SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ સ્તિંભ ૧૮ સ્થાને નાંખવાથી અને પાછી લેવાથી નવી નવી ભૂમિના યોગે ક્ષીણ થતી થતી ઘણી થોડી રહી, તેમ શ્રત પણ ગણઘર થકી ચાલતી પરંપરાએ અનુક્રમે કાળાદિકના દોષથી અલ્પ અલ્પતર બુદ્ધિવાળા શિષ્યોને વિષે વિસ્મૃતિ વગેરેના કારણથી ક્ષીણ થતું થતું હાલમાં ઘણું જ થોડું રહ્યું છે. તેમાં ચાળણીનો ઉપનય એવી રીતે કરવાનો છે કે–સૂક્ષ્મ જ્ઞાન સર્વ નાશ પામ્યું છે, અને હાલમાં સ્કૂલ જ્ઞાન રહ્યું છે. તેથી હે વત્સ! તું શ્રુત સારી રીતે ભણ્યો છે, પણ શ્રુતજ્ઞાનનો પહેલો આચાર તેં બરાબર ઘાર્યો નથી. કેમકે તું અકાળે પણ સ્વાધ્યાય કરે છે. તે વિષે શ્રી નિશીથચૂર્ણમાં કહ્યું છે કે संझा चौति-अणुदिए सूरिए, मज्झएहिं, अत्थमणे, अद्धरत्ते, एआसु चउसु सज्झायं न करिंति॥ “ચાર સંધ્યા આ પ્રમાણે–૧. સૂર્યોદય પહેલાં, ૨. મધ્યાહ્ન સમયે, ૩. સૂર્યાસ્ત સમયે અને ૪. અર્ધરાત્રે. એ ચાર સંધ્યા વખતે સ્વાધ્યાય ન કરવો.” ઇત્યાદિ ઉપદેશ ગુરુના મુખ થકી સાંભળીને સાગર આચાર્ય તે સંબંધી મિથ્યા દુષ્કૃત આપીને ગુરુને નમ્યા, અને પછી વિશેષે કરીને તેમની વૈયાવૃત્ય કરવા લાગ્યા. જે કોઈ સાગર આચાર્યની જેમ અહંકારથી યોગ્ય કાળનો અતિક્રમ કરીને કૃતાદિક ભણે છે, તે વિદ્વાન સાઘુની સભામાં ઘણે પ્રકારે લwા તથા નિંદાને પામે છે.” વ્યાખ્યાન ૨પ૭. અસ્વાધ્યાય કાળે સ્વાધ્યાય અકર્તવ્ય अस्वाध्याक्षणेष्वज्ञः, स्वाध्यायं कुरुते सदा । यतः क्रियाः फलन्त्येव, यथोक्त समयकृताः॥१॥ ભાવાર્થ-“મૂર્ખ માણસ હમેશાં અધ્યાય વખતે સ્વાધ્યાય કરે છે; પરંતુ યોગ્ય વખતે કરેલી ક્રિયાઓ જ ફળીભૂત થાય છે.” અનધ્યાયનો સમય ઘણા પ્રકારનો છે. તેનું યથાર્થ સ્વરૂપ આવશ્યક નિર્યક્તિની વૃત્તિમાં પ્રતિક્રમણ અધ્યયનથી તથા પ્રવચનસારોદ્ધારના બસો અડસઠમા દ્વારથી જાણી લેવું. અહીં પણ તેનું કાંઈક સ્વરૂપ લખીએ છીએ. જ્યારે આકાશમાંથી સૂક્ષ્મ રજ પડે ત્યારે જેટલો કાળ પડે તેટલો અસ્વાધ્યાયકાળ જાણવો; તેમજ ઘુઅર (ધુંવાડ) જેટલો કાળ પડે તેટલો અસ્વાધ્યાય કાળ જાણવો. તેમાં વિશેષ એટલું જ કે–પુંઅર પડતો હોય તેટલો વખત મુનિએ અંગોપાંગની ચેષ્ટા કર્યા વિના મકાનમાં જ બેસી રહેવું; તથા ગંધર્વ નગર, ઉલ્કાપાત, દિશાઓનો દાહ અને વિદ્યુત્પાત થાય ત્યારે તેટલા વખત ઉપરાંત એક પહોર સુઘી અસ્વાધ્યાય કાળ જાણવો. અકાળે (વર્ષાક્ત વિના) વિદ્યુતનો ચમકારો થાય, અથવા અકાળે મેઘની ગર્જના થાય તો બે પહોર સુધી અસ્વાધ્યાય કાળ જાણવો. અષાઢ ચોમાસાનું તથા કાર્તિક ચોમાસાનું પ્રતિક્રમણ કર્યા પછી પ્રતિપદા (એકમ–પડવા) સુઘી અસ્વાધ્યાય કાળ જાણવો. આસો તથા ચૈત્ર સુદ પાંચમના ૧. આકાશમાં નગર જેવું દેખાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy