SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૮૪] તપાચારનો પહેલો ભેદ–અનશન ૩૦૯ ભાવાર્થ-“નિર્દોષ, નિયાણા વિનાનું, અને માત્ર નિર્જરાના જ કારણભૂત એવું શુભ તપ સારી બુદ્ધિ વડે મનના ઉત્સાહપૂર્વક કરવું.” જેનાથી શરીર અને કર્મ વગેરે તપે તે તપ કહેવાય છે. કહ્યું છે કે रसरुधिरमांसमेदोऽस्थिमज्जाशुक्राण्यनेन तप्यन्ते । __कर्माणि चाशुभानीत्यतस्तपो नाम नैरुक्तम् ॥१॥ ભાવાર્થ-“રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જ અને શુક્ર તેમજ અશુભ કર્મો તેનાથી તાપ પામે છે, તેથી તેનું નામ “તપ” કહેલું છે.” તે તપ નિર્દોષ કરવો એટલે આ લોક તથા પરલોકના સુખની ઇચ્છા રહિત કરવો, વળી તે નિદાન રહિત કરવો. કહ્યું છે કે यः पालयित्वा चरणं विशुद्धं, करोति भोगादिनिदानमज्ञः । स वर्धयित्वा फलदानदक्षं, कल्पद्रुमं भस्मयतीह मूढः॥१॥ ભાવાર્થ-“જે અજ્ઞાની માણસ શુદ્ધ ચારિત્રનું પાલન કરીને ભોગાદિક પ્રાપ્ત થવાનું નિદાન કરે છે તે મૂઢ માણસ ફળ આપવામાં દક્ષ એવા કલ્પવૃક્ષને વઘારીને પછી ભસ્મસાત્ કરે છે એમ જાણવું.” નિદાન નવ પ્રકારના છે. તેનું વર્ણન આ જ ગ્રંથમાં પ્રથમ કર્યું છે, તેથી અહીં ફરીથી લખતા નથી. વળી તે તપ ચિત્તના ઉલ્લાસપૂર્વક કરવું; પણ રાજાની વેઠની જેમ અણગમાથી કરવું નહીં, અથવા જેટલી શક્તિ હોય તેટલું કરવું. કહ્યું છે કે सो अ तवो कायव्यो, जेण मणो मंगुलं न चितेइ । जेण न इंदियहाणी, जेण जोगा न हायंति ॥१॥* ભાવાર્થ-“જે તપ કરવાથી મન દુષ્ટ (માઠા વિચાર કરનારું) ન થાય, ઇંદ્રિયોની હાનિ ન થાય અને યોગ પણ ન હણાય તેવું તપ કરવું.” વળી તે તપ સારી બુદ્ધિથી કરવું, અર્થાત્ પરાધીન બુદ્ધિથી દીનપણે અન્નાદિની પ્રાપ્તિને અભાવે આહારત્યાગ રૂપ અજ્ઞાન તપ કરે, તો તે સ્ત્રવનું કારણ હોવાથી તથા ક્રોધાદિક કષાયના ઉદયનું આશ્રિત હોવાથી તે તપ નથી, પણ પૂર્વે બાંધેલા અંતરાયકર્મના ઉદયથી અશાતા વેદનીયનો માત્ર તે વિપાક જ છે; કેમકે આહારનો ત્યાગ કરવો તે દ્રવ્ય તપ છે, અને આત્મસ્વરૂપની એકાગ્રતા કરવી તે ભાવ તપ છે. તે ભાવ તપ તો અહર્નિશ હોઈ શકે છે, પરંતુ દ્રવ્ય તપપૂર્વક ભાવ તપનું ગ્રહણ કરવું, એવું શાસનનું ચાતુર્ય તજવું નહીં. કહ્યું છે કે धनार्थिनां यथा नास्ति, शीततापादिदुःसहम् । तथा भवविरक्तानां, तत्त्वज्ञानार्थिनामपि ॥१॥ ભાવાર્થ-“જેમ ઘનના અર્થી પુરુષોને શીત તાપાદિક દુસહ નથી, તેમ સંસારથી વિરક્ત થયેલાને તેમજ તત્ત્વજ્ઞાનના અર્થી પુરુષોને પણ તે દુઃસહ નથી.” * આ જ શ્લોક “જ્ઞાનસારમાં આ પ્રમાણે છે तदेव हि तपः कार्य, दुनिं यत्र नो भवेत् । येन योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाणि च ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy