SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૮ ટેકે ચાલતાં સૂરિ પાસે આવ્યા, અને લુહારની ઘમણની જેમ શ્વાસોશ્વાસ લેતાં તેણે ગુરુને વંદના કરીને પૂછ્યું કે-“હે સ્વામી! હું વૃદ્ધ છું, અને વૃદ્ધાવસ્થાથી પીડાઉ છું, હજું મારું કેટલું આયુષ્ય બાકી છે? તે આપ મારી હસ્તરેખા જોઈને શાસ્ત્રને આધારે કહો. મારા પર આટલી કૃપા કરો. મારા પુત્રોએ તથા સ્ત્રીએ મને કાઢી મૂક્યો છે. તેથી હું એકલો મહાકષ્ટથી દિવસો નિર્ગમન કરું છું. આપ છ જીવનિકાય પર દયા કરવામાં તત્પર છો, તેથી મારા પર કૃપા કરો.” આ પ્રમાણે તેનાં દીન વચનો સાંભળીને ગુરુ તેનો હાથ જોતાં જોતાં કાંઈક તેની ચેષ્ટા તથા યથાર્થ ભાષણ ઉપરથી અને કાંઈક મૃતનો ઉપયોગ આપવાથી તેને સૌઘર્મ દેવલોકના ઇંદ્ર જાણીને મૌન રહ્યા, ત્યારે ફરીથી તે વૃદ્ધ બોલ્યો કે-“હે સ્વામી! હું જરાથી પીડિત છું, તેથી વધારે વખત અહીં રહેવાને અશક્ત છું, માટે જલદી ઉત્તર આપો કે હવે મારું આયુષ્ય કેટલું બાકી છે? પાંચ વર્ષ બાકી છે? કે તેથી જૂનાવિક છે?” ગુરુએ કહ્યું કે–“તેથી ઘણું અધિક છે.” વૃદ્ધે પૂછ્યું કે–“શું દશ વર્ષનું છે?” ગુરુએ કહ્યું-“તેથી પણ ઘણું અધિક છે.” વૃદ્ધે કહ્યું-“ત્યારે વિશ વર્ષ કે ત્રીશ વર્ષ કે ચાળીશ વર્ષ બાકી છે? હે ગુરુ! સત્ય કહો.” ગુરુએ કહ્યું કે–“વાંરવાર શું પૂછો છો? તમારું આયુષ્ય અંકની ગણતરીમાં આવે તેવું નથી. કેમકે તે અપરિમિત (અસંખ્યાત) છે. મુનિસુવ્રત સ્વામીના શાસનમાં તમે ઇન્દ્ર થયા છો, વર્તમાન ચોવીશીના છેલ્લા ચાર તીર્થકરોના પાંચ પાંચ કલ્યાણકનો ઉત્સવ તમે કર્યો છે, અને આવતી ચોવીશીના કેટલાક તીર્થકરોની વંદના તથા પૂજા તમે કરશો. તમારું આયુષ્ય બે સાગરોપમમાં કાંઈક ઓછું બાકી રહેલું છે.” આ પ્રમાણે ગુરુનાં વચન સાંભળીને ઇંદ્ર ઘણો હર્ષ પામ્યા. પછી તે નિગોદનું સ્વરૂપ પૂછી નિઃશંક થયા, અને શ્રી સીમંઘરસ્વામીએ કરેલી પ્રશંસા કહી બતાવીને તેમણે કહ્યું કે-“હે સ્વામી! મારા સરખું કાર્ય બતાવો.” ત્યારે ગુરુ બોલ્યા કે-“ઘર્મમાં આસક્ત થયેલા સંઘનું વિધ્ર નિવારો.” પછી ઇન્દ્ર પોતાની ઇચ્છાથી પોતાના આવ્યાની નિશાની તરીકે દિવ્ય અને મનોહર એવું ઉપાશ્રયનું એક દ્વાર બીજી દિશામાં કરીને તરત સ્વર્ગે ગયા. ત્યાર પછી સૂરિના શિષ્યો કે જેઓ આહારને માટે નગરમાં ગયા હતા તેઓ આવ્યા. તેમણે ગુરુને કહ્યું કે-“હે સ્વામી! આ ઉપાશ્રયનું દ્વાર બીજી દિશામાં કેમ થઈ ગયું? આપ પણ વિદ્યાનો ચમત્કાર બતાવવાની ઇચ્છા રાખો છો, તો પછી અમારા જેવાનો તેમ કરવામાં શો દોષ?” તે સાંભળીને ગુરુએ ઇન્દ્રનું આગમન વગેરે સર્વ વૃત્તાંત યથાર્થ કહી આપ્યું. ત્યારે તે શિષ્યો બોલ્યા કે–“અમને પણ ઇંદ્રનું દર્શન કરાવો.” ગુરુએ કહ્યું કે–“દેવેન્દ્ર મારા વચનને આધીન નથી, તે તો પોતાની ઇચ્છાથી આવ્યા હતા અને ગયા. તે વિષે તમારે દુરાગ્રહ કરવો ઉચિત નથી.” આ પ્રમાણે ગુરુએ કહ્યા છતાં તે વિનયરહિત શિષ્યોએ દુરાગ્રહ મૂક્યો નહીં, અને વિનયરહિતપણે આહાર વગેરે કરવા કરાવવા લાગ્યા. તેથી ગુરુ ઉગ પામીને એક દિવસ રાત્રિના પાછલા પહોરે સર્વ શિષ્યોને સૂતા મૂકીને શય્યાતર શ્રાવકને પરમાર્થ સમજાવીને નગરી બહાર નીકળી ગયા. અનુક્રમે વિહાર કરતાં કરતાં તે સ્વર્ણભૂમિએ આવી પહોંચ્યા. ત્યાં મહાબુદ્ધિમાન સાગર નામના પોતાના શિષ્યના શિષ્ય રહેતા હતા. તેની પાસે આવીને ઈર્યાપથિકી પ્રતિક્રમીને તથા પૃથ્વી પ્રમાર્જીને ઊભા રહ્યા. સાગરમુનિએ તેમને કોઈ વખત જોયા નહોતા, માટે તેમને ઓળખ્યા નહીં. અને તેથી જ તે ઊભા થયા નહીં, તેમજ વંદના પણ કરી નહીં. તેમણે સૂરિને પૂછ્યું કે-“હે વૃદ્ધ મુનિ! તમે કયા સ્થાનથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy