SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ કo શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૬ ભાવાર્થ-“અશ્વનું શ્રેષ્ઠ ભૂષણ ગતિ છે, રાજપત્ની તથા તપસ્વી પુરુષનું ભૂષણ કુશપણું છે, બ્રાહ્મણનું ભૂષણ વિદ્યા જ છે, મુનિનું ભૂષણ ક્ષમા છે અને શસ્ત્રવિદ્યાના બળથી આજીવિકા કરનાર પુરુષનું ભૂષણ પરાક્રમ છે.” પછી તે રાજા ઘોડા પર ચઢીને અરણ્યમાં તેને દોડાવવા લાગ્યો; એટલામાં તે પવનવેગી ઘોડો એવો દોડ્યો કે તેનું સર્વ સૈન્ય પાછળ રહી ગયું. રાજા જેમ જેમ તેના વેગને રોકવા માટે તેની વલ્ગા (ચોકડું) ખેંચે તેમ તેમ તે અશ્વ વધારે વઘારે દોડવા લાગ્યો. પછી રાજાએ થાકીને લગામ ઢીલી મૂકી કે તરત જ તે અશ્વ ઊભો રહ્યો. ત્યારે રાજાએ જાણ્યું કે આ અશ્વને વિપરીત શિક્ષા (કેળવણી) આપેલી છે. પછી રાજાએ અશ્વ પરથી ઊતરીને પલાણ ઉતાર્યું, તેવામાં તે ઘોડો સંધિઓ તૂટી જવાથી પૃથ્વી પર પડીને મરણ પામ્યો. રાજા સુઘા અને તૃષાથી પીડા પામતો એકલો તે ભયંકર અટવીમાં ભમવા લાગ્યો. ભમતાં ભમતાં એક મોટું વટ વૃક્ષ જોઈને રાજા થાકેલો હોવાથી તેની છાયામાં જઈને બેઠો. પછી તે આમ-તેમ જોતો હતો, તેવામાં તે જ વૃક્ષની એક શાખામાંથી પાણીનાં ટીપાં પડતાં તેણે જોયાં. રાજાએ વિચાર્યું કે-“વર્ષાકાળમાં પડેલું જળ આટલા વખત સુધી શાખાના છિદ્રમાં ભરાઈ રહ્યું હશે. તે હાલમાં પડે છે.” એમ ઘારીને પોતે તરસ્યો હોવાથી ખાખરાનાં પાંદડાંનો પડીઓ બનાવીને તેની નીચે મૂક્યો. થોડી વારે તે પડીઓ કાળા અને મેલા પાણીથી ભરાઈ ગયો. તે લઈને રાજા તે પાણી પીવા જતો હતો, તેટલામાં કોઈ પક્ષીએ વૃક્ષની શાખા પરથી ઊતરી તે જળનું પાત્ર રાજાના હાથમાંથી પાડી નખાવ્યું અને પાછું વૃક્ષની શાખા ઉપર જઈને બેસી ગયું. રાજાએ નિરાશ થઈને ફરીથી પડીઓ મૂક્યો. તે ભરાઈ ગયો. તેને પીવા જતો હતો, એટલામાં ફરીથી પણ તે પક્ષીએ પાડી નખાવ્યું. ત્યારે રાજાએ ક્રોઘ કરીને વિચાર્યું કે-“જો આ દુષ્ટ પક્ષી હવે ત્રીજી વાર આવશે તો તેને હું મારી નાંખીશ.” એમ ઘારીને એક હાથમાં ચાબુક રાખીને બીજા હાથે જળ ભરવા માટે પડીઓ મૂક્યો. તે વખતે પક્ષીએ વિચાર્યું કે–“આ રાજા કોપાયમાન થયો છે તેથી હવે જો હું પડીઓ પાડી નાંખીશ તો જરૂર તે મને મારી નાંખશે અને જો નહીં પાડું તો આ ઝેરી પાણી પીવાથી તે અવશ્ય મરણ પામશે, તેથી મારે મરવું તે શ્રેષ્ઠ છે પણ આ રાજા જીવે તો સારું.” એમ વિચારીને તેણે ત્રીજી વાર પણ રાજાના હાથમાંથી પડીઓ પાડી નાંખ્યો, એટલે કોપ પામેલા રાજાએ કોરડાના પ્રહાર વડે તરત જ તે પક્ષીને મારી નાંખ્યું. પછી રાજાએ ફરીથી પડીઓ મૂક્યો. તે વખતે ઉપરથી પડતું જળ આડું અવળું પડવા માંડ્યું; એટલે રાજાએ આશ્ચર્ય સહિત ઊઠીને વૃક્ષની શાખા પર ચડીને જોયું, તો તે વૃક્ષના કોટરમાં એક અજગરને પડેલો જોયો. તેને જોઈને રાજાએ ઘાર્યું કે-“તે જળ નથી, પણ આ સૂતેલા અજગરના મુખમાંથી ગરલ પડે છે. જો મેં તે પીધું હોત તો અવશ્ય મારું મરણ થાત. અહો! એ પક્ષીએ મને વારંવાર ઝેર પીતાં અટકાવ્યો, પણ મેં મૂર્ખાએ તે જાણ્યું નહીં. અરેરે! પરમોપકારી પક્ષીને મેં ફોગટ મારી નાંખ્યું.” આ પ્રમાણે રાજા પશ્ચાત્તાપ કરતો હતો, તેવામાં તેનું સૈન્ય આવી પહોંચ્યું. પછી તે પક્ષીને પોતાના માણસો પાસે ઉપડાવી પોતાના નગરમાં લાવીને ચંદનના કાષ્ઠ વડે તેનો અગ્નિસંસ્કાર કરાવ્યો, અને તેને જલાંજલિ આપીને રાજા પોતાના મહેલમાં ગયો. ત્યાં શોકાતુર થઈને બેઠો, એટલે મંત્રી સામંત વગેરેએ રાજાને પૂછ્યું કે-“હે નાથ! આ પક્ષીનું આપે પ્રેતકાર્ય કર્યું તેનું શું કારણ?” ત્યારે રાજાએ તેણે કરેલો મહા ઉપકાર કહી બતાવ્યો અને કહ્યું કે “તે પક્ષીને જીવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy