SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૮ નહીં વારેલી એવી મધ્યસ્થ આચરણા પણ આણા—આજ્ઞા જ છે; કારણ કે તે વચનને અત્યંત બહુમાન આપનારી છે. ન પરંતુ જેણે ઉપધાન વહ્યા વિના પ્રથમ નવકાર વગેરેનો અભ્યાસ કર્યો હોય તેણે અવશ્ય પોતાની શક્તિ પ્રમાણે તપ કરીને પણ ઉપધાન વહેવા જોઈએ. કદાચ ગુરુનો યોગ ન મળે તો દક્ષ શ્રાવકે સ્થાપનાચાર્યની સમીપે ઉપધાનનો સર્વ વિધિ કરવો, પણ તેમાં આળસ વગેરે કરવું નહીં’’ એવું હીરપ્રશ્નમાં કહેલું છે. ઘરના કામકાજમાં અત્યંત વ્યગ્ર રહેવાથી અથવા પ્રમાદ વગેરેથી જેઓ ઉપઘાન વહન કરતા નથી, તેઓનો નવકાર ગણવો, દેવવંદન કરવું, ઈર્યાવહી પડિકમવી તથા પ્રતિક્રમણ કરવું વગેરે આખા જન્મમાં કદાપિ પણ શુદ્ધ (નિર્દોષ) થતાં નથી, અને ભવાંતરમાં પણ તેઓને તે ક્રિયાનો લાભ મળવો અસંભવિત લાગે છે; તેથી ક્રિયાની શુદ્ધિને ઇચ્છનારા શ્રાવકોએ છ ઉપઘાન અવશ્ય વહેવાં, જેથી સર્વત્ર સુખની પ્રાપ્તિ થાય. વ્યાખ્યાન ૨૦૧ યોગના બહુમાન વિષે योगक्रियां विना साधुः, सूत्रं पठेन्न पाठयेत् । दुष्कर्माणि विलीयन्ते श्रुतदेवी वरदा सदा ॥ १ ॥ ભાવાર્થ—યોગ વહન કર્યા વિના સાઘુએ સૂત્ર ભણવું કે ભણાવવું નહીં; કેમકે યોગ વહન કરવાથી દુષ્કર્મનો નાશ થાય છે, અને શાસનદેવતા હમેશાં વરદાન આપનાર થાય છે.’’ આ હકીકત ઉ૫ર માસતુસ મુનિનું દૃષ્ટાંત કહે છે. માસતુષ મુનિનું દૃષ્ટાંત પાટલીપુરમાં બે વેપારી ભાઈઓ વસતા હતા. તેઓ એકદા ગુરુ પાસે ધર્મોપદેશ સાંભળવા ગયા. ત્યાં ‘ધમ્મો મંગમુવિૐ' ઇત્યાદિ દેશના સાંભળીને વૈરાગ્ય થવાથી ચારિત્ર ગ્રહણ કર્યું. તેમાંથી એક ભાઈ ક્ષયોપશમના વશથી બહુશ્રુત થયા, તેને ગુરુએ યોગ્ય જાણીને સૂરિપદ આપ્યું; તેથી તે પાંચસો સાધુઓના સ્વામી થયા. સર્વ સાધુઓને તે વાચના આપતા હતા; તે સાધુઓ સંદેહ પડે ત્યારે વારંવાર આવી આવીને પ્રશ્નો કરતા, તેથી રાત્રે પણ સૂરિને નિદ્રાનો અવકાશ મળતો નહીં. આમ થવાથી જ્ઞાનાવરણીય કર્મના ઉદયને યોગે તેને વિચાર થયો કે—શાસ્ત્રના પાર પામેલા એવા મને ધિક્કાર છે, કે જેથી હું એક ક્ષણ પણ સુખ પામતો નથી, અને મારા ભાઈને ઘન્ય છે કે જેથી તે નિશ્ચિંત સૂઈ રહે છે.’’ ઇત્યાદિ વિચાર કરીને “મૂત્યું હિ સરે મમાપિ વિતં” એ શ્લોકનું સ્મરણ કરીને ‘હવે હું આ ક્લેશને તજું'' એમ મનમાં વિચાર કર્યા કરતા હતા. અન્યદા સાધુઓ આહાર ગ્રહણ કરવા વગેરે કાર્ય માટે બહાર ગયા, ત્યારે સૂરિએ વિચાર્યું કે—“અહો! ઘણા દિવસે આજે મને અવકાશ મળ્યો, માટે અહીંથી નીકળીને મારું મનોવાંછિત સિદ્ધ કરું.'' એમ વિચારીને સૂરિ નગરમાંથી નીકળીને બહાર ચાલ્યા. નગર બહાર જતાં તેણે કૌમુદીના મહોત્સવમાં એક સ્તંભ (થાંભલો) જોયો. તે સ્તંભને વિવિધ આભૂષણોથી શણગાર્યો હતો, અને તેની ફરતાં બેસીને ઘણા માણસો સંગીત કરતા હતા. પછી મહોત્સવ સમાપ્ત થયો એટલે તે જ સ્તંભને શોભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy