SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [તંભ ૧૭ ફરીથી સ્ત્રીપણું પામી ઘણી કદર્થના પામશે. ત્યાંથી પાંચમી નરકમાં જઈ અત્યંત દુઃખ પામી ઉર:પરિસર્પમાં ઉત્પન્ન થશે. ત્યાં વઘ બંધન આદિ અનેક કષ્ટ પામી ફરીથી પાંચમી નરકે જશે. ત્યાંથી નીકળી ઉર પરિસર્પ થઈ ચોથી નરકે જશે. ત્યાંથી નીકળી સિંહયોનિમાં ઉત્પન્ન થઈને ફરીથી ચોથી નરકે જઈ પાછો સિંહયોનિમાં ઉત્પન્ન થશે. ત્યાંથી ત્રીજી નરકમાં જઈ દુઃખ ભોગવીને પછી પક્ષીમાં ઉત્પન્ન થશે, ત્યાંથી ફરીને ત્રીજી નરકમાં જઈને પાછો પક્ષીના ભાવમાં આવશે. ત્યાંથી મરીને બીજી નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળી ભુજપરિસર્પ થઈને ફરી બીજી નરકે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળી ફરીથી ભુજપરિસર્પમાં ઉત્પન્ન થઈ પ્રથમ નરકમાં દુઃખ ભોગવશે. ત્યાંથી નીકળી અસંજ્ઞી પંચેંદ્રિયમાં ઉત્પન્ન થઈને ફરીથી પ્રથમ નરકમાં જશે. એ પ્રમાણે ઉપર કહેલા ક્રમ વડે અસંજ્ઞી વગેરે રત્નપ્રભા (પ્રથમ) નરક વગેરેમાં ઉત્પન્ન થઈ શકે છે. તેના ક્રમ વિષે કહ્યું છે કે असन्त्री सरिसीव पक्खी, सीह उरग त्थी जंति जा छठी । कमसो उक्कोसेण, सत्तमी पुढवी मणुअ मच्छा ॥१॥ ભાવાર્થ-“અસંજ્ઞી, ભુજપરિસર્પ, પક્ષી, સિંહ, ઉર:પરિસર્પ અને સ્ત્રી–એ જીવો અનુક્રમે પહેલીથી છઠ્ઠી નરક સુથી ઉત્પન્ન થઈ શકે છે, અર્થાત્ અસંજ્ઞી ઉત્કૃષ્ટ પહેલી નરકે જાય, ભુજપરિસર્પ ઉત્કૃષ્ટ બીજી નરકે જાય ઇત્યાદિ. તથા મનુષ્ય અને મત્સ્ય ઉત્કૃષ્ટ સાતમી નરક સુધી જઈ શકે છે.” ત્યાર પછી તે ચામાચીડીયા, વડવાગુલી વગેરે ચર્મજ પક્ષીમાં ઉત્પન્ન થશે. ત્યાંથી રાજહંસ વગેરે લોમજ પક્ષીમાં તથા ભુજપરિસર્પમાં હજારો ભવ કરશે. ત્યારપછી અજગર, અલસીયા વગેરે ઉર પરિસર્પમાં હજારો ભવ કરશે. અલસયાનો જીવ ગામ નગર અને ચક્રવર્તીના આખા સૈન્યનો પણ નાશ કરે તેવડો મોટો થાય છે. તે ઘોડાની લાદ વગેરેમાં ઉત્પન્ન થાય છે. તે જીવ અંગુલના અસંખ્યાતમા ભાગથી આરંભીને ઉત્કૃષ્ટ બાર યોજન જેટલો મોટો થાય છે. તે સંમૂર્ણિમ અને મિથ્યાત્વી હોય છે. તે જ્યારે પોતાના શરીરનું પાસું ફેરવે છે ત્યારે પૃથ્વીમાં મોટો ખાડો પડી જાય છે, તેથી તેના ઉપર વસેલું સૈન્ય તથા ગામ વગેરે તેમાં પડીને નાશ પામે છે. તે પર્યાયો થઈને અંતર્મુહૂર્તના આયુષે વિનાશ પામે છે. કેટલાક આ અલસિયાને બેઇંદ્રિય પણ કહે છે, પરંતુ અત્રે તો ભગવતી સૂત્રને અનુસારે પંચેંદ્રિય કહેલો છે. ત્યાર પછી તે ગોશાળાનો જીવ એક ખરીવાળા, બે ખરીવાળા ગેંડા, હસ્તી તથા નખવાળા સિંહ વગેરે જીવોમાં સેંકડો અને હજારો ભવ કરશે. ત્યાર પછી જળચરમાં, ચતુરિંદ્રિયમાં, તેઇંદ્રિયમાં, બેઇંદ્રિયમાં, વનસ્પતિકાયમાં, વાયુકાયમાં, તેજસ્કાયમાં, અપકાયમાં અને પૃથ્વીકાય વગેરે સર્વ જાતિમાં લાખો વખત ઉત્પન્ન થશે, ત્યાર પછી તે રાજગૃહી નગરીમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા વેશ્યાના ત્રણ ભવ કરશે. ત્યાર પછી તે બ્રાહ્મણની પુત્રી થશે. તેના લગ્ન મોટા ઉત્સવથી તેના માતાપિતા કરશે. અનુક્રમે તે તેને સાસરે જઈને ગર્ભવતી થશે. ત્યાંથી પોતાના પિતાને ઘેર જવા નીકળશે. તેને અશુભ શુકનો થશે. પ્રયાણ કરતાં રસ્તામાં રાત્રીના સમયે દાવાનળની જવાળાથી પીડા પામશે. ત્યાં બીજું કોઈ શરણ નહીં મળવાથી તેમજ નાસવા ભાગવાનું સ્થળ પણ નહીં મળવાથી અત્યંત વિલાપ કરતી સતી ભસ્મસાત્ થઈ જશે. પૂર્વે ગોશાળાએ અનેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy