SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૯ ત્યાગ કર્યા વિના રોગની શાંતિને ઇચ્છે છે, એમ જાણવું. જેઓ લગ્નથી અથવા બગવૃત્તિથી` નીચું જુએ છે, પણ દુર્ધ્યાનને તજતા નથી, તે ઘાર્મિકાભાસોઅે પોતાના આત્માને નરકરૂપી કૂપમાં નાંખે છે, અને જેઓ સમ્યક્ જ્ઞાનવાળા છે તેઓ વિષયોને જુએ છે તોપણ પોતાના વૈરાગ્યને તજતા નથી. કહ્યું છે કે— दारुयंत्रस्थपांचाली - नृत्यतुल्याः પ્રવૃત્તયઃ | योगिनो नैव बाधायै, ज्ञानिनो लोकवर्तिनः ॥१॥ ભાવાર્થ—યોગીઓની વિષયો સંબંધી પ્રવૃત્તિઓ કાયંત્રમાં રહેલી પાંચાલીના નૃત્ય સમાન છે, તેથી તે પ્રવૃત્તિઓ જ્ઞાનીને લોકમાં વર્તતાં છતાં બાઘ કરી શકતી નથી. औदासीन्यफले ज्ञाने, परिपाकमुपेयुषि । ચતુર્થેઽપિ ગુળસ્થાને, તઢેરામાં વ્યવસ્થિતમ્ ॥૨॥ ભાવાર્થ–ઉદાસીનતા રૂપી જેનું ફળ છે એવું જ્ઞાન જ્યારે પરિપાક અવસ્થાને પામે છે, ત્યારે ચોથા ગુણસ્થાનકમાં પણ તે વૈરાગ્ય રહે છે. વૈરાગ્યના ત્રણ પ્રકાર છે—૧ દુઃખગર્ભિત, ૨ મોહગર્ભિત અને ૩ જ્ઞાનગર્ભિત. તેમાં જે પુત્ર, મિત્ર, ધન, ધાન્યાદિ સુખને આપનાર માનેલી ઇષ્ટ વસ્તુ પ્રાપ્ત ન થાય અથવા પ્રાપ્ત થઈને નાશ પામે, ત્યારે મનમાં દુઃખ ઉત્પન્ન થવાથી સંસાર૫ર ઉદ્વેગ થવા રૂપ જે વૈરાગ્ય થાય તે દુઃખગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. જેને આ વૈરાગ્ય થયો હોય તેને કદાચિત્ ચિંતિત વસ્તુ પ્રાપ્ત થાય છે, તો તરત જ તે વૈરાગ્યથકી ભ્રષ્ટ પણ થાય છે. તેવા વૈરાગ્યવાળો માણસ શુદ્ધતર્ક, સાહિત્ય, દોધક, ગીત, રૂપક વગેરે જે કાંઈ બોલે છે, સાંભળે છે કે ચિંતવે છે, તે સર્વ પોતાને ઇચ્છિત વિષયની અપ્રાપ્તિથી જ જાણવું. વળી તેઓ લોકો પાસે એવી ભાવના ભાવે છે કે ‘અહો! આ સંસારમાં કોઈ કોઈનું નથી. દૈવે મારું સર્વ હરણ કર્યું, નાશ કર્યું. મૃત્યુએ સર્વનો ગ્રાસ કર્યો. માટે આ દુઃખમય સંસારને ધિક્કાર છે.' એ પ્રમાણે વારંવાર બોલે છે. પણ તે સર્વ ચિંતિત પદાર્થની અપ્રાપ્તિથી જ બોલે છે તેથી તે સર્વ વ્યર્થ છે. આ વૈરાગ્ય પારમાર્થિક નથી. આવો વૈરાગ્ય તો અનેક જીવોને અનેક પ્રકારે પ્રાપ્ત થાય છે. અહીં કોઈ શંકા કરે કે ‘‘આ દુઃખગર્ભિત વૈરાગ્યને વ્યર્થ કહ્યો, તો તેને વૈરાગ્યની ગણનામાં જ શા માટે ગણ્યો?’ તે ઉપર ભગવાન ઉત્તર આપે છે કે ‘બીજરૂપ આ વૈરાગ્યે કરીને પણ કોઈ વખત કોઈ જીવ પારમાર્થિક વૈરાગ્યને પણ પામે છે, તેથી તેને વૈરાગ્યમાં ગણ્યો છે.’’ બીજો મોહગર્ભિત વૈરાગ્ય કહ્યો છે, તે કુશાસ્ત્રના અભ્યાસથી ઉત્પન્ન થયેલા ભવનૈર્ગુણ્યના દર્શનથી બાળ તપસ્વીઓને પ્રાપ્ત થાય છે. તામલિતાપસ, પૂરણ, વલ્કલચીરી અને પ્રસન્નચંદ્રના પિતા સોમચંદ્ર વગેરેને આ વૈરાગ્ય થયો હતો. પૃથ્વી વગેરે જીવોના સ્વરૂપનું વસ્તુતત્ત્વથી વિપર્યયપણે ગ્રહણ કરવાથી તેઓનો વૈરાગ્ય અજ્ઞાન (મોહ) ગર્ભિત છે. જૈનોમાં પણ જેઓ વિરુદ્ધ અર્થના બોલનારા છે, સિદ્ધાંતનો અભ્યાસ કરીને તે ઉપર જેઓ આજીવિકા ચલાવે છે, અને અલ્પ ૧. બગલાના જેવી પ્રપંચી વૃત્તિથી. ૨. માત્ર ધર્મનો દંભ જ રાખનારા, ધાર્મિકના જેવા દેખાતા, પણ વાસ્તવિક ધર્મી નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy