SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૫૧] મૌન એકાદશીનું માહાત્મ્ય ૧૬૫ મળીને પાંચ પાંચ કલ્યાણકો થવાથી પચાસ કલ્યાણકો થયાં છે; તેમજ અતીત, અનાગત અને વર્તમાન સમયના ભેદથી એકસો પચાસ કલ્યાણકો ત્રીશ ચોવીશીમાં થઈને નેવું તીર્થંકરોનાં થયાં છે. તેથી આ દિવસ સૌથી ઉત્તમ છે. અર્ક પુરાણ નામના શૈવ શાસ્ત્રમાં પણ આ એકાદશીનું માહાત્મ્ય વર્ણવ્યું છે કે‘હે અર્જુન! હેમંત ઋતુને વિષે માર્ગશીર્ષ માસની કલ્યાણકારી શુક્લ એકાદશીને દિવસે જરૂર ઉપવાસ કરવો, કેમકે જે હમેશાં પોતાને ઘેર બે લાખ બ્રાહ્મણોને ભોજન કરાવે છે તેને જેટલું ફળ મળે છે તેટલું ફળ માત્ર આ એકાદશીના એક ઉપવાસથી મળે છે. જેમ કેદારનાથ તીર્થમાં ઉદકપાન કરવાથી પુનર્જન્મ થતો નથી, તેમ આ એકાદશીના ઉપચારાથી પણ પુનઃ જન્મ થતો નથી. હે અર્જુન! આ એકાદશી ગર્ભવાસનો નાશ કરે છે, તેથી તે વ્રતના પુણ્ય સમાન બીજું કોઈ પુણ્ય થયું નથી અને થશે પણ નહીં. હે અર્જુન! હજાર ગાયોનું દાન કરવાથી જેટલું પુણ્ય થાય તેથી અધિક પુણ્ય એક બ્રહ્મચારીની ભક્તિથી થાય છે, હજાર બ્રહ્મચારીની ભક્તિ કરતાં જેટલું પુણ્ય થાય છે તેથી અઘિક પુણ્ય એક વાનપ્રસ્થાશ્રમીની ભક્તિથી થાય છે, હજાર વાનપ્રસ્થાશ્રમીની ભક્તિ કરતાં અધિક પુણ્ય પૃથ્વીનું દાન કરવાથી થાય છે, ભૂમિદાનથી દશગણું પુણ્ય સર્વ અલંકાર સહિત કન્યાદાન દેવાથી થાય છે, કન્યાદાનથી દશગણું પુણ્ય વિદ્યાદાનથી થાય છે, વિદ્યાદાનથી સોગણું પુણ્ય ભૂખ્યાને અન્ન આપવાથી થાય છે, તેથી સોગણું પુણ્ય ગોમેધ યજ્ઞથી, તેથી સોગણું પુણ્ય અશ્વમેઘ યજ્ઞથી, તેથી સોગણું પુણ્ય નરમેઘ યજ્ઞથી અને તેથી હજારગણું પુણ્ય કેદારનાથની યાત્રા કરવાથી થાય છે. પરંતુ આ એકાદશીના પુણ્યની તો સંખ્યા જ નથી; તેથી બ્રહ્માદિ દેવો પણ એ વ્રત આચરે છે.’ ઇત્યાદિ લૌકિક શાસ્ત્રોમાં પણ હે કૃષ્ણ! આ એકાદશીનું માહાત્મ્ય વર્ણવ્યું છે.’’ આ પ્રમાણે લોકોત્તર ફળ આપનારું મૌન એકાદશીનું વર્ણન નેમીશ્વર પ્રભુના મુખથી સાંભળીને શ્રીકૃષ્ણે ફરીને પૂછ્યું કે “હે સ્વામી! આ એકાદશીનું આરાધન પૂર્વે કોણે કર્યું છે તે કહો.’’ ત્યારે પ્રભુએ સુવ્રત શ્રેષ્ઠીનું જે દૃષ્ટાંત કહ્યું તે આ પ્રમાણે– સુવ્રત શેઠની કથા “ઘાતકીખંડમાં આવેલા વિજયપત્તનમાં સૂર નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. રાજા પણ તેને બહુ માન આપતો અને ગામના સર્વ વ્યાપારીઓમાં તે અગ્રેસર હતો. તેને સુરમતી નામની શીલવતી પત્ની હતી. એક વખત તે શ્રેષ્ઠી સુખે સૂતો હતો. પાછલી રાત્રે નિદ્રા દૂર થઈ તે વખતે તેને વિચાર થયો કે‘હું પૂર્વ જન્મના પુણ્યોદયથી સુખમાં મગ્ન થઈને દિવસો નિર્ગમન કરું છું; પરંતુ પરલોકનું હિતકર કાર્ય કંઈ પણ કરવું જોઈએ, કેમકે તે વિના સર્વ નિરર્થક છે.” એ પ્રમાણે વિચાર કરતાં સૂર્યોદય થયો, એટલે શય્યામાંથી ઊઠી પોતાનું નિત્યકર્મ કરીને તે શ્રેષ્ઠી ગુરુને વાંદવા ગયો. ગુરુને વાંદીને યથાયોગ્ય સ્થાને ધર્મદેશના સાંભળવા બેઠો. ગુરુએ દેશના આરંભી आलस्स मोह वन्ना, थंभा कोहा पमाय किविणत्ता । भय सोगा अन्नाणा, विख्खेव कुऊहला रमणा ॥ १ ॥ ભાવાર્થ—“આલસ્ય, મોહ, વર્ણના (પ્રશંસા), સ્તબ્ધતા (અહંકાર), ક્રોધ, પ્રમાદ (નિદ્રા), કૃપણતા, ભય, શોક, અજ્ઞાન, વિકથા, કુતૂહળ અને રમણ (રતિ) એ તેર કાઠીઆનો ત્યાગ કરવો. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy