ક્રોઘાદિકનો જે ત્યાગ કરવો તે ભાવથી ઊનોદરી જાણવું. “સાધુ શ્રાવક વગેરેએ કદાચિત પણ યથેચ્છપણે કંઠ સુઘી ઠાંસીને છાયા ઓડકાર આવે તેટલું તો જમવું જ નહીં.” નવ પ્રકારની બ્રહ્મચર્યગતિમાં પણ એવો નિષેઘ કરેલો છે. જો કે ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, માસક્ષપણ વગેરે અનેક પ્રકારનાં તપમાં દ્રવ્યથી તો Page #324 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન 285]. તપાચારનો બીજો અને ત્રીજો ભેદ 315 અશનાદિકનો નિષેઘ કર્યો છે, પણ તે તપ કરનારે ભાવથી ક્રોધાદિકના ત્યાગરૂપ ઊનોદરી અવશ્ય કરવું જોઈએ, નહીં તો તે ઉપવાસાદિક કેવળ લાંઘણરૂપ જ ગણાય. કહ્યું છે કે कषायविषयाहार-त्यागो यत्र विधीयते / / उपवासः स विज्ञेयः शेषं लंघनकं विदुः॥१॥ ભાવાર્થ-જે ઉપવાસાદિકમાં કષાય, વિષય અને આહારનો ત્યાગ કરવામાં આવે તેને જ ઉપવાસ જાણવો, તે સિવાય બીજાને લાંઘણ કહેલી છે.” દ્રવ્યથી ઊનોદરી તપનો વિધિ આ પ્રમાણે છે–(૧) એક કવળથી આરંભીને આઠ કવળ સુધી ખાવું, તે પૂર્ણ ઊનોદરી કહેવાય છે. તેમાં એક કવળનું માન જઘન્ય, આઠ કવળનું માન ઉત્કૃષ્ટ અને બેથી સાત કવળનું માન મધ્યમ છે. (2) નવ કવળથી આરંભીને બાર કવળ સુઘી ખાવું તે અપાર્થ ઊનોદરી કહેવાય છે. (3) તેર કવળથી આરંભીને સોળ કવળ સુઘી ખાવું તે વિભાગ ઊનોદરી કહેવાય છે. (4) સત્તરથી આરંભીને ચોવીશ કવળ સુઘી ખાવું તે પ્રાપ્ત ઊનોદરી કહેવાય છે. અને (5) પચીશથી આરંભીને એકત્રીશ કવળ સુઘી ખાવું તે કિંચિત્ ઊનોદરી કહેવાય છે. અહીં સર્વત્ર જઘન્ય વગેરે ત્રણ ભેદ પહેલા પૂર્ણ ઊનોકરીની જેમ જાણવા. આ જ પ્રમાણે જળ સંબંધી પણ ઊનોદરીની ભાવના કરવી. અહીં કવળનું માન આ પ્રમાણે કહ્યું છે– बत्तीसं कीर कवला, आहारो कुच्छिपूरओ भणिओ / पुरिसस्स महिलियाए, अठ्ठावीसं भवे कवला // 1 // कवलस्स य परिमाणं, कुक्कुडिअंडगपमाणमित्तं तु / जं वा अविगिअवयणो वयणमि छुभिज विसंतो // 2 // ભાવાર્થ-“પુરુષોને કુક્ષિ પૂર્ણ થાય તેટલો આહાર બત્રીશ કવલ પ્રમાણ કહેલો છે, અને સ્ત્રીઓને અઠ્ઠાવીશ કવળ પ્રમાણ કહેલો છે. કવળનું માન કૂકડીના ઈંડા જેવડું જાણવું, અથવા સહેજે મુખ ફાડીને શુઘિત મનુષ્ય મોઢામાં કોળીઓ મૂકી શકે તેવડું જાણવું.” વળી છઠ્ઠ અઠ્ઠમ વગેરે વિશેષ તપના પારણાને દિવસે પણ ઊનોકરી કરવાથી જ વિશેષ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. જેમ નખ સુધીની એક મૂઠી જેટલા અડદ તથા એક ચળુ જળ નિત્ય છઠ્ઠને પારણે લેવાથી છ માસે તેજોલેશ્યા ઉત્પન્ન થાય છે એમ પાંચમા અંગમાં કહેલું છે. તે પ્રમાણે શ્રી મહાવીર સ્વામીના મુખથી સાંભળીને મેખલીપુત્રે તેમ કરવાથી તેને તે લબ્ધિ ઉત્પન્ન થઈ હતી. આ પ્રમાણે ઊનોદરી તપ આહાર તથા અનાહારને દિવસે દ્રવ્યથી અને ભાવથી નિરંતર સેવવું. (3) હવે વૃત્તિ સંક્ષેપ નામનો ત્રીજો તપાચાર કહે છે वर्तते ह्यनया वृत्ति-भिक्षाशनजलादिका / तस्याः संक्षेपणं कार्य, द्रव्याधभिग्रहांचितैः॥१॥ ભાવાર્થ-“જેનાથી જીવતું રહેવાય તે વૃત્તિ કહેવાય છે. તેમાં ભિક્ષાથી મળતા અશન જળ વગેરેનો સમાવેશ થાય છે; તે વૃત્તિનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અભિગ્રહ લેવાવડે સંક્ષેપ કરવો, તે વૃત્તિસંક્ષેપ તપ કહેવાય છે.” Page #325 -------------------------------------------------------------------------- ________________ 216 શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 4 સ્તિંભ 19 (1) દ્રવ્યાદિક અભિગ્રહ આ પ્રમાણે સમજવો–મુનિ ગોચરી જતી વખતે ચાર પ્રકારના અભિગ્રહ કરે, તેમાં દ્રવ્યથી એવો અભિગ્રહ કરે કે આજે મારે પાત્રમાં લેપ ન લાગે તેવી નિર્લેપ ભિક્ષા ગ્રહણ કરવી, અથવા ભાલાના અગ્ર ભાગ વડે આપેલ એક માંડો કે મોદક વગેરે લેવું ઇત્યાદિ. તે ઉપર ક્ષેમર્ષિ વગેરે મુનિનાં દ્રષ્ટાંત જાણવાં. (2) ક્ષેત્રથી એવો અભિગ્રહ કરે કે એક ઘરથી અથવા બે ઘરથી અથવા પોતાના ગામમાંથી જ જે મળે તે લેવું, અથવા ઘરની ડેલીમાં બે પગ વચ્ચે ઉંબરો રાખીને બેઠેલો ભિક્ષા આપે તો લેવી ઇત્યાદિ. (3) કાળથી એવો અભિગ્રહ કરે કે દિવસના પહેલા ભાગમાં અથવા સર્વ ભિક્ષુક ભિક્ષા લઈને નિવર્તી ગયા પછી હું આહાર લેવા નીકળીશ અને પર્યટન કરીશ ઇત્યાદિ. (4) ભાવથી એવો અભિગ્રહ કરે કે કોઈ હસતાં, ગાતાં કે રોતાં આહાર આપે તો લેવો, અથવા કોઈ બંઘનાદિવડે બંઘાયેલો ભિક્ષા આપે તો લેવી, નહીં તો ન લેવી ઇત્યાદિ. આ રીતે સાધુ હમેશાં અભિગ્રહ ન કરે તો તેને પ્રાયશ્ચિત્ત લાગે છે. શ્રાવકો પણ સચિત્તાદિકનો અભિગ્રહ કરે છે. આ તપ છઠ્ઠ, અઠ્ઠમ વગેરે તપ કરતાં અતિ દુઃસાધ્ય છે, અને અધિક ફળદાયી છે. કેમકે છઠ્ઠ, અઠ્ઠમ વગેરે નિયત તપ છે, એટલે કે પ્રત્યાખ્યાન કાળ પૂર્ણ થતાં બહાર થઈ શકે છે, અને આ તો ક્યારે દ્રવ્યાદિક અભિગ્રહ પૂર્ણ થશે? તે કોઈ જાણતું નથી. માટે આ તપ અનિયત છે. વળી ભિક્ષાટન કરતી વખતે મનમાં એવું ધ્યાન કરવું કે મનની ઘારણા પ્રમાણે અગ્રિહ પૂર્ણ થાઓ કે ન થાઓ, એવી બુદ્ધિથી અટન કરવું, પણ આહાર ગ્રહણ કરવામાં અતિ પ્રીતિ રાખવી નહીં. આ તપ ઉપર શ્રી મહાવીરસ્વામી, ઢંઢણ મુનિ, દ્રઢપ્રહારી, શાલિભદ્ર, પાંડવ વગેરેનાં દ્રષ્ટાંતો છે. ભીમસેને પણ દીક્ષા લીઘા પછી “ભાલાને અગ્રભાગે આપેલી ભિક્ષા જ હું ગ્રહણ કરીશ, બીજી ગ્રહણ નહીં કરું” એવો અભિગ્રહ લીઘો હતો. તે પુણ્યશાળીને તે અભિગ્રહ પણ છ માસે પૂર્ણ થયો હતો. ધૈર્યવાનને કાંઈ પણ દુર્લભ નથી. આ વિષય ઉપર દૃઢપ્રહારીનું દ્રષ્ટાંત કહે છે દૃઢપ્રહારીનું દ્રષ્ટાંત શ્રી વસંતપુરમાં એક સાતે વ્યસન સેવવાવાળો દુર્ધર બ્રાહ્મણ રહેતો હતો. તેણે પોતાનું સર્વ ઘન વિષયાદિકમાં ગુમાવી દીધું. પછી તે ચોરી કરવા લાગ્યો. લોકોએ તેણે ઘણી શિખામણ આપી, પણ તે પાપકર્મથી પાછો ઓસર્યો નહીં, એટલે રાજાએ તેને ગામ બહાર કાઢી મૂક્યો, તેથી તે ચોરની પલ્લીમાં ગયો. ત્યાં પલ્લીપતિને પુત્ર નહીં હોવાથી તેણે તેને પુત્ર તરીકે રાખ્યો. તે બ્રાહ્મણ જેને પ્રહાર કરતો તે અવશ્ય મરી જતો. એવો બળવાન હોવાથી લોકમાં તેનું દ્રઢપ્રહારી એવું નામ પ્રસિદ્ધ થયું. તે એકદા લૂંટારાના સૈન્ય સહિત કુશસ્થળ નામના ગામને લૂંટવા માટે ગયો. તે ગામમાં કોઈ એક દરિદ્રી બ્રાહ્મણ રહેતો હતો. તેને ઘણાં છોકરાં હતાં. તેઓએ એક વખત તે બ્રાહ્મણ પાસે ખીર ખાવા માગી, ત્યારે તે બ્રાહ્મણ કોઈ ગૃહસ્થને ઘેરથી ચોખા દૂઘ વગેરે માગી લાવ્યો, અને તે સ્ત્રીને આપી તેની ખીર કરાવી. પછી “આજે ઉત્સવનો દિવસ છે, કારણ કે આજે ખીર ખાઈશું” એમ વિચારીને તે મધ્યાહ્ન વખતે સ્નાન કરવા માટે ગામ બહાર નદીએ ગયો. તેવામાં પેલા લૂંટારાઓ ગામમાં પેઠા. તેમાંના કેટલાક ચોરો તે જ બ્રાહ્મણના ઘરમાં પેઠા, પણ કાંઈ હાથ લાગ્યું નહીં. શોઘ Page #326 -------------------------------------------------------------------------- ________________ 317 વ્યાખ્યાન 285] તપાચારનો બીજો અને ત્રીજો ભેદ કરતાં ખૂણામાં પડેલું ખીરનું વાસણ દીઠું, તે તેમણે લઈ લીધું, એટલે છોકરાઓ ઊંચે સ્વરે રુદન કરતાં તેમની પાછળ દોડ્યાં. તેવામાં પેલો બ્રાહ્મણ સ્નાન કરીને આવ્યો. તે સર્વ સ્વરૂપ જોઈને કોપાયમાન થયો, એટલે ઘરની અર્ગલા લઈને તે રાક્ષસની જેમ ચોરોની પાછળ દોડ્યો. તેના પ્રહારથી તેણે કેટલાક ચોરોને મારી નાખ્યા. તે વાતની ખબર પડતાં દ્રઢપ્રહારી તરત જ ત્યાં આવ્યો, અને “મારા ચોરોને આ મારી નાખે છે.” એમ જાણી ક્રોધથી તેણે ખગ્નવડે તેનું મસ્તક કાપી નાખ્યું. પછી બ્રાહ્મણના ઘરમાં પેસતાં ગાયે તેને રોક્યો, એટલે ગાયને પણ મારી નાંખી. તે જોઈને તે બ્રાહ્મણની સ્ત્રી પોકાર કરતી સતી તેને ગાળો દેવા લાગી કે “અરે ક્રૂર! પાપી! શું કરે છે?” તેની ગાળોથી અત્યંત કોપાયમાન થઈને દ્રઢપ્રહારીએ તે જ ખગથી તેનું પેટ ચીરી નાખ્યું, તેથી તેના ગર્ભમાં રહેલું બાળક પણ તરફડતું બે કકડા થઈને પૃથ્વી પર પડ્યું. આ પ્રમાણે બ્રાહ્મણ, ગાય, સ્ત્રી તથા બાળક, ચારેયને પોતે તત્કાળ મારી નાખેલા જોઈને તથા “હે પિતા! હે માતા!” એમ બોલતાં છોકરાંઓને જોઈને દ્રઢપ્રહારી વિચાર કરવા લાગ્યો કે, “આવું દુષ્કર્મ કરનારા એવાં મને ધિક્કાર છે! આવાં પાપથી મને નરકમાં પણ સ્થાન મળવાનું નથી. હવે આ બાળકોનું કોણ રક્ષણ કરશે? હવે હું અગ્નિમાં પેસું કે ભૃગુપાત કરું? શાથી મારી શુદ્ધિ થાય? અહો! સદાચારનો ત્યાગ કરીને દુષ્કર્મરૂપી પાથેયવાળો પાથ થયો છું.” એ રીતે મહા વૈરાગ્યથી શુભ ધ્યાન કરતો તે ગામ બહાર નીકળ્યો. ગામની બહાર ઉદ્યાનમાં કોઈ મહામુનિને જોઈ તેમને નમીને તે બોલ્યો કે, “હે ભગવન્! આવા પાપથી હું શી રીતે મુકાઈશ?” મુનિ બોલ્યા કે “ચરિત્ર ગ્રહણ કર.” કહ્યું છે કે इगदिवसं पि जीवो, पवनमुवागओ अणूणमणो / जइवि न पावए मुक्खं, अवस्स वेमाणिओ होइ॥१॥ ભાવાર્થ-“જો કોઈ જીવ શુદ્ધ મનથી એક દિવસ પણ પ્રવ્રજ્યા અંગીકાર કરે તો તે કદાચિત્ મુક્તિ ન પામે, પણ વૈમાનિક તો અવશ્ય થાય જ.” આ પ્રમાણે તે દ્રઢપ્રહારીએ મુનિ પાસેથી પાપનો પ્રતિકાર સાંભળીને તરત જ દીક્ષા લીધી. પછી તેણે એક મોટો અભિગ્રહ લીધો કે “આક્રોશ પરિષહને સહન કરવા માટે મારે આ ગામમાં જ રહેવું, અને જ્યાં સુધી મારા પાપનું બીજાઓ સ્મરણ કરે ત્યાં સુધી મારે આહાર લેવો નહીં.” એવો દૃઢ અભિગ્રહ લઈને તે દ્રઢપ્રહારી મુનિ તે જ ગામમાં કર્મનો ક્ષય કરવા માટે વિચારવા લાગ્યા. લોકો તેને જોઈને આક્રોશ કરવા લાગ્યા કે, “આ પાપાત્મા સ્ત્રી, બ્રાહ્મણ, ગાય અને બાળ એ ચાર હત્યા કરનારો છે તથા ગામને લૂંટનારો છે.” એમ બોલીને તેઓ તે મુનિની તર્જના કરવા લાગ્યા; અને લાકડી તથા પાષાણાદિકથી તેમને નિરંતર મારવા લાગ્યા. તે સર્વ મુનિએ પૃથ્વીની જેમ સહન કર્યું, અને અત્યંત શાંત રસ ઘારણ કરી પોતાનું પાપ સંભારીને ભોજન લીધું નહીં. એ પ્રમાણે છે માસ વ્યતીત થયા ત્યારે સમતારૂપી સૂર્યનો ઉદય થવાથી તેમના પાપરૂપી અંધકાર સમૂહનો નાશ થયો. તે વખતે તે મુનિ એવી ભાવના ભાવવા લાગ્યા કે “હે આત્મા! જેવું બીજ વાવીએ તેવું જ ફળ પામીએ. તેમાં પૌરલોકોનો કાંઈ પણ દોષ નથી. આ લોકો તો મારાં દુષ્કર્મરૂપી ગ્રંથિને તોડવા માટે કઠોર ભાષણાદિરૂપ ક્ષાર વડે તેની ચિકિત્સા કરે છે, માટે તેઓ તો મારા ખરા મિત્રો છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ 318 શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ 4 [સ્તંભ 19 તેઓ મને જે તાડન વગેરે કરે છે, તેથી તો અગ્નિના યોગથી સુવર્ણની જેમ મારું મલિનપણું દૂર થાય છે. વળી આ લોકો તો મને દુર્ગતિરૂપી કારાગૃહમાંથી ખેંચીને પોતાને જ તેમાં નાખે છે, માટે તેવા પરોપકારી ઉપર હું શા માટે કોપ કરું? વળી તેઓ પોતાના પુણ્ય કરીને મારા પાપ ધોઈ નાંખે છે, તેથી તે પરમ બાંઘવોને મારે દોષ આપવો ન જોઈએ. વળી તેઓએ મને કરેલાં વઘબંધન વગેરે મને સંસારથી મુક્ત કરાવનાર હોવાથી હર્ષ આપનારાં છે. માત્ર તે કર્મ તેઓને જ અનંત સંસારના હેતુભૂત થવાનાં છે, તેથી મને દુઃખ થાય છે. વળી આ પૌરજનોએ મારી તર્જના કરી, પણ મને માર્યો નહીં; કદાચ માર્યો, પણ મારું જીવિત નાશ કર્યું નહીં. કદાચ તે પણ નાશ કર્યું, પણ બાંઘવની જેમ તેઓએ મારા ઘર્મનો નાશ કર્યો નથી. ઊલટા તેઓ તો મારા આત્મારૂપ ઘરમાં પેઠેલા અને અનાદિકાળથી રહેલા ભાવચોરોને કાઢવા માટે મને સહાયભૂત થયા છે.” ઇત્યાદિ શુભ ધ્યાનમાં તત્પર થઈને તે મુનિએ ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈ કેવળજ્ઞાનરૂપી સૂર્યની કાંતિથી આત્માનો પ્રકાશ કર્યો. अहो लोकोत्तरः कोऽपि, तपःकुंभोद्भवः प्रभुः / નર્મિત્યુનર્વેન, શોષિત વર્મવારિધિ શા. ભાવાર્થ-“અહો! તારૂપી અગમ્ય ઋષિ કોઈ અલૌકિક જ છે કે જેણે શોષણ કરેલો કર્મરૂપી સમુદ્ર ફરીથી પ્રગટ જ થતો નથી.” मृत्तिका यस्य तत्रैव, पततीत्यन्यथा न हि / येन यत्रार्जितं कर्म, स्थाने तत्रैव निष्टितम् // 1 // ભાવાર્થ-“માટી જ્યાંની ત્યાં જ પડે છે એ ઉક્તિ ખોટી નથી, કેમ કે જેણે જ્યાં કર્મ ઉપાર્જન કર્યું તે કર્મ ત્યાં જ નાશ પમાડ્યું, અર્થાત્ જ્યાં કર્મ બાંધ્યું ત્યાં રહીને જ ખપાવ્યું.” केवली सुरगणेन निर्मिते, स्वर्णपंकजपदे स्थितश्च सः / तत्तपः स्तुतिवचामृतैः शुभै-भव्यजंतुसुमहीमसिंचयत् // 3 // ભાવાર્થ-“દેવગણોએ રચેલા સુવર્ણકમળ ઉપર બેસી તે કેવળીએ તે તપની સ્તુતિના વચનરૂપી શુભ અમૃતરસે કરીને ભવ્યપ્રાણીરૂપી સારી પૃથ્વીનું સિંચન કર્યું.” | એકોળવિંશતિતમ સંભ સમાપ્ત S. હતિ ચતુર્થ ખંડ Page #328 -------------------------------------------------------------------------- ________________ 319 પૃષ્ઠ 227 185 1 1 216 225 254 2888 291 293 2 0 << م له S 0 S * * દ نعم S N می * * ક * * 1 * A શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 4 (પરિશિષ્ટ) * કથા તથા વ્રતોની વર્ણાનુક્રમણિકા (કથાનું નામ પૃષ્ઠ | કથાનું નામ આમ્રવૃક્ષ કપાવનારનું દૃષ્ટાંત 67 | બારાક્ષરી જાણનાર ભરડાનું દ્રષ્ટાંત અવિચારી રાજાનું દ્રષ્ટાંત 69 ] મખલીપુત્રનું ભાવીચરિત્ર આઠમાં નિલવની કથા 112 યવષિની કથા અમરદત્તને મિત્રાનંદની કથા 120 | રાવણની કથા અષાઢભૂતિમુનિનું દૃષ્ટાંત 132 | રોહગુપ્ત નિહ્વની કથા આષાઢાચાર્યનું દૃષ્ઠત 170 વિઘાઘરનું દૃષ્ટાંત આષાઢસૂરિનાં શિષ્યોનું દ્રષ્ટાંત 212 લેપશ્રેષ્ઠીનું દૃષ્ટાંત અશોકરાજાનું દ્રષ્ટાંત 223 વિદ્યાપ્રભાવક પર તાપસનું દૃષ્ટાંત અભયદેવસૂરિનું દ્રષ્ટાંત 231 ' વરદત્તત્રષિનું દ્રષ્ટાંત અશ્વમિત્ર મુનિની કથા 246 રજ સાથ્વીનું દ્રષ્ટાંત ઘન્યમુનિનું દ્રષ્ટાંત (અનશન) 313 વાગ્રુતિ પર ત્રણ તાપસીનું દ્રષ્ટાંત ઘનાનું દ્રષ્ટાંત 8,33. શ્રેણિક રાજાનું દ્રષ્ટાંત ગુણમંજરીને વરદત્તની કથા શીલ પર દ્રષ્ટાંત ઘનામાળીનું વૃષ્ટાંત સેલકમુનિનું દ્રષ્ટાંત કપિલ મુનિની કથા ક્ષુલ્લક કુમારની કથા કુંડરિક પુંડરિકની કથા શીતલાચાર્યની કથા ઘાડ પાડનારા પુરુષોનું દૃષ્ટાંત શ્રતનિંદકનું ચરિત્ર કાલિકાચાર્યને શલ વાહનનો પ્રબંઘ સાગર શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત ઘર્મબુદ્ધિ મુનિની કથા 98 શુંભકર બ્રાહ્મણનું દ્રષ્ટાંત ગોષ્ઠામાહિલ નિલવની કથા 108 સુબ્રમચક્રીનું દ્રષ્ટાંત ક્રોપિંડ પર મુનિનું દૃષ્ટાંત 142 શ્રીયકમુનિની કથા કુવિંદ વણકરની કથા 152 સુવ્રતશેઠની કથા ચેડરુદ્ધ આચાર્યનું દ્રષ્ટાંત 199 સ્થૂલભદ્રનો પ્રબંઘ કુમારપાળ રાજાનું દૃષ્ટાંત 203, 222 મહંમદ બેગડો અને બઘુક દમયંતિનું કથા બ્રાહ્મણનું દ્રષ્ટાંત દ્રાવિડ વાલિખિલ્લ કથા 61 ભેરીનું વૃણંત જાંબુ ખાનારા પુરુષોનું વૃષ્ટાંત ભોગસારનું દૃષ્ટાંત તામલિ તાપસની કથા 102 પતિવાત્સલ્ય દામનકનું દ્રષ્ટાંત 157 કુંડલિક શ્રાવકનું દ્રશ્ચંત વિદાસ શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત 300 ગંગાચાર્યનું દૃષ્ટાંત દૃઢપ્રહારીનું દૃગંત કામદેવ શ્રાવકની કથા ભાગવત કણબીનું દ્રષ્ટાંત કુમારપાળ રાજાનો પ્રબંધ (સ્ત્રી ચરિત્ર) મુવાજીવીનું વૃષ્ટાંત કુમારપાળરાજાનું દૃષ્ટાંત પ્રભાકર વિપ્રનું દ્રષ્ટાંત પ્રિયંકર રાજાની કથા ઘનશર્મા સાઘુનું દ્રષ્ટાંત ભાવિની અને કમરખનો પ્રબંઘ ઘર્મસચિવું દ્રષ્ટાંત કાયમુમિપર બે દૃગંતો બાહુબલિનું દ્રષ્ટાંત માનપિંડ પર મુનિનું દ્રષ્ટાંત હેમચંદ્રસૂરિનું દૃષ્ટાંત મસ્યોદરની કથા સાગરાચાર્યનું દૃષ્ટાંત પાલકપુરોહિતનું દૃષ્ટાંત 180 હંસ અને ઘુવડનું દ્રષ્ટાંત મંખલીપુત્ર ગોશાળાનું દ્રષ્ટાંત ક્ષુલ્લક શિષ્યનું દ્રષ્ટાંત બે નિમિતિયાનું દ્રષ્ટાંત 202 હેમચંદ્રસૂરિ પ્રબંધ માસતુષ મુનિનું દ્રષ્ટાંત 210. | મર્ષિ મુનિનું દૃષ્ટાંત 135 137 139 154 165 197 66 3 - م છે م છે م જ 195 238 249 283 229 240 261 271 275, 282 294 299 201 226 189 194 245 264 304 و 1 ه سه 1 0 م له 160 181 Page #329 -------------------------------------------------------------------------- ________________ આ છે , અનુપમ :" માંથી અને રતનસાહિત્ય વિના વિલંબે વસાવો ! " - 1 શ્રી જૈન પ્રકાશન મંદિન” અને “જૈન ધર્મ-જાહિત્ય આ બન્ને બાબતો પ૨૫૨ના પર્યાયરૂપ બની ચૂકી છે. આવો, આ સંસ્થા દ્વારા પ્રકાશિત કેટલાંક મહામૂલાં પુસ્તકોની પરિચય ઝલક પામીએ...! વિવિધ પૂજ સંગ્રહ આજના વિષમ યુગમાં ભક્તિ, ધ્યાન અને સ્વાધ્યાયનો પંથ ખૂબ દોહ્યલો બન્યો છે. એક તરફ ભૌતિક સુખો | તે તરફની દોટ છે, તો બીજી તરફ કોલાહલ અને ક્લેશયુક્ત પ્રદૂષિત વાતાવરણ છે. આ સ્થિતિમાં ચિત્તની એકાગ્રતા | ક્યાંથી પ્રગટે ? જ્ઞાનીઓએ ભક્તિમાર્ગમાં પૂજાનો વિશેષ આદર કર્યો છે. જૈન ઘર્મમાં અનેક પ્રકારની પૂજાઓ સ્વીકારાઈ છે. | - ભાવશુદ્ધિ દ્વારા થતી પૂજા ચારિત્ર્ય ઘડતર કરે છે અને જીવનને અધ્યાત્મ સૌરભ બક્ષે છે. પ્રસ્તુત બૃહદ્ ગ્રંથમાં આઠ ભાગમાં લગભગ 35 જેટલી પૂજાઓનો સમાવેશ થયેલો છે. પંડિત શ્રી વીરવિજય, શ્રી જ્ઞાનવિમલ સૂરિ, શ્રી યશોવિજયજી, શ્રી પદ્મવિજયજી, પૂ. બુદ્ધિસાગરજી, શ્રી યશોભદ્રવિજયજી, શ્રી વિજયવલ્લભસૂરિજી અને અન્ય મુનિ ભગવંતો દ્વારા રચિત શ્રી પંચકલ્યાણક પૂજા, શ્રી બાર, વ્રતની પૂજા, શ્રી અંતરાય કર્મની પૂજા, શ્રી ચોસઠ પ્રકારની પૂજા, શ્રી આયુકર્મ નિવારણ પૂજા, શ્રી ગોત્રકર્મ પૂજા, શ્રી અષ્ટાકારી પૂજા, શ્રી સત્તરભેદી પૂજા, શ્રી વાસ્તુક પૂજા, શ્રી સ્નાત્ર પૂજા, શ્રી પંચતીર્થ પૂજા ઈત્યાદિ અન્ય પૂજાઓ પણ છે. દરેક પૂજા માટેની સૂચનાઓ, જરૂરી સામગ્રીની યાદી ઉપરાંત અંતે દુહા, પદો, આરતી, મંગળદીવો વગેરે પણ છે. પાંચસો સાઈઠ પૃષ્ઠોવાળા આ દળદાર અને ઉપયોગી ગ્રંથની કિંમત માત્રી પંચોતેર રૂપિયા છે. વ્યાકરણ શુદ્ધિ છે અને આકર્ષક મુદ્રણવાળું આવું સુંદર પુસ્તક ભેટરૂપે આપવામાં પણ વિશેષ યોગ્ય બની રહેશે. હા, આપના પરિવાર માટે તો એક નકલ અચૂક વસાવી જ લેજો! આંખને ગમે તેવું - હૃદયને સ્થે તેવું - આત્માને સ્પર્શે તેવું શ્રી જૈન પ્રકાશન મંદિરનું એક પ્રાણવાન પ્રકાશન મેઘધનુષ્યના તમામ રંગોનાં ભાતીગળ સંગમ એટલે કે જૈન સમાજનું નવીન પુસ્તક શ્રી જિનેન્દ્ર દર્શન ચોવીશી તથા અનાનુપૂર્વી આ સુંદર પુસ્તકમાં આપ જોશો સર્વે કૈંગીન મૂળ તસ્વીરો * ચોવીશ તીર્થંકર ભગવાનોની પ્રતિમાજીની મૂળ રંગીન છબીઓ સ્તુતિ સાથે. સીમંઘરસ્વામિ, શંખેશ્વર 'પાર્શ્વનાથ, નાકોડા પાર્શ્વનાથ, ઉવસગ્ગહરં પાર્શ્વનાથ ગૌતમસ્વામિ, ઘંટાકર્ણ મહાવીર, માણીભદ્ર, નાકોડા ભૈરવજી * પદ્માવતિ દેવી, ચદ્ધેશ્વરી દેવી, અંબીકા દેવી, સરસ્વતી દેવી, સિદ્ધચક્ર યંત્ર, ઋષિમંડલ યંત્ર, વાસસ્થાનક યંત્ર 0 શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ, નંદીશ્વર, તળાજા, કદંબગિરિ, તારંગા, સમેતશિખરજી, શંખેશ્વર, પાવાપુરી અને રાણકપુરજી તીર્થો - અનાનુપૂર્વીના પાંચપદ અને નવપદના કોઠાઓ * મનોહર અનેક રંગી ટાઈટલ - ટકાઉ બાઈન્ડીંગ પ્લાસ્ટીક કવર સાથે છતાં વ્યાજબી કિંમત Page #330 -------------------------------------------------------------------------- ________________ જિન વચનામૃતની પરબ જિનેશ્વર ભગવંતની વાણીનું અમૃતા સંસારના ઝેરને ઉતારનારું છે આ ગ્રંથમાં 360 દિવસ પાન કરી શકાય તેવું અમૃત ભર્યું છે " આ પરબ છે જિનવચનામૃતની ' દરરોજ એક પ્રવચન શાંતચિત્તે વિચાર પૂર્વક વાંચવામાં આવે તો આત્મા સમ્યકની નજીક પહોંચી જાય તો મોક્ષ પણ નજીક આવે તેથી પ્રત્યેક મુમુક્ષે આ વાણીનું નિત્યપાન કરવું જોઈએ मंदियामधिल सलिम रोदिदिवामयिनजरमगा।ममियागंलानिमारंयोगदिवामामलामन्यानिवारमयागणपगिदिन्यमबा-समग्रम namonશmmyીરજી મહા वाश्मपागणेपर्व याईबाश्मयागणपवाव दियारोवारमानिदियार्णबारमावादियामनियंटियागांबारमामम्मियनिरियम / / भावारमाममिपंचय लम्सत्यापन मवाजमामयाडापकनामरकदिवासवरिमियंतिारामानमासयंगदिवमेरिमिद्यनियिमय मिया नियिममिव करायामनिमि: विश्करावामियनिमिरासयाटियादवामनपादामदादविक्दिामगियाणि सयादवयायणमिामातnायादवयापयामात यसमिरकखाया पमायणमिस्कियेणाणीपवव्यणादविमतिकरितंगाममा मिनाथनवनारासंबतपश्चर्यकार्तिकरित रमिामरामजस्विन પાર્કિમામામજિનિમિનારને સાચા fuત્રીજા ll ' જૈન પ્રકાશન મંદિર * અમદાવાદ-૧