SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૬૬] જ્ઞાનાચારનો આઠમો ભેદ–સૂત્રાનિહ્નવ ૨૩૩ અંત પ્રાંત અને લૂખું અન્ન ભિક્ષા માગીને લાવીએ છીએ અને માત્ર દેહના નિર્વાહને માટે જ ખાઈને રહીએ છીએ. આ શરીર અસ્થિ, મલ, મૂત્ર અને વિષ્ટા વગેરેથી ભરેલું મહા દુર્ગંધમય બીભત્સ છે. તેમાં સારભૂત શું છે? કુત્સિત પુરુષો જ એવા બીભત્સ વિષયસુખની ઇચ્છા રાખે છે. અમારા શરીરની સારવાર બાલ્યાવસ્થામાં માતપિતાએ જ કરી હશે, ત્યાર પછી અમે તો બિલકુલ કરી નથી. માટે આવા અમારા દુર્ગંઘમય શરીરનો સ્પર્શ તારા જેવી રાજપુત્રીને સ્વપ્નમાં પણ કરવા જેવો નથી.’’ આ પ્રમાણે બીભત્સ રસનું વર્ણન સાંભળીને તે રાજપુત્રી તરત જ જતી રહી. અભયદેવ ઉપસર્ગરહિત થઈને ગુરુ પાસે આવ્યા. ગુરુએ કહ્યું કે—“તારી બુદ્ધિની કુશળતા સમુદ્રના પુરના જેવી અધિકતર છે; પરંતુ વર્તમાન સમયમાં તેને શમાવવી યોગ્ય છે; તેથી તેમ કરવા માટે તારે છાશમાં કરેલો જુવારનો ડૂમરો તથા કાલિંગડાનું શાક શોધી વહોરી વાપરવું, જેથી તારી બુદ્ધિ ન્યૂન થશે. કહ્યું છે કે तडबूजं कलिंगं च, भोज्यं शीतं च वातुलम् । कपित्थं बदरीजंबू - फलानि प्रति धीषणाम् ॥ १॥ ભાવાર્થ—“તડબૂચ, કાલિંગડું, ઠંડું તથા વાયુ કરનાર ભોજન, કોઠું, બોર અને જાંબૂ એ સર્વ વસ્તુ બુદ્ધિનો નાશ કરનાર છે.’’ ગુરુનાં વચનનો તેણે સ્વીકાર કર્યો, અને તે જ પ્રમાણે ઘણે ભાગે આહાર કરવા માંડ્યો. ગુરુએ તેને અત્યંત યોગ્ય જાણીને સૂરિપદ આપ્યું. પછી અભયદેવસૂરિ વિહાર કરતાં કરતાં અનુક્રમે થંભનપુર આવ્યા. ત્યાં અતિ તુચ્છ આહાર કરવાથી કુષ્ઠના મહા વ્યાધિથી તે એવા પીડિત થઈ ગયા કે હાથ પગ હલાવવાની પણ તેમનામાં શક્તિ રહીં નહીં. એક દિવસ સાયંકાળનું પ્રતિક્રમણ કરીને સૂરિએ શ્રાવકોને કહ્યું કે “આ વ્યાધિની પીડા બહુ વધી પડવાથી હું એક ક્ષણ પણ તે સહન કરી શકવા સમર્થ નથી તેથી કાલે અનશન કરીશ.'' તે સાંભળીને સર્વને અતિ ખેદ થયો. પછી રાત્રિમાં શાસનદેવીએ આવીને સૂરિને કહ્યું કે હે ગુરુ! ઊંઘો છો કે જાગો છો?’’ ગુરુએ કહ્યું કે ‘“જાગું છું.’’ દેવીએ કહ્યું કે ‘‘ઊઠો, આ નવ સૂત્રની કોકડી ઉકેલો.'' ગુરુ બોલ્યા કે ‘આવા શરીરે હું શી રીતે ઉકેલી શકું?’ દેવીએ કહ્યું કે “નવ અંગની` વૃત્તિ કરવાનું હજુ તમારે આધીન છે; અર્થાત્ તમે કરવાના છો તો તેની પાસે આ તે કોણ માત્ર છે? માટે આ હાથમાં લો. હજુ તમે ચિરકાળ સુધી જીવશો.’’ ગુરુ બોલ્યા કે ‘“આવા શરીરે હું શ્રી જિનેશ્વરદેવના આગમની નવાંગની ટીકા શી રીતે કરીશ?’’ દેવી બોલી કે ‘‘છ માસ સુધી આચામ્લ તપ કરો.'' પછી શાસનદેવીના નિર્દેશથી સૂરિએ છ માસ સુધી આચામ્લ તપ કર્યું, અને કઠિન શબ્દોની ટીકા કરીને નવાંગવૃત્તિ પૂર્ણ કરી. તેવામાં શરીરને વિષે ફરીથી મહારોગ ઉત્પન્ન થયો. તે વખતે શ્રી ધરણેન્દ્ર શ્વેત સર્પનું સ્વરૂપ ધારણ કરી ત્યાં આવીને સૂરિના શરીરને ચાટીને નીરોગી કર્યું. પછી ઘરણેન્દ્ર સૂરિને કહ્યું કે “સેઢી નદીને તીરે શ્રી સ્થંભનનાથની પ્રતિમા પૃથ્વીમાં ગુપ્ત રહેલી છે, તેને તમે પ્રગટ કરો. ત્યાં ઓચિંતી એક ગાય આવીને તે પ્રતિમા જે સ્થાને છે તે સ્થાન પર દૂધ ઝરશે. તે ચિહ્નથી તે મૂર્તિનું ૧ શ્રી આચારાંગ અને સૂયગડાંગની વૃત્તિ શ્રી શીલાંકાચાર્યે કરી હતી. બાકી નવ અંગની વૃત્તિ કરવી બાકી હતી. ૨ સ્તંભન પાર્શ્વનાથની મૂર્તિ પ્રગટ કર્યા પછી ટીકાઓ કર્યાનું બીજે સ્થાને કહેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy