SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ વ્યાખ્યાન ૨૭૬] દર્શનાચારનો સાતમો ભેદ-સાઘર્મીવાત્સલ્ય તે મહેશ્વરી વાણિયો પણ શ્રાવકના વેષની પ્રશંસા કરતો જૈન રાજાને નમીને પોતાને ઘેર ગયો. આ હકીત ઉપર કહ્યું છે કે साधर्मिकस्वरूपं यत्, व्यलीकमपि भूभृता । सन्मानितं सभायां तत्, तर्हि सत्यस्य का कथा ॥१॥ ભાવાર્થ-“અસત્ય એવા સાઘર્મિકના સ્વરૂપને પણ રાજાએ સભામાં માન આપ્યું, તો સાઘર્મિકના સત્ય સ્વરૂપને માન આપે તેમાં તો શું કહેવું!” આ દ્રષ્ટાંત સાંભળીને સર્વ શક્તિથી અવશ્ય સાઘર્મિકનું વાત્સલ્ય કરવું. પૂર્વે ઉદાયી રાજાએ પણ ચંડપ્રદ્યોત રાજાને તેના કપાળમાં “આ દાસીનો પતિ છે” એવા અક્ષરો લખાવીને કારાગૃહમાં નાંખ્યો હતો. પરંતુ પછી સેવકના મુખથી તેને સાઘાર્મિક જાણીને તરત જ તેનું બહુમાન કર્યું હતું. તેથી સાઘર્મિકનું સ્વજનથી પણ અધિક સન્માન કરવું. કહ્યું છે કે सुहि सयणमाइआणं, उवयरणं भवपबंधवुद्धिकरं ।' जिणधम्मपवन्नाणं, तं चिय भवभंगमुवणेइ॥१॥ ભાવાર્થ-“મિત્ર સ્વજનાદિકનું બહુમાનાદિ કરવાથી ભવપરંપરા વૃદ્ધિ પામે છે, અને જિન ઘર્મમાં પ્રવર્તતા સાધર્મિકનું સેવન કરવાથી તે ભવપરંપરાનો નાશ થાય છે.” અહીં સાઘુએ સાઘર્મિકનું વાત્સલ્ય કરવાના સંબંધમાં શ્રી વજસ્વામીનું દ્રષ્ટાંત એવું છે કે–મહા ઉગ્ર દુષ્કાળને લીઘે સર્વ દેશના માર્ગો જ્યારે બંધ પડી ગયા હતા ત્યારે શ્રી વજસ્વામી પટવિદ્યાએ કરીને સકળ સંઘને સુકાળવાળી સુભિક્ષાપુરીમાં લઈ ગયા હતા. તેવી જ રીતે વિષ્ણુકુમાર વગેરેનાં દ્રષ્ટાંતો પણ વાંચનારે અન્ય સ્થળેથી જાણી લેવાં. કોઈ પતિવ્રતા શ્રાવિકા પણ પોતાના પતિનું લોકોત્તર વાત્સલ્ય કરી શકે છે તેનું દ્રષ્ટાંત નીચે પ્રણે પતિવ્રતા સ્ત્રીએ કરેલું પતિવાત્સલ્ય પૃથ્વીપુર નામના નગરમાં એક સુભદ્ર નામે બાર વ્રતઘારી શ્રાવક રહેતો હતો. તે એકદા વેપારને માટે રાજપુર નગરે ગયો. તે નગરમાં એક જિનદાસ નામે શ્રાવક રહેતો હતો. તેણે પોતાની કન્યાને સાઘર્મિક વિના બીજા કોઈને નહીં આપવાનો નિયમ ગ્રહણ કરેલો હતો. અન્યદા તે સુભદ્રને ભોજન, શયન, આસન, જલ્પન, ચંક્રમણ, વાર્તાલાપ વગેરે ચેષ્ટાઓ વડે સાઘર્મિક જાણીને તેણે પોતાની પુત્રી મોટા ઉત્સવથી પરણાવી. તે સુશીલા પુત્રી ઘરનું કામકાજ કરવા ઉપરાંત પ્રભુના માર્ગને જાણનારી તેમજ નિર્મળ અંતઃકરણવાળી હોવાથી નિરંતર પતિની ભક્તિ પણ કરતી હતી. એકદા તેના પતિ સુભદ્ર અતિ સ્વરૂપવતી અને ઉભટ શૃંગાર ધારણ કરેલી પોતાની સ્ત્રીની સખીને જોઈ. તેને જોવાથી સુભદ્રને તેના ઉપર ગાઢ રાગ ઉત્પન્ન થયો; પરંતુ લmદિકથી કાંઈ પણ બોલી શક્યો નહીં. તે સ્ત્રીને મેળવવાની ચિંતાથી તેને પ્રતિદિન દુર્બળ થતો જોઈને તેની પત્નીએ તેને આગ્રહપૂર્વક દુર્બળ થવાનું કારણ પૂછ્યું, એટલે મહા કષ્ટ સુભદ્રે તે કારણ જણાવ્યું. તે સ્ત્રી અતિ ચતુર હોવાથી તેણે તેને પ્રતિબોઘ કરવાનો બીજો કોઈ ઉપાય નહીં જાણીને કહ્યું કે “હે સ્વામી! ૧ બોલવું. ૨ ચાલવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy