SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ સ્તિંભ ૧૮ અક્ષરે લખાવીને, પોતાના મહેલમાં લઈ જઈ ત્યાં રાત્રી જાગરણ કરીને, પ્રાતઃકાળે પટ્ટહસ્તી ઉપર તે ચરિત્રના પુસ્તકો પઘરાવી તેના પર અનેક છત્ર ધારણ કરાવી, સુવર્ણના દંડવાળા બોંતેર ચામરથી વીંજાતા મોટા ઉત્સવ પૂર્વક ઉપાશ્રયે લઈ ગયા. ત્યાં તેની સુવર્ણ, રત્ન, પટ્ટકુળ વગેરેથી પૂજા કરીને બોંતેર સામંત રાજાઓ સહિત વિધિપૂર્વક ગુરુ પાસે તેનું વ્યાખ્યાન સાંભળ્યું. એ જ પ્રમાણે અગિયાર અંગ અને બાર ઉપાંગ વગેરે સિદ્ધાંતોની એક એક પ્રત સુવર્ણ વગેરેના અક્ષરથી લખાવી, અને ગુરુના મુખથી તેનું વ્યાખ્યાન સાંભળ્યું. તથા યોગશાસ્ત્ર અને વીતરાગ સ્તવન મળીને બત્રીશ પ્રકાશ સુવર્ણના અક્ષરથી હાથપોથી માટે લખાવીને હમેશાં મૌનપણે એક વખત તેનો પાઠ કરવા લાગ્યા. તે પોથીની દરરોજ દેવપૂજા વખતે પૂજા કરવા લાગ્યા. તેમજ “ગુરુએ કરેલા સર્વ ગ્રંથો મારે અવશ્ય લખાવવા” એવો અભિગ્રહ લઈને સાતસો લહિયાઓને લખવા બેસાડ્યા. એક વખત પ્રાતઃકાળે ગુરુને તથા દરેક સાધુને વિધિપૂર્વક વાંદીને રાજા લેખનશાળા જોવા ગયા. ત્યાં લહિયાઓને કાગળનાં પાનામાં લખતાં જોઈને ગુરુને તેનું કારણ પૂછ્યું. ત્યારે ગુરુએ કહ્યું કે-“હે ચૌલુક્ય દેવ! હાલ જ્ઞાનભંડારમાં તાડપત્રોની ઘણી ખોટ છે, માટે કાગળના પાનામાં ગ્રંથો લખાય છે.” તે સાંભળીને રાજા લક્તિ થયો, અને મનમાં વિચારવા લાગ્યો કે–“અહો! નવા ગ્રંથો રચવામાં ગુરુની અખંડ શક્તિ છે, અને મારામાં તે ગ્રંથો લખાવવાની પણ શક્તિ નથી, તો પછી મારું શ્રાવકપણું શું?” એમ વિચારીને તે ઊભો થઈને બોલ્યો-“હે ગુરુ! ઉપવાસનું પ્રત્યાખ્યાન આપો.” તે સાંભળી “આજે શેનો ઉપવાસ છે?” એમ ગુરુએ પૂછ્યું. ત્યારે રાજાએ કહ્યું કે-“અત્યાર પછી જ્યારે તાડપત્ર પૂરાં થાય ત્યારે જ મારે ભોજન કરવું.” તે સાંભળીને ગુરુએ કહ્યું કે-“શ્રીતાડનાં વૃક્ષો અહીંથી ઘણા દૂર છે, તો તે શી રીતે જલદી મળી શકશે?” એમ ગુરુએ તથા સામંતો વગેરેએ બહુમાન સહિત ઘણા વાર્યા, તો પણ તેમણે તો ઉપવાસ કર્યો. તે જોઈને શ્રીસંઘે તેમની આ પ્રમાણે સ્તુતિ કરી કે– अहो जिनागमे भक्तिरहो गुरुषु गौरवम् । श्रीकुमारमहीभर्तुरहो निःसीमसाहसम् ॥१॥ ભાવાર્થ-“અહો! શ્રી કુમારપાળ રાજાની જિનાગમને વિષે કેવી ભક્તિ છે? તેમજ અહો! ગુરુને વિષે તેનું બહુમાન પણ કેવું છે? અને અહો! તેમનું સાહસ પણ કેવું નિઃસીમ છે?” પછી શ્રી કુમારપાળ રાજા પોતાના મહેલના ઉપવનમાં જઈને ત્યાં રહેલા ખરતાડ વૃક્ષોની ચંદન, કપૂર વગેરેથી પૂજા કરીને જાણે પોતે મંત્રસિદ્ધ હોય તેમ બોલ્યો કે स्वात्मनीव मते जैने, यदि मे सादरं मनः । यूयं व्रजत सर्वेऽपि, श्रीताडद्रुमतां तदा ॥१॥ कथयित्वेति गांगेयमयं ग्रैवेयकं नृपः । कस्याप्येकस्य तालस्य, स्कन्धदेशे न्यवीविशत् ॥२॥ तस्थौ च सौधमागत्य धर्मध्यानपरो नृपः । श्रीताडदुमतां तांश्च निन्ये शासनदेवता ॥३॥. ૧ તાડના વૃક્ષ બે પ્રકારનાં હોય છે શ્રીતાડ ને ખરતાડ. તેમાં શ્રીતાડનાં પત્રો પુસ્તક લખવાના ઉપયોગમાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy