SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૧૫] જ્ઞાનની વિરાઘના ત્યાજ્ય ૧૫ કરવાથી મહા જ્ઞાનાવરણીય કર્મ બંઘાય છે. જ્ઞાનની વિરાધનાના ઉપર જણાવેલા સિવાયના બીજા પ્રકારો વિવેકી પુરુષોએ પોતાની મેળે સમજી લેવા. - હવે જ્ઞાનની ઉત્કૃષ્ટ વિરાધના બતાવે છે–શ્રીમત્ જિનાગમના સૂત્ર, તેનો અર્થ તથા ઉભયનું વિતથકરણ–ઉત્સુત્ર ભાષણ, મરીચિ, જમાલિ, લક્ષ્મણા સાધ્વી તથા સાવદ્યાચાર્ય વગેરેની જેમ કરવું નહીં. તેમ કરવાથી મહા જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. - હવે જ્ઞાનની તથા જ્ઞાનીની ભક્તિ તથા વૃદ્ધિ કેમ કરવી તે બતાવે છે–જિનાગમ તથા જિનેશ્વરાદિનાં ચરિત્રવાળાં પુસ્તકો વગેરે ન્યાયથી મેળવેલા દ્રવ્ય વડે સારા કાગળ ઉપર વિશુદ્ધ અક્ષરોથી લખાવવાં, તથા ગીતાર્થ મુનિની પાસે વંચાવવાં. તેનાં પ્રારંભાદિ પ્રસંગે મોટા ઓચ્છવ કરવા. અહર્નિશ પૂજાદિક બહુમાનપૂર્વક ગુરુ પાસે વ્યાખ્યાન સાંભળવું, કે જેથી અનેક ભવ્ય જીવોને બોધદાયક થાય. જ્ઞાનના પુસ્તકો વાંચનારને તથા ભણનારને અન્ન, વસ્ત્ર વગેરેનું ઉપખંભ આપવું. એવું સંભળાય છે કે–દુષમ કાળના પ્રભાવે જ્યારે બારવર્ષે દુષ્કાળ પડ્યો, ત્યારે સિદ્ધાંતને ઉચ્છિન્નપ્રાય થયેલ જાણી તેનો તદ્દન વિચ્છેદ થશે એમ ઘારીને નાગાર્જુન, સ્કંદિલ વગેરે આચાર્યો અને શ્રમણોએ પાટલિપુત્રમાં એકઠા થઈને તેના પુસ્તકો લખાવ્યાં. તેથી પુસ્તકો લખાવવાં અને ઉત્તમ વસ્ત્ર વગેરેથી તેની પૂજા કરવી. - શ્રી ઘર્મઘોષ સૂરિના ઉપદેશથી સંઘવી પેથડે તેમના મુખથી એકાદશાંગી સાંભળવાનો આરંભ કર્યો, તેમાં પાંચમા અંગમાં જ્યાં જ્યાં “ગોયમા” (હે ગૌતમ!) એવું પદ આવે ત્યાં ત્યાં સુવર્ણ મહોરથી તેણે પુસ્તકની પૂજા કરી; એમ દરેક પ્રશ્ન સોનામહોર મૂકવાથી છત્રીશ હજાર સોનામહોર થઈ. પછી એટલું દ્રવ્ય ખરચીને તેણે સમગ્ર આગમનાં પુસ્તકો લખાવ્યાં, અને તેને રેશમી વસ્ત્રનાં બંઘન કરાવીને ભરૂચ, સુરગિરિ, માંડવગઢ, અર્બુદાચલ વગેરે સ્થાનોમાં સાત જ્ઞાનના ભંડારો કર્યા. શ્રી કુમારપાળ રાજાએ સાતસો લહિયાઓ પાસે છ લાખ અને છત્રીસ હજાર શ્લોક પ્રમાણ આગમની સાત પ્રતો સોનેરી અક્ષરથી લખાવી, અને શ્રી હેમાચાર્યે રચેલા સાડા ત્રણ કરોડ શ્લોકની એકવીશ પ્રતો લખાવીને એકવીશ જ્ઞાનના ભંડાર કર્યા. કહ્યું છે કે कालानुभावान्मतिमांधतश्च, तच्चाधुना पुस्तकमंतरेण । न स्यादतः पुस्तकलेखनं हि, श्राद्धस्य युक्तं नितरां विधातुम् ॥१॥ ભાવાર્થ-“હાલના સમયમાં કાળના અનુભાવથી તથા મતિની મંદતાથી પુસ્તક વિના જ્ઞાન રહી શકતું નથી, માટે શ્રાવકોએ નિરંતર પુસ્તકો લખાવવાં તે અત્યંત યોગ્ય છે.” “જિનપ્રતિમા કરાવવા કરતાં પણ સિદ્ધાંતોને લખાવવામાં તથા તેનું શ્રવણ કરવામાં મોટું પુણ્ય છે; કેમ કે જ્ઞાન વિના પ્રતિમાનું મહત્વ શી રીતે જાણી શકાય? તેથી જ્ઞાનના ભંડારો ઘર્મની દાનશાળાની જેમ શોભે છે. ગુરુ વિના શિષ્યની જેમ પુસ્તકો વિના વિદ્વત્તા પણ આવતી નથી.” ઇત્યાદિ ઉપદેશ સાંભળીને વસ્તુપાલ મંત્રીએ અઢાર કરોડ દ્રવ્ય ખર્ચીને ત્રણ જ્ઞાનભંડાર કરાવ્યા. થરાદના સંઘવી આભ નામના શ્રેષ્ઠીએ ત્રણ કરોડ દ્રવ્ય ખર્ચીને સર્વ સૂત્રની એક એક પ્રત સોનેરી અક્ષરથી અને બીજા ગ્રંથોની એક એક પ્રત શાહીથી લખાવી હતી. કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy