SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાચારનો આઠમો ભેદ–સૂત્રાર્થીનિહ્નવ दोससयमूलजालं, पुव्वरिसिविवज्जिअं जइ वंतं । अत्थं वहसि अणत्थं, कीस अणत्थं तवं चरसि ॥ १ ॥ ભાવાર્થ-સેંકડો દોષોને ઉત્પન્ન કરવામાં મૂળ જાળ સમાન અને પૂર્વના સૂરિઓએ વર્જિત કરેલા તેમજ વમી નાખેલા એવા અનર્થકારી અર્થ(ઘન)ને જો તું વહન કરે છે, તો પછી નિરર્થક તપ શા માટે કરે છે? અર્થાત્ ઘનને ગ્રહણ કરે છે તો પછી તપસ્યા કરવી એ નિષ્ફળ છે.’’ વિવેચન–રાગાદિક દોષોને ઉત્પન્ન કરવામાં મૂળ કારણ રૂપ અને મત્સ્યેની જાળની જેમ બંઘના હેતુભૂત હોવાથી દોષોની જાળ સમાન અર્થ (ધન) છે, તેથી જ પૂર્વે થઈ ગયેલા વૈરસ્વામી વગેરે આચાર્યોએ તેનો ત્યાગ કરેલો છે. વળી તે ઘન નરકમાં ગમન કરાવવા વગેરે અનેક અનર્થનો હેતુ છે. તેવા ઘનને જો તું વહન કરે છે તો પછી નિષ્પ્રયોજન એવું અનશનાદિક તપ શા માટે આચરે છે? કારણ કે પૂર્વાપરનો વિચાર કરતાં ઘનસંગ્રહ અને તપ એ બન્ને સાથે ઘટતાં નથી. વ્યાખ્યાન ૨૬૬] આ પ્રમાણે તે ગાથાનો મૂળ અર્થ યથાર્થ સાંભળીને તે શ્રાવક અતિ હર્ષ પામ્યો અને પોતાને સ્થાને ગયો. પછી સૂરિ પણ પોતાના પાપની આલોચના કરવા માટે શ્રી સિદ્ધગિરિ ઉપર જઈને શ્રી જિનેશ્વર પાસે ‘શ્રેયઃ શ્રિયાં મંગôીસદ્મ' ઇત્યાદિ વૈરાગ્યગર્ભિત સ્તુતિ॰ કરીને પોતાના આયુષ્યનો અંત સમીપ જાણી ચારે આહારના પ્રત્યાખ્યાન કરવા રૂપ અણસણ કરીને સ્વર્ગે ગયા. સૂરિએ મુક્તાફળ વગેરે જે ઘન પ્રથમ ગ્રહણ કર્યું હતું તે સર્વને ગૃહસ્થોએ ઘંટીમાં દળાવીને કોઈ ઠેકાણે ઉડાડી દીધું, કેમકે કોઈ પણ કાર્યમાં ન કહ્યું એવું તે દ્રવ્ય હતું. આ પ્રમાણે વૃદ્ધના મુખથકી સાંભળ્યું છે તે જ પ્રમાણે મેં અહીં લખ્યું છે. બાકી તત્ત્વ તો શોઘન કરીને બહુશ્રુત પાસેથી જાણી લેવું. ‘“સદ્ગુરુને પામીને તે શ્રાવકે આગ્રહપૂર્વક ગાથાનો યથાર્થ અર્થ સાંભળવાની સ્પૃહા કરી, અને નિહ્નવપણાના દોષથી રહિત તે સૂરિએ પોતાની બુદ્ધિથી મૂળ અર્થને ગુપ્ત રાખી નવા નવા અર્થો કર્યા, પણ છેવટ તે શ્રાવકે સૂરિને અર્થાનિહ્નવ નામના સાતમા આચારથી યુક્ત કર્યા.’’ વ્યાખ્યાન ક જ્ઞાનાચારનો આઠમો ભેદ–સૂત્રાર્થાનિહવ ૨૩૧ હવે સૂત્રાર્થ અનિહ્નવ રૂપ આઠમા આચાર વિષે કહે છે– सूत्रार्थयोर्द्वयोर्नैवं, निह्नवं कुरुते सुधीः । अष्टमः स्यात्तदाचारः, श्रुतवद्भिः श्रुते स्तुतः ॥ १॥ ભાવાર્થ-‘બુદ્ધિવંત માણસ સૂત્ર તથા અર્થ એ બન્નેનો નિહ્રવ કરતો નથી, તે આચારને શાસ્ત્રજ્ઞ આચાર્યોએ શાસ્રને વિષે આઠમો આચાર હ્યો છે.” આ આચાર ઉપર દૃષ્ટાંત કહે છે. શ્રી અભયદેવસૂરિનું દૃષ્ટાંત શ્રી અભયદેવસૂરિ સોળ વર્ષની અંદર બાલ્યાવસ્થામાં જ જૈનમતના તથા અન્ય મતના સર્વ શાસ્ત્રોના પારગામી થયા હતા. એકદા વ્યાખ્યાનમાં પાંચમા અંગમાં વર્ણવેલા રથકંટક અને મુશલ ૧ આ સ્તોત્ર રત્નાકરપચ્ચીશી તરીકે હાલમાં પ્રચલિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy