SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૫૫] ભગવાનની આશાતનાનાં ફળ ૧૮૭ મુનિઓનાં અંતઃકરણો બાળી દીધાં હતાં, તે કર્મનો અહીં ઉદય થશે. “જીવ જે જે કર્મ કરે છે તે પોતે તો વીસરી જાય છે, પણ સમયે સમયે કરેલાં કર્મ તે જીવને વીસરી જતાં નથી. જીવ ગમે ત્યાં રહ્યો હોય, પણ તેને ઘસડીને કર્મ યોગ્ય સ્થાને લઈ જાય છે.” ત્યાર પછી તે અગ્નિકુમાર દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી મનુષ્યપણું પામી સાધુના સંગથી સમકિત પામીને ચારિત્ર ગ્રહણ કરશે. તે ભવમાં ચારિત્રની વિરાથના કરશે, તેથી મરીને દક્ષિણ તરફની અસુરકુમાર નિકાયમાં દેવપણે ઉત્પન્ન થશે. “જો ચારિત્રની વિરાધના કરી ન હોય તો સાધુની ઉત્પત્તિ વૈમાનિકદેવમાં જ થાય છે.” પછી ત્યાંથી નીકળી તે મનુષ્યપણું પામશે. ત્યાંથી મરીને દક્ષિણ બાજુના નાગકુમારમાં ઉત્પન્ન થશે. પાછો તે મનુષ્યભવ પામશે. ત્યાંથી મરીને દક્ષિણ બાજુમાં સુવર્ણકુમાર દેવ થશે. ત્યાંથી મનુષ્યભવ પામી દક્ષિણ બાજુએ સ્વનિતકુમાર નિકાયમાં ઊપજશે. ત્યાંથી મનુષ્યભવ પામી ચારિત્ર લેશે. તે ભવમાં પણ સંયમની વિરાધના કરવાથી જ્યોતિષી દેવતા થશે. ત્યાંથી મનુષ્ય થઈ સંયમ પાળીને પ્રથમ દેવલોકમાં દેવ થશે; કેમકે તે ભવમાં સંયમની આરાધના કરશે. આરાઘના એટલે જે સમયે ચારિત્ર ગ્રહણ કર્યું હોય ત્યારથી આરંભીને મરણ પર્યત અતિચાર રહિત તેનું પાલન કરવું તે. ત્યાંથી મનુષ્યપણું પામીને ત્રીજા દેવલોકમાં દેવતા થશે, ત્યાંથી અનુક્રમે એક એક ભવ મનુષ્યનો કરીને પાંચમા, સાતમા, નવમા અને અગિયારમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળી મનુષ્યભવ પામીને તથા ચારિત્રનું સંપૂર્ણ પ્રતિપાલન કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં સમૃદ્ધિથી સંપૂર્ણ ઉચ્ચ કુળમાં મનુષ્યપણે ઉત્પન્ન થશે. ત્યાં સદ્ગુરુના સમાગમથી સમ્યમ્ દર્શન પામીને સર્વોત્કૃષ્ટ ચારિત્ર પાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે. કેવળજ્ઞાનના મહોચ્છવમાં સર્વ સંઘને બોલાવીને તે પોતાનું ગોશાળાના ભવથી આરંભીને સર્વ ચરિત્ર પ્રગટ કરશે અને કહેશે કે-“હે આર્યો! અરિહંત, આચાર્ય અને ઉપાધ્યાય વગેરેની આશાતના કરવાથી હું અનંત કાળ સુધી સંસારમાં ભટક્યો છું, માટે તેવી રીતે તમારે કરવું નહીં, મેં તો અજ્ઞાનપણાથી મહા મૂર્ખતા કરી હતી. અરે! ત્રણ ભુવનને તારવામાં સમર્થ અને ત્રિલોકના સમસ્ત પદાર્થસમૂહને જોનારા અને અનંત ગુણયુક્ત એવા શ્રી મહાવીર તીર્થકર ગુરુ તરીકે મળ્યા છતાં પણ મેં મનમાં કાંઈ પણ શુભ ધ્યાન કર્યું નહીં. તે જગદ્ગુરુએ અનેક ભવ્ય જીવોના બન્ને પ્રકારના દારિત્ર્યનો નાશ કર્યો, પણ હું નિર્ભાગ્યશેખર કાંઈ પણ ગ્રહણ કરી શક્યો નહીં, તો પણ એ ક્ષમાસાગરે પરિણામે પણ મારે વિષે શુભ અધ્યવસાયનો અવકાશ આપ્યો છે. તેના પ્રભાવથી જ હું આ ભવમાં પણ ચારિત્ર અને કેવળજ્ઞાન પામી શક્યો છું.” ઇત્યાદિ દેશનામાં પોતાનું ચરિત્ર કહીને અનેક ભવ્ય જીવોને આવા ઘર્મ શાસ્ત્રમાં રસિક કરશે અને તે ભવમાં અનુક્રમે અનશન ગ્રહણ કરીને તે ગોશાળો અનંત સુખના સ્થાનરૂપ મોક્ષપદને પામશે. આ પ્રમાણે ગોશાળાનું વૃત્તાંત સાંભળીને શિષ્યજનોએ હેય વસ્તુનો ત્યાગ કરવો અને મન વચન તથા કાયાએ કરીને ગુરુજનની અલ્પ પણ આશાતના કરવી નહીં.” | સમશ તંભ સમાપ્ત . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy