SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૨૮] સહસા કાર્ય અકર્તવ્ય ૬૯ મને આપ્યું હતું તે આમ્રફળ તોડીને લાવ્યા હતા કે પૃથ્વી પર પડેલું લીધું હતું?’’ ત્યારે તેઓએ સત્ય વાત કહી. તે સાંભળીને રાજાએ વિચાર્યું કે—‘જરૂર તે ફળ પૃથ્વીપર પડ્યા પછી સર્પ વગેરેના વિષથી મિશ્રિત થયું હશે, તેથી જ તે ઉત્તમ બ્રાહ્મણનું મૃત્યુ થયું, પરંતુ તે વૃક્ષ તો અમૃત સમાન જ તે હતું. અરેરે! મેં અવિચાર્યું સહસા કામ કર્યું કે આવું ઉત્તમ વૃક્ષ ક્રોધથી ઉખેડી નાખ્યું.’’ આ પ્રમાણે વૃક્ષના ગુણોને વારંવાર સંભારીને તેણે જીવતાં સુધી અતિ શોક કર્યો. “જેમ આ રાજાએ વગર વિચાર્યે કાર્ય કર્યું તો પાછળથી પશ્ચાત્તાપનું કારણ થયું. માટે તેમ બીજાએ કરવું નહીં’’ તેવું આ દૃષ્ટાંતનું તાત્પર્ય છે. આ એક રૂપક કથા છે. તેના ઉપનયની યોજના આ પ્રમાણે કરવી—‘અત્યંત દુર્લભ આમ્રવૃક્ષ સદૃશ મનુષ્યજન્મ પામીને અજ્ઞાન તથા અવિરતિ વડે કરીને જે મૂઢ પુરુષો પોતાનો મનુષ્યભવ વ્યર્થ ગુમાવે છે તે વારંવાર અત્યંત શોક પામે છે. કદાચિત્ દેવના સાન્નિધ્યથી તેવા સવૃક્ષની પ્રાપ્તિ તો ફરી થઈ શકે છે, પણ મુગ્ધપણાથી વૃથા ગુમાવેલ મનુષ્યભવની પ્રાપ્તિ ફરી થઈ શકતી નથી. માટે કિંચિત્ પણ પ્રમાદ કરવો નહીં. હે પ્રાણી! જેમ પતંગિયું, ભ્રમર, મૃગ, પક્ષી, સર્પ, માછલું અને હાથી વગેરે ઇંદ્રિયોના વિષયને આધીન થવાથી પોતાના પ્રમાદથી જ મૃત્યુ પામે છે અને સિંહ વગેરે પ્રાણીઓ માંસલુબ્ધપણાથી પાંજરામાં પુરાય છે, અને બંધનના દુઃખ પામીને ચિરકાળ પર્યંત શોકજનક દશાને ભોગવે છે; તેમ તું પણ જો પ્રમાદમાં પડીશ તો તેવી જ દશા પામીશ. હે મૂઢ જીવ! પ્રથમ પણ પાપ કરવાથી જ તું દુઃખના સમૂહમાં પડેલો છે, અને ફરીથી પણ પાછો પાપ જ કર્યા કરે છે; તેથી મહાસાગરમાં ડૂબતાં માથે તથા કંઠે પથ્થર બાંધવા જેવું કરે છે. હે જીવ! તને વારંવાર ઉપદેશ આપીએ છીએ કે, જો તું દુ:ખથી ભય પામતો હોય, અને સુખની ઇચ્છા રાખતો હોય તો એવું કાર્ય કર કે જેથી તારું વાંછિત સિદ્ધ થાય. તેમ કરવાનો તારો આ જ અવસર છે. હે જીવ! તું ધન, સ્ત્રી, સ્વજન, સુખ અને પ્રાણને પણ તજી દેજે, પણ એક જૈનધર્મને તજીશ નહીં. કેમકે ધર્મથી જ સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વિચારીને સક્રિયામાં પ્રવર્તન કરવું.’ વ્યાખ્યાન ૨૨૮ સહસા કાર્ય અકર્તવ્ય सहसा विहितं कर्म, न स्यादायतिसौख्यदम् । पतत्रिहिंसकस्यात्र, महीभर्तुर्निदर्शनम् ॥१॥ ભાવાર્થ—“સહસા કામ કરવાથી પરિણામે સુખ મળતું નથી. તે ઉપર પક્ષીની હિંસા કરનાર રાજાનું દૃષ્ટાંત છે. ’’ તે આ પ્રમાણે– અવિચારી રાજાનું દૃષ્ટાંત આ ભરતક્ષેત્રમાં શત્રુંજય નામે એક રાજા હતો. તેની પાસે કોઈ એક પુરુષે ઉત્તમ લક્ષણવાળો એક અશ્વ લાવીને ભેટ કર્યો. તેને જોઈને રાજાએ વિચાર્યું કે—“આ અશ્વ શ૨ી૨ની શોભાથી પ્રશંસા કરવા લાયક છે; પરંતુ તેની ગતિ જોવી જોઈએ.'' કહ્યું છે કે– वो हि सप्तेः परमं विभूषणं, नृपांगनायाः कृशता तपस्विनः । द्विजस्य विद्यैव मुनेरपि क्षमा, पराक्रमः शस्त्रबलोपजीविनः ॥१॥ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy