SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૬ એઓની હીલના કરશે, તોપણ તે સાધુઓ તો મૌન જ રહેશે. તેથી તે ભાંડો થાકીને સાધુઓને જવા દેશે. પછી હે અગ્નિદત્ત! તે ભાંડો એક વખત સાથે સૂતેલા હશે, તે સમયે તેમના પર અકસ્માત્ વિદ્યુત્પાત થશે, તેથી તેઓ મરણ પામશે. ત્યાંથી પાંત્રીશમા ભવને વિષે મધ્ય દેશમાં જુદા જુદા બ્રાહ્મણના કુળમાં ઉત્પન્ન થશે. ત્યાં અનુક્રમે વૃદ્ધિ પામીને ચૌદ વિદ્યામાં પ્રવીણ થશે. એક વખત તેઓ ધારાપુર નગરમાં યજ્ઞદત્ત નામના બ્રાહ્મણના નિમંત્રણથી તેના યજ્ઞમાં જશે. ત્યાં યજ્ઞમંડપનાં દ્વાર બંધ કરીને તેઓ અગ્નિકુંડમાં હોમ કરશે. તે વખત કુંડના અગ્નિની જ્વાળાથી બળતાં બળતાં તૃષાથી વ્યાકુળ થઈને આર્તધ્યાન વડે મરણ પામશે, અને ક્ષિપ્રા નદીના દ્રહમાં મત્સ્યપણે ઉત્પન્ન થશે. ઉપરાઉપરી સાત વાર જળચર યોનિમાં ઉત્પન્ન થશે. ત્યાર પછી નવ વાર પક્ષીઓમાં ઉત્પન્ન થશે અને પછી અગિયાર વાર પશુઓમાં ઉત્પન્ન થશે. એટલે સર્વ મળીને બાસઠ ભવ થશે; તેમાં છેલ્લા બાસઠમા ભવમાં તેઓ મૃગપણું પામશે. ત્યાં દાવાનળના અગ્નિથી બળીને ત્રેસઠમા ભવે તે બાવીશ ગોઠીલા પુરુષો મધ્યપ્રદેશમાં શ્રાવકના કુળમાં જુદાં જુદાં ઉત્પન્ન થશે. ત્યાં યુવાવસ્થા પામીને ધૃષ્ટ, પરને વંચન કરનારા, પૂર્વ ભવના મિથ્યાત્વપણાથી શુદ્ધ જૈનમાર્ગમાં પ્રત્યનિક અને દેવગુરુના નિંદક થશે, અને ઘણા મનુષ્યો પાસે કહેશે કે—‘પથ્થર તથા ઘાતુ વગેરેની બનાવેલી પ્રતિમાનું પૂજન કરવામાં હિંસા થાય છે તેથી તે પૂજન વ્યર્થ છે.’’ ઇત્યાદિ કુયુક્તિ વડે ચૈત્ય, ઘર્મ તથા આગમના ઉત્થાપક થશે. હવે પેલી વેશ્યાતાપસી ઈચોતેર અઠોતેર વર્ષ સુધી ગૃહસ્થાશ્રમ ભોગવ્યા પછી છવીશ વર્ષ તાપસીદીક્ષા પાળી કુલ એકસો ચાર વર્ષનું આયુષ્ય ભોગવીને સાત દિવસના અનશન વડે મરણ પામી વાણવ્યંતર યોનિમાં સુવચ્છ નામના દક્ષિણેન્દ્રની દેશે ઊણા અર્થ પલ્યોપમના આયુષ્યવાળી સુવચ્છા નામે દેવી થશે. ત્યાં વિભંગ જ્ઞાન વડે પૂર્વના ઘણા ભવના સંબંધવાળા તે બાવીશ વણિકોને જોઈને તે હર્ષ પામશે, તુષ્ટમાન થશે અને તેઓને સર્વ કાર્યમાં સહાય કરશે. તે દેવીના પ્રભાવે કરીને તેઓ સમૃદ્ધિવાળા થશે. પછી તેઓ સર્વ જન સમક્ષ હર્ષપૂર્વક ઉદ્ઘોષણા કરશે કે—‘હે મનુષ્યો! જુઓ, અમારા ધર્મનું પ્રત્યક્ષ ફળ કે અમે કેવું સુખ ભોગવીએ છીએ? તમે પણ અમારા ધર્મને અંગીકાર કરો. પથ્થરના બિંબની પૂજા કરવાથી અને છકાય જીવની હિંસા કરવાથી શું ફળ પામશો?’ ઇત્યાદિ વચનો કહેવા વડે તે બાવીશે ભ્રષ્ટ શ્રાવકો અનેક લોકોને કુમાર્ગમાં પાડશે. તે વખતે તીર્થંકરોએ નિરૂપણ કરેલા શ્રુતની હીલના થશે. શ્રમણ નિગ્રંથોનો ઉદય, પૂજા, સત્કાર થશે નહીં, અને ઘર્મનું પાલન કરવું અતિ દુષ્કર થઈ પડશે. પછી તે બાવીશે વાણીઆઓ આયુષને અંતે સોળ પ્રકારના મહારોગની પીડાથી અતિ કષ્ટ પામીને આર્તધ્યાન વડે મરણ પામશે, અને ઘમ્મા નામની પહેલી નરકના પ્રથમ પ્રસ્તરમાં દશ હજાર વર્ષના આયુષ્યવાળા નારકી થશે. ત્યાંથી નીકળ્યા પછી પણ અનેક યોનિમાં પરિભ્રમણ કરશે. શ્રી જિનાગમની હીલના કરવાના કારણથી તેમને બોધિરત્નની પ્રાપ્તિ અત્યંત દુર્લભ થશે.’’ આ પ્રમાણે સૂરિનાં વચન સાંભળીને અગ્નિદત્ત મુનિએ ફરીથી ગુરુને વંદના કરીને પૂછ્યું કે—‘હે સ્વામી! કયા કાળમાં એ શ્રુતનિંદકોની ઉત્પત્તિ થશે?’’ તેનો ઉત્તર જે યશોભદ્રસૂરિએ કહ્યો તેની વંગચૂલિકામાં જે ગાથાઓ છે તે આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy