SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ સ્તંભ ૧૭ વ્યાખ્યાન ૨૪૧ ક્રોધનું ફળ बद्धं यद्येन क्रोधेन, वचसा पूर्वजन्मनि । रुदद्भिर्वेद्यतेऽवश्यं, तत्कर्मेह शरीरिभिः ॥ १ ॥ [સ્તંભ ૧૭ ભાવાર્થ-‘પ્રાણીઓએ પૂર્વ જન્મમાં વચન વડે કરીને ક્રોધથી જે કર્મ બાંધ્યું હોય તે કર્મ આ જન્મમાં પ્રાણીઓને રોતાં રોતાં પણ અવશ્ય ભોગવવું પડે છે.’' આ વિષે દૃષ્ટાંત નીચે પ્રમાણે— અમરદત્ત ને મિત્રાનંદની કથા અમરપુર નગરમાં મકરધ્વજ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને મદનસેના નામની પટ્ટરાણી હતી. એકદા તેણે રાજાના મસ્તકપર ઊગેલો એક પળી (ઘોળો વાળ) કાઢીને રાજાને દેખાડ્યો. તે જોઈને રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો, તેથી રાણી સહિત તેણે તાપસી દીક્ષા ગ્રહણ કરી. અન્યદા ગુપ્ત ગર્ભવાળી રાણી તાપસીએ પુત્ર પ્રસવ્યો. પરંતુ અયોગ્ય આહારના પ્રભાવથી તે મૂર્છાગત થઈને મરણ પામી. તે જોઈને રાજા તાપસ ચિંતાતુર થયો. પછી તેણે પોતાના કોઈ સગા શ્રેષ્ઠીને તે પુત્ર પાળવા આપ્યો. શ્રેષ્ઠીએ તે પોતાની સ્ત્રીને આપ્યો. તે પુત્રનું નામ અમરદત્ત રાખ્યું. અનુક્રમે તે યુવાવસ્થા પામ્યો. તેને મિત્રાનંદ નામે એક મિત્ર થયો. એકદા તે બન્ને મિત્રો સિપ્રા નદીને કાંઠે આવેલા એક વડની પાસે મોઈ દંડા રમતા હતા. તે વખતે અમરદત્તે દંડ વડે મોઈ ઉછાળી. તે વડ વૃક્ષે બાંધેલા કોઈ ચોરના મૃતકના મુખમાં પડી. તે જોઈને હસતાં હસતાં મિત્રાનંદે મિત્રને કહ્યું કે, ‘‘આ અદ્ભુત બનાવ તો જુઓ!’’ ત્યારે તે ચોરનું શબ બોલ્યું કે—અરે! તું કેમ હસે છે? તારી પણ આવી જ દશા થશે, અને આ જ પ્રમાણે તારા મુખમાં પણ મોઈ પડશે.’’ તે સાંભળીને મિત્રાનંદ ભય પામ્યો, અને કોઈ પણ ઠેકાણે રતિ પામ્યો નહીં. તેને શાંત કરવા માટે અમરદત્ત શિખામણ દેવા લાગ્યો કે—‘હે મિત્ર! મૃતકમાં પ્રવેશ કરેલા વ્યંતરના વચનથી કેમ ભય પામે છે? તેણે તો તને મશ્કરીમાં કહ્યું હશે, તો પણ તું ઉદ્યમ કર. કહ્યું છે કે आपन्निमित्तदृष्टाऽपि जीवितांतविधायिनी । शांता पुरुषकारेण, ज्ञानगर्भस्य मंत्रिणः ॥ १ ॥ Jain Education International ભાવાર્થ-‘પ્રાણનો નાશ કરનારી આપત્તિ, નિમિત્ત વડે જાણ્યા છતાં પણ પુરુષાર્થ વડે જ્ઞાનગર્ભ નામના મંત્રીની શાંત થઈ.’ માટે આપણે આ સ્થાન છોડીને બીજે ઠેકાણે જઈએ.’’ પછી તુલ્ય સુખ દુઃખવાળા તે બન્ને મિત્રો ત્યાંથી નીકળીને પાટલીપુર નજીક જઈ પહોંચ્યા. ત્યાં વૃક્ષ વગેરેથી સુશોભિત એક ઉપવનમાં ઊંચો મહેલ જોઈને તેમાં પેઠા, અને બાગની શોભા જોતાં જોતાં મહેલમાં ગયા. ત્યાં જાણે સાક્ષાત્ બ્રહ્માએ બનાવી હોય તેવી એક રૂપવતી જુવાન સ્ત્રીની ૧. જે ગર્ભનો દેખાવ ન જણાય ગૂઢગર્ભ કહેવાય છે. રાણીને પ્રથમ સંસારીપણામાં ગર્ભ રહેલો તે ન જણાવાથી તાપસી થયેલી, નહીં તો ગર્ભિણી સ્ત્રી તાપસી થઈ શકતી નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy