SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૬૨] યોગવહનની સ્થિરતાનું દૃષ્ટાંત ૨૧૩ ભાવાર્થ-“રાત્રીના પ્રથમ પહોરને ચોથે ભાગે ગુરુને વાંદણાં દઈને કાળ પ્રતિક્રમવાવાળો શવ્યા જે કાળગ્રહણની ભૂમિ તેને પડિલેહે.” આ ગાથામાં વાઘાયિક કાલગ્રહણ જાણવું; અને– तम्मेव य नक्खत्ते, गयणचौभागसावसेसंमि । वेरत्तिअंपि कालं, पडिलेहि मुणि कुजा ॥१॥ ભાવાર્થ-“વાઘાયિક કાળગ્રહણ વખતે જે નક્ષત્ર ગગનને આઠમે ભાગે દીઠું હતું તે જ નક્ષત્રને ગગનગતિ કરતાં ગગનનો ચોથો ભાગ જ્યારે શેષ રહે ત્યારે વૈરાત્રિક કાલ ગ્રહણ મંડલભૂમિનો પડિલેહનાર મુનિ કરે.” આ ગાથામાં વૈરાત્રિક કાળગ્રહણ કહ્યું છે. આ પ્રમાણે સૂત્રને અનુસાર દેવના વચનથી સાઘુઓએ ક્રિયા કરી. તેમજ શ્રતના ઉદ્દેશ, સમુદેશ અને અનુજ્ઞા પણ તેમની પાસે કરી. એ રીતે દિવ્ય પ્રભાવથી તે દેવતાએ તે સાધુઓના કાળભંગ વગેરે વિઘનું નિવારણ કરીને જલદીથી તેમના યોગ પૂર્ણ કરાવ્યા. પછી તે શરીર મૂકીને સ્વર્ગમાં જતી વખતે તે દેવતાએ કહ્યું કે–“હે પૂજ્ય સાધુઓ! ક્ષમા કરજો. મેં અસંયમીએ તમોને વંદનાદિક કરાવ્યાં છે. તમે સંયમી છો અને હું તો અમુક દિવસે કાળ કરીને સ્વર્ગમાં ગયો હતો, પણ તમારા પર દયા આવવાથી અહીં આવીને તમારા યોગ પૂર્ણ કરાવ્યા છે.” ઇત્યાદિ કહી તેમને ખમાવીને તે દેવતા સ્વર્ગે ગયો. પછી તે સાધુઓએ તેનું શરીર પરઠવાવીને વિચાર કર્યો કે– “અહો! આ અવિરતિ દેવને આપણે ઘણા કાળ સુધી વંદના કરી, માટે એ પ્રમાણે બીજે સ્થાને પણ શંકા રાખવી જોઈએ; કેમકે કોણ સંયમી છે અને કોણ અસંયમી દેવતા છે તે કોણ જાણે છે? માટે કોઈને પણ વંદના ન કરવી એ જ શ્રેયનો રસ્તો જણાય છે; નહીં તો અસંયમીની વંદના અને મૃષાવાદ એ બે દોષ લાગે.” આ પ્રમાણે તેવા પ્રકારના ભારે કર્મના ઉદયથી તે મિથ્યા પરિણામની બુદ્ધિવાળા સાધુઓએ અવ્યક્તવાદનો અંગીકાર કરીને પરસ્પર વંદનક્રિયાને મૂકી દીધી. બીજા સ્થવિર સાધુએ તેમને શિખામણ આપી કે–“જો તમારે બીજા સર્વ ઉપર સંદેહ છે, તો જેણે તમને કહ્યું કે હું દેવ છું ત્યાં પણ તમને કેમ સંદેહ થયો નહીં કે તે દેવ છે કે અદેવ છે?” વાદી–તેણે પોતે જ કહ્યું કે “હું દેવ છું' તથા દેવનું રૂપ પણ અમે પ્રત્યક્ષ જોયું તેથી સંદેહ રહ્યો નહીં. પ્રતિવાદી–જો એમ છે તો જેઓ એમ કહે છે કે “અમે સાધુ છીએ' તેમજ સાધુનું રૂપ પણ તમે પ્રત્યક્ષ જુઓ છો તો તેઓને વિષે સાધુપણાનો શો સંદેહ કે જેથી તમે પરસ્પર વંદના કરતા નથી? વળી “સાધુના કરતાં દેવનું વાક્ય વઘારે સત્ય હોય” એમ પણ તમારે ઘારવું નહીં; કેમકે દેવો તો ક્રીડા વગેરેના કારણથી અસત્ય પણ બોલે, અને સાધુ તો તેવા અસત્યથી પણ વિરમેલા હોવાથી અસત્ય બોલે નહીં. વળી જો પ્રત્યક્ષ એવા યતિને વિષે પણ તમારે શંકા છે, તો પછી પરોક્ષ એવા જીવાજીવાદિ પદાર્થોને વિષે તો ઘણી જ શંકા હોવી જોઈએ. વળી યતિષવાળા મનુષ્યમાં સાધુપણું છે કે નહીં, એવો તમને સંદેહ પડે છે, તો પ્રતિમાને વિષે તો નિશ્ચયથી જ જિનપણું નથી; તો તેની વંદના કેમ કરવી? અને સાઘુની વંદનાનો નિષેઘ કેમ કરવો? વાદી–અસંયમી દેવતાએ પ્રવેશ કરેલા યતિવેષને વાંદવાથી તેમાં રહેલા અસંયમરૂપ પાપની અનુમતિ આવે, તે દોષ પ્રતિમાને વિષે નથી. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy