SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૬૦] જ્ઞાનાચારનો ચોથો ભેદ-ઉપઘાન વહન ૨૦૯ કે—“હે સિદ્ધાંતના પરમાર્થને નહીં જાણનારા! શ્રી જિનેશ્વરે સિદ્ધાંતમાં પાંચ પ્રકારના વ્યવહાર કહેલા છે. તેમાંથી જે કાળે જે વ્યવહાર પ્રવર્તતો હોય તે કાળે તે જ વ્યવહાર પ્રમાણે વર્તવું; નહીં તો જિનેશ્વરની આજ્ઞાનો ભંગ થાય; તેથી તે ઘના મુનિ વગેરે આગમ વ્યવહારી હતા. તેમની તુલના વર્તમાન સમયમાં કરવી યોગ્ય નથી; કેમ કે હાલના સમયમાં શ્રુત કેવળી વગેરેનો અભાવ હોવાથી જિત વ્યવહાર જ મુખ્ય છે. જુઓ શ્રી નેમિનાથ ભગવાને ગજસુકુમાલને દીક્ષા આપી તે જ દિવસે એકલવિહાર પ્રતિમા ઘારણ કરવાની આજ્ઞા લાભ દેખીને આપી હતી; પણ તે દાખલો બધે ન લેવાય; માટે ‘અનુક્રમે ક્રિયા કરવાથી જ ગુણ વધે છે' એમ વિચારીને અન્યથા યુક્તિઓ કરવી યોગ્ય નથી.’' વળી બીજી રીતે કોઈ શંકા કરે કે—સૂત્રમાં શ્રાવકોને ‘સુગરહિ’ એટલે ‘શ્રુતને ગ્રહણ કરનારા' એમ કહ્યું છે; માટે શ્રાવકને શ્રુતનો અભ્યાસ કરવો યોગ્ય છે.’’ તેના ઉત્તરમાં ગુરુ કહે છે કે—“આ પાઠમાં શ્રુત એટલે છ આવશ્યક રૂપ સૂત્ર જાણવું. તે પણ ઉપધાન વહન કરવા પૂર્વક ભણવા યોગ્ય છે; કેમકે એ પાઠ નંદિસૂત્રનો છે. તેમાં ‘સુગરહિઞા' એ પાઠ કહ્યા પછી તરત જ ‘તવોવહાળારૂ’ (તપ ઉપથાને કરીને) એ પાઠ કહ્યો છે.’’ વળી તે પર ફરી શંકા કરે છે કે—‘‘તો આવશ્યક સૂત્ર ભણવાનું પણ કેમ નિષિદ્ધ કર્યું નહીં?’’ તે ૫૨ ગુરુ કહે છે કે—તે વિષે અનુયોગ દ્વારમાં કહ્યું છે કે— समणेण सावएण वाऽवस्सकायव्वं हवइ जम्हा । अतो अहनिसिस्सय, तम्हा आवस्सयं नाम ॥ १ ॥ ભાવાર્થ—‘સાધુને તથા શ્રાવકને રાત્રી સંબંધી અને દિવસ સંબંધી અવશ્ય કરવા લાયક છે, તેથી તેનું નામ ‘આવશ્યક’ છે.’’ આ વચનથી આવશ્યક સૂત્ર અવશ્ય વિધિ યુક્ત વાંચવા ભણવા યોગ્ય છે; પરંતુ કારણ હોય તો છજીવનિકાય અઘ્યયન ભણવામાં પણ દોષ નથી, એવું ચૂર્ણમાં કહ્યું છે. અથવા “જે કોઈ આ નિયંત્રણાને ન ઇચ્છે અને વિનય તથા ઉપધાન વહન કર્યા વિના નવકાર વગેરે શ્રુતજ્ઞાન ભણે, ભણાવે અથવા ભણતાને અનુમોદન કરે તેને પ્રિયધર્મી સમજવો નહીં; અને તેણે ગુરુની, અતીત અનાગત અને વર્તમાન કાળના સર્વે તીર્થંકરોની અને શ્રુતની આશાતના કરી છે એમ સમજવું. તથા તે અનંતકાળ પર્યંત સંસારમાં પરિભ્રમણ કરે અને અનેક પ્રકારની નિયંત્રણાને ચિરકાળ સહન કરે એમ જાણવું.” ઇત્યાદિ શ્રીમહાનિશીથ સૂત્રના આલાવાથી સર્વત્ર ઉપધાનનો વિધિ જાણવો. વર્તમાન સમયમાં તો દ્રવ્ય, ક્ષેત્ર અને કાલાદિકની અપેક્ષાએ લાભાલાભનો વિચાર કરીને ઉપધાન તપ કર્યા વિના જ આવશ્યક સૂત્ર ભણવાની આચરણા ચલાવેલી દેખાય છે; પરંતુ એ આચરણા જિનેશ્વરની આજ્ઞા સમાન જ છે; કેમકે તે વિષે શ્રી ચૈત્યવંદન ભાષ્યમાં કહ્યું છે કે– असढाइणवज्जं गीअच्छ अवारिअंति मझच्छा | आयरणावि हु आणत्ति, वयणओ सुबहुमन्नंति ॥ १ ॥ ભાવાર્થ-‘અશઢ એટલે પંડિત પુરુષોએ આદરેલી, અનવદ્ય–પાપરહિત અને ગીતાર્થોએ For Private & Personal Use Only Jain Educa[ભાગ ૪-૧૪ www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy