SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૪૩] માયા પિંડનાં દોષો ૧૩૧ ન પાદને નમન કરીને પિતાની ભક્તિથી પ્રઘાનનો કહ્યું કે–‘આ પિતાશ્રીના પૂજ્ય પગલાંનો કોઈ સ્પર્શ ન કરો.’ એમ કહી આઠ યોજનના વિસ્તારવાળો ધર્મચક્ર નામનો પ્રાસાદ કરાવ્યો છે.’’ આ પ્રમાણે સાંભળીને ચક્રીએ તેની સ્તુતિ કરી. પછી તક્ષશિલામાં પ્રવેશ કરીને બાહુબલીની ગાદી પર સોમયશાને બેસાડ્યો. સોમયશાને ચોવીશ હજાર રાણીઓ હતી, અને શ્રેયાંસ આદિ બોંતેર હજાર પુત્રો હતા. પછી ભરત રાજા છ ખંડ પૃથ્વીમાં પોતાની અખંડ આજ્ઞા પ્રવર્તાવીને અયોઘ્યા તરફ ચાલ્યા. અહીં બાહુબલી મુનિ નિદ્રા અને આહાર વગેરેનો ત્યાગ કરીને જે વનમાં કાયોત્સર્ગ ધ્યાને રહ્યા હતા, ત્યાં તેમના મસ્તકના કેશમાં, કર્ણ અને દાઢી વગેરેમાં પક્ષીઓએ માળા કર્યા, વર્ષાઋતુમાં દર્ભના અંકુર પગનાં તળિયાને વીંધીને બહાર નીકળ્યા, લતાઓ તેમના શરીરને વીંટાઈ ગઈ અને તેમના તપોબળથી વાઘ વગેરે હિંસક પ્રાણીઓ પણ શાંત ભાવને પામી ગયા. એવી રીતે એક વર્ષ વીતી ગયું. ત્યારે તેમનો કેવળજ્ઞાનની ઉત્પત્તિનો સમય જાણીને તેમનું માન છોડાવવાને માટે શ્રી ઋષભદેવ ભગવાને બ્રાહ્મી અને સુંદરી નામની બે સાધ્વીઓ કે જે બાહુબલીની બહેનો થતી હતી તેને મોકલી. તે સાધ્વીઓ ત્યાં આવીને લતાના સમૂહ મધ્યે રહેલા તેમને જેમ-તેમ શોઘી કાઢીને બોલી—“હે બંધુ બાહુબલી! અમારે મુખે પિતાશ્રી તમને કહેવરાવે છે કે—મદોન્મત્ત હાથી પર ચઢવાથી કેવળજ્ઞાન શી રીતે મળશે? તેથી આ મત્ત હસ્તી ઉપરથી નીચે ઊતરો. જો તમારે મતંગજ ઉપર ચઢીને જ્ઞાન મેળવવું હતું તો તક્ષશિલાનું રાજ્ય શા માટે મૂકી દીધું ?” આ પ્રમાણે સાંભળીને બાહુબલીએ વિચાર્યું કે—“અહો! આ મારી બહેનો આમ કેમ બોલે છે? હું સર્વથા પરિગ્રહ રહિત છતાં મારું હસ્તીપર ચઢવું શી રીતે સંભવે?'' પછી જરા વધારે વિચાર કરતાં તેમના સમજવામાં આવ્યું કે—“અહો! જાણ્યું, માન રૂપી મતંગજ ઉપર હું ચઢેલો છું. આટલો બધો કાળ મેં ફોગટ કષ્ટમાં ગુમાવ્યો કેમકે માન છતાં શી રીતે કેવળની પ્રાપ્તિ થાય? માટે ગુણથી અધિક એવા મારા પૂજ્ય લઘુ બંધુઓને જઈને નમસ્કાર કરું.'' ઇત્યાદિ વિચાર કરીને જેવો પોતાનો પગ ઉપાડ્યો કે તરત જ તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી દેવતાએ આપેલા યતિલિંગને ઘારણ કરી ભગવાનના સમવસરણમાં ગયા. ત્યાં “નમસ્તીર્ઘાય’” તીર્થને નમસ્કાર થાઓ–એમ કહી જિનેશ્વરની પ્રદક્ષિણા કરીને કેવળીની સભામાં જઈને બેઠા. “ખરેખર બાહુબલીને જ મહા બળવાન જાણવા કે જેણે પ્રથમ છ ખંડના નાથને જીતી લીધા અને પછી વિશ્વમાં કંટકરૂપ માનરૂપી મહામલ્લને હણીને પરમાનંદપદ પ્રાપ્ત કર્યું.’’ વ્યાખ્યાન ૨૪૩ માયા પિંડનાં દોષો Jain Education International भक्तादिहेतवे कुर्वन्नानारूपाणि માયા । साधुर्वचयते श्राद्धान, मायापिंडः स उच्यते ॥ १ ॥ ભાવાર્થ-સાધુ ભાત પાણી વગેરેને માટે માયા વડે નાના પ્રકારના રૂપો કરીને શ્રાવકોને છેતરે તેને માયાપિંડ કહેવાય છે.’’ તેની ઉપર નીચે પ્રમાણે દૃષ્ટાંત છે— For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy