SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૭૧] દર્શનાચારનો ચોથો ભેદ–અમૂઢવૃષ્ટિવ ૨૫૭ શક્તિવાળા છતાં પણ પોતાનો અનાચાર ગુપ્ત રાખવા માટે મોટી શક્તિથી ક્રિયાઓનો દેખાવ કરે છે તેઓને પણ પારમાર્થિક વૈરાગ્ય નથી. કેમકે– ૩નીષ પ્રશમોડયુર્વેદ રોગપોષાય તેવતમ્ | अंतर्निलीनविषम-ज्वरानुभवसन्निभः ॥४॥ ભાવાર્થ-“શરીરની અંદર રહેલા વિષમ (જીણ) જ્વરના અનુભવની જેમ આમનો વૈરાગ્ય માત્ર ઘણા દોષોનું પોષણ કરનાર જ છે.” ત્રીજો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહ્યો છે, તે વૈરાગ્ય જેની સ્યાદ્વાદયુક્ત બુદ્ધિ સ્વપર આગમમાં યથાસ્થિત પ્રવર્તતી હોય તેને થાય છે. કોઈ જીવને વિરક્ત છતાં પણ શાસ્ત્રાર્થના અલ્પ બોઘથી કોઈ એક પક્ષમાં તણાઈ જઈ એકાંત નય માનવાનો કદાગ્રહ થાય છે, તેનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત જાણવો નહીં. કહ્યું છે કે उत्सर्गे चापवादेऽपि, व्यवहारेषु निश्चये । ज्ञाने कर्मणि वादं चेत् न तदा ज्ञानगर्भता ॥१॥ ભાવાર્થ-“જો ઉત્સર્ગમાં, અપવાદમાં, વ્યવહારમાં, નિશ્ચયમાં, જ્ઞાનમાં અને કર્મમાં (ક્રિયામાં) વાદવિવાદ હોય, તો તેને જ્ઞાનગર્ભપણું જાણવું નહીં.” જેઓ પરના અપવાદની ચેષ્ટા કરવામાં મૂક, અંઘ અને બધિર જેવા છે, જેઓ માધ્યસ્થ બુદ્ધિવાળા હોઈને સર્વત્ર હિતચિંતક છે, અને જેઓ આજ્ઞારુચિવાળા છે તેઓ જ જ્ઞાનગર્ભિત વૈરાગ્યને અનુભવે છે. કહ્યું છે કે स्वभावान्नैव चलनं, चिदानंदमयात् सदा । वैराग्यस्य तृतीयस्य, स्मृतेऽयं लक्षणावलिः॥१॥ ભાવાર્થ-સર્વદા ચિદાનંદમય સ્વભાવથી ચલિત ન થવું, એ ત્રીજા વૈરાગ્યનું લક્ષણ કહેલું છે. આ સર્વ હકીકત સાંભળીને લેપશ્રેષ્ઠીએ પૂછ્યું કે “હે ભગવન્ આપે પ્રથમ અધ્યાત્મનું વર્ણન કર્યું હતું તે ભાવ અધ્યાત્મ કયા વૈરાગ્યવાળાને હોય?” ત્યારે પ્રભુએ કહ્યું કે હે શ્રેષ્ઠી! विषयेषु गुणेषु च द्विधा, भुवि वैराग्यमिदं प्रवर्तते । अपरं प्रथमं प्रकीर्तितं, परमध्यात्मबुधैर्द्वितीयकम् ॥१॥ ભાવાર્થ-“જગતને વિષે વિષયોમાં અને ગુણોમાં એમ બે પ્રકારે આ વૈરાગ્ય પ્રવર્તે છે, તેમાં પહેલા (વિષયમાં પ્રવર્તેલા વૈરાગ્ય) ને હલકું અને બીજાને ઉત્કૃષ્ટ અધ્યાત્મ પંડિતોએ કહ્યું છે.” વિવેચન-પહેલામાં ઇચ્છિત વસ્તુની અપ્રાપ્તિથી વૈરાગ્ય થાય છે, અને બીજામાં ગુણ ઉત્પન્ન થવાથી વૈરાગ્ય થાય છે; માટે પહેલાને મિથ્યાત્વાદિક પાપના હેતુ સહિત હોવાથી અનુત્કૃષ્ટ કહ્યું છે. આ અધ્યાત્મમાં પૂર્વે કહેલા પ્રથમના બે વૈરાગ્ય (દુઃખ અને મોહગર્ભિત) નો સમાવેશ થાય છે અને બીજું અધ્યાત્મમય છે કે જે ત્રીજા જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી ઉત્પન્ન થાય છે, તેને ઉત્કૃષ્ટ કહેલું છે. ઉત્કૃષ્ટ વૈરાગ્યવાળા યોગી સર્વદા વિષયોથી પરાક્ષુખ હોય છે. કહ્યું છે કે– ___ न मुदे मृगनाभिमल्लिका, लवलीचंदनचंद्रसौरभम् । विदुषां निरुपाधिबाधित, स्मरशीलेन सुगंधिवर्मणाम् ॥१॥ - Jain Education (ભાગ ૪-૧૭). For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy