SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૭ હૃદય અતિ શુદ્ધ હતું, સંસારરૂપી કારાગૃહમાં રહેલા મોહરૂપી મોટા ચોરે પકડેલા પ્રાણીઓનું રક્ષણ કરવામાં તે અત્યંત દયાળુ હતા, આકાશની જેમ અવલંબન રહિત હતા. મહાનંદ (મોક્ષ) રૂપી મહા નગરે જવાની શ્રેણીએ ચઢવામાં વિલંબ વિનાના હતા. શૂન્ય ઘરની જેમ શરીરની પરિચર્યાથી રહિત હતા. અન્ય પ્રાણીઓએ કરેલા રાફડામાં રહેનારા સર્પની જેમ પરાશ્રયમાં રહેનારા હતા, સાંસારિક સર્વ સંબંઘનો ત્યાગ કર્યો હતો, પવનની જેમ અપ્રતિબદ્ધ વિહારી હતા, જીવની જેમ અપ્રતિહત ગતિવાળા હતા. જિનપ્રવચનને અનુસરતી મતિવાળા હતા, અને પક્ષીની જેમ સર્વથી મુક્ત હતા. કિં બહુના? તે મુનિરાજનાં સર્વ આચરણો સાથુસામાચારીને સંપૂર્ણ યોગ્ય હતાં. જાણે જંગમ કલ્પવૃક્ષ હોય તેવા તે શ્રીમાનું ઘર્મઘોષ નામના ગુરુને સમવસરેલા જોઈને શ્રેષ્ઠીપતિ સુવ્રત જાણે પોતાનો પુણ્યસમૂહ મૂર્તિ ઘારણ કરીને પ્રગટ થયો હોય એમ જાણી પોતાના આત્માને ઘન્ય માનતો સતો વિનય સહિત વિધિપૂર્વક ગુરુને નમ્યો. ત્યાર પછી ગુરુએ આપેલી સકલ ભવ્ય જીવોના ચિત્તને હર્ષથી વ્યાપ્ત કરવામાં સાવઘાન, મન, વચન, કાયાએ કરીને બાંઘેલાં તદ્ભવી કર્મસમૂહ તથા પૂર્વે ઘણા ભવમાં ઉપાર્જન કરેલાં અશુભ કર્મસમૂહરૂપી મોટાં વૃક્ષોને મૂળસહિત ઉખેડી નાંખવામાં પ્રથમ મેઘ સમાન, જળઘર વૃષ્ટિથી વૃદ્ધિ પામેલા જળના મહાપ્રવાહમાં પ્રાણીઓના અંતરની વિષય કષાયરૂપી લીલ વગેરેને ખેંચી જનાર, સર્વ શ્રોતા જનના કર્ણને પવિત્ર કરવામાં મંત્રસહિત મહાવિદ્યા સમાન, સંયોગ વિયોગાદિ જિનમતસૂચિત મહાદુઃખો રૂપી ઊર્મિના સમૂહથી વ્યાકુળ અને મહા સાહસિક પુરુષોને પણ દુર્વાહ્ય એવા દુરંત સંસારરૂપી મહાસાગરને તરવામાં વહાણ જેવી અને ચોરાશી લાખ જીવયોનિમાં પરિભ્રમણ કરવાથી દિમૂઢ થઈ ગયેલા પ્રાણીઓને મહા વૈરાગ્યને ઉત્પન્ન કરનારી, તથા મુખ્યત્વે કરીને પાંચ પર્વણીના આરાઘનનું ઉત્તમ ફળ દેખાડનારી એવી દેશના સાંભળીને સુવ્રત શ્રેષ્ઠીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી તેણે ગુરુને પૂછ્યું કે-“હે પૂજ્ય!મેં પૂર્વ ભવમાં મૌન એકાદશીનું તપ કર્યું હતું. તેના પ્રભાવથી હું અગિયારમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો હતો અને ત્યાંથી ચ્યવીને અહીં પણ અગિયાર કરોડ સુવર્ણનો સ્વામી થયો છું, તો હવે હું શું સુકૃત કરું કે જેથી અસાઘારણ ફળને ભોક્તા થાઉં?” ગુરુએ કહ્યું કે-“હે શ્રેષ્ઠી! જેનાથી તમને આટલું સુખ પ્રાપ્ત થયું છે તે જ એકાદશીનું સેવન કરો; કેમકે જેનાથી દેહ વ્યાધિ રહિત થયો હોય તે જ ઔષઘ સેવવું જોઈએ. વળી કહ્યું છે કે विधिना मार्गशीर्षस्यैकादश्यां धर्ममाचरेत् । ... य एकादशभिर्वर्षेरचिरात् स शिवं भजेत् ॥४॥ ભાવાર્થજે પુરુષ માર્ગશીર્ષમાસની શુક્લ એકાદશીને દિવસે વિધિ પૂર્વક અગિયાર વર્ષ સુધી ઘર્મ આચરણ કરે છે તે થોડા વખતમાં જ મોક્ષને મેળવે છે.” ઇત્યાદિ ગુરુમુખથી સાંભળીને સુવ્રત શ્રેષ્ઠીએ પોતાની પત્ની સહિત મૌન એકાદશીનું તપ અંગીકાર કર્યું. એક દિવસ શ્રેષ્ઠી પોતાના કુટુંબ સહિત આઠ પહોરનું પૌષઘ વ્રત લઈને પૌષઘશાળામાં રહ્યો હતો, તે દિવસે તે હકીક્ત જાણીને ચોર લોકો રાત્રિએ તેના ઘરમાં પેઠા, અને ઘરમાંથી સર્વ ઘન લઈને તેની ગાંસડીઓ બાંઘી ઘર વચ્ચે ઢગલો કર્યો. પછી તે ગાંસડીઓ ઉપાડી જવાનો વિચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy