SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૫૯] જ્ઞાનાચારનો ત્રીજો ભેદ- બહુમાન ૨૦૫ ભાવાર્થ“હે ખરતાડનાં વૃક્ષો! જો મારું મન પોતાના આત્માની જેમ જૈન મતમાં આદરવાળું હોય, તો તમે શ્રીતાડના વૃક્ષો થઈ જાઓ. ૧. એમ કહીને રાજાએ કોઈ એક ખરતાડ વૃક્ષના સ્કંધ પ્રદેશ ઉપર પોતાને સુવર્ણનો હાર મૂક્યો. ૨. પછી એ પ્રમાણે કરીને રાજા મહેલમાં જઈ ઘર્મધ્યાનમાં તત્પર થઈને રહ્યો, એટલે શાસનદેવતાએ તે ખરતાડનાં વૃક્ષોને શ્રીતાડનાં વૃક્ષો બનાવી દીધાં.” ૩. પ્રાતઃકાળે ઉપવનના રક્ષકોએ આવીને રાજાને તે વૃત્તાંત નિવેદન કર્યું. એટલે રાજાએ પણ તેઓને ઇનામ આપીને આનંદ પમાડ્યા. પછી તેનાં પત્રો લઈને ગુરુ પાસે મૂકી વંદના કરી. ગુરુએ “આ ક્યાંથી?” એમ પૂછ્યું, એટલે રાજાએ વિનયથી સર્વ સભાસદોને ચમત્કાર પમાડનાર તે વૃત્તાંત નિવેદન કર્યું. પછી હેમચંદ્રાચાર્ય કર્ણને અમૃત સમાન તે વૃત્તાંત સાંભળીને રાજા અને સભાસદો સહિત તે ઉપવનમાં ગયા. ત્યાં રાજાના કહેવા પ્રમાણે પૂર્વે નહીં સાંભળેલ તેવું નજરે જોયું. તે વખતે બ્રાહ્મણો તથા દેવબોધિ (બૌદ્ધાચાર્ય) વગેરે નગરના લોકો પણ ખરતાડનાં વૃક્ષોને શ્રીતાડનાં વૃક્ષો થયેલાં જોઈ વિસ્મય તથા આશ્ચર્ય પામ્યા. તે વખતે શ્રી હેમાચાર્ય જૈનમતની પ્રશંસા કરવા માટે આ પ્રમાણે બોલ્યા કે अस्त्येवातिशयो महान् भुवनविद्धर्मस्य धर्मान्तराद्यच्छक्त्यात्र युगेऽपि ताडतरवः श्रीताडतामागताः । श्रीखंडस्य न सौरभं यदि भवेदन्यद्रुतः पुष्कलं तद्योगेन तदा कथं सुरभितां दुर्गन्धयः प्राप्नुयुः॥१॥ ભાવાર્થ–“સર્વજ્ઞકથિત જૈનઘર્મનો બીજા ઘર્મ કરતાં મહાન અતિશય વિશ્વમાં પ્રસિદ્ધ છે, કે જેની શક્તિથી આવા કલિયુગમાં પણ ખરતાડનાં વૃક્ષો શ્રીતાડનાં વૃક્ષો થઈ ગયાં; પરંતુ તે યોગ્ય છે; કારણ કે બીજાં વૃક્ષો કરતાં શ્રીખંડ વૃક્ષની સુગંઘ અધિક ન હોય તો તે શ્રીખંડના સંબંઘથી બીજાં દુર્ગઘવાળાં વૃક્ષો પણ સુગંઘપણાને કેમ પામે?” આ પ્રમાણે સૂરિએ જિનર્મની પ્રશંસા કરીને પછી રાજાને કહ્યું કે-“હે રાજ! આ યુગમાં જો તમારા જેવા રાજા ન હોય, તો જિનેન્દ્રના આગમનો વિસ્તાર શી રીતે થાય? ત્રિકરણ શુદ્ધ એવી શ્રુતની ભક્તિ તથા તેનું બહુમાન તે અહીં જ તમને ફળપ્રાસિરૂપ થયું.” આ પ્રમાણે ગુરુએ કરેલી પોતાની પ્રશંસાને નમ્ર મુખથી સાંભળીને અંતઃકરણની ભક્તિથી અનેક પ્રકારે જ્ઞાનીનું બહુમાન કરી, એક જ ઉપવાસથી શાસનદેવતાએ જેનો મહિમા કર્યો છે, અને તેથી વિશેષ અભ્યદયપૂર્વક જેનો પ્રતાપ, પ્રભાવ અને વૈભવ વિસ્તાર પામ્યો છે એવા તે ઉત્તમ શ્રાવકે પોતાના મહેલમાં જઈને ઉત્સવપૂર્વક પારણું કર્યું. પછી તે ઉપવનમાં ઉત્પન્ન થયેલાં વિશાળ અને કોમળ અનેક તાડપત્રો ઉપર લહિયાઓએ ગુરુના કરેલા અનેક ગ્રંથો લખ્યા. એ પ્રમાણે જ્ઞાન તથા જ્ઞાનીને વિષે હર્ષથી બહુમાનને ધારણ કરતા કુમારપાળ રાજા લોકોત્તર એવું શુદ્ધ શ્રાવકપણું પામ્યા.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy