________________
વ્યાખ્યાન ૨૨૪]
બાહ્યવંદનની નિષ્ફળતા
૭ ભાવાર્થ-“૧ વંદનના પાંચ નામ છે, ૨ તેની ઉપર પાંચ ઉદાહરણ છે, ૩ પાંચ વાંદવાને અયોગ્ય છે, ૪પાંચ વાંદવા યોગ્ય છે, ૫ ચાર વાંદણા આપે નહીં, ૬ ચાર વાંદણા આપે, ૭ પાંચ વખતે વાંદવાનો નિષેધ છે, ૮ ચાર વખતે અનિષિદ્ધ છે, ૯ વાંદવામાં આઠ કારણ છે...”
आवस्सय मुहणंतय, तणु पेह पणिस दोस बत्तीसा ।।
છે ગુ ગુરુ લગ સુગર, કુછવિસરલ ગુરુ પાસ મેરા ભાવાર્થ-“૧૦ વાંદવામાં પચીશ આવશ્યક જાળવવાના છે, ૧૧ પચીશ મુહપત્તીની પડિલેહણા છે, ૧૨ પચીશ શરીરની પડિલેહણા છે, ૧૩ ઉપરાંત બત્રીશ દોષ, ૧૪ છ ગુણ, ૧૫ આચાર્યની સ્થાપના, ૧૬ બે પ્રકારના અવગ્રહ, ૧૭ વાંદણામાં બસો ને છવ્વીસ અક્ષર તેમાં પચીશ ગુરુ અક્ષર–”
पय अडवन्न छठ्ठाण, छ गुरुवयणासायण तित्तीसं ।
दु विही दुवीस दारेहिं, चउसया बाणउइ ठाणा ॥३॥ ભાવાર્થ-“૧૮ અઠ્ઠાવન પદ, ૧૯ છ સ્થાન, ૨૦ છ ગુરુવચન, ૨૧ તેત્રીશ આશાતના, ૨૨ અને બે વિધિ; આ પ્રમાણે બાવીશ દ્વાર કહેલા છે, તેના ઉત્તર સ્થાન ચારસો બાણું થાય છે.
આ પ્રમાણે ચારસો બાણું સ્થાનની શુદ્ધિપૂર્વક ગુરુવંદના કરવાની છે. ઉપર જે વાંદરાનાં પાંચ નામ કહ્યાં છે તે નીચે પ્રમાણે–
वंदणयं चिइकम्मं, किइकम्मं विणयकम्मं पूआकम्मं ।
गुरुवंदण पण नामा, दवे भावे दुहाहरणा ॥४॥ ભાવાર્થ-“વંદનક, ચિતિકર્મ, કૃતિકર્મ, વિનયકર્મ અને પૂજાકર્મ–એ ગુરુવંદન કરવાનાં પાંચ નામ છે. તે પાંચેની ઉપર દ્રવ્ય ભાવ બન્ને પ્રકારના ઉદાહરણો છે.” પાંચ ઉદાહરણનાં નામ નીચે પ્રમાણે
सीयलय खुल्लए वीर, कन्ह सेवगदु पालयेसंबे ।
पंचे ए दि©ता, किइकम्मे दव्वभावेहिं ॥५॥ ભાવાર્થ-“શીતલાચાર્ય, ક્ષુલ્લક સૂરિ, વીરો સાળવી અને કૃષ્ણ વાસુદેવ, બે સેવક તથા પાલક અને સાંબ– એ પાંચે દ્રવ્ય ભાવે કરીને પાંચ પ્રકારનાં કૃતિકર્મ ઉપરનાં દ્રષ્ટાંતો છે.”
તેમાં શીતલાચાર્યનું ઉદાહરણ ઉપર કહી ગયા છીએ અને ક્ષુલ્લકસૂરિનું દ્રષ્ટાંત એવું છે કે–એકદા ક્ષુલ્લકસૂરિ ગચ્છના વ્યવહારથી ઉદ્વેગ પામીને છૂટા પડવાની ઇચ્છાથી વનમાં ગયા. ત્યાં ચંપા વગેરે ઉત્તમ વૃક્ષોથી વીંટાયેલા ખીજડીના વૃક્ષને પૂજાતું જોઈને પ્રતિબોઘ પામ્યા, અને વનમાંથી પાછા ફર્યા. તેમણે વિચાર કર્યો કે–“ચંપકાદિ ઉત્તમ વૃક્ષ જેવા બહુશ્રુત મુનિઓ છે, અને હું તો ખીજડાના વૃક્ષ જેવો છું. તેઓ પૂજ્ય છતાં ઊલટા મને વાંદે છે; કારણ કે ગુરુએ મને આચાર્યપદવી આપી છે.” આ ચિતિકર્મ ઉપર ઉદાહરણ જાણવું.
બાકીનાં ત્રણ ઉદાહરણ વગેરે મૃતરૂપી મંજૂષામાંથી જાણી લેવાં. ૧ ગુરુવંદન ભાષ્યની ટીકા વગેરેમાં તેનો વિસ્તાર છે. અહીં આપેલી પાંચે ગાથાઓ ગુરુવંદન ભાષ્યની જ છે. ભાગ ૪-૭)
Jain Education
For Private & Personal Use Only
www.jainelibrary.org