SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૬૦] જ્ઞાનાચારનો ચોથો ભેદ–ઉપથાન વહન ૨૦૭ તેમજ નંદીસૂત્રમાં શ્રુતના ઉદ્દેશ અને સમુદ્દેશના કાલ કહેલા છે. શ્રી આચારાંગમાં કહ્યું છે કે—‘અગિયાર અંગ પૈકી પહેલા અંગમાં બે શ્રુતસ્કંધ છે, પચીશ અઘ્યયન છે, અને પચાસ ઉદ્દેશ કાળ છે વગેરે.'' અહીં કાળ શબ્જે કરીને કાળગ્રહણનો વિધિ જાણવો; કેમકે ઉત્તરાધ્યયનના છવીશમા અધ્યયનમાં કહ્યું છે કે—‘ચાર કાળગ્રહણ છે, તે યોગવિધિમાં જ યોગ્ય છે.’’ અહીં કોઈ શ્રાવકોને ઉપધાનવિધિનો તથા સાધુઓને યોગવિધિનો નિષેધ કરીને “સર્વને શ્રુતનો અભ્યાસ સર્વદા કરવો'' એમ ઉપદેશ કરે છે તે યોગ્ય નથી; કેમકે તેથી તીર્થંકરની આશાતના થાય છે. વળી શ્રાવકોને આચારાંગ વગેરે સૂત્રનું ભણવું શ્રુતમાં નિષિદ્ધ કરેલું છે. તે વિષે સાતમા અંગમાં કહ્યું છે કે “કામદેવ નામનો શ્રાવક શ્રી મહાવીર ભગવાનના સમવસરણને વિષે ગયો, તે વખતે શ્રી વીરે સભા સમક્ષ તેને રાત્રિમાં થયેલા ત્રણ ઉપસર્ગ કહી બતાવ્યા. પછી શ્રમણ ભગવાન મહાવીરે ઘણા સાધુ અને સાધ્વીઓને સંબોધન કરીને કહ્યું કે—‘હે આર્યો! જ્યારે શ્રમણોપાસક (શ્રાવક) ગૃહસ્થી ઘરમાં રહ્યા છતાં પણ દેવ, મનુષ્ય અને તિર્યંચના કરેલા ઉપસર્ગો સમ્યક્ પ્રકારે સહન કરે છે; તો પછી દ્વાદશાંગીનો અભ્યાસ કરનારા એવા શ્રમણ નિગ્રંથે તો દેવ, મનુષ્ય અને તિર્યંચના કરેલા ઉપસર્ગોને સમ્યક્ પ્રકારે સહન કરવા જ જોઈએ.' અહીં સૂત્રના આલાવામાં સાઘુઓને જ દ્વાદશાંગીના ધારણ કરનાર કહ્યા છે, પણ શ્રાવકોને કહ્યા નથી.’’ તથા પાંચમા અંગમાં કહ્યું છે કે—“ત્યાં તુંગિયા નામની નગરીમાં ઘણા શ્રાવકો વસે છે. તેઓ ઋદ્ધિવાળા છે, યાવત્ કોઈથી પરાભવ નહીં પામે તેવા, જીવ અજીવાદિ નવ તત્ત્વને જાણનારા, નિગ્રંથપ્રવચન જે જૈનસિદ્ધાંત તેમાં નિઃશંક, (શ્રુતના) અર્થને પામેલા અને અર્થના ગ્રહણ કરનારા, (ભોજનસમયે) ઘરનાં દ્વાર ઉઘાડાં રાખનારા તથા પરઘરમાં પ્રવેશ નહીં કરનારા છે.’ ઇત્યાદિ. આ પ્રમાણે શ્રાવકનું વર્ણન શ્રી ઉપાસગદશાંગ, ઉવવાઇ તથા સ્થાનાંગ વગેરેથી પણ જાણી લેવું. પરંતુ એ સર્વ ઠેકાણે શ્રાવકને ‘‘દ્ઘા’–(શ્રુતના અર્થને પામેલા) એવું વિશેષણ કહ્યું છે, પણ કોઈ સૂત્રમાં ‘વસુત્તા’–(સૂત્રને પામેલા) એવું કહ્યું નથી. વળી સર્વત્ર સિદ્ધાંતોને ‘નિગ્રંથપ્રવચન’ એટલે ‘મુનિ સંબંઘી શાસ્ત્ર' એમ કહ્યું છે, પણ શ્રાવક સંબંઘી કહ્યું નથી. વળી શ્રાવકોને કરવાના ત્રણ પ્રકારના મનોરથ કહ્યા છે. તેમાં શ્રાવકને સૂત્ર ભણવાનો મનોરથ પણ થતો કહ્યો નથી. તે વિષે શ્રી સ્થાનાંગ સૂત્રના ત્રીજા ઠાણામાં કહ્યું છે કે—‘સાધુ ત્રણ પ્રકારે મહા નિર્જરા કરીને ભવનો અંત લાવે. તેમાં એવા વિચાર કરે કે−‘૧ ક્યારે હું થોડું અથવા ઘણું શ્રુત ભણીશ? ૨ ક્યારે હું એકલવિહાર પ્રતિમાને ઘારણ કરીને વિહાર કરીશ? અને ૩ ક્યારે હું અંતસમયને યોગ્ય સંલેખના આદરીશ?’ શ્રાવક ત્રણ પ્રકારે મહા નિર્જરા કરીને ભવનો છેડો લાવે. તેમાં એવા વિચાર કરે કે−‘૧ ક્યારે હું થોડો અથવા ઘણો પરિગ્રહ છોડી દઈશ? ૨ ક્યારે હું લોચ કરીને આગાર (ઘર) છોડીને અણગાર (સાધુ) થઈશ? ૩ ક્યારે હું ફરીને મરણ ન કરવું પડે તેવી સંલેખના આદરીને શુભ ધ્યાન ધ્માતો સતો, ભાતપાણીના પ્રત્યાખ્યાન કરીને, મરણને અણઇચ્છતો સતો પાદપોપગમ અણસણ ધારણ કરીને વિચરીશ?’ આ પ્રમાણે મન, વચન, અને કાયાએ કરીને સદા જાગ્રત રહેતો શ્રાવક મહા નિર્જરા કરે, અને ભવનો છેડો લાવે.' શ્રી સૂયગડાંગ સૂત્રના નવમા અઘ્યયનમાં કહ્યું છે કે— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy