SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૫૬] જ્ઞાનાચારનો પહેલો ભેદ-કાળાચાર ૧૯૧ આવો છો?’’ ત્યારે ગાંભીર્યના સમુદ્ર સમાન ગુરુ કોપાયમાન થયા વગર બોલ્યા કે—“અવન્તિ નગરીથી.'' પછી તેમને જ્ઞાનપૂર્વક સમગ્ર ક્રિયા કરતાં જોઈને સાગરમુનિએ વિચાર્યું કે—‘ખરેખર આ વૃદ્ધ મુનિ બુદ્ધિમાન છે.’’ પછી તેમણે પોતાના શિષ્યોને વાચના આપતાં બુદ્ધિના મદથી સૂરિને કહ્યું કે—“હે વૃદ્ધ! હું શ્રુતસ્કંધ ભણાવું છું તે તમે સાંભળો.” તે સાંભળી ગુરુ તો મૌન જ રહ્યા. પછી સાગરમુનિ પોતાની બુદ્ધિની કુશળતા બતાવવા માટે ઘણી સૂક્ષ્મ બુદ્ધિવાળાથી ગ્રહણ થઈ શકે તેવી વ્યાખ્યાનો વિસ્તાર કરવા લાગ્યા. વ્યાખ્યાના રસમાં તલ્લીન થવાથી અકાળ વેળાનેઅનઘ્યાયના સમયને પણ જાણ્યો નહીં. “અહો! અજ્ઞાન એ મોટો શત્રુ છે.’’ અહીં ઉજ્જયિની નગરીમાં પ્રાતઃકાળે પેલા શિષ્યો ઊઠ્યા. ત્યાં ગુરુને જોયા નહીં તેથી તેઓ અત્યંત આકુળવ્યાકુળ થઈ ગયા, અને સભ્રાંત ચિત્તે વસતિના સ્વામી શય્યાતર શ્રાવક પાસે જઈને પૂછ્યું કે—“અમને મૂકીને અમારા ગુરુ ક્યાં ગયા?’' ત્યારે તે શ્રાવકે કોપ કરીને કહ્યું કે—‘શ્રીમાન્ આચાર્યે તમને ઘણો ઉપદેશ આપ્યો, ઘણું સમજાવ્યા, પ્રેરણા કરી, તો પણ તમે સદાચારમાં પ્રવર્ત્ય નહીં, ત્યારે તમારા જેવા પ્રમાદી શિષ્યોથી ગુરુની શી અર્થસિદ્ધિ થવાની હતી? તેથી તે તમને તજીને ચાલ્યા ગયા.’’ તે સાંભળીને તેઓ લજ્જિત થઈ ગયા અને કહ્યું કે–‘‘તમે અમારા પર પ્રસન્ન થઈને અમારા ગુરુએ પવિત્ર કરેલી દિશા બતાવો, કે જેથી અમે તે તરફ જઈ તેમને પામીને સનાથ થઈએ. અમે જેવું કર્યું, તેવું ફળ અમે પામ્યા.’’ એવી રીતે તે શિષ્યોએ ઘણા આગ્રહપૂર્વક પૂછ્યું, એટલે તે શ્રાવકે ગુરુના વિહારની દિશા બતાવી. પછી તેઓ સર્વે ત્યાંથી ચાલ્યા. અનુક્રમે ગુરુને શોધતાં શોઘતાં તેઓ સાગરમુનિ પાસે આવ્યા અને તેમને પૂછ્યું કે-“પૂજ્ય એવા આર્ય કાલિકાચાર્ય ક્યાં છે?’’ સાગરમુનિએ જવાબ આપ્યો કે—‘તે તો મારા પિતામહ ગુરુ થાય, તેઓ અહીં તો આવ્યા નથી; પણ જેમને હું ઓળખતો નથી એવા કોઈ એક વૃદ્ધ મુનિ ઉયિની નગરીથી અહીં આવેલા છે. તેને તમે જુઓ, તેઓ આ સ્થળે છે.’” પછી તે શિષ્યો સાગરમુનિએ બતાવેલા સ્થાને ગયા. ત્યાં ગુરુને જોઈને તેઓ દીન મુખવાળા થયા, અને પોતાના અપરાધની વારંવાર ક્ષમા માગી. તે જોઈ સાગરમુનિએ લક્ત્રથી નમ્ર મુખવાળા થઈને વિચાર્યું કે—‘અહો! આ ગુરુના ગુરુ પાસે મેં પાંડિત્ય કર્યું, તે યોગ્ય કર્યું નહીં. મેં સૂર્યની કાંતિ પાસે ખદ્યોતના જેવું અને આંબાના વૃક્ષ પર તોરણ બાંઘવા જેવું કર્યું.’’ એમ વિચારીને તેમણે ઊઠીને વિનયપૂર્વક ગુરુને ખમાવીને ગુરુના ચરણકમળમાં મસ્તક રાખી કહ્યું કે “હે ગુરુ! વિશ્વને પૂજ્ય એવા આપની મેં અજ્ઞાનના વશથી આશાતના કરી, તેનું મને મિથ્યા દુષ્કૃત હો.’ ,, પછી આચાર્યે તે સાગ૨મુનિને પ્રતિબોધ કરવા માટે એક પ્યાલો ભરીને નદીની રેતી તથા એક ચાળણી મંગાવી. તે રેતીને ગુરુએ ચાળણીમાં નાંખીને ચાળી તો ઝીણી રેતી તેમાંથી નીકળી ગઈ, અને ચાળણીમાં મોટા કાંકરા બાકી રહ્યા. તેને દૂર નાંખી દઈને પછી તે રેતીને કોઈક સ્થાને નાંખી. પછી ફરીથી તે રેતીને ત્યાંથી લઈને બીજે સ્થાને નાંખી. ત્યાંથી પણ લઈને ત્રીજે સ્થાને નાંખી. એવી રીતે વારંવાર જુદે જુદે સ્થાને નાંખી અને લીઘી. તેથી પ્રાંતે રેતી ઘણી જ થોડી બાકી રહી. આ પ્રમાણે રેતીનું દૃષ્ટાંત બતાવીને ગુરુએ સાગરમુનિને કહ્યું કે—“હે વત્સ! જેમ નદીમાં સ્વાભાવિક જ ઘણી રેતી છે, તેમ તીર્થંકરોમાં સંપૂર્ણ જ્ઞાન રહેલું છે. જેમ પ્યાલા વડે નદીમાંથી થોડી રેતી લીઘી, તેમ ગણધરોએ જિવેંદ્રો પાસેથી થોડું શ્રુત ગ્રહણ કર્યું, અને જેમ તે રેતીને જુદે જુદે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy