SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ સ્તિંભ ૧૮ ભાવાર્થ-જેમ પોલાણવાળાં અને ઘણા કાળનાં સૂકાં લાકડાંને અગ્નિ જલદીથી બાળી નાંખે છે, તેમ સમ્યક પ્રકારે ચારિત્રઘર્મમાં રહેલા સાધુ કર્મને જલદીથી ખપાવે છે–નાશ કરે છે.” આ પ્રમાણે સાંભળીને રાજા પ્રતિબોઘ પામ્યો અને હમેશાં મંત્રીની પાસે ક્ષુલ્લક મુનિના ઘર્મની પ્રશંસા કરવા લાગ્યો. આવી યુક્તિથી રાહુગુપ્ત મંત્રીએ રાજાને યથાર્થ ઘર્મમાં આસક્ત કર્યો, તે પ્રમાણે બીજાઓએ પણ કરવું. અહીં પાપરહિત ક્ષુલ્લક મુનિએ શૃંગારરસવાની સમસ્યાને પણ નિરવદ્ય (નિર્દોષ) માર્ગમાં સ્થાપન કરી, અને કુવાદીઓના શાસ્ત્ર કરતાં જૈનશાસ્ત્રને સત્ય કરી બતાવ્યું; એ પ્રમાણે બીજા પંડિતોએ પણ કરવું; પરંતુ મિથ્યાત્વ શાસ્ત્રની યુક્તિઓ વડે એકાંતવાદીના કહેલા સૂત્રાર્થો પ્રરૂપીને અનેકાંત આગમને કંથારૂપ ન કરવો. તે સંબંઘમાં કહ્યું છે કે मिथ्यात्वशास्त्रयुक्त्यायैः, कंथीकार्या न सूत्रवाक् । सूत्रार्थोभयनैह्नव्य-समं पापं न भूतले ॥१॥ ભાવાર્થ-“સૂત્રની વાણીને મિથ્યાત્વ શાસ્ત્રની યુક્તિઓએ કરીને કંથારૂપ કરવી નહીં, કેમકે સૂત્ર તથા અર્થ એ બન્નેના નિવ સમાન બીજું કોઈ મોટું પાપ પૃથ્વી પર નથી.” કંથારૂપ કરવાનું સ્વરૂપ બતાવવા માટે ભેરીનું દ્રષ્ટાંત કહે છે. ભેરીનું દ્રષ્ટાંત દ્વારિકાપુરીમાં શ્રી કૃષ્ણવાસુદેવ રાજ્ય કરતા હતા, ત્યારે દેવતાઓ પાસેથી મેળવેલી ગોશીષચંદનના કાષ્ઠની ત્રણ ભેરીઓ તેમની પાસે હતી. ૧. સાંઝામિકી, ૨. ઔભૂતિકી અને ૩ કૌમુદિકી. તેમાં પહેલી ભેરી યુદ્ધના સમયે સામતાદિકને ખબર આપવા માટે વગાડવામાં આવતી, બીજી ભેરી કોઈ અકસ્માતુ કાર્યપ્રસંગ આવી પડે ત્યારે સામંત, મંત્રી વગેરેને જણાવવા માટે વગાડવામાં આવતી અને ત્રીજી ભેરી કૌમુદી મહોત્સવ વગેરે ઉત્સવો જણાવવા માટે વગાડવામાં આવતી. તે સિવાય તેવી જ ગોશીષચંદનમય એક ચોથી ભેરી પણ હતી, તે છ છ માસે વગાડવામાં આવતી. જે માણસ તે ભેરીનો શબ્દ સાંભળે તેને આગળ પાછળના છ છ માસના ઉપદ્રવો શાંત થતા હતા. આ ચોથી ભરી ચાલતા પ્રસંગમાં ઉપયોગી છે, તેથી તે ભેરીની ઉત્પત્તિ લખીએ છીએ. - કોઈ વખત સૌઘર્મ દેવલોકમાં સમગ્ર દેવોની સભા ભરાઈ હતી, તે વખતે સર્વ દેવોની સમક્ષ ઇિંદ્રે કહ્યું કે “અહો! કૃષ્ણ વગેરે એવા સત્પરુષ છે કે જેઓ લક્ષ દોષમાંથી પણ ગુણને જ ગ્રહણ કરે છે, તથા નીચ યુદ્ધથી યુદ્ધ કરતા નથી.” તે સાંભળીને એક દેવતાને તેના વાક્ય પર શ્રદ્ધા બેઠી નહીં, તેથી તેણે વિચાર્યું કે “એવું કેમ સંભવે? પરદોષનું ગ્રહણ કર્યા વિના કોઈ માણસ રહી શકતું જ નથી.” એમ વિચારીને તે દેવતા મૃત્યુલોકમાં આવ્યો અને દ્વારિકાનગરીના રાજમાર્ગમાં એક ભયંકર અને અતિ દુર્ગઘવાળા કાળા કૂતરાનું મૃતક વિતુર્વીને મૂક્યું. તે કૂતરાના મુખમાં કુંદ ૧ કંથા એટલે ઘણાં થીંગડા દીધેલું ગોદડું વગેરે. ૨ ભેરી એટલે નગારું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy