SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ कषाया देहकारायां, चत्वारो यामिका इव । यावज्जाग्रति पार्श्वस्थास्तावन्मोक्षः कुतो नृणाम् ॥३॥ ભાવાર્થ-‘દેહરૂપી કેદખાનામાં ચાર કષાયરૂપી ચાર ચોકીદારો જ્યાં સુધી સમીપ ભાગે જાગતા રહેલા છે, ત્યાં સુધી મનુષ્યોનો મોક્ષ ક્યાંથી થાય?’’ ૪ર [સ્તંભ ૧૫ અહીં શુષ્કાંગુળી ભગ્નકારકનું દૃષ્ટાંત છે તે અન્ય ગ્રંથોથી જાણી લેવું. યથાવિધિ તપ કરનારા શ્રાવકોને પ્રાંતે તેનું ઉદ્યાપન કરવાથી મોટું ફળ થાય છે. કહ્યું છે કેवृक्षो यथा दोहदपूरणेन, कायो यथा षड्रसभोजनेन । विशेषशोभां लभते यथोक्तेनोद्यापनेनैव तथा तपोऽपि ॥ १ ॥ ભાવાર્થ-‘જેમ દોહદ પૂર્ણ કરવાથી વૃક્ષ અને છ રસના ભોજનથી શરીર વિશેષ શોભા પામે છે, તેમ વિધિપૂર્વક ઉદ્યાપન ક૨વાથી તપ પણ વિશેષ શોભા પામે છે.'' વળી– लक्ष्मीः कृतार्था सफलं तपोऽपि, ध्यानं सदोच्चैर्जिनबोधिलाभः । जिनस्य भक्तिर्जिनशासनश्रीर्गुणाः स्युरुद्यापनतो नराणाम् ॥२॥ ભાવાર્થ-‘વિધિપૂર્વક ઉદ્યાપન (ઉજમણું) કરવાથી લક્ષ્મી કૃતાર્થ થાય છે, તપ સફળ થાય છે, ઊંચા પ્રકારનું ધ્યાન પ્રાપ્ત થાય છે, જિનેશ્વર સંબંધી બોધિરત્નનો લાભ થાય છે, જિનેશ્વરની ભક્તિ થાય છે, અને જિનશાસનની શોભા વધે છે, વગેરે અનેક ગુણ થાય છે.’’ શ્રી પેથડ સંઘવીએ નવકાર મંત્રના આરાધન માટે ઊજમણું કર્યું હતું. તેમાં સુવર્ણમુદ્રિકા, મણિ, મુક્તાફળ, પ્રવાળા, સર્વ જાતિનાં ફળ, સર્વ જાતિનું સોનૈયા વગેરે દ્રવ્ય, સર્વ જાતિની સુખડી વગેરે પક્વાન, ચંદ્રુવા, મહાજાઓ વગેરે અડસઠ અડસઠ મૂકીને અતિ વિસ્તારવાળું સમગ્ર જનને વિસ્મય કરનારું ઉદ્યાપન કર્યું હતું, એ પ્રમાણે બીજાએ પણ શક્તિ પ્રમાણે કરવું. (૪) ભાવધર્મનું વર્ણન दानं तपस्तथा शीलं नृणां भावेन वर्जितम् । अर्थहानिः क्षुधापीडा, कायक्लेशश्च केवलम् ॥१॥ ભાવાર્થ-ભાવ વિના દાન કરવાથી કેવળ દ્રવ્યની હાનિ જ થાય છે, ભાવ વિનાના તપથી માત્ર ક્ષુધાની પીડા જ સહેવાય છે, અને ભાવ વિનાના શીળવ્રતથી તો ફક્ત કાયાને જ ક્લેશ થાય છે, તે વિના બીજું કાંઈ ફળ થતું નથી.’ ભાવના ભરત ચક્રીના જેવી ભાવવી, કે જેથી ભોગ ભોગવ્યા છતાં પણ મુક્તિ આપનારી થાય. મરુદેવા માતા કોઈ વખત એકાસણું પણ નહીં કર્યા છતાં માત્ર ભાવનાથી જ મુક્તિ પામ્યા હતા; તથા પ્રસન્નચંદ્ર મુનિને, વલ્કલચીરીને અને ગૌતમસ્વામીએ પ્રતિબોધેલા પંદરસો તાપસોને માત્ર ભાવથી જ કેવળજ્ઞાન થયું હતું. કહ્યું છે કે थोवं पि अणुठ्ठाणं, भावविसुद्धं हणइ कम्ममलं । लहुओ वि सहस्सकिरणो, तिमिरसमूहं पणासेइ ॥ १ ॥ ભાવાર્થ-‘થોડું પણ અનુષ્ઠાન જો ભાવની વિશુદ્ધિપૂર્વક કર્યું હોય તો તે કર્મમળને હણે છે. કેમકે નાનો (ઉદય પામતો) પણ સૂર્ય અંધકારસમૂહનો નાશ કરે છે. "" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.erg
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy