SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [તંભ ૧૮ વગેરે ચેડા રાજા તથા કોણિક વચ્ચે થયેલા સંગ્રામોનું વર્ણન કરતાં રૌદ્ર અને વીર રસનું એવું વર્ણન કર્યું કે તે સાંભળીને વ્યાખ્યાનમાં આવેલા કેટલાક શસ્ત્રધારી ક્ષત્રિયો પરસ્પર યુદ્ધ કરવા માટે ત્યાં જ સદ્દબદ્ધ થઈ ગયા. તે જોઈને અવસરના જાણ એવા અભયદેવ મુનિના ગુરુએ તરત જ નાગનતુઓનું વર્ણન કરીને એવો શાંત રસ વિસ્તાર્યો કે તે સાંભળીને સર્વે સ્વસ્થ થઈ ગયા, અને મનમાં વિચારવા લાગ્યા કે “અહો! અમને ધિક્કાર છે, કે વ્યાખ્યાનના સમયમાં અમે પ્રમાદથી ઉન્મત્ત થઈ ગયા, અમે તે યોગ્ય કર્યું નહીં, પણ આ ગુરુએ વર્ણન કરેલાના નાગનતુક શ્રાવકને ઘન્ય છે, કે જેણે સંગ્રામમાં પણ પોતાના આત્મઘર્મની પુષ્ટિ કરી.” પછી ગુરુએ અભયદેવને શિખામણ આપી કે “હે શિષ્ય! તારી બુદ્ધિનો વિસ્તાર વાણીથી અગોચર છે, પરંતુ તારે સર્વત્ર લાભાલાભનો વિચાર કરીને વર્ણન કરવું. ત્યાર પછી એક દિવસ સાયંકાળનું પ્રતિક્રમણ થઈ રહ્યા પછી કોઈ એક શિષ્ય શ્રેણિક રાજાના પુત્ર નંદિષેણ ઋષિએ અથવા નેમિનાથજીના ગણઘર નંદિસજીએ શ્રી સિદ્ધાચળ ઉપર રચેલા અજિતશાંતિ સ્તવનમાંથી “ઉવરંતર વિમારાર્દિ' ઇત્યાદિ ચાર ગાથાનો અર્થ પૂછ્યો, ત્યારે શ્રી અભયદેવે કહ્યું કે “અનેક પ્રકારના શુભ નેપથ્યને ઘારણ કરનારી દેવસુંદરીઓએ જેમના ચરણકમળને વંદના કરી તોપણ જેનું મન જરા પણ ક્ષોભ પામ્યું નહીં તેવા શ્રી અજિતનાથને હું પ્રણામ કરું છું.” આ પ્રમાણે તે દેવંસુંદરીઓના જે બીજાં સર્વ વિશેષણો તે ગાથાઓમાં હતાં તેનું શૃંગારરસથી ભરેલું વિસ્તારથી વર્ણન કર્યું. તે વખતે ઉપાશ્રયની પાસેનાં જ માર્ગેથી ચાલી જતી શૃંગારરસમાં નિપુણ એવી કોઈ કુમારી રાજપુત્રીએ તે વર્ણન સાંભળ્યું. કોઈ વખત નહીં સાંભળેલું એવું અદ્ભુત વર્ણન સાંભળીને તેણે વિચાર કર્યો કે “જો આ પંડિતશિરોમણિ મારો સ્વામી થાય તો મારો જન્મ તથા જીવિત સફળ થાય, અને હર્ષપૂર્વક લીલાએ કરીને તથા શૃંગારશાસ્ત્રના વિનોદે કરીને દિવસો નિર્ગમન થઈ શકે; માટે હું ત્યાં જઈને એ શ્રેષ્ઠ નરને પ્રાર્થના કરીને લોભ પમાડું.” એમ વિચારી તે ઉપાશ્રયના બારણા પાસે આવી, અને મંજુલ સ્વરથી બોલી કે “હે શૃંગારશાસ્ત્રને જાણનાર!હે શ્રેષ્ઠ બુદ્ધિમાન! બારણા ઉઘાડો. હું મદનમંજરી નામની રાજપુત્રી ગુણગોષ્ઠી કરવા માટે તમારી પાસે આવી છું” આ પ્રમાણે અકાળે સ્ત્રીનો શબ્દ સાંભળીને ગુરુએ અભયદેવને ઠપકો આપ્યો કે “પ્રથમ તમને જે શિખામણ આપી હતી તે સર્વ ભૂલી ગયા, અને જ્યાં ત્યાં ચાતુર્ય દેખાડો છો પણ શું તમને લા આવતી નથી? હવે શું કરશો? તમારા ગુણથી આકર્ષાઈને સીમંત પાથડાએ પહોંચાડનારી આ સીમંતિની આવી છે. તે વિયોગિનીની જેમ વારંવાર બોલાવે છે.” તે સાંભળીને અભયદેવ બોલ્યા કે “હે પૂજ્ય! મારા વાક્યથી તે જેમ વિભ્રમ પામી સતી આશાએ આવી છે, તેમજ આપની કૃપાથી તે સસંભ્રમ થઈને આશારહિત પાછી જતી રહેશે; માટે તે બાબત આપ ખેદ કરશો નહીં.” એમ કહીને અભયદેવે દ્વાર ઉઘાડી રાજકન્યાને કહ્યું કે-“હે રાજપુત્રી! અમે સાધુ છીએ, તેથી અમે એક મુહર્ત માત્ર પણ એકાંતમાં સ્ત્રી સાથે ઘર્મ સંબંઘી વાર્તા પણ કરતા નથી, તો અમે ગોષ્ઠીની પુષ્ટિ તો શાની જ કરીએ? વળી અમે કોઈ પણ દિવસ દાતણ કરતા નથી, મુખ ધોતા નથી, તથા સ્નાન વગેરે બાહ્ય દેહશુદ્ધિને ઇચ્છતા નથી, તેમજ નિર્દોષ એવું ૧ પહેલી નરકનો પહેલો નરકાવાસો. ૨ શ્રી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy