SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧ વ્યાખ્યાન ૨૩૩] સદ્ગણના વિચારની પણ દુર્લભતા ભાવાર્થ-“હું ગાયને વિષે દૂઘ ઉત્પન્ન કરું છું, અને શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં સર્વ ઋતુઓમાં મનુષ્યોનું રક્ષણ કરું છું, તો મને નિર્ગુણ પુરુષના સરખું કેમ કહો છો?”વળી रूढस्य सिंधुतटमनुगतस्य तृणस्यापि जन्म कल्याणम् । यत्सलिलमज्जदाकुलजनहस्तावलंबनं भवति ॥२॥ ભાવાર્થ-“સમુદ્રને કાંઠે ઊગેલા અને નીચે નમેલા તૃણનો જન્મ પણ કલ્યાણકારી છે, કેમકે જળમાં ડૂબવાથી વ્યાકુળ થયેલા માણસોને તે હસ્તના અવલંબનરૂપ થાય છે.” તથા સમરાંગણમાં મુખને વિષે તૃણ રાખવાથી તે માણસને કોઈ પણ હણતું નથી. વળી– यस्यैवाहारयोगाजगति सुरभयोऽजाविका वा महिष्यः सर्वाः संप्राप्तभूयो वपुरुपचितिका आज्यदध्नो निदानम् । क्षीरं लोकाय दधुः सकलरसमहायोनिभूतं तृणं त जानेऽजानंत एते धिगखिलकवयो नीरसं वर्णयंति ॥३॥ ભાવાર્થ-“જે તૃણનું ભક્ષણ કરવાથી જગતમાં ગાયો, બકરી, ઘેટી, ભેંસો વગેરે સર્વે શરીરમાં અતિ પુષ્ટિ પામીને ઘી અને દહીં વગેરેના કારણરૂપ દૂઘ સર્વ માણસોને આપે છે, તેવા સમગ્ર રસના મોટા કારણરૂપ ઘાસને જાણે પોતે તેના ગુણથી અજાણ્યા હોય તેવા કવિઓ નીરસ તરીકે વર્ણવે છે; માટે તેવા કવિઓને ધિક્કાર હો!” પછી ફરીથી સૂરિ તે જ શ્લોક બોલ્યા અને છેવટમાં–મનુષ્યરૂપે વૃક્ષા મવંતિ “મનુષ્ય રૂપે કરીને વૃક્ષો રહેલાં છે” એમ બોલ્યા. ત્યારે કોઈ વૃક્ષ મનુષ્યભાષાએ બોલ્યું કે છાયા ગુમ વયે , પત્તપુપાળ દ્રા ! पक्षिणां च सदाधारं, गृहादीनां च हेतवे ॥४॥ ભાવાર્થ-“અમે સર્વને છાયા કરીએ છીએ, ફળ, ફૂલ વગેરે આપીએ છીએ, અને પક્ષીઓને ઘર કરવા માટે નિરંતર આધાર આપીએ છીએ.” વળી ફરીથી યુક્તિપૂર્વક કહે છે छायामन्यस्य कुर्वंति, स्वयं तिष्ठति चातपे । फलंति च परार्थे च, नात्महेतोर्महाद्रुमाः॥५॥ ભાવાર્થ-“મહાવૃક્ષો અન્યને છાયા કરે છે અને પોતે તાપમાં રહે છે; તથા પરોપકારને માટે જ ફળે છે, પોતાને માટે ફળતા નથી.” भीष्मग्रीष्मखरांशुतापमसमं वर्षांबुतापक्लमं भेदच्छेदमुखं कदर्थनमलं मादिभिर्निर्मितम् । सर्वग्रासिदवानलप्रसृमरज्वालोत्करालिंगनं । हंहो वृक्ष सहस्व जैनमुनिवद्यत्त्वं क्षमैकाश्रयः॥३॥ ભાવાર્થ-“હે વૃક્ષ! તું જૈન સાધુની જેમ ક્ષમાનો અદ્વિતીય આશ્રય છે, માટે ગ્રીષ્મ ઋતુના અત્યંત તીક્ષ્ણ સૂર્યનાં કિરણો સહન કર, વર્ષાઋતુના જળથી ઉત્પન્ન થતા ક્લેશને સહન કર, મનુષ્યાદિકે ભેદન, છેદન વગેરે વિવિઘ પ્રકારે કરેલી કદર્થના સહન કર, તથા સર્વનું ભક્ષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy