SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૭૧] દર્શનાચારનો ચોથો ભેદ-અમૂઢવૃષ્ટિત્વ ૨૫૫ તે સાંભળીને લેપશ્રેષ્ઠીએ પૂછ્યું કે “હે ભગવાન! આપ જેનું આવું વર્ણન કરો છો તે અધ્યાત્મ કેવું હોય છે?” ભગવાન બોલ્યા કે “હે શ્રેષ્ઠી! મિથ્યાત્વના અધિકારનો ત્યાગ કરીને આત્માને અવલંબી જે શુદ્ધ ક્રિયાથર્મમાં પ્રવર્તવું, તે અધ્યાત્મ કહેવાય છે. કહ્યું છે કે अपुनबंधकाद्यावद्-गुणस्थानं चतुर्दशम् । क्रमशुद्धिमती तावत्, क्रियाध्यात्ममयी मता ॥४॥ ભાવાર્થ-અપુનર્લંઘક નામના ચોથા ગુણસ્થાનકથી આરંભીને ચૌદમા ગુણસ્થાનક સુધી અનુક્રમે અનુક્રમે જે શુદ્ધ શુદ્ધ ક્રિયા થાય છે તે અધ્યાત્મમય ક્રિયા માનેલી છે. અપુનબંધક નામનું ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત થાય ત્યારે સંપૂર્ણ સત્ યોગ પ્રગટ થાય છે; અને નવમા ગુણસ્થાનકથી ચૌદમા ગુણસ્થાન પર્યત અનુક્રમે જે વિશેષ શુદ્ધિવાળી ક્રિયાઓ નિપજે છે તે અધ્યાત્મ ક્રિયા જાણવી. પરંતુ ભવાભિનંદી માણસ આહાર, ઉપધિ, પૂજા વગેરેના ગૌરવને માટે જે ક્રિયા કરે છે તે ક્રિયા તો અધ્યાત્મવૈરિણી એટલે અધ્યાત્મગુણનો નાશ કરનારી જાણવી. તેથી જ શાંત, દાંત અને મોક્ષાર્થી પ્રાણી યથાર્થ પ્રરૂપણા કરનાર સદ્ગુરુને જ ભજે છે. પૂર્વાચાર્યોએ ચોથા ગુણસ્થાનથી આરંભીને અગિયાર ગુણશ્રેણિઓ કહી છે તે આ પ્રમાણે सम्म देस सव्वविरई, अणविसंजोअदंसखवगे अ । મોસમ સંત રાવળે, વીણ સોગકર ગુસેડી પાદરા -પંચમ કર્મગ્રંથ ભાવાર્થ-૧. સમ્યકત્વ પ્રત્યયિકી, ૨. દેશવિરતિ પ્રત્યયિકી, ૩. સર્વવિરતિ પ્રત્યયિકી, ૪. અનંતાનુબંધીની વિસંયોજના સંબંઘી, ૫. દર્શનમોહની ક્ષપક, ૬. ચારિત્રમોહની લપક, ૭. ઉપશાંતમોહનીય, ૮. ક્ષપકશ્રેણી, ૯. ક્ષીણમોહ ગુણશ્રેણી, ૧૦. સયોગી કેવળી ગુણશ્રેણી અને ૧૧. અયોગી કેવળી ગુણશ્રેણી–એમ અગિયાર ગુણશ્રેણી જાણવી. यथाक्रमममी प्रोक्ता, असंख्यगुणनिर्जराः । यतितव्यमतोऽध्यात्म-वृद्धये कलयापि हि॥१॥ ભાવાર્થ-ક્રમે ક્રમે આ ગુણશ્રેણીઓ અસંખ્યગુણી નિર્જરા કરનારી કહી છે, તેથી અધ્યાત્મની વૃદ્ધિ કરવા માટે થોડો પણ યત્ન કરવો. સમ્યક જ્ઞાનસંયુક્ત ક્રિયા પાંચમા ગુણસ્થાનકથી આરંભીને જ થાય છે. ચોથે ગુણસ્થાનકે તો શુશ્રુષા વગેરે ઉચિત ક્રિયાઓ પ્રવર્તે છે. તે શુશ્રુષાદિક ક્રિયા પણ સુવર્ણના અલંકારને અભાવે રૂપાના અલંકારના જેવી શુભ જાણવી.” તે સાંભળીને શ્રેષ્ઠીએ ફરીથી વૈરાગ્યનો અર્થ અને તેનું સ્વરૂપ પૂછ્યું, ત્યારે ભગવાન બોલ્યા કે “સંસારના કારણભૂત વિષયોમાં નહીં લુબ્ધ થવાથી ભવની નિર્ગુણતાને દેખાડનાર નિરાબાઘ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. अकृत्वा विषयत्यागं, यो वैराग्यं दिधीर्षति । अपथ्यमपरित्यज्य, स रोगोच्छेदमिच्छति ॥१॥ ભાવાર્થ-જે માણસ વિષયોનો ત્યાગ કર્યા વિના વૈરાગ્ય ઘારણ કરવા ઇચ્છે છે તે કુપથ્યનો ૧ ઘર્મશ્રવણેચ્છા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy