SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૧૫] જ્ઞાનની વિરાધના ત્યાજ્ય ૧૯ એક દિવસે શ્રેષ્ઠીએ પોતાની સ્ત્રીને કહ્યું કે—“હે પ્રિયા! આપણા પુત્રોને કોઈ કન્યા આપતું નથી. પરંતુ ઊલટાં એમ કહે છે કે– मूर्खनिर्धनदूरस्थ, शूर मोक्षाभिलाषिणाम् । त्रिगुणाधिकवर्षाणामेषां कन्या न दीयते ॥ १ ॥ ભાવાર્થ‘મૂર્ખને, નિર્ધનને, દૂર દેશમાં રહેનારને, શૂરવીરને, મોક્ષના અભિલાષીને અને કન્યા કરતા ત્રણગણી ઉમ્મરથી અધિક વયવાળાને કોઈ કન્યા આપતું નથી.' માટે હે પ્રિયા! તેં આ પુત્રોનો અવતાર વ્યર્થ કર્યો.’’ સુંદરી બોલી કે—‘એમાં મારો કાંઈ પણ દોષ નથી, તમારો જ દોષ છે. કેમકે પુત્રો પિતા જેવા જ હોય છે, અને પુત્રીઓ માતા જેવી હોય છે.’ આ વચન સાંભળીને શ્રેષ્ઠીને ક્રોધ ચડ્યો એટલે તે બોલ્યો કે−‘હે દુર્ભાગી! હે પાપિણી! હે શંખણી! તું મારા સામું બોલે છે?' સુંદરી પણ ગુસ્સે થઈને બોલી કે−‘હે મૂર્ખ! પાપી તો તારો બાપ કે જેણે કૂતરાની પૂંછડી જેવા વક્ર બુદ્ધિવાળા તને ઉત્પન્ન કર્યો.' આ પ્રમાણે સાંભળી ક્રોધ પામેલા શ્રેષ્ઠીએ તેને પથ્થર માર્યો, તે તેના મર્મસ્થાનમાં વાગવાથી તે તત્કાળ મરણ પામી. હે શેઠ! તે સુંદરી મરીને તારે ઘેર પુત્રીપણે અવતરી છે. પૂર્વ ભવે જ્ઞાનની વિરાધના કરવાથી તે આ ભવમાં ઘણું દુઃખ ભોગવે છે.’’ આ પ્રમાણે ગુરુનાં વચનો સાંભળીને ગુણમંજરીને જાતિસ્મરણ થયું, તેથી તે બોલી કે—“હે ભગવન્! આપનાં વચનો સત્ય છે, મેં પૂર્વ ભવમાં સ્વેચ્છાએ વર્તી જે કર્મ બાંધ્યું છે તેનું આ ફળ મને પ્રાપ્ત થયું છે; તે વિલાપ કરવાથી કે ખેદ કરવાથી નાશ પામે તેમ નથી.’’ પછી શ્રેષ્ઠીએ ગુરુને કહ્યું કે—“હે ભગવન્! જેણે વ્યાધિનું નિદાન કર્યું હોય છે તે જ તેનું ઔષઘ પણ બતાવી શકે છે. આપના વિના આપ્યંતર કારણ કોણ જાણી શકે તેમ છે? માટે હવે આપ જ કૃપા કરીને તેના નિવારણનો ઉપાય બતાવો.’’ ત્યારે ગુરુ બોલ્યા કે–“હે શ્રેષ્ઠી! વિધિપૂર્વક જ્ઞાનપંચમીનું આરાધન કરવાથી સર્વ પ્રકારનું સુખ પ્રાપ્ત થાય છે. તેની વિધિ આ પ્રમાણે છે— કાર્તિક સુદી પાંચમને દિવસે ઠવણી અથવા નાંદીનું સ્થાપન કરીને તેની સન્મુખ આઠ સ્તુતિ વડે દેવ વાંદવા. પછી જ્ઞાનપંચમીનું તપ અંગીકાર કરવાનો આળાવો ગુરુમુખે સાંભળીને તે તપ અંગીકાર કરવું. તે તપ પાંચ વર્ષ ને પાંચ મહિના સુધી કરવાનું છે. તે તપને દિવસે બે વખત એટલે સાંજ સવાર પ્રતિક્રમણ કરવું, ત્રિકાળ દેવવંદન કરવું, તથા ઉપવાસ કરીને સંપૂર્ણ પૌષધવ્રત ગ્રહણ કરવું; અને પાંચ મૂળ ભેદ તથા એકાવન ઉત્તર ભેદનાં નામ ગ્રહણપૂર્વક એકાવન લોગસ્સનો કાયોત્સર્ગ કરવો. ઠવણી ઉપર પુસ્તક સ્થાપીને તેની એકાવન પ્રદક્ષિણા દેવી તથા એકાવન ખમાસમણ દેવાં. અને તે દિવસે નવું શાસ્ત્ર ભણવું, ભણાવવું તથા શ્રવણ કરવું. કહ્યું છે કે– अपूर्वज्ञानग्रहणं, महती कर्मनिर्जरा । सम्यग्दर्शननैर्मल्यात्, कृत्वा तत्त्वप्रबोधतः ॥१॥ ભાવાર્થ-‘અપૂર્વ જ્ઞાન ગ્રહણ કરવાથી કર્મની મોટી નિર્જરા થાય છે; અને સમ્યગ્દર્શનની નિર્મલતા થવાથી તત્ત્વનો પણ બોધ થાય છે.' ન જ્ઞાનપંચમીને દિવસે જો પોસહ કર્યો ન હોય તો પાટ ઉપર પુસ્તકની સ્થાપના કરીને તેની ૧ દશ વર્ષની ઉમ્ર સુધીની છોકરી કન્યા કહેવાય છે એટલે ત્રીશ વર્ષથી અધિક વયવાળાને કન્યા પરણાવવી નહીં. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy