SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૯s શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૬ સાંભળીને શીતલકુમારે બોઘ પામી દીક્ષા લીઘી અને બે પ્રકારની શિક્ષા ગ્રહણ કરી. અનુક્રમે તે આચાર્ય થયા. શીતલકુમારને ગુણવતી નામે એક બહેન હતી. તે પૃથ્વીપુરના પ્રિયંકર નામના રાજાને પરણાવી હતી. તેને ચાર પુત્રો થયા હતા. સૂતાં, ઊઠતાં, બેસતાં, જમતાં વગેરે દરેક વખતે તેઓની પાસે ગુણવતી પોતાના ભાઈ શીતલ મુનિની વારંવાર પ્રશંસા કરતી અને કહેતી કે–“દુનિયામાં તમારો મામો જઘન્ય છે, કે જેણે મુનિપણું અંગીકાર કર્યું છે.” તેવું સાંભળીને તે ચારે જણ કામભોગથકી વિરમ્યા, અને કોઈ સ્થવિર મુનિ પાસે દીક્ષા લીધી. અનુક્રમે તે ચારે બહુશ્રુત થયા. પછી તેઓ ગુરુની રજા લઈને પોતાના મામા શીતલાચાર્યને વાંદવા ચાલ્યા. ચાલતાં ચાલતાં મામાના ચરણકમળથી પવિત્ર થયેલા નગર નજીક આવી પહોંચ્યા. તેવામાં રાત્રીનો સમય થઈ ગયો, એટલે ગામની બહાર કોઈ દેવકુળમાં જ રાત્રી રહ્યા; અને ગામમાં જતા એક શ્રાવકની સાથે તેમણે મામાને કહેવરાવ્યું કે-“તમારી બહેનના પુત્રો દીક્ષિત થઈને તમોને વાંદવા આવ્યા છે, પણ દિવસ વીતી જવાથી ગામમાં પ્રવેશ કર્યો નથી.” એવું સાંભળીને શીતલાચાર્ય હર્ષ પામ્યા. તે ચારે મુનિઓને રાત્રીમાં શુભ અધ્યવસાયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. અહીં પ્રાતઃકાળે આચાર્ય તેઓની રાહ જોઈને બેઠા, અને ચોતરફ જોવા લાગ્યા પણ તેઓ તો આવ્યા નહીં; એટલે થોડી વાર રાહ જોઈને પછી શીતલાચાર્ય પોતે જ ઊઠીને ગામ બહાર આવ્યા. તેમને જોઈને કેવળી મુનિઓ વિતરાગ થયેલા હોવાથી ઊભા થયા નહીં કે સત્કાર પણ કર્યો નહીં; એટલે આચાર્ય ગમનાગમન આલોઈને અર્થાત્ ઇરિયાવહી પડિક્કમીને બોલ્યા કે–“પ્રથમ કોને નમું અને વાંદું?” તેઓ બોલ્યા કે–“જેમ તમારી ઇચ્છા.” તે સાંભળી સૂરિએ વિચાર્યું કે–“અહો! આ શિષ્યો કેવા ધૃષ્ટ છે? જરાય લાજતા પણ નથી.” એમ વિચારીને ક્રોઘથી ચારે મુનિને વાંદીને વાંદણા દીઘા; પણ કેવળીઓ તો ષસ્થાનમાં રહેલા કષાયકંડકર વડે તે વાંદે છે એમ જાણતા હતા. તેમના વાંદી રહ્યા પછી જ્ઞાનીએ આચાર્યને કહ્યું કે-“તમે કષાયકંડકની વૃદ્ધિ વડે દ્રવ્યથી વંદન કર્યું, હવે ભાવથી વંદન કરો.” તે સાંભળીને સૂરિ બોલ્યા કે-“દ્રવ્યવંદન તથા ભાવવંદન કેમ જાણ્યું? અને કષાયકંડકની વૃદ્ધિ શી રીતે જાણી? શું કાંઈ અતિશય જ્ઞાન પામ્યા છો?” કેવળીએ “હા” કહી; એટલે સૂરિએ ફરીથી પૂછ્યું કે-“છાઘસ્થિક જ્ઞાન કે કેવળજ્ઞાન?” ત્યારે તેઓએ જવાબ આપ્યો કે–“સાદિ અનંત ભાંગે કેવળજ્ઞાન.” તે સાંભળીને આચાર્ય હર્ષથી રોમાંચિત થયા સતા વિચાર કરવા લાગ્યા કે-“અહો! મેં મંદભાગ્યવાળાએ સર્વદર્શી સર્વજ્ઞની આશાતના કરી.” એમ વિચારીને તેઓ સંવેગ પામ્યા, અને ભાવપૂર્વક વંદના કરતાં તે જ કષાયકંડક સ્થાનથી પાછા ફર્યા, અને અપૂર્વકરણ નામના ગુણસ્થાનકમાં પેઠા; અને ક્ષપકશ્રેણી માંડી કેવળજ્ઞાનના ભાજન થયા. ગુરુને વાંદવાની વિધિ શ્રીગુરુવંદન ભાષ્યમાં બતાવી છે તે આ પ્રમાણે पण नाम पणाहरणा, अजुग्ग पण जुग्ग पण चउ अदाया । चउ दाया पण निसेहा, चउ अणिसेहठ्ठ कारणया ॥४॥ ૧. ગ્રહણા ને આસેવના. ૨. આ સ્થાન કંડકાદિનો વિસ્તાર શ્રી કમ્મપયડિની ટીકાથી જાણવો. અનુભાગ બંઘના વિવરણમાં તે અધિકાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy