SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૫૧] મૌન એકાદશીનું માહાભ્ય ૧૬૭ કરવામાં ઘુરંઘર હતા. દેવ, મનુષ્ય, તિર્યંચ અને પોતાથી ઉત્પન્ન થતા ભયંકર ઉપસર્ગરૂપી શત્રુઓને તથા બાવીશ પરિષદરૂપી શત્રુઓની સેનાને જીતનારા હતા, સત્તાવીશ ગુણોથી વિરાજમાન શિષ્ટ મુનિઓના નાયક હતા, અતિચાર રહિત પાંચ પ્રકારના આચારને પાલન કરનારા હતા, સંસારી જીવોને મૂચ્છ પમાડનાર વિષયસમૂહથી વિરમેલા હતા, ત્રણ ભુવનના લોકોને કિંકરરૂપ કરવાથી અતિ ગર્વિષ્ઠ થયેલા કામદેવના વિકારને જેમણે દૂર કરેલો હતો, અહંતુપ્રણીત શાસ્ત્રમાં કહેલા અતિ સૂક્ષ્મ વિચારોનો સારી રીતે બોધ હોવાથી સર્વ ભવ્ય પ્રાણીઓનાં હૃદયને આનંદ પમાડતા હતા, ચંચળ એવા પાંચ ઇંદ્રિયોરૂપી ઉદ્ધત અશ્વોને તેણે નિયમમાં રાખેલા હતા, અમૃત સમાન ઘર્મદેશના વડે સર્વ ભવ્ય પ્રાણીઓનાં જીવિતરૂપ હતા, સમ્યગ્દર્શન વડે કરીને તેણે મિથ્યાદર્શનરૂપી ઉગ્ર વિષનો નાશ કર્યો હતો; દુર્જન પુરુષોનાં દુર્વચનોની રચનારૂપી પ્રચંડ વાયુ પ્રસરતાં છતાં પણ અકંપ હતા. ક્ષમા, માર્દવ, આર્જવ અને મુક્તિ આદિ દશ પ્રકારના સાઘુઘર્મનું આરાઘન કરવામાં સાવઘાન હતા, પોતાના અંતઃકરણ રૂપી ઘરમાંથી શલ્ય રૂપ નવ પ્રકારનાં નિયાણાંને તેમણે દૂર કાઢી મૂક્યાં હતાં, નવ પ્રકારની બ્રહ્મચર્ય ગતિનું સારી રીતે પાલન કરવામાં તત્પર હતા, દુષ્ટ કર્મરૂપી રાક્ષસસમૂહનો નાશ કરવામાં નારાયણ જેવા હતા, હાસ્યાદિ ષકને તેમણે દૂરથી જ તજી દીધું હતું, ચંદનાદિકથી પૂજા કરનાર ઉપર તેમજ શસ્ત્રાદિથી છેદન કરનાર ઉપર તેમનો સમાન મનોવિલાસ હતો, સર્વથા મમતા રહિત હોવાથી તેમણે શોકનો નિરાસ કર્યો હતો, અનુપમ વચનકળાથી સર્વલોકને રંજિત કર્યા હતા, અરિહંતપ્રણીત સમગ્ર આગમના પારગામી હતા, આ લોક તથા પરલોક આશ્રિત સર્વ ચરાચર પ્રાણીઓએ કરેલાં માન અથવા અપમાન, પ્રશંસા અથવા નિંદા, લાભ અથવા અલાભ, સુખ અથવા દુઃખ ઇત્યાદિમાં તેમની ચિત્તવૃત્તિ સમાન હતી, શ્રીમત્ આહંત મતનું સ્થાપન કરવામાં અસાધારણ કુશળતારૂપી સૂર્યના ઉદયથી તેમણે ચોતરફ પ્રસરેલા મિથ્યાત્વરૂપ અંઘકારનો નાશ કર્યો હતો, અપ્રશસ્ત આસ્રવ દ્વારનો નિરોધ કર્યો હતો, અનેક ભવ્યસમાજોને બોઘ પમાડનારા હતા, આઠ પ્રકારના મદનો ત્યાગ કર્યો હતો, બાર પ્રકારના તારૂપી ઔષઘની ક્રિયા વડે દુર્ભેદ્ય દુષ્ટ કર્મ રૂપી વ્યાધિનો તેમણે ભેદ (નાશ) કર્યો હતો, પાંચ પ્રકારનો સ્વાધ્યાયવિધિ કરવામાં તથા કરાવવામાં સાવઘાન હતા, જગતના સર્વ જીવોને તેમણે અભયદાન આપ્યું હતું, સાગર જેવા ગંભીર હતા, મેરુપર્વત જેવા અચલ (ઘીર) હતા, શંખ જેવા નિરંજન (નિર્મળ) હતા, અજ્ઞાનરૂપી અંધકારથી આચ્છાદિત થયેલા નેત્રોવાળા ભવ્ય પ્રાણીઓનાં નેત્રોને ઉઘાડવા તથા નિર્મળ કરવા માટે શ્રેષ્ઠ જ્ઞાનરૂપી અંજનના આજનારા હતા, કાચબાની જેમ ગુસેંદ્રિય હતા, મહામોહ રાજાનો તેમણે પરાજય કર્યો હતો, ભારંડ પક્ષીની જેમ સર્વદા અપ્રમત્ત હતા, કમળના પત્રની જેમ તેમનું ચિત્ત લેપ રહિત હતું, સૂર્યની જેમ દિસતેજ હતા, રાગદ્વેષરૂપી મહામલ્લને જીતવા માટે તેમણે ઘણું વીર્ય ફોરવ્યું હતું, ચંદ્રની જેમ સૌમ્ય ગુણો વડે પરિપૂર્ણ હોવાથી સમગ્ર સાઘુ પુરુષોને આનંદકારી હતા, સિંહની જેમ દુર્ઘર્ષ હતા, છતાં સર્વલોકને ગમન યોગ્ય હતા, હાથીની જેમ શૌર્ય ગુણથી યુક્ત હતા, સમગ્ર દોષથી મુક્ત હતા, વૃષભની જેમ બળવાન હતા, અનેક વાદીઓને જીતવાથી અધિક તેજસ્વી થયેલા હતા, સમુદ્રના જળની જેવું તેમનું ૧ નિલભતા. Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy