SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૮ ‘“આ પ્રમાણે માસતુસ સાધુ શુભ ભાવના વડે સર્વ પાપનો ક્ષય કરીને કેવળજ્ઞાન મેળવી શાશ્વતપદને પામ્યા.’’ ૨૧૨ વ્યાખ્યાન ૨૬૨ યોગવહનની સ્થિરતાનું દૃષ્ટાંત યોગવહનને સ્થિર કરવા માટે દૃષ્ટાંત કહે છે– गुल्म एत्याचार्यजीवः सुरोत्तमः । योगवाहिस्वशिष्याणां, क्रियास्वविघ्नमातनोत् ॥ १॥ ભાવાર્થ-નલિનીગુલ્મ નામના વિમાનમાં આચાર્યનો જીવ શ્રેષ્ઠ દેવતા થયો હતો. તેણે ત્યાંથી પોતાને સ્થાને આવીને યોગવહન કરતા એવા પોતાના શિષ્યોને તેમની ક્રિયામાં નિર્વિઘ્રપણું કર્યું (વિદ્નનો નાશ કર્યો).’’ તેનું દૃષ્ટાંત આગળ કહેવામાં આવશે. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે‘શ્રમણભગવાન મહાવીરના તીર્થમાં સાત પ્રવચન નિર્ભવ થશે, તેમાં ૧ (બહુરતા) બહુ સમયે કાર્યવાદી, ૨ ચરમ પ્રદેશે જીવવાદી, ૩ અવ્યક્તવાદી, ૪ સમય સામુચ્છેદિક (સમયે સમયે ઉચ્છેદ માનનાર), ૫ એક સમયે બે ક્રિયા માનનાર, ૬ ત્રિરાશીઓ અને ૭ અવસ્થિતીક (સૃષ્ટ કર્મ માનનાર). તે સાત પ્રવચન નિહ્નવના સાત ધર્મગુરુઓ છે. તેમનાં નામ ૧ જમાલી, ૨ તિષ્યગુપ્ત, ૩ આષાઢ સૂરિના શિષ્ય, ૪ અશ્વમિત્ર મુનિ, ૫ ગંગદત્ત મુનિ, ૬ છલ્લુક (રોહગુપ્ત) અને ૭ ગોષ્ઠામાહિલ. આ સાત નિહ્નવો સૂત્રમાં સૂચન માત્રથી કહ્યા છે. તેમાં ત્રીજો નિહ્નવ યોગક્રિયા વહન કર્યા પછી મિથ્યાત્વના ઉદયથી ઉત્પન્ન થયો છે. એ રીતે અનેક ઠેકાણે સાધુઓના ઉપઘાન તપનું વર્ણન કરેલું જોવામાં આવે છે. અહો! તે યોગાદિકનો જે અપલાપ કરે છે તેની ધૃષ્ટતા અકલિત છે; કેમકે તે પ્રત્યક્ષ રીતે સૂત્રવિરુદ્ધ બોલે છે અને તેમ થવાથી સૂત્રમાં કહેલું અવ્યક્તવાદીનું ચરિત્ર અવ્યર્થ થઈ જાય તેમ છે. તે ચરિત્ર સંપ્રદાયથી આવેલું નીચે પ્રમાણે છે— Jain Education International 2 આષાઢસૂરિના શિષ્યોનું દ્રષ્ટાંત શ્વેતાંબિકા નામની નગરી પાસે પોલાસ નામના વનમાં આર્ય આષાઢસૂરિ ગચ્છ સહિત સમવસર્યાં. તે ગચ્છમાં આગમ ભણનારા ઘણા શિષ્યો હતા. તેઓ અગાઢ યોગ વહન કરવાનો નિશ્ચય કરી તે સંબંધી ક્રિયા કરવામાં તત્પર થયા. તે જ દિવસે કોઈ તેવા પ્રકારના કર્મોના ઉદયથી આચાર્યને હૃદયમાં શૂળનો વ્યાધિ થયો, અને કાળ કરીને સૌધર્મ દેવલોકમાં નલિનીગુલ્મ નામના વિમાનને વિષે દેવપણે ઉત્પન્ન થયા. તે વૃત્તાંત આખા ગચ્છમાં કોઈના જાણવામાં આવ્યું નહીં. અહીં અવધિજ્ઞાનના ઉપયોગથી તે સાધુઓને અગાઢ યોગમાં પેઠેલા જાણીને તેમના પર દયા આવવાથી તે દેવે ત્યાં આવીને તે જ શરીરમાં પ્રવેશ કર્યો. પછી તે સાધુઓને ઉઠાડીને કહ્યું કે—“હે સાઘુઓ! વૈરાત્રિક કાળ ગ્રહણ કરો.'' ઉત્તરાધ્યયનના છત્રીસમા અધ્યયનમાં કાળગ્રહણ અને યોગવિધિ યોગ્ય અનુષ્ઠાન બતાવેલું છે. पोरसीओ चउप्भाए, वंदित्ता तओ गुरुं । पडिक्कमत्ता कालस्स, सेज्जं तु पडिलेहए ॥१॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy