SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૬ अयि कुरंग कुरंगमविक्रमे, त्यज वनं जवनं गमनं कुरु । इह वने हि वनेचरनायकाः, सुरभिलोहितलोहितसायकाः ॥३॥ ભાવાર્થ—“હે મૃગ! આ વનને તું તજી દે, અને શીઘ્રતાથી અન્યત્ર ગમન કર; કેમ કે આ વનમાં ગાયોના લોહીથી જેમણે પોતાનાં બાણોને રક્ત કર્યાં છે એવા મોટા પારઘીઓ આવેલા છે.’ वसंत्यरण्येषु चरंति दूर्वां, पिबंति तोयान्यपरिग्रहाणि । तथाऽपि वध्या हरिणा नराणां, को मूर्खमाराधयितुं समर्थः ॥४॥ ભાવાર્થ-‘હરણો વનમાં વસે છે, દૂર્વા ખાય છે, અને કોઈની માલિકી વિનાના જળનું પાન કરે છે; તો પણ તેને જે માણસો મારી નાંખે છે તેવા મૂર્ખને સમજાવવાને કોણ સમર્થ છે?’’ માટે નિર્ગુણ મનુષ્યને અમારી ઉપમા આપવી યોગ્ય નથી. એટલે સૂરિ ફરીથી બોલ્યા કે– येषां न विद्या न तपो न दानं, न चापि शीलं न गुणो न धर्मः । ते मर्त्यलोके भुवि भारभूता, मनुष्यरूपाः पशवश्चरंति ॥ १ ॥ ભાવાર્થ—જે મનુષ્યોમાં વિદ્યા, તપ, દાન, શીલ, ગુણ અને ધર્મ નથી તેઓ આ મૃત્યુલોકમાં પૃથ્વીના ભારરૂપ થઈને મનુષ્યનું રૂપ ધારણ કરનારા પશુઓ છે.’’ આ પ્રમાણે સાંભળીને કોઈ ગાય બોલી કે– ૯૦ तृणमद्मि दुग्धं धवलं, छगणं गेहस्य मंडनं भवति । रोगापहारि मूत्रं, पुच्छं सुरकोटिसंस्थानम् ॥१॥ ભાવાર્થ—“હું ઘાસ ખાઉં છું, પણ શ્વેત દૂધ આપું છું, મારું છાણ ઘરનું ભૂષણ થાય છે, મારું મૂત્ર રોગનો નાશ કરે છે અને મારા પૂંછડામાં કોટી દેવતાઓનું સ્થાન છે.’’ માટે નિર્ગુણ મનુષ્યને મારું ગુણીનું ઉપમાન યોગ્ય નથી. પછી કોઈ બળદ બોલ્યો કે– नास्य भारग्रहे शक्तिर्न च वाहगुणक्रिया । देवागारबलीवर्दस्तथाऽप्यश्नाति भोजनम् ॥१॥ ભાવાર્થ-તમે કહ્યા તેવા નિર્ગુણ મનુષ્યમાં મારા જેવી ભાર ઉપાડવાની શક્તિ નથી, વહન કરવાનો કાંઈ ગુણ નથી, તો પણ મહાદેવના પોઠિયાની જેમ તે બેઠો બેઠો ભોજન કરે છે; અને હું તો— गुरुशकटधुरंधरस्तृणाशी, समविषमेषु च लांगलापकर्षी । जगदुपकरणं पवित्रयोनि-र्नरपशुना कथमुपमीयते गवेंद्रः ॥ २॥ ભાવાર્થ-મોટા ગાડાની ધૂંસરીને ધારણ કરું છું, ઘાસ ખાઈને જીવું છે, સમ વિષમ સ્થાનમાં હળ ખેંચું છું, એવી રીતે જગતનો ઉપકાર કરું છું. વળી મારું ઉત્પત્તિસ્થાન ગાયરૂપી પવિત્ર છે. માટે નરપશુની સાથે મારી બળદની ઉપમા કેમ આપો છો? આ પ્રમાણે હોવાથી તેવા મનુષ્યોને પશુની ઉપમા પણ યોગ્ય નથી.’’ પછી આચાર્ય ‘“વેષાં ન વિદ્યા॰' એ શ્લોક બોલતાં ચોથા પદમાં “મનુષ્ય પેજ તૃળોપમાના:'' એટલે ‘‘તૃણ જેવા છે’’ એમ બોલ્યા. તે સાંભળીને તૃણ બોલ્યું કે– Jain Education International गवि दुग्धकरं ग्रीष्मे, वर्षाहेमंतयोरपि । नृणां त्राणमहं कुर्वे, तत्साम्यं च कथं मम ॥ १ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy