SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૮ વ્યાખ્યાન ૨૦૦ જ્ઞાનાચારનો ચોથો ભેદ-ઉપધાન વહન उपधानतपस्तप्त्वा, आवश्यकं पठेद् गृही। योगैश्चाप्तागमान् साधुरित्याचारचतुर्थकः॥१॥ ભાવાર્થ-“ગૃહસ્થી (શ્રાવક) ઉપધાન તપ તપીને આવશ્યક સૂત્ર ભણે અને સાધુ યોગવહન કરીને સિદ્ધાંત ભણે એ ચોથો જ્ઞાનાચાર છે.” કૃત ભણવાની ઇચ્છાવાળા ગૃહસ્થ ઉપધાનતપ કરીને પછી ભણવું. અહીં “ઉપઘાન” શબ્દનો અર્થ કરે છે કે “ઉપ” એટલે સમીપે “ઘીયતે” એટલે ઘારણ કરાય, અર્થાત્ જે તપ વડે જ્ઞાનને ઘારણ કરાય તે “ઉપધાન.” સાધુને આવશ્યકાદિ શ્રત ભણવા માટે આગાઢ અને અનાગાઢ એમ બે પ્રકારના યોગ સિદ્ધાંતથી અવિરોધીપણે પોતપોતાની સામાચારીને અનુસારે જાણવા. શ્રાવકોને પંચપરમેષ્ઠી નમસ્કાર વગેરે સૂત્રના આરાઘન માટે શ્રીમહાનિશીથાદિ સૂત્રમાં કહેલા છ ઉપધાન પ્રસિદ્ધ છે. જેમ સાધુને યોગવહન કર્યા વિના સિદ્ધાંતનું અધ્યયન સૂઝતું નથી, તેમ ઉપધાન તપ કર્યા વિના શ્રાવકોને પણ નમસ્કારાદિક સૂત્ર ભણવા ગણવાનું સૂઝે નહીં. તે વિષે શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે-“અકાળ, અવિનય, અબહુમાન અને અનુપઘાન વગેરે જ્ઞાન સંબંધી આઠ પ્રકારના અનાચાર મધ્યે ઉપધાનનું વહન ન કરવા રૂ૫ અનાચાર મોટા દોષવાળો છે. જેઓ ઉપઘાનવહન તથા યોગવિધિને માનતા નથી, તેઓને પૂર્વાચાર્યો સૂત્રનાં વાક્યો બતાવે છે. શ્રી ઉત્તરાધ્યયનના ચોત્રીશમા અધ્યયનમાં તથા શ્રી સમવાયાંગ સૂત્રના ૩૨મા સમવાયમાં તથા યોગસંગ્રહના ત્રીજા યોગમાં એ વિષે સ્પષ્ટ લેખ છે. ઇચ્છકોએ ત્યાંથી જોઈ લેવો. અહીં કોઈ એવી શંકા કરે કે–“યોગ એટલે મન, વચન અને કાયાના જે યોગ છે તે અહીં જાણવા.” તેનો ઉત્તર કહે છે કે–જો “યોગ” શબ્દનો એ પ્રમાણે મૂળ અર્થ કરીએ તો પછી “વહન શબ્દનો શું અર્થ કરવો? માટે યોગ તથા વહન એ બન્ને શબ્દનો સમાનાધિકરણ અર્થ કરવો જ યોગ્ય છે. શ્રી સ્થાનાંગ સૂત્રના ત્રીજા ઠાણામાં કહ્યું છે કે–“સાધુ ત્રણ સ્થાનકથી સંપન્ન થવા વડે અનાદિ અનંત ચાર ગતિરૂપ સંસારકાંતારનું ઉલ્લંઘન કરે છે. તે આ પ્રમાણે–૧ નિયાણું નહીં કરવાથી, ૨ દૃષ્ટિસંપન્નપણાથી અને ૩ યોગવહન કરવાથી.” વળી તેના દશમા ઠાણામાં કહ્યું છે કે“જીવો દશ સ્થાનક વડે ભવિષ્યમાં શુભ તથા ભદ્રક પરિણામ પામે. તે આ પ્રમાણે–૧ નિયાણું નહીં કરવાથી, ૨ દ્રષ્ટિસંપન્નપણાથી, ૩ યોગવહન કરવાથી, ૪ ક્ષમા ગુણ ઘારણ કરવાથી, ઇત્યાદિ.” વળી સર્વ યોગોદ્વહન વિધિના રહસ્યભૂત ત્રીજા અનુયોગદ્વારમાં કહ્યું છે કે–મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળ એ પાંચ પ્રકારનાં જ્ઞાન છે, તેમાં ચાર જ્ઞાન સ્થાપનાએ સ્થાપવા યોગ્ય છે. તે ચાર જ્ઞાનના ઉદ્દેશ, સમુદેશ અને અનુજ્ઞા નથી; અને શ્રુતજ્ઞાનના ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા તથા અનુયોગ છે ઇત્યાદિ. તથા યોગવિધિ ભગવતી સૂત્રના છેલ્લા ભાગમાં કહેલો છે. ૧ સમ્યગૃષ્ટિથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy