SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૯ હાથ કે પાત્રાદિક ધૂએ છે, લે છે અને મૂકે છે ઇત્યાદિથી થતા શબ્દાદિકમાં ઉપયોગ રાખે છે. માટે તેનો મનોગતિમાં સમાવેશ થાય છે. બાકીની ત્રણ સમિતિઓ કાયાની ચેષ્ટાથી ઉત્પન્ન થાય છે, તેથી તેમનું કાયમુતિ સાથે ઐયપણું છે, અથવા એક મનોગુપ્તિ જ પાંચે સમિતિઓમાં અવિરુદ્ધ છે. તે આઠે પ્રવચનની માતાઓ કહેવાય છે; તે સમગ્ર દ્વાદશાંગીને ઉત્પન્ન કરનાર છે. કેમકે તે આઠેમાં સમસ્ત પ્રવચન અંતર્ભાવ પામે છે, તે એ રીતે કે પહેલી સમિતિમાં પહેલા વ્રતનો સમાવેશ થાય છે અને તે વ્રતની વાડ સમાને બાકીનાં વ્રતો હોવાથી તે પણ તેમાં જ અંતર્ભાવ પામે છે. ભાષા સમિતિ તો સાવદ્ય વાણીનો પરિહાર કરીને નિરવદ્ય વાણી બોલવા રૂપ છે, તેથી તે સમિતિમાં સમગ્ર વચનના પર્યાય આવી ગયા; કેમકે દ્વાદશાંગ કાંઈ વચન પર્યાયથી ભિન્ન નથી. એ પ્રમાણે એષણા સમિતિ વગેરેમાં પણ સ્વબુદ્ધિએ યોજના કરવી, અથવા આ આઠે પ્રકાર ચારિત્ર રૂપ જ છે. કહ્યું છે કે • अथवा पंचसमिति-गुप्तित्रयपवित्रितम् । चरित्रं सम्यक् चारित्र-मित्याहुर्मुनिपुंगवाः॥१॥ ભાવાર્થ-“અથવા પાંચ સમિતિ અને ત્રણ ગુતિથી પવિત્ર એવું જે ચરિત્ર તે જ સમ્યક્ ચારિત્ર છે, એમ શ્રેષ્ઠ મુનિઓ કહે છે.” - જ્ઞાન દર્શન વિના ચારિત્ર હોય જ નહીં; અને અર્થથી જ્ઞાન, દર્શન, ચારિત્રથી ભિન્ન દ્વાદશાંગ છે જ નહીં. તેથી આ આઠે પ્રકારમાં સર્વ પ્રવચનનો સમાવેશ થાય છે. માટે ચારિત્રઘારી મુનિઓએ પ્રમાદનો ત્યાગ કરીને આ આઠે પ્રવચન માતાની ઉપાસના કરવી. કેમકે એ આઠેમાં પ્રશસ્ય એવું સર્વ પ્રવચનનું રહસ્ય સમાયેલું છે.” વ્યાખ્યાન ૨૮૩ આ તપાચાર अनादिसिद्धदुष्कर्म-द्वेषिसंघातघातकम् । इदमाद्रियते वीरैः, खङ्गधारोपमं तपः॥१॥ ભાવાર્થ-“અનાદિ સિદ્ધ એવા દુષ્કર્મ રૂપી શત્રુસમૂહનો નાશ કરનારું આ ખડ્ઝની ઘારા જેવું તપ વીર પુરુષો આદરે છે.” - तत्तपः सेव्यतां दक्षा, दुष्कर्मक्षालनोदकम् । યત્સવનામૂદેવ–સેવ્ય ક્ષેમસિંચની રા. ભાવાર્થ-“હે ડાહ્યા પુરુષો! દુષ્કર્મ રૂપ મળને ક્ષાલન કરવામાં જળ સમાન એવા તે તપનું તમે પણ સેવન કરો કે જેના સેવનથી ક્ષેમર્ષિ મુનિ દેવતાઓને પણ સેવ્ય (પૂજ્ય) થયા છે.” ક્ષેમર્ષિ મુનિનું દ્રષ્ટાંત ચિત્તોડગઢની પાસેના એક ગામમાં એક બોહ નામનો નિર્ધન શ્રાવક રહેતો હતો. તે એકદા પાંચસો દ્રામ (પાંચ રૂપિયા) નું તેલ એક કુડલામાં ભરીને વેચવા માટે ચિત્તોડગઢ તરફ ચાલ્યો. માર્ગમાં પગ અલન થવાથી તે પડી ગયો, અને કુડલું પણ ભાંગી ગયું. તેથી વિલખો થઈને પાછો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy