SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૫૯] જ્ઞાનાચારનો ત્રીજો ભેદ– બહુમાન ૨૦૨ પછી તેઓ ગુરુ પાસે ગયા. તેમાં પેલો સુજ્ઞ યિષ્ય ગુરુનું દર્શન થતાં જ મસ્તક નમાવીને તથા હાથ જોડીને બહુમાનપૂર્વક આનંદના અશ્રુથી નેત્ર ભીંજાવતો ગુરુના ચરણકમળમાં મસ્તક મૂકીને નમ્યો, અને બીજો શિષ્ય તો પથ્થરના સ્તંભની જેમ જરા પણ ગાત્ર નમાવ્યા વિના ઊભો જ રહ્યો. ત્યારે ગુરુએ તેને કહ્યું કે-“અરે! કેમ પગમાં પડતો નથી?” તે બોલ્યો કે-“આપના સરખા પણ પોતાના શિષ્યોમાં જ્યારે આવું અંતર રાખે ત્યારે કોને ઠપકો આપવો? જ્યારે ચંદ્રમાંથી અંગારાની વૃષ્ટિ થાય ત્યારે કોને કહેવું?” તે સાંભળી ગુરુ બોલ્યા કે–“આમ કેમ બોલે છે? મેં કોઈ પણ વખત વિદ્યા આપવામાં કે તેની આમ્નાય કહેવા વગેરેમાં તને છેતર્યો નથી.” શિષ્ય બોલ્યો કે જો એમ છે, તો માર્ગમાં હાથણી વગેરેનું સ્વરૂપ આણે સારી રીતે જાણ્યું અને મેં કેમ કાંઈ જાણ્યું નહીં?” તે સાંભળીને ગુરુએ પેલા બીજા શિષ્યને પૂછ્યું કે-“હે વત્સ! તેં શી રીતે જાણ્યું તે કહે” ત્યારે તે બોલ્યો કે “આપના પ્રસાદથી મેં વિચાર કરવા માંડ્યો કે “આ કોઈ હાથીના જેવાં પગલાં તો પ્રસિદ્ધ રીતે જાણી શકાય તેમ છે. પણ શું આ હાથીનાં પગલાં છે કે હાથણીનાં છે?” એમ વિશેષ વિચાર કર્યો તો તેણે કરેલી લઘુનીતિથી તે હાથણી છે એમ મેં નિશ્ચય કર્યો. માર્ગમાં જમણી બાજુના વેલાઓ હાથણીએ છેદેલા નહોતા, તેથી “ડાબી આંખે કાણી છે' એમ નિશ્ચય કર્યો. પછી હાથણી ઉપર ચઢીને આવા પરિવાર સહિત રાજા કે તેના પરિવારવાળા વિના બીજો કોઈ જવાને યોગ્ય નથી; તેથી જરૂર રાજા અથવા તેનું કોઈ અંગત માણસ હોવું જોઈએ” એમ ઘાર્યું. પછી તેણે કોઈક ઠેકાણે ઉપરથી ઊતરીને શરીરચિંતા કરી હતી, તે જોઈને “તે રાણી છે” એમ નિશ્ચય કર્યો. પાસેના કોઈ જાળામાં તે રાણીના રાતા વસ્ત્રનો છેડો ભરાયેલો જોઈને ઘાયું કે-“તે પતિવાળી છે'' અને તે જ્યાં પેશાબ કરવા બેઠી હતી ત્યાંથી પૃથ્વી પર હાથ મૂકીને ઊઠી હતી તે જોઈને “ગર્ભવતી છે' એમ નિશ્ચય કર્યો. ત્યાંથી રાણીએ જમણો પગ પ્રથમ મૂક્યો હતો તેથી “ગર્ભમાં પુત્ર છે' એમ જાણ્યું અને ચાલ ઘણી મંદ હતી, તેથી પ્રસવકાળ નજીક છે' એમ નિશ્ચય કર્યો. વળી હે સ્વામી! પેલી વૃદ્ધ સ્ત્રીએ પોતાના પુત્ર સંબંધી પ્રશ્ન કર્યો કે તરત જ તેના મસ્તક પરથી ઘડો પડી ગયો તેથી મેં એવું વિચાર્યું કે જેમ આ ઘડો જ્યાંથી ઉત્પન્ન થયો હતો ત્યાં જ મળી ગયો માટે તેનો પુત્ર પણ ઘેર ઉત્પન્ન થયો હતો તેથી તે ઘરે જ આવ્યો હશે.” એમ મેં અનુમાન કરીને કહ્યું હતું” આ પ્રમાણે તેની અનુપમ બુદ્ધિથી હર્ષ પામીને ગુરુએ બીજા શિષ્યને કહ્યું કે “હે વત્સ! તેં મારા પ્રત્યે વિવિધ પ્રકારનો વિનય કર્યો પણ તેવું બહુમાન કર્યું નહીં અને આણે સારી રીતે બહુમાન કર્યું અને વૈનયિકી બુદ્ધિ બહુમાન સહિત વિનય હોય તો જ સ્કુરાયમાન થાય છે, તેથી આમાં મારો દોષ નથી.” આ પ્રમાણે વિનય છતાં પણ બહુમાન અને અબહુમાનનું તારતમ્ય જાણવું. હવે વિનય અને બહુમાન એ બન્નેથી યુક્ત શ્રી કુમારપાળ રાજાનું દ્રષ્ટાંત નીચે પ્રમાણે છે– કુમારપાળ રાજાનું દ્રષ્ટાંત શ્રી પાટણ નગરમાં કુમારપાળ રાજા રાજ્ય કરતા હતા. તે જિનેન્દ્રોએ કહેલા આગમની આરાધના કરવામાં તત્પર હતા, તેથી તેમણે જ્ઞાનના એકવીશ ભંડાર કરાવ્યા. વળી ત્રેસઠ શલાકા પુરુષનાં ચરિત્રો સાંભળવાની ઇચ્છા થવાથી ગુરુ શ્રી હેમચંદ્રાચાર્ય પાસે પ્રાર્થના કરીને ૩૬,૦૦૦ શ્લોક પ્રમાણ શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રની રચના કરાવી. તે ચરિત્રને સુવર્ણ તથા રૂપાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy