SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સંભ ૧૭ આ કાઠીઆનો જે ત્યાગ કરતો નથી તે નરકગતિમાં ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે पण कोडि अयसठ्ठि, लख्खा नवनवइ सहस्स पंचसया । चूलसी अहीय नरए, अपइठ्ठाणंमि वाहिओ॥१॥ ભાવાર્થ-પાંચ કરોડ, અડસઠ લાખ, નવાણું હજાર, પાંચસો ને ચોરાશી વ્યાધિઓ સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામના છેલ્લે પાથડે છે.” માટે હે શ્રેષ્ઠી! આવાં નરકનાં દુઃખનો નાશ કરવા માટે હંમેશાં ઘર્મ કરવો, કેમકે પુણ્યનો મહિમા અચિંત્ય છે. કહ્યું છે કે भरहे य केइ जीवा, मिच्छादिठ्ठिय भद्दवा भावा । ते मरिऊण य नवमे, वरिसंमि हुंति केवलिणो॥१॥ ભાવાર્થ-“આ ભરતક્ષેત્રમાં કેટલાય ભદ્ર પરિણામી મિથ્યાદ્રષ્ટિ જીવો પણ છે કે જે અહીંથી મરીને નવમે વરસે (મહાવિદેહક્ષેત્રમાં) કેવળી થાય છે.” માટે હે શ્રેષ્ઠી! સુલભબોધિ જીવને કાંઈ પણ દુષ્કર નથી.” ઇત્યાદિ સાંભળીને શ્રેષ્ઠી બોલ્યા કે-“હે મહારાજ! ગૃહકાર્યમાં ખૂંચેલો રહેવાથી હમેશાં ઘર્મ કરવાની મારી શક્તિ નથી, તેથી મને એક એવો દિવસ બતાવો કે જેથી તે એક દિવસના આરાઘનથી મને આખા વર્ષ જેટલું પુણ્ય મળે.” ત્યારે ગુરુએ કહ્યું કે-“માર્ગશીર્ષ માસની શુક્લ એકાદશીને દિવસે ઉપવાસપૂર્વક આઠ પ્રહરનો પોસહ લેવો, અને તે દિવસે સાવદ્ય વાણીનો વ્યાપાર તદ્દન બંધ કરીને મૌનપણે રહેવું. એ પ્રમાણે અગિયાર માર્ગશીર્ષ માસ સુધી એકાદશીને દિવસે પૂર્વોક્ત વિધિપૂર્વક તપ કરીને પછી મોટા ઉત્સવથી તેનું ઉદ્યાપન કરવું.” આ પ્રમાણે સાંભળીને તે શ્રેષ્ઠીએ અતિ હર્ષથી ભાવપૂર્વક પરિવાર સહિત તે વ્રત અંગીકાર કર્યું, અને તપ પૂર્ણ થયું ત્યારે વિધિપૂર્વક તેનું ઉદ્યાપન કર્યું. ત્યાર પછી પંદર દિવસે તેને એકાએક ફૂલનો વ્યાધિ ઉત્પન્ન થયો તેથી મૃત્યુ પામીને તે અગિયારમા આરણ નામના દેવલોકમાં ઉત્પન્ન થયા. અગિયારમા દેવલોકમાં એકવીશ સાગરોપમનું આયુષ્ય ભોગવી ત્યાંથી ચ્યવીને આ ભરતક્ષેત્રમાં શૌરિપુર નામના નગરમાં સમૃદ્ધિદર શ્રેષ્ઠીની ભાર્યા પ્રીતિમતીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. ગર્ભના મહિમાથી પ્રીતિમતીને દોહદ થયો કે-“હું શ્રાવકના બાર વ્રત ગ્રહણ કરું, મહાવ્રતને ઘારણ કરનાર મુનિઓને અશનાદિ વહોરાવીને તેમની ભક્તિ કરું, સર્વ સંસારી જીવોને વ્રતધારી કરું, તેમજ નૃત્ય, ગીત, વાજિંત્ર તથા વાર્તાવિનોદમાં સમ્યક પ્રકારે વ્રત પાળનારાઓના ગુણોનું શ્રવણ કરું.” ઇત્યાદિ દોહદ શ્રેષ્ઠીએ પૂર્ણ કર્યા. પછી સમય આવતાં પ્રીતિમતીએ રૂપ અને લાવણ્યથી ભરપૂર એવા પુત્રને પ્રસવ્યો. નાળ દાટવા માટે પૃથ્વી ખોદતાં તેમાંથી નિદાન પ્રગટ થયું તેથી પિતાએ સુવ્રત નામ રાખ્યું. અનુક્રમે તે ગુરુની સાક્ષી માત્રથી જ સમગ્ર કળાઓ શીખ્યો. યુવાવસ્થા પામતાં પિતાએ તેને મહોત્સવપૂર્વક અગિયાર કન્યાઓ પરણાવી. પછી આયુષ્ય પૂર્ણ થતાં તેના પિતા મરણ પામ્યા એટલે તે સુવ્રત અગિયાર કરોડ દ્રવ્યનો સ્વામી થયો. એકદા તે ગુરુને વંદન કરવા ગયો. તે ગુરુ પાંચ સમિતિ તથા ત્રણ ગતિથી યુક્ત હતા, પાંચ મહાવ્રતની પચીશ ભાવનાનું અંતઃકરણમાં મનન કરનારા હતા. પાંચ મહાવ્રતનો ભાર ઘારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy