SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનની આશાતનાનાં ફળ મંખલીપુત્રનું ભાવી ચરિત્ર શ્રી ગૌતમ ગણઘરે ત્રણ ભુવનના શરણરૂપ અને વાંચ્છિત આપનારા શ્રી મહાવીર સ્વામીને પૂછ્યું કે “હે પ્રભુ! મંખલીપુત્રનું દેવલોકમાં ગયા પછીનું ભાવી ચિરત્ર હો.” ત્યારે ભગવાન બોલ્યા કે “આ ભરતક્ષેત્રમાં આવેલા શતદ્વાર નામના નગરમાં સુમતિ નામે રાજા થશે. તેને સુભદ્રા નામની રાણી થશે. તેના ઉદરમાં બારમા દેવલોકથી ચ્યવીને તે ગોશાળો મહાપદ્મ નામે પુત્ર થશે. તે દેવસેન તથા વિમલવાહનના નામથી પણ પ્રસિદ્ધ થશે. તેને એક વખત ચાર દાંતવાળો શ્વેત હાથી પ્રાપ્ત થશે. ત્યાર પછી તેને રાજ્યગાદી મળશે, એટલે તે રાજા મિથ્યાત્વી હોવાથી અનેક સાધુઓની કદર્થના કરશે. તે જોઈને તેના પ્રથાનો તેને વિનયપૂર્વક કહેશે કે “હે રાજન્! પ્રજાનાથ થઈને આવું કૃત્ય કરો છો તે યોગ્ય નથી.’’ તેથી તે રાજા કાંઈક પાપકર્મથી પાછો હઠશે. એક દિવસ તે ઉદ્યાનની શોભા જોવા જશે, ત્યાં એક સ્થાને તીર્થંકરના શિષ્યના શિષ્ય ત્રણ જ્ઞાનને ધારણ કરનારા તથા નિરંતર છઠ્ઠ તપ કરનારા સુમંગલ નામના સાધુને આતાપના કરતાં દેખશે. તેને જોઈને તે વિમલવાહન રાજાને ક્રોધ ઉત્પન્ન થશે, એટલે સિંહની જેમ વાંકી દૃષ્ટિથી તે મુનિને ધ્યાનમાં તત્પર રહેલા જોશે. પછી તત્કાળ ઘોડાને ત્વરાથી હાંકીને પોતાનો રથ તે સાધુ ઉપર ચલાવશે, એટલે સાઘુ પડી જશે, પાછા ઊભા થશે, એટલે ફરીથી પણ એ જ પ્રમાણે રથ હાંકશે. બીજી વાર ઊભા થયા પછી તે સાઘુ મનમાં વિચાર કરશે કે ‘‘અહો! આ જીવ મહાનિર્દય કેમ જણાય છે?'' એમ વિચારીને અવધિજ્ઞાનથી જોતાં તેને ગોશાળાનો જીવ જાણીને કહેશે કે “હે મહાપદ્મ! આજથી ત્રીજે ભવે તું ગોશાળો હતો. તે વખતે તેં તારી તેજોલેશ્યાથી શ્રી મહાવીર ભગવાનના સર્વાનુભૂતિ તથા સુનક્ષત્ર નામના બે શિષ્યોને દગ્ધ કરી દીધા હતા; પરંતુ તે સાધુઓ ક્ષમા ધારણ કરવામાં મહા સમર્થ હતા; કેમકે ઇંદ્રાદિક દેવોનું સામર્થ્ય પણ તેમની પાસે કુંથવા જેવું હતું, તો તારા જેવાની તો શી ગણતરી? પરંતુ તેમને ધન્ય છે કે તેઓએ તારો કરેલો પ્રાણાંત ઉપસર્ગ સહન કર્યો, પણ નેત્રના પ્રાંતભાગમાં પણ ક્રોધનો લેશ સરખો લાવ્યા નહીં; તેમજ સમગ્ર સંસારી જીવો કરતાં પણ અનંત બળવાળા શ્રી વીર પરમાત્મા ઉપર તેં તેજોલેશ્યા મૂકી તો પણ તેમણે જરા પણ ક્રોધ કર્યો નહીં અને ઊલટો તને પ્રતિબોધ આપ્યો, પરંતુ તું બોધ પામ્યો નહીં. હું તો સુમંગળ છું, પૂર્વના સાધુ જેવો ક્ષમાવાન નથી; તેથી તું મને વધારે દુઃખ આપીશ તો હું તપના તેજ વડે રથ, ઘોડા અને સારથિ સહિત તને ભસ્મસાત્ કરી નાંખીશ.’’ આ પ્રમાણે તે સાધુએ કહ્યા છતાં તે રાજા ત્રીજી વાર તેના પર રથ ચલાવી તે મુનિને પૃથ્વી પર પાડી દેશે. તે વખતે મુનિ ક્રોધથી તેજસ્ સમુદ્દાત કરીને સાત આઠ પગલાં પાછા હઠી તેજોલેશ્યા વડે રથ, ઘોડા અને સારથિ સહિત વિમલવાહન રાજાને ભસ્મીભૂત કરી નાંખશે. ત્યાર પછી તે સાધુ અનેક પ્રકારનાં છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપ સહિત ઘણાં વર્ષ સુધી ચારિત્ર પાળીને અંતે એક માસનું અનશન કરી સર્વ પાપ આલોઈ પડિક્કમીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થશે. વ્યાખ્યાન ૨૫૫] ૧૮૫ વિમલવાહન રાજા મરીને સાતમી નરકે તેત્રીશ સાગરોપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળો નારકી થશે. ત્યાંથી નીકળીને મત્સ્યયોનિમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મરીને ફરીથી સાતમી નરકમાં જશે. પાછો મત્સ્યયોનિમાં ઉત્પન્ન થશે. ત્યાં ઘણું દુઃખ ભોગવીને છઠ્ઠી નરકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો નારકી થશે. ત્યાંથી નીકળી સ્ત્રીપણું પામીને ફરીથી છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy