SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૪૦] ઢુંઢક મત भणइ जस्सभद्दसुरि, सुओवओगेण अग्गिदत्तमुणि । सुसु महाभाय जहा, सुअहिलणमह जहा उदओ ॥ १ ॥ मुक्खाओ वीरपहुणो, दुसएहियएगनवइअहिएहिं । वरिसाइ संपइनिवो, जिणपडिमाराहओ होही ॥२॥ तत्तो अ सोलसएहिं, नवनवइसंजुएहिं वरिसेहि । ते दुठ्ठा वाणियगा, अवमन्नइस्संति सुयमेयं ॥३॥ मि समए अग्गिदत्ता, संघसुयजम्मरासिनक्खत्ते । अडतीसइमो दुठ्ठो, लगिस्सइ धूमकेउगहो ||४|| तस्स इि तिन्निसयो, तित्तिसा एगरासि वरिसाणं । तम्मियमीण पठ्ठो, संघस्स सुयस्स उदओ पच्छा ॥५॥ इय जस्सभद्दगुरुणं, वयणं सोच्चा मुणि सुवेरग्गो । पायाहिणं कुणंतो, पुणो पुणो वंदए पाए ॥ ६ ॥ Jain Education International आपुच्छीऊण सूरिं, सुगुरु तह भद्दबाहु संभूयं । संलेहणपवन्नो, गओग्गिदत्तो પમનેે ાણા ભાવાર્થ-‘યશોભદ્રસૂરિએ શ્રુતના ઉપયોગપૂર્વક અગ્નિદત્ત મુનિને કહ્યું કે હે મહાભાગ્યશાળી! શ્રુતની નિંદા અને ઉદય જેમ થવાનો છે તેમ સાંભળ–શ્રી વીરપ્રભુના નિર્વાણ પછી બસો એકાણું વર્ષે જિનપ્રતિમાનો આરાધક સંપ્રતિ રાજા થશે. ત્યાર પછી સોળસો ને નવાણું વર્ષે તે દુષ્ટ વાણિયાઓ શ્રુતની નિંદા કરશે. તે સમયે હે અગ્નિદત્ત! સંઘ અને શ્રુતની જન્મરાશિ ઉપર આડત્રીશમો ધૂમકેતુ નામનો ગ્રહ બેસશે. તે ગ્રહની સ્થિતિ એક રાશિ ઉપર ત્રણસો ને તેત્રીશ વર્ષની છે, તેથી તે જ્યાં સુધી વર્તશે ત્યાં સુધી આ લોકોના પંથનું રહેવું થશે; તે ઊતરશે એટલે સંઘનો અને શ્રુતનો ઉદય થશે. આ પ્રમાણે યશોભદ્ર ગુરુનું વચન સાંભળીને અત્યંત વૈરાગ્ય પામેલા અગ્નિદત્ત મુનિ ગુરુની પ્રદક્ષિણા કરતા સતા વારંવાર તેમના ચરણે નમસ્કાર કરવા લાગ્યા. પછી યશોભદ્રસૂરિની તથા ભદ્રબાહુ સ્વામી અને સંભૂતિવિજય ગુરુની આજ્ઞા લઈને અગ્નિદત્ત મુનિ અનશન કરી પ્રથમ દેવલોકમાં દેવ થયા.’’ ૧૧૯ ‘‘સિદ્ધાંત તથા ચૈત્ય આદિનો લોપ કરનારા અને મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહેલા તે બાવીશ વાણીઆઓ સંસારરૂપી કૂપમાં ચિરકાળ સુધી ભટકશે. માટે આગમને જાણનારા બીજાઓએ કદાપિ પણ તેમ કરવું નહીં.’’ !! પોડશ સ્તંભ સમાપ્ત || For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy