SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મના બાકી ત્રણ પ્રકાર વ્યાખ્યાન ૨૧૯ ધર્મના બાકી ત્રણ પ્રકાર–(૨) શીલ (૩) તપ (૪) ભાવ दानं सुपात्रे विशदं च शीलं तपो विचित्रं शुभभावना च । भवार्णवोत्तारणयानपात्रं, धर्मं चतुर्धा मुनयो वदन्ति ॥ १ ॥ ભાવાર્થ-સુપાત્રદાન, નિર્મળ શીલ, વિચિત્ર પ્રકારનું તપ અને શુભ ભાવના–એ સંસારસમુદ્રને તરવામાં વહાણ સમાન ઘર્મના ચાર પ્રકાર મુનિઓએ કહ્યા છે.’’ (૧) દાનનું વર્ણન પૂર્વે કર્યું છે. (૨) હવે શીળનું વર્ણન કરે છે– ऐश्वर्यराजराजोऽपि, रूपमीनध्वजोऽपि વા सीतया रावणश्चेव, त्याज्यो नार्या नरः परः ॥ १ ॥ વ્યાખ્યાન ૨૧૯] ૩૯ ભાવાર્થ-ઐશ્વર્ય વડે ચક્રવર્તી જેવો હોય અને રૂપ વડે કામદેવ જેવો હોય તો પણ પરપુરુષને, રાવણને જેમ સીતાએ તજ્યો તેમ ઉત્તમ સ્ત્રીઓએ તજી દેવો.’’ રાવણે સીતાને રાજ્ય, અલંકાર વગેરે આપવાનો અનેક પ્રકારે લોભ બતાવ્યો, તોપણ તે મહાસતી પોતાના શીળવ્રતથી ભ્રષ્ટ થઈ નહીં. કહ્યું છે કે— सीतया दुरपवादभीतया, पावके स्वतनुराहुतीकृता । पावकस्तु जलतां जगाम यत्तत्र शीलमहिमा विजृंभितः || १ || ભાવાર્થ-‘અપવાદથી ભય પામેલી સીતાએ અગ્નિમાં પોતાનો દેહ ઝંપલાવ્યો, પરંતુ તે વખતે અગ્નિ જળ જેવો શીતળ થઈ ગયો. તેમાં માત્ર ઉલ્લસાયમાન શીળનો મહિમા જ કારણભૂત છે. માટે બીજાઓએ પણ શીળવ્રત પાળવાને વિષે યત્ન કરવો.’’ શીળ પાળવા ઉપર દૃષ્ટાંત વસંતપુરમાં શિવંકર નામનો એક વ્રતધારી શ્રાવક રહેતો હતો. ત્યાં એક વખતે ધર્મદાસ નામના સૂરિ પધાર્યા. તેમને વાંદવા માટે શિવંકર ગયો. વાંદીને ગુરુ પાસે કેટલીક આલોયણ લીધી. પછી તે હર્ષપૂર્વક બોલ્યો કે—“હે ભગવન્! મારા મનમાં લાખ સાધર્મી ભાઈઓને ભોજન કરાવવાનો મનોરથ છે, પરંતુ તેટલું ધન મારી પાસે નથી, માટે હું શું કરું કે જેથી મારો તે મનોરથ પૂર્ણ થાય?’” ગુરુએ કહ્યું કે—“તું મુનિસુવ્રત સ્વામીને વાંદવા માટે ભરુચ જા. ત્યાં જિનદાસ નામનો શ્રાવક રહે છે, તેને સૌભાગ્યદેવી નામે ભાર્યા છે; તે બન્નેને તારી સર્વ શક્તિથી ભોજન, અલંકાર વગેરે આપીને પ્રસન્ન કર. તેના વાત્સલ્યથી તને લાખ સાધર્મીને ભોજન આપ્યા જેટલું પુણ્ય થશે.’ આ પ્રમાણે ગુરુનું વચન સાંભળીને તેણે તે પ્રમાણે કર્યું. ભોજનાદિક ભક્તિવડે જિનદાસની સેવા કરી. ત્યાર પછી તે શિવંકરે ગામમાં જઈને લોકોને પૂછ્યું કે—‘આ જિનદાસ કેવો ઉત્તમ છે? સત્ય છે કે દાંભિક છે?’’ ત્યારે લોકોએ કહ્યું કે—“હે ભાઈ! સાંભળ. આ જિનદાસ સાત વર્ષનો હતો, ત્યારે એક દિવસ ઉપાશ્રયે ગયો હતો. ત્યાં ગુરુના મુખથી શીલોપદેશમાળાનું વ્યાખ્યાન સાંભળીને તેણે એકાંતરે બ્રહ્મચર્ય પાળવાનો નિયમ ગ્રહણ કર્યો. એ જ પ્રમાણે સૌભાગ્યદેવીએ પણ બાલ્યાવસ્થામાં સાધ્વી પાસે એકાંતરે શીળ પાળવાનું અંગીકાર કર્યું. દૈવયોગે તે બન્નેનું જ પરસ્પર For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy