SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૫ જમણી બાજુ પાંચ દીવેટનો દીવો કરવો તથા સન્મુખ પાંચ સ્વસ્તિક (સાથિયા) કરવા, જ્ઞાન ભંડારોની પૂજા કરવી, જ્ઞાન દ્રવ્યની વૃદ્ધિ કરવી અને “ૐ હ્રીં નમો નાસ્ત” એ મંત્રના બે હજાર જાપ કરવા. આ પ્રમાણે કદાચ દર માસે એટલે દર સુદ પાંચમે કરી શકે નહીં, તો જીવન પર્યત કાર્તિક સુદી પાંચમે તો જરૂર એ પ્રમાણે જ્ઞાનની આરાધના કરવી; અથવા તે દિવસે જિનેશ્વરની પાસે અને પુસ્તકની સમીપે ચૈત્યવંદન કરી શક્રસ્તવ કહીને “મતિજ્ઞાનારાંધનાર્થ રેમ હસ્ત'' એમ કહી વંલા અને ઉન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. પછી નોર્થત કહી નીચેનું કાવ્ય ગંભીર સ્વરથી બોલવું. अष्टाविंशतिभेदभिन्नगदितं ज्ञानं शुभाद्यं मतिः सप्रज्ञाभिनिबोधिकश्रुतनिधेर्हेतुश्च बुद्धिप्रभे । पर्यायाः कथिता इमे बहुविधा ज्ञानस्य चैकार्थिनः सम्यग्दर्शनिसत्कमाप्तकथितं वदामि तद्भावतः॥४॥ ભાવાર્થ-“પહેલું મતિજ્ઞાન અઠ્ઠાવીશ પ્રકારનું કહેવું છે, તે શુભકારી છે, ચાર પ્રકારની પ્રજ્ઞા સહિત છે, આભિનિબોવિક છે, શ્રુતજ્ઞાનનો હેતુ છે. બુદ્ધિ, પ્રભા વગેરે તેના પર્યાયો બહુ પ્રકારના કહેલા છે. તે જ્ઞાન સમકિતઘારીને હોય છે, એવા તીર્થકરે કહેલા મતિજ્ઞાનને હું ભાવથી વંદું છું.” પછી ચૈત્યવંદન વગેરે પૂર્વે કહ્યા પ્રમાણે કરીને “શ્રુતજ્ઞાનારાંધનાર્થ કરેમિ વિસ” કહી વંત ઉન્નત્થ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી નીચેનું કાવ્ય ભણવું. अन्यज्ज्ञानचतुष्टयं स्वविषयं नैवाभिधातुं क्षम श्रीमत्केवलिनोऽपि वर्णनिकरज्ञानेन तत्त्वं जगुः । स्पष्टं स्वात्मपरप्रबोधनविधौ सम्यक्श्रुतं सूर्यवद् भेदाः पूर्वमिताः श्रुतस्य गणिभिर्वंद्याः स्तुवे तान्मुदा ॥२॥ ભાવાર્થ-“શ્રુતજ્ઞાન સિવાયનાં બીજાં ચારે જ્ઞાન પોતાના વિષયને કહેવા સમર્થ નથી. શ્રીમાનું કેવળી પણ વર્ણસમુદાયના જ્ઞાનવડે જ તત્ત્વ જણાવે છે. વળી સમ્યગુ કૃતજ્ઞાન જ સૂર્યની જેમ પોતાને તથા પરને બોઘ કરવામાં સ્પષ્ટ છે. તે જ્ઞાનના ચૌદ ભેદ છે, અને તેને ગણઘરો વાંદે છે. આવા શ્રુતજ્ઞાનની હું હર્ષથી સ્તુતિ કરું છું.” પછી ત્રીજું ચૈત્યવંદન કરીને ધજ્ઞાનાર ધનાર્થ રેમિ ઉસ' વગેરે પૂર્વોક્ત પ્રકારે કહી કાઉસ્સગ્ગ પારી નીચેનું કાવ્ય ભણવું. अल्पं तत्पनकावगाहनसमं चासंख्यलोकाभ्रगं ज्ञानं स्यादवधेश्च रूपिविषयं सम्यग्दृशां तच्छुभम् । देवादौ भवप्राप्तिजं नृषु तथा तिर्यक्षु भावोद्भवं षड् भेदाः प्रभुभिश्च यस्य कथिता ज्ञानां भजे तत्सदा ॥३॥ ભાવાર્થ-ત્રીજું અવધિજ્ઞાન જે છે તેની અવગાહના જઘન્ય પનકના જેટલી છે, અને ઉત્કૃષ્ટ અસંખ્ય લોકાકાશ પ્રમાણે છે. તે જ્ઞાન રૂપી દ્રવ્યને જાણી શકે છે; સમ્યવ્રુષ્ટિ જીવને શુભકારી હોય ૧ વીશ નોકારવાલી ૨. પનકકસૂક્ષ્મ વનસ્પતિકાયનું શરીર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy