SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૭૧] દર્શનાચારનો ચોથો ભેદ-અમૂઢવૃષ્ટિવ ૨૫૯ શુભ ક્રિયાનું અનુષ્ઠાન અસંગપણાને પામે છે, અર્થાત્ અસંગાનુષ્ઠાનના બળવડે તે ક્રિયા કરે છે. તેવા પુરુષની અવસ્થા જ સહજાનંદના તરંગોથી રંગિત ઇચ્છેલી છે.” આ પ્રમાણે ભગવાન પાસેથી તત્ત્વસ્વરૂપ સાંભળીને લેપશ્રેષ્ઠી બોધ પામ્યો અને બોલ્યો કે હે સ્વામી! આપે (શ્રી જિનેશ્વરે જ) પ્રત્યક્ષ કહેલું આવું આત્મતત્ત્વ છોડીને બીજા અનેક પંડિતો અને તાપસાદિકો જીવાદિક તત્ત્વોને જાણ્યા વિના “અમે ઘર્મક્રિયા કરીએ છીએ એમ માને છે, તે સર્વ આકાશના બાચકા ભરવા જેવું છે.” પ્રભુએ કહ્યું કે “હે શ્રેષ્ઠી! કેટલાક ઉત્તમ જીવો પૂર્વભવથી પુણ્ય લઈને આવે છે, અને આ ભવમાં પણ પુણ્ય ઉપાર્જન કરે છે, તેઓ ભરતચક્રી, બાહુબલી, અભયકુમાર વગેરેની જેમ પરલોકમાં અવિનાશી (મોક્ષ) સુખને પામે છે. કેટલાક જીવો પૂર્વભવથી પુણ્ય લઈને આવે છે, પણ આ ભવમાં પુણ્ય કર્યા વિના જ કોણિક વગેરેની જેમ ખાલી પાછા જાય છે. કેટલાક જીવો પરલોકથી પુણ્યરહિત આવે છે, પણ કાલસૌકરિક કસાઈના પુત્ર સુલસની જેમ અહીં પુણ્ય ઉપાર્જન કરીને જાય છે; તથા કેટલાક જીવો પુણ્યરહિત આવે છે, અને દુર્ભાગી પુરુષની જેમ પુણ્ય ઉપાર્જન કર્યા વિના જ પાછા જાય છે, તેઓ તો આ લોક અને પરલોક બન્નેમાં અતિ દુઃખી થાય છે.” ઇત્યાદિ ઘર્મોપદેશ સાંભળીને તે શ્રેષ્ઠીએ શ્રાવકઘર્મ અંગીકાર કર્યો, અને મિથ્યાત્વની સર્વ ક્રિયાઓ છોડી દીધી. તે જોઈને તેના પ્રથમના સાઘર્મિક મિત્રો કહેવા લાગ્યા કે “આ શ્રેષ્ઠી મૂર્ખ છે, કેમકે કુળક્રમથી આવેલા ઘર્મને તજી દઈને જૈનધર્મની ક્રિયાઓ કરે છે.” એ પ્રમાણે સાંભળીને પણ શ્રેષ્ઠીએ તેવા અનેક એકાંતવાદીઓના મતને બિલકુલ અંગીકાર કર્યો નહીં. પોતાને ઇષ્ટ એવા જૈનધર્મમાં જ પ્રવૃત્ત રહ્યો. કહ્યું છે કે सर्वथा स्वहितमाचरणीयं, किं करिष्यति जनो बहुजल्पः । विद्यते स न हि कश्चिदुपायः, सर्वलोकपरितोषकरो यः॥१॥ ભાવાર્થ–મનુષ્ય સર્વથા આત્માને જે હિતકર હોય તે જ કાર્ય કરવું. ભિન્ન ભિન્ન બોલનારા માણસો શું કરનાર છે? કેમકે એવો કોઈ પણ ઉપાય છે જ નહીં કે જે સર્વ લોકને સંતોષકારી થાય. ત્યાર પછી એકદા શિવભૂતિ તાપસ કે જે તે શ્રેષ્ઠીનો પ્રથમ ગુરુ હતો તે ત્યાં આવ્યો. શ્રેષ્ઠી તેની પાસે ગયો નહીં, તેથી તાપસે વિચાર્યું કે “તે શ્રેષ્ઠી મારું આગમન સાંભળીને તરત જ પાંચ જોજન સામો આવતો અને અનેક પ્રકારની સેવા બજાવતો. આ વખતે તો કુશળપ્રશ્ન પણ પૂછવા આવતો નથી તેનું શું કારણ?” એમ વિચારીને પોતાના બીજા ભક્તોને પૂછતાં તેઓના મુખથી તેને જગદ્ગુરુ શ્રી વિરપરમાત્માથી ઘર્મ પામીને જૈનધર્મી થયેલો જાણી પોતાના એક શિષ્યને તેને બોલાવવા માટે મોકલ્યો. તે શિષ્ય શ્રેષ્ઠી પાસે જઈ ગુરુએ કહેલો આશીર્વાદ આપીને બોલ્યો કે “અમારા ગુરુ તમને વારંવાર યાદ કરે છે.” શ્રેષ્ઠીએ કહ્યું કે “જે પૃથ્વી વગેરે છકાય અને છ દ્રવ્યથી વ્યાપ્ત થયેલા લોકના સ્વરૂપને કહે તથા શુદ્ધ અધ્યાત્માદિક તત્ત્વનો જે ઉપદેશ કરે, તેમજ તેને અનુસરતી પોતાની ચેતના કરીને જે તેવા ઘર્મનું પ્રતિપાલન કરે તે જ ગુરુ કહેવાય, તેને જ હું ગુરુ માનું છું; બીજા કોઈ ગુરુ હોઈ શકે જ નહીં. તેથી શા માટે તમારા ગુરુ મને યાદ કરે છે? જો અન્ન વગેરે જોઈતું હોય તો પહેલાંના કરતાં પણ અધિક લઈ જાઓ. પહેલાં તો મેં કંદમૂળ, શાક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy