SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ઘર્મના બાકી ત્રણ પ્રકાર विरज्य विषयेभ्यो यैस्तेपे मोक्षफलं तपः । तैरेव फलमंगस्य, जगृहे तत्त्ववेदिभिः ॥२॥ ભાવાર્થ-વિષયોથકી વિરક્ત થઈને જેઓએ મોક્ષફળ આપનારું તપ કર્યું છે, તેવા તત્ત્વજ્ઞાનીઓએ જ મનુષ્યદેહનું ફળ ગ્રહણ કર્યું છે. વ્યાખ્યાન ૨૧૯] ô માટે ત્રસ અને સ્થાવર અનેક પ્રાણીઓનો ક્ષય કરનારું, વજ્ર જેવા કઠણ લોઢાના તપાવેલા ગોળા સમાન જ્યાં ત્યાં વિનાશ કરનારું અને વસ્ત્રાદિક અનેક વસ્તુઓનો પણ વિનાશ કરનારું એવું પુષ્ટ શરીર તદ્દન અસાર જ છે; તેમાં સાર માત્ર તેના વડે તપ સાધવો તે જ છે. કેમકે— अथिरेण थिरो समलेण निम्मलो परवसेण साहिणो । देहेण जई विढप्पइ धम्मो ता किं न पजुत्तं ॥ १॥ ભાવાર્થ-આ દેહ અસ્થિર, મલિન અને પરાધીન છે; તેના વડે જો સ્થિર, નિર્મળ અને સ્વાધીન એવો ધર્મ સાઘી શકાય છે તો તેને વિષે શા માટે ઉપયુક્ત ન થવું?’’ ૪૧ તે તપ શરીરની સમાઘિ વડે કરવું. કહ્યું છે કે— सो अ तवो कायव्वो, जेण मणोमगुणं न चिंतेइ । जेण न इंदियहाणि, जेण य जोगा न हायंति ॥१॥ ભાવાર્થ-‘જે તપ કરવાથી મન અવગુણનું ચિંતન ન કરે, જેના વડે ઇંદ્રિયો હાનિ ન પામે, અને જેના વડે મન, વચન અને કાયાના જોગ ક્ષીણ ન થાય એવું તપ કરવું.’’ આવું તપ પણ માત્ર કર્મનિર્જરાને માટે જ કરવું. કહ્યું છે કે—“આ લોક સંબંધી સુખસંપત્તિને અર્થે તપ ન કરવું, લોકો પ્રશંસા કરશે એવી ઇહા વડે પણ તપ ન કરવું, માત્ર નિર્જરાને અર્થે જ તપ કરવું.’ વિવેક વિના કરેલું તપ માત્ર શરીરને કષ્ટકારી જ થાય છે. જુઓ, તામલી તાપસે જેટલું તપ કર્યું હતું તેટલું તપ જો જૈન શાસનવિધિ પ્રમાણે નિચ્છિ ભાવે કર્યું હોય તો તેથી સાત જીવ સિદ્ધિને પામે, પરંતુ અજ્ઞાનના દોષથી તે ઈશાન દેવલોકે જ ગયો હતો. વળી તપસ્વીએ ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. કેમકે ક્રોધ રૂપી અગ્નિ ઘણા તપને પણ ચંદનના કાષ્ઠસમૂહની જેમ એક ક્ષણમાં બાળી નાંખે છે. કહ્યું છે કે— एकेन दिनेन तेजोव्यूहं षण्मासिकं ज्वरो हन्ति । कोपः क्षणेन सुकृतं यदर्जितं पूर्वकोट्यापि ॥ १ ॥ ભાવાર્થ—જેમ એક દિવસનો જ્વર છ માસના તેજસમૂહને હણે છે, તેમ કોપ કોટીપૂર્વ વડે ઉપાર્જન કરેલાં સુકૃતનો પણ એક ક્ષણમાં નાશ કરે છે.’’ વળી– मोद्भवं हंति विषं न हि द्रुमं, न वा भुजंगप्रभवं भुजंगमम् । अतः समुत्पत्तिपदं दहत्यहो, महोल्बणं क्रोधहलाहलं पुनः ॥ २॥ ભાવાર્થ‘વૃક્ષમાંથી ઉત્પન્ન થતું વિષ વૃક્ષનો નાશ કરતું નથી, અને સર્પથી ઉત્પન્ન થતું વિષ સર્પનો નાશ કરતું નથી; પરંતુ અહો! ક્રોધરૂપી મહા ભયંકર હલાહલ વિષ તો પોતાના ઉત્પત્તિસ્થાનને જ બાળે છે.’’ વળી– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy